SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન પુત્ર પ્રત્યેનો મોહ નષ્ટ થતાં વિવેક પ્રગટ્યો, પછી આત્મલક્ષી શુદ્ધોપયોગ અને સીધું કર્મક્ષય-મુક્તિ, તેનો પુત્ર ભરત ચક્રવર્તી સ્નાનાગારમાં અંગુલિ પરથી વીંટી પડી જતાં વિચારે છે કે બાહ્ય પરિસ્થિતિથી તે સુંદર છે કે આંતરિક આત્મગુણથી ? અનિત્ય ભાવે ચઢી જતાં કેવળજ્ઞાન સુધી પહોંચી જાય છે. તેના બીજા ભાઈ બાહુબલી તેનું ચક્રવર્તીપણું સ્વીકારતા નથી. દેવેન્દ્રની સમજાવટથી અનેક નિર્દોષ સૈનિકોનું મૃત્યુ ટાળી પ્રથમ નેત્રયુદ્ધ, પછી બાહુયુદ્ધ વગેરે યુદ્ધો પછી મસ્તક પરથી બાહુબલી આયુધ લેવા કટિબદ્ધ થાય છે. મસ્તક પર હાથ જતાં પોતે અણગાર છે તેનું ભાન થાય છે. લાંબા તપથી તેના શરીર પર વેલા તથા દાઢી વગેરેના વાળમાં પક્ષીઓએ માળા કર્યા છે. તે પછી યુદ્ધથી અટકી ગયા. છતાં પણ કેવળજ્ઞાન દૂરનું દૂર જ રહે છે. ભગવાન ઋષભદેવ પોતાની બે પુત્રી બ્રાહ્મી અને સુંદરીને મોકલે છે. “ગજ થકી (ઉતરો રે વીરા' એ સંબોધનથી પોતે અભિમાનરૂપી હાથી પર બેઠા છે, તેનું ભાન થતાં અનિત્યાદિ ભાવના ભાવતાં કેવળજ્ઞાન મેળવે છે. એક વર્ષ સુધી જળ વગરના ચોવિહાર ઉપવાસ તથા કાયોત્સર્ગ કર્યા હોય છે. ભગવાન મહાવીર સ્વામીના અગિયાર ગણધરોમાં વડેરું સ્થાન ભોગવનારા, પોતાના અધિક જ્ઞાનથી ફૂલીને ફાળકો થનારા ગણધર ગૌતમ સ્વામી ભગવાનના અનન્ય ભક્ત તથા વિનીત શિષ્ય હોવા છતાં કેવળજ્ઞાન નથી મેળવી શકતા ! ચાર જ્ઞાનના ધારક તથા પ્રશ્નોના પ્રત્યુત્તર જાણતા હોવા છતાં પણ ભગવાનના મુખે સાંભળતાં ગૌરવ અનુભવતા તેના ૫૦,૦૦૦ શિષ્યો કેવળી થઈ ગયા હતા. જેના મસ્તક પર હાથ મૂકે તે કેવળજ્ઞાન મેળવતા. ભગવાનના દેહાંત સમયે દેવશર્મા બ્રાહ્મણને બોધવા મોકલે છે. સ્નેહનો છેલ્લો તંતુ, જે અવરોધક હતો, તે તૂટી જતાં મોહથી મુક્ત થઈ કેવળી થયા. “અનંતલબ્ધિ નિધાન' ગૌતમ સ્વામી જંઘાચરણ લબ્ધિ વડે સૂર્યનાં કિરણો પકડી અષ્ટાપદ પર્વત પર ચઢી કેવળજ્ઞાન (નૂતન વર્ષના પ્રભાતે) પ્રાપ્ત કરે છે. પુરોહિત પુત્ર અનપઢ હોવાથી પિતાના મૃત્યુ બાદ કપિલાને રાજપુરોહિતનું પદ ન મળ્યું. માતાના નયનમાં અશ્રુ જોઈ ભણવા કૃતનિશ્રાયી થાય છે. વિદ્યાભ્યાસમાં અંતરાયરૂપ ભોજનની પ્રક્રિયા આડી આવતી હોવાથી એક વિધવાને ત્યાં ભોજનનું ગોઠવે છે. નયનો મળતાં પ્રેમ પ્રગટે છે, વિધવા સગર્ભા થઈ. તે માટે રાજા પાસે માગવા જાય છે. જે માગે તે આપું એ આશ્વાસનથી બે, ચાર, દસ, સો, હજાર, લાખ, કરોડ, આખું રાજ્ય માગવાનો મનસૂબો કરે છે. છેવટે તૃષ્ણા આકાશ જેટલી વિશાળ દેખાય છે. અનિત્ય ભાવના ભાવતા કપિલ કેવળી બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy