SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ • જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન છે કે સામાયિકની મર્યાદા સુધી આંખ અડધી બંધ રાખવી, જીભને બોલવાનો અવસર આપવો નહીં, કાનથી સંભળાય નહીં તેની કાળજી રાખવી આવશ્યક છે; જેથી “કરેમિ ભંતે'થી લીધેલી પ્રતિજ્ઞા સાર્થક થાય. પ્રતિક્રમણની ક્રિયામાં છએ આવશ્યકોનું આરાધન થાય છે, છ આવશ્યક(સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન)માં પ્રતિક્રમણનું સ્થાન ચોથું છે, જ્યારે કાયોત્સર્ગનું સ્થાન પાંચમું છે. - પાપોના પ્રાયશ્ચિત્ત માટે, આત્માને શુદ્ધ કરવા સારુ કાઉસગ્ન કરવાનો હોય છે. કાયોત્સર્ગ અનાત્મભાવના ત્યાગ માટે, આત્મભાવમાં સ્થિર થવા માટે હોય છે. જેમ આલોચના પહેલાં વંદન જરૂરી છે તેમ કાયોત્સર્ગ પહેલાં પણ ગુરુવંદન જરૂરી છે. સાધક એટલે પૂર્ણતયા ગુરુ સમર્પિત વ્યક્તિત્વ; ગુરુદેવને પૂછ્યા વગર કાયોત્સર્ગ પણ ન થાય ! સામાન્ય રીતે ચૈત્યવંદનમાં એક નવકારનો, રાઈદવસી પ્રતિક્રમણમાં એકથી ચાર લોગસ્સનો, શ્રી તપચિતવણીમાં ૪ લોગસ્સ ૧૧ નવકારનો, પખિ પ્રતિક્રમણમાં ૧૨નો, ચૌમાસીમાં ૨૦નો તથા સંવત્સરી પ્રતિક્રમણમાં, ૪૦ લોગસ્સ અને એક નવકાર અથવા દર નવકારનો કાઉસગ્ન કરવાનો હોય છે. અન્ય અનુષ્ઠાનોમાં ૧૦૦ લોગસ્સ કે એક રાત્રિ સુધીનો કે ઉપદ્રવ પૂરો ન થાય ત્યાં સુધી કાઉસગ કરાતો હોય છે. સુદર્શન શેઠની પત્ની મનોરમાએ લંક દૂર થાય ત્યાં સુધીનો કાઉસગનો અભિગ્રહ રાખ્યો હતો. સૌ પ્રથમ રાઈ પ્રતિક્રમણના પ્રારંભમાં કુસુમિણ દુસુમિણ ઉઠ્ઠાવણિ રાઈ-પાયશ્મિત્ત બોહણથે કાઉસગ્ન કરવાનો આદેશ મંગાય છે. કુસ્વપ્ન કે દુસ્વપ્ન દૂર કરવા તથા રાત્રિ દરમ્યાન લાગેલાં પાપ-પ્રક્ષાલન માટે કાયોત્સર્ગ કરાય છે. અન્નત્થ સૂત્રમાં નિર્દિષ્ટ તેર આગારો તો અપવાદ માટે સહજ સમજાય તેમ છે. ત્યાર પછી જે કાયોત્સર્ગ કરાય છે તેના હેતુઓ આ પ્રમાણે છે : જો મે રાઈઓ અંઈઆરો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ ઉસ્સો, ઉમ્મગો, અકપ્પો, અકરણિજ્જો, દુક્કાઓ, દુવ્વચિંતિઓ, અણીયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉો , નાણે, દંસણ, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિરહ ગુત્તીર્ણ, ચઉણાં કસાયાણ, પંચહમણુવ્રયાણ, તિહું ગુણવયાણ, ચણિયું સિફખાવયાણું, બારસવિહસ્સ સાવગધમ્મસ્ય જે ખંડિએ, જ વિરાહિએ તે માટે કાઉંસગ કરું છું. ઉપર્યુક્ત વિચારોની પુષ્ટિ માટે તથા પ્રાયશ્ચિત્ત કરવા માટે, તે વધુ વિશુદ્ધ બને તે હેતુથી, હૃદયમાં રહેલા શલ્યોને દૂર કરવાના હેતુપૂર્વક કાઉસગ કરવાનો મનસૂબો સેવવામાં આવે છે. હે ભગવંત ! વંદનના લાભ માટે, પૂજા કરવાનો લાભ લેવા માટે, સત્કાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy