Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Catalog link: https://jainqq.org/explore/005602/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ © ચોવીશીઝ 6 , સવારણ અને સાહિલ્ય 'ડો. અભય આઈ. દોશી સંયોજક - પ્રકાશક : ગુણવંત બરવાળિયા Jain Education સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગર જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર, ઘાટકોપર Page #2 -------------------------------------------------------------------------- ________________ હાલ શt મુંબઈ વિદ્યાપીઠની પીએચ.ડી.ની પદવી માટે તૈયાર કરેલો મહાનિબંધ લેખક ડો. અભય ઈન્દ્રચંદ્ર દોશી માર્ગદર્શક ડો. દેવબાલા સુરેશ સંઘવી સંયોજક - પ્રકાશક ગુણવંત બરવાળિયા સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરિ રિસર્ચ સેન્ટર પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ કામાલેન, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૮૬ ફોન : ૨૫૧૨૫૬૫૮ E-mail:gunvant.barvalia@gmail.com For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Chovishi : Swarup Ane Sahitya (Ph.D. Thesis - Mumbai University) By Dr. Abhay Doshi M.A., Ph.D Sept. 2006 : પ્રકાશન સૌજન્ય : ઉવસગ્ગહરં સાધના સંઘ - મુંબઈ શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, શીવ (વેસ્ટ) મુંબઈ શ્રી નવજીવન જે. મૂ.પૂ. જૈન સંઘ - મુંબઈ : સંયોજક - પ્રકાશક : ગુણવંત બરવાળિયા સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફ્લિોસોફિક્કલ એન્ડ લિટરરિ રિસર્ચ સેન્ટર - ઘાટકોપર E-mail : gunvant.barvalia@gmail.com મૂલ્ય : રૂ. ૨૦૦/ : મુદ્રણ વ્યવસ્થા : સસ્તું પુસ્તક ભંડાર ભઠ્ઠીની બારીમાં, ગાંધી રોડ, પુલ નીચે, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૦૭૯-૨૨૧૧૦૦૬૨, ૨૨૧૪૭૧૦૧ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ આપણા પરમ આદરણીય વિદ્વાન અને ધર્મમર્મજ્ઞ પૂ. પિતાશ્રી ઈન્દ્રચંદ્ર વાલચંદજી દોશી ને તથા વાત્સલ્યમયી પૂ. માતાશ્રી જશોદાબહેન ઈન્દ્રચંદ્રદોશી ને વિનમ્રભાવે For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરિ રિસર્ચ સેન્ટર જૈન સાહિત્ય સંશોધન કાર્યમાં છેલ્લા ૭ વર્ષથી પ્રવૃત્ત છે. મધ્યકાલીન જૈન ગૂર્જર સાહિત્યમાં ઉપદેશમાલા, બાલાવબોધ, વિનોદ ચોત્રીશી જેવા ગ્રંથોનું સંશોધન પ્રકાશનકાર્ય સંપન્ન થયું ઉપરાંત કેટલાંક પ્રાચીન અને મધ્યકાલીન ગ્રંથોની સી.ડી. કરવાનું કાર્ય પણ કર્યું અને તે દિશામાં કેટલુંક કાર્ય ચાલી રહ્યું છે. શાસન અરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ પ્રેરિત ઉવસગ્ગહરં સાધના સંઘના સૌજન્યથી સેન્ટર દ્વારા આયોજિત કરેલા જ્ઞાનસત્ર-૨ અને ૩માં ડૉ. અભય દોશીનો પરિચય થયો. જ્ઞાનસત્રમાં સ્તવનચોવીશીના રચિયતા કવિ અવધૂત યોગી આનંદઘનજી પર ડૉ. અભય દોશીએ વિદ્વત્તાપૂર્ણ શોધપત્ર રજૂ કર્યો હતો. આ સત્રમાં, ડૉ. અભય દોશીએ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય પર મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી માટે શોધપ્રબંધ તૈયાર કરેલો તેની માહિતી મળી. હત C પૂ. શ્રી નમ્રમુનિજીની પ્રેરણાથી સેન્ટરે આ શોધપ્રબંધના પ્રકાશનનું કાર્ય કરવાનો નિર્ણય લીધો. અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના લખી આપવા બદલ પૂ. શ્રી પ્રદ્યુમ્નસુરિ, પ્રકાશનકાર્ય માટે ડૉ. અભય દોશી, ડૉ. રસિકભાઈ મહેતા, શ્રી પન્નાલાલ શાહનો આભાર માનું છું. પ્રકાશન સૌજન્યદાતાઓનો તથા સુંદર મુદ્રણકાર્ય બદલ શ્રી સસ્તું પુસ્તક ભંડારના વિજયભાઈ મહેતાનો આભાર. મધ્યકાલીન ગૂર્જર સાહિત્યના અભ્યાસીઓને આ પ્રકાશન ઉપયોગી થશે. તીર્થંકર પરમાત્મા પ્રત્યે જેનો ભક્તિસિંધુ લહેરાઈ રહ્યો છે, તેવા સાધક, ભક્તજનો માટે આ સ્તવનચોવીશી પરનો શોધનિબંધ સ૨ળ રસાસ્વાદની પ્રાપ્તિ કરાવશે તેવી અભિપ્સા સાથે વિરમું છું. joy! By fre cik 9 6 6 181 ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય FI]FIR [][][દિ ગુણવંત બરવાળિયા માનદ્ સંયોજક HIS સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરિ રિસર્ચ સેન્ટર – ઘાટકોપર, મુંબઈ Kals for 0-16 ICI For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ સવાગતમાં રોમાંચ સાથે આવકાર || જૈન સંપ્રદાયની મધ્યકાલીન સ્તવન રચનાઓ એક અનોખો ખજાનો છે. સ્તવનોની સંખ્યા અને ગુણવત્તા માતબર છે. ભાવ-ભાષા પ્રભુત્વ અને દેશીઓ તથા લય આ બધું ખૂબ મનોરમ છે. જૈન ગૂર્જર કવિઓના ૧થી ૧૦ ભાગ જોઈએ તો તેની સંખ્યાનો અંદાજ આવે છે. કેવી મબલક સંખ્યામાં પૂર્વજોએ રચ્યું છે ! હા અહીં અભયકુમારે એ બધી ચોવીસી વિભાગવાર સમીક્ષા કરીને લગભગ બધી રચનાઓમાંથી પસાર થઈને તેની વિશેષતાઓ આપણી સામે રજૂ કરી છે. સ્તવનચોવીસી વિષયક આવો અભ્યાસ અન્ય કોઈએ કર્યો હોય તેવું જાણ્યું નથી. આનાથી તમામ મધ્યકાલીન ગુજરાતી ભાષાના અભ્યાસીઓને તથા શ્રીસંઘને સ્તવનચોવીસી જગતમાં સહજ પ્રવેશ અને રસાસ્વાદની પ્રાપ્તિ સરળ બનશે. વળી અભયભાઈની કાર્યશૈલી એવી તો ચીવટ અને કાળજીવાળી છે કે જ્યારે જે કોઈ સ્તવનચોવીસી હાથમાં લે ત્યારે તેની બધી બાજુથી તપાસ, યોગ્ય લાગે ત્યાં અન્ય સાધનો વડે ચકાસવાનું અને યાવત તે રચનાની ભાષા કઈ, વળી તત્કાલીન દેશ-પ્રદેશની પરિસ્થિતિનું પ્રતિબિંબ ક્યાં કેવી રીતે ઝિલાયું છે તે બધું તેમણે અહીં હસ્તામલકવત્ (હાથમાં રહેલા આંબળા જેવું) ચોખું સ્પષ્ટપણે દર્શાવ્યું છે. અભયભાઈને મળ્યા પછી તેમનું આ અભ્યાસકાર્ય જોયા પછી આશાવાદ જભ્યો છે, કે આવી મધ્યકાલીન સાહિત્યના અભ્યાસની પરંપરા આગળ વધશે. | મધ્યકાલીન સાહિત્યના અભ્યાસક્ષેત્રે રડ્યાખડ્યા વિદ્વાનો કામ કરતાં જોવા મળે છે. જયંતભાઈ કોઠારીએ પોતાના લેખોમાં વારંવાર મધ્યકાલીન સાહિત્યની રસાળતા દર્શાવી છે અને હજી એ ક્ષેત્રમાં કામનો કેટલો બધો અવકાશ છે તે પણ પ્રસંગે પ્રસંગે જણાવ્યું છે. વળી એ ક્ષેત્રના અભ્યાસી, શબ્દોના અર્થમાં અટવાય નહીં તેથી તેઓએ અધિકૃત અર્થનો ઘાતક નમૂનેદાર શબ્દકોશ આપ્યો. વળી જૂનાં સંપાદનોનું સંવર્ધન કઈ શૈલીથી થાય તે પણ જૈન ગૂર્જર કવિઓનું સંપાદન કરીને દર્શાવ્યું. આપણે ઇચ્છીએ કે અભયભાઈ એ જ જયંતભાઈની પરંપરાના વાહક બની એ કાર્યને આગળ ધપાવે, તેમની પાસે શક્તિ અને સૂઝ તો છે જ ! તેથી માંગવાનું મન થાય For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ છે કે આવાં શ્રેણીબદ્ધ સંપાદનો આપણને આપે ! અભયભાઈ આ ક્ષેત્રમાં આવ્યા, આવું કામ હાથ ઉપર લીધું અને પુષ્કળ મહેનત કરીને કાર્ય પાર પાડ્યું ! તે બધામાં જયંતભાઈ નિમિત્ત છે તેથી આવી આશા રાખવી ગમે છે. CHURC અને આવું સંઘેડાઉતાર કામ જોઈને આ ક્ષેત્રમાં પ્રવેશ કરનારાને એક નકશો મળશે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કામ કરવું તો કેવી રીતે કરવું ! જોકે એ ક્ષેત્રમાં કામ કરનારા વિદ્વાનો ગણતર છે. મહાનિબંધ માટે વિષયો ઘણા મળી રહે તેમ છે. સ્તવનોમાં કાવ્યત્વ, તત્ત્વજ્ઞાન વગેરે છૂટું પાડીને બતાવ્યું છે, તે ખાસ ધ્યાનથી જોવાલાયક છે. છેલ્લે અભયભાઈ દોશીને એક આવા જ સાહિત્યના કામ માટે અંગુલિનિર્દેશ કરવાનું મન છે. સ્તુતિ (થોય) સ્તોત્રસાહિત્ય પણ પુષ્કળ છે તેને વિભાગવાર તૈયાર કરી રચના વગેરેનો સંવત તથા અનુમાન સંવત શોધીને વ્યવસ્થિત અભ્યાસ તૈયા૨ કરીને આ રીતે સાહિત્યના ચોકમાં ઉપહાર કરે એવું કહેવાનું મન કરું છું. 151150 પ્રસ્તુત પ્રકાશન ગુણવંત બરવાળિયા - શ્રી પ્રાણગુરુ જૈન સેન્ટર - મુંબઈ દ્વારા કરી રહ્યા છે તે અનુમોદનીય છે. આવા પ્રયાસપૂર્ણ અભ્યાસને રોમાંચ સાથે આવકારું છું. સુસ્વાગતમ્ કહીને વિરમું છું. SCHIS THE શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ ( DIKARIJI પાલડી, અમદાવાદ-૭ jokes SimulHHE Pri la 61 22 Fusisie FiNGH HASHA IIIIIIIII; }; વિ. સં. ૨૦૬૧ 98985 ભા. વ. ૧૦ ૨ દશા પોરવાડ જૈન ઉપાશ્રય, Del 1954 Niy Flo LIKE US ** GK ]] ચોવીશી - સ્વરૂપ અને સાહિત્ય 33.33% For Personal & Private Use Only 1.bp. [TD]]+[5] Tumha UDI #food èä DIG આ Page #9 -------------------------------------------------------------------------- ________________ નિવેદના T એમ. એ.ના અભ્યાસની પૂર્ણાહુતિ પછી જૈનસાહિત્ય અંગે સંશોધન કરવું એવું પૂજ્ય પિતાશ્રીનું સૂચન હતું. મારા અંતરમાં રહેલી સાહિત્ય અને ધર્મપ્રીતિએ આ સૂચનને અમલમાં મૂકવા પ્રેરિત કર્યો. મુંબઈ વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. નીતિન મહેતાએ મધ્યકાલીન સાહિત્યના પ્રખર વિદ્વાન શ્રી જયંત કોઠારીને માર્ગદર્શન માટે મળવાનું સૂચન કર્યું. શ્રી જયંતભાઈએ યુનિવર્સિટીના નિયમોને કારણે પોતે નિવૃત્ત થયા હોવાથી વિધિવત્ માર્ગદર્શક નહિ બની શકે એમ જણાવ્યું. તેમ છતાં તેમણે ચોવીશી-સ્વરૂપનો અભ્યાસ કરવા માટે મૂલ્યવાન દિશાસૂચન કર્યું. બાળપણથી જ યશોવિજયજી, આનંદઘનજીની ચોવીશીઓ માટે આકર્ષણ તો હતું જ, તેમના સૂચન પછી કેટલીક ચોવીશીઓનું વાચન કર્યું. આ વાચને અનુભવાયું કે, ચોવીશીમાં કાવ્યતત્ત્વની રમણીયતા છે, ભક્તિની આર્દ્રતા છે. તેની સાથે જ જ્ઞાન અને ભક્તિનો ભવ્ય સુમેળ પણ સધાયો છે. તેથી આ વિષય પર કાર્ય કરવાનું નિશ્ચિત કરી ડૉ. દેવબાલા સંઘવીના માર્ગદર્શન હેઠળ શોધકાર્યનો આરંભ કર્યો. આ નિમિત્તે વિરાટ ભક્તિ-સાહિત્યના એક મહત્ત્વપૂર્ણ અંશનો અભ્યાસ કરવાની તક મળી, એ માટે મારી જાતને હું ભાગ્યશાળી માનું છું. - આ કાર્ય માટે પ્રોત્સાહન આપનાર ધર્મસંસ્કારદાતા પૂજ્ય પિતાશ્રી તથા માતાજીના ચરણોમાં વંદન કરું છું અને સાથ-સહકાર આપનાર કુટુંબના સર્વ સભ્યોનો આભાર માનું છું. પરમ વિદ્વાન શ્રી જયંત કોઠારી કે જેમનાં સ્નેહ અને સૂચનો આ શોધપ્રબંધ માટે ખૂબ મૂલ્યવાન છે, તેમના પ્રતિ કૃતજ્ઞતાની લાગણી અનુભવું છું તેમજ ડૉ. દેવબાલા સંઘવીના પ્રેમાળ પ્રોત્સાહન અને માર્ગદર્શનને કારણે જ આ કાર્ય પૂર્ણ સ્વરૂપ લઈ શક્યું છે માટે તેમનો અંતઃકરણપૂર્વક ઋણસ્વીકાર કરું છું. આ સમગ્ર શોધપ્રબંધના કાર્યમાં સૂચન આપનારા તેમજ અન્ય રીતે સહાયક થનારા પ. પૂ. આચાર્યદેવશ્રી પ્રદ્યુમ્નસૂરિ, યશોવિજયસૂરિ, જયસુંદરસૂરિ, અશોકસાગરસૂરિ, મુનિ નેત્રાનંદવિજયજી, સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજી, પ્રજ્ઞપ્તાશ્રીજી આદિ સર્વ ગુરુભગવંતોનો વંદનાસહિત આભાર માનું છું. સતત પ્રોત્સાહન આપનાર અને આદિથી અંત સુધી અનેક રીતે સહાયરૂપ થનાર ડૉ. નીતિન મહેતાના વાત્સલ્યને કઈ રીતે ભૂલી શકાય ? તેમના પ્રતિ તેમજ આ કાર્યમાં સહાયરૂપ થનાર સાથી પ્રધ્યાપકો પ્રા. અશ્વિન મહેતા, પ્રા. પ્રબોધ પરીખ, ડૉ. કલા શાહ, પ્રા. ઉર્વશી પંડ્યા, ડૉ. ગુલાબ દેઢિયા, વડીલો શ્રી વિનુભાઈ શાહ, દિલીપભાઈ શાહ, મિત્રો શ્રી અવનીશ ભટ્ટ, પલ્લવ છેડા, દીપક દોશી, અનિલ શાહ, જિમિત મલ તેમજ બહેન શ્રીમતી સાધના સુરેશ કોઠારી અને તેમના પરિવારના સદસ્યો આદિ સર્વ અને જેનો નામોલ્લેખ કરવાનું કોઈ કારણોસર રહ્યું હોય પરંતુ આ શોધ કાર્યમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સહાયક થયા હોય તે સર્વ પ્રત્યે હાર્દિક આભારની લાગણી અભિવ્યક્ત કરું છું. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ આ શોધપ્રબંધ માટે હસ્તપ્રતની ફોટોકોપી તેમજ પુસ્તકો આપનાર શ્રી લા. દ. પ્રાચ્યવિદ્યામંદિર (અમદાવાદ), શ્રી અનંતનાથજી જૈન જ્ઞાનભંડાર, મસ્જિદ બંદર(મુંબઈ), જૈન સાહિત્ય વિકાસ મંડળ (ઈલ), ફાર્બસ ગુજરાતી સભા (જુહુ), મીઠીબાઈ કૉલેજ પુસ્તકાલય, મુંબઈ વિદ્યાપીઠ – જવાહરલાલ નહેરુ પુસ્તકાલય, શ્રી ચરણવિજયજી પુસ્તકાલય (મલાડ), ભારતીય વિદ્યાભવન (ચોપાટી), શ્રી અમરેન્દ્ર સાગરજી પુસ્તકાલય (સાંતાક્રુઝ) આદિ સર્વ સંસ્થાઓ, તેના સંચાલકો અને કર્મચારીગણનો ઋણસ્વીકાર કરું છું તેમજ ફોટોગ્રાફ માટે પરવાનગી આપવા બદલ શ્રી ગોડીજી જૈન દેરાસરના સંચાલકોનો આભાર માનું છું. આ શોધપ્રબંધનું પ્રકાશનકાર્ય શ્રી સૌરાષ્ટ્રકેશરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરિ રિસર્ચ સેન્ટર દ્વારા થાય એવું વાત્સલ્યસભર સૂચન કરનાર તેજસ્વી યુવાન શ્રમણ પૂજ્ય શ્રી નમ્રમુનિ, તેમજ આ સૂચન વધાવી સુંદર રૂપરંગોથી સજ્જ એવા પ્રકાશનને શક્ય બનાવનાર સંસ્થાના સંચાલક શ્રી ગુણવંત બરવાળિયા અને અન્ય કાર્યકરોનો સ્નેહાદર પૂર્વક આભાર માનું છું. - આ શોધપ્રબંધનું સુંદર ડી.ટી.પી. કાર્ય કરી આપનારા શ્રી રોહિતભાઈ કોઠારી અને તેમના કર્મચારીઓ તેમજ સુંદર પ્રકાશન કરી આપનારા શ્રી વિજયભાઈ મહેતાનો પણ આ પ્રસંગે ભાવપૂર્વક આભાર અભિવ્યક્ત કરું છું. મારા પ્રકાશન માટે તૈયાર કરતાં આ શોધપ્રબંધના પીએચ.ડી. ડિગ્રી માટેના પરીક્ષક એવા આદરણીય વિદ્વાન સ્વ. ડૉ. રમણભાઈ શાહના સૂચન મુજબ સ્તવન સ્વરૂપ અંગેની કેટલીક નોંધ ઉમેરી છે. તે ઉપરાંત શબ્દકોશ અને “ચોવીશીમાં ધ્યાનની પ્રક્રિયા' નામના બે પરિશિષ્ટો તેમજ પાછળથી પ્રાપ્ત થયેલો અને “અનુસંધાન-૨૬'માં પ્રકાશિત શ્રી મુક્તિસૌભાગ્યગણિ કૃત સ્તવનચોવીશી પણ આમાં સમાવી છે. - આમાંની કેટલીક ચોવીશી અંગે અહીં થયેલી નોંધો કેટલેક અંશે અપર્યાપ્ત લાગી છે, પરંતુ શોધપ્રબંધમાં ઝાઝા ફેરફાર ન કરવા જ ઇષ્ટ ગણ્યાછે. અંતે, જેમની પરમકૃપાથી જ આ શોધપ્રબંધનું કાર્ય સંપન્ન થયું તે અરિહંત પરમાત્માનાં ચરણકમળોમાં અપાર આદરપૂર્વક મસ્તક નમાવું છું.' અને આ શોધપ્રબંધમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય કે આ કાર્ય દરમિયાન કોઈનું પણ હૃદય દુભાયું હોય એ સર્વની અંતઃકરણપૂર્વક ક્ષમા ચાહું છું. ગીuly 2009 અભય ઈન્દ્રચંદ્ર દોશી એ/૩૧, ગ્લેડહર્ટ, પી. એમ. રોડ, ના સાંતાક્રુઝ (વે.) મુંબઈ-૫૪ ૬-૯-૨૦૦૬ ફોન : (૦૨૨) ૨૬૧૭૮૧૫ર મો. ૯૮૯૨૬ ૭૮૨૭૮ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Audio]To D અનુક્રમ $$$$ PAIR વિષય ૧. ચોવીશી : ઉદ્ભવ અને સ્વરૂપ ૨. ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા ૩. ભક્તિપ્રધાન ચોવીશી : ખંડ-૧ IF ૦ ભક્તિપ્રધાન સ્વવનચોવીશી (૧) Y This ♦ પાર્શ્વચંદ્રસૂરિ કૃત સ્તવનચોવીશી સમયસુંદરજી કૃત સ્તવનચોવીશી વિ♦ આનંદવર્ધનજી કૃત સ્તવનચોવીશી . ૪. ભક્તિપ્રધાન ચોવીશી : ખંડ-૨ હે તા. મા ♦ ભક્તિપ્રધાન ચોવીશી (૨) 5) 3 TARG chha ♦ ઉપાધ્યાય યશોવિજયજી કૃત સ્તવનચોવીશી ગુણ-અનુરાગમાંથી જન્મેલી ઉત્કટ પ્રીતિનું દર્શન માનવિજયજી કૃત સ્તવનચોવીશી lbs જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તવનચોવીશ ........................... 35 GLCT KISHOR bea such For Personal & Private Use Only • શ્રી મોહનવિજયજી મહારાજ કૃત સ્તવનચોવીશી • શ્રી હંસરત્નજી કૃત સ્તવનચોવીશી ... શ્રી ન્યાયસાગરજી કૃત by As a ipjousie e સ્તવનચોવીશી BETERS ♦ ઉદયરત્નજી કૃત સ્તવનચોવીશી • શ્રી રામવિજયજી (પ્રથમ) શ્રી વિમલવિજયજી શિષ્ય કૃત સ્તવનચોવીશી ♦ શ્રી કનકવિજયજી કૃત સ્તવનચોવીશી • શ્રી જગજીવનજી કૃત સ્તવનચોવીશ ક્રમ ૧ ૮૫ ૧૦૯ ૧૧૯ ૧૨૭ ૧૨૯ ૧૩૦ ૨૦ ૩૫૦ ૧૪૩ ? ? ? ” ૐ ન ૧૪૯ ૧૫૯ ૧૬૫ ૧૬૯ ૧૭૬ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ... ૧૮૭ ૨૩૫ ૫. જ્ઞાનપ્રધાન ચોવીશી • જ્ઞાનપ્રધાન સ્તવનચોવીશી ૧૮૫ • જ્ઞાનપ્રધાન ચોવીશી.. • આનંદઘનજી કૃત સ્તવનચોવીશી ૧૯૨ શ્રી દેવચંદ્રજી કૃત અતીત જિનચોવીશી ૨૦૯ • પદ્મવિજયજી કૃત સ્તવનચોવીશી ૨૨૫ • વિજયલક્ષ્મસૂરિ કૃત સ્તવનચોવીશી ૨૩૦ ૬. ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૨૬૫ • ગુણચંદ્રમણિકૃત સ્તવનચોવીશી. ૨૬૯ • ઉત્તમવિજયજીકૃત સ્તવનચોવીશી ૨૯૫ • શ્રી ધીરવિજયજી કૃત સ્તવનચોવીશી • પ્રેમમુનિ કૃત સ્તવનચોવીશી..... • સુમતિપ્રભસૂરિ(સુંદર) કૃત સ્તવનચોવીશી વાચક મુક્તિસૌભાગ્યગણિકૃત સ્તવનચોવીશી: એક સંક્ષિપ્ત પરિચય પરિશિષ્ટ-૧ ૦ પરિશિષ્ટ-૨, ૩૯૪ • પરિશિષ્ટ-૩, ૩૯૬ • પરિશિષ્ટ-૪ • પરિશિષ્ટ-૫ • તીર્થંકર ભગવંતોના વર્ણનમાં સાતત્યપૂર્વક પ્રયોજાતા કેટલાક શબ્દો ૪૦૬ • સંદર્ભસૂચિ ૪૦૯ ૩૧૮ ૩૩૮ ૩૫૭ 399 ૩૯૨ ૪૦૧ ૪૦૪ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ जनवकार महामंत्र नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सव्व साहूणं एसो पंच नमुक्कारो सव्व पावप्पणासणो मंगलाणं च सव्वेसिं पढमं हवई मंगलं॥ SOE For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ મુંબઈના પ્રસિદ્ધ શ્રી ગોડીજી જૈન દેરાસરમાં બીજે માળે બિરાજમાન ચોવીશીયુક્ત શ્રી આદિનાથ ભગવાન. આ મૂર્તિની વિલક્ષણતા એ છે કે મધ્યભાગમાં શ્રી આદિનાથ ભગવાન, આજુબાજુ ૧૧-૧૧ ભગવાન અને ઉપર ફણાયુક્ત શ્રી પાર્શ્વનાથ ભગવાન આ રીતે ચોવીશીની મનોહર રચના થઈ છે, જે ભવ્ય જીવોના ચિત્ત માટે અપૂર્વ આનંદદાયી છે. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहम् नमः। પ્રકરણ - ૧ ચોવીશી: ઉદ્દભવ અને સ્વરૂપ ॐ ऋषभ - अजित - सम्भव – अभिनन्दन - सुमति - पद्मप्रभ - सुपार्थ - चन्द्रप्रभ - सुविधि - शीतल - श्रेयांस - वासुपूज्य - विमल - अनन्त - धर्म - शान्ति - कुंथु - अर - मल्लि – मुनिसुव्रत - नमि – नेमि - पार्थ - वर्द्धमानान्ता जिनाः शान्ताः शान्तिकरा: भवन्तु स्वाहा । (बृहत् शांति) For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ચોવીશી: ઉદ્દભવ અને સ્વરૂપ વિદ્વાનોના મતાનુસાર શ્રી હેમચંદ્રાચાર્ય (ઈ.સ. ૧૧૦૬ - ૧૧૭૩)ના સિદ્ધહૈમ વ્યાકરણમાં ગુજરાતી ભાષાના નવઅંકુરો પલ્લવિત થતા જોઈ શકાય છે. ઈ. સ. ૧૧૬૯ (સં. ૧૨૨૫)માં વજસેનસૂરિ દ્વારા રચાયેલા “ભરતેશ્વર – બાહુબલિ ઘોરમાં ગુજરાતી ભાષાનાં કેટલાંક લક્ષણો દૃષ્ટિગોચર થાય છે. આ સમયમાં અનેક વિદ્વાન જૈન સાધુઓએ રાસા-ફાગુ-પ્રબંધચરિત્ર જેવા પ્રકારો દ્વારા સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન કર્યું. ગુજરાતી સાહિત્યના પ્રારંભકાળનું આ સાહિત્ય જૈન જ્ઞાનભંડારોની ઉત્તમ વ્યવસ્થાને કારણે સચવાઈને રહ્યું. તે જ સમયનું લોકજીવનનો પ્રભાવ લઈ આવતા અસાઈત ઠાકુર જેવા ભવાઈસર્જકોનું તેમ જ શ્રીધર, પદ્મનાભ અને અબ્દુર રહેમાન જેવા જૈનેતર સર્જકોનું સાહિત્ય ઉપલબ્ધ થયું છે, પરંતુ વિપુલ પ્રમાણમાં તો જૈનસાહિત્ય જ ઉપલબ્ધ છે. ઈ. સ. ૧૪૧૪થી ઈ. સ. ૧૪૮૦ (વિ.સં. ૧૪૭૦થી સં. ૧૫૩૬)ના સમય દરમિયાન થયેલા મનાતા નરસિંહ મહેતાથી ગુજરાતી ભાષાનો એક બીજો સમૃદ્ધ કાળખંડ શરૂ થાય છે. આ કાળખંડમાં ગુજરાતી ભાષા અપભ્રંશની અસર છોડી વધુ શુદ્ધ ગુજરાતીરૂપ ધારણ કરવા માંડે છે તેમજ સમગ્ર ભારતવર્ષની ચેતનામાં તે સમયે વ્યાપ્ત થયેલા ભક્તિ આંદોલનને ઝીલે છે. આ કારણે જ નરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય (ઈ.સ. ૧૪૫થી ૧૮૫૦) ઉત્તર મધ્યકાળ “ભક્તિયુગ” એવા બીજા નામથી ઓળખાય છે. - ભક્તિ – પ્રારંભ અને વ્યાપ ભક્તિ એ મધ્યકાલીન સાહિત્યમાં અત્યંત પ્રચલિત સંજ્ઞા છે. ભક્તિની વ્યાખ્યા કરતાં ભક્તિસૂત્રકાર નારદે કહ્યું છે કે – “परमप्रेमरूपा भक्ति ।' ભક્તિ એ પરમ પ્રેમરૂપ હોય છે. તો ભક્તિસૂત્રકાર શાંડિલ્ય કહે છે – - “પરનુરવિર તિ પવિતા ' ઈશ્વરમાં પરમ અનુરક્તિ, ઈશ્વરમાં જ મન લાગેલું રહે, મન સદા પરમાત્માના રૂપ-નામ-ગુણ આદિના સ્મરણમાં ડૂબ્ધ રહે તે ભક્તિ. ચોવીશી: ઉદભવ અને સ્વરૂપ : ૩ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગમાં તન-મન-ધન સર્વસ્વ પરમાત્માના ચરણમાં સમર્પિત કરવાનો મહિમા છે. ભક્ત રાતદિવસ પરમાત્માના ગુણસ્મરણ, કીર્તન આદિમાં પ્રવૃત્ત રહે છે. ભક્તિના નવ પ્રકારો ગણાવવામાં આવ્યા છે. श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् । अर्चनम् वंदनम् दास्यम् सख्यम् आत्मनिवेदनम् । (શ્રીમદ્ ભાગવત) ઈશ્વરના ગુણોનું શ્રવણ કરવું, કીર્તન કરવું, સ્મરણ કરવું, ચરણોની સેવા કરવી, પૂજા-અર્ચના કરવી, વંદન-નમસ્કાર કરવા, ઈશ્વરની દાસ્યભાવે સેવા કરવી, સખ્યભાવ કેળવવો અને આત્માનું નિવેદન કરવું. આ નવ પ્રકાર ઉપરાંત સાત્વિક, રાજસિક અને તામસિક એમ ત્રણ પ્રકાર ભક્તના ઉદ્દેશ અનુસાર પણ ગણવામાં આવે છે, પરંતુ આ સર્વ પ્રકારો કરતાં પ્રેમલક્ષણા ભક્તિ – પરમાત્માને પ્રિયતમરૂપે સ્વીકારી પોતાનું સર્વસ્વ સમર્પિત કરવાની ભક્તિને ઉત્તમોત્તમ પ્રકારની ભક્તિ ગણવામાં આવી છે. અખાજીએ બ્રહ્મતત્ત્વ જોડેની એકાત્મક અનુભૂતિરૂપ જ્ઞાનદશાને સર્વશ્રેષ્ઠ ભક્તિ તરીકે ઓળખાવી છે. ઇસ્લામ, ખ્રિસ્તી આદિ ધર્મોમાં પણ ભક્તિનો સ્વીકાર કરાયો છે. ઇસ્લામથી પ્રેરિત સૂફીમાર્ગમાં પરમાત્માને પ્રિયતમાભાશૂક)રૂપે અને સાધકને પ્રિયતમ(આશક રૂપે સ્વીકારાય છે. પરમાત્મા માટેની તીવ્ર તડપ એ આ માર્ગની મુખ્ય સાધના છે. કેટલાક વિદ્વાનોએ ભક્તિના ભારતવર્ષવ્યાપી પ્રસાર પાછળ ઇસ્લામના એકેશ્વરવાદને પ્રેરકબળ તરીકે જોયું છે, પરંતુ અત્યંત પ્રાચીન એવા વેદમાં પણ સૂર્ય, ઉષા, વરુણ આદિની સ્તુતિ કરતાં, ભક્તિ કરતાં કાવ્યો ઉપલબ્ધ થાય છે. - ઈ.સ. ૮૧પથી ૮૫૦માં શ્રીમદ્ ભાગવત ગ્રંથ રચાતાં કૃષ્ણભક્તિનો સંપ્રદાય અતિ બળવત્તર બને છે. ભારતમાં તે સમયે બૌદ્ધ ધર્મનો પ્રભાવ ખૂબ ફેલાયો હતો. તે સમયે દક્ષિણમાં જન્મેલા શંકરાચાર્યે વેદાંતનો પ્રભાવ વધારવાનું બીડું ઝડપ્યું. ભારતની ચારે દિશાઓમાં મઠો સ્થાપી હિંદુ ધર્મનું પુનરુત્થાન કર્યું. શુદ્ધ વેદાંતી એવા શંકરાચાર્યું પણ “ભજ ગોવિંદમ્' જેવાં સ્તોત્રોમાં ભક્તિનો મહિમા સ્વીકાર્યો છે. શંકરાચાર્ય પછીના સમયમાં ભારત પર વ્યાપક વિદેશી આક્રમણો થયાં. આ આક્રમણની સામે સંતો દ્વારા જનસામાન્યને વધુ સ્પર્શે એવો ભક્તિમાર્ગ વધુ પ્રચલિત થયો. ભક્તિયુગના પ્રારંભમાં દક્ષિણમાં – ઈશુના સાતમાથી નવમા સૈકા દરમિયાન થયેલા આળવાર અને નયનમાર સંતોનું પ્રદાન નોંધપાત્ર છે. આ સંતોએ યજ્ઞ-યાગ અને વર્ણાશ્રમવાળા હિંદુ ધર્મના મુખ્ય માર્ગથી ઉપેક્ષિત રહેલાં સ્ત્રી-શૂદ્રો આદિ લોકો માટે ધર્મનો માર્ગ ખુલ્લો મૂક્યો. દક્ષિણમાં થયેલા આ સંતોને કારણે જ કહેવાયું છે કે, “ભક્તિ દક્ષિણ ઊપજી.' ઉત્તરકાળમાં મMાચાર્ય, નિમ્બાર્કચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય આદિ આચાર્યો થયા, જેમણે આળવાર સંતોનો પ્રભાવ ગ્રહણ કર્યો હતો. તેમણે સમગ્ર ભારતવર્ષમાં પરિભ્રમણ કરી ભક્તિનો નાદ વધુ બુલંદ બનાવ્યો. બંગાળમાં જયદેવે લલિત કોમલ કાંત પદાવલી વડે કૃષ્ણભક્તિમય ગીતગોવિંદની રચના કરી. વિદ્યાપતિ, ચંડીદાસ અને ઉત્તરકાળમાં ચૈતન્ય મહાપ્રભુ જેવા કવિઓએ સમગ્ર બંગાળ-ઓરિસા આદિ ૪ ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ પ્રદેશમાં ભક્તિનો પ્રવાહ વહેતો કર્યો. આ જ સમયે ઉત્તરમાં કબીર, નાનકદેવ આદિ સંતોએ બાહ્યાચારનો વિરોધ કરી આંતરિક સાધના પર વધુ ભાર મૂકતી નિર્ગુણભક્તિનો મહિમા કર્યો. ઉત્તરકાળમાં થયેલા તુલસીદાસ, સુરદાસ જેવા સંતોએ રામ અને કૃષ્ણની ભક્તિથી પ્રેરિત થઈ અપૂર્વ પદરચનાઓ સજી, જે જનસામાન્યમાં વ્યાપક બની. પુષ્ટિમાર્ગના , અષ્ટછાપના કવિઓની રચનાઓ પણ પ્રસિદ્ધિ પામી. મહારાષ્ટ્રમાં નામદેવ, એકનાથ, જ્ઞાનેશ્વર આદિ સંતોએ પરમાત્મભક્તિનો મહિમા ફેલાવ્યો. જ્ઞાતિ-જાતિ, ઉચ્ચ-નીચત્વ આદિના ભેદભાવ દૂર કરી પરમાત્મભક્તિનો માર્ગ સહુ માટે ખુલ્લો કર્યો. આમ સમગ્ર ભારતવર્ષમાં વ્યાપક ભક્તિ આંદોલનનો પ્રભાવ ગુજરાતમાં ઝીલનાર સર્વપ્રથમ સમર્થ કવિ તરીકેનું ગૌરવવંતું સ્થાન નરસિંહ મહેતાને પ્રાપ્ત થાય છે. નરસિંહ મહેતાએ પોતાના જીવનકાળમાં કૃષ્ણભક્તિને કેન્દ્રસ્થાને રાખી અનેક પદો રચ્યાં. તત્કાલીન સમાજવ્યવસ્થા, ભારત અને ગુજરાતની રાજકીય પરિસ્થિતિ આદિ અનેક કારણોસર નરસિંહ મહેતા પછીના કાળમાં સમગ્ર ગુજરાતમાં ભક્તિરસથી સભર પદસાહિત્ય વધુ અને વધુ રચાવા માંડ્યું. રામભક્તિમય ભાલણ, કૃષ્ણભક્તિમાં દિવાની મીરાંબાઈ, વાત્સલ્યરસનાં અપૂર્વ પદ સર્જનાર વિશ્વનાથ જાની, “ગરબા” રચનાર વલ્લભ મેવાડો, મુસ્લિમ કૃષ્ણભક્ત રાજે, જ્ઞાનમાર્ગી કવિ અખો, ગરબી રચનાર માધુર્યમય દયારામ, “કાફી', “ચાબખા” રચનાર ધીરો અને ભોજો વગેરે કવિઓ પદ-કવિતાના નોંધપાત્ર સ્તંભો ગણી શકાય. જૈન દેવાલયોમાં ચૈત્યવંદન સમયે ગવાતાં સ્તવનો પણ વસ્તુતઃ પદ જ છે. પદ: સાહિત્યપ્રકાર પદને સાહિત્યપ્રકાર તરીકે તપાસતાં તેનાં મુખ્ય લક્ષણો નીચે મુજબ ગણાવી શકાય? પદનું ઉત્પત્તિસ્થાન ઊર્મિ છે. પદને અર્વાચીન કાવ્યસંજ્ઞા આપવી હોય તો એને ઊર્મિકાવ્ય કહી શકાય, પરંતુ પદની ગેયતા એ એનું વિશેષ તત્ત્વ છે. પદને મુક્તક સાથે સરખાવીએ તો, મુક્તકમાં લાગણી પાસાદાર, સચોટરૂપ ધારણ કરે છે, જ્યારે પદમાં પ્રવાહી, સંવેદનશીલ અભિવ્યક્તિ થાય છે. સંસ્કૃતમાં મૂળભૂત રીતે ‘પદ એટલે શ્લોકનું એક ચરણ. મધ્યકાળમાં આ "પદ' શબ્દનો અર્થવિસ્તાર થતાં "પદ એટલે ટૂંકું, ઊર્મિસભર કાવ્ય એમ નિશ્ચિત થયું. પદનો પ્રારંભ ધ્રુવપંક્તિ કે અંતરાથી થાય છે. દરેક કડીને અંતે પ્રાયઃ બોલવાની આવે તે ટેકની પંક્તિ કહેવાય છે. આખી પંક્તને બદલે થોડા શબ્દોનું જ પુનરુચ્ચારણ થાય, ત્યારે એ શબ્દો “ધ્રુવપદ કહેવાય છે. જૈનસાહિત્યમાં ટેકની પંક્તિને “આંકણી' તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વાર આ ટેકની પંક્તિમાં જ કાવ્યનો મુખ્ય વિચાર સ્પષ્ટ થતો હોય છે. દા.ત. - સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં એમ કહ્યા બાદ આ ઉક્તિના સમર્થનમાં હરિશ્ચંદ્ર, રામ, નળ વગેરેનાં દગંતો અપાયાં છે. ટેકની પંક્તિ કે ધ્રુવપદ એ ગેયતાનો મુખ્ય આધાર હોવાથી તે ભાવદષ્ટિએ ચોટદાર અને ગેયતત્ત્વથી ૧.નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ સં. ઈચ્છારામ દેસાઈ પૃ. ૪૯૫ ૨. નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ સં. ઈચ્છારામ દેસાઈ પૃ. ૪૮૫ ચોવીશી: ઉદભવ અને સ્વરૂપ ૫ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સભર હોય એ જરૂરી છે. એમાં કાવ્યનું રહસ્ય સચોટપણે આલેખાયેલું હોવું જોઈએ. “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ', પાર્શ્વશંખેશ્વરા સાર કર સેવકાં', “તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહિ, “અભિનંદન જિન દરિસણ તરસિમેં દરિસણ દુરલભ દેવ આદિ સચોટતા અને ગેયતાની દૃષ્ટિએ ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. કેટલીક વાર ધ્રુવપદ તરીકે પ્રાસના પૂરક શબ્દો પણ કામ આપતા હોય છે. શ્રી અનંતજિન શું કરો સાહેલડિયાં, ચોલમજિઠનો રંગ ગુણવેલડિયાં.” સામાન્ય રીતે પદ ટૂંકું હોય છે અને ત્રણ-ચાર કડીઓમાં વિસ્તરતું હોય છે. પદનું અન્ય વિશેષ તત્ત્વ છે તેમાં સધાતી ભાવ અને લયની એકતા. ધ્રુવપંક્તિથી આરંભાયેલા લય અને ભાવ પદમાં વિવિધ રીતે ચૂંટાતા રહે છે. દા.ત. - મુખડાની માયા લાગી રે, મોહન ! તારા મુખડાની માયા લાગી રે.. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું. મન મારું રહ્યું ન્યારું રે. ભક્તિ આંદોલનના વ્યાપક પ્રભાવ હેઠળ વિવિધ સંપ્રદાયોમાં ભક્તિનો મહિમા અને પ્રસાર વધ્યો. દેવસ્થાનોમાં વિવિધ સમયનાં દર્શન-અર્ચન-પૂજા આદિ ભક્તિ-અનુષ્ઠાનોના સમયે ગવાતાં પદોની રચના થતાં પદસ્વરૂપનો વિકાસ થયો. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનાં છ સમયનાં દર્શનો, આરતી અને મનોરથને અનુલક્ષીને, વિવિધ પર્વો અનુસાર થાળ-અન્નકૂટ, શણગાર વિષયનાં પદોની રચના થઈ. સ્વામિનારાયણ, શૈવ આદિ પરંપરાઓમાં પણ આ સંદર્ભે પદસાહિત્ય વિકસ્યું. જન્માષ્ટમી, હોળી, દિવાળી આદિ પર્વો અને વસંત-વર્ષા આદિ ઋતુઓના ઉપલક્ષે પણ અનેક પદો રચાયાં. જૈન પરંપરામાં દેવવંદન, પૂજા, આરતી, થાળ અને પર્વોમાં પર્યુષણ, દિવાળી આદિ સંદર્ભે પદરચનાઓ થઈ. જૈન મંદિરોમાં પ્રાતઃકાળે ગવાતી સ્નાત્ર પૂજા પરમાત્માનો વિધિ-વિધાનયુક્ત અભિષેક) વાસ્તવમાં પદસમૂહ જ છે. દા.ત. – “તદા ચિંતે ઈંદ્ર મનમાં “કોણ અવસર એ બન્યો !” જિન જન્મ અવધિનાણે જાણી હર્ષ આનંદ ઉપન્યો.' વિશેષ અવસરે મંદિરોમાં ભણાવાતી પૂજાઓ પણ મંત્રો અને શ્લોકો સાથે સંકલિત થયેલો પદસમૂહ ૩. ઉદય અર્ચના સં. કાંતિભાઈ બી. શાહ અને કીર્તિદા શાહ પ્રથમવૃત્તિ પૃ. ૧૪૦ ૪. ગુજરાતી ઊર્મિકાવ્યો, સં. જયંત પાઠક, રમણ પાઠક પૃ. ૭ ૫. આનંદઘન કૃત સ્તવનચોવીશી, રૂ. ૪ ભક્તિરસઝરણાં ભાગ-૧, સં. અભયસાગરજી પ્રથમવૃત્તિ પૃ. ૩. ૬. યશોવિજયજી કૃત સ્તવનચોવીશી, સ. ૧૪ ભક્તિરસઝરણાં ભાગ-૧, સં. ૫. અભયસાગરજી પ્રકા. પ્રાચીન શ્રુત સંરક્ષક સમિતિ, કપડવંજ. પૃ. ૪૬ ૭. મીરાંનાં પદો સં. ભૂપેન્દ્ર ત્રિવેદી. પૃ. ૧ ૮. સજ્જન સન્મિત્ર યાને એકાદશમહાનિધિ - સંગ્રાહક: પોપટલાલ કેશવજી દોશી, પ્રકા. પોતે, ત્રીજી આવૃત્તિ, સં. ૨૦૨૧, પૃ. ૬૨૨ ૬ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જ છે. દા.ત. - બશત્રુંજય શિખરે દીવો રે, આદીશ્વર અલબેલો છે? પરમાત્માના સંધ્યાકાળના દર્શનને વર્ણવતું “આંગી'નું પદ પરમાત્માના રૂપને સુંદર રીતે વર્ણવે છે : આજ જિનને અંગે આંગી ચમકે, મોતી હીરા ચાંદી ફૂલ મનોહર ચમકે, રંગબેરંગી લાલ સુરંગી. વિશેષ પર્વ અવસરે થતા થાળને વર્ણવતા પદમાં વર્ણાનુપ્રાસથી મંડિત વાનગીની યાદી નોંધપાત્ર બની રહેતી હોય છે? મારા નાનડિયાને ચોખ્ખા ચિત્તના ચૂરમા, સુમતિસાકર ઉપર ભાવશું ભેળું ધરંત, ભક્તિ ભજિયાં પીરસ્યાં પારસકુમારને પ્રેમ, અનુભવ અથાણાં ચાખો સરત. સંધ્યાકાળે થતી આરતીમાં પરમાત્માનો જયધ્વનિ પ્રગટ કરવામાં આવે છે. દા.ત. – જય જય આરતી આદિ જિપ્સદા, નાભિરાયા મરુદેવી કો નંદા.” જૈન પરંપરામાં વિવિધ દ્રવ્યપૂજાની સાથે સાથે ભાવપૂજાનો મહિમા છે. આ ભાવપૂજામાં ચૈત્યવંદન નામનો વિધિ કરવામાં આવે છે. આ ચૈત્યવંદનની વિધિના પ્રારંભે ચૈત્યવંદન' તરીકે ઓળખાતી ટૂંકી રચનામાં મોટે ભાગે તીર્થકરોના જીવનની વિગતો વર્ણવાય છે. દા.ત. - પદ્યવિજયજી કૃત શ્રી કુંથુનાથ ચૈત્યવંદન, કુંથુનાથ કામિત દીયે, ગજપુરનો રાય. સિરિમાતા ઉરે અવતર્યો. સુર નરપતિ તાય. ૧ કાયા પાંત્રીસ ધનુષની, લંછન જસ છાગ. કેવળજ્ઞાનાદિક ગુણા, પ્રણમો ધરી રાગ. ૨ - સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય. પવિજય કહે પ્રણમીયે, ભાવે શ્રી જિનરાય. ૩ આમાં પરમાત્માની જન્મનગરી, માતા, પિતા, ઊંચાઈ, લંછન, આયુષ્ય આદિ જીવનસંબધી વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૯. વિવિધ પૂજાસંગ્રહ સં. લાલભાઈ મણિભાઈ શાહ પ્રકા. શ્રી જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ પૃ. ૯૪ ૧૦. સજ્જન સન્મિત્ર, યાને એકાદશ મહાનિધિ સં. પોપટલાલ કેશવજી દોશી. પ્રકા. પોતે ત્રીજી આવૃત્તિ સં. ૨૦૨૧. - પૃ. ૬૩૧ ૧૧. સજ્જન સન્મિત્ર, સં. પોપટલાલ કેશવજી દોશી. પૃ. ૪૩૨ ૧૨. સજ્જન સન્મિત્ર, સં. પોપટલાલ કેશવજી દોશી. પૃ. ૬૩૦ ૧૩. શ્રી પદ્મવિજયજી કૃત ચૌમાસી દેવવંદન (શ્રી મેરુસચિત્ર દેવવંદન માળા, સં. સિંહસેનસૂરિ, પ્રકા. આચાર્યશ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી સ્મારક ટ્રસ્ટ, અમિયાપુર - અમદાવાદ પૃ. ૬૩) મા ચોવીશી: ઉદભવ અને સ્વરૂપ - ૭ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ તો વળી કોઈ ચૈત્યવંદન હૃદયના ભાવોની અભિવ્યક્તિ કરે છે : ઋતુજ મુતિને નિરખવા, મુજ નયણાં તલસે, તુજ ગુણ ગણને બોલવા, રસના મુજ હરખે. ૧ ૧૫જય જય શ્રી જિનરાજ આજ, મળિયો મુજ સ્વામી; અંવિનાશી અવિકાર સાર, જ્ઞ અંતરજામી. ૨ પરંતુ આવા ઊર્મિમય ઉન્મેષો ‘ચૈત્યવંદન’ સ્વરૂપમાં બહુ મળતા નથી. ચૈત્યવંદન વિધિના અંતભાગમાં ‘સ્તુતિ કે થોય’ હોય છે. આ સ્તુતિ ચાર કડીની સુશ્લિષ્ટ સ્વરૂપની પરમાત્માના ગુણવર્ણન કરતી રચના હોય છે. દા.ત. ૧૬શ્રી સીમંધર મુજને વ્હાલા, આજ સફ્સ સુવિહાણુંજી, ત્રિગડે તેજે તપતા, જિનવર મુજ ક્યા હું જાણુંજી, કેવળ કમલા કેલિ કરંતા, કુલમંડણ કુલદીવોજી, લાખ ચોરાસી પૂરત, આયુ રૂક્મિણીવર ઘણું જીવોજી. આ પ્રકારની લઘુ રચનાઓમાં ઊર્મિને ઝાઝો અવકાશ મળતો નથી. પરંતુ ચૈત્યવંદન વિધિના મધ્યભાગમાં જે સ્તવન ગવાય છે, તે સ્તવન વસ્તુતઃ ૫રમાત્મા પ્રત્યેના ભક્તિભાવની અભિવ્યક્તિ કરતું પદ’ જ હોય છે. જૈન પરંપરામાં તેનું ‘સ્તવન' એવું નામ રૂઢ થયું છે. છતાં હિંદી-વ્રજ ભાષાની છાંટ ધરાવતી આનંદઘનજી, યશોવિજયજી, ચિદાનંદજી આદિની અનુભૂતિની ખુમારીયુક્ત રચનાઓ માટે ‘પદ’ એવી સંજ્ઞા પણ પ્રયોજાય છે. આને માટે જૈન પરંપરા અનુસાર વર્ગીકરણ કરવું હોય તો કહી શકાય કે ભક્તિપ્રધાન હોય તે સ્તવન અને જ્ઞાનમાર્ગનો રંગ ધરાવતી રચના તે ‘પદ’. જિમ પ્રીતિ ચંદચકોરને, જિમ મોરને મન મેહ રે, અમ્હને તે તુમ્હેણું ઉલ્લસે, તિમ નાહ ! નેવલો નાહ. સુવિધિ જિજ્ઞેસરૂ ! સાંભળો – ચતુર સુજાણ, અતિ અલવેસરૂ. ૧ અન્નદીઠ અલજો ઘણો, દીઠે તે તૃપતિ ન હોઈ રે, મન તોહિ સુખ માની લિયેં, વાહલા તણું મુખ જોઈ. સુવિધિ ૨ જિન વિરહ કદીયેં નવિ હુયેં, કીર્જ્યોિ તેહવો સંચ રે, કર જોડી વાચક જશ કહે, ભાંજો તે ભેદ પ્રપંચ. સુવિધિ ૩ ૧૪. સજ્જન સન્મિત્ર. પૃ. ૨૮૨ ૧૫. સજ્જન, પૃ. ૨૮૨ ૧૬. સજ્જન, પૃ. ૩૨૭ ૧૭. ભક્તિરસઝરણાં, સં. અભયસાગરજી, ભાગ-૧, પૃ. ૬૫ ૮ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ (યશોવિજયજી કૃત સ્તવનચોવીશી - દ્વિતીય) કયા સોવે જાગ બાઉ રે, અંજલિ જલ ક્યું આવું ઘટત છે, દેત પહેરિયાં ધરિય ધાઉં રે. ઇંદ્ર ચંદ્ર નાર્ગદ્ર મુનિંદ્ર ચલે, કોણ રાજા પતિસાહ રાઉ રે. ભમત ભમત ભવજલનિધિ પાયકે, ભગવંત ભજન બિન ભાઉ ભાઉ રે. કહાં વિલંબ કરે અબ બાઉ રે, તરી ભવજલનિધિ પાઉ રે. આનંદઘન ચેતનામય મૂરતિ, શુદ્ધ નિરંજન દેવ ધ્યાઉં રે. (આનંદઘન પદ બહોતેરી – પદ - ૧) યશોવિજયજીની રચનાનો સ્તવનના પ્રકારમાં અને આનંદઘનજીની રચનાનો સમાવેશ પદ પ્રકારમાં થાય છે. પરંતુ સાહિત્યિક દૃષ્ટિએ તો વર્ગીકરણ કરાતાં બંને પ્રકારની રચનાઓનો પદ' પ્રકારમાં જ સમાવેશ થઈ જાય છે. સ્તવનનો પ્રારંભ ઊર્મિની પ્રબળ અભિવ્યક્તિ સાથે થતો હોય છે, દા.ત. - K(ક) શેત્રુંજા ગઢના વાસી રે, મુજરો માનજો રે લાલ.' ખ) “સમકિત દ્વાર ગભારે પેસતાં, પાપડલ ગયાં દૂર રે.' (ગ) એક વાર હૃદયે આવો હો દેવ ! પાર્શ્વકિર્ણદા. (ઘ) “અબ મોહે ઐસી આય બની, શ્રી શંખેશ્વર પાસજિન, મેરે તું એક ધની. ) “રહો રહો રે યાદવ! દો ઘડિયા, દો - ચાર ઘડિયા.' (૭) કીન રમે ચિત્ત કીન રમે, મલ્લિનાથજી વિના ચિત્ત કીન રમે. આથી એમ કહી શકાય કે જૈન કવિઓએ પરમાત્મભક્તિ માટે કે પરમાત્માના ગુણવર્ણન માટે રચેલાં પદો એ “સ્તવન'. જૈન પરંપરામાં “મોક્ષ એટલે કે સર્વકર્મની નિર્જરા એ જીવમાત્રનું અંતિમ લક્ષ્ય છે. સર્વકર્મોથી રહિત, શુદ્ધ અને સિદ્ધ એવા પરમાત્મામાં સ્વ આત્માને જોડવાનું છે. સ્તવનના વિષય એવા અરિહંત પરમાત્માએ સર્વકર્મોનો ક્ષય કર્યો છે. રાગદ્વેષ આદિ આંતરશત્રુઓ પર વિજય મેળવ્યો છે. વિશ્વકલ્યાણની પ્રબળ ભાવના અને જીવમાત્ર પ્રત્યેની કરુણાથી તેઓનું હૃદય છલકાય છે. તેમણે વિશ્વકલ્યાણની ભાવનાને સાર્થક રૂપ આપવા પ્રબળ પુરુષાર્થ કર્યો છે. અપાર સુખવૈભવ અને રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરીને તપશ્ચર્યા કરી છે. સમતા અને સમભાવ હૃદયમાં સ્થાપિત કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તીર્થકરરૂપે સંસારસમુદ્રમાં ડૂબેલા જીવોનો ઉદ્ધાર કરવા ધર્મતીર્થની સ્થાપના કરી, ઉપદેશ દ્વારા સંસારી જીવોને સાચો માર્ગ દર્શાવ્યો છે. માટે જ “નમુત્થણે (શક્રસ્તવ)માં તીર્થંકર પરમાત્મા માટે કહેવાયું છે કેઃ ધમ્મદયાણે, ધમ્મ દેસયાણ, ધમ્મ નાયગાણે ધમ્મ સારહીણે. ૧૮. સજ્જન સન્મિત્ર – સં. પોપટલાલ કેશવજી દોશી, પૃ. ૭૩૩ ૧૯. સજ્જન સન્મિત્ર (ક) પૃ. ૩૮૯, (બ) પૃ. ૩૯૨, (ગ) પૃ. ૪૨૮, (ઘ) પૃ. ૪૨૬, (૨) પૃ. ૪૧૪, (છ) પૃ. ૪૧૨. ચોવીશી: ઉદ્ભવ અને સ્વરૂપ ૯ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ધમ્મ વર ચારિત ચક્યૂટ્રિણે. (ધર્મના દેનારા, ધર્મના ઉપદેશનારા, ધર્મના નાયક, ધર્મના સારથિ, ધર્મરૂપી ચક્ર પ્રવર્તાવનારા ચક્રવર્તી) જીવાત્મા આવા ઉપકારી અને શુદ્ધ, બુદ્ધ, નિર્મળ તીર્થંકર પરમાત્માને સાધનામાર્ગમાં આદર્શ તરીકે રાખે, તો તેની સાધનામાં સહાય થાય. તેમની ઉપાસના, પૂજા, અર્ચના, કીર્તન, વંદન, સ્તવના કરવાથી તેમણે કરેલા અપૂર્વ ઉપકારનો અંશતઃ આભાર માની શકાય તેમ જ તેમના ગુણોનું સ્મરણ, સ્તવન અને ધ્યાન કરવાથી પોતાના લક્ષ્યને સિદ્ધ કરવામાં સહાય મળે. આ માટે શાસ્ત્રમાં “ઈલિકા-ભ્રમર ન્યાયનું દષ્ઠત આપવામાં આવે છે. ઈલિકા એટલે ઇયળ. નાનકડી ઇયળને ભમરી ડંખ મારીને ચાલી જાય. આ ડંખને લીધે ઇયળના મનમાં ભમરી બનવાની પ્રબળ ઇચ્છા જાગ્રત થાય. ભમરી બનવાના સતત ધ્યાનના પ્રતાપે ઇયળ કોશેટો રચી થોડા જ દિવસોમાં ભમરીનું સ્વરૂપ પ્રાપ્ત કરે. એ જ રીતે આત્મા પણ અરિહંત-તીર્થકરોનું સતત ધ્યાન ધરે તો તે પણ અરિહંત પરમાત્મા જેવી જ સમૃદ્ધિને ભોગવનાર બને. આ પ્રક્રિયાને વર્ણવતાં આનંદઘનજી મહારાજ કહે છે : વજનસ્વરૂપ થઈ જિન આરાધ, તે સહી જિનવર હોવે રે, મૂંગી ઈલિકાને ચટકાવે, તે ભૂંગી ગ જોવે રે. (આનંદઘન સ્વ. ચો. રૂ. ૨૧, કડી ૭) પરમાત્માના ધ્યાનની પ્રક્રિયાને વર્ણવતાં યશોવિજયજી મહારાજે કહ્યું છે કે : અરિહંત પદ ધ્યાતો થકો, દવહ ગુણ પજાય રે ભેદ છેદ કરી આતમાં, અરિહંતરૂપે થાય રે. (નવપદપૂજા) અરિહંત ભગવંતનું દ્રવ્યથી ધ્યાન એટલે કે તેમના સકલ કર્મરહિત, રાગ-દ્વેષથી મુક્ત, નિર્મળ, નિર્વિકાર આત્માનું ધ્યાન ધરવું તે. અરિહંત ભગવંતના ગુણોનું ધ્યાન એટલે કે સિંહાસન, અશોકવૃક્ષ આદિ આઠ મહાપ્રાતિહાર્યો અને વચનાતિશય, જ્ઞાનાતિશય આદિ ચાર અતિશયોથી યુક્ત, વાણીના માધુર્ય – સર્વજીવને ઉપકારકતા આદિ ૩૫ ગુણોવાળા અરિહંત ભગવાનનું ધ્યાન ધરવું તે. અને પર્યાયથી ધ્યાન ધરવું એટલે કે તેમના જન્મથી માંડી કેવળજ્ઞાન અને મોક્ષ સુધીની વિવિધ અવસ્થાઓનું ધ્યાન ધરવું તે. આમ, અરિહંત પરમાત્માનું દ્રવ્ય, ગુણ, પર્યાયથી કરાતું ધ્યાન સર્વકર્મોનો છેદ કરી અરિહંતરૂપ અપાવનારું બને છે. આમ, અરિહંત પરમાત્માની ઉપાસનાનું જૈન ધર્મની આરાધનામાં વિશેષ મહત્ત્વનું સ્થાન છે. પરમાત્મા પ્રત્યેના પ્રબળ આદર-અહોભાવ વિના જીવન દર્શનગુણની પ્રાપ્તિ થતી નથી. પરમાત્માના શુદ્ધાત્મરૂપનું દર્શન અને જ્ઞાન પોતાના પણ એવા જ શુદ્ધ સ્વરૂપને માટેની લગની જગાડે છે અને પરમાત્માએ આરાધેલું અને ભવ્ય જીવોને ઉપકારાર્થે ઉપદેશેલું ચારિત્ર જીવાત્માને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. મોક્ષમાર્ગની સાધનાના ત્રણ મુખ્ય આધાર – રત્નત્રયી – સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગુચારિત્ર પરમાત્માની આરાધના અને ૨૦. ભક્તિરસઝરણાં ભાગ-૧, સે. અભવસાગરજી, પૃ. ૨૩ ૨૧. વિવિધ પૂજાસંગ્રહ, સં. લાલભાઈ શાહ, પૃ. ૧૮૮ ૧૦ ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપાસનામાં સમાવેશ પામે છે. માટે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં સ્તવન સ્તુતિ આદિના ફળને વર્ણવતાં કહ્યું છે : थयथुई मंगलेणं जीवे नाणदंसण चरित बोहिलाभं जणयई । नाणदसण चरित बोहिलाभ संपन्ने यणं जीवे अंतकिरियं कप्प विमाणोवत्तिगं आराहणं आराहेई । (ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૯મું અધ્યયન) સ્તોત્ર-સ્તુતિરૂપ મંગળ વડે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બોધિલાભને પ્રાપ્ત કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બોધિલાભ પામેલો જીવ અંતક્રિયા કરી તે જ ભવે મોક્ષને પ્રાપ્ત કરે છે અથવા વૈમાનિક કલ્પ દેવલોકની પ્રાપ્તિ કરી પછી યોગ્ય આરાધના દ્વારા ત્રીજે ભવે મોક્ષને પામે છે. આમ, હૃદયના ભાવથી મંડિત પરમાત્માની સ્તુતિ-સ્તવના અચિંત્ય ફળ આપનારી છે. અવર્ધમાન શકસ્તવનમાં પણ શ્રી સિદ્ધસેન દિવાકરે પરમાત્માની સ્તુતિનું ફળ વર્ણવતાં કહ્યું છે; “શ્રી જિનગુણનું સ્તવન, જાપ કે પાઠ તથા શ્રવણ, મનન કે નિદિધ્યાસન અષ્ટમહાસિદ્ધિને દેનારું છે, સર્વ પાપને રોકનારું છે, સર્વ પુણ્યનું કારણ છે, સર્વ દોષને હરનારું છે, સર્વ ગુણોને કરનારું છે, મહાપ્રભાવયુક્ત છે, અનેક ભવોમાં કરેલા અસંખ્ય પુણ્યથી પ્રાપ્ત થાય છે તેમ જ અનેક દેવતાઓ વડે સેવિત છે. આ સમગ્ર વિશ્વમાં તેવી કોઈ ઉત્તમ વસ્તુ નથી કે જે શ્રી જિનગુણ સ્તવન – આદિના પ્રભાવે ભવ્યજીવોના હાથમાં પ્રાપ્ત ન થાય.” .. જૈન ભક્તિના સ્વરૂપની વિશિષ્ટતા જૈનદેવતા – અરિહંત પરમાત્માનું સ્વરૂપ વિશિષ્ટ છે. તેઓ જગતના કર્તા-હર્તા નથી, પરંતુ ધર્મમાર્ગના પ્રવર્તક છે. વળી વીતરાગ હોવાથી સ્તુતિ કરનારનું કલ્યાણ કરતા નથી કે નિંદા કરનારનું અહિત કરતા નથી. આ જગતના સ્વભાવથી જ સુખ દેનારા પદાર્થોની જેમ વીતરાગ દેત પણ સ્વભાવથી જ ઉપકાર ગુણને ધારણ કરનારા છે. સૂર્ય જેમ પોતાનો પ્રકાશ આખી સૃષ્ટિને આપે છે, નદીનું પાણી તેની પાસે જનારા સૌ કોઈ માટે હોય છે, વૃક્ષો સહુને ફળ આપે છે, તેવું જ વીતરાગ દેવનું પણ છે. છતાં આ સર્વ માટે પ્રયત્ન જરૂરી છે. ભોંયરામાં બેસીને સૂર્યપ્રકાશની અપેક્ષા રાખીએ કે નદીકિનારે ગયા વિના જળપ્રાપ્તિની આશા રાખીએ કે વૃક્ષ પાસે ગયા વિના ફળપ્રાપ્તિની ઇચ્છા કરીએ તો તે સફળ બનતું નથી. તે જ રીતે, વીતરાગ દેવને નિંદા કે સ્તુતિની અપેક્ષા રહેતી નથી, પરંતુ સ્તુતિ-સ્તવના કે ગુણધ્યાન દ્વારા સાધક તેમની સન્મુખ થાય છે. પરમાત્માના ઉપકારની વર્ષા ઝીલવા માટે પોતાનાં હૃદય-મનરૂપી પાત્રોને સન્મુખ કરવાનો પુરુષાર્થ કરે છે. આ અંગે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે પોતાના સ્તવનમાં સુંદર વાત રજૂ કરી છે : નરાગી સેવે કાંઈ હોવે? એમ મનમાં નવિ આખું ફળે અચેતન પણ જેમ સુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણે ૨૨. જિનભક્તિ – પૃ. ૨૦૧ સં. પં. ભદ્રંકર વિજયજી પ્રકા. શ્રી નમસ્કાર આરાધના કેન્દ્ર, પાલિતાણા આવૃત્તિ બીજી. ૨૩. યશોવિજયજી મ. કૃત સ્તવનચોવીશી, પૃ. ૧૪૯ (આચાર્ય કુંદકુંદસૂરિ) (રૂ. ૧૫) મા - ચોવીશી ઃ ઉદ્ભવ અને સ્વરૂપ ૧૧ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા વીતરાગ હોવા છતાં પણ ચિંતામણિ રત્ન જેવા અપૂર્વ સામર્થ્યથી યુક્ત છે. અન્ય માર્ગનાં પદોમાં શૃંગારરસયુક્ત ભક્તિ કે ઊર્મિની અભિવ્યક્તિનું આલેખન હોય છે. મધ્યકાળમાં કૃષ્ણભક્તિનો માર્ગ એક મુખ્ય ઉપાસનામાર્ગ હતો. શ્રીકૃષ્ણ સમક્ષ ભક્ત પોતાની જાતને ગોપી સ્વરૂપે કલ્પી પોતાની જાતને સમર્પિત કરે તેમાં રાધા કે ગોપી તરીકે પરમાત્મા પ્રત્યે પ્રેમ હોઈ ત્યાં શૃંગારરસનું આલેખન આવે છે. જ્યારે સ્તવનોમાં ઉપાસ્ય દેવ પરમાત્મા વિતરાગ તીર્થકરો છે. તેમને સાધક પ્રિયતમ તરીકે સ્વીકારી પોતાની જાતને સમર્પિત કરે છે, પરંતુ ઉપાસ્ય દેવ વીતરાગ હોવાથી શૃંગારને સ્થાને પરમાત્માનું ગુણચિંતન, ધ્યાન, સ્મરણરૂપ શાંતરસની ભક્તિ જ સ્તવનમાં કેન્દ્રસ્થાને રહે છે. સ્તવન-સ્વરૂપ સ્તવન' એ વાસ્તવમાં જૈન પરંપરામાં પદ માટે રૂઢ થયેલું નામ છે. પ્રત્યેક ધાર્મિક પરંપરાઓ કેટલીક સંજ્ઞાઓનો પોતાના વ્યવહારમાં વધુ વ્યાપક વિનિયોગ કરતી હોય છે. પદ’ અને ‘સ્તવન' તાત્ત્વિક રીતે એક હોવા છતાં વ્યવહારિક ભૂમિકાની ભિન્નતાને લીધે કેટલાક ભેદો પણ પ્રવેશ્યા છે. સ્તવન શબ્દના મૂળમાં ‘સ્તુ ધાતુ રહ્યો છે. સ્તવન’ શબ્દ દ્વારા સૂચવાય છે કે સ્તુતિયોગ્ય એવા પરમાત્માનું ગુણ-સ્મરણ-કીર્તન કરવામાં આવે છે. સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યની સ્તોત્ર-થોત-સ્તવની સુદીર્ઘ પરંપરા રહી છે. માનતુંગસૂરિ કૃત ભક્તામર સ્તોત્ર, સિદ્ધસેન દિવાકર કૃત કલ્યાણ મંદિર સ્તોત્ર, અભયદેવસૂરિ કૃત જયતિહુઅણ સ્તોત્ર નંદિસેન મુનિકૃત અજિતશાંતિ સ્તવન આદિ આ સ્તોત્ર-સ્તવન ઉત્તમ દષ્યતો છે. આ જૈનસાહિત્યની ભક્તિમૂલક સ્તોત્ર-સ્તવન પરંપરા જૈનેતર સાહિત્યના ભારતવર્ષ વ્યાપક ભક્તિઆંદોલનના પ્રભાવથી સુગેય, ટૂંકા, હૃદયગત ભાવોની અભિવ્યક્તિથી તરબતર “સ્તવન' એવું રૂપ ધારણ કરે છે. ‘પદ મુખ્યત્વે કિર્તન સમયે સંગીતના વાદ્યો સાથે ગવાતું હોય છે, જ્યારે સ્તવન મુખ્યત્વે ચૈત્યવંદનની મધ્યમાં વાદ્યોની સહાય વિના ગવાય છે. વિધિમાં મોટે ભાગે પાંચ કડી કે તેથી વધુ કડીનાં સ્તવનો ગાવાની પરંપરા હોવાથી મોટા ભાગનાં સ્તવનો પાંચ કે તેથી વધુ કડીનાં પ્રાપ્ત થાય છે. સ્તવનમાં વર્ણન કરાતા વિષય અનુસાર તેના મુખ્ય પાંચ પ્રકાર કરી શકાય. (૧) સામાન્ય ગુણકીર્તન : જેમાં કેવળ પરમાત્માના ગુણોનું વર્ણન કેન્દ્રસ્થાને હોય. દા.ત. પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, જાસ સુગંધી રે કાય. પદ્મવિજય) (૨) દાસ્યભાવ પ્રેરિત ગુણકીર્તન: ભગવાનને સ્વામી રૂપે સ્વીકારી પોતાને સેવક ગણી પરમાત્માની શરણાગતિ સ્વીકારવી તે દાસ્યભાવે થતું ગુણકીર્તન છે. દા.ત. તાર હો તાર પ્રભુ! મુજ સેવક ભણી (દેવચંદ્રજી), સિદ્ધારથના રે નંદન વિનવું (વિનયવિજયજી) (૩) સખ્યભાવ પ્રેરિત ગુણકીર્તનઃ ભગવાનને સખા-મિત્ર માની તેની સાથે પ્રીતિ તેમ જ કટાક્ષમય વિનોદ કરવામાં આવે. દા. ત. બાલપણે ૧૨ ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ આપણ સસનેહી, રમતા નવ નવ વેશે (મોહનવિજયજી) (૪) સ્વનિંદા પ્રેરિત ગુણકીર્તન : પોતાની ત્રુટિઓ પ્રગટ કરી તેને સુધારવા માટે પરમાત્માની કૃપા યાચવી તે સ્વનિંદા પ્રેરિત ગુણકીર્તન છે. જેમાં ક્યારેક પરમાત્મા સાથે પોતાની તુલના પણ કરવામાં આવે છે. (૫) આત્મ સ્વાનુભાવ પ્રેરિત ગુણકીર્તન : પરમાત્માના ગુણોના અનુભવથી પ્રેરિત થઈ આત્મસ્વરૂપની મસ્તીનો અનુભવ થાય, તેથી પ્રેરિત થઈ પરમાત્મા સાથે ઐક્યને વર્ણવે. દા. ત., હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં (ઉપા. યશોવિજયજી) સકલ સમતા સુરલતાનો કંદ હિ તુંહિ (જ્ઞાનવિમલસૂરિ) આ પાંચ પ્રકારો ઉપરાંત જૈનધર્મનાં તીર્થો તેમ જ આરાધ્ય તિથિઓનો મહિમા વર્ણવતાં સ્તવનો પણ મળે છે. દા. ત., વિમલાચલ નિતુ નંદિએ (ઉપા. યશોવિજયજી) પંચમી તપ તુમે કરો પ્રાણી (સમયસુંદરજી) આવી જ રીતે સ્તવનમાં ઘણી વાર કોઈ તીર્થ કે તિથિસંબંધી કથાઓ કે તત્ત્વવિચાર આલેખવાનું વલણ જોવા મળે છે. જ્યારે સ્તવન એક નિશ્વિતરાગના ઢાળમાં વર્જ્ય કથા કે તત્ત્વવિચાર પૂર્ણાહુતિ પામતા નથી, ત્યારે સ્તવનની વિભિન્ન ઢાળોમાં કથા કે તત્ત્વવિચાર આલેખવાની પ્રથા જોવા મળે છે. જે સ્તવનને પદમાળા, રાસ કે આખ્યાન જેવા સ્વરૂપની નજીક લઈ જાય છે. બીજ, પાંચમ, આઠમ, અગિયારસનો મહિમા તેમ જ તે સંબંધી કથાને વર્ણવતાં સ્તવનો અનેક ઢાળોમાં ઉપલબ્ધ થાય છે. એ જ રીતે જ્ઞાનવિમલસૂરિ, વીરવિજ્યજી આદિ અનેક કવિઓએ તીર્થંકરોના જીવનચરિત્રો તેમ જ તેમના વિવિધ ભવ વર્ણવતાં સ્તવનો રચ્યાં છે. એમાં ૫૨માત્મા મહાવીર સંબંધી સ્તવનોને પર્યુષણમાં પ્રતિક્રમણ સમયે ગાવાની પરંપરા જૈનસંઘમાં સચવાયેલી છે. આવી જ રીતે તત્ત્વવિચારને વર્ણવતાં અનેક ઢાળોમાં ફેલાયેલાં સ્તવનો પણ ઉપલબ્ધ થાય છે. પરમાત્માની વિનંતી એ કાવ્યનું પ્રારંભબિંદુ હોય, આ વિનંતીમાં જ પોતાની આત્મપરિસ્થિતિ કે દેશ-કાળની પરિસ્થિતિનું નિવેદન કરાયું હોય, આ નિવેદનમાં જ નિશ્ચય વ્યવહારનય કે આત્મતત્ત્વની શુદ્ધતા, પ્રતિમાસ્થાપન જેવા વિષયો પર તત્ત્વવિચારની ધારા આલેખાતી જાય એવી રચનારીતિ ધરાવતા અનેક દીર્ઘ સ્તવનો ઉપલબ્ધ થાય છે. ઉપાધ્યાય યશોવિજયજી સવાસો, દોઢસો, સાડાત્રણસો ગાથાનાં સ્તવનો આ ધારાનાં દીર્ઘ સ્તવનોના ઉત્તમ દૃષ્ટાંતો છે. પદમાળા સ્તવનમાળા પદોમાં ઊર્મિને સ્થાને કથનનું તત્ત્વ પ્રવેશ્યું, ત્યારે એક ટૂંકું પદ કથનની અભિવ્યક્તિ માટે ટૂંકું પડવા લાગ્યું. તેથી અનેક પદોમાં કથા કહેવાની પ્રથા શરૂ થઈ. નરસિંહ મહેતાએ પોતે ‘સુદામાચરિત્ર’ નામની પદમાળા લખી. પ્રેમાનંદ સ્વામીનો ‘તુલસીવિવાહ' વિશ્વનાથ જાની કે પ્રેમાનંદની ‘ભ્રમરપચીશી’ આદિ પદમાળા જોતાં નક્કી થાય છે કે મોટા ભાગની પદમાળામાં થોડું પણ કથાતત્ત્વ હોય છે. સ્તવનના સંદર્ભે વિચારીએ તો કથાતત્ત્વવાળાં સ્તવનોમાં અનેક ઢાળો એટલે કે ખંડો દ્વારા કથનની ચોવીશી : ઉદ્ભવ અને સ્વરૂપ * ૧૩ - For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ અભિવ્યક્તિ કરવામાં આવે છે. દા.ત, વરદત્ત ગુણમંજરીની કથા આલેખતું જિનવિજયજીનું જ્ઞાનપંચમી સ્તવન. કથનાત્મક પદમાળા સિવાય પણ પદમાળાનો એક અન્ય પ્રકાર દૃષ્ટિગોચર થાય છે, તે તિથિ અને મહિના સંબંધી કાવ્યો છે. આના મૂળમાં બારમાસીનો કાવ્યપ્રકાર જોઈ શકાય. મહિનાનાં કાવ્યોમાં પ્રત્યેક માસમાં વિરહનું વધુ તીવ્રતાપૂર્વક થતું આલેખન પ્રત્યેક માસનાં કાવ્યોને એક-બીજા જોડે સુબદ્ધ રાખે છે. આમ એક પદમાંથી કવિ અનેક પદમાં ગતિ કરે છે. મધ્યકાળમાં નાકર, રત્નેશ્વર, પ્રેમાનંદ, ગિરિધર આદિનાં મહિનાનાં પદો પ્રસિદ્ધ છે. આમ, પદમાંથી પદમાળાનું સ્વરૂપ વિકાસ પામ્યું છે. - સ્તવન કે સક્ઝાયમાં પાંચ તીર્થોનો મહિમા ગાવા માટે પંચતીર્થ સ્તવન કે પછી આઠ યોગદૃષ્ટિના વર્ણન માટે આઠ યોગદષ્ટિની સઝાય આદિ પદમાળાઓ રચાઈ છે. સ્તવન મુખ્યત્વે તીર્થકરોની ઉપાસના અને આરાધના માટે હોઈ, સ્તવનમાં ૨૪ તીર્થકરો કે વીસ વિહરમાન જિનના એક-એક સ્વતંત્ર સ્તવનોની માળા જે “ચોવીશી’ કે ‘વીશી'ના નામે પ્રચલિત થઈ તેનો પ્રારંભ થયો. આ ચોવીશીની પરંપરાનો ઉદ્ભવ જૈન ધર્મના ગ્રંથોમાં ૧૨ અંગ અને ૧૪ પૂર્વનું ખૂબ મહત્ત્વ રહ્યું છે. કાળક્રમે આ ગ્રંથો મૃતિભ્રંશ આદિ કારણોથી ખંડિત થતાં મૂર્તિપૂજક – શ્વેતાંબર માન્યતા અનુસાર ૪૫ આગમોમાં સંકલિત થયા. આગમ સૂત્રોમાં પાંચમા અંગ ભગવતી સૂત્રના પ્રારંભે પંચમંગલ શ્રુતસ્કંધ' એટલે નવકારમંત્ર મંગલાચરણરૂપે આવે છે. તેના પ્રથમ પદમાં “નમો અરિહંતા | (વરુહંતાણં' પદ દ્વારા અરિહંત ભગવંતને નમસ્કાર કરવામાં આવ્યો છે. આમ નમસ્કાર મહામંત્રમાં પણ પ્રથમ ક્રમે તીર્થકરો – અરિહંતોને નમસ્કાર કરાયો છે. જૈનધર્મમાં સર્વશાસ્ત્રોના સાર રૂપે નમસ્કાર મહામંત્ર ગણાય છે. તેમાં પ્રથમ પરમેષ્ઠિ રૂપે (ઉપાસ્ય તરીકે) તીર્થકરોને નમસ્કાર કરાયો છે. આ ૪૫ આગમોમાં ચાર સૂત્રોને “મૂળસૂત્ર' ગણવામાં આવ્યાં છે. આ ચારમાંનું એક મૂળસૂત્ર “આવશ્યક સૂત્ર છે. આ ‘આવશ્યકમાં સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાને દિવસે તથા રાત્રે અવશ્યપણે કરવા યોગ્ય છે આવશ્યક ક્રિયાનાં સૂત્રો છે. આ આવશ્યક સૂત્રનું બીજું અધ્યયન ‘ચકવીસત્યો’ છે. ‘ચકવીસત્યો' એટલે ચતુર્વિશતિ સ્તવ. ચોવીસ તીર્થકરોની સ્તવના કરવી છે. આ ચઉવીસત્યો' એટલે “જિનેશ્વરોના અતિઅદ્ભુત ગુણોનું કીર્તન કરવું તે. २"चउवीसत्थओ लोयसुज्जोयकरे धम्मतित्थयरे जिणे । अरहंते कित्तइस्सं, चउवीसं पि केवली ॥ ૨૪. ચઉસરણપયના ગાથા૩. પ્રતિક્રમણ સૂત્ર, પ્રબોધટીકા ભાગ-૧, લે. ધીરજલાલ ટોકરશી શાહ. ૨૫. આવશ્યક સૂત્રમાં “ચઉવીસFઓનો આ પાઠ મળે છે. આ પાઠ અને અત્યારે પ્રચલિત લોગસ્સસૂત્રના પાઠમાં થોડો પાઠભેદ છે. આ પાઠ મુનિશ્રી પુણ્યવિજયજીએ હારિભદ્રીય વૃત્તિના આધારે સંપાદિત કર્યો છે. સંદર્ભ – વનિયમુન, ઉત્તરાયT, Hવસથસુત્ત (દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને આવશ્યકસૂત્ર) જૈન આગમ ગ્રંથમાળા ક. ૧૫, સં. મુનિશ્રી પુણ્યવિજયજી, કા. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ-૩૬. ૧૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ उसभमजियं च वंदे संभव मभिणंदणं च सुमईं च पउमप्पहं सुपासं जिणं च चंदप्पहं वंदे ॥ सुविहि च पुप्फदंतं, सीयल सेज्जंस वासुपूज्जं च विमल मणतं च जिणं, धम्मं संतिं च वंदामि ॥ कुंथुं अरं च मल्लिं, वंदे मुणिसुव्वयं नमिजिणं च वंदामि रिट्ठनेमिं पासं तह वद्धमाणं च II एवं मए अभिथुआ, विहुयरय मला पहिण जर मरणा । चउवीसं पि जिणवरा, तीत्थयरा मे पसियंतु ॥ कित्तीय वंदिय महिया, जे ए लोगस्स उत्तमा सिद्धा आरुग्ग बोहिलाभं समाहि वर मुत्तमं दितु ॥ चंदेसु निम्मलयरा, आईच्चेसु अहियं पयासयरा सागर वर गंभीरा सिद्धासिद्धिं ममदिसतु ॥ ગુજરાતી અનુવાદ. . ચૌદ રાજલોકમાં રહેલી સર્વ વસ્તુઓનું સ્વરૂપ યથાર્થ રીતે પ્રકાશનારા, ધર્મરૂપી તીર્થને પ્રવર્તાવનારા, રાગ-દ્વેષના વિજેતા અને કેવલ(જ્ઞાન) દ્વારા પૂર્ણતાને પ્રાપ્ત કરનારા ચોવીસનું તથા અન્ય તીર્થંકરોનું પણ હું કીર્તન કરીશ. શ્રી ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ અને ચંદ્રપ્રભને વંદન કરું છું. શ્રી સુવિધિનાથ યા પુષ્પદંત, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ તથા શાંતિનાથને વંદન કરું છું. શ્રી કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત સ્વામી, નમિનાથ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ તથા વર્ધમાન (એટલે શ્રી મહાવીરસ્વામી)ને હું વંદન કરું છું. એવી રીતે મારા વડે સ્તવાયેલા, કર્મરૂપી કચરાથી મુક્ત અને ફરી અવતાર નહિ લેનારા ચોવીસ તથા અન્ય તીર્થંકરો મારા પર પ્રસન્ન થાઓ. જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ છે અને જેઓ લોકો વડે કીર્તન કરાયેલા, વંદન કરાયેલા અને પૂજાયેલા છે તેઓ મને આરોગ્ય, બોધિ અને સમાધિની ઉત્તરોત્તર વિકાસ સાધતી સ્થિતિ આપો. ચંદ્રો કરતાં વધારે નિર્મળ, આદિત્યો કરતાં વધારે પ્રકાશ કરનારા તથા સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં ૨૬. ગુજરાતી અનુવાદનો આધાર વિકાસ મંડળ, મુંબઈ. પ્રથમાવૃત્તિ. = શ્રી પ્રતિક્રમણસૂત્ર પ્રબોધ ટીકા, લે. ધીરજલાલ ટોકરશી શાહ, પ્ર. જૈનસાહિત્ય For Personal & Private Use Only ચોવીશી : ઉદ્ભવ અને સ્વરૂપ * ૧૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ વધારે ગંભીર એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો. આ પ્રાચીન સૂત્રમાં ચોવીસે તીર્થંકરોની નામ સહિત સ્તુતિ-વંદના કરવામાં આવી છે, આથી તેનું બીજું નામ ‘નામસ્તવ' પણ છે. પ્રારંભે તીર્થંકરોનો પ્રભાવ અને સ્વરૂપ, મધ્યમાં ચોવીસ તીર્થંકરોની નામસહિત વંદના અને અંતે તીર્થંકરોના ગુણવર્ણનની સાથે જ તીર્થંકરોની પ્રસન્નતા ઇચ્છી આરોગ્ય, સમ્યગ્દર્શનનો લાભ અને સિદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. આ સૂત્રની અંતિમ ગાથાઓમાં કાવ્યાત્મકતાનો સ્પર્શ અનુભવાય છે. આ સૂત્રમાં તીર્થંકરોનાં નામસ્મરણ, ગુણવર્ણન અને પ્રાર્થના છે, તે ત્રણે અંગો પછીના કાળમાં રચાયેલા વિશાળ સ્તવનચોવીશી સાહિત્યમાં વિસ્તૃતપણે ઉપલબ્ધ થાય છે. આગમસૂત્રોમાંના એક પ્રાચીન આગમ “ભગવતીસૂત્ર'માં ‘ચોવીસત્યો' સંબંધી ચર્ચા પ્રાપ્ત થાય છે તેમાં શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે કે : વડવીતત્યળ ભંતે! નીવે નિળિયર્ડ ?’ હે ભગવાન ! ચતુર્વિશતિ સ્તવ દ્વારા જીવ કયા લાભ પામે ? જેના ઉત્તરમાં 'चउवीसत्थएणं दंसणविसोहिं जणयई । ” ચતુર્વિશતિ સ્તવથી દર્શન-વિશુદ્ધિ થાય છે, એમ કહેવાયું છે. આ (સમ્યગ્) દર્શન એટલે સાચી સમજણ. સાચી સમજણ (સમ્યક્ત્વ)ની પ્રાપ્તિ થવી એનો સાધનામાર્ગમાં મોટો મહિમા છે. આથી જ સાધુઓ તથા શ્રાવકોની રોજ કરવાની આવશ્યક ક્રિયાઓમાં ‘ચઉવીસત્યો’નો સમાવેશ થયો છે. આવશ્યક સૂત્રમાંનું અન્ય એક સૂત્ર ‘નમોત્પુર્ણ’ અથવા ‘શક્રસ્તવ’ પણ અરિહંત પરમાત્માના ગુણોનું વર્ણન કરે છે તેમજ જૈન ધર્મમાં તીર્થંકરોનું કેવું મહત્ત્વપૂર્ણ સ્થાન છે, તે દર્શાવે છે. नमोत्थुणं नमोत्थुणं अरिहंताणं भगवंताणं ॥ १ ॥ આફરાળ તીત્વવાળ સયં - સંવૃદ્ધાનું ॥ ૨ ॥ पुरिसुत्तमाणं पुरिस सिहाणं पुरिस वर पुंडरिआणं पुरिस वर गंधहत्थीणं ॥ ३ ॥ लोगुत्तमाणं लोगनाहाणं लोग हिआणं लोग पईवाणं लोग पज्जो अगराणं ॥ ४ ॥ अभयदयाणं चक्खुदयाणं मग्गदयाणं सरण दयाणं बोहिदयाणं ॥ ५ ॥ धम्मदयाणं दम्मदेसयाणं धम्मनायगाणं धम्मसारहीणं धम्म वर चाउरंत चक्कवट्ठीणं ॥ ६॥ ૨૭. આધાર – ઔપપાતિકસૂત્ર - ૨૦મું સૂત્ર, રાજપ્રીયસૂત્ર – ૧૩મું સૂત્ર, કલ્પસૂત્ર – ૧૫મું સૂત્ર. – ૧૬ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ अप्पsिहय वर नाण दंसण धराणं वियट्ठ छउमाणं ॥ ७ ॥ जिणाणं जावयाणं तिन्नाणं तारयाणं बुद्धाणं बोहयाणं मुत्ताणं मोअगाणं ॥ ८ ॥ सव्वन्नूणं सव्वदरिसीणं सीव मयल मरुय मणंत मक्खय मव्वाबाह मपुणरावित्ति सिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं, नमो जिणाणं जिअ भयाणं ॥ ९ ॥ (C) जे अ अईआ सिद्धा, जे अ भविस्संति णागए काले संपई अ वट्टमाणा, सव्वे तिविहेण वंदामि ॥ १० ॥ નમોત્પુર્ણ (ગુજરાતી અનુવાદ અને અર્થ) નમસ્કાર હો અરિહંત ભગવંતોને. ૧ જેઓ શ્રુતધર્મના પ્રારંભ કરનારા છે, ચતુર્વિધ શ્રમણ સંઘરૂપી તીર્થની સ્થાપના કરનારા છે અને સ્વયંજ્ઞાની છે. ૨. જેઓ પુરુષોમાં પરોપકારાદિ ગુણો વડે ઉત્તમ છે, શૌર્યાદિ ગુણો વડે સિંહ સમાન છે, નિર્લેપતામાં ઉત્તમ પુંડરિક – કમળ સમાન છે અને સાત પ્રકારના ભયોને દૂર કરવામાં ગંધહસ્તી સમાન છે. ૩ જેઓ ભવ્ય જીવોમાં પોતાના તથાભવ્યત્વ’થી ઉત્તમ છે, ભવ્ય જીવોને રાગ-દ્વેષ આદિ આંતિરક શત્રુઓથી રક્ષણ આપનાર હોવાથી ‘નાથ’ છે. વ્યવહારરાશિમાં આવેલા જીવોને સાચો માર્ગ બતાવનારા હોવાથી ‘હિત કરનારા’ છે. મિથ્યાત્વરૂપી ગાઢ અંધકાર દૂર કરનારા હોવાથી ‘લોક-પ્રદીપ' છે અને વિશિષ્ટ શક્તિવાળા ચૌદ પૂર્વધરોના પણ સૂક્ષ્મતમ સંદેહ દૂર કરનારા હોવાથી શ્લોક પ્રદ્યોતકર’ છે. ૪ જેઓ અભયને આપનારા છે, શ્રદ્ધારૂપી નેત્રોનું દાન કરનારા છે, કર્મના વિશિષ્ટ ક્ષયોપશમરૂપ માર્ગ દેખાડનારા છે, રાગ-દ્વેષથી પીડિત પ્રાણીઓને શરણ આપનારા છે અને મોક્ષ-વૃક્ષના મૂળરૂપ બોધિ-બીજનો લાભ આપનારા છે. ૫ જેઓ ચારિત્રધર્મને સમજાવનારા છે. પાંત્રીસ ગુણોથી યુક્ત વાણી વડે ધર્મદેશના આપનારા છે. ધર્મના સાચા સ્વામી છે. ધર્મરૂપી રથને ચલાવનારા નિષ્ણાત સારથિ છે અને ચાર ગતિનો વિનાશ કરનારા શ્રેષ્ઠ ચક્રને ધારણ કરનારા ચક્રવર્તી છે. ૬ જેઓ સર્વત્ર અસ્ખલિત કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનારા છે, તેમ જ સર્વ પ્રકારનાં ઘાતિકર્મોથી મુક્ત છે. ૭ જેઓ રાગ અને દ્વેષનો જય કરવાથી સ્વયં જિન બનેલા છે તથા ઉપદેશ વડે બીજાઓને પણ જિન ૨૮. આ ગાથા આગમગ્રંથોમાં જોવા મળતી નથી. ૨૯. પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભાગ-૧, લે. ધીરજલાલ ટોકરશી શાહ For Personal & Private Use Only ચોવીશી : ઉદ્ભવ અને સ્વરૂપ * ૧૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ બનાવનારા છે. જેઓ સમ્યગ્દર્શન આદિ વહાણ વડે સંસારસમુદ્રનો પાર પામી ગયેલા છે અને બીજાઓને પણ તેનો પાર પમાડે છે. જેઓ પોતે બુદ્ધ છે અને બીજાઓને પણ બોધ પમાડે છે. જેઓ સર્વ પ્રકારનાં કર્મ-બંધનોથી મુક્ત થયેલા છે અને બીજાઓને મુક્તિ અપાવનારા છે. ૮ જેઓ સર્વજ્ઞ અને સર્વદર્શી છે તથા શિવ, સ્થિર, વ્યાધિ અને વેદનાથી રહિત', અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ એટલે જ્યાં ગયા પછી સંસારમાં પાછું આવવાનું રહેતું નથી, એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા છે. તે જિનોને, ભયોને જીતનારાને નમસ્કાર હો. ૯ જેઓ અતીત કાળમાં સિદ્ધ થયા છે, જેઓ ભવિષ્યકાળમાં સિદ્ધ થનારા છે અને જેઓ વર્તમાનકાળમાં અરિહંતરૂપે વિદ્યમાન છે, તે સર્વેને મન-વચન અને કાયા વડે ત્રિવિધ વંદના કરું છું. આ પ્રાચીન સૂત્રમાં આ રીતે અરિહંત ભગવાનના ઉપકારો અને તેમના લોકોત્તર ગુણોનું ભાવયુક્ત વર્ણન કરવામાં આવ્યું છે. આ સૂત્રનું અન્ય નામ “શકસ્તવ અને પ્રણિપાતદંડક છે. આ સૂત્રથી પ્રેરિત થઈને વિક્રમની ચોથી-પાંચમી સદીમાં થયેલા શ્રી સિદ્ધસેન દિવાકરે ૩૦વર્ધમાન શસ્તવ' નામના સ્તોત્રની રચના કરી છે તેમ જ વિક્રમની આઠમી સદીમાં થયેલા આચાર્ય હરિભદ્ર સુવિસ્તૃત અર્થવિચાર ધરાવતો “લલિતવિસ્તરા' નામનો ગ્રંથ રચ્યો છે. ગુજરાતી ભાષામાં ચોવીશી કે વીશીની રચનાઓ ચઉવીસત્યો અને શક્રસ્તવને અનુસરીને થઈ તે પૂર્વે સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં જૈન કવિઓએ ૨૪ તીર્થકરોની સ્તવનાની રચના કરી છે. | વિક્રમના બીજા સૈકામાં થયેલા આદ્ય સ્તુતિકાર તરીકે પ્રસિદ્ધ શ્રી સમંતભદ્રાચાર્યે “સ્વયંભૂસ્તોત્ર' નામના સ્તોત્રમાં ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરતાં વિભિન્ન સ્તોત્રો રચ્યાં. આ ‘સ્વયંભૂસ્તોત્રમાં કવિએ પરમાત્મા ભક્તિના ભાવનું આલેખન કર્યું છે. स्तुति: स्तोतुः साधो कुशलपरिणामाय स तदा भवेन्मा वा स्तुत्यः फलमपि ततस्तस्य च सूत: किमेवं स्वाधीन्याज्जगति सुलभे श्रायसपथे स्तुयान्नत्वा विद्वान्सततमभिपूज्यं नमिजिनम् । સ્તુતિના સમયે અને સ્થાને સ્તુત્યની હાજરી હોય યા ન હોય, તેઓ સીધા ફળ દેનારા હોય યા ન હોય, પરંતુ ઉત્તમ સ્તુતિ કરનારને પુણ્ય ઉત્પન્ન કરનારાં મનનાં શુભ પરિણામોની જરૂર હોય છે અને જિનેશ્વર દેવની સ્તુતિ કરનાર એવાં શુભ પરિણામ પામે છે. જ્યારે જગતમાં આવો સ્વાધીને કલ્યાણકારી માર્ગ સુલભ હોય ત્યારે તે નામજિન ! કયો વિવેકી મનુષ્ય સ્તુતિ ન કરે ? વિક્રમની નવમી સદીમાં થયેલા આચાર્ય બપ્પભટ્ટસૂરિએ “ચતુર્વિશતિ જિન સ્તુતિ' રચી છે. ૯૬ ૩૦. “વર્ધમાન શકસ્તવમાટે જુઓ સજ્જન સન્મિત્ર પૃ. ૧૨૩ ૩૧. લલિતવિસ્તરાનો ગુજરાતી અનુવાદ વિવેચન સાથે પરમતેજ ભાગ ૧-૨, વિવેચનકર્તા: ભુવનભાનુસૂરિ. ૧૮૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્લોકની આ રચનામાં પ્રત્યેક તીર્થકરની ચાર-ચાર શ્લોકમાં સ્તુતિ કરવામાં આવી છે. તેનો પ્રારંભનો શ્લોક આદિનાથને વર્ણવતાં કહે છે – नमेन्द्रमौलि गलितोत्तम पारिजात - मालार्चित क्रम ! भवन्तम पारिजात !! नाभेय ! नौमि भुवनत्रिक पापवर्ग - दायिन् जिनास्त मदनादिक पापवर्ग । નમસ્કાર કરનારા ઈન્દ્રોના મસ્તક પરથી પડેલી એવી ઉત્તમ પારિજાતકની માળાઓ વડે પૂજાયેલાં છે ચરણો જેનાં, નષ્ટ થયો છે જેનો શત્રુસમૂહ, જે ત્રણ ભુવનના પાલક, મોક્ષના દાતાર, વીતરાગ અને જેણે નષ્ટ કર્યો છે કામદેવદિક પાપસમુદાય એવા હે નાભિરાજાના પુત્ર ઋષભ દેવ તમને સ્તવું છું. વિક્રમની અગિયારમી સદીમાં થયેલા શોભનમુનિએ સ્તુતિ-ચતુર્વિશિકાની રચના કરી છે. વિવિધ અઢાર છંદોમાં રચાયેલી આ રચનામાં પ્રારંભે ઋષભ દેવ ભગવાનની સ્તુતિ છે, भव्याम्भोजविबोधनैकतरणे ! विस्तारि कर्मावली - रम्भासामज नाभिनन्दन महानष्ण पदाभासुरैः । भक्त्या वन्दित पादपद्म विदुषां संपादय प्रोज्ज्ञिता - रम्भासामज नाभिनन्दन महानष्टापदा भासुरैः ॥ (ગુજરાતી અનુવાદઃ હે ભવ્ય જીવરૂપી કમળનો વિકાસ કરનાર અદ્વિતીય સૂર્ય ! હે વિસ્તીર્ણ કર્મોની શ્રેણીરૂપ કદલીનું મર્દન કરનાર ગજ (રાજી, જેનાથી નષ્ટ થઈ ગઈ છે મોટી મોટી આપત્તિઓ એવા હે નાથ ! દેદીપ્યમાન અસુરોના સમુદાયે ભક્તિપૂર્વક વંદન કર્યું છે. જેના ચરણકમળને, અને જેણે સર્વથા આરંભો ત્યજી દીધા છે અને રોગરહિત છે, તેમજ મનુષ્યને આનંદ પમાડનારા પ્રથમ જિનેશ્વર) સુવર્ણ જેવી સમગ્ર પ્રભાવવાળા (યોગીશ્વર) હે નાભિરાજાના પુત્ર (ઋષભ દેવ) તું વિબુધજનોને ઉત્સવનું સંપાદન કરાવ. અહીં બીજી અને ચોથી પંક્તિ સમાન હોવા છતાં પદવિગ્રહ બાદ અર્થદૃષ્ટિએ તેનો અર્થ ભિન્ન થાય છે. સમગ્ર કાવ્યમાં આવા અનેક યમક અલંકારો જોવા મળે છે. તેનું એક બીજું ઉદાહરણ જોઈએ : कृतनति कृतवान् यो जन्तुजातं निरस्त - स्मर परमदमायामान बाधाय शस्तम् । सुचिरमविचलत्वं चित्तवृतेः सुपार्थ स्मर परमदमाया मान बाधाय शस्तम् ॥ જેઓ શ્રી સુપાર્શ્વનાથને પ્રણામ કરે છે તે પ્રાણીઓનાં મદનરૂપ દુશ્મન, માયા, પીડા નષ્ટ થાય છે, એવી પ્રશંસાને પામેલા શ્રી સુપાર્શ્વનું હે માનવ! તું ઉત્કૃષ્ટ ઉપશમવાળી મનોવૃત્તિથી ચિરકાળ સુધી સ્મરણ કર. શોભનમુનિની આ મનોહર - અલંકારમંડિત રચના પર પછીના કાળમાં ધનપાલકવિ, ચોવીશી ઉદભવ અને સ્વરૂપ જ ૧૯ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ સૌભાગ્યસાગરસૂરિ સિદ્ધિચંદ્રગણિ અને દેવચંદ્રગણિએ વૃત્તિઓ (અર્થ સમજાવતી વિવેચના) રચી છે તેમ જ ૨ઉપાધ્યાય યશોવિજયજી, મેરુવિજયજી, હેમવિજયજી આદિ કવિઓને પણ ધમકઅલંકાપ્રધાન સ્તુતિ ચતુર્વિશિકા રચી છે. આ રચના વાંચી ડૉ. હર્મન યાકોબી પણ અત્યંત પ્રસન્ન થયા હતા. તેનો જર્મનમાં અનુવાદ પણ થયો છે. સિદ્ધરાજ અને કુમારપાળના દરબારમાં રહેનારા અને કવિ ચક્રવર્તી તરીકે પ્રસિદ્ધ શ્રીપાળ કવિએ પણ સ્તુતિ – ચતુર્વિશિકાની રચના કરી છે. વિક્રમની બારમી સદીમાં ખરતરગચ્છના આચાર્ય જિનવલ્લભસૂરિએ અપભ્રંશમાં સ્તવનચોવીશી રચી છે. તેના શ્રી કુંથુનાથ સ્તોત્રમાં કવિ કહે છે, ___ *नहकिरणपरागं, अंगुलीदलं सहइ जस्स पयकमलं सिवपंथसत्थवाह, थुणामि तं कुंथतित्थयरं ॥१॥ નખકિરણરૂપી પરાગ અને અંગુલિદલથી શોભિત પદકાળવાળા શિવપંથના સાર્થવાહ એવા શ્રી કુંથુનાથસ્વામીને હું સ્તવું છું. અત્રે સ્તવનસ્તુતિ ઉપરાંત બીજી એક પરંપરાનો પણ નિર્દેશ કરવો ઘટે. કોઈ પણ ગ્રંથના આરંભે . મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે. કેટલાક ગ્રંથકારોએ મંગલાચરણમાં જ ચોવીસે તીર્થકરોને નમસ્કારવંદના કરી છે. વીરનિર્વાણનાં પ૩૦ વર્ષ પછી એટલે કે ઈ.સ. ૪માં રચાયેલ પઉમચરિયમાં કથાકારે ચોવીસે તીર્થકરોને નમસ્કાર કરતું મંગળાચરણ કર્યું છે. 'सिद्धसुर किन्नरोरग दणुवई, भवणिन्द वन्दपरिमहियं । उसहं जिणवर वसहं, अवसप्पिणि आई तित्थयरं ।' 'अजीयं विजियकसायं, अपुणभवं संभवं भवविणासं, अभिणंदणं च सुमई, पउमाभं पउमसच्छायं ।' સિદ્ધ, દેવ, કિન્નર, નાગ, અસુરપતિ તથા ભવનપતિના ઇન્દ્રોના સમૂહથી પૂજિત, જિનેશ્વરોમાં વૃષભ સમાન શ્રેષ્ઠ અને આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર ઋષભને, કષાયો પર વિજય પ્રાપ્ત કરનાર અજિતને, મુક્તિ પ્રાપ્ત કરી પુનઃ જન્મ ન ધારણ કરનાર સંભવને, જન્મનો નાશ કરનાર અભિનંદન અને સુમતિને તેમ જ પદ્મ સમાન કાન્તિ ધરાવનાર પપ્રભસ્વામીને નમસ્કાર કરું છું.) એ જ રીતે ઈશુની નવમી સદીમાં થયેલા સ્વયંભૂકવિએ રચેલા અપભ્રંશ ભાષાના મહાકાવ્ય ‘પઉમચરિઉની પ્રથમ સંધિમાં મંગલાચરણમાં ચોવીસે જિનેશ્વરોને પ્રણામ કરેલ છે. ૩૨. સંસ્કૃત – પ્રાકૃત સ્તુતિ ચોવીશીઓની યાદી માટે જુઓ પરિશિષ્ટ-૧ * जिनवल्लभसूरि ग्रंथावलि स. विनयसागर प्रकाशक : प्राकृत भारती अकादमी जयपुर. ૨૦ - ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ पणवेप्पिणु सेयंसाहिवहो । अच्चन महंत परा सिवहों ॥११॥ पणवेप्पिणु वासुपुज्ज मुणिर्हे । विप्फुरिय णाण चूडामणि हे ॥१२॥ અતિ મહાન શિવધામ પામનારા શ્રેયાંસનાથ ભગવાનને પ્રણામ કરું છું અને) (દેદીપ્યમાન) વિસ્ફરિત જ્ઞાનચૂડામણિવાળા વાસુપૂજ્ય મુનિને પ્રણામ કરું છું. અગિયારમી સદીમાં થઈ ગયેલા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રના પ્રારંભે ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરતા એક-એક અનુષ્ટ્રપ શ્લોકો રચ્યા છે. આ ચોવીસે શ્લોકો બીજા કેટલાક શ્લોકો સાથે સલાહત સ્તોત્ર'ના નામે પ્રસિદ્ધ છે. આ ‘સકલાહંત સ્તોત્રમાંથી કેટલાંક ઉદાહરણો જોઈએ: धुसत्किरिट शाणाग्रो तेजितादध्रि नखावलिः । भगवान् सुमतिस्वामी, तनोत्वभिमतानि वः ॥७॥ (નમસ્કાર કરનારા) દેવોના મુગટના અગ્રભાગના પ્રતિબિંબથી તેજોમય થઈ છે જેની ચરણ નખાવલિ (એના) ભગવાન સુમતિનાથ તમારી અભિલાષા પૂર્ણ કરો. પરમાત્માના કરુણાગુણને વર્ણવતાં – स्वयम्भुरमण स्पर्द्धि, करुणारस वारिणा 'अनंत जिदनन्तां वः प्रयच्छतु सुखश्रियम् ॥१६॥ કરુણારસરૂપી જળથી સ્વયંભૂરમણ સમુદ્ર (અતિ વિશાળ સમુદ્ર) સાથે સ્પર્ધા કરનાર શ્રી અનંતજિન તમને અનંત સુખશ્રી આપો. પ્રભુના સમતા ગુણને વર્ણવતાં – कमठे धरणेन्द्रे च, स्वोचितं कर्म कुर्वति પ્રમુસ્તન્ય મનોવૃત્તિ: પાર્શ્વનાથ: થિયેસ્તુ વ: //રફ પોતાને ઉચિત કર્મ કરનારા એવા કમઠ અને ધરણેન્દ્ર ઉપર સમાન મનોવૃત્તિવાળા પ્રભુ પાર્શ્વનાથ તમારા કલ્યાણ માટે હો. આ રીતે, હેમચંદ્રાચાર્યે ચોવીસ તીર્થકરોની ભાવસભર સ્તુતિ કરી છે. અપભ્રંશ ભાષાના સમયમાં અથવા પૂર્વ-મધ્યકાળમાં અજ્ઞાત કવિઓ દ્વારા રચાયેલા ૨૭-૨૮ કડીના ચતુર્વિશતિ સ્તવનમૂનો ઉલ્લેખ મળે છે. આ સ્તવનમાં એક-એક કડીમાં ચોવીસ તીર્થકરોની સ્તવના કરેલ છે. આવા એક અજ્ઞાત કવિ કૃત “ચતુર્વિશતિ જિન સ્તવનમાં મહાવીર પ્રભુની સ્તવના કરતી એક કડી કવિ રચે છે. નિય અવતરશિહિ તોય ઘરિ, લચ્છિહિં ભરિય ભંડાર, અતુલ મહાબલ વીરજિણ, જય જય જગ આધાર. ચોવીશી: ઉદભવ અને સ્વરૂપ - ૨૧ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધ “સ્થૂલિભદ્ર શગુના કર્તા અને ૧૮ જ વર્ષની વયે કાળધર્મ પામનારા પ્રતિભાશાળી કવિ જિનપધસૂરિ (સં. ૧૩૮૨થી ૧૪૦)એ પણ શત્રુંજય ચતુર્વિશતિ સ્તવન' નામનું ૨૬ કડીનું એક સુંદર સ્તવન રચ્યું છે. તેના પ્રારંભે શત્રુંજય તીર્થ અને આદિનાથ ભગવાનની સંયુક્ત સ્તવના કરી છે. ગમંડણ ગુણપવરે સતુંજય ધરણિ. સુહ સારે ભવતાર, ભયવાર ગુણિસ જિણવરિ. ૧ ના... ઈ મુરદેવી પુત્ત જણાણંદમાં. વસહ વર લંછણદુરિય ભર મંડલ. ૨ આ જ રીતે ચોવીશીનો પ્રભાવ સાહિત્યેતર ક્ષેત્રો જેવાં કે શિલ્પ અને મૂર્તિકળા, યંત્ર-મંત્રશાસ્ત્ર, તપશ્ચર્યા, ધ્યાન – આરાધના અને સમાજજીવન પર પણ વ્યાપકપણે જોવા મળે છે. આ સ્વરૂપનો વિકાસ ગુજરાતી સાહિત્યમાં કઈ રીતે થયો તે બીજા પ્રકરણમાં પ્રસ્તુત છે. ૩૩. ચોવીશીનો સાહિત્યેતર ક્ષેત્રો પર પ્રભાવ માટે જુઓ પરિશિષ્ટ-૨ ૨૨ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા જગ-ચિંતામણિ! જગનાનાથ! જગગુરુ ! ગરક્ષક! ગબંધવ! જગ સાર્થવાહ! ગ ભાવ વિચક્ષણ! અષ્ટપદ સંસ્થાપિત રૂપ! કર્મ આઠ વિનાશક ! ચોવીસે પણ જિનવરો ! જય પામો અપ્રતિહત-શાસન! જગચિંતામણિસૂત્ર ગુજરાતી છાયા, પ્રથમ ગાથા. મા ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા - ૨૩ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ચોવીશી: વિષય અનુસાર વર્ગીકરણ ચોવીશી' – સ્વરૂપના વિક્રમના ૧૬મા શતકથી પ્રારંભી વિક્રમના ૨૧મા શતક સુધીના સમયમાં વિસ્તરતા તેના સર્જનપ્રવાહના આલેખન પૂર્વે તેનું વિષયવસ્તુ અનુસાર વર્ગીકરણ પ્રસ્તુત છે. માનવહૃદયનો એક ઉજ્વળ ભાવ પ્રેમ છે. આ પ્રેમ જ્યારે પરમતત્ત્વની સાથે જોડાય છે, ત્યારે અત્યંત ઉજ્જવળ રૂપ ધારણ કરે છે, તે “ભક્તિ' એવું નામ પ્રાપ્ત કરે છે. ભક્તિની અભિવ્યક્તિ યુગે યુગે સાહિત્યમાં ભિન્ન ભિન્ન રીતે થતી આવી છે. પ્રેમ, પ્રકૃતિ અને પરમાત્મા એ કાવ્યના સનાતન વિષય રહ્યા છે. પછીના આલંકારિકોએ ભક્તિને સ્વતંત્રરસ રૂપે પણ સ્થાપેલા છે, એ જ ભક્તિતત્ત્વની અપૂર્વ મહત્તા સૂચવે છે. ભક્તિ આમ તો હૃદયના ભાવસ્વરૂપે છે, પરંતુ અભિવ્યક્તિ ભેદે નવરસમય સ્વરૂપ પણ ધારણ કરે છે. ભક્તિ હૃદયના ઉજ્વળ ભાવ રતિનું આલંબન લેવાથી તે પ્રભુ પ્રત્યેના શૃંગારરૂપ છે, તો આત્મામાં જીવમાત્ર પ્રત્યે અપાર મૈત્રી જગાડનાર હોવાથી સંસારનાં દુઃખોથી તપ્ત જીવો પ્રત્યેની કરુણાદષ્ટિમય કરુણરસ સ્વરૂપ છે. જગતના ચિત્ર-વિચિત્ર સ્વરૂપ પ્રત્યે ઉપેક્ષામાંથી ફુરેલા હાસ્યરસસ્વરૂપ છે. પરમાત્માના ગુણવૈભવ પ્રત્યે ભક્તના હૃદયમાં વિસ્મય જાગ્યું હોવાથી અદ્ભુતરસ સ્વરૂપ છે, તો પ્રભુના મિલનના ઉત્સાહને કારણે વીરરસનું સ્વરૂપ ધારણ કરે છે. ભક્તને પરમાત્મા સાથેના મિલનમાં અંતરાય સ્વરૂપ કર્મો પ્રત્યે ક્રૂર દૃષ્ટિને કારણે રૌદ્રરસમય પણ છે. ભક્તને સંસારના યથાર્થ સ્વરૂપના જ્ઞાન વડે ભય પમાડનાર હોવાથી ભયાનક સ્વરૂપ અને વિચિત્ર દુઃખમય સ્વરૂપ પ્રત્યે જુગુપ્સા જગાવનાર હોવાથી બીભત્સ રસમય પણ વિભિન્ન ભૂમિકાએ હોય છે. સંસારથી નિર્વેદ અને પરમાત્મા સાથે તત્ત્વમય એકત્વના જ્ઞાન દ્વારા તે શાંતરસમય પણ છે. ચોવીશીના મૂળમાં “ચતુર્વિશતિ સ્તવ' – ચોવીસ તીર્થકરોની સ્તવના છે. એટલે આ સ્વરૂપ મૂળભૂત રીતે ભક્તિપ્રધાન એવા સ્વરૂપને ધરાવે છે. ભક્ત જ્યારે પોતાના હૃદયના ભક્તિભાવની રસમય વાક્યો દ્વારા અભિવ્યક્તિ કરે છે, ત્યારે ભક્તિકાવ્યનું સર્જન થાય છે. આવા ઉરના ઉલ્લાસની ચોવીસ તીર્થકરો પ્રત્યેની અભિવ્યક્તિ મુખ્યરૂપે હોય તે કાવ્યો ભક્તિપ્રધાન ચોવીશી બને છે. આ ભક્તિમાં ભક્ત પ્રભુ પ્રત્યેના પ્રેમ, વાત્સલ્ય, શૃંગાર, ઉપાલંભ, વિરહવ્યથાની પીડા જેવા વિવિધ ભાવોની અભિવ્યક્તિ કરે છે, તેમાં મુખ્યત્વે ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા ૨૫ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ વિપ્રલંભ અને સંયોગરૂપ શૃંગાર રસરૂપ ભક્તિ હોય છે તેમજ પ્રસંગ અનુસાર વિવિધ રસોની સંકુલ અભિવ્યક્તિ થાય છે. ભક્ત પરમાત્માનાં દર્શન કરવા ઇચ્છે છે, તેના સ્વરૂપને જાણવા ચાહે છે. ભક્ત જેમ જેમ પરમાત્મસ્વરૂપને જાણતો જાય છે, તેમ તેમ પોતાના આત્મા અને પરમાત્મા વચ્ચે પારમાર્થિક એકતાને ઓળખે છે અને તાત્ત્વિક એકતાની અનુભૂતિ પામે છે. આ ભક્તિમાં શાંતરસ મુખ્ય બને છે, તત્ત્વજ્ઞાન જેનો સ્થાયી ભાવ છે એવી આ શાંતરસની ભક્તિ તે જ બીજા અર્થમાં આત્મજ્ઞાન. ચોવીશીસ્વરૂપમાં આનંદઘનજી, દેવચંદ્રજી, પદ્મવિજયજી આદિ સર્જકોએ આત્મા અને જૈનદર્શનમાં દર્શાવેલી નિશ્ચયનય સ્વરૂપ એકતાને વિશેષરૂપે વર્ણવે છે, એ અર્થમાં તેમની ચોવીશીઓ જ્ઞાનપ્રધાન ચોવીશી છે. કવિ ભક્તિભાવની અભિવ્યક્તિ કરતો પોતાના આરાધ્યદેવોના ચરિત્ર-સંકીર્તન તરફ પ્રેરાતો હોય છે. ચોવીશીમાં કેટલાક કવિઓએ ચોવીશીમાં ચરિત્રસંકીર્તનનો એક નિશ્ચિત ઢાંચો પસંદ કર્યો છે. આ કવિઓ પ્રત્યેક તીર્થકરોના જીવનની નિશ્ચિત વિગતોને કાવ્યસ્વરૂપ આપે છે. આવી મુખ્યત્વે નિશ્ચિત ઢબની રચનાઓને ચરિત્રપ્રધાન ચોવીશી' એ નામે વર્ગીકૃત કરવામાં આવી છે. ભાવવિજયજી, પદ્મવિજયજી, જ્ઞાનસારજી હરખચંદજી આદિ અનેક કવિઓની રચના ચરિત્રપ્રધાન સ્વરૂપની કહી શકાય. આ વર્ગીકરણ અતિચુસ્ત સ્વરૂપનું નથી. જ્ઞાનપ્રધાન ચોવીશીરચનામાં પણ કેટલાંક સ્તવનો હૃદયના ભક્તિભાવને પ્રગટ કરતાં હોય. દા.ત, આનંદઘન ચોવીશીના તેરમા વિમલનાથ સ્તવનમાં ભક્તિભાવની પ્રબળપણે અભિવ્યક્તિ થઈ છે. એ જ રીતે ભક્તિપ્રધાન એવી ચોવીશીનાં પણ કેટલાંક સ્તવનો ચરિત્રપ્રધાન સ્વરૂપ ધરાવતાં હોય. ચોવીશી એ સ્તવનસમૂહ સ્તવનોના ગુચ્છ પ્રકારનું સ્વરૂપ છે. એક રચના અંતર્ગત અનેક રચનાઓ હોવાથી આવું બનવું સ્વાભાવિક ગણાય. વર્ગીકરણના આધારરૂપે સમગ્ર ચોવીશીનો પ્રધાન સૂર કયો છે તે મહત્ત્વનું છે. ચોવીશીના પ્રધાન સૂર કે કેન્દ્રિય અનુભૂતિને આધારે જ આ વર્ગીકરણ નિશ્ચિત કરાયું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અતિશય પ્રચલિત થયેલી ચોવીશીની પરંપરાનું મૂળ આગમ સાહિત્યમાં જોવા મળે છે. આ પરંપરા સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં પુષ્ટ થઈ અને સમગ્ર ભારતમાં ફેલાયેલા ભક્તિઆંદોલનને લીધે મધ્યકાળમાં સ્તવન-ચોવીશીરૂપે વ્યાપક થતી અનુભવાય છે. આ ચોવીશી સ્વરૂપનો વિક્રમના ૧૬મા શતકથી પ્રારંભ થાય છે. શતકવાર ઉપલબ્ધ થતી ચોવીશીઓની યાદી અને તેનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત છે. ર૬ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ વિક્રમનું ૧૬મું શતક આ શતકમાં કુલ છ ચોવીશીરચનાઓ ઉપલબ્ધ છે. તેની વિગતો જૈન ગૂર્જર કવિઓ ભાગ-૧ સં. મોહનલાલ દલીચંદ દેશાઈ, પુનઃ સંપાદક જયંત કોઠારી. પ્રકા. મહાવીર જૈન વિદ્યાલય, પ્રથમવૃત્તિ અને પ્રકાશિત રચનાઓને આધારે પ્રસ્તુત છે. આ શતકમાં કુલ છ ચોવીશીઓ ઉપલબ્ધ થાય છે, તેમાં પાંચ અપ્રકાશિત છે, એક પ્રકાશિત છે. (૧) જયસાગર ઉપાધ્યાય કૃત સ્તવનચોવીશી – અપ્રકાશિત (સં. ૧૫૦૩ની આસપાસ) પાંચ સ્તવનો જૈન ગૂર્જર કાવ્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ભા. ૧'માં પ્રકાશિત. (૨) લબ્ધિસાગરસૂરિ (હસ્તપ્રત સં. ૧૫૩૮) અપ્રકાશિત (૩) આણંદ સં. ૧૫૬ ૨ અપ્રકાશિત () કવિયણ સમયે અનિર્ણિત. અપ્રકાશિત (૫) નરસિંહ ગણિ (સં. ૧૫૫૦ આસપાસ) અપ્રકાશિત (૬) પાર્જચંદ્રસૂરિ પ્રકાશિત (સં. ૧૫૩૭થી ૧૬૧૨) “પાર્ધચંદ્રસૂરિકૃત સ્તવન ચતુર્વેશિકા' સં. મુનિશ્રી ભુવનચંદ્રજી. વિક્રમના ૧૬મા શતકમાં ગુજરાતી ભાષાની ચોવીશી સ્વરૂપમાં રચાયેલી સર્વપ્રથમ રચના ઉપલબ્ધ થાય છે. આ રચનામાં ખરતરગચ્છના આચાર્ય જિનરાજસૂરિના શિષ્ય જયસાગર ઉપાધ્યાયે ભક્તિભાવની અભિવ્યક્તિ કરી છે. તેમની અન્ય કૃતિઓમાં વરસ્વામી ગુરુરાસ, જિનકુશલસૂરિ ચતુષ્પદી, ચૈત્યપરિપાટી, ગૌતમસ્વામીરાસ આદિ પ્રસિદ્ધ છે. તેઓ વિદ્વાન અને પ્રતિભાશાળી કવિ હતા. સંસ્કૃતમાં તેમણે પર્વરત્નાવલી કથા, ઉપસર્ગહર સ્તોત્રવૃત્તિ, પારતંત્રાદિ સ્તવ વૃત્તિ આદિ કૃતિઓ રચી છે. તેમની વિજ્ઞપ્તિ ત્રિવેણી નામની કૃતિમાં તીર્થપ્રવાસનું સુંદર વૃત્તાંત આલેખવામાં આવ્યું છે. ચોવીશી સ્વરૂપમાં આજે ઉપલબ્ધ થતી સર્વ રચનાઓમાં સર્વ પ્રથમ રચનાના સર્જક વિદ્વાન અને કવિ પ્રતિભાથી સમૃદ્ધ હતા. તેમની ચોવીશીનાં સ્તવનો ચાર કડીનાં છે, તેમાંનાં પાંચ સ્તવનો પ્રકાશિત થયાં છે. આ પાંચ સ્તવનોમાં કવિહૃદયના ભક્તિભાવની સુંદર અભિવ્યક્તિ જોવા મળે છે. પ્રથમ આદિનાથ ભગવાનનાં સ્તવનનો પ્રારંભ પરમાત્મ-દર્શનના આનંદની અભિવ્યક્તિ સાથે થાય છે મા ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા - ૨૭ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ સુવિહાણવું જઈ આજમઈ, દિઠઉ રિસહ જિગ્નેસ. નયણકમલ જિમ ડલ્હસઈ, ઉગિ ભલઉ દિસેસ. (૧, ૧). કવિએ નેમિનાથ ભગવાનના સ્તવનમાં ગિરનારતીર્થનો મહિમા વર્ણવ્યો છે, તો મહાવીરસ્વામી સ્તવનમાં ભવોભવ પરમાત્મચરણોની સેવા કરવાની ઝંખના અભિવ્યક્ત થઈ છે, કરિ પસાઉ મુઝ તિમ કિમઈ મહાવીર જિણરાય. ઈશિ ભવિ અહવા અનભવિજિમસેવઉ તુ પાય. (૨૪, ૩) કવિ પરમાત્માને પ્રાર્થના કરતા કહે છે કે, હે પ્રભુ! એવી કૃપા કરી , જેથી આ ભવે અથવા આવતા ભવે પણ તારા ચરણોની સેવા કરી શકું. આમ, આ ચોવીશી સ્વરૂપની પ્રારંભિક રચનામાં હૃદયના ભક્તિભાવની અભિવ્યક્તિ અને શરણાગતિનું સુંદર આલેખન જોવા મળે છે. આ શતકના અન્ય કવિ પાર્જચંદ્રસૂરિની રચના પ્રકાશિત સ્વરૂપે ઉપલબ્ધ છે. આ રચના ઐતિહાસિક કાળક્રમની દૃષ્ટિએ પણ એક મહત્ત્વની ચોવીશી છે. આ ચોવીશી મુખ્યત્વે ભક્તિપ્રધાન છે, પરંતુ કેટલાંક સ્તવનોમાં તત્ત્વવિચાર અને કેટલાંક સ્તવનોમાં જીવનચરિત્રના આલેખનને લીધે ભક્તિપ્રધાન, જ્ઞાનપ્રધાન અને ચરિત્રપ્રધાન એવાં આ સ્વરૂપનાં ત્રણે ઉપપ્રકારોની એક સંકુલ ભાત, જોવા મળે છે. વિશેષ પરિચય માટે પ્રકરણ-૩) વિક્રમનું સત્તરમું શતક આ શતકમાં કુલ સાત ચોવીશી ઉપલબ્ધ છે, તેમાંની ચાર પ્રકાશિત અને ત્રણ અપ્રકાશિત છે. આ વિગતો જૈન ગૂર્જર કવિઓ ભાગ-૨ સં. મોહનલાલ દલીચંદ દેસાઈ પુનઃ સંપા. જયંત કોઠારી અને પ્રકાશિત રચનાઓને આધારે છે. (૧) સમયસુંદરજી ગણિ પ્રકાશિત ૧૭મું શતક પૂર્વાર્ધ ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપ્ર. સારાભાઈ નવાબ, પ્રથમવૃત્તિ, ૧૯૩૯ (૨) જસસોમ સાત બોલયુક્ત ચોવીશી – અપ્રકાશિત સમય ૧૭મું શતક પૂર્વાર્ધ. (૩) ભાવવિજયજી ગણિ બાર બોલયુક્ત ચોવીશી પ્રકાશિત રચનાસમય વિ.સં. ૧૬ ૭૬ ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૨૫૧થી ૨૬૭. (૪) ભાવવિજયજી ગણિ (અપૂર્ણ) – અપ્રકાશિત ૧૭મું શતક ઉત્તરાર્ધ. (૫) નયસાગર ઉપાધ્યાય – અપ્રકાશિત ૧૭મું શતક ઉત્તરાર્ધ (૬) હીરસાગરજી પ્રકાશિત – ૧૭મું શતક ઉત્તરાર્ધ (સંભવિત) અનુસંધાન અંક ૧૯ (અનિયતકાલિક, સંપા. શીલચંદ્રસૂરિ. (૭) જિનરાજસૂરિ પ્રકાશિત – સં. ૧૬૪૭થી ૧૬૯૯ – ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ. ૨૮ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધ જૈનકવિ સમયસુંદરજીએ વ્રજ ભાષાની છાંટવાળી મનહર ચોવીશીરચના કરી છે, તેમાં કવિહૃદયનો ભક્તિભાવ સુંદર રીતે અભિવ્યક્ત થાય છે. વિગતવાર પરિચય માટે જુઓ પ્રકરણ-૩) આ જ શતકમાં થયેલા જ સોમની રચનામાં સાત બોલ ગૂંથાયા હોવાથી સર્વપ્રથમ ચરિત્રપ્રધાન રચનાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. શતકના ઉત્તરાર્ધમાં ભાવવિજયજીએ બે ચોવીશીઓ રચી છે, તેમાંની એક અપ્રકાશિત છે, બીજી ચોવીશીમાં ભાવસભર રીતે તીર્થકરોના જીવનની બાર વિગતો બાર બોલો) આલેખ્યા છે. વિસ્તૃત પરિચય માટે જુઓ પ્રકરણ-૬) હીરસાગરજીની રચનામાં સરળ-પ્રાસાદિક અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે. હીરસાગરજીએ પરમાત્મા પ્રત્યેના હૃદયના ભાવને અભિવ્યક્ત કરવા સુંદર ઉપમાઓનો ઉપયોગ કર્યો છે. ઋષભદેવ સ્તવનમાં માતા પાસે બાળક વળગી રહે એ રીતે પરમાત્માને વળગી રહેવાની ઇચ્છા વર્ણવે છે. ભક્ત પર થતા પરમાત્મદર્શનના પ્રભાવને વર્ણવતાં કહે છે, “પરમાત્માની આંખોમાંથી ઉપશમર વરસે છે. જેના પ્રભાવે મારા મનરૂપી છીપમાં રત્નત્રયી રૂપી મોતી ઉત્પન્ન થાય છે. અનંતનાથ પ્રભુના સ્તવનમાં કવિ પરમાત્મવાણી માટે વર્ષનું રૂપક પ્રયોજે છે, જેનો ઉત્તરકાલીન ચોવીશીના અનેક સ્તવનોમાં વિસ્તાર થયો છે. કવિએ નેમિનાથ સ્તવનમાં રાજુલનો વિલાપ ભાવોદ્રેકસભર પંક્તિઓ દ્વારા આલેખ્યો છે. મહાવીરસ્વામી સ્તવનમાં તેમના જીવનના સંદર્ભે ગૂંથી સ્તવના કરી છે. આમ હીરસાગરજીની રચના ૧૭માં શતકની એક નોંધપાત્ર રચના છે. જિનરાજસૂરિ (રાજસમુદ્ર)ની રચના પ્રાસાદિક પદરચનાને લીધે નોંધપાત્ર છે. તેમાં પ્રયોજાયેલી વિવિધ દેશીઓ ઉત્તરકાળમાં વ્યાપક રૂપે અનુકરણ પામી છે. આમ, સત્તરમા શતકમાં ચોવીશી-સ્વરૂપમાં કેટલીક નોંધપાત્ર કૃતિઓ પ્રાપ્ત થાય છે. વિક્રમનું અઢારમું શતક આ શતકની વિગતોનો મુખ્ય આધાર જૈન ગૂર્જર કવિઓ ભાગ-૪ અને ૫ (સં. મોહનલાલ દલીચંદ દેશાઈ પુનઃ સં. જયંત કોઠારી) છે, આ ઉપરાંત જૈન ગૂર્જર કાવ્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ભાગ૧ પ્રકા. શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈનસાહિત્યોદ્ધાર ફંડ, સુરત તેમજ ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧ સં. જયંત કોઠારી પ્રકા. શેઠ નગીનભાઈ મંછુભાઈ સાહિત્યોદ્વાર ફંડ, સુરત. તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૯૮૯ના સંદર્ભનો આધાર પણ લીધો છે. આ શતકની મોટા ભાગની ચોવીશીઓ આ ત્રણ સંપાદનમાં પ્રકાશિત થઈ છે. (અ) ચોવીશી તથા વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ પ્રકા. કાળીદાસ સાંકળચંદ સં. ૧૯૩૫ ઈ.સ. ૧૮૯૧ (બ) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ પ્રકા. પોતે, આવૃત્તિ પ્રથમ ઈ.સ. ૧૯૩૯ (ક) ભક્તિરસઝરણાં ભાગ ૧ અને ૨ સં. અભયસાગરજી પ્રકા. પ્રાચીન ગ્રુત રક્ષક સમિતિ, કપડવંજ, ઈ.સ. ૧૯૭૮ ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા - ૨૯ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ આ શતકમાં ૬૯ ચોવીશી ઉપલબ્ધ છે. ચોવીશીરચના સ્વરૂપનો વિકાસ આ શતકમાં સંખ્યા, ગુણવત્તા અને પ્રકારોની દષ્ટિએ અત્યંત નોંધપાત્ર છે. આ શતકમાં કુલ ૬૮ રચનાઓ ઉપલબ્ધ છે, તેમાંથી પ૬ રચનાઓ પ્રકાશિત છે, ૧૨ રચનાઓ અપ્રકાશિત છે. ત્રણની હસ્તપ્રત ઉપલબ્ધ છે, તેની સંપાદિત વાચના માટે જુઓ પ્રકરણ-૭ (૧) આનંદઘનજી (૧૭મા શતકના અંતમાં અથવા ૧૮મા શતકના પ્રારંભે) પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૧થી ૨૧ (૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૧થી ૨૭ () આનંદઘન એક અધ્યયન સં. કુમારપાળ દેસાઈ (૨) વિનયવિજયજી – ૧૭૨૦ની આસપાસ પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૬૨થી ૭૫ (૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૨૭૩થી ૨૯૧ (જી વિનયસૌરભ (૩) વિનયશીલ - ૧૮મું શતક પૂર્વાર્ધ અપ્રકાશિત (૪) જ્ઞાનસાગર – સમય અનિર્ણિત – અપ્રકાશિત (૫) આનંદવર્ધન – સં. ૧૭૧૨ પ્રકાશિત: (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૫૧૬થી પ૨૫ (૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૧૩૯થી ૧૫૫ (૬) જિનહર્ષ – સં. ૧૭૧૫ પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૫૯૬થી ૬ ૧૧ (૭) જિનરત્નસૂરિ – સં. ૧૬ ૭૦થી ૧૭૧૧ અપ્રકાશિત પાંચ સ્તવનો જૈન ગૂર્જર સાહિત્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ભાગ-૧માં પ્રકાશિત) (૮-૯-૧૦) યશોવિજયજી – ૧૮મું શતક પૂર્વાર્ધ ત્રણ ચોવીશીરચના આ સર્વ સંગ્રહોમાં પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૨૨થી ૬૧. (૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ પૃ. (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૩૬થી ૧૦૭ () જૈન ગૂર્જર કાવ્યસંગ્રહ ભાગ-૧ (૧૧) દેવવિજય - રચના સં. ૧૭૭૮ (ચંદ્રાવળા બદ્ધ) અપ્રકાશિત (૧૨) વૃદ્ધિવિજય – સં. ૧૭૩૦ અપ્રકાશિત ૩૦ ૪ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સંઘસોમ રચના સં. ૧૭૦૩ અપ્રકાશિત (૧૪) જિનવિજ્ય (કીર્તિવિજ્ય શિષ્ય) - રચના સં. ૧૭૩૧ પ્ર. ચોવીશી વીશી સંગ્રહ પૃ. ૫૬૮થી ૫૭૨, સંપા. પ્રેમચંદ કેવળદાસ (આ રચના વાસ્તવમાં એક એક કડી ધરાવતી ૨૭ કડીની રચના છે. સ્તવનચોવીશી નથી.) (૧૫) દાનવિજ્યકૃત પ્રથમ ચોવીશી – સં. ૧૭૫૦ આસપાસ પ્રકાશિત : (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સંપા. અભયસાગરજી પૃ. ૧૬૯થી ૨૦૨ (૧૬) દાનવિજ્ય કૃત દ્વિતીય ચોવીશી સં. ૧૭૫૦ આસપાસ અપ્રકાશિત (૧૭) લક્ષ્મીવલ્લભ (હેમરાજ) – ૧૮મું શતક પૂર્વાર્ધ. પ્રકાશિત : (૧) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ. (૧૮) જ્ઞાનવિમલસૂકૃિત પ્રથમ ચોવીશી સં. ૧૭૫૦ આસપાસ પ્રકાશિત - (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૨૫૧થી ૨૬૬ (૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૨૨૫થી ૨૪૫ (૩) ૧૧૧૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ (૪) જ્ઞાનવિમલભક્તિપ્રકાશ સંપા. કીર્તિદા જોશી પ્રકા. જ્ઞાનવિમલભક્તિપ્રકાશ પ્રકાશન સમિતિ. ✔ (૧૯) જ્ઞાનવિમલસૂરિ કૃત દ્વિતીય ચોવીશી (અપૂર્ણ) પ્રકાશિત ઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સંપા. અભયસાગરજી પૃ. ૭૧૧થી ૭૩૫ (૨૦) જ્ઞાનવિમલસૂરિ કૃત તૃતીય ભવવર્ણન યુક્ત ચોવીશી પ્રકાશિત ઃ (૧) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ (૨૧) સુખસાગર - રચના સં. ૧૭૫૦ અપ્રકાશિત (૨૨) મેઘવિજય રચના સં. ૧૭૩૯ (રંગવિજય શિષ્ય) અપ્રકાશિત (૨૩) તત્ત્વવિજય – ૧૮મું શતક પૂર્વાર્ધ = પ્રકાશિત : (૧) અનુસંધાન (અનિયતકાલિક) સંપા. શિલચંદ્રસૂરિ (૨૪) ધર્મવર્ધનકૃત – પ્રથમ ચોવીશી - ૧૮મું શતક પૂર્વાર્ધ. પ્રકાશિત : (૧) ધર્મવર્ધન ગ્રંથમાલા સંપા. અગરચંદ નાહટા. (૨૫) ધર્મવર્ધન કૃત દ્વિતીય ચોવીશી - ૧૮મું શતક પૂર્વાર્ધ. અપ્રકાશિત (૨૬) કાંતિવિજય શિષ્ય કીર્તિવિજય સં. ૧૭૫૫ (૨૭) હંસરત્નજી – રચના સં. ૧૭૫૫ પ્રકાશિત : (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૩૬૭થી ૩૮૬ (૨) ૧૧૧૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૪૪૭થી ૪૭૪. ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા * ૩૧ - For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ (૨૮) ઉદયરત્નજી ૧૮મું શતક ઉત્તરાર્ધ. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. પરપથી પૃ. ૫૩૧ (૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૩૮૨થી ૩૯૧ (૪) ઉદય અર્ચના સંપા. કાંતિભાઈ શાહ, કીર્તિદા જોશી (૨૯) વિનયચંદ્ર – રચના સં. ૧૭૫૫ પ્ર. વિનયચંદ્ર કૃતિ કુસુમાંજલિ સંપા. ભવરલાલ નાહટા (૩૦) મોહનવિજય - ૧૮મું શતક ઉત્તરાર્ધ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૭૬થી ૧૦૩ (૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સાસભાઈ નવાબ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૪૮૦થી ૫૧૫ (૩૧) રામવિજય સુમતિવિજયશિષ્ય) – ૧૮મું શતક ઉત્તરાર્ધ પ્રકાશિતઃ (૧) ચોવીશી વશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૧૧૯થી ૧૩૮ (૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૫૪૮થી ૫૭૦ (૩૨) ભાવપ્રભસૂરિ – રચનાસમય સં. ૧૭૮૩ પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૩૧૬થી ૩૩૯ (૩૩) લાધાશાહ – રચના સં. ૧૭૬૦ અપ્રકાશિત (૩૪) ખેમચંદ - હસ્તપ્રત. સં. ૧૭૬ ૧ અપ્રકાશિત (૩૫) જિનસુખસૂરિ – રચના સં. ૧૭૬૪ ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ. (૩૬) દેવચંદ્રજી કૃત વર્તમાન જિનચોવીશી – સં. ૧૭૪૬થી ૧૮૧૨. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૩૦૩થી ૩૨૮ (૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૯૬થી ૧૨૯ (૪) શ્રીમદ્ દેવચંદ્રજી ભાગ-૨ સંશોધક બુદ્ધિસાગરસૂરિ (બાલાવબોધ સહિત) (૩૭) દેવચંદ્રજીકૃત અતીત જિનચોવીશી – (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૩૨૮થી ૩૪૭ (૨) ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૧૩૦થી ૧૫૫ (૩) શ્રીમદ્ દેવચંદ્રજી ભાગ-૨ સંશોધક બુદ્ધિસાગરસૂરિ (૩૮) ન્યાયસાગરજી કૃત લાંછનરહસ્ય ગર્ભિત ચોવીશી – સં. ૧૭૨૮થી ૧૭૯૭. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૧૫૦થી ૧૬૪ (૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ ૩૨ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૬૨૨થી ૬૪૦ (૩૯) ન્યાયસાગરજીકૃત દ્વિતીય ચોવીશી – સં. ૧૭૨૮થી ૧૭૯૭ પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૧૩૭થી ૧૪૯ (૨) ભક્તિરસઝરણાં ભાગ-ર સંપા. અભયસાગરજી પૃ. ૬૦૧થી ૬ ૧૮ (૩) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ (૪૦) કાંતિવિજય પ્રેમવિજયશિષ્ય) – ૧૮મું શતક ઉત્તરાર્ધ. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ પૃ. ૧૦૪થી ૧૧૮ (૨) ભક્તિરસઝરણાં ભાગ-૨ સંપા. અભયસાગરજી પ૭૫થી ૧૯૬ (૩) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ (૪૧) રામવિજય વિમલવિજય શિષ્ય – ૧૮મું શતક ઉત્તરાર્ધ. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૧૧થી ૧૩૮ (૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી ૫૪૮થી ૫૭૦ (૩) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ. (૪૨) રાજસુંદર - ૧૮મું શતક પૂર્વાર્ધ – અપ્રકાશિત (૪૩) નિત્યલાભ – રચના સં. ૧૭૬૯ પ્રકાશિતઃ (૧) જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ પ્રકા. માસ્તર ઉમેદચંદ રાયચંદ (૧૯૨૩, ચોથી આવૃત્તિ) (૪૪) જિનવિજય (ક્ષમાવિજયશિષ્ય)કૃત પ્રથમ સ્તવનચોવીશી – સં. ૧૭પરથી ૧૭૯૯. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૧૮૩થી ૧૯૯ (૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૩૯૨થી ૪૧૪ (૪૫) જિનવિજય (ક્ષમાવિજયશિષ્ય)કૃત દ્વિતીય સ્તવનચોવીશી. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ પૃ. ૨૦૦થી ૨૧૭ (૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૪૧૯થી ૪૪૧ (૪૬) લક્ષ્મીવિમલ – વિબુધવિમલસૂરિ – ૧૮મું શતક પૂર્વાર્ધ. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવલદાસ પૃ. ૩૮૭થી ૪૦૪ (૨) પ્રાચીન સ્તવનરત્નસંગ્રહ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૧૬૦થી ૧૮૬ (૪૭) જ્ઞાનવિજય – સં. ૧૭૮૦ – અપ્રકાશિત. (૪૮) જિનેન્દ્રસાગર – ૧૮મું શતક ઉત્તરાર્ધ. – અપ્રકાશિત મા ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા - ૩૩ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ (૪૯) માણિક્યવિજય માણેકમુનિ) – ૧૮મું શતક પૂર્વાર્ધ. પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સં. અભયસાગરજી પૃ. ૩૯૧થી ૪૧૫ (૫૦) રત્નવિમલ – સં. ૧૭૮૧ – અપ્રકાશિત (૫૧) જયસૌભાગ્ય – સં. ૧૭૮૭ – અપ્રકાશિત પહેલા પાંચ સ્તવનો પ્રકાશિત જૈન ગૂર્જરી સાહિત્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ભાગ-૧માં પ્રકાશિત.) (૫૨) ગુણવિલાસ – ૧૮મુ શતક પૂર્વાર્ધ. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવલદાસ પૃ. ૪૯૨થી ૫૦૦ (૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૫૪૯થી પ૬૪ (૫૩) સિદ્ધિવિલાસ – રચના સં. ૧૭૯૬ – અપ્રકાશિત (૫૪) જીવણ વિજયજી – રચના સં. ૧૭૮૩ પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સંપા. અભયસાગરજી પૃ. ૧૫૬થી ૧૬૮ (૫૫) કેશરવિમલ – રચના સં. ૧૭૫૦ પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સંપા. અભયસાગરજી પૃ. ૨૨૬થી ૨૫૦ (૫૬) ઋષભસાગરજી – રચના સં. ૧૮૫૦. પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૩૪૪થી ૩૭૪ (૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ (૫૭) સૌભાગ્યવિજય – સમય અનિર્ણિત – અપ્રકાશિત (૫૮) વિનિતવિજયજી – રચના સં. ૧૭૫૫. પ્રકાશિત ઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સં. અભયસાગરજી પૃ. ૨૫૧થી ૨૭૯ (૫૯) કનકવિજયજી – (સં. ૧૭૭૭) પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સં. અભયસાગરજી પૃ. (૬૦) ગુણચંદ્રજી – ૧૮મું શતક ઉત્તરાર્ધ. - આ ગ્રંથ સર્વ પ્રથમ વાર પ્રકાશિત સંપાદિત વાચના માટે જુઓ પ્રકરણ ૭ (૬૧) ધીરવિજયજી – હ પ્ર. સં. ૧૭૧૦ – આ ગ્રંથ સર્વ પ્રથમ વાર પ્રકાશિત સંપાદિત વાચના માટે જુઓ પ્રકરણ-૭ (૬૨) પ્રેમ મુનિ હ પ્ર. સં. ૧૭૧૧ – અપ્રકાશિત સંપાદિત વાચન માટે જુઓ પ્રકરણ-૭ (૬૩) રુચિરવિમલજી – રચના સં. ૧૭૬ ૧. પ્રકાશિત : (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૨૮૦થી ૩૧૫ (૬૪) નયવિજયજી – સં. ૧૭૪૬ પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૩૧૫થી ૩૩૯ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય ૩૪ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ (૨) ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ (૬૫) માનવિજ્યજી – ૧૮મું શતક પૂર્વાર્ધ, પ્રકાશિત : (૧) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૧૯૩થી ૨૧૮] (૨) ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ ૧૬૫થી ૧૮૩ (૬૬) દેવવિજય – અપ્રકાશિત ૧૮મું શતક પૂર્વાર્ધ. – ૩૨૭થી ૩૬૭. (૬૭) મેઘવિજ્ય (કૃપાનિય શિષ્ય) પ્રકાશિત : (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૨૦૩થી ૨૨૪ ૧૮મું શતક ઉત્તરાર્ધ. વિક્રમના અઢારમા શતકનો કાળખંડ જૈનસાહિત્ય માટે સુવર્ણયુગ કહી શકાય તેવો સમૃદ્ધ છે. અનેક વિદ્વાન સર્જકોએ પોતાની પ્રતિભા વડે જૈન દાર્શનિક અને લલિત બંને પ્રકારના સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આ શતકના પ્રારંભે કે કદાચ ૧૭મા શતકના અંતભાગમાં આનંદઘનજી નામના વિદ્વાન અને પરમતત્ત્વના શોધક યોગીએ ચોવીશીનું સર્જન કર્યું છે. આ ચોવીશીમાં ૫રમાત્મા સાથેની ગાઢ પ્રીતિ અને તેને પામવાના માર્ગોનું શાસ્ત્રીય તેમજ અનુભવપ્રાપ્ત આલેખન કર્યું છે. ભક્તિપ્રધાન એવા ચોવીશીના સ્વરૂપમાં તત્ત્વજ્ઞાનના આલેખનને કારણે ચોવીશીસ્વરૂપમાં એક વળાંક આવ્યો, અને ચોવીશીની એક ‘જ્ઞાનપ્રધાન’ ધારાનો પ્રારંભ થયો. તેમના સમકાલીન તથા અનેક ન્યાય (તર્ક) વિષયક ગ્રંથોના સર્જક ઉપાધ્યાય યશોવિજયજીએ પોતાના હૃદયની ઉન્નત ભક્તિને સવિશેષપણે પ્રેમલક્ષણા ભક્તિની પરિભાષાનો વિનિયોગ કરી ત્રણ ચોવીશીઓમાં આલેખી છે. ઉત્કટ ગુણાનુરાગમાંથી સ્ફુરેલી આ અપૂર્વ પ્રીતિએ પરંપરાથી ભક્તિપ્રધાન એવા આ ચોવીશીસ્વરૂપને હૃદયભાવોની વિશેષ આત્મલક્ષી અભિવ્યક્તિ કરતાં સ્વરૂપ તરીકે વિકસાવ્યું. અનેક ઉત્તરકાલીન સર્જકોએ આ રીતને આદર્શરૂપે સ્વીકારી હ્રદયના ભાવોની અભિવ્યક્તિ કરી. આ જ પરંપરામાં અઢારમા શતકના ઉત્તરાર્ધમાં મોહનવિજયજી (લટકાળા)એ હૃદયની પ્રીતિ સાથે પરમઆત્મીયતાના સઘન રંગો ઉમેર્યા છે. તેમણે આત્મીયતાને બળે ૫રમાત્મા પ્રત્યે અનેક મધુર ઉપાલંભો આપ્યા છે. આ ઉપાલંભસભર શૈલી અને લાલિત્યસભર નિરૂપણરીતિને કારણે ભક્તિપ્રધાન એવા ચોવીશી સ્વરૂપમાં એક નવો વળાંક સિદ્ધ થયો. જોકે મોહનવિજયજીની શૈલીગત વિશેષતાને કારણે સંપૂર્ણપણે તેમનું અનુકરણ શક્ય બન્યું નહિ, પરંતુ અનેક સર્જકો ૫૨ તેમનો પ્રભાવ અવશ્ય જણાય છે. આનંદઘનજીથી પ્રારંભાયેલી જ્ઞાનપ્રધાન ચોવીશીની ધારામાં પણ અઢારમા શતકના ઉત્તરાર્ધમાં અધ્યાત્મયોગી દેવચંદ્રજીએ દાર્શનિક પદ્ધતિએ મોક્ષપ્રાપ્તિમાં પરમાત્મભક્તિની ઉપકારકતા સિદ્ધ કરી છે. તેમણે જાણે ૫૨માત્મસિદ્ધિનું શાસ્ત્ર રચ્યું, એ સાથે જ પરમાત્મદર્શનના પરિણામે જાગ્રત થતા આત્માનુભવનું પણ અનુભવસભર આલેખન કર્યું. આ દાર્શનિક અને અનુભવસભર આલેખનને કારણે જ્ઞાનપ્રધાન ચોવીશીધારામાં એક નવો વળાંક સિદ્ધ થાય છે. આમ, અઢારમા શતકના સમયગાળામાં જેમ જૈનસાહિત્ય અનેકવિધ રીતે સમૃદ્ધ બન્યું, એમ ચોવીશી ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા * ૩૫ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપે પણ અનેકવિધ સર્જક શક્યતાનો રમ્ય ઉઘાડ અનુભવ્યો. એ સર્વ સર્જકોમાં આ ચાર સર્જકોએ પોતાની અનેકવિધ વિશેષતાઓને કારણે આ સ્વરૂપને વળાંક આપ્યો, બીજા શબ્દોમાં કહીએ તો, આ ચારે સર્જકોએ સ્વરૂપની બે મુખ્ય ધારાઓમાં મહત્ત્વપૂર્ણ નવપ્રસ્થાનો સિદ્ધ કર્યા. આમ, અઢારમા શતકમાં અનેક શક્તિશાળી સર્જકોની કાવ્યરચનાઓને કારણે આ સ્વરૂપની અનેક શક્યતાઓનો ઉઘાડ થયો. આ સ્વરૂપની વિદ્વત્રિયતા અને લોકપ્રિયતાથી અનેક સર્જકો આકર્ષાયા. દેવમંદિરોમાં ચૈત્યવંદનની ક્રિયામાં સ્તવનો આવશ્યક ક્રિયાના અંગરૂપે સ્થાન પામ્યાં. આથી પણ અનેક સર્જકોએ સ્તવન-રચના કરી. આમ, ૧૮માં શતકમાં અનેક ચોવીશીઓ સર્જાઈ એમાંથી કુલ ૬૯ જેટલી રચનાઓ આજે ઉપલબ્ધ છે. આમાંની અનેક મહત્ત્વપૂર્ણ રચનાઓનો અભ્યાસ પછીનાં પ્રકરણોમાં રજૂ થયો છે. તે ઉપરાંતના મહત્ત્વના કવિઓનો સંક્ષિપ્ત પરિચય આ પ્રકરણમાં પ્રસ્તુત છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના સમકાલીન અને આગમ-વિષયના પ્રકાંડ વિદ્વાન ઉપાધ્યાય વિનયવિજયજી ૧૮મા શતકના એક સુપ્રસિદ્ધ જૈન સાધુ છે. તેમણે સંસ્કૃતમાં રચેલા લોકપ્રકાશ' અને શાંતસુધારસ' ગ્રંથો તેમની વિદ્વત્તાને કારણે આદરણીય બન્યા છે. તેમણે પ્રારંભેલો શ્રીપાળ મયણારાસ અધૂરો રહ્યો હતો, તે ઉપા. યશોવિજયજી મહારાજે પૂર્ણ કર્યો. તેમની ચોવીશી પણ નોંધપાત્ર છે. પ્રકાશિતઃ ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૨૭૩થી ૨૯૧). તેમનાં સ્તવન ત્રણ-ચાર કડીનાં ટૂંકાં અને ભાવવાહી છે. કવિની કેટલીક કલ્પનાઓ અત્યંત મનોહર છે. સાતમા સુપાર્શ્વનાથ સ્તવનમાં પરમાત્માની આગળ ચાલતા ઇંદ્રધ્વજ માટે કહે છે કે, તેના ફરકવા માત્રથી દુઃખો સૂકાં પાંદડાંની જેમ દૂર સરી જાય છે. ઉજ્વળ વર્ણના નવમા સુવિધિનાથ ભગવાનની વિવિધ રંગોનાં પુષ્પોથી પૂજા કરવાને કારણે ચાંદીના પર્વત પર મેઘધનુષ હોય એવું અદ્ભુત દૃશ્ય સર્જાયું છે. બારમા વાસુપૂજ્યસ્વામી લાલ રંગના હોવાથી જન્માભિષેક સમયે મેરુપર્વત પર સૂર્ય જેવા શોભી રહ્યા છે. વીસમાં મુનિસુવ્રતસ્વામી સ્તવનમાં તપને વિષમ કેવડાની, નારીને ધંતૂરાની અને કષાયોને કેરડાની ઉપમા આપી નારી તથા કષાયોને છોડવા માટે તેમજ તપ રૂપ કેવડાને ગ્રહણ કરવા જણાવે છે. કવિએ રાજુલના વિરહ દુઃખની અભિવ્યક્તિ બાવીસમા નેમિનાથનાં ત્રણ સ્તવનો રચીને પ્રગટ કરી છે. પોતાની જોડે સંબંધ બાંધ્યા વિના જ સંબંધને તોડી જતા નેમિનાથ માટે વ્યવહારિક જીવનમાંથી દાંત શોધી રાજુલ કહે છે કે, કપડાં ભીનાં થયા વિના તડકામાં કેવી રીતે સુકાવાય ? લગ્ન વિના વૈધવ્ય કેવું? અને આપણા સ્નેહ બંધાયા પહેલાં જ તમે આ ક્રોધ કેમ કરો છો ? બારમા વાસુપૂજ્ય સ્વામી સ્તવનમાં વિરોધ અલંકારની રચના મનોહર છે. સામાન્ય રીતે લાલ રંગ મનનું રંજન કરે, આકર્ષણ કરે, પરંતુ વાસુપૂજ્યસ્વામીનો લાલ રંગ મનનું રંજન ન કરતાં કષાયો દૂર કરી મનને ઉજ્વળ કરે છે. કવિ પ્રશ્ન પૂછે છે, આ તે કેવો લાલ રંગ? કવિએ તેરમા વિમલનાથ હસ્તવનમાં ‘વિમલ' શબ્દ પર શ્લેષ કરી મનોહર અલંકારરચના કરી છે. પરમાત્માના નખ અત્યંત નિર્મળ સ્વચ્છ હોવાથી જાણે દશે આંગળીઓના નખો દશ દિશારૂપ સ્ત્રીઓના રત્નમય અરીસાની શ્રેણી – હારમાળા હોય એવા શોભી રહ્યા છે. આ વિમલ – ચરણ રૂપી અરીસામાં ૩૬ ૪ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ જે મનુષ્ય પોતાનું સ્વરૂપ જુએ છે એટલે કે પરમાત્માના ચરણોમાં નમસ્કાર કરે છે તેના ઘરે સર્વ પ્રકારનાં મંગળ પ્રગટ થાય છે. કવિનું “સિદ્ધારથના રે નંદન વિનવું (રૂ. ૨૪) સુપ્રસિદ્ધ સ્તવન છે. જેમાં ૨૪મા તીર્થંકર મહાવીરસ્વામીના જીવનની રેખાઓ સંક્ષિપ્તમાં આલેખી ઋજુ કાવ્યત્વ સિદ્ધ કર્યું છે. આ સ્તવનના કાવ્યતત્ત્વની કોમળ રજૂઆત ભક્તહૃદયને ભાવમાં તરબોળ કરી મૂકે છે. | ઋદ્ધિસાગરજીના શિષ્ય 'ઋષભસાગરજીની ચોવીશી-રચના મારવાડી ભાષાની છાંટ ધરાવે છે. તેમનાં કાવ્યોમાં ભાષાનું અપૂર્વ માધુર્ય છલકે છે. સાંભલિ સુમતિ જિનેશ! અબ મોરા સાહિબિઆ, થારઈ ઠકુરાઈ ત્રિભુવનતણી, છઈ પ્રભુજી દાતાર. (૫, ૧) મિલી કરી આવો હો ! પેખો પ્રભુ પદમને રાજે રૂપનિધાન, સુંદરતા કો હો ! સમુહ જાણે પ્રગટીયો. કવિએ નેમિનાથ સ્તવનમાં આલેખેલ વિરોધ અને વર્ણાનુપ્રાસ અલંકાર નોંધપાત્ર છે, તો મહાવીરસ્વામી સ્તવનમાં આલેખેલું ભાવપૂજાનું ભવ્ય રૂપક ચિત્તને આકર્ષે છે. આ સમગ્ર ચોવીશી ભાષાદષ્ટિએ નોંધપાત્ર છે. ૧૮મા શતકના પૂર્વાર્ધમાં વિજયપ્રભસૂરિની પરંપરામાં થયેલા પ્રેમવિજયજીના શિષ્ય કાંતિવિજયજી (ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૫૭૫થી ૫૯૬) પણ આ કાળના એક ઉલ્લેખનીય કવિ છે. તેમનાં સ્તવનોમાં હિંદી-ઉર્દૂ શબ્દો વ્યાપકપણે જોવા મળે છે. તેમણે અભિનંદન સ્વામી માટે સૂર્યનું સુંદર રૂપક પ્રયોજ્યું છે. પરમાત્મા તો રાહુ વડે ન ઢંકાનારા તેમજ વિકલ્પો-માનસિક ચંચળતારૂપ તારાના અલ્પ-ટમટમતા તેજને ઢાંકી દેનારા અને શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ ફેલાવનારા છે. વળી અન્ય સ્તવનમાં પરમાત્માને અભિનવ શોભાને ધારણ કરનારા અને “મોહન તાજા તેજથી' કહી નિરંતર નવા તેજવાળા દર્શાવ્યા છે. કવિનું રચેલું સુવિધિનાથ સ્તવન તેની આકર્ષક ધ્રુવપંક્તિથી મનને મોહે છે. તાહરી અજબ શી યોગની મુદ્રા રે, લાગે અને મીઠી રે.. કવિએ આ સ્તવનમાં પરમાત્માના ભોગી અને યોગી એવા પરસ્પર વિરોધી રૂપનું આકર્ષક ચિત્ર આલેખ્યું છે. પ્રભુ અરિહંતપદના વૈભવને ધારણ કરનારા હોવા છતાં યોગી કહેવાય એ મોટું આશ્ચર્ય છે. કવિએ શ્રેયાંસનાથ સ્તવનમાં પરમાત્માના મિલનના આનંદને વિવિધ પરંપરાગત સુંદર રૂપકો દ્વારા સુંદર રીતે અભિવ્યક્ત કર્યો છે. વિમલનાથ સ્તવનમાં આપણા અને પરમાત્મા વચ્ચેના ગુણ-અવગુણનો વિરોધ પરસ્પરની તુલના દ્વારા સુંદર રીતે આલેખાયો છે. સ્તવનની શરૂઆત અત્યંત માર્દવપૂર્વક થાય છે : પ્રભુજી ! મુજ અવગુણ મત દેખો.” કવિએ એક સ્તવનમાં ઉર્દૂની છાંટ લઈ આવતાં (અરબી મૂળના શબ્દો)ના ઉપયોગ દ્વારા સુંદર યમક ૧. ૧૧૫૧ સ્તવનમંજૂષા સારાભાઈ નવાબ અને ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી મ. પૃ. ૩૪૪થી ૩૭૪ - ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા - ૩૭ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ અલંકાર સર્જે છે : અલિયમ રૂપ થકી તું ન્યારો, માધ્યમ ભવસાગરનો આલિમ રહિત મહી તમો નાયક, જાલિમ મુગતિનગરનો. (૧૦, ૩) કવિએ નેમિનાથ સ્તવનમાં નેમ-રાજુલની પરસ્પર વિરોધી માનસિક દશાનું ચિત્રણ કર્યું છે : કાળી ને પીળી વાદળી રાસ્જિદ ! વ૨સે મહેલા શ૨ લાગ. રાજુલ ભીંજે નેહલે રાજિંદ! પિઉદ્ભિજે વેરાગ. (૨૨, ૧) આ સ્તવનમાં રાજુલની ઉક્તિ અત્યંત વેદનાસભર અને વેધક બની છે. પ્રિયતમને જો પહેલેથી જ સ્નેહ વિનાનો લૂખો જાણતી હોત તો લજ્જા છોડીને પ્રિયતમનો હાથ પકડી રાખત. મહાવીરસ્વામીમાં નંદીવર્ધન ભાઈની વિનંતીનું આલેખન કરુણરસના એક કાવ્ય તરીકે નોંધપાત્ર છે. વીરજી ! ભોજન નહિ ભાવે થાવે, અતિ આસંગળો રે લો. વીરજી ! નિંદરડી નાવે. ધ્યાવે, મન ઉધાંધલો રે લો. (૨૪, ૫) આમ, કાંતિવિજ્યજી મ.ની આ ચોવીશી “પ્રેમભક્તિની આર્દ્રતા અને ક્વચિત્ શબ્દચમત્કૃતિના વિનિયોગથી જુદી તરી આવે છે” એ ૨૨મેશ ર. દવેનો મત સંપૂર્ણપણે યથાર્થ જણાય છે. આ અઢારમા શતકના બીજા એક સમર્થ કવિ જિનવિજયજી (ક્ષાવિજ્યજી શિષ્ય)એ બે સ્તવનચોવીશીઓ (ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૩૯૨થી ૪૧૪ અને ૪૧૯થી ૪૪૧) પ્રથમ સ્તવનમાં વિ કેવળજ્ઞાન લક્ષ્મીને યથાર્થપણે ચારિત્રરાજાની પુત્રી તરીકે ઓળખાવે છે અને પરમાત્મા વીતરાગતા રૂપી મહેલમાં કેવળજ્ઞાનલક્ષ્મી જોડે ક્રીડા કરે છે એવું વર્ણન કર્યું છે. ચંદ્રપ્રભસ્વામી સ્તવનમાં ૫રમાત્માને સૂર્ય સાથે સરખાવી મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય રૂપી ભાવનાઓના કમળને વિકસાવનારા તરીકે ઓળખાવ્યા છે. સોળમા સ્તવનમાં પૂજાવિધિમાં સાચવવાના દશ-ત્રિકનું વર્ણન કર્યું છે. તો અઢા૨મું અરનાથ સ્તવન હરિયાળી પ્રકારનું સંખ્યા વિશેની સમસ્યાઓના આલેખનથી રચ્યું છે. કવિની બીજી રચના જ્ઞાનપ્રધાન સ્વરૂપની છે. કવિએ શ્રી ઋષભદેવ સ્તવનમાં જીવનચરિત્રનો સંદર્ભ તેમજ પ્રભુના સેવકોને પ્રાપ્ત થયેલા અલભ્યફળના સંદર્ભ ગૂંથ્યા છે. ત્રીજા શ્રી સંભવનાથ સ્તવનમાં કવિએ શ્રી આનંદઘનજીની જેમ વિવિધ ગતિઓમાં દર્શનની દુર્લભતાનું આલેખન કર્યું છે. પાંચમા સુમતિનાથ સ્તવનમાં પાંચ શબ્દ પર શ્લેષ કરી પ્રભુએ ઇંદ્રિયવિકાર આદિ પાંચ છોડ્યા અને જ્ઞાન આદિ કયા પાંચને ગ્રહણ કર્યા, તેનું સુંદર વર્ણન કર્યું છે. બારમા વાસુપૂજ્ય સ્વામી સ્તવનમાં મન-મંદિરનું સુંદર રૂપક રચ્યું છે. સોળમા શાંતિનાથ સ્તવનમાં પરસ્પર વિરોધી ગુણોનો પરમાત્મામાં થયેલા સમન્વયને વર્ણવ્યો છે. તેરમા વિમલનાથ સ્તવનમાં પરમાત્માના કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણનું વર્ણન કર્યું છે. કેવળ-દર્શન ગુણનું વર્ણન સ્તવન-સાહિત્યની દૃષ્ટિએ નોંધપાત્ર છે. અઢારમા સ્તવનમાં સંસાર-પરિભ્રમણનું વેધક વર્ણન કર્યું છે. ઓગણીસમા સ્તવનમાં સિદ્ધ ૨.ગુજરાતી સાહિત્યકોશ પૃ. ૫૬. ૩૮ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માના ગુણોનું વર્ણન કર્યું છે. ૨૪મું સ્તવન જૈનસંઘમાં સુપ્રસિદ્ધ છે. તેમાં કવિએ પાંચમા આરા (કળિકાળ)ની ફણીધર નાગ સમાન ભયાનકતા વર્ણવી છે. આ પાંચમો આરો ભયાનક હોવા છતાં તેમાં પ્રાપ્ત મણિ સમાન જિનમૂર્તિ અને જિનઆગમરૂપ આલંબનને કારણે સાધકને પાંચમા આરાનું ઝેર કરી શકતું નથી, એમ દર્શાવ્યું છે. કવિએ આ સ્તવનમાં પ્રયોજેલી શૃંગી મત્સ્યની ઉપમા નોંધપાત્ર છે. શૃંગી મત્સ્ય જેમ ખારા સમુદ્રમાંથી મીઠું પાણી પીએ છે તેમ ઘોર એવા કળિકાળમાં જિનશાસનના આલંબનથી પોતે શુદ્ધ તત્ત્વજળ પીએ છે તેના આનંદની અભિવ્યક્તિ કરી છે. તત્ત્વવિજયજી ગણિ પ્રસિદ્ધ ઉપાધ્યાય યશોવિજયજીના શિષ્ય છે અને તેઓ અઢારમા શતકના મધ્યભાગમાં થયા છે. તેમની ચોવીશી પ્રકાશિત – અનુસંધાન અનિયતકાલિક સં. શિલચંદ્રસૂરિ) સરળ મનોહર કાવ્યતત્ત્વથી શોભે છે. કવિ પપ્રભસ્વામી સ્તવનમાં પ્રભુને લાલન' તરીકે ઓળખાવે છે. તેમાં માધુર્ય છલકાય છે. નવમા સ્તવનમાં કવિ પ્રભુને પ્રશ્ન પૂછે છે કે, તમે જો મારા સાચા સ્વામી હોવ તો આ કર્મો કેવી રીતે પોતાનું બળ દર્શાવી શકે? કવિ ૧૭મા કુંથુનાથ સ્તવનમાં પરમાત્માને અનુપમ બ્રહ્મરૂપે ઓળખાવી પરમાત્માની ઋદ્ધિનું વર્ણન કરે છે. ધર્મનાથ સ્તવનની પદાવલી પર તેમના ગુરુ યશોવિજયજીનો પ્રભાવ જોઈ શકાય છે. કવિએ મહાવીરસ્વામી સ્તવનમાં પ્રભુના જીવનસંદર્ભ ગૂંથી સરળ અભિવ્યક્તિવાળું મનોહર કાવ્ય રચ્યું છે. સમગ્ર ચોવીશીમાં પરમાત્મા પ્રત્યેના પ્રેમની નિર્મળ અને નિર્વાજ અભિવ્યક્તિ જોવા મળે છે. અઢારમા શતકના મધ્યભાગમાં (૧૭૪૬માં) વિજયપ્રભસૂરિના ગચ્છાધિપતિકાળમાં રચાયેલી નયવિજયજીની ચોવીશી (ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૩૧૫થી ૩૩૯) ૧૮મા શતકની એક નોંધપાત્ર રચના છે. કવિ ઉલ્લાસસભર વર્ણન કરે છે: નીલકમળ પરિ ભલો રે, દીપે તનું પરકાશ હરખે નયણે નીરખતાં રે, ઉપજે અધિક ઉલ્લાસ નીરખી નીરખી હરખીયે રે, સાહિબ સહજ સબૂર. તેજ ઝળળ ઝળહળે રે, જાણે ઊગ્યો સૂર. (૨૩, ૨) નયવિજયજીએ સુમતિનાથ સ્તવનમાં સુમતિ શબ્દ પર શ્લેષ કરી સુમતિને હૃદયમાં ધારણ કરવાની અને કુમતિને દૂર રાખવાની સલાહ આપે છે. પરમાત્મા હૃદયમાં દઢ ભાવે વસ્યા છે. તે અંગે લોઢા પરના ચિત્રની ઉપમા પ્રયોજે છે. શ્રી શીતલનાથ સ્તવનમાં પરમાત્માને કસ્તુરી સાથે સરખાવ્યા છે, તેમ જ પરમાત્માને મોક્ષલક્ષ્મીના પતિ વિષ્ણુરૂપે ઓળખાવ્યા છે. કવિનાં અનેક સ્તવનો પર યશોવિજયજીનો પ્રભાવ જોઈ શકાય. વિશેષરૂપે રૂ. ૧૦ પર યશોવિજયજીના રૂ. ૧૬, રૂ. ૪ તેમજ સ. ૧૧ અને રૂ. ૨૧ પર સીમંધરસ્વામી સ્તવન (વીશી સ્ત. ૧)નો પ્રભાવ જોઈ શકાય. કવિ નયવિજયજી કહે છે, જીભ તમારા ગુણો ગાવા ઉલ્લસિત થઈ છે, મનમાં પ્રભુનું ધ્યાન છે, આંખો તમારા રૂપને જોવા તલસે છે અને કાન તમારા ગુણ સાંભળીને આનંદ પામે છે. આમ, મન, વચન, કાયાની એકાગ્રતા અને તન્મયતાથી પ્રભુની સેવા કરનારા સાધકનું મા ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા ૩૯ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર કવિ આપણી સમક્ષ રજૂ કરે છે. નવિજયજીની ચોવીશી ભાવાનુરૂપ ભાષા અને મનોહર વર્ણનને લીધે ૧૮મા શતકની એક નોંધપાત્ર ચોવીશી છે. ૧૮મા શતકમાં થયેલા ચિરવિમલજી (ચોવીશીરચના સં. ૧૭૬ ૧) પ્રકાશિત – ભક્તિરસઝરણાં ભાગ-રનાં સ્તવનોમાં ભક્તિભાવની આર્દ્રતા ધ્યાન ખેંચે છે. તેઓ પોતાના એક સ્તવનમાં કહે છે કે, આ જગતમાં પરમાત્મા સિવાય કોઈ મિત્ર નથી. પરમાત્માને જ સર્વ ગૂઢ વાતો કહી શકાય. સખ્યભાવની આ મધુર છટા ધ્યાનાકર્ષક છે. કવિએ પાંચ નેમિનાથ સ્તવનોમાં રાજુલનો વિલાપ આલેખ્યો છે. તેમાં ચંદ્રાયણા છંદમાં આલેખાયેલું સ્તવન છંદવૈવિધ્યની દૃષ્ટિએ નોંધપાત્ર છે. એક સ્તવનમાં રાજુલ કહે છે, “મારા જેવી નાનકડી કીડી પર લશ્કર જેવી વિશાળ વિપત્તિ કેમ મોકલો છો ?? મહાવીરસ્વામી સ્તવનમાં પરમાત્માના જન્મકલ્યાણકનું, છપન દિકુમારિકાઓનું વર્ણન લયદષ્ટિએ મનમોહક છે. સુમતિવિજય શિષ્ય રામવિજયજીની રચનાઓમાં પણ લયદૃષ્ટિએ આકર્ષક એવા સુચારુ વર્ણનો પ્રાપ્ત થાય છે. પ્રકાશિત - ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૫૪૮થી ૫૭૦) ચાહતી હૈ ચિરંજીવો તું બાલુડા રે લોલ. કરતી કોડ જતન રે લાલ. જોરથી રે જિનમુખ નીરખી નાચતી રે લાલ. હરખતી દીએ આશિસ રે લાલ. (૭, ૨-૩) એ જ રીતે લોકગીતનો લય લઈ આવતી પંક્તિઓ : સુજસા નંદન જગ આનંદન દેવ જો, નેહે રે નવરંગે નીતનીત ભેટીયેં રે, ભેટ્યાથી શું થાયે મોરી સૈયરો, ભવભવનાં પાતિકડાં અળગાં મેટીયે રે. (૧૪, ૧) આવા ગેય, સરળ અને લોકભોગ્ય ભાવ-ભાષાને કારણે રામવિજયજીની ચોવીશી નોંધપાત્ર છે. પૂર્ણિમાગચ્છીય-મહિમાપ્રભસૂરિના શિષ્ય ભાવપ્રભસૂરિ (રચના સમય સં. ૧૭૮૩) (ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૩૬ ૧થી ૩૩૯)ની ચોવીશી પોતાની ભક્તિની મસ્તી અને લોકભાષાના ઉપયોગને કારણે ઉલ્લેખનીય બને છે. પોતાને પરમાત્મા સાથે કેવી અવિહડ પ્રીતિ બંધાઈ છે એનું આલેખન કરતાં કહે છે? સૂતાં સંભવ જિનમ્યું, હિંડતાં સંભવ નામ રંગીલે. બઈઠતાં ઊઠતાં સંભવ, સંભવ કરતા કામ રંગીલે. (૩, ૨) બસ, રાત-દિવસ સંભવ-સંભવ નામનું સ્મરણ ચાલે છે. ભક્તની આવી તન્મયતાસભર સ્થિતિ જોઈ લોકો તેને ઘેલો ગણે છે, પરંતુ ભક્ત જગતને ઘેલા ગણે છે, અને કહે છે કે, પરમેશ્વર જોડે થયેલી આ ૪૦ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય કારક For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ આશકા (ગાઢ પ્રીતિ)ને સંસારના મૂઢ-અજ્ઞાન લોકો શું જાણે ? પોતાને પરમાત્મા સાથે ગાઢ પ્રીતિ જન્મી છે તેને વિવિધ ઉપમાઓ દ્વારા આલેખે છે: કાચની કરચીઈ તે રાચઈ નહીં જે હલ્ય હીરે રે ચિત્ત ગુણ દેખીનઈ જે ગહિલું થયું. બીજઈ ન બાંધઈ તે પ્રીત. જેમ ચંદાથી જુદી ન ચાંદની, જીમ વલી ફૂલથી બિંટ તિમ જિનરાજથી જૂદી નવિ રહે રૂડી હારી મનડાની મિટ. કવિએ ચંદ્ર અને ચાંદની, ફૂલ અને બીંટની જેવી જ પરમાત્મા જોડેની પોતાની મનની એકતા દર્શાવી છે. એ જ રીતે જૂઈની સુગંધના ભોગી ભમરાઓ આવળના નિર્ગધ ફૂલ પાસે કેમ જાય? . ૮) એમ કહી પરમાત્મા પ્રત્યેની પોતાની ગાઢ પ્રીતિ આલેખે છે. કવિએ અભિનંદનસ્વામી સ્તવનમાં પરમાત્મા માટે ચંદનનું રૂપક પ્રયોજ્યું છે, જે હૃદ્ય બન્યું છે. જે ચંદન કર્મોના તાપને દૂર કરે તે જ સાચું ચંદન છે એમ કહી પરમાત્મારૂપી ચંદનનું આલંબન લેવા સૂચવ્યું છે. સુપાર્શ્વનાથ સ્તવનમાં પરમાત્મ મૂર્તિની ઉપકારકતા માટે જૈન શાસ્ત્રમાં આવતું સ્વયંભૂરમણ સમુદ્રના પરમાત્મમૂર્તિ આકારના માછલાને જોઈ થતા જાતિસ્મરણ જ્ઞાન દ્વારા ધર્મ પામવાના દષ્ટાંતને આલેખે છે. જે નિશ્ચય અને વ્યવહારથી ઉજ્વળ હોય, માત્ર બાહ્ય વર્તન નહિ પણ આંતરિક ગુણોમાં પણ નિર્મળતા હોય એવા દેવની સેવા કરવાનું કહે છે. પરમાત્મા સ્વયં સામેથી આવીને પ્રસન્ન થયા, અને ઘરઆંગણે આવી ઊભા રહ્યા એ પ્રસંગના આનંદની અભિવ્યક્તિ ૧૧મા સ્તવનમાં આલેખાઈ છે, જે કાવ્યદૃષ્ટિએ નોંધપાત્ર છે. કવિએ ધર્મનાથ સ્તવનમાં સાધકના મનની વિચિત્રગતિને આલેખી છે. સાધક પરમાત્માના જ્ઞાનાદિક સુખોનો અંશ ઇચ્છે છે, તો સાથે સાથે સંસારના વિષયસુખ પણ ઇચ્છે છે. તે પરમાત્મા આગળ જઈ દીનભાવ દર્શાવી સુખનો અંશ માગે છે, પરંતુ સર્વજ્ઞ એવા સ્વામી તો સમભાવમાં રહે છે. સાધકના પરમાત્માને ઠગવાના પ્રયત્ન છતાં પ્રભુ ઠગાતા નથી. અંતે કવિ કહે છે કે, જે સાધક પરમાત્માની આજ્ઞાને મસ્તકે ધારણ કરી વિષયસુખની સ્પૃહા દૂર કરે છે, તે જ સાધક અમૃતસમા સુખનો અનુભવ કરે છે. કુંથુનાથ સ્તવનમાં પરમ શરણાગતિરૂપ ભક્તિનું મનોહરરૂપ આલેખ્યું છે. કવિ કાવ્યના પ્રારંભે દયારામની યાદ આપે એવી રીતે પોતાની જાતને શીંગડાં અને પૂંછડા વગરના પશુ તરીકે ઓળખાવે છે, પોતે સાવ ગમાર છે, પોતાને કાંઈ બોલતાં આવડતું નથી અને જેમ બાળકને મૂળાક્ષરોથી પિતા ભણાવે તેમ મને બોલતાં શિખવાડો એવી પ્રાર્થના કરે છે. કવિએ મલ્લિનાથ ભગવાનના સ્તવનમાં મલ્લિનાથ ભગવાને પૂર્વ ભવમાં કરેલી તપશ્ચર્યામાં માયાના ફળરૂપે “સ્ત્રીવેદ'નો બંધ થયો, માટે ધર્મકાર્ય કરતાં મન નિર્મળ રાખી માયા ન કરવાની શિખામણ આપી છે. સ્તવનના સ્વરૂપમાં આવી શિખામણ બંધ-બેસતી નથી, એથી આ સ્તવન સઝાય જેવું વિશેષ જણાય છે. કવિએ સ્તવનોમાં અનેક સ્થળે કરેલા લોકોમાં પ્રસિદ્ધ રૂઢિપ્રયોગોનો ઉપયોગ નોંધપાત્ર છે. અંતિમ મહાવીરસ્વામી સ્તવનમાં મારવાડી ભાષાની છાંટ માધુર્ય અર્પે છે. કવિની પદાવલી અલંકારરચના અને - ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા ૪૧ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ભાષાના લટકા બંનેના સુમેળથી વિશેષ આકર્ષક બની છે: સાહિબા ! ધ્યાનરા નાયક મેં અછો, પ્રભુ ચારિત્ર તપ શણગાર મનથી ઉતારા ઓં નહીં, ક્યું ગોરી હીયારો હાર. (૨૪, ૩) હે સાહેબ ! આપ ધ્યાનના નાયક છો અને ચારિત્ર તેમજ તપના શણગાર પણ આપ જ છો. જેમ સુંદર સ્ત્રી પોતાના કંઠનો હાર પળમાત્ર માટે દૂર કરતી નથી, તેમ હું પણ તમને મનથી દૂર કરીશ નહિ. આ સ્તવનમાં વપરાયેલા શબ્દપ્રયોગો પ્રભુ થે છો જગ રા તાત” “હે તો ન મેલ્યાં પ્રભુ રો સંગ’ ‘હારઈ થે ખાસી મીરાતિ' આદિ પંક્તિઓ મીરાંબાઈના પદોની યાદ અપાવે એવાં છે. અંતે આ સ્તવનચોવીશી અંગે ડૉ. દેવબાળા સંઘવીના શબ્દોમાં કહીએ તો, “નામોલ્લેખ ન હોય તો લગભગ સર્વ સ્તવનો સામાન્યપણે સર્વ જિનેશ્વરને લાગુ પાડી શકાય તેવું આલેખન હોવા છતાં રજૂઆત રસમય અને કાવ્યચમત્કૃતિયુક્ત છે એટલું ચોક્કસ છે” તે યથાર્થ છે. આમ, અઢારમા શતકમાં ચોવીશી-સ્વરૂપમાં અનેક કવિઓએ પોતાની પ્રતિભા પ્રગટાવી છે. આનંદઘનજી અને યશોવિજયજી જેવા સમર્થ સર્જકો આ શતકના પ્રારંભે પ્રાપ્ત થયા. તેઓનો પ્રભાવ આ સમગ્ર શતક પર ફેલાયેલો રહ્યો. આનંદવર્ધનજી જેવા કવિઓની ટૂંકી પરંતુ ગેયતત્ત્વથી ભરપૂર અને ભાવોલ્લાસસભર રચના પણ આ શતકના પ્રારંભમાં જ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત કેશરવિમલ, જિનહર્ષ, દાનવિજય, મેઘવિજય, ધર્મવર્ધન, રામવિજય સુમતિવિજયશિષ્ય) ગુણવિલાસ, સિદ્ધિવિલાસ, સૌભાગ્યવિજય, નિત્યલાભ, જ્ઞાનવિજય જિનેન્દ્રસાગર આદિ અનેક પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ સાધુઓની સ્તવન-રચનાઓ આ શતકમાં આપણને પ્રાપ્ત થાય છે. આ સર્વ રચનાઓ જિનમંદિરની નિત્યાવશ્યક વિધિ માટે સર્જાયેલી હોવાથી મોટા ભાગનાં સ્તવનોમાં સુકુમાર ગેયતત્ત્વ રહ્યું છે. કેટલેક સ્થળે કવિએ સંસ્કૃત-પ્રાકૃતના અભ્યાસથી તેમજ કવિપ્રતિભાના બળે વિદગ્ધ કાવ્યસૌંદર્ય પ્રગટાવ્યું છે, ભક્તહૃદયની સરળ ભાવાભિવ્યક્તિ તો અવશ્ય સર્વત્ર જોવા મળે છે. અનેક સ્થળે કવિઓ પૂર્વના સમર્થ કવિઓની ભાવાભિવ્યક્તિની પુનરુક્તિ કરતા હોય એવું પણ જણાય છે. પરંતુ મધ્યકાળમાં આજના જેવો મૌલિકતાનો ખ્યાલ નહોતો. રાસ – આખ્યાન જેવાં કથાત્મક સ્વરૂપોમાં પણ વર્ણનનાં આવાં પુનરાવર્તનો અત્યંત વ્યાપક હતાં. ચોવીશી-સ્વરૂપમાં પણ કવિઓ પોતાના હૃદયના ભાવોની અભિવ્યક્તિ કરવા પરંપરામાં થયેલા કવિઓના અલંકારો કે પદાવલીઓનો આશ્રય લે તે સહજ છે. એમ છતાં આ શતકમાં સમગ્રપણે જોતાં ચોવીશી-સ્વરૂપમાં અનેક ભાવાત્મક-ઉન્મેષો પ્રાપ્ત થાય છે, જેમાંની કેટલીક સમગ્ર ચોવીશીઓ તો કેટલાકનાં છૂટાં-છૂટાં એક-બે સ્તવનો આજે પણ ભક્તહૃદયને આકર્ષે છે. આજના કે પછી કોઈ પણ કાળના ભક્તને જાણે પોતાના હૃદયની લાગણીઓ, પ્રેમ, ઉલ્લાસ, પરમાત્મદર્શનનો આનંદ, ધન્યતા, પ્રભુના વિરહની પીડા, સંસારનાં દુઃખોની વ્યથા અને સાધનામાર્ગની મૂંઝવણનું આલેખન કરતા હોય એવું અનુભવાય છે. આ સ્તવનના માધ્યમ દ્વારા ભક્તો પોતાના ઉપાસ્ય ૩. ભાવપ્રભસૂરિકૃત હરિબલરાસ એક અધ્યયન ડૉ. દેવબાળા સંઘવી પૃ. ૨૨૪. અપ્રકાશિત શોધનિબંધના આધારે. ૪ર લ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ અરિહંતદેવ જોડે સંવાદ સાધે છે. એની સાથે જ, આ સ્તવનોમાં અનેક સ્થળે કાવ્યસૌંદર્યના રસમય પ્રદેશો પણ રહ્યા છે. ક્યાંક સમગ્ર કાવ્યરચનામાં તો ક્યાંક પંક્તિ-પંજ્યાધમાં પ્રગટ થતું કાવ્યતત્ત્વ આજના આધુનિકરુચિના ભાવકને પણ સંતોષે એવું બન્યું છે. આમ, અઢારમા શતકમાં ચોવીશી-સ્વરૂપના અનેક ઉચ્ચતમ સૌંદર્ય પ્રદેશોનો આવિષ્કાર થયો અને ચોવીશી સ્વરૂપ માટે જ નહિ પરંતુ સમગ્ર જૈનસાહિત્ય અને ગુજરાતી સાહિત્ય માટે પણ મૂલ્યવંત ચોવીશીરચનાઓ આ શતકમાં પ્રાપ્ત થઈ. ૧મું શતક આ શતકમાં કુલ ૨૯ ચોવીસીઓ ઉપલબ્ધ છે, તેમાંની ૨૦ પ્રકાશિત છે, નવ અપ્રકાશિત છે. તેમાંથી બેની હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે, જેની સંપાદિત વાચના પ્રકરણ-૭માં પ્રસ્તુત છે. ઓગણીસમા શતકનો આધાર જૈન ગૂર્જર કવિઓ ખંડ-૬ અને ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧ છે. સાથે જૈન ગૂર્જર સાહિત્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ભાગ-૨ પ્રકા. શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈનસાહિત્યોદ્ધાર ફંડનો સંદર્ભ લીધો છે. (૧) પદ્યવિજયજી કૃત પંચકલ્યાણકયુક્ત ચોવીશી સં. ૧૭૯૨થી ૧૮૬૨. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૨૧૮થી ૨૩૩ (૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૬૪૧થી ૬૬૦ (૩) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ. (૨) પદ્મવિજયજી કૃત દ્વિતીય ચોવીશી સં. ૧૭૯૨થી ૧૮૬૨ પ્રકાશિત (૧) ચોવીશી વિશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૨૩૩થી ૨૫૧ (૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૬૬ ૧થી ૬૮૫ (૩) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ. (૩) રત્નવિજયજી – રચના સં. ૧૮૨૪ પ્રકાશિત. (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સંપા. અભયસાગરજી પૃ. ૩૬થી ૩૯૦. ( જિનલાભસૂરિકૃત પ્રથમ સ્તવનચોવીશી સં. ૧૭૮૪થી ૧૮૩૪ પ્રકાશિત - (૧) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ. (૫) જિનલાભસૂરિકૃત દ્વિતીય સ્તવનચોવીશી સં. ૧૭૮૪થી ૧૮૩૪ પ્રકાશિત (૧) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ (૬) ભાણવિજયજી સમય – અનિર્ણિત પ્રકાશિત (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૨૮૮થી ૩૦૨. (૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૧૧રથી ૧૩૪ (૩) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા - ૪૩ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ (૭) ઉત્તમવિજયજી હસ્તપ્રત સં. ૧૮૦૭ સર્વ પ્રથમવાર આ ગ્રંથમાં પ્રકાશિત સંપાદિત વાચના માટે જુઓ પ્રકરણ-૭. (૮) જિનકીર્તિસૂરિ – સં. ૧૮૦૮ અપ્રકાશિત પાંચ સ્તવનો જૈન ગૂર્જર સાહિત્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ખંડ-૧માં પ્રકાશિત) (૯) મહાનંદ - રચના સં. ૧૮૦૮ પ્રકાશિતઃ (૧) અનેક સ્તવનદિ સંગ્રહ પ્રકા. મુક્તિમોહન સાહિત્યમાલા, ડભોઈ. (૧૦) ભગુદાસ - રચના સં. ૧૮૨૯ – અપ્રકાશિત (૧૧) વિજયલક્ષ્મીસૂરિ – સં. ૧૭૯૭થી ૧૮૫૮. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ – સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૨૬ ૭થી ૨૮૭. (૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૬૮૬થી ૭૧૫. (૩) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ. (૧૨) હરખચંદજી (જૈન ગૂર્જર કવિઓ-૬માં ૧૯મા શતકના શ્રાવકનો ઉલ્લેખ, પણ વાસ્તવમાં ૧૯મા શતકના સાધુની રચના હોવાનો સંભવ.) (૧) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભવસાગરજી પૃ. ૨૯૭થી ૩૧૧. (૨) ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ પૃ. (૩) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ. (૧૩) જ્ઞાનસારજી કૃત સુડતાલીસ બોલયુક્ત પ્રથમ ચોવીશી – સં. ૧૮૦૧થી ૧૮૯૯ : પ્રકાશિત : (૧) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ. (૧૪) જ્ઞાનસારજી કૃત દ્વિતીય સ્તવનચોવીશી સં. ૧૮૦૧થી ૧૮૯૯ પ્રકાશિતઃ (૧) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ (૧૫) સુમતિપ્રભસૂરિ (સુંદર) સં. ૧૮૨૧ – અપ્રકાશિત. સંપાદિત વાચના માટે જુઓ પ્રકરણ-૭. (૧૬) દિનકરસાગર – રચના. સં. ૧૮૫૯ - અપ્રકાશિત (૧૭) દીપવિજયજી (કૃષ્ણવિજયજીકૃત) પ્રથમ ચોવીશી ૧૯મું શતક ઉત્તરાર્ધ : પ્રકાશિત. ભક્તિરસઝરણાં ભાગ-૨ સં. અભયસાગરજી પૃ. ૪૧૬થી ૪૪૦ (૧૮) દીપવિજયજી (કૃષ્ણવિજયજીકૃત) દ્વિતીય ચોવીશી. રચના સં. ૧૮૭૮ અપ્રકાશિત (૧૯) જીતમલજી (તેરાપંથી જયાચાર્ય) રચના સં. ૧૯૦૦ (૨૦) જગજીવનજી સં. ૧૮૨૫ પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સં. અભયસાગરજી પૃ. ૫૬ ૫થી ૫૯૫. (૨૧) અમૃતવિજયજી રચના સં. ૧૮૦૫ની આસપાસ , પ્રકાશિત ઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૪૬ ૮થી ૪૮૧. (૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૭૭૪થી ૭૯૦. જ ઃ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ (૨૨) ખુશાલમુનિ ૧લ્મા શતકનો પ્રારંભ પ્રકાશિતઃ (૧) ભક્તિઝરણાં ભાગ-૨ સં. અભયસાગરજી પૃ. ૪૯થી ૬૩ (૨૩) કીર્તિવિમલ-૩ (ઋદ્ધિવિમલશિષ્ય) ૧૯મું શતક પૂર્વાર્ધ. પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૭૧૬થી ૭૩૨. (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સં. અભયસાગરજી પૃ. ૩૪૦થી ૩૬ ૧ (થોડા પાઠાંતર અને એક નવા સ્તવન સાથે પ્રાચીન સ્તવનરત્નસંગ્રહ ભાગ-૨ (૨) દાનવિમલ ૧૯મું શતક પૂર્વાર્ધ. પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૭૩થી ૭૫૧. (૨૫) ભાણચંદ્રજી ભાણજી) સં. ૧૮૦૩થી ૧૮૩૭. પ્રકાશિત. (૧) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ (૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૨૪થી ૪૮, (૨૬) પ્રમોદસાગરજી (સમય નિશ્ચિત કરી શકાતો નથી. પરંતુ મોટે ભાગે ૧૯મું શતક) પ્રકાશિત : (૧) ચોવીશી વીશી સંગ્રહ (૨) ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૧થી ૨૩. (૩) ૧૧૫૧ સ્તવનમંજૂષા. (૨૭) સુજ્ઞાનસાગરજી સં. ૧૮૨૨માં હયાત અપ્રકાશિત પાંચ સ્તવન પ્રકાશિત જૈન ગૂર્જર સાહિત્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ભા. ૨ (૨૮) ચારિત્રકુશલ રચના સં. ૧૮૨૧ અપ્રકાશિત પાંચ સ્તવનો જૈન ગૂર્જર સાહિત્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી – ૧માં પ્રકાશિત) (૨૯) મહેન્દ્રસૂરિ રચના સં. ૧૮૯૮ અપ્રકાશિત. પાંચ સ્તવનો જૈન ગૂર્જર સાહિત્યરત્નો અને તેમની - કાવ્યપ્રસાદી ભાગ-રમાં પ્રકાશિત) ૧૯મા શતકમાં અઢારમા શતકની અપેક્ષાએ કાવ્યસર્જનનો પ્રવાહ મંદ થતો અનુભવાય છે. જૈનસંઘમાં ઉત્તરોત્તર વ્યાપ્ત થતી જતી વિછિન્નતા, અંગ્રેજ રાજ્ય વહીવટનો પ્રારંભ, મરાઠા-મોગલ યુદ્ધો આદિ બાહ્ય કારણો તેમજ પ્રબળ સર્જક પ્રતિભાનો અભાવ જેવા વિવિધ આંતર-બાહ્ય કારણોસર ૧૯મા શતકમાં ચોવીશીસર્જનનો પ્રવાહ મંદ થયાનું અનુમાન કરી શકાય છે. આ શતકના પ્રારંભે ઉત્તમવિજયજીએ ચોવીશી રચી છે. આ ચોવીશી જ્ઞાનપ્રધાન સ્વરૂપની રચના છે. (આ ચોવીશીની સંપાદિત વાચના અને પરિચય માટે જુઓ પ્રકરણ-૭) તેમના શિષ્ય પદ્યવિજયજીએ બે ચોવીશીઓ રચી છે. તેમાંની એક ચોવીશીમાં તીર્થકરોના પાંચ કલ્યાણકોની વિગતો ગૂંથી છે, તેમજ બીજી ચોવીશીમાં અનેક આધ્યાત્મિક વિષયો આલેખવામાં આવ્યા છે. વિસ્તૃત પરિચય માટે જુઓ પ્રકરણ-૫) આ જ સમયે તેમના ગુરુબંધુ રત્નવિજયજીએ સં. ૧૭૨૪માં ચોવીશી (ભક્તિરસઝરણાં ભાગ-૨ - ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા ૪૫ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ પૃ. ૩૬ રથી ૩૯૦) રચી છે. આ ચોવીશીમાં જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્યનું મનોહર સંયોજન થયું છે. કવિ પ્રથમ સ્તવનમાં કહે છે કે, અનેક ભવોમાં ભ્રમણ કરતા પૂર્વ-પુણ્યના ઉદયથી પરમાત્માનું દર્શન થયું છે. પરમાત્માની નિર્વિકારી મુદ્રા જોતાં જ સાધકને પોતાની અંદર રહેલો શુદ્ધાત્માનો અનુભવ જાગી ઊઠે છે. ચોથા સ્તવનમાં પ્રભુના ચારનિક્ષેપ નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ સાધકને ઉપકારી છે તેનું વર્ણન કર્યું છે. પરમાત્માના મુખ અને આંખો ભક્તોના હૃદયમાં વસે છે. (ભાવ) જેમના નામમંત્રનું સ્મરણ કરવા માત્રથી સર્વ વિપત્તિઓ નષ્ટ થાય છે. (નામ) તેમની મૂર્તિ પણ મનોહર રૂપ ધારણ કરનારી છે. (સ્થાપના) તેઓ મોક્ષે ગયા બાદ પણ જ્ઞાનરૂપી પ્રકાશને ધારનારા, ચારગતિને છેદનારા અને કારણ વિના પણ જગતના જીવો પર વાત્સલ્યભાવ ધારણ કરનારા અને વૈરાગ્યભાવને પોષનારા છે. આમ, કવિએ પરમાત્માના ચારે નિક્ષેપની ઉપકારકતા વર્ણવી છે. રત્નવિજયજી શીતલનાથ સ્તવનમાં પરમાત્માને ધ્યાનભુવનમાં સ્થિર કરવા સૂચવે છે : ધ્યાનભુવનમાં બાઈએ. તો હોય કારજ સિદ્ધ અનુપમ અનુભવ સંપદા, પ્રગટે આતમધ લલના (૧૦, ૭) કવિ આત્માનુભવ માટે પરમાત્મધ્યાનને આવશ્યક ગણે છે. ધર્મનાથ સ્તવનમાં જીવે સેવેલા અઢાર પાપસ્થાનકોનું વર્ણન કર્યું છે. શાંતિનાથ સ્તવનમાં શાંતિનાથ પરમાત્માના જન્મસમયે ફેલાયેલા રોગ-ઉપદ્રવમાં શાંતિનું તાદશ વર્ણન કર્યું છે. આજ શતકમાં થયેલા અમૃતવિજયજીએ વ્રજભાષામાં સુંદર સ્તવનો રચ્યા છે. કવિના પદ્મપ્રભુસ્વામી અને કુંથુનાથ સ્તવન યશોવિજયજીના પ્રથમ ચોવીશીના ક્રમશઃ પહેલા અને ત્રીજા સ્તવનના ભાવાનુવાદ છે. વ્રજભાષાના સૌંદર્ય અને કવિની માર્દવયુક્ત અભિવ્યક્તિને કારણે આ સ્તવનો વિશેષ નિખર્યા છે. ઉદા. : ઈંદ્ર ચંદ્ર રવિ ગિરિ તણાં ગુણ લઈ ઘડ્યું અંગ લાલ રે. ભાગ્ય કિંહા થકી આવિયું, અચરિજ એહ ઉતંગ લાલ રે. (રૂ. ૧, ૪) યશોવિજયજી શશિ રવિ ગિરિ હરી કો ન ગુનલેઈ, નિરમિત ગાત્ર સમારી, બખત બુલંદ કાંહાંસો આયો, યે અચરજ મુજ ભારી. (રૂ. ૬, ૪ અમૃતવિજયજી) ઉપરનાં ઉદાહરણોથી જોઈ શકાશે કે, અમૃતવિજયજી પાસે કવિ ઉપરાંત ભાવાનુવાદકના ગુણો રહ્યા છે. શ્રી વિમલનાથ સ.માં ભવભ્રમણનું વર્ણન જીવાત્માને અનુભવથી ભવભ્રમણની પીડાનું તાદશ ચિત્ર આલેખે છે. અંતે પોતાના જેવા પાપી પતિતનો ઉદ્ધાર કરવાની હૃદયપૂર્વકની પ્રાર્થના કરે છે. શ્રી અનંતનાથ સ્વ.માં પરમાત્માના અલૌકિક સૌંદર્યનું વર્ણન કરતા કહે છે; અનુપમ રૂપકી આગ હારી, દેવ અનુત્તરકી છબી સારી (૧૪, ૪) દેવોમાં પણ સર્વશ્રેષ્ઠ સૌંદર્ય ધારણ કરનારા અનુત્તર દેવો પણ પરમાત્માના અપૂર્વ રૂપ આગળ હારી ૪૬ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ જાય છે. પ્રભુની આંતરિક ગુણસમૃદ્ધિનાં વર્ણન કર્યા બાદ માર્મિક રીતે પોતે પરમાત્માની સેવા સ્વીકારી છે તેનું કારણ જણાવે છે: બગસો અપનો પદ સુખકારી, વા સાહેબસોં કી યારી. (૧૪, ૮). જે સ્વામી સેવકને પોતાનું પદ આપે એવા સ્વામીની જ સેવા કરાય. અને હે પ્રભુ! તું એવો જ સ્વામી છે, માટે મારો સેવક તરીકે સ્વીકાર કરી લે. આમ, અમૃતવિજયજીની ચોવીશી વ્રજભાષાની વિલક્ષણ ભાત અને સૌંદર્યમયતાને કારણે ધ્યાનપાત્ર બને છે. લઘુ આનંદઘન' નામે ઓળખાયેલા જ્ઞાનસારજી (સમય: સં. ૧૮૦૧થી ૧૮૯૯ પ્રકા. ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ) એ “આનંદઘનચોવીશી પર બાલાવબોધ રચ્યો છે. તેમની બે ચોવીશીઓ ઉપલબ્ધ છે. એકમાં તીર્થકરોના જીવનની ૪૭ વિગતો ગૂંથી છે. બીજી ચોવીશીનાં સ્તવનો જ્ઞાનપ્રધાન શૈલીનાં છે. તેઓ પરમાત્માને વિશુદ્ધ આત્મસ્વરૂપ તરીકે ઓળખાવે છે અને પોતાને જડના સંગમાં રમનાર અને જડ પદાર્થની લાલસાયુક્ત તરીકે ઓળખાવે છે. તેમણે “આનંદઘન ચોવીશી પર બાલાવબોધ લખવા માટે ૩૭ વર્ષ સુધી ચિંતન કર્યું હતું, આથી તેમનાં સ્તવનો પર સહજપણે જ આનંદઘનજીનો પ્રભાવ જોવા મળે છે. દા.ત. ધર્મ જિનેસર તુઝ મુઝ ધર્મમાં, ભેદ નહી ય અભેદ રે. સત્તા એકે ધર્મ અભિન્નતારે, તો સ્ત્રી એવડો ભેદરે. . (૧૫, ૧) વંદનાદિની આતમ અર્પણ, વિન સંબંધ ન વારી; જ્ઞાનસારની જ્ઞાનસારતા, નમિ જિનવર સહચારી. (૨૧, ૩) કવિએ કેટલાંક સ્તવનોમાં દાસ્યભાવની મધુર અભિવ્યક્તિ કરી છે, તો મહાવીરસ્વામી સ્તવનમાં પ્રભુની વીતરાગતા પર કટાક્ષ કર્યો છે. અતિમુક્તક નામના મુનિ જળક્રીડા કરતા હતા, પરંતુ તેઓ વિનીત હોવાથી તેઓને તત્કાળ મોક્ષ આપ્યો, અને ગોશાલક નામનો શિષ્ય અવિનિત હોવાથી એને ભવભ્રમણની આકરી સજા આપી. તમે વીતરાગ કેવા? આવા મધુર ઉપાલંભો અને જ્ઞાનપ્રધાન નિરૂપણને લીધે આ ચોવીશી નોંધપાત્ર બને છે. ખરતરગચ્છીય જિનભક્તિસૂરિના શિષ્ય જિનલાભસૂરિએ (સમય સં. ૧૭૮૪થી સં. ૧૮૩૪ ઈ.સ. ૧૭૨૮-૧૭૭૮) બે ચોવીશીઓ રચી છે. પ્રકાશિત ૧૧૫૧ સ્તવનમંજૂષા) તેમના સ્તવનમાં ભક્તિભાવનું સુકુમાર આલેખન જોવા મળે છે : માહરી રીંઝ અહો પ્રભુ પ્રીતનું, તિમ જો પ્રભુની થાય જિજ્ઞેસર. સિદ્ધો હું શિવસુખ ભોગવું, તો જિરાય પસાય જિણેસર. (૧, ૩) ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા - ૪૭ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ આજ શુભ કાજનો સાજ મુઝ સાંપડ્યો, વિમલ જિનરાજ શિરતાજ નીરખ્યો શ્રાવણ ઘન આવાજ સુણી મોર તિમ, રેક લહી રાજ જિમ હરખ્યો.. (૧૩, ૧) કેટલાંક સ્તવનોમાં સંસ્કૃતમિશ્રિત ગુજરાતી ભાષાની રમ્ય પદાવલી પ્રાપ્ત થાય છે: ભવ્ય ચકોર હરખ સુખકાર, ચંદ્રપ્રભુ ચંદ્ર અનુહાર, દુષ્ટ અષ્ટ કર્મ વૈરી નિવાર, તીન ભુવન જગનિસ્તાર. (૮, ૨) કવિનાં કેટલાંક સ્તવનો પર આનંદઘનજીનો પ્રભાવ જોઈ શકાય છે. કવિનું ભાષા પરનું પ્રભુત્વ અને શબ્દચમત્કૃતિ પણ નોંધપાત્ર છે. લોકાગચ્છીય કવિ જગજીવનજીની કાવ્યરચનામાં ભક્તિભાવની કોમળ અભિવ્યક્તિ જોવા મળે છે. એ સાથે જ કવિએ અનેક તાત્ત્વિક વિષયોને સ્તવનમાં વણી લીધા છે. કેટલાંક સ્તવનોમાં ગૂંથેલાં તીર્થકરોનાં ચરિત્રો પણ કવિની કથનશક્તિના પરિચાયક બને છે. નવલવિજયજીના શિષ્ય ચતુરવિજયજી પણ ઓગણીસમા શતકના એક નોંધપાત્ર ચોવીશીસર્જક છે. તેમના હૃદયનો ઉત્કટ ભક્તિભાવ અને કેટલીક સુંદર ઉક્તિઓને લીધે તેમની ચોવીશી હૃદયસ્પર્શી બની છે. કવિએ પ્રથમ સ્તવનમાં કરેલું પરમાત્મની આંખોને નિરંતર વૃદ્ધિ પામતા જ્ઞાનરૂપી ભરતી યુક્ત વર્ણવી છે, જે એક વિશિષ્ટતાસભર વર્ણન છે. બીજા અજિતનાથ સ્તવનમાં મોંઘામૂલનો હાથી તમારા ચરણની સેવા ચાહે છે, જેને જગતના લોકો મહામૂલો ગણે છે, પરંતુ હે નાથ એ તમારા ચરણની સેવા કરે છે. વિમલનાથ સ્તવનમાં પરમાત્માને જગતના લોચન રૂપે ઓળખાવી તેના ઉદયથી પૃથ્વીલોક પર પ્રકાશ ફેલાય છે તેમ કહી, પરમાત્માના જ્ઞાનગુણનો મહિમા કરે છે. આમ, ૧૯મા શતકમાં ચરવિજયજીની ચોવીશી એક ભક્તિપ્રધાન ચોવીશી તરીકે નોંધપાત્ર છે. | વિજયલક્ષ્મસૂરિની ચોવીશીમાં જૈનતત્ત્વજ્ઞાનના અનેક સૂક્ષ્મ વિષયોની ચર્ચા-વિચારણા જોવા મળે છે. આનંદઘનજી અને દેવચંદ્રજીનો પ્રભાવ ઝીલતી આ ચોવીશી જ્ઞાનપ્રધાન ધારાની એક નોંધપાત્ર રચના છે. મુખ્યત્વે જિનમંદિરો સાથે સંકળાયેલ આ સ્વરૂપમાં સ્થાનકવાસી સમુદાયના વિનયચંદ્રજી અને તેરાપંથી સાધુ જીતમલજી (જેઓ આચાર્યપદ બાદ જયાચાર્ય નામથી ઓળખાયા) જેવા અનેક સાધુઓએ ચોવીશીરચના કરી, જે આ સ્વરૂપની લોકપ્રિયતા અને ભક્તિમાર્ગના વ્યાપક પ્રસારનું પરિણામ કહી શકાય. આમ, આ શતકમાં ૧૮મા શતક કરતાં ચોવીશી-સર્જનનો પ્રવાહ મંદ થતો અનુભવાય છે પરંતુ સંપ્રદાયભેદની દષ્ટિએ ચોવીશીરચનાનો વિસ્તાર વ્યાપક બને છે. આ શતકમાં પદ્મવિજયજી, લક્ષ્મીસૂરિ, જ્ઞાનસારજી, રત્નવિજયજીની જ્ઞાનપ્રધાન ચોવીશીઓ મહત્ત્વની બની રહે છે, તેમજ પદ્મવિજયજી, જ્ઞાનસારજી, દીપવિજયજી, આદિની ચરિત્રપ્રધાન રચનાઓ પણ ધ્યાન ખેંચે છે, ચતુરવિજયજી, સુમતિપ્રભસૂરિ, ખુશાલ મુનિ જેવા કવિઓ ભાવપૂર્ણ ભક્તિપ્રધાન ચોવીશી-સર્જકોની પરંપરાનું સાતત્ય જાળવી રાખે છે. ૪૮ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય મા For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ કવિ ૧૯મા શતક પછીની સ્તવનચોવીશીરચનાઓ આ યાદી જૈન ગૂર્જરસાહિત્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ભા.-૨ના આધારે આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રકાશિત રચનાઓનો પણ આધાર લીધો છે. રચનાકાળ કવિકાળ જન્મ સ્વર્ગવાસ ૧. આત્મારામજી (વિજય આનંદસૂરિ) સં. ૧૯૩૦ ૧૮૯૩ ૧૯૫૨ ૨. પં. ગંભીરવિજયજી સં. ૧૯૪૪ ૧૯૦૦ ૧૯૬૯ ૩. ઉપા. વીરવિજયજી સં. ૧૯૪૪ ૧૯૦૭ ૧૯૭૫ ૪. કમલસૂરિજી સં. ૧૯૪૬ ૧૯૧૩ ૧૯૭૪ ૫. હંસવિજયજી ૧૯૧૪ ૧૯૯૦ ૬. કાંતિવિજયજી ૧૯૦૭ ૧૯૯૮ ૭. વલ્લભસૂરિજી સં. ૧૯૬૧ ૧૯૨૦ ૨૦૧૦ ૮. બુદ્ધિસાગરસૂરિ સં. ૧૯૬૪ ૧૯૩૦ ૧૯૮૧ ૯. બુદ્ધિસાગરસૂરિ સં. ૧૯૬૫ ૧૯૩૦ ૧૯૮૧ ૧૦. બુદ્ધિસાગરસૂરિ ૧૯૩૦ ૧૯૮૧ ૧૧. વિજય મોહનસૂરિ સં. ૧૯૬૩ ૧૯૩૫ ૨૦૦૧ ૧૨. વિજય પ્રતાપસૂરિ સં. ૧૯૭૩ ૧૯૪૭ ૧૩. વિજય લબ્ધિસૂરિ સં. ૧૯૬૫ ૧૯૪૦ ૨૦૧૭ ૧૪. શ્રી સાગરાનંદસૂરિ ૧૯૩૧ ૨૦૦૬ ૧૫. કલ્યાણમુનિ ૧૯૮૦ ૧૯૩૮ ૧૬. વિજય અમૃતસૂરિ (નેમિસૂરિશિષ્ય) ૧૯૭૮ ૧૯પર ૧૭. શ્રી બાલચંદજી ૧૯૭૭-૧૯૭૧ ૧૯૫૩ ૧૮. દક્ષસૂરિ ૧૯૬૮ ૧૯. અમૃતસૂરિ (કર્પરાવિજય શિષ્ય) ૧૯૫૫ ૨૦. ધૂરંધર વિજય (સૂરિ) ૧૯૭૫ ૨૧. ધૂરંધર વિજય (સૂરિ) ૧૯૭૫ ૨૨. જંબુસૂરિ ૧૯૫૫ ૨૩. યશોભદ્રસૂરિ ૧૯૬૪ ૨૪. યશોભદ્રસૂરિ ૧૯૬૪ ૨૫. લલિતમુનિ ૧૯૫૦ ૨૬. મહિમાવિજય ૧૯૬૬ ૨૦૧૮ ૨૭. ભુવનતિલકસૂરિ ૨૦૩ ૧૯૬૨ ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા - ૪૯ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૮. હંસસાગરજી ૨૯. શ્રી રુચકવિજ્યજી ૩૦. શ્રી રુચકવિયજી ૩૧. શ્રી કીર્તિવિજયજી ૩૨. શ્રી જિનેન્દ્રવિજયજી ૩૩. શ્રી પદ્મવિજ્યજી ૩૪. સુદર્શનવિજ્યજી ૩૫. ભદ્રગુપ્તવિજયજી ૩૬. નિત્યાનંદવિજ્યજી ૩૭. અશોકવિજ્યજી ૩૮. નંદનસૂરિજી ૩૯. જયંતવિજ્યજી ૪૦. દેવવિજયજી (કમલસૂરિશિષ્ય) ૪૧. દીપચંદજી ૪૨. દીપચંદજી ૪૩. કુમુદવિજ્યજી (LD ૧૯૬૪ હસ્તપ્રત) ૪૪. સાગરચંદ્રસૂરિ ૪૫. શીલચંદ્રસૂરિ ૪૬. ડૉ. વિરલ ૫૦ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય ૪૭. વિનયચંદ્ર ૪૮. ખોડીદાસ ૪૯. જસવિજયજી (ભક્તિરસઝરણા-ભાગ-૨) ૫૦. સ્વરૂપચંદ્રજી (ભક્તિરસઝરણા-ભાગ-૨) ૨૦૦૪ ૨૦૦૪ ૨૦૦૧-૨૦૦૬ ૨૦૧૩ ૨૦૧૦ ૧૯૮૦ (પ્રકાશન) ૧૯૯૩ પ્રકાશન) ૧૯૯૩ (પ્રકાશન) ૨૦૧૭ ૨૦૧૮ For Personal & Private Use Only (?) ૧૯૭૧ ૧૯૭૧ ૧૯૭૨ ૧૮૮૯ ૧૯૫૯ ૧૯૭૦ ૧૯૮૬ ૧૯૭૮ ૧૯૬૪ ૧૯૫૫ ૧૯૫૭ Page #66 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીનકાળની ચોવીશીઓ વિક્રમના વીસમા શતકમાં યુગપરિવર્તન થયું અને નવા યુગનો પ્રારંભ થયો. ઈ.સ. ૧૮૪૪ આસપાસ (વિ.સ. ૧૯૦૧)માં અંગ્રેજ રાજ્ય ભારતભરમાં ફેલાવા માંડ્યું. ઈ.સ. ૧૮૫૭ (વિક્રમ સં. ૧૯૧૩)માં ભારતીય વિદ્રોહની નિષ્ફળતા બાદ નવી પેઢી યુનિવર્સિટી શિક્ષણ પામી, તેનો પ્રભાવ સાહિત્ય પર ફેલાવા લાગ્યો. જૈન અને જૈનેતર એ બને પરંપરાના ધાર્મિક સાહિત્યનો પ્રવાહ મંદ થયો. મધ્યકાળમાં જૈનેતર સાહિત્યના છેલ્લા સમર્થ પ્રતિનિધિ દયારામ છે, તેમ જૈનસાહિત્યના છેલ્લા સમર્થ કવિ રસમય પૂજાઓ રચનારા પંડિત વીરવિજયજી છે. અંગ્રેજોના આગમન બાદ નવયુગીન પ્રવાહ અને વાતાવરણને લીધે મધ્યકાલીન કવિઓમાં જોવા મળે એવો ભક્તિનો આÁ સૂર પણ અલોપ થયો, તેમજ નર્મદ – દલપતરામથી આરંભાયેલી અર્વાચીન કવિતાની નવી તરાહ અપનાવવામાં પણ મોટા ભાગના કવિઓ નિષ્ફળ નીવડ્યા. આથી વીસમી સદીમાં રચાયેલું મોટા ભાગનું સાહિત્ય ભાવસભર ભક્તિનો અનુભવ કરાવવાને બદલે પરંપરાનું અનુકરણ જ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અર્વાચીન કવિઓના ભાવ, ભાષા અને શૈલી મધ્યકાલીન કવિઓના અનુકરણરૂપ વિશેષ જણાય છે.. અર્વાચીનકાળના સર્જકોની યાદી જોઈએ તો કુલ ૪૪ સર્જકોએ ૫૦ ચોવીશીઓનું સર્જન કર્યું છે. આ સર્વ સર્જકોમાં કાળક્રમે આત્મારામજી પ્રથમ સર્જક છે. આત્મારામજી તપાગચ્છની નવી સાધુપરંપરાના આદિ પુરુષોમાંના એક છે. સંગીતના જાણકાર, વિદ્વાન એવા આત્મારામજી (વિજય આનંદસૂરિએ અનેક પૂજાઓ અને વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. આત્મારામજી મૂળ પંજાબના હોવાથી સર્જનમાં હિંદી ભાષાની છાંટ વિશેષ છે: જૈસે ચંદ ચકોરન નેહા, મધુકર કેતક દલ મન પ્યારી. જનમ જનમ પ્રભુ પાસ જિનેસર, વસો મન મેરે ભગતિ તીહારી (૨૩, ૬) ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા - ૫૧ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના બંધ વિારી, અજર અમર પદ ધારા. કરમ ભરમ સબ છોર દીએ હૈ, પામી સામી સામી પરમ કરતારાજી (૪, ૨) શ્રી મુનિસુવ્રત હકુિલ ચંદા, દુરનય પંથ નિસાયો. સ્યાદ્વાદ રસ ગર્ભિત બાની, તત્ત્વ સરુપ જનાયો. (૨૧, ૧) કવિ પરંપરાગત પદાવલીઓ દ્વારા પણ સબળ અભિવ્યક્તિ સાધી શકે છે. કવિ નેમિનાથ સ્તવનને બારમાસી રૂપે પ્રયોજે છે. કવિએ ચૈત્રના વિરહથી પ્રારંભી ફાગણના મદમાતા જ્ઞાન અને ત્યાગના ફાગમાં મિલન વર્ણવ્યું છે. સમગ્ર રીતે જોતા, આત્મારામજીના કાવ્યોમાં મધ્યકાલીન પરંપરાનું અનુસરણ અને ભક્તિનો મધ્યમસૂર જોવા મળે છે. આ જ સમયમાં થયેલા અન્ય કવિ ગંભીરવિજ્યજીની રચનામાં એક પ્રકારની ગંભીરતા જોવા મળે છે, રાગ વિષ વિષમ હરણ પ્રવીણ, ભવરોગ વૈદ્ય શિવગામી કામ તપત હર ચૂરણ દીજે, કીજે સમપરિણામી. (૧, ૧-૨) અચલ રહ્યો નિજ ગુણમેં નિશદિન, પરગુણ સઘલો વામી તે થિરતા દેખી મેચે, મન લલચાનો સ્વામી. (૧૬, ૩) છે વલ્લભસૂરિજી જેવા કવિ મધ્યકાળની યાદ અપાવે તેવી ભક્તિની મસ્તીમાં ગાય પલપલ ગુણ ગાના ગુણ ગાના હૈ, જીયા પલપલ ગુણ ગાના ગુણ ગાના રે. (૧૬, ૧) વીર પ્રભુ તુમ ચરણી ચિત લાયા, તુમ ચરણે મૈ આયા. (૨૪, ૧) અર્વાચીન જૈન કવિઓમાં વિશેષ પ્રસિદ્ધિ પામેલા લબ્ધિસૂરિમાં પણ ભક્તિના કેટલાક સુંદર ઉન્મેષો પ્રાપ્ત થાય છે : વીરજિન તેરો મેં હું ઋણી, શાસન નાયક તું જગતિલો, તું અદ્ભુત હૈ જ્ઞાની (૨૪, ૧) પરંતુ આવા ભક્તિસભર ઉન્મેષો તો ઉત્તરોતર અર્વાચીન કાળમાં ઓછા જોવા મળે છે. વિશેષરૂપે મધ્યકાલીન સ્તવનોનું અનુકરણ જ વિશેષ જોવા મળે છે. લબ્ધિસૂરિની અન્ય એક રચનામાં જોઈએ તો, ૫૨ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય : For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ કાશી દેશ વારાણસી નગરી, પાવન કીધ. સ્વર્ગ થકી અહીં અવતરી, ભારત હિત શિખ દીધ. (૨૩, ૨) કાવ્યમાં આવેલો ભારત’ શબ્દ અર્વાચીનતાસૂચક ચોક્કસ છે, પરંતુ ભાવ, ભાષાની દૃષ્ટિએ મધ્યકાળનું જ અનુકરણ છે. જ્ઞાનપ્રધાન ચોવીશી પરંપરાનું અનુસંધાન આનંદઘનજીના પદોનું વિવરણ લખનારા અને શ્રીમદ્ દેવચંદ્રજીના સાહિત્યનું સંશોધન કરનારા બુદ્ધિસાગરસૂરિમાં જોવા મળે છે. ગુણ અનંતની ધ્રુવતા, દ્રવ્યપણે છે અનાદિ ગુણની શુદ્ધિ અપેક્ષી, પયય કરી ભંગની સ્થિતિ. (૧૧, ૫) આત્મામાં અનેક ગુણો દ્રવ્યથી અનાદિકાળથી હંમેશાં રહ્યા છે, પરંતુ શુદ્ધિની અપેક્ષાએ જીવના વિવિધ પ્રકારો થાય છે. સુમતિ ચરણમાં લીનતા, સાત નવથી ખરી છે સમકિત પામી ધ્યાનથી, યોગીઓને વરી છે. (૫, ૧) યુગપરિવર્તનને કારણે અનેક નવા પ્રશ્નો જન્મ્યા. જૂના રોજગારો ભાંગી જવાથી કેટલાક સાધર્મિકોની જૈનધર્મીઓ)ની આર્થિક સ્થિતિ કપરી થઈ. બુદ્ધિસાગરસૂરિના ત્રેવીસમા સ્તવનમાં નવી પરિસ્થિતિને કારણે સ્વામી અને સાધર્મિકોને સમાન ગણી તેમના ઉદ્ધારની શિખામણ આપવામાં આવી છે. જોકે, સ્તવનસ્વરૂપમાં પરમાત્મહુતિ જ મુખ્ય હોય છે, ત્યાં આવો ઉપદેશ વિશેષ અસરકારક બની શકતો નથી. નવા યુગના પ્રભાવને કારણે અનેક કવિઓએ નવા રાગોમાં સ્તવનો ઢાળવાના પ્રયત્ન કર્યા છે, પરંતુ તેમાં મોટે ભાગે ભાવના ગીતોની ધૂનો કે લોકપ્રસિદ્ધ ગીતોની ધૂનોનું પ્રાધાન્ય જોવા મળે છે. ભક્તિ વેલીઓ રોપાવ તારા બાગ જીવનમાં, નેમિનાથને વસાવ તારા બાગ જીવનમાં. યશોભદ્રવિજયકૃત સ્તવનચોવીશી ૨૨, ૧) જિન, જિન, જિન બના દો જિન પાસ શંખેશ્વર જરા સુણ થોડી બાતમેં બહોત કહા હૈ, શ્યાને ઢીલ કરાયે, લે લો મુક્તિદ્વારે લલિતમુનિકૃત સ્તવનચોવીશી, ૨૩, ૧) સોનાનો મુગટ હીરા ઝગમગ થાય સિદ્ધગિરિ પર દાદા, આદીશ્વર સોહાય. પદ્મવિજયજીકૃત સ્તવનચોવીશી ૧, ૧) તોરણ આઈ નેમજી ચાલ્યા, રાજુલ રુવે રે રથડો વાળી પાછા સીધાવ્યા, રાજુલ રૂવે રે. (કીર્તિવિજયકૃત સ્તવનચોવીશી ૨૨, ૧) ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા પ૩ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ આમ, સ્તવનોને લોકભોગ્ય બનાવવાના વલણને કારણે ટૂંકા, પ્રચલિત રાગો તરફ વલણ વિશેષ છે, અભિવ્યક્તિ પણ બહુધા જૂના ઢબની રહી છે. પ્રયોગશીલ વલણ ઓછું જોવા મળે છે. આમ છતાં, અર્વાચીન જૈન ભક્તિ સાહિત્યમાં પણ કેટલાક અપવાદો અવશ્ય જોવા મળે છે. કેટલાક કવિઓના ભાવસભર, મનોહર સ્તવનો પ્રાપ્ત થાય છે. ભદ્રગુપ્તવિજયજી મહાવીરસ્વામી સ્તવનમાં અર્વાચીન કાવ્યોમાં જોવા મળતી કાવ્યચમત્કૃતિઓ લઈને આવે છે, જ્યારે જ્યારે જોઉં ઓલ્ય પંકજ પાંગરેલું ત્યારે યાદ આવે વીરના લોચનનું જોડલું. જ્યારે જ્યારે જોઉં પેલા ચંદલાનું માંડલું ત્યારે યાદ આવે વીરના લોચનનું જોડલું. સંગમે જ્યારે કાળો કેર વરતાવ્યો આંસુના બે બિંદુથી તેને સમજાવ્યો. સ્ત. ૨૪) ભદ્રગુપ્તવિજયજી પછીથી સૂરિ) પોતાનાનેમિનાથ સ્તવનમાં લોકગીતનો લય આત્મસાત્ કરીને ગાય છે, મારા જીવનમાં પાંચ પાંચ ફૂલ, જીણંદજી કરજો એને નિમૅલ. મારા... (૨૨, ૧) ભુવનરત્નસૂરિની અભિવ્યક્તિની શૈલી મધ્યકાળની વિશેષ હોવા છતાં કવિની પોતિકી મુદ્રા અને અનુભૂતિની સચ્ચાઈની અભિવ્યક્તિને કારણે નોંધપાત્ર બને છે : * શાંત સુધારસમય મુદ્રા નીરખી, અંતર જ્યોતિ જાગી જૂઠી માયા ભૂલ કે સબહી એકહી લગની લાગી. ૧, ૧) દિવ્યધામ કૈસે પાવું. શાન્સિજિર્ણદ શાંતિધામ (૧૬, ૧) તુજ શાસનના રાગે જાગો, ભક્તિ ઉરમાં અનેરી એકવાર મુજને અંતરની જ્યોત દીખાઓ સવેરી. (૨૪, ૨) આવા કેટલાક કવિઓએ આધુનિક કાવ્યરીતિ અપનાવી, અથવા પોતાની સ્વકીય શૈલી દ્વારા પણ સુંદર ભાવાભિવ્યક્તિ કરી છે. આમ, અર્વાચીનયુગના મોટા ભાગના કવિઓમાં મધ્યકાળની પરંપરાનું સીધું અનુકરણ જણાય છે. પરંતુ મધ્યકાળ જેવા પ્રબળ ભક્તિભાવના ઉદ્રકનો અભાવ, રાગ-વૈવિધ્યનો અભાવ, કેટલાંક સ્તવનોમાં પરમાત્મા પ્રત્યે સીધી સંસાર-સાગરથી પાર ઉતારવાની માગણી, પુનરાવર્તનો આદિ અનેક કારણોસર વિશેષ પ૪ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ સફળતા દર્શાવી શકતા નથી. આ સર્વ કારણોથી યશોવિજયજી કે દેવચંદ્રજી જેવા પ્રથમ પંક્તિના સર્જકોની રચના જેવી રચના ભાગ્યે જ જોવા મળે છે. એમ છતાં, સોળમા શતકના પ્રારંભ સાથે શરૂ થયેલી ગુજરાતી ભાષામાં ભાવાભિવ્યક્તિ માટેની ચોવીશી-સર્જનની પરંપરા પાંચ શતક બાદ પણ જીવંત છે. એનો સર્જનપ્રવાહ મંદ થયો હોય કે કેટલેક અંશે કાળબાહ્ય થયો હોય તો પણ તેનું સર્જન થયા કરે છે. ચોવીશીનું સર્જનરૂપે સાતત્ય કરતાં વિશેષ એનું સાતત્ય જૈન મંદિરોમાં ચૈત્યવંદન, દેવવંદન કે ભક્તિની ક્રિયાઓ પ્રસંગે થતાં તેના ભક્તિસભર ગાનમાં સચવાયું છે. એટલું જ નહિ, આનંદઘનજી, યશોવિજયજી, દેવચંદ્રજી, મોહનવિજયજી, માનવિજયજી, જિનવિજયજી જેવા સર્જકોની રચનાના તાત્પર્યને પામવા તેના આસ્વાદન, વિવરણરૂપે પણ પુનઃ પુનઃ આ પરંપરાની ઉત્તમ કૃતિઓ નવજીવન પામતી રહી છે. મોટા ભાગનાં સાહિત્યિક સ્વરૂપો તે કાળ-યુગના વિશેષ સંદર્ભોમાંથી જન્મ લેતાં હોય છે, તે યુગના વિશેષ સંદર્ભો નષ્ટ થવાથી તેનું સર્જન પણ મંદ થઈ જતું હોય છે, પરંતુ પ્રજાહૃદયમાં તેના ઉત્તમોત્તમ આવિષ્કારો સચવાઈ રહે અને તેના નવા નવા અર્થસંકેતો.વિસ્તરતા રહે એ કોઈ પણ સ્વરૂપની વિશેષ ઉપલબ્ધિ છે, અને ચોવીશીસ્વરૂપની આ ઉપલબ્ધિએ માત્ર મધ્યકાલીન જૈનસાહિત્યને જ નહિ, પણ સમગ્ર ગુજરાતી સાહિત્યને ધન્ય કર્યું છે. ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા પપ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાધારણજિન સ્તવન રાગ – રામગિરિ સકલ સમતા સુરલતાનો, તુહિ અનોપમ કંદ રે; તું કૃપારસ કનકકુંભો, તું જિણંદ અણીદ રે. તુંહી તુંહી તુંહી તુંહી, યુંહી કરતા ધ્યાન રે; તુજ સરૂપી જે થયા તે, લહ્યા તાહરું ધ્યાન રે. ૮૦ ૨ તેહિ અલગો ભવથકી પણ, ભવિક તાહરે નામ રે, પાર ભવનો તેહ પામે, એહિ અચરજ માન રે. . ૩ જનમ પાવન આજ હારો, નિરખે તુજ નૂર રે; ભવ ભવે અનુમોદના છે, થયો તુજ હજૂર છે. તું જ એહ મારો અક્ષયઆતમ, અસંખ્યાત પ્રદેશ રે; તાહરા ગુણ છે અનંતા, કિમ કરું તાસ નિવેશ ૨. તું. ૫ એક એક પ્રદેશે તારા, ગુણ અનંત નિવાસ રે, એમ કરી તુજ સહજ મિલતા હોય જ્ઞાનપ્રકાશ રે. તું ૬ ધ્યાન ધ્યાતા ધ્યેય એકી, ભાવ હોય એમ રે; એમ કરતા સેવ્યસેવક, ભાવ હોયે કેમ રે તું. ૭ એક સેવા તાહરી જો, હોય અચલ સ્વભાવ રે; જ્ઞાનવિમલસૂરીંદ પ્રભુતા, હોય સુજસ જમાવ રે. ૮. ૮ ૧. એક. પા.) ૨. શુદ્ધ. (પા.) પ૬ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય મા For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૩ ભક્તિપ્રધાન ચોવીશી ખંડ - ૧ (સં. ૧૫૦૦થી સં. ૧૭૫૦) તેમ જોતા સવિ દુરમતિ વિસરી, દિન રાતડી નવ જાણી. પ્રભુ ગુણ ગણ સાંકળશું બાંધ્યું, ચંચળ ચિતડું તાણી. - જ્ઞાનવિમલસૂરિ ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૫૭ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ભક્તિપ્રધાન સ્તવનચોવીશી (૧) માનવમાત્રના હૃદયમાં કોમળ લાગણી રહી હોય છે. વિવિધ માનવસંબંધોમાં એ લાગણી આદર, પ્રેમ, વાત્સલ્ય, સ્નેહ જેવાં વિવિધ રૂપો ધારણ કરીને પ્રગટ થતી હોય છે. આ જ પ્રેમની લાગણીનું પરમતત્ત્વ સાથે અનુસંધાન થાય ત્યારે તે ભક્તિનું રૂપ ધારણ કરે છે. માટે જ ભક્તિસૂત્રકાર નારદ અને શાંડિલ્ય બંને ભક્તિની વ્યાખ્યામાં પ્રેમ તત્ત્વ પર ભાર મૂકે છે. આ પ્રેમનો પ્રારંભ થાય છે. પરમતત્ત્વના ઈશ્વરનાં દર્શનથી. આ ઈશ્વરના ભક્તને કાં તો પ્રત્યક્ષરૂપે દર્શન થાય છે અથવા મીરાંબાઈને જેમ મૂર્તિ' રૂપે પોતાના પ્રિયતમ એવા પ્રભુનાં દર્શન થયાં હતાં તેમ દર્શન થાય છે. ઈશ્વરનાં દર્શન થતાં ભક્ત એ અલૌકિક રૂપ જોઈ ઘાયલ થાય છે. એ રૂપની અપૂર્વ મોહિનીથી બિંધાયેલું મન રાત-દિવસ પુનઃ દર્શનની ઝંખના સેવે છે. પરમાત્માના રૂપના કામણને વર્ણવતાં કહે છે; તારી મૂરતિએ જગ મોહ્યું રે જગના મોહનિયા. તારી મૂરતિએ ગ સોહ્યું રે જગના સોહનિયા. (જ્ઞાનવિમલસૂરિકૃત સીમંધર સ્વામી સ્તવન) આ અલૌકિક રૂપના માધુર્યમાં બંધાયેલો સાધક સહજભાવે જ પુનઃ પુનઃ દર્શન કરવા ઇચ્છે છે; એ તરસની તૃપ્તિ થતી જ નથી. | ‘અંખિયા પ્રભુ દરિસન કી પ્યાસી' જ રહે છે. એના હૃદયમાં પ્રશ્ન થાય છે કે જેનું રૂપ આટલું સુંદર તેના ગુણ પણ કેવા મનોહર હશે ? અને તે જ્ઞાની પુરુષો, ભક્તિમાર્ગના સહયાત્રીઓ પાસેથી પરમાત્માનું ગુણશ્રવણ કરવા ઇચ્છે છે. જ્યારે પરમાત્માના ગુણો સાંભળે છે, ત્યારે ભક્ત એ ગુણોનું પ્રબળ આકર્ષણ અનુભવે છે. પોતાના સ્વામી બાહ્ય અને અત્યંતર બંને રીતે આવા મનોહર વૈભવને ધારણ કરનારા છે, એથી જ તે ગુણશ્રવણમાં મગ્ન બને છે અને અનુભવે છે; પીવત ભરભર પ્રભુગુણ પ્યાલા, તીમ મુજ પ્રેમપ્રસંગ. (૫, જી યશોવિજયજી કૃત પ્રથમ ચોવીશી (૧) સજનસન્મિત્ર સં. પોપટલાલ કેશવજી દોશીઃ ૧. પૃ. ૩૫૯, (૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી : ૨, પૃ. ૪૦, ૩. પૃ. ૫૩, ૪. પૃ. ૫૩ મા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૫૯ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ અને આ ગુણશ્રવણથી ભક્તહૃદયમાં અપૂર્વ ધન્યતાનો ભાવ જન્મે છે, એને વર્ણવતાં કહે છે; ગિરૂઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે. સૂણતા શ્રવણે અમી ઝરે, મારી નિર્મળ થાયે કાયા રે. (૨૪, ૧) યશોવિજયજી કૃત પ્રથમ સ્ત. ચો. પ્રભુગુણમાં મસ્ત બનેલો ભક્ત સંસારના સર્વ વ્યવહારો છોડી કેવળ પરમાત્માના ગુણોને ગાવા ઇચ્છે છે, જગતના સૌ લોકો આગળ એ ગુણોની કીર્તિ પ્રગટ કરવા ઇચ્છે છે, પરમાત્માના મહિમાનું કીર્તન કરે છે. અવર ન ધંધો આદ, નિશદિન તોરા ગુણ ગાઉં રે. (૨૪, ૨) યશોવિજયજી કૃત પ્રથમ સ્ત. ચો. પરમાત્માના ગુણોનો મહિમા ગાતો ભક્ત પરમાત્મગુણોને હૃદયમાં સ્થિરભાવે વસાવે છે, ભક્તિના પ્રારંભમાં એ પ્રયત્નપૂર્વક પરમાત્મગુણોનું અને નામનું સ્મરણ કરે છે. ત્યાર બાદ એને માટે એ સહજ બની જાય છે. નામ સુસંતા મન ઉલ્હસે, લોચન વિકસિત હોય. રોમાંચિત હુયે દેહડી, જાણે મિળિયો સોય. "ભાનવિજયકૃત સ્ત.ચો. ૬,૨) પછી તો બસ પરમાત્માનું સ્મરણ એ હૃદયના તાર જોડે જ ગૂંથાઈ જાય છે; “અનંત અનંત ગુણ તુમ તણા, સાંભરે શ્વાસોશ્વાસ.' મોહનવિજયકૃત સ્ત. ચો. ૧૪, ૧) હવે, પ્રભુ પ્રત્યેના ગુણોના પરમ આદરને લીધે ભક્ત નમ્ર બની જાય છે, પરમાત્માના ગુણોની વ્યાપકતા જોઈ પ્રેમમાં ડૂબેલો ભક્ત મંત્રમુગ્ધ બની તેઓના ચરણોની સેવા ઇચ્છે છે, ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માગું દેવાધિદેવા. સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરત્નની વાણી. (ઉદયરત્નજી કૃત શાંતિનાથ સ્તવન સજ્જન સન્મિત્ર - પૃ. ૪૦) ચિત્ત ચાહત સેવા ચરનકી, વિશ્વસેન અચિરાજી કે નંદા, શાંતિનાથ સુખકરનકી. હરખચંદજીકૃત સ્ત. ચો. ૧૬, ૧) ચરણોની ચાકરી “સેવા સ્વીકારીને તેના જ ભાગરૂપે ભક્ત હવે વિવિધ દ્રવ્યો વડે પરમાત્માની અર્ચના - પૂજા કરવા ઇચ્છે છે. કેશર ઘોર ઘસી શુચિ ચંદન, લેઈ વસ્તુ ઉદાર. અંગી ચંગી અવલ બનાઈ, મેલવી ઘનસાર. જાઈ જઈ ચંપક મરૂઓ કી મચકુંદ બોલસિટી વર દમણો, આણી, પૂર્વે જિર્ણદ. “ન્યાયસાગરજીકૃત પ્રથમ ચોવીશી - ૨, ૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી : ૩. પૃ. ૫૩, ૪. પૃ. ૫૩, ૫. પૃ. ૧૯૯, ૬. પૃ. ૪૯૯, ૭, પૃ. ૩૦૬, ૮. પૃ. ૬૦૨ ૬૦ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યોથી અર્ચના કર્યા બાદ ભક્ત ભાવથી વિવિધ સુંદર અલંકારો ધરાવે છે, તેનું વર્ણન કરતાં કહે છે; મસ્તક મુગટ પ્રગટ વિરાજે, હાર હિમેં સાર. કાને કુંડલ સુરજ મંડલ, જાણીયે મનુહાર. બન્યાયસાગરજીકૃત પ્રથમ ચોવીશી-૨, ૪) અનેક કવિઓએ આ અર્ચનાનાં દ્રવ્યોનું ભાવપૂજાના પદાર્થો તરીકે રૂપકાત્મક આલેખન પણ કર્યું છે. શમરસ ગંગાજળ નવરાવો, ભાવ તણિ નહિ ખોડિ. ભક્તિરાગ કેશર થઈ સુખડ, ઓરસિયો મન મોડિ. ધ્યાન સુગંધ-કુસુમેં પૂજો, વળી નિજ મને દોડિ. ન્યાયસાગરજી કૃત પ્રથમ સ્ત. ચો. ૩) જે ભક્ત પરમાત્માની ઉત્તમ દ્રવ્યોની અર્ચના કરે છે, તેનો મહિમા કરતાં પ્રસિદ્ધ કવિ સિદ્ધસેન દિવાકરે પણ કહ્યું છે; धन्यास्त एव भुवनाधिप ये त्रिसंध्य माराधयंति विधिवद्वि द्युतान्यकृत्याः भक्त्योल्लसत् पुलक पक्ष्मल देहदेशा: पादद्वयं तव विभो ! भुवि जन्मभाजः । | (છત્યાદ્વિરસ્તોત્ર-શો-રૂડ) હે ત્રિભુવનના સ્વામી પ્રભુ! જે સર્વ કાર્યો છોડી ભક્તિ વડે ઉલ્લાસ પામતા રોમાંચ વડે વ્યાપ્ત શરીરવાળા જનો તમારા ચરણયુગલને વિધિપૂર્વક ત્રણે કાળ પૂજે છે – આરાધના કરે છે, તેઓ જ ધન્ય છે. તેમનો જ જન્મ સાર્થક છે. ભક્તિ વડે કૃત્કૃત્ય થયેલો સાધક વિવિધ દ્રવ્યો વડે ભાવપૂર્વક અર્ચના-પૂજા કર્યા બાદ હૃદયના ગદ્ગદ ભાવે પુનઃ પુનઃ ચરણકમળોમાં નમસ્કાર કરતો વંદન કરે છે, તેના હૃદયોદ્ગાર છે. ભવિઅણ ! વંદો ભાવશું, સાહિબ નેમિજિણંદ મોરા લાલ. ભાવશું નિત વંદતાં, લહિયે પરમાણંદ, (૨૨,૧) નયવિજયકૃત સ્તવનચોવીશી આમ, વિવિધ ઉત્તમ દ્રવ્યો વડે સેવા-વંદના કરતો ભક્ત પરમાત્માના અપાર ગુણવૈભવ અને પોતાના દોષોને લીધે દાસ્યભાવ ધારણ કરી સેવા કરવા ઈચ્છે છે; આજ હારા પ્રભુજી ! સાતમું રે જુવો. સેવક કહીને બોલાવો. આજ મહારા પ્રભુજી ! મહિર કરીને સેવક સામું નિહાળો. “(૨૪, ૧) વિજયલક્ષ્મીસૂરિકૃત સ્ત. ચો. ૯. પૃ. ૬૦૨, ભક્તિરસઝરણાં ભાગ-૧: ૧૦. પૃ. ૬૦૩, ૧૧. પૃ. ૩૩૫, ૧૨. મા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૬૧ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ દાસ્યભાવે પ્રભુચરણની સેવા કરતો દાસ લાંબા કાળની સેવાને કારણે નિકટતા અનુભવે છે અને આ નિકટતાને કારણે જન્મેલા સખ્યભાવથી પોતાના મનની વાતોની રજૂઆત કરે છે; મનનો માનિતો મિત્તો જો મિળે, હાં રે સાહિબ જો મિળે દુખભંજન જિન આગળેજી, સુખિણી સાતે ધાત જો (૨) તો કહું મનની વાત જો. ૧૩(ન્યાયસાગરજીકૃત સ્ત. ૨૩,૨ ચોવીશી-બીજી) તું પ્રભુ મારો, હું પ્રભુ તારો, ક્ષણ એક મુજને કદીય ન વિસારો. ૧૪(જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તવન) તો ક્યાંય આત્મીયતાપૂર્વક મધુર ઉપાલંભો પણ આપે છે; પ્રભુજી ! ખિજમતી કીયાં જે દિયેં, પ્રભુજી ઈણ મેં સ્યો ઉપગાર પ્રભુજી ! યાદ કરી. નઈં આપયૂં, પ્રભુજી ! દૈવે સો ાતાર.' ૧૫ (૧૯, ૫) ઋષભસાગરજી કૃત સ્ત. ચો. આવા મધુ૨ સખ્યભાવને કારણે વધતી આત્મીયતાએ ભક્ત પરમાત્માના ચરણકમળમાં પોતાના દોષોનો શુદ્ધભાવે એકરાર કરી પ્રાયશ્ચિત્ત વડે નિર્મળ થયેલા આત્માને સમર્પિત કરે છે, તેમ જ તન-મનધન આદિ સર્વનું સમર્પણ કરે છે, આ સમર્પણમાં સાધક સ્વયં આત્માને જ નૈવેદ્યરૂપે ધરી આત્મનિવેદન કરે છે. સુમતિ ચરણકજ આતમ અર૫ા, દરપણ જિમ અવિકાર સુજ્ઞાની. એ જ ૫૨મશ૨ણાગતિના ભાવથી સેવક ગાઈ શકે છે; તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે વાચક જસ કહે માહરે, તું જીવજીવન આધારો રે. ૧૭(યશોવિજય સ્ત. ચો. પ્રથમ ૨૪/૫) આમ ભક્તિના પ્રસિદ્ધ નવ પ્રકારો* શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન વિવિધ રીતે ચોવીશી સ્વરૂપમાં આલેખાયેલા જોવા મળે છે. ચોવીશીમાં સ્તવનો દ્વારા નવધા ભક્તિની નવે રીતોનો સુંદર નવોન્મેષ જોવા મળે છે. આ નવ ઉપરાંત મધ્યકાળના પ્રચલિત ભક્તિમાર્ગમાં ‘નવધાથી પરી’ એવી પ્રેમલક્ષણાભક્તિનો મહિમા પૃ. ૭૧૪, ૧૩. પૃ. ૬૩૯. સજ્જન સન્મિત્ર સં. પોપટલાલ કેશવજી દોશીઃ ૧૪. પૃ. ૪૫૫. ભક્તિરસઝરણાં ભાગ-૨ : ૧૫. પૃ. ૩૬ ૭. ભક્તિરસઝરણાં ભાગ-૧ : ૧૬. પૃ. ૪, ૧૭. પૃ. ૫૩. * શ્રવળ ôીર્તન વિઘ્નો: સ્વરળનું પાવસેવનમ્ । अर्चनं वंदनं दास्यं सख्यमात्मनिवेदनम् ॥ ૬૨ “ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ૧૬(આનંદઘન સ્ત. ચો. ૫/૧) શ્રીમદ્ ભાગવત સ્કંધ અધ્યાય-૫ શ્લોક-૨૩ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ થયો હતો. નરસિંહ, મીરાં આદિના પરમાત્માને પ્રિયતમ માની ભજતા પ્રેમલક્ષણામંડિત પદોની પદાવલી ભક્તિસાહિત્યમાં વ્યાપક હતી. સ્તોત્ર-સાહિત્યમાં સેવકભાવની ભક્તિ તો વ્યાપક હતી, જેને લીધે તીર્થકરો માટે સ્વામી, નાથ જેવા સંબોધનો વ્યાપક હતાં. પરંતુ પ્રાચીન જૈનસાહિત્યમાં પ્રેમલક્ષણાભક્તિનો આવિર્ભાવ વિશેષ ઉપલબ્ધ થતા નથી. પરંતુ મધ્યકાળના પ્રબળ ભક્તિ મોજાંના પ્રભાવ હેઠળ પ્રેમલક્ષણાભક્તિનો પ્રભાવ જૈનસાહિત્ય પર પણ પડ્યો હોય એવું માની શકાય. માનવસંબંધોમાં પ્રિયતમ અને પ્રિયતમાના સંબંધમાં જે પ્રબળ આકર્ષણ હોય છે, જે સંબંધનું માધુર્ય હોય છે અને એ સંબંધના પરિણામે પરસ્પર માટે જે નિઃશેષ ભાવે સમર્પણ હોય છે તે અન્ય કોઈ પણ માનવસંબંધમાં ભાગ્યે જ શક્ય થતું હોય છે. આ સમર્પણના પરિણામે જે અદ્વૈતની માધુરી પ્રગટે છે તેવો જ પરમાત્મા જોડે પૂર્ણ સમર્પિતાવસ્થાવાળો સંબંધ ભક્તિમાર્ગમાં આદર્શ ગણાયો છે. મધ્યકાળમાં ભક્તિમાર્ગનો વ્યાપક પ્રસાર થતાં ઘણા સંપ્રદાયોમાં આરાધ્યદેવ શ્રીકૃષ્ણની સાથે સાથે લોકસાહિત્યમાં ઉલ્લેખિત રાધાનો પણ મહિમા વધ્યો અને શ્રીકૃષ્ણ-રાધા પરમાત્મા અને જીવાત્માના પ્રતીકરૂપ યુગલ તરીકે સ્વીકાર્યા. ભક્ત પોતાની જાતને રાધા અથવા ગોપી સમજીને શ્રીકૃષ્ણ માટે વિવિધ પ્રકારે ભક્તિ કરે તે રીત ભક્તિની શ્રેષ્ઠ રીતિ તરીકે સ્વીકારાઈ. ભાગવતમાં કહેવાયું કે, * આત્મા વૈ ધિ: પ્રોવત્તા ! ૧૬મી સદીમાં ચૈતન્ય મહાપ્રભુએ તો રાધાની લોકહૃદયમાં વ્યાપક પ્રતિષ્ઠા કરી. ત્યારથી સમગ્ર ભારતવર્ષમાં વ્યાપ્ત ભક્તિ આંદોલને હૃદયના ભાવની અભિવ્યક્તિ કરવા માટે કૃષ્ણ અને રાધા - પ્રિયતમ અને પ્રિયતમાનાં પ્રતીકોનો સ્વીકાર કર્યો. સુફીવાદે લૈલા-મજનુ જેવાં વિદેશી યુગલો ઉપરાંત ભારતની ભૂમિમાંથી સર્જાયેલા પદ્મિની-રૂપમતી-બાજબહાદુર જેવાં યુગલોની પ્રેમકથાનો આધ્યાત્મિક અર્થમાં વિસ્તાર થયો. આ પ્રભાવ હેઠળ જૈન કવિઓ પણ આવ્યા. તેઓએ સ્તોત્રસાહિત્યમાંથી સ્વામી-સેવકનું પરંપરા પ્રાપ્ત પ્રતીક ઉપરાંત પ્રિયતમ અને પ્રિયતમાનાં લોકપ્રચલિત પ્રતીકનો સ્વીકાર કર્યો. તેઓએ હૃદયના ભાવની અભિવ્યક્તિ કરવા વૈષ્ણવ પરંપરાના કૃષ્ણ-રાધા કે એવા યુગલરૂપ પ્રતીકોનો સીધો જ સ્વીકાર ન કરતાં સ્વામી-સેવકના સંબંધોમાં જ પ્રેમલક્ષણાભક્તિના રંગ ઉમેર્યા. આ નવા પરિમાણને કારણે જૈન સ્તવનોમાં પ્રાપ્ત થતી ભક્તિમાં પ્રેમલક્ષણાભક્તિનો ઉદ્રક હોવા છતાં શૃંગારના ગાઢા રંગોને અવકાશ મળ્યો નથી. આ પ્રેમલક્ષણાભક્તિનો પ્રબળ આવિષ્કાર આનંદઘનજીનાં સ્તવનો અને પદોમાં પણ અનુભવાય છે. તેમણે હૃદયના ઉલ્લાસથી ગાયું છે; ઋષભ જિનેસર પ્રીતમ માહરો, ઓર ન ચાહુ કત રે.” (આનંદઘન સ્વ. ચો. ૧, ૧). યશોવિજયજી મહારાજનાં અનેક સ્તવનોમાં તો પ્રબળ આદ્રતાપૂર્વક ભક્તિનો આવિષ્કાર જોવા મળે છે. ક્યાંક શૃંગારની આછી ઝલક પણ પ્રાપ્ત થાય છે, પરંતુ સંપૂર્ણ સ્તવનના સંદર્ભે તો તે આત્માના પરમાત્મા ભક્તિરસઝરણાં-૧: ૧૮. પૃ. ૧. ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૬૩ S For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ સાથેના મિલનના જ ભાવને દઢ કરનારું હોય છે. આ દશ પ્રકારની ભક્તિ ઉપરાંત નારદજીએ અગિયાર પ્રકારની ભક્તિ વર્ણવી છે. गुण माहात्म्यासक्ति रूपासक्ति पूजासक्ति स्मरणासक्ति दास्यासक्ति सख्यासक्ति वात्सल्यासक्ति कान्तासविख्यात्मनिवेदनासक्ति तन्मयासक्ति परमविरहासक्ति रूपैकधाप्येकादशधा भवति ॥ भक्तिसूत्र-५२ ।। આમાં ભક્તિસૂત્રકાર નારદ ગુણમાહા, રૂપ, પૂજા, સ્મરણ, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય, પ્રિયાભાવ, આત્મનિવેદન, તન્મયતા, પરમવિરહ આ સર્વેમાં આસક્તિ એમ અગિયાર પ્રકારની ભક્તિ વર્ણવી છે. આમાંની મોટા ભાગની ભક્તિઓ તો ઉપર ગણાવેલ નવધાભક્તિમાં સમાવિષ્ટ થઈ જાય છે. પરંતુ કાવ્યશાસ્ત્રમાં જેમ વાત્સલ્યરસનો વિશ્વનાથ જેવા સૈદ્ધાંતિકોએ પાછળથી મહિમા કર્યો, એમ લોકપ્રસિદ્ધ નવધાભક્તિમાં વાત્સલ્યરૂપ ભક્તિનો સ્વીકાર નથી, પરંતુ નારદે તેનો ઉલ્લેખ કર્યો છે. ચોવીશીનાં કેટલાંક સ્તવનોમાં વાત્સલ્યરસમય ભક્તિની છાંટ જોવા મળે છે. દા.ત, ચાલ ચાલને કુમર ચાલ તારી ગમે રે, તુજ દીઠડા વિણ મીઠડા મારા પ્રાણ ભમે રે. " (૨૩, ૧) ઉદયરત્નજી કૃત સ્તવનચોવીશી નારદજીએ અગિયાર ભક્તિનાં નામ વર્ણવ્યા બાદ પણ કહ્યું છે કે, મૂળ ભક્તિ તો એક જ છે, પરંતુ ભાવભેદે એકાદશધા' અગિયાર ભેદ વાળી થાય છે. આમ, નવ કે અગિયાર કે માનવ-મનોભાવની વિશાળ દુનિયાના જે જે ભાવો ભક્ત પરમાત્મા આગળ ભક્તિભાવપૂર્વક સમર્પી શકે તે સર્વ ભાવો ભક્તિના પ્રકાર બની રહે છે. આ સર્વ પ્રકારો ભક્તિની વિવિધ ઝાંયો-રંગ છટાઓ છે. પ્રસંગ, પરિસ્થિતિ અને હૃદયગત ભાવની અભિવ્યક્તિ અનુસાર તો જુદા જુદા પ્રકારો બને છે, પરંતુ અંતે સાધ્ય તો ભક્તિ જ છે. પરમાત્મા પ્રત્યેના ભાવોના ક્રમિક વિકાસનું આપણને જ્ઞાનવિમલસૂરિકત સ્તવનમાં સુંદર ચિત્રણ મળે તારી મૂરતિએ મન મોહ્યું રે, મનના મોહનિયા તારી મૂરતિએ ગ સોહ્યું રે, જગના સોહનિયા. તુમ જોતા સવિ દુરમતિ વિસરી, દિન રાતડી નવ જાણી. પ્રભુ ગુણ ગણ સાંકળશું બાંધ્યું, ચંચળ ચિતડું તાણી રે. ૧ પહેલા તો કેવળ હરખે, હજાળ થઈ હળિયો, ગુણ જાણીને રૂપે મિલિઓ, અભ્યતર જઈ ભળિયો રે. ૨ ૧૯. પૃ. ૩૯૧. સજન સન્મિત્ર સં. પોપટલાલ કેશવજી દોશી : ૨૦. પૃ. ૩૫૯, ૬૪ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મનમોહક એવા પ્રભુના રૂપનું દર્શન તેને લીધે સ્નેહની અનુભૂતિ, ત્યાર બાદ ગુણોનું દર્શન અને આ ગુણોનું રાત-દિવસ સ્મરણ તેમ જ એ સ્મરણને બળે પરમાત્મા જોડે એકતાની અનુભૂતિ - “અત્યંતર જઈ ભાળિયોઆવો ક્રમ કવિએ સ્તવનમાં ગૂંચ્યો છે. ભક્તિપ્રધાન ચોવીશીમાં ટૂંકમાં કહીએ તો, ભક્ત ચોવીશે તીર્થકરો માટે વિભિન્ન સ્તવનોમાં પરમાત્મા માટે અપાર સ્નેહ, વાત્સલ્ય, દર્શન માટેની વિરહ-વ્યાકુળતા, તન-મન-ધન આત્મા આદિ સર્વસ્વને પ્રભુચરણે. સમર્પવાની ઇચ્છા, અનન્યાશ્રયતા, રાત-દિવસ તેમનું જ સ્મરણ-ચિંતન આદિ ભાવોનું આલેખન કરે છે. આ હૃદયગત ભાવોની અભિવ્યક્તિની સાથે પરમાત્માના ગુણોનું વર્ણન પણ કરવામાં આવે છે. પરમાત્માના લોકોત્તર ઐશ્વર્યશાળી રૂપ, તેઓના અનંત દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ ગુણો અને જીવમાત્ર પ્રત્યે કરુણા તેમ જ ધર્મમાર્ગદર્શનરૂપ લોકોત્તર ઉપકાર આદિ ગુણોને ભક્ત માવયુક્ત હૈયે અભિવ્યક્ત કરે છે. ભક્ત પરમાત્માનો ગુણવૈભવ જોઈ આશ્ચર્યચકિત બને છે, પોતાની જાતના અવગુણોનું પ્રત્યક્ષરૂપે તુલનાત્મક દર્શન થાય છે. વળી પોતે પરમાત્માએ દર્શાવેલા માર્ગ પર ન ચાલવાના પોતાના અપરાધનું દર્શન થાય છે અને એમાંથી ભક્ત સ્વ-નિંદા અને પ્રાયશ્ચિત્ત કરવા પ્રેરાય છે, હૃદયના આ પ્રાયશ્ચિત્તભાવનું કે સ્વ-નિંદાનું આલેખન પણ કેટલાંક સ્તવનોમાં જોવા મળે છે. આમ ભક્તિપ્રધાન ચોવીશીમાં પ્રબોધ ટીકામાં વર્ણવેલા સ્તવનના સામાન્ય ગુણકીર્તન, દાસ્યભાવપ્રેરિત ગુણકીર્તન, સખ્યભાવપ્રેરિત ગુણકીર્તન અને સ્વ-નિંદા પ્રેરિત ગુણકીર્તન એ ચારે પ્રકારો મુખ્યરૂપે જોવા મળે છે. ભક્તિપ્રધાન ચોવીશીનાં મોટા ભાગનાં સ્તવનોમાં પરમાત્મા સાથેનો સંવાદ પ્રાપ્ત થાય છે. કવિ પરમાત્માને સંબોધી પોતાના હૃદયની લાગણીઓ અભિવ્યક્ત કરે છે. કવિ પરમાત્માને પરમમિત્ર-નાથ-માતાપિતા સમાન માને છે. એથી હૃદયની બધી જ વાતો સ્પષ્ટપણે કરવા ઇચ્છે છે. ક્યારેક આ સંવાદ પરોક્ષરૂપે ‘સખી” જેવા કાલ્પનિક પાત્રોને સંબોધીને કરાયેલો હોય છે. કેટલાંક સ્તવનોમાં પરમાત્માને પુછાયેલા પ્રશ્નોના ઉત્તરને પણ ગૂંથી સ્તવન-સ્વરૂપની નાટ્યાત્મક શક્યતાઓ ખીલવી હોય છે. પ્રદ્યુમ્નસૂરિ મહારાજ આથી ‘અહંનો લય તે જ પ્રભુનો જય છે અને તેથી વચલો પડદો હટી જાય છે અને ભક્તનું કશું છાનું રહેતું નથી : તેહથી કહો છાનું કિર્યું, જેને સોંપ્યાં તન મન વિત્ત હો.' - ઉ. યશોવિજયજી અને આવી કોક ક્ષણે ભક્ત અને ભગવાનનું અંગત મિલન રચાય છે અને ત્યારે જે ગોઠડી થાય ? છે. તે અંગત રહેતી નથી, જાને સબ કોઈ.' સ્તવન એટલે ભક્તની ભગવાન સાથેની ગોઠડી.” ૨૧. શ્રી પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા ભાગ-૧ પૃ. ૬ ૧૯થી ૬ ૨૪. ૨૨. પાર્ધચંદ્રસૂરિ કૃત સ્તવન ચતુર્વિશતિકાની પ્રસ્તાવના પૃ. ૧૦. સં. મુનિ ભુવચંદ્રજી. મા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૬૫ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ભક્તિપ્રધાન ચોવીશીમાં પરમાત્માના ગુણાનુવાદનો મહિમા રહ્યો છે. કવિ ગુણોનો પરિચય આપતા ગુણોની તાત્ત્વિક મીમાંસામાં પ્રવેશે, એ ગુણ અંગે શાસ્ત્રીય ચર્ચા વિમર્શ કરે એટલે અંશે ભક્તિપ્રધાન ચોવીશીમાં જ્ઞાનપ્રધાન ચોવીશીનો અંશ પ્રવેશે છે. એ જ રીતે કવિ પરમાત્માનો પરિચય આપવા કેટલાંક સ્તવનોમાં તેઓના જીવનની વિગતોનું વર્ણન કરે એટલે અંશે ચરિત્રપ્રધાન ચોવીશીના અંશ પ્રવેશે છે. ચોવીશીનાં ઘણાંબધાં સ્તવનોમાં એકાગ્રભાવે કઈ કેન્દ્રીય અનુભૂતિ આલેખાય છે, એને જ પ્રધાનતત્ત્વ ગણી તેના આધારે ચોવીશીનો પ્રકાર નક્કી કરી શકાય છે. ટૂંકમાં કહી શકાય કે, તેનાં એક-બે સ્તવનો પરથી નિર્ણય કરવો યોગ્ય નથી. એક જ ચોવીશીમાં ત્રણ પ્રકારનાં સ્તવનો પણ પ્રાપ્ત થાય છે, માટે આમાં અતિચુસ્ત વર્ગીકરણ શક્ય નથી. ચોવીશીમાં ચોવીસ તીર્થંકરોને ઉદ્દેશીને ચોવીશ સ્તવનો રચવામાં આવ્યા હોય છે, પરંતુ ભક્તિપ્રધાન ચોવીશીમાં તેઓનાં નામ અને કેટલાંક સ્તવનોમાં વર્ણવેલી તેઓની જીવન-વિષયક વિશેષ વિગતો બાદ કરતાં સર્વ સ્તવનોનો મુખ્ય વિષય આરાધ્ય તીર્થકર દેવો ગુણદૃષ્ટિએ સમાન હોવાથી તેમાંનું ગુણવર્ણન કે ભક્તહૃદયના ભક્તિભાવનું આલેખન અન્ય કોઈ પણ તીર્થકરો માટે એટલું જ સમાનભાવે લાગુ પાડી શકાય તેવું બની રહેતું હોય છે. ચોવીશી પ્રકારમાં અનેક કવિઓએ ગુજરાતી ભાષામાં પોતાના હૃદયનો ભક્તિભાવ અભિવ્યક્ત કર્યો છે. આવા ભક્તિપ્રધાન-ચોવીશી સર્જકોમ થી સં. ૧૫૦૦થી ૧૭૫૦ના અઢીસો વર્ષના કાળખંડમાં થયેલા છ કવિઓનો વિસ્તૃત અભ્યાસ આ પ્રકરણમાં પ્રસ્તુત છે. આ છ કવિઓમાં સર્વ પ્રથમ પાર્શ્વચંદ્રસૂરિની ચોવીશી સમય દષ્ટિએ તેમ જ તેની અલંકારસમૃદ્ધિને કારણે નોંધપાત્ર બને છે. ત્યાર બાદ સત્તરમા શતકમાં થયેલા સમયસુંદરજીનાં ગીતો હૃદયના ઉલ્લાસથી સભર અભિવ્યક્તિને કારણે ધ્યાન ખેંચે છે. તો આનંદવર્ધનજી ભાષાના માધુર્ય અને હૃદયગત ઊર્મિની અભિવ્યક્તિને લીધે વિલક્ષણ છે. પ્રકાંડ વિદ્વાન યશોવિજયજીની ચોવીશીઓ ભક્તિભાવની ઊછળતી છોળ છે. આ ચોવીશીનો ઉત્તરવર્તી ચોવીશીકારો પર નોંધપાત્ર પ્રભાવ પણ રહ્યો છે. તેમના સમકાલીન માનવિજયજીની રચનામાં ધ્યાન જેવા વિષયનું ભક્તિમાર્ગના સંદર્ભે થયેલું આલેખન અપૂર્વ છે. શીઘ્રકવિ તરીકે પ્રસિદ્ધિ પામેલા અને વિપુલ પ્રમાણમાં ગુજરાતી ભાષામાં સાહિત્યસર્જન કરનારા જ્ઞાનવિમલસૂરિની ચોવીશી અનેક મનોહર અલંકાર રચનાઓને કારણે નોંધપાત્ર બને ૬૬ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વચંદ્રસૂરિ કૃત સ્તવનચોવીશી પાર્જચંદ્રસૂરિ ઈ.સ. ૧૪૮૧થી ૧૫૫૬ (વિક્રમ સં. ૧૫૩૭થી ૧૬ ૧૨)માં થયેલ એક પ્રભાવક સાધુપુરુષ છે. તેમનો જન્મ આબુ નજીક આવેલા હમીરપુર ગામમાં વેલગશાહ અને વિમલાદેને ત્યાં થયો હતો. સંસારી અવસ્થાનું નામ પાસચંદ હતું. નાગોરી તપાગચ્છના પંન્યાસ શ્રી સાધુરત્ન પાસે નવ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી. અનેક શાસ્ત્રોનું અધ્યયન કર્યું, જેના પરિણામે ૧૭ વર્ષની વયે શ્રી સોમરત્નસૂરિએ ઉપાધ્યાય પદ આપ્યું. સં. ૧૫૬૪માં તત્કાલીન સાધુજીવનમાં વ્યાપક થયેલા શિથિલાચાર દૂર કરવા ક્રિયોદ્ધાર કર્યો. તેમણે સાધુજીવનને પવિત્ર બનાવવા પર ભાર મૂક્યો. અનેક આગમો પર બાલાવબોધો રચ્યા. સં. ૧૬૧૨માં ૭પ વર્ષની વયે જોધપુરમાં અનશન કર્યું, અને ત્યાં જ કાળધર્મ થયો. તેમના અગ્નિસંસ્કાર સ્થળે સૂપ બનાવવામાં આવ્યો હતો, જે આજે પણ વિદ્યમાન છે. તેમની શિષ્ય પરંપરા આજે પાર્જચંદ્રગચ્છ'ના નામે ઓળખાય છે. આવા પ્રતાપી વિદ્વાન આચાર્યે પરમાત્મભક્તિને અભિવ્યક્ત કરવા સ્તવનચોવીશીની રચના કરી છે. આ સ્તવનચોવીશી એક પ્રાચીન સ્તવનચોવીશી તરીકે નોંધપાત્ર છે. તેમાં સંસ્કૃત છંદોનો કવિએ કરેલો - ઉપયોગ મહત્ત્વનો છે. સામાન્ય રીતે મધ્યકાળના કવિઓએ માત્રા મેળ છંદોનો ઉપયોગ કરેલ છે, પરંતુ આ પૂર્વ-મધ્યકાળની કૃતિમાં કવિએ અક્ષરમેળ સંસ્કૃત છંદોનો પ્રયોગ કર્યો છે. આ સ્તવનચોવીશીની બીજી વિશેષતા દીર્ઘ સ્તવનોમાં છે. કેટલાંક સ્તવનો ૧૫થી ૧૯ કડીઓ જેટલી લંબાઈ તે ઉપરાંત સામાન્ય રીતે ચોવીશ સ્તવનના સમૂહને અંતે મુકાતો કળશ' આ ચોવીશીમાં અધ ઉપરાંત સ્તવનોને અંતે મુકાયો છે. કવિ પોતે વિદ્વાન છે અને કવિપ્રતિભાથી પણ સમૃદ્ધ છે તેની પ્રતીતિ આ સ્તવનોમાં અનુભવાય છે. કવિએ આ ચોવીશીમાં વિવિધ વિષયોને ગૂંથ્યા છે. જૈન દર્શન અનુસાર જીવ સાધનામાર્ગે ગુણસ્થાનકો પર આગળ વધતો વિવિધ કર્મોનો કેવી રીતે ક્ષય કરે છે તે પ્રક્રિયા કવિએ વીસમા સ્તવનમાં સુંદર રીતે વર્ણવી છે. ‘સિદ્ધિ સૌધિ ચઢવાની શ્રેણિ, જિણવા મંડી ખિપક શ્રેણિ. કર્મ પ્રકૃતિ એકસઉ અડતાલ, સત્ત સામિ સઉ પણયાલ.૨૪ | (૨૦, ૭) ૨૭. ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ. સ્તવનક્રમાંક - ૫૨, ૧૦, ૧૪૭, ૧૯૪, ૨૪૧, ૨૮૮, ૩૩૬, ૩૮૩, ૩૪૦, ૪૭૭, પ૨૩, પ૬૯, ૬ ૧૫, ૬૬૨, ૭૦૮, ૭૫૭, ૮૦૪, ૮૫૧, ૮૯૭, ૯૪૩, ૯૮૯, ૧૦૪૫, ૧૧૦૧, ૧૧૫૧. ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૬૭ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિમાર્ગે આરોહણ અર્થે જિનેશ્વરદેવે ક્ષપકશ્રેણી માંડી. કુલ કર્મપ્રકૃતિઓ ૧૫૮ છે. તેમાં સત્તાશીલ ૧૧૫ કર્મપ્રકૃતિઓનો ઉલ્લેખ કર્યો છે. કવિ ક્રમશ મોક્ષ સુધીના ગુણઠાણાઓ અને તે સમયે ત્યાં ઉપસ્થિત કર્મપ્રકૃતિઓ જણાવે છે. ૨૪મા સ્તવનમાં જિનમૂર્તિની ઉપકારકતા સિદ્ધ કરવા માટે વિવિધ દલીલો કરી છે, તેમાં કવિની બુદ્ધિપ્રતિભાનો ઉન્મેષ જોવા મળે છે. લિપિ બંભી ગણધર, નમીજી, પંચમ અગિઈ એહ. અક્ષરની એ થાપનાજી, જિનપ્રતિમા ગુણગેહ.” (૨૪, ૬) ગણધર ભગવંતોએ પાંચમા અંગ ભગવતી સૂત્રમાં બ્રાહ્મી લિપિને નમસ્કાર કર્યો છે. બ્રાહ્મી લિપિ એ અક્ષરની સ્થાપના – મૂતદેહ છે. જેવી રીતે અક્ષરની સ્થાપના એવી બ્રાહ્મી લિપિ વંદનીય છે, એ જ રીતે જિનપ્રતિમા પણ પરમાત્મરૂપની સ્થાપના છે, માટે તે વંદનીય છે. કવિએ જે વિવિધ જૈન ગ્રંથોનો વિશદતાપૂર્ણ અભ્યાસ કર્યો છે તેનો પરિચય ૧૫મા સ્તવનમાં પ્રાપ્ત થાય છે. કલ્પસૂત્રમાં પરમાત્માની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને વર્ણવવા વપરાયેલી વિવિધ ઉપમાઓનો સુંદર ભાવાનુવાદ કરે છે. “વસુધા જિમ સર્વસહ સ્વામિ, ટલઈ દુરિત જસુ લીધઈ નામિ; સારદ સલિલ જિસ્યઉ નિર્મલઉ, વિહંગ જેમ કુખિ સંબલઉ. * (૧૫, ૩) સ્વામી પૃથ્વીની જેમ સર્વ દુઃખોને સહન કરવાનું શૈર્ય ધરાવે છે, તેમનું નામ લેતાં સર્વ અનિષ્ટ દૂર થાય છે. પ્રભુ શરદઋતુના જળ જેવા નિર્મળ છે, અને પક્ષીની જેમ કુક્ષિસબલ પેટ ભરવાથી વિશેષ પરિગ્રહ ન રાખનારા) છે. આમ, આ સ્તવનમાં કવિએ સુંદર, સરળ અને લોકભોગ્ય ઉપમાઓ દ્વારા પરમાત્માની સ્તુતિ કરી છે. પરંતુ કવિપ્રતિભાનો વિશિષ્ટ ઉન્મેષ તો રૂપક અલંકાર આલેખવામાં રહ્યો છે. કવિ દ્વારા સર્જાયેલા મોટા ભાગનાં રૂપકો સાંગરૂપકો (અંગ-ઉપાંગયુક્ત રૂપકો) છે. પરમાત્માની વાણીને અમૃત સાથે સરખાવતાં કહે છે; સ્વામી! તુમ્હારી વાણી, કહિયઈ અભિય સમાણી; ભવિઈ જિણી જઈ પીધી, અચલ અખય ગતિ લીધી. તિણિ અમીય ભર્યઉં કુંડ, મૂક્યઉ મહિય અખંડ, તસુ પાખાલિ રખવાલા, રાખ્યા શ્રી ગણધારા.” (૫, ૨-૩) સ્વામી! તમારી વાણીને અમૃત સમાન કહી છે. જે જીવે આ વાણીને ભાવપૂર્વક પીધી છે, તેણે અક્ષય૬૮ ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય રાજા For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ અચલ ગતિ પ્રાપ્ત કરી છે, એટલે કે અમરત્વ પ્રાપ્ત કર્યું છે. આ અમૃતના કુંડરૂપ શાસ્ત્રો પૃથ્વીલોકમાં અખંડપણે રાખ્યાં છે, અને આ કુંડના રક્ષકોરૂપે શ્રી ગણધરોને રાખ્યા છે. કવિ આ અનુસંધાનમાં જ મનોહર વિરોધાભાસ અલંકારની રચના કરતા કહે છે, આ વાણીરૂપી અમૃત ચંદ્ર અને ચંદનથી શીતળ છે, પરંતુ તપ (તા૫) સિવાય તેને પામી શકાતું નથી. મુઝ મનિ અચરિજ ભાવઈ, તપ વિર્ણ મુખિહિંન પાવઈ; શ્રવણ પુટિS જિમ પીજી, તિમ ભવતૃષ્ણાઈ જિઈ. (૫ ૬). આ મનોહર વાણી જેમ જેમ કાન દ્વારા પિવાય છે, તેમ તેમ ભવ-તૃષ્ણાનો નાશ પામે છે. વાણી અમૃતસમી, ચંદનથી શીતળ, પરંતુ પામવા તપ કરવું પડે એમ કહેવામાં કવિની અંલકારનિર્માણ શક્તિનો પરિચય થાય છે. કવિ પરમાત્માની વાણીને અભિનવ-વર્ષના રૂપકથી ઓળખાવતાં કહે છે, દેસણ વાણી સાર, અભિનવ જલ ધાર વરસતી વલી વલીએ, કલિમલ ગ્યા ગલીએ.' (૭, ૨). પરમાત્માની દેશના પ્રથમ વર્ષની જલધારા જેવી છે, જે પુનઃ પુનઃ વરસી કલિયુગની અશુદ્ધિને દૂર કરે છે. આ વાણીરૂપ વર્ષાની વિશેષતા વિસ્તારથી વર્ણવતાં કહે છે; આશા કરઈ ન શામલ, નિર્મલ દિપઈ સૂર, વૃદ્ધિ પ્રવાહ ન પાવઈ, આવઈ બલનઈ પુરિ; સમકિત તત્ત્વ પરોહિત, રોહિત અચલ અનંત, ભેદ્ય મોર ન નાચઈ, સાચઈ રંગિ રમતિ’ ૩ નહીં સીત રીત ગ્રીસમ વીજ ગાજ વિષય જેહનઉ જાણિયઈ ચઉદ રાજ. મિલ્યઉ પંકિ ન થાઈ એ કલુષ પ્રાણી, નવી તેણિ કાદબિની સ્વામી વાણી. ૪ (૭, ૩-૪) આ વાણીરૂપી મેઘ દિશાઓને કાળી-અંધારી કરતો નથી, આ મેઘવર્ષા સૂર્યનો નિર્મળ પ્રકાશ પણ સમાંતરે ફેલાવે છે. આ વાણીવર્ષાથી પૂર આવતું નથી, છતાં પૂરા વેગ સાથે વરસે છે. એનાથી અચળ અને અનંત એવું સમ્યકત્વ ઊગે છે, આ મેઘથી ભીંજાયેલો મોર (આત્મા) નાચતો નથી, કારણ કે તે સાચા રંગે રંગાયેલો છે. પ્રભુની વાણી કોઈ નવા પ્રકારની વાદળની હાર (કાર્દબિની) છે, કેમ કે, આ વાદળમાંથી થતી વૃષ્ટિ પૂર્વે ગરમી લાગતી નથી, વૃષ્ટિ સમયે ઠંડી લાગતી નથી, તેમ જ ગાજવીજ પણ થતી નથી. પરંતુ આશ્ચર્ય છે કે, આ વર્ષનું ક્ષેત્ર ચૌદ રાજલોક છે, છતાં તેની વૃષ્ટિ વખતે કાદવ-કીચડ થતો નથી, ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૬૯ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ તેમ કોઈ પ્રાણી તેનાથી ખરડાતું નથી. આમ, કવિએ જિનવાણીને અભિનવ-વર્ષાનું રૂપક આપી, આ રૂપકના વિવિધ અંગોનો વિરોધાભાસ અલંકાર દ્વારા વિશિષ્ટતા દર્શાવી સામાન્ય વર્ષ કરતા જિનવાણી કેવી વિશિષ્ટ છે, તેનો સુંદર પરિચય કરાવ્યો છે. કવિએ મોહરાજા સાથે પરમાત્માનું યુદ્ધવર્ણન પણ રૂપકશૈલીમાં સુંદર રીતે ગૂંચ્યું છે. ‘ત્રિભુવનપતિ ભૂપાલ, અંતર અરિ દલિ કોપિયઉએ, ખંત કરિય કરવાલ, પ્રાક્રમ ચાપ આરોપિયઉએ, પ્રવચન સુભર તુણીર, નયમ ભંગ બાર્ણિઈ ભર્યઉએ, દેખિય સાહસધીર, મોહ મહાભડ થરહર્યઉએ. (૧૨, ૧૨). ત્રિભુવનપતિ પરમાત્મા આંતરિક શત્રુના દળ પર ક્રોધિત થયા. પરાક્રમરૂપી ધનુષ્ય અને નાગમભંગરૂપી બાણો ધારણ કર્યા. તેમ જ હાથમાં ખેતરૂપી કટારથી સજ્જ થઈ પોતાની પ્રવચનવાણી ત્રિભુવનમાં ફેલાવીને મહાબળવાન એવા મોહને પણ થરથરાવી દીધો. આ જ સ્તવનમાં પરમાત્માની કવચ-રચનાને પણ કવિએ વિવિધ રૂપકો દ્વારા વર્ણવી છે. પંચમહાવ્રતરૂપ ટોપ મસ્તકે શોભી રહ્યો છે, કંઠમાં છઠ્ઠાપરૂપી પટ શોભી રહ્યો છે. આમ, કવિએ વિવિધ સાંગરૂપકો દ્વારા મનહર-કાવ્યરચના સિદ્ધ કરી છે. કવિની અલંકાર રચનાઓમાં અંતર્યમકના પ્રયોગો પણ આકર્ષક છે. પંચમ સર જિમ કોઈલ, કોઈ લહઈ નહુ જાણિ તિમ જગ સાચઉ મારગ, તારક જિન ગુણખાણિ. (૭, ૧૧). જેમ કોયલનો (કોઈલ) સ્વર જેવો પાંચમો સ્વર આ દુનિયામાં અન્ય કોઈ કોઈ લહઈ) પ્રગટ કરી શકતા નથી, તેમ જગતમાં સાચો માર્ગ તારક જિનેશ્વરદેવ સિવાય કોઈ બતાવી શકતા નથી. પરમાત્માની મૂર્તિનાં દર્શનના આનંદને વર્ણવતાં કવિ કહે છે; દીઠી મૂરતિ મેં રતિ હોઈ, પ્રભુની તસુ જામલિ ન કોઈ રોગ શોગ દુહ કયવર હરઈ, જનમન વાંછિત સરવર ભરઈ.' (૧૧, ૩) દીઠી મૂરતિ એટલે કે પ્રભુપ્રતિમાને નીરખતાં બૂ રતિ હોઈ મને રતિ યાને પ્રેમ ઊભરાય છે એવી અંતર્યમક રચના અહીં કરી છે. કવિએ ૧૮મા અરનાથ સ્વામીના પ્રારંભે સંસ્કૃત શ્લોક ગૂંચ્યો છે. આ શ્લોકમાં પણ કવિએ અર’ શબ્દનો શ્લેષ કરીને ચતુરાઈ દર્શાવી છે. કવિ કહે છે કે, જગતના સૌ ચક્રો ઘણા “અર એટલે કે આરાવાળાં છે, પરંતુ ધર્મચક્ર ‘અરનાથરૂપે એક જ આરાનું હોવા છતાં સંસારસમુદ્રને પાર કરવા સમર્થ છે. કવિની વિદગ્ધતા અને શબ્દો પરના પ્રભુત્વનો આ સુંદર નમૂનો છે. દષ્ટાંત અલંકાર પણ કવિપ્રતિભાનો એક રમ્ય ઉન્મેષ છે. કવિ પરમાત્માની વાણીને વર્ષો સાથે ૭૦ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ સરખાવતાં કહે છે; વિષમ ગ્રીષમકાલ દવાનલિઈં, વિપુલ કોમલ તરુવર પરજલઈ, સજલ વારિદ વૃષ્ટિ તિહાં કરઈ, દવ સમઈ ધર શીતલ પણ ઠરઈ. ૪ તિમ કષાય સુસંયમવન દહઈ, શ્રુત સુસીતલ વાણી નદી વહઈ, પ્રભુ તણા મુખકંદર નીકલી, લહિય નિવૃતિ પૂ મન રલી.’૫ (૨૧, ૪-૫) ભયાનક ગ્રીષ્મઋતુરૂપ દાવાનળ વિપુલ-કોમળ વૃક્ષોને બાળે છે, ત્યારે વર્ષાની વૃષ્ટિ ઠંડક ફેલાવે છે, તેમ સંયમરૂપી વનને કષાયરૂપી દાવાનળ બાળે છે, ત્યારે પરમાત્માના મુખરૂપી કંદરામાંથી નીકળેલી શ્રુતરૂપી નદી સૌ કષાયોના તાપને શમાવે છે, અને નિવૃત્તિપુરી-મોક્ષ તરફ લઈ જાય છે. આવું જ એક બીજું રમ્ય દૃષ્ટાંત અલંકારનું ઉદાહરણ પોતાની અપૂર્ણ કવિત્વશક્તિ અને ભક્તિભાવે છલકતા હૃદયને વર્ણવતાં આપે છે. ભરહભાવ સુછંદ પ્રકાશતી, તરુણ નાટક રંગ ઉલ્હાસતી, રમઈ તાલિ સôી આહિરડી, કાંઈ ન નાચઈ મનરિસ બાપડી ? ૭ સરસ દૂધ સુતંદુલસ્યઉં મિલી, કલકલઈ જિમ ખીર રસાઉલી, સઘણ કુક્કસ મિશ્રિત રાબડી, તડબડઈ ન હું કાંઈ પચિનઈં ડિ ?” ૮ (૧૩, ૭-૮) ભરતનાટ્યમ્ જાણનારી સુંદર યુવતીઓ નૃત્યશાસ્ત્ર અનુસાર સુંદર નૃત્ય કરે છે, તો સામાન્ય આહિ૨કન્યા પોતાને આવડે તેવું નૃત્ય કેમ ન કરે ? તેમ જ સરસ તાંદુલથી મિશ્રિત દૂધની ખીર પાકતાં કલકલ અવાજ કરે છે, તો ફોતરાં વડે મિશ્રિત રાબડી પણ કેમ અવાજ ન કરે ? આમ, કવિ કે અન્ય સામાન્ય જન પણ અસમર્થ હોવા છતાં ભક્તિભાવથી પ્રેરાઈ સ્તુતિ કરવા તત્પર થયા છે. કવિ આ જગતના સ્થૂળ પદાર્થો સાથે પરમાત્માની મહાનતાની સરખામણી કરતા થાકી જાય છે, ત્યારે અનન્વય અલંકારનો સહારો લઈ ૫રમાત્માની મહાનતા વર્ણવે છે, ઘણઉં શીતલ સયલ, જર્ગિ ચંદ્ર બોલ્યઉ, વલી બાવનઉ ચંદન તેષ્ઠિ બોલ્યઉ; ગિણવું તેહથી શીતલ પ્રભુ તુમ્હારી, સુધાવૃષ્ટિ સમ દૃષ્ટિ શીતલ વિચારી. (૧૦, ૨) આ જગતમાં ચંદ્ર શીતળ ગણાય છે, અને બાવનાચંદન પણ ચંદ્ર સમાન જ શીતળ ગણાય છે. પરંતુ હે શીતલનાથ પ્રભુ ! તેનાથી પણ તમારી દૃષ્ટિ અધિક શીતલ છે, કે જે અમૃતની વૃષ્ટિ સમાન જ છે. કવિ પ્રતિવસ્તુપમા અલંકારનો આશ્રય લઈને પરમાત્માના દેહ-વર્ણનના અનન્વયનો વિસ્તાર કરે છે; “સુરતરુ સરિખા કિમ લહઉં, થલચારિ કીર ? કિમ વિદ્રુમ ઉપમ લહઈ, પ્રભુ તુમ્હે શરીર ” For Personal & Private Use Only (૬, ૧૫) ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) * ૭૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ જેમ પૃથ્વી પર ઊગેલાં વૃક્ષોને કલ્પવૃક્ષ સાથે સરખાવી શકાતાં નથી, તેમ તમારા દેહના લાલવર્ણને વિક્મ-પરવાળાં સાથે સરખાવી શકાતો નથી, તે તો કાંઈ અલૌકિક જ છે. આ જ લાલ રંગની વાતને આગળ વિસ્તારતાં કવિ કહે છે, વઈચગિઈં રાતઉ રંગ ન રાત ઉગત રવિ જિમ તિમિર હરઉ.” (૬, ૧૬) પરમાત્મા વૈરાગ્યમાં રાતા છે, પરંતુ રંગરાગમાં રાતા નથી. (પપ્રભુસ્વામીનો રંગ રાતો છે, પરંતુ અહીં કવિ “રંગ' શબ્દનો શ્લેષ કરી રંગરાગમાં રાતા નથી' એવો અર્થ કરી શ્લેષ અલંકાર દ્વારા મનહર ચમત્કૃતિ સાધે છે.) આ રાતા રંગો ઊગતા સૂર્યની જેમ અંધકારને દૂર કરે છે. કવિ અનેક સ્થળે લાંછનનું રહસ્ય પણ ઉàક્ષા અલંકાર દ્વારા પ્રગટ કરે છે. જે પુઠિ ભામંડલ તે દિશંદ, સેવઈ મિસઈ સંછણનઈ નિસિંદ; અહો ! અહો ! અદ્દભુત એ પ્રભાવ, બેવઈ મિલ્યા છેડી વૈરભાવ.' (૮, ૪) હે પ્રભુ! આપની પાછળ જે ભામંડળ ચળકી રહ્યું છે, તે દિવસનો રાજા સૂર્ય છે, અને સેવા કરવાના ઉદ્દેશથી લંછનમાં રાત્રિનો રાજા ચંદ્ર શોભી રહ્યો છે. દિવસનો રાજા સૂર્ય અને રાત્રિનો રાજા ચંદ્ર સાથે રહી શકે નહિ, પરંતુ પરમાત્મા તમારા અદ્ભુત પ્રભાવને લીધે જ બંને વૈરભાવ છોડી સાથે સેવા કરી રહ્યા છે. અહો ! અહો ! તુહ પય મહિમ, વાનર વારિક ચપલિમ નિરૂપમ અહનિશિ સેવક થિર થયું એ. (૪, ૨) વાનર લાંછનને વર્ણવતાં અહો ! અહો ! તમારા ચરણનો મહિમા ! અતિશય ચંચલ એવો વાનર પણ સેવક થઈ તમારા ચરણમાં સ્થિર થયો છે. ઉત્તરવર્તી કાળમાં થયેલા શ્રી ભાવવિજયજી, શ્રી ન્યાયસાગરજી આદિ અનેક કવિઓએ લાંછનના રહસ્યને સમજાવવાની ઉક્ષામય રીતિનું અનુસરણ કર્યું છે. કવિના આ અલંકાર રચનાના સૌંદર્ય અંગે શ્રી જયંત કોઠારીએ જણાવે છે; પાર્જચંદ્રસૂરિ અલંકારોક્તિની જે સમૃદ્ધિ દાખવે છે તે આપણને અભિભૂત કર્યા વિના રહેતી નથી.’ પાર્જચંદ્ર કવિનું કવિત્વ અપ્રતિમ અલંકાર યોજના ઉપરાંત બાળકની જેમ અત્યંત સુકોમળ ભાવે પરમાત્મા સમક્ષ પોતાનું હૃદય ખોલવામાં રહ્યું છે. જીવાત્મા સંસારમાં વિષય સુખના બંધનમાં પડી કેવો દુઃખી થયો તેનું હૃદયસ્પર્શી આલેખન તેમણે કર્યું છે. વિષયરસિઈ બહુ બહુ રમ્યઉ, રસ ગંધ સાસ, સબ્દ રુપએ પાડૂઆ, કૂડા મનમૃગ પાસ. ૨૫. સંશોધન અને પરીક્ષણ પ્રકા. જયંત કોઠારી, ૧૯૯૮ પૃ. ૧૧૬. ૭૨ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ તેમઈં જાણ્યાં રુઅડાં, પરિગ્રહ આરંભ; કુગતિ કારણ નહુ ઉલખ્યા, થયઉ બોધ દુર્લભ' (૬, ૫, ૬) વિષયરસમાં રમતાં મારા મનને – રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, રૂપ આ પાંચે મન-મૃગને બાંધનારા પાશ સમાન બન્યા, પરંતુ પરિગ્રહ અને વિષય આરંભને મેં ઉત્તમ માન્યા અને કુગતિના કારણ હોવા છતાં તેઓની ઉપેક્ષા ન કરી અને બોધ દુર્લભ થયો. આગમવચન ઉથાપિયઉં, નિય નિય ગચ્છતિ થાપિયઉં આપિયઉં કિમ લહઉં દેસણ તાહરઉંએ ? હિવએ સહૂ આલોઈયઈ, સુપ્રસન્ન નયણ નિહાલિયઈ, ટાલિયઈ ભવદુષ બંધન માહરઉંએ. (૪, ૧૦) આગમ-વચનોનું પાલન ન કરી નિજ પ્રભુત્વ માટે ગચ્છ સ્થાપના કરનારો હું પોતે તારું દર્શન કેમ પામું ? હવે એ સર્વ માટે માફી માગું છું. હવે પ્રસન્ન નયને મારી સામે જો, અને મારા ભવદુઃખને કાપી દે. આવો જ ભાવ અન્યત્ર વર્ણવતાં કવિ કહે છે; - પ્રવાહિઈં પડ્યઉ લોભની લિ વાઘઉં, મિસિઈં ગચ્છ આચાર આગમ વિરાહ્યઉં, છતઈ શ્રુતિ ઘણિ નવા નવા જીત કૂડા, કર્યાં તે ય વિપરિત કિમ થાય રૂડા ?” (૧૦, ૭) દેખાદેખીમાં ડૂબેલા અને લોભમાં તણાતાં એવા મેં ‘ગચ્છાચાર’ને બહાને આગમની ઉપેક્ષા કરી, ઘણું શ્રુતજ્ઞાન વિદ્યમાન હોવા છતાં આગમ અનુસાર આચારને બદલે નવા-નવા ખોટા જીત (નવી રુઢિપરંપરાનો વ્યવહાર) ઊભા કર્યા, તે આગમ વિપરીત હોવાથી સારા કેમ ગણાય ? મધ્યકાળમાં વિરલ જ કહી શકાય એવી કવિની અંગત મથામણની છાંટ આ કવિમાં અનુભવાય છે, તે અત્યંત નોંધપાત્ર છે. કવિએ બાવીસમા નેમિનાથ સ્તવનમાં નેમ-રાજુલના પૂર્વના નવ-ભવોનું સરળ, પ્રાસાદિક શૈલીથી વર્ણન કર્યું છે. સામાન્ય રીતે નેમિનાથ સ્તવનમાં થતાં રાજુલના વિહવર્ણનની પરંપરાની દૃષ્ટિએ વિશિષ્ટ છે. તે જ રીતે પાર્શ્વનાથ સ્તવનમાં ચૌદ સ્વપ્ન અને પંચકલ્યાણકના ઉલ્લેખ દ્વારા સ્તવનને કથાત્મકતાનો સ્પર્શ આપ્યો છે. એ ઉપરાંત મલ્લિનાથ સ્તવનમાં છ મિત્રોના પ્રતિબોધની ઘટના વર્ણવી છે, તેમાં પણ કથાત્મકતા જોઈ શકાય છે. આ કૃતિ અંગે શ્રી જયંત કોઠારી જણાવે છે તે સંપૂર્ણપણે યથાર્થ જણાય છે; ૨૬. સંશોધન અને પરીક્ષણ પૃ. ૧૨૨, પ્રકા. જયંત કોઠારી, અમદાવાદ પ્રથમાવૃત્તિ, ૧૮૯. For Personal & Private Use Only ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૭૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ ‘આ ચોવીશીમાં સાંપ્રદાયિક માહિતી અને તત્ત્વવિચારનો સંભાર સારા પ્રમાણમાં છે, તેમ છતાં કૃતિ સાંપ્રદાયિકતાની સીમા વટીને સાહિત્યિકતાના પ્રદેશમાં પહોંચે છે કેમ કે એમાં મધ્યકાલીન કવિ-કૌશલોનો રસસૌંદર્યપૂર્વક વિનિયોગ થયેલો છે. ક્વચિત્ કથારસનો આશ્રય થયેલો છે, તો વર્ણનરસ અને અલંકારરસ તો કાવ્યમાં છલકાય છે.” આ કૃતિ મધ્યકાલીન-ભાષા સંદર્ભે પણ અત્યંત મહત્ત્વની છે. સોળમા શતકની ગુજરાતી ભાષાના એક ઉત્તમ દષ્ટાંતરૂપે પણ આ કૃતિ ઉલ્લેખનીય છે. શ્રી જયંત કોઠારી જેવા મધ્યકાળના વિદ્વાન અભ્યાસી તો આ કૃતિનું વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં સ્થાન હોવું જોઈએ એમ કહી, એનું ભાષાસાહિત્યની દષ્ટિએ મહત્ત્વની કૃતિ તરીકે મૂલ્ય આંકે છે. ટૂંકમાં આ સ્તવનચોવીશી કવિની કવિપ્રતિભા, વિદ્વત્તા અલંકારવૈભવ, છંદવૈશિસ્ત્ર, ભાષાવૈભવ, મધ્યકાલીન ભાષા અને હૃદયના પ્રાયશ્ચિત્તભાવ આદિના આલેખનને કારણે એક નોંધપાત્ર કૃતિ બની રહે છે. સમય દૃષ્ટિએ પણ આ કૃતિ અગ્રગામી હોવાથી ચોવીશીના ઇતિહાસમાં એક સ્તંભ તરીકેનું મહત્ત્વનું સ્થાન છે. જ ઃ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ના For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ સમયસુંદરજી કૃત સ્તવનચોવીશી સમયસુંદરજી સત્તરમા શતકમાં (સં. ૧૬ ૧૨ () થી ઈ.સ. ૧૬ ૪૬ સં. ૧૭૮૨)માં થયેલા એક વિદ્વાન પ્રતિભાશાળી કવિ હતા. તેમનો જન્મ રાજસ્થાનના સાચોરમાં થયો હતો. પોરવાળ વણિક પિતા રૂપસિંહ અને માતા લીલાદેવીના પુત્રે બાલ્યવયમાં જ દીક્ષા ધારણ કરી. તેમના ગુરુ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિના શિષ્ય સકલચંદ્રજી હતા. વિદ્યાભ્યાસ બાદ ઈ.સ. ૧૫૯૩માં વાચકપદ અને ઈ.સ. ૧૬ ૧૫માં ઉપાધ્યાય પદ પ્રાપ્ત થયું. તેમણે લાહોરમાં પોતાના દાદાગુરુ જિનચંદ્રસૂરિ સાથે બાદશાહ અકબરને મળવા ગયા, ત્યારે ત્યાં “અષ્ટલક્ષી' નામની એક પદના આઠ લાખ અર્થ ધરાવતી કૃતિ રચી બાદશાહ અકબરને પ્રસન્ન કર્યા. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશના અભ્યાસી હતા, તેમ જ વિહાર દરમિયાન ગુજરાતી, મારવાડી, હિન્દી, - સિંધી અને પંજાબી ભાષાઓ પર પણ પ્રભુત્વ મેળવ્યું હતું. ગુજરાતી, પ્રાકૃત અને સંસ્કૃતમાં સમયસુંદરજીએ વિપુલ સાહિત્યસર્જન કર્યું છે. તેમની ગુજરાતી રાસકૃતિઓમાં સાંબ પ્રદ્યુમ્ન ચોપાઈ, પ્રત્યેકબુદ્ધ ચોપાઈ, મૃગાવતી ચોપાઈ, સીતારામ ચોપાઈ, વલ્કલચીરીરાસ, થાવસ્યાસુતરાસ, સિંહલસુત પ્રિયમેલકરાસ, વસ્તુપાલ તેજપાલરાસ આદિ નોંધપાત્ર છે. તેમનું સંગીત પરનું અપૂર્વ પ્રભુત્વ અને મનોહર ગીતરચનાને કારણે રાજસ્થાનમાં કહેવત છે કે, “કુંભારાણારા ભીંતડાં અને સમયસુંદરરા ગીતડાં પ્રસ્તુત ચોવીશી પણ ટૂંકા ટૂંકા ચોવીશ ગીતોમાં જ રચાયેલી છે, જે રાજસ્થાની ભાષાની છાંટને લીધે તેમ જ રાગવૈવિધ્ય અને લયમાધુર્યને લીધે ચોવીશીના ઇતિહાસમાં નોંધપાત્ર છે. કવિના હૃદયમાં પરમાત્મા પ્રતિ અપૂર્વ આકર્ષણ રહ્યું છે, કવિ આ આકર્ષણના મુખ્ય કારણ પરમાત્માના મુખના સૌંદર્યને ઉપમા અલંકારથી વર્ણવે છે, પૂર્ણચંદ્ર જિસો મુખ તેરો, દેતપંક્તિ મચકુંદ કલી હો.’ . (૨, ૧) ૨૭. ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ. સ્તવનક્રમાંક - ૫૨, ૧૦, ૧૪૭, ૧૯૪, ૨૪૧, ૨૮૮, ૩૩૬, ૩૮૩, ૩૪૦, ૪૭૭, પ૨૩, ૫૬૯, ૬ ૧૫, ૬ ૬ ૨, ૭૦૮, ૭૫૭, ૮૦૪, ૮૫૧, ૮૯૭, ૯૪૩, ૯૮૯, ૧૦૪૫, ૧૧૦૧, ૧૧૫૧. ના ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૭પ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનું મુખ ચંદ્ર સમાન છે, અને દાંતની પંક્તિ દાડમના ફૂલની કળી જેવી છે. પરંપરાગત ઉપમાઓ દ્વારા મુખ અને દાંતનું વર્ણન કર્યા પછી, કવિ આંખો માટે નાવિન્યસભર ઉપમા પ્રયોજે છે, સુંદર નયન તારિકા શોભિત, ભાનુ કમલદલ મધ્ય અલી હો. (૨, ૨) સુંદર નયનરૂપી તારા શોભે છે, જાણે મુખરૂપી કમળદળ ઉપર ભમરા ન બેઠા હોય ! પરમાત્માનું રૂપ અદ્દભુત છે, તો એમની સાથે સંકળાયેલા અષ્ટ-મહાપ્રાતિહાર્યોની શોભા અલૌકિક છે. આ શોભા વર્ણવતાં કહે છે; ‘તીન છત્ર સિર ઉપર સોહે, આપ ઇંદ્ર ચામર વઝીયેરી કનક સિંહાસન સ્વામી બેસણ, ચૈત્યવૃક્ષ શોભિત કીજીયેરી ભામંડલ ઝલકે પ્રભુ પૂઠે, પેખત મિથ્યામ કીજિયેરી દિવ્યનાદ સુર દુદુભિ વાજે, પુષ્પવૃષ્ટિ સુર વિરચિયરી.’ (૧૩, ૧-૨-૩) : - તો વળી પરમાત્માના દિવ્યધ્વનિ પ્રાતિહાર્યની લોકો પર થતી અસર વર્ણવતાં કહે છે, માલકૌસિક રાગ મધુરધ્વનિ, સુરનર કે મનરંજના.' (૧૮, ૧) " તો, પરમાત્માની આંતરિક ગુણસમૃદ્ધિ વર્ણવતાં કહે છે; અલખ અગોચર તું પરમેશ્વર, અજર અમર તું અરિહંતજી અકલ અચલ અકલંક, અતુલબલ કેવલજ્ઞાન અનંતજી નિરાકાર નિરંજન નિરૂપમ, જ્યોતિરૂપ નિરવંતજી તેરો સ્વરૂપ તું હી પ્રભુ જાણે, કે યોગીંદ લહંતજી ત્રિભુવન સ્વામી અંતર્યામી, ભયભંજન ભગવંતજી સમયસુંદર કહે તેરે ધર્મજિન, ગુણ મેરે હૃદય વસંતજી.' (૧૫, ૧-૨-૩) અલક્ષ્ય, અગોચર, વૃદ્ધાવસ્થારહિત, અમર, પાર ન પામી શકાય એવા, ઘેર્યગુણ વડે મેરુ સમાન અચલ, કલંકરહિત, અતુલ-બળવાન અને અનંત કેવળજ્ઞાનને ધારણ કરનારા, આકાર વિનાના, નિરંજન, ઉપમાઓ દ્વારા વર્ણવી ન શકાય એવા, જ્યોતિ સ્વરૂપ એવા હે અરિહંત પરમાત્મા ! તારા સ્વરૂપને તો યથાર્થપણે કેવળ તું જ જાણી શકે છે, અથવા તારા જેવા યોગીન્દ્રો જ તારું સ્વરૂપ પામી શકે છે. હે પરમાત્મા ! તું ત્રિભુવનસ્વામી, અંતર્યામી અને ભયને દૂર કરનાર ભગવંત છો. સમયસુંદરજી કહે છે કે, તારા આવા અપૂર્વ ગુણો મારા હૃદયમાં વસ્યા છે. પરમાત્મા કેવા ભયભંજન ભય દૂર કરનારા અને શરણાગતનું રક્ષણ કરનારા છે, તેને માટે શાંતિનાથ ભગવાનના પૂર્વભવનો સંદર્ભ ગ્રંથિ કવિ પોતાનું પણ રક્ષણ કરવાની પ્રાર્થના કરે છે; ૭૬ ૪ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ પૂરવ ભવ પારેવો રાખ્યો, તિમ મુઝ ચરણે રાખો. દીનદયાલ કૃપા કરી સ્વામી, મુઝને દરસણ દાખોજી. (૧૬, ૩) તો અન્ય કાવ્યમાં નેમિનાથ પરમાત્માની કરુણાથી મુક્તિ પામેલાં પક્ષીઓના આશીર્વચન આલેખતાં કવિ મનોહર ઉલ્લાસસભર પદાવલી પ્રયોજે છે; યાદવરાય જીવો કોડ વરિસ, ગગનમંડલ પ્રમુદિત ઉડિત દે પંખી આશીશ, હમ ઉપરી કરુણા તે કીની, જગજીવન જગદીશ. (૨૨, ૧-૨) પરમાત્મા કેવા શરણાગતવત્સલ, દયાળુ અને દાનેશ્વરી છે, તે વાત કવિ પરમાત્મા મહાવીરના જીવનસંદર્ભને કેન્દ્રમાં રાખીને આલેખે છે. આ પદમાં કવિ પદસ્વરૂપની નાટ્યાત્મક શક્યતાઓ તાગે છે. પરમાત્મા મહાવીર પાસે દીક્ષા બાદ યાચના કરવા આવેલા બ્રાહ્મણની વિનંતી રજૂ કરતા કહે છે; ‘એ મહાવીર કછુ દો મોહે દાન, હું દ્વિજ મીન તું દાતા પ્રધાન. બુટિ કનકકી ધાર અષ્ટ કોટિ લખ કડિ માન; એ મેં કછુ મેં ન પાયો, પ્રાપતિ પુન્યનિધાન.” (૨૪, ૧-૨) હે મહાવીર ! મને કાંઈક દાન દો. હું બ્રાહ્મણ - દાન યાચવાનો જાતિસ્વભાવ ધરાવનાર છું, અને તું દાનેશ્વરીઓમાં પ્રધાન છે. તમે દીક્ષા પૂર્વે આઠ ક્રોડ લાખ સોનામહોરનું દાન દીધું, પરંતુ તે સમયે હું કાંઈ પામી ન શક્યો. (આ બ્રાહ્મણ ધનાર્જન માટે વિદેશ ગયેલો હોવાથી કશું પામ્યો નહોતો.) ખરેખર, જેની પાસે પુણ્યનું બળ હોય તે જ માણસ દાન પ્રાપ્ત કરી શકે છે. બ્રાહ્મણની યાચના સાંભળી સર્વવસ્તુનો ત્યાગ કરેલા, કેવળ એક દેવદૂષ્ય (વસ્ત્રો ધારણ કરનારા પ્રભુએ અર્ધવસ્ત્રનું દાન દઈ દીધું. આમ પરમાત્માએ અપૂર્વ દાનવીરતા દર્શાવી. એથી જ સમયસુંદરજી કહે છે; ગુણ સમયસુંદર ગાયો, કો નહીં પ્રભુ સમાની (૨૪, ૩) આમ, કવિ પરમાત્માના ભયભંજન, જીવમાત્ર પ્રત્યે કરુણાસાગર એવા ગુણને તેમ જ દાનવીરતાના ગુણને ઉલ્લાસપૂર્વક આલેખે છે. પ્રભુ આવા અનેક ગુણોના ભંડાર હોવાથી હૃદયમાં વસ્યા છે. કવિની ઇચ્છા પરમાત્માના સર્વ ગુણો ગાવાની છે, પરંતુ પરમાત્મગુણોની અનંતતા અને તેને કારણે પોતાની ગુણ ગાવાની અસમર્થતા અભિવ્યક્ત કરતાં કહે છે; પ્રભુ તેરે ગુણ અનંત અપાર; " સહસ રસનાધર સુરવર, કહત ન આવે પાર. ૧ ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૭૭ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ કવણ અંબર ગિણે તારા, મેરુ ગિરિકો ભાર; ચમર સાગર ઉહર માલા, કરત કૌન વિચાર. ૨ ભક્તિ ગુણ લવલેશ ભાખું, સુવિધિ જિન સુખકાર. (૯, ૧-૨-૩) હે પ્રભુ! તારા ઘણા ગુણો છે, જે કહેતાં પાર ન આવે. હજાર જીભવાળો ઇંદ્ર પણ આ ગુણ કહેવા માંડે તો કહી શકે નહિ. કોણ આકાશના તારા ગણી શકે ? કોણ મેરુપર્વતનું વજન કરી શકે? કોણ સ્વયંભૂરમણ સમુદ્ર (અંતિમ વિશાળ સમુદ્રના મોજાં ગણી શકે? આમ, તમારા ગુણોનો પાર પામવો અશક્યવત્ છે, છતાં ભક્તિવશ થઈને થોડાક ગુણો ગાવાનો પ્રયત્ન કરું છું. કવિ આવા ગુણવંત પરમાત્માનાં પ્રત્યક્ષ દર્શન ઇચ્છે છે, પરંતુ તેના અભાવે તેમના સ્થાપના-નિક્ષેપ મૂર્તિ પણ પરમાત્માનું જ સ્મરણ કરાવનારી હોવાથી મૂર્તિના દર્શનથી પણ અતિશય આનંદ અનુભવે છે. કવિ કહે છે; મેરો મન મોહ્યો જિન મૂરતિયાં અતિ સુંદર મુખકી છવિ પેખત, વિકસત હોત મેરી છતિયાં. (, ૧) આ મૂર્તિના નિમિત્તથી જ અનેક આત્માઓએ સમ્યકત્વની પ્રાપ્તિ કરી છે. કવિ એ માટે જેનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ બે મહાપુરુષોનાં દૃષ્ટાંતો આર્દ્રકુમાર અને સ્વયંભવસ્વામીનો ઉલ્લેખ કરે છે. કવિ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે ઉપાય સમી મૂર્તિની બાહ્ય અને અત્યંતર બંને પ્રકારે ભાવભક્તિપૂર્વક પૂજા કરવા ઇચ્છે છે; કેસરચંદન મૃગમદાજી, ભક્તિ કરું બહુ ભરિયાં: (૬, ૨). એટલું જ નહિ કવિ વિવિધ પ્રકારનાં પુષ્પો, અલંકાર-આભૂષણો આદિ વિવિધ સામગ્રીઓ દ્વારા સત્તરભેદી પૂજા કરવાનું પણ ઇચ્છે છે. સખી સુંદર રે પૂજા સત્તર પ્રકાર, મુનિસુવ્રતસ્વામીનો રે, રૂપ બશ્યો જગસાર.” (૨૦, ૧) આવી વિવિધ રીતે પૂજાઓ કર્યા પછીના મનહરરૂપને વર્ણવતાં કહે છે; “મસ્તક મુગટ હીરા જડ્યા રે, ભાલ તિલક ઉદાર. બાંહે પહિયાં બહેરખાં રે, ઉર મોતીન કો હાર.' (૨૦, ૨) આ સત્તર પ્રકારની પૂજામાં સંગીત અને નૃત્ય પણ પૂજાના પ્રકારો છે. દેવો પણ પરમાત્મા આગળ કેવી રીતે સંગીત અને નૃત્ય કરી પરમાત્મભક્તિ કરે છે. તેનું વર્ણન કરતાં કહે છે, ૮ અ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ “થેઈ થઈ તત થઈ તત થઈ પદ્માવતી, ગીત ગાન મુખ વૃંદા. શાસ્ત્રસંગીત ભેદ પદ્માવતી, નૃત્યતિ (નવ) નવઈ છંદા. (૨૩, ૨) આમ, વિવિધ પ્રકારે ભક્તિ કરતો સાધક દ્રવ્યપૂજા પછી ભાવપૂજામાં પરમાત્માના ગુણોના અનંતવૈભવનું દર્શન કરે છે. અનંત તેરે ગુણ અનંત તેજ પ્રતાપ અનંત દરસણ ચારિત્ર અનંત, અનંત કેવલજ્ઞાનરી. ૧ અનંત શક્તિ કો નિવાસ, અનંત ભક્તિ કો વિલાસ. અનંતવીર્ય, અનંત ધીરજ, અનંત શુક્લધ્યાનરી. ૨ (૧૪, ૧-૨). હે અનંતગુણવાળા અનંતનાથજી, તારા ગુણ અનંત છે. તારા તેજ અને પ્રતાપ અનંત છે. દર્શન અને ચારિત્રગુણ અનંત છે, તારું કેવળજ્ઞાન અનંત છે, એટલું જ નહિ, તું અનંતશક્તિનો નિવાસ છે અને ભક્તની અનંતભક્તિ તારા ચરણકમળમાં વિકસે છે. હે પ્રભુ! તું અનંત વીર્યવંત અને અનંત ઘેર્યનો ભંડાર છે અને અનંત શુક્લધ્યાનને ધારણ કરનાર છે. આમ, ભાવપૂજા નિમિત્તે પરમાત્માના અનંતગુણોનો મહિમા કરતો ભક્ત પરમાત્માની શરણાગતિ સ્વીકારતાં કહે છે; અનંત જીવકો આધાર, અનંત દુઃખકો છેદનહાર. હમકો સ્વામી પાર ઉતાર, તું કૃપાનિધાન રી.” (૧૪, ૩) આ શરણાગતિમાં ભક્તહૃદયનું આર્જવ પણ ભળે છે; સ્વામી તાર, ચંદપ્રભ સ્વામી તારજી. સ્વામીએ સંસાર અસારજી, બહુ દુઃખ અનંત અપારજી. હું ભમ્યો અનંતી વારજી, મુઝ આવાગમન નિવારજી. (૮, ૨) આમ, હૃદયનાં ભક્તિ, ઉલ્લાસ અને શરણાગતિની ભાવનાથી છલકતાં આ સ્તવનો છે. ટૂંકા-ટૂંકા મોટે ભાગે ત્રણ કડીનાં આ સ્તવનો ભાવ અને રાગોનું અપૂર્વ માધુર્ય ધરાવે છે. કવિની રાજસ્થાની – હિન્દી ભાષાની છાંટ ધરાવતી ભાષા પણ આ માધુર્યમાં અભિવૃદ્ધિ કરનાર બને છે. કવિએ મારુ, ગોડી, કાફી, માલવી ગોડી, કાનડો, શ્રીરાગ (બે વાર), રામગિરિ (બે વાર), કલ્યાણ, કેદારો (બે વાર) લલિત, મારુણી (બે વાર), સારંગ (બે વાર), આસાવરી (બે વાર), ભૈરવ, નટ્ટનારાયણ, ગુજરી, દેવગંધાર, પરહો એમ કુલ ચોવીશ સ્તવનમાં ૧૮ રાગો પ્રયોજ્યા છે. કવિએ એક સ્તવનમાં આ સ્તવનનો રાગ સારંગ છે, તેવો કરેલો રાગ નામનો ઉલ્લેખ નોંધપાત્ર છે. આમ, આ સ્તવનો કવિના ઉત્તમ મા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૭૯ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ સંગીત-પ્રભુત્વની પણ પ્રતીતિ કરાવે છે. સમયસુંદરજીના ગીતો વિશે શ્રી વસંત દવેએ કહ્યું છે; ‘સમયસુંદરજીની) ગીતરચનાઓમાં કવિની ભાષાની સાદી અને સચોટ અભિવ્યક્તિ સાધતી તથા સહજ પ્રાસથી મંડિત હોઈ લોકભોગ્ય બનવાની તેમાં ઘણી ક્ષમતા રહેલી છે. તેમાં પાંડિત્યનો ભાર નથી. મધુર લલિત પદાવલિ તેની વિશેષતા છે. શબ્દ અને ભાવની ફૂલગૂંથણીમાં મધ્યકાલીન જૈન ગીતકારોમાં સમયસુંદર અદ્વિતીય છે.' આ અભિપ્રાય આ ગીતમય ચોવીશીરચના સંદર્ભે પણ સંપૂર્ણપણે યથાર્થ જણાય છે. ૨૮. મધ્યકાલીન ગુજરાતી જૈનસાહિત્ય સં. જયંત કોઠારી પૃ. ૧૭૨. ૮૦ જે ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ના For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ આનંદવર્ધનજી કૃત સ્તવનચોવીશી આનંદવર્ધનજી ખરતરગચ્છમાં જિનચંદ્રસૂરિની પરંપરામાં મહિમાસાગરજીના શિષ્ય અને પ્રસિદ્ધ કવિ છે. તેમનો સમય તેમની કૃતિઓના આધારે વિક્રમના અઢારમા શતકનો પૂર્વાર્ધ (ઈસુની સત્તરમી સદીના મધ્યભાગ) ગણી શકાય. તેમની આ ચોવીશી સં. ૧૭૧૨ (ઈ.સ. ૧૬૫૬)માં રચાઈ છે. નેમિરાજિમતી બારમાસા, અનકઋષિ રાસ, અંતરિક્ષપાર્શ્વનાથ જિનછંદ, કલ્યાણમંદિર સ્તોત્ર બાલાવબોધ એમની રચનાઓ છે. કવિની સર્વ કૃતિઓ ભાષાનું માધુર્ય, રસિકધુવાઓ અને ગેય ઢાળોના નિરૂપણથી રસપ્રદ બની છે. કવિની આ ચોવીશીરર્ચના મુખ્યત્વે ત્રણ કે ચાર કડીનાં સ્તવનો કે જેને તેઓ ગીત તરીકે ઓળખાવે છે તેની બની છે. તેમાં ભાવોની મધુરતા, અભિવ્યક્તિની સરળતા અને કાવ્યતત્ત્વની રમ્યતા નોંધપાત્ર છે. . કવિના હૃદયમાં પરમાત્મા પ્રત્યે અપાર પ્રેમ હોવા છતાં મનની ચંચળતા આ પ્રેમને દઢચિત્ત બનાવવામાં વિખરૂપ થાય છે. પોતાના મનની આ ચંચળતાને વર્ણવતાં કવિ કહે છે; પરમેસર શું પ્રીતડી રે, કિમ કીજે કિરતાર. પ્રીત કરતાં દોહલી રે, મન ન રહે ખિણ એકતાર રે. મનડાની વાત જોજ્યો રે, જુજુઈ ધાતો રંગબિરંગી રે. મનડું રંગબિરંગી રે.... ૧ ખિણ ઘોડે ખિણ હાથીએ રે, એ ચિત્ત ચંચલ હેત. ચૂપ વિના ચાહે ઘણું, મન ખિણ ચતું ખિણ સ્વતરે. ૨ (૧૫, ૧-૨) ક્ષણમાં હાથી, ક્ષણમાં ઘોડા, ક્ષણમાં રાતું, ક્ષણમાં ધોળું આમ મન પળે પળે બદલાય છે. પરંતુ આ ચિત્ત જો દઢ બનીને પરમાત્માના ચરણમાં લાગે તો સેવકનાં સૌ કાર્યો સિદ્ધ થાય. ટેક ધરીને જો કરે લાગી રહી એકત પ્રીતિ પટેતર તો લહે, ભાંજે ભવની ભાત રે.” (૧૫, ૩) આવું વિચિત્ર મન પણ હવે પરમાત્માના ગુણોના આકર્ષણથી વશ થયું છે અને પરમાત્મા પ્રત્યે દઢ જ ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૮૧ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ભક્તિભાવ ધારણ કરનારું બન્યું છે. પરમાત્મા ગુણવાન અને ગંભીર છે, માટે જ ભક્ત પરમાત્માનો દઢ સંગ કરી લેવા ઇચ્છે છે. ઉડે અરથ વિચારીએ, ઉડે શું ચિત્ત લાય. ઓછે સંગ ન કીજીએ, ઓછે ફિર બદલાય.' (૫, ૩) હવે, આ પરમાત્માનો સાથ મળ્યો છે, તે કોઈ હિસાબે ભક્ત છોડવા માગતો નથી, તેની વાત દચંતા દ્વારા રજૂ કરતાં કહે છે, સાચા સાજન ઓળખી, લાગ્યા તે કિમ છોડે રે. મોતીડે પાણી મિલ્યાં, કહો તે કવણ વિછોડે રે. (૭, ૩) આવી ગાઢ પ્રીતિ બંધાઈ છે, માટે જ ભક્ત પરમાત્માને ઉપાલંભ પણ આપી શકે છે. ગુણ દેખાડીને હળવ્યા, તે કિમ કેડો છાંડે રે.. જિહાં જલધર તિહાં બપીઓ, પીઉ-પીલ કરી મુખ માંડે રે. ૩ જો પોતાનો લેખવો, તો લેખો ન વિચારો. સો વાતે એક વાતડી, ભવ ભવ પિડ નીવારો રે. ૪ (૧૬, ૩-). ગુણ દેખાડીને પોતાના તરફ અમને આકર્ષ્યા પછી હવે તમે અમારાથી દૂર કેમ કરી સહી શકાય ? વાદળ હોય ત્યાં જ બપૈયો હોય ને ? તમે જેને પોતાનો લેખો-ગણો તો પછી તેની બાબતમાં લેખાં-ગણતરીનો વિચાર ન કરો અને મારી ભવપીડાને જલદીથી દૂર કરો. કવિની પરમાત્મા જોડે એવી આત્મીયતા સધાઈ છે કે, પરમાત્માને પ્રિયતમરૂપે ભજતાં પોતાના મનને કવિ યૌવન વીતી જાય તે પૂર્વે રંગરેલી મનાવી લેવા કહે છે, મન મૂરખ ક્યું ન પતીજે ? દિન દિન તન યૌવન છીજે હો. પલ પલ દિલ ભીતર લીજે, પ્રભુ શું રંગરેલીયા કીજે હો.” (૧૭, ૨) પ્રેમલક્ષણાભક્તિની ઝલક ધરાવતી કવિની આ પદાવલી નોંધપાત્ર છે. આ ઉપરાંત કવિનાં સ્તવનોમાં બાળકભાવે કે સેવકભાવે ઉપાસના કરવાની વાત પણ ગૂંથાઈ છે. લાગત કોમલ મીઠડો રે લોલ, કાચે વચન અમોલ. માત તાત મન ઉલ્લસે રે લોલ, સુનિ બાલક કે બોલ.” (૧૮, ૩) ૮૨ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ સેવકનો પ્રેમલક્ષણાભક્તિની છાંટવાળો દાસ્યભાવ આલેખતાં કવિ કહે છે, “મેરે જીયમેં લાગી આસકી, હું તો પલક ન છોડું પાસ રે. ર્યું જાને હું રાખીયે, તેરે ચરનકા હું દાસ રે. (૨૩, ૧) પરમાત્માના પ્રેમમાં લયલીન થયેલા કવિને હવે સંસારની કાંઈ તમા રહી નથી. કયું કહો કોઈ લોક દિવાનો, મેરે દિલ એક તાર રે. મેરી અંતરગતિ તું હી જાનત, ઓર ન જાનહાર રે.' (૨૩, ૨) પરમાત્મા પ્રત્યે હૃદયના ભક્તિભાવને કરતાં આ સ્તવનોમાં દાસ્ય, બાલ, પ્રેમલક્ષણાભક્તિ આદિ વિવિધ છટાઓ પ્રગટે છે. આ સંસાર કેવો બિહામણો છે તેની વાત વન અને નગરના રૂપક દ્વારા કવિ આલેખે છે. સંસારને વિશાળ નગર તરીકે આલેખતું ગીત એક રૂપકાત્મક કાવ્ય તરીકે નોંધપાત્ર છે. શહેર બડા સંસાર કા, દરવાજે જસુ આર રંગીલે. ચૌરાસી લક્ષ ઘર વસે, અતિ મોટા વિસ્તાર રંગીલે. ઘર ઘરમેં નાટિક બને, મોહ નચાવનહાર. વેષ બને કેઈ ભાંતકે, દેખત દેખનહાર. ચઉદરાજ કે ચઉક મેં, નાટિક વિવિધ પ્રકાર. ભમરી દેઈ કરત તત થઈ ફિરી ફિરીએ અધિકાર.' (રૂ. ૧૧) સંસારની વિવિધ ક્રિયાઓને નાટક તરીકે ઓળખાવવું આપણને શેક્સપિયરની યાદ અપાવી દે છે, તો ભમરી દઈને થતું તથેઈ આપણા ગુજરાતના લોકનાટ્ય ભવાઈ સાથે નાટકને જોડી દે છે. પરમાત્માની આંખોનું યમક અલંકારમંડિત વર્ણન પણ સુંદર અને રમ્ય છે. ‘વિમલ કમલદલ આંખડીજી, મનોહર રાતડી રેહ. પૂતલડી મધ રમિ તારિકાજી, શામલી હસિત સનેહ. ઇંદ્ર તણા મન રંજતીજી, લલક લેતી સુકુમાલ. અથિર ચંચલ છે અવરનીજી, મોરા પ્રભુ તણી પરમદયાલ. વાંકડી ભમુહ અણિયાલડીજી, પાતલડી પાંપણ પંત મરકલે અમૃત વરસતીજી, સહિત સોહામણિ સંત.” (૧૩, ૧-૨-૩) અંતર્યમક અને રૂપક દ્વારા પરમાત્માની દયામય આંખો જાણે પ્રત્યક્ષ થઈ જાય છે. કવિએ મલ્લિનાથ સ્તવનમાં પૂર્વભવના છ મિત્રોના પ્રતિબોધના પ્રસંગને અત્યંત ટૂંકાણમાં છટામય પદાવલીઓ દ્વારા આલેખ્યો છે. કવિનું શબ્દાલંકાર અને સંગીતમય પદાવલી પરનું પ્રભુત્વ અનેક સ્થળે મા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૨ ૮૩ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ જોવા મળે છે; નવલ વેષ-નવલ યૌવનપણો રે, નવલ નવલ રચનાઅલપ ભરમ કે કારણે, લેખો કિત લઘુના.' (ભ્રમથી જીવ ઘણા તોફાન કરે છે.) (૨૨, ૩) હાં રે સખી ! સાચે મેં સાહિબ મિલે, સૂંઠે કો નાંહી કોય રે, સખી ! ચામ કે દામ ચલાઈયે, જો ભીતરી સાચા હોય રે. (૧૨, ૨) વ્રજભાષા પરનું કવિનું પ્રભુત્વ પણ નોંધપાત્ર છે, તુમ શું મિલન ન દેત હૈ, મેરે પૂરવ કરમ વિલાસ હો. દુનિયા સબ લાગતી ફીકી, તાતેં જીઉરા રહત ઉદાસ હો.’ આ રચનામાં અનેક પ્રેમવિષયક સૂત્રાત્મક ઉદ્ગારો પ્રાપ્ત થાય છે, સાચો રંગ ન પાલટે, સાહિબ કે પ્યારે સાચ હો.' (૧૨, ૩) જિહાં જલધર તિહાં બપીઓ, પિઉ પિઉ કરી મુખ માંડે રે.’ (૧૬, ૩) મોરે મનડે હે સખી ! એક સ્નેહ કે રાતદિવસ રમતો રહું.' (૯, ૩) ઉલ્લસત અંગોએંગ, પ્રભુજી કો નામ લિયેરી.' (૧૯, ૫) આવા અનેક ભાવપૂર્ણ ઉદ્ગારોને કારણે શ્રી કુમારપાળ દેસાઈનું વિધાન આ ચોવીશી માટે યોગ્ય જ છે; (૧૦, ૨) ચોવીશી જિન ગીત ભાસ ભક્તિની આર્દ્રતા પ્રગટ કરતાં તથા ભક્તિસ્નેહ-વિષયક સૂત્રાત્મક ઉગારોને ગૂંથી લેતાં ગીતોમાં રચાયેલી હોવાથી જુદી તરી આવે છે.’ કવિની ભાવભક્તિની વિવિધ રમ્ય છટાઓ, વ્રજભાષાની લલિત પદાવલી અને મનોહ૨ અલંકાર રચનાને કારણે આ સ્તવનચોવીશીનાં ઘણાં કાવ્યો મીરાંનાં ભાવસભર પદોની યાદ અપાવે એવાં મનોહર અને મનભર બને છે. આ જ કારણોસર આ ચોવીશી મધ્યકાલીન સાહિત્યમાં પણ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. શ્રી કનુભાઈ જાનીTMએ આ ચોવીશી વિશે યથાર્થપણે કહ્યું છે; ભક્તિઉદ્રેક સાચો હોવાની પ્રતીતિ આમાંનાં કેટલાંય પદોમાં સાચા અનુરણનથી થાય છે. આ પદો કાવ્યગુણે સુંદર કૃતિઓ રૂપે દીપે છે.’ ૨૯. જુઓ ૩૦. કરે છે ૩૧. તોફાન ૩૨. ઘણું. (ભ્રમથી પ્રેરાયેલો જીવ ઘણું તોફાન કરે છે.) ૩૩. ગુજરાતી સાહિત્ય કોશ ખંડ-૧ (મધ્યકાળ) સં. જયંત કોઠારી અને અન્ય પૃ. ૨૧. ૩૪. મધ્યકાલીન ગુજરાતી જૈનસાહિત્ય સં. જ્યંત કોઠારી પૃ. ૧૯૦, ૮૪ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય યશોવિજયજી કૃત સ્તવનચોવીશી ગુણ-અનુરાગમાંથી જન્મેલી ઉત્કટ પ્રીતિનું દર્શન જગજીવનથી જીવજીવનની યાત્રા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી નવ્ય ન્યાયના મહાન વિદ્વાન અનેક ગ્રંથોના સર્જક અને પ્રતિભાવંત લેખક તરીકે પ્રસિદ્ધ છે. તેમણે રચેલા ન્યાયવિષયક તાત્ત્વિક ગ્રંથો તેમની વણ્ય વિષયને ઊંડાણપૂર્વક આલેખવાની અપૂર્વ ક્ષમતાને કારણે નવો પ્રકાશ પાથરનાર બની રહે છે. સંસ્કૃતમાં આવા અપૂર્વ-ગ્રંથસર્જનની સાથે સાથે જ સામાન્ય લોકો પર ઉપકાર કરવાની દૃષ્ટિએ અનેક તાત્ત્વિક ગ્રંથોનું ગુજરાતી ભાષામાં પણ તેમણે સર્જન કર્યું છે. તેમાંથી દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ, સવાસો-દોઢસો-સાડા ત્રણસો ગાથાનાં સ્તવનો; પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સઝાય; સમક્તિ સડસઠ બોલની સક્ઝાય આદિ કૃતિઓ નોંધપાત્ર છે. દ્રવ્ય-ગુણ-પર્યાયરાસમાં આલેખાયેલા તત્ત્વવિચારનું મહત્ત્વ પારખી ગુજરાતી કૃતિ પર સંસ્કૃતમાં ટીકા રચાઈ છે. એ એક નોંધપાત્ર ઘિટના છે. પ્રખર વિદ્વાન હોવા છતાં તેમના હૃદયમાં પરમાત્મા પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ રહ્યો છે અને આ ભક્તિભાવની અભિવ્યક્તિ કરવા સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં તેમણે અનેક સ્તવનરચનાઓ કરી છે. આપણા સદ્ભાગ્યે તેમના સમકાલીન શ્રી કાંતિવિજયજીએ રચેલvસુજસવેલીભાસ ઉપલબ્ધ છે. જેમાં તેમણે યશોવિજયજીનું જીવન વર્ણવ્યું છે, જેના પરિણામે આપણને તેમના જીવનની વિગતો ઉપલબ્ધ થાય છે. યશોવિજયજીનો જન્મ ઉત્તર ગુજરાતના ચાણસ્મા પાસે આવેલા કનોડા ગામમાં થયો હતો. તેમના જન્મ વર્ષ માટે સં. ૧૬ ૭૫નું અનુમાન કરવામાં આવે છે. પિતા નારાયણ વેપારી હતા અને માતા સોભાગદે ધર્મપરાયણ હતાં. તેમનું સંસારી અવસ્થાનું નામ જશવંત હતું. તેઓ નાનપણમાં જ અત્યંત બુદ્ધિશાળી અને તીવ્ર સ્મરણશક્તિ ધરાવનારા હતા. તેમણે નાની ઉંમરમાં જ પોતાના ભાઈ પદ્ધસિંહ સાથે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા બાદ તેમનું યશોવિજયજી' એવું નામ રખાયું. ૩૫. સુજસવેલીભાસ અને તેઓના જીવનચરિત્ર માટે જુઓ. ઉ. યશોવિજયજીનું જીવનવૃત્ત – સંશોધનાત્મક અભ્યાસ - જયંત કોઠારી. ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાય ગ્રંથ. સં. પ્રદ્યુમ્નવિજય અને અન્ય પૃ. ૧થી ૩૮. ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૮૫ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ તેમના ગુરુ તપાગચ્છના નવિજયજી નામે વિદ્વાન સાધુ હતા. તેમણે નયવિજયજી ઉપરાંત ગુરુના ગુરુબંધુ જીતવિજયજી, પટ્ટધર વિજય સિંહસૂરિ અને અન્ય સાધુઓ પાસે ગહન અભ્યાસ કર્યો. તેમણે જૈનશાસ્ત્રો ઉપરાંત પડ્રદર્શન, વ્યાકરણ, ન્યાય, કાવ્ય આદિ અનેક વિષયોનો અભ્યાસ કર્યો હતો. તેમણે અવધાનોનો પણ અભ્યાસ કર્યો હતો. તેમણે અમદાવાદમાં કરેલા અષ્ટાવધાનના પ્રયોગથી શા. ધનજી સૂરા નામના શ્રાવક પ્રભાવિત થયા. તે શ્રાવકે ગુરુને વિનંતી કરી કે આ તેજસ્વી સાધુને કાશી અભ્યાસ માટે મોકલો. જેને લીધે જૈનસંઘને ખૂબ લાભ થશે. ધનજી સૂરાએ કાશીના અભ્યાસ માટે પુષ્કળ દ્રવ્યસહાય કરી. યશોવિજયજી પોતાના ગુરુ સાથે કાશી રહ્યા અને ત્યાં અનેક વિષયોનો ખાસ કરીને નવજાયનો ગહનતાથી અભ્યાસ કર્યો. યશોવિજયજીએ આ કાશી-વાસમાં ગુરુએ દર્શાવેલા વાત્સલ્યનો અનેક કૃતિઓમાં ઉલ્લેખ કર્યો છે. ત્યાં વાદ-વિવાદ માટે આવેલા અનેક વાદીઓનો પરાભવ કર્યો, જેને કારણે ત્યાંના બ્રાહ્મણ વિદ્વાનોએ ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય જેવાં પદોથી તેમને સન્માનિત કર્યા. તેઓ અભ્યાસ પૂર્ણ કરી ગુજરાતમાં પધાર્યા. અહીં ઉત્કટ ભક્તિભાવપૂર્વક વીસસ્થાનક તપની આરાધના કરી. તેમને તત્કાલીન આચાર્ય વિજયપ્રભસૂરિના હાથે ઉપાધ્યાય પદ અપાયું. યશોવિજયજી આજે પણ જૈનસંઘમાં “ઉપાધ્યાયજી મહારાજના લાડલા નામે પ્રસિદ્ધ છે. તેમણે વિવિધ ભાષામાં અનેક ગ્રંથોનું સર્જન કર્યું. તેમની વિદ્વત્તાથી પ્રભાવિત થઈ લોકોએ તેમને “કુર્ચાલી શારદા (મૂછવાળી સરસ્વતી) “લઘુ હરિભદ્ર' એવા વિશેષણોથી નવાજ્યા. તેમની પ્રસિદ્ધ અધ્યાત્મયોગી આનંદઘનજી જોડે મુલાકાત થઈ, તે સમયે આનંદઘનજીની સ્તુતિરૂપે રચેલી ‘આનંદઘન અષ્ટપદીમાં આનંઘનજી પ્રત્યેનો ગાઢ આદરભાવ પ્રગટ થાય છે. આ સંપર્કના પરિણામે તેમણે શાસ્ત્રજ્ઞાનની સાથે જ અનુભવજ્ઞાનને વિશેષ મહત્ત્વ આપ્યું. તેમનો તત્ત્વવિજયગણિ, હેમવિજયજી, લક્ષ્મીવિજયગણિ આદિ વિશાળ શિષ્ય પરિવાર થયો. તેઓ સં. ૧૭૪૩ના ચાતુર્માસ બાદ ૬૮ વર્ષની વયે () ડભોઈમાં સ્વર્ગવાસ પામ્યા. તેઓના અગ્નિસંસ્કાર સ્થળ ડભોઈમાં અને પાલિતાણામાં તેમની ચરણપાદુકાની પ્રતિષ્ઠા થઈ. ઉપાધ્યાય યશોવિજયના ગ્રંથો અત્યંત પ્રમાણભૂત અને જૈનદર્શનને સમજવા માટેની ચાવી સમાન ગણાય છે. આવા મહાન વિદ્વાન કવિએ ત્રણ ચોવીશી, એક વીશી અને અનેક સ્તવનો-પદોનું સર્જન કર્યું છે. કવિની આ રચનાઓમાં પ્રબળ ભક્તિભાવનું આલેખન જોવા મળે છે. ત્રણ ચોવીશીને અહીં , ૩, ૪ સંજ્ઞાથી દર્શાવી સ્તવનનો ક્રમાંક મૂકી પછી કડીનો ક્રમાંક દર્શાવેલ છે. આમાં વેદ સંજ્ઞાથી દર્શાવેલ ચોવીશી ભક્તિરસઝરણાં-૧ સં. અભયસાગરજી પૃ. ૩૬થી પ૩ પર મુદ્રિત થયેલી છે. તેમ જ ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૨૨થી ૩૬ અને ગૂર્જર સાહિત્ય સંગ્રહ (પ્રથમ વિભાગ) પૃ. ૩થી ૨૦ પર પણ મુદ્રિત છે. પ્રકા. શા. બાવચંદ ગોપાલજી પ્રથમવૃત્તિ. આ ચોવીશીનો પ્રારંભ ગજીવન જગવાલહો, મરુદેવીનો નંદ લાલ રે. મુખ દીઠે સુખ ઉપજે, દરિસણ અતિહિ આણંદ લાલ રે. (૦, ૧, ૧) ૮૬ ને ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ એ કડીથી થાય છે. બીજી ચોવીશી અહીં ૩ સંજ્ઞાથી દર્શાવી સ્તવનનો ક્રમાંક મૂકી પછી કડીનો ક્રમાંક દર્શાવેલ છે. આમાં ૩ સંજ્ઞાથી દર્શાવેલ ચોવીશી ભક્તિરસઝરણાં-૧ સં. અભયસાગરજી પૃ. ૬૧થી ૭૭ પર મુદ્રિત થયેલી છે. તેમજ ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૩૭થી ૪૬ અને ગૂર્જર સાહિત્ય સંગ્રહ પ્રથમ વિભાગ) પૃ. ૨૧થી ૩૩ પર પણ મુદ્રિત છે. આ ચોવીશીનો પ્રારંભ ઋષભશિંદા ઋષભજિગંદા તું સાહિબ! હું છું તુજ બંદા. તુજ૨૫ પ્રીતિ બની મુજ સાચી, મુજ મન તુજ ગુણયું રહ્યો માચી.' (૩, ૧, ૧) એ કડીથી થાય છે. ત્રીજી ચોવીશી જે “ચૌદ બોલયુક્ત ચોવીશી' તરીકે પ્રસિદ્ધ છે, તેનો અહીં જ સંજ્ઞાથી નિર્દેશ કર્યો છે. આમાં જ સંજ્ઞાથી દર્શાવેલી ચોવીશી ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૮૩થી ૧૦૭ પર મુદ્રિત છે. તેમજ ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૪૬થી ૬૧ અને ગૂર્જર સાહિત્ય સંગ્રહ (પ્રથમ વિભાગ) પૃ. ૩૫થી ૩૩ પર પણ મુદ્રિત છે. આ ચોવીશીનો પ્રારંભ ઋષભદેવ નિત વદિ, શિવસુખનો ઘતા નાભિનૃપતિ જેહના પિતા, મરુદેવી માતા. (T, ૧, ૧) એ કડીથી થાય છે. ઉપાધ્યાય યશોવિજયજીની ચોવીશીઓમાં તેઓની ઊર્મિકવિ-પદકવિ તરીકેની પ્રતિભાનો આપણને સુંદર પરિચય થાય છે. તેમનાં પ્રત્યેક સ્તવનો હૃદયમાંથી થનગનાટ સાથે વહી આવતી પ્રબળ ઊર્મિના ઉછાળાનો અનુભવ કરાવે છે, પોતાના હૃદયના ભાવોને અભિવ્યક્ત કરવા ઉપમા, રૂપક, દાંત આદિ અલંકારોની સહાય લે છે, કેટલેક સ્થળે મધુર ઉપાલંભો પણ આપે છે. ક્યાંક શાસ્ત્રોની માર્મિક-રહસ્યમય વાતો ગૂંથે છે પરંતુ આ સર્વમાં વ્યાપ્ત રહે છે કેવળ એક પ્રેમી હૃદયની પ્રિયતમ માટેની તીવ્ર આરત. કવિ પરમાત્મા સાથે થયેલી ગાઢ પ્રીતિને ઉપમાઓની દીર્ઘમાળાઓ દ્વારા આલેખે છે; અતિ જિર્ણદયું પ્રીતડી, મુજ ન ગમે તો બીજાનો સંગ કે; માલતી ફૂલે મોહીયો, કિમ બેસે હો બાવળતર ભંગ કે. (૦, ૨, ૧) કોકિલ કલકુજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે; ઓછા તરુવર નહિ ગમે. ગિરૂઆશું હો હોયે ગુણનો પ્યાર કે. (, ૨, ૩) કમલિની દિનકર કર ગ્રહે, વલી કુમુદિની હો ધરે ચંદશું પ્રીત કે; ગરી ગિરીશ ગિરીધર વિના, નવિ ચાહે હો કમળા નિજ ચિત્ત કે. (૪, ૨, ૪) - ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૮૭ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ કવિએ આલેખેલી ઉપમાવલી આકર્ષક છે. માલતીફૂલમાં મોહિત ભમરો બાવળના ઝાડ પર ન બેસે એવી જ રીતે પ્રભુ! મને બીજાઓનો સંગ ગમતો નથી. જે રીતે કોયલને આંબાના મીઠા મૉર ખાધા બાદ બીજાં વૃક્ષો ગમતાં નથી, એ જ રીતે ગુણવાન એવા તમારી જોડે સંબંધ બંધાયા બાદ અન્ય કોઈ કેવી રીતે ગમે ? જેમ પાર્વતી શિવ સિવાય અન્ય કોઈને ચાહતાં નથી, જેમ લક્ષ્મી ગિરિધર ( વિષ્ણ) વિના અન્ય કોઈને ચાહતાં નથી, જેમ કમળ સૂર્યની પ્રીતિ ધારણ કરે છે, અને કુમુદ ચંદ્રની પ્રીતિ ધારણ કરે છે. એવી રીતે હે પ્રભુ! મારા હૃદયમાં તારા માટે જ પ્રીતિ રહી છે. પ્રેમલક્ષણાભક્તિથી પ્રયોજાયેલી આ ઉપમા-માળા પ્રકૃતિગત પદાર્થો – કોયલ-આંબો, ભમરોમાલતીપુષ્પથી માંડી શિવ-પાર્વતી અને લક્ષ્મી વિષ્ણુ જેવા લોકપ્રસિદ્ધ યુગલોને પણ સાંકળી લે છે. આવી જ બીજી એક ઉપનામાળા; ‘વિમલનાથ મુજ મન વસે, જિમ સીતા મન રામ લલના. પિક વછે સહકારને, પંથી મન જિમ ધામ લલના.' (, ૧૩, ૧) , * વિમલનાથ પ્રભુ મારા મનમાં વસ્યા છે, જેમ સીતાને મન રામ, કોયલને મન આંબો અને પ્રવાસીને મન જેમ અંતિમ મુકામ. પોતાના ઘરનું આકર્ષણ હોય છે, તેમ મારા મનમાં આકર્ષણ છે. આમાં પણ કવિ સીતારામના લોકપ્રસિદ્ધ પ્રેમયુગલની સાથે પ્રવાસી અને ઘરને જોડી ઉપમાઓ આલેખે છે. પરમાત્મા જોડે જે અપૂર્વ પ્રેમ થયો છે તેના કારણરૂપે સર્વ પ્રથમ તો પરમાત્માના બાહ્ય અલૌકિક સૌંદર્યનું આકર્ષણ છે. મુખ દીઠે સુખ ઉપજે, દરિસણ અતિથી આણંદ લાલ રે.. , ૧, ૧) આ અનુપમ સૌંદર્યને જોતાં જ કવિને ભવોભવના સંતાપ દૂર થતા હોય તેવો અનુભવ થાય છે. વદન અનોપમ નીરખતાં, મારાં ભવભવનાં દુખ જાય રે.” | (વર, ૨૦, ૧) આ મુખના સૌંદર્યને રૂપક અને ઉપમા અલંકાર દ્વારા આલેખતાં કહે છે; આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશી સમ ભાલ લાલ રે. વદન તે શારદ ચંદલો, વાણી અતિતી રસાલ લાલ રે. (૪, ૧, ૩) પરમાત્માનું મુખ સુંદર છે, તો દેહ પણ ૧૦૮ શુભ લક્ષણોથી સુશોભિત છે, તેને વર્ણવતાં કહે છે; લક્ષણ અંગે વિરાજતાં, અડદિય સહસ ઉદાર લાલ. રેખા કર ચરણાદિકે, અત્યંતર નહિ પાર લાલ. (, ૧, ૩) બાહ્ય ૧૦૦૮ શુભ લક્ષણો અને સુંદરતમ રૂપ એ સાધનાની પ્રાથમિક ભૂમિકાએ આકર્ષક છે, પરંતુ કવિને માટે વિશેષ આકર્ષક તો તીર્થંકર પરમાત્માએ સાધનાના પરિણામે પ્રગટ કરેલાં આંતરિક ગુણલક્ષણો છે. ૮ ને ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ કવિની પરમાત્મા સાથેની પ્રીતિ દઢ ગુણાનુરાગમાંથી જન્મેલી પ્રીતિ છે. આ પ્રીતિ સંસારના સંબંધમાંથી જન્મેલી પ્રીતિ નથી. સ્નેહરાગજન્ય પ્રીતિ નથી.) તેમ જ કોઈ મત કે સંપ્રદાયની વંશપરંપરાથી પ્રાપ્ત અથવા પોતે સ્વીકારેલા મતની અંધ ભાવે ઉપાસનાની પ્રીતિ નથી, દષ્ટિરાગજન્ય પ્રીતિ નથી. પરંતુ આત્મામાંથી પ્રગટેલી, શુદ્ધ ગુણાનુરાગથી પોષાયેલી નિર્મળ પ્રીતિ છે. પોતાની વાત કવિ દગંત અલંકાર દ્વારા સ્પષ્ટ કરે છે; વ્યસન ઉદય જલધિ જે અણુહરે, શશીને તેજ સંબંધ, અણસંબંધ કુમુદ અણુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધ” (, ૧૫, ) કવિ પુરાણકથા (Myth)નો સંદર્ભ લઈ કહે છે. સાગરનો પુત્ર ચંદ્ર હોવાથી ચંદ્રની કળાની વધઘટ સાથે સમુદ્રમાં પણ ભરતી-ઓટ આવે છે. પૂનમના દિવસે ચંદ્રની પૂર્ણકળા જોઈને ભરતી આવે છે. તો અમાસે ચંદ્રના ઉદયને ન જોતાં ઓટ આવે છે. પરંતુ કુમુદ (ચંદ્રવિકાસી કમળ)નું ફૂલ આવા કોઈ સંબંધ વિના શુદ્ધ સ્વભાવથી પ્રેરાઈ ચંદ્રને અનુસરે છે. એ જ રીતે કવિના હૃદયમાં પરમાત્માના ગુણો વસ્યા હોવાથી શુદ્ધ સ્વભાવની પ્રીતિ જાગી છે. પરમાત્માનું અપૂર્વ ગુણમય સ્વરૂપથી આકર્ષાઈને જ કવિ કહે છે. પરમાત્માના ગુણવૈભવથી આકર્ષાઈને જ કવિ કહે છે; જગજીવન જગવાલો, મરુદેવીનો નંદ લાલ રે.' (૪, ૧, ૧) પરમાત્મા જગતના જીવન અને જગતના સૌ જીવોના પ્રિય છે. પરમાત્મા પ્રિયતમ બન્યા છે. આ પ્રીતિ અંગે કવિ કહે છે; સુમતિનાથ ગુણશ્લેમિલીજી, વધ મુજ મન પ્રીતિ.' (બ, ૫, ૧). આ પ્રીતિ ગુણમાંથી જન્મી છે અને સતત વૃદ્ધિ પામે છે. નારદે પણ ભક્તિનું વર્ણન કરતાં કહ્યું છે; પ્રતિક્ષvi વર્ધમાનમ્ II (પવિતસૂત્ર, પૃ. ૪') પ્રિયતમ એવા પરમાત્માનું મિલન હૃદયને ધન્યતાનો અનુભવ કરાવે છે, તે વર્ણવતાં કહે છે; સુગુણ મેલાવે જેહ ઉચ્છાહો રે, મણુના જન્મનો તે જ લાહો રે. (૩, ૩, ૨) કવિ પળ-પળે આ ગુણવંત સાહેબના ગુણોનું સ્મરણ કરે છે; ખિણ ખિણ સમરું રે ગુણ પ્રભુજી તણા, એ મુજ લાગી ટેવ.' (૩, ૫, ૧) તો કવિને આવી જે ગુણોની લગની લાગી છે, તો પરમાત્માના કયા ગુણો કવિના હૃદયમાં વસ્યા છે? પરમાત્માની કઈ ગુણસમૃદ્ધિએ આ ભક્તકવિને આકર્ષી પળે પળે યાદ કરવાની ટેવ પાડી દીધી છે? ભક્તને માટે નિશિદિન સૂતાં જાગતાં હૈયાથી શાને દૂર થતા નથી ? કવિ પરમાત્માની બાહ્ય-અત્યંતર ગુણસમૃદ્ધિને વિવિધ રીતે વર્ણવે છે; મા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૮૯ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ મુખ મટકે ગમોહિઓ રે લાલ, રૂપરંગ અતિ ચંગ. લોચન અતિ અણિયાલડાં રે, વાણી ગંગતરંગ.’ (, ૧૫, ૨) તીર્થકરોનું રૂપ આકર્ષક હોય છે. એ જ રીતે તેઓની બાહ્ય શોભા અશોકવૃક્ષ, સિંહાસન, દિવ્યધ્વનિ આદિ પ્રાતિહાર્યોની શોભા પણ અત્યંત મોહક હોય છે, તેને વર્ણવતાં કહે છે; દિવ્યધ્વનિ સુરકૂલ, ચામર છત્ર અમૂલ; આ જ હો રાજે રેભામંડલ ગાજે દુંદુભિજી. (૪, ૭, ૨). સિંહાસન અશોક, બેઠા મોહે લોક. (૪, ૭, ૫) આવી અલૌકિક શોભા ધારણ કરનારા પ્રભુ ત્રિભુવન ઠાકુર’ ત્રણભુવનના સ્વામી તરીકે અનુભવાય છે; શ્રી સુપાર્શ્વ જિનચજ, તું ત્રિભુવન શિરતાજ આજ હો છાજેરે, ઠકુરાઈ પ્રભુ તુજ પદ તણીજી.' | (વર, ૭, ૧). જગત-નાયકના અપૂર્વ વૈભવ સામે કવિ વિરોધાભાસ અલંકાર પ્રયોજી તીર્થંકરની આંતરિક ગુણસમૃદ્ધિ સુંદર રીતે પ્રગટાવે છે; શિર છત્ર વિરાજે રે, દેવ દુદુભિ ગાજે રે, ઠકુરાઈ ઈમ છાજે, તોહિ અકિંચનો રે.’ (, ૧૬, ૧) મસ્તક પર દેવદુદુભિ અને ત્રણ અલૌકિક છત્રો ત્રિભુવન પ્રભુતાનું સૂચન કરનારા હોવા છતાં પ્રભુ અકિંચન-ત્યાગી તરીકે ઓળખાય છે. તે ઉપરાંત બ્રહ્મચારી શિરોમણિ' તરીકે ઓળખાતા હોવા છતાં વાસ્તવમાં સ્થિરતા, ઘુતિ અને સમતારૂપી સ્ત્રીઓને પરણેલા છે. આમ, વિરોધાભાસ અલંકાર દ્વારા પરમાત્માની ગુણસમૃદ્ધિ પર પ્રકાશ પાથરતા કવિ કહે છે; જગજનમન રેજે રે, મનમેથ બળ ભંજે રે, નવિ ચગ, ન દોસ, તું અંજે ચિત્તર્યું રે. (૩, ૧૬, ૧) આવા ગુણનિધાન પરમાત્માની વાણી પણ અતિશય મનોહર છે. કવિ કહે છે; મીઠી હો પ્રભુ મીઠી તાહરી વાણી, લાગે હો પ્રભુ લાગે જેસી શેલડીજી' (૪, ૪, ૧) આ મધુર વાણી ભવરોગમાં શીતળતા દેનારી હોવાથી કવિ તેને માટે ચંદનની ઉપમા પ્રયોજે છે; અભિનંદન ચંદન શીતલ વચન વિલાસ.' (ા, ૪,૧) © ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ આ વચનની ઉપકારકતાને લીધે તેને માટે ઉત્કટ સ્નેહ જાગ્યો છે. આ ઉત્કટ સ્નેહ સર્વ દુઃખોનો અંત કરનાર અને સુખ દેનાર હોવાથી કવિ તેને વાસ્તવિક અર્થમાં “સુખસાગર' તરીકે ઓળખાવે છે. તુજ વચનરાગ સુખસાગરે ઝીલતો, પોલતો મોહમિથ્યાત્વ વેલી. આવીઓ ભાવીઓ ધર્મપથ હું હવે.' | (T, ૨૪, ૩) આ વાણી સંસારસાગરથી તારનારી અને મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરાવનારી છે. તીર્થંકર દેવોએ જગતના સહુ જીવોને શુદ્ધધર્મનો માર્ગ દર્શાવી મહાન ઉપકાર કર્યો છે, તેઓ માટે જગતગુરુ પદ યથાર્થ છે. “ર્ગતગુરુ જાગતો સુખકંદરે, સુખકંદ અમંદ આણંદ નિશદિન સૂતાં જાગતાં, હિયડાથી ન રહે દૂર રે. જબ ઉપકાર સંભારીયે, તબ ઉપજે આણંદપૂર રે.' (વર, ૨૦, ૨) તેમણે દેશનાની અમૃતધારા દ્વારા ઉપકાર જ કર્યો છે, તે તો ખરું જ. પરંતુ તેમની ઉપાસના પણ ઉત્તમ ફળને દેનારી છે. એ અંગે કેટલાક લોકોના મનમાં શંકા હોય છે કે, તીર્થકરો વીતરાગ હોવાથી તેમની ઉપાસના-આરાધના કઈ રીતે ફળદાયી બની શકે? તેના ઉત્તરમાં કવિ કહે છે; નિરાગી સેવે કાંઈ હોવે, ઈમ મનમેં નવિ આણું, ફળે અચેતન પણ જિમ સુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણે (૪, ૧૫, ૨). નિર્જીવ કહેવાતા ચિંતામણિ રત્નની પણ યોગ્ય ઉપાસના કરવામાં આવે તો ફળદાતા થાય છે. એથી વીતરાગ એવા હે પ્રભુ ! તમારી સેવા કરવાથી કશું ફળ પ્રાપ્ત થશે કે નહિ એ વિષયની શંકા મનમાં લાવતો જ નથી. ભાવચિંતામણિ પ્રભુની સેવાથી અવશ્ય ફળ પ્રાપ્તિ થશે જ. કવિ પોતાની વાતના સમર્થનમાં વધુ દાંતો આપતાં કહે છે; ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મીટાવે, સેવકના તિમ દુખ ગમાવે, પ્રભુગુણ પ્રેમસ્વભાવે.” (, ૧૫, ૩) પરમાત્માના આવા લોકોત્તર ઉપકારગુણને લીધે જ કવિ અન્યત્ર પણ કહે છે; “જિમ એ વસ્તુ ગુણસ્વભાવથી, તિમ તુમથી મુગતિ ઉપાય હો, દાયક નાયક ઓપમાં, ભગતે ઈમ સાચ કહેવાય હો.' (વિહરમાનસ્તવન-૬) જેમ ચિંતામણિરત્ન, ચંદન, અગ્નિ આદિ વસ્તુઓ સ્વભાવથી જ ઉપકારક છે. તેવી રીતે હે પરમાત્મા ! તમે સ્વભાવગુણથી જ મુક્તિના ઉપાય છે. આથી જ ભક્તિસભર હૈયે તમારે માટે સર્વશ્રેષ્ઠ દાનેશ્વરી અને નાયકની ઉપમા આપવામાં આવે છે, તે સત્ય જ છે. - ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૯૧ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ જ નહિ, પરંતુ તપ, જપ, સાધુ-શ્રાવક જીવનનાં વ્રતો તમારા ગુણધ્યાનના નિમિત્ત બનનારા હોવાથી જ ફળે છે, એમ કહી પરમાત્માને જ મોક્ષમાર્ગના શ્રેષ્ઠ ઉપાય તરીકે વર્ણવે છે. તપ જપ કિરિયા ફળ દીયે, તે તુમ ગુણધ્યાન નિમિત્ત હો.” વિહરમાનસ્તવન-૬). આવા અનેક ગુણોના ભંડાર ગુણનિધાન પરમાત્મા પ્રત્યે કવિને પરમ અનુરાગ છે. આ અનુરાગથી તેમ જ પ્રભુની સર્વશ્રેષ્ઠતાના જ્ઞાનને કારણે કવિ તીર્થંકર પરમાત્માને સૌ મુનિપતિઓ (ધર્મોપદેશકો)માં સર્વશ્રેષ્ઠ ગણાવે છે. પ્રભુની સર્વશ્રેષ્ઠતા વર્ણવવા કવિ ઉપમાઓની એક ભવ્ય માળા સર્જી દે છે. વામાનંદન જિનવર, મુનિવરમાં વડો રે કે. મુનિ જિમ સુરમાંહિ સોહે સુરપતિ પર વડો રે કે. સુર જિમ ગિરિમાંહે સુરાચલ, મૃગમાંહે કેસરી રે. મૃગ જિમ ચંદન તરુમાંહે, સુભટ માંહિ મુર-અરિ રે. સુભર૦ ૧ નદીયાંમાંહિ જિમ ગંગ, અનંગ સુરૂપમાં રે, અનંગ, ફૂલમાંહિ અરવિંદ, ભરતપતિ ભૂપમાં ૨. ભરત ઐરાવણ ગજમાંહિ ગરુડ ખગમાં યથારે કે. ગરુડ તેજવંતમાંહી ભાણ, વખાણમાં જિનકથા કે. વખાણ૦ ૨ મંત્રમાંહિ નવકાર, રતનમાંહી સુરમણી રે કે. રતન, સાગરમાંહિ સ્વયંભૂ-રમણ શિરોમણી રે કે. રમણ, શુક્લધ્યાન જિનધ્યાનમાં, અતિનિરમળપણે રે કે. અતિ શ્રી નયવિજય વિબુધ પયસેવક ઈમ ભણે રે. સેવક. ૩ (, ૨૩) દેવોમાં ઇંદ્ર, પર્વતમાં મેરુપર્વત, વૃક્ષોમાં ચંદનનું વૃક્ષ, યોદ્ધાઓમાં શ્રીકૃષ્ણ, નદીમાં ગંગા, સ્વરૂપવાનમાં કામદેવ, ફૂલોમાં કમળ, હાથીમાં ઐરાવત, પક્ષીઓમાં ગરુડ, તેજસ્વીઓમાં સૂર્ય જેવી લોક-પ્રસિદ્ધ પરંપરાગત ઉપમાઓની સાથે જ કવિ પ્રવાહમાં વ્યાખ્યાનમાં જિનકથા, રાજાઓમાં ભરત, મંત્રમાં નવકાર, સાગરમાં સ્વયંભૂરમણ સમુદ્ર અને ધ્યાનમાં શુક્લધ્યાન જેવી જૈન પરંપરા સંબંધિત ઉપમાઓ ગૂંથી લઈ ઉપમાઓનો એક ભવ્ય પ્રવાહ સર્જે છે. આ ભવ્ય પ્રવાહ ભાવકને મંત્રમુગ્ધ બનાવે છે અને કવિહૃદયમાં ઊછળતા ભક્તિના ભવ્ય તરંગોનો ખ્યાલ આપી દે છે. આ સ્તવન અંગે શ્રી કુંદકુંદ વિજયજીએ પણ મૂલ્યવાન વાત રજૂ કરી છે, “સાચી ભક્તિમાંથી જન્મેલા શ્રેષ્ઠ ઉગારોની ઉજ્વળ હારમાળા ૨૩મા સ્તવનમાં છે. એક એક જે ઉપમા આ સ્તવનમાં છે, તેના ઉપર વધુ ને વધુ ચિંતન-મનન કરવાથી શ્રી ત્રિભુવનપતિ તીર્થંકર પરમાત્માના પરમ ઉપકારી સ્વરૂપમાં અપૂર્વ લગની પેદા થાય છે.' પરમાત્માની શ્રેષ્ઠતા જોઈ કવિહૃદયમાં ઉત્કટ ગુણાનુરાગ ફુર્યો છે. ૩૬ શ્રી યશોવિજયજી મ. કૃત સ્તવનચોવીશી પૃ. ૧૭ પ્રકા. ભક્તિ પ્રકાશન મંદિર, અમદાવાદ, ૨ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય : For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ માહરું તો મન ધૂરિ થકીજી, હળઉં તુજ ગુણસંગ.' (, ૨, ૩) તુજગ્યું પ્રીતિ બની મુજ સાચી, મુજ મન તુમ ગુણશ્ય રહ્યો માચી. (૩, ૧,૧) હવે મન રાત-દિવસ પળ-પળ પ્રભુના ગુણ ગાવા ઇચ્છે છે, તુમ ગુણગણ ગંગાજળ, હું ઝીલી નિરમળ થાઉં રે, અવર ન ધંધો આદરું, નિશદિન તોરા ગુણ ગાઉં રે.’ (૦, ૨૪, ૨) આ ગુણાનુરાગમાંથી - ગુણમાંથી જન્મેલી પ્રીતિને કારણે ભક્તને પળભર પણ પરમાત્માનું વિસ્મરણ થતું નથી. સાસ પહિલા સાંભરે રે, મુખ દીઠે સુખ હોય. વિસર્યા નવિ વિસરે રે, તેહર્યું હઠ કિમ હોય રે ?” (૩, ૧૨, ૨) મનમાં પ્રભુદર્શનની જે તીવ્ર ઝંખના જાગી છે તેને વર્ણવતાં કહે છે; અણદીઠે અલજો ઘણો, દીઠે તે તૃપતિ ન હોઈ રે. મને તોહિ સુખ માની લીયે, વાહલા તણું મુખ જોઈ. (, ૯, ૨) જોયા નથી ત્યારે વિરહનું ઘણું દુઃખ છે અને જ્યારે મિલન થાય છે ત્યારે અમૃત ઝરતા ચંદ્ર સમા એ મુખને સતત જોયા જ કરવાનું મન થાય છે. તૃપ્તિ થતી જ નથી. તો ય મન છેલ્લે પ્રિયતમનું મુખ જોવા તો મળ્યું એમ માની સંતોષ માની લે છે. આ હૃદયગત સ્નેહના રંગને કવિ લોકજીવનની અને શાસ્ત્રોની સુંદર ઉપમાઓ વડે આલેખે છે; સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ તેલ બિંદુ જેમ વિસ્તરે, જળમાંહી ભલી રીતિ. ૧ સોભાગી જિનશું લાગો અવિહડ રંગ. સજ્જન શું જે પ્રીતડીજી, છાની તે ન રહાય. પરિમલ કસ્તુરી તણોજી, મહી માંહે મહકાય. ૨ અંગુલીયે નવિ મેરુ ઢંકાયે, છાબડીયે રવિ તેજ. અંજલીમાં જિમ ગંગ ન માએ, મુજ મન તિમ પ્રભુ હે જ. ૩ હુઓ છીપે નહી અધર અરૂણ જિમ, ખાતા પાન સુરંગ પીવત ભર ભર પ્રભુ ગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. ૪ ઢાંકી ઈશુ પાલગુંજી, ન રહે લહી વિસ્તાર વાચક જશ કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ પ્રકાર. ૫ (, ૫) આવા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૯૩ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ પાણીમાં નાખેલું તેલબિંદુ જેમ પસરી જાય – ફેલાઈ જાય એવી જ રીતે મારા મનમાં પરમાત્મા પ્રત્યેનો પ્રેમ ફેલાઈ ગયો છે. કસ્તુરીની સુગંધ જેમ છાની ન રહેતાં પૃથ્વીલોકમાં ફેલાઈ જાય છે, જેમ મેરુપર્વતને કે સૂર્યને આંગળીથી કે છાબડી વડે ઢાંકી શકાતા નથી, અંજલિમાં ગંગા સમાવી શકાતી નથી, એ જ રીતે મારા મનના સ્નેહને ઢાંકી શકાતો નથી કે હૃદયમાં સમાવી શકાતો નથી. જેમ સુરંગ-કાથાવાળું પાન ખાધા બાદ હોઠ લાલ થયા વિના રહેતા નથી, એમ મારું મન અખંડિતપણે તમારા ગુણોનું પાલે પ્યાલે પાન કરી રંગરાતું બની રહે છે. કવિ લોકજીવનની ઉપમા વર્ણવતા કહે છે, શેરડીને પરાળથી ઢાંકી દો તોય તેનો વિસ્તાર થયા વિના રહેતો નથી. તેવું જ મારી પ્રીતનું પણ છે. આમ, કવિ પરમાત્મા પ્રત્યેના ઉત્કટ પ્રેમને અનેક ઉપમાઓ દ્વારા ઓળખાવે છે, જે કવિહૃદયની પ્રેમની પ્રતીતિ તો કરાવે જ છે પણ સાથે સાથે કવિની અલંકાર-આયોજન શક્તિનો પણ સુંદર પરિચય કરાવે છે. પરમાત્મા જોડે જે ઉત્કટ પ્રીતિ થઈ છે, એને લીધે મન હંમેશાં પ્રભુના મુખના દર્શન કરવા ઇચ્છે છે. પરંતુ પરમાત્મા તો મોક્ષમાં જઈ વસ્યા છે, અને તેથી જ પોતાની વિરહી-અવસ્થા વર્ણવતાં કહે છે; મન તલસે મળવા ઘણુંજી, તમે તો જઈ રહ્યા દૂર.' સોભાગી તુમવું મુજ મન નેહ તુમથૅ મુજ મન નેહલોજી, જિમ બાઈયાં મેહ (, ૧૮, ૨) સંસારના અન્ય સ્નેહસંબંધોમાં પ્રત્યક્ષ મિલન ન થાય તો પત્ર દ્વારા પણ સંપર્ક શક્ય બને છે. પરંતુ આ સંબંધમાં તો; પવDભજિન કિંહા જઈ વસ્યા, જિહાંથી નાવે લેખોજી. કાગળને મસિ સિંહા નવિ સંપજે, ન ચાલે વાટ વિશેષોછે.' (૦, ૬,૧). આ મોક્ષનગરથી પત્ર આવતા નથી, કાગળને શાહીનો ત્યાં અભાવ છે અને માર્ગનો પણ અભાવ છે. આ દુઃખ અત્યંત આકરું છે આથી જ આ દુખ પુનઃ અભિવ્યક્તિ પામે છે; આવાગમન પથિક તણુંજ, નહિ શિવનગર નિવેશ. કાગળ કુણ હાથે લિખુજી, કોણ કહે સંદેશ.’ (, ૧૮, ૨). આ સ્નેહસંબંધ બંધાઈ તો ગયો, પરંતુ આ વિરહના તીવ્ર દુઃખને કેમ સહેવું ? મીરાંની “પ્રીત ન કરિયો કોઈની યાદ આવે એ જ રીતે આ સ્નેહના દુઃખને વર્ણવતાં કહે છે; ઈહીંથી તિહાં જઈ કોઈ આવે નહિ જેહ કહે સંદેશોજી. જેહનું મળવું દોહ્યલું, તેહગ્યું નેહ આપકિલેશોજી' | (વર, ૬, ૨) જ્યાં જઈને સંદેશો કહી આવે એવું કોઈ નથી. જેનું મિલન અતિ દોહ્યલું છે તેનો સ્નેહ તો પોતાના માટે દુઃખ આપનાર જ બને છે. ૯૪ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા મોક્ષનગરમાં વસ્યા છે. એટલું જ નહિ તેઓ વીતરાગ છે, માટે સ્નેહરહિત હોવાથી તેઓ કોઈ પ્રતિભાવ આપતા નથી. માટે એકપક્ષી પ્રેમ નિષ્ફળ તો નહિ જાય ને ? એવી સહજ શંકા ભક્તહૃદયમાં જાગે છે; વીતરાગ શું રાગ તે એક પખો, કીજે કવણ પ્રકારોજી. ઘોડો દોડે રે સાહિબ વાજમાં, મન નાણે અસવારોજી.' ઘોડો તેના ચાલકના સંકેત પ્રમાણે દોડે, તેની સર્વ આજ્ઞાનું પાલન કરે, પરંતુ જો ચાલક સવાર તેનું યોગ્ય મૂલ્ય ન આંકે તો નિરર્થક જ બની રહે. એટલે સહેજ વક્રભાષા પ્રયોજતા કવિ કહે છે; મુજને સુમશ્ય રંગ રે, તમે તો નિરાગી હુઈ રહ્યા એ શ્યો એકંગો ઢગ રે.” (૩, ૧૭, ૧) ભક્તની બીજી શંકા છે કે, મારે મન પરમાત્મા એક જ આધાર છે, પરંતુ પરમાત્માના તો અનેક સેવકો-ઉપાસકો છે. એક તો વીતરાગ અને પાછા અનેક સેવક-ઉપાસકોથી પૂજિત, મારી પર તેઓની કૃપાદૃષ્ટિ થશે ખરી? તુમ બહુમિત્રી રે સાહિબા, મારે તો મને એક તુમ વિણ બીજો રે નવિ ગમે, એ મુજ મોટી ટેક (, ૧૧, ૧). કવિને થાય છે કે, વીતરાગ પરમાત્મા જોડે સ્નેહસંબંધ બાંધ્યો તો ખરો, પરંતુ તેને કેવળ એકપક્ષી પ્રીતિથી નિભાવવો કઈ રીતે ? એટલે જ માધુર્યપૂર્ણ ઉપાલંભો આપતાં કહે છે; થાશું પ્રેમ બન્યો છે. રાજ, નિરવહથ્થો તો લેખે. મેં ચગી પ્રભુ! થેં છો નિરાગી, અણજુગતે હોએ હાંસી. એકપખો જેનેહનિરવહવો, તે માંહી કીસી શાબાશી ? (૪, ૧૫, ૧) કવિ મુખથી તો કટાક્ષ કરે છે, પરંતુ હૃદયના ઊંડાણમાં પરમાત્મા પ્રત્યે અતિ બળવાન શ્રદ્ધા છે કે, પરમાત્માની સેવા ફળદાયી જ બનશે. જો ચિંતામણિરત્નની સેવા ફળદાયી બનતી હોય તો, આ કલ્પવૃક્ષ, કામકુંભ, અને ચિંતામણિરત્નથી પણ અધિક એવા દેવાધિદેવ પરમાત્મા છે. એટલે જ કવિ તેમની સેવાઉપાસના દઢ હૃદયથી કરવા ઇચ્છે છે. આ ભાવચિંતામણિ પ્રભુનાં દર્શન કરવા ઇચ્છે છે. આ પ્રત્યક્ષદર્શનના અપૂર્વ અવસર' સમયના મનોભાવને કલ્પના દ્વારા વર્ણવતાં કહે છે; ધન દિન વેલા ધન ઘડી તેહ, અચિા રો નંદન જિન જદી ભેટશું. લહેશું રે સુખ દેખી મુખચંદ વિરહવ્યથાના દુખ મેટશુંજી. (, ૧૬, ૧) - ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૯૫ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ અને ભક્તને જ્યારે પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય છે, એ પ્રસંગને વર્ણવતાં કહે છે; આજ સફળ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠા. ભાંગી તે ભાવઠિ ભવતણી, દિવસ દુરિતના નીઠા. ૧ આંગણે કલ્પવેલી ફળી, ધન અમયના વૂઠા આપ માંગ્યા તે પાસા ઢળ્યા, સુર સમકિતી તૂઠા.” ૨. (૩, ૨૦, ૧-૨). પરમાત્માનાં દર્શન થયાં એટલે સૌ દુઃખમય દિવસો ગયા, ભવની તૃષા ટળી, આંગણે કલ્પવેલી ફળી, અમૃતના મેઘ વરસ્યા અને સમ્યગુદૃષ્ટિ દેવો પ્રસન્ન થયા આ પરંપરાગત વર્ણન પણ કવિહૃદયના પ્રબળ ભાવાવેગને કારણે આસ્વાદ્ય બની રહે છે. કવિ પોતાને પરમાત્મ દર્શન આ વિષમ એવા કળિકાળમાં પ્રાપ્ત થયું હોવાથી, અન્યોની દૃષ્ટિએ અશુભ એવા કળિકાળને પણ સુખદાયી ગણે છે. મલ્લિ જિનેશ્વર મુજને તુહે મિલ્યા, જેહમાંહિ સુખકંદ. વાલ્વેસર, તે કળિયુગ અચ્છે ગિરૂઓ લેખવું, નવિ બીજા યુગવંદ. વાલ્વેસર આરો સારો રે મુજ પાંચમો, જિહાં તુહ દરિસણ દીઠ. વાલ્વેસર મરૂભૂમિ પણ સ્થિતિ સુરતરૂ તણી, મેરુ થકી હુઈ ઈઠ. વાલ્વેસર (, ૧૯, ૧-૨) પ્રિયતમ-પરમાત્માનાં દર્શન પછીની સ્થિતિને વર્ણવતાં કહે છે; રણપ્રદેશમાં કલ્પવૃક્ષની પ્રાપ્તિ થયા બાદ માનવ માટે રણપ્રદેશ એ તો મેરુપર્વત અને નંદનવનથી પણ વિશેષ સોહામણો-મનગમતો પ્રદેશ બની રહે છે. કવિએ આ પંક્તિઓમાં કરેલી રૂપકયોજના કવિહૃદયની ધન્યતાની કૃતકૃત્યતાની અનુભૂતિને સુંદર રીતે અભિવ્યક્ત કરે છે. આવા અલૌકિક, અપૂર્વ દર્શનની પ્રાપ્તિ તો થઈ છે, પરંતુ પ્રત્યેક મિલનની પાછળ વિરહ છુપાયેલો હોય છે. ભક્તના હૃદયને તો પરમાત્માના મુખકમળને અનિમેષ નયને જોવા છતાં તૃપ્તિ થતી નથી. દીઠ તે તૃપ્તિ ન હોઈ રે (૩, ૯, ૨) એટલે જ કવિ પરમાત્મા સાથે કદી વિરહ ન થાય એવું શાશ્વત મિલન ઇચ્છે છે. જિનવિરહ કદીયેં નવિ હૃર્યું, કીજિયેં તેહવો સંચ રે; કર જોડી વાચક જણ કહે ભાંજો તે ભેદ પ્રપંચ.' (, ૯, ૩) ભક્તને પરમાત્માની વિરહની અનુભૂતિ થાય છે, કારણ કે ભક્ત પોતે પરમાત્માથી ભિન્ન છે એવી ભેદબુદ્ધિ ધારણ કરે છે. આ ભેદબુદ્ધિ તે જ વેદાંતમાં વર્ણવેલી માયા અને જેનદર્શનમાં વર્ણવેલ અજ્ઞાન છે. આનંદઘનજીના પદ્મપ્રભસ્વામી સ્તવનની યાદ આવી જાય એ રીતે કવિ આ ભેદપ્રપંચ દૂર કરવા કહે છે. શીતલજિન ! તુજ મુજ વિચિ આંતરું, નિચેથી નહિ કોય. દેસણ નાણ ચરણ ગુણ જીવને, સહુને પુરણ હોય. ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ અંતરયામી ! રે સ્વામી સાંભળો. પણિ મુજ માયા રે ભેદી ભોળવે બાહ્ય દેખાડી રે વેષ; હિયડે જુઠી રે મુખ અતિ મીઠડી, જેહવી ધૂરત વેષ. (૩, ૧૦, ૧-૨) સ્વામી અને સેવક વચ્ચે વાસ્તવિક રીતે કોઈ અંતર નથી. પરંતુ વચ્ચે છે અજ્ઞાન-અવિદ્યારૂપ માયા. એ માયા દૂર કરવાનું પરમાત્માની કૃપા વિના ભક્ત માટે શક્ય બનતું નથી, તેથી કવિ પરમાત્માને પ્રાર્થના એહને સ્વામી રે મુજથી વેગળી કીજે દીનદયાળ; વાચક જસ કહે જિમ તુહશ્ય મીલી, લહિયેં સુખ સુવિશાળ. (૩, ૧૦, ૩) આમ પરમાત્મા પાસે ભક્ત શુદ્ધ સ્વરૂપની માગણી કરે છે, જેથી ભક્ત અને ભગવાન વચ્ચે કદી વિરહ થાય નહિ, શાશ્વત મિલન જ રહે. ક્યારેક એ માંગણી અત્યંત માર્દવપૂર્વક થાય છે; વાસુપૂજ્ય જિન ! વાલહારે, સંભારો નિજ દાસ. સાહિબશ્ય હઠ નવિ હોયે રે, પણ કીજે અરદાસો રે. ચતુર વિચારી રે.' (૩, ૧૨, ૧) ક્યાંક પોતે ગુણરહિત હોવા છતાં તારવાની વિનંતી કરે છે; સુગુણ નિર્ગુણનો અંતર, પ્રભુ! નવિ ચિત્ત ધરે રે લો. નિર્ગુણ પણ શરણાગત, જાણી હિત કરે રે કે લો. | ચંદ્ર ત્યજે નવિ લંછન, મૃગ અતિ શામળો રે કે, જશ કહે તિમ તુમ્હ જાણી, મુજ અરિબળ દળો રે કે. (૩, ૧૫, ૩) - આ પંક્તિઓમાં ચંદ્રનો શરણાગત હરણ અતિશ્યામ હોવાથી કલંક દેનાર હોવા છતાં ચંદ્ર એનો ત્યાગ કરતો નથી, એમ નિર્ગુણ એવા સેવક મને પણ ન છોડો એવી આર્જવભરી પ્રાર્થના ચંદ્ર અને હરણના દાંતને કારણે કાવ્યાત્મક પરિમાણ ધારણ કરે છે. કવિની આ સંસારસમુદ્રથી તારવાની પ્રાર્થના રૂપક અલંકારનો આશ્રય લઈ ઉપાલંભનું રૂપ ધારણ કરે છે; જિનશાસન પાંડિતે ઠવી, મુજ આપ્યું આપ્યો સમકિત થાળ રે. હવે ભાણ ખખિડિ કુણ ખમે? શિવ મોદક પીરસો રસાળ રે.” હે પ્રભુ! તે મને – જિનશાસનરૂપી પંગતમાં બેસાડીને સમક્તિ થાળ પણ સામે ધર્યો. હવે માત્ર મા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) : ૭ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ થાળીઓના ખખડાટ સાંભળીને કોણ રહે? ઝડપથી શિવમોદક પીરસો. ક્યાંક કવિના આ ઉપાલંભમાં પરમાત્મા પ્રત્યેના પ્રેમ અને માધુર્યને કારણે વિશિષ્ટ પરિમાણ પ્રાપ્ત થાય છે. આવા મધુર ઉપાલંભો દીન કહ્યા વિણ દાનથી રે, દાતાની વાધ મામ. જળ દીર્વે ચાતક પીઝવી રે મેઘ હુઓ તીણે શ્યામ. પિલ પિઉ કરી તુમને જપું હું ચાતક તમે મેહ એક લહેરમાં દુખ હરો રે, વાધ બિમણો નેહ' | (, ૮, ૩) કવિએ ચાતક માંગે ત્યારે જળ ન દેવાને લીધે મેઘ શયામ થયો છે એની મનોહર કલ્પના કરી છે, અને હું પણ તમારો પિઉ, પિઉ' એવો જાપ કરનાર ચાતક છું, માટે તમારી નિર્મળ કીર્તિ ઇચ્છતા હો તો મને દાન દેવામાં ઢીલ કરતા નહિ એવો સ્નેહસભર આગ્રહ કર્યો છે. જેને લીધે ઉપાલંભ આશ્રિત સખ્યભાવ અને પ્રેમલક્ષણાભક્તિનું સુમધુર મિશ્રણ અનુભવાય છે. કવિ વાંછા તો નિર્વાણની કરે છે, પરંતુ તે માટે તેના સાધનરૂપ રત્નત્રયી-દર્શન-જ્ઞાન અને ચારિત્ર જોઈએ. ભક્ત સ્વામી પાસે મોક્ષરૂપી અંતિમ લક્ષ્ય પામવા માટે પૂર્વભૂમિકા સમા રત્નત્રયને પામવા ઇચ્છે છે, તે માટે મધુર ઉપાલંભ આપતા કહે છે; અખય ખજાનો તુજ દેતાં ખોડિ લાગે નહિ રે. કિસી વિમાસણ ગુઝ? મચક થાકે ઊભા રહી રે. રયસ કોડ તે દીધ, ઊરણ વિશ્વ તદા કિઓ રે. વાચક જશ સુપ્રસિદ્ધ, માગે તીન રતન દીઓ રે. (, ૫, ૨-૩) પરમાત્માના દીક્ષા પૂર્વેના વાર્ષિક દાનના પ્રસંગને યાદ કરીને કવિ કહે છે કે, તે કોડો રત્નોનું દાન દઈ પૃથ્વીને દેવારહિત કરી, એ વાત સુપ્રસિદ્ધ છે. હવે તારી પાસે અક્ષય ખજાનો છે અને એ ખજાનામાંથી દેતાં કશું ખૂટે એમ નથી. છતાં તે સ્વામી ! કેમ વિચારમાં પડ્યા છો? મને ત્રણ રત્ન તો આપો. સાધક આ ત્રણ રત્નના બળે સંસારસમુદ્ર પાર કરી પરમાત્મા સાથે અભેદ કરવા ઇચ્છે છે. તો કેવો છે આ સંસારસમુદ્ર? તેનું વર્ણન પણ કવિ એક સ્તવનમાં કરે છે; " ચઉ કષાય પાતાલ કલશ હિાં, તિસના પવન પ્રચંડ, બહુ વિકલ્પ કલ્લોલ ચઢતું હે અરતિ ફેન ઉદ્દેડ. જરત ઉદ્યામ કામ વડવાનળ પરત શીલગિરિ શૃંગ; ફિરત વ્યસન બહુ મઘેર તિમિગિલ કરત હે નિમંગઉમંગ. ભમરિયાં કે બીચે ભયંકર ઉલટી ગુલટી વાચ. કરતા પ્રમાદ પિશાચન સહિત જિહાં અવિરતિ વ્યંતરી નાચ. ગરજત અરતિ ફૂરતિ રતિ બિજુરી હોત બહુત તુફાન, લાગત ચોર કુગુરુ મલબારી, ધરમ જિહાજ નિદાન. ૮ ઃ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ જુર પાટિયેં જિઉં અતિ જોરિ, સહસ અઢાર શીલંગ. ધર્મ જિહાજ તિઉ સજ્જ કરી ચલવો, જશ કહે શિવપુરીચંગ. ભવસાયર ભીષણ તારિઈ હો અહો મેરે લલના પાસજી. ત્રિભુવનનાથ! દિલમેં એ વિનતી ધારીએ હો. (, ૨૩) ફાગની ઢાળમાં લખાયેલું અંતર્યમકથી સભર આ પદ સાંભળતાં જ તેના વર્ણાનુપ્રાસો, યમકો આદિને કારણે એક ભયાનક સમુદ્રનું ચિત્રણ આપણી સમક્ષ ખડું થઈ જાય છે. કવિએ જૈન ખગોળમાં વર્ણવેલા ચાર પાતાળકળશો રૂપે સંસારસમુદ્રમાં ચાર કષાયોને પાતાળકળશ તરીકે વર્ણવ્યા છે. આ ભવસમુદ્રમાં તૃષ્ણારૂપી પવન, વિકલ્પરૂપી મોજાંઓ અને કામ રૂપી વડવાનલની વચ્ચે પણ શીલગિરિ-સચ્ચારિત્ર રૂપી પર્વતો મનુષ્યનું રક્ષણ કરનારા છે. દુઃખરૂપી નાનાં-મોટાં માછલાંઓ તો ભમે જ છે અને પ્રમાદરૂપી પિશાચિની અવિરતિ રૂપી વ્યંતરી સાથે નાચી રહી છે. રતિ-અરતિરૂપી વીજળી ચમકે છે. અને ભયંકર તોફાન ઘૂઘવે છે. આવા ભયાનક સમુદ્રમાં વળી મલબારી ચાંચિયા સમા ગુરુઓ છે. આમાંથી બચવા માટે ધર્મજહાજ સિવાય કોઈ ઉપાય નથી. આથી જ કવિ પ્રભુને પ્રાર્થના કરે છે કે, તમે અઢાર હજાર શીલાંગ રૂપી અતિ જોરદાર પાટિયાવાળું ધર્મજહાજ ચલાવો, કે જે શિવપુર લઈ જાય. પરમાત્મારૂપી મહાસાર્થવાહ સાથે હોય તો આ ભીષણ સમુદ્ર તરવો સહેલો થઈ જાય. કવિએ વર્ણાનુપ્રાસ, યમક અને ઓજસ ગુણ પ્રેરતી પદાવલી વડે કરેલું ભયાનક સંસાર-સમુદ્રનું રૂપકાત્મક વર્ણન ભાવકચિત્તને પળભર ચકિત કરી દે છે અને કવિનું અર્થાલંકારની સાથે જ શબ્દાલંકાર પ્રયોજવાનું સામર્થ્ય આપણને રોમાંચિત કરી દે છે. આવા ભયાનક સમુદ્રમાંથી તારવાનું અપૂર્વ સામર્થ્ય તીર્થકરોમાં જ રહ્યું છે. વિશાળ અને દુર્ગમ લાગતો સંસારસમુદ્ર પણ પરમાત્માની કૃપાથી તો ગોપદ - ખાબોચિયાં) જેવો બની જાય છે. મોરા સ્વામી ! જશ કહે ગોપય તુલ્ય ભવ જળધિ કરુણા ધરીજી. | (g, ૮, ૩) પરમાત્મામાં આવું સામર્થ્ય હોવાથી કવિહૃદયમાં દઢ શ્રદ્ધા થઈ ગઈ છે કે, આ સંસારસમુદ્રમાંથી તારનાર જો કોઈ હોય તો કેવળ તીર્થંકર પરમાત્મા જ છે, માટે તે હવે પરમાત્માની ભક્તિ કોઈ હિસાબે છોડવા માગતો નથી. તેને દઢ શ્રદ્ધા છે કે, આ ભક્તિના પ્રતાપે પરમાત્મા સાથે એકત્વરૂપ મુક્તિ તો પ્રાપ્ત થશે જ જેમ ચુંબક લોઢાને ખેંચે છે, એમ ભક્તિ મુક્તિને આકર્ષી લેશે. એથી જ કવિ હવે મુક્તિ નહિ પણ કેવળ ઉન્નત હૃદયથી ભક્તિ જ કરવા ઇચ્છે છે; મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી જેહશું સબળ પ્રતિબંધ લાગો, ચમક પાષાણ જ્યમ લોહને ખિંચશ્ય, મુક્તિને સહજ તુજ ભક્તિરાગો.' (ઋષભદેવસ્તવન, ૬) - ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૯૯ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ આ ભક્તિથી સર્વ સુખો પ્રાપ્ત થાય છે. ભક્તિ દ્વારા પ્રાપ્ત થતા ભૌતિક સુખોનું વર્ણન કરતાં કહે છે; શ્રીનમિજિનની સેવા કરતાં, અલિય વિઘન સતિ દૂરે નાસેજી. અષ્ટમહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહમૂર પાસેજી. મયમત્તા અંગણ ગજ ગાજે, રાજે તેજી તુખાર ચંગાજી, બેટા બેટી બંધવ જોડી, લહીયેં બહુ અધિકાર રંગાજી. ચંદ્રકિરણ યશ ઉજ્વલ ઉલ્લસે, સૂર્ય તુલ્ય પ્રતાપ દીપેજી. જે પ્રભુ ભગતિ કરે નિતવિનયેં, તે અરીયા બહુ તાપ જીપેજી. (, ૨૧, ૧-૨-૪) આ સાંસારિક સુખોનું વર્ણાનુપ્રાસ અને ઉપમા અલંકા૨ મંડિત વર્ણન આસ્વાદ્ય છે, પરંતુ ખરો ભક્ત તો આવા સાંસારિક ફળોના લોભમાં ફસાઈ જાય એવો નથી. તે તો આ સંસારસમુદ્રનો પાર પામી પરમાત્મા સાથે ઐક્ય સાધવા ઇચ્છે છે, એટલે જ એના મનને વિશેષ રૂપે સ્પર્યું છે ૫૨મતારક સ્વરૂપ. અરિજન ભવજલનો તારુ, મુજ મન લાગે વારુ રે. બાંહે ગ્રહીએ ભવિજન તારે. મનમોહન સ્વામી આણે શિવપુર આરે રે.’ (, ૧૮, ૧) સામાન્ય રીતે તપ-જપ આદિ ક્રિયાઓ સંસારસમુદ્રથી પાર ઉતારનારી ગણાય છે, પરંતુ પરમાત્મધ્યાન વિનાની આ ક્રિયાઓ અહં પોષનારી બની જાય છે. એ સર્વ ક્રિયાઓ તીર્થંકર પરમાત્મા પ્રત્યેના આદર બહુમાન સાથે કરવામાં આવે, ત્યારે જ આ ક્રિયા સાચા અર્થમાં પાર ઉતારનારી બને છે. માટે જ કવિ કહે છે, તપ જપ મોહ મહાતોફાને, નાવ ન ચાલે માને રે. પણ નિત ભય મુજ હાથોહાથે, તારે તે છે સાથે રે.’ (૬, ૧૮, ૨) આ સંયમ, તપ, જપ, ધ્યાન આદિ ક્રિયાઓ પણ જો ‘હું કરું છું’ એવા અહંભાવની પોષક બની જાય તો સંસારસમુદ્રથી પાર ઉતારનારી નાવ યોગ્ય રીતે ચાલી શકતી નથી. કારણ કે, એ સર્વ સાધનાઓ જ મોહરૂપી તોફાન સાથે ભળી જઈ મોહને પોષનારી બની જાય છે. પરંતુ સાચા ભક્ત એવા મને આવો ભય નથી, કારણ કે મારા જહાજ પર અત્યંત કુશળ નાવિક એવા પરમાત્મા રહ્યા છે, જે નાવને તોફાન છતાં યોગ્ય દિશામાં લઈ જાય છે. એથી જ કવિ કહે છે, તપ, જપ, ધ્યાન, સંયમ આદિ સર્વ ક્રિયાઓ પરમાત્માના શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાન પ્રતિ પ્રેરવાના ઉપાયરૂપ જ છે. સાધનાનું અંતિમ લક્ષ્ય તો શુદ્ધ એવા આત્મદ્રવ્યની પ્રાપ્તિ છે અને તે શુદ્ધાત્માના ધ્યાન વિના પ્રાપ્ત થઈ શકતું નથી. આ જગતમાં વીતરાગ-૫રમાત્મા સિવાય અન્ય કોઈનું શુદ્ધાત્મસ્વરૂપ પ્રગટ થયું નથી. માટે જ સાધનાની પરમસિદ્ધિ માટે કવિ એક જ ઉપાય દર્શાવે છે. ૧૦૦ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ પદ વળગ્યાં તે તાજા, અલગ અંગ ન સાજા રે. વાચક જસ કહે અવર ન ધ્યાઉં રે, એ પ્રભુના ગુણ ગાઉં રે.” (, ૧૮, ૫) આથી જ કવિ ભાવપૂર્ણ હૃદયથી પ્રભુની પોતાના મનમંદિરમાં પ્રતિષ્ઠા કરવા ઇચ્છે છે. વીતરાગ એવા પરમાત્માને પણ સાધક ભક્તિના બળથી આકર્ષી મન-મંદિરમાં લાવવા ઇચ્છે છે. વીતરાગ એવા પરમાત્મા ભક્તના હૃદયગૃહમાં કેવી રીતે આવે? જ્યારે ભક્ત ભગવાનના ગુણોનું ધ્યાન ધરતાં ધરતાં સ્વયં સ્વ-આત્મામાં એવા જ ઉજ્વળ ગુણોની પ્રાપ્તિ કરે છે અને તે પોતે જ પરમાત્મસ્વરૂપ થઈ જાય છે. ત્યારે એને જ પરમાત્માનું હૃદય-મંદિરમાં આગમન કહી શકાય. કવિ પરમાત્માને ભક્તિબળે આકર્ષવાની વાત કરતાં કહે છે; સ્વામી! તમે કાંઈ કામણ કીધું, ચિતડું અમારું ચોરી લીધું. સાહિબા ! વાસુપૂજ્ય જિર્ણદા, મોહના વાસુપૂજ્ય જિર્ણદા. અમે પણ તુમશું કામણ કરશું, ભગતે રહી મનઘરમાં ધરશું. (, ૧૨, ૧) જો પરમાત્મા પોતાના હૃદયમંદિરમાં પધારે તો ભક્ત કેવો સામર્થ્યવંત બને એવું ચિત્ર આલેખતાં સિંહ નિશિ દીહ જો હૃદયગિરિ મુજ રમેં તું સુગુણ લીહ અવિચલ નિરીહો. તો કુમતરંગ માતંગના યૂથથી, મુજ નહીં કોઈ લવલેશ બીહો.' (, ૨૪, ૬) હે પ્રભુ! જો તું મારા હૃદયમાં સિંહ સમાન વસતો હોય તો અન્ય કુમતરૂપી હાથીઓના ટોળાથી મને અંશમાત્ર ભય નથી. એથી જ કવિ પરમાત્માને મનમંદિરમાં પધારવાની વિનંતી કરતાં કહે છે; હવે મુજ મનમંદિરમાં પ્રભુ, આવી વસો રે ન પામું પામું પરમાનંદ રે.' (૩, ૨૪, ૧). પોતે પરમાત્મા સમાન મહાન પરોણાને માટે મનમંદિરને કઈ રીતે સુશોભિત કર્યું છે તેનું વર્ણન કરતાં કહે છે; - પીઠબંધ ઈહાં કીધો સંમતિ વજનો રે,. કાઢ્યો કાઢ્યો કચરોને ભ્રાંતિ રે. ઈહાં અતિ ઊંચા સોહે ચારિત્ર ચંદરૂઆ રે, રૂડી રૂડી સંવર - ભાતિ રે. ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) * ૧૦૧ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ કર્મવિવર ગોષ્ટિ ઈહાં મોતી ઝુંબણાં રે, ઝૂલઈ ઝૂલઈ ધી ગુણ આઠ રે. બાર ભાવના પચાલી અચરય કરે રે, કોરિ કોરિ કોરણી કાઢ રે... | (૩, ૨૪, ૨, ૩) અહીં સમ્યકત્વ - શુદ્ધ શ્રદ્ધારૂપી પીઠિકા બનાવી છે. મનમાંના સર્વ ભ્રાંતિ અને કષાય આદિ કચરાની અસ્વચ્છતા દૂર કરી છે. ચારિત્રના દેદીપ્યમાન ચંદરવા શોભી રહ્યા છે. કર્મવિવર રૂપી ગોખલાઓમાં બુદ્ધિના આઠ ગુણો ઝૂલી રહ્યા છે. તેમ જ બાર-ભાવના રૂપી પંચાલી (શોભાની પૂતળીઓ) પ્રભુ-આગમનને વધાવવા આશ્ચર્યજનક નૃત્ય કરી રહી છે, મનમંદિરમાં સુંદર કોતરણી શોભી રહી છે. આવી મનમંદિરની અપૂર્વ શોભા અને સમૃદ્ધિ જોઈ પ્રભુ પણ અહીં સ્થિર થઈ જશે એવો કવિનો વિશ્વાસ છે. મનઘરમાં ધરિયા ઘર શોભા, દેખત નિત્ય રહેશો થિર શોભા. (, ૧૨, ૨) મન-મંદિરમાં ઉપર વર્ણવેલી શોભા તો છે જ, પરંતુ વિશેષમાં ભક્તનો આત્મા પ્રભુ જોડે મનોહર સંબંધ બાંધે છે; ઈહાં આવી સમતા રાણીશ્ય પ્રભુ રમો રે, સારી સારી સ્થિરતા સેજ રે.” (૩, ૨૪, જી પરમાત્માની ભક્તિનાં પરિણામે આત્મામાં સર્વ જીવો પ્રત્યે સમભાવ જાગ્યો છે. શત્રુ અને મિત્ર પ્રત્યે સમભાવ જાગ્યો છે. તે જ રીતે સુખ-દુઃખ પ્રત્યે પણ સમભાવ જાગ્યો છે. આને કવિ રૂપકાત્મક રીતે સમતારાણી તરીકે ઓળખાવે છે. વળી મન-વચન-કાયા એ ત્રિવિધયોગની સ્થિરતારૂપી સેજ પર સમતા રાણી સાથે રમવાનું તજી પ્રભુ કઈ રીતે જઈ શકે? જે સાધક મન-વચન-કાયા સ્થિર કરી એકાગ્રભાવથી પ્રભુનું ધ્યાન કરે છે, તેના હૃદયમાંથી પરમાત્મા જઈ શકતા નથી. આથી જ કવિ કહે છે; કિમ જઈ શકશ્યો, એક વાર જો આવશો રે, રંજ્યા રંજ્યા હિયડાની હેજ રે. (, ૨૪, ૪) ભક્તિના આવા ભક્તિપૂર્ણ નિમંત્રણનો સ્વીકાર કરી પ્રભુ ભક્તના મનમંદિરમાં પધાર્યા ત્યારે તો – વયણ અરજ સુણી પ્રભુ મન-મંદિર આવિયા રે, આપે તૂઠા તુઠા ત્રિભુવનભાણ રે. (૩, ૨૪, ૫) પરમાત્માનું મનમંદિરમાં આવવું એટલે ત્રણ ભુવનના ઝળહળતા સૂર્યનું ઘરઆંગણે આવવું, ભક્ત માટે એ અપૂર્વ આનંદનો અવસર છે. એનું નાનકડું ગોકુળિયું આજે તેની ભક્તિથી વૈકુંઠ બન્યું છે. કવિ કહે છે; મન વૈકુંઠ અકુંઠિત ભગતે, યોગી ભાખે અનુભવયુગતે.” (૬, ૧૨, ૨). ૧૦૨ - ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય અને For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ અકુંઠિત ભક્તિ એટલે કોઈ પણ પ્રકારની કુંઠા વિનાની, તન-મન-ધનને અને મન-વચન-કાયાને તેમજ આત્માને નિઃશેષ ભાવે પ્રભુચરણે સમર્પિત કરી દેતી ભક્તિ. કોઈ પણ પ્રકારના માનસિક ક્લેશ અને ઉદ્વેગ રહિત ભક્તિ. આ પૂર્ણ સમર્પણ હોય ત્યાં પ્રભુનું આગમન શક્ય બનતાં મન વૈકુંઠ બને છે, ૫રમાત્માનો સ્થાયી નિવાસ થાય છે, એવું યોગીપુરુષો અનુભવને આધારે કહે છે. આમ, પરમાત્માના ધ્યાનમાં ડૂબેલ ભક્ત સાત રાજલોકની ઉપર વસેલા પરમાત્માને પોતાના મનમંદિરમાં બિરાજમાન કરે છે, એટલું જ નહિ, ગુણધ્યાનના બળે એકતા સાધવા ઇચ્છે છે. ધ્યાતા’ ધ્યાન કરનાર ભક્ત, ધ્યેય ‘પરમાત્મા’ અને તેના દ્રવ્ય-ગુણ-પર્યાય ‘ધ્યાન’ આ ત્રણે ધ્યાતા ધ્યેય અને ધ્યાન ભક્તિના પ્રભાવે ભિન્ન ન રહેતાં એકરૂપ થઈ જાય છે. આવી એકતા સાધવાની ભક્તહૃદયની પ્રબળ મનીષા દર્શાવતાં કહે છે; ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે ખીર નીર પરે તુમશું મળશું, વાચક જશ કહે હેજે હળશે.’ (, ૧૨, ૫) આ વાત બિંદુ અને સાગરના દૃષ્ટાંતથી રજૂ કરતાં કહે છે; ઉદકબિંદુ સાયર ભળ્યો સા૰ જિમ હોય અખય અભંગ ગુ વાચક જસ કહે પ્રભુ ગુણે સા૰ તિમ મુજ પ્રેમપ્રસંગ રે ગુ’ (, ૧૪, ૫) પરમાત્મા સાથેની આ એકત્વની અનુભૂતિ ધ્યાનના માધ્યમે પ્રાપ્ત થાય છે તે વર્ણવતાં કહે છે; તાહરું ધ્યાન તે સમકિતરૂપ, તેહ જ જ્ઞાન ને ચારિત્ર તેહજી. તેહથી રે જાએ સઘળાં પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હોય પછેજી,’ (, ૧૬, ૪) પરમાત્માનું ધ્યાન સમ્યગ્દર્શનરૂપ છે, વળી એ ધ્યાન જ જ્ઞાન અને ચારિત્રરૂપ છે. કા૨ણ કે ૫રમાત્માના ગુણોનું ધ્યાન ધરતા ભક્ત નિર્મળ શ્રદ્ધા પ્રાપ્ત કરે, તેમજ ૫રમાત્માના ગુણોનું ધ્યાન જ પરમાત્માની તારકશક્તિ આદિ ગુણો અને ઉપકારોનો યથાર્થ પરિચય આપનાર બને તે જ સમ્યાન બની રહે. તેમ જ નિર્મોહી-રાગદ્વેષ જીતનારા પરમાત્માનું ધ્યાન સાધકને પણ નિર્મોહી બનાવનાર બને. આમ સાધનામાર્ગના ત્રણ મુખ્ય સહાયક - ત્રણ રત્નો પરમાત્મધ્યાનમાં જ સમાવેશ પામેલા છે. આવા ધ્યાનના પ્રભાવે સાધક સર્વ કર્મોનો ક્ષય કરી ધ્યેય એવા પરમાત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે, પરમાત્મા જેવી જ સર્વ કર્મથી રહિતનિર્મળ-તેજોમય દશા પ્રાપ્ત કરનાર બને છે. ભક્ત ૫૨માત્માનો આ ચમત્કાર જોઈ આશ્ચર્યચકિત બને છે. કારણ કે ૫૨માત્મધ્યાનનો પ્રારંભ પરમાત્માના અલૌકિક રૂપદર્શનથી થાય છે, પરંતુ ધ્યાનને અંતે ધ્યાન કરનાર સર્વ કર્મોથી રહિત અરૂપ બની જાય છે. જે રૂપી છે તેનું ધ્યાન ધ્યાતાને અરૂપી કેવી રીતે બનાવી શકે ? પરંતુ આ અદ્ભુત આશ્ચર્ય અહીં પ્રગટ થયું છે. આ આશ્ચર્યથી અભિભૂત થયેલ સાધક પરમાત્માની રહસ્યમયતાનો તાગ પામી શકતો ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૧૦૩ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ નથી, પણ નિઃશેષભાવે સમર્પણ કરતાં કહે છે; દેખી રે અભુત તાહરું રૂપ, અચરિજ ભવિક અરૂપ પદ વરેજી. તાહરી ગત તું જાણે દેવ, સમરણ ભજન તો વાચક જશ કરેછે.' (, ૧૬, ૫) આમ, ભક્તને ભગવાન બનાવવાનું અપૂર્વ સામર્થ્ય ધરાવનારા, અનેક આંતરબાહ્ય ગુણોના ભંડાર એવા પરમાત્માનાં દર્શન સાથે પ્રારંભાયેલી આ યાત્રાની શરૂઆતમાં પરમાત્માનું જગજીવન' એવા રૂપે દર્શન થયું હતું. હવે આ યાત્રા દરમિયાન ભક્ત પરમાત્માના અનેક ગુણોને પારખ્યા છે. પરમાત્માનું અપૂર્વ દેદીપ્યમાનરૂપ, ત્રણભુવનના સ્વામી તરીકેનો સમવસરણ અને અષ્ટમહાપ્રાતિહાર્યનો વૈભવ, તેમની વાણીની અનુપમ મધુરતા, તેમની ઉપદેશ દ્વારા ભવ્ય જીવોને તારવાની અપૂર્વ શક્તિ, રાગ-દ્વેષથી રહિત નિર્મળ વીતરાગીપણું, અને આ વીતરાગતા હોવા છતાં જીવમાત્રને તારવાનું-પરોપકાર ગુણનું અદ્ભુત સામર્થ્ય આવા અનેક ગુણોનાં દર્શનથી પ્રેરાઈને ભક્તનો પરમાત્મા સાથે દઢ પ્રીતિ ભક્તિનો નાતો બંધાઈ ગયો. ભક્તને જેમ જેમ પરમાત્મગુણોનો અનુભવ થતો ગયો તેમ-તેમ પ્રીતિ નિરંતર વધતી જ ગઈ. હૃદયની આ પ્રીતિને કારણે પરમાત્માએ મનમંદિરમાં પધારવાની અને સ્થિર રહેવાની વિનંતી સ્વીકારી. અંતે ભક્ત મનમંદિરમાં પધારેલા પરમાત્મા જોડે ધ્યાન દ્વારા એકત્વ સાધવા ઇચ્છે છે. એ માટે તે પૂર્વભૂમિકા રૂપે પોતાનું સર્વસ્વપરમાત્મચરણોમાં સમર્પિત કરી પ્રભુને “જીવજીવન રૂપે સ્થાપે છે. આમ, ભક્તની જગજીવન” જગતના જીવન-સર્વ લોકો માટે ઈશ્વર (objective God)થી પ્રારંભાયેલી આ યાત્રા લક્ષ્યરૂપે પરમાત્મા જોડે અભેદ-એકત્વ સાધવા ઇચ્છે છે. આ એકત્વના મહત્ત્વના સોપાનરૂપે પરમાત્માને ‘જીવજીવન' તરીકે સ્થાપે છે. (subjective God) પોતાના પ્રાણેશ્વર રૂપે સ્વીકારે છે. જગતના નાથ, જગતના જીવન એવા પરમાત્માને સ્વયંના જીવના જ જીવન, પ્રાણેશ્વર, પ્રાણના પણ પ્રાણ બનાવીને પોતાની જાત જોડે પ્રભુની એકરૂપતા સાધી આ યાત્રાનું વિરાટ સોપાન સિદ્ધ કરે છે. આ યાત્રા ત્રણે ચોવીશીના અનેક સ્તવનોમાં રમ્ય રીતે પ્રગટે છે, અને એક સમર્થ વિદ્વાનના હૃદયની કોમળતા, પ્રભુદર્શન માટેની ઉત્કટતા અને પરમાત્મા સાથે એકરૂપ થવાની તત્પરતાના પદ-પદે દર્શન કરાવે છે. આ શરણાગતિ હૃદયની સમર્પિત ભક્તિ કવિની હૃદયને રણઝણાવતી, અપ્રતિમ ભક્તિનો નાદ જગાવતી સુમધુર પદાવલી રૂપે પ્રગટી છે, જે આપણને સહુને તન્મય બનાવી દે છે; તું ગતિ, તું મતિ આસરો, તું આલંબન મુજ પ્યારો રે. વાચક જણ કહે માહરે, તું જીવજીવન આધારો રે. (૦, ૨૪, ૫) આમ, આ સ્તવનોમાં જગજીવનથી જીવજીવનની એક રમ્ય યાત્રા આલેખાઈ છે. આ યાત્રા ઊર્મિની, ભાવની, હૃદયની યાત્રા છે, માટે આમાં કદાચ ક્રમબદ્ધ નિદર્શન ન પણ મળે, પરંતુ સ્તવનના આંતરિક ભાવ ૧૦૪ ૪ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ જગતમાં પ્રવેશતાં આ હૃદયંગમ-લલિત-રમ્ય પ્રવાસની અનુભૂતિ થયા વિના રહેતી નથી. આ બોત્તેર સ્તવનોના કમનીય કાવ્યકલાપમાં ભાવગુણે ઝળહળતાં અને કાવ્યસમૃદ્ધિએ તેજસભર અનેક સ્તવનો ઉપલબ્ધ થાય છે. કવિની વિરાટ કથાકાવ્ય રચવાની સર્ગ પ્રતિભાનું દર્શન જેમ જંબુસ્વામી રાસ જેવી ગુજરાતી કૃતિમાં અને “આર્ષભિયચરિતમ્' જેવી સંસ્કૃત ચરિત્ર કૃતિમાં ઉપલબ્ધ થાય છે. તેમ આ સ્તવનોમાં ઊર્મિકવિની પ્રતિભાનો આવિષ્કાર જોવા મળે છે. કવિનાં સર્વ સ્તવનોમાં હૃદયગત ઊર્મિની છોળ ઊછળે છે. આ ભાવાભિવ્યક્તિનું બળ ભાવકને તન્મય બનાવે છે. કવિએ પોતાની અનુભૂતિને ધારદાર રીતે અભિવ્યક્ત કરવા સ્થળે સ્થળે અલંકારોનો આશ્રય લીધો છે. તેમાં પરમાત્મા સાથેના સ્નેહ-સંબંધને વર્ણવવા તો ઘણી વાર અનેક ઉપમાઓ પુનરાવર્તિત પણ કરી છે, પરંતુ કવિહૃદયની ઊર્મિનું બળ એટલું પ્રબળ છે કે, આ પુનરાવર્તન કઠતું નથી. કવિએ અનેક ઉપમાઓની સાથે જ મનોહર રૂપકો પણ યોજ્યાં છે. એમાં પરમાત્માને મન-મંદિરમાં રત્નદીપક તરીકે પધારવાનું આમંત્રણ આપતું રૂપક કાવ્ય નોંધપાત્ર છે. સાહેલાં હે કુંથુજિનેશ્વર! દેવ, રત્નદીપક અતિ દપતો હો લાલ. સાહેલાં તે મુજ મન મંદિર માંહે, આવે જો અરિદલ જીપતો હો લાલ.” (, ૧૭, ૧) આવા તેજમા-પરમાત્માને વધાવવાનો હર્ષોલ્લાસ સ્તવનની લય-ગૂંથણીમાં જ અનુભવાય છે. પરમાત્માના આગમનથી પોતાની પલટાયેલી આંતરિક સ્થિતિને વર્ણવતાં કહે છે, સાહેલા મિટે તો મોહ અંધાર, અનુભવ તેજ ઝળહળે હો લાલ. સાહેલા ધૂમ કષાયની રેખ, ચરણ ચિત્રામણ નવિ ચળે હો લાલ.” (૪, ૧૭, ૨). આ દિવ્ય દીપકનો પ્રકાશના પ્રભાવે મોહ અંધારું ટળે અને અનુભવરૂપી તેજનો પ્રકાશ ફેલાઈ જાય પરંતુ મનમાં શોભા દેતા ચારિત્રરૂપ ચિત્રશોભા પર મોહની કાળાશ જામતી નથી. આવા અદ્ભુત દીપકની વાત વિશેષ વિસ્તારથી વર્ણવતાં કહે છે; સાહેલાં પાત્ર કર્યો નહિ હેઠ, સૂરજ તેજે નવિ છૂપે હો લાલ. સાહેલાં સર્વ તેજનું તેજ, પહેલાંથી વાધ પછે હો લાલ. સાહેલાં જેહન મરુતને ગમ્ય, ચંચલતા જે નવિ લહે હો લાલ. સાહેલાં જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવિ કુશ રહે હો લાલ.” (૪, ૧૭, ૩-૪) એ જ રીતે એક જ કડીમાં પરમાત્મા માટે સાગર અને સૂર્યનું રૂપક સુંદર પ્રાસો વડે ગૂંચ્યું છે; દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કૂપ હો. તે બહુ ખવા તગતગે, તું દિનકર તેજસ્વરૂપ હો. (વ, ૧૦, ૨) મા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) * ૧૦૫ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરાંત સંસારસાગરનું નોંધપાત્ર રૂપક (વડ, ૨૩)નો ઉલ્લેખ તો અગાઉ કર્યો જ છે. કવિએ એક સ્થળે મનોહર વિરોધાભાસ અલંકાર ગૂંચ્યો છે. આ વિરોધાભાસની બાળક સમી નિર્દોષ કુતૂહલ અને આશ્ચર્યસભર અભિવ્યક્તિ ચિત્તને આકર્ષે છે. લઘુ પણ હું તુમ મન નવિ માવું રે, જગગુરુ ! તુમને દિલમાં લાવું રે. . હું નાનો, પણ તમને મનમંદિરમાં સ્થાપી શકું છું, પરંતુ તમારા મનમાં હું આવી શકતો નથી. આવા અદ્ભુત આશ્ચર્ય માટે શાબાશી કોને આપવી? એ અંગે હે સુવિધિનાથ જિનેશ્વર ! વિચાર કરો. આ ઉખાણા સમા આશ્ચર્યનો ઉકેલ લાવતાં કહે છે; અથવા થિરમાંહી અથિર નાવે રે, હોટો ગજ દર્પણમાં આવે રે, જેહને તેજે બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીજે એ સાબાશી રે. (૪, ૯, ૩) હે પ્રભુ ! સ્થિર વસ્તુમાં અસ્થિર વસ્તુનો સમાવેશ પામે એ સાચું છે. મોટો હાથી દર્પણમાં આવી શકે તે મેં જોયું છે. એમ મેં ભક્તિ વડે મારા મનને સ્થિર કરી એકાગ્રચિત્તે તારા પ્રતિબિંબને ધારણ કર્યું છે. તમારા જ્ઞાનરૂપ તેજ વડે મને આ એકાગ્ર થવાની બુદ્ધિ પ્રાપ્ત થઈ છે, માટે આ આશ્ચર્ય માટે ખરા ધન્યવાદને પાત્ર આપ જ છો. કવિએ જેમ અર્થાલંકારોની મનોરમ ગૂંથણી કરી છે, તેમ તેમ સ્થળે વર્ણાનુપ્રાસ, યમક જેવા મનોહર શબ્દાલંકારો વડે કાવ્યની શ્રાવ્ય ગુણવત્તામાં પણ ઉમેરો કર્યો છે. રવાનુકારી શબ્દો અને “જ', ‘ટ’ના પુનરાવર્તનો વડે એક રમતિયાળ લય સિદ્ધ કર્યો છે. તુજ મુજ રીઝની રીઝ અટપટ એહ ખરીરી. ' લટપટ નાવે કામ, ખટપટ ભાંજ પીરી.' . (, ૧૯, ૧) આ જ સ્તવનમાં જ્યોતિષ શાસ્ત્રનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. "દુરાચધ્ય છે લોક, સહુને સમ ન શશી રી. (, ૧૯, ૩) (લોકો દુરારાધ્ય છે કારણ કે સૌના સમાન ચંદ્ર (સમાન રાશિ-મન) હોતા નથી.) કવિએ આ જ સ્તવનમાં જૈનધર્મમાં પ્રસિદ્ધ કથાના સંદર્ભ ગૂંથી પરમાત્માનોં સ્નેહ પ્રાપ્ત કરવા સાધકે કેવી લોકૈષણાનો ત્યાગ કરવો પડે છે તેનું ચિત્ર આલેખ્યું છે; લોકલોકોત્તર વાત, રીઝ છે દોય જુઈરી. તાત ચક્ર ધુર પૂજ્ય, ચિંતા એહ હુઈરી. (૪, ૧૯, ૪) . ભરત ચક્રવર્તીને એકસાથે પિતાના કેવળજ્ઞાન અને ચક્રવર્તીના ચક્રરત્નની ઉત્પત્તિની વધામણી મળી. આ વધામણીથી ભરત રાજાને પહેલાં ચક્રરત્નની પૂજા કરવી કે પહેલાં પિતાની દેશના સાંભળવા જવું એ ૧૦૬ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ માટેની મૂંઝવણ થઈ. સંસારમાં ડૂબેલા લૌકિક-માનવો પ્રથમ ચક્રને વધાવવાનું જ કહે, પરંતુ લોકોત્તર રીઝ પરમાત્માના સ્નેહ)ને વાંછનારા લોકો જુદા જ હોય છે. એટલે સર્વ લૌકિક-પદાર્થોની દૃષ્ટિની ઉપેક્ષા કરી પરમાત્માના સ્નેહને જ આગળ ધર્યો. રીઝવવો એક સાંઈ, લોક તે વાત કરે રી. (, ૧૯, ૫) આમ, એકાગ્રચિત્ત ધારનાર, સર્વ પ્રલોભનોથી મુક્ત, લોકોના ભયથી મુક્ત એવો સાધક જ પરમાત્માને રીઝવી શકે, પરમાત્માની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત કરી શકે. આમ, કવિના આ સ્તવનો મુખ્યરૂપે ઊર્મિકાવ્ય હોવા છતાં તેમની વિદ્વત્તા, બહુશ્રુતતાનું સહજ નિદર્શન થયા વિના રહેતું નથી. - કવિએ વિમલનાથ સ્તવનમાં વર્ણવેલ પરમાત્માનાં દર્શન બાદ પરમાત્માની કૃપાથી થતો જીવાત્માનો વિકાસ એ સિદ્ધર્ષિની પ્રસિદ્ધ ઉપમિતિભવપ્રપંચો કથામાં આવતા ક્ષુલ્લકના ઉદ્ધારનું જાણે મનોહર કાવ્યરૂપ છે. “તત્ત્વપ્રીતિકર પાણી પાયે, વિમલા લોકે આજીજી. લોયણ ગુરુ પરમાન દયે, તવ ભ્રમ નાખે સવિ ભાંજીજી: (૦, ૧૩, ૪) પરમાત્માએ તત્ત્વપ્રીતિરૂપ જળ-પિવડાવ્યું અને આંખમાં સમ્યગૃષ્ટિરૂપ વિમલ અંજન આંક્યું, તેમજ પરમાનનું ભોજન આપ્યું, ત્યારે જીવાત્માનો સર્વભ્રમ દૂર થયો અને નિર્મળ દર્શન થયું, આમ કવિએ આમાં પરમાત્મદર્શનથી થતા આત્મવિકાસને સૂચવ્યો છે. ( શ્રી સુવિધિનાથ સ્તવન (પ્રથમ ચોવીશી)માં પણ છંદપુરાણ-ગીતામાં ઉલ્લેખિત આ જગતરૂપી ઊર્ધ્વમૂળ અશ્વત્થના વર્ણનનો સંદર્ભ કવિની અનેક દર્શનોની પારગામિતા સૂચવે છે. શ્રી પાર્શ્વનાથ સ્તવન દ્વિતીય ચોવીશી)માં કરાયેલું ભીષણ સમુદ્રવર્ણન એક બાજુ કવિનું જેન-શાસ્ત્ર અનુસારની લોકવ્યવસ્થાનું જ્ઞાન દર્શાવે છે, તો સાથે સાથે તત્કાલીન વહાણવટીઓની સમસ્યાનો પરિચય પણ દર્શાવે છે. (કુગુરુ-મલબારી) એ જ રીતે પ્રથમ ચોવીશીના સંભવનાથ સ્તવનમાં કાળલબ્ધિ-ભાવલબ્ધિ આદિ પારિભાષિક શબ્દોનો પ્રયોગ આ સરળ જણાતાં ભક્તિભાવભર્યા સ્તવનોના ગહન તાત્પર્યાર્થ પરત્વે દિશાનિર્દેશ કરે છે. કવિની ભાષા મુખ્યત્વે તત્કાલીન ઉત્તર ગુજરાતની ગુજરાતી ભાષા છે. ઉત્તર ગુજરાતનું રાજસ્થાન સાથે સામીપ્ય હોવાથી તેમાં અનેક મારવાડી શબ્દોનો ઉપયોગ સ્વાભાવિક રીતે જ આવે છે, તે ઉપરાંત તેમાં કવિની વિદ્વત્તાને કારણે સંસ્કૃત શબ્દો અને દરિ (હોડી) , ૯, ૩) જેવા બંગાળી અને ઉર્દૂ-હિંદીની છાંટવાળા પ્રયોગો પણ મળે છે. કવિના પ્રથમ ચોવીશીના શાંતિનાથ સ્તવનમાં મારવાડી ભાષાના વિનિયોગને કારણે અનેરી મીઠાશ ૩૮. કવિને આ પ્રસિદ્ધ સંસ્કૃત રૂપક ગ્રંથીમય કથા પ્રત્યે વિશેષ આકર્ષણ રહ્યું છે. કવિએ પોતે આની બે સુંદર કૃતિઓ વૈરાગ્ય કલ્પલતા' અને વૈરાગ્ય રતિ રચી છે. સં. વૈરાગ્ય કલ્પલતા (સં.) યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ વૈરાગ્યરતિ (સં.) સંપા. રમણીકવિજય ગણિ. પ્રકા. યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ ઈ.સ. ૧૯૬૯ પ્રથમ આવૃત્તિ). ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૧૦૭ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ અને સુકુમારતા જન્મી છે. ધન દિન વેળા ! ધન ઘડી તેહ ! અચિારો નંદન જિન જલ્દી ભેટગુંજી.. લહેશું રે સુખ દેખી મુખ ચંદ, વિરહવ્યથાના દુ:ખ મેટશુંજી. (, ૧૬, ૧) એ જ રીતે બીજી ચોવીશીના નેમિનાથ સ્તવનમાં ઉર્દૂ-હિંદીના રંગો વિરહવ્યથાને ધારદાર બનાવે છે, તે જ ચોવીશીના પાર્શ્વનાથ સ્તવનમાં વ્રજભાષાની વિલક્ષણતાએ સમુદ્રના તોફાનને મૂર્તિમંત કર્યું છે. આ ચોવીશીઓની (ખાસ કરીને પ્રથમ ચોવીશી) ભાવોની ગંભીરતા અને રમ્યતા અંગે અધ્યાત્મયોગી પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ એક પત્રમાં કહે છે; ‘આ ચોવીશીનાં સ્તવનો અદ્ભુત છે. પ્રભુની સાથે આત્માને એકમેક બનાવવા માટે એ ચોવીશ સ્તવનો કરતાં બીજી કોઈ વધારે સહેલી ચીજ હજુ સુધી મારા અનુભવમાં આવી નથી. એ નાનકડાં સ્તવનોના એક એક અક્ષરે અર્થગાંભીર્યથી ભરેલો છે. શાસ્ત્રોનો અધિક બોધ થયા પછી જ તેની અર્થગંભીરતાનો ખ્યાલ આવે છે.... એમાં જે છે તે પ્રાયઃ ગુજરાતી ભાષામાં બીજે મળવું શક્ય નથી. એનું એકેક પદ સેંકડો વાર બોલશો તોપણ નવો નવો ભાવ ઝર્યાં જ કરશે. એવું પ્રાયઃ બીજી કૃતિઓમાં ઓછું જ બને છે. માટે તેને હૈયાનો (હાર) બનાવશો.’ તો પન્નાલાલ ૨. શાહ॰ પણ આ કાવ્યોનાં કાવ્યગુણ અંગે કહે છે; ઉપાધ્યાય યશોવિજ્યજીની એક વિશિષ્ટતા છે. સ્તવનના પ્રારંભમાં ભાવની એક છટા લે. ત્યાર બાદ એને અનુરૂપ દૃષ્ટાંતસુભગ કલ્પના તેઓ દોડાવે. એક પછી એક કડીમાં પ્રતીતિજનક અને અનુભૂતિજન્ય દૃષ્ટાંતો આપી એ ભાવને પુષ્ટ કરે. એમાં આટલાં બધાં સ્તવનોમાં ક્યાંય પુનરુક્તિ થતી જણાતી નથી એથી એમનાં કાવ્યોમાં તાજગી અને નાવિન્ય જણાય છે.’ આમ, આ ત્રણ ચોવીશીઓના સમગ્ર અવલોકનથી આપણને એક ઊંડી પ્રતીતિ થાય છે કે ઉપાધ્યાય યશોવિજયજીરૂપ જ્ઞાનના ઉન્નત શૃંગના હૃદયમાંથી આ સ્તવન-ચોવીશીરૂપ ઉજ્જ્વળ નિર્ઝરી વહી છે, જેના જળભક્તિના દિવ્ય તેજ વડે અદ્ભુત નિર્મળતા ધારણ કરી રહ્યા છે, તો અપૂર્વ કાવ્યગુણના માધુર્ય વડે કાવ્યરસિકોને પોતાની સમીપ આવવા આકર્ષી રહ્યા છે. ‘સુજસવેલીકાર’કાંતિવિજયજીના શબ્દોમાં ઉપાધ્યાય યશોવિજયજીની રચનાઓ માટેના ભાવપૂર્ણ ઉદ્ગારો આ ચોવીશીઓ માટે પણ એટલા જ સાચા છે; શીતલ પરમાનંદિની, શુચિ વિમલસ્વરૂપા સાચી છે. જેહની રચનાચંદ્રિકા, રસિયા જણ સેવે ચાચી રે.’ (સુજસવેલી, ઢાળ-૪ ગાથા-૩) ૩૯. શ્રી યશોવિજયજી મ. કૃત ચોવીશી - અર્થ ભાવાર્થસહિત વિવરણકાર. પૂ.પં.શ્રી કુંદકુંદવિજ્યજી ગણિવર. પ્રકાશક ભક્તિ પ્રકાશન મંદિર, નવરંગપુરા, અમદાવાદ, પ્રથમાવૃત્તિ. ૪૦. ઉપા. યશોવિજ્યજી સ્વાધ્યાય ગ્રંથ પૃ. ૩૦૯ સ્તવનચોવીશીઓ. ૧૦૮ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ માનવિજ્યજી કૃત સ્તવનચોવીશી ધ્યાનને કાવ્યવિષય બનાવતી રચના માનવિજ્યજીનો સમય નિશ્ચિતપણે કહી શકાય એમ નથી, પરંતુ તેમનો પ્રસિદ્ધ ધર્મસંગ્રહ' ગ્રંથ સં. ૧૭૩૮માં લખાયેલો છે, માટે તેમનો સમય ૧૮મા શતકનો પૂર્વાર્ધ ગણી શકાય. તેઓ તપાગચ્છના વિજ્યઆનંદસૂરિની પરંપરામાં શાંતિવિજ્યજીના શિષ્ય હતા. તેમની ઉપલબ્ધ કૃતિઓમાં ‘ભવભાવના-બાલાવબોધ', ‘સુમતિ-કુમતિસ્તવન’, ‘ગુરુતત્ત્વપ્રકાશાસ’, ‘સપ્તનયગર્ભિતરાસ', ‘નવતત્ત્વબાલાવબોધ’, ‘સિદ્ધચક્રસ્તવન’, ‘શાંતિનાથસ્તવન', આદિ નોંધપાત્ર છે. તેમનો સંસ્કૃત ગ્રંથ ‘ધર્મસંગ્રહ’ અત્યંત પ્રસિદ્ધ છે. તેમણે પોતાના સમકાલીન વિદ્વાન યશોવિજ્યજી પ્રત્યે ગાઢ આદરભાવ હોવાથી આ ગ્રંથનું પરીક્ષણ ઉપાધ્યાય યશોવિજ્યજી પાસે કરાવ્યું હતું. ૪માનવિજ્યજીની ચોવીશીમાં માધુર્યસભર ભક્તિ છલકે છે એ સાથે જ કવિએ કેટલાંય સ્તવનોમાં ધ્યાનને કાવ્યવિષય બનાવ્યો છે. સર્વ સાધનામાર્ગોમાં ધ્યાનનો ઓછાવત્તા અંશે સ્વીકાર કરાયો છે. પતંજલિ પ્રેરિત અષ્ટાંગયોગના માર્ગમાં ધ્યાનનું છઠ્ઠાઅંગ તરીકે મહત્ત્વનું સ્થાન છે. જૈનદર્શનમાં પણ કર્મક્ષયના પ્રબળ સાધનરૂપ `અગિયારમા અત્યંત૨ તપ રૂપે ધ્યાનનું મહત્ત્વ સ્વીકારાયું છે. માનવિજયજીએ જૈનધ્યાનની બાર ભાવના, ચાર ભાવના, દ્રવ્ય-ગુણ-પર્યાય આદિ વિવિધ રીતોમાંથી પદસ્થ-પિંડસ્થ-રૂપસ્થ-રૂપાતીત એ ચાર પ્રકારના ધ્યાનને આલેખેલ છે. આ ધ્યાનની રીતોનો ઉલ્લેખ કરતા સકલચંદ્રજી મહારાજ કહે છે; पिंडस्थं च पदस्थं च रूपस्थं च रूपवर्जितम् । इव्यन्यच्चापि सद्ध्यानं ते ध्यायन्ति चतुर्विधम् ॥ (ધ્યાનવીવિઝા, ૧૩૭) પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત એમ બીજી રીતે પણ સાધકો ચાર પ્રકારે ધ્યાન કરે છે, વિચારે છે. પિંડસ્થ ધ્યાન એટલે દેહમાં રહેલ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ આદિ પાંચ મહાભૂતો અને ૪૧. ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૧૯૩થી ૨૧૮ ઈ.સ. ૧૯૭૬. ૪૨. ધ્યાનદીપિકા-વિવ૨ણકાર કેશરસૂરિ પ્ર. વિજયચંદ્રસૂરિ જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ, અમદાવાદ, ત્રીજી આવૃત્તિ. ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) * ૧૦૯ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ આત્માનું ધ્યાન ધરવું તે. પદસ્થ ધ્યાન એટલે કોઈ આગમનાં પદોનું, મંત્રપદોનું કે પછી પરમાત્માના નામમંત્રનું ધ્યાન ધરવું તે. રૂપસ્થ ધ્યાન એટલે તીર્થંકરોનું સમવસરણમાં બિરાજમાન આઠ-મહાપ્રાતિહાર્યો આદિ શોભાથી યુક્ત ધ્યાન ધરવું તે. રૂપાતીત ધ્યાન એટલે સર્વ કર્મોથી રહિત, વિશુદ્ધ, સિદ્ધ, બુદ્ધ એવા પરમાત્માનું ધ્યાન ધરવું તે. આમ, આ ધ્યાનના ચાર પ્રકારો પોતાના દેહના આલંબનથી ધીમે ધીમે નિરાલંબન દશા પ્રતિ પ્રયાણ કરાવનારા છે. આ ચારે ધ્યાન તેમ જ ૫રમાત્મા આદિ ઉત્તમ સામગ્રી અનંતીવાર પ્રાપ્ત થઈ છે. પરંતુ તે સમયે સમ્યક્ત્વ પામ્યા પૂર્વેની બાલ્યાવસ્થામાં હોવાથી પરમાત્મધ્યાનમાં મન લાગ્યું નહોતું. હવે સમ્યક્ત્વની પ્રાપ્તિ (શુદ્ધ સમજણ)ને કારણે પૂર્વેની બાલ્યાવસ્થા-મૂઢાવસ્થા દૂર થઈ છે અને હવે ભક્તિમાં અપૂર્વ રસ જાગ્યો છે. બાળકાળમાં વાર અનંતી, સામગ્રીએ હું નવિ જાગ્યો, યૌવનકાળે તે રસ ચાખ્યો, તું સમરથ પ્રભુ માગ્યો.’ (૨, ૫) શાસ્ત્રોમાં વર્ણવેલી ધર્મરૂપ યૌવનકાળની વાત કવિએ સુંદર રીતે ગૂંથી છે. આ યુવાવસ્થામાં પરમાત્માના ધ્યાનનો રંગ લાગ્યો છે. આ ધ્યાનના રંગને વર્ણવતાં કહે છે; પિંડ-પદસ્થ-રૂપસ્થે લીનો, ચરણકમળ તુજ ગ્રહીયાં.' કવિએ આ ચારે ધ્યાનને પરમાત્મધ્યાન સાથે જોડ્યા છે, તે જોઈએ. કવિ કહે છે કે, ભક્તિ વિના નવિ મુક્તિ, હુયેં કોઈ ભગતને હો લાલ..’ પરંતુ આ ભક્તિ માટે પણ પરમાત્માનો પરિચય તો હોવો જ જોઈએ. પ્રીછ્યા વિષ્ણુ કિમ ધ્યાનદશામાંહિ લ્યાવતા હો લાલ.’ (૫, ૨) ૫૨માત્માને પ્રીછવા, ઓળખવા માટે રૂપ તો જોઈએ. માટે જ કવિ કહે છે, અમ સત્ પુણ્યનેં યોગે, તુમે રૂપી થયા હો લાલ.’ (૫, ૪) અમારા પ્રબળ પુણ્યના ઉદયે જ તમે દેહને ધારણ કરી રૂપી થયા. એટલું જ નહિ, જીવાત્મા ૫૨ ઉપકાર કરવા (૫, ૨) અમૃત સમાણી વાણી, ધરમની કહી ગયા હો લાલ. તેહ આલંબીને જીવ, ઘણાએ બુયિારે લાલ.' (૫, ૪) આમ, સંસાર પર ઉપકાર કરનાર પરમાત્માનો દેહ પણ પરમ ઉપકારનું કારણ છે. આથી જ કવિ કહે છે;. ૧૧૦ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ તે માટે તુજ પિંડ ગુણકારણો હો લાલ. સેવ્યો ધ્યાયો હર્યું. મહાભયવારણો હો લાલ. પરમાત્માનો દેહ પણ ગુણનું કારણરૂપ હોઈ તે મહાભયનાશક છે. કવિ એથી જ પરમાત્મદહની સેવા કરવાનું કહે છે. “હવણ વિલેપન માળ, પ્રદીપને ધૂપણા હો લાલ. નવ નવ ભૂષણ ભાળ, તિલક શિર ખૂપણા હો લાલ.” (૫, ૩) તેમ જ પરમાત્માના દેહના એકાગ્રચિત્તે કરેલ ધ્યાનને જ પિંડWધ્યાનતરીકે ઓળખાવે છે. આમ, કવિ ધ્યાનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ પંચમહાભૂતોના ધ્યાનરૂપ પિંડસ્થ ધ્યાનને કાવ્યાત્મક રીતે પરમાત્મ-દેહના ધ્યાન સાથે જોડે છે અને કહે છે; પ્રભુનું પિંડસ્થ બાન, કરો થઈ ઈકમના હો લાલ.” (૫, ૭) આમ, કવિએ પાંચમા સ્તવનમાં ડિસ્થ ધ્યાનના સ્વરૂપને સુંદર રીતે વર્ણવ્યું છે. ત્યાર બાદ પદસ્થ ધ્યાનને વર્ણવતાં કવિ કહે છે, દેહને પ્રત્યક્ષ જોવો આ પાંચમા આરામાં સંભવ નથી. પરમાત્મા અત્યારે પ્રત્યક્ષરૂપે વિચરતા નથી. પરંતુ સાધકને માટે પરમાત્માનું નામ પણ પ્રિયજનના નામની જેમ જ અત્યંત આનંદદાયક છે. નામ સુર્ણતા મન ઉલ્ટમેં, લોચન વિકસિત હોય. રોમાંચિત હુર્વે દેહડી, જાણે મિળિયો સોય. (૬, ૨). હવે આ નામ જ આધારરૂપ હોવાથી કવિ કહે છે, “નામ જપતા દીહા ગમું (૬, ૧) નામના જાપ દ્વારા જ દિવસો પસાર કરું છું. એટલું જ નહિ તારું નામસ્મરણ સ્વયં એક દિવ્ય મંત્રશક્તિ છે. જેમ મંત્રનો પાઠ કરવાથી દેવતા પ્રત્યક્ષ થાય છે, તેમ પ્રભુના નામસ્મરણના પ્રતાપે ભગવાન ભક્તના હૃદયમાં આવી મળે છે. “નામ પ્રત્યે આવી મિળે, મન ભીતર ભગવાન. મંત્રબળે જિમ દેવતા, વાહલો કીધો આહવાન. પરમાત્મા જોડેના મિલનમાં પરમાત્માનું નામ જ આવું સહાયક હોવાથી કવિને અન્ય કોઈ મંત્ર કે પદના ધ્યાનની જરૂરિયાત અનુભવાતી નથી. પરમાત્માનું નામ એ જ પરમમંત્ર સમાન લાગે છે. ધ્યાન પદસ્થ પ્રભાવથી. ચાખ્યો અનુભવ સ્વાદ' પદસ્થ ધ્યાનના પ્રભાવથી પરમાત્માના મિલનરૂપ અનુભવનો સ્વાદ ચાખ્યો છે, એમ કહી છઠ્ઠા સ્તવનમાં પદસ્થ ધ્યાનનો મહિમા વર્ણવ્યો છે. હવે કવિ પરમાત્માના રૂપસ્થ ધ્યાનને વર્ણવે છે. ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૯ ૧૧૧ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ અરિહંત પરમાત્મા સમવસરણમાં બિરાજતા હોય તે અરિહંતની રૂપસ્થ દશા ગણાય છે. આ સમયે પરમાત્મા ચોત્રીસ અતિશયો, વાણીના ૩૫ ગુણો, આઠ મહા પ્રાતિહાર્યો આદિથી સુશોભિત હોય છે. તેઓ નિર્મળ કેવળજ્ઞાન વડે લોકાલોકના સર્વ પદાર્થોને જાણનારા હોવા છતાં રાગ કે દ્વેષથી પર હોય. આવા તીર્થંકર પરમાત્માના રૂપને વર્ણવતાં કવિ કહે છે, નિરવિકારતા નયનમાં, મુખડું સદા સુપ્રસન્ન. ભાવ અવસ્થા સાંભરે, પ્રાતિહારની શોભ. ૧ લોકાલોકના વિભાવા, પ્રતિભાને પરતક્ષ. તોહે ન રાચે, નવિ રુસેં, નવિ અવિરતિનો પક્ષ. ૨ હાસ્ય, ન રતિ, ન અરતિ, નહીં ભય શોક દુગંછ. નહીં કંદર્પ કદર્થના, નહીં અંતરાયનો સંચ. ૩ મોહ મિથ્યાત નિદ્રા ગઈ, નાઠા દોષ અઢાર. ચોત્રીસ અતિશય રજતો, મૂળાતિશય રહાર. ૪ પાંત્રીસ વાણી ગુણે કરી, દેતો ભવિ ઉપદેશ. ૫ (૭, ૧-૨-૩-૪-૫) આવું કેવળજ્ઞાની અવસ્થાનું અનેક પરિમાણી આશ્ચર્યકારકરૂપનું આલેખન કવિએ કર્યું છે; મહિમા મલ્લિ જિર્ણોદનો, એક જીભે કહ્યો કિમ જાય. યોગ ધરે બિન યોગ શું, ચાળા પણ યોગના દેખાય. મહિમા વયણે સમજાવે સભા, મને સમજાવે અનુત્તર દેવ દારિક કાયા પ્રતે, દેવ સમીપે કરાવે સેવ. મહિમા ભાષા પણ સવિ શ્રોતાને, નિજ નિજ ભાષાએ સમજાય હરખે નિજ નિજ રીઝમાં, પ્રભુ તો નિરવિકાર કહાય. મહિમા.' . (૧૯, ૧-૨-૩) મલ્લિનાથ-તીર્થકરનું પરમયોગીશ્વર-આશ્ચર્યકારકરૂપ વર્ણવતાં કહે છે, તેઓ મન વડે અહીં બેઠા બેઠા અનુત્તર વિમાનના વાસી દેવતાઓના સંશય દૂર કરે છે; વચન વડે સમગ્ર સભાને સમજાવી રહ્યા છે, તેમજ કાયા વડે દેવતાઓ પાસે સેવા કરાવી રહ્યા છે. આમ, ત્રણ કાર્યો એકસાથે કરી રહ્યા છે. તેઓની દેશનાની ભાષા પણ એવી ચમત્કારી છે કે, સૌ શ્રોતાઓને પોતપોતાની ભાષામાં તે વસ્તુ સમજાઈ જાય છે. સૌ પ્રાણીઓ ઉપદેશ સાંભળી આનંદ પામે છે, પરંતુ પરમાત્મા નિર્વિકાર જ રહે છે. આવા પરમાત્માનું રૂપસ્થ ધ્યાન પરમાત્માના ગુણોનું સ્મરણ કરાવે છે, માટે પરમાત્માના રૂપનું દર્શન કરાવનારી મૂર્તિ અને પરમાત્મા વચ્ચે કવિને ભેદ જણાતો નથી. ઈમ તુજ બિંબ તાહરો, ભેદનો નહિ લવલેશ.’ (૭, ૬) આમ રૂપસ્થ ધ્યાન સાથે કવિ પ્રભુમૂર્તિના ધ્યાનને પણ સાંકળી દે છે. પરમાત્માનો મોક્ષ થયા બાદ કોઈ રૂ૫ રહેતું નથી. સિદ્ધસ્વરૂપ એવા આ પરમાત્માના રૂપાતીતપણાને ૧૧૨ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ વર્ણવતાં કવિ કહે છે; તું તો અકળ સ્વરૂપી જ્ઞતમાં, મનમાં કેણે ન પાયો. શબદ બોલાવી ઓળખાયો, શબદાતીત ઠહરાયો.' તું હી ચાહિબા રે. (૮, ૧). આવા રૂપાતીત-શબદાતીત પરમાત્માનું વેદમાં વર્ણવેલા નેતિ નેતિની યાદ અપાવે એવું ‘સર્વથી પર રૂપનું વર્ણન કરે છે. શબદ ન રસ ન ગંધ નહી, ફરસન વરણને વેદ, નહી સંજ્ઞા છેદ ન ભેદ ન હાસ નહી નહી ખેદ' (૮, ૩) આ પ્રકારનું નકારાત્મક વર્ણન ત્રણ કડી સુધી વિસ્તરે છે. પરંતુ આવા રૂપાતતપણામાં અંતે શું છે? એવો પ્રશ્ન આપણા હૃદયમાં જાગે ત્યારે કવિ ઉત્તર આપતાં જણાવે છે; પુરણ બ્રહ્મ ચિદાનંદ સાહિબ, ધ્યાયો સહજ સમાધિ.’ (૮, ૬) એટલે કે, કેવળજ્ઞાન-કેવળદર્શનમાં આનંદપૂર્વક નિવાસ કરનાર “પૂર્ણબ્રહ્મ ચિદાનંદ સિદ્ધસ્વરૂપ પરમાત્મા છે. આવા સિદ્ધસ્વરૂપ પરમાત્માની પૂજા કઈ રીતે કરવી ? રૂપાતીતનું ધ્યાન કઈ રીતે કરવું? બહારની સર્વ દ્રવ્ય પૂજા તો આવા પરમરૂપ-રૂપાતીતને સ્પર્શી જ ન શકે, એટલે જ કવિ કહે છે, ‘ચિદાનંદઘન કેરી પૂજા, નિરવિકલ્પ ઉપયોગ. આતમ પરમાતમને અભેદે, નહિ કોઈએ જડનો જોગ.' (૮, ૮). આવા ચિદાનંદઘન પરમાત્માની પૂજા માનસિક સર્વ વિચારો-વિકલ્પોમાંથી મુક્ત થઈ નિર્વિકલ્પ ઉપયોગને સિદ્ધ કરવામાં રહી છે. આ પ્રકારની રૂપાતીત ધ્યાન-દશામાં આત્મા અને પરમાત્મા એકરૂપઅભેદ થઈ જાય છે, કોઈ જડ વસ્તુનો યોગ રહેતો નથી. કવિ નવમા સ્તવનમાં આઠમા સ્તવનમાં વર્ણવેલી રૂપાતીત દશાને વિસ્તાર સાથે વર્ણવે છે; હેજે નવિ બોલે રે, સ્તવિયો નવિ ડોલે રે; હીયડું નવિ ખોલે રે, તુજ તોલે ત્રણ જગમાં કો નહિ નિઃસંગીયો રે. નહિ તુસે ન રુસે રે, ન વખાણે ન દુસે રે નહિ આપે ન મૂસે રે, નવિ ભૂંસે રે ન મંડે રે કોઈને રે કદા. (૯, ૨-૪) આમ, કવિએ સ્તવનોમાં ચાર પ્રકારના ધ્યાનને ગૂંથી લઈ સાધકને પરમાત્માનાં દર્શન, નામસ્મરણ, રૂપના ધ્યાનથી રૂપાતીત એવા પરમાત્માના ધ્યાન વડે પરમાત્મા જોડે અભેદ સાધવાનો માર્ગ દર્શાવ્યો છે. કવિએ આ ચાર ધ્યાનની સાથે જ જૈનદર્શનમાં પદાર્થનાં ચાર રૂપો નિક્ષેપ રૂપે ઓળખાય છે, તે પણ સમાવિષ્ટ ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૧૧૩ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ કર્યા છે. “અરિહંતનું નામ તે નામનિક્ષેપ અને તેનું ધ્યાન પદસ્થધ્યાન સાથે જોડાય છે. અરિહંતની મૂર્તિ તે અરિહંતનો સ્થાપના નિક્ષેપ-પરમાત્માની મૂર્તિ-પરમાત્મરૂપને ઓળખાવનારી હોવાથી રૂપસ્થ ધ્યાન સાથે સ્થાપનાનિક્ષેપનું અનુસંધાન છે. તેમજ રૂપસ્થ ધ્યાનમાં પ્રત્યક્ષ સમવસરણસ્થ પરમાત્માનું ધ્યાન હોવાથી, તે સમવસરણસ્થ દશા જ અરિહંતનો ભાવ નિક્ષેપ' હોવાથી રૂપસ્થ ધ્યાનમાં ભાવનિક્ષેપનું ધ્યાન સમાવેશ પામે છે. ત્યારે પરમાત્માની કેવળજ્ઞાન પૂર્વેની તેમજ મોક્ષગમન બાદની અવસ્થા દ્રવ્ય-અવસ્થા હોવાથી રૂપાતીત ધ્યાનમાં મોક્ષગમન બાદની અવસ્થાનું ધ્યાન હોવાથી આ પ્લાન દ્રવ્ય-અવસ્થાનું ધ્યાન બની રહે છે. કવિની આ ચોવીશી મુખ્યત્વે પરમાત્માના ધ્યાન પર કેન્દ્રિત થઈ હોવાથી રૂપસ્થધ્યાનના અનુસંધાનમાં પરમાત્માનું દર્શન, નામશ્રવણ, પરમાત્માના દેહની સુગંધ, પરમાત્માની સ્તવના અને સ્પર્શ દ્વારા ક્રમશઃ આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શેન્દ્રિય યાને પાંચે ઇન્દ્રિયો પરમ આનંદ પામી અને મને પણ પરમાત્માના ગુણોમાં રક્ત બન્યું તેનું કાવ્યાત્મક વર્ણન કર્યું છે. તુજ ગુણ સંસ્તવને રસના, છાંડે અન્ય લવની તૃષ્ણા હો. પૂજાયે તુજ તનુ ફરસે, ફરસન શીતલ થઈ ઉલસે હો. મનની ચંચળતા ભાંગી, સવિ ઠંડી થયો તુજ રાગી હો. (૧૦, ૪-૫) મુખ્યત્વે ધ્યાનને કેન્દ્રમાં રાખીને કવિએ આ સ્તવનોની રચના કરી છે. છતાં તેમાં ભક્તહૃદયની ઊર્મિઓનો આવિષ્કાર પણ મનભર રીતે થયેલ છે. કવિ પરમાત્માનું મનોહારી રૂપવર્ણન કરતાં કહે છે; લોચન શાંત સુધારસ સુભગા, મુખ મટકાળું સુપ્રસન. યોગમુદ્રાનો લટકો ચટકો, અતિશય તો અતિધન, (૨, ૩) આવા અપૂર્વ મુખનું પ્રબળ આકર્ષણ અનુભવાયું છે અને મન રાત-દિવસ પ્રભુ પાસે જ રહેવા ઇચ્છે છે. આથી જ પરમાત્મા સાથેનું વિરહદુઃખ સહન થઈ શકતું નથી. કવિ કહે છે; કુંથ જિનેસર જાણજો રે લાલ, મુજ મનનો અભિપ્રાય રે. તું આતમ અલવેસરુ રે લાલ, રખે તુજ વિરહો થાય રે તુજ વિરહો કિમ વેઠિયે રે લાલ, તુજ વિરહો દુખદાય રે. તુજ વિરહો ન ખમાય રે, ખિણ વરસાં સો થાય રે. વિરહો મોટી બલાય રે. (૧૭, ૧) સાચા પ્રેમીના ભાવને અભિવ્યક્ત કરતાં કહે છે, “ખિણ વરસાં સો થાય રે વિરહમાં એક ક્ષણ પણ સો વર્ષ જેવી આકરી જણાય. આ વિરહનું દુઃખ વધુ આકરું જણાય છે, કારણ કે ભક્ત પરમાત્માના ગુણોનો આસ્વાદ અનુભવ્યો છે; મિળિયાં ગુણકળિયાં પછી રે લાલ, વિરત જાયે પ્રાણ રે. (૧૭, ૩) ૧૧૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ મનોહર વ્યતિરેક અલંકાર દ્વારા પોતાના વિરહદગ્ધતાને વર્ણવતાં કહે છે; વન દવ દધાં રુખડાં રે લાલ, પાલ્હવે વળી વરસાત રે. જિશે. તુજ વિરહાનલનો બળ્યો રે લાલ, કાળ અનંત ગમારે. જિણે (૧૭, ૬) જંગલમાં દાવાનળથી દાઝેલાં વૃક્ષો પુનઃ વરસાદથી નવપલ્લવિત થઈ જાય, પરંતુ તારા વિરહાનલમાં બળેલા જીવને નવપલ્લવિત થવામાં અનંતકાળ વહી જાય. આથી જ કવિ કહે છે કે, હવે આ વિછૂટા થવાનું, જુદા પડવાનું દુઃખ સહન થતું નથી. આમ, કવિહૃદયની લાગણીનું ભાવસ્પર્શી ચિત્ર અહીં આલેખાયું છે. કવિનું પરમાત્મા જોડેનું હૃદયગત ઐક્ય સ્થળે-સ્થળે આલેખેલા મધુર ઉપાલંભોમાં પ્રગટે છે. પરમાત્મા પાસે અનંતસુખની યાચના કરતા કહે છે; ભાત ભણી મરુદેવીને ૨, જિન ઋષભ ખિણમાં દીધ. આપ પીયારું વિચારતાં રે, ઈમ કિમ વીતરાગતા સિદ્ધ (૧૪, ૪). માતા જાણીને ઋષભદેવ ભગવાને મરુદેવામાતાને ક્ષણભરમાં હાથી પર બેઠેલા હોવા છતાં કેવળજ્ઞાન આપ્યું. પોતાની માતા હોવાથી એમને ક્ષણભરમાં કેવળજ્ઞાન અને અમે કેટલાય સમયથી ઇચ્છીએ તોય ન મળે હે પ્રભુ! તારી વીતરાગતા કેવી ? કટાક્ષની પરંપરા વિસ્તારતા કવિ કહે છે કે, આ અનંતજ્ઞાન આદિ તો ભક્તના આત્મામાં રહેલા છે, તે જ તેને આપવાના છે, છતાં તને શું મુશ્કેલી અનુભવાય છે? તેહને તેહનું આપવું રે, તિહાં શ્યો ઉપજે છે ખેદ ? " (૧૪, ૬) તો આપણને પ્રશ્ન થાય કે, આત્મામાં જ જ્ઞાનાદિક ગુણો રહેલા છે, તો સાધક પરમાત્મા પાસે કેમ વાચે છે? એના ઉત્તરમાં કવિ કહે છે; માહરે પોતે છે સવેરે, પણ વિચે આવરણની ભિત. તપ જપ કિરિયા મોગરે રે, ભાજી પણ ભાંગી ન જાય. એક તુજ આણ લહે થકે રે, હેલામાં પરહી થાય.' (૧૪, ૨, ૩) મારા પોતાના આ જ્ઞાનાદિક ગુણો વચ્ચે કર્મોના આવરણની ભીંત રહેલી છે. તે દૂર કરવા તપ - જપ- ક્રિયા આદિ લોખંડી ગદાના પ્રહારો વડે પ્રયત્નશીલ છું, પરંતુ તે દૂર થતી નથી. પરંતુ પ્રભુ, તમારી આણ વર્તાવતાં તો પલકમાત્રમાં દૂર થઈ જાય છે. કવિ આથી જ પરમાત્માનો સંગ કોઈ હિસાબે છોડવા ઇચ્છતા નથી. શ્રી શાંતિ જિનેસર સાહિબા, તુજ નાઠે કિમ છૂટશ્ય. મેં લીધી કેડ જ તાહરી, તેહ પ્રસન્ન થર્યું મૂકાયે.’ (૧૬, ૧) ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૧૧૫ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માને પોતે ભક્તિથી વશ કરી હૃદયમાં વસાવ્યા છે, અને હવે પરમાત્મા છૂટવા ઇચ્છે તો તેનો ઉપાય પરમાત્માને દર્શાવતાં કહે છે; “જો ભેદરહિત મુજશું મિળે, તો પલકમાંહિ છૂટય.' (૧૬, ૪). આમ, ભક્તિના બળે કવિ પરમાત્મા સાથેના અભેદની યાચના રમતિયાળ રીતે કરી લે છે. આવા જ મધુર ઉપાલંભો કવિ ચંચળતા સંદર્ભે પ્રયોજે છે. સામાન્ય રીતે મનુષ્યનું મન અતિશય ચંચળ ગણાતું હોય છે, પરંતુ કવિ કહે છે કે, પરમાત્મા ! તારું મન તો મારાથી પણ ચંચળ છે. તો એ કઈ રીતે ? મુજ મનડું છે ચપળ સ્વભાવે, તો હે અંતર્મુહૂર્ત પ્રસ્તાવે. તું તો સમય - સમય બદલાયે, ઈમ કિમ પ્રીતિ નિવાહો થાય? (૧, જી મારું મન ચપળ કહેવાય છે, તોપણ એક વિષયમાં એક અંતર્મુહૂર્ત (૪૮ મિનિટમાં ૧ સમય ઓછોથી માંડી ચાર આવલિકા સુધીના સમયને ઓળખાવનાર જૈન પારિભાષિક શબ્દ) સુધી એક વિષયમાં સ્થિર રહે, ત્યારે તારું મન તો એટલું ચંચળ છે કે એક સમય (જૈન કાળગણનાનો સૂક્ષ્મતમ ભાગ) પણ સ્થિર રહી શકતું નથી. જૈનદર્શન અનુસાર કેવળજ્ઞાની ભગવાન એક સમય કેવળજ્ઞાનના ઉપયોગમાં હોય એક સમય કેવળદર્શનના ઉપયોગમાં હોય. પ્રથમ સમયે વસ્તુના વિશેષરૂપને જાણે, બીજા સમયે સામાન્યરૂપે જાણે.) એટલે કે, હું તો અસંખ્ય સમયની એક આવલિકા એવી ચાર આવલિકાથી માંડી બે ઘડીમાં એક સમય ઓછો, ત્યાં સુધી મારું મન સ્થિર કરી શકું અને તું તો એક સમય પણ મન સ્થિર ન કરી શકે? કોની ચંચળતા વધે? મારી કે તારી? આમાં સ્નેહસંબંધ પણ કેવી રીતે સાચવવો? આ મધુર ઉપાલંભ અંતે તો ભક્તહૃદયની પ્રાર્થનામાં પૂર્ણ થાય છે; તે માટે તું સાહિબ માહરો, હું છું સેવક ભવોભવ તાહરો. એહ સંબંધમાં મ હજો ખામીવાચક માન કહે શિરનામી.” (૧, ૫) હે પરમાત્મા! તારા આવા કેવળજ્ઞાન અને કેવળદર્શનમય રૂપને લીધે જ તું મારો સ્વામી છે અને હું તારો સેવક છું. આ સંબંધોમાં કોઈ ખામી ન આવો એવી મસ્તક નમાવીને કરાયેલી પ્રાર્થનાનો સ્વીકાર કરો. માનવિજયજીની કવિપ્રતિભાનો એક રમ્ય ઉન્મેષ રૂપકરચનામાં જોવા મળે છે. શ્રી શ્રેયાંસનાથ સ્તવનમાં તીર્થંકર પરમાત્મા માટે મલ્હાર રાગમાં આલેખાયેલું મેઘનું રૂપક અત્યંત આકર્ષક છે. શ્રી શ્રેયાંસ જિસંદ ઘનાઘન ગહગહ્યો રે. ઘના. વૃક્ષ અશોકની છાયા સુભર છાઈ રહ્યો છે. સુભર૦ ૧૧૬ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ભામંડલની ઝલક ઝબૂકે વિજળી રે. ઝલક. ઉન્નત ગઢ તિગ ઇંદ્રધનુષ શોભા મિલી રે. ધનુ (૧) દેવ દુડિનો નાદ ગહિર ગાજે ઘણું રે. ગહિર ભાવિક-જનનાં નાટિક મોર ક્રીડા ભણું રે. મોર૦ ચામર કેરી હાર ચલંતી બગડતતીરે. ચલંતી. દેશના સરસ સુધારસ વરસે જિનપતિ રે. વરસે. (૨) સમકિત ચાતક વૃંદ તૃપતિ પામે તિહાં રે. તૃપતિ સકળ કષાય દાવાનળ શાંતિ હુઈ જીહાં રે. શાંતિ. જનચિત્ત વૃત્તિ સુ-ભૂમિત્રે હાલી થઈ રહી છે. હાલી, તેણી ચેમાંય અંકુર વતી કાયા લહી રે. વતી. (૩) શ્રમણ કૃષી બળ સજ્જ હુયે તવ ઉજમા રે. હવે ગુણવંત જનમ નક્ષત્ર સમારે સંયમી રે. સમા, કરતા બીજાધાન સુધાન નિપાવતા ૨. સુધાન જેણે જગના લોક રહે સવિ જીવતા ૨. રહે. હજી ગણધર ગિરિતટ સંગી થઈ સૂત્ર ગૂંથના રે. થઈ. તેહ નદી પરવાહ હુઈ બહુ પાવના છે. બહુ એહ જ મોટો આધાર વિષમ કાળે લહ્યો ૨. વિષમ માનવિજય ઉવઝાય કહે મેં સદહયો રે. કહે' (૫) (રૂ. ૧૧) - શ્રી શ્રેયાંસનાથ રૂપી મહા-મેઘ આકાશમાં પ્રગટ્યો અને અશોકવૃક્ષની છાયા જાણે વાદળીની જેમ આકાશમાં છવાઈ ગયો. કવિએ અત્યંત મનોહર કલ્પના કરી છે. પરમાત્માની પાછળના ભામંડલની વીજળી ચમકે છે અને ત્રણ ગઢો (ૌપ્ટ, સુવર્ણ, રત્નમય સુવર્ણ) ઇંદ્રધનુષની મનોહર શોભા ધારણ કરી રહ્યા છે. સમગ્ર જીવનમાં કવિએ પરમાત્માની દેશનાથી પરિણમતી જનસામાન્ય પરની અસરને વર્ષાઋતુની વિવિધ શોભાનાં રૂપકોથી વર્ણવ્યાં છે. સાધુઓ રૂપી ખેડૂતોએ સજ્જ થઈ સંયમરૂપી ભૂમિને સમારીને ધર્મરૂપી સુધાન્ય પકાવ્યું, તેના બળે જ લોકો જીવી રહ્યા છે અને ગણધરરૂપી પર્વતો તે આ વરસાદને ઝીલી સૂત્રરૂપી નદી વહેતી કરી છે અને આ આગમસૂત્રો વિષમકાળમાં મોટો આધાર છે, એમ કવિ આ મનોહર રૂપકકાવ્યના અંતે કહે છે. આવું જ એક સુંદર રૂપક નેમિનાથ સ્તવનમાં પ્રાપ્ત થાય છે. નેમિનાથ જળક્રીડા સમયે મોહરાજાનો પરાભવ કરે છે, તેનું રૂપકાત્મક વર્ણન કાવ્યમાં થયું છે. ગોપીઓની શૃંગારચેઝનું રૂપકાત્મક વર્ણન કોઈક તાકી મૂકતી, અતિ તીખાં કટાક્ષના બાણ રે. વેધક વયણ બંદુક ગોળી, જે લાગે જાય પ્રાણ રે. ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૧૧૭ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ અંગુલી કરી ઘોચતી, ઉછાળતી વેણી કપાણ રે. સિંથો ભાલા ઉગામતી, સિંગજળ ભરે કોક બાણ રે. લદડા ગોળી નાખે, જે સત્ત્વ ગઢે કરે ચોટ રે. કુચયુગ કરિ કુંભસ્થળે, પ્રહરતી હૃદય કપાટ રે.” (૨૨, ૨-૩-૪) આવા મોહરાજાના પ્રબળ આક્રમણ સામે નેમિનાથ ભગવાનની વીરતા જુઓ, શિલસન્નાહ ઉન્નત સબે, અરિ શસ્ત્રના ગોળા ન લાગ્યા રે. સોર કરી મિથ્યા સબે, મોહસુભટ દહો દિલ્સે ભાગ્યા રે.. (૨૨, ૫) હવે જ્યારે “મોહસુભટ એવી ગોપીઓના શસ્ત્રો ચાલતા નથી, તેઓ દશે દિશામાં ભાગી જાય છે, ત્યારે ‘નવભવયોદ્ધો સામે આવે છે. નવભવની પ્રિયતમા રાજુલને મોહરાજાના યોદ્ધા તરીકે ઓળખાવવામાં કવિનું કૌશલ રહ્યું છે. પ્રભુએ તે રાજુલને પણ મોહરાજાની ચાકરી છોડાવીને શિવપુર દીધું. આમ સમગ્ર કાવ્ય એક ઉત્તમ રૂપક કાવ્યનો આસ્વાદ કરાવે છે. | અંતિમ સ્તવનમાં પણ કવિએ વિવિધ કર્યપ્રકારો સાથે પરમાત્માનું રૂપકાત્મક યુદ્ધવર્ણન આલેખ્યું છે. તેમાં અંતે થયેલા પરમાત્માના વિજયને વર્ણવતા કહે છે; જય જય હુઓ ! મોહ જ મુઓ, હુઓ જગનાથ. લોકાલોક પ્રકાશ થયો તવ, મોહ ચલાવે સાથ.' (૨૪, ૮) સમર્થ મહાવીરસ્વામીએ પોતે વીરત્વપૂર્વક કર્મોને હરાવ્યા, પોતે જીત્યા અને ભક્તને પણ વિજય અપાવે એવા સામર્થ્યવંત છે; જીત્યો તિમ ભગતને જીતાવે, મૂકાવે - મૂકાવે, (મૂક્યો- મૂકાવે) તરણ તારણ સમરથ છે તું હી, માનવિજય નિત ધ્યાવે.” (૨૪, ૯) આમ, માનવિજયજીની આ ચોવીશી-રચના ધ્યાનનિરૂપણ, મનોહર ઊર્મિ-ઉપાલંભ આલેખન, સુંદર રૂપકરચનાઓ તેમ જ ગેયતા આદિને કારણે નોંધપાત્ર બને છે. આ ચોવીશી અંગે આચાર્ય શ્રી કુંદકુંદસૂરિ પણ કહે છે; બીજના ચંદ્રની કળામાં દિનપ્રતિદિન વૃદ્ધિ થાય છે, તેમ આ સ્તવનમાળાના એક પછી એક સ્તવનમાં પરોવાના (તા) ચિત્તને પણ પૂજ્ય સ્તવનકાર મહર્ષિના ચઢતા પરિણામની નિર્મળ ભક્તિસુધા વરસાવતાં આત્મચંદ્રના દર્શન થાય છે. “મહાવીર જગમાં જીત્યો’ એ સ્તવનમાં પૂજ્યશ્રીના હૈયાની ભક્તિનો ભાવ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે.' ૪૩. અને ૪૪ પાઠાંતર જુઓ. શ્રી માનવિજયજી કૃત સ્તવનચોવીશી (ગુજરાતી વિવેચન સાથે. વિવેચક પૂ. આચાર્યદેવ શ્રી કુંદકુંદસૂરીશ્વરજી પ્રકાશક – સ્મૃતિગ્રંથ સમિતિ, મુંબઈ-૨૭. પ્રથમાવૃત્તિ. ૧૧૮ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તવનચોવીશી પ્રસિદ્ધ વિદ્વાન અને શીઘ્રકવિ “જ્ઞાનવિમલસૂરિએ અનેક સ્તવનો, સઝાયો આદિ રચ્યાં છે. તેમનો સમય સં. ૧૬૯૪થી સં. ૧૭૮૨ (ઈ.સ. ૧૩૬ ૮થી ૧૭૨૬) છે. તેઓ ભિન્નમાલ શહેરના વતની વીશાઓસવાલ ગોત્રીય વાસવશેઠના પત્ની શ્રાવિકા શ્રી કનકાદેવીના પુત્ર હતા. તેમનું સંસારી નામ નાથુમલ હતું. સં. ૧૭૦૨માં ૮ વર્ષની વયે તપાગચ્છના ધીરવિમલગણિ પાસે તેમણે દીક્ષા લીધી હતી. દીક્ષા બાદ તેમનું શ્રી નવિમલ એવું નામ રખાયું હતું. તેઓ અનેક શાસ્ત્રોના અભ્યાસથી વિદ્વાન બન્યા હતા, તેમજ તેમણે અનેક કાવ્યરચનાઓ પણ કરી છે. - તેમણે શત્રુંજય યાત્રા પ્રસંગે કરેલી શીધ્ર કાવ્યરચનાઓથી પ્રભાવિત થઈ ગચ્છાધિપતિ વિજયપ્રભસૂરિજીએ આચાર્ય તરીકે ઓળખાવ્યા. ત્યાર બાદ સં. ૧૭૪૮માં આચાર્યપદવી અપાઈ, તે સમયે તેમને જ્ઞાનવિમલસૂરિ નામ અપાયું. જ્ઞાનવિમલસૂરિના હાથે અનેક સંઘયાત્રા, પ્રતિષ્ઠા આદિ કાર્યો થયાં. તેમની સંસ્કૃત અને પ્રાકૃત (ગુજરાતી) બંને ભાષામાં રચના મળે છે. તેમની ગુજરાતી કૃતિઓમાં ચંદ્રકેવલી રાસ, અશોકચંદ્ર રોહિણી રાસ આદિ આઠેક રાસ રચનાઓ તેમજ અનેક સ્તવન, સઝાય, સ્તુતિ, બાલાવબોધ આદિ રચ્યા છે. તેમની કૃતિઓના વિપુલ ફલ તેમજ કાવ્યશક્તિને કારણે તેમને માટે કહેવાયું છે – જેમ સંસ્કૃતમાં હેમચંદ્રસૂરિ તેમ પ્રાકૃત (ગુજરાતી)માં જ્ઞાનવિમલસૂરિ.” કવિનો સં. ૧૭૮૨માં ૮૮ વર્ષની વયે ખંભાતમાં સ્વર્ગવાસ થયો. તેમની ત્રણ ચોવીશીરચનામાંથી 5 અને એ બે ચોવીશીઓ પૂર્ણ ઉપલબ્ધ થાય છે, ત્યારે ત્રીજી ચોવીશીના ૪, ૬, ૭, ૯, ૧૨મા સ્તવનો પ્રાપ્ત થતાં નથી, એટલે કુલ ૧૯ સ્તવનો પ્રાપ્ત થાય છે. જ્ઞાનવિમલસૂરિ ઉપાધ્યાય યશોવિજયજી પ્રત્યે પરમ આદર ધરાવતા હોવાને કારણે, શક્ય છે કે તેઓએ ૪૫. કવિના વધુ પરિચય માટે જુઓ – શ્રી જ્ઞાનવિમલસૂરિ ચરિત્ર રાસ તથા શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજીનું જીવનચરિત્ર માટે – જ્ઞાનવિમલભક્તિ પ્રકાશ પૃ. ૧૯થી ૩૦ સે. કીર્તિદા જોશી પ્ર. “શ્રી જ્ઞાનવિમલભક્તિ પ્રકાશ પ્રકાશન સમિતિ, મુંબઈ પ્રથમવૃત્તિ, ૧૯૯૯. ૪૬. (૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૨૨૫થી ૨૪૫. (૩) ભક્તિરસઝરણાં ભાગ-૨ સં. અભયસાગરજી પૃ. પરપથી પ૪૮. (T) ૧૧૫૧ સ્તવનમંજૂષા – સં. સારાભાઈ નવાબ. મા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૯ ૧૧૯ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ તેમના સર્જનમાં યશોવિજયજીની જેમ જ ત્રણ ચોવીશી, એક વીશી અને આનંદઘન-ચોવીશી પર ટબ્બો રચ્યો છે. તેમની ત્રણ ચોવીશીરચનામાંથી બે ચોવીશીનો ભક્તિપ્રધાન પ્રકારમાં સમાવેશ થતો હોઈ તેમાંની વિશેષતાઓ વિચારીએ. પરમાત્મા પરમ લોકોત્તર તેજવંત-તેજનિધાન છે. આ લોકોત્તર તેજને સમજાવવા માટે કવિઓએ વારંવાર સૂર્ય અને ચંદ્રની ઉપમાનો આશ્રય લીધો છે. જ્ઞાનવિમલસૂરિ પણ પરમાત્મા માટે ચંદ્રનું રૂપક મનોહર રીતે આલેખે છે. પરમાત્માના મુખરૂપી ચંદ્રને જોતાં પ્રગટેલા ઉલ્લાસને અભિવ્યક્ત કરતા કહે છે; શ્રી શ્રેયાંસ જિર્ણદનું, મેં નીરખ્ય હો અપૂરવ મુખચંદ તો, નયન ચકોરા ઉલ્લસ્યા, સુખ પામ્યા હો જિમ સુરતરુકંદ તો.” (૧૧, ૧) હવે પરમાત્મારૂપી ચંદ્ર સામાન્ય ચંદ્ર કરતા કઈ રીતે વિશિષ્ટ છે તેનું વિસ્તારથી વર્ણન કરતાં કહે છે; ‘બિહુ પખે પૂરણ સર્વદા, ત્રિભુવનમાં હો એ પ્રગટ પ્રકાશતો. ઉદયકરણ અહનિશ અછે, વળી કરતો હો ભવિ કુમુદ વિકાસતો.' (, ૧૧, ૨) , ' જગતનો ચંદ્ર શુક્લપક્ષમાં વધે, કૃષ્ણપક્ષમાં ઘટે, પરંતુ પરમાત્મારૂપી ચંદ્ર નિશ્ચય અને વ્યવહારનય એ બેય પક્ષે પૂર્ણ છે, તેમજ તેનો પ્રકાશ ત્રિભુવનમાં ફેલાય છે અને ભવિક જીવરૂપી કુમુદનો વિકાસ કરે છે. પરમાત્મારૂપ ચંદ્ર બીજી પણ કેવી વિશિષ્ટતાઓ ધરાવે છે; અનુભવ જલનિધિ ઉલ્લસે, આનંદિત હો હોઈ ભવિજન કોક તો. સરસ સુધારસ વયણથી, વળી નાશે હો મિથ્યામત શોક તો. (, ૧૧, ૫) પરમાત્મારૂપ ચંદ્રને જોતાં અનુભવરૂપી સમુદ્રમાં ભરતી આવે છે, તેમ જ ભવ્યજીવોરૂપી ચકોર પછી આનંદિત થાય છે. પરમાત્માના અમૃત જેવા વચનથી મિથ્થામતિ અને શોક નાશ પામે છે. કવિને પરમાત્માના તેજમય સ્વરૂપની એવી તો લગની લાગી છે કે, વારંવાર પરમાત્માની ચંદ્રની ઉપમા દ્વારા સ્તુતિ કરે છે; શ્રી ચંદ્રપ્રભ સાહિબા રે, ચંદ્ર કિરણ સમ દેહ મન રા માન્યા. નિત્ય ઉદય નિકલક તું રે, અનુપમ અચરિજ એહ. આવો આવોહો વખાણ, તું તો ત્રિભુવનભાસક ભાણ.” (૪, ૮, ૧) હે ચંદ્રપ્રભસ્વામી ! તમારો ચંદ્રકિરણ સમાન સૌમ્ય તેજવાળો દેહ મારા મનમાં વસ્યો છે. તમે નિત્ય ઉદિત રહેનારા, નિષ્કલંક ચંદ્રમા છો, એ મોટું આશ્ચર્ય છે. આથી જ કવિ પરમાત્માને ત્રણભુવનમાં પ્રકાશ ફેલાવનારા સૂર્ય તરીકે ઓળખાવી હૃદયમંદિરમાં પધારવા વિનંતી કરે છે. કવિએ પરંપરાગત ઉપમા-રૂપકોની સાથે જ કાવ્યગુણની દૃષ્ટિએ અનેક વિશિષ્ટતા ધરાવતું પરમાત્માના ગુણ માટે હંસનું મનોહર રૂપક સર્યું છે. તુમ ગુણ અનુભવ ધવલ વિહંગમ, લીલા કરતો આવેજી. મુજ માનસસરમાંહિ, જો કબહિ રતિ પાવેજી. ૧૨૦ - ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્યા For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ વાણી ચંચુ તણે સુપસાય, તત્ત્વખીર પ્રગટાવેજી. નીર પર જે અલગા દાખે, દંભ સ્વભાવ-વિભાવેજી. (૨) દર્શન પ્રીતિ સગુણ મુક્તાક્લ કંઠે હાર બનાવેજી. સહજ સંતોષ લહે તવ સમતા, ઘૂઘરી નાદ બજાવેજી. શુદ્ધ હંસ સંતતિ નિમપણ, કારણ ગુણ ઉપજાવેજી. કુમતિ કમલિની કંદ ઉખેડે, શુદ્ધ સુભૂમિ જગાવેજી. (૩) નિશ્ચયનય - વ્યવહારે બિહુ પખ, શોભા સમુદય થાવેજી કલુષ કુશાસન જલ નવિ સેવે, ધરતો સમતા ભાવેજી. જિન શાસનમાં રાજહંસ સમ, આતમ નામ ધરાવે છે. જે (૩, ૧૮, ૨-૩-) હે પરમાત્મા ! તારા ગુણના અનુભવરૂપ શ્વેત હંસપક્ષી મારા મનરૂપી માનસરોવરમાં ક્રીડા કરતો આવે છે. તે મારા મનરૂપી માનસરોવરમાં રહેલી શુભમતિરૂપી હંસી જોડે ક્રીડા કરે છે અને કુમતિરૂપ કમલિનીઓના મૂળ ઊખેડી શુદ્ધ ભૂમિ તૈયાર કરે છે. તે પોતાની વાણીરૂપી ચાંચથી પૌદ્ગલિક વસ્તુઓના આકર્ષણરૂપ પાણીને દૂર કરી શુદ્ધ આત્મતત્ત્વની ઓળખાણરૂપ ક્ષીરને છૂટું પાડી આપે છે. આ ક્ષીરના ઉપભોગથી તે આનંદિત થઈ સંતોષરૂપી ઘૂઘરીનો નાદ બજાવે છે. આમ, આનંદપૂર્વક સુમતિ હંસી જોડે ક્રીડા કરતાં મારા મનમાં પણ તારા ગુણો જેવી જ ગુણરૂપી સંતતિનું નિર્માણ કરે છે. નિશ્ચય અને વ્યવહાર એ બે નયરૂપ શ્વેત ઉજ્વળ પાંખોની શોભા ધારણ કરતો આ રાજહંસ અશુભ કુશાસનરૂપી જળનું સેવન ન કરતાં સમતાભાવ ધારણ કરતો જૈનશાસનમાં ‘આત્મા'નું યથાર્થ નામ મેળવે છે. પરમાત્માના ગુણોથી ભક્તના આત્માનો જે અપ્રતિમ વિકાસ સધાય છે, તેનું મનોહારી રૂપકાત્મક આલેખન આધ્યાત્મિક દૃષ્ટિએ તો અત્યંત નોંધપાત્ર છે જ, પરંતુ કાવ્યદૃષ્ટિએ પણ ઉચ્ચ ગુણો ધરાવે છે. મધ્યકાલીન સાહિત્યમાં પ્રાપ્ત અનેક રૂપકરચનાઓમાં આ રચના જેવી સજીવ, તાદશ અને ભાવસભર છે, તેવી રચના ભાગ્યે જ જોવા મળે છે. ૧૭માં તીર્થકર કુંથુનાથ ભગવાન ચક્રવર્તી પણ હતા અને જૈન પરંપરા અનુસાર ચક્રવર્તી જે રીતે દિગ્વિજય કરે છે, તેનું ધર્મ-માર્ગના ચક્રવર્તી સંદર્ભે કરાયેલું આલેખન પણ નોંધપાત્ર છે. છો ચક્રી ષટખંડ સાધ, અભ્યતર જેમ ષડરિપુ સાધ. ત્રિપદી ત્રિપથ ગંગા ઉપકંઠે, નવનિધિ ત્રદ્ધિ સિદ્ધિ ઉત્કંઠે” કોઈ અજેય રહ્યો નહિ દેશ, તેમ કોઈ ન રહ્યા કર્મનિવેશ. ધર્મ ચક્રવર્તિ પદવી પામી, એ પ્રભુ માહો અંતરજામી. (૪, ૧૭, ૨-૩) ચક્રવર્તી જેમ છ ખંડ ભૂમિ જીતે તેમ તીર્થંકર પણ અત્યંતર છ શત્રુઓ પર વિજય મેળવે. ચક્રવર્તી જેમ ગંગાતીર્થ કરે, તેમ ત્રિપદીરૂપ તીર્થની સ્થાપના કરે. નવનિધિ ઋદ્ધિસિદ્ધિ પણ બહાર નહિ, પરંતુ સર્વ ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૪ ૧૨૧ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ અત્યંતર પ્રાપ્ત કરે. ચક્રવર્તીથી જેમ વિશ્વનો કોઈ દેશ જીતવાનો બાકી રહેતો નથી, તેવી જ રીતે પ્રભુનાં કોઈ કર્મ જિતાવાનાં બાકી રહ્યાં નથી. આમ, પ્રભુએ ધર્મચક્રવર્તી પદ પ્રાપ્ત કર્યું છે અને તેઓ જ મારા અંતરને જાણનારા, મારા હૃદયના પણ સ્વામી છે. કવિએ કેટલીક રચનાઓમાં પરંપરાગત અલંકારોની એક ભવ્ય શ્રેણી રચી છે, એનો પ્રવાહ ભાવકને મુગ્ધ કર્યા વિના રહેતો નથી. વીતરાગ પરમાત્મા અને અન્ય દેવો વચ્ચે સરખામણી કરતાં કહે છે, કિહાં સાયર કિહાં છિલ, કિહાં દિનકર ખદ્યોત. કિહાં ઘુતપુરને કુસકા, કિહાં મૃગપતિ મૃગપોત. ૩ કિહાં તારાપતિ તારિકા, કિહાં ચિંતામણિ કાચ. કિહાં ચંદન કિહાં આકડો, કિહાં કક્કર કિહાં પાચ.’ ૪ (૨૧, ૩) ક્યાં સાગર અને ક્યાં ખાબોચિયું? ક્યાં સૂર્ય અને ક્યાં આગિયા ? ક્યાં ઘેવર અને ક્યાં ભાતનાં છોતરાં? ક્યાં સિંહ અને ક્યાં હરણનું બચ્ચું? ક્યાં ચંદ્ર અને ક્યાં ઉલ્કા ? ક્યાં ચિંતામણિરત્ન અને ક્યાં કાચ? ક્યાં ચંદનનું વૃક્ષ અને આકડો ? ક્યાં કાંકરા અને ક્યાં નીલમ ? કવિએ શ્લેષ અલંકારની મનોહર ગૂંથણી પણ સ્થળે સ્થળે કરી છે, જીહો ! શ્રીનંદનપણે રૂપનો, જીહો પાર ન પામે કોય. જીહો ! ઈશ્વર સવિ સેવા કરે, એહી જ અચરિજ હોય.' (, ૧૭, ૩) કુંથુનાથ પરમાત્મા શ્રીદેવીમાતાના પુત્ર છે, બીજા અર્થમાં શ્રીનંદન' કહેતાં કામદેવ છે. તેના રૂપનો પાર કોઈ પામી શકતું નથી. તેમની સર્વ ઈશ્વર સર્વ દેવતાઓ) સેવા કરે છે, (અન્ય અર્થમાં તેમના ઈશ્વર નામના અધિષ્ઠાયક દેવતા સેવા કરે છે. તે મોટું આશ્ચર્ય જ છે. અહો ! ભવ વિણ તું હિ મહેશ છે, જીહો અશરણ શરણ કહાય.' (૩, ૧૭, ૫) પરમાત્મા મોક્ષે ગયેલા હોવાથી “ભવ વિનાના છે, શંકર મહેશનું બીજું નામ “ભવ છે. પરમાત્મા ભવ વિનાના હોવા છતાં મહેશ” કહેવાય છે એ આશ્ચર્યજનક છે. કવિ પરમાત્માની આંખોનું વર્ણન કરતાં મનોહર રૂપક પ્રયોજે છે, ઉપશમરસનો કુંડ છે, નિરૂપમ તુજ નયણાં.' (G, ૧૮, ૨) પરમાત્માના ગુણોની અનંતતા દર્શાવતાં કહે છે, જિન ! ગુણ તાહરા રે, લખિયા કિમતિ ન જાય. ભવને ભવાંતરે રે, પાઠ પણ ન કહાય.’ (૩, ૧૪, ૩) ૧૨૨ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા હૃદયમંદિરમાં વસે એ માટે પ્રબળ ઝંખના અભિવ્યક્ત કરતાં કહે છે, ‘તાહરા ચિત્તમાં દાસ બુદ્ધિ સદા હું વસું, એહવી વાત દૂર રે. પણ મુજ ચિત્તમાં તું હિ જો નિત વસે, તો કિશું કીજીયે મોહશું રે.’ (, ૧૬, ૫) કવિએ મલ્લિનાથ સ્તવનમાં તેમનું લાંછન “કળશના લોકવ્યવહાર અને જૈનખગોળગત અર્થોને સાંકળી લઈને એક મનોહર અર્થચિત્ર ખડું કર્યું છે. મલ્લિનાથ ભગવાનના પિતાનું નામ કુંભ એટલે પરમાત્મા કુંભથી ઉત્પન્ન થયા, તે કુંભજ ભવસમુદ્રને શોષે એ આશ્ચર્ય છે. જેનખગોળ અનુસાર સમુદ્રમાં રહેલા પાતાળકળશ (કુંભ) સમુદ્રમાં ભરતી લાવે, ત્યારે આશ્ચર્ય એ છે કે આ કુંભમાંથી જન્મેલા સમુદ્રને શોષી રહ્યા છે. વળી, લાંછન નિમિત્તે પૂર્ણ કુંભ તમારી સેવા કરે છે, એથી જ લોકોએ કળશમાં તારકગુણની સ્થાપના કરી છે, એટલું જ નહિ માંગલિક કાર્યોમાં પણ કળશની સ્થાપના પરમાત્માની સેવાને કારણે થાય છે. આમ, કવિએ પિતા કુંભ, લાંછન કુંભ, પાતાળકળશ તેમજ માંગલિક અને તારક કળશના સંદર્ભે ગૂંથી મનોહરકાવ્યરચના કરી છે. કવિએ આવી જ શ્લેષ-ગૂંથણી મહાવીર સ્વામી ભગવાનના સ્તવનમાં કરી છે. વર્ધમાને જિનવરને ધ્યાને વર્ધમાનસમ થાવેજી. વર્ધમાન વિદ્યા સુપાયે, વર્ધમાન સુખ પાવેજી: (૪, ૨૪, ૧) વર્ધમાન મહાવીર) સ્વામીના ધ્યાનથી સાધક વર્ધમાનસ્વામી સમાન થાય છે. મહાવીરસ્વામીને કેન્દ્રમાં રાખીને કરાતી વર્ધમાન વિદ્યાના પ્રભાવે સાધક વર્ધમાન - સતત વધતા સુખ પામનારો બને છે. આવા મનોરમ્ય અર્થાલંકારોની સાથે જ કવિએ વર્ણાનુપ્રાસ, યમક આદિ શબ્દાલંકારો પણ સુંદર રીતે પ્રયોજ્યા છે. “તું પાકુંભ! ગતરંભ! ભગવાન ! તું સકલ વિલોકને સિદ્ધિ ઘતા. ત્રાણ મુજ! પ્રાણ મુજ! શરણ આધાર તું.. તું સખા! માત ને તાત ! ભ્રાતા.' (, ૧૬, ૫) આતમરામ અભિરામ અભિધાન તજ, સમરતાં જન્મના દુરિત જાવે. (, ૧૬, ૬) ઉપરની પંક્તિમાં કવિએ “આકારના પુનરાવર્તન દ્વારા વર્ણાનુપ્રાસ અને સમાન શબ્દો વડે મનોહર યમક અલંકાર દ્વારા પોતાના ભાવની અભિવ્યક્તિ કરી છે. કવિએ અનેક સ્થળે હૃદયગત ભાવોની મનોહારી અને હૃદયસ્પર્શી અભિવ્યક્તિ કરી છે. જૈનસાહિત્યમાં વિરલ ગણી શકાય એવી પરમાત્મા પ્રત્યે વાત્સલ્યભાવ દર્શાવતી વિશિષ્ટરચનામાં કવિ માતૃભાવ આલેખે છે; શીતલજિન ! સોહામણો માહરા બાલુડા ! ફુલરાવ નંદા માય માહરા નાનડીયા. - ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૧૨૩ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ રત્નસમોવડી તું અછે. મારા દીઠે અમ સુખ થાય. મારા મુખડે ચંદ હાતિયો, માહરા બાલુડા. તેજે સૂરજ કોડી. મારા રૂપ અનોપમ તાહરું. માચ૰ અવર ન તાહરી જોડી. મારા આંખડી કમળની પાંખડી. મા ચાલે હાર્યા હંસ. મારા તુજથી અમ સૌભાગિયા. મારા પવિત્ર કર્યો અમ વંશ. મારા૰ જે ભાવે તે સુખડી. મારા લીયો આપું ધરી નેહ. મારા ખોલામાંહી બેસીએ. મા તું અમ મનોરથ મેહ, મારા અમીય સમાણે બોલડે. માચ૰ બોલે ચતુરસુજાણ. મારા ભામણડે હું તાહરે. મારા૰ તું અમ જીવનપ્રાણ. મારા ખમા ખમા મુખે ઉચરે. માચ૰ જીવો કોડિ વિરસ. મા જ્ઞાનવિમલ જિન માવડી. મારા દીયે એમ નિત આશિષ, મારા (૯, ૧૦) ક્યાંક પોતાના દોષોનો એકા૨ કરી નિર્મળ બનવા ચાહતા સાધકના પ્રાયશ્ચિત્તભાવનું ચિત્ર જોવા મળે છે; નરભવઃ દોહિલો રે, પામી મોહવશ પડિયો. પરસ્ત્રી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડિયો. કામ ન કો સર્યા રે, પાપે પિંડ મેં ભરિઓ, સુધ બુધ નતિ રહી રે, તેણે નવિ આતમ તરીઓ.’ (વ, ૩, ૪) પરંતુ સાધક હૃદયમાં વિશ્વાસ છે કે, આ ૫રમાત્મા જ ભવભ્રમણમાંથી તા૨શે. અનંત ભવ હું ભમ્યો રે, ભમતાં સાહિબ મલિયો, તુમ વિણ કોણ દિયે રે, બોધિ રયણ મુજ બલિયો.' (૩, ૩, ૭) ‘સાહેબ’ જ તા૨શે અને તારવાના સાધનરૂપ બોધિ’ સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ પરમાત્માની સેવા વિના પ્રાપ્ત થવાની નથી. આથી કવિ પરમાત્માની સેવામાં દૃઢચિત્તે લાગ્યા છે. પરમાત્માની સેવા વાસ્તવિક અર્થમાં ૫રમાત્માના આજ્ઞાપાલન દ્વારા જ શક્ય થઈ શકે. એટલે કવિ આજ્ઞાપાલન અને શાસન (ધર્મ-આજ્ઞા-વ્યવસ્થા) પ્રત્યે પણ અંતરનો અપૂર્વ આદર ધરાવે છે. પરમાત્માની આજ્ઞાની ઓળખાણ આપતા કહે છે, સિદ્ધસુખ આશિકા, ભાંતિ નિષ્કાશિકા, જિહાં થકી શિર ધરી આણતોરી અપ૨ પરિણતિ ગઈ, આપ પરિણતિ ભઈ, જ્ઞાન અનુભવ ક્રિયા દોર જોરી.’ (૬, ૨૩, ૬) સિદ્ધ સુખને દેનારી, ભાંતિ દૂર કરનારી એવી તમારી આજ્ઞા જ્યારથી મસ્તકે ધા૨ણ કરી છે, ત્યારથી ૧૨૪ * ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ અન્ય વસ્તુઓમાં રસરૂપી પિરણિત ગઈ છે અને જ્ઞાન, અનુભવ (દર્શન) અને ક્રિયા (ચારિત્ર) રૂપી દોરીના જોરે આત્મસ્વભાવની પરિણતિ પ્રગટ થઈ છે. પૂર્વે પરમાત્માની આજ્ઞારૂપ શાસનનો આદર ન કરનાર જીવાત્માની કેવી સ્થિતિ હતી, એનું આલેખન કરતાં કહે છે, કુગુરુ-કુદેવ કુધર્મ-કુવાસન, કાલ અનંત વહાયો. મેં પ્રભુ ! આજથી નિશ્ચય કીનો, સો મિથ્યાત્વ ગમાયો.’ (૬, ૧, ૪) જ્યાં સુધી જીવાત્મા કુદેવ-કુગુરુ અને કુધર્મના સંગમાં હતો, ત્યાં સુધી સંસારનું પરિભ્રમણ ચાલુ જ હતું, પરંતુ હવે પરમાત્માના અપૂર્વ દર્શન તેમજ શાસન પામી આંતરિક શક્તિ પામેલ આત્મા કહે છે, પ્રભુ તુજ શાસન વાસન શક્ત, અંતર વૈરી હરાયો.' (૬, ૧, ૩) આમ, પરમાત્માની સેવા, પરમાત્માનું આજ્ઞાપાલન અને પરમાત્માનું શાસન કવિહૃદયમાં અત્યંત દૃઢભાવે વસ્યા છે. આ દઢચિત્તની સેવા-ભક્તિને કા૨ણે જ ૫૨માત્મા સાથે આત્મીયતા જન્મી છે અને આત્મીયતામાંથી મિત્ર ભાવે મધુર ઉપાલંભોની પરંપરા વહી છે. કવિ ૫૨માત્માના વીતરાગપણા ૫૨ ઉપાલંભ આપે છે, સંભારું નિશદિન કરી ગુણ એકઠા હો લાલ. પણ દેવાની વેલ દીસો છો મનમેઠા હો લાલ. આજ લગે કોઈ કામ કર્યા હોયે દાસના હો લાલ. તો દાખો લેઈ નામ હોયે જો આસના હો લાલ. નિરાગી શું પ્રીત ધરે તે થોડીલા હો લાલ.. મોજ ન પામે કાંઈ ભાનુનૃપ લાડીલા હો લાલ.’ (, ૧૫, ૧, ૨) આ ઉપાલંભ દ્વારા વીતરાગ પરમાત્મા ભક્તને કશું દેતા નથી, એમ છતાં ભક્ત તેમને કોઈ હિસાબે છોડવા તૈયાર નથી એ વાત સ્પષ્ટરૂપે અનુભવાય છે. ક્યારેક કવિ રમતિયાળ બની મધુર ઉપાલંભ આપે છે, કિ કોઈ હાણી છે ! રે કે કોઈ બેસે છે ? દામ એક ગુણ તાહરો રે, દેતા કહ્યું કિશું સ્વામી. ખોટ ન તાહરે રે, થાશે સેવક કામ. યશ તુમ વાધણ્યે રે એક ક્રિયા દોઈ કામ’ (૩, ૧૪, ૪) ભક્તની વારંવારની આગ્રહભરી વિનંતીથી ભગવાન અંતે પ્રસન્ન થયા. (એટલે કે, ભક્તની ભક્તિ જ સ્વયં પરમાત્મા પ્રત્યેની દૃઢ શ્રદ્ધાને કા૨ણે સમ્યક્ત્વરૂપે પરિણમી.) તેમ જ ભક્તને પ્રેમપૂર્વક તત્ત્વશ્રદ્ધારૂપ ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૧૨૫ - For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વરત્ન ભેટ આપ્યું. અરજ સુણી કરી રે, સુપ્રસન્ન થઈ હવે સ્વામી એક ગુણ આપીઓ રે, નિર્મલ તત્ત્વશ્રદ્ધાન.' (૯, ૧૪, ૫) અને આ નિર્મળ તત્ત્વશ્રદ્ધારૂપ સમ્યક્ત્વરત્ન પ્રાપ્ત થતાં જ સાધકનું ભવોભવનું દારિત્ર્ય દૂર થયું. શક્તિ સ્વભાવથી રે, નાઠા દુશ્મન દૂર વાંછિત નીપજ્યા રે, ઈમ કહે જ્ઞાનવિમલસૂરિ.’ (૬, ૧૪, ૫) એટલું જ નહિ, સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં આત્માનો શુદ્ધ-શક્તિયુક્ત સ્વભાવ પ્રગટ થયો અને એ શક્તિમય સ્વભાવને લીધે સૌ આંતરશત્રુઓ હાર પામ્યા અને પૂર્ણ શુદ્ધ દશાની પ્રાપ્તિરૂપ વાંછિત પૂર્ણ થયા. જ્ઞાનવિમલસૂરિ ઉત્તમ ભક્ત અને કવિ તરીકે સુપ્રસિદ્ધ છે, તે જ રીતે તેઓ એક જ્ઞાનીપુરુષ અને ધ્યાનયોગી સાધક પણ છે, તેની પ્રતીતિ પણ આ સ્તવનોમાં અનુભવાયા વિના રહેતી નથી. પરમાત્માને પામવાના ઉપાય તરીકે ધ્યાન-યોગને દર્શાવતાં કહે છે, જીહો ! અકળ સ્વરૂપ છે તાહરું, હો કીમહિ ન કહ્યું જાય. હો ! ધ્યાયક ભેદ થકી લહે, તુમો સહજ સ્વભાવ. હો ! ધ્યાનાદિક હેતે કરી, હો પ્રગટે એકી ભાવ.' (૬, ૧૭, ૮-૯) પરમાત્માનું અકળ સ્વરૂપ બુદ્ધિ દ્વારા કોઈ રીતે કળી શકાતું નથી, પરંતુ તમારું ધ્યાન કરનાર સાધક હોઈ અપૂર્વ રહસ્ય વડે તમારા સહજ સ્વભાવને પામે છે. પરમાત્મધ્યાનમાં સાધકના ૨સ-ઉત્સાહથી ૫૨માત્મા સાથે એકીકરણ ભાવ પ્રગટે છે. તેમજ પરમાત્માના ધ્યાન વડે કેવી આત્મતત્ત્વમાં નિર્મળતા-એકાકારતા પ્રગટી છે તે વર્ણવતાં કહે છે, શુદ્ધ અનિદાન તુઝ ધ્યાન ગુણ જ્ઞાનથી, મુજ ઉપાદાન પ્રભુતા પ્રકાશી. વિકટ મિથ્યાત્વની ભાંતિ નિકટે નહિ, દૂર રહી લૌલ્યતા દીન-દાસી.. (૬, ૨૩, ૨) તારા ગુણોના શુદ્ધ સાંસારિક ઇચ્છા વિનાના ધ્યાનથી મારા ઉપાદાન (આત્મતત્ત્વ)ની પ્રભુતા પ્રગટ થઈ. ભયાનક એવું મિથ્યાત્વ સંપૂર્ણ દૂર થયું. લોભભાવ અને દીનતા આદિ સૌ દોષો ચાલ્યા ગયા. આમ, જ્ઞાનવિમલસૂરિમાં જ્ઞાન-ભક્તિ અને કાવ્યત્વ ત્રણેનો અપૂર્વ સુમેળ જોવા મળે છે. આ બંને ચોવીશીમાંનાં કેટલાંક સ્તવનો સ્વતંત્ર કાવ્યરૂપે પણ મહત્ત્વની સિદ્ધિઓ દર્શાવે છે. આમ, આ બંને ચોવીશીઓ ચોવીશીની સ્વરૂપમાં ધ્યાનપાત્ર બની રહે છે. ૧૨૬ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૪ ભક્તિપ્રધાન ચોવીશી ખંડ - ૨ (સં. ૧૭૫૦થી સં. ૧૮૨૫) सारमेतन्मया लब्धं, श्रुताब्धेऽवगाहनात् भक्तिर्भागवती बीजं, परमानन्द संपदाम् । उपाध्याय यशोविजयजी ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૨ ૧૨૭ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ભક્તિપ્રધાન ચોવીશી (૨) (સં. ૧૮૫૦થી સં. ૧૯૨૫) સમગ્ર મધ્યકાળમાં ભારતવર્ષમાં પ્રસરેલા ભક્તિના વ્યાપક આંદોલનના પ્રભાવ હેઠળ અનેક સંત સર્જકો ભક્તિસભર પદોની રચના કરવા પ્રેરાયા. સગુણ ભક્તિધારામાં શ્રીકૃષ્ણ, રામ જેવાં સ્વરૂપોનાં ભક્તિગાન વિશેષ મહત્ત્વનાં બન્યાં, તો નિર્ગુણ ભક્તિધારામાં અખાજી, પ્રીતમ, ધીરા ભગત જેવા કવિઓ દ્વારા બ્રહ્મની ઉપાસના કેન્દ્રમાં રહી. જૈન પરંપરાના સંદર્ભે સગુણ-નિર્ગુણ જેવા સ્પષ્ટ ભેદો કરવા મુશ્કેલ છે. એમ છતાં યશોવિજયજી, આનંદવર્ધનજી, સમયસુંદરજી જેવા ભક્તિયોગને પ્રધાન ગણનારા કવિઓ પોતાની રચનામાં તીર્થકરોના ગુણવૈભવ પ્રત્યેનો આદર અને એમાંથી જન્મેલી ભક્તિને સવિશેષપણે આલેખે છે. આનંદઘનજી, દેવચંદ્રજી જેવા સર્જકો પોતાની રચનામાં પરમાત્મસ્વરૂપ નિમિત્તે આત્મામાં રહેલા પરમબ્રહ્મ સ્વરૂપની ઓળખાણ-પિછાન કરાવે છે, એ અર્થમાં તેમનું નિર્ગુણ પરંપરા સાથે અનુસંધાન રહ્યું છે. તેમને નિર્ગુણ-પરંપરાના કુળ-ગોત્રના ગણી શકાય. યશોવિજયજી, આનંદઘનજી જેવા સમર્થ સર્જકોના પ્રભાવ તેમ જ સમગ્ર મધ્યકાળની ભક્તિપ્રધાન પરિપાટીથી પ્રેરિત થઈ ઉત્તરવર્તી કાળમાં પણ અનેક સર્જકોએ ચોવીશીનું સર્જન કર્યું છે. આમાંની અનેક ચોવીશીઓ કાળના પ્રવાહમાં લુપ્ત થઈ ગઈ હશે, કેટલીક ચોવીશીઓ હજી ભંડારોમાં હસ્તપ્રતરૂપે સચવાયેલી હશે, તેમ છતાં આજે અનેક ચોવીશીઓ પ્રકાશિત ઉપલબ્ધ થાય છે. તે ઉપલબ્ધ ચોવીશીઓમાં પોતાના ઉપાલંભસભર વક્તવ્યને કારણે અનોખા વળાંકવાળા લાલિત્યસભર કાવ્યતત્ત્વથી વિશિષ્ટ મુદ્રા ધરાવનાર મોહનવિજયજી લટકાળા)ની ચોવીશી અત્યંત નોંધપાત્ર છે. તે જ રીતે સંસ્કૃત કાવ્ય પરંપરાની વિદ્વત્તા અને કાવ્યરીતિના સંસ્કારથી સભર હંસરત્નજીની ચોવીશીરચના સર્જકતાસભર કાવ્યબાનીના વિનિયોગને કારણે ધ્યાનપાત્ર છે. ન્યાયાગરજીની ચોવીશીરચના તીર્થકર દેહ પર સુશોભિત લાંછનના રહસ્યને અલંકારમય છટાઓમાં પ્રસ્તુત કરે છે. પ્રસિદ્ધ રાસકવિ ઉદયરત્નજીની ચોવીશીમાં આલેખાયેલું શ્રદ્ધાનું સરળ-મનોહર ચિત્ર આકર્ષક છે એ જ રીતે કનકવિજયજી, રામવિજયજી (પ્રથમ) અને જગજીવનજીની ચોવીશીરચનાઓ લોકોક્તિઓના વિનિયોગ તેમ જ પ્રસન્ન માધુર્યસભર અભિવ્યક્તિને કારણે નોંધપાત્ર બને છે. ભક્તિપ્રધાન ચોવીશી સર્જનની આ પરંપરા વિક્રમના ૨૦મા અને ૨૧મા શતકમાં પણ વિસ્તરતી રહી છે. વિક્રમના ૨૦માં અને ૨૧મા શતકના ચોવીશી સાહિત્યનો સંક્ષિપ્ત નિર્દેશ પ્રકરણ-રમાં કરવામાં આવ્યો છે. - ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૨૯ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોહનવિજ્યજી મહારાજ કૃત સ્તવનચોવીશી વક્રોક્તિમાંથી સ્ફુરતું કાવ્યતત્ત્વપ્રીત પુરાતન સાંભરે રે! કવિ તપાગચ્છના વિજ્ય સેનસૂરિની પરંપરામાં થયેલા રૂપવિજ્યજીના શિષ્ય છે. તેમની રચના સં. ૧૭૫૪થી સં. ૧૭૮૩ સુધીની ઉપલબ્ધ છે, તેના આધારે કહી શકાય કે, કવિ વિક્રમની અઢારમી સદીના ઉત્તરાર્ધમાં હયાત હશે. તેમની માનતુંગ-માનવતી રાસ’ ‘ગુણસુંદરી રાસ' ‘ચંદ્રરાજાનો રાસ' ‘નર્મદાસુંદરી રાસ’ આદિ કૃતિઓ નોંધપાત્ર છે. કવિ પોતાની વિશિષ્ટ શૈલીને કારણે ‘લટકાળા’ એવા ઉપનામથી પ્રસિદ્ધ છે. તેમના ચોવીશીના કાવ્યો એટલે પરમાત્મા જોડેની અનાદિકાળની મૈત્રીનું મધુર સ્મરણ અને તેનો આલેખ. જીવ પરમાત્મા જોડે જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણ સમાન છે, એવું નિશ્ચય-નયનું કથન છે. પરંતુ સર્વ જીવો વ્યવહારનયથી કર્મો વડે બદ્ધ હોય છે, કેટલાક જીવો આ કર્મબંધનને દૂર કરવા સમર્થ બને છે, તો તે પરમ પદ પામે છે. આ પરમ પદ પામેલ જીવ જોડે ગુણોની સમાનતાથી મૈત્રીનો અનુભવ તો અનેક કવિઓએ વર્ણવ્યો છે. શીતલજિન ! તુજ મુજ વિચે આંતરૂં નિશ્ચેથી નંવિ હોય.' (યશોવિજયજી) પરંતુ મોહનવિજ્યજી મહારાજ એક વિલક્ષણ મૈત્રીની – સમાનતાની વાત કરે છે. જેમ જીવ અને શિવ વચ્ચે ગુણોની સમાનતા છે, તેમ જીવ અને શિવ વચ્ચે અનાદિકાળના કર્મબંધનની પણ સમાનતા છે. અનાદિકાળ સુધી વ્યવહારનયની દૃષ્ટિએ રહેલી આ સમાનતા આગળ ધરી જીવની પરમાત્મા જોડેની ‘પુરાતનપ્રીતિ’ યાદ કરાવે છે. જાણે દ્વારકાના મહારાજા બનેલા શ્રીકૃષ્ણને ત્યાં સાંદિપની આશ્રમની મૈત્રી યાદ કરીને આવેલા સુદામા. પરંતુ સુદામા પોતાની ગરીબી પ્રત્યે સભાન છે, અને તે મિત્ર આગળ માંગતાં સંકોચ પામે છે, પરંતુ અહીં તો કવિ અનાદિકાળની મૈત્રીનું સ્મરણ કરી નિઃસંકોચભાવે ૫રમાત્મા પાસે ૧.ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૪૮૧થી ૫૧૫. આ ચોવીશીમાં શ્રી ઋષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી અનંતનાથ, શ્રી કુંથુનાથ અને શ્રી નેમિનાથ એ પાંચ તીર્થંકરોનાં બે સ્તવનો ઉપલબ્ધ થાય છે, ત્યારે શ્રી શાંતિનાથ ભગવાનનાં ત્રણ સ્તવનો ઉપલબ્ધ થાય છે, એટલે આ ચોવીશી કુલ ૩૧ કાવ્યોની ચોવીશી છે. ૧૩૦ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ માંગણી કરે છે. એટલું જ નહિ, પરમાત્માને અનેક કટાક્ષો, વ્યાજસ્તુતિ, વક્રોક્તિ આદિ વડે પોતાની મૈત્રીની યાદ દેવડાવી પરમાત્માને તેમનું સામર્થ્ય જાગ્રત કરી ભક્તને તારવા માટે કહે છે. આ વિલક્ષણ વક્રોક્તિ એ આ ચોવીસીનો મુખ્ય આસ્વાદ્ય અંશ બને છે. કવિ પોતાના પરમાત્મા જોડેની અનાદિકાલીન મૈત્રી સંબંધની વાત આલેખતાં કહે છે; પ્રભુજી! ઓલંભડે મત ખીજો બાળપણ આપણ સનેહી, રમતા નવ નવ વેશે. આજ તુને પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસારનિવેશે.” (૧, ૧, ૧) આપણે સંસારમાં સાથે રમતા હતા, તે વાત તને સાંભરે છે? આ પુરાતન પ્રીતિનું સ્મરણ કવિના અંગે-અંગને રોમાંચિત કરે છે. પ્રથમ તીર્થકર સેવના, સાહિબા ! ઉદિત હૃદય સસનેહ જિર્ણોદ મોરા હે. પ્રીત પુરાતન સાંભરે, સાહિબા રોમાંચિત શુચિ દેહ. (૧, ૨, ૧) આ યુગ-યુગ જૂની પ્રીતિને કારણે સાહિબાની નવરંગ રીતોનું કવિને અત્યંત આકર્ષણ છે. સાહિબા ! દુર થકાં પણ સાજણા, સાહિબા સાંભરે નવરંગ રીત. (૧, ૨, ૪) પરમાત્મા પુણ્ય વડે જિનેશ્વર દેવ થયા છે, પરંતુ પોતે અનાદિની મૈત્રી ભૂલ્યા નથી, એ વાત કવિ પોતે ભારપૂર્વક જણાવે છે; આપણ બાળપણના સ્વદેશી, તો હવે કિમ થાઓ છો વિદેશી. પુયે અધિક તુમ હુઆ જિપ્સદા, આદિ અનાદિ અમે તો બંદા. (૨, ૨, ૧) ભક્તને માટે પરમાત્મા બાળપણના મિત્ર છે, આથી આજે ભલે પરમાત્મા જગતના નાથ બન્યા હોય, પરંતુ પૂર્વ મૈત્રી સંભારતા કવિના હૃદયમાં પરમાત્મા પ્રત્યે ગાઢ પ્રીતિ જન્મી છે. પળપળ ભક્ત પરમાત્માનું સ્મરણ કરે છે. પ્રભુજી શું બાંધી પ્રીતડી, એ તો જીવન ગદાધાર સાચો તે સાહેબ સાંભરે, ખિણમાંહે કોટિક વાર. (૫, ૧). આ પ્રીતિમાં પરમાત્માનું અલૌકિક રૂપ પણ આકર્ષણનું કારણ બન્યું છે. હાં રે તારે મુખને મટકે અટક્યું માહરૂં મન જો, આંખડલી અણીયાળી કામણગારીઆ રે લો. ૨.અહીં જે ત્રણ અંકો દર્શાવ્યા છે, તેમાં પ્રથમ અંક તીર્થંકરના અંકને સૂચવે છે. બીજો એક સ્તવનને સૂચવે છે, અને ત્રીજો એક કડી સૂચવે છે (૧, ૧, ૧) એટલે ઋષભદેવ ભગવાનના પહેલા સ્તવનની પહેલી કડી. ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૩૧ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ હાંરે મારા નયણાં લંપટ જોવે ખિણ ખિણ તુજ જો, ચતાં રે પ્રભુ રૂપે રહે વારીઆ રે લો. (૧૫, ૬) પરમાત્માના અદ્દભુત રૂપ પર પોતાની આંખો લંપટ બની છે, અને પરમાત્માના રૂપમાં રાતા' પૂર્ણ આસક્ત બન્યા છે. આ એટલું સુંદર છે કે આ રૂપ જોઈને ઇન્દ્રોની આંખ મળી નથી, તેઓ આ રૂપને જોતાં જોતાં “અનિમેષ નેત્ર ધરાવનારા થયા છે. આ વાત વર્ણવતાં કહે છે, વિમલ જિર્ણદશું જ્ઞાનવિનોદી મુખ છબિ શશી અવિહેલેજી સુરવર નિરખી રૂપ અનોપમ, હજીયે નિમેષ ન મળે. (૧૩, ૧) ચંદ્રને પણ ઝાંખી પાડતી પ્રભુની મુખ-છબિ અને અનુપમ રૂપ જોતાં જ આશ્ચર્યચકિત થયેલા ઇંદ્રો અનિમેષ બની ગયા છે, આમ કહેવામાં કવિની અલંકારરચનાની કુશળતાનાં દર્શન થાય છે. આવા અદ્ભુત પરમાત્મા જોડે ગાઢ પ્રીતિ જાગી છે, આથી તે પરમાત્માને પળ પળ સંભારે છે, તેનું આલેખન કરતા કહે છે કે, હો! પ્રભુ ખિણ ન વિસારું તુજ જો તંબોલીના પત્ર તણી ફેરતો રે લો. હો ! પ્રભુ લાગી અને માયા જોર જો. દિયરવાસી સુસાહિબ તુમને હેરતો રે લો. (૨૦, ૨) તંબોલી પાન સુકાઈ ન જાય, એ માટે વારંવાર પાનને ફેરવતો રહે છે, એવી જ રીતે મારા મનમાંથી તમારું સ્મરણ કદી દૂર નથી થતું એમ કહેતાં કવિનું ઉપનાનાવિન્ય તરત ધ્યાન ખેંચે છે. પરમાત્મામાં ડૂબેલું મન પરમાત્માનો સંગ કોઈ પણ હિસાબે છોડવા ઇચ્છતું નથી. પરમાત્મા ભલે અનેક રૂપ બદલે, પરંતુ પોતે પરમાત્માનો સાથ છોડશે નહિ, એની વાત આલેખતાં કવિ કહે છે, તું જો જળ તો હું કમળ, કમળ તો હું વાસના. વાસના તો હું ભમર ન ચૂકું આસના. તું છોડે પણ હું કેમ છોડું ? તુજ ભણી. (૧૬, ૧, ૪) પરમાત્મા જળ સમાન હોય તો જીવાત્મા કમળ અને કમળ હોય તો સુગંધ, સુગંધ હોય તો ભમરો આમ ભક્ત હવે કોઈ પણ હિસાબે પરમાત્માનો સંગ છોડવા તૈયાર નથી, સદા પરમાત્માનો જ સંગ ઈચ્છે છે. આવા પરમાત્માના અનેક ગુણો હૃદયમાં વસ્યા હોવાથી પૂર્ણ પ્રીતિ પ્રગટી છે, અને આ પૂર્ણ પ્રીતિને કારણે ભક્તનું મન પરમાત્માની સેવા કરવા તત્પર બન્યું છે. હાં રે ! મારે ધર્મ જિર્ણોદ શું લાગી પૂરણ પ્રીત જો, જીવડલો લલચાણો જિનજીની ઓળગે રે લો. ૧૩૨ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ કવિને હૃદયમાં દઢ શ્રદ્ધા છે કે, મારો સ્વામી ક્યારેક પ્રસન્ન થશે, અને તેમની કૃપાથી મારી સર્વ વાતો સિદ્ધ થશે. આથી જ ભક્ત આર્જવ હૃદયે પ્રાર્થના કરે છે કે, ચાહીને દીજે હો ચરણની ચાકરી, ઘો અનુભવ અમ સાજ. કવિ જેમનાં ચરણોની સેવા ઝંખી રહ્યા છે, તે પરમાત્મા કેવા છે? પ્રભુ થોડાબોલો ને નિપુણ ઘણો, એ તો અનંત કાજ કરનાર.' (૫, ૨) મારો સાહેબ બહુ બોલનાર નથી, પરંતુ થોડું બોલીને ઘણું કાર્ય સિદ્ધ કરનાર છે. થોડું બોલવાથી શું, એમની કેવળ કરુણા-નજર પણ ભક્તને માટે તારનારી બની શકે એમ છે. એકણ કરૂણાની લેહેરમાં, નિવાજે કરે નિહાલ – સનેહી.' (૫, ૩) કેટલાક લોકો ભક્તની ભવસ્થિતિ પાકે ત્યારે જ મોક્ષ થાય એવું જણાવે છે. પરમાત્મા સાધકને પરમપદ કેવી રીતે આપી શકે એવો પ્રશ્ન પૂછે છે. ત્યારે કવિ તેઓને ઉત્તર આપતા જણાવે છે કે, આંબો ઋતુમાં જ પાકે, એ વાત તમારી સાચી, પરંતુ ઋતુમાં આંબા પાકવા માટે પણ તેની યોગ્ય સેવા કરવી જોઈએ. આમ મોક્ષ મેળવવા માટે પણ પરમાત્માની સેવા આદિ યોગ્ય ઉપાયો કરવા જ પડે ‘ફળ તો સેવાથી સંપજે, વિણ પણ ન ભાંજે ખાજ.' (૫, ૬) ખણ્યા વિના ખંજવાળ દૂર થતી નથી, તેમ યોગ્ય પુરુષાર્થ કર્યા સિવાય પરમપદની પ્રાપ્તિ થતી નથી. પરમાત્માને “સાહેબ” તરીકે અને પોતાના જીવાત્માને સેવક તરીકે તો સ્વીકાર્યા, પરંતુ પૂર્વની મૈત્રીના મધુર સ્મરણના બળે કવિ સાહેબ પ્રત્યે પ્રેમોચ્ચારપૂર્વક વિવિધ કટાક્ષો અને વક્રોક્તિભરી ભાષામાં પોતાની વાત રજૂ કરે છે. પરમાત્મા સાહિબ' જોડે હૃદયની મૈત્રી છે, આથી “સાહેબથી કશું છુપાવ્યા વિના મહેણાં મારે છે, કટાક્ષો કરે છે અને વક્રોક્તિસભર વચનો વડે પરમાત્માને તારવાની વિનંતી કરે છે. - કવિ કહે છે કે, તમે સ્વામી, હું સેવાકામી, મુરે સ્વામી નિવાજે. નહિ તો હઠ માંડી માંગતાં, કિશવિધ સેવક લાજે. (૩, ૪) પરમાત્મા, તમારો કૃપા કરવાનો ધર્મ છે, અને હવે કૃપા ન કરો તો તમે જ લાજશો? સેવક હઠ કરી માંગતા કેમ લાજશે? વળી સેવકનો ઉદ્ધાર કરતા યશ તો તમારો જ ગવાશે – દાસ ઉધાસે હો સાહેબજી! આપણો રૂં હીવે સુજસ સવાય. (૧૨, ૩) - ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) - ૧૩૩ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ સેવક પર કૃપાદૃષ્ટિ કરવાથી જ સ્વામીનો યશ જ ગવાશે, કોઈ નિંદા નહિ કરે તેની પુનઃ ખાતરી આપતાં કહે છે, સુનિજર કરશો તો વરશો વડાઈ, સુકહીશું પ્રભુને લડાઈ. તમે અમને કરડ્યો મોટા, કુણ કહેશે પ્રભુ! તુમને ખોટા રે. (૨૧, ૨, ૩). પોતાની જોડે પ્રીતિ-સંબંધ કરવામાં કોઈ મનમાં અંતર ન રાખવા કહે છે, તો જ તમારો કળિયુગમાં યશ ગવાશે. | નિરવહેશ્યો જો પ્રીત અમારી, કલિમાં કરતિ થાર્થે તમારી રે. ધૂતાઈ ચિતડે નવિ ધરશ્યો, કાંઈ અવળો વિચાર ન કરશ્યો રે. પરમાત્મા અનેકોને તારવા સમર્થ છે, તો પછી પોતાનાથી કેમ અંતર રાખે? તે તાય કોઈ કોડ, તો મુજથી શી હોડ આ છે લાલ! મેં એવડો શ્યો અલેહણોજી.. " મુજ અરદાસ અનંત, ભવની છે ભગવંત આ છે લાલ ! જાણને શું કહેવું? (૪, ૬) ક્યારેક પરમાત્મા પાસે અતિ નમ્ર બની સમ્યકત્વની યાચના કરે છે. સમકિતદાતા સમકિત આપો, મન માંગે થઈ મીઠું” (૩, ૧). પરમાત્મા સમ્યકત્વ-ગુણના સ્વામી છે. પરમાત્માને સમ્યકત્વ પ્રાપ્ત થયેલું છે. પ્રાપ્ત થયેલા ગુણને ફરી પ્રાપ્ત કરવામાં શું મોટાઈ ? પરંતુ વ્યક્તિને જે વસ્તુની જરૂરત હોય તે વસ્તુ આપવામાં જ મોટાઈ છે, એમ કવિ વિનંતી કરે છે. ઈમ મત જાણો જે આપે લહીએ, તે લાધુ શું લેવું પણ પરમારથ પ્રીછી આપે તેમ જ કહીયે દેવું. (૩, ૨) પરમાત્મા આગળ પોતે પૂર્ણ-ભક્તિભાવ ધરાવે છે, પરંતુ પરમાત્મા ભક્ત પ્રત્યે આવો જ પ્રેમભાવ ધરાવે છે કે નહિ, એવો ભક્તને પ્રશ્ન થાય છે. અમે પણ ખિજમતમાંહિ ખોય કિમ થાયર્યું? (૧૬, ૧, ૫) ભક્ત સેવામાં ખોટો નથી, આથી જ અધિકારપૂર્વક કહે છે કે, પૂરણ પ્રેમ રાખો વિમાસો શું?’ અવસર લહી એકાંત વિનવીએ છીએ અમે. (૧૬, ૧, ૬) ૧૩૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માને પૂર્ણ પ્રેમ રાખવાની વિનંતી અવસર જોઈ એકાંતમાં કરે છે. પરંતુ ભક્તને પ્રશ્ન થાય છે કે, પરમાત્મા મારી આ સેવાનો પ્રત્યુત્તર કેમ દેતા નથી ? જરૂર કોઈ વધુ આકર્ષક તત્ત્વ પરમાત્માના સંબંધે બંધાયેલ હશે ! પરમ ૨સભીનો માહો, નિપુણ નગીનો માહો સાહેબો પ્રભુ મોરા પદ્મપ્રભ પ્રાણાધાર હો. પરમાત્માની સેવા કરતા કરતા કિનો (દ્વેષ) ટાળ્યો, એટલે પરમાત્મા મનમંદિર પધાર્યા છે. જ્યોતિ૨મા આલિંગીને પ્રભુ અછક છક્યો દિન ચત હો. ઓળગ પણ નહિ સાંભરે પ્રભુ તો દરસણ શી વાત હો. (૬, ૧) જ્ઞાન-જ્યોતિ રૂપી સુંદ૨ સ્ત્રીમાં લીન ૫રમાત્મા પૂર્ણ ગંભીર ભાવે (અછક) તેમાં ડૂબેલા છે, તે ૫રમાત્મા મારી કરેલી સેવા પણ સંભારતા નથી, તો દર્શનની તો વાત શું કરવી ? પરમાત્મા ભક્તને કળિયુગમાં છોડી મોક્ષનગરમાં બિરાજમાન થયા છે. આ સમયે સૌ પોતાનો (આપોપું) સ્વાર્થ સાધે છે, પરંતુ સંત પુરુષ જ બીજાનો વિચાર કરે છે. કવિ કટાક્ષમાં કહે છે કે, હે પ્રભુ ! જો તું મારો વિચાર કરે તો જ સાચો સંત, નહિ તો તારી પર પણ કળિયુગની અસર થઈ છે. ફૂડો કલિયુગ છોડીને રે જિ આપ રહ્યા એકાંત દિલ આપોપું રાખે ઘણા રે જિ પર રાખે તે સંત દિલ (૧૧, ૪) પરમાત્મા વીતરાગ છે, માટે ભક્ત પર પ્રેમ દર્શાવતા નથી, તે પરમાત્માની રીત યોગ્ય નથી, કારણ કે ભક્તે તો ૫રમાત્મા જોડે ગાઢ રાગ બાંધ્યો છે. ભક્ત બિચારો ક્યાં જાય ? જાણે કમળના પ્રેમમાં ડૂબેલો ભમરો, કે જળધા૨ના પ્રેમમાં ડૂબેલું ચાતક પંખી. આથી કવિ ભગવાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવે કે, નિપટ નિરાગી હો જિનવર તું સહી, એ તુમ ખોટી રીત. (૧૨, ૬) દિલની વાતાં હો કિણને દાખવું, શ્રી વાસુપૂજ્ય જિનરાય. (૧૨, ૭) આથી પરમાત્મા ભક્તની સેવા સ્વીકારે કે ન સ્વીકારે, પોતે તો સેવા આદરી જ છે. ભક્ત કહે છે કે, હું નટ છું, અને નટ બનીને નવા નવા વેશ ધારણ કરવાનું જાણું છું. હે પરમાત્મા ! કર્મસંયોગ પ્રમાણે તારી આગળ ચોરાસી લાખ વેશ ભજવું છું. હવે,જો પરમાત્મા તને વેશ ગમે તો અનુભવનું દાન દે અને ન ગમે તો વેશ બંધ કરવાનું કહે, આમ ચતુર ભક્ત બંને રીતે પોતાની મુક્તિ માંગી લે છે. હું નટ નવલ વિવિધ ગતિ જાણું, ખિણ એક તો લ્યો મુજરોજી. For Personal & Private Use Only (૧૩, ૪) ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) * ૧૩૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ દે અનુભવ દાન ગમે તો, ના રૂચે તો કહો મ આણેજી' (૧૩, ૫) આમ શૈલીના લટકા વડે પરમાત્મા પાસે ભક્ત વિવિધ રીતે મુક્તિની યાચના કરે છે. કરૂણા રસભંડાર, બિરૂદ કેમ પાળશ્યો ? હો લાલ. ૐ નિવસ્યા તુમે સિદ્ધ, સેવકને અવગણી હો લાલ. દાખો અવિહડપ્રીત, જાવાદ્યો ભોળામણી હો લાલ. જો કોઈ રાખે રાગ, નિરાગ મ રાખીએ તો લાલ. (૧૯, ૪) પરમાત્માને કરુણારસભંડાર બિરુદ સાચવવા માટે પણ દયા કરવાનું કહે છે. તમે ભલે વીતરાગી, પરંતુ તમારા રાગી પર તો પ્રેમ ધારણ કરી આવી વિનંતી કરે છે. આવા વીતરાગ પરમાત્મા દૂર જઈ ભલે વસ્યા હોય, પરંતુ ભક્ત તો ભગવાનને ભક્તિ વડે ભરમાવીને હૃદયઘરમાં રાખવા ઇચ્છે છે. ભક્તિ ગુણે ભરમાવી હો સમજાવી પ્રભુજીને ભોળવી , કાંઈ રાખું હૃદય મઝર. (૧૮, ૪). ભક્ત એમ કહે છે કે, ભગવાન, જો તમે એમ વિચારતા હો કે, સિદ્ધશિલામાં ઓછી જગ્યા છે, તો શાસ્ત્ર દ્વારા મેં જાણ્યું છે કે, સિદ્ધશિલા તો એવું સ્થાન છે કે, જ્યાં સંકિર્ણતા – ગ્યાની ઓછપ શક્ય જ નથી. “અક્ષયપદ દેતાં ભવિજનને સંકિર્ણતા નહિ થાય શિવપદ દેવા જો સમરથ છો, તો જશ લેતાં યું જાય.' (૧, ૪) હે ભગવાન! ત્યાં ગ્યાની ઓછપ નથી, વળી તમે સમર્થ છો તો આવતા કેમ નથી ? કવિ ભગવાન આગળ લટકા કરતાં વક્રોક્તિનો દોર આગળ ચલાવતા કહે છે, સેવા ગુણ રંજ્યો ભવિજનને, જો તમે કરો વડભાગી તો તમે સ્વામી ! કેમ કહાવો ? નિરમમને નિરોગી.' (૧, ૫) ભક્તના સેવા ગુણથી પ્રસન્ન થઈ સેવકને ઉત્તમ પદ આપો તો સ્વામી શું તમારું વીતરાગપણું જોખમમાં આવી જાય ? કવિનો પરમાત્મા પ્રત્યેનો કટાક્ષ આમ બે ધારે ચાલે છે. પરમાત્માના સ્વરૂપને ઓળખાવનારા બે વિશેષણો કરુણાસાગર અને વીતરાગ – દેખીતી રીતે પરસ્પર વિરોધી છે, તેનો લાભ લઈ કવિ પરમાત્મા જોડે નર્મ-મર્મયુક્ત રમૂજ કરતા રહે છે. જો પરમાત્મા કૃપા ન કરે તો “કરુણાસાગર' પર જોખમમાં અને કરુણા કરે તો વીતરાગ પદ જોખમમાં. કવિ આવા લટકા કરી શકે છે, માટે જ કવિ જૈન પરંપરામાં “લટકાળા’ એવા ઉપનામથી સુપ્રસિદ્ધ છે. કવિ “વીતરાગતા' પર કટાક્ષની ધારા આગળ વિસ્તારતા પરમાત્માના બાહ્ય અંગરચના હાથી-ઘોડાની શોભા આદિ વૈભવ પર દૃષ્ટિ ઠેરવે છે. કહેવાઓ પંચમ ચરણના ધારી, કિમ આદરી અશ્વની અસવારી. ૯, ૧) ૧૩૬ કર ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ છો ત્યાગી શિવલાસ વસો છો, દઢરથસુત રથે કિમ બેસો છો. (૯, ૨) પરમાત્મા ચારિત્રને ધારણ કરનાર હોવા છતાં ઘોડા પર કેમ બેસો છો એવો પ્રશ્ન પૂછે છે. વળી શિવવાસમાં વસનારા હોવા છતાં દઢરથરાજાના પુત્ર રથમાં કેમ બેસો છો એવા પ્રશ્ન પૂછે છે. પ્રશ્નની હારમાળા આગળ ચલાવતા કવિ કટાક્ષની ધાર વધુ તીવ્ર બનાવતા જાય છે. આંગી પ્રમુખ પરિગ્રહમાં પડશો, હરિહરાદિકને કણ વિધ નડશ્યો. (૯, ૨) ધુરથી સકળ સંસાર નિવાર્યો. કિમ ફરી દેવદ્રવ્યાદિક ધાર્યો. તજી સંજમને થાયો ગૃહવાસી, કુણ આશાતના તજશે ચોરાસી.” (૯, ૩) પરમાત્માની ભક્તિ માટે કરાતા વિવિધ અંગરચના અને દેવદ્રવ્ય આદિ પરિગ્રહને લીધે પરમાત્માની વીતરાગતા જો નષ્ટ થઈ જાય, તો તે હરિહર આદિ દેવતાથી વિશિષ્ટ કેવી રીતે રહે અને ઘરવાસી બની જાય, તો ભક્તો સેવા પણ શા માટે કરે ? કવિની આ કટાક્ષ પરંપરાનો ઉત્તર અંતે કવિ પોતે જ આપે છે. દેવદ્રવ્ય, આંગી આદિ ભક્તોની ભક્તિ દ્વારા આચરવામાં આવેલી કરણી' છે, તેનાથી તમને કોઈ દોષ લાગતો નથી. તમે કોઈથી લોપાતા નથી. મારું કહેવું અઘટિત અયોગ્ય છે આ ‘અયોગ્ય વચન પોતાને કહેવા યોગ્ય નથી, એમ માફી માંગી કવિ પરમાત્મા જોડે એક મીઠી રમત રમી લે છે. - કવિની આ સમગ્ર કટાક્ષ-લીલાના મૂળમાં છે – પરમાત્માના જૈન પરંપરાએ દર્શાવેલા દેખીતી રીતે વિરોધી લાગતાં બે રૂપો – વીતરાગ' અને “કરુણાસાગર-દાતા.” રાગરહિત વ્યક્તિ સેવા કરનાર પર પ્રસન્ન કેવી રીતે થાય? પ્રસન્ન થઈ ઇચ્છિત વસ્તુ મોક્ષ' આદિને આપનાર કેવી રીતે બને ? જૈનદર્શનમાં આનો ઉત્તર અપાયો છે કે, વીતરાગ એવા પરમાત્મા પોતે ભક્તની ઇચ્છા સ્વયં પૂર્ણ કરતા નથી, પરંતુ તેમની સેવાના અદ્ભુત પ્રભાવે ભક્તની ઇચ્છા પૂર્ણ થાય છે. જેમ સૂર્ય-ચંદ્ર પોતે કોઈ પણ ભેદભાવ વગર સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, જે રીતે નદીઓ સર્વને નિર્મળ જળ આપે છે, એ રીતે તીર્થકરો સ્વભાવથી સર્વ જીવોનું કલ્યાણ કરનારા હોય છે. તેમણે પૂર્વના બે ભવમાં તીર્થકર નામકર્મની નિકાચના કરતા સર્વ જીવોનું કલ્યાણ મોક્ષની ભાવના ભાવેલી, તે દઢીભૂત થઈ સ્વભાવ રૂપે પરિણમી છે. આથી અન્ય દેવોની જેમ કોઈ જીવ પર દયા-કૃપા કરવા તેઓ સ્વયં વીતરાગ હોવાને કારણે જતા નથી, પરંતુ સ્વભાવથી જ “કરુણાસાગર' હોવાને કારણે જે જીવ તેમની સેવા-ઉપાસના કરે છે, તે જીવ પોતાના ઇચ્છિત ફળની પ્રાપ્તિ કરે છે. સૂર્ય જેમ સૌને સમાનભાવે પ્રકાશ આપે છે, જરૂરત છે કેવળ સૂર્યની સન્મુખ થવાની. નદી સૌને સમાનભાવે જળ આપે છે, જરૂરત છે કેવળ નદીકિનારે પાણી પીવા જવાની. આમ તીર્થકરોની ઉપાસના – બાહ્ય અને અત્યંતર ગુણોનું ધ્યાન ભક્તને તીર્થકર સમાન બનાવવા સમર્થ બને છે. આમ “વીતરાગ” અને “કરુણાસાગર’ વચ્ચેનો દેખીતો વિરોધ ટકી શકતો નથી. પરંતુ કવિ મોહનવિજયજી ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૯ ૧૩૭ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ તો પરમાત્માની જોડે મૈત્રીના સંબંધ આ વિરોધને જ આગળ ધરતા રહે છે, અને ઉપાલંભની રમ્ય લીલા કરે છે. વળી તીર્થંકર વ્યવહારનયથી “કરુણાસાગર-દાતા છે. તીર્થંકરનું આ વ્યવહાર-નયનું સ્વરૂપ “નમોઘુર્ણ જેવા સૂત્રોમાં સુંદર રીતે આલેખાયું છે. “અભયદયાણ', “આઈગરણ' આદિ પદો વડે તીર્થકરનો જીવમાત્રને સંસાર-સાગરમાંથી સમ્યકુમાર્ગ પ્રબોધ કરી તારનારા એવા રૂપનું આલેખન કરાયું છે. તો નિશ્ચયનયની દૃષ્ટિએ તીર્થકર વીતરાગ હોવાથી કોઈને માટે કશું ન કરનાર નિરંજન' રૂપ કહેવાયા છે. કવિએ તીર્થંકરનાં આ બે વિરોધાભાસી રૂપનો સહારો લઈ પોતાના વક્તવ્યમાં વિસ્તાર કર્યો છે. કવિ પરમાત્માની જોડેના આ હૃદયપૂર્વકના સંબંધને લોકોત્તર કોઈ પ્રીત આવી તુજથી બની (૧૬, ૧, ૪) કહી પોતાની પ્રીતિને લોકોત્તરલોક વિલક્ષણ અલૌકિક પ્રીતિ તરીકે ઓળખાવે છે. આ અલૌકિક પ્રીતિને કારણે અંતે નમ્રભાવે પરમાત્માને વિનંતી સ્વીકારવા વિનંતી કરે છે. હો પ્રભુ જગજીવન જિનરાય જો, મુનિસુવ્રત જિન મુજરો માનજ્યો માહ્યો રે લો. હો પ્રભુ, પય પ્રણામી જિનરાય જો, ભવભવ શરણું સાહિબ! સ્વામી! તાહરૂં રે લો. પરમાત્માના ભવોભવ શરણની માંગણી કરી – કવિ પરમાત્માને હૃદયમાં સ્થિરભાવે પધરાવવા ઇચ્છે છે. પરમાત્મા અગોચર હોવાથી પરમાત્માને પામી શકાતા નથી, પરમાત્મા વિશે વિવિધ મતો, નય અને કલ્પનાને કારણે અનેક પ્રકારના વિવાદો ચાલી રહ્યા છે. મત મત નય – નય કલ્પના, સાહિબા ! ઇત્તર ઇત્તર પરિણામ. રૂપ અગોચર નવિ લહે, સાહિબા વિવાદ એ મહિઆણ. (૧, ૨, ૫) આવા વિવાદોની વચ્ચે કવિને પરમાત્માના અગોચરરૂપનો ભેદ મળ્યો છે. પરમાત્મા શાંત-રસના ભંડાર છે, શાંત-રસ સ્વરૂપ છે. અને આ શાંતરસ-શમ-દમ આદિ ગુણો અને શુદ્ધ સ્વભાવમાં વસે છે. આમ પરમાત્માના આંતરિક ગુણો પ્રત્યે દૃષ્ટિ કેળવાઈ છે, અને આ રૂપ પામવા પ્રત્યે કવિ ઉત્સુક બન્યા છે. અમદમ શુદ્ધ સ્વભાવમાં, સાહિબા ! પ્રભુ! તુમ રૂપ અખંડ. ભગતિ વદિત સંલીનતા, સાહિબા ! એથી પ્રગટ પ્રચંડ. (૧, ૨, ૬) પરમાત્મા પ્રત્યેની ભક્તિ અને પ્રીતિમય લીનતાથી જ પરમાત્મા ભક્તના હૃદયમાં “અખંડ” રૂપે પ્રગટે છે. આ અખંડ રૂપે પ્રગટેલા પરમાત્માને કારણે જ “પ્રગટ-પ્રચંડ આત્મવિશ્વાસથી જાહેરાત કરે છે કે, ૧૩૮ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ મોહન કહે મનમંદિર રે, કાંઈ વસિયો તું વિસવાવિશ રે.' પ્રભુ (૨૪, ૮) આમ કવિના હૃદયમાં પરમાત્માની ઉપસ્થિતિની અનુભૂતિ સાથે ચોવીશી પૂર્ણ થાય છે. આ ચોવીશીમાં કવિએ પરમાત્મા સાથે અપૂર્વ મૈત્રી સાધી છે, અને આ મૈત્રીના બળે કટાક્ષ-વક્રોક્તિ વડે સમગ્ર ચોવીશીમાં લાલિત્યપૂર્ણ રીતિએ ૫રમાત્મા સાથે હૃદયનો સંવાદ સાધ્યો છે. કવિએ આ ચોવીશીમાં મુખ્યત્વે વક્રોક્તિ અને વિરોધાભાસ અલંકારનો આશ્રય લીધો છે. તે ઉપરાંત બીજા પણ અનેક સુંદર અલંકારોની છટા વડે પોતાનો ભક્તિભાવ પ્રદર્શિત કર્યો છે. પોતાને લોકોત્તર ઉપકારી પરમાત્મા મળ્યા, તે અહોભાગ્યને વર્ણવતા કહે છે, શિવ એક ચંદ્રકલા થકી, લહી ઈશ્વરતાઈ. અનંત કળાધર મેં ધરયો, મુજ અધિક પુણ્યાઈ. (૨, ૧, ૪) શિવના મસ્તકે એક ચંદ્રકળા હોઈ તેને ઈશ્વરીય મહત્તા મળી છે. તેની સરખામણીએ મેં તો અનંત સમાન પરમાત્મા કળાવાળા ચંદ્રને હૃદયમાં ધારણ કરેલ છે એમ કહી પૌરાણિક સંદર્ભનો અલંકાર-ગૂંથણીમાં સચોટ ઉપયોગ કરે છે. ૫૨માત્મા મહાન ગુણોવાળા હોવા છતાં તેમના ગુણો પોતાના નાનકડા હ્રદયમાં કેવા સમાયા છે, તેનું આલેખન પણ દૃષ્ટાંત અલંકારની મદદથી સુંદર રીતે આલેખે છે. સ્વામી ગુણમણી તુજ નિવસો મનડે મુજ આ છે લાલ ! પણ કહિંયે ખટકે નહીજી. જિમ ૨૪ નયણે વિલંગ, નીર ઝરે નિરવંગ આ છે લાલ ! પણ પ્રતિબિંબ રહે સંસીજી.’ (૪, ૩) જેમ આંખોમાં રજકણ પડે તો એ રજકણ આંખો સહન કરી શકતી નથી, પરંતુ મોટા પ્રતિબિંબને ગ્રહણ કરી લે છે, તે જ રીતે કષાયોરૂપી રજ મનમાં ખટકે છે, પરંતુ મહાન એવા પરમાત્મગુણો હૃદયમાં ખટકતા નથી. - પરમાત્માની સેવા પોતાને કેવી વહાલી છે તેનું ઉપમા અલંકાર અને શબ્દાલંકારોથી શોભતું ચિત્ર – ‘વાલ્હા મેહ બપિયડા, અહિકુળને મૃગકુળને તિમ વળી નાદે વાહ્યો હો રાજ. મધુકરને, નવમલ્લિકાને, તિમ મુજને ઘણી વાહલી સાતમા જિનની સેવા હો રાજ.’ કવિ પરમાત્મા જોડે પોતાની જાતની તુલના કરતા ઉપમા અલંકારની શ્રેણી સુંદર રીતે આલેખે છે. તુમે છો મુગટત્રિંહુલોકના સા૰ હું તુમ પગની ખેહ હો. તુમ છો સઘન ઋતુ મેહુલો સા૰ હું પચ્છિમ દિશિ વ્રેહ હો. (૧૦, ૩) ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) * ૧૩૯ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ કવિ ક્યારેક લૌકિક વ્યુત્પત્તિનો સહારો લઈ શ્લેષ અલંકાર સર્જે છે, તુજ મૂરતી માયા જિસી રે લો. ઉર્વશી થઈ ઉઅરે વસી રે લો.’ ( ). કવિ પરમાત્માની તારક-શક્તિને અનન્વય અલંકાર દ્વારા મૂર્ત કરે છે. તે જિમ તાય તિમ કુણ તારે ? કુણ તારક કહું એડવો, સાયરમાન તે સાયર સરીખો, તિમ તું પિણ તું જેહવો. ( ). સાગર”ની જેમ તુલના ન હોય, તેમ તમારી તારક-શક્તિની પણ કેવી રીતે તુલના થાય? કવિ પાર્શ્વનાથ ભગવાનના આંતરિક ઉજજ્વલ રૂપને વિરોધાભાસ અલંકાર અને ચમત્કૃતિ દ્વારા આલેખે છે, પુરિસાદાણી શામળ વરણો, શુદ્ધ સમકિતને ભાસે. શુદ્ધ પૂજ જિણે કીધો તેહને, ઉજ્વળ વરણ પ્રકાશે. (૨૩, ૧) પુરિસાદાણી પાર્શ્વનાથ ભગવાનનું વિશેષણ) આપ વર્ણમાં થામ છો, પરંતુ આપ અત્યંતર સમ્યગુણોને કારણે મિથ્યાત્વની કાળાશ દૂર કરી હોવાથી તે મિથ્યાત્વ કર્મદળના પૂંજને શુદ્ધ કર્યા હોવાથી ઉજ્વળ વર્ણવાળા શોભી રહ્યા છો. પરમાત્માના અપૂર્વ જ્ઞાનાદિક ગુણોની યાચના કવિ વ્યવહારજીવનના દષ્ટાંતની સહાયથી કરે છે. તમારી એક કરુણાષ્ટિ મારાં કાર્યો સિદ્ધ કરનારી થશે જ, એ માટે કવિ કહે છે, જેમ પડે કણ કુંજર મુખથી, કીડી બહુ ધનવંતી.' (૨૩, ૫) કવિએ વિવિધ સ્થળોએ પૌરાણિક સંદર્ભો છૂટથી વાપર્યા છે, જે જૈન કવિની બહુશ્રુતતાની સાબિતીરૂપ બને છે. દા.ત., વિમલનાથ ભગવાનના સ્તવનમાં વરાહ અવતારનો ઉલ્લેખ. ચંદ્ર કળા ધારક શિવનો ઉલ્લેખ. પરમાત્માની ઉપાસના-સેવા કઈ રીતે કરવી ? તે અંગેના પરસ્પર-વિરોધી મતોને માંડી કવિએ ‘વિરોધાભાસ અલંકાર દ્વારા પોતાના મનની મૂંઝવણ રજૂ કરી છે. લોકો મનને રાગ-દ્વેષરહિત કરવાનું કહે છે, પરંતુ પરમાત્મા પ્રત્યે સ્નેહભાવ ધારણ કરવો તે પણ “રાગ' જ કહેવાય. નિચગે પ્રભુને બાઈએ, કાંઈ તે પિણ રાગ કહેવાય. (૨૪, ૨) કેટલાક પરમાત્માના નામનું ધ્યાન કરવાનું સૂચવે છે, તોપણ કવિ પ્રશ્ન પૂછે છે કે, પ્રેમ (રાગ) વગર તાન કેવી રીતે આવે ? નામ ધ્યાતાં જો ધ્યાએ રે, કાંઈ પ્રેમ વિના નવિ તાન રે.” (૨૪, ૩). આમ ચારે બાજુ - સાધનામાર્ગમાં પણ મોહવિકારને ફેલાયેલો જોઈ ભક્ત પૂછે છે કે, ૧૪૦ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ મોહવિકાર જિહાં તિહાં રે, કાંઈ કેમ તરીએ ગુણધામ રે.' (૨૪, ૩) હવે કેટલાક લોકો કર્મના બંધથી અટકીને મોક્ષ પામવાની વાત કરે છે. ત્યારે કવિ ફરી પોતાના લટકા ધારણ કરી પ્રશ્ન પૂછે છે – તેમાં શો પાડ ચડાવીએ રે, કાંઈ તમે શ્રી મહારાજ રે. વિણ કરણી જો તારસો, કાંઈ સાચા શ્રી જિનરાજ રે.’ અમે ‘કર્મબંધન બંધ કરવા રૂપ કરણી કરીએ, અને તમે તારો એમાં કોઈ શોભા નથી. તમે અમારી કોઈ પણ પ્રકારની કરણી વગર તારો તો તમે સાચા “જિનરાજ' કહેવાઓ. અંતે આ સર્વ વિરોધાભાસનું સમાપન કરવા કહે છે, પ્રેમ મગનની ભાવના રે, કાંઈ ભાવ તિહા ભવ નાસ રે. ભાવતિહા ભગવંત છે રે, કાંઈ ઉદ્દેશ્ય આતમસાર રે. (૨૪, ૫) આમ, કવિએ ભક્તિભાવનામાં ભાવનાશ સ્વીકારી પરમાત્માનું શરણ ગ્રહવા કહ્યું છે. કવિએ શબ્દાલંકારોમાં પણ સ્થળે-સ્થળે સુંદર પ્રાવિષ્ય દર્શાવ્યું છે. દા. ત., યમક અલંકાર ભવફરીયો દરીયો તર્યો, પણ કોઈ હો અણુસરીઓ ન દ્વીપ હવે મને પ્રવહણ માહરું, તુમ પદ ભેટે હો મેં રાખ્યું છીપ. (૧૪, ૧, ૩) મુગતિ વનિતા હો ! રાજ સામાન્ય વનિતા હો રાજ તજી પરિણીતા રે, વાહલા કાં તમે આદરો. (૨૨, ૧, ૫) વર્ણાનુપ્રાસ અલંકાર - અગમ અલૌકિક સાહિબા, સાહિબા કાગળ પણ ન લખાય અંતરગતની જે વાતડી, સાહિબા જણ જણને ન કહાય. (૧, ૨, ૧) મુખ પંકજ મન મધુકરૂ, રહ્યા લુબ્ધા હો ગુણજ્ઞાને લીન. (૧૪, ૧, ૨) રત્નજડિત ભૂષણ અતિસુંદર, આંગી અંગી ઉદાર અતિ ઉછરંગ ભગતિ નૌતન ગતિ, ઉપશમ રસ દાતાર. (૧૬૩, ) આવા અનેક શબ્દાલંકારો અને અર્થાલંકારો વડે કવિએ હૃદયના ભક્તિભાવથી ભર્યા સ્તવનોને શોભાયમાન કર્યા છે. કવિની અલંકારરચનામાં નાવિન્ય તરત ધ્યાન ખેંચે એવું છે. કવિ પરંપરા પ્રાપ્ત અલંકારો કરતાં પોતાની પ્રતિભાબળે સર્જેલા નવા અલંકારો યોજે છે. - ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૪૧ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ આંખોમાં રજકણ અને ચિત્ર (સ્ત. ૪) ભીનું કંબલ (. ૭) તંબોલીના પત્ર (રૂ. ૨૦) હૃદય પર લપટાયેલ વિષધર (સ્ત. ૨૧) આદિ નોંધપાત્ર છે. પરંતુ આ સર્વથી વિશેષ ઉલ્લેખપાત્ર તો કવિના ઉપાલંભો – વક્રોક્તિઓ જ છે. એથી જ આ ચોવીશીના માધુર્યસભર ઉપાલંભોને કારણે શ્રી અભયસાગરજી જણાવે છે; વર્તમાનકાળની બધી ચોવીશીઓમાં પ્રભુ પરમાત્મા સાથે ભક્તિયોગના ગામમાં એકાકાર બની વાતો કરવા રૂપે વિવિધ લટકા અને મીઠા ઉપાલંભને સૂચવનારા શબ્દો વાક્યોથી શોભતી આ ચોવીશી ખૂબ સર્વોત્કૃષ્ટ છે. આ ઉપરથી આના કર્તા શ્રી મોહનવિજયજી મ. “લટકાળા” એ ઉપનામથી પ્રસિદ્ધ થયા છે.” તો આ ચોવીશીની ભાવગંભીરતા અંગે અન્ય વિદ્વાને પણ કહ્યું છે; “લટકાળા' એ ઉપનામે વિખ્યાત થયેલા પંડિત પ્રવર શ્રી મોહનવિજયજી મહારાજની આ પ્રસ્તુત ચોવીશી અર્થગંભીર છે એમ કહેવા કરતાં ભાવગંભીર છે એમ કહેવું તે સમુચિત છે. સ્તવનમાં તેમણે ભરેલા ભાવોમાં પરમાત્મા પ્રત્યેની આત્મીયતા શબ્દ શબ્દ ખડી થાય છે. જેને પોતાના માન્યા હોય તેના ઉપર વિશ્વાસ રાખીને આત્મા પોતાની બીજાને ન કહેવા જેવી વાતો પણ કહે છે. અકળાઈને ઘણું ઘણું કહી નાખે છે. એ અકળામણ પણ દર્શનીય અને રમ્ય હોય છે. આ ચોવીશીનું આકર્ષક અંગ કોઈ હોય તો તે અકળામણ અને તેને અધીન થઈને પરમાત્માને અપાતા ઓલંભા છે. ચોવીશીના દરેક સ્તવનમાં એ ભાવ જુદી જુદી રીતે જે રજૂ કરવામાં આવેલ છે, તે ખરેખર વાચકને મુગ્ધ કરી દે છે અને કર્તા પ્રત્યે બહુમાન ઉપજાવે છે.” આમ કવિને પ્રેમપૂર્વક લટકાળા' ઉપનામથી સન્માનિત કરાવનારી આ બંકિમ ચોવીશીરચના સમગ્ર મધ્યકાળમાં પોતાના ઉપાલંભસભર કાવ્યતત્ત્વને કારણે એક મહત્ત્વની કૃતિ તરીકે નોંધપાત્ર બને છે. ૩. ભક્તિરસઝરણાં – ભાગ-૨ પૃ. ૧૩ પ્રસ્તાવના) ૪. પંડિત શ્રી મોહનવિજયજી ગણિવર્ય કત શ્રી જિનસ્તવનચોવીશીનું પ્રકાશકીય નિવેદન પૃ. ૩ અર્થ સંકલનકાર પં. શ્રી રામવિજયજી મ. શ્રી જૈનસાહિત્યવર્ધકસભા, અમદાવાદ. ૧૪૨ ૪ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી હંસરત્નજી કૃત સ્તવનચોવીશી નવનવોન્મેષશાલિની સાદ્યંત કાવ્યાત્મકતાની અનુભૂતિ કરાવતી રચના પ્રસિદ્ધ ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજીના સંસારી સહોદર અને દીક્ષામાં કાકાગુરુ શ્રી હંસરત્નજીએ વિ.સં. ૧૭૫૫ (ઈ.સ. ૧૬૯૯)માં આ ચોવીશીની રચના કરી છે. તેઓ પોરવાડજ્ઞાતિના વર્ધમાન શેઠ અને માનબાઈના પુત્ર હતા. તેમનું સંસારી નામ હેમરાજ હતું અને તપાગચ્છની રત્નશાખામાં વિજ્ય રાજરત્નસૂરિની પરંપરામાં જ્ઞાનરત્નજી પાસે દીક્ષા લીધી હતી. તેમણે ‘શિક્ષા શતક દોધક' નામની ગુજરાતી કૃતિ અને ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’ પર બાલાવબોધ આદિ સંસ્કૃત કૃતિઓ રચી છે. તેમણે ઉદયરત્નજીએ પ્રવચનમાતાના મોભી' તરીકે ઓળખાવ્યા છે. જે તેમની વિદ્વતાને ઓળખાવે છે. સં. ૧૭૯૮માં ભરૂચ પાસે મીયાંગામમાં કાળધર્મ થયો હતો. કવિએ પોતાના હૃદયભાવની અભિવ્યક્તિ કરવા ચોવીશી'ના પ્રકારનો વિનિયોગ કર્યો છે. સમગ્ર ચોવીશીમાં સર્જક કવિ-પ્રતિભાનો રમ્ય ઉન્મેષ અનુભવાયા વિના રહેતો નથી. કવિની પ્રતિભા મુખ્યત્વે વિવિધ અલંકારોની મનો૨મ ગૂંથણીમાં પ્રગટે છે. કવિએ ૧૯મા સ્તવનમાં ૫૨માત્મા માટે અભિનવ આંબાનું મનોહર રૂપક ગૂંચ્યું છે. કવિનું આ કાવ્ય નરસિંહ મહેતાનું ‘ગોકુલ આંબો મ્હોર્યો'ની યાદ અપાવે એવું મનોહર બન્યું છે. કાવ્યના પ્રારંભે; જિન અભિનવ આંબો મોરિયો, જેહની શીતલ ત્રિભુવન છાંહિ. હાંજી અમલ ધવલ જસ જેહનો, પરિમલ મહેકે જગમાંહિ. એ તો અભિનવ આંબો મ્હોર્યો. (૧૯, ૧) આ આંબો ત્રિભુવનમાં શીતળતાવાળી છાયા ફેલાવે છે અને જેનો ઉજ્જ્વળ યશ અને મનોહર સુગંધ સમગ્ર જગતમાં મહેકે છે. વળી, આ આંબામાં સહજ વસંતઋતુ સદૈવ વસે છે, જેના દૃઢ ધીરજરૂપી મૂળ છે. જેમાં ગુણરૂપી ગંભીર પલ્લવો ખીલ્યા છે. જે આંબાની સુગંધથી પ્રેરાયેલા દેવતાઓ અને મનુષ્યો ભમરાની જેમ ચારે બાજુ ૫.ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૪૪૭થી ૪૭૪. For Personal & Private Use Only ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૪૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ ઝંકારવ કરી રહ્યા છે અને કોયલની જેમ ગણધરો કલરવ કરી રહ્યા છે આવો આ અભિનવ આંબો પ્રગટ્યો છે. આ અભિનવ આંબાનું રૂપક મલ્લિનાથ ભગવાન માટે એકદમ ઉચિત છે. કારણ કે તેમના શરીરનો રંગ પણ નવકિસલય (નવા આમ્રપત્ર) જેવો લીલો છે. હાંજી ! નવ કિસલય દળ સારિખી, છબી જેહની નલવાન હાંજી! મલ્લિ જિનેસર મુજ મને, જંગમ સુરવૃક્ષ સમાન.. ' (૧૯, ૬) આમ, કવિએ આમવૃક્ષનું રૂપક મલ્લિનાથ ભગવાન માટે સાવંત મનોહર રીતે આલેખ્યું છે. આવું જ બીજું એક રૂપક પરમાત્માની વાણીને વર્ષાઋતુ સાથે સરખાવવા માટે પ્રયોજ્યું છે. શયામવર્ણ મુનિસુવ્રતસ્વામીને શ્યામ મેઘનું રૂપક આપીને ૨૦મા સ્તવનમાં કવિએ ઔચિત્યપૂર્વક વષસ્તુનું નાનું શું રૂપક કાવ્ય જ રચ્યું છે. “ઐન અષાઢો ઉમટ્યોજી, ત્રિભુવનને હિતકાર. જિનવર ઉલટટ્યો એ જલધાર. વરસે વરસે વચન સુધારસ જોર રે, નિરખી હરકે પરખદા જનમન મોરે રે.” .. (૨૦, ૧) વચન રૂપી અમૃતને વરસાવનાર મુનિસુવ્રતસ્વામીના વર્ણનું મેઘ સાથેનું સામ્ય વર્ણવતાં કહે છે; શ્યામ શીરે ઓપે નખ ઉજાસ રે, જલઘટામાં જાણે વીજ પ્રકાશ રે; સુરદુંદુભિનો ઉઠ્યો શબ્દ અખંડ રે, ગર્જારવ શું ગાજી રહ્યો બ્રહ્માંડ.” (૨૦, ૨) પરમાત્માના શ્યામ દેહમાં તેજસ્વી ચમકતાં નખો જાણે વાદળની વચ્ચે વીજળીનો પ્રકાશ ને હોય એવા શોભાયમાન થઈ રહ્યા છે. અને સુરદુંદુભિનો અવાજ તો જાણે વાદળોના ગડગડાટ વડે આખા બ્રહ્માંડને ગજાવતો હોય એવો અનુભવાય છે. આ વરસાદની મનુષ્યોના મન પર થયેલી આનંદદાયક અસરને રવાનુકારી શબ્દો અને વર્ણાનુપ્રાસયુક્ત પદાવલી દ્વારા વણવતાં કહે છે; ઝરમર ઝરમર ઝડિમડી વરસંત રે, ચાતકની પરે ચતુરપુરુષ હરખંત રે થઈ રોમાંચિત શીતળ સહુની દેહ રે, મનમેદનીયે પસર્યો પૂરણ નેહ રે. (૨૦, ૪) પરમાત્માને વંદન કરવા માટે આવતાં દેવતાઓ જાણે આકાશમાં બગલાની શ્રેણિ જેવા શોભી રહ્યા છે. તેમજ ધર્મધ્વજ ઇંદ્રધનુષ જેવી શોભી રહી છે. દુકાળ અને તાપ દૂર ચાલ્યા ગયા છે. આવા મનોહર વાતાવરણમાં, પ્રમુદિત મુનિવર ઘદુર ડહકે જ્યાંહિ રે, જિનગુણ રાતા ભવિક મમોલા ત્યાંહિ રે. આવ્યો વેગે દુરિત જવાસ કો અંતરે, ગિરિવરની પેરે હરિઆ થયા ગુણવંત રે' (૨૦ ૬) ૧૪ ને ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ આ વર્ષાઋતુમાં મુનિ રૂપી દેડકાઓ આનંદિત થઈને અવાજ કરી રહ્યા છે અને જિનેશ્વરના ગુણમાં રાતા બનેલા મમોલારૂપી (એક પ્રકારના પાણીમાં રહેનારા જીવો) ભાવિક જીવો આનંદ પામી રહ્યા છે. પાપરૂપી જવાસા સુકાઈ ગયા છે અને પર્વતોની જેમ ગુણવંત પુરુષો હરિયાળા થઈ ગયા છે. કવિની રચના શબ્દોની પસંદગી, ભાષા, ભાવ-વૈભવ સર્વ દૃષ્ટિએ જાણે વર્ષાઋતુનો વૈભવ જ ધારણ કરી લે છે. થઈ નવપલ્લવ સત શાખા સુખવેલ રે, ચિહુ દિશે પૂરે ચાલે સુકત રેલ રે. પ્રવચન રચના સરોવર લહિર તરંગ રે, સુધો જિન સારસ ખેલે અધિક ઉમંગ રે. (૨૦, ૭) સતરૂપી વૃક્ષોની શાખાઓ સુખરૂપી વેલીઓ નવપલ્લવિત થઈ છે, ચારે દિશામાં સુકૃતરૂપી પૂર આવ્યું છે. પ્રવચન-રચનારૂપી સરોવરમાં તરંગોની લહેરો ઊઠી રહી છે. સારસરૂપી જૈન ભાવકો આ મનોહર વાતાવરણમાં ઉમંગપૂર્વક ક્રીડા કરી રહ્યા છે. આ સમગ્ર કાવ્ય મધ્યકાલીન જૈનસાહિત્યમાં એક ઉત્તમ પંક્તિના રૂપકાત્મક સ્તવનકાવ્ય તરીકે નોંધપાત્ર છે. કવિએ સૂર્ય અને ચંદ્રની પરંપરાગત ઉપમાને પણ પદ્મપ્રભસ્વામી અને ચંદ્રપ્રભસ્વામીના સ્તવનમાં મનોહર રીતે આલેખી છે. સૂર્ય કરતાં પણ પરમાત્મા વધુ તેજસ્વી અને શ્રેષ્ઠ છે તે વાત કવિ સુંદર રીતે આલેખે છે. દિનકરને વાદળ રુંધ. વળી તે અંગે અધૂરો મુજ પ્રભુ અપ્રતિહત પ્રકાસી, સકલ પદારથ પૂરો. ૬ અંબરમણિ અંબરતલ મારગ, આઠે પહોરે ભમતો રે અચળવિલાસી એ મુજ સાહેબ, શિવવધૂ સંગે રમતો. ૭ (૬, ૬-૭) સૂર્યને વાદળ રૂંધ છે અને તે પૌરાણિક માન્યતા અનુસાર પગ વિનાનો હોવાથી અંગે અધૂરો છે. મારા પ્રભુ તો ક્યારેક રૂંધાય નહિ એવા અપ્રતિહત પ્રકાશ ધરાવનારા અને સર્વ પદાર્થોમાં પૂર્ણ છે. સૂર્ય આકાશનો મણિ ભલે કહેવાતો હોય, પરંતુ તે આકાશમાર્ગ પર આઠે પ્રહર-દિવસ-રાત) સતત પરિભ્રમણ કરે છે, ત્યારે મારા પ્રભુ અચળ છે, અને શિવવધૂના સંગે રમે છે. ચંદ્ર સાથે પરમાત્માનું સામ્ય દર્શાવતાં કહે છે, અમૃતસાવી ચંદ્રમા, પ્રભુ અનુભવ રસ ગેહ ચતુર ભવિક ચકોરને રે, નેણ ઉપાએ નેહ. (, ૪) ચંદ્રમા અમૃતને વરસાવે છે, ત્યારે પરમાત્મા અમૃતથી પણ અધિક મધુર અનુભવરસના ભંડાર છે. જે ચતુર ભવિકજનો રૂપી ચકોરની આંખમાં સ્નેહ જન્માવે છે. ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૪૫ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ કવિએ અરિહંત પરમાત્મા માટે શાસ્ત્રમાં વર્ણવેલી મહાસાર્થવાહની ઉપમાને ૧૦મા સ્તવનમાં સુંદર રીતે ગૂંથી છે. ૧૦મું સ્તવન છંદોના ઉપયોગની દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. સંસારરૂપી ભયાનક વનનું વર્ણન કરતાં કહે છે, કતાર ચિહુદિશી મહાભિષણ, ચતુરગતિ સંસાર. ભવ ગહન ગહવર અતિ ભયંકર, જોતા ન દિસે પાર. . જિહાં વિવિધ ચિંતા રૂપ બહુલી, ઝંસે ઝખર જાળ. જગતુ ભૂલા ભમર દેતા, ભમિ તેહ વિચાળ. (૧૦, ૧) ચાર ગતિરૂપી સંસાર ભયાનક જંગલની જેમ ચારે દિશામાં ફેલાયેલું છે. વિશાળ, ભયંકર અને જોતાં પાર ન આવે એવું આ જંગલ વિવિધ ચિંતા રૂપી બહુ જાળીના ફેલાવાથી ઘેરાયેલું છે. જગતનાં જંતુઓ ભૂલાં પડેલાં, ભમરી દેતાં આમ તેમ તે ભૂમિની વચ્ચે ફરી રહ્યાં છે. તેમજ, ત્યાં તૃષ્ણારૂપી નદીનું ભયાનક પૂર આવ્યું છે, જેમાં લોભરૂપી કાદવનું કળણ છે અને ત્યાં અભિમાનરૂપી અજગર બધાને ગળવા માટે ધસી રહ્યો છે. મિથ્યાત્વરૂપી પર્વતે ઘણી ઊંચાઈ ધારણ કરી છે અને મહામૂઢતારૂપી અંધકારને કારણે નિર્મળ જ્ઞાનનો પ્રકાશ ફેલાતો નથી. વળી, વિકરાળ મોહરૂપી વિરૂપ પિશાચ ભયાનક હુંકાર કરી રહ્યો છે. પંચઇંદ્રિયોના વિષયરૂપી ભયાનક લૂંટારાઓ વસે છે, જેઓ જીવને લૂંટતાં વાર લગાડતા નથી. તેમજ કર્મરૂપી ભયાનક દાવાનળ ચારે દિશામાં ફેલાયેલો છે અને ક્રોધરૂપી સર્પ હુંકારા મારી રહ્યો છે. આવા ભયાનક વનમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાતો નથી. ત્યાં જ કોઈ પુણ્યસંયોગે સદ્ગરનો યોગ થયો અને તેમણે મને સંસારમાંથી પાર ઉતારનાર સાર્થવાહ સમાન પરમાત્માનાં દર્શન કરાવ્યાં. ભવદુઃખોથી ત્રસ્ત જીવ આવા સંસારરૂપી જંગલમાંથી તારવા માટે સાર્થવાહ સમાન પરમાત્માને ભાવપૂર્વક વિનંતી કરે છે, તું શિવપુરનો સારથવાહજી, પાર ઉતારે ધરી ઉછાહજી.' (૧૦, ૫) આવા ભવ-વનમાં સાર્થવાહ સમાન પરમાત્માને પોતાના મનમંદિરમાં પધારવા વિનંતી કરે છે તેમાં માર્દવ અને હૃદયની કોમળતા પ્રગટ થાય છે; મુજ મનમંદિર પ્રાહુણા રે. જો આવો એકવાર તો રાખું પાલવ ઝાલીને હો લાલ, ઘણીય કરી મનોહાર.' (૧૨, ૨). પોતાના મનમંદિરને પરમાત્માના આગમન માટે કેવું સુશોભિત કર્યું છે તેનું પણ કવિએ સુંદર વર્ણન કર્યું છે. ‘તુમ વસવાને યોગ્ય છે રે, મનોહર મુજ મનગેહ. ચિત્રશાળી જિહાં ચિહું દિશેહી લાલ, જિ અનુભવરહ. સુમતિ અટારી શોભતી રે, મંડપ જિહાં સુવિવેક મોહતિમિર ટાળ્યા વળી હો લાલ જ્ઞાન પ્રદીપ છે. ૧૪૬ ૯ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષ આદિ જિહાં રે, કટંક કીધા દૂર. યળ્યો જિહાં કરુણાજને હો લાલ, પાતિક પક પંડૂર. નિર્મળ તુજ ગુણચંદ્રિકા રે, ધવલિત સુંદર ધામ. વાહલા તુમ વસવા ભણી હો લાલ, મેં કીધું અભિરામ.' (૧૨, ૩-૪-૫-૬) પોતાનું હૃદય પરમાત્માને વસવા યોગ્ય જ છે. તેમાં મનોહર ચિત્રશાળા ચારે દિશામાં શોભી રહી છે. તેમાં સુમતિ – અટારી શોભી રહી છે. વળી જ્ઞાનરૂપી દીપક વડે મોહ અંધકાર દૂર કર્યો છે. રાગદ્વેષરૂપી કંટકોને માર્ગમાંથી દૂર કાઢ્યા છે, અને પાપ-કાદવને કરુણાજન વડે દૂર કરવામાં આવ્યો છે. તારા ગુણોની નિર્મળ ચાંદની વડે આ મનમંદિર ચમકી રહ્યું છે. આમ તમને વસવા માટે મનમંદિરને અત્યંત સુંદર બનાવ્યું છે. પરમાત્માના ગુણોની ચાંદનીથી જ આ મનમંદિર ચમકી રહ્યું છે એમ કહેવામાં કવિના ભક્તિભાવની ઊંચાઈનો અનુભવ થાય છે. પરમાત્મ ગુણોનું અપૂર્વ આકર્ષણ પોતાના હૃદયમાં રહ્યું છે તેનું આલેખન કરતાં કહે છે, તુજ ગુણ કમળ પરાગ સુગંધી, મુજ મન મધુપ રહ્યો મનબંધી સાહેબા ! મુજ અરજ સુણીજે, જીવના! કાંઈ મેહેર કરીએ. અમૂલ બહુલ પરિમલનો ભોગી, થઈ એકચિત્તે રહ્યો થિર થોભી. (૪, ૧) કવિએ પરમાત્મા જોડેના દઢ ગુણાનુરાગનું ભમરાના રૂપકથી આલેખન કર્યું છે. તારા ગુણરૂપી કમળના પરાગની સુગંધથી મારા મનરૂપી ભમરો આકર્ષિત થયો છે. તારી મૂલ્યવાન અને પુષ્કળ સુગંધનો લોભી એવો મારા મનરૂપી ભમરો એકચિત્ત અને સ્થિર થઈને રહ્યો છે. કવિ ભક્તિમાં એકતાન થઈ પરમાત્મા જોડે સખ્ય અનુભવે છે. એને લીધે પરમાત્માની સાથે કટાક્ષ અને વક્રોક્તિમાં પણ વાત કરી લે છે. હું ચાહું તુજ ચાકરી હો લાલ, તું તિમતિમ રહે દૂર • યે ગૂન્હ રાખો નહી હો લાલ, મુજને આપ હજૂર. (૧૧, ૨) કઠિન હૃદય સહી તાહરું રે, વજ થકી પણ બેજ નિગુણ ગુણે રાચે નહી, તિલ માત્ર નહિ તુમ હેજ.' (૨૧, ૪) તારું મન વજથી પણ વધુ કઠણ છે, અને તેમાં તલમાત્ર પણ સ્નેહ નથી. એટલે તારી ઉપાસના, ભક્તિ કરવાનો શું અર્થ? પરંતુ કવિને આશા છે કે, ભક્ત ભગવાનની શરણાગતિ સ્વીકારી છે, અને પોતાને શરણે આવેલની “કરુણાસાગર' “ભક્તવત્સલ” કહેવાતા પરમાત્મા કઈ રીતે ઉપેક્ષા કરી શકશે ? એટલે પરમાત્મા પોતાના બિરુદ સાચવવા પણ મનવાંછિત દાન દીધા વિના રહેશે નહિ. કવિએ શાંતિનાથ ભગવાનના સ્તવનમાં શાંતિનાથ પ્રભુએ મેઘરથરાજાના ભવમાં પારેવાં પર કેવી મારા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૪૭ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ દયા દર્શાવી તેની કથા ગૂંથી છે, તેમ જ શાંતિનાથનું સંક્ષિપ્ત જીવનચરિત્ર સુંદર રીતે આલેખ્યું છે. શ્રી સુવિધિનાથ સ્તવનમાં અષ્ટમહાપ્રાતિહાર્યોનું સુંદર વર્ણન કર્યું છે. આ સ્તવનોમાં મનોહર પદાવલી, ભાવોની રમ્ય છટા, ઔચિત્યસભર અને સચોટ અલંકારગૂંથણી, સંસ્કૃત ભાષાની અસરવાળી અને લયયુક્ત શબ્દપસંદગી ઇત્યાદિ ગુણસમૃદ્ધિ દ્વારા કવિપ્રતિભાનો પરિચય થાય છે. વળી કળશમાં તેમણે પોતાની પદરચનાને ઓળખાવતાં કહ્યું છે, તેને લીધે કવિની કવિકર્મ પ્રત્યેની સભાનતાનો પરિચય થાય છે. સરસ સુવાસ સુવૃત્ત મનોહર, વરણ કુસુમ સમુદાયા નવ-નવ પદરચના બહુભેગી, સુલલિતબંધ સુહાયા. | (કળશ, કડી ૨) સરસ સુગંધી છંદો, સુંદર વર્ણો(અક્ષરો)રૂપી પુષ્પો, નવી નવી (નવનવોન્મેષશાલિની) પદરચના અને લાલિત્યપૂર્ણ બંધો વડે આ કૃતિ શોભી રહી છે. મધ્યકાલીન સાહિત્યમાં અનેક શક્તિશાળી કવિઓ ઉપેક્ષિત રહ્યા છે, એમાં હંસરત્નજી જેવા શક્તિશાળી કવિનું નામ જૈન-પરંપરામાં પણ વિશેષ પ્રચલિત નથી. પરંતુ તેમની કૃતિનો સાર્ધત અભ્યાસ કરતાં અનુભવાય છે કે, આ કવિ માત્ર જૈનસાહિત્યમાં જ નહિ, પણ સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં કેવળ બે કૃતિઓ રચવા છતાં ઉચ્ચકવિત્વશક્તિ ધરાવતા કવિ તરીકે નોંધપાત્ર સ્થાનના અધિકારી બને છે. ૧૪૮ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી ન્યાયસાગરજી કૃત સ્તવનચોવીશી ઉત્તમસાગરજીના શિષ્ય ન્યાયસાગરજી મહારાજે બે સ્તવનચોવીશીઓની રચના કરી છે. તેઓ ભિન્નમાલમાં ઓસવાલ જ્ઞાતિના મોટા શાહ અને રૂપાંદેના પુત્ર હતા. તેમનું પૂર્વાવસ્થાનું નામ નેમિદાસ હતું. તપાગચ્છીય પ્રસિદ્ધ વિદ્વાન ધર્મસાગરજીની પરંપરામાં થયેલા ઉત્તમસાગરજી પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. ન્યાયસાગરજી અતિવિદ્વાન અને વાદવિવાદમાં નિપુણ હતા. તેમણે બે ચોવીશી, એક વીશી, શ્રાવક વ્રતરાસ નામક રાસકૃતિ, સમ્યક્ત્વ વિચાર ગર્ભિત સ્તવન આદિ કૃતિઓ રચ્યાની નોંધ મળે છે. સં. ૧૭૯૭માં અમદાવાદ મુકામે તેમનો કાળધર્મ થયો હતો. તેમનો સમય સં. ૧૭૨૮થી સં. ૧૭૯૭ ગણી શકાય. તેમણે બે ‘સ્તવનચોવીશીઓ રચી છે. તેમાંની પ્રથમ સ્તવનચોવીશીના સ્તવનો ત્રણ-ચાર કડીના ટૂંકા સંગીતાત્મક યાને ગેયતાપ્રધાન છે. બીજી ચોવીશીના મોટા ભાગના સ્તવનોમાં કવિએ મનોરમ્ય કલ્પનાઓથી ઉત્પ્રેક્ષા અલંકાર સર્જી તે દ્વારા લાંછનના રહસ્યને સ્પષ્ટ કરવા ઇચ્છઠ્યું છે. આ બન્ને ચોવીશીરચનાઓમાં કવિની પ્રતિભાનાં દર્શન અવારનવાર સુપેરે થાય છે. કવિને તીર્થંકર પરમાત્માની સેવકભાવે ઉપાસના કરવાની ઇચ્છા છે. અજિત જિગંદા સાહિબ ! અજિત જિર્ણદા તું મેરા સાહિબ મેં તેરા બંદા, સાહિબ અજિત જિણંદ. (૯, ૨, ૧) ૫રમાત્મા પ્રતિ આવો સેવકભાવ જાગ્યો છે કારણ કે પરમાત્માએ સકળકર્મો જીતીને અજિત પદ પામ્યું છે, તેમ જ તે અજિત’પદ પામવાનો માર્ગ જગતના જીવોને દર્શાવ્યો છે. ચ્યારે રુપેરે ચૌવિધ દેશના રે, દેતા વિજન કાજ માનું એ ચઉગતિના જન તા૨વા રે, છાજે જ્યું જલધર ગાજ. (૬, ૧, ૩) સમવસરણના મધ્યભાગમાં ચારે દિશામાં ચાર રૂપો ધારણ કરી જગતના લોકોને તારવાળા માટે દેશના આપનારા તેઓ જાણે ઉપકારરૂપી વૃષ્ટિ માટે વાદળ જેવા ગર્જી રહ્યા છે. ૬. () ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૬૦૧થી ૬૧૮ (વ) ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૬૨૨થી ૬૪૦ ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) * ૧૪૯ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ આવા પરમાત્માનાં જેમણે પ્રત્યક્ષ દર્શન કર્યાં – તેઓની વાણીનું શ્રવણ કર્યું તેવા જીવોની ધન્યતાને વર્ણવતાં કહે છે; તે ધન પ્રાણી રે જિણે તુમ દેસનારે, સમયે નિરખ્ય નૂર, કર્ણ કચોલે રે વાણીની સુધારે, પીધી જેણે ભરપૂર. (૩, ૧, ૪). પરમાત્માનું મોહનવિજેતા એવું સ્વરૂપ કવિચિત્તમાં દઢપણે વસ્યું છે. મોહરાજા સામાન્ય રીતે સૌ જીવોને પીડનારા છે, પરંતુ પરમાત્માના અપૂર્વ સામર્થ્ય આગળ તેનું કશું ચાલતું નથી. મોહ નૃપતિ જે અટલ અયો, તુમ આગે ન રહ્યો તસ ચારો. વિષય કષાય જે જગને નડિયા, તુમ ઝાણાનલ શલભ ક્યું પડિયા. (૩, ૨, ૩-જી. મોહરાજા જે અટલ અને બળવાન છે, તેનું સામર્થ્ય પણ તમારી આગળ કાંઈ ચાલી શક્યું નહિ. જગતને કષ્ટ દેનારા વિષયો અને કષાયો તો ધ્યાનરૂપી અગ્નિમાં પતંગિયાની જેમ સામેથી આવીને ભસ્મીભૂત થઈ ગયા. આવા સામર્થ્યવંત પરમાત્માની સેવા, તેમનું ધ્યાન પણ ભક્તના ભવદુઃખોનો નાશ કરવા સમર્થ છે, એ અંગે કવિ દગંત આપતા કહે છે, પવસરોવર તે રહો રે, પણ તસ મારુત તાપને ચૂરે રે પણ તમ ધ્યાન કામિત પૂરે રે, ભક્તિ કરવા કહો કુણ સૂરે રે. (૩, ૩, ૩) પદ્મસરોવર તો દૂર હોય, પણ માર્ગમાંના પથિકને દૂરથી જ સરોવર પરથી આવતો પવન તાપને દૂર કરી દે, એ જ રીતે તમારું ધ્યાન માત્ર પણ સર્વ મનોવાંછિતને આપનારું થાય છે. આવી સામર્થ્યવાળી તમારી ભક્તિ હોય ત્યારે ભક્તિ કરવામાં કોણ પાછળ રહે? કવિ પરમાત્માના પ્રબળ સામર્થ્યને કારણે તેમની નિશદિન અખંડ ભાવે સેવા કરવા ઇચ્છે છે. આ પાંચમા આરામાં પરમાત્માનાં પ્રત્યક્ષ દર્શન શક્ય નથી, ત્યારે કવિ આલંબન સ્વરૂપ પરમાત્મમૂર્તિની સેવાપૂજા કરવા ઇચ્છે છે. કેશર ઘોર ઘસી શૂચિ ચંદન લેઈ વસ્તુ ઉદર અંગે ચંગી અવલ બનાઈ, મેલવી ઘનસાર જાઈ જુઈ ચંપક મરુઓ, કેતકી મચકુંદ બોલસિરી વર દમણો આણી, પૂર્વે જિણંદ મસ્તક મુગટ પ્રગટ વિરાજે, હાર હિયે સાર કાને કુડલ સૂરજમંડલ, જાણીયે મનુહાર. , ૨-૩, ૪) આમ, વિવિધ દ્રવ્યોથી પૂજા કરવાને કારણે હૃદયમાં જાગેલા ઉલ્લાસપૂર્વક સાધક પરમાત્માની ભાવસ્તવના કરે છે. તે ભાવસ્તવનાનું રૂપકાત્મક આલેખન કરતાં કહે છે; ૧૫૦ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ સંભવજિન મનમંદિર તેડી, સકળ દેવ શિર મોડી ભાવપૂજા નિત કરો કરજોડી. ૧ શમરસ ગંગાજળ નવરાવો, ભાવ તણિ નહિ ખોડિ ભક્તિરાગ કેશર થઈ સુખડ, ઓરસિએ મન મોડિ. ૨ ધ્યાન સુગંધ કુસુમેં પૂજ, વળી નિજમન દોડિ. ધૂપ રૂપ જિનકો ઘટવાસો, દૂર ટળે દુખ જોડિ. ૩ મહાનંદ વૃત મન વર્તિ, ભક્તિ થાળમાં છોડિ. જ્ઞાનપ્રદીપ જગાવી જોતે, આરાત્રિક કર જોડિ. ૪ જ, ૩, ૧-૨-૩-૪) કવિએ ભક્તિરૂપી થાળીમાં મહાનંદરૂપી ઘી પૂરી જ્ઞાનરૂપી દીપકો વડે આરતી કરવાની કલ્પના કરી છે, તે મનોહર છે તેમ જ તેના દ્વારા જ્ઞાન અને ભક્તિનું સાધનામાર્ગમાં સાયુજ્ય દર્શાવેલ છે. આ ભાવપૂજા વાસ્તવિક રીતે પરમાત્મા મનમંદિરમાં પધારે ત્યારે જ શક્ય બને. પરમાત્માના આગમનની પૂર્વભૂમિકારૂપે મનમંદિર કેવું સજાવ્યું છે તેનું વર્ણન પણ આકર્ષક અને ભાવસભર છે. શુદ્ધ કરી છે ભૂમિકા રે, મિથ્યાકંટક નાહી રે. ૧ સમકિત ગુણ શુદ્ધ દૃષ્ટિ છે રે, કિરિયારુચિ શુભવાસ રે. વિરતિ ચરિત્ર સિંહાસને રે, મૈત્રીપદ બીછાય રે. ૨ શાન પરમરસ સ્વાદના રે, પાર ન બોલ્યા જાય રે. થોડું ઝાઝું જાણજો રે, તુમ આવ્યે સર્વ સહાય રે. ૩ | (વર, ૧૨, ૧-૨-૩) પરમાત્માને મનમંદિરમાં વિરતિ અને ચરિત્રના સિંહાસન પર બિરાજવાનું કહ્યું છે, તે સાધનામાર્ગમાં ત્યાગની અનિવાર્યતા સમજાવે છે. પરંતુ આ વિરતિ (ત્યાગ) અને ચારિત્રરૂપ સિંહાસન પર મૈત્રીના પટ બિછાવ્યા છે, કારણ કે સર્વ જીવો પ્રત્યેના મૈત્રીના પરિણામ વિનાનો શુષ્ક ત્યાગ પણ ફળદાયી બનતો નથી. માટે પરમાત્માને હૃદયમંદિરમાં પધરાવવા ઇચ્છતા ભક્ત જડ પદાર્થો પ્રત્યે વિરક્તિરૂપ ત્યાગ – વિરતિચરિત્રનું સિંહાસન અને જીવમાત્ર પ્રત્યે મૈત્રીરૂપ પટ મનમંદિરમાં સુશોભિત કરવો પડે છે. જ્ઞાનરૂપી મધુર ભોજનનો મહિમા તો વર્ણવાય એમ નથી. પરંતુ આ સર્વ પરમાત્મા સમાન ત્રણ ભુવનના નાથ એવા મહાન આમંત્રિત માટે ઓછું જ કહેવાય, માટે આ થોડીક તૈયારીને વિશેષ કરી સ્વીકારવાની પ્રાર્થના કરે છે. તેમ જ આ સર્વ સ્વાગતની પૂર્વ તૈયારી તો જ સફળ અને સાર્થક બને જો પરમાત્મા મનમંદિરે પધારે એમ કહી પોતાના પ્રબળ ભક્તિભાવને અભિવ્યક્ત કરેલ છે. આમ, કવિએ પરમાત્માના સ્વાગતરૂપે સાધનામાર્ગના ત્રણ આધારસ્તંભો – જીવમૈત્રી, જડવિરક્તિ અને જિનભક્તિને સાંકળી લીધા છે. કવિ પરમાત્મા પ્રત્યેની દઢ પ્રીતિને અભિવ્યક્ત કરતાં કહે છે, શ્રી અનંતજિન સાહેબ માહરે, થાંશું અવિહડ નેહ હો. ફેડ્યો તો કિમ ફીટે લાગો, જિમ પાથર શિર રેહ હો. વરુ, ૧૪, ૭-૮) ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૪ ૧૫૧ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ હે પરમાત્મા ! તારી જોડે દૃઢ સ્નેહ બંધાયો છે. એને દૂર કરવાનો પ્રયત્ન કરું તો કોઈ ઉપાયે દૂર થઈ શકે એમ નથી. જેમ પથ્થર પર અંકાયેલી રેખા દૂર થતી નથી, તેમ મારા હૃદયમાં જન્મેલો તારા માટેનો દૃઢ સ્નેહ દૂર થઈ શકતો નથી. પરમાત્મા સાથેના આવા દૃઢ સ્નેહની પ્રબળ કારણરૂપે પરમાત્માના ગુણોની અપૂર્વ સુગંધ રહી છે. મુજ મન ભમરી પિરમલ સમરી, ચરણકમલ જઈ અટકે હો રાજ. (, ૨૪, ૩) આ પંક્તિમાં કવિએ પ્રયોજેલ યમક અલંકાર પણ મનોહ૨ છે. તો, ૫રમાત્માના પરમ શાતાદાયક ગુણને વર્ણવવા કવિ મનોહર ઉત્પ્રેક્ષા અલંકાર પ્રયોજે છે; વિષયકષાયને શામવા, અભિનવ જાણે બરાસ. તો પરમાત્માનો પ્રેમ લોકપ્રસિદ્ધ ઉપમાનોથી વર્ણવતાં કહે છે, જ્યું ઘન મોર ચકોર, શશી ચકવા દિનકાર. પાવસપંથી ગેહ, કુલવંતી ભરતાર. (૯, ૧૦, ૨) (૭, ૨૦, ૩) ચાતક મેહા નેહા એ સઘળા ઉપચાર. પ્રેમ તણા એ ઉપમ નહીં, તિમ અંતર ચાર. (૯, ૨૦, ૫) આમ, કવિએ પોતાનો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ આ સર્વ ઉપમાનોથી વિશેષ અને અનુપમ છે, એમ દર્શાવ્યું છે. આવો પ્રેમમાં ડૂબેલો ભક્ત પોતાના પ્રિયતમના અંગેઅંગનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરે છે. એમ કરતાં તીર્થંકર ભગવંતના જંઘાના ભાગમાં ‘લાંછન’ તરીકે ઓળખાતું એક વિશિષ્ટ ચિહ્ન હોય છે તે ધ્યાનમાં આવે છે. આ લાંછન દરેક તીર્થંકરની વિશિષ્ટ ઓળખ નક્કી કરવામાં સહાયભૂત બને છે. પરંતુ જે-તે તીર્થંકર પરમાત્માના શરીર પર આ જ લાંછન શા માટે ? તેનો શાસ્ત્રમાં ઉત્તર મળતો નથી, પરંતુ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ’ એ ન્યાયે ભક્ત કવિકલ્પનાને સહારે મુખ્યત્વે ઉત્પ્રેક્ષા અલંકારને આધારે આ ૨૪માંથી ૧૭ તીર્થંકરોના લાંછનનું રહસ્ય આલેખવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારનું આલેખન કવિના પૂર્વકાલીન પાર્શ્વચંદ્રસૂરિ અને ભાવતિયજી જેવા કવિમાં પણ જોવા મળે છે. કવિએ અજિતનાથ, સંભવનાથ, મુનિસુવ્રતસ્વામી નમિનાથ, નેમિનાથ, મહાવીરસ્વામી આ છ સ્તવનોમાં ક્રમશઃ હાથી, ઘોડો, કાચબો, નીલકમળ, શંખ અને સિંહ લાંછનનો કેવળ ઉલ્લેખ કર્યો છે, ત્યારે શ્રી ઋષભદેવ સ્તવનમાં તેમના વૃષભ લાંછનનો ઉલ્લેખ પણ નથી. આ લાંછનરૂપ પદાર્થોમાં કેટલીક વસ્તુઓ ચંદ્ર, કમળ, વજ આદિ તેજોમય અને પવિત્ર પદાર્થો કહી શકાય એવી છે. તેમાં પદ્મપ્રભસ્વામીના લાંછનરૂપે ‘કમળ’ અંગે કવિ સુંદર કલ્પના કરતાં કહે છે, ૧૫૨ * ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ કર પદ મુખ કજ શોભથી રે લો! જીતી પંકજ જાત. લંછન મિસિ સેવા કરે રે લો ! ધરતૃપ સુસીમા માત રે. (, ૬, ૪) હાથ, પગ અને મુખ કમળની શોભાથી પરમાત્માએ કમળની જાતને જીતી લીધી છે. આથી હવે કમળ લંછનરૂપે ધરરાજા અને સુસીમાં માતાના પુત્ર પદ્મપ્રભુસ્વામીની સેવા કરે છે. ત્યારે ચંદ્ર ચંદ્રપ્રભસ્વામી પરમાત્માને વિનંતી કરતા કહે છે; વદને જીત દ્વિજ રાજ, રહ્યો સેવા કરે હો લાલ. લંછન મિસિ નિતુ પાય, રહ્યો કરે વિનતિ હો લાલ. નિત્ય ઉદય નિકલંક, કરો મુજ જિનપતિ હો લાલ. (, ૮, ૧-૨) પરમાત્માના મુખની શોભાથી ચંદ્ર જિતાઈ ગયો છે. લંછનના નિમિત્તે ચરણોમાં રહી સેવા કરતો વિનંતી કરે છે કે, હે પરમાત્મા! મને તમારા જેવો જ સદા તેજસ્વી અને નિષ્કલંક બનાવી દો. ત્યારે ભવભ્રમણથી ભય પામેલા ઇંદ્ર ધર્મનાથ પરમાત્માનું શરણ ઇચ્છી રહ્યા છે, માટે તેમણે સેવાના નિમિત્તે વજ પોતાનું શસ્ત્ર)ને લાંછનરૂપે રાખ્યું છે. હવે દિવ્ય વસ્તુઓ પછી અષ્ટ માંગલિકમાં ગણાતી ચાર વસ્તુઓ પણ પરમાત્માના લાંછનરૂપે શોભે છે. કવિ કહે છે કે, સ્વસ્તિક શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના લાંછનરૂપ હોવાથી જગતમાં માંગલિકરૂપે ગણાય છે. પરમાત્મા જેને અનુકૂળ હોય તે નાની વસ્તુ પણ જગતમાં વિશેષ આદરને પામે છે. વળી, શ્રીવત્સ પણ શીતલનાથ પરમાત્માના લાંછનરૂપ હોવાથી માંગલિકમાં ગણાય છે. તેમ જ નંદ્યાવર્ત પણ અરનાથ ભગવાનના ગુણોને કારણે જ માંગલિકમાં સ્થાન પામેલ છે. ત્યારે કુંભે પણ લાંછનરૂપે પરમાત્માની સેવા કરી હોવાથી જ તે તારક ગુણ ધરાવનાર બન્યો છે. આ અને બીજા ચાર (ભદ્રાસન, વર્ધમાન, દર્પણ અને મીનયુગલ) જૈન પરંપરામાં ‘અષ્ટમાંગલિક' તરીકે વિખ્યાત છે. પરમાત્મા વિહાર કરતા હોય ત્યારે પરમાત્મા સન્મુખ આગળ આગળ દેવોએ રચેલા અષ્ટમાંગલિક ચાલે છે. તેમ જ ઘરની બહાર મંગળ માટે પણ આ “અષ્ટમાંગલિકાના ચિત્રો આલેખવાની પ્રથા છે. લાંછનમાં કેટલાંક પશુ-પક્ષીઓનો પણ સમાવેશ થયો છે. આમાં કૌંચ અને ખગી ગેંડો) લંછન સાથે જૈનપરંપરાના સંદર્ભો જોડાયા છે. કલ્પસૂત્રમાં તીર્થંકર પરમાત્માની વિવિધ ઉપમાઓ દર્શાવતાં તીર્થકર પરમાત્માને ખગી (ગેંડા) જેવા એકલમલ્લ એક શિંગડાવાળા તરીકે ઓળખાવ્યા છે. કવિ કહે છે કે, શ્રેયાંસનાથ ભગવાન પણ ખડુગીના ઉપમાનવાળા (એકલમલ્લ) હોવાથી ખગ્રી તેમની સેવા કરે છે. ત્યારે કૌંચ પક્ષી સાથે સહજપણે જ રામાયણના નિમિત્ત સમી ક્રૌંચવધની ઘટનાનું સ્મરણ થાય, પણ કવિ જૈન પરંપરાની કથાનું સ્મરણ કરે છે. મેતાર્ય નામના તપસ્વી મુનિ સોનીને ઘરે ગોચરી માટે ગયા હતા, ત્યારે મુનિને જોઈ વહોરાવવા માટે સોની અંદરના ઓરડામાંથી ખાદ્ય પદાર્થો લેવા ગયો. તે સમયે સોની સોનાના જવ બનાવતો હતો. આ જવને સાચા જવ માની ક્રૌંચ પક્ષીએ ખાધા. બહાર આવીને સોનાના જવને ન ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) આ ૧૫૩ . . For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ જોતાં સોની મુનિને પૂછવા માંડ્યો. પરંતુ મુનિ ક્રૌંચ પક્ષી પ્રત્યે અપાર કરુણાભાવને કારણે મૌન રહ્યા. ક્રોધિત થયેલા સોનીએ લીલી નાઘર વીંટી તડકામાં ઊભા રાખ્યા. લીલી નાઘર સુકાતાં ચામડી ખેંચાઈ હાડકાં તૂટવા માંડ્યાં. પરંતુ મુનિએ આ ઉપસર્ગ શાંતભાવે સહન કર્યો. મુનિનો દેહ પડ્યો અને મુનિએ નિર્વાણ પ્રાપ્ત કર્યું. આ ઘટનામાં કૌંચ પક્ષી નિમિત્તરૂપ હોવાથી જાણે આ દોષ દૂર કરવા લાંછનરૂપે કૌચપક્ષી સુમતિનાથ પરમાત્માની સેવા કરે છે. જી હો ! મેતારજ અપરાધીઓ, જી હો ! ઠીંચ વિહંગની જાત. જી હો ! તે અપરાધને માંન્ધા, જી હો ! લંછન મિસિ વિખ્યાત. (૩, ૫, ) કવિએ વરાહ અને મગરમચ્છ જેવાં પ્રાણીઓ માટે લોકપ્રસિદ્ધ પૌરાણિક સંદર્ભોનો વિનિયોગ કર્યો છે. વિષ્ણુએ વરાહ-અવતાર ધારણ કરી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો, આથી હવે થાકેલો “વરાહ વિમલનાથ ભગવાન પાસે આવી સુખ-શાંતિ માટે વિનંતી કરે છે. કવિમાં રહેલી શ્લેષ અલંકાર સર્જવાની શક્તિ મગરમચ્છ' લાંછનના સંદર્ભે પૂર્ણપણે ખીલી ઊઠી છે. મગરમચ્છને સંસ્કૃતમાં “મકર' કહેવાય છે. કામદેવતાનો ધ્વજ પણ “મગરની નિશાનીવાળો હોવાથી તે પણ મકરધ્વજ એવા નામથી ઓળખાય છે. સુવિધિનાથ પરમાત્માએ મકરધ્વજ એવા કામદેવને જીતી લીધો છે, તેની વિજયપતાકારૂપે ચરણોમાં મકરધ્વજ મગરમચ્છ)ને ધારણ કર્યો છે. જીત્યો કામવિકાર, ન રહ્યો જાસ પ્રચાર આજ હો ! માનું રે મકરધ્વજ ધાર્યો તે ભણીજી. (૩, ૯, ૩) આમ, કવિએ લાંછન જોડે જોડાયેલા અનેક સાંસ્કૃતિક સંદર્ભોને સાંકળી તેનાં રહસ્યોને કાવ્યાત્મક રૂપ આપ્યું છે. કેટલાંક પશુ-પક્ષીઓ આ જગતમાં દીન પશુ-પક્ષીઓ તરીકે પ્રસિદ્ધ છે. બકરો પોતાનું દીનત્વ દૂર કરવા કુંથુનાથ ભગવાનની સેવા કરે છે. તો હરણ પણ શાંતિનાથ ભગવાનને ચરણોમાં શરણ આપવા વિનંતી કરે છે. શાંતિનાથ ભગવાને જે રીતે શરણાગત પારેવાની પ્રાણના ભોગે રક્ષા કરી હતી. એ રીતે હરણ પોતાનું રક્ષણ કરવા વિનંતી કરે છે, એમ જૈન-કથાના સંદર્ભે ગૂંથી આ વિનંતી વધુ ભાવવાહી બનાવી છે, તેમ જ શાંતિનાથ પરમાત્માના “કરુણાસાગર સ્વરૂપને પણ વિશેષ ઉઠાવ આપ્યો છે. કેટલાંક પ્રાણીઓ જગતમાં ક્રૂર પ્રાણી તરીકે પ્રસિદ્ધ છે. નાગ પોતાના ઝેરીપણાને દૂર કરવા પાર્શ્વનાથ ભગવાનને વિનંતી કરે છે, તો યેન (સીંચાણો) પોતાની ક્રૂરતા દૂર કરવા અનંતનાથ પરમાત્માનાં ચરણોની સેવા કરી રહ્યો છે. ત્યારે પરમાત્માએ વાનરથી પણ અતિશય ચપળ એવા મનને વશ કર્યું છે એ જોઈ વાનર પરમાત્માના ચરણમાં સેવા કરી રહ્યો છે. તેમજ પરમાત્માએ છ જવનિકાય (સમગ્ર જીવરાશિ) પ્રત્યે જે કરુણા દર્શાવી છે, અને જૈનદર્શન દ્વારા કરૂણાનો માર્ગ વહેતો કર્યો છે. આથી સામાન્ય રીતે બલિ રૂપે ચઢાવાતો મહિષ પાડો) છ જીવનિકાયના પ્રતિનિધિ રૂપે જાણે પરમાત્માની સેવા કરે છે. • ૧૫૪ ૯ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ના For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ આમ કવિએ જૈન – હિંદુ પૌરાણિક સંદર્ભો તથા ભાષાના વિપુલ જ્ઞાનના બળે અને કવિત્વશક્તિ વડે વિવિધ લાંછનોનાં રહસ્યને પ્રગટ કર્યું છે, જે ન્યાયસાગરજીની બહુશ્રુતતા અને કવિપ્રતિભાનું દ્યોતક બની રહે છે. કવિએ લાંછનના રહસ્યની જેમ જ કેટલાક પરમાત્માના ક્રમની જોડે જૈન તત્ત્વજ્ઞાનના પ્રસિદ્ધ પદાર્થો કે લોકપ્રસિદ્ધ સંખ્યાઓ જોડીને જાણે કમની યથાર્થતા સૂચવેલ છે. ચોથા જિનને સેવતાં ગુણ૦ લહીયે ચોથો વર્ગ. (૩, ૪, ૫) સાતે સુખ આવી મીળે હો અખય અચલ સરિસિદ્ધ (૩, ૭, ૪) આઠ કર્મોનો નાશ કરી અડસિદ્ધિ લહી હો લાલ. (૩, ૮, ૫) નામે નવહનિધાન, આય મિળે એક થાત આજ હો! જેહની રે આણા છે નવતત્તે મિનીજી. (૩, ૯, ૪) તેર ક્રિયા વળી જિણે રે, તેરસમા જિનભાણ (G, ૧૩, ૫) ચઉદ ગુણઠાણ સોપાન ચઢી નિજ ગુણ, આવતા આપમાંહિ સંભાળે , ૧૪, ૪) પનરભેદે સિદ્ધ દેખાવે, પરમો જિન દીપે. (૪, ૧૫, ૫) સત્તરભેદે સંયમ આરાધી, પામી રે જેણે સહજ સમાધિ. , ૧૭, ૧). પાપસ્થાનક અઢાર નિવારતા, ધારે બંભ અઢાર. વિ, ૧૮, ૧) આમ, કવિએ કેટલાક તીર્થકરોના સ્તવનમાં ક્રમને જૈન તત્ત્વજ્ઞાનના પદાર્થો સાથે જોડી દઈ મનોહર કાવ્યરૂપ આપ્યું છે. કવિનાં કેટલાંક સ્તવનો પર આનંદઘનજી, યશોવિજયજી જેવા સમર્થ પુરોગામીનો પ્રભાવ જોઈ શકાય છે. નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ આદિ ચાર પ્રકારના ધર્મોની ચર્ચા કરતું પંદરમું ધર્મનાથ સ્તવન આનંદઘનજીના અગિયારમા શ્રેયાંસનાથ સ્તવનનો પ્રભાવ દર્શાવે છે. એ જ રીતે વિભિન્ન દર્શનો પોતપોતાના દેવતાઓ જુએ છે, પરંતુ તે સર્વ એક જ પરમાત્મા છે. આ વાત આનંદઘનજીના પ્રસિદ્ધ પદ ‘રામ કહો રહમાન કહોની યાદ અપાવે છે. ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૫૫ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ કવિનાં અનેક સ્તવનો પર ઉપાધ્યાય યશોવિજયજીનો પ્રભાવ પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. કવિએ પણ ગુણાનુરાગપૂર્વક અનેક સ્તવનોમાં “સુયશ' એવા શબ્દ દ્વારા ઉપાધ્યાય યશોવિજયજી પ્રત્યે અહોભાવ દર્શાવ્યો છે. ઘેબર ભોજન સરસાં પીરસ્યાં, કુકસ બાકસ કીણ જિમે ? (૪, ૬, ૧) શ્રી પદ્મપ્રભ જિનરાજને રે લો ! વિનતી કરું કરજોડ રે માહરે તું પ્રભુ એક છે રેલો ! મુજ સમ તાહરે કોડરે. આ પંક્તિઓ પર યશોવિજયજીની પ્રથમ ચોવીશીના ક્રમશઃ ૧૬મા અને ૧૧મા સ્તવનનો પ્રભાવ સ્પષ્ટપણે અનુભવાય છે. કવિની રચનામાં જ્યોતિષશાસ્ત્રના અનેક સંદર્ભો ગૂંથાયા છે. ચંદ્રપ્રભસ્વામી તીર્થકરોના ક્રમમાં આઠમા છે અને જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ આઠમો ચંદ્ર અશુભ ગણાયો છે. પરંતુ અહીં તો આશ્ચર્ય છે કે, આઠમો ચંદને સુખકર, અચરિજ એહ છે હો લાલ.'' | (, ૮, ૪) તેમજ, સિંહિકેય સુત ભીતિ નિવારણ કામના રે. તિણ કારણ હું સેવક સ્વામી તાહરો રે. (૩, ૧૬, ૫) ‘સિંહિકેય સુત” એટલે “રાહુ. સામાન્યપણે રાહુદોષની શાંતિ માટે જૈન પરંપરા અનુસાર નેમિનાથ ભગવાનની ઉપાસના દર્શાવવામાં આવે છે. પરંતુ કવિ અહીં શાંતિનાથભગવાનની ઉપાસના કરવાનું કહે છે. કારણ કે, કવિને બાહ્ય રાહુ કરતા અત્યંતર મોહરૂપ રાહુ-આવરણને દૂર કરવામાં વિશેષ રસ છે. કવિએ કેટલેક સ્થળે તીર્થકરોના જીવનચરિત્રના સંદર્ભ ગૂંથી લીધા છે. કવિ “૧૭માં કુંથુનાથ ભગવાનના દિીક્ષા પ્રસંગે તેમની અનેક સ્ત્રીઓના વિરહ-વિલાપ આલેખે છે. “રુપે રતિ શ્રી રાની જાયા, અરજ કરે અંતરિયા.' વિ, ૧૭, ૧) આ અંતઃપુરની રાણીઓની પ્રાર્થના શું છે? નાહ વિવાહ ઉછાહ કરીઆએ, અવગુન બિન કરવું પરિહરિયા? ખટખંડ જીતી અરિ વશ કીને, ભૂંજે બિન ક્યું ફલ હરિયા?” (૪, ૧૭, ૩-૪) ૭.જુઓ નવગ્રહશાંતિસ્તોત્ર ૮.આવું જ વિરહ વિલાપયુક્ત કુંથુનાથ સ્તવન માટે જુઓ ધીરવિજયજી કૃત સ્તવનચોવીશી પ્રકરણ-૭ ૧૫૬ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ હે નાથ ! અમારી જોડે બહુ ઉત્સાહપૂર્વક લગ્ન કર્યા અને હવે અમને અમારા કોઈ અવગુણ-અપરાધ વિના કેમ છોડો છો ? વળી તમે ચક્રવર્તી તરીકે બહુ પુરુષાર્થ કરી શત્રુઓને જીતી આ છ ખંડની સમૃદ્ધિ પ્રાપ્ત કરી તેને આમ જ ભોગવ્યા વિના છોડી દેશો? પરંતુ, શ્રી કુંથુનાથ આવા વિરહ-વિલાપથી મુંઝાયા વિના સર્વ સમૃદ્ધિનો ત્યાગ કરી દીક્ષાને ધારણ કરી લે છે, અને જગતના સૌ જીવોનું કલ્યાણ કરે છે. એ જ રીતે નેમિનાથ સ્તવનમાં રાજુલ સંયમસુંદરીને પોતાની શોક્ય ગણાવે છે. તે નવભવના સ્નેહની યાદ દેવડાવી નેમિનાથને સંયમસુંદરી જોડે સંબંધ બાંધવાની ના પાડે છે. પરંતુ “અનુભવમિત્ર'; રાજુલ અને સંયમસુંદરી જોડે મનમેળ કરાવે છે અને અંતે બંને સાથે શિવમંદિરમાં પ્રવેશે છે. અંતે મહાવીર સ્વામી સ્તવનમાં પરમાત્માના જીવનચરિત્રના સંદર્ભે ગૂંથી પરમાત્માના ઉપકાર અહોભાવ દર્શાવે છે. લઘુવયથી જેણે મેરુ ચળાયા, વીર વેતાળ હરાયાજી. દુર્ધર મોહ જોહ જીતીને, જ્યોતિર્મે જ્યોતિ મિલાયાજી જસ શાસનથી ખટદ્ધવ્ય પાયા, સ્યાદ્વાદ સમજાયાજી અભિનવ નંદનવનની છાયા, દર્શન જ્ઞાન ઉપાયાજી. (૩, ૨૪, ૩જી બાલ્યવયમાં જ મેરુપર્વત પર અભિષેક સમયે ઇંદ્રના મનની શંકા દૂર કરવા મેરુપર્વત ચલાયમાન કર્યો, અને પોતાના અપૂર્વ પરાક્રમ વડે પરીક્ષા લેવા આવેલા વૈતાલને (દેવતાને) હરાવ્યો, અને આ જ પરાક્રમની પરંપરામાં ભયાનક મોહને હરાવી સિદ્ધિગતિ પ્રાપ્તિ કરી. આવા નામથી પણ વીર અને કર્મથી પણ વીર એવા વિપ્રભુના શાસનથી છ દ્રવ્યોનું જ્ઞાન અને સ્યાદ્વાદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ યથાર્થ જ્ઞાનની અને દર્શનની પ્રાપ્તિના કારણે આ શાસન અભિનવ નંદનવન (ઇંદ્રના ઉદ્યાન) જેવું જ શોભાયમાન અને શીતલ જણાય છે. કવિની પ્રથમ ચોવીશીની સ્તવનરચના ગેયતાને કારણે નોંધપાત્ર છે. ગેયત્વ માટે કવિએ કરેલી સમગ્ર સ્તવનને સાંકળી લેતી પ્રાસરચના નોંધપાત્ર છે. પ્રભુ તાહરી સૂરતિ મેં ધરી ધ્યાનમાં! ધ્યાનમાં ધ્યાનમાં ધ્યાનમાં રે વૃષભલંછન જિન વિનીતા વાસી, પણ શત ધનુ તનુ માનમાં. જગઉરણ સવિ કીધો તેં તો, ધન વરસીદાનમાં. નાભિરાયા કુળમંડન ગાઉં, મરુદેવી સુત ગાનમાં. ચરણોત્સવ ઇંદ્રાદિક સારે, શ્રી જિન બેસે જાનમાં. ગીત ગાન પ્રભુ આગે નાચે, સાચે રાચે તાનમાં. ન્યાયસાગર પ્રભુ સેવક માચે, વાણી અમૃત પાનમાં. વિ, ૧) ૯. ભક્તિરસઝરણાં ભાગ-૨ પ્રસ્તાવના મૃ. ૧૫ ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૫૭ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ કવિએ પ્રયોજેલા ધ્યાન, માન, દાન, જાન, ગાન, તાન, પાન આદિ પૂર્વવર્તી. અંત્યાનુપ્રાસ નોંધપાત્ર છે. ગઝલના રદિફ-કાફિયાની યાદ આપે એ પ્રકારના આ પ્રાસોની કૃત્રિમતા થોડી કઠે પણ છે. આવા પૂર્વાનુવર્તી અંત્યાનુપ્રાસો આ ચોવીશીમાં અનેક સ્થળે છે. ધન, તન, મન, સન, અન્ન, વન (સ. ) અંત્યપ્રાસો ઘસિયા, ઘસમસિયા, ઉલ્લસિયા, તસિયા, ખસિયા, હસિયા (રૂ. ૧૨) અંતેઉરિયાં, વરિયાં, પરિહરિયાં, હરિયાં, વરિયાં, ઠરિયાં, અનુસરિયાં (સ. ૧૭) આદિ નોંધપાત્ર છે. આમ, કવિની પ્રથમ ચોવીશી તેની વિશિષ્ટ શબ્દરચના અને ગેયતાને કારણે ધ્યાન ખેંચે છે, તો બીજી ચોવીશી કેટલાંક ભાવસભર વર્ણનો અને વિશેષ તો તેમાં વર્ણવેલા લાંછનના રહસ્યને કારણે વિશેષ ઉલ્લેખનીય બને છે. આ બીજી ચોવીશી અંગે શ્રી અભયસાગરજી જણાવે છે; “વર્તમાનકાળે ઉપલબ્ધ થતી સઘળી ચોવીશીઓમાં આ ચોવીશી પ્રભુજીના લાંછનોના આધ્યાત્મિક રહસ્ય સમજાવનાર તરીકે ખૂબ મહત્ત્વની છે.” આમ, ન્યાયસાગરજીની કવિત્વશક્તિ અને લાંછન-રહસ્ય આલેખનને કારણે આ ચોવીશીઓ ચોવીશીના ઇતિહાસમાં નોંધપાત્ર છે. ૧૫૮ - ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય ના For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ઉદયરત્નજી કૃત સ્તવનચોવીશી ઉદયરત્નજી તપાગચ્છના રાજવિજયસૂરિની પરંપરામાં થયેલા શિવરત્નજીના શિષ્ય હતા. તેમણે પોતાના સંસારી બંધુ અને કાકાગુરુ હંસરત્નજી માટે લખેલી સઝાયને આધારે તેમના જીવન વિશે જાણી શકાય છે. તેઓ પોરવાડ જ્ઞાતિના વર્ધમાન શેઠ અને રામબાઈના પુત્ર હતા. મુનિ હંસરત્નજી તેમના સંસારી અવસ્થામાં ભાઈ થાય. કવિની રચનાઓ વિક્રમના અઢારમા શતકના ઉત્તરાર્ધમાં રચાયેલી પ્રાપ્ત થાય છે, તેના આધારે કહી શકાય કે, તેઓ અઢારમા શતકના ઉત્તરાર્ધમાં થયા હતા. આ ચોવીશી પણ સં. ૧૭૭૨ના ભાદરવા સુદ ૧૩, બુધવાર, અમદાવાદ મુકામે પૂર્ણ થઈ છે. એવી નોંધ મળે છે. ઉદયરત્નજીના સર્જનમાં લીલાવતી-સુમતિવિલાસ-રાસ” “ભુવનભાનુ કેવલીનો રાસ જંબુસ્વામીરાસ” અષ્ટપ્રકારીરાસ' આદિ વીસેક રાકૃતિઓ, શાલિભદ્રનો સલોકો, શંખેશ્વરપાર્શ્વનાથનો સલોકો, વિમલ મહેતાનો સલોકો આદિ સલોકાઓ, નેમિનાથ રાજીમતી તેરમાસા, સ્થૂલિભદ્ર નવ રસો આદિ કૃતિઓ નોંધપાત્ર છે. તેમના અનેક સ્તવનો, સઝાયો આદિ ઉપલબ્ધ છે. તેમની પાર્શ્વશંખેશ્વરા સાર કર સેવક' નામની કૃતિ સાથે ઉત્તર ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ શંખેશ્વર તીર્થના મંદિરના બંધ બારણા ખૂલવાની ચમત્કારિક ઘટનાની દંતકથા જોડાયેલી છે. આ ચોવીશીરચનામાં ઉદયરત્નજીની અન્ય કૃતિઓમાં જોવા મળે છે, તેવો સરળતાનો ગુણ જોવા મળે છે. આ ચોવીશીમાં ઉદયરત્નજીની વીતરાગ તીર્થંકર પરમાત્મા પ્રત્યેની દઢ શ્રદ્ધા-ભક્તિ પુનઃ પુનઃ ઘૂંટાતી અનુભવાય છે. આ ચોવીશીમાં કવિહૃદયની શ્રદ્ધાની અનુભૂતિ કેન્દ્રસ્થ રૂપ ધારણ કરે છે. તીર્થંકર પરમાત્મા અન્ય દેવો કરતાં રાગ-દ્વેષરહિત વીતરાગ અવસ્થાને ધારણ કરનારા હોવાથી વિશિષ્ટ છે. જેઓ પોતે રાગ-દ્વેષથી મુક્ત થયેલા હોય, તેઓ જ અન્ય જીવોને તારવામાં સહાયભૂત થઈ શકે. કવિના હૃદયમાં પણ પરમાત્માનો આ તારકગુણ વસ્યો છે. આથી જ કવિ કહે છે. સિદ્ધારથાના સુતના પ્રેમે પાય પૂજો રે. દુનિયામાં હિ એહ સરિખો, દેવ ન દુજો રે. ૧ (૪, ૧) ૧૦. અન્ય ટૂંકી રચનાઓ માટે જુઓ – ઉદયઅર્ચના સં. કાન્તિભાઈ બી. શાહ, કીર્તિદા જોશી પ્રકા. ૧૧. ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૩૮૨થી ૩૯૧ -- ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) એક ૧૫૯ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ નામ લેતાં જે નિશે ફેડે ભવનો ફદો રે જનમ મરણ જરાને વળી દુઃખનો દંદો રે. ૨ (૨, ૨) તીર્થકર દેવ ભવસંબંધી સર્વ દુઃખો જન્મ-મરણ અને રોગ-વૃદ્ધાવસ્થા આદિ સર્વને ટાળવા સમર્થ છે. કારણ કે, તેમણે આ દુઃખોના મુખ્ય કારણરૂપ કર્મનો ક્ષય કર્યો છે. આ કર્મના મુખ્ય કારણસમાં ચાર કષાયો અને રાગ-દ્વેષને પણ નષ્ટ કર્યા છે. મનુષ્યની આશા-ઇચ્છા-તૃષ્ણા આ રાગદ્વેષની વૃદ્ધિનું મુખ્ય કારણ બનતી હોય છે. પરંતુ તીર્થકર દેવ સર્વ પ્રકારની ઇચ્છાઓથી રહિત થયા હોય છે. આશા દાસી કરીને થયો, તું ઉદાસી. (૨૦, ૧) આ આશારૂપી દાસીને નિરાશ કરવાને કારણે પ્રભુ તારો ભવભ્રમણનો ‘ફાંસો ટળ્યો છે, અને મોક્ષનાં સુખ ભોગવનાર થયો છે.” મુગતિ વિલાસી, તું અવિનાશી, ભવની ફાંસી રે. ભાંજીને ભગવત થયો તું, સહજ વિલાસી રે. (૨૦, ૨) મોહ ક્ષયે પરમાત્મા વીતરાગ દશાને પામ્યા અને આ વીતરાગ દશાને પરિણામે કેવળજ્ઞાનરૂપ સમગ્ર . વિશ્વને ઓળખાવનાર જ્યોતિ પ્રગટ થઈ. ચૌદ રાજ પ્રમાણ, લોકાલોક પ્રકાશી રે. ઉદયરત્ન પ્રભુ અંતરજામી, જ્યોતિ વિકાસી રે. (૨૦, ૩) આવા વીતરાગ અને પૂર્ણ જ્ઞાનમય પરમાત્માને કવિ યથાર્થ રીતે જ “સત્યસ્વરૂપી સાહિબો' તરીકે ઓળખાવે છે, અને તેના રંગે જ રાચવાનું કહે છે. સાધક પરમાત્માના ધ્યાનમાં જોડાય છે, એટલે ભવભ્રમણના કારણસમા કષાય, કુમતિ, અજ્ઞાન માટે હૃદયમાંથી વિદાય લેવા માંડે છે. ક્રોધ રહ્યો ચંડાળની પરે, દૂર ધીઠો રે. અજ્ઞાન રૂપ અંધકારનો હવે વેગ મીઠો રે. (૩, ૨) તો આ અજ્ઞાનના પણ મૂળ સમાન કુમતિ – જીવાત્માની અશુભમતિ પણ પરમાત્મદર્શન સાથે દૂર થઈ છે. આથી જ કવિ કહે છે, કુમતિએ માહરી કેડ તજી, સુમતિ જાગી રે (૧૩, ૨) અને કુમતિના પરિવાર સમા વિષય-કષાય પણ હવે કુમતિ દૂર થતાં દૂર થયા છે, ૧૬૦ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ માન માયા લોભે શીખ માગી રે પંચ વિષય વિકારનો, હવે થયો ત્યાગી રે. (૧૩, ૨-૩) આવા અપૂર્વ સામર્થ્યવંત પરમાત્માની પ્રાપ્તિને કારણે સાધકનો આત્મવિશ્વાસ અતિશય પ્રબળ બન્યો છે. સાધકને પીડા કરનારા મોહરાજાના સેનાપતિ સમા વિષયો અને કષાયોને દૂર થયેલા જોઈ સાધક હૃદયમાં પરમાત્મા પ્રત્યે દઢ શ્રદ્ધા પ્રગટી છે. આ દઢ શ્રદ્ધાને કારણે જ કવિ સર્વ સાધકોને ઉદ્દેશીને કહે છે; મોહાયની ફેજ દેખી, કાં તમે ધૂજો રે અભિનંદ ઓઠે રહીને જોરે ઝંઝો રે. (૪, ૨). દુર્ગતિના કારણરૂપ મોહનિર્બળ બની ગયો છે, એટલે હવે સાધકને દુર્ગતિનો ભય તો સંપૂર્ણપણે નષ્ટ થયો છે. દુરગતિનાં સરવે દુખનું હવે દ્વાર દઉં રે ઉદયરત્ન પ્રભુ ! શિવપંથનું મેં સંબલ લીધું રે. (૧૮, ૩) આવા મોહરાજાને હરાવનારા પરમાત્માનાં વચનો પર દઢ શ્રદ્ધા પ્રગટ થઈ છે. સાધકને પરમાત્માનાં વચનો અને દર્શન બંને અમૃત સમાન અનુભૂતિ કરાવનાર થાય છે. તુજ નયણ વયણે માહરે, અમૃત પીધું રે. (૧૮, ૨) આવા ગુણવંત પરમાત્મા પ્રત્યે દઢ શ્રદ્ધાનું બીજ વવાયું છે. આ દઢ શ્રદ્ધારૂપી બીજને પોષનારું બળ પરમાત્માના અપૂર્વ ગુણો રૂપી મેઘ જ છે. એથી જ કવિ કહે છે, બોધિબીજ વધારવા, જેમ ગુણનો મેહો રે. મન, વચન કાયા કરી હું દાસ તેહનો રે. (૬, ૨) સાધકને પોતે જેનું દાસત્વ સ્વીકાર્યું છે એવા પરમ ગુણવંત સાહેબના નિત્ય દર્શનની ઇચ્છા જાગી છે. દરસન તેહનું દેખવા મુહને, લાગી ટેવો રે. (૫, ૨) . એટલું જ નહિ સાધક સર્વ પાપક્રિયા છોડી પરમાત્માનું રાત-દિવસ ધ્યાન કરવા ઇચ્છે છે. આશ્રવ ફુધી એક બુદ્ધિ, આસન વાળી રે ધ્યાન એમનું મનમાં ધરો, લેઈ તાળી રે. (૧૦, ૨) મા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૯ ૧૬૧ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ અને આ ધ્યાનના પરિણામે સાધક પરમાત્મા જોડે અભેદ સાધવા ઇચ્છે છે; એક પલક જો રહસ્ય પામું. કોઈક થાને રે હું તું અંતરમેં હળીમળું, અભેદ જ્ઞાને રે. ' (૨૧, ૩) ગુણવંત અને સંસારસાગરથી પાર ઉતારનાર પરમાત્માની ભવોભવ સેવા ઇચ્છતાં કહે છે, ભજન તાહરો ભવોભવે ચિત્તમાં ચાહુ રે. ઉદયરત્ન પ્રભુ જો મિલે તો, છેડો સાહું રે.' (૧૪, ૩) અને પરમાત્માના ચરણકમળમાં દઢ શ્રદ્ધાપૂર્વક સંસારસાગરમાંથી તારવાની પ્રાર્થના પ્રસ્તુત કરે છે; તું વિના ત્રિલોકમેં કેહનો નથી ચારો રે. સંસાર પારાવારનો સ્વામી, આપને આરો રે. ૪ ઉદયરત્ન પ્રભુ જગમેં જોતાં તું છે તારો રે. તાર તાર રે મુને તાર તું. સંસાર સારો રે. ૫ (૨૪, ૪-૫) આમ, આ સ્તવનચોવીશીના મોટે ભાગે ત્રણ કડી ધરાવતાં સ્તવનોમાં કવિહૃદયની પ્રબળ શ્રદ્ધાનું અનુરણન અનુભવાય છે. આ પદોના ભાવવિશ્વમાં પ્રવેશનાર સાધકને પણ આ વારંવાર ચૂંટાતી શ્રદ્ધાની અનુભૂતિ હૃદયમાં શ્રદ્ધાનો અપૂર્વ નાદ જગાડવામાં સહાયક બને છે. સાધનામાર્ગના પ્રથમ ક્રમે જ સાધક માટે નિર્મળ-સમ્યકત્વ આવશ્યક ગણાયું છે. પરમાત્મા પ્રત્યેની શુદ્ધ શ્રદ્ધાને જ નિર્મળ સમ્યકત્વ કહેવાય છે. તત્ત્વવિચારનાં ગહન રહસ્યોને સમજવાની અશક્તિ ધરાવનારા સાધકોને પણ આ સરળ પદાવલીમાં વારંવાર અનુરણન પામતું દઢ શ્રદ્ધાનું ચિત્ર કવિની શ્રદ્ધાનો પરિચય તો કરાવે જ છે, પણ સાધકની શ્રદ્ધા દઢ કરવામાં પરમ સહાયક બને છે. આમ, આ ચોવીશી સાધનામાર્ગના પ્રથમ સોપાને સાધકને પરમાત્મા સાથે સંબંધ બાંધવામાં સહાયભૂત બને છે. કવિએ પરમાત્મા પ્રત્યેની દઢ શ્રદ્ધાનું ચિત્ર આલેખવાની સાથે જ કેટલાક સુંદર કાવ્યાત્મક ઉન્મેષો પણ પ્રગટાવ્યા છે. કવિની વર્ણનશક્તિનું એક દ્યોતક દાંત ચંદ્રપ્રભસ્વામી સ્તવનમાં પ્રાપ્ત થાય છે, શ્વેત રજતસી જ્યોતિ બિરાજે, તનની તાહરી રે આસક થઈ તે ઉપર ભમે, આંખડી માહરી રે. ૧ ચંદ્રપ્રભના મુખની સોહે કાંતિ સારી રે કોડિ ચંદ્રમાં નાનું વારી, હું બલિહારી રે. ૨ (૮, ૧-૨) ૧૬૨ - ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ તો કવિ પરમાત્મા સમક્ષ થતાં નૃત્યમહોત્સવનું રવાનુકારી અને વર્ણાનુપ્રાસમંડિત વર્ણન આલેખે છે, વાઈ વાઈ રે અમરી વીણ વાજે, મૃદંગ રણકે રે. ઠમક પાય વિછુવા ઠમકે, ભેરી રણકે રે. ઘમ ઘમ ઘુમરી ઘમકે, ઝાંઝરી ઝમકે રે નૃત્ય કરતી દેવાંગના, જાણે દામિની દમકે રે દોં દી કિંદો દુદુભિ વાજે, ચૂડી ખલકે રે ફૂદડી લેતા ફૂમતી ફરકે, ઝાલ ઝબૂકે રે (૧૭, ૧-૨-૩) નૃત્ય કરતી અપ્સરાની વેગવંત ગતિને વીજળીના ચમકારા સાથે સરખાવવામાં કાવ્યત્વની ચમત્કૃતિ પણ અનુભવાય છે. પરમાત્મા સાથેની પોતાની દઢ પ્રીતિનું ચિત્ર પણ કવિએ સુંદર ઉપમાઓ દ્વારા આલેખ્યું છે; મનડામાં જિમ મોર ઇચ્છે, ને ગાજે ગગન રે ચિત્તડામાં જિમ કોઈલ ચાહે, માસ ગન રે. એવી તુજશું આસકી, મુને ભરું ડગન રે. ૯, ૨-૩) સુપાસજી તારું મુખડું જોતાં રંગ ભીનો રે. જાણે પંકજની પાંખડી પર ભ્રમર લીનો રે. (૭, ૧) કવિની શક્તિનું એક ઉત્કૃષ્ટ દગંત પાર્શ્વનાથ સ્તવનમાં પ્રાપ્ત થાય છે. યમક, અંત્યાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ આદિ શબ્દાલંકારોની સહાયથી કવિએ વાત્સલ્યભાવનું સુંદર નિરૂપણ કર્યું છે. આ પ્રકારની રચના જૈનસાહિત્યમાં મળતી જૂજ રચનાઓમાંની એક છે. ચાલ, ચાલ રે કુંવર! ચાલ તાહરી ચાલ ગમે રે. તુજ દીઠડા વિના મીઠડા, માહરા પ્રાણ ભમે રે. ૧ ખોળામાંહિ પડતું મેહલે, રીસે દમે રે. માવડી વિના આવડું છું કોણ ખમે રે ? ર. માતા વામા કહે મુખડું જોતાં, દુખડાં શમે રે. લળી લળી ઉદયરત્ન પ્રભુ! તુજને નમે રે. ૩ સ્ત. ૨૩) પરમાત્માની બાલ્યાવસ્થાની ચાલનું ગતિમય વર્ણન ભાલણનું રામની ચાલને વર્ણવતાં પદની યાદ અપાવે છે. કવિની સહજ વર્ણન શૈલીને લીધે આ પદ સદ્ય હૃદયને સ્પર્શે છે. દીઠડા, મીઠડા, મુખડું, દુખડાં જેવી ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૬૩ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ યમક રચના, તો ગમે-ભમે, શમે-નમે જેવી પ્રાસયોજનાઓ અને માવડી વિના॰' જેવી સહજ-સુંદર ભાવાત્મક ઉક્તિઓને કારણે આ પદનું શબ્દમાધુર્ય પણ મનને આકર્ષે છે. કવિની આ સ૨ળ-સહજ અભિવ્યક્તિ સમગ્ર ચોવીશીની વિશિષ્ટતા છે. તેમના વડીલબંધુ હંસરત્નજીની સ્તવનરચનાઓમાં વિદગ્ધતાનો ગુણ પ્રાધાન્ય ભોગવે છે, ત્યારે ઉદયરત્નજીની રચનાઓમાં સરળતાનો ગુણ પ્રધાન છે. જાણે સાધનામાર્ગના પ્રથમ ભૂમિકાના જીવોને સ્પર્શવા અત્યંત સરળ ભાષામાં કવિ પોતાની શ્રદ્ધાનું ચિત્ર આલેખે છે, અને સાધકોની શ્રદ્ધાને દૃઢ કરવા સહાયભૂત બને છે. સાથે જ એમાં સરળ-સહજ શબ્દાલંકારો અને કેટલાંક માધુર્યપૂર્ણ અર્થાલંકારો વર્ણનશક્તિ આદિના ચમત્કારો પણ ઉદયરત્નજીની કવિપ્રતિભાના મનોહર ઉજ્જલ દ્યોતક બને છે. તે પણ આનંદકારી છે. આમ, આ ચોવીશી હૃદયના ભાવોની સ૨ળ રજૂઆતને કારણે ચોવીશીના ઇતિહાસમાં નોંધપાત્ર છે. ૧૬૪ * ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી રામવિજ્યજી (પ્રથમ) શ્રી વિમલવિજયજી શિષ્યવૃત સ્તવનચોવીશી આ કવિનો સમય લગભગ વિક્રમની અઢારમી સદીના ઉત્તરાર્ધ છે. તેમના વિશે બીજી વિગતો ઉપલબ્ધ નથી. તેમણે રત્નસૂરિરાસ, વીરજિન પંચકલ્યાણક સ્તવન આદિ કૃતિઓ રચી છે. કવિ પોતાના હૃદયમાં પરમાત્મા પ્રત્યે કેવો ગાઢ પ્રેમ અનુભવે છે તે જણાવતાં કહે છે, હાં રે ! પ્રભુ! તાહરી ભક્તિ ભીન્યું મારું ચિત્ત જો, તલ જિમ તેલે તેલે જેમ સુવાસના જો.’ (૧, ૬) - તલના દાણે-દાણામાં જે રીતે તેલ છવાયેલું હોય છે, એવી રીતે પરમાત્મા પ્રત્યેની ભક્તિ હૃદયના ખૂણેખૂણે છવાયેલી છે. પરમાત્મ-ભક્તિ અંગેની તલની ઉપમાનું નાવીન્ય ધ્યાન ખેંચે છે. પરમાત્મા પ્રત્યેનું પોતાનું પ્રબળ આકર્ષણ કવિ સુંદર શબ્દાલંકાર અને લયમાં ગૂંથીને રજૂ કરે છે, પ્રભુજી પાસજિર્ણદ ! હા રે હારી રે મુદ્રા અભિનવ મોહિની રે એવી દુનિયામાં હિ બીજી રે બીજી રે દીઠી મેં નહિ કોઈની રે કામણગારી તુજ કીકી રે કીકી રે નીકી પરિ હિયડે વસી રે નેણા લેપટ મુજ, ચાહે રે ચાહે રે જોવા નિણખિણ ઉલ્લસી રે (૨૩, ૨) આ પરમાત્મા કેવા સહજ ઉપકારગુણને ધરાવે છે, તેનું આલેખન કરતાં કવિ કહે છે, તરૂ આપે ફળ ફૂલડા, જળ આપે જળધાર આપ સવારથ કો નાહી, કવળ પર ઉપગાર તિમ પ્રભુ જગજન તારવા, તેં લીધો અવતાર (૩, ૨-૩) ૧૨, ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. પ૨૨ થી ૫૪૧ ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૪ ૧૬૫ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ આવા પરમોપકારી પરમાત્મા સાધકને પાછા સહજભાવે મળી ગયા છે, મોટો રત્નખજાનો જાણે અચાનક પ્રાપ્ત થઈ ગયો છે જે દુનિયા મેં દૂરલભ નેહ, તે મેં પામી પ્રભુની ભેટ આલસુને ઘેર આવી ગંગા, પામ્યો પંથી સખર તુરંગ તિરસે પાયો માનસ તીર, વાદ કરતાં વાધી ભીર ચિતચોરયા સાજનનો સંગ, અચિંત્યો મળ્યો ચઢતે રંગ (૬, ૨-૩) દુનિયામાં દુર્લભ ગણી શકાય એવા પરમાત્માનો મને ભેટો થયો. આળસુને ઘરે ગંગા આવે, પ્રવાસી જનને વેગવાન ઘોડો પ્રાપ્ત થાય અને તરસ્યો માનસરોવરના કિનારાને પામે એવી રીતે ચિત્તચોર પ્રિયજનનો અચાનક જ સંગ થઈ ગયો અને રાગનો રંગ વધ્યો. આથી જ કવિ પરમાત્મા સાથેની પ્રીતિને “અજબ બની રે મેરે અજબ બની' કહી આશ્ચર્ય તરીકે ઓળખાવે છે. પરમાત્માની જગતમાં “વીતરાગ' તરીકેની ઓળખાણ છે. પરંતુ, કવિ વિરોધાભાસ અલંકારની સહાય લઈ પરમાત્માને પ્રશ્ન પૂછે છે કે, તમે આ રાગ-દ્વેષ ન ધારણ કરવા છતાં આ ક્રોધ સમાન યોદ્ધાઓને તમે કેવી રીતે માય વળી જેઓએ તમારી સેવા કરી તેઓને કૃપા કરીને સંસારસાગરથી પાર કેવી રીતે ઉતાર્યા? ક્રોધ સરીખા યોધ, તે તો ખિણમાંહિ મારીઆ રે જે વળી અલ્યા બાંહિ તે તો હેજશું તારિયા રે. * (૭, ૪) પરમાત્માના આવા અપૂર્વ ગુણોને કારણે કવિ પરમાત્મા માટે એક સુંદર રૂપક પ્રયોજે છે, ત્રિભુવનડેમની મુંડી રે, તું તો અમુલખ નંગ ૨. (૧૨, ૨) પરમાત્માના ગુણવૈભવથી આકર્ષિત ભક્ત પોતાની ભક્તિરૂપી ભેટનું પરમાત્માને ધરે છે અને પરમાત્માને “સમકિત રીઝ' કરવાની પ્રાર્થના કરે છે. માહરો મુજરો લ્યોને રાજ, સાહિબ શાંતિ સલુણા અચિરાજીના નંદન તોરે, દરશણ હેતે આયો સમકિત રીઝ કરીને સ્વામી, ભગતિ ભેટશું લાવ્યો (૧૬, ૧) પરમાત્માને વીતરાગી થઈ છૂટી ન જવાનું કહી કવિ પોતાની પર કૃપા કરવાની માંગણી દોહરાવે છે, વળી બાળકભાવે પણ પરમાત્માનો પ્રેમ માંગી લે છે. આમાં કાવ્યત્વની રમ્ય છટા જોવા મળે છે. ૧૬૬ ઃ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ કહેશે લોક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે, પણ બાળક જો બોલી ન જાણે, તો કિમ વહાલો લાગે. (૧૬, ૩) અંતે ભક્તની વિનંતી સ્વીકારી પરમાત્મા ભક્ત પર કૃપા-પ્રકાશ ફેલાવે છે તેનું કવિ સુંદર રૂપકાત્મક આલેખન કરે છે. અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ, મોહ તિમિર હર્યું જુગતે (૧૬, ૫) પરમાત્માનો પ્રકાશ હૃદયમાં પથરાયા બાદ સાધકના જીવનમાં મોહ રૂપી અંધકાર કે કેવી રીતે? સાધકના હૃદયમાંથી અંધકાર ચાલ્યો ગયો છે અને સાધક હવે નિર્મળ હૃદયથી પરમાત્મભક્તિમાં ડૂળ્યો છે, તે નિશ્ચિત પ્રભુગુણ ગાઈ રહ્યો છે. કવિનું આ સ્તવન જૈન આરાધકવર્ગનું અત્યંત પ્રિય અને માનીતું સ્તવન છે. અરનાથ તણા ગુણ ગાસ્યાં જી, દિલરંગે જિનગુણ ગાસ્યાં જી. (૧૮, ૧) આ ગુણગાનની મહેફિલ' કેવી મનોહર છે તેનું રૂપકાત્મક વર્ણન કરતા કહે છે, જિનગુણ સમરણ પાન સોપારી, સમકિત સુખડી ખાસ્યાજી, સમતા સુંદરી સાથે સુરંગી ગોઠડી, અજબ બનાસ્યાંજી.' જે ધૂતારી તૃષ્ણાનારી, તેહર્યું દિલ ન મિલાયાં. . (૧૮, ૧, ૧-૨) પરમાત્મા જોડે આવી પ્રીતિનો રંગ જામ્યો છે, આથી હવે મુક્તિ અત્યંત નિશ્ચિત છે. કારણ કે ગુણવાનનો સંગ નિર્ગુણને પર તારનારો બને છે, એ અંગે દષ્ટાંત આપતાં કહે છે, નિરગુણ પણ બાંહિ રહ્યા સા. ગિરૂઆ છેડે કેમ હો '' વિષધર કાળા કંઠ એ સા રાખે ઈશ્વર જેમ હો. (૨૦, ૩) કાળા વિષધર નાગને પણ શિવજી પોતાને ગળે વળગાડીને રાખે છે. નિર્ગુણનો પણ એક વાર હાથ પકડે તો પછી ગૌરવવંત મહાપુરુષો તેને છોડી દેતા નથી. અહીં શિવજી અને સર્પનું દગંત નિર્ગુણ અને ગુણવાનના સંદર્ભમાં એકદમ બંધ બેસે છે. તો વળી અપૂર્વ આત્મવિશ્વાસપૂર્વક ગાય છે કે, આવી મુજ આંગણે એ, સુરગવી હજ સવાય કે ચિંતામણી મુજ કર ચઢ્ય એ, પાયો ત્રિભુવન રાજ કે (૨૪, ૨) આ સ્તવનચોવીશીમાં ૨૨મું (નેમિનાથ ભગવાનનું સ્તવન રાજુલના આકરા કટાક્ષની દષ્ટિએ નોંધપાત્ર ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૪ ૧૬૭ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ દિલ મેળને કીધી દુશમન ધવો જો, અબળાને બાળી યાદવ મીઠડે જો.’ (૨૨, ૧) રહેશે દુનિયામાંહિ વાત વિદિતી જો, વાહલેજી કીધી છે એહવી રીતડી જો. શું જાણ્યું! વિસરશે કિણ અવતાર જો, તોડી જે યદુનાથે કાચી પ્રીતડી જો. (૨૨, ૩) અંતે નેમિનાથના ધ્યાનમાં ડૂબેલી રાજુલનું નેમિનાથ જોડેનું મોક્ષનગરમાં થયેલું મિલન પણ કવિ સુંદર રીતે વર્ણવે છે. નેમિસરને ધ્યાને રાજુલનારી જો, મેળો તે મનગમતો લહે શિવમંદિર જો. (૨૨, ૫) આ ચોવીશીમાં ભક્તિભાવના અને કાવ્યાત્મકતાના કેટલાક રમ્ય ઉન્મેષો પ્રગટ થયા છે જે કવિની મનોહર સિદ્ધિ છે. ૧૬૮ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી કનકવિજયજી કૃત સ્તવનચોવીશી તપાગચ્છમાં વિજયસેનસૂરિની પરંપરામાં વૃદ્ધિવિજયજીના શિષ્ય કનકવિજયજી થયા હતા. તેમણે સં. ૧૮૭૭માં ઔરંગાબાદમાં ચાતુર્માસમાં આસો સુદ પૂનમના દિવસે આ ચોવીશીની રચના પૂર્ણ કરી છે. આ ચોવીશીમાં પરમાત્મા પ્રત્યેનો પ્રબળ ભક્તિરાગ, હૃદયનો અપૂર્વ ઉલ્લાસ અને નાવીન્યસભર અલંકાર રચનાઓ જોવા મળે છે. કવિને પરમાત્માનાં દર્શન કરવાનું પ્રબળ ખેંચાણ અનુભવાઈ રહ્યું છે. પરમાત્માનું આકર્ષકરૂપ ચિત્તમાં વસ્યું છે. આથી જ કવિ કહે છે કે, અરજ સુણો મુજ સાહિબા ! અલવેસર અરિહંત રિખભજી મુઝ મનડું મોહી રહ્યું. દરસણ તુમ્હ દેખત રિખભજી અરજ સુણો મુજ સાહિબા. (૧, ૧) પરમાત્માના મુખકમળનું દર્શન થતાં જ તેના પ્રબળ આકર્ષણથી મન મોહવશ બની જાય છે. મુજ મન મોહ્યું તુજ મુખમટકઈ, લાગી લાલ ત્રિલોચન લટકઈ રે. જિનજી સુખકારી અનોપમ ત્રિભુવન મોહઈ, સુંદર સુરતિ સોહઈ ૨. નિજી સુખકારી (૩, ૨) આ પરમાત્માનું ત્રિભુવનમોહક સુંદરરૂપ કવિ વધુ વિસ્તારથી વર્ણવે છે. નમિજન રૂપ અબજ બન્યો, અતિ સુંદર મુખ છબિ બરણી ન જાય ત્રિભુવન જોતઈ એહવું, નહીં દસઈ જે દીઠઈ નયણ ઠરાય. મનડું રે જોતિ જગતમાં વિસ્તરી, જોતિ અવર તે રેહી, સહુ એહમાં સમાય. ચંદ્રસુરિજ ગહ જે દિપઈ, તે પણિ લહી જસ અધિક પસાય. (૨૧, ૧-૨) ૧૩. ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૨૫૧થી ૨૭૯ - ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) - ૧૬૯ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માનું રૂપ એવું સુંદર બન્યું છે કે, તેના મુખની છબીને – સુંદરતાને વર્ણવી શકાતી નથી. ત્રણે ભુવનમાં શોધવા છતાં આવું અદ્ભુત રૂપ જોઈ શકાતું નથી. આ સુંદર જ્યોતિ જગતમાં એવી વિસ્તરી છે કે, અન્ય સર્વ જ્યોત આમાં જ સમાઈ જાય છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહો જે દીપે છે, તે સર્વ પણ પરમાત્માની કૃપાને લઈને જ પ્રકાશી રહ્યા છે. આવા અનુપમ રૂપને અન્ય રીતે વર્ણવતાં કહે છે – તુહ લોચન જલજ સમાન, વદન શારદ શશી મહારાજ તુઝ સોહઈ રૂપ અનૂપ, બીજું એહવું નહીં મહારાજ ! તુઝ અભિનવ ગુણ સમુદાય, કહ્યો જાય નહીં મહારાજ તુઝ તેજ ઝિગમગ જોતી તરણિ જિમ લહલઈ મહારાજ ! પરગટ તુહ પરતાપ, દુરિત જેહથી ટલઈ મહારાજ ! (૧૬, ૨-૩) પરમાત્માનું તેજોમય વર્ણન – તારું તેજ સૂર્ય સમાન ઝળહળે છે અને તારા પ્રતાપથી સૌ અનિષ્ટ દૂર થઈ જાય છે, એ વર્ણન આકર્ષક છે. આંખો રૂપી કમળ માટે વાપરેલો જલજ શબ્દ પાણીમાં જન્મેલ). કવિનો સંસ્કૃત ભાષાનો પરિચય દર્શાવે છે. સમગ્ર વર્ણનમાં પ્રયુક્ત પદાવલી ભક્તિભાવસભર અને ગૌરવવંતી છે. આવા અદ્ભુત રૂપવાળા પરમાત્મા પ્રેમના પણ ભંડાર છે, તે તેમની અમૃતમય આંખોથી અનુભવાય છે. લોચન અભિય કચોલડાં હો લાલ વાલા અતિ ઘણા હો જિ હસંત હો લાલ. , (૭, ૩) આવા પરમાત્મા કેવી રીતે હૃદયમાં રહેલા મિથ્યાત્વને દૂર કરી પ્રગટ થાય છે, તે આલેખતા કહે છે, જે રૂપ પુરંદર ગુણ મણિ મંદિર દીપતો સોભાગી છાંડી સહુ છલનઈ, રતિપતિ બલનઈ જીપતો સોભાગી મિથ્યામતિ ભેદી આગમવેદી અભિનવો સોભાગી. . (૨૧, ૨). આ પરમાત્મા રૂપમાં ઇંદ્ર સમાન, ગુણરૂપી રત્નોના મંદિર સમાન, સહુ ભ્રમો દૂર કરનારા, કામદેવના બળને જીતી લેનારા, મિથ્યાત્વના અંધકારને દૂર કરી આગમના (શુદ્ધ શાસ્ત્રોના) નવા તેજ ફેલાવનારા અને સૌભાગ્યવંત છે. આવા પરમાત્માની વાણી પણ અત્યંત મનોહર છે વિમલ વિમલ જિન મધુરી વાણી, આપણી હૃદય મઝારિ માચિઈ મન ધરિ ધ્યાન, રંગ પ્રભુ મુખ દેખી રાચી રહો. (૧૩, ૧) પરમાત્માના મુખમાંથી પ્રગટેલી વાણીને રૂપક અલંકારથી ઓળખાવતાં કહે છે ૧૭૦ જ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ નિરમલ બ્રહ્મ થકી જે પ્રગટી, પરમહંસ જસ વાહ સકલ વિબુધ જનમનમાં માની, છાની નહી જે જગમાંહિ (૧૩, ૨) નિર્મળ પરમાત્માના મુખ રૂપી “બ્રહ્મમાંથી પ્રગટેલી – હોવાથી જિનવાણી પણ સરસ્વતી દેવીની જેમ જ બ્રહ્માપુત્રી છે. આ વાણી પરમહંસ – આત્મતત્ત્વને વાહન બનાવનારી હંસગામિની સરસ્વતી સમી છે, અને સરસ્વતીની જેમ સર્વ બુદ્ધિશાળીઓમાં પ્રિય અને જગતમાં યશસ્વી છે. જિનવાણી અને સરસ્વતીદેવીની એકતા સૂચવતું રૂપક સુંદર અને કવિપ્રતિભાનાં મનોહર ઉન્મેષ દર્શાવનારું છે. વળી કવિ પરમાત્માની વાણીને બીજી પણ સુંદર ઉપમાઓ દ્વારા ઓળખાવે છે, ઘનગંભીર ધીર ધુનિ જેહની, કલિ કલ્મખ દવ નીર ભવ ભય તાપ સંતાપ નિવારણ, શીતલ જેહ પટીર રંગઈ. (૧૩, ૪). મેઘ જેવા ગંભીર ધ્વનિવાળી તેમ જ કલિકાળના દાવાનળને શાંત કરવા શીતળ જળ સમી અને ભવભયના તાપ-સંતાપનું નિવારણ કરવા ચંદન સમી પરમાત્માની વાણી છે. આવું અદ્ભુત કલ્યાણકારી, ભક્તને તારનારું, સહુ સુખ આપનારું રૂપ જોઈ ભક્તના હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રબળ આકર્ષણ ન જાગે તો જ નવાઈ. વળી આ દર્શન ઘણા પુણ્યના યોગે પ્રાપ્ત થયું છે, આ દુર્લભ પરમાત્માનો મેળાપ અનેક યુગોના અંતર બાદ જ થાય છે, માટે જ કવિ કહે છે, ચઉરશી લખયોનિ, ચઉગતિમાં ભમતો લહ્યો જિન નિરૂપમ તુહ દીઘર, મુઝ મનમાં થિર થઈ રહ્યો જિન, - (૧૭, ૩) ચોરાસી લાખ યોનિ અને ચાર ગતિમાં ભટકતા જીવને મહાન પુણ્યના યોગે પરમાત્માના અપૂર્વ દેદારને જોવાનો અવસર મળ્યો, અને આ મહામૂલો અવસર પ્રાપ્ત થતાં ભક્તના હૃદયમાં પરમાત્માનું રૂપ સ્થિર થઈ ગયું. આજ સુધી ભક્ત પોતે પરમાત્માની સેવામાં હાજર ન થઈ શક્યો એ અપરાધની માફી માગતા કહે છે; ચાહ ઘણી ચિત્તમાં હુંતી રે લો, આવવા તુમ્હ પય પાસ રે વાલ્વેસર પણિ અંતરાય તણઈ વશઈ રે લો, નવિ પુગી મન આશ રે વાલ્વેસર ૪, ૩) હવે આવા સમર્થ સ્વામીની પ્રાપ્તિ પછી મન સદા પરમાત્માના ચરણકમળની સેવા ઇચ્છે છે. પ્રભુ પાસે સેવાની યાચના કરતાં કહે છે, મુઝ ચિત્ત તુમ્હ ચરણે વસ્યું, ઉલસ્યું મહારાજ હો! મહિર કરો મુઝ ઉપરઈ, ગિરૂઆ જિનરાજ હો ! આપો ચરણની ચાકરી, તુહે ગરિબ નિવાજ હો ! મામ વધારો માહરી, સારો વછિત કાજ હો! (૧૧, ૩) ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૭૧ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ હે સ્વામી! તમે મને ચરણોની સેવા આપીને મારી કીર્તિમાં વૃદ્ધિ કરો અને મારા મનવાંછિતની સિદ્ધિ કરો. પરમાત્માના પ્રત્યક્ષ-દર્શન-મિલનના ઉલ્લાસને વર્ણવતું ૨૦મું સ્તવન યશોવિજયજીના આવા જ ઉલ્લાસસભર સ્તવનની યાદ અપાવે એવું મનોહર બન્યું છે. પરમાત્મદર્શન બાદ હૃદયનો સંકલ્પ છે. એ સાહિબની સેવના, નવિ મૂકું નિરધાર.' (૨૦, ૫) હૃદય પરમાત્મસેવા માટે તીવ્ર આકર્ષણ અનુભવે છે; ખિણ પણિ રાખ્યું નહિ રહઈ, ખેંચ્યું નવિ ખેંચાય રિખભજી કમલઈ મધુકરની પરઈ, અધિક રહ્યું લલચાય રિખભજી (૧, ૨) ભક્તનું મન ક્ષણ પણ દર્શન વિના રહી શકતું નથી, પાછું ખેંચવા ઈચ્છે તો ખેંચાતું નથી. મન કમળ પર મોહેલા ભમરાની જેમ વધુ અને વધુ લલચાઈ રહ્યું છે. પરમાત્મા માટે મનમાં એવો તે પ્રબળ પ્રીતિનો રંગ અનુભવાયો છે કે, કોઈ રીતે મટે એમ જ નથી. જુગ જો જાઈ કે ઈ વહી, તોહઈ ન મિટઈ જે લાગો રંગ રે. વેધક વિણ જાણઈ નહીં, પ્રીતિ તણો પરસંગ રે. (૧૮, ૨) કેટલાય યુગો વીતી જાય છતાં આ પ્રીતિનો રંગ મટે નહિ. આ પ્રીતિનો પ્રસંગ તો અનુભવનાર વિના કોઈ જાણે નહિ. “ઘાયલ કી ગત ઘાયલ જાને ઓર ન કોઈ મીરાંબાઈએ એના જેવું જ. આ પ્રીતિનો પ્રસંગ ભક્ત કોઈ હિસાબે મૂકવા ઇચ્છતો નથી. આવો લાખેણો સાથી વારે વારે મળતો નથી. પામી સુગુણની ગોઠડી, કહો કિમ કરી મૂકી જાય રે. સુગુણ સાથઈ અણમિલ્યાં, ખિણ ઈક વરસાં સો થાય રે. (૧૮, ૩) પરમાત્મા જેવા સુગુણ સાથી જોડેની ગોઠડીમાં હવે ભક્ત એક પળ-માત્રનો વિલંબ ઇચ્છતો નથી. પરમાત્મા વિનાની એક ક્ષણ પણ ભક્તને સો વર્ષ જેવી આકરી લાગે છે. પરંતુ સેવકના હૃદયમાં શંકા છે કે, પરમાત્મા ગુણવંત હોવા છતાં વીતરાગ છે. તો આ વીતરાગીપણાને લીધે તેમની સેવા નિષ્ફળ તો નહિ જાય ? ઘોડો દોડી દોડી મરઈ, નવિ આઈ હો ! મનમાં અસવાર કઈ ! પ્રેમઈ પતંગ પડઈ સહી, નવિ જાણઈ હો! દીવો નિરધાર કઈ (૯, ૨) ઘોડો દોડી દોડીને મરે પણ સવાર જો મનમાં કાંઈ આણે નહિ તો એવી ઘોડાની દોડ અર્થ વિનાની બની રહે છે. બીજું, પ્રેમના વિશ્વમાં ખાસ કરીને ગઝલમાં) બહુપ્રસિદ્ધ દીવો અને પતંગિયાના રૂપકને લઈ કવિ પૂછે છે કે, પ્રેમમાં પતંગિયું દીવામાં કૂદકો મારે છે, પરંતુ દીવાના હૃદયમાં પતંગિયા માટે કાંઈ પ્રેમ નથી. ૧૭૨ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પણ દીવા જેવા જ વીતરાગ છે, એ તો સેવા કરનારા ભક્ત અને સેવા ન કરનારા કે વિરોધ કરનારા સહુને સમાન જ ગણે છે, તો પછી સેવાનું ફળ કેવી રીતે પ્રાપ્ત થાય? જિમ હું ચાહું તુહનઈ પ્રભુ રે, તિમ તું નવિ ચાહઈ મુઝ રે વાલ્વેસર તું સહુનઈ સરિખા ગણઈ હો લાલ; અંતરગત તુહ વાતડી રે, કિમ કરી જાંણઈ અબુઝ રે ? જે કંચન કાંકર સમ ગિઈ હો લાલ. (૧૦, ૩) ભક્તના હૃદયનો આ ધારદાર પ્રશ્ન છે કે, હું તમારે માટે પ્રાણ પાથરું છું, પરંતુ તમારા હૃદયમાં મારે માટે તેનું સ્થાન છે ખરું ? તમારા અંતરગતની વાત હું સામાન્ય માણસ કેમ કરીને જાણું? તમે તો સુવર્ણ (ભક્તજન) અને કાંકરા વિરોધી) સહુને સમાન ગણો છો. પરંતુ કવિ હૃદયમાં વિશ્વાસ છે કે, આવા ઉત્તમ પરમાત્માનો સંગાથ નિષ્ફળ જવાનો નથી. પોતે પરમાત્માની દીર્ઘકાળ સુધી સેવા કરી છે, તે અવશ્ય ફળદાયી જ બનશે. આ વિશ્વાસે જ પરમાત્માને મધુર-ઉપાલંભ આપતાં કહે છે, ઉત્તમ નર હુંઈ જેહ તે સેવાલ દિઈ, હો લાલ ! તે સેવાલ દિઈ ખાલી ખિજમતી ખોય કઈ અપજશ નવિ લાઈ (૧૪, ૩) સેવા કરનારની માત્ર વાંચના સાંભળી સેવાફળ દીધા વિના અપયશ લેવાનું તમને શોભતું નથી. તો પોતાના મનમંદિરમાં પરમાત્માને વસાવ્યા છે અને છતાં તે પરમાત્મા સર્વજ્ઞ હોવા છતાં, ભક્તના મનની વાત જ જાણતા નથી. એમ કહી પરમાત્માની મીઠી-મજાક પણ કરી લે છે. અમહ મનમંદિરમાં હઈ વસતાં, સું મન વાત ન જાણો ! કૃપા કરી નઈં દરિસણ દઈ, અતિઘણો હઠ નવિ તાણો ! (૧૫, ૨) ભક્તના મનમાં તો દિન-રાત એક જ વાત ઘૂંટાય છે કે હે ભગવાન, કૃપા કરીને દર્શન દો, મારી વધુ આકરી પરીક્ષા ન લો. તેમના માત્ર દર્શનથી તૃપ્તિ થતી નથી. સાધક ઇચ્છે છે કે પરમાત્મા સદા સ્થિર ભાવથી હૃદયમાં વાસ કરે કે જેથી કરી સાધક સર્વ સંપત્તિ પામે. વીતરાગ એવા પરમાત્માનું ધ્યાન સર્વ-સંપત્તિનું દેનારું છે. જોતાં તૃપતિ ન પામી હૈં, આણંદ અતિ ઘણ પરગટ હોય નિત વૃત્તિ મુઝ ઘટમાં વસો, નિરમલરૂપી સાહિબ સોય. (૨૧, ૪) આવા સુગુણ-નિર્મળ પરમાત્મા હૃદયમંદિરમાં વસે તો સાધકને માટે અપૂર્વ-અવસર થાય. આનંદમંગળ પ્રગટે. એટલે જ કવિ કહે છે, મન વચ કાયા થિર કરી, ધરતાં અવિહડ જે જિન ધ્યાન કનકવિજય સુખ સંપદા પામીઈ, પરમ પ્રમોદ નિદાન (૨૧, ૫) - ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૪ ૧૭૩ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ કવિએ નેમિનાથ સ્તવનમાં રાજુલની અનેક સખીઓ વચ્ચેના વાર્તાલાપ દ્વારા રાજુલની વિરહવ્યથાની અભિવ્યક્તિ કરી છે. બીજી સખીના સંવાદમાં નેમિનાથના ન પરણવાના કારણમાં લોકબોલી અને કહેવત દ્વારા ધારદાર રજૂઆત કરી છે. મન માન્યા વિણ વાહ પરણવા આયો માન્યો માન્યો’ કહી જોઈ ન જુડઈ પ્રીતિ, બાંધ્યો કલબીએ ગામ વસઈ નહીં (૨૨, ૫) નેમિનાથનું મન પરણવા માટે માનતું નહોતું, પરંતુ લગ્ન માટે સહમત છે એવી ખોટી જાહેરાત કરી હતી. પરંતુ એવા દબાણથી પ્રીતિ જોડાતી નથી જેમ પરાણે વસાવેલા કણબી ખેડૂતોથી ગામ વસી શકતું નથી, એ જ રીતે આવા દબાણવાળો સંબંધ યોગ્ય રીતે સ્નેહમય રૂપ ધારણ કરી શકતો નથી. કવિએ આ સ્તવનને અંતે સામાન્ય રીતે વર્ણવતાં નેમ-રાજુલના દીક્ષારૂપ મિલનને સ્થળે કેવળ રાજુલ નેમિનાથને મનાવવા ગિરનાર ગઈ એટલો જ ઉલ્લેખ કર્યો છે તે પણ વિલક્ષણ છે. | અંતિમ સ્તવન મહાવીરસ્વામી ભગવાનના નિર્વાણ અને ગૌતમસ્વામીના વિલાપનો સંદર્ભ ગૂંથી રહ્યું છે. આ સ્તવનમાં પણ પરમાત્માના વિરહનું દુઃખ ગૌતમસ્વામીના પાત્ર-માધ્યમે સુંદર રીતે અભિવ્યક્ત થયું છે. ગૌતમસ્વામી, મહાવીરસ્વામીને સંબોધીને કહે છે કે મને વિશ્વાસમાં રાખી સ્નેહ કેમ તોડ્યો? વિશ્વાસઘાત કેમ કર્યો ? હું શું તમારે કેડે લાગી કેવળજ્ઞાનમાં ભાગ માગતો હતો ? તમે આમ બહાનું બતાવી મોક્ષે ચાલ્યા ગયા, તો શું મોક્ષમાં મારે માટે જગા નહોતી ? આવા પ્રસિદ્ધ વિરહવચનોની સાથે જ કવિપ્રતિભાના દ્યોતક મધુર ઉપાલંભ આપતાં કહે છે. મોહ તોડી મુકી જાય રે, પહિલાં જો જાણત એહ તો તુમ્હ સાથઈ એવડો રે, શ્યાનશું કરત સનેહ (૨૪, જી તમે મોહ તોડીને આમ જ મૂકીને ચાલ્યા જવાના છો, એ હું જાણત તો હું તમારી સાથે આટલો સ્નેહ જ કેમ કરત? વળી, મહાવીરસ્વામીએ દેશનામાં અનેક સ્થળે ગોયમ’ ‘ગોયમને ઉદ્દેશી દેશના આપી છે, એ દ્વારા પરમાત્માએ પણ જાણે ગૌતમસ્વામી પ્રત્યે પ્રેમની અભિવ્યક્તિ કરી છે એવું ગૌતમસ્વામી અનુભવે છે. એ સંદર્ભને ધ્યાનમાં લઈ કવિ કહે છે, ગોયમાં ગોયમાં ઈમ કહી રે, બોલાવતા કેઈ વાર ઈણ વેલાઈ તે કિહાં ગયો રે, તખ્ત મન કેરો પ્યાર (૨૪, ૫) આવા અનેક ઉપાલંભોને અંતે ગૌતમસ્વામીએ મોહ રાજાને જીતી કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરી એવા આલેખન સાથે ચોવીશી સમાપ્ત થાય છે. આ ચોવીશીમાં જે વિવિધ લોકગીતોની દેશીઓનો ઉપયોગ કર્યો છે, તે પણ નોંધપાત્ર છે. ઈડર આંબા આંબલી રે, ઈડર દાડિમ દ્રાખ', “કોયલો પરવત ધંધલો રે', થારા મહેલા ઉપરિમેહ ઝરોખઈ વિજલી ૧૭૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ હો લાલ’ ‘આજ હજારી ઢોલો પાહુણો' જેવી દેશીઓનો વ્યાપક ઉપયોગ એ પણ આ ચોવીશીની વિશિષ્ટતા ગણવી રહી. કવિએ પોતાના હૃદયનો પ્રબળ ભક્તિભાવ સમગ્ર ચોવીશીમાં ખૂબ સુંદર રીતે પ્રગટ કર્યો છે. પોતાના હૃદયમાં પ્રગટેલી વિરહ-વ્યથાનું આલેખન મીરાં, યશોવિજયજી કે આનંદવર્ધનજી જેવા સમર્થ કવિઓની યાદ અપાવે એવું થયું છે. ઉપમા, રૂપક જેવા સહજ અર્થાલંકારો અને માધુર્યસભર યમક, પ્રાસ આદિ શબ્દાલંકારો અને માધુર્ય તેમજ પ્રસાદ ગુણથી ઓપતી પદાવલી આ ચોવીશીમાં ઉચ્ચ કાવ્યતત્ત્વનો અનુભવ કરાવે છે. રચનાની ભાષા વિશે વિચાર કરતાં ભેડિ પૂંછિ ભાડવ નદી કુણ ગ્રહી ઉતર્યો પા૨ (૬, ૪) કરારી (૩, ૩) મીનતિ (૧૧, ૫) બાંધ્યો કલંબીએ ગામ વસઈ નહિ (૨૨, ૫) જેવા શબ્દપ્રયોગો અને કહેવતોનો ઉપયોગ પણ નોંધપાત્ર છે. આવી બોલચાલની ભાષાના ઉપયોગને કા૨ણે આ કૃતિનું મધ્યકાલીન ભાષાના અભ્યાસની દૃષ્ટિએ પણ મહત્ત્વ છે. ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) * ૧૭૫ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી જગજીવનજી કૃત સ્તવનચોવીશી વિક્રમનું ૧૯મું શતક ૧૯મા શતકના પ્રારંભમાં થયેલા જગજીવનજી લોકાગચ્છના સાધુ હતા. તેઓ રૂપંજીના શિષ્ય જીતજીના શિષ્ય લઘુવરસિંહના શિષ્ય જસવંતના રૂપાસિંહની પરંપરામાં દામોદર પછી કર્મસિંહ અને પછી અનુક્રમે કેશવજી, તેજસિંહ, કાન્હજી, તુલસીદાસના શિષ્ય જગરૂપના શિષ્ય હતા. તેમની આ ચોવીશી૧૪ દીવ, પોરબંદર જેવા અનેક સ્થળોએ લગભગ ૨૫ વર્ષના સમયગાળામાં લખાઈ છે. તેમના પિતાનું નામ જોઈતા અને માતાનું નામ રતના હતું. ઈ.સ. ૧૭૪૩માં તેઓ પાટ પર આવ્યા હતા. સામાન્ય રીતે કર્તા સમગ્ર ચોવીશીને અંતે કળશમાં ચોવીશીના રચના સાલ સ્થળનો નિર્દેશ કરતાં હોય છે, પરંતુ આ ચોવીશીમાં જુદા જુદા અગિયાર સ્થળે રચના સાલ અને સ્થલનો નિર્દેશ કર્યો છે. વિભિન્ન સ્તવનોના રચનાસાલના ઉલ્લેખને કા૨ણે સમજાય છે કે, લગભગ પચીસ વર્ષના કાળખંડમાં આ ચોવીશી રચાઈ છે. આમ, સમગ્ર ચોવીશીની રચનાપ્રક્રિયાનો આલેખ આ કૃતિમાંથી પ્રાપ્તિ થાય છે, જે વિરલ છે. કવિનું હૃદય પરમાત્મા પ્રત્યે વિલક્ષણ ભક્તિભાવ ધરાવે છે. તેમનું મન પરમાત્માને મળવા અત્યંત વ્યાકુળ થાય છે. મનમોહન મહારાજશું રે પ્રભુ વાલાજી, મુજ મિલવા મનોરથ થાય.' (૨, ૨) પોતાના આવા પ્રબળ આકર્ષણનું કારણ વર્ણવતાં કવિ કહે છે, વિષય વિમન રૂપ વાસીયા રે પ્રભુવાલાજી ! અલિ દીઠા દેવ અનેક જિન લટકાળાજી તુજ વિણ મનમાને નહી હૈ પ્રભુ વાલાજી એહવી ભવભવ મુજ મન ટેક લટકાળાજી. (૨, ૪) ૧૪. ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૫૬૫થી ૫૯૫ સં. અભયસાગરજી ૧૭૬ * ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ વિચિત્ર ભોગલાલસાથી વિરૂપ મન ધરાવનારા એવા અનેક દેવોને મેં જોયા છે, પરંતુ વીતરાગ, તારા જેવો નિર્મળ દેવતા એકે જોયો નથી. માટે, તારા સિવાય અન્ય કોઈ દેવમાં મારું મન માનતું નથી, એવી મારી ભવોભવની પ્રતિજ્ઞા છે. પોતાના હૃદયની વાત કવિ બે દગંતો દ્વારા રજૂ કરે છે, ખીરસાગર વન સ્વાદીઓ રે દધિ લવણ ભુવન ન સુહાય જિ નંદનવન રમ્યા આનંદશું રે, પ્રથિર મન ન કરીર વન થાય જિ. (૨, ૫) ક્ષીરસમુદ્રના અમૃત સમાન જળ પીનારને લવણસમુદ્રનું પાણી ઘરે લાવવાનું કઈ રીતે ગમે? તેમજ નંદનવનમાં આનંદપૂર્વક ક્રીડા કરી હોય એને કેરડાના ઝાડનું વન કેવી રીતે ગમે? પરમાત્માના ચરણોમાં મન દઢપણે વળગ્યું છે, તે પરમાત્મા કેવા ગુણભંડાર છે? અનંત નિર્મલતા તાહરી નિરખી, શાસ્ત્રથકી જિન પરખી. (૬, ૪) પરમાત્મા અનંત નિર્મળતાના ભંડાર છે, એ વાત કવિએ શાસ્ત્રોમાંથી પારખી, તપાસી છે. તો પરમાત્માની ગુણસમૃદ્ધિને વર્ણવતાં કહે છે; ચઉસંપત્તિનો ધારી નિરધારી, સંપત્તિ શિવ તણી હો. કેવલ કમલા વિમલકત, ભગતજનનો ભાતા. સુદાતા જ્ઞાતા લોકને હો. (૧૦, ૨) અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ મોક્ષની સંપત્તિને ધારણ કરનારા, કેવલજ્ઞાનરૂપી વિમલ લક્ષ્મીના પતિ અને ભક્તજનોના બંધુ તેમજ ઉત્તમ પ્રકારનાં દાન દેનારા અને સમગ્ર લોકને જાણનારા હે ભગવાન ! તમે એવા ગુણવંત છો. તો આવા ગુણવંત પરમાત્માનું ધ્યાન પણ સાધકને માટે કેવું ઉપકારક બને છે. તેનું આલેખન કરતાં કહે છે, અનંતગુણી ગુણઆગર, સાગર નાગર નેહશું હો હારા નાથજી ધ્યાનથી ધ્યાનેં પાર્વે સિધ, ધ્યાતા બેયનો કારક, ભયવારક, તારક ભવ તણો હો મારા નાથજી (૧૦, ૩) આ અનંતગુણના ભંડાર સાગર સમાન પરમાત્માનું જેઓ સ્નેહપૂર્વક ધ્યાન કરે છે, તેઓ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. પરમાત્માનું ધ્યાન મોક્ષરૂપ બેયને આપનારું, સર્વ ભયોને દૂર કરનારું અને સાધકને ભવથી તારનારું છે. પરમાત્માના ગુણો એવા તો શક્તિશાળી છે કે, જે સાધકના હૃદયમાં પરમાત્મા વસ્યા હોય તેને આ સંસારસમુદ્રનો ભય રહેતો નથી. આ વિચારને કવિ રૂપક અલંકારથી અભિવ્યક્ત કરે છે; - ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૭૭ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ગુણ ગરુડ તણો રવ સુણિને, દુરિત પનગ ભય નાસજી. સૈન્ય ચતુરવિધિ નાર્વે અરધ, ગંધહસ્તિને પાસે સંભવ સ્વામીજી. (૩, ૫) પ્રભુના ગુણરૂપી ગરુડનો અવાજ સાંભળીને પાપરૂપી સર્પો ડરીને દૂર ચાલ્યા જાય છે. ચાર પ્રકારનું સૈન્ય પણ જેમ ગંધહસ્તીની પાસે આવી શકતું નથી, તેમ પરમાત્માના ગુણો હૃદયમાં વસ્યા હોય તો કોઈ પાપ કે અનિષ્ટ હૃદયમાં પ્રવેશી શકતું નથી. આથી જ કવિ પરમાત્માના ગુણોની સ્તવના કરવા પ્રેરાયા છે. સામાન્ય રીતે કવિઓ કળશમાં પોતાની રચનાનો હેતુ સ્પષ્ટ કરતા હોય છે. પરંતુ કવિ અન્યત્ર પણ પોતાનો હેતુ સ્પષ્ટ કરે છે, વરદ ભગતિ હયડે વસી રે, મુઝ પેખતે પ્રતિપાલ ! વાહ્યો મુજ મન વાલ્હો રે, દેવ સ્તવયો દનદયાળ. (૧૭, જી. પ્રભુ! તારી વરદાન દેનારી સહુ સુખ દેનારી) ભક્તિ હૃદયમાં વસી છે. એને કારણે હે પ્રભુ! તું મારા મનમાં વસ્યો છે. માટે હે જગતના પાલક દીનદયાળ ! તારી હું સ્તવના કરું છું. તો વળી આ સ્તવનાના હેતુરૂપે પોતાની સમ્યકત્વની (શુદ્ધ તત્ત્વદર્શન)ની ઇચ્છાને આલેખતાં કહે છે, આશ કરી આવીયા, જે સમીપ તુઝ તણું દુરિત દરિદ્ર તસ દૂરિ કીધો. મેટિઓ અનાદિનો દૂરિ મિથ્યાતને , સમ્યફ રયણ તેણે દીધો. તેહ જાણી કરી સ્તવનરચના રચી. મનશુદ્ધ ભાવના એહ તેરી. (૧૨, ૨-૩) આમ, કવિ પરમાત્માની સ્તવનાના ગુણકીર્તન અને સમ્યકત્વની પ્રાપ્તિ એવા બે આશયો રજૂ કર્યા છે. કવિએ અનેક સ્થળે પરમાત્માની વાણીની સ્તુતિ કરી છે. કવિએ અગિયારમા સ્તવનમાં મનુષ્યભવની દુર્લભતા વર્ણવી છે. તેમજ વિષમ એવા પાંચમા આરામાં પરમાત્માની વાણી જ પરમ આધારરૂપ છે એમ વાણીની મહત્તાને વર્ણવી છે. સોળમાં સ્તવનમાં વાણીને પરમાત્મારૂપી પર્વતના હૃદય રૂપી સરોવરમાંથી પ્રગટ થનારી વરવાહિની (શ્રેષ્ઠ નદી) તરીકે ઓળખાવે છે. આ નદીથી કૃત (શાસ્ત્ર) રૂપી સમુદ્ર પોષાયો છે. એમ વર્ણવી કવિ પરમાત્મા, વાણી અને શ્રત માટે સુંદર રૂપક અલંકાર પ્રયોજે છે. કવિએ પરમાત્માના એક વચન દ્વારા અનેક જીવોના સંશયને એકસાથે દૂર કરવાના પાણીના ગુણનો પણ ઉલ્લેખ કરેલ છે. ૧૭૮ ર૯ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ કવિનાં કેટલાંક સ્તવનો આનંદઘનજી, દેવચંદ્રજી જેવા સમર્થ પુરોગામી કવિઓનો પ્રભાવ ઝીલી જ્ઞાનપ્રધાન છટા પણ ધારણ કરે છે. કવિનું ચંદ્રપ્રભસ્વામી સ્તવન પણ આનંદઘનજીના ચંદ્રપ્રભસ્વામી સ્તવનની જેમ ભવભ્રમણને વર્ણવે છે. તેમજ આ ભવભ્રમણમાં મહાપુણ્યના યોગે પ્રાપ્ત થયેલા દશ દાંતોથી દુર્લભ મનુષ્યજન્મમાં પ્રાપ્ત થયેલ પરમાત્માને હૃદયગૃહમાં સ્થિર રાખવા કહે છે. પરમાત્મા અને પોતાની વચ્ચે ભેદ દર્શાવતાં કહે છે, પોતાના જીવે કર્મની ઘનતાને કારણે સંસારમાં ભ્રમણ કર્યું અને તેમજ પરમાત્માના આનંદઘનરૂપનું જ્ઞાન પ્રાપ્ત ન કર્યું, તેથી ભવભ્રમણનો અંત ન થયો. નહિતર તું અને હું સમાન જ હોત. નવમાં શ્રી સુવિધિનાથ સ્તવનમાં પરમાત્માની ગુણસંપદાનું વર્ણન પોતાના અંતર-આત્માની ઓળખ માટે છે અને આ ગુણસંપદાનું ધ્યાન શુભ ધર્મ અને શુક્લ ધ્યાનરૂપ છે, એમ કવિ વર્ણવે છે. કવિ ૨૩માં પાર્શ્વનાથ સ્તવનમાં દેવચંદ્રજીના ૨૧મા નમિનાથ સ્તવનનો પ્રભાવ ઝીલી અભિનવ વર્ષનું રૂપક પ્રયોજે છે, જે ઘણે અંશે દેવચંદ્રજીના કાવ્યની અનુકૃતિ જ બની રહે છે. પરંતુ મધ્યકાળમાં આવું સહજ સ્વાભાવિક જ ગણાતું હોવાથી મૌલિકતાના માપદંડનો ઉપયોગ અસ્થાને છે. કવિ પરમાત્માને દેવચંદ્રની જેમ જ પરમ શુદ્ધ નિમિત્ત ગણાવી તેનો જ આદર કરવા, અને બાહ્ય નિમિત્તનો ત્યાગ કરવા કહે છે, શુદ્ધ ધરમ ન જાણે નવિ ઠાણે પરિમાણ જો, વાતલડી વિગતા લીયે જન જન ભોલવ્યા રે લો. જિન પરમ અહિંસક ભાર ( વિના નહિ સિદ્ધિજો બાહ્ય નિમિત્તે રાચી આતિમ રોલર્વે રે લો. (૨૪, ૩) પરમાત્માના પરમ અહિંસક શુદ્ધ ભાવના ધ્યાન વિના સિદ્ધિ નથી, એ સિવાયના બાહ્ય નિમિત્તો આત્માને સંસાર પરિભ્રમણની વૃદ્ધિના કારણ બને છે. આવા પરમાત્માનું ધ્યાન તારક-શક્તિ ધરાવે છે, માટે જ કવિ કહે છે, પતિત પાવન બિરુદ વહો તુમે, પતિત પતે ભવ તારોજી. ધ્યાનારુઢે રે જિનપદ પામશે, તે ઉપગાર તમારો. (૮, ૫) જે સાધક ધ્યાનમાં આરુઢ થઈ જિનપદ પામશે, તેમાં નિશ્ચિતપણે જ તમારો ઉપકાર રહ્યો છે. આમ કવિનાં કેટલાંક સ્તવનો જ્ઞાનપ્રધાન સ્વરૂપને ધારણ કરે છે. કવિની રચના મુખ્યત્વે ભક્તિપ્રધાન છે, પરંતુ ચાર સ્તવનોમાં કવિએ તીર્થકરોના જીવનચરિત્ર ગૂંથ્યા છે. કવિ આદિનાથ ભગવાનના સ્તવનમાં તેમના પૂર્વભવનો (દેવભવનો સંદર્ભ ગૂંથી લેતાં કહે છે, - ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૭૯ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ વિબુધ ભવન સુખ વિલસીનેં, વરદ આઈ જિણંદ અવતરીયા ઇંદ્ર આદેશ થકી સુર ધનદે, ૫ણ નિકેતન ભરિયા.’ (૧, ૩) શ્રી આદિનાથ ભગવાન દેવલોકમાં સુખ ભોગવી નાભિરાજાના ઘરે અવતર્યા, ત્યારે ઇંદ્રના આદેશથી કુબેરદેવે સુવર્ણરત્નો આદિથી પ્રભુના પિતાનો ભંડાર ભરી દીધો. આ પદાવલીઓમાં ભાષાની એક રમ્ય છટા જોવા મળે છે. સમગ્ર સ્તવનમાં આદિનાથ ભગવાનનું જીવનચરિત્ર વર્ણવતાં કવિએ આવા અનેક રમ્ય ઉન્મેષો પ્રગટાવ્યા છે. જગનાયક યૌવન વય જાણી, સુનંદા સુમંગલા રાણી વ્યાહ મઘવા કરી જિનવર વરિયા, સુખ વિલર્સે ગુણખાણી.’ (૧, ૫) પરમાત્માની યૌવન વય જાણી આદિનાથ ભગવાન અવસર્પિણીમાં પ્રથમ હોવાથી તે સમયે લોકો લગ્ન આદિ વ્યવહારમાં અજ્ઞાન હોવાથી ઇંદ્રમહારાજે સુનંદા-સુમંગલા નામની સ્ત્રીઓ જોડે લગ્નમહોત્સવ કર્યો અને ઋષભકુમારે બેય ગુણવાન પત્નીઓ સાથે સુખભોગ ભોગવ્યા. આ જ રીતે સુપાર્શ્વનાથ સ્તવનમાં માતાને આવેલાં ચૌદ સ્વપ્ન વર્ણવતાં તસ ઉરે આવી ઉપના તારકજી, સુપન લહ્યાં દશ-ચ્યાર હો. હંસગમની મૃગલોયણી તારકજી, જઈ વિનવ્યો ભરતાર હો. શ્રીસુ (૭, ૩) ૨૨મા નેમિનાથ સ્તવનમાં કવિ વ્રજભાષાનો વિનિયોગ કરી નેમિનાથ ભગવાનનું ચરિત્ર વર્ણવે છે. શંખ શબ્દ સુણી કંપ્યો મુકુંદા, કોઉ નારાયણ ભર્યો અહંકારી હો રાજ સભાજન તુઝ બલ દેખી, હરિ વિચાર્યો પરણાઉં એક નારી. (૨૨, ૨) અરનાથ સ્તવનમાં પણ કવિએ રસિક શૈલીમાં તેમનું જીવનચરિત્ર વર્ણવ્યું છે. આ સ્તવનોમાં અલંકારમંડિત પદાવલીઓ વડે મનોહ૨ રીતે જીવનચરિત્ર વર્ણવવાની કવિની શક્તિનું દર્શન થાય છે. કવિએ પોતાની રચનામાં ભાવ-ભક્તિને પ્રબળપણે અભિવ્યક્ત કરવા અનેક સ્થળે સુંદર અલંકારરચનાઓ આલેખી છે. પરમાત્માની વાણીની દુર્લભતાને યમક અલંકારમય પદાવલીમાં વર્ણવતાં કહે છે, “મુંઝ પુણ્ય સંજોગે, દુરિત વિજોગેં, તુઝ ગિર પામી લો.’ (૧૩, ૩) તો પરમાત્માનું નામ કેવો તારક મહિમા ધરાવે છે તે પણ યમકમય પદાવલીમાં વર્ણવતાં કહે છે, ૧૮૦ * ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય . For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ભક્તવત્સલ પ્રતિપાલ દયાલ દયા કરી હો. પરમ પાવન તુઝ નામ તારક, જગમાં "તરી હો. (૧૫, ૩) તો પરમાત્મમૂર્તિની અનન્યતા વર્ણવતાં કહે છે, સૌમ્ય સુરતિ જિન તાહરી, દેખી પ્રીતિ ઘનેરી રે લો. શાંતિ સુધારસ સાધતી, નહી તુમિ અનેરી રે લો. (૨૦, ૩) આમ, કવિએ અનેક સ્થળે પોતાના ભક્તિભાવની મનોહર અભિવ્યક્તિ કરી છે. પરમાત્માના ગુણો કવિચિત્તમાં અપૂર્વપણે વસ્યા છે અને જે સાધકના મનમાં આ ગુણો વસશે તેને પણ મોક્ષસુખ સહેલાઈથી પ્રાપ્ત થશે એમ વર્ણવતાં કહે છે, જે જિન ગુણ રાચે મન સાર્ચે મહારાજ જો, તે જનને શિવ સંપત્તિ પ્રાપતિ સોહિલી રે લો. (૨૪, ૪). પરમાત્મા આવા ગુણવંત છે, માટે જ સાધક પોતાને તારવાની ભાવભરી વિનંતી કરે છે, અરજ કરી અઘ ઘન પટ ચલવા, વાયુસમ) સુખનો સાથીજી નિચે નથી રે જે જન જાણયે, હૃદયભિતર નિજ નાથોજી (૮, ૬) પોતાના આત્મા પર જામેલા વિષયવિકાર રૂપી વાદળના આવરણને દૂર કરવા ભક્ત વિનંતી કરે છે. કવિ કહે છે, વાદળ પાછળ સૂર્ય રહેલો છે અને વાયુ દ્વારા વાદળ દૂર થતાં જ સૂર્ય પ્રકાશે. એમ નિશ્ચયનયથી આત્મામાં રહેલી જ્ઞાનાદિક ગુણસંપત્તિને કારણે આત્મા પરમાત્મા જ છે. પરંતુ તેની અનુભૂતિ પરમાત્માના ધ્યાનરૂપી વાયુથી કર્મરૂપી વાદળ થયા પછી હૃદયની અંદર રહેલા પરમાત્માનો પ્રકાશ પ્રગટ થાય, ત્યારે જ થાય. આમ, કવિનો ઊછળતો ભક્તિભાવ સ્તવનોમાં સુંદર રીતે પ્રગટ થાય છે. આ ચોવીશી મુખ્યત્વે ભક્તિપ્રધાન છે, પરંતુ તેના ચાર સ્તવનોમાં તીર્થકરોના ચરિત્ર સંક્ષેપમાં રસમય રીતે ગૂંથ્યા છે, તે ઉપરાંત જ્ઞાનપ્રધાન શૈલીની રીતે કેટલાક શાસ્ત્રીય વિષયો પણ ગૂંથ્યા છે, તે તેની વિશિષ્ટતા ગણી શકાય. આ ઉપરાંત આ ચોવીશીના સ્તવનો નિશ્ચિત ક્રમમાં રચાયા નથી, તેની નોંધ કવિએ સ્તવન અંતે આપેલ સ્થળ, માસ, વર્ષ આદિના ઉલ્લેખથી જણાય છે. ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ સ્તવનની સં. ૧૮૦૬માં, ૧૫. હોડી - ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) * ૧૮૧ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા સંભવનાથ સ્તવનની સં. ૧૮૦૭માં દિવમાં રચના કરી હોવાનો ઉલ્લેખ તેમણે સ્તવનના અંતે કર્યો છે. એ જ પ્રમાણે ઋષભદેવ, સુપાર્શ્વનાથ, કુંથુનાથ સ્તવનની ૧, ૭, ૧૭મા ક્રમની રચના પોરબંદરમાં સં. ૧૮૭૮માં કરી છે. અઢારમું અરનાથ સ્તવન સં. ૧૮૧૦, ૧૯મું મલ્લિનાથ સ્તવન સં. ૧૮૧૪, વસમું અને ચોવીસમું મુનિસુવ્રત અને મહાવીરસ્વામી સ્તવન સં. ૧૮૨૪માં તેમજ ૨૧મું નમિનાથ સ્તવન સં. ૧૮૨૫માં રચ્યાની નોંધ કરી છે. પાછળથી આ ચોવીશે સ્તવનોને સંકલિત કરાયાં છે. આ કારણથી જ કદાચ આમાંનાં છૂટક સ્તવનોની વિભિન્ન હસ્તપ્રતો જોવા મળે છે. તે પણ આ ચોવીશીની રચનાદૃષ્ટિએ નોંધપાત્ર વિશિષ્ટતા ગણાય. કવિની પ્રશિષ્ટભાષા, સુંદર ઉપમા-રૂપક આદિ અર્થાલંકારો અને યમક-વર્ણાનુપ્રાસ આદિ શબ્દાલંકારો તેમજ ભાવમય શૈલી અને શાસ્ત્રીય પદાર્થોના સરળ આલેખનને કારણે આ ચોવીશીનાં સ્તવનો હૃદયસ્પર્શી બન્યાં છે. આમ, ૧૯મા શતકના પૂર્વાર્ધમાં જગજીવન એક પ્રતિભાશાળી વિદ્વાન ચોવીશી સર્જક તરીકે નોંધપાત્ર સ્થાન ધરાવે છે. ૧૮૨ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૫ જ્ઞાનપ્રધાન ચોવીશી સ્વામી ગુણ ઓળખી સ્વામીને જેહ ભજે, દરિસણ શુદ્ધતા તેહ પામે. જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ ઝીપી વસે મુક્તિધામેં - દેવચંદ્રજી ભગતને સ્વર્ગ સ્વર્ગથી અધિકુ જ્ઞાનીને ફળ દેઈ રે. - યશોવિજયજી જ્ઞાનપ્રધાન ચોવીશી એક ૧૮૩ For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રધાન સ્તવનચોવીશી ભક્તિનો સંબંધ મુખ્યત્વે હૃદયની ઊર્મિ સાથે રહ્યો છે. ભક્તિને પરમ પ્રેમરૂપ કે અનુરક્તિ રૂપે કહેવાયેલી છે. જ્ઞાનનો સંબંધ મુખ્યત્વે વિચાર સાથે રહ્યો છે. જ્ઞાન શબ્દમાં મુખ્યત્વે જીવ, જગત અને ઈશ્વર વચ્ચેના સંબંધોની ચર્ચા-વિચારણા તેમજ બ્રહ્મતત્ત્વ વિશેના જ્ઞાનનો સમાવેશ થતો હોય છે. ચોવીશીએ ચોવીસ તીર્થકરોની ભક્તિસભર સ્તવના છે, તો તેમાં જ્ઞાનપ્રધાન એવી ચોવીશી કેવી રીતે સંભવી શકે એવો પ્રશ્ન થાય. કેટલાક ભક્તો અને ભક્તિમાર્ગના મીમાંસકો ભક્તિમાર્ગમાં જ્ઞાનને વર્ય ગણે છે. તેઓની એ માટેની મુખ્ય દલીલ એ છે કે, જ્ઞાનને લીધે માનવીનું મન પાંડિત્યના ભાર નીચે દબાઈ જાય છે. તે શુષ્ક બની જાય છે, પરમાત્મા પ્રત્યેની વિવિધ લાગણીઓ અનુભવવા માટેની હૃદયની સુકુમારતા નષ્ટ થઈ જાય છે. કલાપી જેવા આ કવિની પંક્તિ કદાચ આ માર્ગનો મુદ્રાલેખ છે; ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી જોયું ન જોયું છો બને જો એક યાદી આપની.” નારદે પણ ભક્તિસૂત્રમાં કહ્યું છે; यो वेदानपि संन्यस्यति केवलमविच्छिन्नानुरागं लभते भक्तिसूत्र ॥ ४६ ॥ भक्तिसूत्र ભક્તો હિંદુધર્મ અનુસાર જ્ઞાનના પરમ સ્રોત સમા વેદોનો પણ ત્યાગ કરે, કેવળ અવિચ્છિન્ન-અખંડ પ્રેમની ધારા ધારણ કરે. આ અવિચ્છિન્ન પ્રેમધારા માટે દાંતરૂપે વ્રજ-ગોપી જેવા નિર્દોષ શાસ્ત્રાભ્યાસ રહિત પ્રેમ પર ભાર પણ મૂકે છે. પરંતુ આ બાબતમાં અપવાદ દર્શાવતાં કહે છે; तत्रापि न माहात्म्यज्ञान विस्मृत्वपवाद: ॥ २२ ॥ પરમાત્માના માહાત્મજ્ઞાન વિનાના પ્રેમને તો જાર પુરુષ પ્રત્યેના પ્રેમ તરીકે, પર-પુરુષ સાથેની રતિ તરીકે ઓળખાવે છે. આમ, બધું ભૂલવા છતાંય પરમાત્માના અપૂર્વ ગુણમાહાસ્યનું વિસ્મરણ ભક્તિમાર્ગમાં અપેક્ષિત નથી. આ જ્ઞાન જ ભક્તિમાર્ગનું પરમ સાધન છે. આ જ્ઞાનને લીધે જ ભક્તિ વધુ બળવત્તર બને છે, તેમાં ઊંડાણ ૧. ગુજરાતી ઊર્મિકાવ્યો પૃ. ૫૧ સં. જયંત પાઠક, રમણ પાઠક ૨. નારદ ભક્તિસૂત્ર - જ્ઞાનપ્રધાન ચોવીશી -ક ૧૮૫ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ આવે છે અને વિશેષ ફળ દેનારી બને છે. દેવચંદ્રજી મહારાજે પણ કહ્યું છે; “સ્વામી ગુણ ઓળખી સ્વામીને જેહ ભજે, દરિસણ શુદ્ધતા તેહ પામે.” જરૂ. ૨૪, ૪ દેવચંદ્રજીકૃત ચોવીશી). આમ દર્શનની શુદ્ધિ એટલે કે ભક્તિની નિર્મળતા પરમાત્માના ગુણોના જ્ઞાનથી પ્રગટે છે. પરમાત્માના ગુણોનું જ્ઞાન સાધકને ભક્તિમાર્ગમાં વિશેષ સહાયક બને છે. અન્ય ભક્તિસૂત્રકાર *શાંડિલ્ય પણ આત્મા અને પરમાત્મા ઉભયના જ્ઞાનને ભક્તિમાર્ગમાં આવશ્યક સાધનરૂપે સ્વીકારે છે. પ્રાચીન ઋષિઓમાં આ અંગે વાદ-વિવાદ રહ્યો છે. કેટલાક કેવળ પરમાત્માના ગુણના જ્ઞાનને જ ભક્તિમાર્ગમાં આવશ્યક ગણે છે, તો બાદરાયણ જેવા ભક્તિમાર્ગના આચાર્યો કેવળ આત્માના જ્ઞાનને આવશ્યક ગણે છે. આ સંબંધી વાદવિવાદના નિષ્કર્ષરૂપે કહી શકાય કે, સાધકને પરમાત્મસ્વરૂપની સાચી ઓળખાણ રૂપ જ્ઞાન હોય એ પૂરતું છે. આ જ્ઞાનના પરિણામે પરમાત્માના સકળ કર્મોથી રહિત, નિર્મળ, દર્પણ સમાન અવિકારી શુદ્ધાત્મ સ્વરૂપનું દર્શન થાય છે. આ શુદ્ધાત્મસ્વરૂપના દર્શનને લીધે જેમ દર્પણમાં મોટું જોતાં આપણું મુખ જોઈ શકીએ છીએ એમ શુદ્ધ આત્મા એવા પરમાત્માને જોતાં એટલે કે, આપણે આપણા આત્માને ઓળખી શકીએ છીએ. આત્મસ્વરૂપના જ્ઞાન અને અનુભૂતિમાં પરમાત્મસ્વરૂપનું જ્ઞાન અત્યંત ઉપકારક બને છે. આમ, પરમાત્મસ્વરૂપનું જ્ઞાન ભક્તિમાર્ગમાં અત્યંત આવશ્યક છે, આ જ્ઞાનના પરિણામે સાધક આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ભક્તિનો અપૂર્વ મહિમા કરનાર યશોવિજયજીએ પણ કહ્યું છે; ભગતને સ્વર્ગ સ્વર્ગથી અધિકુ, જ્ઞાનીને ફળ દેઈ રે.” યશોવિજયજી કૃત સ્વ.ચો. પ્રથમ સ્ત. ૧૮, ૩) આમ, ભક્તિ સ્વર્ગના ફળ દેનારી છે, પરંતુ જ્ઞાનયુક્ત ભક્તિ સ્વર્ગથી વિશેષ ફળ દેનારી છે. ભક્તિમાર્ગના આવશ્યક સાધનરૂપે સ્વીકૃત થયેલા પરમાત્મસ્વરૂપ અને આત્મસ્વરૂપના જ્ઞાનના સાયુજ્યથી પરિણમેલી ભક્તિ એ જ્ઞાનપ્રધાન ચોવીશીનો કાવ્યવિષય છે. કેવળ શુષ્ક જ્ઞાન એ જ્ઞાનપ્રધાન ચોવીશીનો જ્ઞાનવિષય નથી. પરંતુ આ પ્રકારનું જ્ઞાન-ભક્તિનું સાયુજ્ય જ ઇષ્ટ છે. આમ, જ્ઞાનપ્રધાન સ્તવનચોવીશી માટે વાસ્તવિક રીતે “જ્ઞાનયુક્ત ભક્તિપ્રધાન સ્તવનચોવીશી' જેવી સંજ્ઞા વાપરવી જોઈએ. પરંતુ “ચોવીશી' શબ્દમાં જ સ્તવન શબ્દ ભક્તિસૂચક હોવાથી કેવળ “જ્ઞાનપ્રધાન સ્તવનચોવીશી' એમ કહેવા માત્રથી જ્ઞાનયુક્ત ભક્તિનું સૂચન થઈ જાય છે, માટે આ “જ્ઞાનપ્રધાન સ્તવનચોવીશી' સંજ્ઞા નિર્ધારિત કરવામાં આવી છે. આ જ્ઞાનના પ્રારંભ સ્રોત રૂપે પણ ભક્તિ રહી છે. પરમાત્માના ગુણો માટેની પ્રીતિ જ તેને ગુણોના જ્ઞાન પ્રાપ્ત કરવા તરફ પ્રેરે છે, તેનો ક્રમ પ્રસ્તુત છે. ૩.શ્રીમદ્ દેવચંદ્ર ભાગ-૨ પૃ. ૪૩૨ ૪.શાંડિલ્ય ભક્તિસૂત્ર - ૨:૧:૫ The Shandilya sutram. With The commentry of svapnesvara – Published by - Sudbindra nath Basu. પ.એજન – ૨:૧:૪ ૬.ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૪૯ સે. અભયસાગરજી. ૧૮૬ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રધાન ચોવીશી ભક્તિથી જ્ઞાનની સફર... ભક્તિયોગની સાધનામાં સાધક દર્શન, વંદન શ્રવણ આદિ વિવિધ રીતે ઉપાસ્ય દેવની ભક્તિ કરે છે. આવી વિવિધ પ્રકારની ભક્તિમાં “ગુણકીર્તન' નામની ભક્તિનો પણ મોટો મહિમા રહ્યો છે. ભક્ત જગત સમક્ષ પરમાત્માના ગુણોની કીર્તિ કરે તે કીર્તન' છે. આ ગુણોનું કીર્તન – મહિમાગાન કરતા ભક્તના હૃદયમાં પરમાત્માના આ ગુણો વિશે ઊંડી જિજ્ઞાસા જાગ્રત થાય છે. તે ગુણોના હાર્દને સમજવા પ્રયત્નશીલ બને છે. ઉપાસ્ય દેવમાં આ ગુણો કેવી રીતે પ્રગટ થયા તે સમજવાનો પ્રયત્ન કરે છે. ઉપાસ્યદેવના ગુણોની બાહ્યસ્વરૂપની ઓળખાણથી આગળ વધી આંતરિક સ્વરૂપની ઓળખાણ પ્રાપ્ત કરે છે. જૈન સિદ્ધાંત અનુસાર પ્રત્યેક આત્મામાં સર્વકર્મોથી મુક્ત સિદ્ધ, બુદ્ધ, નિરંજન નિરાકાર બનવાની ક્ષમતા રહેલી છે. હકીકતમાં, તેનું વાસ્તવિક સ્વરૂપ નિર્મળ જ છે, પરંતુ કર્મોના આવરણે તેના શુદ્ધ સ્વરૂપને ઢાંકી દીધું છે. સાધક પુરુષાર્થ વડે શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે. ઉપાસ્ય તીર્થકરોના ગુણકીર્તન કરતો સાધક તેના ગુણોની ગહનતા જોઈ આશ્ચર્યચકિત થાય છે. તીર્થકરોએ શુદ્ધ સ્વરૂપ સિદ્ધ કર્યું છે અને જગતના સૌ જીવોને શુદ્ધસ્વરૂપ સિદ્ધ કરવાનો માર્ગ દર્શાવી ઉપકાર કરી રહ્યા છે. ભક્ત-કવિ પરમાત્માના ગુણોનું માહાત્મ ગાતો ગાતો આવા અપૂર્વ ગુણોમાં તન્મય બની જાય છે. જેમ કોઈ માનવના હાથમાં અમૂલ્ય રત્ન પ્રાપ્ત થાય, ત્યારે પ્રથમ તો એના દિવ્ય તેજ જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે, ત્યાર બાદ એ વિસ્મયમાંથી જ તેનું મૂલ્ય નક્કી કરવા પુરુષાર્થ કરે છે, અને જ્યારે તેનું અઢળક મૂલ્ય જાણે છે ત્યારે તો એના સ્વામિત્વની પણ ઇચ્છા કરે છે. ત્યાં જ કોઈ રત્નનો જાણકાર ઝવેરી જણાવે છે, તારી પાસે રહેલા સામાન્ય જણાતા ચિંથરામાં ઢાંકેલા પથ્થરમાં પણ આવા જ દિવ્ય, મૂલ્યવાન રત્નો છુપાયા છે, ત્યારે તે હર્ષથી ગાંડોઘેલો બની જાય છે. એ પથ્થરો પરની અશુદ્ધિ દૂર કરવાના, તેના ઘાટ ઘડવાના પુરુષાર્થનો પ્રારંભ કરી દે છે. તે જે રીતે જીવાત્મા પ્રથમ વાર પરમાત્માનાં દર્શન થતાં અપૂર્વ વિસ્મય થાય છે, અને તેના ગુણોને મા જ્ઞાનપ્રધાન ચોવીશી - ૧૮૭ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ જાણવાનો પ્રયત્ન કરે છે. તેના અદ્ભુત ગુણો જોઈ વધુ મોહિત થાય છે, તે જ સમયે કોઈ જાણકાર ગુરુભગવંત ભક્તના દેહરૂપી ચીંથરાની પાછળ રહેલા આત્મામાં પરમાત્માનાં દર્શન કરાવે છે, ત્યારે તો તેની નવાઈનો પાર જ રહેતો નથી. અને એ જીવાત્મા સાધનાના પુરુષાર્થ વડે શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ સ્વીકારે છે. પરમાત્માની ભક્તિપ્રધાન સ્તવનામાં મુખ્યત્વે પરમાત્માનું ગુણમાહાસ્ય રહ્યું હોય છે, ત્યારે જ્ઞાનપ્રધાન સ્તવનામાં પરમાત્માના આંતરિક ગુણોનો વિશદ પરિચય તેમજ પોતાના આત્માના પરમાત્મા સાથેના વાસ્તવિક દૃષ્ટિના સામ્ય અને એકત્વની અનુભૂતિ રહ્યા હોય છે. આ અંગે શાસ્ત્રમાં બકરીના ટોળામાં મોટા થતા સિંહબાળનું દૃગંત પણ પ્રસિદ્ધ છે. એક સિંહણ વનમાં નાનકડા બચ્ચાને મૂકી મરણ પામી. વનમાં ફરતી બકરીએ નાનકડા બચ્ચાને જોયું અને એના હૃદયમાં એ બાળક માટે સ્નેહ સ્ફર્યો તેથી પોતાનાં બચ્ચાઓ જોડે રાખ્યું. ધીમે ધીમે એ બાળક બકરીની વચ્ચે જ મોટું થવા લાગ્યું, અને પોતાની જાતને બકરી જ સમજતું હતું. એક વાર એક સિંહની ગર્જના સાંભળી બધી જ બકરીઓ ભાગી ગઈ. શરૂઆતમાં સિંહનું બચ્ચું પણ ભાગવા માંડ્યું, પરંતુ પોતાના મૂળ જાતિગત સ્વભાવથી તેને ભાગવું ઠીક લાગ્યું નહિ. ત્યાં જ સિંહે આવી એ બાળકને પકડી તળાવના કિનારે ઊભું રાખ્યું. સિંહના બચ્ચાએ પોતાનું વાસ્તવિક સ્વરૂપ ઓળખ્યું અને બકરીપણું છોડી દીધું. સંસારમાં પરિભ્રમણ કરતો આત્મા પોતાને અત્યંત ક્ષુદ્ર ઘેટાં-બકરાં જેવો તુચ્છ પશુ સમજે છે, પરંતુ પોતાના વાસ્તવિક સિંહ સમાન આત્માના અપાર ઐશ્વર્યને જાણતો નથી. જ્યારે સિંહ સમાન પરમાત્મા દિષ્ટિપથ પર આવે છે, ત્યારે જ તેના શુદ્ધ સ્વરૂપ જોઈ આંતરિક સ્વરૂપની જાગૃતિ આવે છે, અને જગતગુરુ સમાન પરમાત્મા આપણને શુદ્ધસ્વરૂપની પૂર્ણ ઓળખાણ કરાવે છે, ત્યારે જ ઐક્યની અનુભૂતિ થાય છે. આવા પરમાત્માનું શુદ્ધ સ્વરૂપનું વર્ણન અને તેની ઉપાસના તે જ જ્ઞાનપ્રધાન સ્તવના છે. દા. ત., દીઠો સુવિધિ જિણંદ, સમાધિ રસ ભર્યો હો લાલ.” ભાસ્યો આત્મસ્વરૂપ, અનાદિનો વિસર્યો હો લાલ. સકલ વિભાવ ઉપાધિ ચકી મન ઓસર્યો હો લાલ. (દેવચંદ્રજીકૃત ચોવીશી ૯, ૧) જ્યારે સાધક પરમાત્મા સાથેના સામ્ય અને ઐક્યનું જ્ઞાન જ નહિ, પણ અમુક અંશે અનુભૂતિની પણ પ્રાપ્તિ કરે છે, ત્યારે તેના અવાજમાં જગતથી અલિપ્ત અવધૂતનો રંગ પ્રગટે છે; “હમ મગન ભયે પ્રભુ ગુણ ધ્યાનમેં, બિસર ગઈ દુવિધાતનમનકી, અચિરા સુત ગુણગાનમેં હરિહર બ્રહ્મ પુરંદર કી ત્રદ્ધિ આવત નહિ કોઈ માનમેં ચિદાનંદકી મોજ મચી હૈ સમતારસકે પાનમેં. ચિદાનંદજી કૃત શાંતિનાથ સ્તવન) આ કારણોસર જ્ઞાનપ્રધાનભક્તિને લક્ષમાં લઈને નવધાભક્તિના પ્રકાર આ રીતે દર્શાવ્યા છે, ૭. શ્રીમદ્ દેવચંદ્ર ભાગ-૨ પૃ. ૧૯૯ ૮. સજ્જન સન્મિત્ર સં. પોપટલાલ કેશવજી દોશી પૃ. ૪૧૦ ૧૮૮ અ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રવન કીરતન ચિંતવન, સેવન વંદન ધ્યાન, લઘુતા સમતા એકતા ભક્તિ પ્રવાન.' અહીં પ્રચલિત શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચના, વંદના, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન જેવી નવધા ભક્તિમાંથી શ્રવણ, કીર્તન, સ્મરણ ચિતન), વંદનનો સ્વીકાર કર્યો છે, ત્યારે અર્ચના, પાદસેવન, દાસ્ય આ ત્રણ પ્રકારોનો “સેવનમાં જ સમાવેશ કર્યો છે. ત્યારે જ્ઞાનપ્રધાનભક્તિને વિશેષ અનુકૂળ આવે એવા ધ્યાન, લઘુતા, સમતા, એકતા જેવા ચાર નવા પ્રકારોનો સમાવેશ કર્યો છે. પરમાત્માની ધ્યાન દ્વારા ભક્તિ દર્શાવી છે, તેમાં તીર્થકરોના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર નિક્ષેપનું ધ્યાનનું મહત્ત્વ રહ્યું છે. તે જ રીતે તીર્થકરોના દ્રવ્ય, ગુણ, પર્યાયના ધ્યાનને પણ પરમાત્મા સાથે એકત્વની અનુભૂતિ દેનારું વર્ણવ્યું છે. તેમજ માનવિજયજી જેવા કવિઓએ પિંડસ્થ તીર્થંકરદેહનું ધ્યાન, પદસ્થ તીર્થકરના નામનું ધ્યાન, રૂપસ્થ તીર્થકરોના સમવસરણસ્થ રૂપનું ધ્યાન અને રૂપાતીત – સિદ્ધાવસ્થાનું ધ્યાન એ રીતે ચારે પ્રકારોને તીર્થંકર ધ્યાનમાં પ્રયોજ્યા છે. તીર્થકરોના નામનું નિક્ષેપ ધ્યાન એટલે ચોવીસ તીર્થકરોના નામોનો જાપ, લોગસ્સસૂત્રનો જાપ કે સર્વ તીર્થકરોના સૂચક – ૩ૐ હ્રીં અહં નમઃ કે નમો અરિહંતાણં જેવા મંત્રોનું ધ્યાન, સ્થાપનાનિશેપનું ધ્યાન એટલે તીર્થકરોની મૂર્તિઓનું ધ્યાન. તેમાં વિવિધ પૃથ્વીલોકનાં તીર્થોમાં તેમ જ સ્વર્ગલોકની મૂર્તિઓનું ધ્યાન. દ્રવ્યનિક્ષેપનું ધ્યાન એટલે (૧) પરમાત્માના પૂર્વભવથી માંડી અવન, જન્મ, જન્માભિષેક, બાલ્યકાળ, વિવાહ, રાજ્યાભિષેક અને દીક્ષા આદિ વિવિધ અવસ્થાઓનું ધ્યાન. (૨) મોક્ષગમન બાદ સિદ્ધશિલામાં બિરાજમાન – નિર્મળ-અષ્ટકમરહિત સિદ્ધસ્વરૂપ પરમાત્માનું ધ્યાન. તીર્થકરોના ભાવનિક્ષેપનું ધ્યાન એટલે સમવસરણમાં બિરાજમાન, કેવળજ્ઞાનને ધારણ કરનારા, આઠ પ્રતિહાર્યો અને ચોત્રીસ અતિશયોની શોભાથી યુક્ત, લોકોત્તર સમૃદ્ધિવાળા, ભવ્ય જીવોને દેશના લઈ ધર્મમાર્ગ દર્શાવનારા એવા તીર્થકરોનું ધ્યાન તે ભાવનિક્ષેપનું ધ્યાન છે. તે જ રીતે, અન્ય રીતે દ્રવ્ય-ગુણ પર્યાયની દર્શાવવામાં આવી છે. દ્રવ્યની રીતિએ ધ્યાન એટલે તીર્થકરના શુદ્ધ આત્મતત્ત્વનું ધ્યાન. ગુણની રીતિએ ધ્યાન એટલે એ શુદ્ધ દ્રવ્યના કેવળજ્ઞાન-કેવળ દર્શન તેમજ અનંત ચારિત્ર આદિ ગુણોનું ધ્યાન તેમજ આઠ પ્રાતિહાર્ય અને ચાર મુખ્ય અતિશય એવા અરિહંતના બાર ગુણો અને વિશ્વાત્સલ્ય જેવા અનેક ગુણોનું ધ્યાન. તેમજ પર્યાયના ધ્યાનમાં તીર્થકર ભગવાનની વિવિધ અવસ્થાઓના ધ્યાનનો સમાવેશ થાય છે. ૯, બનારસીદાસજી કૃત “સમયસારનાટક' સજ્જન સન્મિત્ર પૃ. ૮૦૮ १०. नामाकृति द्रव्यभावे पुनतस्त्रीजगज्जनम् (हेमचंद्राचार्य-सकलार्हत स्तोत्र – श्लोक-२) क्षेत्रे काले च सर्वस्मिनर्हतः समुपास्महे । ૧૧. અરિહંત પદ ધ્યાતો ચક્રો, દબૂહ ગુણ પક્વાયરે, ભેદ છેદ કરી આતમા અરિહંત રૂપે માય રે. નવપદ પૂજા – ઉપાધ્યાય યશોવિજયજી. - જ્ઞાનપ્રધાન ચોવીશી - ૧૮૯ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ આવા વિવિધ પ્રકારે ધ્યાન કરતો સાધક પ્રથમ વ્યવહારનયની ભૂમિકાએ લઘુતાની અનુભૂતિ કરે છે. ક્યાં ગુણસમુદ્ર સમાન પરમાત્મા અને ક્યાં તુચ્છ ખાબોચિયા સમાન હું? આ અનુભૂતિ બાદ શાસ્ત્રોના અવગાહન, ચિંતન, મનન તેમજ પરમાત્મધ્યાન આદિને કારણે સાધકને અનુભવાય છે કે, મારામાં પણ પરમાત્મા જેવું જ આત્મતત્ત્વ વિલસી રહ્યું છે. આ સમાન આત્મતત્ત્વની અનુભૂતિ તે જ સમત્વ-સમતા. અથવા જ્ઞાન-ધ્યાનના વિમર્શને કારણે સાધકના રાગ-દ્વેષ મંદ થતા જગતના સૌ પદાર્થો પ્રત્યે સમત્વની અનુભૂતિ થાય, મનમાંથી કષાયો ક્ષીણ થાય એ “સમતા” અંતે જેમ ઇયળ ભમરીનું સ્વરૂપ ધારણ કરે છે, તેમ સાધક ધ્યાનના પ્રભાવે પરમાત્મા સાથે એકત્વની અનુભૂતિ પ્રાપ્ત કરે છે. આવી સ્થિતિનું વર્ણન કરતા આનંદઘનજી કહે છે; તુજ મુઝ અંતર અંતર ભાંજશે રે, વાજો મંગલ તુર; જીવ સરોવર અતિશય વાધશે રે, આનંદઘન રસપૂર. (આનંદઘન સ્વ.ચો. ૬, ૬) ટૂંકમાં જ્ઞાનપ્રધાન સ્તવનચોવીશીનાં લક્ષણો આ પ્રમાણે નિશ્ચિત કરી શકીએ. (૧) આ સ્તવનચોવીશીમાં જ્ઞાનયુક્ત ભક્તિ હોય છે. (૨) આમાં ભક્તિના બીજા પ્રકારો કરતાં ગુણમાહાત્ય વિશેષ જોવા મળે છે. (૩) આમાં પરમાત્માના ગુણોનું મહિમાગાન હોય છે, પરંતુ આ મહિનામાં ગુણોના દાર્શનિક સ્વરૂપ સમજાવવાનો હેતુ મુખ્યપણે રહ્યો હોય છે. આ કારણોસર સ્તવનમાં જૈનદર્શનના તાત્ત્વિક વિષયો-જ્ઞાનનું સ્વરૂપ, નય, નિક્ષેપ, સ્યાદ્વાર દર્શન, સમ્યકત્વ પ્રાપ્તિનો માર્ગ, આત્મસ્વરૂપનું વર્ણન વગેરે વિષયોનું આ સ્તવનમાં આલેખન થતું હોય છે. આ સ્તવનોમાં ઘણી વાર જૈનદર્શનની સ્યાદ્વાદ શૈલીની રીતે તીર્થંકર ગુણોનું વર્ણન કરવામાં આવે છે. (૪) આ સ્તવનોમાં જૈનદર્શનમાં વર્ણવેલા પ્રીતિ, ભક્તિ અનુષ્ઠાનથી આગળ વધી વચનાનુષ્ઠાન – તીર્થકરોનાં વચન પ્રમાણેના ધમનુચરણ અને અસંગાનુષ્ઠાન – સહજપણે થતા ધમનુચરણ પ્રતિ ગતિ જોવા મળે છે. (૫) આ ચોવીશીને એકબાજુ જૈન તત્ત્વદર્શનની પરંપરા સાથે ગાઢ સંબંધ છે, તો બીજી બાજુ નિર્ગુણ ભક્તિ પરંપરા સાથે પણ સંબંધ છે. કબીર, નાનક આદિથી પ્રેરિત થયેલી સંત પરંપરામાં ‘આત્મતત્ત્વના દર્શન પર વિશેષ ભાર મુકાતો હોય છે. આ સાથે જ આ પરંપરામાં પરમ તત્ત્વની શોધ મુખ્ય બનતી હોય છે, એને લીધે કેટલીક વાર રહસ્યવાદી છાંટ પણ પ્રગટતી હોય છે. આનંદઘનજીના આવા વ્રજ-હિન્દી મિશ્રિત ભાષાનાં પદો તો પ્રસિદ્ધ છે જ, ચોવીશીમાં પણ પરમ-તત્ત્વની શોધનો સૂર અનુભવાય છે. તેમજ પરમ તત્ત્વની અનુભૂતિ પામવા માટે ધ્યાન-આદિ પ્રક્રિયાનું આલેખન પણ જોવા મળે છે. ૧૦ ઃ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ (૬) આ ચોવીશીઓમાં તાત્ત્વિક વિષયોના આલેખનને કારણે સ્તવનનું ઊર્મિકાવ્યસ્વરૂપ કેટલાંક સ્તવનોમાં સહેજ અળપાય છે. એ કેવળ તાત્ત્વિક ચર્ચાનાં કાવ્ય બની જાય છે. સંસ્કૃત કાવ્યસાહિત્યમાં સમંતભદ્રાચાર્ય, સિદ્ધસેન દિવાકર જેવા આચાર્યોની સ્તુતિઓમાં અનેક દાર્શનિક વિષયોને કાવ્યોમાં ગૂંથાયેલા મળે છે. હેમચંદ્રાચાર્યના પ્રસિદ્ધ “વીતરાગસ્તવમાં પણ પરમાત્માના લોકોત્તર ગુણોનું સુંદર રીતે આલેખન થયેલું જોવા મળે છે. મધ્યકાળમાં પાર્જચંદ્રસૂરિની ચોવીશીમાં પણ કેટલાક દાર્શનિક વિષયોનો સ્પર્શ જોઈ શકાય છે. પરંતુ આનંદઘનજીની ચોવીશીમાં તો અનેક દાર્શનિક વિષયોના આલેખને મધ્યકાલીન ગુજરાતી સ્તવન-કવિતા માટે દાર્શનિક વિષયોનો માર્ગ પ્રશસ્ત કર્યો. તે માર્ગે દેવચંદ્રજી, પવિજયજી, વિજયલક્ષ્મીસૂરિ, રત્નવિજયજી, જિનવિજયજી તેમ જ અર્વાચીનકાળમાં બુદ્ધિસાગરસૂરિ જેવા અનેક કવિઓએ પ્રયાણ કર્યું. તેમાંના કેટલીક નોંધપાત્ર સ્તવનચોવીશીકારોનો અભ્યાસ પ્રસ્તુત છે. જ્ઞાનપ્રધાન ચોવીશી ૧૯૧ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજી કૃત સ્તવનચોવીશી આનંદઘનજી એ મધ્યકાલીન જૈનસાહિત્યનું એક અતિશય ગૌરવવંતું નામ છે. તેમના જીવન વિશે વિશેષ પરિચય પ્રાપ્ત થતો નથી. તેમનું મૂળ નામ લાભાનંદ હતું અને મોટે ભાગે તેમણે તપાગચ્છમાં દીક્ષા ધારણ કરી હતી. તેમના વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે. તેમાંની એક – સમય થતાં આનંદઘનજીએ વ્યાખ્યાન ચાલુ કર્યું, ગામના શેઠ મોડા આવ્યા, અને આનંદઘનજીને કહેવા લાગ્યા કે, મારા આવવા પૂર્વે વ્યાખ્યાન કેમ ચાલુ કર્યું ? હું તમને નિયમિત અન્ન-વસ્ત્ર આપું છું અને મારી જ રાહ ન જોઈ? ત્યારે આનંદઘનજી કેવળ એક વસ્ત્ર રાખી અન્ય સર્વ વસ્ત્રો, ઉપાધિ આદિનો ત્યાગ કરી જંગલમાં ચાલ્યા ગયા. આ કથા ખૂબ પ્રચલિત છે, પરંતુ તેને કોઈ આધાર નથી. સંભવ છે કે, આનંદઘનજીની કૃતિઓમાં પ્રગટ થતા પરમ નિઃસ્પૃહ વ્યક્તિત્વથી પ્રેરિત થઈ આ અને આ પ્રકારની અન્ય દંતકથાઓ પ્રચલિત થઈ હોય. કવિની કૃતિઓનો અભ્યાસ કરતાં, એટલું નિશ્ચિતપણે જાણી શકાય છે કે કવિ જૈન દર્શન અને અન્ય દર્શનોના ઊંડા અભ્યાસી હતા, તેમ જ નિર્ગુણ સંતપરંપરા સાથે તેમનું અનુસંધાન હતું. કવિની બાનીમાં પ્રગટ થતો પરમાત્મપ્રાપ્તિ માટેનો ઉચ્ચતર કક્ષાનો નિશ્ચયનય ગર્ભિત આધ્યાત્મિક વિચાર કેટલાક કેવળ વ્યવહારનયપ્રધાન સાધુઓ – શ્રાવકો સમજી ન શકવાથી આનંદઘનજીમાં દોષોનું પણ દર્શન કરતા હશે. પરંતુ યશોવિજયજી જેવા ગુણરૂપ વિદ્વાન પુરુષોએ આનંદઘનજી સાથેના મિલન સમયે આનંદઘનજીની સ્તુતિરૂપ ‘આનંદઘન – અષ્ટપદી' રચી છે. આ અષ્ટપદીમાં આનંદઘનજીની આધ્યાત્મિક ઊંચાઈનો અને યશોવિજયજીના હૃદયમાં રહેલ આનંદઘનજી પ્રત્યેના ભાવભીના આદરની અભિવ્યક્તિ થઈ છે. યશોવિજયજીએ આનંદઘનજીનાં બાવીસ સ્તવનો પર વિવરણ લખ્યું હતું, જે આપણા દુર્ભાગ્યે આજે ઉપલબ્ધ નથી. આનંદઘનજીનો વિહાર મુખ્યત્વે મેડતા આસપાસ રહ્યો હતો અને આજે પણ મેડતામાં ‘આનંદઘનજીનો ઉપાશ્રય' નામે એક ઉપાશ્રય પ્રસિદ્ધ છે. કવિનો સ્વર્ગવાસ પણ મેડતામાં થયો હોવાની સંભાવના છે. કવિની રચનાઓમાં પદો અને સ્તવનો અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કારણ તેમાં આનંદઘનજીએ જૈન તત્ત્વજ્ઞાનનો અર્ક પ્રગટ કર્યો છે. એમની રચનાઓના અપૂર્વ તાત્ત્વિક મૂલ્યથી પ્રેરાઈને તેના રહસ્યમય ૧૨. ભક્તિરસઝરણાં ભાગ-૧ સે. અભયસાગરજી પૃ. ૧થી ૨૭ ૧૯૨૪ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ અર્થ કરવા માટે મધ્યકાળમાં યશોવિજયજી, જ્ઞાનવિમલ સૂરિ અને જ્ઞાનસારજીએ ટબ્ધારૂપે તથા અર્વાચીન કાળમાં પ્રભુદાસ બેચરદાસ પારેખ, ડૉ. કુમારપાળ દેસાઈ આદિ વિદ્વાનોએ વિવરણ-વિવેચનરૂપે રચના કરી છે. આ સહુ વિવરણકારોએ આનંદઘનજીના સ્તવનોના તાત્ત્વિક મૂલ્યને અને ગંભીર અર્થને સમજાવવા પર વિશેષ લક્ષ આપ્યું છે. પ્રભુદાસ પારેખની પ્રમોદા' ટીકામાં કાવ્યના લાલિત્યગુણનો પણ ઉલ્લેખ કર્યો છે. જ્ઞાનસારજી જેમણે મોહનવિજયજી કૃત “ચંદરાજાના રાસ' પર કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ ઉત્તમ વિવરણ કરતી કૃતિ રચી છે, તેમણે આનંદઘનજીની ચોવીશીના કાવ્યગુણને પારખીને એક કુશળ ઝવેરીની દૃષ્ટિએ સ્તવનોના લાલિત્યનો નિર્દેશ કર્યો છે. પોતાની સ્તવનોના અર્થ કરવાની અશક્તિનો નિર્દેશ કરી જ્ઞાનસારજી કહે છે; પર સું કરું? કર્યા વિના રહ્યું ન ગયું. પદોની સુલલિતતા. અર્થ આશય ગૂઢ, અન્ય પદોનો એહવો ન દીઠો તેથી અર્થ કર્યું.” આમ, આનંદઘનજીનાં કાવ્યોના અર્થગાંભીર્યને અને મનોહર લાલિત્યગુણને સર્વ વિવરણકારોએ નવી નવી અર્થછટા અને સૌંદર્ય છટારૂપે અનુભવીને આલેખ્યા છે. સાડત્રીસ વર્ષના દીર્ઘ ચિંતન બાદ વિવરણ લખનાર જ્ઞાનસારજીના શબ્દો સાથે સર્વ લોકો સહેજે સહમત થાય; આશય આનંદઘન તણો, અતિ ગંભિર ઉદાર * બાલક બાંહ પસારી જિમ, કહે ઉદધિ વિસ્તાર કવિએ ભાવ અને ભાષાનું એવું અનુપમ સાયુજ્ય સાધ્યું છે કે, તત્ત્વજ્ઞાનને નિરૂપતાં આ સ્તવનોએ ઉત્તમ કાવ્યરૂપ પણ પ્રાપ્ત કર્યું છે. આનંદઘનજીના સમર્થ વિવરણકાર જ્ઞાનસારજીએ પણ આથી જ ‘આનંદઘન રસકૂપ' કહી આ સ્તવનોને આનંદ અને રસના અખૂટ ભંડાર સમાન કહ્યા છે. કવિની ભાષા અત્યંત ઉજ્વળ અને લાલિત્ય સભર છે. કવિને પોતાનું વક્તવ્ય પ્રગટ કરવા માટે માધુર્ય, ઓજસ અને પ્રસાદ એ ત્રણે ગુણોના સમુચ્ચયવાળી ભાષા પ્રાપ્ત થઈ છે. આથી જ આ ભાષામાં ભક્તહૃદયની કોમળતાને અભિવ્યક્ત કરતું માધુર્ય ફુરે છે તો સાધકની અવિરત આત્મસાધનાની ઓળખાણ કરાવતું ઓજસ પણ પ્રગટ્યું છે અને સાથે જ જીવમાત્ર પ્રત્યે કરુણા અને વાત્સલ્ય ધરાવનાર હિતચિંતકઉપદેશકનો પ્રસાદ ગુણ પણ ફુર્યો છે. કિવિએ પ્રથમ સ્તવનમાં ઋષભદેવ ભગવાનને અંતરતમથી પોતાના પ્રિયતમ તરીકે સ્વીકાર્યા છે. કવિ પરમાત્મા પ્રત્યે અપૂર્વ પ્રેમ ધરાવે છે, પરંતુ આ પ્રેમ દુન્યવી – સાંસારિક પ્રેમથી વિલક્ષણ છે. સંસારના પ્રેમ સાથે નશ્વરતા જોડાયેલી છે. કેટલીક સ્ત્રીઓ એ પ્રેમને અમર માની પતિ પાછળ સતી થવા ઇચ્છે છે, પરંતુ કવિ કહે છે કે, મૃત્યુ પામ્યા બાદ દરેક મનુષ્ય પોતાના કર્મ અનુસાર ગતિ પ્રાપ્ત કરે છે. પ્રિયતમની પાછળ મૃત્વ સ્વીકારવાથી પ્રિયતમ જોડે મિલન શક્ય બનતું નથી. પરમાત્મા જ એવા પ્રિયતમ છે કે તેની પ્રસન્નતા થાય અને આપણી જોડે સંબંધ બંધાય તો આ સંબંધનો ક્યારેય અંત આવતો નથી. ૧૩. ભક્તિગુંજન લે. અભયસાગરજી પૃ. ૩૬ પ્રકા. પ્રાચીન ગ્રુતસંરક્ષક સમિતિ ૧૪. ભક્તિગુંજન પૃ. ૩૭ કપડવંજ. - જ્ઞાનપ્રધાન ચોવીશી ૧૯૩ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ કેટલાક તાપસઆદિ માર્ગના ઉપાસકો પરમાત્માની કૃપા મેળવવા ઘણું તપ કરે છે. અથવા કેટલીક સ્ત્રીઓ પણ પોતાના પ્રિયતમનો પ્રેમ પ્રાપ્ત કરવા વિવિધ વ્રતો-તપશ્ચર્યા આદિ કરે છે. પરંતુ કવિ કહે છે કે, આવી કષ્ટરૂપ તપશ્ચર્યા મેં સ્વીકારી નથી. હું તો પરમાત્મા સાથે ધાતુમેળાપ એટલે કે, પૂર્ણરૂપ એકતા સાધવાની ભાવના ધરાવું છું. આ પરમાત્માની ઉપાસના-પૂજાના ફળરૂપે સાધકનું ચિત્ત પ્રસન્ન થાય છે, તે તેનું મુખ્ય ફળ છે. પરમાત્મા રાગદ્વેષરહિત હોવાથી ઉપાસકની કાર્યસિદ્ધિ લીલામાત્રમાં કરે એ શક્ય નથી. કવિએ પ્રથમ કડીમાં જ પરમાત્મા પ્રત્યે અપૂર્વ સ્નેહભાવને અભિવ્યક્ત કર્યો છે. ઋષભ જિનેસર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કત. રીઝયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. (૧, ૧) આ પંક્તિમાં પુનઃ પુનઃ આવતો “રવર્ણ અને કંત સાથે “અનંત'નો પ્રાસ ભક્ત હૃદયના પ્રભુ પ્રત્યેના અપાર ભક્તિભાવરૂપ શૃંગારને મધુર રીતે અભિવ્યક્ત કરે છે, સાથે જ એક વાર સંબંધ સ્થપાયા બાદ તૂટવાનો નથી, તેની ગૌરવાન્વિત ઉદ્ઘોષણા સાધક હૃદયના વીરત્વ-ઓજસને પ્રગટ કરે છે. એક વાર પરમાત્મા હૃદયમાં બિરાજમાન થાય તો આ સંબંધ અખંડ જ બની રહે એવી પ્રીતિપૂર્ણ પ્રતીતિથી પરમ પ્રીતિયોગથી આ ચોવીશીનો પ્રારંભ થાય છે. બીજી કડીમાં આવતા ‘ઘાય” અને “હાય” જેવા પ્રાસ લૌકિક સંબંધની આકુળતા-વ્યાકુળતામય રીતિ આલેખે છે. તો પાંચમી કડીમાં “લ” ધ્વનિઘટકનું પુનરાવર્તન અપૂર્વ માધુર્ય ઉત્પન્ન કરે છે. બીજા સ્તવનમાં પ્રિયતમરૂપે સ્વીકારેલા પરમાત્માની શોધ આલેખવામાં આવી છે. પરમાત્માનો માર્ગ દિવ્ય હોવાથી સ્થૂળ ચર્મચક્ષુ દ્વારા જોઈ શકાતો નથી. એ માર્ગે પરંપરાનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે, પરંતુ અનેક મતભેદોને કારણે શુદ્ધ પરંપરા પામવી મુશ્કેલ છે. જાણે આંધળા પાછળ આંધળો જતો હોય એવી સ્થિતિ પ્રવર્તે છે. તર્ક અને વાદ પરંપરાઓ એવી જટિલ માયાજાળ સમાન છે કે, તેના આધારે પરમાત્માના માર્ગનું દર્શન કરવું અતિશય કઠિન છે. આવા વિષય સમયે પુનઃ કાળલબ્ધિની એટલે કે ઉત્તમ સમય આવે તેની રાહ જોવાની રહે અને ત્યાં સુધી પરમાત્માનો મત જેવો સમજણમાં આવ્યો છે તે જ આધારરૂપ ગણી લેવો રહે. આ સ્તવનના પ્રારંભે જ કવિએ મનોહર શ્લેષ અલંકાર ગૂંચ્યો છે; પંથડો નિહાળું રે બીજા જિન તણો રે, અજિત અજિત ગુણધામ. જે તે જિત્યા રે, તેણે હું જીતિયો પુરુષ કિયું મુજ નામ. બીજા તીર્થંકર અજિતનાથ કોઈથી જિતાય એવા નથી અને અનેક ગુણોના ધામ છે. બીજી પંક્તિમાં આ ભાવનો વિસ્તાર કરતા કહે છે, હે અજિત ! જે આંતરશત્રુઓને તમે જીત્યા છે, તેના વડે હું જ જિતાયો છું, મારું આંતરિક વિતર્ય ક્યાં છે? આથી મારે માટે પુરુષ' એવું નામ ધારણ કરવાનો કોઈ અર્થ નથી, ૧૪ એ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ જગતમાં સાચું પુરુષત્વ કેવળ આપનું જ છે. કવિએ અંતિમ પંક્તિમાં મનોહર વર્ણાનુપ્રાસ અલંકાર દ્વારા પોતાની આશા અભિવ્યક્ત કરી છે. “તે જન જીવે રે જિનજી જાણજો, આનંદઘન મત અંબ.' ત્રીજા સ્તવનમાં કવિ પરમાત્માની સેવાનું રહસ્ય દર્શાવે છે. કવિએ સેવાની પ્રથમ ભૂમિકા માટે ત્રણ ગુણો આવશ્યક ગણ્યા છે. ‘અભય, અદ્વેષ, અખેદ' કારણ કે, ભય, દ્વેષ અને ખેદ સાધકને સેવામાં આગળ વધવા દેતા નથી. કવિ ભયની વ્યાખ્યા કરતાં તેને ચિત્તની ચંચળતા, વિચારોની અસ્થિરતા તરીકે ઓળખાવે છે. પરમાત્માની સેવા-ઉપાસના કરનારનું મન અસ્થિર હોય તો યોગ્ય ફળની પ્રાપ્તિ થતી નથી. એ જ રીતે દ્વેષ એટલે “અરોચક ભાવ. સેવામાં રુચિ ન હોય તો પણ સેવા સફળ થતી નથી. પરમાત્મા અને તેની ઉપાસનામાં ઉત્કટ રુચિ હોવી જોઈએ. કેટલાક ઉપાસકો રુચિવાળા હોય છે, પરંતુ થોડો સમય ઉપાસના કર્યા બાદ કંટાળતા હોય છે આવો ખેદ નામનો દોષ પણ ન હોવો જોઈએ. આમ, અભય, અદ્વેષ અને અખેદ ગુણો વડે પ્રથમ ભૂમિકા સ્થિર થયા બાદ જ સાધક સાધનામાર્ગમાં આગળ વધી શકે છે. આ ગુણોની પ્રાપ્તિના સાધનોનો નિર્દેશ કરતાં કવિ ચરમ પુદ્ગલ પરાવર્તન અને વ્યવસ્થિતિપરિપાકનો ઉલ્લેખ કરે છે, તેમ જ પાપનો નાશ કરનારા સાધુ ભગવંતોનો પરિચય અને ઉત્તમ આધ્યાત્મિક ગ્રંથોના શ્રવણ, મનનનો મહિમા કરે છે. - કવિએ પ્રથમ કડીમાં “અભય, અદ્વેષ, અખેદ એમ કહી વર્ણાનુપ્રાસ અલંકાર તો સાચવ્યો જ છે, સાથે જ ક્રમશઃ ચઢતા ક્રમની વર્ણસંકલનાના આયોજન દ્વારા સાધનાની ઉન્નત ગતિનું પણ સૂચન કર્યું છે. કવિ પરમાત્મા માટે એક વિશેષણ પ્રયોજે છે “આનંદઘન રસરૂપ’ એમાં પરમાત્મા પ્રત્યે કવિના હૃદયમાં રહેલું અપૂર્વ આકર્ષણ અને ભાવની ભીનાશ અભિવ્યક્ત થાય છે. ચોથા સ્તવનમાં પરમાત્મદર્શનની દુર્લભતા વર્ણવી છે. ત્રીજા સ્તવનમાં કવિએ સેવાની દુર્લભતા વર્ણવી હતી, આ સ્તવનમાં એ પરમાત્માનું દર્શન પણ કેવું દુર્લભ છે, તે વર્ણવે છે. કવિએ દર્શન શબ્દ દ્વારા સમ્યગુદર્શનનો મહિમા કર્યો છે. જૈનધર્મને ઉપાસનારા વિવિધ ગચ્છો, સંપ્રદાયો આદિ પણ પોતાનો જ મત સાચો છે એવો દઢાગ્રહ સેવે છે. પરંતુ સામાન્ય મનુષ્યો માટે પરમાત્માનું દર્શન દુર્લભ છે. જેની આંતરદૃષ્ટિ ઊઘડી નથી અને વધારામાં મતાગ્રહોથી કુંઠિત થયેલા છે તે લોકો પરમાત્માનું દર્શન પામતા નથી. કવિ આ માટે એક સુંદર ઉપમા પ્રયોજે છે; મદમેં ઘેર્યો અંધો કિમ કરે, રવિ શશિ રૂપ વિલેખ. (૪, ૨) પરમાત્મદર્શન પામવા માટે નયવાદની સમજણ જોઈએ, પરંતુ તે અતિશય કઠિન છે. આગમો દ્વારા પણ સમ્યગુદર્શનની સમજણ પ્રાપ્ત થઈ શકે, પરંતુ આગમનને સમજાવનાર કોઈ ગુરુ નથી. પરમાત્મા અને સાધકની વચ્ચે ઘાતિકર્મરૂપ પર્વતો આડા આવે છે. જગતના સામાન્ય મનુષ્યો આ દિવ્ય તૃષાને સમજી શકતા નથી અને સાધકની દશા રણમાં તરસ્યા ભટકતા રોઝ જેવી થાય છે. સાધકને ઇચ્છા તો છે સમ્યગુદર્શનરૂપ અમૃત પાનની, પરંતુ તેને ભાગ્યે એકાંતદર્શનરૂપ વિષપાન જ તેની સમક્ષ આવે છે. એટલે - - જ્ઞાનપ્રધાન ચોવીશી ૧૫ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ સાધકને તૃપ્તિ થતી નથી. પાંચમા સ્તવનમાં કવિ પરમાત્મદર્શનની પ્રાપ્તિ માટે સમર્પણનો માર્ગ દર્શાવે છે. પરમાત્માના ચરણોમાં આત્મનિવેદન કરવું એ એક ઉત્કૃષ્ટ પ્રકારની ભક્તિ છે અને પરમાત્મા સાથે અભેદ સાધવાનો રાજમાર્ગ છે. કવિ પરમાત્માના દર્પણ જેવા નિર્મળ ચરણોમાં આત્મસમર્પણ કરવાનું કહે છે. આત્માના ત્રણ પ્રકારો છે; બાહ્ય પ્રવૃત્તિમાં રાચતો આત્મા તે બહિરાત્મા, જે અંતરંગમાં પ્રવેશે અને બાહ્ય પ્રવૃત્તિનો સાક્ષી બને તે અંતરાત્મા અને સર્વ ઉપાધિઓને છોડી સ્વ. સ્વભાવમાં સ્થિર થયેલ, અનેક ગુણોને ધારણ કરનાર તે પરમાત્મા. જે બહિરાત્માનો ત્યાગ કરી અંતર-આત્મામાં પ્રવેશે અને પરમાત્મસ્વરૂપ સાથે તન્મયતા સાધે તે જ સાચું આત્મસમર્પણ છે. કવિએ આ સ્તવનની પ્રથમ પંક્તિમાં જ મનોહર યમક અલંકાર યોજ્યો છે; સુમતિ ચરણકજ આતમ અરપણા, દરપણ જેમ અવિકાર.' યમક અલંકારની સાથે જ ‘રકારના પુનરાવર્તનને કારણે આ પંક્તિ અત્યંત હૃદયસ્પર્શી બની છે, અને યોગ્ય કંઠો દ્વારા ગવાય ત્યારે સમર્પણના ભાવને સુચારુરૂપે અભિવ્યક્ત કરે છે. ' કવિએ છઠ્ઠા સ્તવનમાં જીવ બહિરાત્મા રહ્યો અને પરમાત્મા વિશુદ્ધદશાને પામ્યા તેનું કારણ દર્શાવ્યું છે. પરમાત્મા અને જીવ વચ્ચે જે ભેદ છે તે કર્મના આવરણને કારણે છે. આ કર્મના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ આદિ અપેક્ષાએ મુખ્ય અને ગૌણ એવા ઘણા ભેદો પડે છે. જ્યાં સુધી જીવ આ કર્મ સાથે જોડાયેલો રહે છે, ત્યાં સુધી સંસારી કહેવાય છે. કર્મોના પ્રવેશની પ્રક્રિયા “આશ્રવ કહેવાય છે અને રોકવાની પ્રક્રિયા સંવર' કહેવાય છે. તેઓ અનુક્રમે હેય-ઉપાદેય છોડવાયોગ્ય ગ્રહણ કરવા યોગ્ય) છે. પંડિતજનો ગ્રંથોને આધારે કહે છે કે, જીવે રાગ-દ્વેષ-મમત્વ આદિ ચીકાશને કારણે કર્મોને ગ્રહણ કર્યા છે અને ગુણકરણ દ્વારા અંતર દૂર કરી શકાય. ગુણકરણ એટલે ગુણોનો વિકાસ કરવો. સાધક પોતે ગુણકરણ માટે તત્પર થયો છે અને આશા છે કે, હવે અંતર દૂર થશે અને પરમાત્મા સાથે મિલન થશે. આ મિલનને કાવ્યાત્મક રીતે વર્ણવતાં કહે છે; તુજ મુજ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલદૂર જીવ સરોવર અતિશય વધશે રે, આનંદઘન રસપૂર. (૬, ૬). સાધક અને પરમાત્મા વચ્ચેનું હૃદયનું આંતરિક અંતર દૂર થઈ જશે, અને "મંગળ તુરી ( દિવ્યવાદ્ય) વાગશે અને આત્મારૂપી સરોવર આનંદરૂપી ઘનના રસ વડે (આત્મસ્વરૂપના અનુભવ વડે) વૃદ્ધિ પામશે. જીવ શિવના મિલનનું આ મનોહર ચિત્ર કવિએ હૃદયના ઉલ્લાસથી આલેખ્યું છે. કવિની આ મનોહર આલેખનરીતિને કારણે આ તત્ત્વજ્ઞાનપ્રધાન કાવ્ય પણ અંતે કાવ્યતત્ત્વના આલ્હાદક છાંટણા જેવો અનુભવ કરાવે છે. કવિએ સાતમાં સ્તવનમાં પરમાત્મા જોડે એકતા સાધવા માટે ગુણકરણનો માર્ગ દર્શાવ્યો છે તે માટે ૧૫. મંગળ તુરી એ સાધનાના પરિણામે પ્રગટ થતા “અનાહત નાદનો સૂચક છે. ૧૯૬ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય : For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ગુણો જેનામાં પૂર્ણપણે વિકસિત છે એવા પરમાત્માની ગુણવાચક નામો દ્વારા સ્તવના કરી છે. - કવિ પરમાત્માને સુખ-સંપત્તિના હેતુ સ્વરૂપ તરીકે ઓળખાવે છે, સાથે જ શાંતરસના સમુદ્ર અને સંસારરૂપી સમુદ્રમાં સેતુ રૂપે ઓળખાવે છે. કવિ તેમની કલ્યાણકારી શંકર, જગતના ઈશ્વર જગદીશ્વર, રાગ-દ્વેષ જીતનાર જિન, દેવપૂજ્ય અહંત, તીર્થ સ્થાપનાર તીર્થકર, લક્ષ્યાતીત અલખ, નિરંજન, વાત્સલ્યમય, વીતરાગ, અઢાર દોષરહિત એવા વિવિધ નામો દ્વારા સ્તવના કરે છે. કવિએ એક કડીમાં મનોહર વર્ણાનુપ્રાસ અલંકારમાં પરમાત્મનામો ગૂંથ્યાં છે; પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન. પરમ પદારથ પરમેષ્ઠિ, પરમદેવ પરમાન.' (૭, ૬) આવાં વિવિધ નામોની સ્તવનાને અંતે કવિ આ નામો પર “અનુભવગમ્ય વિચાર મનન-ચિંતન કરવાનું સૂચવે છે. આઠમા સ્તવનમાં કવિ આવા ગુણ-ગણ ભંડાર પરમાત્માના પ્રત્યક્ષ દર્શનની અભિલાષા અભિવ્યક્ત કરે છે. જીવ જ્યારે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આદિ એકેન્દ્રિય અવસ્થામાં હતો, તેમજ બેઇંદ્રિય તેઈન્દ્રિયમાં હતો ત્યારે પણ આંખના અભાવે દર્શન ન થયાં. ચતુરિન્દ્રિયમાં આંખ આવી પણ મન ન હોવાથી દર્શન ન પામ્યો. પંચેન્દ્રિયમાં દેવ-નારકી અનાર્ય દેશ આદિ અવસ્થામાં મન હોવા છતાં સમજણ ન હોવાથી પરમાત્માનાં દર્શન દુર્લભ જ રહ્યાં. હવે આર્યદેશ આદિ ઉત્તમ સંયોગો પ્રાપ્ત થવાથી દર્શનની અનુકૂળતા થઈ છે, તેથી હવે મન દર્શન માટે વ્યાકુળ બન્યું છે. કવિની આ વ્યાકુળતા આંતરા રૂપે પુનઃ પુનઃ ઘૂંટાતી પ્રથમ પંક્તિ દેખણ દે રે સખી અને દેખણદે માં અનુભવાય છે. કવિ અનેક ભવો બાદ પ્રાપ્ત થયેલ આ રત્ન સમાન પરમાત્માની પૂર્ણ સમર્પિત ભવે યોગાવંચક) સેવા કરવાનું કહે છે, જેથી ફળાવંશકયોગની પ્રાપ્તિ થાય, એટલે કે સેવાનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય. નવમા સ્તવનમાં કવિએ દુર્લભ રત્ન સમા પરમાત્માની બાહ્ય અને અત્યંતર રીતે સેવા-ઉપાસના કરવાનો વિધિ દર્શાવેલ છે. કવિ હૃદયમાં ઉલ્લાસ ધારણ કરી બાહ્ય-અત્યંતર શુદ્ધિપૂર્વક દેરાસરમાં પૂજા માટે જવાનું કહે છે. કવિ દેરાસરમાં જાળવવાના વિધિરૂપે દશ-ત્રિક અને પાંચ અભિગમ સાચવવાનું જણાવે છે. આ સર્વ વિધિ ચિત્તની એકાગ્રતાની સિદ્ધિ માટે જાળવવાની છે. પૂજાના પ્રથમ ચરણમાં સાધકે પરમાત્માની ઉત્તમ ધૂપ, દીપ, નૈવેદ્ય, ગંધ, ફળ, જળ આદિ દ્રવ્યો વડે પૂજા કરીને પછી બીજા ચરણમાં ભાવપૂજા કરવાનું કહ્યું છે. આ પૂજાના ફળ કવિ મનોહર યમક અલંકાર દ્વારા વર્ણવે છે; એહનું ફલ હોય ભેદ સૂણીએ, અનંતર ને પરંપર રે. આજ્ઞાપાલન ચિત્ત પ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર રે. કવિ ત્યાર બાદ ઉત્કૃષ્ટ પૂજારૂપે પરમાત્મા જોડે એકીકરણરૂપ પ્રતિપત્તિપૂજાનો મહિમા કરે છે. જ્ઞાનપ્રધાન ચોવીશી એક ૧૯૭ For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ દસમા સ્તવનમાં કવિ પરમાત્માની ભાવપૂજારૂપે પરમાત્માના બહુપરિમાણી ગુણોની ઓળખાણ આપી સ્તવના કરે છે. એક અર્થમાં આ સ્તવન જૈનદર્શનની સ્યાદ્વાદ શૈલીએ ૫રમાત્માના ગુણોને ઓળખાવે છે. પરમાત્મામાં સર્વજનોનું કલ્યાણ કરવા રૂપ કરુણા છે, તો કર્મસમૂહને નષ્ટ કરવાની તીક્ષ્ણતા છે અને સમગ્ર સંસારથી અલિપ્તતાનો ભાવ ધારણ કરતી ઉદાસીનતા છે. કવિ આ ગુણો વર્ણવતાં કહે છે; શીતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહે રે. કરુણા કોમળતા તીક્ષ્ણતા, ઉદાસીનતા સોહે રે.’ કવિએ ‘લલિત ત્રિભંગી’ શબ્દ પ્રયોજી અને તેનો વિવિધ ભંગી' સાથે મનોહર યમક અલંકાર દ્વારા આ ચિંતનપ્રધાન કાવ્યનો ભાવસભર-મનમોહક પ્રારંભ કર્યો છે. કવિએ ૫રમાત્માની યોગી, ભોગી, ન યોગીન ભોગી, નિગ્રંથતા, ત્રિભુવનપ્રભુતા, ન નિગ્રંથતા – ન ત્રિભુવનપ્રભુતા જેવી ગુણોની ત્રિભંગીઓ આલેખી છે. આ સર્વને સમજવા જૈન દર્શનના વિશેષ પરિચયની આવશ્યકતા રહે છે. સમજાતાં આ ચિંતનપ્રધાન કાવ્યનું મનોહ૨ અર્થગાંભીર્ય અનુભવાય છે. બ. ક. ઠાકોરે જેને ‘નારિકેલ પાક’ જેવી સમજવામાં અઘરી પણ સમજાયા બાદ અનેક અર્થો વડે મનોહર એવી વિચારપ્રધાન કવિતા કહેલ તેનું આ ઉદાહરણ ગણી શકાય. અગિયારમા સ્તવનમાં કવિ અધ્યાત્મના વિવિધ રૂપો (નિક્ષેપ)નો પરિચય આપે છે. કવિ નામધારી અધ્યાત્મસાધકો, દેખાવ કરનારા દ્રવ્ય સાધકો અને ‘અધ્યાત્મ’ એવી કેવળ સ્થાપના કરનાર સર્વને છોડી . ‘ભાવ-અધ્યાત્મ’નો મહિમા કરે છે. બારમા વાસુપૂજ્યસ્વામી સ્તવનમાં શુદ્ધ ચેતનને બરાબર ઓળખી પુદ્દગલો સાથેના ક્ષણિક સંબંધો છોડવાનું જણાવે છે. આત્માના વાસ્તવિક સ્વરૂપને યથાર્થપણે વળગી રહેવાથી જ આત્માનંદ માણી શકાય છે. જે યથાર્થપણે આત્મજ્ઞાની છે, તે જ ભાવ-શ્રમણ છે, બીજા શ્રમણ વેશને ધારણ કરનારા દ્રવ્યલિંગી છે. આમ કહેવા દ્વારા કવિ આત્મજ્ઞાનની મહત્તા કરે છે. કવિએ સૂત્રાત્મક રીતે શ્રમણની વ્યાખ્યા કરી છે; આતમજ્ઞાની તે શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે.’ આવાં ટંકશાળી વચનોને કારણે જ જ્ઞાનસારજી આનંદઘનજીના સ્તવનોને નગદ સુવર્ણ જેવાં ગણાવે છે. ૧૩મા સ્તવનમાં હૃદયના ભક્તિભાવની ઉત્ક્રુત સરવાણીઓ વહે છે. જ્ઞાનસારજીએ બાલાવબોધના પ્રસ્તાવનાના દુહાઓમાં આ સ્તવનોને ‘રસકૂપ’ તરીકે ઓળખાવ્યા છે, પરંતુ આ ૧૩મું સ્તવન વાંચતાં તો આ સ્તવન જાણે રસનો અપૂર્વ ધોધ હોય તેવો અનુભવ થાય છે. કાવ્યનો પ્રારંભ જ હૃદયના ભક્તિરસની અપૂર્વ અભિવ્યક્તિ સાથે થાય છે. દર્શન માટે તડપતો સાધક પરમાત્માનાં દર્શન થતાં જ આનંદથી ગદ્ગદ વાણીએ ઉચ્ચારે છે; દુઃખ દોહગ દૂરે ટળ્યા રે, સુખ સંપદશું ભેટ. ધીંગ ધણી માથે કીયા રે, કુણ નરગંજે ખેટ. વિમલ જિન, દીઠા લોયણ આજ, મારા સિદ્ધયા વાંછિત કાજ. (૧૩, ૧) ૧૯૮ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ સાધકનો પરમાત્મદર્શનથી પ્રગટેલો આત્મવિશ્વાસનો રણકો આ કડીમાં સંભળાય છે. પરમાત્માનાં દર્શન થતાં સર્વ દુઃખ-દારિય દૂર થઈ ગયા અને શમ, દમ, ધર્મ રુચિ અને પ્રબળ-પ્રીતિરૂપી સુખસંપદાની પ્રાપ્તિ થઈ. આજે વિમલનાથ ભગવાનનાં દર્શન થયાં. તેમના જેવા સમર્થ સ્વામી માથે હોય તો આ દુનિયાનો કયો માનવ ભક્તને હરાવી શકે? પરમાત્માના વિમળ' નામ પર શ્લેષ-અલંકાર રચતાં કહે છે; પરમાત્માના ચરણકમળમાં લક્ષ્મી વસી છે, કારણ કે ચરણકમળ નિર્મળ અને સ્થિર છે. જગતનાં બીજાં સર્વ કમળોને મલિન અને અસ્થિર જોઈ તે સર્વ કમળોને લક્ષ્મીજીએ તુચ્છ ગણી છોડી દીધાં છે. ચરણકમળ કમળા વસે રે, નિરમલ થિરપદ દેખ સમલ અથિર પદ પરહરી રે, પંકજ પામર પેખ. (૧૩, ૩) આ પંક્તિમાં કમળા – લક્ષ્મીનો વ્યવહારિક અર્થ લક્ષ્મી લેતાં પરમાત્માના ચરણકમળમાં સુવર્ણના નવકમળરૂપે લક્ષ્મી વસે છે, તેનો અર્થ પણ બંધ બેસે છે, અને પારમાર્થિક દૃષ્ટિએ વિચારતાં લક્ષ્મી એટલે કેવળજ્ઞાનરૂપ લક્ષ્મી પરમાત્માના નિર્મળ ચારિત્ર પર મુગ્ધ થઈ પરમાત્માની સેવામાં સ્થિર-વાસ કરી રહી છે. આ કાવ્યપંક્તિના મનોહર કાવ્યત્વ વિશે શ્રી પ્રભુદાસ પારેખ કહે છે; “આ કડીમાં શ્રી આનંદઘનજી મહારાજે મહાન કવિને છાજે તેવી કલ્પના કરીને કાવ્યચમત્કારથી ભરપૂર ઉત્તમ પ્રકારની કવિતાનો ગુજરાતી ભાષામાં સુંદર નમૂનો આપ્યો છે.” - કમલ; કમલા પામર પંકજ નિર્મળ-સમળ સ્થિર પદ – અસ્થિર પદ વગેરે શબ્દોની પસંદગી પણ બહુ જ રસ ઉમેરે છે; શબ્દથી અને અર્થથી એમ બંને રીતે સુંદર કાવ્યનો એક નમૂનો છે, ઉપમા, ઉàક્ષા, રૂપક વગેરે ઘણા અલંકારોનો અહીં સુમેળ સધાયો છે.” - જેમ લક્ષ્મી સ્થિર રીતે પરમાત્માના ચરણકમળોમાં વસી છે, એ જ રીતે ભક્તનું હૃદય પણ પરમાત્માના ચરણકમળમાં વસ્યું છે, આથી જગતના અન્ય ઐશ્વર્યવંત બાબતો મેરુપર્વત, ઇંદ્ર, ચંદ્ર કે નાગેન્દ્રને પણ સાધક રંક ગણે છે. ત્યાર પછી આવતી ભક્તહૃદયની પરમ શરણાગતિની અભિવ્યક્તિ કરતી પંક્તિઓ હૃદયના ઉત્કટ ભાવને આલેખે છે. “સાહિબ સમરથ તું ધણી રે, પામ્યો પરમ ઉદાર. મન વિશરામી વાલહો રે, આતમચો આધાર.” (૧૩, ૪) કવિ પરમાત્માને મનના વિશ્રામ અને આત્માના આધાર તરીકે ઓળખાવે છે, આ કડીનું શબ્દરચનાનું માધુર્ય જ આપણને પુલકિત કરી દે એવું છે. પરમાત્માના દર્શન થયા બાદ મનમાં અશ્રદ્ધા, અવિશ્વાસ આદિ અનેક સંશયો રહ્યા હોય તો તે ટકતા ૧૬. શ્રી આનંદઘન ચોવીશી – પ્રમોદા વિવેચનાયુક્ત બીજી આવૃત્તિ પ્રકાશક – શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા પૃ. ૧૯૬. - જ્ઞાનપ્રધાન ચોવીશી ૯ ૧૯૯ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ નથી. પરમાત્માની નિર્મળ મુખમુદ્રામાં જ સાધકના સર્વ સંશયોને દૂર કરવાની શક્તિ રહી હોય છે. આ અંગે દાંત આપતા કવિ કહે છે કે, દીન કર – કર ભર પસતા રે, અંધકાર પ્રતિષેધ.' (૧૩, ૫) દિનકર સૂર્યનાં કિરણોનો સમૂહ ફેલાય પછી અંધકાર કેવી રીતે સંભવે ? કવિએ આ પંક્તિમાં કરેલી યમક અલંકારની રચના પણ નોંધપાત્ર છે. કવિ પરમાત્માના પ્રત્યક્ષ દર્શનના આનંદને વર્ણવતાં કહે છે, અમીયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે હોય શાંત સુધારસે રે ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. હે પરમાત્મા ! તારી મૂર્તિ અમૃતમાંથી બની છે. આ મૂર્તિ એવી અદ્ભુત છે કે જેને માટે કોઈ ઉપમા આપી શકાય નહિ. પરમ શાંતિ સુધારસને ઝીલતી આ મૂર્તિને જોતાં જ રહેવાનું મન થાય છે. એને જોતાં તૃપ્તિ થતી જ નથી, બસ હૃદયમાં તેને જોવાની એક દિવ્ય પિપાસા જાગે છે. આ પંક્તિઓ ભક્તહૃદયની અપૂર્વ પરમાત્મપ્રીતિની–પરમ અનુરાગની જાણે દ્યોતક બની રહે છે. આ પંક્તિઓ અંગે શ્રી પ્રભુદાસ પારેખનું વિવેચન અત્યંત માર્મિક છે; “માટે “ઉપમા ન ઘટે કોય” આ કડીમાં ગોઠવાયેલો એકેએક શબ્દ ભક્તહૃદયને હચમચાવવાને પૂરેપૂરો સમર્થ છે. તેમાંય નિરખત તૃપ્તિ ન હોય એ શબ્દો બોલતાં બોલતાં તે શબ્દો ભક્તના હૃદયને ઉછાળ્યા વિના રહે તેમ નથી. એવી ખૂબીથી શબ્દો વપરાયા છે અને કવિશ્રીને પણ બરાબર જોઈતા શબ્દો મળી જ ગયા છે, એ વળી બીજી ખૂબી છે. ઘટતા શબ્દો કવીન્દ્રોના ચરણમાં જ હાજર થાય છે.” પરમાત્માની આવી ભાવવિભોર સ્તુતિ કર્યા બાદ અંતે સેવક પરમાત્માને વિનંતી કરે છે કે, “હે આનંદઘનરૂપ પરમાત્મા, મને આપના ચરણોની સેવા આપો, આ સેવકની આટલી વિનંતી સ્વીકારો.” સમગ્ર સ્તવન અપૂર્વ ભાવોલ્લાસના ફુવારા સમું છે. પ્રથમ સ્તવનથી પ્રારંભાયેલો પ્રીતિયોગ અહીં ભક્તિયોગનું રૂપ ધારણ કરે છે. ત્રીજા સ્તવનમાં જો કદાચિત સેવક યાચના' હતી, તે હવે અહીં ભક્તિના બળથી કેળવાયેલા આત્મવિશ્વાસને કારણે – એક અરજ સેવક તણી રે, અવધારો જિનદેવ, કૃપા કરી મુજ કિજીયે રે, આનંદઘન પદ સેવ.' ભાવભરી સ્પષ્ટ યાચના બનીને આવે છે. કવિતા તો લાગણીનો ઉલ્ફર્ત ધોધ હોય છે. એ કાવ્યવ્યાખ્યા આ કાવ્યમાં સાર્થ બને છે. જે વાંચતાં આપણને ખરેખર લાગણીના ઉસ્કુર્ત ધોધનો અનુભવ થાય છે. ૧૭. આ પંક્તિના સમાન ભાવ માટે જુઓ ભક્તામર સ્તોત્ર શ્લોક-૨૨ ૧૮. પ્રમોદા વિવેચના બીજી આવૃત્તિ પૃ. ૨૦૦ ૨૦૦ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ આ સ્તવન વિશે પ્રભુદાસભાઈ કહે છે; ૧૯“કાવ્યચમત્કારની દૃષ્ટિએ વિચાર કરતાં શ્રી સિદ્ધસેન દિવાકરાચાર્ય અને શ્રી સમન્નુભદ્રાચાર્ય કૃત સંસ્કૃત ભાષામાંની અલૌકિક સ્તુતિના નમૂનાઓનો સ્પષ્ટ ભાસ ગુજરાતી ભાષાની આ સ્તુતિમાં થતો અનુભવી શકાય છે.” આમ, આ સ્તવન જ્ઞાનયોગી આનંદઘનજીના હૃદયમાં રહેલા અપૂર્વ ભક્તિભાવને યથાર્થપણે ઓળખાવનાર બને છે. શ્રી અનંતનાથ સ્તવનના પ્રારંભે કવિ વ્યતિરેક અને દાંત અલંકાર દ્વારા પરમાત્મસેવારૂપ ચારિત્રપાલનની કઠિનતા દર્શાવે છે. ધાર તલવારની સોહિલી દોહિલી ચૌદમા જિન તણી ચરણસેવા. ધાર પર નાચતા દેખ બાજીગર સેવના ધાર પર ન રહે દેવા. તલવારની ધાર પર ચાલવા કરતાં પણ ચૌદમા જિનની સેવા કરવી દુષ્કર છે. તલવારની ધાર પર તો નટ-બાજીગરો પણ ચાલી શકે છે, પરંતુ ચારિત્રપાલન તો દેવતાઓ પણ કરી શકતા નથી. કેટલાક લોકો વિવિધ ક્રિયાઓ કરી પરમાત્માની સેવા કરે છે, પરંતુ તેનું યોગ્ય પરિણામ મેળવી શકતા નથી. તેનું કારણ હૃદયમાં રહેલી સાંસારિક એષણાઓ છે. પાંચમા આરા (કળિકાળ)ની વિષમ પરિસ્થિતિને લીધે અનેક સાધુઓ પોતાના ગચ્છ આદિના મમત્વમાં પડ્યા છે, શુદ્ધ તત્ત્વની વાત ક્યાંય સંભળાતી નથી. પોતપોતાના મતના પોષણ માટે લોકો આગમસૂત્ર વિરુદ્ધ બોલતા પણ અચકાતા નથી. આવાં વચન બોલનારાઓ પોતે તો ડૂબે છે, બીજાઓને પણ ડુબાડનાર થાય છે. તેમની સર્વ ધર્મક્રિયાઓ પણ છાર પરના લીંપણ જેવી નિરર્થક બને છે. આ સ્તવનમાં સમકાલીન પરિસ્થિતિ પ્રત્યેનો કવિનો આક્રોશ અનુભવાય છે. આનંદઘનજી સહુ સાધકોને શુદ્ધ વ્યવહાર માટે માર્ગદર્શક સિદ્ધાંત આપે છે; પાપ નહીં ઉત્સુત્ર ભાષણ જિસ્યો, ધર્મ નહિ કોઈ જગસૂત્ર સરખો.” ધર્મનાથ સ્તવનમાં કવિએ ધર્મ શબ્દ પર શ્લેષ કરી ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે. કવિએ ૧૪ સ્તવન સુધી મુખ્યરૂપે ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગને કેન્દ્રમાં રાખ્યા છે, આ સ્તવનથી સામર્થ્યયોગરૂપ ધર્મની ભૂમિકાનું વર્ણન પ્રારંભાય છે. કવિ સ્તવનના પ્રારંભે જ પરમાત્મા પ્રત્યેના નિશ્ચયાત્મક ભક્તિભાવની અભિવ્યક્તિ કરે છે. ધર્મ જિનેશ્વર ગાઉં રંગશું, ભંગ મ પડજો હો પ્રીત જિનેશ્વર. બીજા મનમંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત જિનેશ્વર. આ સંસારમાં સૌ મનુષ્યો ધમ ધર્મ કરતા ફરે છે, પરંતુ મનુષ્યો ધર્મનો મર્મ જાણતા નથી, પરંતુ ધર્મનાથ ભગવાનની હૃદયપૂર્વક સેવા કરનાર કર્મ બાંધતો નથી. સદ્ગુરુ પાસેથી પ્રવચનરૂપી અંજન આંજે ૧૯. શ્રી આનંદધન ચોવીશી પ્રમોદા વિવેચનાયુક્ત બીજી આવૃત્તિ – પૃ. ૨૦૧ મારા જ્ઞાનપ્રધાન ચોવીશી - ૨૦૧ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ તો હૃદયમાં રહેલ પરમનિધાન સમાન આત્માનું પરમાત્મસ્વરૂપ ઓળખાય. સદ્દગુરુનો યોગ અને પરમાત્મા પ્રત્યેનો પ્રબળ પ્રેમ હોય ત્યારે જ આ પરમાત્મસ્વરૂપને ઓળખી 9.કાય, એ બે વસ્તુઓ વિના મન ઘણું દોડે, પણ કશું પ્રાપ્ત થતું નથી. પરમાત્માની જ્યોતિ વડે જ આત્મામાં રહેલ જ્યોતિનો અનુભવ થાય છે અને આવી જ્યોતિનો અનુભવ કરનાર મહામુનિઓ પોતાની આંતરિક અનુભવ સમૃદ્ધિને લીધે રત્નમય પર્વત જેવા બન્યા છે અને તેમની પાવન ઉપસ્થિતિને કારણે તેમની નગરી, માતા, પિતા, કુળ, વંશ આદિ સર્વ ધન્ય છે. કવિએ શાંતિનાથ સ્તવનમાં શાંતિ' શબ્દ પર શ્લેષ કરી શાંતિનું સ્વરૂપ સમજાવેલ છે. કવિએ આ કાવ્યમાં સાધક અને પરમાત્મા વચ્ચે સંવાદ યોજી આખા સ્તવનને તાત્ત્વિક ચર્ચાના સ્તવનરૂપે જીવંત બનાવ્યું છે. સાધક પરમાત્માને શાંતિસ્વરૂપ પૂછે છે, ત્યારે પરમાત્મા સાધકને આવા પ્રશ્ન માટે ધન્યવાદ આપે છે. આ જગતમાં સામાન્ય રીતે જીવમાત્ર ભૌતિક સુખની લાલસા અને પ્રવૃત્તિનો વિસ્તાર ઇચ્છે છે, પરંતુ આંતરિક વિકાસ પામેલો સાચો સાધક સર્વ કર્મોથી નિવૃત્તિરૂપ પરમ શાંતિની ઝંખના કરે છે. પરમાત્મા શાંતિના પ્રથમ ઉપાયરૂપે નવ તત્ત્વ, છ દ્રવ્ય આદિ શાસ્ત્રાવચનમાં શ્રદ્ધા ધારણ કરવાનું કહે છે. બીજા ઉપાય રૂપે આ શાસ્ત્રોને યથાર્થરૂપે સમજવા માટે આગમોને જાણનારા, શુદ્ધ પરંપરાવાળા અને ઉજ્વળ અનુભવના આધાર સમા ગુરુને સ્વીકારવાનું કહે છે. સાધક પોતાના જીવનમાં એવા ગુરુનો યોગ પામી, તેમનું આલંબન સ્વીકારે અને પોતાની સર્વ તામસિક વૃત્તિઓ છોડીને સાત્ત્વિક જીવનરીતિઓ ધારણ કરે. તો, સાધનામાર્ગમાં આગળ વધતો સાધક ક્રમશ: વધુ અને વધુ શુદ્ધ ધર્મ સ્વીકારી પરમ સમભાવની સ્થિતિને પામે. શાંતિના ઉપાય તરીકે અહીં શાસ્ત્રોમાં વર્ણવાયેલ સામર્થ્યયોગનું વર્ણન કરેલ છે. માન-અપમાનને સમાન ગણે તેમ જ સોનું કે પથ્થર, વંદન કરનાર કે નિંદા કરનાર સહુ કોઈને સમાન ગણે. એટલું જ નહિ મોક્ષ અને સંસારને પણ આ સાધક સમાન ગણે. કારણ કે સંસારનું કારણ પણ મનુષ્યનું મન છે. મનની ચિત્ર-વિચિત્ર ઇચ્છાઓને કારણે જ સંસાર સંસાર રૂપ છે. જ્યારે સર્વ પ્રકારની ઈચ્છાઓને ત્યાગ કરે, સર્વત્ર સમભાવનો અનુભવ કરે ત્યારે સંસાર અને મોક્ષ વચ્ચે પણ ભેદ જણાતો નથી. આ સ્થિતિ ગીતાના કુટસ્થયોગમાં વર્ણવેલા વિદેહ-જીવનમુક્ત મહાત્માને મળતી આવે એવી છે. આ પરમ-સમભાવ સંસારસાગરમાંથી પાર ઉતારનાર છે. આપણા આત્માના શુદ્ધ ભાવમાં સ્થિર થવું અને અન્ય સહુ પરિવાર, પદાર્થ, દેહ આદિને માત્ર સંયોગથી પ્રાપ્ત થયેલી વસ્તુ માની લે એવી આત્મસ્વભાવમાં સ્થિરતાને તીર્થકરો શાંતિના પરમ ઉપાય તરીકે વર્ણવે છે. આ શાંતિના દિવ્ય સ્વરૂપને પરમાત્મ મુખે સાંભળીને સાધક ધન્યતાનો અનુભવ કરે છે અને પરમાત્મા દ્વારા સંસારસાગર પાર કરવાનો માર્ગ પામી પોતાની ધન્યતા વર્ણવતાં કહે છે; અહો ! અહો! હું મુજને કહું નમો મુજ નમો મુજ રે. અમીત ફળ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે.” આવા અપૂર્વ-ઐશ્વર્યવંત ફળના દાનથી સાધક પોતાની અંદર રહેલી પ્રભુતાને ઓળખનાર બન્યો છે. આ પ્રભુતાનાં દર્શનથી ધન્ય થયેલ સાધક પોતાની અંદર રહેલ પરમ તત્ત્વને નમસ્કાર કરે છે. આ શાસ્ત્રાભ્યાસ, સદ્ગુરુયોગ, ઉત્તમ આચાર અને તેના પરિણામરૂપે સર્વત્ર સમભાવ રૂપ શાંતિનું સ્વરૂપ આ સ્તવનમાં કવિએ સંક્ષેપથી વર્ણવ્યું છે, તેને અન્ય શાસ્ત્રોમાં વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવ્યું છે. ૨૦૨ - ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ આ શાંતિસ્વરૂપને હૃદયમાં ભાવનાર સાધક સિદ્ધ પદને પામનાર થશે. આ સ્તવનમાં અનેક તાત્ત્વિક વિષયોનું આલેખન થયેલું હોવા છતાં સંવાદની શૈલીને લીધે સ્તવન ભાવકને ગ્રાહ્ય બને છે. સ્તવનને અંતે આવતા સાધકના ભાવનાસભર પ્રત્યુત્તરને લીધે આ સંવાદ કૃત્રિમ પ્રશ્નોત્તર રૂપે ન રહેતાં એક જીવંત સંવાદકાવ્યનું રૂપ ધારણ કરે છે. સત્તરમા સ્તવનમાં કવિ પરમ શાંતિની પ્રાપ્તિમાં અંતરાયરૂપ બનતાં મનની ઉપર વિજય મેળવવા માટે પ્રાર્થના કરે છે. આ મનની ચંચળ ગતિને કારણે મને રાત-દિવસ, આકાશ-પાતાળ, જનપદોમાં અને નિર્જન સ્થળે સર્વત્ર ફરતું રહે છે. એની પ્રબળ ગતિને રોકવાનો પ્રયત્ન કરવામાં જ્ઞાની અને ધ્યાની પુરુષો પણ સફળ થતા નથી. તેમના સાધનાના સર્વ પ્રયત્નો આ વૈરી મન નિષ્ફળ કરી દે છે. આગમના જાણકાર એવા મુનિ ભગવંતો પણ આ મનને પૂર્ણપણે વશ કરી શકતા નથી. કવિ કહે છે કે, આ મનને ઠગ કહું તો એ ઇરાદાપૂર્વક કોઈને છેતરતું નથી અને આવા લીલામય વ્યવહારને કારણે શાહુકાર પણ કહી શકાય એમ નથી. ‘મન’ માટે ગુજરાતી ભાષામાં નપુંસકલિંગનો પ્રયોગ થાય છે, પરંતુ એ સર્વ પુરુષોને જીતી લે એવું બળવાન છે. આવા બળવાન મનને જે જીતી લે છે, તેણે સર્વને જીત્યા છે, એ વાત યથાર્થ છે. કવિએ આગમગ્રંથોને આધારે નિર્ણય કર્યો છે કે, આ મનને જીતનારા પુરુષ પરમાત્મા જ છે. કવિ પરમાત્મા સાથે એક મીઠી રમત કરતાં કહે છે કે, તમે મારા મનને જીતી દો, તો જ હું માનીશ કે તમે ખરેખર મનને જીત્યું. આમ, આ કાવ્યમાં મન જીતવાનો ઉપાય પણ પરોક્ષ રીતે દર્શાવે છે કે, પરમાત્મા સમાન મન જીતનારા મહાપુરુષોના ચરણકમળની સેવા જ મનને જીતવામાં સહાયભૂત બને છે. આ સ્તવનમાં રાજસ્થાની ભાષાની છાંટ અને બોલાતી ભાષાની અસર વિશેષ પ્રમાણમાં અનુભવાય છે. કાલો ભૂખંના અર્થમાં), ઠેલે, ઝેલે, સાલો જેવા શબ્દો અને “સાપ ખાયને મુખડું થોથું જેવી કહેવતના ઉપયોગને કારણે આ સ્તવનની ભાષા વિશિષ્ટ બની છે. “સાપ ખાય ને મુખડું થોથુંમાં સાપ શબ્દથી અજગરનો સંદર્ભ સૂચવ્યો હોય તેમ જણાય છે. અજગર ભક્ષ્ય પદાર્થોને સીધેસીધો ગળી જતો હોવાથી તેનું મોઢું સ્વાદના અનુભવ વિનાનું જ રહે છે. અઢારમું અરનાથે સ્તવન આત્મતત્ત્વના ગહન રહસ્યને દર્શાવે છે. આ સ્તવન પણ સંવાદની રીતિથી પ્રારંભાય છે. સાધક ધર્મના પરમ-રહસ્ય વિશે પ્રશ્ન પૂછે છે, એના ઉત્તરમાં પરમાત્મા સ્વ-સ્વભાવમાં સ્થિર રહેવું એ સ્વધર્મ છે અને જ્યાં પર સ્વભાવની છાયા પડે છે તે પર-સ્વભાવ છે એમ સમજાવે છે. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણો પણ આત્માના પર્યાય છે. જેમ સૂર્યનો ઉદય થતાં તારા-નક્ષત્ર-ગ્રહો-ચંદ્ર આદિ સર્વ જ્યોતિ સૂર્યપ્રકાશમાં સમાવેશ પામે છે, એ જ રીતે શુદ્ધ આત્મતત્ત્વના દિવ્ય પ્રકાશમાં આત્માના ગુણોનો પ્રકાશ સમાવેશ પામે છે. આ અંગે બીજા દષ્યત દ્વારા સમજાવતાં કહે છે, સુવર્ણના ભારી, પીળા, ચીકણા આદિ અનેક ગુણરૂપ પર્યાયો છે, પરંતુ એ પર્યાયમાં દષ્ટિ ન લઈ જતાં, તેના ‘સુવર્ણતત્ત્વને જ કેન્દ્રમાં રાખવું જોઈએ. આત્માના પણ દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણોને કારણે અનેક સ્વરૂપ થાય છે, પરંતુ એ ગુણોની પર્યાયદષ્ટિને પણ સાધનાની ઉચ્ચતર ભૂમિકાએ છોડી દઈ કેવળ શુદ્ધ આત્મતત્ત્વ પર લક્ષ્ય કેન્દ્રિત કરવાનું છે. વ્યવહાર નયની દૃષ્ટિએ આ લક્ષ્યને પામી શકાતું નથી, પરંતુ શુદ્ધપારમાર્થિક - જ્ઞાનપ્રધાન ચોવીશી ૨૦૩ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયનયની દૃષ્ટિએ જ આ લક્ષ્ય સિદ્ધ કરી શકાય. પરમાત્માએ દર્શાવેલ આ પરમધર્મનું સ્વરૂપ સમજીને ભક્ત કહે છે કે, હે પ્રભુ આપે જ આ શુદ્ધાત્મસ્વરૂપ પ્રગટ કર્યું છે, માટે મેં તમને જ લક્ષ્ય રૂપે રાખી તમારી સાથે એકપક્ષી પ્રીતિ જોડી છે અને તમે મારી પર કૃપા કરી મારી સેવાનો સ્વીકાર કરજો. આ સ્તવનમાં કવિએ નિશ્ચય દૃષ્ટિનો મહિમા કરી અંતિમ કડીમાં વ્યવહાર અને નિશ્ચયનો સમન્વય દર્શાવ્યો છે. અરનાથ પ્રભુ ધર્મતીર્થના ચક્રવર્તી છે અને આ તીર્થનો સાર આત્મતત્ત્વ છે. જે સાધકો તીર્થ (વ્યવહારધર્મ)ની ઉપાસના કરે છે તે ક્રમશઃ તીર્થના સારા સમાન તત્ત્વ ( નિશ્વય ધર્મ)ને પ્રાપ્ત કરે છે. આ સ્તવનના પ્રારંભે જ કવિએ ધરમ પરમ અરનાથનો' કહી મનોહર યમક અલંકાર પ્રયોજ્યો છે. તો બીજી કડીમાં ‘પર પડીછાંયડી જિહાં પડે, તે પરસમય નિવાસ રેમાં વર્ણાનુપ્રાસ અલંકારની રમ્યલીલા કરી છે. કવિએ આત્મતત્ત્વના ગહન વિચારને સૂર્ય-તારા અને સોનાના દૃષ્ઠત વડે ગ્રાહ્યરૂપ આપ્યું છે. ઓગણીસમા મલ્લિનાથ સ્તવનમાં કવિ પરમાત્માના દોષરહિત નિર્મળ સ્વરૂપને વર્ણવે છે. પરમાત્માએ શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પ્રગટાવ્યું અને દીર્ઘકાળની સંગાથિની એવી અજ્ઞાનદશા ચાલી જતા મનમાં શોક પણ ન અનુભવ્યો. એ જ રીતે ચોથી ઉજાગર દશા આવતાં નિદ્રા અને સ્વપ્નદશા રિસાયાં, તેને પરમાત્માએ મનાવ્યાં નહિ. સમકિત સાથે દઢ સંબંધ બાંધ્યો અને મિથ્યાદષ્ટિને તો ઘરમાંથી બહાર કાઢી મૂકી. પ્રભુ ક્ષપક શ્રેણી રૂપી હાથી પર ચઢતા હાસ્ય આદિના કષાયો કૂતરાની દશા પામ્યા. રાગ-દ્વેષ રૂપ અવિરતિના યોદ્ધાઓ વીતરાગપણે જાગ્રત થતાં મૂર્ણની જેમ નાસી ગયા. ત્રણ પ્રકારના વેદો અને પાંચ પ્રકારના અંતરાય આદિ અઢાર પ્રકારના દોષો દૂર કરી નિર્દુષણપણું પ્રાપ્ત કર્યું છે, આથી જ મુનિગણ પરમાત્માની સ્તવના કરે છે. કવિએ કાવ્યની શરૂઆત કટાક્ષમય શૈલીથી કરી છે. આ અઢાર દોષો આજ સુધી સંગાથે હતા, માટે દીર્ઘકાળના સહવાસને લીધે તેમને સેવક તરીકે ઓળખાવે છે અને કહે છે કે, આ સેવકની અવગણના કેમ કરો છો ? તેમ જ આ દોષોને સામાન્ય રીતે લોકો સ્વીકારતા હોય છે, ત્યારે તમે તો એનું મૂળથી જ નિવારણ કરી લીધું છે. સ્તવનમાં પ્રયોજાયેલા કાણ, ધુરસાલી, બોઘા જેવા શબ્દપ્રયોગો કવિનું લોકભાષા સાથેનું દઢ અનુસંધાન દર્શાવે છે. વીસમા વનમાં વિવિધ દર્શનોની દષ્ટિએ આત્મતત્ત્વ વિચારને આલેખે છે. આ સ્તવનમાં પણ કવિ પરમાત્મા સાથે સંવાદની રીતિ આલેખે છે. આત્મતત્ત્વનું જ્ઞાન નિર્મળ ચિત્તસમાધિ માટે આવશ્યક છે. કવિ વેદાંત-સાંખ્ય આદિ દર્શનોના મત રજૂ કરતાં કહે છે કે, તેઓ એક તરફ આત્મતત્ત્વને બંધરહિત અલિપ્ત માને છે, તો બીજી બાજુ પણ કર્મના ક્ષય માટે અને પુણ્યના બંધ માટે સ્નાનસંધ્યા આદિ ક્રિયાઓ કરે છે. તેમને જઈને પૂછીએ કે આ ફળનો ભોક્તા કોણ છે? તો તેઓ ચીડાઈ જાય છે. કેટલાક જડ-ચેતન સર્વત્રમાં એક જ આત્મતત્ત્વને માને છે. પરંતુ તેમના મતમાં આવતા સંકર દોષને જોઈ શકતા નથી. જે જીવો ચૈતન્યમય છે, તે સુખદુ:ખને અનુભવે છે જેને જડ પદાર્થો અનુભવી શકતા નથી, તો બેયને સરખા કઈ રીતે માનવા ? બૌદ્ધ દર્શનવાદીઓ આત્મતત્ત્વને ક્ષણિક માને છે, પરંતુ ત્યાં પણ બંધ, મોક્ષ, સુખ, દુઃખ આદિ કેવી રીતે સંભવે ? ચાર્વાક મત માત્ર ચાર ભૂતોમાં માને છે, એનાથી વિભિન્ન આત્મતત્ત્વને ૨૦૪ ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ સ્વીકારતા નથી. સાધક પરમાત્માને પુનઃ વિનંતી કરતા ચિત્તસમાધિ માટે આત્મતત્ત્વના દર્શનની અભિલાષા વ્યક્ત કરે છે. આ પ્રશ્નના સંદર્ભે જિનેશ્વર દેવે આપેલો ઉત્તર અત્યંત લાક્ષણિક છે; વલતું ગગુરુ એણી પેરે ભાખે પક્ષપાત સહુ ઠંડી. રાગદ્વેષ મોહ પખ વરજિત આતમસું તિ મંડી. (૨૧, ૯) કવિ જૈનદર્શન પ્રમાણે નિત્યાનિત્ય ભિન્નાભિન્ન એવા સ્યાદ્વાદી આત્મસ્વરૂપનું વર્ણન ક૨વાને બદલે સાધકને આ સર્વ દાર્શનિક ગડમથલ છોડી દઈ પક્ષપાતરહિતપણે નિર્મળ આત્મતત્ત્વનું ધ્યાન કરવા કહે છે. આ સર્વ દાર્શનિક ગડમથલ તો એક પ્રકારની વાજાળ છે, શુદ્ધ આત્મતત્ત્વ જ લક્ષ્ય છે. આવા દાર્શનિક વાદ-વિવાદથી ૫૨ શુદ્ધ તત્ત્વ પ્રત્યે લક્ષ્ય ધરાવતી આનંદઘનજીની દૃષ્ટિ આ રચનાની વિશેષતા છે અને એથી જ આનંદઘનજી માત્ર જૈન સાધુ તરીકે નહિ, પણ જનસામાન્યને સ્પર્શતાં આત્મતત્ત્વના ઉપદેશક તરીકે ભારતીય સંતપરંપરાનું ઉજ્જ્વળ નામ છે. એમનાં પદોમાં આનંદઘનજીનું આવું સર્વસ્પર્શી વ્યક્તિત્વ વિશેષપણે અનુભવાય છે. એકવીસમા સ્તવનમાં કવિએ આત્મતત્ત્વની પૂર્ણ ઓળખાણ આપવામાં નિષ્ફળ થયેલાં દર્શનો અંશતઃ પણ આત્મતત્ત્વને ઓળખવામાં સહાયભૂત બને છે, એ દૃષ્ટિએ તેમની જિનેશ્વરદેવના અંગરૂપે સ્થાપના દર્શાવી છે. હિરભદ્રસૂરિએ પણ ષડ્દર્શન સમુચ્ચય' ગ્રંથમાં વિવિધ દર્શનોના ઉત્તમ તત્ત્વ પ્રતિ નિર્દેશ કર્યો છે. કવિએ સાંખ્ય અને યોગ બંને દર્શનો આત્મતત્ત્વની સત્તાનો સ્વીકા૨ ક૨તા હોવાથી આ દર્શનોને જિનેશ્વર દેવના ચરણકમળરૂપે સ્વીકાર્યા છે. સુગત (બૌદ્ધદર્શન) અને મીમાંસક દર્શન એ બંને દર્શનો જિનેશ્વર દેવના હાથરૂપે છે. બૌદ્ધદર્શન સર્વ ક્ષણિકતાના ઉપદેશ દ્વારા વૈરાગ્યભાવ દૃઢ કરે છે, તો મીમાંસક દર્શન આત્માના અમરત્વને દર્શાવી જિનેશ્વરના હાથ તરીકે સ્થાન પામેલ છે. ત્યારે નાસ્તિક-લોકાયતિક દર્શન પરમાત્માના પેટના સ્થાને છે. નાસ્તિક દર્શન પણ પ્રત્યક્ષ પ્રમાણને સ્વીકારતું હોવાથી કદાચ એને પેટના સ્થાને રાખ્યું હોય. મસ્તકના સ્થાને જૈન દર્શન છે, અને તે સર્વ અંગોમાં ઉત્તમ અંગ છે. સાધકે આ રીતે છ દર્શનનો ન્યાસ કરીને જિનેશ્વરદેવનું ધ્યાન કરવાનું છે આમ, આ સ્તવનમાં કવિ દાર્શનિક વિષયથી ધ્યાનના વિષયમાં પ્રવેશે છે. કવિ કહે છે કે, જિનેશ્વરમાં સર્વદર્શનોનો સમાવેશ થાય છે, પરંતુ સર્વ દર્શનો જિનેશ્વરમય છે એમ ન કહી શકાય. આવા જિનેશ્વરનું જિનસ્વરૂપ થઈને (અક્ષર, મુદ્રા, ન્યાસ આદિ વડે પોતાના આત્મામાં જિનેશ્વરદેવની સ્થાપના કરીને) ધ્યાન ધરે તો તે જિનેશ્વરદેવ થાય છે. કવિ આ સંબંધે ભમરા અને ઇયળના પ્રસિદ્ધ દૃષ્ટાંતનો ઉલ્લેખ કરે છે. કવિએ સ્તવનમાં પ્રારંભે દર્શનપુરુષરૂપે જિનેશ્વરનું ધ્યાન ધરવાની પ્રક્રિયા દર્શાવી હતી, તેના અનુસંધાનમાં કવિ આગમપુરુષના ધ્યાનની પ્રક્રિયા દર્શાવે છે. છ દર્શનો જેમ દર્શનપુરુષના અંગરૂપ છે, તેમ આગમપુરુષ (સમયપુરુષ)ના અંગરૂપ સૂત્ર, ચૂર્ણી, વૃત્તિ, નિર્યુક્તિ, ભાષ્ય, અનુભવ (જીત વ્યવહાર)ને જ્ઞાનપ્રધાન ચોવીશી ૨૦૫ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ દર્શાવે છે. કવિ આ છ અંગો પ્રત્યે આદરભાવ ધરાવવાનું સૂચવે છે. આ સમયપુરુષના ધ્યાન માટે પણ મુદ્રા, બીજ, ધારણા, અક્ષર, ન્યાસ આદિ અદ્ભુત પ્રક્રિયાઓનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, પરંતુ તેનું યોગ્ય માર્ગદર્શન આપનારા સદ્ગુરુઓ નથી, તેવો વિષાદ આનંદઘનજી જેવા સમર્થ યોગીપુરુષો અનુભવે છે. પરમાત્માના ચરણોમાં આગમપુરુષની શુદ્ધ સેવાની પ્રાર્થનાની ઇચ્છા સાથે સ્તવન સમાપ્ત થાય છે. આ સ્તવનમાં કવિએ દર્શનપુરુષ અને સમયપુરુષ જેવી બે ઉન્નત કેવળ દાર્શનિક નહિ પણ આધ્યાત્મિક સંકલ્પના (concept) ગૂંથી છે. જે કવિની ગહનતમ વિષયોને સ્તવનમાં ગૂંથવાની સૂઝના પરિચાયક બને છે. બાવીસમું સ્તવન નવા વિષય અને નવી ભાત સાથે પ્રારંભાય છે. ઉચ્ચતમ કક્ષાના દાર્શનિક અને આધ્યાત્મિક વિચારોના આલેખન બાદ કવિ કથાત્મક વિષયોના આલેખન વડે સરળ અભિવ્યક્તિ તરફ વળે છે. | રાજુલની હૃદયદ્રાવક વિનંતી સાથે જ આ કાવ્યનો પ્રારંભ થાય છે. આઠ આઠ ભવથી અખંડ સ્નેહસંબંધ ધરાવનાર પ્રિયતમ નેમકુમારને વિનંતી કરતાં તે કહે છે, ઘરિ આવો હો વાલિમ ! મારી આશાના વિશરામ રથ ફેરો હો સાજન ! રથ ફેરો સાજન માહરા મનોરથ સાથ. રાજુલ કહે છે કે, ઈશ્વરે પણ અધગમાં સ્ત્રીને ધારણ કરી છે અને તું મારો હાથ નહિ ગ્રહણ કરે ? હરણોના પોકાર સાંભળી નેમકુમારે રથ પાછો વાળ્યો હતો, એ સંદર્ભે રાજુલ કહે છે, તે પ્રાણીઓ પર દયા કરી અને મનુષ્ય પર દયા ન કરે એ તારો કેવો વ્યવહાર છે? તમે પ્રેમરૂપી કલ્પવૃક્ષને છેદીને યોગ રૂપી ધંતૂરાને ધારણ કરો છો, તમને આવું શિખવાડનાર મળ્યું હતું કોણ? તમે વાર્ષિક દાન દઈ સહુના મનોવાંછિત પૂર્ણ કરો છો અને આ આઠ આઠ ભવથી સેવા કરનારી અર્ધાગિનીને આમ તરછોડો છો તે યોગ્ય નથી. મારી સખીઓ તમારા શ્યામ વર્ણને અનુલક્ષીને શ્યામ કહેતી હતી, પરંતુ હું કહેતી હતી કે આપ લક્ષણોથી શ્વેત છો. પરંતુ હવે મને પણ લાગે છે કે, આ બાબતમાં મારી સખી સાચી હતી. રાજુલ કહે છે કે, તમને મુક્તિસુંદરી જોડે પ્રેમ કરવો શોભતો નથી, તે અનેક સિદ્ધો દ્વારા ભોગવાયેલી છે, પાછી આ વાત લોકોમાં પ્રસિદ્ધ છે. મારી તમને કેવળ એક જ વિનંતી છે કે, જે નજરે હું તમને જોઉં છું, તે જ નજરે તમે પણ મને જુઓ. રાજુલે આવી ભાવસભર વિનંતી કર્યા બાદ હૃદયમાં વિચાર્યું કે, મારા પ્રાણનાથે વીતરાગતા આદરી. છે. સ્વામીના માર્ગનું સેવક અનુસરણ કરે તેમાં જ સેવકની શોભા છે. આથી તેણે પણ નેમિનાથને અનુસરીને દીક્ષા ગ્રહણ કરી. આ નેમિનાથ ધારણ, પોષણ અને તારણ કરનારા તેમ જ હૃદયના નવસેરા હાર જેવા અનુપમ છે. રાજુલે કાર્ય-અનાર્યની સિદ્ધિનો વિચાર કર્યા વગર કારણની જ ઉત્તમ રીતે સેવા કરી, તો તેને પણ ‘આનંદઘન” એવું મોક્ષનું પદ પ્રાપ્ત થયું. કવિએ રાજુલની વિરહોક્તિને વેધક અને સચોટ બનાવી છે. તેમાં પણ પ્રેમ કલ્પતરુ છેદીયો રે, ધરીયો યોગ ધતુર' જેવી રૂપકસભર ઉક્તિ શ્રોતાઓના હૃદયને વીંધી દે છે. આ બાવીસ સ્તવનોના જ ટબ્બા મળે છે, તેમજ યશોવિજયજીના ગ્રંથોની પાટણમાં ઉપલબ્ધ થયેલી ૨૦૬ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ જૂની ગ્રંથસૂચિમાં પણ “આનંદઘન બાવીસી ટબ્બાલી પત્ર ૩૪' જેવો ઉલ્લેખ પ્રાપ્ત થયો હોવાથી આ બાવીસ સ્તવનોના સંદર્ભે જ આનંદઘનજીનું કર્તુત્વ નિશ્ચિત થયેલું છે. કવિનાં આ સ્તવનોમાં ભાષાનું એક એવું અનુપમ તેજ પ્રગટ્યું છે કે, તેના આધ્યાત્મિક રહસ્યો ન સમજનારાઓ પણ આ ભાષાના તેજને લીધે સ્તવનો તરફ મોહિત થાય છે. કવિએ સભાનપણે અલંકારરચનાઓ કરી હોય કે યમક-વર્ણાનુપ્રાસની કૃત્રિમ મીઠાશ લાવવાનો પ્રયત્ન કર્યો હોય એવું લાગતું નથી, પરંતુ કવિ પાસે સહજપણે જ ભાષાએ પોતાનું સૌંદર્ય ખોલ્યું છે. કવિએ સ્તવનને અંતે પોતાનું ‘આનંદઘન' નામ પણ જે વિભિન્ન અર્થોમાં શ્લેષ અલંકાર દ્વારા પ્રયોજ્યું છે, એ પણ કવિના ભાષાસામર્થ્યનો પરિચય કરાવી દે છે. આનંદઘનજીની ઉપલબ્ધ ૧૭૪ જેટલી હસ્તપ્રતો અનેક મુદ્રિત આવૃત્તિઓ અને અનેક વિવરણો આનંદઘનજીની અપાર લોકપ્રિયતાના બોલતા પુરાવા છે. આંતરિક સાધનાના અનુપમ અરૂપે આવેલા આ સ્તવનોએ અનેક મુમુક્ષુ સાધકોને માર્ગદર્શન આપ્યું છે. કેટલાય સાધકોને આંતરશોધ કરવા પ્રેર્યા છે. આથી જ શ્રી પ્રભુદાસ પારેખે ચોવીશીને આત્મવિકાસ દિગ્દર્શિકા' તરીકે ઓળખાવી છે. કવિએ ભાષા અને અર્થમાધુર્ય વડે કવિતારસિકોને પણ તૃપ્ત કર્યા છે. અલબત્ત, તેના અર્થમાધુર્યને માણવા માટે વિશેષ સંજ્જતાની અપેક્ષા રહે છે ખરી. શ્રી આનંદઘનજીએ પરમાત્માની મનોહર ગુણત્રિભંગી માટે દસમા સ્તવનમાં કહ્યું છે; ઇત્યાદિક બહુ ભંગી ત્રિભંગી ચમત્કાર ચિત્ત દેતી રે અચરિજકારી ચિત્રવિચિત્રા, આનંદઘન પદ લેતી રે.” આનંદઘનજીની ચોવીશી પણ સુંદર શબ્દ, અર્થ અને અધ્યાત્મ એ ત્રિભંગીને ધરાવે છે, તેમ જ ભાવકના ચિત્તને આ લલિત ત્રિભંગી આશ્ચર્ય ચકિત કરતી, અનેક પરિમાણયુક્ત અર્થગાંભીર્યને લીધે ચિત્રવિચિત્ર અનુભવ કરાવતી અને યોગસાધનાનાં ગહન રહસ્યોથી યુક્ત હોવાને કારણે આનંદઘન પદ દેનારી બને છે. કવિનાં બાવીસ સ્તવન બાદ અપૂર્ણ રહેલાં બે સ્તવનો પૂર્ણ કરવા પ્રયત્નો થયા છે. પરંતુ તેજસ્વી પાણીદાર મોતીના હારમાંથી ઉજ્વળ બે મોતીઓ કોઈક કારણે સરી પડે કે ગૂંથવાના બાકી રહી ગયા ' હોય અને સામાન્ય મોતીઓ દ્વારા હાર પૂરો ગૂંથવામાં આવે તો એ જે રીતે નિસ્તેજ અનુભવાય એ રીતે આ સ્તવનો પણ અનુપમ સ્તવનો આગળ સામાન્ય જણાય છે. એમ છતાં, જ્ઞાનપ્રધાન સ્તવનોની પરંપરા સંદર્ભે વિભિન્ન ચાર સર્જકોનાં બે સ્તવનોનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત છે. પ્રાસ પ્રભુ પ્રણમું સિરનામી' અને કરુણા કલ્પલતા શ્રી મહાવીરનીથી પ્રારંભાતાં બે સ્તવનો જ્ઞાનવિમલસૂરિકૃત ટબ્બામાં પૂર્તિરૂપે મૂક્યાં છે. પાર્શ્વનાથ સ્તવનમાં કવિએ પાર્શ્વનાથ પ્રભુને પારસમણિ' તરીકે લોઢાને સોનું બનાવનાર, આત્માને પરમાત્મપદ આપનાર તરીકે વર્ણવ્યા છે. ત્યારે મહાવીરસ્વામી સ્તવનમાં પરમાત્મા મહાવીરની મીશ્રી (સાકર) સમાન મધુર કરૂણારૂપી કલ્પવેલીનું વર્ણન કર્યું છે. તેમ જ પરમાત્માની દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રિવિધ વીરતાનું પણ આલેખન કર્યું છે. આનંદઘનજીના સમર્થ વિવરણકાર અને જયસાગરસૂરિએ જેને લઘુઆનંદઘન તરીકે ઓળખાવ્યા મારા જ્ઞાનપ્રધાન ચોવીશી - ૨૦૭ For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ છે તે જ્ઞાનસારજીએ પણ બે સ્તવનો રચ્યાં છે. તેમાંનું પાર્શ્વનાથ સ્તવન પાસજિન તાહરા રૂપનું મુઝ પ્રતિભાસ કિમ હોય રે.) આત્મા અને પરમાત્મા વચ્ચેનું નિશ્ચયનયનું એકત્વ અને વ્યવહારનયની ભિન્નતા તેમજ તેનાં કારણો વર્ણવે છે. ત્યારે મહાવીરસ્વામી સ્તવન (ચરમ જિણેસર વિગત સરૂપનું રે ભાવૂ કેમ સરૂપ)માં નિરાકાર એવા પરમાત્માનું કેવી રીતે ધ્યાન કરવું એની ચર્ચા કરવામાં આવી છે. આનંદઘનજીના નામે અત્યંત પ્રસિદ્ધ અને દેવચંદ્રજી કૃત એવા ધ્રુવપદ રામી હો સ્વામી” (પાર્શ્વનાથ સ્તવન)માં પરમાત્માની સર્વવ્યાપકતા સંબંધે ચર્ચા કરવામાં આવી છે, અને અંતે પાર્શ્વનાથ ભગવાનરૂપી પારસ-રસને એવા દિવ્યરસ તરીકે ઓળખાવેલ છે કે, જે ભક્તને સુવર્ણ નહિ પણ પારસ પોતા સમાન) જ બનાવી દે છે. “શ્રી વીર જિનેશ્વર ચરણે લાગું, વિરપણું તે માગું રે (મહાવીરસ્વામી સ્તવન)માં પરમાત્મપ્રાપ્તિને લીધે પોતાના અપૂર્વ આત્મવિશ્વાસને વર્ણવે છે અને અંતે સર્વ સાધનો છોડીને શુદ્ધ ભાવમાં સ્થિર થવા દ્વારા પરમાત્મતત્ત્વ જાગ્રત કરવાના ઉપદેશ સાથે સમાપન કરે છે. આ ઉપરાંત એવાં બે સ્તવનો પણ ઉપલબ્ધ થાય છે જેના કર્તા નિશ્ચિત કરી શકાતા નથી. પ્રણમુ પદપંકજ પાર્શ્વના' પાર્શ્વનાથ સ્તવન) પાર્શ્વનાથ ભગવાનના અનુપમ ચરણોનો મહિમા કરી તેમનાં મૈત્રી, કારુણ્ય, માધ્યચ્ય આદિ ગુણયુક્ત સ્વરૂપને વર્ણવે છે. વીર જિનેશ્વર પરમેશ્વર જયો' (મહાવીરસ્વામી સ્તવન)માં પરમાત્મસ્વરૂપને પામવા માટે ઇન્દ્રિયો, વચન, નય, નિક્ષેપ, શાસ્ત્રો આદિની મર્યાદા દર્શાવી અનુભવ મિત્રને પરમાત્મ પ્રાપ્તિના મુખ્ય ઉપાય રૂપે દર્શાવે છે. કોઈ કવિની અપૂર્ણ કૃતિને પૂર્ણ કરવા વિભિન્ન સમર્થ કવિઓ પ્રયત્ન કરે અને છતાં કૃતિને પૂર્ણરૂપ આપવામાં નિષ્ફળ નીવડે એ જ મૂળ કૃતિની મહત્તા સૂચવી જાય છે. જ્ઞાનપ્રધાન ચોવીશીના બીજ ઉપલબ્ધ રચનાઓમાં સર્વપ્રથમ પાર્જચંદ્રસૂરિની રચનાનાં કેટલાંક સ્તવનોમાં જોઈ શકાય, પરંતુ તેનું પૂર્ણ વિકસિત મનોહારી સ્વરૂપ તો આનંદઘનજીમાં જોઈ શકાય છે. આનંદઘનજીનો પ્રભાવ ઉત્તરવર્તી અનેક કવિઓ પર રહ્યો છે. એમ કહી શકાય કે આનંદઘનથી જ જ્ઞાનપ્રધાન સ્તવનચોવીશીનો પ્રારંભ થયો અને વિજયલક્ષ્મી સૂરિ, પદ્મવિજયજી, જ્ઞાનસારજી, દેવચંદ્રજી, જિનવિજયજી, ઉત્તમવિજયજી આદિ કવિઓએ ઓછેવત્તે અંશે આનંદઘનજીનું અનુસરણ કરી તેમને આદર્શરૂપે સ્થાપ્યા છે. ૨૦. આ ચાર સર્જકોના બે સ્તવનો માટે જુઓ – પૃ. ૨૮૫થી ર૯૭. આનંદઘન એક અધ્યયન – ડૉ. કુમારપાળ દેસાઈ ૨૦૮ ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય ન For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ વિશુદ્ધ પ્રીતિનો માર્ગ દર્શાવતી કૃતિ દેવચંદ્રજી કૃત વર્તમાન જિનચોવીશી શ્રીમદ્ દેવચંદ્રજી દ્રવ્યાનુયોગ (જૈનતત્ત્વજ્ઞાન)ના વિદ્વાન અને અધ્યાત્મજ્ઞાની તરીકે પ્રસિદ્ધ છે. તેમનો જન્મ સં. ૧૭૪૬માં બિકાનેરના ઉપનગરમાં થયો હતો. પિતા તુલસીદાસ લુણિયા અને માતા ધનબાઈના ધર્મસંસ્કારનો વારસો પ્રાપ્ત થયો હતો. તેમણે દસ વર્ષની વયે ખરતરગચ્છીય વાચક રાજસાગરજીના શિષ્યપરિવારમાં દીપચંદ્રજી પાસે દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે તેમનું રાજવિમલ' એવું નામ અપાયું, પરંતુ તેમની દેવચંદ્રજી મહારાજ'ના નામથી જ વિશેષ ખ્યાતિ થઈ હતી. તેમણે પોતાની ગુરુસેવા અને ગુરુકૃપા દ્વારા વિવિધ વિષયોમાં અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેમજ ખાસ કરીને તત્ત્વજ્ઞાનના વિષયમાં વિશેષ નિપુણતા મેળવી હતી અને અધ્યાત્મજ્ઞાનને હૃદયસ્થ કર્યું હતું. તેમણે સિંધ, મુલતાન, ગુજરાત, રાજસ્થાન, માળવા આદિ પ્રદેશોમાં વિહાર કરી અનેક જીવોને ધર્માભિમુખ કર્યા હતા. તેઓ દીક્ષાની દૃષ્ટિએ ખરતરગચ્છીય હતા, પરંતુ અધ્યાત્મની ગહનતામાં પહોંચ્યા હોવાથી વિશાળ દૃષ્ટિ ધરાવતા હતા. તેઓ ઉપાધ્યાય યશોવિજયજી પ્રત્યે ઉત્કટ આદર ધરાવતા હતા. તેમની પાસે જિનવિજ્યજી, ઉત્તમવિજયજી, વિવેકવિજયજી આદિ તપાગચ્છીય સાધુઓએ અભ્યાસ કર્યો હતો. તેમણે ચોવીશી ઉપરાંત સ્નાત્રપૂજા, ધ્યાનદીપિકા, દ્રવ્યપ્રકાશ, આગમસાર, વિચા૨૨ત્નસાર, જ્ઞાનમંજરી ટીકા, નયચક્રસાર, અતીત જિનચોવીશી, વિહરમાન જિન વીસી આદિ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત ભાષાઓમાં કૃતિઓ રચી છે. તેમણે પોતાની રચેલી ચોવીશી પર બાલાવબોધ રચ્યો હોવાથી ચોવીશીના રહસ્યને પામવામાં સરળતા રહે છે. સં. ૧૮૧૨માં ૬૬ વર્ષની વયે અમદાવાદમાં તેમનો કાળધર્મ થયો હતો. શ્રીમદ્ દેવચંદ્રજીની ચોવીસીએ આનંદઘનજીની ચોવીશીથી પ્રારંભાયેલી જ્ઞાનપ્રધાન ચોવીશી . પરંપરાની એક અત્યંત મહત્ત્વની કૃતિ છે. જિનવિજ્યજી, ઉત્તમવિજયજી આદિ જ્ઞાનપ્રધાન ચોવીશી સર્જકોના તેઓ વિદ્યાગુરુ હતા. પદ્મવિજ્યજી અને રત્નવિજ્યજી એ ઉત્તમવિજયજીના શિષ્ય હતા. એ અર્થમાં દેવચંદ્રજી ૨૧. ભક્તિરસઝરણાં ભાગ-૨ સેં. અભયસાગરજી પૃ. ૯૭થી ૧૨૯, ૨૨. શ્રીમદ્ દેવચંદ્ર ભાગ-૨ સં. બુદ્ધિસાગરસૂરિ પ્રકા. અદ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ પૃ. ૨૧૭થી ૪૩૮ જ્ઞાનપ્રધાન ચોવીશી * ૨૦૯ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ પોતે અનેક જ્ઞાનપ્રધાન કવિઓના ગુરુપદને શોભાવનારા છે – કવિકુલગુરુ છે. દેવચંદ્રજીની વિશેષતા એ છે કે, તેમણે આનંદઘનજીથી શરૂ થયેલ ચોવીશીમાં તત્ત્વજ્ઞાન નિરૂપણને વિશેષ પારિભાષિક સ્વરૂપ આપ્યું. આનંદઘજીમાં મોટે ભાગે સિદ્ધાંત નિરૂપણ તરફ ઝોક રહેતો. તેને બદલે દેવચંદ્રજીએ સિદ્ધાંતચર્ચા ઉમેરી, ભક્તિતત્ત્વની સ્થાપના કરવા તરફ લક્ષ કેન્દ્રિત કર્યું. તે સમયે જૈનધર્માનુયાયીઓમાંના કેટલાક દાર્શનિકો મોક્ષપ્રાપ્તિ માટે આત્માને જ ઉપાદાન-કારણ (મુખ્ય કારણ) માનતા અને પરમાત્માને નિમિત્ત કારણ (ગૌણ કારણ) માનતા હતા. તે દાર્શનિકો અને તેમના અનુયાયીઓ સાધનામાર્ગમાં ભક્તિ-ઉપાસનાને ગૌણ અથવા નહિવત્ સ્થાન આપવાનું દૃષ્ટિબિંદુ ધરાવતા હતા. તેના પ્રત્યુત્તર રૂપે દેવચંદ્રજીએ સ્તવનોમાં દાર્શનિક ચર્ચા ગૂંથીને લાક્ષણિક ઉત્તરો દર્શાવ્યા છે. કવિ કહે છે કે, પરમાત્મા ભલે નિમિત્તકારણ હોય, પણ પરમાત્મારૂપ નિમિત્તની પ્રાપ્તિ વિના કાર્ય સિદ્ધ થતું નથી. આ સંદર્ભે બકરીના ટોળામાં બાળપણથી ઊછરેલા સિંહના પ્રસિદ્ધ દચંતનો ઉલ્લેખ કરીને કહે છે કે, બકરીના ટોળામાં રહેલ સિંહમાં સિંહપણું તો હતું જ, પરંતુ જ્યાં સુધી તેણે અન્ય સિંહનાં દર્શન કર્યા નહોતાં, ત્યાં સુધી તેનું સિંહપણું જાગ્રત થયું નહોતું. એટલે સિંહસ્વરૂપની જાગૃતિમાં અન્ય સિંહ જ કારણ બન્યો, એમ આત્મા પણ શુદ્ધસ્વરૂપી હોવા છતાં કર્મોના આવરણને લીધે બકરીના ટોળામાં રહેતા સિંહ જેવો છે અને શુદ્ધાત્માસ્વરૂપ પરમાત્માનાં દર્શન થતાં તેનું પણ શુદ્ધસ્વરૂપ હુરે છે. હવે સિંહના સિંહપણાની જાગૃતિ માટે અન્ય સિંહરૂપી આલંબન કારણની અત્યંત આવશ્યકતા રહી છે, તે જ રીતે આત્માને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે પરમાત્માનાં દર્શન રૂપ કારણની જરૂર પડે છે. કારણમાં જ કર્તાભાવ સ્વીકારવા તારા, એટલે કે પરમાત્માને જ મોક્ષસુખના કર્તા સમજી અરિહંત ભગવાનની ઉપાસના સ્વીકારવી જોઈએ. કેવળ શુદ્ધ આત્મારૂપ ઉપાદાનકારણ (મુખ્ય કારણ)ના ધ્યાનથી આત્મામાં શુદ્ધતા પ્રગટ થતી નથી. એ શુદ્ધતા તો મુખ્ય નિમિત્તકારણ એવા અરિહંત ભગવાનના દર્શનથી પ્રગટે છે. કવિએ આ સિદ્ધાંત ચર્ચા વિશેષરૂપે ત્રીજા, અઢારમા, છઠ્ઠા, વીસમા સ્તવનમાં કરી છે. અરિહંત પરમાત્માના દર્શનથી આત્માની શુદ્ધતા પ્રગટે છે તેને વર્ણવતાં કહે છે; દીઠો સુવિધિ જિણંદ સમાધિરસે ભર્યો, હો લાલ. ભાસ્યો આત્મસ્વરૂપ, અનાદિનો વીસર્યો હો લાલ. સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ. સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો હો લાલ. - ૯, ૧) સમાધિરસથી ભરેલા એવા સુવિધિનાથ ભગવાનનાં દર્શન કરવા માત્રથી અનાદિનું ભુલાયેલ આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું અને મન સાંસારિક વિષયવાસનાથી પાછું ફર્યું છે અને પોતાના શુદ્ધ સ્વરૂપને પામવા માટે પ્રયત્નશીલ બન્યું છે. કવિ પરમાત્માને મોક્ષના મુખ્ય નિમિત્ત તો ગણાવે જ છે. એ સાથે પુષ્ટ નિમિત્ત પણ ગણાવે છે. કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા માટે સાધનોની અપેક્ષા રહેતી હોય છે, તેમાંના કેટલાંક સાધનો (નિમિત્તો) કાર્ય ર૧૦ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ કરવાનો તેમ જ કાર્યનાશ કરવાનો પણ ગુણ ધરાવતાં હોય છે. જેમકે, માટલું બનાવવા માટે દંડલાકડીની જરૂર પડતી હોય છે, પરંતુ તે જ દંડ દ્વારા માટલું ફૂટી પણ શકે છે. એટલે તેને અપુષ્ટ નિમિત્ત કહેવાય છે. તેલને સુગંધી બનાવવામાં ફૂલો જોઈએ, પરંતુ આ ફૂલોમાં ક્યારેય તેલને દુર્ગધી બનાવવાનો ગુણ હોતો નથી, માટે તે પુષ્ટ નિમિત્ત કહેવાય છે. પરમાત્મા પણ મોક્ષમાર્ગમાં પ્રબળ સહાયક નિમિત્તરૂપ હોવાથી પુષ્ટ નિમિત્ત છે. તે માટે કવિ સર્વ સાધકોને પરમાત્માનો પ્રબળ આદર કરવાનું કહે છે. કવિ પોતાની વાતને સૂર્ય, ઉત્તરસાધક અને પારસમણિનાં ઉદાહરણો દ્વારા પણ સ્પષ્ટ કરે છે. કવિ આ રીતે ભક્તિની દાર્શનિક સ્થાપના કરે છે, પરંતુ તેઓ સમજણ વિનાની ભક્તિનો મહિમા કરતા નથી. ભક્તિમાં જ્યારે પરમાત્મગુણોનું જ્ઞાન ભળે, ત્યારે ભક્તિ વિશેષ ફળવતી બને છે. આજ સુધી જીવે સાંસારિક-લૌકિક પ્રીતિમાં સ્વના મોહને, સ્વાર્થ સાથે પ્રીતિ કરી છે. આ જીવ અનાદિકાલીન રીતે જ પરમાત્મા સાથે પ્રીતિ કરવા લલચાય છે. પરંતુ કવિ મન પર સંયમ રાખી પરમાત્માને જ તેમની શુદ્ધ, નિર્વિષ પ્રીતિ કરવાનો માર્ગ પ્રથમ સ્તવનમાં પૂછે છે. સમગ્ર સ્તવનચોવીશીમાં આ વિશુદ્ધ પ્રીતિનો માર્ગ ગૂંથાયેલો છે. આ નિર્મળ પ્રીતિ એટલે ગુણોની પ્રીતિ, પરમાત્માના ગુણોને જાણીને કરાયેલી પ્રીતિ. કવિ આ પ્રીતિનું વર્ણન કરતાં કહે છે; જ્ઞાનાદિક ગુણસંપદા રે, તુજ અનંત અપાર. તે સાંભળતા ઉપની રે, રુચિ તેણે પાર ઉતાર. (૨, ૧). તે જ રીતે પરમાત્મ ગુણોની અનંતતા વર્ણવતા કહે છે; “ચરમ જલધિ જમિણે, અંજલિ, ગતિ આપે અતિવાયજી સર્વ આકાશ ઓલંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાયજી. (૧૦, ૨) સ્વયંભૂરમણ સમુદ્ર (અતિ વિશાળ સમુદ્ર)ના જળને કોઈ અંજલિથી માપી શકે, શીધ્ર ગતિથી પવનને જીતી શકે કે સમગ્ર આકાશને ચાલીને પાર કરી શકે પરંતુ પરમાત્મગુણોનો પાર પામી શકાતો નથી. એમ છતાં, કવિ પરમાત્માના ગુણોને વિવિધ રીતે વર્ણવવાના વિવિધ સ્તવનોમાં પ્રયત્ન કરે છે. કવિ સાતમા સ્તવનમાં પરમાત્માના પરસ્પર વિરોધી એવા ગુણોને ઓળખાવતાં કહે છે, હે પ્રભુ, તમે સંરક્ષણ વિના પણ સર્વ જીવોના શરણરૂપ હોવાથી નાથ છો અને ધન-કંચન આદિ દ્રવ્યોથી રહિત હોવા છતાં પરમ ગુણસંપત્તિને ધારણ કરનારા હોવાથી ધનવાન છો, તેમ જ કોઈ ક્રિયા ન કરવા છતાં આત્મસ્વભાવના કર્તા છો. આપ અગમ્ય, અગોચર અને પૌગલિક સુખોથી પર શાશ્વત સુખના ભોક્તા છો. કવિ અગિયારમા સ્તવનમાં આનંદઘનજીની જેમ ત્રિભંગી વડે પરમાત્મગુણોનું વર્ણન કરે છે. કવિ કહે છે કે, પરમાત્મામાં એક એક ગુણ ત્રણ ત્રણ રૂપે પરિણમ્યા છે. પરમાત્મા પોતે કેવળજ્ઞાનરૂપ ગુણ ધરાવે છે, એ ગુણ વડે સર્વ જગતને જુએ છે. સર્વ જગત એ કારણ છે, અને જોવું એ ક્રિયા છે, પરંતુ કેવળજ્ઞાન એ એવું જ્ઞાન છે કે, જેને લીધે સમગ્ર જ્ઞાન જ્ઞાની સાથે એકરૂપ બની રહે છે, માટે કર્તા, કાર્ય અને કારણની એકરૂપતાથી આ ત્રણે પરમાત્માગુણ રૂપે પરિણમ્યા છે. - જ્ઞાનપ્રધાન ચોવીશી ઃ ૨૧૧ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ તેરમા સ્તવનમાં કવિ પરમાત્માની વિમલતાનો મહિમા કરે છે, તેમ જ પરમાત્માના ગુણોની અનંતતા વર્ણવતાં કહે છે; સયલ પુઢવી ગિરિ જલ તરુજી, કોઈ તોલે એમ હથ્થ. તેહ પણ તુજ ગુણગણ ભણીજી, ભાખવા નહિ સમરથ. (૧૩, ૨) કવિએ સોળમા સ્તવનમાં પરમાત્માના મનોહર સમવસરણસ્થ રૂપને તેમજ પરમાત્માના પ્રત્યક્ષ દર્શનના આનંદને સુંદર રીતે વર્ણવ્યા છે; જગતદિવાકર જગતકૃપાનિધિ, વાલા મારા સમવસરણમાં બેઠા રે. ચઉમુખ ચઉહિ ધર્મ પ્રકાશે, તે મેં નયણે દીઠા રે. ભવિકજન હરખો રે નિરખી શાંતિનિણંદ ભવિ. ઉપશમરસનો કંદ નહીં ઈણ સરીખો રે. (૧૬, ૧) સત્તરમા સ્તવનમાં કવિએ પરમાત્મવાણીના ગુણો વર્ણવ્યા છે. પરમાત્મા જીવાજીવાદિક નવ તત્ત્વને સમજાવે છે, તેમજ પ્રત્યેક પદાર્થનું નય, ગાય, ભંગ, નિક્ષેપ (વિવિધ દૃષ્ટિકોણો, પાસાંઓ વગેરે)ની દૃષ્ટિએ વિવરણ કરે છે. પરમાત્માની આ દેશનાને કારણે સાધક સ્વ-સ્વભાવની પ્રાપ્તિ કરી શકે છે. કવિ અનુભવે છે કે, આવા ઉપકારી પરમાત્માના સર્વ નિક્ષેપ ઉપકારી છે. પરમાત્માના સમવસરણમાં એક દિશામાં મુખ રાખી દેશના દે છે, અને અન્ય દિશામાં દેવકૃત મૂર્તિઓ જ દેશના દે છે, પરંતુ તે મૂર્તિઓ પણ ઉપકારી બને છે, તે જ રીતે ભાવને સાધવામાં સહાયક બનતા નામ, સ્થાપના, દ્રવ્ય આ ત્રણે પરમાત્માના નિક્ષેપ સાધક માટે ઉપકારી છે. પરમાત્મમૂર્તિની ઉપકારકતા વર્ણવતું ૧૪મું સ્તવન મનોહારી કાવ્યરૂપ ધારણ કરે છે; મૂરતિ હો પ્રભુ મૂરતિ અનંત નિણંદ, તાહરી હો પ્રભુ તાહરી મુજ નયણે વસીજી. સમતા હો પ્રભુ સમતારસનો કંદ, સહજે હો પ્રભુ સહજ અનુભવરસ લસીજી. (૧૪, ૧) અનંતનાથ ભગવાનની મનોહારી મૂર્તિ આંખોમાં સ્થિરરૂપ ધારણ કરી રહી છે. સમતારસના કંદ સમાન આ મૂર્તિ અનુભવરસથી પરિપૂર્ણ છે અને તેની શીતળતાથી ભવ્ય જીવોની ભવરૂપી દાવાનળની પીડા દૂર થઈ જાય છે. વળી આ મૂર્તિ મોહ-મિથ્યાત્વનું ઝેર દૂર કરવા જાંગુલી મંત્ર સમાન છે. પરમાત્મમૂર્તિ સાધકને મોક્ષરૂપી સુખ દેવામાં સમર્થ હોવાથી ભાવચિંતામણિ સમાન છે, અને આત્માનાં દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ તત્ત્વોમાં સ્થિરતા કરવા માટે પરમતત્ત્વ સમાન છે. પરમાત્મદર્શનથી કર્મોના આવવારૂપ આશ્રવ નષ્ટ થાય છે અને કર્મોને રોકવા રૂપ સંવર ગુણની વૃદ્ધિ થાય છે. પરમાત્મમૂર્તિ જાણે દર્શન, જ્ઞાન, ચારિત્ર આ ત્રણે ગુણોની માળા સમાન છે અને તેના દ્વારા આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. ૨૧૨ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ જેની મૂર્તિ પણ આવી પાવનકારી છે તેવા પરમાત્મા સાથે કવિ ૨સમય એકતા કરવા ઇચ્છે છે. આ રસમય એકતા માટે કવિ પાયાની શરત દર્શાવે છે; બાહ્ય પદાર્થોથી વિમુખતા આવે તો જ આ રસમય એકતાની અનુભૂતિ થઈ શકે. પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હો મીત્ત.' (૪, ૧) કારણ કે, ૫૨માત્મા શુદ્ધ સ્વભાવવાળા છે, પુદ્ગલથી પર છે. પરમાત્મા જેમ પુદ્ગલદ્રવ્યથી અલિપ્ત છે, તેમ સાધક પણ ક્રમશઃ પૌદ્ગલિક ભાવથી વિભિન્ન થતો જાય અને ૨સમય એકતાની પ્રાપ્તિ કરે છે. સાધકને વાત્સલ્યભરી સલાહ આપતાં કહે છે, પરપરિણામિકતા અછે, જે તુજ પુદ્દગલયોગ હો મિત્ત જડચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત,’ (૪, ૫) કવિ સર્વ પુદ્ગલોને ‘એંઠ’ તરીકે ઓળખાવી તે પદાર્થોથી અલિપ્ત થઈ આત્મતત્ત્વના વિશુદ્ધ સ્વરૂપમાં કેન્દ્રિત થવા કહે છે. આ રસમય એકતાની પૂર્વભૂમિકારૂપે સેવા કરવાનું સૂચવે છે. પંરમાત્માની વિવિધ નયોની દૃષ્ટિએ સેવાનું આલેખન કવિ આઠમા સ્તવનમાં કરે છે. વંદન, નમન, અર્ચન, ગુણોનું કીર્તન સ્તવન કરવું એ સર્વ ૫રમાત્માની દ્રવ્યસેવા છે અને પરમાત્મા સાથે એકતા સાધવાનો ભાવ તે જ ભાવસેવા છે એમ જણાવી પ્રભુ ગુણોનો સંકલ્પ કરવો તે નૈગમનયથી સેવા છે, તેમ જણાવે છે. પરમાત્માની સર્વ આત્મસંપત્તિનું ચિંતન કરવું તે સંગ્રહનયથી સેવા છે, તો પરમાત્માના ઉપકારનું સ્મરણ અને જ્ઞાન પ્રત્યે આદર એ વ્યવહારનયથી સેવા છે, તે જ રીતે પરમાત્મ ગુણોમાં સતત તન્મય થવું તે ઋજુસૂત્ર નયની સેવા છે. ત્યારે શાસ્ત્રોમાં વર્ણવેલા શુક્લ ધ્યાનના પ્રથમ પ્રકારનું ધ્યાન તે શબ્દનયથી પરમાત્માની સેવા છે, અને ક્રમશઃ દશમા તેમજ બારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરવા તે સમભિરૂઢ અને એવંભૂત નયની સેવા છે. આ સર્વ પ્રકારો અપવાદથી દર્શાવ્યા છે, ઉત્સર્ગની દૃષ્ટિએ તો ક્રમશઃ એક એક નયમાં વિશેષ વિશેષ ગુણવૃદ્ધિ કરી ચૌદમે ગુણઠાણે સિદ્ધપદને પામવું તે ભાવથી સાતમા એવંભૂત નયની સેવા છે, આમ, કવિએ ઉત્કૃષ્ટ રીતે ૫રમાત્માની સેવા એટલે સાધકે પણ ક્રમશઃ ગુણોની ઉન્નતિ કરી પરમાત્મપદને પામવું તે જ છે એમ દર્શાવ્યું છે. કવિ ભવ્યજીવોના હૃદયમાં સેવા માટે કેવો ઉલ્લાસ છે તેને ૨૧મા સ્તવનમાં મેઘના રૂપક દ્વારા વર્ણવે છે; શ્રી નમિ જિનવર સેવ, ઘનાઘન ઉમ્પયો રે. ઘ દીઠાં મિથ્યા રૌરવ, ભવિક ચિત્તથી ગમ્યો રે. ભ શુચિ આચરણા રીતિ તે, અભ્ર વધે વડાં રે. અ આત્મપરિણતિ શુદ્ધ, તે વીજ ઝબૂકડા ૨ || તે ॥ ૧ ॥ વાજે વાયુ સુવાયુ, તે પાવન ભાવના રે. તે ઇંદ્રધનુષ્ય ત્રિકયોગ, તે ભક્તિ એક મના રે. તે નિર્મળ પ્રભુ સ્તવઘોષ, ધ્વનિ ઘન ગર્જતા રે. ધ્વ તૃષ્ણા ગ્રીષ્મકાળ, તાપની તર્જના ૨ે. તા૰ || ૨ || For Personal & Private Use Only જ્ઞાનપ્રધાન ચોવીશી “ ૨૧૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ શુભ લેશ્માની આલિ, તે બગપંક્તિ બની રે. તે શ્રેણી સરોવર હંસ, વસે શુચિ ગુણ મુનિ 3. વ ચઉગતિ મારગ બંધ, ભાવિક નિજ ઘર રહ્યા રે. ભા ચેતન સમતા રંગ, રંગમેં ઉમહ્યા રે. ૨॥ ૩ ॥ સમ્યગ્દૃષ્ટિ મોર, તિહાં હરખે ઘણું રે તિ દેખી અદ્ભુત રૂપ, પરમ જિનવર તણું રે. ૫૦ પ્રભુગુણનો ઉપદેશ, જલધારા વહી છે. તે ધર્મરુચિ ચિત્તભૂમિ, માંહે નિશ્ચલ રહી રે. માં || ૪ || ચાતક શ્રમણ સમૂહ, કરે તવ પારણો રે. ક અનુભવરસ આસ્વાદ, સકલ દુઃખ વારણો રે. સ અશુભાચાર નિવારણ, તૃણ અંકુરતા રે. પૃ. વિરતિ તણા પરિણામ, તે બીજની પૂરતા રે. તે ॥ ૫ ॥ પંચમહાવ્રત ધાન્ય, તણાં કર્ષણ વધ્યા છે. ત સાધ્યભાવ નિજ થાપી, સાધનતાયેં સધ્યાં રે. સા ક્ષાયિક રિસન જ્ઞાન, ચરણ ગુણ ઉપના રે. ચ આદિક ગુણ બહુ સસ્ય, આતમઘરે નીપના રે. આ૰ || ૬ || પ્રભુ રિસણ મહામેહ, તણે પ્રવેશમેં રે. ત પરમાનંદ સુભિક્ષ‚ થયો મુઝ દેશમેં રે. થ દેવચંદ્ર જિનચંદ્ર, તણો અનુભવ કરો રે. ત∞ આદિ અનંતો કાલ, આતમ સુખ અનુસરો રે. આ| || ૭ || કવિ ગહન દાર્શનિક ચર્ચામાંથી અચાનક આપણને કવિતારૂપી ભાવનારૂપી વર્ષાની લહેરીમાં લઈ જાય છે. દેવચંદ્રજીનું દાર્શનિક ચર્ચાવિચારણાને કા૨ણે અસ્ફુટ રહેલું કવિત્વ પરમાત્માની સેવાના ઉત્કટ આશયના વર્ણનમાં સંપૂર્ણપણે ખીલી ઊઠ્યું છે. ભવ્ય જીવોના હૃદયમાં પરમાત્માની સેવા રૂપી મેઘ-ઘટા ચઢી આવે છે, ત્યારે મિથ્યાત્વ-અવિદ્યા આદિ દુષ્કાળના ભય ચાલ્યા જાય છે. નિર્મળ જીવનવ્યવહાર વધે છે અને તેની વચ્ચે શુદ્ધ આત્મસ્વભાવના ઝબકારા થાય છે. કવિએ આત્મસ્વભાવને વીજળીના ઝબકારા સાથે સરખાવી સૂચવ્યું છે કે, સાધનાની પ્રાથમિક ભૂમિકાએ તો શુદ્ધ આત્માનો પ્રકાશ તો વીજળીના ઝબકારાની જેમ જ પળભર આવી ચાલ્યો જાય છે. ભાવનારૂપી પવન વહે છે અને મન-વચન-કાયાની એકતારૂપ ઇંદ્રધનુષ શોભી રહ્યું છે અને પરમાત્માની સ્તવનારૂપી ધ્વનિ આવી રહ્યો છે. જેમ વરસાદથી તૃષ્ણા-તાપ દૂર થઈ જાય છે, તેમ આ ૫૨માત્મભક્તિના ચિત્ત-આશયરૂપી વર્ષાથી આંતરિક તાપ શમી જાય છે. મનગગનમાં શુભલેશ્યારૂપી બગલાની પંક્તિઓ સર્જાય છે, તેમ જ મુનિઓ ઉપશમ અથવા ક્ષપક શ્રેણીરૂપ સરોવ૨માં હંસની જેમ વાસ કરે છે. વર્ષાઋતુમાં જેમ મોર નૃત્ય કરે છે, એમ પ૨માત્માની સેવાનો અવસર જોઈ સમ્યગ્દૃષ્ટિ મોરો ૨૧૪ * ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ નૃત્ય કરે છે, ચાતક સમાન શ્રમણોનો સમૂહ અનુભવરસ વડે પારણું કરે છે. ભક્તિના પરિણામે વ્રતરૂપી કણસલાં વધે છે, પરિણામે દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપી ઉજ્વળ પાક તૈયાર થાય છે. જિનભક્તિના આશયરૂપી વાદળના પરિણામે પરમાત્મદર્શનનો વરસાદ થયો, જેના પરિણામે આત્મદેશમાં સર્વત્ર સુકાળ પ્રવર્યો. કવિએ આ સ્તવનમાં કાવ્યતત્ત્વની મનોહર વૃષ્ટિ કરી છે. બાવીસમાં સ્તવનમાં દેવચંદ્રજી અન્ય કવિઓની જેમ રાજુલના વિલાપના આલેખનને બદલે પરમાત્માના સંગના પ્રતાપે રાજુલે પણ કર્મક્ષય કર્યો અને સિદ્ધિગતિ પ્રાપ્ત કરી તેનું વર્ણન કર્યું છે. રાજુલ નારી રે તારી મતિ ધરી અવલંવ્યા અરિહંતોજી ઉત્તમ સંગે ઉત્તમતા વધે, સધ આનંદ અનંતોજી. (૨૨, ૨). જેમ રાજુલ નેમિનાથ પરમાત્માના ધ્યાન વડે પોતાના આત્મતત્ત્વનું ધ્યાન પામ્યા, એ જ રીતે સાધકે પણ પરમાત્મધ્યાન દ્વારા આત્મતત્ત્વનું ધ્યાન પામવાનું સૂચન કવિ કરે છે. નેમિનાથ સ્તવનમાં સામાન્ય રીતે અન્ય સર્વ કવિઓ રાજુલના વિલાપનું આલેખન કરે, ત્યાં પણ તાત્ત્વિક વિષયોનું આલેખન દેવચંદ્રજીની ગાઢ અધ્યાત્મપ્રિયતા સૂચવે છે. ' ચૌદમા સ્તવનમાં જિનમૂર્તિ દર્શન નિમિત્તે હૃદયના ભક્તિભાવનો ધોધ વહ્યો હતો, એકવીસમા સ્તવનમાં પરમાત્માની ભક્તિના ઉદય સાથે રૂપકાત્મક કવિતાની મેઘવર્ષા થઈ હતી, તો ત્રેવીસમા સ્તવનમાં પુનઃ પરમાત્મમૂર્તિના દર્શન નિમિત્તે શાંતરસથી પરિપૂર્ણ ભક્તિની સરવાણી વહે છે; સહજ ગુણ આગરો, સ્વામી સુખસાગરો, જ્ઞાન વયરાગરો, પ્રભુ સવાયો ! શુદ્ધતા એકતા સીતા ભાવથી, મોહરિપુ જીતી જયપડહ વાયો.” (૨૩, ૧) સહજ, સ્વાભાવિક ગુણોના ધામ, સુખસાગર, જ્ઞાન, વૈરાગ્ય વડે પરિપૂર્ણ અને પોતાની કર્મ નષ્ટ કરવા દ્વારા પ્રગટેલી શુદ્ધતા, આત્મતત્ત્વની એકાગ્રતા અને પ્રચંડ વીયલ્લાસ વડે પ્રભુએ મોહરાજાને હરાવી જગતમાં વિજયડંકો વગાડ્યો છે. આ સહજ ગુણોને લીધે પરમાત્મમૂર્તિ કેવી પ્રશાંત અને કલ્યાણકારી જણાય છે તેનું વર્ણન કરતાં કહે છે, *ઉપશમ રસભરી સર્વજન શંકરી, મૂર્તિ જિનરાજની આજ ભેટી.’ (૨૩, ૬) આ પ્રસંગની ધન્યતા વર્ણવતાં કહે છે, આજ કૃતપુણ્ય ધન્ય દિહ મારો થયો, આજ નરજન્મ સફલ મેં ભાવ્યો. દેવચંદ્ર સ્વામી ત્રેવીસમો વદિયો ભક્તિભર ચિત્ત તુજ ગુણ રમાવ્યો.” (૨૩, ૮) ના જ્ઞાનપ્રધાન ચોવીશી - ૨૧૫ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ચોવીશીના અંતિમ સ્તવનમાં પ્રભુ ગુણ માટેની ઝંખના અને ભક્તહૃદયનું આર્જવ અપૂર્વ રીતે પ્રગટ્યા છે, તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજસ લીજે! દાસ અવગુણભર્યો જાણી પોતાતણો, ધ્યાનિધિ દીન પર દયા કીજે.” (૨૪, ૧). પરમ વિદ્વાન કવિ પણ પરમાત્માના ચરણોમાં હૃદયપૂર્વક પોતાના દોષોની માફી માગે છે, અને પરમાત્માની કૃપાયાચના ઇચ્છે છે, જે એમના હૃદયની સરળતા અને પરમાત્મા પ્રત્યેના અપૂર્વ આદરને પ્રગટ કરે છે. કવિ કહે છે કે, પરમાત્માના અપૂર્વ ગુણોનું નિમિત્ત પામી, મારો આત્મા જો શુદ્ધ નહિ થાય તો ક્યારે થશે ? ભક્ત પરમાત્માના ગુણોની સાચી ઓળખ પામે, તો તેનું દર્શન શુદ્ધ થાય છે, અને શુદ્ધ દર્શન અનુક્રમે જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યમાં ઉલ્લાસ પ્રેરી મુક્તિમાં લઈ જવા સમર્થ છે. સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિસન શુદ્ધતા પામે. જ્ઞાન, ચારિત્ર, તપ, વિર્ય ઉલ્લાસથી કર્મ જીપી વસે મુક્તિધામે. જગતવત્સલ મહાવીર જિનવર સુણી, ચિત્ત પ્રભુચરણને સરણ વાસ્યો તારજો બાપજી બિરુદ નિજ રાખવા, દાસની સેવના રખે ન જોશો. (૨૪, ૬) હે મહાવીર સ્વામી જગત પર વાત્સલ્યભાવ ધરાવનારા જાણી આપના ચરણનું મેં શરણ રહ્યું છે. હવે તમારા તારકના બિરુદને સાચવવા માટે પણ મારી સેવાની ઊણપ જોયા વિના તારજો. અંતે આ વિનંતીનો સ્વીકાર થતાં સેવકની વિમળતાનો પ્રકાશ ફેલાશે એમ સૂચવી ચોવીશી પૂર્ણ થાય છે. ચોવીશીના પ્રારંભે કવિએ પ્રભુ પ્રત્યેની વિશુદ્ધ પ્રીતિના માર્ગ વિષે જિજ્ઞાસા દર્શાવી હતી, તે ક્રમશ: અનેક સ્તવનોમાં પરમાત્માના વિવિધ ગુણોના વર્ણન દ્વારા વિશુદ્ધ પ્રીતિનો માર્ગ કવિએ દર્શાવ્યો છે. એ સાથે જ આત્મા નિશ્ચયનયની દૃષ્ટિએ નિર્મળ છે, છતાં પરમાત્મારૂપ નિમિત્તને ગ્રહણ કર્યા વિના પોતાની શુદ્ધતા પ્રગટાવી શકતો નથી, સાધકને સંસારસાગરથી પાર ઉતારવાની પરમાત્મામાં તારક શક્તિ રહેલી છે એ દાર્શનિક ચર્ચા અનેક સ્તવનોમાં કરવામાં આવી છે, અને અંતિમ સ્તવનમાં પરમાત્માના તારક ગુણને અનુલક્ષી હૃદયની પ્રાર્થના કરવામાં આવી છે. કવિએ કળશમાં ઉપસંહારરૂપે ચોવીસ તીર્થંકરોના ૧૪૫ર ગણધરોને નમસ્કાર કર્યા છે, તેમજ ચતુર્વિધ સંઘનું સ્મરણ કર્યું છે. ધર્મ-આરાધના વડે સકળ કર્મોને ક્ષય કરવાનો માર્ગ દર્શાવ્યો છે. આ સાથે પોતાની ગુરુપરંપરા રાજસાગર ઉપાધ્યાયના શિષ્ય જ્ઞાનધર્મ પાઠક અને તેમના શિષ્ય દીપચંદ્રજી પાઠકનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે. દેવચંદ્રજીએ ભક્તિતત્ત્વને સ્થાપવા માટે જેમ અનેક દાર્શનિક ચર્ચાઓ કરી છે, તેમ સર્વ દર્શનોના પરમ ધ્યેય એવા આત્મસ્વરૂપનું સુચારુ રીતે વર્ણન કર્યું છે. જે દેવચંદ્રજીની અનુભૂતિના ગહન સ્તરમાંથી પ્રગટ થતું અનુભવાય છે, તેમ જ અનુભૂતિ સભર લેખનને લીધે આ ચોવીશીને આધ્યાત્મિક સ્પર્શ ૨૧૬ ૪ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થાય છે. પરમાત્મદર્શનનું નિમિત્ત પામી જે આત્મસ્વરૂપ હુર્યું છે તેને વર્ણવતાં કહે છે; મોહાદિકની ઘૂમી, અનાદિની ઊતરે, હો લાલ. અમલ, અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે, હો લાલ. તત્ત્વરમણ શુચિ ધ્યાન, ભણી જે આદરે હો લાલ. તે સમતારસધામ, સ્વામી મુદ્રા વરે, હો લાલ. (૯, ૪) પરમાત્મ-દર્શને મોહનિદ્રા દૂર થઈ અને આત્માનો શુદ્ધ સ્વભાવ જાગ્રત થયો. નિર્મળ, અખંડ અને સંસારથી લેપાયા વિનાના આત્માનો અનુભવ થયો, અને આત્માએ ક્રમશઃ પરમાત્મા જેવી જ શાંતરસના ભંડાર સમી સ્થિતિ પામવાની દિશામાં પ્રયાણ કર્યું. એ જ રીતે ધર્મનાથ સ્તવનમાં પરમાત્માનો ધર્મ (સ્વભાવ) આત્મતત્ત્વમાં સ્થિર રહેવાનો છે તે દર્શાવી આપણો આત્મા પણ તેવો જ શુદ્ધ સ્વભાવનો ધારક છે તે જણાવ્યું છે. આત્મતત્ત્વની નિર્મળતાનું આલેખન કરતાં કહે છે; “તહવિ સત્તાગુણે જીવ એ નિર્મલો, અન્ય સંશ્લેષ જિમ સ્ફટિક નવિ સામલો. જે પરોપાધિથી દુષ્ટ પરિણતિ રહી, ભાવ તાદાસ્યમાં માહરું તે નહિ? (૧૫, ૭) જીવ રાગદ્વેષને લીધે કર્મો ધારણ કરે છતાં તેનું શુદ્ધ પરમાત્માસમ નિર્મળ સ્વરૂપ નષ્ટ થતું નથી. એ સત્તામાં તો રહે જ છે. જેમ સ્ફટિક તેની પાર્શ્વભૂને કારણે શ્યામ આદિ રંગો ધારણ કરે, પણ વાસ્તવમાં તે નિર્મળ પારદર્શક જ હોય છે. આત્મસ્વરૂપના વર્ણનને વિશદ કરતાં કહે છે; શુદ્ધ નિપ્રયાસ નિજભાવ ભોગી યદા, આત્મક્ષેત્રે નહિ અન્ય રક્ષણ તદા. એક અસહાય નિત્સંગ નિર્ધદ્રતા, શક્તિ ઉત્સર્ગની હોય સહુ વ્યક્તતા. (૧૫, ૯) જ્યારે આત્મા શુદ્ધ, નિર્મળ અને પ્રયાસરહિત એવા આત્મસ્વભાવનો ભોક્તા થાય છે, ત્યારે આત્મપ્રદેશ પર અન્ય કર્મ પુદ્ગલો કે રાગદ્વેષ રહી શકતા નથી. તે સર્વ નાશ પામે છે અને સહાયરહિત, કર્મસંગરહિત, રાગદ્વેષરહિત (નિર્ટન્દ્ર) પરમ આત્મશક્તિ પ્રગટે છે. આત્મતત્ત્વનું આવું વિશદ આલેખન શ્રી દેવચંદ્રજીની અપૂર્વ આધ્યાત્મિક તન્મયતાનાં દર્શન કરાવે છે, એને લીધે આ ચોવીશી જ્ઞાનપ્રધાન ચોવીશીમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દેવચંદ્રજીની આ ભવ્ય સિદ્ધિ સાથે એક મર્યાદાની પણ નોંધ લેવી રહી. આ ચોવીશીમાં સિદ્ધાંત ચર્ચા ના જ્ઞાનપ્રધાન ચોવીશી એક ૨૧૭ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ અને પારિભાષિક શબ્દોના વ્યાપક વિનિયોગને કારણે કાવ્યતત્ત્વને સ્ફરવાની વિશેષ તકો મળી નથી. દેવચંદ્રજીમાં ઉચ્ચપ્રકારની કવિત્વશક્તિ છે તેનાં ઉદાહરણો પૂર્ણપણે ચૌદમા અને એકવીસમા સ્તવનમાં કે કેટલાંક સ્તવનોની પંક્તિઓમાં અવશ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ તે સિવાયનાં સ્તવનોમાં આ શક્તિ કવિની દાર્શનિક પ્રતિભાના ભારને કારણે પ્રગટ થતી નથી. આનંદઘનજી દાર્શનિક વિષયમાં પણ ભાષાદ્વારા કે એકાદ ભાવાભિવ્યક્તિ વડે કાવ્યાત્મક રૂપ આપે છે, એવું દેવચંદ્રજીમાં ભાગ્યે જ જોવા મળે છે. આ ચોવીશી કાવ્યદૃષ્ટિએ વિશેષ નોંધપાત્ર ન હોવા છતાં ચોવીશી-સ્વરૂપમાં એક નવા પ્રસ્થાન તરીકે નોંધપાત્ર છે. આનંદઘનજીએ ભક્તિપ્રધાન એવા આ કાવ્યસ્વરૂપમાં જૈનદર્શનના ગહન વિચારો તેમજ આધ્યાત્મિક અનુભૂતિઓને આલેખીને ચોવીશીસ્વરૂપમાં તત્ત્વવિચારને સ્થાન આપી મહત્ત્વનો વળાંક આપ્યો. દેવચંદ્રજીએ એ જ પરંપરામાં સિદ્ધાંતચર્ચા દ્વારા પરમાત્માની સાધનામાર્ગમાં પરમ – ઉપકારકતા સિદ્ધ કરી, તેમ જ ભક્તિને પરમાત્મગુણોના આલંબન વડે વધુ સમૃદ્ધ બનાવવાનો માર્ગ દર્શાવ્યો. આત્મતત્ત્વના આલેખન વડે સાધકને અસંગ-અનુષ્ઠાનની સિદ્ધિ માટે માર્ગદર્શન આપ્યું. તે દૃષ્ટિએ આ પરંપરાને નવું પરિમાણ આપ્યું. ચોવીશીએ કાવ્યસ્વરૂપ છે એ ખરું, પરંતુ તેને ધાર્મિક પરંપરા જોડે દઢ સંબંધ રહ્યો છે, બીજું, જ્ઞાનપ્રધાન ચોવીશી તો અનેક દાર્શનિક વિષયોને વર્ણવે છે, એટલે જ્ઞાનપ્રધાન ચોવીશીમાં નવા દાર્શનિક-આધ્યાત્મિક વિષયોને આલેખનાર સર્જકને પણ નવપ્રસ્થાનકાર ગણી શકાય. એ ઉપરાંત કોઈ પણ સર્જક અનુગામી પેઢી પર કેવો પ્રભાવ પાથરે છે. અન્ય સર્જકો તેનું અનુસરણ કરે છે કે નહિ તે સર્વ પરિબળો પણ કોઈ સર્જકને નવપ્રસ્થાનકાર છે કે નહિ તે નિશ્ચિત કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે. આ દૃષ્ટિએ દેવચંદ્રજી જેવી સિદ્ધાંતચર્ચાની ઊંચાઈ અનુગામી પેઢીમાં કદાચ નથી, પરંતુ પદ્યવિજયજી, લક્ષ્મીસૂરિ, રત્નવિજયજી કે અર્વાચીન યુગના બુદ્ધિસાગર સૂરિ સુધીના જ્ઞાનપ્રધાન ચોવીશી સર્જકો પર આનંદઘનજીની સાથે સાથે જ દેવચંદ્રજીનો પ્રભાવ વિસ્તરતો રહ્યો છે. આ સર્વ કારણોસર શ્રીમદ્ દેવચંદ્રજી ચોવીશી-સ્વરૂપમાં અપૂર્વ નવપ્રસ્થાન કરનારા દાર્શનિક, આધ્યાત્મિક સર્જક તરીકે નોંધપાત્ર છે. દેવચંદ્રજીનો સ્વોપજ્ઞ બાલાવબોધ પણ તેમના સમયની દાર્શનિક ચર્ચાની ભાષાના ઉદાહરણ તરીકે નોંધપાત્ર છે; વલી રાજીમતી સ્ત્રીમેં પણ રુડી મતિ અંગીકાર કરી સર્વ પરિગ્રહના સંગનો ત્યાગ કરીને શ્રી અરિહંત દેવ ઉપર અરિહંતનો રાગ ધરી ઉપગારીપણે ગુણીને આદરે અવિલંવ્યા એટલે ભર્તારપણાનો અશુદ્ધ રાગ ટાલી દેવતત્ત્વને રા આદર્યા, એમ વિચાર્યું કે ઉત્તમને સંગે ઉત્તમતા વધે, એટલે ચારિત્રવંત સર્વજ્ઞ શ્રી નેમીશ્વર ભગવાન તે સર્વોત્તમ છે તો એના સંગથી મહારી પણ ઉત્તમતા એટલે સિદ્ધતા પૂર્ણાત્મતા વધે વલી સધ કેતાં નીપજે. આનંદ કેતાં આત્યંતિક, એકાંતિક, નિર્લંદ, નિરામય સુખ થાય, તે માટે તેહીજ કરવું ઘટે, એમ સર્વ ભવ્ય જીવોમેં વિચારવું.” (રૂ. ૨૨, કડી ૨) શ્રી દેવચંદ્રજીએ રાજુલના મનોભાવોનું સુંદર ચિત્ર સ્તવનમાં પ્રગટ કર્યું છે, તેને ગદ્યરૂપે બાલાવબોધમાં વિશેષ સ્પષ્ટ કર્યું છે. ૨૧૮ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવચંદ્રજી કૃત અતીત જિનચોવીશી શ્રી દેવચંદ્રજીના હૃદયમાં તીર્થકરો પ્રત્યે અતિશય-ભક્તિભાવ હતો. આ ભક્તિભાવથી પ્રેરિત થઈ કવિએ વર્તમાન ચોવીશીની સાથે જ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વીસ વિહરમાન તીર્થકરો અને ભૂતકાળની ચોવીશીના તીર્થકરો વિશે ભાવપૂર્વક સ્તવનોની રચના કરી હૃદયગત ભક્તિભાવની અભિવ્યક્તિ કરી છે. કવિના તીર્થંકરો પ્રત્યેના ભક્તિભાવ સંબંધ તેમના જીવનનો એક પ્રસંગ નોંધપાત્ર છે. પાટણમાં સહસ્ત્રકુટ (૧૦૨૪ તીર્થકરોની પ્રતિષ્ઠા હતી. લોકો તેમનાં નામ વિશે જાણતા નહોતા. સમર્થ જ્ઞાની જ્ઞાનવિમલસૂરિએ પણ દેવચંદ્રજીને આ નામો અંગે પૂછ્યું, ત્યારે દેવચંદ્રજીએ ભંડારમાંથી પ્રત મંગાવી નામો દર્શાવ્યાં. આ પ્રસંગ કવિની વિદ્વત્તા અને તીર્થકરો પ્રત્યેના હૃદયગત ભક્તિભાવનો પરિચય કરાવે છે. શ્રી દેવચંદ્રજીની આગળ જોઈ ગયા તે વર્તમાન જિનચોવીશીમાં એક અધ્યાત્મજ્ઞાની સાધકની મુદ્રા પ્રગટ થાય છે. તે કૃતિમાં પણ કાવ્યતત્ત્વના રસબિંદુઓ તો રહ્યા છે જ. એમ છતાં કૃતિના કેન્દ્રમાંનું તાત્ત્વિક વિચારણા કરતું વ્યક્તિત્વ વિશેષ પ્રગટ થાય છે. એ જ કવિની આ બીજી કૃતિમાં કવિ અને જ્ઞાનીનો સુમેળ થયો હોય એવી રસસભર રચનાઓ વિશેષપણે પ્રાપ્ત થાય છે. આત્મતત્ત્વની અનુભૂતિ અગોચર છે, પરંતુ આધ્યાત્મિક કવિ આ અનુભૂતિને અભિવ્યક્ત કરવા યોગ્ય ઇંદ્રિયગોચર રૂપકો, પ્રતીકો આદિનું આયોજન કરી પોતાના ભાવજગતને સ્પષ્ટ કરે છે. વર્તમાન જિનચોવીશીમાં કવિએ વર્ષાઋતુનું રૂપક યોજ્યું હતું, આ રચનામાં કવિ વસંત ઋતુનાં બે રૂપકો પ્રયોજે છે. કવિ આઠમા દત્તપ્રભુ સ્તવનમાં જિનગુણની આધ્યાત્મિક વસંતનું વર્ણન આલેખે છે. આ વસંતના આગમનને વર્ણવતાં કહે છે; તત્વપ્રતીત વસંતરુ પ્રગટી, ગઈ શિશિર કુ પ્રતીત લલના. દૂરમતિ રજની લઘુ ભઈ હો, સદ્ગોધ દિવસ વદિત. (૮, ૧) અજ્ઞાનરૂપી શિશિર તત્તપ્રતીતિરૂપ વસંતઋતુ પ્રગટ થવા સાથે જ દૂર થંઈ ગઈ છે. ખરાબ બુદ્ધિરૂપી ૨૨. શ્રી દેવચંદ્રજી કૃત અતીત જિનચોવીશી – ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. (સ્ત. ૧થી ૨૧) સં. અભયસાગરજી પૃ. ૧૩૦થી ૧૫૫ સજ્જન સન્મિત્ર – પૃ. ૫૬ ૨થી ૫૭૩ (૨૪ સ્તવનો) માયા માલા જ્ઞાનપ્રધાન ચોવીશી - ૨૧૯ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ રાત નાની થઈ છે અને આત્માની સાચી સમજણ રૂ૫ દિવસ ઉદય પામ્યો છે. આ તત્ત્વપ્રતીતિરૂપી વસંતમાં કવિ સાધકને પરમાત્માના અદ્ભુત ગુણો વડે વસંત ક્રીડા કરવા આમંત્રે છે, પ્રભુ ગુણગાનશું છંદશું હો, વાજિંત્ર અતિશય તાન. શુદ્ધ તત્ત્વ બહુ માનતા હો, ખેલત પ્રભુનુન ધ્યાન. ગુણ બહુમાન ગુલાલશું હો, લાલ ભએ ભવિ જીવ. રાગ પ્રશસ્ત કી ઘુમ મેં હો, વિભાવ વિકારે અતિવ. (૮, ૩-૪) પ્રભુ ગુણગાનના ઉત્સાહમાં હૃદયના હર્ષરૂપ વાજિંત્રો અતિશય તાનમાં વાગી રહ્યા છે. જે સાધકોને શુદ્ધ તત્ત્વની અનુભૂતિ થઈ છે, તેઓ પ્રભુ-ગુણધ્યાનમાં ક્રીડા કરી રહ્યા છે. આ ગુણ પ્રત્યે આદરભાવરૂપી ગુલાલ ઊછળી રહ્યો છે, તેમાં ભવ્ય જીવો લાલ થઈ રહ્યા છે. શુદ્ધ તત્ત્વ પ્રત્યેના ઉન્નતરાગ પ્રશસ્તરાગ)ના લયમાં ભવ્યજીવો પોતાની પૌગલિક સુખોની આકાંક્ષા આદિ વિકારોમાંથી મુક્ત થયા છે. કવિ આ આધ્યાત્મિક વસંતમાં જિનવાણીરૂપી અદ્ભુત રસપાનને વર્ણવતાં કહે છે, “ તત્વ પ્રતીત હાલે ભરે હો, જિનવાણી રસપાન. નિર્મલ ભક્તિ લાલી જગી હો, રીઝે એકત્વતા તાન. ભાવ વૈરાગ અબીરશું હો, ચરન રમનશું મહંત. સુમતિ ગુપતિ વનિતા રમે હો, ખેલે શુદ્ધ વસંત. (૮, ૫-૬) ભવ્ય જીવો તત્ત્વ પ્રતીતિરૂપી પ્યાલામાં જિનેશ્વરદેવની વાણીનું પાન કરે છે. તેને પરિણામે શુદ્ધ ભક્તિરૂપ લાલી પ્રગટ થઈ છે અને સાધકને જિન જોડે નિજની એકતાનું ભાન થયું છે. તે વૈરાગ્યભાવરૂપી અબીલ વડે સમિતિ, ગુપ્તિ (અષ્ટપ્રવચન માતા તરીકે ઓળખાતા ચારિત્રના હાર્દરૂપ નિયમો) સાથે ચારિત્રમાં રમવારૂપ શુદ્ધ વસંત ક્રીડા કરે છે. આ અપૂર્વ આધ્યાત્મિક વસંતમાં વસંતઋતુનો ઉત્સવ હોળીનો ખેલ પણ આત્માના શુદ્ધભાવની છટા ધારણ કરે છે; ચાચર ગુન રસિયાલિયે હો, નિજ સાધક પરિણામ. કર્મપ્રકૃતિ અરતિ ગઈ હો, ઉલસિત અપ્રિત ઉદમ. થિર ઉપયોગ સાધક મુખે હો, પિચકારી કી ધાર. ઉપશમ રસ ભરી છાંટતા હો, ગઈ તતાઈ અપાર. (૮, ૮-૯) સાધકના પરમાત્મગુણ ગાવાના ઉલ્લાસસભર પરિણામોએ જ ચોકમાં ગવાતા ચાચર (વસંતઋતુના ગીતો)નું સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રભુ પ્રત્યેની અરતિરૂપ કર્મપ્રકૃતિ નષ્ટ થઈ છે, અને સર્વત્ર અમૃત છલકાઈ રહ્યું છે. સ્થિર ઉપયોગરૂપી પિચકારી વડે ઉપશમરસ છંટાઈ રહ્યો છે, જેને લીધે સાધકની સર્વ ગરમી દૂર ૨૨૦ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય મારા For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ થાય છે. આમ, જિનગુણની ક્રીડા કરતાં કરતાં સાધકના નિજગુણોનો ઉદય થયો અને નિજગુણની – પોતાની આત્માનુભૂતિની વસંતક્રીડાનો પ્રારંભ થયો. જિનગુણ ખેલમેં ખેલતેં હો પ્રગટ્યો નિર્ગુણ ખેલ. આતમઘર આતમ ૨મે હો સમતા સુમતિ કે મેલ. ‘આતમઘર આતમ ૨મે’ એ નરસિંહની બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે'; જેવી સમર્થ આધ્યાત્મિક વાણીનું સ્મરણ કરાવે છે. કવિ ચોથા મહાજસસ્વામી સ્તવનમાં આત્મગુણોની વસંતને વર્ણવે છે, આતમપ્રદેશ રંગ થલ અનોપમ, સમ્યગ્દર્શન રંગ રે. નિજ સુખ કે સધઈયા, તું તો નિજ ગુણ ખેલ વસંત રે. પ૨ પરિણતિ ચિંતા તજી જિનમેં, જ્ઞાન સખા કે સંગ. (૪, ૧) આ વસંતઋતુનું રંગસ્થળ ક્રીડા ઉદ્યાન અનુપમ-વિશિષ્ટ છે, તે બાહ્ય કોઈ ઉદ્યાન નહિ, પણ આત્મપ્રદેશરૂપી અનુપમ રંગસ્થળ છે. આત્મપ્રદેશમાં સાધકે સમ્યગ્દર્શનરૂપી રંગ વડે સ્વ-ગુણોની વસંતમાં રમવાનું છે. અન્ય પદાર્થોની ચિંતા છોડીને, જ્ઞાનસખાના સંગે આ વસંતઋતુ રમવાની છે. આ વસંતક્રીડામાં ‘જ્ઞાન’ મિત્ર છે, ત્યારે જિનગુણની વસંતમાં સાધ્યરુચિ'ને સખા તરીકે ગણાવે છે. જિનેશ્વરની ભક્તિરૂપી વસંતમાં ‘સાધ્યરુચિ’ એટલે દર્શન ગુણનો સહચાર મુખ્ય છે, ત્યારે આત્માનુભવમાં જ્ઞાનગુણ મુખ્ય છે. આ વસંતઋતુનાં દ્રવ્યો પણ વિશિષ્ટ છે; 1 વાસ બસ સુરુચિ કેસરઘન, છાંટો પરમ પ્રમોદ રે. આતમ રમણ ગુલાલ કી લાલી, સાધક શક્તિ વિનોદ રે. (૪, ૨) અને આ વસંતમાં હોળી પણ કર્મોને ભસ્મીભૂત કરવારૂપ શુક્લધ્યાન રૂપ પ્રકટાવવામાં આવી છે, શુક્લધ્યાન હોરી કી જ્વાલા, જાલે કર્મ કઠોર રે. શેષ પ્રકૃતિદલ ક્ષિરણ નિર્જરા, ભસ્મ ખેલ અતિજોર રે. (૪, ૪) આમ સાધક નિગુણની વસંતમાં પોતાનો કર્મક્ષય કરી શુદ્ધ દશા પામે છે. આ નિજગુણના ખેલમાં પણ મહાજસંસ્વામી તીર્થંકર દેવના ગુણોનું અવલંબન તો અવશ્ય રહ્યું છે જ. કવિએ આ બંને કાવ્યો દ્વારા પરમાત્મગુણની વસંતક્રીડા અને તેના પરિણામે પ્રગટ થતી સ્વ-સ્વભાવરમણરૂપ ક્રીડાનું મનોહર વર્ણન કર્યું છે. કવિએ આ બે મનોહર રૂપકોની સાથે જ આ ચોવીશીમાં કેટલાક સુંદર અલંકારો પ્રયોજ્યા છે. પરમાત્મા પ્રત્યેના પોતાના ગાઢ સ્નેહને વિવિધ ઉપમાઓ દ્વા૨ા વર્ણવતાં કહે છે; For Personal & Private Use Only જ્ઞાનપ્રધાન ચોવીશી * ૨૨૧ Page #237 -------------------------------------------------------------------------- ________________ મીન, ચકોર, મોર, મતગંજ, જલ, શશી, ઘન, નીચનથી તિમ મો મતિ સાહિબ સુરતથી ઓર ન ચાહું મનથી. (૨૦, ૫) જેમ માછલી, ચકોર, મોર આદિનું મન અનુક્રમે પાણી, ચંદ્ર, વાદળ આદિમાં હોય છે, તે રીતે હે પ્રભુ! તારા મુખના અનુપમ સૌંદર્યમાં લાગ્યું છે. પરમાત્મદર્શન કેવું સુખકારી છે તે વાત પણ ઉપમાની માળાઓ દ્વારા અભિવ્યક્ત કરવા કહે છે, મરુધરમેં હો જિમ સુરતરુ લુંબ કે, સાગરમેં પ્રવહણ સમો. ભવ ભમતાં હો ભવિજન આધારકે, પ્રભુ દરસન સુખ અનુપમો. કવિ પ્રથમ તીર્થકર કેવળજ્ઞાની'ના નામનો મહિમા શ્લેષ અલંકાર દ્વારા કરતાં કહે છે, નામે ગાજે પરમ આલ્હાદ, પ્રગટે અનુભવરસ સ્વાદ તેથી થાયે મતિ સુપ્રસાદ, સુગંતા ભાંજે રે કાંઈ વિષયવિષાદ. સર્વ પ્રમેય પ્રમાણ, જસ કેવલનાણ પહાણ. તિશ કેવલનાણી અભિહાણ, જસ ધ્યાને રે કાંઈ મુનિવર ઝાણ રે. . (૧, ૧-૩) જેનાં નામ સાંભળવા માત્રથી પરમ આલ્હાદ થાય છે, અને સાધકને અનુભવરસનો સ્વાદ પ્રગટે છે. સુંદર બુદ્ધિની પ્રાપ્તિ થાય છે, અને વિષયવાસનાનાં દુઃખો દૂર થાય છે, તે નામ સર્વ પ્રમેયોથી પ્રમાણિત (સર્વ વસ્તુને કેવળજ્ઞાન દ્વારા જાણતા હોવાથી) એવા કેવળજ્ઞાન સૂચક અભિધાન કેવળજ્ઞાની છે. આ કેવળજ્ઞાની પદનું મુનિઓ ધ્યાન કરે છે. તો ચોથા સાગરસ્વામીને ગુણ-આગર સાગરસ્વામી' તરીકે ઓળખાવે છે. કવિએ પરમાત્માના વીતરાગ અને ઉપકારક એવા દેખીતી રીતે પરસ્પર વિરોધી ગુણોનું એકસાથે વર્ણન કર્યું છે. પતિત ઉદ્ધારણ હો તારણવત્સલ, કર અપણાયત એહ. નિત્ય નિરાગી હો નિસ્પૃહ, જ્ઞાનની શુદ્ધ અવસ્થા દેહ. . (૨૧, ૨) . તો પરમાત્માની નિઃસ્વાર્થ ઉપકારકતા વર્ણવતાં કહે છે; સ્વારથ વિણું ઉપગારતારે, અદ્ભુત અતિશય રિદ્ધિ. આત્મસ્વરૂપ પ્રકાશતારે, પૂરણ સહજ સમૃદ્ધિ. (૧૭, ૧) પરમાત્મા પ્રત્યેની પ્રીતિના કારણને વર્ણવતાં કહે છે, પરમાનંદી હો પરમાતમાં, અવિનાશી તુજ રીત. એ જાણી હો તુમ વાણી થકી, ઠહરાણી મુજ પ્રીત. (૨૧, ૩) ૨૨૨ ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ તો પરમાત્માના વિરહદુઃખને વર્ણવતાં કહે છે, સમુખ મુખ પ્રભુને મળી ન શક્યા તો શી વાત કહાય. નિજ પર વીતક વાત લહી સહુ પણ મને કિમ પ્રતિતઆય. (૭, ૧) પરમાત્માના પ્રત્યક્ષ દર્શનનો વિરહ થયો છે. સાધકે આ પરમાત્માના દર્શન વિના સંસારસાગરમાં પરિભ્રમણ કર્યું છે તેનું વૃત્તાંત છઠ્ઠા સ્તવનમાં દર્શાવ્યું છે. આ સ્તવન પર આનંદઘનજીના આઠમાં સ્તવનનો પ્રભાવ રહ્યો છે. કવિ પોતાના પુરોગામી કવિઓનો પ્રભાવ ઝીલતો હોય છે, પરંતુ સમર્થ સર્જક એ પ્રભાવ ઝીલી એક ડગલું આગળ વધે છે. દેવચંદ્રજીએ પણ જૈન પરિભાષા અનુસાર સંસારપરિભ્રમણની અનેક સૂક્ષ્મ વિગતો વર્ણવી પોતાની પરંપરાને સમૃદ્ધ કરી છે. કવિએ પરમાત્માના સ્થિરતા ગુણને સુંદર રીતે વર્ણવ્યો છે, અતિરૂડી રે અતિરૂડી જિનજીથી થિરતા અતિરૂડી. સકલ પ્રદેશ અનંતી, ગુણ પર્યાય શક્તિ મહંતી લાલ. તસુ રમણે અનુભવતી, પર રમણે. જે નરમતી લાલ. ૧ ઉત્પાદ વ્યય પલટૅતી, ધ્રુવ શક્તિ ત્રિપદીસંતી લાલ. ઉત્પાદે ઉતપતમંતી પૂરવ પરણિત વ્યાયંતી લાલ. ૨ નવનવ ઉપયોગે નવલી, ગુણ છતીથી તે નિત અચલીલાલ. પદ્રવ્ય જે નવિ ગમણી, ક્ષેત્રમંતરમાંહિ ન રમણી લાલ. (૧૦, ૧-૨-૩) પરમાત્માના આ મનોહારી ગુણોનું ધ્યાન સાધકને પોતાની અંદર રહેલા તે તે ગુણોને પ્રગટાવવામાં સહાયક બને છે. તે અંગે કવિ કહે છે, થિરતાથી થિરતા વાધ, સાધક નિજ પ્રભુતા સાધે લાલ. . પ્રભુ ગુણને રંગે રમતા, તે પાને અવિચલ થાન. (૧૦, ૬) તો શુદ્ધતા (વિમલતા) ગુણ માટે પણ કહે છે, Sણીપરે વિમલ જિનરાજનિ વિમલતા, ધ્યાન મંદિરે જે ધ્યાવે. ધ્યાન પૃથકત્વ સવિકલ્પતા રંગથી રે, ધ્યાન એક્ત અવિકલ્પ આવે. પરમાત્માના ગુણો તો સાધકની સાધના સિદ્ધિ માટે ઉપકારી બને જ છે, પરંતુ સાધકના દોષો પણ પરમાત્મધ્યાનને પ્રભાવે ગુણરૂપ બની જાય છે. રાગ સામાન્ય રીતે કર્મબંધનો હેતુ છે, પરંતુ પરમાત્મા સાથેનો રાગ મોક્ષ સાધવામાં સહાયભૂત બને છે. બંધના હેતુ રાગાદિ તુજ ગુણ રશિ, તેહ સાધક અવસ્થા ઉપાય.’ (૫, ૩) જ્ઞાનપ્રધાન ચોવીશી - ૨૨૩ For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા સાથેના રાગથી ચિત્ત એકાગ્ર બની મોક્ષ સાધવામાં સહાયભૂત બને છે. જેના ગુણો આત્મગુણની પ્રાપ્તિમાં સહાયક બને અને સાધકના દોષો પણ જેના ગુણપ્રતાપે મોક્ષની સાધનામાં સહાયક બની જાય એવા પરમાત્મા પ્રત્યે પોતાના ધન, મન, તન અને વચન આદિ સર્વ સાધક સમર્પિત કરી દે છે. સંસાર પરિભ્રમણના કારણરૂપ આ સર્વ પણ પરમાત્મગુણો સાથે સંબંધ બાંધી ઉપકારક બની જાય છે, માટે જ કવિ કહે છે; ધનમન તન વચના સવે, જોડ્યા સ્વામી પાય. બાધક તારણ વારતા, સાધક કારણ થાય. (૧૧, ૯) શ્રી દેવચંદ્રજીનો આ હૃદયગત સમર્પણભાવ, પરમાત્મા પ્રત્યેનો આદર આ ચોવીશીમાં સર્વત્ર અનુભવાય આ ચોવીશીમાં પણ અનેક પારિભાષિક વર્ણનો છે, એમ છતાં વર્તમાન જિનચોવીશીની તુલનાએ કવિ અહીં તત્ત્વજ્ઞાન અને કાવ્યનો વિશેષ સમન્વય કરતા જોવા મળે છે. ૧૯મા કૃતાર્થ જિનસ્તવનમાં દેવચંદ્રજીમાં ભાગ્યે જ જોવા મળતી રમતિયાળ શૈલીનાં પણ દર્શન થાય છે. કેટલીક પરિભાષાઓને યોગ્ય રીતે સમજી લેવાય તો જેમ અખાજીના વેદાંત વિશેનાં કાવ્યો રસપ્રદ બને છે, તેમ આ અતીત જિનચોવીશીનાં કાવ્યોની રસાનુભૂતિ પણ અવશ્ય થઈ શકે. ૨૨૪ ૪ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ પદ્રવિજયજી કૃત સ્તવનચોવીશી પદ્મવિજયજી પોતાની વિવિધ કાવ્યરચનાઓ વડે પ્રસિદ્ધ એવા જૈન સાધુ છે. તેમનો જન્મ અમદાવાદના શ્રીમાળી વણિક ગણેશજી અને માતા ઝમકુને ત્યાં સં. ૧૭૯૨ (ઈ.સ. ૧૭૩૬)માં થયો હતો. ૧૩ વર્ષની બાળવયે તપાગચ્છના સત્યવિજયજીની પરંપરામાં થયેલ પ્રસિદ્ધ વિદ્વાન ઉત્તમવિજયજી પાસે દીક્ષા ગ્રહણ કરી. ટૂંક સમયમાં જ અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરવાને લીધે વિજયધર્મસૂરિએ તેમની ૧૮ વર્ષની વયે પંડિતપદ આપ્યું. તેમણે અનેક કૃતિઓ સર્જી, તેમજ અનેક તીર્થોની પ્રતિષ્ઠા અને યાત્રા આદિ કાર્યો કર્યા. સં. ૧૮૬૨ (ઈ.સ. ૧૮૦૬)માં પાટણમાં તેમનો કાળધર્મ થયો. તેમણે તેમનાથરાસ, ઉત્તમવિજય નિર્વાણરાસ, સમરાદિત્યકેવળી રાસ, મદન-ધનદેવરાસ, જયાનંદરાસ આદિ રાસ કૃતિઓ, નવપદપૂજા, સિદ્ધાચલ – નવાણુપ્રકારી પૂજા આદિ પૂજાઓ, ચોમાસી દેવવંદન તેમજ અનેક સ્તુતિ, સ્તવનો, સઝાયો રચ્યા છે. તેમણે બે ચોવીશીઓ પણ રચી છે, તેમાંની એક ચોવીશી મુખ્યરૂપે તીર્થકરોના કલ્યાણક આદિ વિગતો નિરૂપે છે, ત્યારે બીજી આ ચોવીશી અનેક આધ્યાત્મિક વિષયોનું આલેખન કરે છે. કવિના હૃદયમાં પરમાત્માનું સર્વકર્મોથી રહિત, નિરંજન, નિરાકાર સ્વરૂપ વસ્યું છે. જ્ઞાનપ્રધાન ચોવીશીમાં આ નિરાકાર સ્વરૂપનો મહિમા વિશેષ રહ્યો છે. ભક્તિપ્રધાન ચોવીશીમાં વિશેષરૂપે તીર્થકરોના જગતુઉપકારક અષ્ટ પ્રતિહાર્ય સહિત સ્વરૂપનો મહિમા વિશેષ છે, એટલે તેનો સંબંધ સગુણ ભક્તિધારા સાથે વિશેષરૂપે રહે છે, જ્યારે તીર્થકરોના સિદ્ધસ્વરૂપનો મહિમા કરતી જ્ઞાનપ્રધાન ચોવીશીને નિર્ગુણ પરંપરા જોડે અનુસંધાન રહે છે. કવિ પ્રથમ સ્તવનમાં સિદ્ધસ્વરૂપને વર્ણવતાં કહે છે; અવ્યય અચલ અર્ચિત અનંત છે, અશરીરી અન્નાહારીજી. અવિનાશી શાશ્વત સુખનો ધણી, પર પરિણતિ નિવારીજી. (૧, ૨) પરમાત્મા વ્યય ન પામનારા, અચલ, અનંત, અશરીરી, અણાહારી, અવિનાશી, શાશ્વત સુખના સ્વામી ૨૩. ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૬૬ ૧થી ૬૮૫ મારા જ્ઞાનપ્રધાન ચોવીશી * ૨૨૫ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ છે, તેમજ સર્વ પૌગલિક સુખો ત્યજી આત્મ-સ્વભાવમાં રમી રહ્યા છે. આ પરમાત્મા જગતના સર્વ પદાર્થો જાણે છે, છતાં તેમાં ક્યાંય પોતાના મનને તન્મય બનવા દેતા નથી, તે સર્વથી અલિપ્ત જ રહે છે. આ ઋષભદેવ પરમાત્મા વ્યવહાર દષ્ટિએ ઋષભ લાંછન ધારણ કરનારા છે, પરંતુ સર્વ કર્મો દૂર કર્યા હોવાથી વાસ્તવમાં નિલંછન છે અને અનંત ગુણોને ધારણ કરનારા છે. બીજા સ્તવનમાં કવિ પોતાના નિશ્ચયનયની દષ્ટિએ શુદ્ધ આત્મસ્વરૂપને જુએ છે, તેની સાથે પરમાત્મા જોડે એકતા અનુભવે છે. અજિત જીન ! તુમ મુજ અંતરો, જોતાં દીસે ન કોય ૨? (૨, ૧) પરંતુ વ્યવહારની ભૂમિકાએ જે અંતર પડ્યું છે તેનું તીવ્ર દુઃખ પણ અનુભવે છે. પરમાત્માના સર્વ ગુણ રૂપી નિધાને પ્રગટ અવસ્થા પામ્યા છે, ત્યારે સાધકના ગુણ ઢંકાઈ રહ્યા છે, તિરોભાવ ધારણ કરી રહ્યા છે. જાણે કોઈ ગૃહસ્થના ઘરમાં નિધાન હોય, છતાં તે નિધાન ક્યાં છે તે ન જાણવાથી નિધન દશાને પામે. આવી ઉપહાસપાત્ર સ્થિતિ આ સંસારના સહુ જીવોની છે. તે સ્થિતિ દૂર કરવા પરમાત્મગુણોનું આલંબન લેવાની ભક્તહૃદયની ઇચ્છા કવિએ આલેખી છે. કવિ ત્રીજા સ્તવનમાં પોતાનું ભવભ્રમણ વધ્યું અને પરમાત્માથી અંતર પડ્યું તેના કારણરૂપે પોતે જે અશુભ કર્મો કર્યા તેનું પ્રાયશ્ચિત્ત કર્યું છે અને પરમાત્મારૂપી આલંબનની સહાયથી સહુ કર્મો દૂર કરવાનો સંકલ્પ કર્યો છે. ચોથા સ્તવનમાં કવિ તીર્થકરોની વાણીને શ્રાવ્યમાંથી દશ્યરૂપ આપી વાણીના યોજન સુધી વિસ્તરતા પ્રકાશને જોવા માટે કહે છે; તુહે જોજ્યો જોજ્યો રે વાણીનો પ્રકાશ. ઊઠે છે અખંડ ધ્વનિ, જોને સંભળાય. નર તિરીય દેવ આપણી સહુ સમઝી જાય. (૩, ૧) આ વાણી પાંત્રીસ ગુણો વડે અલંકૃત અને ભવ્ય જીવોના સંશય છેદનારી છે. હેય ઉપાદેય છોડવાયોગ્ય ગ્રહણ કરવાયોગ્ય)નો વિવેક સમજાવનારી છે. પાંચમા સ્તવનમાં કવિ પરમાત્માના રોગ-શોકથી મુક્ત, પરમ આનંદમય સ્વરૂપને વર્ણવે છે. છઠ્ઠા પદ્મપ્રભસ્વામી સ્તવનમાં પદ્મ શબ્દ પર શ્લેષ કરી પ્રભુને કર્મરૂપી કાદવમાં જન્મેલા અને ભોગરૂપી જળથી વૃદ્ધિ પામેલા હોવા છતાં એ સર્વથી અલિપ્ત છે, એમ વર્ણવે છે. કવિ પરમાત્માના રૂપને વર્ણવતા મનોહર રવાનુકારી શબ્દોવાળી પદાવલી યોજે છે; રક્તપા સમ દેહ તગતગે, જગ લગે રૂપ નિહાળ. ઝગમગે સમવસરણમાંહિ, પગે પગે રિદ્ધિ રસાળ.' લાલ કમળ જેવો દેહ શોભે છે અને તમારા રૂપને વિશ્વ આશ્ચર્યચકિત થઈ જુએ છે. સમવસરણમાં ઝગમગતા પ્રભુના ચરણોમાં વિહારસમયે કમળરૂપે રસમય રિદ્ધિઓ શોભી રહી છે. ૨૨૬ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથ સ્તવનમાં કવિએ પ્રયોજેલા ક્યું હિ? ક્યું હિ? યુહિ? યુહિ? એવા પરિવર્તિત ધ્રુવપદો બોલચાલની છટા સાથે સંકળાય છે. કવિ આ સ્તવનમાં વિરોધાભાસની પરંપરા આલેખે છે, તું સિદ્ધસ્વરૂપે) રૂપાતીત છે, તો તારા રૂપનું વર્ણન કેમ કરવું ? તું ગુણાતીત છે તો તારા ગુણનું વર્ણન કેમ કરવું ? તું અરૂપ હોય તો પણ લોકોને સંસારસાગરથી કઈ રીતે તારી શકે? પછી પોતાના જ પ્રશ્નના સમાધાનમાં કહે છે, જેવી રીતે પાણીમાં ચામડાની મશક તરે તે તેની વચ્ચે રહેલી હવાને આધારે તરે છે, તેમ રૂપાતીત એવો તું પણ ભક્તને અરૂપી હોવા છતાં તારનાર થાય છે. આમ, કવિ પરમાત્માના તારકગુણનો મહિમા કરે છે. કવિ સમક્ષ હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી આદિના અનેક અપૂર્વ ગ્રંથો રહ્યા હતા. આ ગ્રંથોના સંસ્કૃત ભાષામાં ગૂંથાયેલા અપૂર્વ તત્ત્વો સામાન્ય ભાવિક જનોને પણ ઉપલબ્ધ થાય એ માટે કવિ પ્રયત્નશીલ હતા. આથી કવિએ તે સમયના અત્યંત પ્રચલિત એવા સ્તવન પ્રકારમાં આ ગ્રંથોના રહસ્યાર્થને ગૂંથ્યા છે. કવિના પ્રસિદ્ધ ચોમાસી દેવવંદનના પાંચે સ્તવનો હેમચંદ્રાચાર્ય કૃત વીતરાગસ્તવનના ભાવાનુવાદ છે. તેમાંનું પ્રથમ સ્તવન પ્રથમ જિનેશ્વર પ્રણમીએ જાસ સુગંધી રે કાય' તો જૈન ભાવિકોને હૃદયસ્થ છે. કવિ ચોવીશીના આઠમા ચંદ્રપ્રભસ્વામી સ્તવનમાં યશોવિજયજીના જ્ઞાનસાર ગ્રંથના પ્રથમ પૂર્ણતાષ્ટકનો ભાવાનુવાદ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ વીતરાગ સ્તોત્રની હૃદ્ય ભાવાનુવાદ કરનાર કવિ કોઈક કારણોસર પૂર્ણતાષ્ટકના તત્ત્વજ્ઞાનનું સુગેયં અને હૃદયસ્પર્શરૂપ આપવામાં નિષ્ફળ જાય છે. કવિના અનુવાદમાં પૂર્વમાન, સ્તિમિત સમુદ્ર જેવા સંસ્કૃત શબ્દો અને જગદ્ભુતનોદાય જેવા સમાસો આખા ને આખા તેજરૂપે રહી જવાથી કવિનો તત્ત્વજ્ઞાનનો ગુજરાતી ભાવાનુવાદનો હેતુ નિષ્ફળ જતો અનુભવાય છે. નવમું સુવિધિનાથ સ્તવન પણ જ્ઞાનસારના સ્થિરતા-અષ્ટકના કેટલાક શ્લોકોનો ભાવાનુવાદ છે, પરંતુ ત્યાં કવિને થોડીક વિશેષ સફળતા પ્રાપ્ત થઈ છે. દસમા શીતલનાથ સ્તવનમાં શાસ્ત્રોમાં વર્ણવાયેલા અનુપમ સિદ્ધત્વના સુખને વર્ણવે છે. દેવોના સુખને અનંતવાર વર્ગ કરો તોપણ સિદ્ધના સુખની આગળ તે એકદમ ઓછું જ રહે, એવું અપૂર્વ સિદ્ધનું સુખ છે. આ પ્રકારનું વર્ણન કવિએ આવશ્યક નિર્યુક્તિના આધારે કર્યું છે. કવિ અગિયારમાં અને બારમા સ્તવનમાં મોક્ષગમન સમયે કરાતી શેષ સકળ કર્મોના ક્ષય માટેની શૈલેષીકરણની પ્રક્રિયાને વર્ણવે છે. વાસુપૂજ્ય સ્વામીના લાલ રંગને જોઈ કવિ અનુભવે છે કે, કર્મો સાથે અંતિમ યુદ્ધ કરવા તેમણે આ લાલ રંગ ધારણ કર્યો છે. વાસવર્વતિ વૈદિએજી, વાસુપૂજ્ય જિનરાય. માનું અરુણ વિગ્રહ કર્યોજી, અંતર રિપુ જયકાર (૧૨, ૧) કવિ આ સ્તવનોમાં પારિભાષિક શબ્દો દ્વારા સમગ્ર શૈલેશીકરણની પ્રક્રિયાને વર્ણવે છે. કવિ તેરમા સ્તવનમાં “વિમલ નામ પર શ્લેષ કરી વિમળતાને ઓળખાવનાર તરીકે તેમનો મહિમ કરે છે. જીવે આજ સુધી પોતાના આ બાહ્ય પુદ્ગલમય અસ્તિત્વને જ આત્મા માની લીધો હતો, તે ભ્રાંતિનું ના જ્ઞાનપ્રધાન ચોવીશી અંક ૨૨૭ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ બોલચાલની છટામાં વર્ણન કરતાં કહે છે, પુદ્ગલ સંગથી પુદ્ગલમય, નિજ ખીરનીર પરે અપ્પા રે. એતા દિન લગે એહિ જ ભ્રાંતિ, પુદ્ગલ અપ્પા થપ્પા રે. (૧૩, ૨) ચૌદમા સ્તવનમાં પણ કવિ શ્લેષમય રીતિએ અનંતનાથ ભગવાનની અનંતતા વર્ણવે છે. તીર્થંકરોએ વર્ણવેલા છ દ્રવ્યમાં પુદ્ગલ દ્રવ્યના પરમાણુ સહુથી વિશેષ છે, તે સર્વ પુદ્ગલ દ્રવ્યના અનંત દ્રવ્ય ગુણપર્યાય થાય, અને તેને પરમાત્મા પોતાના જ્ઞાનમાં પ્રત્યક્ષરૂપે જુએ છે. એવી ૫રમાત્માના જ્ઞાનની અનંતતા છે. પંદરમા ધર્મનાથ ભગવાનના સ્તવનમાં પરમાત્માએ જે અનંત ધર્મ (શુદ્ધ સ્વભાવ) પ્રગટ કર્યો છે, તે સ્વમાં પ્રગટ કરવા પરમાત્માને આલંબનરૂપ સ્વીકારે છે. કવિ આ સ્તવનમાં સુરતમાં બિરાજમાન ધર્મનાથમૂર્તિનો મહિમા પણ કરે છે. શ્રી શાંતિનાથ સ્તવનમાં સિદ્ધના ૩૧ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. પરમાત્માના ૩૧ ગુણ પ્રગટ થયા છે અને સર્વ દોષો દૂર થયા છે. સત્તરમા સ્તવનમાં બાહ્યદ્રવ્યપૂજા અને ભાવપૂજા કરવાની રીત દર્શાવી છે. ભાવપૂજામાં રૂપાતીત સ્વભાવનું ધ્યાન કરવાનું સૂચવે છે. અઢારમા અરનાથ સ્તવનમાં ‘ઉપમિતિ ભવ પ્રપંચા' કે ‘ત્રિભુવનદીપકપ્રબંધ'ની જેમ મોહરાજાના પરિવારનું રૂપકાત્મક વર્ણન કર્યું છે. મોહરાજા કુબુદ્ધિમંત્રી, મિથ્યા મહેતો હિસાબનીશ), ક્રોધ, માન, માયા, લોભ આ ચાર મુખ્ય સિપાઈઓ અને રાગ-દ્વેષરૂપી મલ્લ એવો વિશાળ પરિવાર ધરાવે છે. આ મોહરાજાએ જીવને બાંધી દીધો છે અને જીવને પણ આ બંધન ગમે છે. છતાં હવે થોડી સમજણ આવી છે, માટે જીવ પ્રભુને આ બંધનમાંથી મુક્ત કરવા વિનંતી કરે છે. ઓગણીસમા મલ્લિનાથ સ્તવનમાં સર્વ દ્રવ્યોના ગુણ પર્યાય જાણવારૂપ પરમાત્માના જ્ઞાનગુણને વર્ણવે છે. આ જ્ઞાનગુણ પરમાત્મામાં પ્રગટ થયેલ છે, તો સાધકમાં પ્રછન્નપણે રહેલ છે અને સાધક તે પ્રગટ ક૨વા ઇચ્છે છે. વીસમા સ્તવનમાં કવિએ આ જ્ઞાન-ગુણનું વિસ્તારથી વર્ણન કર્યું છે. ૫૨માત્માનું કેવળજ્ઞાન એ પૂર્ણ જ્ઞાન છે, એટલે પૂર્ણજ્ઞાનના ઉદય બાદ મતિ આદિ અપૂર્ણ જ્ઞાનો રહેતાં નથી. આ વાતને બારીના ઉદાહરણથી સ્પષ્ટ કરતાં કહે છે; મત્યાદિક ચઉનાણ અભાવથી જાસ જો કેવલજ્ઞાન તે સૂર્ય ઉગ્યો જેહને રે. ૨ વાતાયન પમુખ કીધા વિ દૂરજો તવ કહેવાય સૂરજનો પ્રકાશ રે. ૪ (૨૦, ૨-૪) કવિએ એકવીસમા સ્તવનમાં પરમાત્માના પરસ્પર વિરોધી ગુણોનું વર્ણન કર્યું છે. બાવીસમા સ્તવનમાં કવિએ રાજુલના વિરહ વિલાપનું આલેખન કર્યું છે, આ સાથે ૫રમાત્માના ત્રણ કલ્યાણકના સ્થળરૂપે ગિરનાર તીર્થનો મહિમા કર્યો છે. ૨૨૮ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસમા સ્તવનમાં કવિએ મધ્યકાળમાં સંસ્કૃત કવિઓમાં પ્રચલિત અનેકાર્થક શબ્દ વડે પરમાત્માની સ્તુતિ કરી છે. પરવાદી ઉલૂકો પિ૨ હિર સમ, હિર સેવે જસ પાયા હરિતવાને પ્રભુની ગતિ ગજ સમ, હિર સેવે જસ પાયા. (૨૩, ૧) અન્ય દર્શનીઓ રૂપી ઘુવડ માટે સૂર્ય (હિર) સમાન, હિર (ઇંદ્રો) જેમની સેવા કરે છે તે હિરતવાન (લીલા રંગવાળા), ગજ જેવી ગતિવાળા હે પ્રભુ! હિર (નાગ) તમારા ચરણની સેવા કરે છે. આમ, કવિએ એક પંક્તિમાં ‘હરિ’ શબ્દને ત્રણ અર્થમાં પ્રયોજી કાવ્યચાતુરી દર્શાવી છે. આ સમગ્ર સ્તવનમાં કવિએ ચંદ્રના અર્થના વિવિધ શબ્દો, કૌશિકના ઘુવડ અને ઇંદ્ર એવા બે અર્થો, કુવલયના કમળ અને પૃથ્વીમંડળ એવા બે અર્થો પ્રયોજી તેમજ એવા બીજા શબ્દોના પણ બે અર્થનો લાભ લઈ શબ્દચાતુરીમાંથી પ્રગટતી કાવ્યચાતુરીનો આસ્વાદ અર્પી છે. ચોવીસમા સ્તવનમાં ટૂંકાણમાં પરમાત્માનું જીવનચરિત્ર વર્ણવેલ છે. કવિએ ચોવીશીને અંતે કળશ કે ગુરુપરંપરાનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ અઢારમા સ્તવનમાં કવિએ ગુરુપરંપરાનો ઉલ્લેખ કર્યો છે. આ સ્તવનચોવીશીમાં કવિએ જૈનદર્શનની અનેક દાર્શનિક વિભાવનાઓને આલેખી છે. વિશેષરૂપે સિદ્ધનું અને કેવળ જ્ઞાનનું સ્વરૂપ અનેક સ્તવનોમાં આલેખ્યું છે. પાર્શ્વનાથ સ્તવન શબ્દચાતુરીની દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. સમગ્રતયા, આ ચોવીશી જ્ઞાનપ્રધાન ચોવીશીઓમાં એક મહત્ત્વની ચોવીશી છે. For Personal & Private Use Only જ્ઞાનપ્રધાન ચોવીશી * ૨૨૯ Page #245 -------------------------------------------------------------------------- ________________ વિજ્યલક્ષ્મીસૂરિ કૃત સ્તવનચોવીશી ‘ઉપદેશપ્રસાદ’ જેવા વિશાળ સંસ્કૃત-કથા ગ્રંથ અને જ્ઞાનપંચમી દેવવંદનના કર્તા વિજયલક્ષ્મીસૂરિનો જન્મ આબુ પાસે પાલડી (શિહોરી જિ. રાજસ્થાન)માં થયો હતો. પોરવાડ વણિક પિતા હેમરાજ અને માતા આણંદબાઈના આ પુત્રનો જન્મ સં. ૧૭૯૭માં થયો હતો. સંસારી નામ સુરચંદ હતું. ૧૭ વર્ષની વયે દીક્ષા ધારણ કરી અને દીક્ષા સમયે સુવિધિવિજય નામ હતું. તે જ વર્ષે તેમને સૂરિપદ અને વિજયલક્ષ્મીસૂરિ એવું નામ અપાયું. તેમના ગુરુ તપાગચ્છના વિયાણંદસૂરિની પરંપરામાં સૌભાગ્યસૂરિ હતા. કવિની અન્ય પ્રસિદ્ધ રચનાઓમાં છ અઠ્ઠાઈનું સ્તવન, વીસસ્થાનક તપપૂજા, જ્ઞાનપંચમીની ઢાળો, પંચમીવિષયક સ્તુતિ-સજ્ઝાય, નેમિનાથ સ્તવન આદિ ઉપલબ્ધ થાય છે. કવિએ રચેલા જ્ઞાનપંચમી દેવવંદન અને જ્ઞાન-પંચમી વિષયક અન્ય કૃતિઓની યાદી જોતાં જ કવિના જ્ઞાન માટેના ઊંડા આદરનો ખ્યાલ આવે છે. ૨૪આ ચોવીસીમાં પણ કવિએ અનેક પ્રકારની તત્ત્વવિચારણા સુંદર રીતે આલેખી છે. કવિ પ્રથમ ઋષભદેવ સ્તવનમાં જિનેશ્વરદેવના દર્શનના આનંદને વર્ણવે છે. પરમાત્માની શિવપુરસ્થાનકમાં અનુપમ જ્ઞાનમય રમણતા છે અને તેઓ પરમ શુદ્ધતામય સ્થિતિને ધારણ કરી રહ્યા છે. તેમના દર્શને ભક્તની ચેતના પ્રભુગુણરંગી થાય છે. પરમાત્મા મોક્ષનું મુખ્ય કારણ હોવાથી તેમનામાં જ કર્ત્યબુદ્ધિ સ્થિર કરી તેમની પ્રણિધાનપૂર્વક (એકાગ્રતાપૂર્વક) ઉપાસનાનો પ્રારંભ કરવો જોઈએ એમ જણાવે છે. બીજા સ્તવનમાં ૫૨માત્માના ચરણોની સેવા સુખરૂપી સરિતાના અખંડ પ્રવાહને આપનારી છે. ચાર ગતિના પરિભ્રમણ બાદ સુકૃત (સારાકાર્ય) રૂપી રાજાના પસાયે પ્રાપ્ત થયેલ મનુષ્યભવમાં પ્રભુ-ચરણની ઉત્તમ રીતે સેવા કરવા, તેમજ તેનું પિંડસ્થ – પદસ્થ આદિ ધ્યાન કરવા કહે છે. - કવિ ત્રીજા સંભવનાથ સ્તવનમાં પરમાત્માના દેખીતી રીતે પરસ્પર વિરોધી લાગતા ગુણોનું વર્ણન કરે છે, તેમ જ પરમાત્માને મોક્ષમાર્ગ માટે પુષ્ટાલંબન ગણી તેમનું ધ્યાન કરવા કહે છે. પ્રભુના ધ્યાનના પ્રભાવે આત્મા આઠ કર્મોના દળ છોડી પોતાના શુદ્ધ સ્વરૂપને ભોગવનાર થાય છે. કવિ એથી જ પરમાત્માને અધ્યાત્મરૂપ તરીકે ઓળખાવે છે. ચોથા સ્તવનમાં પરમાત્માનું સ્થાન અને સ્વરૂપ વર્ણવતાં કહે છે; ૨૪.૬૮૫થી ૭૧૫ ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી. ૨૩૦ * ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ‘નિવૃત્તિનગરીયે છાજતા, રાજતા અક્ષયરાજે રે. અતિશય નિરમળ વર રુચિ, મ્હારા પરમેશ્વરનેં દિવાજે રે નિવૃત્તિનગરીમાં વસતા, અક્ષય સુખના ભોક્તા પરમ શુદ્ધ એવા પરમાત્માની પ્રભુતાનું જે ભક્ત આલંબન સ્વીકારે છે, તે કર્મોને ભેદી જિનસ્વરૂપ પ્રાપ્ત કરનાર થાય છે. પાંચમા સુમતિનાથ સ્તવનમાં કવિ પોતાના જીવ અને પરમાત્માની તુલના કરતાં કહે છે કે, હે પરમાત્મા ! આપ જ્ઞાનાદિક ગુણના સમુદ્ર સમાન છો અને શબ્દ આદિ ઇંદ્રિયોના વિષયથી દૂર છો, જ્યારે હું સ્વપ્નમાં પણ આ વિષયોના સંગને શોધું છું. તમે તેરમા-ચૌદમા એવા ઉત્તમ ગુણસ્થાનકો પર બિરાજમાન થયા છો, ત્યારે હું ક્રોધાદિ કષાયોને કારણે સંસારમાં રખડી રહ્યો છું. પોતાના તુચ્છસ્વરૂપની સરખામણીમાં પરમાત્માના તેજસ્વી સ્વરૂપને વર્ણવતાં કહે છે, તુમે જગશરણ વિનીત સુજાણ, તમે ગગન વિકાસના ભાણ. અલખ અગોચર જિન જગદીશ. - અશરણ નાથ નાયક અનીશ. (૫, ૭-૧૦) પરમાત્મા દેદીપ્યમાન સૂર્ય સમાન અને અશરણના શરણ તેમજ તેમની પર કોઈ સ્વામી નથી (અનીશ છે) સેવકે સદાય પરમાત્માની સેવા સ્વીકારી છે. છઠ્ઠા પપ્રભસ્વામી સ્તવનમાં કવિ આનંદઘનજીના નમિનાથ સ્તવનની જેમ આત્મા સંબંધી વિવિધ છ દર્શનોના મત જણાવે છે. અંતે જગતગુરુ એવા પરમાત્માએ અનેકાંત દષ્ટિએ સર્વ મતોનો સમન્વય દર્શાવી સમભાવપૂર્વક એ માર્ગ પર ચાલવાનું કહેલ છે. સાતમાં સ્તવનમાં કવિ સાત નયોના મત દર્શાવી આ સર્વ મતો આંધળા દ્વારા હાથીના વિવિધ અવયવોને જ હાથી માનવાની પ્રવૃત્તિ સમાન દર્શાવી સ્યાદ્વાદરૂપી દિવ્ય નેત્રો વડે આ જગતને સમજવાનું કહે છે. આઠમા ચંદ્રપ્રભસ્વામી સ્તવનમાં પરમાત્માએ આઠ કર્મોને દૂર કરી સિદ્ધસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. તેમની અનંતજ્ઞાન, દર્શન, અવ્યાબાધ આદિ ગુણમય સ્થિતિનું વર્ણન કર્યું છે. - નવમા સુવિધિનાથ સ્તવનમાં જીવ કઈ રીતે કર્મક્ષય કરતો કરતો પરમાત્માના સમ્યગુદર્શન પામી પરમાત્માની સ્તવનાની યોગ્યતાને પામે છે તે દર્શાવ્યું છે. દસમા શીતલનાથ સ્તવનમાં કવિ છ દ્રવ્યોમાં જીવ એક જ ચેતનવંત દ્રવ્ય છે, તેમ દર્શાવી અન્ય પાંચેનાં લક્ષણો વર્ણવ્યાં છે. શ્રી શ્રેયાંસનાથ સ્તવનમાં કવિ પરમાત્માના કેવળજ્ઞાન ગુણની સર્વ વ્યાપકતા વર્ણવે છે. બારમા વાસુપૂજ્ય સ્વામી સ્તવનમાં કવિ પરમાત્મરૂપની અપૂર્ણતાને વર્ણવતાં કહે છે; સહુથી લક્ષણ લક્ષિત, જીત્યા સવિ ઉપમાન હો. રૂપ અનંત ગુણ દેહમાં, શાંતરૂપી અસમાન હો. (૧૨, ૫) ચક્રવર્તી, વાસુદેવ, ઇદ્રો કે અનુત્તર દેવતા કરતાં પણ વિશેષ સુંદર રૂપને ધારણ કરનારા, સર્વ ઉપમાનોને જીતનારા અને અનંત ગુણોવાળા પરમાત્મા શાંતરસના ભંડાર છે. આ રૂપનું આલંબન લઈ સાધક પોતાના -- જ્ઞાનપ્રધાન ચોવીશી ૨૩૧ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ નિજસ્વરૂપની પ્રાપ્તિ કરનાર બને છે. તેરમા સ્તવનમાં કવિ પરમાત્માના નિર્વિકાર રૂપને વર્ણવે છે. ચૌદમા સ્તવનમાં પરમાત્માની વાણીનું પ્રાસાનુપ્રાસયુક્ત ભાષામાં અલંકારમંડિત એવું વર્ણન કરે છે; ગુણમણીખાણી સત્યવતી, નવગ્રામધારક ધનવંતી ભવિ ચિત્તપંકજ વિલસંતી. ત્રિભુવનપતિ ત્રિગડે સોહે, ત્રિભુવનજનનાં મન મોહે તરણી પરે જન પડિબોહે. જિ ૩ નવિ મત એકાંત ભણંતી, જેહ ચ્યાર નિક્ષેપાર્વતી ખટ ભાષામાં પ્રણમતી. જિ. ૪ (૧૪, ૨-૩-૪) પરમાત્માની વાણી અનેક ગુણોથી યુક્ત, સત્યમય, સાત નયોથી યુક્ત અને ભવ્ય જીવોના ચિત્તકાળમાં ઉલ્લાસ ખેરનારી છે. સમવસરણના ત્રણ ગઢમાં બિરાજમાન પરમાત્મા ત્રણે ભુવનના મનને મોહે છે અને તરણી (સૂર્યની જેમ સર્વજીવોનો પ્રતિબોધ કરે છે. જિનેશ્વરની વાણી સ્યાદ્વાદમય હોવાથી એકાંતમતનો ઉપદેશ આપતી નથી, ચાર નિક્ષેપથી યુક્ત હોય છે અને છ ભાષાઓમાં તેનું પરિણમન થતું હોય છે. આ વાણીના ઉદ્દભવસ્થાનને વર્ણવતાં કહે છે; કેવલ કાસારથી નિકસી. નિશ્ચય વ્યવહાર પ્રશંસી. મિથ્યા કલિમલ વિદ્ધસી. (૧૪, ૮) કેવળજ્ઞાનરૂપી સરોવરમાંથી પ્રગટેલી, નિશ્ચય અને વ્યવહારનય એ બે પક્ષોના સમન્વયવાળી અને મિથ્યાત્વરૂપી કાદવને દૂર કરનારી આ જિનવાણી સર્વજીવોને હિતકારી છે. પંદરમા સ્તવનમાં કવિ પરમાત્મવાણીના મૂળ કેવલજ્ઞાનના પ્રસંગને વર્ણવે છે. કવિએ સમોવસરણરચનાનું અલંકારખચિત અને ભાવપૂર્ણ વર્ણન કર્યું છે. પરમાત્માના ત્રણે દિશામાં શોભતા પ્રતિબિંબને જોઈ આનંદિત થતાં દેવી-દેવતાઓને વર્ણવતાં કહે છે; જીહો ! નિરખી હરખે સુર ના લાલા ! પામી જિમ પિક અંબ. (૧૫, ૩) પરમાત્માએ કેવળજ્ઞાન દ્વારા સર્વ જીવોને ઉપકારક, શ્રેષ્ઠ ધર્મ દર્શાવ્યો છે, અને આ ધર્મનું આલંબન લેવાથી આત્માનો શુદ્ધ ધર્મ (શુદ્ધ સ્વભાવ) પ્રગટ થાય છે. કવિ સોળમા સ્તવનમાં આવા ધર્મપ્રરુપક જિનેશ્વર દેવની વિવિધ નામોથી સ્તવના કરે છે. જીરે ! સદાશિવ વિધિ વિષ્ણુ, વિષ્ણુ પુરુષોત્તમ સ્વયંપ્રભુ જી રે ! ક્ષમી દમી નિરર્દભ, અંતરજામી નામી વિભુ.” (૧૬, ) આવા અનેક શુભનામો પરમાત્માના ગુણોને લીધે યથાર્થ થયા છે અને પરમાત્માનું વિવિધ નામોથી ૨૩૨ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ થતું ધ્યાન સર્વસુખસંપદાન આપનારું થાય છે. સત્તરમા સ્તવનમાં પાંચ સમવાય કારણો - કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચે પોતપોતાના મતો રજૂ કરે છે અને પોતાની શ્રેષ્ઠતા જાહેર કરે છે, પરંતુ જિનેશ્વરદેવ એ સર્વ મતોનો સમન્વય કરી કાર્યસિદ્ધિ માટે આ પાંચ કારણોની અનિવાર્યતા દર્શાવે છે. આ કાવ્યમાં વિવિધ મતોની પોતપોતાની સ્થાપના માટેની નાટ્યાત્મક રજૂઆત અસરકારક છે. - કવિ અઢારમા સ્તવનમાં અરનાથ ભગવાનનું દર્શન એ પોતાના આત્મસ્વભાવના દર્શનનું નિમિત્ત બને છે, તેમ જણાવે છે. જગતમાં સહુ લોકો દર્શન, દર્શન એમ કરે છે, પરંતુ તે સર્વ તર્કરૂપી સમુદ્રમાં મોજા સમાન થાય છે, દર્શનનો કોઈ યથાર્થ ભેદ લઈ શકતું નથી. પરંતુ પરમાત્માનું દર્શન કરનાર શુદ્ધ અનેકાંત દર્શનરૂપ તત્ત્વ પામી શકે છે, માટે કવિ પુનઃ પુનઃ પરમાત્મદર્શનને ઇચ્છે છે. હરિહર આદિ અન્ય દર્શનો કરતા પરમાત્મદર્શનને જ સર્વશ્રેષ્ઠ ગણાવે છે અને તે અંગે રમ્ય દષ્ટાંત આપતાં કહે છે; દેખી શશીકાંતિ હર્ષ ચકોરને રે, તારક ગણથી તે નાહી.” (૧૮, ૭) પૂર્ણ જ્યોતિ-ચંદ્ર સમાન પરમાત્માના દર્શનથી ભવિક-ચકોરને જે આનંદ થાય તે સામાન્ય દર્શનથી કેમ થાય? અંતે દશ્ય જિનેશ્વરદેવ) અને દર્શક (ભવ્ય જીવ) વચ્ચેનો ભેદ ટળે તો જ પરમાત્મદર્શનરૂપ કલ્પવૃક્ષ સફળ થયું છે એમ જાણીશ, એમ કહી પરમાત્મા સાથે એકરૂપતા ઝંખે છે. કવિએ દર્શન શબ્દને જોવું, તત્ત્વજ્ઞાન, આત્મઅનુભવ જેવા વિવિધ અર્થોમાં એકસાથે પ્રયોજીને આ કાવ્યમાં પરમાત્મદર્શનની ઉપકારકતાનું સચોટ વર્ણન કર્યું છે. શ્રી મલ્લિનાથ સ્તવનમાં પરમાત્માના ચાર નિક્ષેપનામ, સ્થાપના, દ્રવ્ય, ભાવનું વર્ણન કર્યું છે, એ જ રીતે વીસમા મુનિસુવ્રતસ્વામી સ્તવનમાં પરમાત્મગુણોની અનંતતા અને તે ગુણોની વર્ણનની સામાન્ય જીવોની અસમર્થતા દર્શાવી છે. એકવીસમા નમિનાથ સ્તવનમાં પરમાત્માના રૂપનું ભાવવાહી અને સુગેય દેશીમાં વર્ણન કર્યું છે. લાયો શશિ મુખ જોય, તપન ખત સમ હોય. આ છે લાલ ! અધર અરુણોદય સમ પ્રભાજી. (૨૧, જી. તમારા તેજસ્વી અને સુંદર મુખ જોઈ ચંદ્ર શરમાઈ જાય છે, સૂર્ય આગિયા જેવો નિસ્તેજ થઈ જાય છે. વળી હોઠની સૂર્યોદય સમાન સુંદર લાલ તેજસ્વિતા છે. કવિ કહે છે કે, રૂપ માટે સર્વ શ્રેષ્ઠ ઉપમાન ગણાતા ઇંદ્ર, ચંદ્ર, નાગેંદ્ર, આદિ સૌ તમારા ચરણમાં નમે છે. બાવીસમા નેમિનાથ સ્તવનમાં કવિ દ્રવ્ય અને ભાવપૂજાની વિધિ દર્શાવે છે, તેમજ દ્રવ્યપૂજા માટે થતી હિંસા વાસ્તવમાં વિધિના યોગથી હિંસા રહેતી નથી, તેવું પ્રતિપાદિત કરી હૃદયના ઉલ્લાસપૂર્વક અનુભવના ભંડાર સમી પૂજા કરવા કહે છે. ત્રેવીસમા સ્તવનમાં પરમાત્માની પૂર્ણતા અને સ્થિરતાનું સુચારુ રીતે વર્ણન કર્યું છે. ચોવીશમાં સ્તવનમાં વિવિધ ગુણભંડાર એવા મહાવીર સ્વામી પાસે ભાવપૂર્ણ રીતે દાસ્યભાવ અભિવ્યક્ત કર્યો છે; - જ્ઞાનપ્રધાન ચોવીશી અલ ૨૩૩ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ આજ મહારા પ્રભુજી ! સાતમું જુવો. સેવક કહીને બોલાવો. આજ હારા પ્રભુજી ! મહિર કરીને સેવક સાહસું નિહાળો. કરુણાસાગર મહિર કરીને, અતિશય સુખ ભૂપાળો. (૨૪, ૧) પરમાત્માના કરુણાગુણને વિસ્તારથી વર્ણવતાં કહે છે; ભગતવછલ શરણગતપંજર ત્રિભુવનનાથ દયાળો. મૈત્રીભાવ અનંત વહે અહનિશ, જીવ સાયેલ પ્રતિપાળો. (૨૪, ૨). પરમાત્મા વીતરાગ હોવા છતાં સ્વભાવથી જ સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવને ધારણ કરનારા છે, અને સર્વ જીવોનું ભાવથી પ્રતિપાલન કરનારા છે. પરમાત્માની કરુણાના સંદર્ભે તેમના જીવનના પ્રસંગને સ્મરીને પોતાની પર પણ કરુણાવર્ષા કરવા કહે છે; યજ્ઞકારક, ચઉ વેદના ધારક, જીવાદિ સતા ન ધારે. તે તુજ મુખ દિનકર નિરખણથી, મિથ્યા તિમિર પરજાલે. ઇલિકા ભમરી ન્યાયે જિનેસર, આપ સમાન તે કીધાં ઇમ અનેક યશ ત્રિશલાનંદન, ત્રિભુવનમાંહે પ્રસિદ્ધા. (૨૪, ૬-૭) યજ્ઞને કરનારા, ચાર વેદોને ધારણ કરનારા અને જીવ-અજીવ આદિને યથાર્થપણે ન સમજનારા એવા અગિયાર બ્રાહ્મણોએ તમારા મુખનાં દર્શન માત્રથી મિથ્યાત્વ બાળી દીધું, અને સમ્યક્ત્વદાન દેવા રૂપ ચટકા વડે તેમનામાં રહેલ શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટાવી પોતાના જેવા જ કર્યા. આવા તો અનેક યશ ત્રિશલાનંદન એવા મહાવીરસ્વામીના નામે પ્રસિદ્ધ છે. આમ કવિ ભક્તિભાવ પૂર્ણ હૃદયે આ જ્ઞાનપ્રધાન ચોવીશી પૂર્ણ કરે છે. | વિજયલક્ષ્મીસૂરિની આ ચોવીશીમાં અનેક મહત્વપૂર્ણ દાર્શનિક સંકલ્પનાઓ દા.ત, સાત નય (રૂ. ૭) આઠ કર્મ (સ્ત. ૮) છ દર્શન (રૂ. ૬), છ દ્રવ્ય (સ્ત. ૧O), જ્ઞાન, દર્શન વીર્યની અનંતતા (રૂ. ૧૧), પાંચ સમવાય (. ૧૭), સમ્યગુદર્શન (સ્ત. ૧૮) ચાર નિક્ષેપ (સ્ત. ૧૯) પરમાત્મ ગુણોની અનભિલાપ્યતા (સ્ત. ૨૦) દ્રવ્યપૂજા અને ભાવપૂજા (સ્ત. ૨૨)ને સ્પષ્ટ કરવામાં આવી છે. તે ઉપરાંત જિનવાણી અને જિનરૂપ, સમવસરણ આદિનાં પણ સુંદર વર્ણનો પ્રાપ્ત થાય છે. એ અર્થમાં આ રચના જૈનદર્શન વિશેના એક નાનકડા કોશ જેવી રચના છે. કવિએ ૧૪મા સ્તવનમાં કરેલું પરમાત્માની વાણીના સ્વરૂપનું આલેખન તેમજ ચોવીસમા સ્તવનનો દાસ્યભાવ અત્યંત હૃદયસ્પર્શી છે. કવિની ભાષા અનેક દાર્શનિક વિષયોને વર્ણવતી હોવા છતાં પ્રમાણમાં સરળ છે. તેમનાં અનેક સ્તવનો પર આનંદઘનજી અને દેવચંદ્રજીનો પ્રભાવ છે, પરંતુ સરળ, સ્પષ્ટ શૈલી અને મૌલિક એવા વિષયનિરૂપણને કારણે આ ચોવીશી જ્ઞાનપ્રધાન ચોવીશીઓમાં એક નોંધપાત્ર ચોવીશી છે. ૨૩૪ એક ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય કામ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૬ ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી आस्तां तव स्तवन मस्त समस्त दोषम् त्वत्संकथापि जगतां दुरितानि हन्ति दुरैः सहस्रकिरणः कुरुते प्रभैव पद्माकरेषु जलजानि विकासभांजि । હે પ્રભુ! સમસ્ત પ્રકારના દોષોને નાશ કરનારું તમારું સ્તવન તો દૂર રહ્યું, પણ માત્ર તમારી આ ભવ અને પરભવની ચરિત્રકથા જ ત્રણ જગતનાં પ્રાણીઓનાં પાપનો નાશ કરે છે. જેમ સૂર્યોદય તો પછી થાય, પણ તે પૂર્વે તેની - કાંતિ જ સરોવરમાં રહેલાં કમળોને વિફસ્વર કરી દે છે. ના ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી ૨૩૫ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી ભક્ત ભક્તિમાં તન્મય થઈ પરમાત્માની વિવિધ રીતે ઉપાસના-અર્ચના-સ્તવના કરે છે. આ પરમાત્મા પ્રત્યેની સ્તવનામાં પરમાત્મા પ્રત્યેનાં ગુણાનુરાગ અને પ્રીતિ-ભક્તિ મુખ્ય હોય છે ત્યારે ભક્તિપ્રધાન કાવ્યનું સર્જન થાય છે અને જ્યારે પરમાત્માના ગુણોનો વિસ્તૃત પરિચય તેમજ આત્મસ્વરૂપમાં રહેલા પરમાત્મ ગુણોનું દર્શન કરવા દ્વારા તે દ્વારા પરમાત્મા સાથેની એકતા મુખ્ય બને છે, ત્યારે જ્ઞાનપ્રધાન કાવ્યનું સર્જન થાય છે. એ જ રીતે ભક્તકવિ જ્યારે પરમાત્માના ગુણકીર્તનની સાથે જ તેમના ચરિત્રનું કથન અને ચરિત્રમહિમા કરવા પ્રેરાય છે ત્યારે ચરિત્રપ્રધાન કાવ્યનું સર્જન થાય છે. અનેક સર્જકોએ તીર્થકરોનાં વિસ્તૃત-ચરિત્રોનું સર્જન કર્યું છે. ચોવીશી પ્રકાર મુખ્યત્વે ઊર્મિકાવ્યરૂપ સ્તવનોની માળાનો હોવા છતાં, કેટલાક સર્જકોએ તીર્થકરોના સમગ્ર ચરિત્રનું આલેખન તો નહિ, પરંતુ કેટલીક વિગતો પસંદ કરી ભક્તિપૂર્વક પદબંધમાં ગૂંથવાનું પસંદ કર્યું છે. આ પ્રકારના સ્તવનસર્જન દ્વારા પ્રાણેશ્વર એવા તીર્થકર ભગવંતોના ચરિત્રનું પોતાને સ્મરણ રહે, સ્વાધ્યાય થાય તેમ જ અનેક ભાવિક ભક્તો પણ આ વિગતો પદબંધમાં હોવાથી કંઠસ્થ કરી સ્મરણમાં રાખી શકે એ પ્રયોજન રહેતું. મધ્યકાળમાં મુદ્રણના સાધનના અભાવે માહિતીઓ યાદ રાખવાનો મહિમા રહેતો, તેથી પદ્યબંધમાં સંગૃહીત માહિતી સહેલાઈથી કંઠસ્થ કરી શકાતી. . ' ભક્તોના હૃદયમાં પરમાત્માના જીવનસંબંધ જિજ્ઞાસા હોવી સ્વાભાવિક છે. તેમને જન્મ આપનારાં માતા-પિતા કોણ ? તેમની પરમતીર્થ જન્મભૂમિ કઈ? તેમની દીક્ષાનગરી – કેવળજ્ઞાનનગરી – નિર્વાણનગરી તે સર્વની તિથિઓ, તેમના મુખ્ય શિષ્યો આદિ માટેની જિજ્ઞાસામાંથી જ ભક્ત ચરિત્રશ્રવણ કરવા અને તેનું પુનઃ પુનઃ સ્મરણ કરવા કે કંઠસ્થ કરવા પ્રેરાય છે. ભક્તામર સ્તોત્રમાં શ્રી માનતુંગસૂરિએ પણ ચરિત્રકથનનો મહિમા વર્ણવતાં કહ્યું છે; आस्तां तव स्तवन मस्त समस्त दोषम् त्वत्संकथापि जगतां दुरितानि हनि दुरैः सहस्रकिरणः कुरुते प्रभैव पद्माकरेषु जलजानि विकासभांजि । (મવત્તામસ્તોત્ર-૧) ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી અ ૨૩૭ For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ હે સ્વામી ! સમસ્ત પ્રકારના દોષોને નાશ કરનારું તમારું સ્તવન તો દૂર રહ્યું, પણ માત્ર તમારી આ ભવ અને પરભવના ચરિત્રની કથા જ ત્રણ જગતનાં પ્રાણીઓનાં પાપનો નાશ કરે છે. જેમ સૂર્યોદય તો પછી થાય, પણ તે પૂર્વે તેની કાંતિ જ સરોવરમાં રહેલાં કમળોને વિકસ્વર કરી દે છે. આવા ચરિત્રના મહિમાથી પ્રેરાઈ અનેક ચરિત્રસર્જકોએ એક-એક તીર્થકરના જીવનને વિસ્તારથી વર્ણવતી ચરિત્રકૃતિઓ રચી છે. તે ઉપરાંત પુષ્પદંત, સ્વયંભૂ, શિલાંક, હેમચંદ્રાચાર્ય જેવા કવિઓએ ચોવીસે તીર્થકરોના જીવનને રસમય રીતે વિસ્તારથી વર્ણવ્યા છે. ધનપાલ કવિએ રચેલી ‘તિલકમંજરી' નામની ઋષભદેવ પ્રભુના જીવનચરિત્રને વર્ણવતી કાવ્યકૃતિ પ્રસિદ્ધ છે. તે ઉપરાંત તેમણે રચેલી “ઋષભપંચાશિકા' નામની સ્તુતિમાં પણ ઋષભદેવ ભગવાનના જીવનનો મહિમા સુંદર રીતે ગૂંચ્યો છે. કવિ પરમાત્માના જન્મથી ધન્ય બનેલા નાભિરાજાના ઘરને વર્ણવતાં કહે છે; लठ्ठतणाहिमाणो सब्बो सव्वठ्ठसुरविमाणस्स पइं नाह ! नाहिकुलगर - धरावयारुमहे नछो। | (ઋષભપંચાશિકા - શ્લોક ૫) હે નાથ ! જ્યારે આપ નાભિરાજાના ઘરે અવતાર લેવા તૈયાર થયા અને તેમના ઘરે અવતર્યા, ત્યારે દેવવિમાનોમાં અત્યંત સુંદર એવા સર્વાર્થસિદ્ધ વિમાનનો સુંદરતા સંબંધી સમસ્ત ગર્વ ગળી ગયો. એ ઉપરાંત અનેક કવિઓએ સ્તુતિ-ચૈત્યવંદન જેવા પ્રકારોમાં સંક્ષેપમાં તીર્થકરોના જીવનની વિગતો વર્ણવી છે. સ્તવનચોવીશી પ્રકાર મુખ્યત્વે તો ભક્તિપ્રધાન છે, પરંતુ આ પ્રકારમાં પણ કેટલાક કવિઓએ પરમાત્માના જીવનચરિત્રને વર્ણવ્યું છે અથવા પરમાત્માના જીવનની વિગતોનેં વર્ણવી કથાત્મકતાનો સ્પર્શ આપ્યો છે. - ભક્તિપ્રધાન ચોવીશી મુખ્યત્વે દર્શનગુણ, સમ્યકત્વ ગુણને નિર્મળ કરનારી છે. પરમાત્મા સાથે દઢ પ્રીતિ બંધાવનારી હોવાથી તેને દર્શનપ્રધાન પણ કહી શકાય, તેનું મોક્ષમાર્ગની સાધના માટે આવશ્યક પ્રથમ ગુણ સમ્યગુદર્શનગુણ સાથે જોડાણ રહ્યું છે. જ્ઞાનપ્રધાન ચોવીશી પરમાત્મગુણોને ઓળખાવનારી છે. સાથે જ પરમાત્મા અને આત્માના નિશ્ચયદષ્ટિના સામ્યનું જ્ઞાન આપનારી હોવાથી મોક્ષમાર્ગની સાધનાના બીજા પગથિયા સમ્યગુજ્ઞાનની સાથે જ્ઞાનપ્રધાન ચોવીશી જોડાય છે. તીર્થકરોના ચરિત્રમાં તેમણે કરેલી ગુણપ્રાપ્તિ માટે ચારિત્રસાધના મહત્ત્વની બને છે. આમ ચરિત્રપ્રધાન ચોવીશીને અન્ય શબ્દમાં ચારિત્રપ્રધાન કહી શકાય અને સાધનામાર્ગના ત્રીજા પગથિયા સમ્યગુચારિત્ર જોડે આ ચોવીશી પ્રકારનું અનુસંધાન રહ્યું છે. આમ, જૈન સાધનામાર્ગનાં ત્રણ સોપાન સમ્યગ્દર્શન – સમ્યગુજ્ઞાન – સમ્યગુચારિત્રની સાધના જે રત્નત્રયીના નામે સુપ્રસિદ્ધ છે અને જૈન સાધનાનું હાર્દ છે તે ચોવીશીના ત્રણ પ્રકારોમાં ક્રમશઃ આલેખાયેલ ૨૩૮ ક ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય. For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ જોવા મળે છે. ચરિત્રપ્રધાન ચોવીસીઓમાં ચોવીસ તીર્થંકરોના જીવનની જે વિવિધ વિગતો મુખ્ય રૂપે આલેખાઈ છે તે વિગતો અહીં સંક્ષેપમાં પ્રસ્તુત છે. વિનીતાનગરી (અયોધ્યાનગરી)ના રાજા નાભિ કુલકરની પત્ની મરુદેવાની કુક્ષિએ ફાગણ વદ આઠમના શુભ દિને ઉત્તરાષાઢા નક્ષત્રમાં શ્રી ઋષભદેવનો જન્મ થયો. જન્મપૂર્વે માતાએ ૧૪ સ્વપ્નમાં પ્રથમ ઋષભને જોયો હોવાથી પુત્રનું નામ “ઋષભ' રખાયું. તેમનો વર્ણ દેદીપ્યમાન સોના જેવો અને લાંછન ઋષભ હતું. ઋષભદેવ આ ચોવીશીના સર્વપ્રથમ તીર્થંકર - સર્વપ્રથમ ધર્મમાર્ગનો પ્રારંભ કરનારા તેમ જ લોકવ્યવહારની પણ ‘આદિ કરનારા હોવાથી “આદિનાથ' એવા બીજા નામે પણ પ્રસિદ્ધ થયા છે. યુવાવસ્થા પ્રાપ્ત થતાં સુનંદા અને સુમંગલા નામની સુંદર સ્ત્રીઓ જોડે લગ્ન થયાં. તેમને ભારત-બાહુબલિ આદિ ૧૦૦ પુત્રો અને બ્રાહ્મી-સુંદરી નામની બે દીકરીઓ થઈ. ઘણાં વર્ષો સુધી રાજ્યનું પાલન કર્યા બાદ તેમણે રાજ્યવૈભવ છોડી ફાગણ વદ આઠમ, ઉત્તરાષાઢા નક્ષત્રમાં વિનીતાનગરીની બહાર ઉદ્યાનમાં દીક્ષા ધારણ કરી. તેમણે એક વર્ષ ઉપરાંતના દીર્ઘકાળ સુધી લોકો સાધુને કઈ રીતે ભિક્ષા દેવાય તે ન જાણતા હોવાથી ભિક્ષાની પ્રાપ્તિ ન થઈ. ત્યાર બાદ હસ્તિનાપુરના રાજા શ્રેયાંસે જાતિસ્મરણજ્ઞાન દ્વારા ઈક્ષરસને યોગ્ય ભિક્ષા જાણી દાન દીધું અને ત્યાં દીક્ષા બાદ પ્રથમ ભોજન ગ્રહણ કરવારૂપ પારણું થયું. આ પારણાનો દિવસ આજે પણ અક્ષયતૃતીયા નામે પ્રસિદ્ધ છે. ૧000 વર્ષની ઉગ્ર તપશ્ચર્યા બાદ પુરિતામલ ઉદ્યાન (પ્રયાગ), અલ્લાહાબાદમાં વડવૃક્ષ નીચે મહા વદ અગિયારસના દિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન બાદ શાસનની સ્થાપના કરી. તેમના પ્રથમ ગણધર સાધુઓમાં મુખ્ય પુંડરિક સ્વામી હતા, તેમ જ ૮૪ ગણધરો હતા. સાધ્વીઓમાં મુખ્ય સાધ્વી બ્રાહ્મી હતી. ૮૪,૦૦૦ સાધુઓ અને ત્રણ લાખ સાધ્વીઓ, શ્રાવકો ૩,૫૦૦૦ શ્રાવિકાઓ ૫,૫૪,૦૦૦ હતાં. એક લાખ પૂર્વમાં એક હજાર વર્ષ ઓછાં વર્ષ સુધી ધર્મદેશના આપી. તે પછી અષ્ટાપદ પર્વત પર ૧૦૮ સાધુઓ સાથે પોષ વદ ૧૩ના દિવસે છ ઉપવાસના તપ સાથે અભિજિત નક્ષત્રમાં મોક્ષ પામ્યા. તેમની ઊંચાઈ ૫૦૦ ધનુષ્ય હતી, તેમ જ સમગ્ર આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું. તેમનાં તીર્થોમાં શત્રુંજય પાલિતાણા – સૌરાષ્ટ્ર), અયોધ્યા આદિ પ્રસિદ્ધ છે. તેમના અધિષ્ઠાયક યક્ષ ગૌમુખ અને યક્ષિણી ચક્રેશ્વરી દેવી છે. બીજા તીર્થકર શ્રી અજિતનાથ ભગવાનનો જન્મ શ્રી ઋષભદેવ ભગવાનના નિર્વાણ પછી ૫૦ ક્રોડ સાગરોપમના કાળ બાદ અયોધ્યા વિનીતા)નગરીમાં મહાસુદ આઠમના દિવસે રોહિણી નક્ષત્રમાં જિતશત્રુ રાજા અને વિજયારાણીને ત્યાં થયો. તેમનો રંગ સુવર્ણવર્ણ અને હાથીનું લાંછન હતું. તેમની ઊંચાઈ ૪૫૦ ધનુષ્ય હતી. પ૩ લાખ પૂર્વ રાજ્ય ભોગવી મહા સુદ છઠ્ઠના દિવસે રોહિણી નક્ષત્રમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા બાદ છઠ્ઠ તપના પારણે બ્રહ્મદત્ત રાજાના ઘરે ખીર દ્વારા પારણું કર્યું. બાર વર્ષની સાધના બાદ પોષ સુદ ૧૧ના દિવસે અયોધ્યાનગરીમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમના સિંહસેન નામના પ્રથમ ગણધર (સાધુ) અને ફલ્ગ નામે સાધ્વી હતાં. તેમનો લાખ સાધુઓનો પરિવાર હતો અને ત્રણ લાખ ત્રીસ હજાર સાધ્વીઓ - ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી ૨૩૯ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ હતી. બે લાખ અઠ્ઠાણું હજાર શ્રાવકો અને પાંચ લાખ પિસ્તાળીસ હજાર શ્રાવિકાઓ હતી. તેઓ ૭૨ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સમેતશિખર પર એક માસનું અનશન કરી ચૈત્ર સુદ પાંચમના દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં મોક્ષે ગયા. તેમના તીર્થ તરીકે તારંગા (ગુજ.) અને અયોધ્યા પ્રસિદ્ધ છે. તેમના અધિષ્ઠાયક યક્ષ મહાયક્ષ અને યક્ષિણી અજિતા છે. ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાનનો જન્મ શ્રી અજિતનાથ ભગવાનના નિર્વાણ બાદ ૩૦ લાખ કોટિ સાગરોપમનો કાળ વીત્યા બાદ થયો. તેમનો જન્મ શ્રાવસ્તિનગરીમાં માગશર સુદ ૧૪ના દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં જિતારી રાજા અને સેનારાણીને ત્યાં થયો. તેમનું લાંછન ઘોડાનું અને વર્ણ દેદીપ્યમાન સુવર્ણ જેવો હતો. તેમણે ૪૪ લાખ પૂર્વ – ૪ પૂર્વાગ સુધી રાજ્યનું પાલન કરી માગશર સુદ ૧૫ના દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં શ્રાવસ્તિનગરીમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા બાદ છઠ્ઠ તપના પારણે સુરેન્દ્રદત્તના ઘરે પ્રથમ ભોજન પ્રાપ્ત થયું. ૧૪ વર્ષની સાધના બાદ આસો વદ પાંચમના દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં શ્રાવસ્તિ નગરીની બહાર આવેલા સહસ્ત્રાપ્રવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમના ચારુ નામના પ્રથમ ગણધર (સાધુ) થયા અને યામાં નામની પ્રથમ શિષ્યા થઈ. તેમના ગણધરો ૯૫ હતા. તેમના કુલ સાધુઓ બે લાખ અને સાધ્વી ત્રણ લાખ છત્રીસ હજાર થયાં. એ જ રીતે શ્રાવકો ૨,૯૩,000 અને ૫,૪૫,૦૦૦ શ્રાવિકાઓ થયાં. તેઓ ૧ માસનું અનશન કરી ચૈત્ર સુદ પાંચમના દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં સમેતશિખર પર્વત પર મોક્ષે ગયા. તેમનું કુલ આયુષ્ય ૬૦ લાખ પૂર્વ હતું અને ઊંચાઈ ૪૦૦ ધનુષ્ય હતી. તેમનાં ત્રિમુખ અને દુરિતારિ નામે અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણી છે. શ્રી શ્રાવસ્તિ સંભવનાથ ભગવાનનું પ્રસિદ્ધ તીર્થ છે. ચોથા તીર્થંકર અભિનંદન સ્વામીનો જન્મ શ્રી સંભવનાથ ભગવાનના નિર્વાણ પછી ૧૦ લાખ કોટિ સાગરોપમના અંતરે અયોધ્યાનગરીમાં સંવર રાજાની સિદ્ધાર્થરાણીની કુક્ષિએ થયો. તેમનું લાંછન વાનર હતું અને વર્ણ તેજસ્વી સુવર્ણ જેવો હતો. મહા સુદ બીજના દિવસે અભિજિત નક્ષત્રમાં તેમનો જન્મ થયો હતો. ૩૬| લાખ પૂર્વ અને ૮ પૂર્વાગ અયોધ્યાના વૈભવી રાજ્યને સંભાળ્યા બાદ મહા સુદ ૧૨ના દિવસે અભિજિત નક્ષત્રમાં અયોધ્યાનગરીની બહાર આવેલા સહસામ્રવનમાં દીક્ષા ધારણ કરી. તેમણે દીક્ષા સમયે છઠ્ઠનો તપ કર્યો હતો અને દિક્ષા બાદ ઈન્દ્રદત્તના ઘરે પારણું કર્યું. ૧૮ વર્ષની સાધના બાદ પોષ સુદ ૧૪ના દિને અભિજિત નક્ષત્રમાં (અન્ય મત પ્રમાણે માગશર સુદ ૧૪) અયોધ્યાનગરીની બહાર આવેલા ઉદ્યાનમાં નિર્મળ કેવળજ્ઞાન થયું. તેમના વજનાભ નામે પ્રથમ સાધુ અને અજિતા નામે સાધ્વી શિષ્યા થયાં. કુલ ગણધર ૧૧૬ હતા. કુલ સાધુ ત્રણ લાખ અને સાધ્વી છ લાખ ત્રીસ હજાર હતાં. બે લાખ અઠ્યાસી હજાર શ્રાવકો અને પાંચ લાખ સત્તાવીસ હજાર શ્રાવિકાઓ હતાં. તેઓ અંતે એક માસનું અનશન કરી વૈશાખ સુદ ૮ના દિવસે પુષ્ય નક્ષત્રમાં સમેતશિખર પર્વત પરથી મોક્ષે ગયા. તેમના અધિષ્ઠાયક યક્ષ યક્ષેશ (ઈશ્વર) છે અને યક્ષિણી કાલી દેવી છે. અભિનંદન સ્વામીનું કુલ આયુષ્ય ૫૦ લાખ પૂર્વ હતું. તેમના તીર્થ તરીકે અયોધ્યા પ્રસિદ્ધ છે. પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથનો જન્મ શ્રી અભિનંદન સ્વામીના નિર્વાણ બાદ ૯ લાખ કોટિ સાગરોપમનો કાળ ગયા બાદ અયોધ્યાનગરીમાં મેઘરથ રાજા અને મંગલારાણીને ત્યાં વૈશાખ સુદ આઠમના ૨૪૦ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ શુભ દિવસે મઘા નક્ષત્રમાં થયો. તેમણે ૨૯ લાખ પૂર્વ અને ૧૨ પૂર્વાગ સુધી અયોધ્યાનગરીના રાજ્યનું ઉત્તમ રીતે પાલન કર્યું. તેમનો વર્ણ કાંચન (સુવર્ણ) સમાન હતો અને ક્રૌંચ પક્ષી લાંછન હતું. શ્રી સુમતિનાથ ભગવાને વૈશાખ સુદ નોમના દિવસે મઘા નક્ષત્રમાં અયોધ્યાનગરીની બહાર આવેલા સહસામ્રવનમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે એકાસણાનું તપ હતું અને પ્રથમ પારણું પદ્મના ઘરે કર્યું. પ્રભુએ ૨૦ વર્ષ સુધી ધ્યાનસાધના કરી, ત્યાર બાદ ચૈત્ર સુદ ૧૧ના દિને અયોધ્યાનગરીની બહાર ઉદ્યાનમાં શાલવૃક્ષની નીચે ધ્યાનસ્થ હતા ત્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમના પ્રથમ ગણધર (શિષ્ય) અમર હતા અને સાધ્વી કાશ્યપી હતી. પ્રભુને ૧૦૦ ગણધરો હતા, તેમ જ સાધુપરિવાર ત્રણ લાખ વીસ હજાર અને સાધ્વીપરિવાર પાંચ લાખ ત્રીસ હજાર શોભતો હતો. શ્રાવકસંખ્યા બે લાખ એક્યાસી હજાર અને શ્રાવિકા પાંચ લાખ સોળ હજાર હતી. પ્રભુ એક માસનું અનશન કરી સમેતશિખર પર્વત પરથી ચૈત્ર સુદ નોમના દિને પુનર્વસુ નક્ષત્રમાં મોક્ષમાં ગયા. તેમનાં અધિષ્ઠાચક્ર યક્ષ તુંબરુ અને યક્ષિણી મહાકાલી છે. સુમતિનાથ પ્રભુનું કુલ આયુષ્ય ૪૦ લાખ પૂર્વ હતું. સુમતિનાથ પ્રભુનાં અયોધ્યા અને માતર પ્રસિદ્ધ તીર્થો છે. છઠ્ઠા તીર્થકર શ્રી પદ્મપ્રભ સ્વામીનો જન્મ સુમતિનાથ સ્વામીના નિર્વાણ પછી ૯૦ હજાર કોટિ સાગરોપમનો કાળ પૂર્ણ થયા બાદ થયો. તેમના પિતા કૌશાંબીનગરીના શ્રીધર રાજા અને માતા સુસીમાદેવી હતાં. તેમનો જન્મ આસો વદ બારસ, ચિત્રા નક્ષત્રમાં થયો હતો. તેમનું લાંછન મનોહર કમળનું હતું અને તેમનો વર્ણ વિદ્ગમ પરવાળા) સમાન લાલ હતો. તેમણે ૨૧ લાખ પૂર્વ અને ૧૬ પૂર્વાગનો કાળ કૌશાંબીના રાજા તરીકે શોભાવ્યો હતો. મનથી વૈરાગ્યવંત એવા પ્રભુએ સુખવૈભવની વચ્ચે પણ અલિપ્ત રહી આસો વદ તેરસના દિવસે ચિત્રા નક્ષત્રમાં કૌશાંબી નગરીની બહાર આવેલા સહસામ્રવનમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે પ્રભુએ નિર્મળ છઠ્ઠ તપ કર્યો હતો અને સોમદેવના ઘરે ખીર વડે પારણું કર્યું. છ માસ બાદ વિહાર કરતા પ્રભુ કૌશાંબીનગરીની બહાર ઉદ્યાનમાં છત્રવૃક્ષની નીચે ધ્યાન ધરતા હતા ત્યારે ચૈત્ર સુદ ૧૫ના દિવસે ચિત્રા નક્ષત્રમાં કેવળજ્ઞાન થયું. તેમની દેશના સાંભળી સુવ્રત નામે પ્રથમ શિષ્ય અને રતિ નામે પ્રથમ સાધ્વી શિષ્યા થઈ. પ્રભુના કુલ ૧૦૭ ગણધરો થયા. પ્રભુના સાધુઓ ત્રણ લાખ ત્રીસ હજાર અને સાધ્વી ચાર લાખ વીસ હજાર થયાં. શ્રાવકો બે લાખ છોતેર હજાર અને શ્રાવિકા પાંચ લાખ પાંચ હજાર થયાં. પ્રભુ સમેતશિખર પર્વત પરથી એક માસનું અનશન કરી કારતક વદ ૧૧ના દિવસે ચિત્રા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. પ્રભુનાં કુસુમ નામે યક્ષ અને અય્યતા નામે યક્ષિણી છે. પ્રભુનું કુલ આયુષ્ય ૩૦ લાખ પૂર્વ હતું. પદ્મપ્રભુસ્વામીનાં તીર્થોમાં કૌશાંબી અને પાબળ (મહારાષ્ટ્ર) મહિમાવંત છે. સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાન શ્રી પદ્મપ્રભ સ્વામીના નિર્વાણ પછી ૯ હજાર કોટિ સાગરોપમનો કાળ વ્યતીત થયા બાદ થયા. તેમના પિતા વારાણસીનગરીના સુપ્રતિષ્ઠ રાજા અને માતા પૃથ્વીદેવી હતાં. જેઠ સુદ ૧૨ના દિવસે અનુરાધા નક્ષત્રમાં પ્રભુનો જન્મ થયો હતો. પ્રભુનું લાંછન સ્વસ્તિક હતું અને વર્ણ તપાવેલા સોના જેવો તેજસ્વી હતો. પ્રભુની માતાને જન્મપૂર્વે પાંચ ફણાવાળો સર્પ દેખાયો. હોવાથી અનેક સ્થળે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિમાં પાછળ પાંચ ફણાવાળો સર્પ હોય છે. તેમણે ૧૪ લાખ પૂર્વ અને ૨૦ પૂર્વાગ સુધી વારાણસીની પ્રજાના યોગક્ષેમનું રાજવી તરીકે ધ્યાન રાખ્યું. ત્યાર બાદ મા ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી * ૨૪૧ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે જેઠ સુદ ૧૩ના દિવસે અનુરાધા નક્ષત્રમાં વારાણસીનગરીની બહાર આવેલા સહસામ્રવનમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે છઠ્ઠની તપશ્ચર્યા હતી અને પ્રથમ પારણું મહેન્દ્રના ઘરે ખીર દ્વારા કર્યું. નવ માસ સુધી છબસ્થ (કેવળજ્ઞાન પૂર્વેની સાધુ-અવસ્થામાં) રહ્યા બાદ મહા વદ છઠના દિવસે અનુરાધા નક્ષત્રમાં શિરીષ વૃક્ષની નીચે લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પ્રભુની પ્રથમ દેશના સાંભળી વિદર્ભ નામે પ્રથમ શિષ્ય અને સોમા નામે પ્રથમ સાધ્વી થયાં. તેમના ૯૫ ગણધરો, ત્રણ લાખ સાધુ, ચાર લાખ ત્રીસ હજાર સાધ્વીઓ, બે લાખ સત્તાવન હજાર શ્રાવકો, ચાર લાખ ત્રાણુ હજાર શ્રાવિકાઓ હતાં. પ્રભુ મહા વદ સાતમના દિવસે મૂળ નક્ષત્રમાં સમેતશિખર પર્વત પરથી એક માસનું અનશન કરી મોક્ષે ગયા. પ્રભુનાં માતંગ નામે યક્ષ અને શાન્તા (ધરણી) નામનાં યક્ષિણી છે. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી વારાણસી (ભદૈની), મથુરા અને માંડવગઢ તીર્થમાં શોભી રહ્યા છે. આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાન શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પછી ૯૦ કોટિ સાગરોપમના અંતરે થયા. તેઓ ચંદ્રપુરીના રાજા મહાસન અને લક્ષ્મણાદેવીના પુત્ર હતા. તેમનો જન્મ માગશર વદ ૧૨ના દિવસે અનુરાધા નક્ષત્રમાં થયો. તેઓ ચંદ્ર લાંછન અને ઉજ્જવળ વર્ણથી સુશોભિત હતા. યોગ્ય વયમાં આવ્યા બાદ વિવાહ તેમ જ રાજ્યાભિષેક થયા. ૬ || લાખ પૂર્વ અને ૨૪ પૂર્વાગ સુધી રાજ્યધુરા સંભાળ્યા બાદ માગશર વદ તેરસના દિવસે અનુરાધા નક્ષત્રના શુભ યોગે ચંદ્રપુરી (ચંદ્રાનનાનગરી)ની બહાર સહસામ્રવનમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે છઠ્ઠ તપ કર્યો હતો. તેનું પારણું પ્રભુએ સોમદત્તને ત્યાં કર્યું. ત્રણ માસમાં ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી ફાગણ વદ સાતમના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રાનનાની બહાર આવેલા ઉદ્યાનમાં પુનાગ વૃક્ષની નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમનાં પ્રથમ શિષ્ય દિન અને શિષ્યા સુમના હતાં. તેમનાં ૯૫ ગણધરો હતા. તેઓના અઢી લાખ સાધુ અને ત્રણ લાખ વીસ હજાર સાધ્વીઓ હતાં. અઢી લાખ શ્રાવકો અને ચાર લાખ એકાણુ હજાર શ્રાવિકાઓ હતાં. પ્રભુએ પૃથ્વીલોક પર અનેક વર્ષો સુધી ધર્મદેશના આપતાં પરિભ્રમણ કર્યું. ત્યાર બાદ એક માસનું અનશન કરી શ્રાવણ વદ સાતમના દિવસે શ્રવણ નક્ષત્રના યોગે સમતશિખર પર્વત પરથી મોક્ષગમન કર્યું. પ્રભુનું કુલ આયુષ્ય ૧૦ લાખ પૂર્વ હતું અને ઊંચાઈ દોઢસો ધનુષ્ય હતી. પ્રભુનાં વિજય નામે યક્ષ અને જ્વાલામાલિની (ભૃકુટિનામે યક્ષિણી છે. શ્રી ચંદ્રપ્રભ સ્વામીનાં ચંદ્રપુરી, પ્રભાસપાટણ તીર્થો પ્રસિદ્ધ છે. નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ ભગવાનનો જન્મ શ્રી ચંદ્રપ્રભ સ્વામીના નિર્વાણ પછી ૯ કોટિ સાગરોપમના અંતરે કાનન્દીનગરીમાં સુગ્રીવ રાજા અને રામારાણીના પુત્રરૂપે થયો. તેમના દાંત કુંદપુષ્પ જેવા સુંદર હોવાથી તેમનું અપરનામ પુષ્પદંત પણ પ્રસિદ્ધ છે. તેમનો જન્મ કારતક પાંચમ, મૂળ નક્ષત્રમાં થયો હતો. તેમનો વર્ણ ઉજ્વળ હતો અને લાંછન મગરમચ્છનું હતું. તેમણે ૫૦ હજાર પૂર્વ અને ૨૮ પૂર્વાગ કકન્દીમાં રાજ્ય કર્યું, ત્યાર બાદ સર્વ સંસારનો ત્યાગ કરી કારતક વદ છઠના દિવસે મૂળ નક્ષત્રમાં કાકન્દીનગરીમાં પ્રવજ્યા ધારણ કરી. પ્રભુએ છઠ્ઠનો તપ કર્યો હતો અને પુષ્પ નામના ભાગ્યશાળી સજનના ઘરે ખીર વડે પારણું કર્યું. ચાર માસની સાધના બાદ કારતક સુદ ત્રીજના દિવસે મૂળ નક્ષત્રમાં કાકન્વીનગરીની બહાર આવેલા ઉદ્યાનમાં માલુર વૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમની પ્રથમ દેશના સાંભળી વરાહ નામના ૨૪૨ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - મારા વાલાવાવાળા મારામારી For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ગણધરે (સાધુ) અને બીજા ૯૩ ગણધરો દીક્ષિત થયા, તેમ જ વારુણી નામની પ્રથમ સાધ્વી શિષ્યા થઈ. પ્રભુનો સાધુપરિવાર બે લાખ ઓગણત્રીસ હજાર, ચાર લાખ બોતેર હજાર સાધ્વીપરિવાર, બે લાખ ઓગણત્રીસ હજાર શ્રાવકો અને ચાર લાખ બોતેર હજાર શ્રાવિકાઓનો પરિવાર હતો. અનેક વર્ષો સુધી સંસારસાગરથી પાર ઉતારનારી ધર્મમાર્ગની દેશના આપી ભાદરવા સુદ ૯, મૂળ નક્ષત્રના દિવસે સમેતશિખર પર્વત પર એક માસનું અનશન કરી મોક્ષે ગયા. તેમનું કુલ આયુષ્ય બે લાખ પૂર્વ હતું અને ઊંચાઈ ૧૦૦ ધનુષ્ય હતી. તેમનાં અજિત યક્ષ અને સુતારા નામે યક્ષિણી અધિષ્ઠાયક રૂપે સ્થાપિત છે. તેમની તીર્થભૂમિ કાકન્દીનગરી પ્રસિદ્ધ છે. દશમાં તીર્થકર શ્રી શીતલનાથનો જન્મ થયો. શ્રી સુવિધિનાથ ભગવાનના નિર્વાણ પછી એક કોટિ સાગરોપમ કાળ વીત્યા બાદ થયો. ભકિલપુરનગરમાં દઢરથ રાજાની રાણી નંદાદેવીના ઘરે પરમ પુણ્યનિધાન શીતલનાથ ભગવાન પોષ વદ ૧૨, પૂર્વાષાઢા નક્ષત્રમાં જન્મ્યા. શીતલનાથ ભગવાન દેદીપ્યમાન સુવર્ણ જેવા તેજસ્વી અને શ્રીવત્સલાંછનને ધારણ કરનારા હતા. યુવાવસ્થામાં આવતાં તેમનો સુંદર રાજપુત્રી જોડે લગ્ન મહોત્સવ થયો અને પોતાના પિતાની જેમ જ રાજા બની ૫૦ હજાર પૂર્વ સુધી રાજ્યનું પાલન કર્યું. ત્યાર બાદ પોષ વદ ૧૨, પૂર્વાષાઢા નક્ષત્રમાં એક વર્ષ સુધી દાન દઈ ધામધૂમપૂર્વક ભદ્રિલપુરનગરની સમીપે આવેલા સહસ્ત્રાપ્રવનમાં ચારિત્ર ગ્રહણ કર્યું. દીક્ષા સમયે છઠનો તપ કર્યો હતો અને પુનર્વસુ નામના ભાગ્યવંત આત્માને ઘરેથી ખીર દ્વારા પ્રથમ પારણું કર્યું હતું. બે માસ સુધી છદ્મસ્થાવસ્થામાં રહ્યા બાદ માગશર વદ ૧૪ના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ભદ્રિલપુરનગર સમીપે ઉદ્યાનમાં પ્રિયંગુ વૃક્ષ નીચે પ્રભુ સર્વજ્ઞ અવસ્થાને પામ્યા. તેમના પ્રથમ શિષ્ય આનંદ થયા અને સાધ્વી શિષ્યા સુલસા થયાં. ગણધરો ૮૧, સાધુ એક લાખ, સાધ્વી એક લાખ છ હજાર, શ્રાવક બે લાખ નેવ્યાસી હજાર, શ્રાવિકા ચાર લાખ અઠ્ઠાવન હજાર થયાં. અનેક વર્ષો સુધી ધર્મદેશના દીધા બાદ એક માસનું અનશન કરી ચૈત્ર વદ બીજે પૂર્વાષાઢા નક્ષત્રમાં સમેતશિખર પર્વત પરથી શેષ ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી મોક્ષે ગયા. પ્રભુનું કુલ આયુષ્ય એક લાખ પૂર્વ હતું અને ઊંચાઈ ૯૦ ધનુષ્ય હતી. પ્રભુનાં શાસન અધિષ્ઠાયક બ્રહ્મ યક્ષ અને અશોકા યક્ષિણી સુપ્રસિદ્ધ છે. શ્રી શીતલનાથ સ્વામીની તીર્થભૂમિમાં ભદ્રિલપુર આદિ મુખ્ય છે. અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ ભગવાનનો જન્મ શ્રી શીતલનાથ ભગવાનના મોક્ષગમન પછી ૫૪ સાગરોપમના કાળ પૂર્ણ થયા બાદ થયો. તેઓ સિંહપુરીનગરીના રાજા વિષ્ણુની પત્ની વિષ્ણુદેવીના પુત્ર હતા. પ્રભુનો જન્મ મહા વદ ૧૨ અને શ્રાવણ નક્ષત્રમાં થયો હતો. પ્રભુનો વર્ણ દેદીપ્યમાન સુવર્ણ જેવો હતો અને ખગી ગેંડા)નું લાંછન હતું. પ્રભુ બાલ્યાવસ્થાથી રાગરહિત હોવા છતાં યોગ્ય વયમાં આવતાં માતા-પિતાના આગ્રહથી પોતાનાં ભોગકર્મોને જાણી લગ્નબંધનમાં બંધાયા. ૪૨ લાખ વર્ષ સુધી રાજ્યને સંભાળી મહા વદ ૧૩ના દિને શ્રવણ નક્ષત્રમાં સિંહપુરનગરીની બહાર આવેલા સહસામ્રવનમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે પ્રભુને છઠ્ઠનો તપ હતો અને બીજે દિવસે નંદ નામના રાજાને ત્યાં ખીરથી પારણું કર્યું. પોષ વદ અમાસના દિવસે સિંહપુરીનગરી સમીપવર્તી ઉદ્યાનમાં તંદુક વૃક્ષ તળે શ્રવણ નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવળજ્ઞાન બાદ ગૌસ્તુભ (કચ્છપ) નામના પ્રથમ ગણધર અને ધારિણી (ધરણી) નામની શિષ્યા આ ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી - ૨૪૩ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ થયાં. પ્રભુનાં ગણધરો ૭૬, સાધુઓ ચોરાસી હજાર, સાધ્વી એક લાખ ત્રણ હજાર, શ્રાવક બે લાખ ઓગણ્યાએંસી હજાર, શ્રાવિકા ચાર લાખ અડતાલીસ હજાર થયાં. પ્રભુએ અનેક જીવોને પ્રતિબોધ્યા. ખાસ નોંધપાત્ર છે કે, તેમના શાસનકાળમાં પરમાત્મા મહાવીરનો જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવ થયો જે શ્રેયાંસનાથ પ્રભુનો પરમ ભક્ત હતો. પ્રભુ અંતે સમેતશિખર પર્વત પરથી એક માસનું અનશન કરી શ્રાવણ વદ ત્રીજના દિવસે ધનિષ્ઠા નક્ષત્રમાં સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષને પામ્યા. ઈશ્વર યક્ષરાજી અને માનવી (શ્રીવત્સા) યક્ષ-યક્ષિણી રૂપે શોભે છે. તેમનું સર્વ આયુષ્ય ૮૪ લાખ વર્ષનું હતું અને ઊંચાઈ ૮૦ ધનુષ્ય હતી. શ્રી શ્રેયાંસનાથ સ્વામીનાં તીર્થોમાં સિંહપુરી પ્રસિદ્ધ છે. બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીનો જન્મ શ્રી શ્રેયાંસનાથ ભગવાનના મોક્ષગમન બાદ ૫૪ સાગરોપમનો કાળ પૂર્ણ થયા બાદ થયો. ચંપાનગરીમાં વસુપૂજ્ય નામે રાજાની જયા નામની પત્નીએ શતભિષા નક્ષત્રમાં મહા વદ બારસના શુભ દિને પુત્રરત્નને જન્મ આપ્યો, જેને ગર્ભાવસ્થાથી દેવો વડે પૂજિત હોવાને કારણે “વાસુપૂજ્ય' એવું નામ અપાયું. તેઓ બારમા તીર્થંકર “વાસુપૂજ્ય સ્વામી તરીકે ખ્યાતિ પામ્યા. તેમનો વર્ણ વિદ્ગમ પરવાળા) જેવો લાલ હતો અને મહિષ લાંછનને ધારણ કરનારા હતા. ‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રના મતે વાસુપૂજ્ય સ્વામીએ લગ્ન કર્યા વિના તેમ જ રાજ્યગ્રહણ કર્યા વિના જ દીક્ષા ધારણ કરી. ત્યારે ‘ચઉપન્ન મહાપુરુષ ચરિયના મત મુજબ પ્રભુએ લગ્ન પણ કર્યા અને થોડોક સમય રાજ્ય સંભાળ્યું. એ જે હોય તે, તીર્થંકર પ્રભુ બાલ્યાવસ્થાથી જ વૈરાગ્યને ધારણ કરનારા હોય છે, તેમના ભોગાવલિ કર્મ અનુસાર રાજ્ય ધારણ કરે કે લગ્ન કરે કે ન કરે, પરંતુ તેમના તીર્થકરત્વમાં કોઈ ફરક પડતો નથી. પ્રભુએ મહા વદ અમાસના દિને શતભિષા નક્ષત્રમાં ચંપાનગરીની શોભા સમા વિહારગૃહવન ઉદ્યાનમાં પંચમુષ્ઠિ લોચ કરી સર્વવિરતિ (દીક્ષા)ને ધારણ કરી. પ્રભુએ દીક્ષા સમયે ઉપવાસનું તપ કર્યું હતું અને બીજે દિવસે સુનંદ રાજાને ત્યાં ખીર વડે પારણું કર્યું. શાંત ચિત્તે ધર્મ-શુક્લધ્યાનની વિવિધ ભાવનાઓ ભાવી, જેના પરિણામે મહા સુદ બીજના દિવસે શતભિષા નક્ષત્રમાં વિહારગૃહવનમાં પાટલ વૃક્ષ નીચે ચંપાનગરીમાં સર્વ સંસારને પ્રત્યક્ષ દેખાડનારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પ્રભુનાં સુધર્મ નામે પ્રથમ શિષ્ય અને ધરણી નામે શિષ્યા થયાં. કુલ ગણધરો ૬૬, સાધુ બોતેર હજાર, સાધ્વી એક લાખ, શ્રાવક, બે લાખ પંદર હજાર અને શ્રાવિકા ચાર લાખ છત્રીસ હજાર થયાં. ૫૪ લાખ વર્ષમાં એક માસ ઓછો એટલા દીર્ઘ સમય સુધી ધર્મદેશના આપી પુનઃ ચંપાનગરીમાં એક માસનું અનશન કરી અષાઢ સુદ ૧૪ના ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં મોક્ષને પામ્યા. વાસુપૂજ્ય સ્વામીનાં પાંચે કલ્યાણકો ચંપાપુરીનગરીમાં થયાં. અન્ય કોઈ પણ તીર્થંકરનાં પાંચે કલ્યાણક એક જ નગરમાં થયાં નથી. એ રીતે ચંપાનગરીનો મહિમા જૈન તીર્થોમાં વિશિષ્ટ છે. વાસુપૂજ્ય સ્વામીનાં તીર્થોમાં ચંપાપુરી, સુરેન્દ્રનગર, આંતરોલી આદિ પ્રસિદ્ધ છે. તેરમા તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાનનો જન્મ વાસુપૂજ્ય સ્વામીથી ૩૦ સાગરોપમનો કાળ પૂર્ણ થયા બાદ કાંડિલ્યપુરનગરમાં થયો. કૃતવર્મ રાજા અને શ્યામાદેવી પ્રભુનાં માતા-પિતા હતાં અને પ્રભુનો ૨૪૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ જન્મ મહાસુદ ૩ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં થયો. પરમાત્માનો વર્ણ ચમકતા સોના જેવો અને લાંછન વરાહ (સૂવર)નું હતું. - પરમાત્મા રાગરહિત હોવા છતાં પૂર્વનાં ભોગાવલિ કર્મ અનુસાર લગ્ન કર્યા અને કાંપિલ્યપુરના રાજ્યનું ૩૦ લાખ વર્ષ સુધી સુચારુ સંચાલન કર્યું. પોતાનાં ભોગાવલિ કર્મોનો ક્ષય થયેલો જાણી મહા સુદ ચોથના દિવસે કાંપિલ્યપુરની બહાર આવેલા સહસામ્રવનમાં દીક્ષા ધારણ કરી. પ્રભુએ દીક્ષા સમયે છઠ્ઠ તપ કર્યો હતો. અને ધાન્યકર્ટકપુર (ધાન્યકુટ)ના જય નામના રાજાને ત્યાં ખીર દ્વારા પ્રથમ પારણું કર્યું. ત્રણ વર્ષ સુધી છદ્મસ્થ અવસ્થામાં વિહાર કર્યા બાદ પોષ સુદ છઠ્ઠના દિને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં કાંડિલ્યપુરનગરની બહાર ઉદ્યાનમાં જાંબુના વૃક્ષ નીચે જ્ઞાનની પૂર્ણકળા સમાન કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું. તેમનાં પ્રથમ સાધુ મંદર અને સાધ્વી શિવા (ધરા) હતાં. ૫૭ ગણધરો પ્રભુના ચરણની સેવા કરતા હતા અને સાધુ ૬૮,૦૦૦ સાધ્વી એક લાખ આઠ હજાર, શ્રાવક બે લાખ આઠ હજાર, શ્રાવિકા ચાર લાખ ચોંત્રીસ હજાર હતાં. પ્રભુએ ૧૪,૯૯,૯૯૮ વર્ષ સુધી પૃથ્વીલોકને ધર્મદેશના દ્વારા પાવન કરી. અંતે પોતાના આયુષ્યની પૂર્ણતા જાણી સમેતશિખર પર્વત પર એક માસનું અનશન કરી જેઠ વદ સાતમના દિને રેવતી નક્ષત્રમાં સિદ્ધપદને પામ્યા. પરમાત્માનું કુલ આયુષ્ય ૬૦ લાખ વર્ષ હતું અને ઊંચાઈ ૬૦ ધનુષ્ય હતી. તેમનાં પમુખ અને વિદિતા (વિજયા) નામે યક્ષ-યક્ષિણી છે. શ્રી વિમલનાથ પ્રભુનાં તીર્થોમાં કાંડિલ્યપુર, બલસાણા (મહારાષ્ટ્ર) પ્રસિદ્ધ છે. ૧૪મા તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાનનો જન્મ શ્રી વિમલનાથ ભગવાનના નિર્વાણ પછી ચાર સાગરોપમના અંતરે થયો. અયોધ્યાનગરીમાં સિંહસેન રાજા અને સુયશા રાણીના ઘરે શ્રી અનંતનાથ ભગવાન અવતર્યા. પ્રભુનો જન્મ ચૈત્ર વદ તેરસ, રેવતી નક્ષત્રમાં થયો હતો. પ્રભુ તેજસ્વી સુવર્ણ વર્ણવાળા અને સિંચાણો લાંછન ધરાવનારા હતા. અનંતનાથ ભગવાન યોગ્ય વયમાં આવતાં માતાપિતાના આગ્રહથી લગ્નબંધનમાં જોડાયા, તેમ જ ૧૫ લાખ વર્ષ સુધી અયોધ્યાનગરીના રાજા તરીકે પ્રજાનું યોગક્ષેમ કર્યું. ત્યાર પછી અયોધ્યાનગરીની સમીપે આવેલા સહસામ્રવનમાં ચૈત્ર વદ ૧૪ના દિને રેવતી નક્ષત્રના શુભ યોગે પ્રવજ્યા ગ્રહણ કરી. પ્રભુએ બીજે દિવસે વિજય રાજાના ઘરે ખીર વડે પારણું કર્યું. ત્રણ વર્ષ સુધી સાધના કર્યા બાદ પુનઃ ચૈત્ર વદ ૧૪ અને રેવતી નક્ષત્રના શુભ યોગે અયોધ્યાનગરીની નજીક આવેલા ઉદ્યાનમાં અશોક વૃક્ષ નીચે ધ્યાનસ્થ અવસ્થામાં હતાં ત્યારે લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન થયું. અનંતનાથ ભગવાનનાં પ્રથમ શિષ્ય યશ અને શિષ્યા શુચિ પડ્યા) નામે હતાં. પ્રભુનાં ૫૦ ગણધરો, ચોસઠ હજાર સાધુઓ, બાસઠ હજાર સાધ્વીઓ, બે લાખ છ હજાર શ્રાવકો, ચાર લાખ ચૌદ હજાર શ્રાવિકાઓ હતાં. ૭,૪૯,૯૯૭ વર્ષ ધર્મોપદેશ આપ્યા બાદ તેઓ સમેતશિખર તીર્થ પર પધાર્યા. ત્યાં એક માસનું અનશન કરી ચૈત્ર સુદ પાંચમ અને રેવતી નક્ષત્રમાં નિર્વાણને પ્રાપ્ત કર્યું. શ્રી અનંતનાથ ભગવાનનું સર્વ આયુષ્ય ૩૦ લાખ વર્ષ હતું અને ઊંચાઈ ૫૦ ધનુષ્ય હતી. તેમનાં અધિષ્ઠાયક યક્ષ પાતાલ અને યક્ષિણી અંકુશા છે. અયોધ્યા તીર્થ પ્રસિદ્ધ છે. ૧૫મા તીર્થંકર શ્રી ધર્મનાથ ભગવાનનો જન્મ શ્રી અનંતનાથ ભગવાનના મોક્ષગમન પછી ત્રણ પલ્યોપમના અંતરે ભરતક્ષેત્રમાં થયો. તેનો રત્નપુરીનાં ભાનુ રાજા અને સુવતારાણીના પુત્રરૂપે મહાસુદ મામા ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી - ૨૪૫ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ત્રીજ અને પુષ્ય નક્ષત્રમાં જન્મ્યા. તેમનું લાંછન વજનું હતું અને વર્ણ તપ્ત સુવર્ણ જેવો શોભાયમાન હતો. બાળપણથી નિસ્પૃહ હોવા છતાં ભોગ કર્મોની પ્રબળતાને જાણી ગૃહસ્થજીવનનાં સુખો ભોગવ્યાં અને પાંચ લાખ વર્ષ સુધી રાજ્યવૈભવને ભોગવ્યો. જન્મથી જ વૈરાગ્યવંત પ્રભુ પોતાનો દીક્ષાયોગ્ય કાળ આવેલો જાણી રત્નપુરીનગરીના સમીપવર્તી અનેક વૃક્ષો વડે સુશોભિત પ્રકાંચનવનમાં મહા સુદ તેરસ અને પુષ્ય નક્ષત્રમાં ચાર મહાવ્રતોનો સ્વીકાર કરી સાધુ થયા. દીક્ષા સમયે છઠનો તપ ધારણ કરનારા જગતના સ્વામીએ ધર્મસિંહ રાજવીના ઘરે ખીરથી પ્રથમ પારણું કર્યું. બે વર્ષની સાધના પશ્ચાતું સકલ ઘાતી કર્મોનો ક્ષય થવાથી પોષ સુદ ૧૫ અને પુષ્ય નક્ષત્રના શુભ યોગે રત્નપુરી સમીપના ઉદ્યાનમાં દધિપર્ણ વૃક્ષ નીચે કેવળજ્ઞાનનો ઉદય થયો. પરમાત્મા પાસે અરિષ્ટ નામે પ્રથમ સાધુ અને અંજુના નામે પ્રથમ સાધ્વી દીક્ષિત થયાં. પ્રભુનાં ગણધરો ૪૩ થયા, ચોસઠ હજાર સાધુઓ, બાસઠ હજાર સાધ્વીઓ, બે લાખ છ હજાર શ્રાવકો, ચાર લાખ બાર હજાર શ્રાવિકાઓ હતાં. બે લાખ ઓગણપચાસ હજાર નવસો અઠ્ઠાણું વર્ષ સુધી ધર્મનાથ પ્રભુએ ધર્મદેશના દ્વારા મોક્ષમાર્ગ દર્શાવ્યો. અંતે સમેતશિખર પર્વત પર એક માસનું અનશન કરી જેઠ સુદ પાંચમ અને પુષ્ય નક્ષત્રમાં પરમ સિદ્ધિગતિને પામ્યા. શ્રી ધર્મનાથ ભગવાનનું કુલ આયુષ્ય ૧૦ લાખ વર્ષનું હતું અને ઊંચાઈ ૫૦ ધનુષ્યની હતી. તેમનાં અધિષ્ઠાયક યક્ષ કિન્નર અને યક્ષિણી કંદર્પી પ્રજ્ઞપ્તિ) છે. શ્રી ધર્મનાથ ભગવાનનાં તીર્થોમાં રત્નપુરી, અમદાવાદ (હઠીસિંહનું દેરું) પ્રસિદ્ધ છે. સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાન શ્રી ધર્મનાથ ભગવાનના નિર્વાણ પછી પોણા પલ્યોપમના અંતરે થયા. તેમનો જન્મ હસ્તિનાપુરનગરના રાજા વિશ્વસેનની અચિરાદેવી નામની રાણીના પુત્રરૂપે વૈશાખ વદ ૧૩ના રોજ ભરણી નક્ષત્રમાં થયો હતો. તેઓ મૃગ લાંછનવાળા અને સુવર્ણ સમાન વર્ણ ક્રાંતિને ધરાવનારા હતા. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી જ સમગ્ર રાજ્યના રોગોમાં શાંતિ ફેલાઈ હોવાથી ગુણસૂચક “શાંતિ એવું નામ રખાયું હતું. શાંતિનાથ ભગવાન તીર્થંકર ઉપરાંત છઠ્ઠા ચક્રવર્તી પણ હોવાથી યુવાવસ્થામાં રાજ્યાભિષેક થયા પછી ભરતક્ષેત્રના છ ખંડના સર્વ રાજાઓને જીત્યા. ચક્રવર્તી તરીકે અનેક સ્ત્રીઓને પરણ્યા. ૫૦ હજાર વર્ષ સુધી રાજ્યપાલન કર્યું, પરંતુ આવા અખૂટ વૈભવ પ્રત્યે પણ નિસ્પૃહ રહી વૈશાખ વદ ૧૪ અને ભરણી નક્ષત્રના સમયે હસ્તિનાપુરનગરની બહાર આવેલા સહસામ્રવનમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે છઠ્ઠનો તપ હતો અને પ્રથમ પારણું સુમિત્ર નામના રાજાને ત્યાં ખીર દ્વારા કર્યું. બીજે વર્ષે પોષ સુદ નોમના દિને હસ્તિનાપુરની બહાર આવેલા ઉદ્યાનમાં નંદીવૃક્ષ નીચે ઘાતિ કર્મક્ષય દ્વારા કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાં ચક્રાયુધ નામે પ્રથમ ગણધર (સાધુ) અને ભાવિતા (સૂચિ-શ્રુતિ) નામે પ્રથમ સાધ્વી શિષ્યા થયાં. પ્રભુનાં ૩૬ ગણધરો હતા, બાસઠ હજાર સાધુઓ, એકસઠ હજાર છસો સાધ્વીઓ, એક લાખ નેવું હજાર શ્રાવકો, ત્રણ લાખ ત્રાણું હજાર શ્રાવિકાઓ હતાં. શાંતિનાથ ભગવાને ચોવીસ હજાર નવસો નવ્વાણું વર્ષ સુધી લોકોપકાર માટે ધર્મદેશના દીધી. તે પછી સમેતશિખર પર્વત પર એક માસનું અનશન કરી વૈશાખ વદ ૧૩, ભરણી નક્ષત્રમાં મોક્ષે ગયા. શાંતિનાથ ભગવાનનું કુલ આયુષ્ય એક લાખ વર્ષનું અને ઊંચાઈ ૪૦ ધનુષ્ય હતી. પરમાત્મા હસ્તિનાપુર, શિયાણી (સૌરાષ્ટ્ર) ભોપાવર ભપ્ર.), અદ્ભુતજી (રાજસ્થાન) ૨૪૬ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ આદિ અનેક તીર્થોમાં તીર્થનાયક તરીકે શોભી રહ્યા છે. સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાનનો જન્મ શ્રી શાંતિનાથ ભગવાનના નિર્વાણ પછી પોણો પલ્યોપમ કાળ વીત્યા બાદ હસ્તિનાપુરનગરમાં સુર રાજા અને શ્રીદેવી રાણીને ત્યાં ચૈત્ર વદ ૧૪ના દિને કૃતિકા નક્ષત્રમાં થયો. તેમનું લાંછન બોકડાનું અને વર્ણ તેજસ્વી સુવર્ણ સમાન શોભતો હતો. યોગ્ય વયમાં આવ્યા બાદ તેમના વિવાહ અને રાજ્યાભિષેક થયા. તેઓ સાતમા ચક્રવર્તી હોવાથી શાંતિનાથ ભગવાનની જેમ છ ખંડ પર વિજય મેળવી સમગ્ર ભરતક્ષેત્રના રાજા બન્યા. ૪૭,૫૦૦ વર્ષ સુધી રાજ્યનું પાલન કર્યા બાદ સમગ્ર રાજ્યવૈભવનો ત્યાગ કરી હસ્તિનાપુરનગરની બહાર આવેલા સહસામ્રવનમાં ચૈત્ર વદ પાંચમ અને કૃતિકા નક્ષત્રમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે છઠ્ઠનો તપ હતો અને પ્રથમ પારણું વ્યાઘસિંહ નામના રાજાના ઘરે ખીર દ્વારા કર્યું. પ્રભુએ ૧૬ વર્ષ બાન સાધના કરી, ત્યાર બાદ ચૈત્ર સુદ ત્રીજ, કૃતિકા નક્ષત્રના દિવસે હસ્તિનાપુરના સમીપવર્તી ઉદ્યાનમાં તિલક વૃક્ષની નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમનાં સ્વયંભૂ (સાંબ) નામે પ્રથમ શિષ્ય અને રક્ષિતા (રક્ષિકા) નામે પ્રથમ સાધ્વી થયાં. પ્રભુનાં ગણધરો ૩૫ હતા, સાધુ ૬૦૦૦, સાધ્વી ૬૦,૬૦, શ્રાવક એક લાખ એંસી હજાર, શ્રાવિકા ત્રણ લાખ એક્યાસી હજાર હતાં. તેમણે ૨૩,૭૩૬ વર્ષ સુધી દેશના આપી. ત્યાર બાદ એક માસનું અનશન કરી ચૈત્ર વદ એકમના કૃતિકા નક્ષત્રના દિને મોક્ષે ગયા. શ્રી કુંથુનાથ ભગવાનનું કુલ આયુષ્ય ૯૫,૦૦૦ વર્ષનું હતું, ઊંચાઈ ૩૫ ધનુષ્ય હતી. તેમનાં અધિષ્ઠાયક યક્ષ ગંધર્વ અને બલા (અય્યતા) છે. હસ્તિનાપુર તીર્થભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ભગવાનનો જન્મ શ્રી કુંથુનાથ ભગવાનના નિર્વાણ પછી પા પલ્યોપમ કાળ વીત્યા બાદ હસ્તિનાપુરનગરમાં થયો. તેમનાં પિતા સુદર્શન રાજા અને માતા દેવીરાણી હતાં. ફાગણ સુદ બીજના દિને રેવતી નક્ષત્રમાં જન્મ થયો હતો. શ્રી અરનાથ સ્વામીનું લાંછન નંદ્યાવર્તનું અને વર્ણ દીપ્ત સુવર્ણ જેવો શોભાયમાન હતો. તેમને સંસારમાં કોઈ આસક્તિ ન હોવા છતાં અવધિજ્ઞાન વડે ભોગકર્મના ઉદયને જાણતા અન્ય તીર્થકરોની જેમ જ લગ્ન અને રાજ્ય ધારણ કરવાનું કાર્ય કર્યું. આઠમા ચક્રવર્તી હોવાથી છ ખંડનો વિજય કરી સમગ્ર ભરતક્ષેત્રના સ્વામી થયા. ૪૨,૦૦૦ વર્ષ સુધી રાજ્ય ભોગવ્યા બાદ પોતાનો દીક્ષાયોગ્ય સમય જાણી માગશર સુદ ૧૧ના દિને રેવતી નક્ષત્રમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે છઠ્ઠનો તપ હતો અને પ્રથમ પારણું અપરાજિત રાજાને ઘરે ખીર દ્વારા કર્યું. ત્રણ વર્ષની સાધના બાદ હસ્તિનાપુરની શોભા સમાન ઉદ્યાનમાં આમ્રવૃક્ષની નીચે કારતક સુદ બારસના દિને રેવતી નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પ્રભુનાં પ્રથમ શિષ્ય કુંભ અને શિષ્યા રક્ષિકા થયાં. શ્રી અમરનાથ સ્વામીનાં ૩૩ ગણધરો, પચાસ હજાર સાધુઓ, સાઠ હજાર સાધ્વીઓ, એક લાખ ચોરાસી હજાર શ્રાવકો અને ત્રણ લાખ બોતેર હજાર શ્રાવિકાઓ હતાં. ૨૦,૯૯૭ વર્ષ સુધી અવિરત દેશના પ્રવાહ દ્વારા અનેક ભવ્ય જીવોને તાર્યા બાદ સમેતશિખર પર્વત પરથી એક માસનું અનશન કરી માગશર સુદ ૧૦ના દિને રેવતી નક્ષત્રમાં મોક્ષને પામ્યા. પરમાત્માનું કુલ આયુષ્ય ૮૪,૦૦૦ વર્ષનું હતું. તેમની ઊંચાઈ ૩૦ ધનુષ્યની હતી. પક્ષેન્દ્ર અને ધારિણી નામનાં યક્ષયક્ષિણી અધિષ્ઠાયક તરીકે પરમાત્માના ચરણકમળની ઉપાસના કરે છે. હસ્તિનાપુર અને નાગપુર તીર્થમાં અરનાથ સ્વામી તીર્થનાયક તરીકે શોભે છે. ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી * ૨૪૭ For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથ ભગવાનનો જન્મ અઢારમા અરનાથ સ્વામીના નિર્વાણ પછી એક હજાર ક્રોડ વર્ષના અંતરે મિથિલાનગરીમાં કુંભરાજાની રાણી પ્રભાવતીની કુક્ષિએ માગશર સુદ ૧૧, અશ્વિની નક્ષત્રમાં થયો. તેમનો નીલવર્ણ હતો અને લાંછન કુંભનું હતું. સામાન્ય નિયમ એવો છે કે સર્વ તીર્થકરો પુરુષો હોય છે, પરંતુ ઘણા સમય બાદ કોઈક કાળચક્રમાં અપવાદરૂપે તીર્થંકર ત્રીરૂપે જન્મ લે છે, જેને જેનશાસ્ત્રોમાં અચ્છેરા (આશ્ચર્ય)ની સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. મલ્લિકુમારીના રૂપ-યૌવનથી આકર્ષાઈ પૂર્વભવના છ મિત્રો મિથિલાનગરીમાં આવ્યા, પરંતુ વૈરાગ્યવાન મલ્લિકુમારીએ સહુને યુક્તિપૂર્વક મનુષ્યદેહની અસારતા સમજાવી વૈરાગ્યના માર્ગે વાળ્યા. માગશર સુદ અગિયારસના દિવસે રેવતી નક્ષત્રમાં મિથિલાનગરીની બહાર આવેલા ઉદ્યાનમાં દીક્ષા ધારણ કરી. તે જ દિવસે એક પ્રહર બાદ (અન્ય મતે એક દિવસ બાદ) અશોક વૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પૂર્વભવના છ મિત્રોએ પ્રભુ પાસે દીક્ષા લીધી. મલ્લિનાથ ભગવાનનાં પ્રથમ ગણધર અભિક્ષક (ઈન્દ્ર) સાધ્વી બંધુમતી (વધુમતી), ૨૮ ગણધરો, ચાલીસ હજાર સાધુઓ, પંચાવન હજાર સાધ્વીઓ, એક લાખ ત્યાસી હજાર શ્રાવકો, ત્રણ લાખ સિત્તેર હજાર શ્રાવિકાઓ હતાં. દીર્ઘકાળ પર્યત કેવળજ્ઞાની પણ અનેક જીવોને મોક્ષનો માર્ગ બતાવ્યો. ફાગણ સુદ બારસના દિવસે અશ્વિની (ભરણી) નક્ષત્રમાં એક માસનું અનશન કરી સમેતશિખર પર્વત પરથી મોક્ષે ગયા. શ્રી મલ્લિનાથ ભગવાનનું આયુષ્ય ૫૫,000 વર્ષનું હતું અને ઊંચાઈ ૨૫ ધનુષની હતી. તેમનાં અધિષ્ઠાયક યક્ષયક્ષિણી કુબેર અને વૈરાટ્યા (ધરણપ્રિયા) છે. મિથિલા અને ભોયણી (ગુજ.) તેમની મહિમાશાળી તીર્થભૂમિ છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત ભગવાન શ્રી મલ્લિનાથ ભગવાનના નિર્વાણ પછી ૫૪ લાખ વર્ષના અંતરે બાદ થયા. રાજગૃહીનગરીમાં સુમિત્ર રાજા અને પ્રભાવતી રાણી રાજ્ય કરતાં હતાં. પ્રભાવતી રાણીએ વૈશાખ વદ આઠમના દિને શ્રવણ નક્ષત્રમાં પુત્રરત્નને જન્મ આપ્યો. તેનું “મુનિસુવ્રત” એવું નામ રાખ્યું. તેઓ શ્યામવર્ણના અને કાચબાનું લાંછન ધરાવનારા હતા. શ્રી મુનિસુવ્રતસ્વામીના યોગ્ય વયે વિવાહ થયા, તેમ જ પિતાએ રાજગૃહીનું રાજ્ય સોંપ્યું. ૧૫,૦૦૦ વર્ષ સુધી ન્યાય-નીતિસંપન્ન રાજ્ય વહીવટ કર્યા બાદ ફાગણ સુદ બારસના દિવસે શ્રવણ નક્ષત્રમાં રાજગૃહીનગરીની શોભાસમા નીલગૃહોંધ્યાનમાં સર્વ સંગ ત્યાગ કરી દીક્ષા ધારણ કરી. પ્રભુએ દીક્ષા સમયે છઠ્ઠનો તપ કર્યો હતો અને દીક્ષા બાદનું પ્રથમ પારણું બ્રહ્મદત્તના ઘરે ખીર દ્વારા કર્યું હતું. અગિયાર માસ સુધી નિરંતર ચઢતી સાધના બાદ મહા વદ બારસના દિને શ્રવણ નક્ષત્રમાં મિથિલાનગરીના ઉદ્યાનમાં ચંપક વૃક્ષ નીચે ત્રિભુવનને જાણનારી દિવ્યજ્યોતિ સ્વરૂપ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પરમાત્માની મધુર દેશના સાંભળી કુંભ નામે પ્રથમ ગણધર થયા. તે જ સમયે બીજા ૧૭ ગણધરો થયા. સાધીગણમાં મુખ્ય સાધી પુષ્પમતી પુષ્પાવતી) થઈ. ભગવાનનાં સાધુશિષ્ય ત્રીસ હજાર, સાધ્વીશિષ્યા પચાસ હજાર, શ્રાવક એક લાખ બોતેર હજાર, શ્રાવિકા ત્રણ લાખ અડતાલીસ હજાર થયાં. પ્રભુએ ૭,૪૯૯ વર્ષ સુધી ધર્મમાર્ગ દર્શાવ્યો. તે પછી સમેતશિખર પર્વત પર એક માસનું અનશન કરી વૈશાખ વદ આઠમના દિવસે રેવતી નક્ષત્રમાં શુદ્ધ, બુદ્ધ, નિરંજન પદને (મોક્ષને) પામ્યા. શ્રી મુનિસુવ્રત સ્વામીનું આયુષ્ય એક લાખ વર્ષનું હતું અને ૨૦ ધનુષ્યની ઊંચાઈ હતી. શ્રી મુનિસુવ્રત સ્વામીનાં તીર્થસ્થળ તરીકે રાજગૃહી, અશ્વાવબોધ તીર્થ (ભરૂચ), થાણે, અગાશી પ્રસિદ્ધ છે. તેમના યક્ષ-યક્ષિણી અને વરુણ અને નરદત્તા નામે પ્રસિદ્ધ છે. ૨૮ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવોના ઉદ્ધારક, ધર્મમાર્ગના સૂર્યસમા ૨૧મા તીર્થંકર નેમિનાથ ભગવાનનો જન્મ શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનના નિર્વાણ પછી ૫ લાખ વર્ષના સમય બાદ થયો. તેમની જન્મનગરી મિથિલા હતી અને પિતા મિથિલારાજ વિજય રાજા તેમજ માતા વિપ્રારાણી (વપ્રારાણી) હતાં. તેમનો જન્મ અષાઢ વદ આઠમ, અશ્વિની નક્ષત્રમાં થયો હતો. પ્રભુ નીલકમલ લાંછન ધરાવનારા અને તેજસ્વી સુવર્ણ જેવો વર્ણ ધરાવનારા હતા. ૫,૦૦૦ વર્ષ મિથિલાના રાજવી તરીકે ન્યાય-નીતિ સંપન્ન રાજ્ય-વહીવટ કર્યો, ત્યાર બાદ રાજ્યવૈભવ પટરાણી આદિ સર્વનો ત્યાગ કર્યો. એક વર્ષ પર્વત વર્ષીદાન દઈ જેઠ વદ નોમના દિને રેવતી નક્ષત્રમાં મિથિલાનગરીના બાહ્ય પરિસરમાં આવેલા સહસ્ત્રાપ્રવનમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે છઠનું તપ હતું અને પ્રથમ પારણું દત્ત દિન) રાજાને ત્યાં ખીર દ્વારા થયું. નવ માસ સુધી કમ પર જય કરવાની સાધના કરી, એના પરિણામે મિથિલાનગરીની બહાર આવેલા ઉદ્યાનમાં માગશર સુદ અગિયારસના દિને રેવતી નક્ષત્રમાં બકુલ વૃક્ષની નીચે ધ્યાનસ્થ અવસ્થામાં હતા ત્યારે ચાર ઘાતિકર્મો નષ્ટ થઈ નિર્મળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું. શ્રી નમિનાથ સ્વામીનાં શુભ નામે પ્રથમ શિષ્ય અને અનલા (અનિલા) નામે શિષ્યા થયાં. પ્રભુના પરિવારમાં સત્તર ગણધરો, વીસ હજાર સાધુ, એકતાલીસ હજાર સાધ્વીઓ, એક લાખ વીસ હજાર શ્રાવકો, ત્રણ લાખ ઓગણચાલીસ હજાર શ્રાવિકાઓ હતાં. ર,૪૯૯ વર્ષ ધમદશના દઈ, અંતે એક માસનું અનશન કરી ચૈત્ર વદ ૧૦ના દિને સમેતશિખર પર્વત પરથી સકલ કર્મોનો ક્ષય કરી સિદ્ધિગતિને પ્રાપ્ત કરી. શ્રી નમિનાથ ભગવાનનું કુલ આયુષ્ય ૧૦૦૦૦ વર્ષનું હતું અને ઊંચાઈ ૧૫ ધનુષ્યની હતી. ભૂકુટિ અને ગાંધારી નામનાં યક્ષયક્ષિણી પરમાત્માનાં અધિષ્ઠાયક તરીકે જાગ્રતભાવે સેવા કરે છે. મિથિલાનગરી તીર્થભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ સ્વામીનો જન્મ નેમિનાથ ભગવાનના નિર્વાણ પછી ૫ લાખ વર્ષ બાદ થયો. શૌરીપુરીનગરીના સમુદ્રવિજય રાજાની શિવાદેવી રાણીના પુત્રરૂપે શ્રી અરિષ્ટનેમિ અથવા નેમિનાથ સ્વામીનો જન્મ થયો. શ્રાવણ માસની સુદ પાંચમ એમની જન્મતિથિ હતી અને ચિત્રા નક્ષત્ર જન્મ નક્ષત્ર હતું. શંખ લાંછનને ધારણ કરનાર અને મનોહર શ્યામકાંતિને ધારણ કરનારા હતા. તેઓ શ્રીકૃષ્ણ વાસુદેવના પિતરાઈ હતા. પોતાના પરિવાર સામે જરાસંધના આક્રમણના ભયથી શ્રીકૃષ્ણ દ્વારિકામાં વસવાટ કર્યો, ત્યારે તેઓ પણ પોતાના વડીલો સાથે દ્વારિકામાં આવ્યા. એક વાર બાલ્યાવસ્થામાં શ્રી નેમિનાથે ક્રીડા કરતાં રમતરમતાં શ્રીકૃષ્ણનો શંખ વગાડી પ્રચંડ ઉદ્ઘોષ કર્યો. આ ઉદ્યોષથી શ્રીકૃષ્ણ તેમનામાં અપૂર્વ બળ જાણ્યું. શ્રી અરિષ્ટનેમિકુમાર પોતાના પ્રતિસ્પર્ધી ન બને માટે નાની વયમાં જ તેમને પરણાવવાનો વિચાર કર્યો. શ્રી અરિષ્ટનેમિ પરણવાની સહમતી દર્શાવે તે માટે પોતાની રાણીઓ સાથે જળક્રીડા માટે મોકલ્યા. શ્રીકૃષ્ણની રાણીઓ તેમને વિવિધ રીતે લગ્ન માટે મનાવવા માંડી, પરંતુ નેમિકુમાર કોઈ રીતે માન્યા નહિ. તેમણે વિવિધ તેમની મોહપ્રેરિત વાતો સાંભળી કેવળ સ્મિત કર્યું. તેમના સ્મિતને જ સહમતી સમજી શ્રીકૃષ્ણ લગ્નોત્સવ માટે તૈયારી કરી. મથુરાનગરીના ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતી સાથે સગાઈ જાહેર થઈ. શ્રાવણ સુદ પાંચમનો લગ્નદિવસ નિશ્ચિત થયો. વિવિધ મહોત્સવપૂર્વક જાન ઉગ્રસેન રાજાને ત્યાં ગઈ, પરંતુ ત્યાં તોરણ આગળ જ વધ માટેનાં પશુઓના અવાજ મા ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી આ ૨૪૯ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ સાંભળ્યા. આ હિંસા પોતાનાં લગ્ન માટે છે એમ જાણી રથ પાછો વાળ્યો. રાજીમતી અને કુટુંબીજનોના વિલાપની વચ્ચે પણ નિર્લેપ રહી રેવત પર્વત પર શ્રાવણ સુદ છઠના દિને ચિત્રા નક્ષત્રમાં છઠ્ઠ તાપૂર્વક સંયમ માર્ગ ધારણ કર્યો. પ્રથમ પારણું વરદત્ત રાજાના ઘરે ખીર દ્વારા કર્યું. ૫૪ દિવસની સાધના બાદ રિવતગિરિ પર્વત પર ભાદરવા વદ અમાસના દિને ચિત્રા નક્ષત્રમાં વેકસ વૃક્ષની નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમનાં પ્રથમ શિષ્ય વરદત્ત (નરદત્ત) અને યક્ષા લક્ષદિક્ષા) નામે પ્રથમ સાધ્વી થયાં. પ્રભુએ અગિયાર ગણધરોને સ્થાપ્યા. અઢાર હજાર સાધુઓ અને ચોત્રીસ હજાર સાધ્વીઓ તેમ જ એક લાખ ઓગણસિત્તેર હજાર શ્રાવકો અને ત્રણ લાખ ઓગણચાલીસ હજાર શ્રાવિકાઓ પરમાત્માની આજ્ઞાનું પાલન કરતાં હતાં. રાજીમતી પણ પરમાત્મા પાસે દીક્ષિત થઈ શ્રી નેમિનાથ ભગવાનના મોક્ષગમન પૂર્વે મોક્ષમાં ગઈ. સાતસો વર્ષ કેવળજ્ઞાની તરીકે અને જીવોને ધર્મનો બોધ આપી એક માસનું અનશન કરી અષાઢ સુદ આઠમના દિને ચિત્રા નક્ષત્રમાં રૈવતગિરિ પર્વત પરથી સકલ કર્મનો ક્ષય કરી મોક્ષમાં ગયા. શ્રી નેમિનાથ સ્વામીનું આયુષ્ય ૧,૦૦૦ વર્ષનું અને ઊંચાઈ ૧૦ ધનુષ્ય હતી. શૌરીપુરી, ગિરનાર, ભોરોલ (જિ. બનાસકાંઠા), વાલમ (મહેસાણા), રાંતેજ (મહેસાણા) આદિ પ્રસિદ્ધ તીર્થભૂમિઓ છે. ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનો જન્મ શ્રી નેમિનાથ ભગવાનના નિર્વાણ પછી ૮૩,૭૫૦ વર્ષના અંતરે વારાણસીનગરીમાં અશ્વસેન રાજાના કુલદીપકરૂપે થયો. વારાણસીનગરીના રાજા અશ્વસેનની વામાદેવી પટરાણીએ માગશર વદ દસમના દિને વિશાખા નક્ષત્રના શુભયોગે પુત્રને જન્મ આપ્યો, જેનું પાડ્યું એવું નામ રખાયું. તેઓ શોભાયમાન નીલકમળ જેવી કાંતિ ધરાવતા હતા અને તેમને જંઘા પર સર્પનું લાંછન શોભતું હતું. તેમનાં લગ્ન પ્રભાવતી નામની રાજકુમારી સાથે થયાં. એક વાર પાર્શ્વકુમારે નગરની બહાર આવેલા એક તાપસની ધૂણીમાંથી લાકડાંની વચ્ચે સળગતા નાગનો જ્ઞાન દ્વારા જાણીને ઉદ્ધાર કર્યો અને નવકારમંત્ર સંભળાવ્યો. નાગ મૃત્યુ પામી ભવનપતિ નિકાયમાં ધરણેન્દ્ર નામનો દેવતા થયો. તાપસ પોતાની જાતને અપમાનિત થયેલો માની પાર્શ્વકુમાર પ્રત્યે વેરભાવ ધારણ કરી ઉગ્ર તપશ્ચર્યા કરવા માંડ્યો. તે મરણ પામી મેઘમાલિ નામે વ્યંતર થયો. કેટલાંક વર્ષો સુધી યુવરાજ તરીકે રહ્યા બાદ ભોગકર્મનો ક્ષય જાણીને સર્વસંગનો ત્યાગ કરી માગશર વદ અગિયારસના દિને વિશાખા નક્ષત્રમાં વારાણસીનગરીની બહારના ઉદ્યાનમાં પ્રવજ્યા ધારણ કરી તેમની યોગસાધનાના કાળમાં પૂર્વ ભવનો વૈરી કમઠજે વૈરી મેઘમાલિ નામના વ્યંતરે દેવતાઈ પ્રભાવ દ્વારા મેઘવર્ષા કરી અને ઘણું કષ્ટ આપ્યું, પરંતુ પરમાત્મા આ કષ્ટમાં સ્થિર રહ્યા. પોતાના ઉપકારી એવા તીર્થંકરના કષ્ટના નિવારણ માટે ધરણેન્દ્ર પોતાની પટરાણી પદ્માવતી સાથે આવી કષ્ટનિવારણ કર્યું. ૮૪ દિવસની સાધના બાદ વારાણસીનગરીના સમીપવર્તી ઉદ્યાનમાં ફાગણ વદ ચોથના દિવસે વિશાખા નક્ષત્રમાં ધાતકી વૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દિન આદિ ૧૦ ગણધરો થયા અને પુષ્પચૂલા નામે પ્રથમ સાધ્વી થઈ. ૧૬,0 સાધુઓ અને ૩૮,૦૦૦ સાધ્વીઓ, એક લાખ ચોસઠ હજાર શ્રાવકો અને ત્રણ લાખ સિત્યોત્તેર હજાર શ્રાવિકાઓ થયાં. ૭૦ વર્ષ સુધી પોતાના ચરણકમળો વડે પ્રભુએ ધરાતલને પાવન કર્યું. અંતે એક માસનું અનશન કરી સમેતશિખર પર્વત પરથી શ્રાવણ સુદ આઠમ અને સ્વાતિ નક્ષત્રમાં સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષગમન કર્યું. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું આયુષ્ય ૧૦૦ વર્ષનું અને ૨૫૦ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ઊંચાઈ નવ હાથની હતી. તેમના નામસ્મરણનો મહિમા વ્યાપક જોવા મળે છે. આથી શંખેશ્વર, કલિકુંડ, નાગેશ્વર, સુરત, અમદાવાદ, પાટણ, વારાણસી, સમેતશિખર, અહિછત્રા આદિ અનેક તીર્થોમાં બિરાજમાન છે. તેમનાં વિવિધ પ્રસંગો-સ્થળો આદિના સંદર્ભે અનેક નામો પ્રચલિત થયાં છે. તેમાં પણ ૧૦૮ નામોનો મહિમા વિશેષ છે. તેમનાં પાર્શ્વયક્ષ અને પદ્માવતીદેવી યક્ષ-યક્ષિણીરૂપે સુપ્રસિદ્ધ છે. ચોવીસમા તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામીનો જન્મ શ્રી પાર્શ્વનાથ સ્વામીના નિર્વાણ બાદ ૨૫૦ વર્ષનો કાળ પૂર્ણ થયા બાદ મગધદેશના ક્ષત્રિયકુંડનગરમાં થયો. તેમના પિતા ક્ષત્રિયકુંડના રાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાદેવી હતાં. સુવર્ણ વર્ણની અપૂર્વ કાંતિ સમગ્ર દેહમાં શોભતી હતી, તેમ જ જંઘા પર પરાક્રમી સિંહનું લાંછન હતું. શ્રી વર્ધમાન સ્વામીનો જન્મ ચૈત્ર સુદ તેરસની મધ્યરાત્રિએ ઉત્તરાફાલ્યુની નક્ષત્રના નિર્મળ યોગમાં થયો હતો. બાલ્યાવસ્થામાં જ વર્ધમાનકુમારે દર્શાવેલા અપૂર્વ વીરત્વને કારણે મહાવીર' એવું દેવતાઓ દ્વારા નામ અપાયું, જે વિશેષ પ્રસિદ્ધિ પામ્યું. યોગ્ય વયના થતાં વર્ધમાનકુમારના યશોદા નામની રાજકુમારી જોડે ધામધૂમપૂર્વક લગ્ન થયાં. તેનાથી પ્રિયંવદા નામની પુત્રી થઈ. વર્ધમાનકુમારની ૨૮ વર્ષની વયે માતા-પિતાનો સ્વર્ગવાસ થયો, તે બાદ વડીલબંધુ નંદીવર્ધન પાસે દીક્ષા ગ્રહણ કરવાની અનુમતિ માગી. ભાઈના આગ્રહથી વધુ બે વર્ષ ઘરમાં રહેવાનું સ્વીકાર્યું. એક વર્ષ દીક્ષા માટે પૂર્વતૈયારીરૂપ સાધના કરી અને એક વર્ષ આવનારા સૌ વાચકોને પુષ્કળ પ્રમાણમાં ધન-ધાન્યનું દાન કર્યું. ૩૦ વર્ષની વયે કારતક વદ ૧૦ના દિને ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં સ્વજન-પરિવાર સૌને રડતા મૂકી ક્ષત્રિયકુંડની બહાર આવેલા જ્ઞાતખંડવનમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે છઠ્ઠનો તપ હતો અને દીક્ષા બાદનું પ્રથમ ભોજન પાસેના કોલ્લાગ સન્નિવેશમાં ધન્ય નામના ગૃહપતિને ત્યાં કર્યું. મહાવીર પરમાત્માનો સાધનાકાળ સાડાબાર વર્ષનો હતો. આ સાડાબાર વર્ષમાં અનેક કળે-ઉપદ્રવો સમતાપૂર્વક સહન કર્યા. તેમણે કર્મના ક્ષય માટે કરેલી તીવ્ર તપશ્ચર્યાનું કલ્પસૂત્ર, સ્થાનાંગસૂત્ર આદિ આગમગ્રંથોમાં ઝીણવટભર્યું વૃત્તાંત ઉપલબ્ધ થાય છે, જે મહાવીર પરમાત્મામાં રહેલ અપૂર્વ સમતા, વૈર્ય, કરુણા આદિ ગુણોનું અને કઠિન પરિસ્થિતિમાં પણ દાખવેલી લોકોત્તર વીરતાનું દર્શન કરાવે છે. દેવો, માનવો અને પશુ-પંખીઓ દ્વારા કરાયેલા અનેક ઉપદ્રવોને સહન કરી મહાવીર પરમાત્માએ પોતાનાં ગાઢકર્મોને નષ્ટ કર્યા. તેના પરિણામે વૈશાખ સુદ દસમની સાંજે ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં ઋજુવાલિકા નદીના કાંઠે શાલ વૃક્ષની નીચે કેવળજ્ઞાનરૂપી સૂર્ય ઉદિત થયો. બીજે દિવસે ભગવાન સાથે વાદવિવાદ કરવા આવેલા વિદ્યાભિમાની ઇંદ્રભૂતિ આદિ અગિયાર બ્રાહ્મણોને વેદ-પદોનો સાચો અર્થ સમજાવી પોતાના ગણધરો ( શિષ્યો) તરીકે સ્થાપ્યા. તેમાંના પ્રથમ ઇંદ્રભૂતિ કે જે ગૌતમસ્વામીના નામે પ્રસિદ્ધ છે તેનો મહિમા જૈન સંઘમાં વ્યાપક છે. મહાવીરસ્વામીની આજ્ઞાનું પાલન કરનારાં ૧૪,૦૦૦ સાધુઓ, ચંદનબાળા પ્રમુખ છત્રીસ હજાર સાધ્વીઓ, આનંદ કામદેવ પ્રમુખ એક લાખ પ૬ હજાર શ્રાવકો અને સુલતા-રેવતી આદિ ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓ હતાં. મહાવીર પરમાત્માએ ૩૦ વર્ષ સુધી ધર્મદેશના આપી. આ ધર્મદેશનાનો કેટલોક અંશ ભગવતી સૂત્ર (વિવાહપન્નતિ), ઉત્તરાધ્યયન સૂત્ર આદિ આગમગ્રંથોમાં ઉપલબ્ધ છે. મહાવીરસ્વામી ભગવાન પાવાપુરીનગરમાં અંતિમ ચાતુર્માસ માટે બિરાજમાન હતા, ત્યાં આસો વદ ચૌદશથી ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી ૪ ૨૫૧ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ સળંગ બે દિવસ અંતિમ ધર્મોપદેશ આપ્યો. એ દેશના આપતા છઠ્ઠના તપપૂર્વક સમવસરણમાં જ આસો વદ અમાસની રાત્રિના પાછલા ભાગે આઠે કર્મોનો ક્ષય કરી નિર્વાણ પામ્યા. મહાવીરસ્વામીનું આયુષ્ય ૭૨ વર્ષનું હતું અને ઊંચાઈ સાત હાથની હતી. માતંગ યક્ષ અને સિદ્ધાયિકા દેવી નામનાં યક્ષ-યક્ષિણી અધિષ્ઠાયકરૂપે તેમની સેવા કરે છે. ક્ષત્રિયકુંડ (લચ્છવાડ), પાવાપુરી, પાનસર (ગુજરાત), રાતા મહાવીરજી (રાજસ્થાન), મુછાલા મહાવીરજી (રાજસ્થાન), મહાવીરજી (રાજસ્થાન), નાણા, દિયાણા, નાંદિયા (ત્રણે જીવિત) સ્વામીતીર્થ તરીકે પ્રસિદ્ધ (રાજસ્થાન) આદિ તીર્થભૂમિઓ છે. તેઓ અંતિમ તીર્થંકર અને વર્તમાન શાસનના સ્થાપક હોવાથી જન-સામાન્યમાં વિશેષ પ્રચલિત તીર્થંકર છે. આ સંક્ષિપ્ત જીવનચરિત્રની વિગતો ઉપરાંત તીર્થંકરોના જીવનની અનેક વિગતો પ્રસિદ્ધ છે. સતરિસય ઠાણં' જેવા ગ્રંથોમાં તીર્થંકરોના પૂર્વભવના ચરિત્રથી માંડી મોક્ષગમન પર્યંતની ૧૭૦ જેટલી વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મધ્યકાળના ચોવીશીસર્જક કવિઓમાંથી કેટલાક કવિઓએ પોતાની ચોવીશી માટે વિવિધ વિગતોમાંથી નિશ્ચિત સંખ્યાની વિગતોની સહાય લઈ તીર્થંકરોના જીવનચરિત્રની રેખા આલેખી પરમાત્માની સ્તવના કરી છે. સત્તરમા શતકમાં થયેલા જસસોમની સં. ૧૬૭૬માં નાગોરમાં રચાયેલી ચોવીશીમાં સર્વપ્રથમ સંપૂર્ણ ચરિત્રપ્રધાન ચોવીશીનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ ચોવીશીરચનાના કળશને આધારે તેમાં સાત વિગતો જેમ તીર્થંકરોનું નામ, નગર, માતા, પિતા, લાંછન અને જિનેશ્વર દેવનાં સેવક અધિષ્ઠાયક યક્ષ અને યક્ષિણીને વર્ણવ્યાં છે. જેને કવિએ જૈન પરંપરા અનુસાર ‘સાત બોલ’ તરીકે ઓળખાવ્યા છે. આ જ શતકમાં થયેલા તપાગચ્છના વિજ્યદાનસૂરિની પરંપરાના મુનિહર્ષના શિષ્ય ભાવવિજ્યજીએ બે ચોવીશીઓની રચના કરી છે. એક ચોવીશી ભક્તિપ્રધાન છે, તો બીજી ચોવીશીમાં અગિયાર બોલથી તીર્થંકરોના જીવનચરિત્રને વર્ણવ્યું છે. તેમનો સર્જનકાળ સમય સં. ૧૬૯૦થી સં. ૧૭૩૫ (અનુમાન આધારિત) છે. તેઓ ઉત્તમ વિદ્વાન હતા અને સંસ્કૃત ભાષા પર સુંદર પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે ઉત્તરાધ્યયન સૂત્ર વૃત્તિ, ચંપકમાલા કથા જેવા ગ્રંથો રચ્યા છે, તો વિનયવિજયજી મહારાજના સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કલ્પસુબોધિકા’નું પણ સંશોધન કરેલ છે. ભાવવિજયજી કૃત ચોવીશીનાં સ્તવનો પાંચ-પાંચ કડીનાં છે અને તેમાં કવિએ (૧) નામ, (૨) વંશ, (૩) જન્મનગરી, (૪) માતા, (૫) પિતા, (૬) લાંછન, (૭) શરીરની ઊંચાઈ, (૮) આયુષ્ય, (૯) શરીરનો વર્ણ, (૧૦) યક્ષ, (૧૧) યક્ષિણી. એટલી વિગતો ગૂંથી છે. કવિની શૈલી સરળ અને ભાવવાહી છે : સિદ્ધારથાનો નંદન થૂણતાં, સકળ દુઃખ નિગમીયે, હીં હો સિદ્ધિપુરીમા રમીએ.' ૧. ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૨૫૧થી ૨૬૭ ૨. પ્રથમ અંક તીર્થંકરસૂચક અને બીજો અંક કડીસૂચક છે. (૪, ૧) એટલે અભિનંદન સ્વામી સ્તવન પહેલી કડી. ૨૫૨ * ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય (૪, ૧) For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ વાણારસી નવરીમેં ઉદયો, જિમ દિનકર આકાશે. (૭, ૧) ગજ ગતિ ગજ લંછન ધરું રે, બીજો એ જગદીશ. (૨, ૫) વંશ ઈક્ષાગ દિવાકર બાવો, રાગ તિમીર શમવાને (૫, ૩) તો ક્યાંક વિદગ્ધ કાવ્યશૈલી પણ જોવા મળે છે : અંગને રંગે ગંધ તરંગે નીલકમલ વન જયકારી (૧૯, ૩) શ્રી મલ્લિનાથ ભગવાન નીલવર્ણના હોવાથી તેમના અંગનો રંગ ધારણ કરવાથી નીલકમલ પોતે પરમાત્મા જેવી જ સુગંધ ધારણ કરનારું અને સર્વ ફૂલોમાં શ્રેષ્ઠ સ્થાન પામનારું બન્યું. ૨૧ તીર્થકરોનો ઈક્વાકુ વંશ હોવાથી કવિએ પરમાત્માને વિવિધ સ્તવનોમાં ઇક્વાકુ વંશના શૃંગાર, સૂર્ણ ઈશ્વાકુ દ્રશ્નરૂએ સરુકર ચંદ્ર વંશરૂચ્છ કચ્છ માટે કલહંસ રૂછે સમુદ્રના સુરમણિ, વંશરૂપ મેરુપર્વત પરના કલ્પવૃક્ષ, ઋષભ વંશમાં મુક્તામણિ, વંશરૂપી ઘરમાં ઉત્તમ દીપક, ભૂષણ – અલંકાર, વંશરૂપ મલયાચલમાં ચંદન વૃક્ષ, મસ્તકના મણિ, ઈક્વાકુ વંશરૂપી ઉદયગિરિ પરના સૂર્ય જેવાં વૈવિધ્યસભર રૂપકોઉપમાઓ દ્વારા એકની એક વાતને વિભિન્ન રીતે આલેખવાના કાવ્યકૌશલ્યનો સુંદર પરિચય આપ્યો છે. કવિએ સુચારુરૂપે યોજેલા અલંકારો કાવ્યસૌંદર્યમાં વૃદ્ધિ કરે છે, જેમ કે – સુજસા જસવતી હુઈ જગમાં, જે જિનને જનમી ગુણવત. (૧૪, ૨)માં અંતર્યામક દેવનંદન રૂપ નિહાળી દેવી પણ મોહંત રે. (૧૮, ૨)માં શ્લેષ ગુણમણિ મંડિત દંડિત દુરમતિ, ખંડિત પાપ ઉપાયા. ભાવ કહે ભવમાંહિ ભમતાં, એ પ્રભુ પુયે પાયા. (૧૩, ૫)માં વર્ણવૈભવ વંશ ઈક્વાગ ઉદય ગિરિ દિનકર, અવગુણ તિમિર નિકારે (૨૩, ૨)માં વર્ણનો નાદવૈભવ નોંધપાત્ર છે. તદુપરાંત કવિએ અનેક સ્થળે લાંછનો અંગે પણ મનોહર ઉàક્ષા અલંકારો યોજ્યા છે. આમ, ભાવવિજયજીની કાવ્યરચનામાં મનોહર કાવ્યાત્મક ઉન્મેષો પ્રાપ્ત થાય છે, પરંતુ અતિટૂંકાણને કારણે તીર્થકરોના જીવન અંગેનો કથાત્મક સ્પર્શ પ્રાપ્ત થતો નથી. ભક્તિપ્રધાન ચોવીશીમાં મહત્ત્વનું પ્રદાન કરનાર યશોવિજયજીએ અઢારમા શતકના પ્રારંભે ચૌદ બોલયુક્ત ચરિત્રપ્રધાન ચોવીશી રચી છે. આ ચોવીશીમાં – ૩. યશોવિજયજી કૃત સ્તવનચોવીશી ચૌદબોલ યુક્ત) ભક્તિરસઝરણાં ભાગ-૧પૃ. ૮૪થી ૧૦૭ જૈન ગૂર્જર કાવ્યસંગ્રહ. મા ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી - ૨૫૩ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ (૧) તીર્થંકરનું નામ (૨) પિતાનું નામ (૩) માતાનું નામ (૪) જન્મનગરી (૫) લાંછન (૬) શરી૨વર્ણ (૭) શરીરની ઊંચાઈ છે. (૮) દીક્ષા પિરવાર (૯) આયુષ્મ (૧૦) સાધુસંખ્યા (૧૧) સાધ્વીસંખ્યા આ ૧૪ વિગતો મોટા ભાગનાં પાંચ કડીનાં સ્તવનોમાં ગૂંથવા છતાં કવિએ સ્થળે સ્થળે હૃદયના ભક્તિભાવનું ઊર્મિસભર આલેખન કર્યું છે, ખિણ ખિન્ન સમરૂં હૈ ગુણ પ્રભુજી તણા, એ મુજ લાગી રે ટેવ.' (૧૨) નિર્વાણસ્થળ (૧૩) અધિષ્ઠાચક્ર પક્ષ (૧૪) અધિષ્ઠાયિકા યક્ષિણી (૫, ૨) સુવિધિ જિનરાજ મુજ મન રમો, સતિ ગમો ભવ તણા તાપ રે.’ (૯, ૨) લટકાળે તુજ લોઅણે રે લાલ, મોહ્યા જગ જન ચિત્ત રે.’ (૧૫, ૫) જિનજી ! તુજછ્યું મુજ મન નેહ, જેમ ચાતકને મેહરે. તું છે ગુણ મણિ ગેહ રે. (૧૦, ૧) કવિએ વિગતોના આલેખનમાં પણ સ્થળે સ્થળે કાવ્યાત્મકતાનો સ્પર્શ આપ્યો છે : સિદ્ધિકામિની કર ગ્રહે રે, લાલ સમેતશિખર અતિ રંગ સહસ ચોસઠ સોહામણા રે લાલ, પ્રભુના સાધુ અભંગ. લક્ષ ચોરાશી પૂર્વનું આઉખું પાળે, (૧૫, ૩) અમિય સમી દીયેં દેશના, જગ પાતિક ટાળે. (૭, ૩) આમ, કવિએ ઉપમા, રૂપક, યમક જેવા અલંકારો અને મનોહર પ્રાસયોજના દ્વારા તીર્થંકરોના જીવનની વિગતોને મનોહર સ્તવનરૂપ આપ્યું છે. કવિનાં વિશેષ ઉલ્લેખનીય સ્તવનો – બાવીસમું નેમિનાથ સ્તવન અને ચોવીસમું મહાવીરસ્વામીસ્તવન (૧, ૨) ત્રણ લાખ પ્રભુના મુનિ ગિરૂઆ, ચ્યાર લાખ ત્રીસ હજાર રે, ગુણમણિ મંડિત શીલ અખંડિત, સાધ્વીનો પરિવાર ૩. નેમિનાથ સ્તવનમાં અંતર્યમક સભર ફાગુની દેશીમાં નવ દોહરી કડીઓમાં નેમિનાથના જીવનચરિત્રના ૨૫૪ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વના પ્રસંગોનું રસસભર આલેખન કર્યું છે. રાજુલ સાથેના નેમિનાથના સગપણ અને લગ્નમહોત્સવનું વર્ણન કરતી કડી – ગુણમણિ-પેટી બેટી ઉગ્રસેન નૃપ પાસ, તવ હરી જાએં માર્ચ, માથે પ્રેમ વિલાસ; તુર દિવાજે ગાજે; છાજે ચામર કતિ હવે પ્રભુ આવ્યા પરણવા, નવ-નવા ઉત્સવ હતિ. (૨૨, ૫) નેમિનાથ દ્વારા શંખ વગાડવાનો પ્રસંગ : એક દિન રમતો આવિયો, અતુલબળી અરિહંત, જિહાં હરી આયુધશાળા, પૂરે શંખ મહંત. (૨૨, ૧) અને રાજુલના હૃદયમાં નેમિનાથ દર્શને પ્રગટતા સ્નેહને આલેખતી પંક્તિઓ – ગોખે ચઢી મુખ દેખે, રાજીમતી ભરી પ્રેમ, રાગ અમીરસ વરમેં હરખે પેખી નેમ.' (૨૨, ૫) આમ, આ કાવ્યમાં કવિએ કથનાત્મકતા અને કાવ્યાત્મકતાનો સુંદર સુમેળ સાધ્યો છે. મહાવીરસ્વામી સ્તવનમાં મહાવીરસ્વામીના જીવનની વિગતોને સાંકળી મનોહર જીવનરેખા આલેખી છે, સાથે જ પરમાત્મા પ્રત્યેના પ્રબળ ભક્તિભાવનું આલેખન આ કાવ્યને કથન અને ઊર્મિના રસમય સંયોજનને કારણે નોંધપાત્ર બનાવે છે. વીર તું કુડપુર નયર ભૂષણ જુઓ, રાય સિદ્ધાર્થ ત્રિસલા તનુજો, સિંહ લંછન કનક વર્ણ સપ્ત કર તન, તુજ સમો જગતમાં કો ન દુજો. . (૨૪, ૨) પરમાત્માનાં દીક્ષા અને મોક્ષગમનને વર્ણવતી પંક્તિઓ જુઓ, ' સિંહપરે એકલો ધીર સંયમ રહે આયુ બહોતેર વરસ પૂર્ણ પાળી; પુરી અપાપાયે નિઃપાપ શિવવહુવર્યો, સિંહા થકી પર્વ પ્રગટી દિવાળી. (૨૪, ૩) પરમાત્મા પ્રત્યેના દઢ શ્રદ્ધાભાવનું આલેખન – સિંહ નિશ-દીહ જો હૃદયગિરિ મુજ મેં તું સુગુણ-લીહ અવિચલ નિરીહો. તો કુમત-રંગ-માતંગના યૂથથી, મુજ નહીં કોઈ લવલેશ બીહો. (૨૪, ૫) મા ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી ૨૫૫ For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીના જીવનમાં જે વીરત્વ છે, તે સંદર્ભે તેઓ માટે સિંહની ઉપમા સર્વથા સાર્થક છે. હે સિંહ જેવા પ્રભુ, તું જો મારા હૃદયમાં રમે તો મને હવે અન્ય કુમતરૂપી હાથીથી જરા પણ ડર નથી. અને એવા દઢ વિશ્વાસથી થયેલું સમર્પણ – શરણ તુજ ચરણ મેં ચરણ ગુણનિધિ ગ્રહ્યા, ભવ તરણ કરણ દમ શરમ દાખો; હાથ જોડી કહે જશવિજય બુધ ઈછ્યું, દેવ! નિજ ભુવનમાં દાસ રાખો. (૨૪, ૬) ચરણ' શબ્દનો શ્લેષ પણ મનોરમ છે. પ્રથમ ચરણ પરમાત્માના પાદ કમળ માટે અને બીજી વાર વપરાતો ‘ચરણ” શબ્દ ચારિત્રના અર્થને સૂચવે છે. કવિહૃદયની પ્રભળ ઊર્મિમય ભક્તિ, કથનને અલંકારમય રીતિએ વર્ણવવાની શક્તિ અને કેટલાંક સ્તવનોમાં જોવા મળતો કથનાત્મક – ઊર્મિકાવ્યનો આવિષ્કાર આ સ્તવન-ચોવીશીને ચરિત્રપ્રધાન ચોવીશીઓમાં અત્યંત નોંધપાત્ર સ્થાનની અધિકારી બનાવે છે. . "હરખચંદજી નામે બે સાધુકવિ અને શ્રાવકકવિના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. આ રચના શ્રાવકકવિ હરખચંદજીના નામે જૈન ગૂર્જરકવિઓ ભા. ૬'માં નોંધાયેલી મળે છે, પરંતુ રચના અંતર્ગત ૧૬મા સ્તવનનો ઉલ્લેખ મુનિરૂપે કરાયેલો મળે છે. પ્રભુ કે ચરનકમલ કી સેવા ચાહત મુનિ હર્ષચંદ (૧૬, ૫) આ ઉલ્લેખથી સ્પષ્ટ થાય છે કે, આ રચના મુનિ હરખચંદજીની જ છે. જૈન ગૂર્જર સાહિત્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ભા. રમાં ઉલ્લેખ છે કે, પાર્જચંદ્ર ગચ્છના લબ્ધિચંદ્રજીના શિષ્ય હરખચંદજીની આ રચના છે, તે યથાર્થ જણાય છે. કવિની ચરિત્રપ્રધાન આ ચોવીશીમાં તેમણે નવ બોલ - નવ વિગતો ગૂંથેલી છે. તીર્થંકરનું નામ, માતા, પિતા, જન્મનગરી, લાંછન, ઊંચાઈ, વર્ણ, આયુષ્ય અને વંશ એમ નવ બોલ પ્રયોજ્યા છે. કવિની આ ચોવીશીરચના વ્રજ-હિંદીના મિશ્ર ઉપયોગને કારણે માધુર્યસભર બની છે : અજિત જિન કો ધ્યાન કર, મન અતિ જિન કો ધ્યાન (૨, ૧) નિરખ વદન સુખ પાયોં. પ્રભુ તેરો (૫, ૧) ચિત્ત ચાહત સેવા ચરનન કી, વિશ્વસેન અચિરાજી કે નંદા, શાંતિનાથ સુખકરનન કી. (૧૬, ૧) કવિના હૃદયમાં પરમાત્માના ચરણકમળનો મહિમા વસ્યો છે. આથી કવિએ અનેક સ્તવનોમાં ૪. ભક્તિરસઝરણાં ભાગ-૧, પૃ. ૨૯૭થી ૩૧૧. ૨૫૬ ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ચરણકમળની સેવા ઈચ્છી છે. અટક્યો ચિત્ત હમારો રી, જિન ચરણકમલ મેં (૧૦, ૧) અબ તો ઉધાર્યો મોહિ ચહિયે જિનંદરાય રાખોં મેં ભરોસો રાવ રે ચરન કો (૧૧, ૧) ચરન શરન મેં તક આયો તેરી (૧૪, ૧) પ્રભુ કે ચરનકમલ કી સેવા, ચાહત મુનિ હર્ષચંદ (૧૬, ૫) ઐસે સાહિબ કે પદ કજ કા, હરખચંદ પ્રભુ બંદા (૭, ૫) આમ, અનેક સ્થળે ચરણકમળની સેવાનો મહિમા, તેની ઝંખના અને યાચના અભિવ્યક્ત થયાં છે. કવિએ કુંથુનાથ સ્તવનમાં આલેખેલું મન-મધુકરનું અને ચરણકમળનું રૂપક આકર્ષક છે : રે મન મધુકર ! ચિત્ત હમારે કુંથુનાથ કે ચરણકમલ તે નેક ન હોજિતું ત્યારે ! પદકજ સહજ સુગંધ સુકોમલ શ્રીયુત શુભ સુખકાર રે. રાગ દોષ કંટક નહીં યાકે, પાપ પંક સે ન્યારે. વિકસિત રહત નિશ-વાસર, અતિ અદ્ભુત અવિકાર રે ઐસે પદપંકજ તજી ઈત-ઉત, ડોલત મૂઢ કાહારે. (૧૭, ૧-૨-૩) હે મનરૂપી ભમરા ! તારા ચિત્તને તું આ ચરણકમળથી કદી દૂર ન કર. આ કમળ સહજ સુગંધવાળાં, સુકોમળ અને કૈવલ્યરૂપી લક્ષ્મીનાં નિવાસસ્થાન છે. સ્થળમાં ઊગનારાં ફૂલોમાં કાંટા હોય છે, તો જળમાં ઊગનારાં ફૂલો કાદવવાળાં હોય છે, પરંતુ આ પુષ્પો રાગદ્વેષરૂપી કાંટા અને પાપરૂપી કાદવ બંનેથી અલિપ્ત છે. આ ફૂલો રાત-દિવસ વિકસિત રહેનારાં, અતિઅદ્ભુત અને નિર્વિકાર છે. એવાં ચરણકમળ છોડીને હે મૂઢ મન ! તું આમતેમ કેમ ડોલી રહ્યું છે? કવિનાં સ્તવનો વ્રજભાષા અને તેમાં ઘૂંટાતી રહેતી ચરણ-સેવાની ઇચ્છાને કારણે આકર્ષક બન્યાં છે. ૧૯મા શતકમાં કુલ ત્રણ કવિઓ દ્વારા ચરિત્રપ્રધાન ચોવીશી રચાઈ છે. પદ્મવિજયજી, જ્ઞાનસારજી અને દીપવિજયજી આ ત્રણ કવિઓની ચરિત્રપ્રધાન રચનાઓ ઉપલબ્ધ છે. "શ્રી પદ્મવિજયજી મહારાજ તપાગચ્છમાં સત્યવિજયજી મહારાજની પરંપરામાં થયેલા ઉત્તમવિજયજીના શિષ્ય હતા. તેમનો આયુષ્યકાળ સં. ૧૭૯૨ (ઈ.સ. ૧૭૩૬)થી સં. ૧૮૬૨ (ઈ.સ. ૧૮૦૬) એટલે ૮૦ ૫. ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૬૪૧થી ૬૬૦, સં. અભયસાગરજી ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી - ૨૫૭ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ વર્ષનો હતો. તેમણે ઘણા ગ્રંથો અને કાવ્યોનું સર્જન કર્યું છે. તેમની એક ચોવીશી અનેક માર્મિક આધ્યાત્મિક વિષયોને સ્પર્શે છે, ત્યારે એક ચોવીશીમાં પાંચ કલ્યાણકોનું આલેખન કર્યું છે. કવિએ તીર્થંકર પરમાત્માના જીવનના પાંચ મહત્ત્વના પ્રસંગો, જે જૈન પરિભાષામાં જગતના સૌ જીવો માટે કલ્યાણકારી હોવાથી “કલ્યાણક’ તરીકે ઓળખાય છે તે – અવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણની તિથિઓને સ્તવનમાં ગૂંથ્યાં છે. તેની સાથે જ એક તીર્થકરથી બીજા તીર્થકર વચ્ચેનાં અંતર, ઊંચાઈ, વર્ણ અને આયુષ્ય આ ચાર વિગતો સમાવીને સ્તવનરચના કરી છે. કવિએ મોટે ભાગે આકર્ષક ધ્રુવપંક્તિઓથી સ્તવનનો પ્રારંભ કર્યો છે: સુંદર અભિનંદન જિનરાજની, હું જાઉં બલિહારી હો. (૪, ૧) શીતલનાથ અહંકડું, નમતાં ભવભવ જાય (૧૦, ૧) કુયુજિનેસર પરમ કૃપાગુરૂ, જગ ગુરૂ જાગતી જ્યોત (૧૭, ૧) ત્યાર બાદ મોટે ભાગે આ નવે વિગતોનું આલેખન જોવા મળે છે. આ વિગતોના આલેખનમાં ક્યાંક ક્યાંક કવિનો આધ્યાત્મિક સ્પર્શ પણ જોવા મળે છે. શ્રી કુંથુનાથ ભગવાનના નિર્વાણને વર્ણવતાં કહે છે; વરસ વૈશાખ વદિ પડવે શિવ વય, અશરીરી અણાહાર. (૧૭, ૪) એ જ રીતે મુનિ સુવ્રત સ્વામીના કેવળજ્ઞાનને વર્ણવતાં કહે છે, ફાગણ વદિ બારસ દિને પ્રભુજી, ક્ષપક શ્રેણી આરોહે. લહે જ્ઞાનને દીધી દેશના, ભવિજન ઉપકારે. . (૨૦, ૨-૩) સંભવનાથ સ્તવનમાં કેવળજ્ઞાન વર્ણવતાં કહે છે, લોક અલોક ખટ દ્રવ્ય જે, પરતક્ષ નાણ પ્રમાણ. આમ, કવિએ સહજ રીતે પ્રયોજેલા ક્ષપક શ્રેણી, પદ્રવ્ય જેવા પારિભાષિક શબ્દો કવિનું ચિત્ત કેવું જૈન દાર્શનિક વિચારધારામાં રમમાણ હશે તે દર્શાવે છે. કવિએ કેટલેક સ્થળે હૃદયગત ભક્તિભાવનું ઊર્મિમય આલેખન કર્યું છે, એ તો જિનવર જગગુરૂ મીઠડો, માહરા આતમચો આધાર રે ભવ ભવ શરણે રાખજ્યો, કહે પદ્મવિજય ધરી પ્યારી રે. (૫, ૫) જિન કલ્યાણક દીઠડાંજી, ધન્ય ઉત્તમ નાર પદ્મ કહે સફળો કર્યોજી, માનવનો અવતાર. (૧૧, ૫) ૨૫૮ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય મારા For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ કવિએ ચંદ્રપ્રભસ્વામી માટે પ્રયોજેલું અપૂર્વ ચંદ્રનું રૂપક નોંધપાત્ર છે. કોઈ અપૂરતચંદ્રમા એહજી, લંછને અવિકારી નવિ રાહુ ગ્રહણ કરે જેહજી, નિત ઉદ્યોતકારી વિ મેઘ આવે જસ આગેજી, કાંતિ શોભા હારી નવિ ખંડિત હોય કોઈ માર્ગેજી, સહુ નમે નિરધારી. (૮, ૪) આમ, પદ્મવિજયજી મહારાજની આ ચોવીશી કલ્યાણકતિથિના ઉલ્લેખ તેમ જ આધ્યાત્મિક સ્પર્શને કા૨ણે ધ્યાનપાત્ર બને છે. સં. ૧૮૭૮માં થયેલા શ્રી કૃષ્ણવિજ્યજીના શિષ્ય 'દીપવિજ્યજીએ બે ચોવીશીઓ રચી છે. એમાંની એક ચોવીશી ચરિત્રપ્રધાન ચોવીશી સ્વરૂપની છે. કવિએ આ સ્તવનોમાં ૧૦ વિગતને સ્થાન આપ્યું છે. (૧) પૂર્વના ત્રીજા ભવનું નામ (૨) પૂર્વનો દેવલોક (૩) તીર્થંકરનું નામ (૪) જન્મનગરી (૫) જન્મનક્ષત્ર (૬) જન્મરાશિ (૭) જન્મગણ (૮) છદ્મસ્થતા કાલમાન (૯) કેવલજ્ઞાન વૃક્ષ (૧૦) નિર્વાણ પરિવાર અંતિમ બે ભવોનાં નામ આલેખનને કારણે ક્યાંક અલ્પ કથાતત્ત્વનો સ્પર્શ થયો છે. દા. ત. વિમલ જીવ વ૨ થાનક સેવી લહ્યું વિજ્ય વિમાન સુખ ભારી. જગ અનુકંપા ધરી અયોજ્ઝા મેં, થયો નવર દેવ અવતારી. ૬. ભક્તિરસઝરણાં ભાગ-૨, પૃ. ૪૧૬ (૨, ૨) પરંતુ એવા કથાત્મક ઉન્મેષો જૂજ છે; મોટે ભાગે પૂર્વભવનાં નામોનો ઉલ્લેખ જ કવિનું મુખ્ય ધ્યેય છે; મુનિ સુદર્શન જ્યંત વિમાન, દેવ ભવ તજી ચવીયો અચાંન 1 (૫, ૨) કવિએ વિમલનાથ સ્તવનના પ્રારંભમાં મનોહર કાવ્યાત્મક વર્ણન કર્યું છે; વિમલ જિણંદ શુક્લ પખધારી, વ્હાલા મારા ! ઇન્દ્રકિરણ સમ દીપે રે કર્મ શ્યામલતા છંડીઈ રે, રૂપે અનંગને જીપે રે. For Personal & Private Use Only (૧૩, ૧) ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી : ૨૫૯ Page #275 -------------------------------------------------------------------------- ________________ એવું જ શ્લેષ અલંકારસભર વર્ણન પદ્મપ્રભ સ્વામી સ્તવનના પ્રારંભે મળે છે; જલથી પડા રહે ન્યારો રહે રે, વાલો મારો તિમ વિચરે ઘરવાસ રે કવિની વર્ણાનુપ્રાસ સભર પદાવલી પણ નોંધપાત્ર છે; નેમિ નવલદલ અંતરજામી. શામલીઓ શિરદાર રે. (૨૨, ૧) મુનિ મન માન સરોવર હંસ, ગુણમુગતાફ્લફ્યૂ લીનો રે (૯, ૧) કવિએ મધ્યકાળની પરંપરા પ્રમાણે સ્તવનોમાં પોતાનો નામોલ્લેખ કર્યો છે તે પણ વિશિષ્ટ રીતનો છે. સામાન્ય રીતે કવિ સ્પષ્ટપણે પોતાના નામનો ઉલ્લેખ કરે છે યા શ્લેષ અલંકારપૂર્વક નામોલ્લેખ કરતા હોય છે પરંતુ આ સ્તવનોમાં કવિ શ્લેષ અલંકાર પ્રયોજવા માટે પોતાના નામના ક્રિયાપદમાં વપરાતા રૂપને પ્રયોજે છે. (દીપાવીસ્ત) (૭, ૮, ૧૫), (દીપેસ્ત) (૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩), (દીપતોસ્ત) (૧૬). આમ, ૨૪ સ્તવનોમાંથી ૧૬ સ્તવનોમાં થયેલા ક્રિયાત્મક રૂપોના ઉપયોગને કારણે આ સ્તવનો સ્વતંત્ર હોય તો કર્તા-નામનો નિર્ણય કરવો મુશ્કેલ થાય. ખરતરગચ્છમાં રત્નસાર મુનિના શિષ્ય જ્ઞાનસાર થયા. તેઓ ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. તેમણે આનંદઘન ચોવીશી પર લખેલો ટબ્બો પ્રસિદ્ધ છે. તેમનો સમય સં. ૧૮૦૧થી ૧૮૯૯ હતો. તેમનો વિશેષ નિવાસ બિકાનેરમાં રહ્યો હતો. તેમણે બે ચોવીશીઓ રચી છે. તેમાંની એક આનંદઘનજીનો પ્રભાવ ઝીલનારી, દાર્શનિક વિષયોને સ્પર્શતી છે, ત્યારે અન્ય ચોવીશીમાં ૪૭ બોલોનું આલેખન કરીને રચના કરી છે. કવિની ભાષા હિન્દી-મારવાડી મિશ્ર છે. કવિએ આ ચોવીશીમાં વિગતોનું સંકલન કરવા ખૂબ પ્રયત્ન કર્યો છે. કવિના જ શબ્દોમાં જોઈએ તો, મેં તો મારી બુદ્ધિથી કિંચિત કસર ન કીધ • • • • • • • • • • • • • • • • • • • • • • • • પ્રવચનસાર ઉધારથી સોધ્યા કોઈ સદ્ય કેઈક યંત્રાદિક થકી, સોધ કર્યા અનવદ્ય. પ્રસ્તાવ, દુહા ૩, ૪) કવિએ પ્રવચનસારઉદ્ધાર આદિ અનેક ગ્રંથો અને યંત્રો (કોષ્ટકો)ની સહાય લઈ સરળ ભાષામાં સામાન્ય જનના હિત માટે તીર્થકરોના જીવનસંબંધી સુગમ પ્રબંધ રચવાનો પુરુષાર્થ કર્યો છે. કવિએ કુલ ૪૭ વિગતોને સમાવી છે તે આ પ્રમાણે છે: નગર, તિથિ, જન્મ, તીર્થકરનું નામ, પિતાનું નામ, માતાનું નામ, જન્મનક્ષત્ર, જન્મરાશિ, લાંછન, દેહ, આયુષ્ય, વર્ણ, રાજ્યાભિષેક, પાણિગ્રહણ, વ્રતગ્રહણ પરિવાર, વ્રતનગરી, વતતપ, વ્રતતિથિ, પ્રથમ પારણાનો ૭. જ્ઞાનસારજીકૃત સ્તવનચોવીશી – ૧૧૫૧ સ્તવનમંજૂષા – સં. સારાભાઈ નવાબ ૨૬૦ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ દિન, પ્રથમ પારણા કરાવનાર, પ્રથમ પારણાની વસ્તુ, છબસ્થકાળ, કેવળજ્ઞાન તપ, કેવળજ્ઞાનનગર, કેવળજ્ઞાન વૃક્ષ, જ્ઞાનતિથિ, ગણધરસંખ્યા, સાધુસંખ્યા, સાધ્વીસંખ્યા, યક્ષ, યક્ષિણી, મોક્ષપરિવાર, મોક્ષસ્થળ, મોક્ષતિથિ, સમકિત પામ્યા પછીના ભવ, તપવન, પૂર્વભવના દેવલોકનું નામ, પૂર્વભવનું આયુષ્ય, પિતાની ગતિ, માતાની ગતિ, વંશ, એક તીર્થંકરથી બીજા તીર્થકરનું અંતર, કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદ પૂર્વધર, કુલ પર્યાય. આમ, કવિએ કુલ ૪૭ બોલો વર્ણવી વિગતસભર ચોવીશીરચના કરી છે. કવિનું લક્ષ્ય આ વિગતોને કાવ્યાત્મક સ્પર્શ આપવા તરફ રહ્યું જ નથી. તેઓ માત્ર વિગતના સંગ્રહ તરફ જ લક્ષ્ય ધરાવે છે. એક અર્થમાં આ સ્તવનો તીર્થકરોના જીવનની વિગતોનું છંદોમયરૂપ જ છે. દા. ત. વરસ સહસ ઈક વીતે ઉપનું કેવલનાંણ, પુરિતામલ લહિ કેવલ સંઘ પઈડ્ડા જાંણ. તપ તીન ઉપવાસે વડ તä પામ્યો નાણ. ફાગણ વદ ઈગ્યારસ કેવલનાંણ પ્રમાણ. (૧, ૪) કવિએ અંતિમ સ્તવનમાં મહાવીરસ્વામી ભગવાનનાં ઉત્તરાફાલ્યુની નક્ષત્ર અને સિંહ રાશિ દર્શાવ્યાં છે. પરંપરા અનુસાર કન્યા રાશિ જ પ્રસિદ્ધ છે. કવિએ કયા ગ્રંથને આધારે આ પ્રમાણે દર્શાવ્યું તેનો પ્રશ્ન રહે છે. અંતે કળશમાં કવિ કહે છે; ઈમ તવ્યા સૈતાલીસ બોર્ડે ચોવીસે ત્રિભુવનધણી, મેં સૂત્રથી જિમ બોલ લાધા તેમ ગૂંથ્યા હિતભણી. આમ, કવિનો છ-સાત કડીનાં સ્તવનોમાં ૪૭ બોલોને વિગતોને) સમાવવાનો પ્રયાસ તેના વિશાળ આયોજનને કારણે ચરિત્રપ્રધાન ચોવીશીઓમાં નોંધપાત્ર છે. . પ્રમોદસાગરજી નામના કવિએ પણ ૧૩ વિગતોથી યુક્ત ચોવીશીરચના કરી છે. કવિનો સમય તેમ જ તેમના જ વિશે અન્ય વિગતો પ્રાપ્ત થઈ શક્યાં નથી. કવિએ જે તેર વિગતો સમાવી છે તે આ પ્રમાણે છે : નામ, લાંછન, જન્મનગરી, માતા, પિતા, આયુષ્ય, ઊંચાઈ, શરીરવર્ણ, ગણધરસંખ્યા, સાધુસંખ્યા, સાધ્વીસંખ્યા, યક્ષ, યક્ષિણી. કવિની વર્ણનરીતિ આકર્ષક અને સરળ છે; શીતલનાથ સુહંકરૂ, શીતલ વચન રસાળ રે. જિનશું દિલ લાગ્યું રે. શીતલતા નયણે થઈ, જિનપતિ વદન નિહાળ રે. (૧૦, ૧) શ્રી જિનરાજ જયંકરૂ, શ્રી પદ્મપ્રભુ રાજે રે, દિનકર વાને દીપતો, જ્ઞાન ગુણે કરી ગાજે રે. (૬, ૧) જ્ઞાનગુણ કુસુમ તનું વાસિત, ભાસિત લોકઅલોક રે, પ્રમોદસાગર પ્રભુ ચિત્ત ધરો, જિમ ધરે દિનકર કોક રે. ૮. ભક્તિરસઝરણાં ભાગ-૨, પૃ. ૧થી ૨૩. ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી - ૨૬૧ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સ્તવનમાં તેર પદે મેં જિનવર ગાયા' કહી આ સ્તવનોમાં તેર વિગતો ગૂંથી છે તેનો ઉલ્લેખ કર્યો છે. ત્રેવીસમા સ્તવનમાં પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક તરીકે શાસ્ત્રોમાં પાર્શ્વયક્ષનો ઉલ્લેખ છે, તે સ્થળે કવિએ લોકપ્રસિદ્ધ ધરણેન્દ્રને અધિષ્ઠાયક દેવ તરીકે વર્ણવ્યા છે. સ્તવનોની દેશીઓ ગેય તેમ જ આકર્ષક છે. ૧૮માં શતકમાં થયેલા જ્ઞાનવિમલસૂરિએ ત્રણ ચોવીશીઓ રચી છે, તેમાંની બે ભક્તિપ્રધાન છે. એક સ્તવનચોવીશી ચરિત્રપ્રધાન છે, પરંતુ તેના વિષયવસ્તુ તરીકે ભવવર્ણન છે. સામાન્યતઃ ઉપલબ્ધ ચરિત્રપ્રધાન ચોવીશીઓમાં વિગતો ગૂંથાતી હોય છે, તેના કરતાં આગલા ભવોની કથાના આલેખનને કારણે આ ચોવીશી વિશિષ્ટ બને છે. પૂર્વભવની કથાનું જૈન ધર્મમાં મોટું મહત્ત્વ રહ્યું છે. પ્રત્યેક જીવાત્મા સાધનામાર્ગમાં આગળ વધતો પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી શકે છે. તીર્થકરો પણ પૂર્વભવમાં કેવી સાધના કરી તીર્થકર બન્યા તેનો ચિતાર તેમની પૂર્વભવની કથા દ્વારા પ્રાપ્ત થઈ શકે છે અને સાધકને તે સાધનામાર્ગમાં સહાયરૂપ બને છે. અનેક ચરિત્રકારોએ તીર્થકરોનાં પૂર્વભવયુક્ત ચરિત્રો વર્ણવ્યાં છે. સ્તવનોમાં પણ મહાવીર સ્વામી ભગવાનના ૨૭ ભવના વર્ણનવાળાં સ્તવનો ગ્લાલવિજયજી, રંગવિજયજી અને અન્ય કવિઓનાં પ્રસિદ્ધ છે. સ્વયં જ્ઞાનવિમલસૂરિએ શાંતિનાથ ભગવાનના ૧૩ ભવના વર્ણનવાળું વિસ્તારયુક્ત ૮૧ કડીનું સ્તવન રચ્યું છે, પરંતુ ચોવીસ તીર્થકરોના પૂર્વભવવર્ણનને કારણે આ ચોવીશી વિશિષ્ટ બને છે. કવિએ આ સ્તવનોમાં સંક્ષેપથી પૂર્વભવ વર્ણવ્યા છે. સ્તવનનો પ્રારંભ સીધો ભવવર્ણનથી થાય છે; પ્રથમ જિનેશ્વર વદિએ, સારથપતિ ધનનામ લાલ રે. પૂર્વવિદેહે સાધુને, દીધાં વૃતનાં દાન લાલ રે. (૧, ૧) તીર્થકરોએ કેવી સાધના પૂર્વભવમાં કરી હતી તેનો પણ કવિ સ્તવનમાં ઉલ્લેખ કરે છે; મહાબલ હો કે મહાબલ નામે ભૂપ, દીપે હો કે જીપે અરિબલ તેજસ્યુંજી લેવે હો કે લેવે વિમલસૂરિ પાર્સિ, સેવે હો કે સેવે સંયમ હેજર્યું છે. (૪, ૩) કવિએ અંતિમ ભવના વર્ણનમાં જન્મનગરી, માતા, પિતા, લાંછન અને મોટે ભાગે વર્ણ એટલી પાંચ વિગતો વર્ણવવાનો ઉપક્રમ સ્વીકાર્યો છે. કવિએ અંતે કળશમાં કયા તીર્થકરોના કેટલા ભવો વર્ણવ્યા છે તેનો ઉલ્લેખ કર્યો છે: ૯. જ્ઞાનવિમલસૂરિકત સ્તવનચોવીશી ૧૧૫૧ સ્તવનમંજૂષા, સં. સારાભાઈ નવાબ ૧૦. સજ્જન સન્મિત્ર, પૃ. ૪૪૫, સં. પોપટલાલ કેશવજી દોશી ૧૧. શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદોહ, પૃ. ૧૯૧. ભાગ પહેલો, સં. ચારિત્રવિજયજી ૧૨. જ્ઞાનવિમલ ભક્તિપ્રકાશ, સં. કીર્તિદા જોશી ૨૬૨ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ઋષભના તેર ભવ શાંતિનાએ, વળી બાર ભવ સુવ્રત સ્વામીનાએ નેમિ નવ પાસ દશ વીરનાએ, સત્તાવીશ ભવ શેષના ત્રણ સુર્યાએ આઠ ભવ ચંદ્રપ્રભુના કહ્યા એ, તેહ આણ્યા મેં નહીએ. (કળશગાથા-૫, ૬, ૮). ઋષભદેવ અને શાંતિનાથ ભગવાનના તેર ભવ, મુનિ સુવ્રત સ્વામીના બાર ભવ, નેમિનાથ સ્વામીના નવ ભવ, પાર્શ્વનાથ ભગવાનના ૧૦ અને મહાવીરસ્વામીના ૨૭ ભવ વર્ણવ્યા છે. એ સિવાયના ૧૮ તીર્થકરોના ત્રણ ભવોનું વર્ણન કર્યું છે. ચંદ્રપ્રભ સ્વામીના આઠ ભવોનો ક્યાંક ઉલ્લેખ મળે છે, પરંતુ કવિએ તેનું વર્ણન કર્યું નથી. કવિએ કળશમાં મુનિ સુવ્રત સ્વામીના બાર ભવનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ વાસ્તવમાં સ્તવનમાં નવ ભવનું જ આલેખન થયું છે. કવિ પોતાના આધાર ગ્રંથો પણ જણાવે છે; એકસો સત્તર ઠાણામાંએ. વલી સોમસુંદર કૃત પનામાંએ (કળશગાથા-૬) આમ કવિએ સત્તરિયઠાણે અને પયના જેવા ગ્રંથોના આધારે આ સ્તવનચોવીશીની રચના કરી છે. વિશિષ્ટ વિષયનું આલેખન અને સ્તવનચોવીશીને આપેલા કથાત્મક વળાંકને કારણે આ ચોવીશી ચરિત્રપ્રધાન ચોવીશીમાં જ નહિ, પણ સમગ્ર ચોવીશી-સાહિત્યમાં વિશિષ્ટ બને છે. આ ઉપલબ્ધ આઠ ચરિત્રપ્રધાન ચોવીશીઓ ઉપરાંત અનેક સ્તવનચોવીશીકાર કવિઓએ પોતાના સ્તવનમાં તીર્થકરોના જીવનની વિગતોનો છૂટક છૂટક ઉલ્લેખ કર્યો છે. તે સર્વમાં રામવિજયજી વિમલવિજયશિષ્ય) અને ઋદ્ધિવિમલજી શિષ્ય કીર્તિવિમલજી નોંધપાત્ર છે. ધીરવિજયજીની સ્તવનચોવીશીમાં પણ તીર્થકરોના જીવનની અનેક વિગતોનું આલેખન કરવામાં આવ્યું છે. આ અપ્રસિદ્ધ ચોવીશીઓના વિશેષ અભ્યાસ માટે જુઓ પ્રકરણ-૭, ચરિત્રપ્રદાન સિવાયની અન્ય મોટા ભાગની સર્વ ચોવીશીઓમાં પણ નેમિનાથ સ્તવનમાં રાજુલ સાથેનો કથાસંદર્ભ ગૂંથાયો છે. મોટા ભાગના ચોવીશીકાર કવિઓને નેમ-રાજુલનો નવ ભવનો પ્રેમસંબંધ ઊર્મિ અને કથાની અભિવ્યક્તિ માટે અનુકૂળ લાગ્યો છે. તેમણે સ્તવન-સ્વરૂપમાં આ સંબંધની વાત કરતાં ઊર્મિ અને કથનનું સાયુજ્ય સાધ્યું છે. આનંદઘનજીએ રાજુલની વ્યથાને અભિવ્યક્ત કરતાં ઉપાલંભ સભર સચોટ ઉક્તિઓનો આશ્રય લીધો છે. યશોવિજયજીએ બીજી ચોવીશીમાં વ્રજ-ઉર્દૂ મિશ્રિત શબ્દો દ્વારા રાજુલની મનોદશા અભિવ્યક્ત કરી છે; દિલજાનિ અરે ! મેરા નાહ ન ત્યજિઈ નેહ કછુ અજાની. (૨૨, ૧) હાર ઠાર શિંગાર અંગાર અશન વસન ન સુહાઈ. (૨૨, ૬) ૧૪. ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૭૧૬ ૧૩, ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. પર૨ સં. અભયસાગરજી ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી - ૨૬૩ For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ વિમલવિજયના શિષ્ય રામવિજયજીએ રાજુલ દ્વારા સખીઓને કરાતા સંબોધનરૂપે વિરહોક્તિઓ આલેખી છે. વિનીતવિજયજીએ સંયોગશૃંગારની કોમળ ઇચ્છા વર્ણવી વિરહોક્તિને સચોટ બનાવી છે. પિક જોવનના દિન જાય કે, અવસર લાહો લીજીયે રે. પિલ ! ફૂલમાળા સુકુમાળ કે, કુમલાયે તુજ કામિની રે પિઉ! દિન જાયે જનવાત કે, પણ નહિ જાયે યામિની રે. (૨૨, ૨) એનો નેમકુમાર દ્વારા અપાયેલો ઉત્તર પણ લાક્ષણિક છે; પિયા! એ સંસાર અસાર કે, મુગતિમંદિરમાં આવજો રે. આમ, અનેક કવિઓએ વિવિધ રીતે વિપ્રલંભ શૃંગારની કથનાત્મક અભિવ્યક્તિ કરી છે. એ સિવાય કેટલાક કવિઓએ મહાવીરસ્વામી, મલ્લિનાથ, આદિનાથ, શાંતિનાથ આદિ તીર્થકરોના જીવનચરિત્રના પ્રસંગો વર્ણવ્યા છે, તેમ જ અનેક સ્તવનોમાં વિવિધ તીર્થકરોના જીવનની કેટલીક વિગતો પણ ગૂંથી છે. ચરિત્રપ્રધાન ચોવીશી પ્રકારમાં સામાન્યતઃ કવિ જે ચોક્કસ તૈયાર માળખું પસંદ કરતો હોય છે, તે અનુસાર જ તેને આલેખન કરવાનું હોય છે, પરંતુ કેટલાક સર્જકપ્રતિભાના સ્પર્શવાળા કવિઓએ પોતાના પસંદ કરેલા વિગતોના માળખાને યથાવત્ રાખીને તેમાં ભાવ, ભાષા અને ઊર્મિના આલેખન દ્વારા પોતાની રચનાને પ્રાણવાન બનાવી છે. કવિઓના આ સર્જનકર્મો પ્રમાણમાં વિગતપ્રચુર એવા આ સ્વરૂપને કાવ્યતત્ત્વની મનોહર છટા ધારણ કરાવી છે. આ સ્વરૂપમાં કથાત્મક સ્વરૂપના ઉઘાડની શક્યતા રહેતી હોવા છતાં, કોઈ કવિ તીર્થકરોનાં ચારિત્રોના કથાત્મક વિસ્તાર આલેખવા તરફ વળ્યા નથી. કદાચ, તે માટે તે કાળમાં પ્રચલિત રાસા, સક્ઝાય, ચરિત્ર જેવાં કથાત્મક સ્વરૂપોની જ સહાય લીધી છે. સ્તવનસ્વરૂપમાં મુખ્યત્વે તેમણે તીર્થકરોના ગુણકીર્તનની સાથે તેમના જીવનની વિગતોનું જ આલેખન કર્યું છે. ૨૬૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૭ અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન चत्तारि अट्ठदस दोअ, वंदिआ जिणवरा चउव्वीसं । परमट्ठ निट्ठि अट्ठा, सिद्धा सिद्धिं मम दिसंतु । (सिद्धाणं बुद्धाणं सूत्र) ચાર, આઠ, દસ અને બે, એમ વંદન કરાયેલા ચોવીસે તીર્થકરો તથા જેમણે પરમાર્થને સંપૂર્ણ સિદ્ધ કર્યો છે, તેવા સિદ્ધો મને સિદ્ધિ આપો. - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન : ૨૬૫ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન સાહિત્ય-સંશોધન અને અભ્યાસની ભૂમિકામાં અનેક દષ્ટિકોણો હોય છે. કર્તાને ધ્યાનમાં રાખીને કરાતો અભ્યાસ, કૃતિને ધ્યાનમાં રાખી કરાતો અભ્યાસ, સ્વરૂપ કે યુગને કેન્દ્રમાં રાખીને કરાતા અભ્યાસ – આમ વિવિધ રીતે સંશોધન અને અભ્યાસ થતાં હોય છે. સ્વરૂપને કેન્દ્રમાં રાખીને કરાતા અભ્યાસમાં જે-તે સ્વરૂપની સર્વ કૃતિઓ ઉપલબ્ધ હોય તો તે સ્વરૂપમાં સર્જકે પ્રગટાવેલી સર્વ શક્યતાઓ તેમ જ સ્વરૂપની સિદ્ધિ અને મર્યાદાનો પણ સાચો ખ્યાલ આવી શકે. મધ્યકાળના સાહિત્ય અભ્યાસની એક મોટી મર્યાદા છે કે, એ સમયની અનેક કૃતિઓ આજે પણ ભંડારોમાં હસ્તપ્રતરૂપે છે, તેની સંપાદિત વાચનાઓ ઉપલબ્ધ નથી. છે પરંતુ ચોવીશી-સ્વરૂપની અનેક મહત્ત્વપૂર્ણ કૃતિઓ આજે મુદ્રિત સ્વરૂપમાં ઉપલબ્ધ છે. જેને આધારે ચોવીશીસ્વરૂપનો એક આલેખ અવશ્ય ઉપલબ્ધ કરી શકાય. આ આલેખને વધુ પ્રમાણભૂત કરવા પાંચ અપ્રકાશિત ચોવીશીઓની વાચના અને તેનું અધ્યયન આ પ્રકરણમાં પ્રસ્તુત છે. તેમાં પ્રથમ ગુણચંદ્રજીની ચોવીશીનું કાવ્યદૃષ્ટિએ મૂલ્ય ઊંચું છે. ઉત્તમવિજયજીની ચોવીશી જ્ઞાનપ્રધાન ચોવીશી-ધારાની એક ઐતિહાસિક મહત્ત્વની રચના છે. અન્ય ત્રણ કવિઓ પોતાના સરળ ભક્તિભાવ અને સુકુમાર કાવ્યતત્ત્વથી આકર્ષક અભિવ્યક્તિ ધરાવે છે. ના અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૨૬૭ For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ M २६८* योवीशी : स्व३५ मने साहित्य P दातार याकरीतानदनारे मोकमानस For Personal & Private Use Only linesamaliमापतित्यानमालदिलो जनादाजितणारे गुदेवा श्रीति विदराय बलिदोरीस्वपनजिरोदतारे प्राणी प्रामाजिथरदिलाजिनमतारपोम लिवलीतीरथरायू पदिलाधम्मचक्रीजगज्याबोरेगुणीजनांचनानगायकबादमागला भूनिवारवडायरिऊधितिकारकामगार विद्याविन्यसारवावाचारोरेनिश्पकपकि तरकारि ३ सदसवरसलगविवस्वासया मारधानिमलशकलमनावस्यकाला शिकसमयमेरेनापजाद्युएद,केदला नारा समवसरणमसिदिनाचवी दिस्याध्यारेअनुयोग सततंगीघटगनाये जीरे स्यादवादशुषसंयोम्यांवर रविवेचनसिकालातिर समझावाजिनधर्मनी नावि स्वयारशीपाएगीकरणारे जिनपद मनामनाएरीति- उपगारकत्वारि डारतेपदाडोमुझसंगराशयमित श्रीजगलाथजीरेपदकजसेवनगरापतिपयमतिर्थयतेलवताकदवाना तिनीदेवण दियानंदाकिनडीमुफमननादस्वारे अंतरयामायातमननाधारमजीवालाना लागरिअमिताजणेदयुरेबाजासुस्तुरंगकरुदितदाकदारे एदवाइवल तिजोमादीमारी रमजाय एकरणीव्हर दरवाजालनामादिधानारे वतारसनारसीदादीबासस हीरदासुरवगविषयनामोक्षमार परारजापतिशातपासणविषयकायतेदोघे पिता aree શ્રી ગુણચંદ્રજીકૃત સ્તવનચોવીશી પ્રથમ પત્ર Page #284 -------------------------------------------------------------------------- ________________ ગુણચંદ્રગણિકત સ્તવનચોવીશી ભલે મીંડું શ્રી ગુરુ ગણપતિભ્યાં નમઃ (વાટકી વિલોકુ રે ભાવી જિનતણી રે એ દેશી.). શ્રી વિનીતાનગરી અતિ રેલીયામણી રે જિહાં રાજે ત્રણિયે ભુવનના રાય નાભિભૂપ મરુદેવિના નંદના રે મોરું મન તસુ સેવાઇ ઠહરાય ૧. હું બલિહારી રે ઋષભ નિણંદની રે. એ આંકણી પ્રથમ રાજેશ્વર પહિલા જિનપતી રે પ્રથમ કેવલી તીરથરાય પહિલા ધર્મચક્રી જગપૂજ્ય છો રે ગુણીજન પાંચે નામેં ગાય. ૨. હું બલિ. જુગલા ધર્મ નિવારીયું જ્યો રે થીતિ કાજ કરવા ઉપગાર વિદ્યા વિનય સીખાવી ચાતુરી રે નિપુણ કરવા કેઈ નરનારિઈ ૩. હું બલિ. સહસ વરસ લગે વિચઢ્યા સંયમી રે બાઈ નિરમલ શુક્લ ધ્યાન ત્રય કાલ જાણે પ્રભુ ઈક સમયમ રે નીપજાવ્યું એવું કેવલનાંણ ૪. હું બલિ. સમવસરણમાં બેસી દેશના રે ઉપદેશ્યા ચ્યારે અનુયોગ સપ્તભંગી ષટદ્રવ્ય નર્યો સજી રે સ્યાદવાદ શુદ્ધ સંયોગ . હું બલિ. સુપેર વિવેચન શિક્ષા ભવ્યને રે સમજાવી જિનધર્મની નીતિ રત્નત્રયી રંગી પ્રાણી કયા રે જિનપદ નામની એ રીતિ ૬. હું બલિ. ઈમ ઉપગાર કર્યા અરિહંતજી રે તે પ્રભુસ્યું હોજ્યો મુજ સંગ ગુણચંદ્ર ગણિને શ્રી જગન્નાથજી રે પદકુંજ સેવન રંગ ૭. હું બલિ. ઇતિ શ્રી પ્રથમ તિર્થપતે સ્તવને ૧. - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન : ૨૬૯ For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ કપુર ચાંદનાં ગીતની દેશી વિજયાનંદન જિનજી મુજ મનમાં વસ્યા રે અંતરયામી આતમનો આધાર મજીઠો રંગ લાગો રે અજિત જિર્ણદસ્યું રે બીજા સુરસું રંગ કરું હિવે નહીં કદ રે એહવી અચલ પ્રતિજ્ઞા માહરી સાર ૧. મજી. એ આંકણી હરિહર બ્રહ્મ ઉમા લક્ષ્મી સાવિત્રીનાં રે દયિતા રસમાં રસીયા દીસે દાસ. મ. મોહી રહ્યા સુરવર્ગ વિષયના મોહમાં રે પરગટ જાણ્યા પ્રેમતણા તે પાસ. મ. ૨. વિષય કષાયને દોષ દૂષિત દેવતા રે જાણ્યા મેં જિન આગમને સુપસાય. મ. મુજ મન મધુકર તુમ પદપંકજ રંજીયો રે ગુણનિધિ પ્રતિદિન રસના તુમ ગુણ ગાય મ. ૩ જીતશત્રુ નૃપ કુલ માનસસર હંસલો રે વંશ ઈક્વાગે કલ્પતરુનો છોડ. મ. રાગી જનને દર્શન આપી રંગમ્યું રે કરો પરણતિ સમકિતગુણની કોડિ. મ. ૪ શ્રદ્ધા શુદ્ધ ગુણ સઘલાઈ સંપજે રે સાચો રંગ તે આતમને ચિર થાય. મ. તે ગુણચંદને પ્રભુજી શ્રી જગનાથજી રે દિનદિન અધિક મહાનંદ પદવી થાય. મ. ૫ ઇતિ અજિતપ્રભો સ્તવે ૨ સાહિબા પંચમી મંગલવાર પ્રભાતું ચાલવું રે લો એ દેશી સાહિબા સંભવજિનમ્યું કેમ કરી સાચો મિલો રે સાહિબા સમરથ સ્વામી પામી ભવભય નિરદલો રે. સા. એ છે દેવનો દેવ કે પરમ દયાલ ઉરે લો. સા. મનગમતી હૈ મોજ કે રાજ મયાલ ઉરે લો. ૧. સા. ૨૭૦ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય ના For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ત્રષ્યિ ભુવનમાં આણ અખંડ છે એહની રે લો. સા. જગમાં પસરે નીતિ સુધર્મની જેહની રે લો. સા. મંગલમુખ મહારાજ સેનાદે નંદના રે લો. સા. જિતારી ભૂપાલ કુલે આનંદના રે લો ૨. સા. ગણધર ખાસ પ્રધાન કે ષિજમતિ બહુ કરે રે લો સા. સુરપતિ ચઉસઠિ સુરસ્યું સેવા અનુસરે રે લો. સા. સિદ્ધ સિંઘાસન ઊપરિ બેઠા સોહાઈ રે લો. સા. સંઘ ચતુરવિધ મુજરાથી મન મોહીઈ રે લો. ૩. સા. દેશ સર્વ વિરતિ દોયના હુકમ હજુરથી રે લો. સા. પામી ભવ્ય અનેક તર્યા ભવપૂરથી રે લો. સા. દેસણ ચારિત્ર મોહસુભટ હોય તાડીયા રે લો. સા. બહુ ભવ્ય સંભવજિન અમલ વજાડીયા રે લો. ૪. સા. એહવી સમર્થતા સ્વામીતણી મેં ઓલખી રે લો. સા. સેવું થઈ નિજનાથ મહિમથી હું સુખી રે લો. સા. સંભવ પ્રભુ ગુણ રીઝે તેવો જિનનાથને રે લો. સા. વિછિત આલસ્ય સાર ઉદાર સુસાથને રે લો. ૫. સા. ઇતિ સંભવજિન સ્તવન. ૩. અડાલજની વા4િ જો કૃપા કરી અંબાવિજો એ દેશી અભિનંદન અરિહંત જો વાહલો ભયભંજન ભગવંત જો. સારવવાહ મહંત જો વાલો જસ ગુણ અગમ અનંત જો. ૧. શિવપુરિનો સાથ ચલાવે જો મનગમતા મિત્ર મિલાવે જો. સંસારનો પાર દેખાવે જો દુરગતિ પડવાથી રખાવે જો. ૨. ભવ અટવીનાં દુખ વારે જો સંકટ આપદ નિસ્તારે જો. ભવિજનને સંબલ સારે જો કરુણા કરી પાર ઉતારે જો. ૩. સંવરનૃપ વડવીર જો વાહલા મંદિર ...વીર જો. સિદ્ધાર્થનંદન હીર જો વાલો સમતાસાગર પીર જો. ૪. મહામાહણ નિયમી જો મહાગોપ સંઘનો સ્વામી જો. ભલો સાથે તેમનો પામી જો હું નહિ ભૂલું હિતકામી જો. ૫. - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૨૭૧ For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ અવલંબન એહ આધારે જો જે નિજ ઉપાદાન સમારે જો. નિજ આતમને હિત ધારે જો તે કારણ પુષ્ટ પ્રકારે જો. ૬. એમ ચોથા શ્રી જિનરાય જો સેવકને સુખદાય જો. ગુણચંદ પ્રભુ સુપસાય જો જિનરાજતણા ગુણગાય જો. ૭. ઇતિ શ્રી અભિનંદન જિનસ્તવને ૪. રાસ રમે દેવસુંદરી જો – એ દેશી મેઘનરિંદ આનંદના જો દેવી મંગલા કેરા નંદ જો. ગુણ ગાયે સુમતિ જિાણંદના જો સુરસુંદરી નવનવ ઇંદ જો. ૧. મનડું મોહ્યું જિનરાયણ્યું જો જેણે જીત્યો મોહનરિંદ જો. જસુ પ્રગટ્યા સહજાનંદ જો મન. એ આંકણી. ગર્ભથી બે જનની તણો જો વાય તેહનો રોસ ગજેંદ્ર જો સુમતિ કરે રહ્યો કંદરા જો નાતો જેમ મૃગેંદ્ર જો. ૨. મન. નામ સુમતિ તિણે થાપીઉં જો જસુ નામ્ સુમતિ સુપસાય જો. કુમતિ મિથ્યા કલિકાલમાં જો દુખ દુર્ગતિ પૂર પુલાય જો. ૩. મન. નરપતિ સુખ અતિ નિર્મલા જો પ્રભુનામ ધ્યાનને સહાય જો. ભવિયણ સુર સુખ અનુભવી જો પૂર્ણાનંદ પદવી પાય જો. ૪. મન. ઇમ જસ ગાય અપ્સરા જો ફરહરતી ફૂદડી ફેર જો. ચચપટ તાલી લે નાચતી જો ઘમઘમતી ઘૂઘરી ઘેર જો. ૫ મન. સમકિત સુખડી માંગતી જો ગોરી ભાવતી પ્રભુ ગુણસારજો. બોધ બીજ ચીજ આસ્વાદતી જો ગુણ ચંદ્રપ્રભુ દરબાર જો. ૬. મન. ઇતિ શ્રી સુમતિ જિન સ્તવન ૫ આસણરાયોગીની એ દેશી શ્રી પદ્મપ્રભ જગનો તારુ દીઠો નિર્દોષ દદારુ રે શાસન સોભાગી વિકસિત નાણ દેસણ હોય વાર કેવલ રવિ શસિ સહકારુ રે ૧. શા. શાસનરાગીને સહજે તારો એ મોરો તુમ ઉપગારો રે શા. આંકણી ક્રોધ નહીં મદ માનનેં કીડા અભાણ લોભ નહીં વડા રે શા. માયા નિદ્રા રતિ અરતિ નાનડા ભય શોગ નહીં વહ પીડા રે શા. ૨. ૨૭૨ ૯ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ અલીય વયણ પ્રભુ કદીય ન બોલે પ્રેમ પોષ નહીં રસ ઘોલે રે શા. ચોરી મચ્છર બિહુ ચિત્ત નવિ ચોલે સંગ હાસ્ય નહિ ચિત્ત તોલે રે ૩. શા. અઢાર દોષ રહિત અરિહંતા અઢાર સહસ શીલ રથ વહેતા રે શા. નય નિશ્ચય વ્યવહાર નિયંતા સેવિત મુનિજનના મંહતા રે ૪. શા. જિનશાસન માનસર હંસા ધર રાયકુલે અવસા રે શા. માત સુસીમાના ઉત્તમ અંશા સુરપતિ કૃત ગુણ પરસંસારે ૫. શા. દશ દોય ગુણ જસ અંગે દીપે ગતિ મલપતિ વન ગજ જીપે રે શા. અડહિએ સહસ લક્ષણ અતિ ઓપે જિનપદ સંપદ સવિ જોડે રે ૬. શા. ઈમ જિનમુદ્રા નીરખી સારી કરયે જે ધ્યાન કરારી રે ગુણચંદ્ર કહે તેહને નિરધારી શિવકમલા વચ્ચે સારી રે ૭. શા. ઇતિ શ્રી પદ્મપ્રભ જિનસ્તવને ૬ સુરંગી યોગિણી રૂડી બે એ દેશી સ્વામી સુપાસ સુરૂપ નીહાલી રેજી રહ્યું મુજ મન નયણ અમી વયણે સ્તવું ચિત્ત લાઈ પ્રેમ લગન ૧. સગ્યાની સાહિબ મેરા છે અણી હાં મેં સેવક તેરા છે – આંકણી નૃપ ગૃપપતિથી અધિક વ્યંતર ભવનાધિપ શશિ સૂર વૈમાનિક અહમેંદ્રથી સુર અધિક અનુત્તર નૂર. ૨ સુ. લબ્ધિવંત મુનિ ચૌદ પૂરવધર અધિકી ગણધર કાંતિ તેહથી અનંત રૂપાલઉ પ્રભુ ચરણ અંગુષ્ટ સોભંતિ. ૩. સુ. વીર્ય અનંતને દાન અનતું લાભ ભોગઉપભોગ સુખ અનંતા સંપજ્યા જિન નામ સંપદ સંયોગ. ૪. સુ. રૂપ ધર્યું જિનરાય કરવા ભવિ ઉપગાર રૂપ નિમિત્તે રાગીયા ભવિ કારય સાધે સાર. ૫. દરસણથી હોઈ સમકિત નિર્મલ તેહથી ભાસન શુદ્ધ શ્રદ્ધા ચરણ પરંપરા ઇમ રમણ ગુણે અવિરુદ્ધ. ૬. સુ. અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ક ૨૭૩ For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી લાધી પ્રભુ રુપે પરખી ગ્રહી નિજ અંગ ગુણચંદ્ર પ્રભુ જિનરાયણ્યું રાખી ધરી પૂરણ રંગ. ૭. સુ. ઇતિ શ્રી સુપાર્શ્વ પ્રભુ સ્તવને ૭ આયો આયો હે બાઈજી યોગીડારો સાથ બાઈજી યોગીડારો સાથ આઈને ઊતરીઓ ચંપાબાગમેં હોજી – એ દેશી. આવો વાલિમ હે પ્રભુ ભેટિછે આજ જિન ભટિઇ આજ ચંદ્રપ્રભુની ચિત્તમાં ચાહ છે હો લાલ દેખો વાલિમ હે ઓપે શારદચંદ્રની ઓપ, ઓપે શારદચંદ્રની ઓપ મુખડું જોવાનો ઉચ્છાહ છે હો લાલ ૧. સુણો વાલિમ હે શશિ દેશ ઉપમાન શશિ દેશ. ચંદ્રપ્રભ મુખના પ્રવચન કહ્યાં હો લાલ સુ. સર્વત અનુપમ એહ સર્વત અનુપમ એહ નિકલંક જિન મુખ સરહ્યાં હો લાલ ૨. કરે વાલિમ હે વિધુ મિત ક્ષેત્રે પ્રકાશ વિધુ મિત ક્ષેત્રે પ્રકાશ જિનશસિ લોકાલોક ઉજાસતા હો લાલ સુ. દ્રવ્ય ગુણનું પયય ષટદ્રવ્ય ગુણને પર્યાય સહભાવીક મ ભાવી ભાર્ડે ભાસતો હો લાલ. ૩ સુણો વાલિમ સદા સદાગમ પિયૂષ સદા સદાગમ પિયૂષ અગણીત કરણે અમી ઝરે હો લાલ દેખી દેખી મહાસેન નંદનરૂપ વિબુધ કુમુદ વિકસ્વર કરે હો લાલ. ૪ સારો વાલિમ હે લક્ષ્મણા માત સુજાત લક્ષ. સારો રે સુરનાયક સેવા અનુસરે હો લાલ પાવે વાલિમ હે સેવા લ સહકાર સેવા. ભવિણ શિવકમલા વરે હો લાલ પ. પૂજો વા. કહું સુગુણા રે કત મનહરણા રે કત સુમતિસુંદરી કહે સ્વામિનેં હો લાલ સાદ ૨૭૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્યકાર For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ રાખો વા. એ જિનમ્યું દઢ રંગ એ જિ. પલટે ન અન્ય સુર પામિને હો લાલ. ૬ સુણી વાલિમ હે એ સીખડીને રસાલ એ સી. શિર ધરી રાખ્યો નિજી ચંદ્રપ્રભ ચિત્તમાં હો લાલ. ભણે વા. ગુણચંદ્ર પ્રભુ ગુણવંદ ભાસ ગુ. રસિયો પરમેશ્વર પ્રેમ પ્રતીતમાં હો લાલ. ૭ ઇતિ શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવને ૮ કુંવારી રંગ ઢોલણાં – એ દેશી જય જય જગગુરુ જગતિલો હો લાલ જગબંધવને જગપૂજ્ય રે હું તારી જિનરાયને જગચિંતામણિ સુરતરૂ હો લાલ વિનતી સૂણો એક મુઝ રે ૧ હું. દશે દૃષ્યતે દોહિલો હો લાલ લાધો માનવનો અવતાર રે હું. કુરુ ઉત્તમ કુલ જન્મ જે હો લાલ તે લહ્યો પુણ્યાનુસાર રે ૨ હું. સામગ્રી ગુરુસંગથી હો લાલ પરખ્યો તું એક જ સ્વામિ રે હું. સુવિધિ જિસર સાહિબા હો લાલ પ્રેમ જોડ્યો મેં તુમનામિ ૨ ૩ હું. નામસ્મરણના ધ્યાનથી હો લાલ પાવે મન પરમ પ્રમોદ રે હું. દિલ વિકસે તનુ ઉલ્હસે હો લાલ ઊપજે અધિક આમોદ રે ૪. હું જ્ઞાનકલા આતમ વધે હો લાલ તસુ લ વિરતિનો પોષ રે હું આશ્રવ રોધે તે થકી હો લાલ સંવર લહે નિરદોષ રે ૫ હું. તલ તપથી નિર્જરા હો લાલ તેહથી અક્રીયપદ હોઈ રે હું ક્રિયા નિવર્ચે અયોગિનું હો લાલ પદ ભવિઅણ પાવે સોઇ રે ૬. હું સુઝિવ નૃપ રામા તણો હો લાલ નંદનને નામ પસાય રે હું. ગુણચંદ્ર પ્રભુતાથી વધે હો લાલ શ્રી સુવિધિ જિનેન્દ્ર સહાય રે ૭ હું. ઇતિ શ્રી સુવિધિ જિન સ્તવને ૯. દેશી સાહિબીઆ લાલની જિન ગુણરંગી ચેતના એહી જ જીવિત સાર રે રંગીલા લાલ – એ દેશી જગમેં અસંવત પૂજના વારીયો જિનરાજ રે ગુણભરિયા લાલ કુમતિ મતંગ નમાવી તો શાસનગિરિ મૃગરાજ રે ૧ ગુણ. ના અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ક ૨૭૫ For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ શીતલનાથ પ્રતાપથી મોહનૃપતિ ગયો ભાજી રે ગુ. વિષય પ્રધાન વિશેષથી સજે ન હિલ ફિરિ સારે ૨ ગુ. રાગદ્વેષ રિપુ તાડીયા વીતરાગ વડવીર રે ગુ. ઘાતી પ્રકૃતિ તો હણી સમતા સાહસ ધીર રે ૩ ગુ. ક્ષાયિક ભાવૈ કેવલી નાંણ દેસણ સંપન્ન ૨ ગુ. સમ્યક પણ દાનાદિની લબ્ધિ ચરણ પ્રતિપનરે ૪. ગુ. કેવલ સંપદ ભોગવિ શેષ પ્રકૃતિ કરી નાસ રે ગુ. શૈલેશીકરણે રહી અસ્પર્શ ગતિ અભ્યાસ રે ૫ ગુ. સમય એકમાં શિવ વય અવ્યાબાધ અપાર રે ગુ. નંદાનંદ આનંદમેં દઢરથ સુત સુખસાર રે ૬. ગુ. જય પડહા જિનરાયના મંગલ દૂર અમંદ રે ગુ. ' ગુણચંદ્ર પ્રભુ જગનાથજી ફેડો ભવ ભય દ રે ગુ. ૭ ઇતિ શ્રી શીતલપ્રભો સ્તવન ૧૦ . ફૂલના ચોસર પ્રભુજીને શિર ચઢે – એ દેશી શ્રી શ્રેયાંસ જિણંદ સોહામણા ભવિઅણ ભેટો ઊગતે સૂર રે દર્શન દીઠે દુખ દોહગ ટલે પરિયલવાધ પુણ્ય પદૂર રે ૧. શ્રી શ્રેયાંસ. દેસણ મોહ ગયે દર્શન રુચિ થાઈ થિર પરિણામી જીવ રે જીવાદિક તત્ત્વ જિનવર ભાખીયા સદહે સુલભબોધિ સદીવ રે ૨ શ્રી શ્રેયાંસ. સામાન્યું દર્શન નિર્મલ સધ પાવે સમ્યગુ નાંણ પ્રધાન રે ચરણ રમણની ચિત્તમાં ચાહના થાપે તે ભવિ આતમ થાન રે ૩ શ્રી શ્રેયાંસ. ઈમ દ્રવ્યદર્શન પામે ભાવની સહણા શુચિ રુચિને ત્યારે રે દર્શન તે સમતિ ગુણ જાણજ્યો તે પ્રભુજીને ભેટ્ય પાવે રે ૪ શ્રી શ્રેયાંસ. જે જિનરવિ દર્શનરતિ નહિ કરે તે મિથ્યાત નિશાચર જાણો રે તસુ શ્રદ્ધા નવિ શુદ્ધ ન હોઈ કદા મણુએ જનમ પામ્યો અપ્રમાણો રે ૫. શ્રી શ્રેયાંસ. વિષ્ણુ નૃપતિનો વંશ વધારવા અભિનવ જલધરનો અવતારો રે રાણી વિષ્ણુ ઉદરિ મુક્તામણિ સંઘસકલનો સુર સહકારો રે ૬ શ્રી શ્રેયાંસ. દર્શન વંદન સ્તુતિ પૂજનપણે દ્રવ્ય આરાધી ભાવનભાવો રે ગુણચંદ્ર પ્રભુ દર્શનથી સુખ લહે શ્રી શ્રેયાંસ જિનરાય પ્રભાવો રે ૭ શ્રી શ્રેયાંસ ઇતિ શ્રી શ્રેયાંસ જિન સ્તવને ૧૧ ૨૭૬ ૯ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ આજ હજારી ઢોલો ગ્રાહુણો – એ દેશી શ્રી વાસુપૂજ્યનો વાલહો જયારાણીનો પ્રાણ આધાર જિણંદ મહરો હે વાસુપૂજ્ય મુઝ મન વસ્યા જિન શાસનના સિણગાર ૧. જિર્ણદ માહરો હે સાહિબીઊ કિમ વિસરે એ આંકણી. હેજે રહ્યા હોયડા હજૂર જિ. પ્રેમ ઉત્તમ નવિ પાલટે | દિલથી નવિ થાઈ દૂર જિ. ૨. સા. અથિર અસાર સંસારમેં લહ્યો થિર મન મેલનો યોગ જિ. લાભનો લાગ ભૂલું નહી પામ્યો જે પુણ્ય સંયોગ જિ. ૩ સા. નલિની દિનકર કુમુદિની ચંદ્ર ચંદ્રિકા જિમ રસ રીતિ જિ. તિમ અલગથી જાણજ્યો મુજ થિર છે થાસું પ્રીતિ જિ. ૪. સા. બીજાસ્ય હિરેં જોડું નહીં સ્નેહ સોપાધિકસ્યું મન જિ. તું ગતિ તું મતિ તું ધણી વાલો મુજ પ્રાણજીવન જિ. ૫ સા. જિમ અલિ કજકુસુમેં વાસના અધ્યાતમ આત્મ સ્વરૂપ જિ. તિમ મુજ મન મંદિર રમે જિન નામનું ધ્યાન અનૂપ જિ. ૬ સા. ઇમ પ્રભુ ધ્યાનથી સંપજે અનુભવની આતમ ઋધિ જિ. ગુણચંદ્ર પ્રભુના પ્રેમથી હોઈ સર્વદા સકલ સમૃદ્ધિ જિ. ૭ સા. ઇતિ શ્રી વાસુપૂજ્ય સ્વામી સ્તવને ૧૨. માલી કેરે બાગમેં દોય નારંગ પક્કરી લો અહો દોય નારંગ પક્કરી લો – એ દેશી વિમલ સ્વરૂપ નિહાલતાં નયણાં સુખ પાવૈ રે લો અહો નયણાં. હૃદયકમલ હરષિત હોવે સમકિત રુચિ લ્યા રે લો અહો સમ. ૧ પુદ્ગલ ભાવ વિભાવની પરણતિ જે માને રે લો અહો પરણગતિ તે નિજ વસ્તુ સ્વરૂપનેં પોતે પહિચાને રે લો અહો પોતે. ૨ સ્વપરર્ને પહિચાન કરે હેયની હાણી રે લો અહો કરે. જ્ઞાનેં ગુણી જિનરૂપની છબિ કિમ રહે છાની રે લો અહો. ૩ બિંબતણે અવલંબને નામદ્રવ્ય જણાઈ રે લો અહો નામ. ત્રષ્યિ નિક્ષેપ કારણપણે ભાવ કાર્યે સજાઈ રે અહો. ભાવ. ૪ મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૨૭૭ For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ રૂપાતીત પ્રભુ તણી મુદ્રા ઉપચારે 3 લો અહો મુદ્રા. ઠવણ નિક્ષેપે થાપના થાપી પડિમા કરે રે લો અહો થાપી. ૫ ઇમ રે નિક્ષેપમાં પ્રભુ રૂપી પરખ્યા રે લો અહો પ્રભુ. વંદન પૂજન સ્તુતિ જે કરે તે હોઈ તુમ સરિખા રે લો અહો હોઈ. ૬ કૃતવમાં ભૂપાલ તસ સ્યામાં સુતસંગે રે લો અહો સ્યા. ગુણચંદ્ર પ્રભુ જિનનાથર્યું રહેયો મનરંગે રે લો અહો રહે. ૭ ઇતિ શ્રી વિમલનાથ સ્તવને ૧૩ દિલ લગા રે વાદલ વરણી – એ દેશી શ્રી જિનહૃદય ગંભીર ઉદેધીથી પ્રગટી પીયૂષ સમાણી દિલવરણી શ્રી જિનવાણી સારાજાપદ તાપની હરણી અજર અમર પદધરણી દિલવરણી શ્રી. ૧ નગમ આદિક નય અનુસરણી અનેકાંત ઉદ્ધરણી દિલ. એકાંતિક મત દૂર પરિહરણી સકલ સંદેહ નિસ્તરણી દિ. ૨ શ્રી મુખ્ય સૂત્રસિદ્ધાંત કહ્યા ગણધર મુખ ગૂંથાણી દિ. અભિલાપ્ય ભાવે જેહ વખાણી અનભિલાખ સમાણી દિ. ૩ ભવિ મનમંડપના નાટિકણી સૂરિ હદે કેલિકરણી દિલ. પડ્રવિધ ભાસ વિતર્ક વિસ્તરણી કુમતિ લતાની કતરણી દિ. ૪ અર્થ અનંત અનંત જિનવાણી સમક્તિ ગુણ સહિનાણી દિ. જે નિસુણે ભવિઅણ સપરાણી તસુ શિવ પહોંતી સકરાણી દિ. ૫ સિંહસેન નૃપસુત ગુણખાણી જનમ્યા સુજા રાણી દિ. તસુ રંગે રહિજ્યો હિત જાણી પ્રેમ ધરી ભવિ પ્રાણી દિ. ૬ મેં તો મુઝ મન ખરી પહિચાની થિરતા કરી ઠહરાની દિ. ગુણચંદ્ર રિઝી ખરી ગુણમાની શી જિનરાયની વાણી દિ. ૭ ઇતિ શ્રી અનંતનાથ જિન સ્તવને ૧૪ ચંદ્રબાહુ જિનરાજ તુમ પરિવારી છો – એ દેશી ભાનુનૃપતિ સુત વડસોભાગી ચઢે મોહ પરિ અસવારી છો ધર્મ નિણંદ મહારાય જીત તુમારી છો ૨૭૮ ૯ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય અકાદમી, જ સરકાર પર For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ઉપશમ ગજ સમતા અંબાડી થિરતા દિલમાં ધાર છો ૧. ધર્મ જિણંદ મહારાય જીત તુમારી છો વચન વર્ગણા તિકલપચારી સારી સેન હંકારી છો ધ. ક્ષપક કવચ નિજ તનુ પહિરીને ભાવ સમશેર સમારી છો ધ. ૨ અનંતાનુબંધી ઉમરાવ અટારે મોહસણ ત્રિકયારી છો ધ. આયુ તીન હજારી હરાયે ભાગિ ગયે દિલ ભારી છો ૩. ધ. એગિદિયાદિક સોલ પ્રકૃતિઅરી ખરે કીયે ખુવારી છો ધ. આઠ અટલ ઉમરાવકે બંધવ બાંધિલીયે ક્યું બિમારી છો ૪. ધ. વેદ નપુંસક સ્ત્રી દોય હેરુ હાસ્યાદિક ગએ હારી છો ધ. પુરષ પ્રપંચ ચોવટિ સંજાલકી તોડી તિનકીઠગારી છો ૫ ધ. નિદ્રા દુગ ઝગી અંતરાયકી ફાંસિ સમૂલિ ઉષારી છો ધ. આવરણ લેહ કોટ અંદર તેં એ કરયા કર્મ મહારી છો ૬ ધ. ભાંજિ મેવાસ મોહરિપુ માયો જિન કેવલ જયકારી છો ધ. ગુણચંદ્ર પ્રભુ જિનરાયકી ગાજે ગુહેરીની સાથ નગારી છો ૭. ધ. | ઇતિ શ્રી ધર્મનાથ સ્તવને ૧૫ ઊંચા ઊંચા ઇડરગઢરા મેહલ, મેહલામેં મેહલામેં હે ડર્યું એકલી રે વાંકારાવલેલો – એ દેશી ગેહરી ગેહરી અશોકતરુરી છોહિ છાયામેં છાયામેં હે નીરખો જિનપતી રે માંહકાયા રમેણાં. નીચે નીચે ફૂલગર ભરપૂર પૂરામેં પૂરામેં હેઝગમગે તનુવૃતિ રે માંક. ૧ ગાજે ગાજે દિવ્ય ધ્વનીરી ફલીલામેં લફલામેં હે હરખે ભવિ મોરડા રે હાંકા. દેખી દેખી પ્રભુ મુખચંદ્ર સુરંગ રંગીલા રંગીલા હે ચમર ચકોરડા રે હાંકા. ૨. 'ઊંચી ઊંચી સિંઘાસનરી સોભ સોભામેં સોભામેં હે ઝલકે રૂડા હીરલા રે હાકા. બેઠા બેઠા તીનભુવનર ઇશ જગમેં જગીસે હે મોહ્યા મન કીરલા રે મહાકા. ૩. મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૨૭૯ For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ રાજે રાજે શિર ઉપરિ તીન છત્ર છત્રારી છત્રારી હે ચલકિ માનું ચંદ્રિકા રે હાંકા. ગુંજે ગુંજે દુંદુભિ કેરા નાદ સુનાર્દે સુનાર્દ હે હરાવી ઘનમાલિકા રે હાંકા. ૪. ભાસે ભાસે ભામંડલરી ભાસ ઉજાર્સે ઉજાર્સે હે સમોસરણ સભા રે મહાકા. રાજે રાજે અચિરાદેવી નંદ વંદીએ વંદે જસુ હે વિધિસ્ય ઊભા રે હાંકા. ૫. વાલો વાલો વિશ્વસેન કુમાર ઉદારે ઉદારે હે જિનપદ શ્રી લહી રે હાંકા. સેવો તેવો શાંતિ જિર્ણદ અમંદ અમર્દે હે હરખરૂં ઉમતી રે હાંકા. ૬. પ્યારો પ્યારો પ્રાણ તણો જીવન મા મનમેં મો મનમેં હે - રમણ તું એક વસ્યો રે હાંકા. ગાયો ગાયો ગુણચંદ્ર પ્રભુ શ્રી શાંતિ કાંતિ ખાંતિસ્યું છે ગાવત ચિત્ત ઉલ્હસ્યો રે હાંક. ૭. ઇતિ શ્રી અષ્ટપ્રાતિહાર્ય ગર્ભિત શાંતિપ્રભુ સ્તવન. ૧૬ ચિત્રલકીરો ભમર સુજાણ મુંઘાં મોતી મૂલવેં માંહરા રાજિ – એ દેશી શ્રી કુંથુનિણંદ અમંદ દિવાકર દિપતો જિનરાય મિથ્યા રજની અંધકાર પ્રચારને જીપતો જિનરાય ઉત્તમજિન શાસન શૈલ શિખર પરિ ઊગીયો જિ. પ્રહભાસ ઉજાસનું નૂર દશ લોકે પૂગીયો જિ. ૧. પરગટ સાવય નિગ્રંથ દો પંથ પ્રકાસતો જિ. સામાન્ય અને ઉત્સર્ગ વિચાર વિલાસતો જિ. ક્રોધાદિક તસ્કરવર્ગને દહર્દિશિ કાઢતો જિ. ગુહરી વાણી નિર્દોષ વિષયને ત્રાડતો જિ. ૨. મદિરા વિકથાદિક ઉંઘ તજાતે જિનરવિ જિ. રાગીલા પ્રાણી જાગી સોભાવે નિજછબિ જિ. ૨૮૦ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ મુનિ કમલ વિકશ્વર હૂઆ પ્રભુમુખ પેખતાં જિ. કૌશિક મિથ્યાત્વી દૂર ગયા સહુ દેખતાં જિ. ૩. આશ્રવ કીચડ કરે સોષ દોષઁ વરજિત સા જિ. સંવરગુણ કિણનો પોષહી નાશ નહીં કા જિ. દેશથી ઉપમ દિનરાય અનોપમ તું જ્યો. જિ. સૂર વંશે અભિનવ સૂર શ્રી દેવીરો સુત ભયો જિ. ૪. મુક્તિ રમણીો ભમર સુજાણ ભવિક જે તુજ ભજે જિ. સ્તુતિ વંદનપૂર્વક ધ્યાન પ્રભાત સમેં સજે જિ. તે વિમલલા ગુણચંદ્ર લહે સુખ સંપા જિન. દિન દિન જિનરાય પસાય પાછી ટલે આપદા જિન. પ. ઇતિ શ્રી કુંથુનાથ સ્તવનં ૧૭ ઝર ઝર ઝારી હૈ સાથિણ માંહી સાહિબાનેં હાથિ ઊઠો રાણી દાતણ મોડિ કબકો વાલિમ વિનતી કરેજી શિવસુખદાયક હૈ નાયક મ્હારા અરિજનરાય સપ્તમચકી અવતાર માત દેવી કૂર્ખિ ઊપનોજી જસુ સુર પાયક હે લાયક થાંહા સેવે પાય ભરતક્ષેત્ર સિણગાર કુમર સુદર્શન ભૂપનોજી ૧. નૃપતિ નિહાલે હે સંભાલે નિજ આયુધશાલ ચક્ર રતન ઉતપન્ન માનું એ પીંડ નિજ પુણ્યનોજી હય ગય બહુલા હે સ્પંદન પત્તિ સેનના સાજ ચક્રા મુગચલે ચઢે સાધે છ ખંડ પતિ સૈન્યનોજી. ૨. વશ કીયો માગધ હે હારદિક ભેટણ લાવિ ભેટી મિલ્યો નૃપ પાસિ વિનય કરે કર જોડીનેં જી ઇમ સુર અસુરિંદ હે નરવ૨ અનમી અનેક એ દેશી. ગંગા સિંધુ દેવી દોય ઉચિત ત્યારે સવિ દોડીનેંજી ૩. ઇણિ પરિ વૈતાઢ્ય હૈ ઉત્તરદિશ તિન જ ખંડ આશે અખંડ લહખંડ વરતાવી જિન તું જ્યોજી નવનિધિ ચૌદે હે ગેહે જ્યું ૨યણની કોડિ અતુલબલી અમ સ્વામિ ભોગઅબંધક તું ભયોજી. ૪. અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૨૮૧ For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ સગુણનો કતાં હે ભોક્તા નિજસુખ ભગવંત તપનિયમ સાધન દોય ગ્રહી નિજકારય સાધીયુંજી પરણતિ શુદ્ધે હે આતમને સમ્યગદાન આપી થયા ધર્મવંત સંપ્રદાનકારક વાધીયુંજી ૫ કર્મની વર્ગણા હે અનાદિ બીજેહ અનંત તે નિજ દેશથી દૂરિ અચલ અપાદાન થે કર્યોજી અગણિત ગુણનેં હે આધાર થયા અરિહંત ષટકારકમય સ્વામિ વિમલકેવલ સંપદ વર્યોજી ૬. ઇમ ધર્મચક્રી હે સાહિબ માંહરા પરમ કૃપાલ પ્રેમ નિજરથી નિહાલિ દાસ મનોરથ પૂરજ્યોજી ગુણચંદ્ર પ્રભુજી હે સાહિબ માંરા શ્રી અરનાથ તું હિ જ ગ્રહ્યો મેં સાથ જરા મરણ દુઃખ ચૂરજ્યોજી ૭ ઇતિ શ્રી અરનાથ સ્તવને ૧૮ વાડીમાંહિ વડ ઘણાજી પીપલ ગુહિર ગંભીર એ દેશી મહામંડલમાં સુર યથાજી, દીઠી ના દાય. મલ્લિ જિર્ણોદ સુરતરુ મિલ્યોજી, દરશ નયણ સુખ પાયજી. ૧ જિનજી રુડા હો લાલ ભવિ હરખ ધરી કરો ભેટ હો જિ. એ આંકણી દાનાદિક આરે ભલીજી શાખા સરલ પ્રલંબ પૂર્ણ દયા થડ સોભતોજી, સંઘ સદલ અવિલંબ હો. જિ. ૨ સાહૂણી માંહ્ય રે મહકતજી ગણિ ગણ લાલ પ્રવાલ ગણધર હંસે સેવતોજી, જિનકલ્પ આતીહિં વિશાલ હે જિ. ૩ સાધુ બ્રમરલે વાસના, પ્રભુ પીન મકરંદ શીતલ છાર્યે જિન તાણીજી, વિશ્રમે ભવિઅણ વૃદહો જિ. ૪ પ્રભાવતી કુંભરાયનોજી, સુત સુદ્ગમ સમ સાર. ગુણચંદ્ર પ્રભુ વિનવ્યો, વંછિત ફ્લ દાતાર હો જિ. ૫ ઇતિ શ્રી મલ્લિપ્રભો સ્તવને. ૧૯ ૨૮૨ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય જાણવા For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ કાલીને પીલી વારલી રે રાજિ વરસે મોહલાં સિર રાય પુનઃ સીયાલે ખાટુ ભલી રે રાજિ ઉનાલેં અજમેર નગીનો | નિત હી ભલો રે રાજિ શ્રાવણ વીકાનેર ૧ કમધજીયા રાજિ, લસકર રહ્યો રે ઉમાંહી. કાલી કાંતિ ઘનઘટ લાલ, અભિનવ જિનવર દેહ. શ્રી મુનિસુવત ઉમલ્હો રે લાલ, શાસન મહિતલ મેહ. ૧ સાહિબો રે હાંને પ્યારો પ્રાણજીવન મનચ્યું ન મુકાય. એ આંકણી. ગુહિરી વાણી ગાજતો રે લાલ, વરસેં વયણ સિદ્ધાંત મન મોર્ડે ભવિ મોરડારે લાલ સુણિ ચતુર ચાતુક હરપંત. ૨ સા. સર્ચ સુગુણ હૃદય ધરા રે, જિન તાપ તુષા કરે દૂર. શમ સંવેગાદિક ગુણા રે લાલ, જિન ઉદય કરાä અંકુર. ૩ સા. કુમતિ નિદાધ નિવારતો, જિન ધર્મ પ્રવૃત્તિ સુગાલ પરણીત કૌમલતા કરે, જિન જલધર દીન દયાલ ૪ સા. ભાવ સુધારસની નદી રે, જિન સંવર ભરીયા તરાક ઋષિ કૃષીબલ હરખિત કર્યા, જિન ધ્યાન સસ્યનો સુપાક ૫ સા. જ્ઞાનાદિક ગુણ નીપનારે, જિન રત્નત્રયી લ એહ સુમિત્ર નૃપનો સુત લાલ, જિન પવા ઉત્તર દિગ મેહ. ૬ સા. ગુણચંદ્ર પ્રભુની મહિરથી રે લાલ, સુખીરે થયા સાવિ લોક. શ્રી જિનરાય શારદ શશિ રે લાલ, ભવિઆણ હરખે કોક. ૭ સા. ઇતિ શ્રી મુનિસુવતજિન સ્તવને ૨૦. દેશી ચાંદલિયાની શ્રી વિપ્રાદેવીના નંદા, સોહે પૂરણ શારદ ચંદા. વિજ્ય ભૂપતિ કુલ આનંદા રે ૧ સાહિબીયા સાહિબ નિકલંક કહાવે સર્વદા સર્વ ક્ષેત્રે સોહાવે, દીપે અતિ ચઢતે દાવે રે. ૨ સા. મોહ રાહુ કદા નવિ ફરસે, ઉદયાત વિષય નવિ તરસે, શીતલ અમી કિરણે વરસેં રે ૩ સા. દેશવિરતિ કુમુદ વિકસાવે, સર્વવિરતિ ચકોર સુખ પાવે, ભવ દવના તાપ શરમાવે ૪ સા. મામા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ક ૨૮૩ For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ રાણાયર વાધે, નય સપ્ત ઉજાર્સે સાધ, ભવિઆણ ચંદ્રકાંત અલ્હાદે રે. ૨ સા. વિધુ સોલ કલા પરમાણ્યો, પ્રભુ મેં અનંત કલાધર જાણ્યો, કિમ જાવે તે સ્વામી વખાણ્યો રે. ૬ સા. પ્રભુ તું શશિ અનોપમ માહરી, ગુણચંદ્ર કલાધિક સારો, જિનરાય તું પ્રાણ પીઆરો રે. ૭ સા. ઇતિ શ્રી નમિપ્રભો સ્તવને ૨૧ હો પીઉ પંખીયડા એ દેશી હો Dિઉ સામલીયા તોરણ આવી આપ જો રથ ફેરી મનમથ રિપુ જીપણને ચલ્યા હો જી. હો પ્રિલ . . . . વલ્યા હો જી. ૧ પ્રિઉ. અમનેં કવણ આધાર જો, વાલિમ મુઝ વાંકવિના યે રિસ હોજી હો Dઉ યાદવકુલ રોજિંદ જો. રાણી વિણ સી રાજવટ કરસ્યો વિચારીયેં હો જી. ૨ હો પ્રિલ નેહ ઉત્તમ કર રહ જો, સાહિબ મેં સાધ્યો તિમ નવ ભવનો સહી હો જી. દો Dઉ. સ્નેહ પરિ તેહ જો પલક એકમાં ત્રોડો પ્રીતમ નિરવહી હોજી. હો Dિઉ. ૩ દિવસ પરાધની બાડિજો, ઉત્તમ જનની પ્રીતિ તે નીતિ ગ્રંથે ભણી હોજી હો Dિઉ. તે તુહે તતખિણ છડિજો, જાઉં કાં પ્રાણેશ્વર મુઝને અવગૂણી હો જી. Dિઉ. ૪ પંખી પશુ શિર દોષ જો દેઈ નિ, મનમેલું મુઝ મુકી ગયો હોજી હું મેલ્યું તો શું સજો, સમુદ્રવિજય સુત તુહને કિમ નાવી દયા હોજી. ૫ હો પ્રિ. ઇમ રાજીમતી વિલેપતજો, ગિરિ ગિરિનારે સંકેતિત સ્થાને જઈ મિલ્યા હોજી. હો મિઉ. ૨૮૪ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય અને For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ નિજ પતિથી હરખંત જો, શિર ઉપર કર મેલવિ મહાવત સાંભલ્યા હોજી. ૬ હો Dિઉ. મુગતિ સખી શું રંગ જો, સ્વામિ થકી પહિલા શિવ મહેલાંમેં વસ્યા હોજી. ગુણચંદ્રપ્રભુ જિન રાય જો, નેમિ જિસંદશ્ય તન મન ઉલ્હસ્યો છે. ૭ ઇતિ શ્રી નેમિપ્રભો સ્તવને ૨૨ ઝરમર ઝરમર હો ઝીણા મારુ વરસેલો મેહ એ દેશી કુશલ મંગલ તરુ હો સીંચણ અભિનવ મેઘ પૃથિવીની પીઠે પ્રભુ પરિસદાજી. પેખી પેખી તેહ હો જિર્ણોદ, થારું સરસ દીદાર ચાતકની પરિ ભવિયણ હરષિયાજી. ૧ પરિયલ પ્રગટ્યા હો રુદ્યતટ પ્રેમનાં પૂર ખેદ વિષાદ મિથ્યાતતા, ઉપશમ્યાંજી અવિરલ જાગ્યો હો સમકિત નીલ અંકૂર નિજ અવગુણ પ્રભુ નિરખ્ય નીગમ્યા. ૨ અવિરતિરંગી હો પરણતિ જેહ અનાદિ તેમની સાદિ થઈ પ્રભુ જુહારતાંજી. ઈમ પ્રભુ તુમ હો મુદ્રાની બલિહારી અધિક અનેક લહી ઉપગારતાજી. ૩ સુરતરુ સુરમણી હો પ્રભુ તુમ ઉપમ લેશ ફ્લેશ રહિત ફણિ સુરપતિ થે કર્યોજી. વડ થડ દેશે તો ધ્યાન ધરી જિનરાય ઘનમાલી સુર દર્પ થે સંવર્યોજી. ૪ અરિબલ મંજણ હો જગતજણ રંજન પાસ વાસવદાસ થઈને મેં જગ કરેછે. બિંદુ કર જોડિને હો કોડિ ગમે દેવવર્ગ મનિ મોહિ પ્રભુ આણિ તે અનુસરેજી. ૫ હુસમેં હો જિર્ણદ જન તુમ દર્શને હો લાલ. આલર તેલ - મક જિમ આંબલોજી. અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન : ૨૮૫ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ સલ લ્યા સવિ હો મુઝ મનના અભિલાષા દૂર કર્યા દુર્જન મામલોજી. ૬ સુજસ શુભોદય હો જિર્ણદ થારા દરસ પસાય વંછિત સિદ્ધિ હોજ્યો – આજથીજી. ગુણચંદ્ર ગણિ કહે હો પાસજી પૂરજ્યો આસ દાસ સદા સુખીયો જિનરાજથીજી. ઇતિ શ્રી પાર્શ્વપ્રભો સ્તવન. ૨૩ છે આકરી ભવિજન ધર્મ કરો રે પાપે કા પિંડ ભરો રે એ દેશી વીરજીની આણિ પાલો રે, ભવિ હિત સીખ સંભાલો રે એહિ જિનદેવ દયાલો રે, નિરુપમ રૂપ નિહાલો રે. એ આંકણી. એ રે દેવની સેવના સારુ, ઉજમથી ઊજાઉ છો ભોલા થઈને કામમાં ભૂલા ફોગટ સ્ય ફૂલાઉં છો. વર ૧ ભ. એ. નિ. કાચનાં સાચનાં પારખાં પામી, દિલથી બહુ ઠંડાઉ છો. વીર ઝવેરી સંગ કર્યા વિન, આપ ભવમા ઉથાઉ છો વી. ભ. ૨ એ. નિ. આપમતો છાંડી દ્યો અલગો, આગમ છોઈને જાણો. વીર જિણંદ સમા ઉપકારી દેવ બીજો ન ઠરાણો વી. ભ. ૩ એ. નિ. જૈના ભાષા અર્થ તણા લવ પામી ગણધર પોતે શદ્વારથ ખટદ્ધવ્યને સમજ્યા, ત્રિપદી વિચારી જોતે. વી. ભ. ૪ એ. નિ. તીરથપતિ સઘલા છે સરિખા, ગુણ અનંતાને લેખું તેહમાં વીર નિકટ ઉપગારી, તીર્થેશ્વર નિઃશેષે વી. ભ. ૫ એ. નિ. બાર વરસ તપ સંયમ પાલી, યલી વિભાવ વિશેષ કેવલજ્ઞાન કલા અજુઆલી, પરમાનંદ અશર્ષે વી. ભ. ૬ એ. નિ. અભ્યદય વીર પ્રભુને ગુણચંદ્ર પ્રભુજી ગાતાં શ્રી ગુલાલચંદ્ર વિબુધ વિનિઈને વીરજી સુખદાતા. વી. ભ. ૭ એ. નિ. ૨૮૬ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ભાગમાં For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ CAMERIोजी परिवारजनामा मालवार हितकरितातितका जीवकासोधात शिवराय LAOH For Personal & Private Use Only - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન : ૨૮૭ साला काजमथानिशा लोनालाधमाकास्टल मितिकावतासारतापरदायाधी दिसधाबाकावारकादासँगकस्याविनयापन हावापनापुमतीको गोशामकाजाहारजमादला देवजीजानवराटनगएपमिप जनालायीतगालव यामागाधरयात सुधारवाट विनेसमययात्रिपदीक्विामीजति वीगनय ४ए निहालीपलिसलासारिका मुशलतानला तिदावी निकटजयगारा लिखिरनिशिए छापलयबारवस्मतासयनराली लाला केवलज्ञातकलाडोयामी परमानदाय" पनि अयुदर दाराने इनुजोगाती श्रीयुलासविधविनाईनेही 150 શ્રી ગુણચંદ્રજીકૃત સ્તવનચોવીશી અંતિમ પત્ર Page #303 -------------------------------------------------------------------------- ________________ ગુણચંદ્રગણિત સ્તવનચોવીશી પ્રતપરિચય મસ્જિદબંદર શ્રી અનંતનાથજી જૈન જ્ઞાનભંડારની વક્ર-૨૧૮૧ ક્રમાંકની આ હસ્તપ્રત કુલ આઠ પત્રો ધરાવે છે. પ્રતના અક્ષરો બાજુબાજુમાં લખાયેલા અને અસ્વચ્છ છે, તેમજ પ્રત પણ વચ્ચેથી કેટલેક સ્થળે ખંડિત છે. પ્રતની સાઈઝ ૨૫x૧૧ સે.મી. છે અને પડિમાત્રાનો ક્યાંક ઉપયોગ થયો છે. અંતે પ્રતની પુષ્પિકા ન હોવાથી લેખન સંવત, લિપિકાર આદિનો પરિચય જાણી શકાતો નથી. કવિ પરિચય ગુજરાતી સાહિત્ય કોશ – ખંડ-૧માં ગુણચંદ્ર-૧ના નામે ઉલ્લેખાયેલ કવિ તે જ આ ગુણચંદ્રજી છે. કવિ જયચંદ્રની પરંપરામાં ગુલાલચંદ્રના શિષ્ય તરીકે ઉલ્લેખાયા છે. સાહિત્યકોશમાં કવિના ગચ્છનો ઉલ્લેખ નથી, પરંતુ જયચંદ્ર નામના ત્રણ કવિઓનો પરિચય સાહિત્યકોશમાં અપાયો છે. તેમાં એક તપાગચ્છીય, એક ખરતરગચ્છીય, એક પાર્જચંદ્રગચ્છીય છે. “ચંદ્ર એવી નામ પરંપરા પાર્થચંદ્રગચ્છમાં વ્યાપક હોવાથી કવિ પાર્જચંદ્રગચ્છના હોય એવી સંભાવના વિશેષ છે. કવિનો સમય ઈ.ની ૧૮મી સદીનો મધ્યભાગ ધારવામાં આવ્યો છે. કવિની આ રચના ઉપરાંત ૧૩ કડીનું શ્રી સીમંધરસ્વામી સ્તવન (રચના સં. ૧૭૯૩) ૧૧ કડીનું ગોડી પાર્શ્વનાથ સ્તવન (સં. ૧૮૨૪) અને ૨૧ કડીનું જ્ઞાનપંચમી સ્તવન ઉપલબ્ધ થાય છે. કવિની આ ચોવીશીનો સાહિત્યકોશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ આ પ્રમાણમાં મોટી કહી શકાય તેવી રચનાને આધારે કહી શકાય કે, કવિમાં વિદ્વત્તા અને કવિત્વશક્તિનો સુમેળ સધાયો છે. કૃતિપરિચય ગુણચંદ્રજી પ્રતિભાશાળી, વિદ્વાન સાધુ છે. તેમણે જેને આધ્યાત્મિક ગ્રંથો (દ્રવ્યાનુયોગ)નો ઊંડો અભ્યાસ કર્યો છે તેની સાથે જ સંસ્કૃત-ભાષા, કાવ્યપરંપરાનું જ્ઞાન ધરાવતા હોવાની અનુભૂતિ તેમની કાવ્યરચનાઓ વાંચતાં અનુભવાય છે. કવિએ સંભવનાથ સ્તવનમાં પરમાત્માના દેવાધિદેવ સ્વરૂપનું વર્ણન કર્યું છે તે વર્ણન કવિની શક્તિનું એક સુંદર ઉદાહરણ છે. પરમાત્મા સિદ્ધ-અવસ્થારૂપ સિંહાસન પર બિરાજમાન છે અને ગણધરોરૂપી પ્રધાનો ૨૮૮ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય : For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ તેમજ ચોસઠ ઈંદ્રો પરમાત્માની સેવા કરી રહ્યા છે. ચતુર્વિધ સંઘ પરમાત્મા સમક્ષ મુજરો કરી મન મોહી રહ્યા છે અને પરમાત્માના દેશવિરતિ (શ્રાવક ધર્મ) અને સર્વવિરતિ (સાધુધર્મ)ના આદેશ સ્વીકારીને અનેક જીવો સંસારસાગરથી પાર પામ્યા છે. કવિએ આવું જ સુંદર વર્ણન ચંદ્રપ્રભસ્વામી સ્તવનમાં ચંદ્રથી પણ પ્રભુ કઈ રીતે ચઢિયાતા છે. તેનું વર્ણન કરતાં કહ્યું છે. પરમાત્માને પૂર્ણ ઓળખાવવા ચંદ્રની ઉપમા તો ઓછી પડે, કારણ કે, ચંદ્ર તો અમુક મર્યાદિત ક્ષેત્રમાં જ પ્રકાશ ફેલાવી શકે, ત્યારે પરમાત્મા સર્વ ક્ષેત્રોમાં પ્રકાશ ફેલાવનારા છે. ચાંદની સુંદર છે, પરંતુ પરમાત્માના મુખમાંથી પ્રગટેલ પ્રવચન તો અનુપમ સુંદરતાને ધારણ કરનાર છે. કવિની વર્ણનશક્તિ તેમજ રવાનુકારી શબ્દો અને પુનરાવર્તિત શબ્દો દ્વારા લય નિષ્પન્ન કરવાની શક્તિનો અદ્દભુત અનુભવ શાંતિનાથ સ્તવનમાં થાય છે. પરમાત્માની પાછળ સમવસરણમાં શોભતા અશોકવૃક્ષ અને પુષ્પવૃષ્ટિનું મનોહર વર્ણન કરતાં કવિ કહે છે; ગેહરી ગેહરી અશોકતરૂરી છીંહિ છાયામેં છાયામેં છાયામેં હે નીરખો જિનપતિ રે. માંહકાયા રસણા. નીચે નીચે લક્ઝર ભરપૂરપૂરામેં રહે જગમગે તનવૃતિ રે (૧૬, ૧) તો મનોહર ભામંડલ પ્રાતિહાર્યના તેજનું વર્ણન કરતાં કહે છે, ભાસે ભાસે ભામંડલ રી ભાસ ઉજાસે ઉજાસ હે સમોસરણ સભા રે (૧૬, ૫) કવિના આ કાવ્યમાં તીર્થંકર-પરમાત્માના અષ્ટમહાપ્રાતિહાર્યનું મનોહર રીતે વર્ણન થયું છે. કવિએ પરમાત્માના ત્રિભુવન ઉપકારી, દેદીપ્યમાન રૂપને વર્ણવવા ત્રણ મનોહર રૂપકોની યોજના કરી છે. કંથુનાથ સ્તવનમાં પરમાત્માને સૂર્યના રૂપકથી ઓળખાવ્યા છે. શ્રી કુંથુનાથરૂપી સૂર્ય જિનશાસનરૂપી પર્વતના શિખર પર ઉદય પામ્યા છે, અને તેમનો પ્રકાશ દશે દિશામાં પહોંચે છે. તેઓ સૂર્યની જેમ જ પ્રમાદ વિકથા આદિ નિદ્રાને દૂર કરે છે અને આશ્રવરૂપી કીચડને સુકાવી દે છે. કવિ કુંથુનાથ ભગવાનના પિતાના નામનો ઉલ્લેખ કરી શ્લેષ અલંકાર સર્જે છે, સૂરdશે અભિનવ સૂર શ્રીદેવી રો સુત ભયો. (૧૭, ૪) સૂર રાજાનો વંશમાં નવો કુંથુનાથ (શ્રીદેવીના પુત્ર)રૂપી સૂર્ય ઉદય પામ્યો છે. કવિએ મલ્લિનાથ સ્તવનમાં પરમાત્માને કલ્પવૃક્ષરૂપે ઓળખાવ્યા છે. આ કલ્પવૃક્ષ ભવ્ય જીવો રૂપી પ્રવાસીઓ માટે વિશ્રામ સમાન છે. ગણધરો રૂપી હંસો તેની સેવા કરે છે, અને સાધુરૂપ ભમરાઓ તેની - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૨૮૯ For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ મધુર સુગંધથી આકર્ષાઈને આવ્યા છે. કવિ મુનિસુવ્રત સ્વામી શ્યામવર્ણના હોવાથી તેમના માટે હંસરત્નજીની જેમ જ અભિનવ મેઘનું રૂપક પ્રયોજે છે. મુનિસુવ્રતસ્વામીરૂપી મનોહર મેઘની સિદ્ધાંત-વચનરૂપ વર્ષાને કારણે ભવ્ય જીવો રૂપી મોરનાં મન મોહિત થયાં છે, અને બુદ્ધિશાળી પુરુષોરૂપી ચાતકો આનંદિત થયા છે. ગુણવાન પુરુષોની હૃદયધરાને સીંચતા આ મેઘ દ્વારા કુમતિરૂપી ગ્રીષ્મઋતુ દૂર થઈ છે અને ખેડૂતો સમાન ઋષિઓ ધ્યાનરૂપી સમૃદ્ધ પાક લે છે. આ ત્રણે સ્તવનો કવિના ભાષાવૈભવ અને અલંકાર આયોજન શક્તિના સુંદર પરિચાયક બને છે. કવિએ કેટલાંક સ્તવનોમાં પરમાત્માના જીવનચરિત્રના સંદર્ભો સુંદર રીતે ગૂંથ્યા છે. સુમતિનાથ સ્તવનમાં પરમાત્માનું નામ સુમતિ કઈ રીતે રખાયું તેનું કથાનક સંક્ષેપમાં સુંદર રીતે આલેખ્યું છે. સુમતિનાથ ભગવાન ગર્ભમાં હતા, ત્યારે રાજદરબારમાં એક પુરુષની બે પત્નીઓ પિતાના મરણ બાદ એક બાળકના માતૃત્વ માટે લડતી આવી. બાળક જન્મથી જ બેય માતા પાસે ઊછરેલો હોવાથી તે પણ પોતાની માતા વિશે નિર્ણય જણાવી શક્યું નહિ. રાજ્યસભામાં બિરાજમાન વિદ્વાનો, મંત્રીઓ આદિ કોઈ નિર્ણય લઈ શક્યા નહિ. પરંતુ પરમાત્માની માતાએ ધનના લોભને કારણે લડતી બે ય માતાઓના ક્રોધરૂપી હાથીને શાંત કર્યા. તેણે નિર્ણય કર્યો કે, બાળકના બે ભાગ કરવા અને ધનસંપત્તિના પણ બે ભાગ કરવા. આ સાંભળી સાવકી માતા શાંત રહી, પરંતુ સાચી માતા તરત બોલી ઊઠી, એવું ન કરો એવું ન કરો, બાળકના બે ભાગ કરવાનું રહેવા દો. બાળક પણ ભલે એની પાસે રહ્યું અને ધન પણ એની પાસે રહ્યું. સ્ત્રીના આ વચને જ તેની માતા તરીકેની સચ્ચાઈનું પ્રમાણ આપી દીધું. માતાની આ સુમતિ ગર્ભમાંના બાળકના પ્રભાવે હોવાથી બાળકનું ‘સુમતિ” એવું નામ અપાયું. કવિ આ પ્રસંગનું સુંદર ઉàક્ષાત્મક રીતિએ આલેખન કરતાં કહે છે; ગર્ભથી બે જનની તણો જો વાર્યો રોસ ગર્જેટ જો સુમતિ કરે રહ્યો કંદરા જો, નાદતો જેમ મૃગેંદ્ર જો. (૫, ૨) ગર્ભમાં જ રહ્યા રહ્યા છે માતાઓના રોષરૂપ હાથીઓને વાર્યા, જાણે “સુમતિ' રૂપી સિંહે ગુફામાં રહીને ગર્જના કરવા માત્રથી બહાર રહેલ હાથીઓ શાંત થઈ ગયા. કવિએ પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં નાગને સુરપતિ પદ આપ્યું એ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે તેમજ પૂર્વભવના વૈરી એવા મેઘમાળી (ઘનમાળી) દેવના અભિમાનને દૂર કર્યું એ પ્રસંગનો પણ ઉલ્લેખ કર્યો છે. નેમિનાથ સ્તવનમાં રાજુલનો વિલાપ કવિએ પરંપરાગત રીતિએ પણ હૃદયદ્રાવક અને સુંદર રીતે આલેખ્યો છે. અરનાથ સ્તવનમાં ચક્રવર્તી તરીકેના ભવ્ય દિગ્વિજયનું વર્ણન રમ્ય પદાવલીઓ દ્વારા અરનાથ ભગવાનની મહાનતાનો ખ્યાલ આપે છે. સ્તવનને અંતે કવિ પરમાત્માએ બાહ્ય શત્રુઓની જેમ જ અત્યંતર શત્રુઓ જીતી ધર્મ-ચક્રવર્તી પદ શોભાવ્યું તેનો મહિમા કર્યો છે. કવિએ ભક્તિભાવસભર અલંકારયોજનાઓ કરી છે, તો અમુક સ્તવનોમાં પરમાત્મામાના ચરિત્રના સંદર્ભો પણ ગૂંથ્યા છે. એ સાથે જ કવિએ અનેક તાત્ત્વિક વિષયોનું આલેખન પણ કર્યું છે. કવિ પ્રથમ ૨૦ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ના કાજ પર કામ કરવા For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ સ્તવનમાં આદિનાથ પ્રભુનાં પાંચ નામોનો મહિમા કરી તેમની નવનિક્ષેપયુક્ત સ્વાદ્વાદમય વાણીનું સુંદર વર્ણન કરે છે. પદ્મપ્રભસ્વામી સ્તવનમાં ક્રોધ, મદ, માન, લોભ આદિ ૧૮ દોષોથી રહિત અને અરિહંત પરમાત્માના બાર ગુણોથી યુક્ત નિર્મળ સ્વરૂપને વર્ણવ્યું છે. શ્રી શ્રેયાંસનાથ સ્તવનમાં પરમાત્મદર્શન કરવા દ્વારા દર્શન-મોહનીય કર્મ ક્ષય પામ્યું અને સમકિતની પ્રાપ્તિ થઈ તેનું આલેખન કર્યું છે. ત્યાર બાદ ક્રમશઃ સાધક કેવી રીતે સાધનામાર્ગમાં ઉન્નતિ કરે છે તેનું વર્ણન કર્યું છે. કવિ પરમાત્માના દર્શનને અત્યંત આવશ્યક ગણે છે અને જે જીવો આ દર્શનમાં રૂચિ ધરાવતા નથી, તે જીવો માટે નિશાચર'ની ઉપમા આપતાં કહે છે : જે જિનરવિ દર્શન રતિ નવિ કરે તે મિથ્યામત નિશાચર જાણો રે. તસુ શ્રદ્ધા નવિ શુદ્ધ ન હોઈ કદા મણુએ જનમ પામ્યો અપ્રમાણો રે. (૧૧, ૫) એ જ રીતે વિમલનાથ સ્તવનમાં પરમાત્માના વિમલસ્વરૂપનો મહિમા કરી પરમાત્માના નામ-સ્થાપનાદ્રવ્ય આ ત્રણ ભાવનિક્ષેપના કારણ તરીકે ઓળખાવે છે. સ્થાપના-નિક્ષેપરૂપે પરમાત્મ-મૂર્તિનો મહિમા કરે છે અને ચારે નિક્ષેપની વંદન-પૂજન-સ્તુતિ વડે આરાધના કરવાનું સૂચવે છે. કવિએ ધર્મનાથ સ્તવનમાં પરમાત્માનું મોહ-રાજા સાથેનું યુદ્ધવર્ણન રૂપકાત્મક રીતે કર્યું છે. ધર્મનાથ સ્વામી ઉપશમ હાથી પર સમતા અંબાડીમાં બિરાજમાન થયા છે, અને ક્ષપક શ્રેણી રૂપી કવચને ધારણ કર્યું છે. પરમાત્માએ મોહરાજાના સુભટો અને ઉમરાવો આદિને લીલા-માત્રમાં હરાવ્યા અને લોઢાના કિલ્લામાં પ્રવેશી મોહરાજાને માર્યો માટે કવિ યોગ્ય રીતે જ પરમાત્માને કર્મના મહા-અરિ તરીકે ઓળખાવે છે. અજિતનાથ સ્તવનમાં પરમાત્માની વિશેષતારૂપે તેમના નિર્મોહીપણાના ગુણને સુંદર રીતે વર્ણવ્યો છે. અન્ય દેવોને કામદેવતા પીડે છે, અને તેઓ સુંદર સ્ત્રીઓના રસમાં ડૂબેલા છે, પરંતુ તીર્થકરો જ કેવળ વીતરાગ હોવાથી આ દોષોથી રહિત છે. કવિએ અનંતનાથ સ્તવનમાં પરમાત્મ-વાણીને જિનેશ્વરોના હૃદય રૂપી સમુદ્રમાંથી પ્રગટેલ અમૃત સાથે સરખાવે છે. આ વાણીરૂપી અમૃત સંસારના સૌ તાપ દૂર કરનાર, સાત નયોથી યુક્ત, ગણધરો દ્વારા સૂત્રબદ્ધરૂપ પામનારું છે. આ વાણી ભવ્ય જીવોના મન-મંડપમાં આનંદપૂર્વક નૃત્ય કરે છે અને અનંત અર્થ ધરાવનારી છે. તેમજ ધ્યાનથી સાંભળનારા ભવ્યજીવોને શિવગતિ તરફ પ્રયાણ કરાવનારી છે. આમ, કવિએ આનંદઘનજી અને દેવચંદ્રજી જેવા જ્ઞાનપ્રધાન કવિઓની પરંપરામાં આ ચોવીશીમાં અનેક શાસ્ત્રીય વિષયોનું ઉચિત અલંકારોની સહાયથી રસપ્રદ રીતે વર્ણન કર્યું છે. કવિનાં સ્તવનોમાં તાત્ત્વિક વિચારણાના આલેખનની સાથે જ હૃદયના ભક્તિભાવસભર ઉન્મેષો પણ આલેખાયેલા છે. કવિએ અભિનંદન સ્વામી સ્તવનમાં શાસ્ત્રોમાં અરિહંત પરમાત્મા માટે વર્ણવાયેલી ચાર ઉપમાઓ મહાગોપ, મહાનિર્ધામક, મહામાહણ, મહાસાર્થવાહનો ઉલ્લેખ કરી પોતાને ભવ અટવીમાં પ્રભુરૂપી સાર્થવાહ પ્રાપ્ત થયા છે, તો હવે તેઓ પ્રભુનો સાથ કોઈ રીતે છોડવાના નથી, તેવી પોતાની પ્રતિજ્ઞા જાહેર - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન : ૨૯૧ For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ કરે છે. શ્રી સુપાર્શ્વનાથ સ્તવનમાં પરમાત્માના અતિશય સુંદર રૂપનું વર્ણન કરેલ છે. પરમાત્માનું રૂપ જ્યોતિષ, ભવનપતિ, વૈમાનિકના ઇંદ્રોથી ચઢિયાતા એવા અનુત્તર દેવો (અહમિંદ્ર દેવો)ના રૂપ કરતાં પણ અનેકગણું ચઢિયાતું છે. પરમાત્માના પગના અંગૂઠાનું રૂપ પણ આ દેવતાઓના રૂપ કરતાં અનેક ગણું શોભાયમાન છે. પરંતુ આ રૂપની વિશેષતા એ છે કે, આ રૂપના દર્શન કરી ભવ્ય જીવો પોતાનાં કાર્યો સિદ્ધ કરે છે. પરમાત્મદર્શન દ્વારા સમ્યકત્વ નિર્મળ કરે છે, નિર્મળ સમ્યકત્વ દ્વારા જ્ઞાન પણ નિર્મળ થાય છે અને પરંપરાએ ઉત્તમ-ચારિત્રની પ્રાપ્તિ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વાસુપૂજ્ય સ્વામી સ્તવનમાં પરમાત્મા પ્રત્યેના પોતાના સ્નેહને અભિવ્યક્ત કરતાં કહે છે; વાસુપૂજ્ય મુજ મન વસ્યા, જિનશાસનના શિણગાર. જિર્ણોદ માહરો હે સાહિબીઊ કેમ વીસરે.' (૧૨, ૧). પ્રભુ ભલે મોક્ષમાં વસ્યા છે અને પોતે સંસારમાં દૂરહોવા છતાં દઢ સ્નેહ ધરાવે છે એ અંગે ઉપમા (દગંત) પ્રયોજતાં કહે છે; નલિની દિનકર કુમુદિની ચંદ્ર ચંદ્રિકા જિમ રસ રીતિ તિમ અલગથી જાણજ્યો, મુજ થિર છે થાસ્તું પ્રીતિ.” (૧૨, ૪). અહીં કવિની પરંપરાગત ઉપમાઓને પણ નાવિન્યસભર રીતે આલેખવાની સૂઝનો પરિચય થાય છે. કવિએ ઋષભદેવ સ્તવનમાં પ્રથમ રાજવી, પ્રથમ જિનેશ્વર, પ્રથમ કેવળજ્ઞાની, પ્રથમ ધર્મચક્રવર્તી અને જગતપૂજ્ય ઋષભદેવ સ્વામીના આ પાંચે નામોનો ભક્તિભાવસભર ઉલ્લેખ કર્યો છે. તેમજ યુગલાધર્મ નિવારણ કરી લોકોને વિદ્યા, વિનય, વિવેક, ચાતુરી આદિ શિખવાડી જે લોકોપકાર કર્યો છે એનો ઋણસ્વીકાર કર્યો છે. તેમજ તીર્થકર તરીકે ધર્મમાર્ગ પ્રવર્તાવ્યો એ ઉપકારનું આલેખન કરતાં કહે છે; સુપર વિવેચન શિક્ષા ભવ્યને રે, સમજાવી જિનધર્મની નીતિ રત્નત્રયી રંગી પ્રાણી કર્યા રે, જિનપદ નામની એ રીતિ. (૧, ૬) આવા ઉપકારી પરમાત્માના ચરણકમળની કવિ રંગપૂર્વક સેવા કરવા ઇચ્છે છે. કવિએ પ્રથમ તીર્થંકર ઋષભદેવ સ્વામીના ઉપકારનો જેમ આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે, તેમ અંતિમ તીર્થંકર મહાવીરસ્વામીના ઉપકારનો પણ ભાવસભર ઉલ્લેખ કરતાં કહે છે; “તીરથપતિ સઘલા છે સરિખા, ગુણ અનંતાને લેખે તેહમાં વીર નિકટ ઉપકારી, તીર્થેશ્વર નિઃશેષે.” | (૨૪, ૫) આમ, કવિ નિકટ-ઉપકારી મહાવીરસ્વામીના દીર્ઘ-તપશ્ચર્યા આદિ ગુણોના ઉલ્લેખ સાથે ભક્તિભાવપૂર્ણ રીતે ચોવીશી સમાપ્ત કરે છે. ૨૨ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ કવિએ ચોવીશીમાં અનેક તાત્ત્વિક વિષયોનો સમાવેશ કર્યો છે, પરંતુ કવિએ આ સર્વ વિષયોને જાણે કાવ્યતત્ત્વના રસાયનથી રસ્યા છે, આથી મોટા ભાગનાં સ્તવન કાવ્યોમાં કાવ્યતત્ત્વનો રમ્ય સ્પર્શ અનુભવાયા વિના રહેતો નથી. આ ચોવીશીની બીજી વિશિષ્ટતા છે તેમાં પ્રયોજાયેલી દેશીઓ – જે દેશીઓ લોકગીતો પર આધારિત છે. આમાંનાં ઘણાં લોકગીતો આજે લુપ્ત છે. પરંતુ કેટલાંક અલભ્ય લોકગીતોની પ્રથમ પંક્તિઓ અને ક્યાંક તો કડીઓ આ ચોવીશીમાં સચવાઈ છે. દા.ત, સાહિબા પંચમી મંગલવાર પ્રભાતે ચાલવું લો એ દેશી (રૂ. ૩) આયો આયો હે બાઈજી યોગીડારો સાથ, બાઈજી યોગીડારો સાથ આઈને ઊતરીઓ ચંપાબાગમેં હોજી એ દેશી (સ. ૧૩), ઊંચા ઊંચા ઈડરગઢ રા મેહલ મેહલામેં મેહલામેં હે ડરવું એકલી વાંકારાવ લેલો એ દેશી (સ. ૧૬) આદિ દેશીઓ નોંધપાત્ર છે. દેશીઓમાં રાજસ્થાની લોકગીતોની દેશીનું પ્રાધાન્ય જણાય છે. પ્રાપ્ત પ્રતિ અનેક સ્થળે ભેજ આદિથી ખંડિત હોવાથી કેટલેક સ્થળે સંદર્ભ, પ્રાસ આદિની દૃષ્ટિએ ઉચિત પાઠ બેસાડ્યો છે, તો કેટલેક સ્થળે પાઠ બેસે એમ ન હોય ત્યાં જગ્યા ખાલી રાખી છે. નવો પાઠ ઉમેર્યો છે તે સ્થળે – કરવામાં આવી છે. આ કાવ્યદૃષ્ટિએ નોંધપાત્ર કહી શકાય એવી ચોવીશીનો દુર્ભાગ્યે મધ્યકાલીન સાહિત્યકોશ ખંડ-૧) કે જૈન ગૂર્જર કવિઓમાં ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. પરંતુ આ ચોવીશીની વાચના ઉપલબ્ધ થતાં તેના કાવ્ય સૌંદર્ય ભક્તિભાવના રમ્ય ઉન્મેષો અને જૈન તત્ત્વજ્ઞાનના આલેખન આદિને કારણે આ ચોવીશી વિક્રમના ૧૮મા શતકના ઉત્તરાર્ધની ચોવીશીરચનાઓમાં એક ગણનાપાત્ર ચોવીશીરચના છે. મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૨૯૩ For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ N २९४ * योवीशी : स्व३५ मने साहित्य AARAKADAMJILAME.KICKimantukatasethOMARACK गानागुरुन्यानमः।परमपपरमेष्टिमारेराजेपरमात्तमतिायापतिमिरा पागलकट्टरोजिनेकरिवनद्योताअतुलिबलन्परिहारिषसजिनेसाधिजेहने। व:रागासमोरछारोबेटोसवलयपासांजेहताग्रहानसिनमे सुरनरखास|| वरासिाशअउलिबलअरिहारि षतमिनेसापुरबारछसाधनकियारे।। जिगछाप्रगटस्वरुयाजेहता ज्ञानसमुंमारराषट्यरत्नमा माशप्रचलनरत्न - जेहनेविषेरो जिमत्रिपदि। जगमाहि॥ोयसकलसाधक तपशिसहलतेमनमोहिमा लबमा सरायणतेप्रनिगारे। तेणेनाधसनाघानेहलवंदनक|| संरेतिघालनिज माशिमलिबलअरिहारिफ्लजनेसासिव२किंका रहनोरोतसचरणेमुजचासातासविषगुणाबोलतारे चिरसंचितमघना पार साक्षात्लबलाप्रघममहियपश्लिोमुनिरे।प्रधाननिणंददयालाधिमावि। जयजिनसेवतारे उत्तमलहेगुंगामालामलिबलमतिमाकपसस्तवन। - For Personal & Private Use Only . R A Ra Muttarwarmarwade-tasCRE BALASARAMAEERames m chacity... . ewwwwwwwwwwwwwwwwwwwwwane ઉત્તમવિજયજીકૃત ચોવીશી પ્રથમ પત્ર Page #310 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમવિજ્યજીકૃત સ્તવનચોવીશી શ્રી ગુરુભ્યો નમઃ પરમ પુરુષ પરમેષ્ટિમાં રે જે પરમાતમ જ્યોતિ પાપ તિમિર આગલ કહૈ રે જેહનૈ કરવ ઉદ્યોત અતુલિ બલ અરિહા રિષભ જિનેસ ૧. જેહને વઇરાગ્ય સમોહથી રે છેદ્યો ભવભય પાસ જેહ ભણી અહિનિસ નમે હૈં સુરનર વાસવાસ ૨ અતુલિ બલ અરિહા રિષભ જિનેસ પુરુષારથ સાધન ક્રિયા રે જિણથી પ્રગટ સ્વરૂપ જેહના જ્ઞાનસમુદ્રમાં રે ષદ્રવ્ય રત્ન અનુપ ૩. અતુલિ બલ. રત્નત્રઈ જેહને વિષે રે જિમ ત્રિપદિ જગમાંહિ ધ્યેય સકલ સાધક તણો રે સદ્દહૂં તે મનમાંહિં ૪. અતુલિ બલ, મરણપણે તે પ્રતંગ્રહું રે તેણે હું નાથ સનાથ તેહ ભણી વંદન કરું રે તિણથી લહૂં નિજ આથિ પ. અતુલિ બલ અરિહા રિષભ જિનેસ. ભવ ભવ કિંકર તેહનો ૨ે તસ ચરણૈ મુઝ વાસ તાસ વિષઈ ગુણ બોલતાં રે ચિર સંચિત અધ નાસ ૬. અસ્તુલિ બલ. પ્રથમ મહિપ પહિલો મુનિ રે, પ્રથમ જિણંદ દયાલ ખિમા વિજ્ય જિન સેવતાં રે ઉત્તમ લહે ગુણમાલ ૭. અનુલિ બલ. ઇતિ શ્રી ઋષભ સ્તવન સંપૂર્ણ અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૨૯૫ For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ સહિજાનંદિ સાહિબો રે પરમ પુરુષ પર નામ સકલ વિભાવ અભાવથી રે થયો નિજ સંપત્તિ સ્વામિ અજિત જિન ગાઈશું રે ધ્યાનભૂવનમાં સાહિબ અહનિસિ ધ્યાૐઈ રે આંચલી તત્વરુચી અનુભવ થકી રે હણીયા જોધા સાત માહા કષાય મોહત્રિક બલિ રે કરતા દરિસણ ઘાત ૨. અજિત જિનગાઈઇ રે આઉ ત્રિકની જોગ્યતા રે થીણ ત્રિક નામનિ તેર છે શ્રેણી ક્ષપક તણી રે ગ્રહિ કરમાં સમસેર ૩. અતિ જિન ગાઈઇ રે. અડ કષાય દુગ વેદને રે હાસ્ય છક્ક ! વેદ શુક્લ ધ્યાન અનલે દહી રે હુયો આપ અવેદ ૪. અજિત. : - તુરીય કષાયની ચોકડિ રે આવરણ દુગ અંતરાય' નિરવિકલ્પ ઉપયોગમાં રે ષયકરિ થયો જિનરાય ૫. અજિત. કેવલજ્ઞાન દશા ભજ્યો રે કેવલ દરસન ખાસ ક્ષાયક ચારિત્ર અનુભવે રે લાયક વીર્ય ઉલાસ ૬. અજિત. શૈલિશીકરણે કરી રે શેષ કરમ ચકચૂર ખિમાવિજય જિનવર લહે રે ઉત્તમ સૂખ ભરપૂર છે. અજિત. ઇતિ શ્રી અજિત જિનસ્તવને જ્ઞાનમાં કેવલજ્ઞાન ચક્રિ જિમ ભૂપમાં રે. ચ. ગ્રહગણમાં જિમ ચંદ્ર, વૈડુર્યમણિ રત્નમાં રે. વૈ. રત્નાકરમાં સાગર મુંગટ આભરણમે રે. મુ. વસ્ત્રમાં પ્યોમક પાસજ પુંડરિક કમલમેં રે. ૧. કે ૫. ચંદનમાં ગોસીસ ઓષધિયૂત હિમગિરિ રે. ઓ. નદીયામાં સિરદાર સિતોદા મહાસરી રે. સિ. જલધિમાં ચરમોદધિ પસૅમાં કેસરિ રે. ૫. રૂચિક નૃપ્તિ મહીધરમાં ગજમાં સુરકરી રે. ૨ નાગમાં ધરણે ગરુડ ખગમાં લહ્યો ૨. ગ. ગિરીમાં મેરુ વનમાં નંદનવન કહ્યો છે. ને. ૨૯૬ ૪ ચોવીશ: સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગમાંહિં બ્રહ્મલોક સ્થિ તેલ વસત્તમાં ૨. સ્થિ. દાનમાં અભય પ્રધાન સભામાં સોહમા રે. સ. ૩ શુક્લ ધ્યાન જિમ ધ્યાનમાં રંગમાં કિરમજિ. રે. લેશ્યામાં જિમ શુક્લ મહત્ત્વપણે ભજિ રે મ. વજ ઋષભ નારાચ વડું સંઘેયણમાં. રે. સંડાણે સમચોરસ જબુતરુ વૃક્ષમાં રે. જ. ૪ મહાવિદેહ જિમ ક્ષેત્રમાં મુખ્યપણે ભણું રે. મુ. ચતુરંગી શેન્યામાં રથસેના ગણું રે. બ્રહ્મચર્ય પરધાન કહ્યું વ્રતમાં યથા રે. શ્રી સંભવ જગનાથ વડો મુનિમાં તથા રે. વ. ૫ ભિન્ન ભિન્ન ગુણધર્મ પરદેશે પરણમેં ૨. પ. ગુણગુણનો આસ્વાદ લહે એક સમય ૨. લ. ખીમાવિજય જિનચરણ સદા જે અનુસરે રે. સ. દિવ્ય અનુત્તર સુખ લહી ઉત્તમપદ વરે ૨ કે. ઉ. ૬ ઇતિ સંભવનાથ જિન સ્તવને. અભિનંદન જિનરાજ સુણો મુજ વિનતી વિષયા સંગી જીવઈ પાપ કરવાં અતિ મોહનિકર્મની સ્થિતી ઉત્કૃષ્ટિ જે રૂચિ થાનક તેહના ત્રિસ સેવાર્થે મન રૂચી ૧ જલમાં બોલી સાસ નીરોધી તરસને વાધર વીંટી સીસ મોગર મુખ દઈને મુખ દાબી ગલપાસો દેઈ જિવને હણતાં બાંધ્યો મોહ મહા નરદય પણે ૨ હણવું વાંછુ બહુ જનના અધિકારિનું કાર્ય કર્યું નહિ જ્ઞાન તથા નિજ સ્વામીનું ધર્મ વિષયી ઉજમાલને ભ્રષ્ટ કરિ હસ્યો જિન અરિહાના અવગુણ કહૈવા ઉલયો ૩ આચારય ઉવઝાયની નિંદાય દહ્યો નાય માર્ગ ઉનમાર્ગ નિમિત્તાદિક કહ્યો અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૨૯૭ For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ તીર્થભેદ ગ૭ભેદ કહ્યા કુગ્રહ પ્રતિ દેખી જ્ઞાની જ્ઞાન પ્રદ્વૈષ ધસ્યો ચહિ ૪ સંજત થઈ કરિ પંચવિષય સુખપોષણા બહુશ્રુત તપ વિના કીધી તેહની ઘોષણા અગ્નિ દીખાવી નગર પ્રામાદિક બાલીયો પોતે આચરી પાપ બીજા શિર ઢાલિયો ૫ જેહથી જ્ઞાનપૂજા લહિ તેહને દૂહવ્યા | માયા કપટે દોષ પોતાના ગોપવ્યા. સમાં વૈર ઉદેચ્ય વિસ્વાસી ઘાતિયા મિત્રાદિકની સ્ત્રીરૂં કામેં વ્યાપિયા ૬ બ્રહ્મચારિ વિણ બિરુદ વહ્યું બ્રહ્મચારિનું કુમારાવસ્થાતી મેં કહ્યું કુમારપણું " જિર્ણો ધનાઢ્ય કયો તેહનું પણ ધન ઇહૈ અણદેખતો દેવ દેખું મુખ ઈમ કહે ૭. જિણથી સોભા લહીય અવજ્ઞા તસ કરે અવર્ણવાદ રિધર્વતમૂ પર્વના ઉચ્ચરે ગામ નગરના નાયકનો વધ ઈછીઓ અતિ સંક્લેરો આતમ તત્ત્વ ન પીછીઓ ૮ તીસ બોલ ઇમ સેવી મોહ માહા રચ્યો સૂધ દશા નિજ હારિ પરભાવે મો ખિમાવિજય જિનરાય ભગત જો મન ધરે જ્ઞાનચરણ નિજ ફરસિ ઉત્તમપદ વરે ૯ ઇતિ શ્રી અભિનંદન જિન સ્તવને ૪ ભવિ સુમતિ જિનેસર સેવિઇ જે મુનિજન મન સિણગારો રે વિતરાગતા પુરસજ્ઞાનતા જેહમાં તે દેવ સિરદારો ૨ ૧. ભવિ. છે વિષય કપાઈ જીવન જે દેવનું બિરુદ ધરે છે રે તે મણીની યોતિ આગલ યથા કાચ સકલની શોભા વહે છે રે ૨. ભ. મુનિ પરમ પુરુષ જેહને કહ્યું જે પાપ તમિર પુર ભાનો રે જસ પાપી અજરામર સુઈ જે સિધમારગ શિવનાંન્યોરે ૩. ભ. ૨૯૮ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ જે અખય અનંત અવંચિત છે જે બ્રહ્મા ઈશ્વર નેતા રે જોગીશ્વર એક અનેક જે જે જ્ઞાન અમલ સૂખતા રે ૪. ભ. પંચમ જિન પંચમ ગતી વસ્યો તજિ આધિ અને સવિ વ્યાધ્યો રે શ્રી ખીમાવિજય જિન ભોગä ઉત્તમ સુખ આવ્યાબાધો રે ૫ ભ. ઇતિ શ્રી સુમતિનાથ સ્તવને ૫ પ્રથમ ગોવાલા તણે ભવેજી એ દેશી પદમપ્રભુ પ્રભૂતા મઈજી પરમ અહંસક જેહ છએ કાય રખવાલ તોજી એ વત્યહાર ધરેહ ગુણાકર ધન ધન તું જગનાથ ૧. એ આંકણી સત્ય ધરમ જસ ઉલહસેજ આતમ પરણિત રૂપ તિર્ષે વચન અવિરાધિયાંજી પદ્ધવ્ય રત્ન અનુપ ગુણા. ૨ પર ગ્રાહક આતમ નહીજી એ શ્રધાઇ રે ચંગ કિધો ત્યાગ અદત્તનોજી સાધન ધર્મસ્ય રંગ ગુણા. ૩ અન્વય આપ સ્વભાવમાંજી રમણ કરે તેરે શીલ વ્યતિરેક પરિણતિરું તજજી પંચ વિષયમાં લીલ ગુણા. ૪ આતમ સંપદે આપમાંજી જાણી અનંત અનંત મમત્વ તજે પરણીત ભજેજી નિસ્પૃહ લીલાવંત ગુણા. ૫ અણાહારિ અપુદ્ગલિજી નરખી આતમરામ રયણી ભોજનને તજજી જે બહુ હિંસા ઠામ ગુણા. ૬. ખટપટ ભાજિ ભવતણીજી પાલિ પદ્યુત શુધિ ખીમાવિજય જિનરાયની ઉત્તમ ગુણ અવિરુદ્ધ ગુણા. ૭ ઇતિ શ્રી પડાપ્રભુ જિન સ્તવને ૬ શ્રી સુપાસ જિન ત્રિભુવનનાથ સાચો એ શિવપુરનો સાથ જિન સેવી ઈહલોકાદિ ભય જે સાત તાસ નિવારક જગવિખ્યાત જનજી ૧ નરને નરથી ભય ઈહલોક દેવપસુથી ભય પરલોક જિનજી રખે દ્રવ્ય હરે મમ કોય ભય આદન કહીજે સોય જિનજી ૨ અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૨૯૯ For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકંપ બંધકનેં ગાજ આકસ્મિક ભય સુન્નત અવાજ જિનજી જસ ઇછકનીે અપયશલીક, આઉં નિકટ સૂણી મરણનિ બીક જિનજી ૩ દ્રવ્યહીણ નર ચિંતે ઈમ હૈ હૈ કાલે કહ્યું કેમ જિનજી આજિવિકા ભય સપ્તમ સોય અથવા અવિધ બીજા હોઈં જિનજી ૪ હિર કિર સાગર બંધન સાપ, જૂધ દાવાનલ ને રુજતાપ જિ. બાહય અત્યંતર ભંજન દેવ ખિમાવિજ્ય જિન ઉત્તમ ટેવ જિનજી ૫ ઇતિ શ્રી સૂપાસ જિન સ્તવન ૭. પ્રાણી વાણી જિન તણી એ દેશી શ્રી ચંદ્રપ્રભુ જિન આઠમા જે અષ્ટમગતિ દાતાર રે અષ્ટ કરમ હેલાં હણી થયો સિવરમણી ભરતાર રે ૧ થયો સિવરમણી ભરતાર. સંમ ફૂલ વિલસતો ગુણગેહ રે ગુણગેહ અમેય અછેહ ભૂવનગુરુ દીપતો ગતિદેહ રે એ આંચલી ભેદ પાંચ અજ્ઞાનઘાતના ક્ષય કરતાં ગુણ હોય પંચ રે નવવિધ દર્શન વર્ણના ક્ષયથી ગુણનવનો સંચરે ક્ષય. ૨ સાતા અસાતાને તેં ગુણ અદ્ભુત હોય પ્રકાશ રે ચરણ ઇસણ મોહનાસથી ગુણ. ચારિત્ર સમકિત ખાસ રે ગુણ. ૩ આઉ ચ્યાર અભાવથી ગુણ ચાર અનોપમ હુંત રે સુભ અસુભ હોય નામના ષયથી ગુરુ દુગ વિલસંત રે ૫, ૪ ગોત્ર દ્વિવિધ અંતરાયના નાસથી ગુણ ડુંગ પંચ હોય રે સર્વ મિલી એકત્રીસએ ગુણ સિધિ નમો સહુ કોય ૨ ૫ આચાર્ય વિન આવર્ણનો ભેદ ન ઘટઈ તિણ ગુણ ભિન્ન રે સિદ્ધ અનંતા દ્રવ્ય છે પણ સર્વ સતાઈં અભિન્ન રે સ. ૬ ક્ષેત્રકાલ અવગાહના ભેદે તે ભેદ જણાય રે એક જિનવર ઉદ્દેશીનેં ઇમ ઉત્તમ મુનિ ગુણ ગાય રે ઇમ ઉત્તમ. ૭ ઇતિ શ્રી ચંદ્રપ્રભુ સ્તવન સંપૂર્ણ ૮ સૈંણો સૂવિધિ જિણંદ સોભાગી મુઝ તુઝ ચરણે લય લાગી હું તો ભવદવ ાહેં દાધો તેં તો સીધ સંપૂર્ણ સાધો. ૩૦૦ * ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only ૧ Page #316 -------------------------------------------------------------------------- ________________ હું તો માયા મચ્છર ભરીઓ તું તો આર્થવગુણનો દરિયો હું તો ક્રોધ કષાયે બલિઓ તું તો સમતારસમાં ભલીયો હું તો લોભ માહૈ મુછણો તું તો સંતોષી ગુણ રાણો હું તો જાતિ માદિકૅ માણ્યો તું તો માર્દવ ગુણમાં રાચ્યો. ૨ હું તો વિષયાસુખનો સંગી તું તો વિષયાતીત નિસંગી હું તો ચહુગતિ માંહિ રલિયો તું તો સિવસુંદરિને મલિયો. ૩ પ્રભુ તું તો અસંખ્ય પ્રદેસી હું તો પરિણામે સંકલેશી તું તો જ્ઞાનાનંદે પૂરો હું તો કર્મબંધનમાંહિ સૂરો. ૪ તું તો વીતરાગ સુપ્રસિદ્ધ હું તો રાગદોશે વશ કીધ તું તો કેવલજ્ઞાન અનુપ, મેં તો આવવું આપ સરુપ ૫ તું તો સત્યવાદીમાં લીહ હું તો અવગુણગ્રાહી અબીહ તું તો સર્વવેદી સ્યાદવાદી હું તો મોહી મથ્યાવાદી. ૬ તું તો દેવનો દેવ દયાલ, હું તો તુઝ સેવક શુકમાલ મુઝ સરખા સેવક ઝાઝા તુઝ સરખા એક જિનરાજ ૭ મુઝ ઉપર કરિ મહેરબાની કુખ્ત જાણો સેવક પ્રાણી જો ભેદરહિત મુઝ નરખીં થાય સેવક સાહિબ સરિખો ૮ હીરે હીરો વીંધાય ઇમ લોક કહેવત કહેવાય ગુણવંત થઈ ગુણી થાવઈ તો રિધિ અનંતિ પાર્વે. ૯ તુંમે સેહજ સ્વભાવ વિલાસિ નિજ સૂધ સ્વરૂપ પ્રકાશી ધ્યાયક ધ્યેય ધ્યાનમાં ધ્યાä તો જિનપદ ઉત્તમ પાર્વે ૧૦ ઇતિ શ્રી સુવિધિનાથ સ્તવને સંપૂર્ણ શીતલ જિનવર શિવગતગામી આતમ સંપદ સ્વામિ રે રત્નત્રય જિણી હેલાં પામ વિષય વિકારને વામિ રે શી. ૧ ક્રોધ નહિ નહિ માન ને માયા, લોભરહિત જશ આયા રે અનન્વય સમતા માર્દવ રિયુતા મુક્તિધર્મ સંયુતા રે શી. ૨ નિર્વછિકતાઈ તપ કારિ સ્વપર જયણાધારી રે ચઉવીહ વ્રતધરે સુખકારિ ભાવસેચે અધિકારી રે શી. ૩ મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૦૧ For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ અકિંચન બ્રહ્મચર્ય એ દશવિધ ધર્મ અનુત્તર પાલી રે ધ્યાન અનુત્તર લહિ નિર્વિકલ્પ કર્મ ઘાતિયા ગાલી રે શી. ૪ કેવલજ્ઞાનાદિક રિધ્ધ પામ્યા સાદિ અનંતહ ભંગે રે અજોગી ગુણઠાણું લહિ જિન ઉત્તમ સુખ આલિંગે રે શી. ૫ * ઇતિ શ્રી શીતલનાથ સ્તવને ૧૦ શ્રીયાંસ જિણંદ પાયે લાગું સમકિત અમૃતરસ માગું પરભાવ ત્રિષા જિહી ભાગે સુધ ચેતના પરિણતિ જાગે ૧ જગતગુરુ સેવીએ બહુ રાગે જિમ રમીએ અનુભવ વાગે (બાગે) જગતગુરુ સેવીએ બહુ રાગે. ચારિત્ર પરમાન કરાવે જે વિષય કદન વાવૈ જિમ સમ સામ્રાજનેં વિલર્સ તિમ અસુભકરમ બહુનિકર્સ ૨ જગતગુરુ સેવીએ બહુ ચર્થે જિમ રમીયે અનુભવ વાગે બાગે). એ આંચલિ. અનુકરમેં અનુત્તર દરશી જ્ઞાનચરણ અનુત્તર ફરસી વલી આર્થવ માર્દવ પતિ ગુણ પ્રગટે અનુત્તર મુક્તિ જગ. ૩ પરથક વિતરક શવિચાર શુક્લ ધ્યાન પ્રથમ પદ સાર લહિ મોહનિ નજડ કાઢે જાય રિસાણી જિમ ગાઢ જગ. ૪ એ ગત વિતરક અવિચાર શુક્લ ધ્યાન દ્વિતીય સુખકાર નિરવિકલા ઉપયોગ પામ તવ ધાતિ શેષનૈ વામે જગ. ૫ અપ્રતિહત દર્શન જ્ઞાન લહિહુઇ જગતનો જાણ ગુણઠાણે અજોગી પાર્વે તવ શિવસુંદરી ઘર જાવે ગ. ૬ શ્રી ખીમાવિજય જગદીસ જિનરાજ નમું નિસદીસ જો ભાવથી સેવા કિર્જ તો ઉત્તમ પદવિ લીજે જગ. ૭ ઇતિ શ્રી શ્રેયાંસજિન સ્તવને ૧૧ વાસપુજ્ય જિણંદ જયકારિ તુઝ ગુણનિ જાઉં બલિહારી રે ગંડ ગડ ઝાં ઝાં જસ નોબત વાજે દેવદુંદુભિ અંબર ગાજે ગંડ. ૧ ત્રગડે બેઠા જગનાથ ચલÁ શિવપુરનો સાથ રે ગંડ. ૨ તુઝ જ્ઞાન અનોપમ દિપે પરવાદિના મદ જીપે રે ગંડ. ૩ ૩૦૨ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય મા સરકારના કાકા કાકડાશાસકારા For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ તુમેં વસ્તુ સકલને દેખો, પરભાવનેં સહર્ષે ઉવેખો રે ગંડ. ૪ જોઈ અતિશય શોભા સારી, ભમરિ લીઈ અમર કુમારી રે ગંડ ૫ ધન્ય દેશ નગર તે ગામ જિહાં વિહાર કરે ગુણધામ રે ગંડ. ૬ વસુપૂજ્ય નરિંદ કુલ દીવો જયા દેવી સુત ચીરંજીવો રે ગંડ. ૭ મહિષ લાંછન ચરણ વિરાજૈ છત્ર ત્રય સિર પર છાર્જ રે ગંડ. ૮ રક્તોત્પલ સમ તુમ કાયા ઇંદ્રાદિક સેવૈ પાયા રે ગંડ. ૯ ચંપાનગરી અભિરામ પ્રભુ પંચકલ્યાણક ઠામ રે ગંડ. ૧૦ વરસ બહાર લાખનું પાલિ આઉ આપ સકત અજુઆલી રે ગંડ. ૧૧ ખટ શત મુનિસ્ પરવરિયા જઈ શિવસુંદરીને વરીયા રે ગંડ. ૧૨ શ્રી ખીમાવિજય જિન શેવા ઉત્તમ ભવિજનમન એવા રે ૧૩ ઇતિ શ્રી વાસુપૂજ્ય જિન સ્તવને ૧૨ નાભિ નરેસર નંદનો હો રાજ એ દેશી વિમલ જિનેસર વાંદતા હો રાજ નાસે દૂરમત દુર વારિ મોરા સાહિબા દિઠે નયણાં ઉલ્લસે હો રાજ સમસ્યાં સુખ ભરપૂર વા. ૧ મોહ મહિપતિ મહા અરિ હો. તેહનો કિધો અંત વા. યથાખ્યાત મહા મહેલમે હો રાજ અક્ષય લીલ કરંત વા. ૨ તુઝ ગુણ ગંગપ્રવાહમેં હો, પાવન મન જિણે કીધ વા. તે તાનકાદ અનુભવિ હો. પામે નિજ ગુણ સીધ વારિ. ૩ સ્તવના કરતાં બહુ ભવિ હો, પાપ પંક ખય જાય વા. કતક દ્ય સંજોગથી હો, નિર્મલ જલ જેમ થાય વારિ. ૪ રાય કૃતવમાં કુલતિલો હો શ્યામા કુરૈ રતન વા. કાંપિલ્લપુરનો રાજિઉ હો, સાહિબ તું ધન ધન્ય વા. ૫ સમેતશિખર અણસણ રહ્યા હો, માસ કરિ ઉપવાસ વા. પટુ સહસ અણગારનું હો પુછતા શિવપુર વાસ તા. ૬ સાઠ વરસ લાખ આઉખું હો, સોવનવરણ સરીર વા. જિનવર આણ વહ્યા થકી હો, ઉત્તમ લહે ભવ તીર વા. ૭ ઇતિ શ્રી વિમલજિન સ્તવને. ૧૩ - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૦૩ For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ અનંત જિનેસર આપજ્યો પ્રભુ મારા અખય અનતિ આય હો ભવાટવિ માંહિ મુઝ મલ્યો પ્રભુ મહારા અવિહડ શિવપુર સાથ હો. ૧ ગુણનો ધારક હારો, સુખનો કારક હારો દુ:ખનો વારક માહરો સાહિબો પ્રભુ માહરા ભવોદધિ પાર ઉતારિ હો એ આંકણી જ્ઞાન અનંતુ તાહરઈ પ્ર. શેય અનંત પ્રકાર હો. દેખે દરિશણ ગુણ થકી પ્ર. વસ્તુ સમાન વિશેષઈ હો ગુણ. સુ. દુ. મા. પ્ર. ૨ આપ સ્વરૂપ માંહિ રમો .. અવ્યાબાધ અનંત હો ક્ષાયક વરસનો ધણી પ્ર. મહિમાવંત મહંત હો ગુણ. ૩ ધન્ય સિંહસેન નૃપ તાતને પ્ર. ધનધન્ય સુજસા માત હો નગરી અયોધ્યા વિચરતા પ્ર. પવિત્ર કરે કુલ જાતિ હો ગુણ. ૪ લંછણ સીંચાણો ભલો પ્ર. દેહ ધનુષ પંચાસ હો લાખ વરસ ત્રીસ આઉખું પ્ર. પીતવરણ તનું ખાસ હો ગુણ. ૫ સમેતશિખર ગીર ઉપર પ્ર. સાત હજાર મુર્શિદ હો સાથે જિનવર પામીયા પ્ર. ઉત્તમ સહજાનંદ હો ગુણ. ૬ ઇતિ શ્રી અનંતનાથ સ્તવને ૧૪ નાનો તે નાહાનો નાહલો રે એ દેશી - ધરમ જિર્ણોદ જગતધણી રે સેવે સુરનર પાય લાગી મોહની રે નયના ઉપસમરસ ભયા રે દીઠાં હર્ષ ન માય લા. ૧ રૂપ અનુત્તર સુરથકી રે અનંત ગુણો ઉલ્લસંત લા. દેશના અમૃત સારખી રે ત્રણના તાપ મિટૈત લા. ૨ દેવ મનુજ તિરાંચના રે સમકાલે સંદેહ લા. છેદે સર દર્ખતથી રે તુમ વયણાં ગુણગેહ લા. ૩ સૂધ નિમિત જિનરાજ છો રે હું વિષયારસ સક્ત લા. વિષય તજી પ્રભુમાં રમે રે તો હોવૈ અનુભવ રક્ત લા. ૪ તુમ સરિખા સાહિબ મલે રે હું કિમ દૂરગત જાઉં લા. ભાજિ અનાદાન ભેખડી રે સમકિત સૂખડી પાઉં લા. ૫ હવે અખય સુખસંપદા રે દ્યો દાતા સિરદાર લા. મહારિધર્વત સેવક ભણી રે નિજ સમ કરે નિરધાર લા. ૬ ૩૦૪ ૯ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ સેવ્યા વિના રે વિતરાગ કિમ હોય લા. તે માટે જિન ચરણને રે સેવૈ ઉત્તમ લોય લા. ૭ ઇતિ શ્રી ધર્મનાથ સ્તવન નણંદલ હૈ કે નણંદલ શાંતિ નિણંદ દીએ દેશના સૂણે પરષદ ખાસ નણંદલ ભૂખ તરસ લાગે નહી જાઈ જો ખટ માસ ૧. નણ. શાંતિ. નણંદલ. જીવાદિક નવતત્ત્વä નય ગમ ભંગ સંપૂત નણદલ જ્ઞાનાવરણ ષય ઉપસમેં જાણી કૈઈ જંતુ ૨. ન. શાંતિ. નણંદલ. કાલ અનાદની આકરિ રાગદ્વેષ નિ અગ્રંથિ ન તે ભેદી સંમતિ લહે નિરમલ શિવનો પંથ ૩. ન. શાંતિ. નણંદલ. વિરૂયા વિષય કષાયથી પામ્યા દૂખ્ય અનંત ન ઇમ જાણી ચારિત્ર લીઈ કેઈક શ્રદ્ધાવંત ૪. નણં શાંતિજિર્ણ. નણંદલ. ષપક શ્રેણી માહૈ ભલું ધ્યાતાં નરમલ ધ્યાન ન. ઘાતી કર્મ ષયથી લહે કેઈક કેવલજ્ઞાન ૫. નણં. શાંતિ. નણંદ. પંચવીસ સહસ વરસ લગે રે ગામ નયર પુર સાર ન પુષ્કર મેહ તણી પરૌં કરતા ભવિ ઉપગાર ૬. નણંદલ વિશ્વસેન રાજા પીતા અચિરા રાણીનો નંદ નણં. સમેત સીખર સીધે ગયા પામ્યા પરમાનંદ ૭. નણંદલ નામ ગોત્ર જસ સાંભલ્ય થાયે કરમનો નાસ નણ. તો જિનવર સેવા દઇ ઉત્તમ પદ સુખવાસ ૮. નણંદલ | ઇતિ શ્રી શાંતિનાથ સ્તવને ૧૬ કુંથનાથ જગદીસ રે ત્રિભૂવન ઉપગારિ ભવિજન હિતકારિ સમકિત દાતારિ સુખકારિ રે પદ તાહરૂં રે ૧. અતિસયત અરિહંત રે ગત સર્વ અપાયા યોગીસ્વર ધ્યાયા સુરનર ગુણ ગાયા જાયા આત્મ સૂખ સ્વાદીયા રે નગમ ભંગ પ્રવાહથી જિનવરણી વાણી ગણધર ગ્રહૈ વાણી આગમ ગુંથાણી સેવી પ્રાણી રે બહુ નિસ્તર્યા રે ૨. એક વાર કરે વંદના રે ગુણર્વે અનુસરતા અનુભવરસ માતા અક્ષય સૂખ રચતા ગ્યાતા લહૈ પદ તાહરૂં રે ૩. મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૦૫ For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષ ઉછેદીયા રે ધન્ય તુમેં અવતારો જિનપદ શ્રીકારો ત્રિભૂવન આધારો તારો સેવક જિન આપણો રે ૪. જ્ઞાન દર્શન સૂખ વિર્યના ભોગી ગાયક જગજંતુપાલક નિજ પર વિજ્ઞાયક લાયક શિવવધૂ સંગનો રે ૫. સમેતશિખર ગિરિ ઉપરે મુનિ સહસસ્તું સાધી નિજ સહજ સમાધિ ગઈ સર્વ ઉપાધી સિધી જિનજીનેં ઉત્તમ સંપદા રે ૬. ઇતિ શ્રી કુંથુનાથ જિન સ્તવન ૧૭. શ્રી અરનાથની શેવના નયગમ ભંગ પ્રમાણ ઓર નિખર્ષે અલંકરી રત્નત્રયી ગુણખાણ શ્રી. ૧ દ્રવ્યભાવ ભેદે કરી કરતા આતમ હેત અધ્યવસાય નિસુધતા લહે શ્રદ્ધા સમેત શ્રી. ૨ કપુર ચંદન કુસમેં કરિ પંજો જિનવર અંગ અક્ષત દિપને ધૂપણાં લ ઠવિર્ય ચંગ શ્રી. ૩ ભાવપૂજા માંહે ભાવતો રૂપાતીત સ્વભાવ જ્ઞાનાનંદે પૂરણો પ્રગટ થયો કર્મ અભાવ રે શ્રી. ૪ અથવા ભાવ સ્તવન કરે અનુભવ રમણ રમંત રે , ખિમાવિજય જિનસેવથી ઉત્તમ સૂખ વિલસંત ૨ શ્રી. ૫ ઇતિ શ્રી અરનાથ સ્તવને ૧૮. નરખિ નરખિ તુઝ બંબને એ દેશી ચઉગતિ મારગ છેદતો ચલવે સિવપુર સાથ ભૂવનગુરુ દિપતો ઈતિ ઉપદ્રવ વારતો વિચરતો જગનાથ ભૂ. ૧ ક્રોધ માયા મદ માનનો ઉછેદક ભગવાન લોભ અરતિ રતિ ભય નહિ નહિ નિદ્રા અજ્ઞાન ભૂ. ૨ મચ્છર સોક ન અલિકતા નહી અદત્તાદાન ભૂ. ૩ અતિસય આર જનમ થકી કર્મ ખપ્પાથી અગ્યાર ભૂ. ૪ ઉગણીસ અતિસય દેવના કિધાં અતિ અદ્દભુત ભૂ. પાંત્રીસ વચનાતિસય કરી મિઠી વાણી અત્યંત ભૂ. ૫ ૩૦૬ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ભાવ અવસ્થા જિનતણી સૂણતાં અચરિજ થાય ભૂ. ધન્ય તે નર જિણે નરખીયા ત્રગડે ત્રિભુવનરાય ભૂ. ૬ ઉગણીસમા જિન પાઈયા અજરામર સૂખસાર ભૂ. જિન ગુણ ગાઈ સલ કરો ઉત્તમ નિજ અવતાર ભૂ. ૭ ઇતિ શ્રી ઉગણીસમા જિન સ્તવને ૧૯ મોહ તિમીર ઉછેદતા સાહિબજી. જ્ઞાન દિવાકર જ્યોતિ હો મુનિ મનના ભમર થાર્યું પ્રીતડિ સા. ભવોદધિ પાર ઉતારવા સા. ભાવનિર્ણાયક હોત તો ૧. મુનિ. કર્મરોગ નિવારવા સાવ અનોપમ વૈદ વિવેક હો જીવનિકાય રખવાલવા સા. માહા ગોપ તું એક હો ૨. મુનિ. ભવાટવિ ઉલંઘવા સાશિવપૂર સારથવાહ હો મુનિ. તૃષ્ણા તાપ સમાવવા સા. નિરમલ ગંગપ્રવાહ હો ૩. મુનિ. ત્રિભુવન શિર મુગટમણી સાવ જગત તારક તુમ નામ હો તો ઉધરતા એકને સાચું લાગે છે દામ હો ૪. મુનિ. મુનિસુવ્રત જિનરાજની સા સેવા સુરતરુ તો લહુ હો મુનિ. ભોલિ ભગત રીઝમા સા. ઉત્તમ કરેઅ કલ્લોલ હો ૫ મુનિ. ઇતિ શ્રી મુનિસુવ્રત જિન સ્તવને ૨૦ નમો નમો એકવીસમો વીતરાગ કિધો પંચવિષયનો ત્યાગ સંયમ શ્રેણી ચઢ્યો માહાભાગ, મોહ મહિપતિ રે મોહ મહિપતિનો કરો ત્યાગ રે જિપ્સદા તોરા મારગનિ બલિહારિ બલિહારિ રે મનોહારિ રે જિ. ૧ એ તો ભવિયણ હીતકારિ રે જિ. તોરા મારગ ચલે હો મધ્યાદોષ, આત્મપરણતાનો કરે પોષ, આશ્રવ તજવાનો હોઈ મોખ અનુભવ લીલા રે અનુભવ લીલાનો હોએ જોષ રે જિ. ૨ મારગમાંહિ નિરમલ જ્ઞાન, વાયક શ્રધામુલ નિદાન સંવર ધરમૈ ચરણ પ્રમાણ તપ માહેરે તપ માહેરે ધ્યાન પ્રધાન રે જિ. ૩ મારગ મેઘઘટા ભઈ ઘોર નાર્થે સમકિત દિ મોર માર્ચે વિરતિ જાચક જોર નાસૈ મોહ રોરવ કરિ સોર ૨ જિ. ૪ મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૦૭ For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ મારગ સેવી કેઈ મનસૂધ ચલિ સર્વ વિભાવ અસૂધ પામ્યા પંચમ જ્ઞાન વીસુધ અનુકરમેં રે અનુકરમેં થયા સીધબુધ રે જિ. ૫ મારગ આરાધક તે ધન્ય મારગ બહુ માની કૃત પૂન્ય શ્રી જિનવિજય સૂગુરુ પ્રતિપન ઉત્તમવિજયને રે ઉત્તમવિજયને એહમા મન રે જિ. ૬ ઇતિ શ્રી એકવિસમા જિન સ્તવન બાવિસ પરિસહ જિપવા હું વારિ લાલ બાવિસમો જિનરાય રે હું પ્રગટ્યો અપરાજિતથી હું પાલિ મધ્યમ આય રે હું શ્રી નેમિને કરું વંદહું ૧. જાદવવંશને તારવા હું. શિવા કુખે અવતાર રે હું શ્રવણ સૂદિ પંચમિ દિને હું જનમ્યા જગદાધાર રે હું ૨. ને. અષ્ટ ભવતર નેહથી હું. રાજૂલ સનમૂખ જાય રે હું માનું કહેવા આપણે હું રહેલું એકણ હાય રે હું ૩. શ્રી. શ્રાવણ સુદ છઠ્ઠી દિને હું દેઈ સંવછરી દાન રે હું સંયમ શ્રેણિ ફરસતાં હુંમનપર્યવ લહે શાન રે હું ૪. શ્રી. ચઉપન દિન છદમસ્તથી હું ઘાતકર્મ ખપાય રે હું લોકાલોક પ્રકાસતા હું કેવલજ્ઞાન પસાય રે હું ૫. શ્રી. સાતમી નરકથી આણીયો હું ત્રીજી નરકે હેવ રે હું જિનપદ ખાયક દરસણી હું, કીધો કૃષ્ણ વાસુદેવે રે હું ૬. શ્રી. દેવકિનંદન પટ ભલા હું, પુનરપિ આઠ દસાર રે હું સાંબ પ્રદ્યુમ્ન કુમર વલિ હું પોહચાડ્યા ભવપાર રે હું. ૭. શ્રી. વસુદેવ નરિંદની હું. રાણીને થઈ સિદ્ધ રે હું બેઉન બોતેર સાહસને હું, તુમ ઉપગાર પ્રસિદ્ધ રે હું૮. શ્રી. અઝમહિણી કૃષ્ણની હું અતહર સિરતાજ રે ચાર માહāત દેઈને હું આપ્યું અક્ષયરાજ રે હું. ૯. શ્રી. રાજુલ રૂપે મોહીઉ હું રહનેમ સરિખો સાધ રે હું તેને પણ મેં ઉધરી હું દીધું અવ્યાબાધ રે હું ૧૦. શ્રી. ઇમ અનેકને ઉધ્ધરી હું ચઢીયા ગઢ ગિરનાર રે હું પાંચસે છત્રીસ સાધુણ્યું હું, વરિયા સિવવધુ સાર રે હું ૧૧. શ્રી. ૩૦૮ ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ જગબંધવ જગનાથ છો હું જગતવછલ જગભાણ રે હું જિન ગુણ ગાતાં હરખજ્યું હું ઉત્તમ કોડિ કલ્યાણ રે હું ૧૨. શ્રી. ઇતિ શ્રી નેમીનાથ સ્તવને ૨૨ ભવગર પીડિત જીવને રે અગદેકાર સમાન રે જગતરાય પાસ પ્રભુત્રેવિસમો હો લાલ શિવ શ્રી વર ગુણવાન રે જગતરાય ૧ નાથ નિરંજન વાહાલયો હો લાલ. કરમાં શસ્ત્ર ધરે નહિ રે અંક વધુઈ સૂન્ય રે જગ. નેત્ર તે સમરસે ઝીલતા હો લાલ સેવે જે કૃત પુન્ય રે ૨. ગ. ના. અપરાધી સુર ઉપરે રે પુજક ઉપર જાસ રે જગ. સમ ચિત્ત વૃત્તિ વરસેં સદા હો લાલ નમો નમો તે ગુણ રાશિ રે જગ. ૩ ના. અશ્વસેન કુલ દિનમણી રે વામા ઉમરસર હંશ રે જગ. ફણીધર લંછણ દીપતો હો લાલ લોકોત્તર તુમ વંશ રે જગ. ૪ ના. અનુક્રમે ગુણ ફરસી કરિ રે પારંગત હુયો દેવ રે જગ. સિધ બૂધ પરમાતમાં હો લાલ ગઈ સિદ્ધતા હેવ રે જગ. ૫ ના. લોકોત્તર ગુણવંત છો રે અજરામર ગતશોક રે જગ. ખિમાવિજય જિનરાયનેં હો લાલ સેવૈ ઉત્તમ લોક રે જગ. ૬ ના. ઇતિ શ્રી પાર્શ્વજિન સ્તવને સંપૂર્ણ ૨૩ ત્રિસલાનંદન જિન જયકારી જગજતુ હિતકારીજી અનુપમ આતમ અનુભવધારી ઘાતિકરમ નિવારિજી ૧. ત્રિ. કેવલજ્ઞાન લહિ જગનાયક દેશના અમૃતધારાજી વરસી સિંઘ ચતુરવિધ શાવ્યો ત્રિભુવન જનઆધારજી ૨. ત્રિ. શ્રી ગૌતમ પ્રમુખ જિનવરનેં ચઉદ હજાર મુર્શિદજી છત્રીસ સહસ અજ્જાનો પરિવાર નમતાં નીત્ય આણંદજી ૩. ત્રિ. એક લક્ષ ઓગણસઠ સહસ વ્રતધારી શ્રાવક સારજી ત્રય લક્ષ્ય સહસ અઢાર પ્રભુને શ્રાવિકા સૂધાચારજી ૪. ત્રિ. સાતમેં કેવલજ્ઞાની વૈકીય લબ્ધીધર અણગારજી પંચસે વિપુલમતિ જાણ નાણી ત્રણ પૂરવધારજી પ ત્રિ. અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૦૯ For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ તેરસેં સાધુ અવધી જ્ઞાની વાદિ મુનિ રોચ્ચારજી સાતમૈં સાધુ ચઉદસેં અજ્જા પામ્યા ભવનો પારજી ૬.ત્રિ આઠસે સાધુ અનુત્તર સુર સૂખ પામ્યા શેષ મુનિસજી આરાધક તે સતઅડ ભવમાં લહરો સીધ જગીસજી ૭. ત્રિ. સૂસમકાલ થકી પણ માહારે દુસમકાલ પ્રધાનજી જેહમાં મુઝ હૃદયાચલ પ્રગટ્યો સમક્તિ અભિનવ ભાણજી ૮. ત્રિ. પંચમે આરે પણ ધન્ય તે નર જે જિન આણ વહેસે જી શ્રદ્ધા જ્ઞાન ચરણ ગુણ ફરસી તે ઉત્તમ ભવ તરસેજી ૯. ત્રિ. ઇતિ શ્રી ચોવિસમાં વર્ધમાન જિન સ્તવને ૨૪ ઇમ ચોવિસ જિનવર અતિસય હરë હુલરાયા જસ સ્તવના કરતાં શ્રદ્ધા બોધ વધાયા ૧ નામ ગોત્ર સૂરત જસ મહાનિશ થાય તો સદ્ગુણ ગુણતાં સિંધવધુ કર સાય ૨ ગભસર્વે જેહના સ્તવન કરઈ સૂરરાય જન્મ સમયે મેરૂ ગીરસીખરે નહવિરાય ૩ ગ્રિહવસ્થા છાંડી ખમદમ સમણાં જાયા તપે કરમ ખપાવિ કેવલ લછી પાયા ૪ દેશનામૃત વરસી સીતલ કયા જિયા સમકિત ચારિત્રના દાન અનોપમ દયા ૫ શૈલેસીકરણની ચોરી મધ્ય સૂડાયા ધ્યાનાનલ માંહિ કરમ આર જલાયા ૬ સુધતા કંસાર જ અતિ મધૂર નીપાયા આસ્વાદન કરતાં આણંદ અંગ ન માયા ૭ ગુણ મંગલ વરતિ વિરમણી ઘર લાયા અથીય સ્થિતિ હૈ જૈ મલતાં ભેદ ગમાયા ૮ જિહાં જનમ મરણ નહિ નહિ સંતાપ ન કાયા નહિ કામકંદર્પણ નહિ મદ મછર માયા ૯ ૩૧૦ અ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય - ક For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ નહિ હાસ્ય ન અરતી નહિ ભય સોગ ન વાય નહિ ક્રોધ ન લોભ નહિ રતિ રીસ પસાય ૧૦ અવ્યાહત શક્તિ પરૈ ગુણ સમુદાય નહિ સાધન સાધક નહિ કારજ ન ઉપાય ૧૧ કેવલ આ દશમા લોકાલોક જણાય ઇમ દાનાદિક ગુણ અખય અનંત કહાય ૧૨ ગુણસાયર જલ લવ સ્તવના કુંભ ભરાય સમજિન ઘરમાંહિં મંગલ કલસ ઠરાય. ૧૩ મુનિ રત્નવિજ્યના કહણથી જિન ગુણ ગાયા આતમ અરથી જનમન પણિ હોય સૂસવાયા ૧૪ આચારિ પંડિત સત્યવિજ્ય ગુરુરાયા વર કપૂરતિય કવિ સૂવિહિત મુનિ સૂખદાયા. ૧૫ શ્રી ખીમાવિજ્ય બુધ શાસન અધીક દ્વિપાયા શિષ્ય જિનવિજ્ય બહુ લાયક શિષ્ય નિપાયા તાસ કરુણ દિી અમૃતવૃષ્ટિ પસાયા મુનિ ઉત્તમ વિજ્યે જૂગતે જગપતિ ગાયા ૧૬ ઇતિ શ્રી સકલ જિનપતિ કલર્સ સંપૂર્ણ. સંવત ૧૮૦૯ના વર્ષ ફાગુણ સુદ ૮ દીને લખીત પં. માનકુસલ તત્ સીષ્ય પં. શાંતિકુસલ તત્ સીષ્ય પં. પૂન્યકુસલ ચેલા જિવા લખિત નાવાનગરે વાસ્તવ્ય ઠકર જીવા વાચનાર્થઃ શુભં ભવતુ અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૧૧ For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Sa m asome-rearma aam ana saraswaminaruw d e ena ............me.nayawatesm आचारिपरित सत्यविजयगुरुराया वरकारविजयेकवि संविहितमुनिषदाया-१५ माघी माचिजयबुध शासनअधीकदिपाया शिष्यजिनविजयजलायकशिष्यनिपाटा तासकरुण हिष्टीममतष्ठिीपसाया मुभिजनमविजयगतजगयतिगाटा १६ इतिश्रीसकलजिनपतिसक| लससपर्णासवतश्प्यएएनावर्षफागुगदम्दानेलघातपमानऊसततवशिध्यपंगाविसलमान | तरसीध्यपन्पऊसलचेलाजिवालषितनाबानगरेवास्तववकरजीवावाचनार्धचनेनवः।। શ્રી ઉત્તમવિજયજીકૃત ચોવીશી અંતિમ પત્ર A mermameermierarmernam mammernamane . e muansareeminine 3१२ * योवीशी : स्व३५ सने साहित्य For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તમવિજયજી કૃત સ્તવનચોવીશી પ્રતિ પરિચય શ્રી લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યામંદિરની ૧૮૪૪૬ ક્રમાંકની હસ્તપ્રત કાળી શાહીથી લખાયેલી છે. ૧૧ પત્રો ધરાવતી આ પ્રત ૨૬૪૧૧ સે.મી.ની સાઈઝ ધરાવે છે. કેટલાંક પાનાંઓમાં સળંગ લખાયું છે, તો કેટલાંક પાનાઓમાં વચ્ચે જગા રાખી ડિઝાઇન કરવામાં આવી છે. પ્રતનું અન્ય કોઈએ લખ્યા બાદ નિરીક્ષણ કર્યું હોય તેવો સંભવ છે. કેટલીક જગ્યા પર હ્રસ્વ-ઈ દીર્ઘઈ આદિની નિશાની કર્યા બાદ ભૂંસવામાં આવી છે. પ્રત સ્વચ્છ છે અને પડિમાત્રનો ઉપયોગ કરવામાં આવ્યા નથી. ચોવીશીના અંતમાં અપાયેલી પુષ્યિકાના આધારે જાણી શકાય છે કે આ રચના સં. ૧૮૦૭માં લખાઈ છે. એટલે આ કૃતિની રચના સમય ચોક્કસપણે સં. ૧૮૦૭ અથવા તે પૂર્વેનો ગણી શકાય. ઉત્તમવિજયજીની દીક્ષા સં. ૧૭૯૬માં થઈ છે, અને તેમના શિષ્ય રત્નવિજયજીની વિનંતીથી આ કૃતિની રચના ઉત્તમવિજયજીએ કરી છે. ૧૭૯૬ની દીક્ષા પછી એમના શિષ્ય થાય, અને એ શિષ્યની વિનંતીથી રચના કરાય તે માટે છ-સાત વર્ષનો ગાળો ગણીએ તો સંભવિત રચનાવર્ષ સં. ૧૮૦૨થી સં. ૧૮૦૭માં મૂકી શકાય. આ પ્રત લખનાર જીવા ઠકર પોતાને પંડિત પુણ્યકુશલના શિષ્ય (ચેલા) તરીકે ઓળખાવે છે, તેમજ પોતાના વાચન માટે આ પ્રત લખી છે એમ જણાવે છે તે સમાજશાસ્ત્રીય દષ્ટિએ નોંધપાત્ર છે. ઠકર” અટકે મુખ્યત્વે લોહાણામાં વિશેષ પ્રચલિત છે. સંભવ છે કે તે સમયમાં ઠકર જૈનધર્મ પાળનારા પણ હોય. તેમણે કદાચ પંડિત પુણ્યકુશળના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો હોય, પરંતુ તે ગૃહસ્થ ઉત્તમવિજયજી જેવા કવિની આધ્યાત્મિક વિષયો વાળી ચોવીશીની હસ્તપ્રતની નકલ કરી તે તેની અધ્યાત્મપ્રિયતા સૂચવે છે. કવિ પરિચય ઉત્તમવિજયજીનો જન્મ અમદાવાદમાં આવેલી શામળાની પોળમાં થયો હતો. તેમનો સં. ૧૭૬૦માં જન્મ થયો હતો. પિતા લાલચંદ અને માતા માણેકના આ પુત્રનું સંસારી અવસ્થાનું નામ પૂંજાશા હતું. તેમણે ગૃહસ્થાવસ્થામાં પ્રસિદ્ધ અધ્યાત્મયોગી દેવચંદ્રજી પાસે ધાર્મિક અભ્યાસ કર્યો હતો. સં. ૧૭૯૬માં વિજય દેવસૂરિની પરંપરાના તપાગચ્છીય સાધુ શ્રી જિનવિજયજી પાસે દીક્ષા ધારણ કરી. થોડા સમય બાદ પુનઃ અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૧૩ For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવચંદ્રજી પાસે આગમસૂત્રોનો અભ્યાસ કર્યો, ગુરુએ તેમને ‘અનુયોગાચાર્ય’નું પદ આપ્યું. તેમના શિષ્યોમાં પદ્મવિજયજી અને રત્નવિજ્યજી પ્રસિદ્ધ છે. પદ્મવિજયજીનાં કાવ્યોની જૈનસંઘમાં વ્યાપક ખ્યાતિ છે. આ ચોવીશી૨ચના ઉત્તમવિજયજી પણ શિષ્ય રત્નવિજયજીના કહેવાથી લખાઈ છે, એવો કળશમાં ઉલ્લેખ છે. તેમની વિવિધ સંઘયાત્રા, પ્રતિષ્ઠા આદિ પ્રવૃત્તિઓની નોંધ પણ પ્રાપ્ત થાય છે. સં. ૧૮૨૭માં ૬૭ વર્ષની વયે કાળધર્મ થયો હતો. તેમની અન્ય કૃતિઓમાં સંયમશ્રેણી ગર્ભિત મહાવીર જિન સ્તવન, જિનવિજય નિર્વાણ રાસ, જિનઆગમ બહુમાન રાસ, અષ્ટપ્રકારી પૂજા આદિ નોંધપાત્ર છે. જ્ઞાનપ્રધાન ચોવીશી પરંપરાની એક મહત્ત્વની કડી સમાન આ ચોવીશીની સંપાદિત વાચના સહ અધ્યયન અહીં પ્રથમવાર જ ઉપલબ્ધ થાય છે. કવિના પાંચ સ્તવનો આ પૂર્વે જૈન ગૂર્જર સાહિત્યરત્નો અને તેમની કાવ્ય પ્રસાદી ભા. ૨ (પ્રકા. શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈનસાહિત્યોદ્વાર ફંડ)માં પ્રકાશિત થયા છે. પરંતુ સમગ્ર ચોવીશી પ્રથમ વાર જ અહીં પ્રસ્તુત છે. કવિના વિદ્યાગુરુ દેવચંદ્રજીની જ્ઞાનપ્રધાન ચોવીશી પ્રસિદ્ધ છે, તો ગુરુ જિનવિજ્યજીએ પણ બે ચોવીશીઓ સર્જી છે તેમાં પણ જ્ઞાનપ્રધાન ઝોક વિશેષ છે. શિષ્ય પદ્મવિજ્યજી અને રત્નવિજ્યજીની પણ જ્ઞાનપ્રધાન ચોવીશીરચનાઓ પ્રસિદ્ધ છે. આમ, કવિની પૂર્વવર્તી અને અનુગામી બંને પેઢીઓની જ્ઞાનપ્રધાન ચોવીશીરચનાઓ પ્રસિદ્ધ હતી, ત્યારે આ ચોવીશીરચના સંપાદિત થતાં પ્રથમ વાર ત્રણે પેઢીની રચનાઓ એક સાથે ઉપલબ્ધ થાય છે. કૃતિ પરિચય કવિએ પ્રથમ સ્તવનમાં જ પરમાત્માના જ્ઞાનસમુદ્રનો અને તેમાં રહેલા પદ્રવ્ય રૂપ અનુપમરત્નનો મહિમા કર્યો છે. કવિએ ચંદ્રપ્રભસ્વામી સ્તવનમાં કયા ૩૧ દોષોના ક્ષયથી સિદ્ધ ૫૨માત્માને ૩૧ ગુણો પ્રગટ થયા છે, તેનું વર્ણન કરી પરમાત્માની સ્તુતિ કરી છે. કવિએ અજિતનાથ ભગવાનના સ્તવનમાં પ્રભુએ સાત પ્રકારના મોહનીયોનું ઉચ્છેદન કર્યું છે તેનું સુંદર વર્ણન કર્યું છે. એ જ રીતે અભિનંદન સ્વામી સ્તવનમાં મોહના ૩૦ સ્થાનકોનું આલેખન કરી આ સર્વને છોડી શુદ્ધ દશાની પ્રાપ્તિ ઇચ્છી છે. સુમતિનાથ સ્તવનમાં વીતરાગ દેવ અને અન્ય દેવો વચ્ચેનો તફાવત સુંદર ઉપમા દ્વારા દર્શાવ્યો છે; તે મણીની (જયોતિ આગલ યથા કાચ સકલની શોભા વહે છે. (૫, ૨) સાતમા સુપાર્શ્વનાથ સ્તવનમાં કવિએ ઈહલોક-પરલોક આદિ સાત ભયોનું નિવા૨ણ ક૨ના૨ અથવા અન્ય રીતે હરિ કરિ (સિંહ, હાથી) આદિ આઠ ભયોનું નિવારણ કરનાર સુપાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરી છે. તે જ રીતે અઢારમા અરનાથ સ્તવનમાં બાહ્ય પૂજાની રીતો દર્શાવી અંતે રૂપાતીતપણાના ધ્યાનને ભાવપૂજાની રીત તરીકે દર્શાવેલ છે. મલ્લિનાથ સ્તવનમાં પરમાત્માની રાગ-દ્વેષરહિત એવી ભાવ-અવસ્થાનું વર્ણન છે. કવિએ શાંતિનાથ ભગવાનના સ્તવનમાં પરમાત્મદેશનાથી ભવિક જીવોને થતા લાભનું જૈન સિદ્ધાંત અનુસાર સુંદર વર્ણન કર્યું છે. ૫૨માત્માની દેશના સાંભળી અનેક જીવોની અનાદિકાળની રાગદ્વેષની ગ્રંથિઓ ૩૧૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ દૂર થઈ નિર્મળ સમ્યકત્વ પ્રાપ્ત કર્યું. કેટલાક લોકોએ વિષયવાસનાથી વિમુખ થઈ ચારિત્ર ગ્રહણ કર્યું, તેમજ કેટલાક લોકો ક્ષપક શ્રેણીમાં નિર્મળ ધ્યાનની શ્રેણીમાં આગળ વધતા સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષ પામ્યા. આ પરમાત્માની વાણી જીવાદિક નવતત્ત્વને સમજાવનારી અને નય, ગમ, ભંગથી સંયુક્ત છે, તેમજ સાંભળનારની છ મહિનાની ભૂખ પણ દૂર થઈ જાય એવી મધુર અને તૃપ્તિદાયક છે, એમ કહી કવિ વાણીનો મહિમા કરે છે. કવિનું સંભવનાથ સ્તવન યશોવિજયજીના “મુનિપતિમાં હે પરવડો’ પહેલી ચોવીશીનું ત્રેવીસમું સ્તવન) સ્તવનની યાદ અપાવે એવી ઉપમાવલી પ્રયોજે છે. કવિની ઉપમાવલીઓમાં જૈનધર્મ સંબંધિત ઉપમાઓ વિશેષ પ્રાધાન્ય ભોગવે છે. કવિ જ્ઞાનમાં કેવળજ્ઞાન એ ઉપમાથી જ પ્રારંભ કરે છે. નદીઓમાં યશોવિજયજી લોકપ્રસિદ્ધ ગંગા નદીનો ઉલ્લેખ કરે છે, ત્યારે ઉત્તમવિજયજી જૈન શાસ્ત્રોમાં પ્રસિદ્ધ મહાવિદેહ ક્ષેત્રમાં વહેતી સીતા નદીનો ઉલ્લેખ કરે છે. કવિએ દાનમાં અભયદાન, સંઘયણમાં વજઋષભનારાય સંઘયણ, સ્થાનમાં સમચોરસ સંસ્થાન, વૃક્ષમાં જંબુવૃક્ષ (જબુદ્વીપની મધ્યભાગમાં શોભતું વૃક્ષ), સભામાં સુધમાં, દેવલોકમાં બ્રહ્મ દેવલોક, નાગમાં ધરણેન્દ્ર, લેવામાં શુક્લ લેક્ષા જેવી જૈન તત્ત્વજ્ઞાન અને લોકવ્યવસ્થા સંબંધી અનેક વિગતો ગૂંથી છે. આ વિગતોને કારણે આ સ્તવન દેખીતી રીતે યશોવિજયજીના સ્તવનની અનુકૃતિરૂપ હોવા છતાં સ્વતંત્ર કાવ્યકૃતિ બને છે. સાથે જ, તેનો આસ્વાદ પામવા માટે જૈન પરંપરાનો વિશેષ પરિચય પણ અપેક્ષિત બને છે. યશોવિજયજીએ પણ જૈન પરંપરાના મંત્રમાં નવકાર ‘સમુદ્રમાં સ્વયંભૂરણ સમુદ્ર આદિ ગૂંચ્યા હતા, પરંતુ તેમાંની વિગતો આવી શુદ્ધ જૈન દાર્શનિક પરંપરા જોડે સંબંધિત સંઘયણ' “સંસ્થાન' આદિ જેવી વિશેષ નહોતી. કવિએ શ્રી સુવિધિનાથ સ્તવનમાં શ્રી કાંતિવિજયજીના “પ્રભુજી મુજ અવગુણ મત દેખો'ની યાદ અપાવે એ રીતનું સ્તવન રચ્યું છે. જેમાં આત્મા અને પરમાત્માના ગુણોની સુંદર રીતે તુલના કરી છે. આ સ્તવન ભાવવાહી અને મનોહર શબ્દો દ્વારા આકર્ષક બન્યું છે. હું તો લોભ માંહે મુશ્કણો, તું તો સંતોષી ગુણ રાણો હું તો જાતિમદાદિ કૈ રાચ્યો, તું તો માદવગુણમાં રાખ્યો. " (૯, ૨). કવિના પ્રથમ ૧૧ સ્તવન કરતા બારમા સ્તવનથી ચોવીશી થોડો વળાંક ધારણ કરતી હોય એવું અનુભવાય છે. કવિનાં સ્તવનોમાં આધ્યાત્મિક વિચારણાની સાથે સાથે જીવનચરિત્રની વિગતો સમાવેશ પામે છે. કવિનું બાવીસમું સ્તવન જીવનચરિત્રના ઉલ્લેખની દષ્ટિએ નોંધપાત્ર છે. સામાન્ય રીતે નેમિનાથ સ્તવનમાં આવતા રાજુલના વિલાપને બદલે કાવ્યના પ્રારંભે જ પરમાત્માને યદુવંશના ઉદ્ધારક તરીકે ઓળખાવ્યા છે. સ્તવનમાં રાજુલની સાથે નવભવની પ્રીતિને કારણે શિવમંદિરમાં સાથે મળવાનો સંકેત કરવા જાન લઈને ગયા હતા, તેવો કાવ્યાત્મક ઉલ્લેખ છે. પરંતુ સમગ્ર સ્તવનમાં દેવકીના છ પુત્રો, આઠ દશાહ, સાંબ, પ્રદ્યુમ્ન વાસુદેવની બે સિવાયની બોતેર હજાર રાણીઓ અને કૃષ્ણની આઠ મુખ્ય પટરાણીઓને પ્રતિબોધિત કરી ભવસાગરથી પાર ઉતાર્યા તેની વાત ગૂંથાઈ છે. આગમગ્રંથોમાં આવતા દ્વારકા-દહન અને તે પ્રસંગે વિવિધ યદુવંશીઓએ લીધેલી દીક્ષાના વર્ણનને કવિએ સ્તવનમાં ગૂંથી કાવ્યમાં નવા વિષયનો સમાવેશ કર્યો છે. અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૧૫ For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ એ જ રીતે મહાવીરસ્વામી સ્તવનમાં તેમના ગણધર, સાધુ, સાધ્વી, કેવલ જ્ઞાની, મનઃ પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, શ્રાવક, શ્રાવિકા આદિ પરિવારનો ઉલ્લેખ કર્યો છે. પાર્શ્વનાથ સ્તવનમાં કમઠ અને ધરણેન્દ્ર પ્રત્યેના સમભાવનું ચિત્ર મનોહર છે. રચનાત્તે આપેલા કળશમાં સર્વ તીર્થકરોનું સામાન્યરૂપનું ચરિત્ર સુંદર રીતે વર્ણવવામાં આવ્યું છે. આમાં કવિએ પોતાની ગુરુપરંપરા દર્શાવી છે. તેમજ આ સ્તવન શ્રી રત્નવિજયજીના કહેવાથી રચાયા છે, તેવો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. કવિએ (અથવા લિપિકારે) છ સ્તવનોમાં જ પ્રયોજાયેલી દેશીનો ઉલ્લેખ કર્યો છે. સામાન્ય રીતે મધ્યકાળની સર્વ ગેય રચનાઓમાં દેશીનો ઉલ્લેખ રહેતો હોય છે. ટૂંકમાં, આ સ્તવનચોવીશી કાવ્યદૃષ્ટિએ કેટલાક રમ્ય ઉન્મેષો દર્શાવે છે. અને કેટલાંક સ્તવનો જ્ઞાનપ્રધાન ચોવીશીની પરંપરાનું સુંદર પ્રતિનિધિત્વ કરતી તાત્ત્વિક ચર્ચા-વિચારણાને સમાવે છે. આ રચના ઐતિહાસિક દષ્ટિએ વિશેષ નોંધપાત્ર છે, જેને કારણે જ્ઞાનપ્રધાન ચોવીશીરચનાની ત્રણ પાટ સુધી વિસ્તરતી એક અખંડ પરંપરાનો પરિચય પ્રાપ્ત થાય છે. ૩૧૬ જે ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ - For Personal & Private Use Only મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૧૭ पाप्रापार्शनाचायनमशिरवानदायोरेलोएर विमलाचलरलिग्रामणोरेलोनिदोमारासररहतारचरall रिकाकाकाकरजाएयार. लोकदर्शकवलासिनतात चस्तराश विमलाचलरलर प्रा मगारलोद्याचलाइणिमाई साहितसामासस्वारेला २ः बनवावारस्वरनररर यासंघलईपाउकारला. ५ ज्यशयामईसनीपारस्वरन्न राश्मिलाणसाबमan पशिरलोनिकरनस्नानारिंश चरनरनववीनतवासातसशरलाशतनासुगनिमकाररावर नरावमलापतिमाधशतपावनारलोनमणजाणोनिरधार 33SED શ્રી ધીરવિજયજી કૃત ચોવીશી – પ્રથમ પત્ર Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધીરવિજયજીકૃત સ્તવનચોવીશી શ્રી પાર્શ્વનાથાય નમઃ ગિરથી નદીયાં ઊતરઈ રે લો એ દેશી વિમલાચલ રળિયામણો રે લો, જિહાં આદીસર અરિહંત રે ચતુરનર કાકરઈ કાકરઈ જાણયો રે લો. કહઈ કેવલી સિદ્ધ અનંતા રે ચતુરનર ૧ વિમલાચલ રલીઆમણો રે લો આંચલી. ઇણિ ગિરિ આદિલ સમોસર્યા રે લો, પૂરવ નવાણું વાર રે. ચતુરનર. રાયણ ફુખ તલઈ પાદુકા રે લો. પૂજ્યઈ પામઈ ભવનો પાર રે ચતુરનર૦ ૨ વિમલા, સાત છઠ અઠમ ઉપરિ રે લો જે કરશું નરનઈ નારિ ૨. ચતુરનર. ભવ ત્રીજઈ તથા સાતમઈ રે લો. તે જાઈ મુગતિમઝાર રે ચતુરનર૦ ૩ વિમલા, પ્રતિમા ધનુશત પાંચની રે લો, નમણ જાણો નિરધાર રે ચતુરનર. ઉકલા કોલ આવી ટકઈ રે લો, તિર્થે અખય અમૃતધાર ૨. ચતુરનર ૪ વિમલા, ચેલણ તલાવડી ચેલઈ કરી રે લો, સિદ્ધસિલાંની જોડ ૨. ચતુરનર. Sણ ગિરિ સિધા કેઈ સાધુજી રે લો, અસંખ્ય અનંતા કોડ રે ચતુરનર. ૫ વિમલા, યાત્રકરઈ છહરી પાલતાં રે લો, તેહની છૂટઈ કર્મની કોડ રે ચતુરનર.. વરમાલા તેહનઈં ઠવઈ રે લો, મુગર્તિવદુઆવી દે હાર ચતુરનર. ૬ વિમલા, દેવરૂપીએ ડુંગરો રેલો, સેવઇ પામઈ વંછિત કોડ ૨. ચતુરનર. શ્રી ગુરૂ કુંઅર વિજય તણો રે લો, ધીર કહઈ કરજોડ છે. ચતુરનર. ૭ વિમલા ઇતિ શ્રી ઋષભસ્તવને સંપૂર્ણ ૧ ૩૧૮ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ના For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ સોસઠ દેસ સોહામણો એ દેશી તારંગઈ અજિત જિનેરૂ, જિતશત્રુ રાયનોનંદ મેરે લાલ વિજયા ઉર સર હંસલો, મુખે મોહઈ પુન્યમ ચંદ મેરે લાલ ૧ તારગઈ અજિતજિનેસ૩૦ પોઢી પ્રતિમા સુંદરૂ, ગજલંછન અભિરામ મેરે લાલ.. કામકુંભ જાણે સુરતરૂ અનિશિં જપીશું નામ મેરે લાલ ૨ તારંગઈ. જિન પ્રાસાદ સોહામણો રે મેરૂસ્યું માંડઈ વાદ મેરે લાલ નાટક સુર સુંદરિ કરઈ ગાયઈ મધુરઈ સાદ મેરે લાલ ૩ તારંગઈ ચજ તજી સંયમ લીઈ દેઈ વરસી દાન મેરે લાલ કર્મ ખપાવી જિનવરુ બાઈ સુક્લધ્યાન મેરે લાલ. ૪ તારંગઈ મુગતિ પોહોતા નંદી કંચન વરણી કાય મેરે લાલ. પડિત કુઅર વિજય તણો, ધીરવિજય ગુણ ગાય મેરે લાલ ૫ તારંગઈ. ઇતિ શ્રી અજિતનાથ સ્તવને સંપૂર્ણ ૨ સુમતિ સદા દિલમાં ધરો એ દેશી શંભવ ત્રીજો ગાઈઈ, પરિઘલ આંણી પ્રેમ સનેહી ઉત્તમ જિનજી પામીનઈ અવર હું ધ્યાઉં કેમ સનેહી ૧ શંભવ ત્રીજો ગાઈશું ૨. આંચલી ઘડી ભલી તોરી સેવા તણી અવર તે આલજમારો સનેહી ચંદનકી ટુકડી ભલી, કાહા કીજઈ કાઠકો ભારો સનેહી. ૨ સં. અંગીકૃત નઈ પાલીઈ, ઉત્તમ એ આચાર સનેહી દુસમન દૂર દફઈ કરો જ્યુ વધઈ લોકમાં કાર સનેહી ૩ સં. જે ઘડી ઘટમાં તું સહી, સા ઘડી આનંદ ઓઘ સનેહી દરિસન દેખી તાહરે, પામું હું વંછિત ભોગ સનેહી ૪ સે. મનમંદિરમાં તું સહી, જાગતિ જ્યોતિ નિણંદ સનેહી શ્રી ગુરૂ કુંઅરવિજય તણો, ધીર ભણઈ આણંદ સનેહી ૫ સં. | ઇતિ શ્રી શંભવ જિન સ્તવને સંપૂર્ણ ૩ હરિયા મન લાગો એ દેશી અભિનંદન મનમાં વસ્યો, ચોથા જિન સુખકાર રે. જિનવર સુખકર. માતા સિદ્ધારથા કુંઅરુ, નયરી અયોધ્યા અવતાર રે. જિનવર સુખકર ૧ અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૧૯ For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ધનુષ સાઢા ત્રણિસઈતણું, ઉચ્ચપણઈ તનુમાન રે જિન. સેવર નૃપ સુત સુંદર, કાયા તે કંચનવાન ૨ ૨ જિન. પૂરવ લાખ પચાસનું પાલી પૂરણ આય રે જિન સમેત શિખરગિરિ ઉપર, મુગતિ પોહોતા જિનરાય રે ૩ જિન નામ નિરૂપમ તાહરું જપતાં જય જયકાર રે જિ. પ્રતિદિન ઊઠી નઈ કરું, વંદન વારોવાર રે ૪ જિન. કામકુભ ચિંતામણી કામિત લદાતારરે જિન, શ્રી ગુરૂ કુંઅરવિજય તણો, ધીરવિજય જયકાર ૨ પ જિન ઇતિ શ્રી અભિનંદન જિન સ્તવન સંપૂર્ણ ૪ નીંદરડી વયરણ હોઈ રહી એ દેશી વાઘેંસર સુણો વીનતી દિલ આણી હો દુનિયાના દિવાન સુમતિ જિણેસર સેવતાં પામ્યો પામ્યો હો મહીમંડલ માન કિં ૧ વાઘેંસર સુણો વીનતી. આંચલી. હે જાલા હે જન છોડિઈ કીજઈ કીજઈ હો દિલભર દિલસાર કિં અમૃતલ જિણિ ચાખીયાં કિમ રાચઈ હો હલ કાચઈ અસાર કિં ૨ વાલ્વે કેસર કંઠ લગાવીનઈ કુણ કરઈ કેસૂડાનો સંગ કિ જગજીવન જિન છોડીને નવિ કિજઈ હો નિષ્ઠુરસ્ય રંગ કિ. ૩ વાલ્વે હું રાગી ગુણે તાહરે તું સો લાગી હો વાલ્હા વીતરાગ કિં નેહલીએ નયણે નિરખજ્યો જ્યુ વાધઈ હો મુઝ અધિકો ચગ કિં ૪ વાલ્વે મંગલાચુત મન માહરઈ વસીઓ વસીઓ હો મેઘરાજાનો નંદ કિં શ્રી ગુરુ કુંઅરવિજય તણો સીસ પભાઈ હો મુનિ ધીર આણંદ કિં ૫ વાલ્વે વાઘેંસર સુણો વનતી. ઇતિ શ્રી સુમતિનાથ સ્તવન સંપૂર્ણ ૫ દેશી મોતીડાની પવપ્રભજિન છઠો સોહઈ જસ દરિસન ત્રિભુવન મોહઈ રે જીવનાં જિનજી રે હમારા, સાહિબા જિનજી રે હમારા મોહનાં જિનજી રે હમારા સાહિબા જિનજી રે હમારા આંચલી કોસંબી નગરીનો સ્વામી, નિત ઉઠી નમો સિરનામી ૨ જી. ૩૨૦ ૯ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય મારા For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ સુિિગર સુરપતિઈં નવરાયો, વલી છપન્ન દિગકુમરી ગાયો ૩ જી ધનુષ અઢીસð ઉંચી કાય, રાતઈં રંગઈં જિનજી સુહાય ૪ જી પૂરત લખ્યું ત્રીસનું આય, પાલી પૂરણ શિવપુર જાય ૫ જી એહવા જિનજીને પાએ, લાગું બઈં કરજોડી નઈં શિવસુખ માંગુ ૬ જી પંડિત કુંઅરવિજ્યનો સીસ, મુની ધીર નામનિશદીસ ૭ જી ઇતિશ્રી પદ્મપ્રભજિન સ્તવન સંપૂર્ણ. ૬ એક દિન સારથ પતિ ભણઈં એ દેશી. સરસ વચન ઘઉં સારારે, અવિહડ આંણી રાગ શ્રી સુપાસ જિન ગાયતાં રે, ફ્લીઆ હમારા ભાગ રે. ૧ ભવિજન ભેટીઈં શ્રી સુપાસ જિલંદો રે ભતિજન ભેટીઈં ચલી. કરગત પાણીની પરઈં રે જાણઈં તું વિશ્વના ભાવ ભવસાયર પડતાં થકાં રે આલંબન જિન નાવ રે ૨ ભ સપ્તણી સિર સોભતાં રે, મંડિત છત્રાંકાર પ્રતિષ્ટ સુસીમા કુંઅરુ વાણારસી અવતાર રે. ૩ ભ ધનુષ બિસઈં ઉન્નતપણઈં રે, કનક વર્ણતનુ ઈશ પાલી પૂરણ આયુખું રે પૂરવ લખ્ય કેરૂં વિંસ ૨ે ૪ ભ સમેત શિખર ગિરી ઉપરઈંરે, મુગતિ પોહોતા જિલંદ પંડિત કુંઅર વિજ્ય તણો રે ધીર ભણઈં આણંદો રે ૫ ભ ઇતિ શ્રી સુપાર્શ્વનાથ સ્તવન સંપૂર્ણ. ૭ દોલિત દાઇ દીઇ એ દેશી ચંદ્ર પ્રભુ જિન આઠમો મોરો મનમંદિરનો માલ હો ભાવ ધરી સખિ પૂઇં પ્રતિદિન જિનજી ત્રિગ઼કાલ હો ૧ ચંદ્રપ્રભુ જિન આઠમો – આંચલી કેસર ચંદન ઘન ઘસો, માંહિ મેલ્હી ગુલાબનું નીર હો પ્રતિવાસ મૃગમદ મૂકીનઇં પૂજો પહિંરી દખ્ખણ ચીર હો ૨ ચંદ્ર૦ રતિ દિવસ સૂતાં જાગતાં, મન મોડું તોસ્યું લીન હો સરોજમુખી સખિ પૂજતાં, માહરા પાપ થયાં છીન છીન હો. ૩ ચંદ્ર૦ અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૨૧ For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ચંપક મોગર માલતી વર લેઈ જાસૂલ ફૂલ હો જાઈ જૂઈ કેતકી ચઢાવો ગુલાબ અમૂલ હો ૪ ચંદ્ર દોઢસો ધનુ તનુ દીપતો ઉજ્જલ તુહ તૂનુ વાન હો પૂરવ દશ લખ્ય આઉખું તુમ્હ તાત મહસેન રાજન હો ૫ ચંદ્ર તાહરઈ સેવક છઈ ઘણા પણિ માહરી કરો સંભાલ હો આંખડી ઉલખઈ આપણો લખ્ય માણસમાં તતકાલ હો ૬ ચંદ્ર ચંદ્રાવતી નગરી ધણી માતા લક્ષ્મણા કેરો નંદ હો કુંઅર વિજય કવિયણ તણો ગાયો ધીર ધરિ આણંદ હો ૭ ચંદ્ર ઇતિ શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવને સંપૂર્ણ. ૮ નાટકીઇ નાટક માંડ્ય રે લો એ દેશી સુવિધિ જિણેસર ચિત વસ્યો જિન નોમો છઇ સુખદાઇલો અહો જી રે નાહી ધોઇ સુચિ થઈ જિન પૂજો ઉમાહી રે લો અહો. ૧ અંતરયામી ઇષ્ટ તું જિનજીવન તું કઈં પ્રાન રે લો અહો, જિ. સુગ્રીવ વંશ ઉદયાચલઇ જિન ઉગો અભિનવો ભાગ રે લો અહો જિ. ૨ કાકંદી નગરી ધણી રાસદેવીનો તું જાત રે લો અહો રા. ધનુષ શત ઉન્નત દેહડી રૂપ્ય રંગઇ જિનજી વિખ્યાત રે લો ૩ પૂરવ છઈ લખ્ય આયખું ભોગવી શ્રી ભગવંત રે અહો ભો. સમેતશિખર ગિરી ઉપરઇ જિન પામ્યા સુખ અનંત રે લો અહો જિ- ૪ સકલ વાચક મુગટમણી શ્રી ઋધિવિજય ઉવઝાય રે લો અહી શ્રી, તસ બુધ કુંઅરવિજય તણો શિષ્ય ધીરવિજય ગુણ ગાય રે અહો શિ. ૫ ઇતિ શ્રી સુવિધિ જિન સ્તવન સંપૂર્ણ. ૯ એહવો હું રે અનાથી એ દેશી શીતલ જિનવર દશમો સુહાવઈ ભક્િલપુરનો વાસી નંદાનંદન નયણે નિરખ્યો માહરાં દુખ ગયાં સાવ નાની કિં ૧ મહાજન શીતલ જિનવર પૂજો આંચલી. શ્રી વત્સ છિન સુંદર મોહઈ, દઢરથ રાયનો નંદ અરવિંદ લોચન અનોપમ ઓપઇ વદન શારદકો ચંદ કિં. ર મહા ૩૨૨ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ કંચનવરણી કાયા ભાસુર અદ્ભુત ઓપă તુમ્હ રૂપ તિન ભુવનનો તું છઇં દીવો તુઝ પ્રણમઇં સુરનર ભૂપ કિં૰ ૩ મહા પૂરવ લખ્ય કેરૂં આયુ ઉન્નત નેઉ ધનુસાર માસ એકનું અગ્રસણ આદર પોહોતા મોખ્ય મઝાર ૪ મહા શીતલ જિનવર સુખકર ગાયો ષોહોતાં વેંછિત કોડ બુધ કુંઅરવિજ્યનો અંતેવાસી ધીર નમઇં કરજોડ ૫ મહા ઇતિ શ્રી શીતલજિન સ્તવન સંપૂર્ણ. ૧૦ ધન સમરથ પ્રીઉ નાન્હડો એ દેશી શ્રેયાંસ જિનજી ઇગ્યારમો મોરા હીયડા કેચે છઇં હાર જીવન જાડ જિન માહો પ્યારો છઇંવલી પ્રાણાધાર ૧ શ્રેયાંસજિનજી ઇગ્યારમો આંચલી. મોરે મન જિનજી તું વસ્યો અવર દેવ ન આવઇં દાય એક દીઠઈં દિલ ઉલસઈં એક દેખત હિં ઉલાય ૨ શ્રેયાંસ નીચનો નેહ છઈં એહવો જેવો સોહઇં રંગ પતંગ ચટક દેખાવð આગઇંથી પછઇ ફીકાનો એહી જ ઢંગ ૩ શ્રેયાંસ જિનજી તુજ સાથě નેહલો મઇં કીધો છઇં ચોલમજીઠ દરિસણ દેજ્યો દિનપ્રતિ મુઝ ઉપર્રિ વલી કરો સુમિટ ૪ શ્રેયાંસ ગિરુમાં સહજð ગુણ કર કોડ દિવાલી કરજ્યો રાજ ઠાલા હોઇ તો ઝલઝલઈં ભરી કાંઈ ન કરઇ આવાજ ૫ શ્રેયાંસ ગિરૂઓ જિનજી તેં અછે મુઝ મન મંદિરનો મંડાણ અરવિજ્ય કવિરાજનો સીસ ધીરનઈં હોર્યો કોડ કલ્યાણ ૬ શ્રેયાંસ જિનજી અગ્યારમો. ઇતિ શ્રી શ્રેયાંસજિન સ્તવન સંપૂર્ણ. ૧૧ દેશી ૨સીઆની વાસુપૂજ્ય ભેટો રે ભવિકા ભાવસ્યું હીયડઇં આણી રે હેજ ગુણાકર શીતલ ગુપ્તે કરી ચંદન સારિખો તરણિ જીત્યો રે તેજ ગુણાકર ૧ અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૨૩ For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ વાસુપૂજ્ય ભેટો રે ભવિકા ભાવસ્યું આંચલી સૌમ્ય ગુણે કરી ચંદ્રમા સરિખો ઉદર સીહસમ જાણ રે ગુણાકર કર ગંભીર ગુણે કરી સાગર જીપતો ગુણમણિ કેરી રે ખાણિ ગુણાકર ર વાસુ અપ્રમત્ત ભારંડ પંખીની પરિ, કુંજર સમ સોંડીર હોય ગુણાકર વસુપૂજ્ય નંદન જગજન વાંદતાં નવનિધિ મંગલીક હોય ગુણાકર ૩ વાસુ ઉન્નત્તપણઇ સિત્તર ધનુ દેહડી વર્ષ લખ્ય બહોત્તર આય ગુણાકર રાતઇ રંગઇ જિનવર રાજતો, જયારાંણી તુહ્મતણી માય ગુણાકર ૪ વાસુચંપાનગરીનો નરપતિ જાણી ઇ ઈષ્યાગ વંશ અવતાર રે ગુણાકર શ્રી ગુરુ કુંઅરવિજય કવિરાજનો ધીરનઈ હો જયજયકાર રે ગુણાકર ૫ વાસુપૂજ્ય ભેટો રે ભવિકા ભાવસ્યુ ઇતિ શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન સંપૂર્ણ. ૧૨. વાલ્હોજી વાઈ છઈ વાંસલી રે એ દેશી વિમલ જિણેસર સેવાઈ રે પ્રિય ઉગમતઈ સૂર નામ જપતાં જેહનું રે માહરા પાપ ગયાં સાવ દૂર ૧. વિમલ જિસેસર સેવાઇ રે આંચલી કપિલાનગરીનો ધણી રે કૃતવહ્ય અછદં તુમ્હ તાત અબ્દય સાઠિ લાખ આયખું રે શ્યામારાણી છૐ તુહ માત- ૨ વિમલ રાતદિવસ સૂતાં જાગતાં રે જપીઈ જિનજીનું નામ અષ્ટ મહાસિદ્ધિ સંપજઈ રે વલી સીઝ વાંછિત કામ ૩. વિમલ, કનકવર્ણ મોહકરુ રે સાઠિ સારંગ દેહ ઉનંગ સમેતશિખર ગિરી ઉપરઇ પરમ પદ પામ્યા અભંગ ૪ વિમલ તેરમો જિનજી જે જાઈ રે તાસ નમઈ સુરનરની કોડ પંડિત કુંઅરવિજય તણો રે મુનિ ધીર નમઇ કરજોડ ૫ વિમલ જિણેસર સેવાઇ રે ઇતિ શ્રી વિમલનાથ સ્તવને સંપૂર્ણ. ૧૩ બેડલઈ ભાર ઘણો છઇં રાજ એ દેશી પાસ જિસેસર પાએ નમીનઈ પ્રણમી નિજ ગુરૂ પાય અનંત જિનવર ચૌદમો ગાતાં મુજ મન ઉલટ થાય ૧ ૩૨૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય. For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ મુ ઊપરિ મહિર ધરેજ્યો રાજિ દુરગતિ માહરી દુર હરેજ્યો આંચલી ભવસાયર ભમતાં મટૅ પાયો, તું સાહિબ જિનરાજ અંગણ મોરૐ સુરતરુ સ્લીઓ, જબ મિલીએ ત્રિભુવન રાજ ૨૫ ઊપ૦ મોરઇ ચિત્ત જિનવર વસીઓ, હું લોભીકઈ મન દામ માતપિતા બંધવ તું મેરો વલી હઈ આતમારામ ૩મુ ઊપ૦ મનમંદિરમાં તુહી જ વ્યાપ્યો, જર્યું તિલ વ્યાપ્યો તેલ ત્રિકરણ સુધિ તુઝનઈ નમસ્યૐ તત ઘરિ રંગની રેલિ ૪મુ ઊપ૦ ત્રિસ લાખ વરસનું આયુ ઉન્નત ધણુ પંચાત કનકવરણ વિરાજૐ ભાસુર, પુરઇં મુઝ મન આસ ૫મુ ઊપ૦ નયરી રાજગ્રહી ત્રિજગ વદિતો સિંહસેન રાજાના તાત તુહ્મારૂં સુયશામાતા, સુર્ણિ તું તિહુઅણના ભાણ ૬ મુ ઊપ૦ સકલ વાચક શિર સેહરો જાણો શ્રી ઋધિવિજય ઉવઝય કોવિદ કુઅરવિજયનો વિનયી ધીરવિજય ગુણ ગાય ૭મુ ઊપ૦ ઇતિ શ્રી અનંતનાથ સ્તવને સંપૂર્ણ. ૧૪ ભાંગડલીના ભોગી હાંરા લાલ એ દેશી ધર્મ જિસેસર સેવો મહારાં લાલ, ધર્મ તો ધર્મનો દાઈ છે જો લખ ચોરાસી ભમી મહારા લાલ ગત આરે અવગાઈ છઇ જો ૧ ધર્મ જિસેસર સેવો હાંરા લાલ આંચલી. તાહીં પાર ન પામ્યો હાંરા લાલ, હવઈ જિન મિલીઓ સખાઈ છઇ જો તિણ મઇ નિઇ કીધો મહારાલાલ, દુરગતિ દુર રમાઈ છઇજો ૨ ધર્મ દશ લાખ વરસનું આયુ હાંરા લાલ, પઈતાલીસ ધનુષ કાય છઈ જો ભાનુ ભુધવનંદન હાંરા લાલ રાવતા તુહ તણી માય છઇંજો ૩ ધર્મ, રનપુરીના વાસી હરાલાલ, નિરમલ નયણનિરખ્યો છઇજો ભાવઠ ભાંજણ ભેદ્યો હાંરા લાલ, જિલ્ડરો મેરો હરખ્યો છઇંજો ૪ ધર્મ પૂનરમો જિન ગાયો હાંરા લાલ, ગાતાં બહુ સુખ પાયો છઈ જો. કોવિદ કુંઅરવિજયનો હાંરા લાલ, ધીરનઈ મનઈ ભાયો છઈ જો. ૫ ધર્મ, ઇતિ શ્રી ધર્મનાથ સ્તવને સંપૂર્ણ. ૧૫ મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૯ ૩૨૫ For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ દેશી કૂબખડાની ' શાંતિ જિર્ણસર સોલમો મનવંછિત ફલ દાતાર સલૂણે સાજનાં આકંઠ અમૃત જમીનઈ કુણ કરઈ કાંજી આહાર સલૂણે સાજનાં ૧ એ આંચલી તુજ સેવા એકઈ ઘડી અવર તે આલ અમારો સલૂણે સાજનાં ખીરધી પાણી પીઇનઈ કુણ વાંછઠ નીર જ ખારો સલૂણે સાજના ૨, તિમ તુઝનઈ છોડી કરી જે અવરસ્યું જોડી એંઈ હાથ સલૂણે સાજના આલઈ મારો તેહનો તિણઈ દીધી બાઉલ બાથ સલૂણે સાજના ૩ લાખ વરસનું આયુર્ખ આલીસ ધન તુમ્હ કામ સલૂણે સાજના વિશ્વસેન નરપતિ નંદનો અચિરા તુહતણી માય સલૂણે સાજના ૪ સોલમો જિનવર જગ જ્યો ગજપુર નગરનો રાય સલૂણે સાજના કુંઅરવિજય કવિયણ તણો મુનિ ધીર નમઇ શાંતિ પાય સલૂણે સાજના ૫ . ' ઇતિ શ્રી શાંતિનાથ સ્તવન સંપૂર્ણ. ૧૬ દેશી લેખનીરી સહસ ચોસઠ કાંઈ કામિનીજી સુણો કતજી, કહો કરો હઠવાદ કુંથુ ગુણવંતજી ૧. કુત વિના રહિવું કિશું સુણો કતજી, કત બિન કેહો સવાદ કુંથુ ગુણવંતજી અલ્મો ગુણવંતી ગોરડી સુણો કતજી, અલ્મો અબલા છું બાલ કુથુ ગુણવંતજી ૨. કત વિના કામિની તણી સુણો કતજી કુણ કરઈ સારસંભાલ કુથુ ગુણવંતજી બુઢપણઇ વ્રત તુલ્લે લિઅયો સુણો કતજી, હવડાં વતની સી વાત કુંથુ ગુણવંતજી ૩. પહિલાં કથન તો માનતા સુણો કતજી હવડાં એ સી થઈ ઘાત કુંથુ ગુણવંતજી નેહભર નયણડે નિરખતાં સુણો કતજી કિયાં ગયો તેહિજ નેહ કુંથુ ગુણવંતજી ૪. ચંદ વિના કેહી ચાંદ્રાણી સુણો કતજી છાયા વિના કેહો ઝાડ કુંથુ ગુણવંતજી કત વિના કામિની તણી સુણો કતજી કુણ પોહચાર્ડિ લાડ કુંથુ ગુણવંતજી પ. નયણે બાંધ્યો નેહલો સુણો કતજી વયણે કીધો વિલાસ કુણુ ગુણવંતજી ત્યાં લગી નેહ ન વીસરશું સુણો કતજી જ્યાં લગઇ ઘટમઇ સાસ કુંથુ ગુણવંતજી ૬. છટકી છેહ ન દાખીઇ સુણો કતજી તું કઈ કામિની કેરો પ્રતિપાલ કુંથુ ગુણવંતજી થોડાં થોડાં છોડીઇ સુણો કતજી જિમ જવા છડિ પાલ કુંથુ ગુણવંતજી ૭ એહવે કામિની કેરે બોલડે સુણો કતજી કુંથુ ન ચલ્યો લવલેસ કુંથુ ગુણવંતજી સંવત્સરી દાન દેઇનઈ સુણો કતજી સંયમ લીનો ટાલી નિલેસ કુંથુ ગુણવંતજી ૮. ૩૨૬ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ના For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ કર્મ ખપાવી જિનવરૂ સુણો કતજી મુગતિ પોહોતા કુંથ જિણંદ કુણુ ગુણવંતજી પંડિત કુંઅરવિયતણો સુણો કતજી, ધીર મનિ હુઓ આણંદ કુંથુ ગુણવંતજી ૯. ઇતિ શ્રી કુંથુનાથ સ્તવન સંપૂર્ણ. ૧૭ મયગલ માતો રે વનમાંહિ વસઈ એ દેશી અરજિનજીનું રે દરીસણ દુખ હરઇ, કીજઇ રાત્યનઈ દિલસોજી. નવનિધિ બહુલી રે તરસ ઘર આંગણઈ, જે જ૫ઇ તુઝ જગદીસોજી ૧ અરજિનનું રે દરિસણ દુખહરૐ આંચલી. બંધવાબેલી રે બહુ બેટ ઘરે વલીયા ચુમઇ લાજોજી. બાલગોપાલ રે સહુ એ તેહનો, મન મ્યું ધરઈ ઘણું આજો જી. ૨ અર૦ પવાપુત્ર પરઈ પરઇ પેખતાં, આંખડી અમૃત ભરાયોજી ગજપુરવાસી રે તાત તુહયતણો, સુદર્શન છૐ મહારાયોજી ૩ અર૦ સાતમો ચકી રે જિનજી જ્યો, ઉચ્ચ પણઈ ધનુ ત્રીસોજી સંયમ લેઈર કર્મ ખપ્યા ઘણાં પામ્યા મોક્ય જગીસોજી ૪ અર૦ સહસ ચોરાસી રે કેરું આયુર્ખ, પુરણ પાલી નાથોજી , શ્રીગુરૂ કુંઅરવિજય કવિરાજનો, મુનિ ધીર નમઇ જોડિ હાથોજી ૫ અરજિનનું દરિસણ દુખ હરશું. ઇતિ શ્રી અરનાથ સ્તવને સંપૂર્ણ. ૧૮ સુધન દિન લેખઈ જાણું રે આજ એ દેશી મલ્લી જિણેસર માહરાજી, જીવન પ્રાણાધાર તુજ સાથઈ મુઝ પ્રીતડીજી, તેહ જાણઈ કિરતાર ૧ જિણેસર તું મુઝ દેવદયાલ આંચલી. ચક્કી ચાહું ભાન નઈંજી, સતી સમરઈ ભરતાર. ચંદ ચકોર યું પ્રીતડી, કેકાનાં જલધાર ૨ જિ. સાહિબ સુપરઈ નિરવાહીઇજી, વલી વલી કહું જિનરાજ. અનુગ્રહ સેવકનો કરોઇ, બાંહ ગ્રહેકી લાજ ૩ જિ. તિમ સમરું તુઝનઈ સદાજી પ્રભાવતી કેશપુત્ર. મિથિલાપતિ કુંભનરેસરુજી, રાખું ઘરનું રે સૂત્ર ૪ જિ. અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૨૭ For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ સહસ પંચાવન આયુખુંજી, ઉન્નત ધણુ પંણવીસ પંડિત કુંઅરવિજ્યતણોજી, પ્રણમઇં ધીર મુનિ સીસ. ૫ જિજ્ઞેસર ઇતિ શ્રી મલ્લિનાથ સ્તવન સંપૂર્ણ. ૧૯ દેશી વિરુપ નાટકીઆની મુનિસુવ્રત જિનવીસમો રે, મનમંદિરનો થંભ જિનવ૨ ગજ્યો. મુખછબ દેખી તાહરી રે મઇં કીધો પ્રેમારંભ ૧ જિનવ૨ ગજ્યો આંચલી. ચાહ કરી કરું ચાકરી રે, તેનું મુજ રે મોરી આણ. જિનવ૨ જગયો પ્રીત જોરિ મઇં તોહચ્યું રે, કરી શાખી પરમેસર ભાણ ૨ જિનવર ગયો. ગોકુલ દાન ભુમિ તણું રે, કો ઈંઈં સંચણ કોડ જિનવ૨ ગયો. પણિ તુઝ દરસણ દેખતાં રે લવલેશ નાવઇં તોડ જિણવર ગયો ૩ પ્રીત તુમ્હારી નવી સરઇ રે, જોં ઘટ ભીતર પ્રાંણ જિનવર ગયો. મત ઉતારેયો મયારે, તું છઇં ચતુર સુજાણ જિન્નવર ગયો ૪ દરીસણ દેખતાં તાહરું રે, ભાંજઇ ભવની ભીડ જિણવર ગો ઉલટ અંગિ ઉપજઇ રે, વાધઇ હીયડાનું હીર જિણવર ગયો ૫ રાજગૃહી નગરી ધણી રે, સુમિત્ર તા (ત) છઇં સાર જિજ્ઞવર ગજ્યો. પ્રાણદેવલોકથી ચવી ? પદ્મા ઉદરે અવતાર જિષ્ણવર ગયો. ૬ સહસ ત્રીસનું આયુખું રે, ધનુષ વીસ ઉચી કાય, જિણવ૨ જગયો. પંડિત કુંઅરતિજ્યતણો રે, ધીરવિજય ગુણ ગાય. જિષ્ણવર જ્ગયો. ૭ ઇતિ શ્રી મુનિસુવ્રત જિન સ્તવન સંપૂર્ણ ૨૦ દેશી ધણા ઢોલાની નમિજિન છઇં એકવીસમો રે, ભાંજ ભવની ભી૨ જિનજી મેરા પ્રાણ પિહર તું માહરŪ રે, સમુદ્ર સમ ગંભી૨ જિનજી મેચ ૧ ભેટો ભેટો હો ભગવંત જિર્ણ કરમનો આણ્યો અંત જિનજી મેચ અંતરયામી આતમા રે જિનજીવન તું તન્ન જિનજી મેચ, પ્રીત તો તાહરી સરાહસ્યું રે તું વસિક મોરઇ મન્ન જિનજી મેરા ૨ કરુણાનિધિ કરુણાકરૂ રે વડવખતી વડભાગ, જિનજી મેચ ચંદ્રા રાણી વિજ્ય રાયનો રે, નંદન સ્તું અવિહડ રાગ જિનજી મેચ ૩ ૩૨૮ * ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ ઉલટ આંખડી ઉપનો રે, દરિસણ દેખ્યો દીદાર જિનજી મેરા ભેટતાં જિન સુખ થયો રે, મન જાણંઈ કિં કિરતાર જિણજી મેરા ૪. સાનિધ્ય કરજ્ય સાહિંબારે, તું છઈ અકલ અબીહ. જિનાજી મેરા. મન થકી મત વીસાયો રે, સી સીખામણ દાંતા જીહ જિનજી મેરા ૫ પનર ધનુષ ઉંચી દેહડી રે, સહસ દસ જીવિત જાસ જિનજી મોરા. મિથિલાપતિ સુત માનજ્યો, દેજ્યો ચરણે વાસ. જિનજી મોરા ૬ કુઅર વિજય ગુરુ માહરો રે, પંડિતમાંહિ પ્રવીણ જિનાજી મેરા. તસ પદ પંકજ મધુકરી રે, ધીર જિન સેવા લીણ. જિનજી મોરા ૭ ઇતિ શ્રી નમિજિન સ્તવને સંપૂર્ણ. ૨૧ ઘરે આવોજી આંબો મોરિઉ એ દેશી હાંજી યાદવયાં નલે આવીઉં, સાથિ યાદવનો પરિવાર ઘરે આવોજી આંબો મોરીઓ આંચલી હાંજી ગોખ ચડી જૂઈ રાજૂલા, નિજ સહિઅર નઈ પરિવાર ૧ ઘરે, જોઈ જોઈ રે સહિઅર માહરા વરના મુખ ટકાનું નૂર ઘરે અધર વિદ્યુમની વેલડી, નિલાડિલેજનું પૂર ૨ ઘરે આવો. હાંજી ભલું રે કર્યું તેમ નાહલા, તિતોપાલી પૂરવની પ્રીત ઘરિ નોમા ભવનો નેહ જગાવીલ, ઉત્તમની એહ જ રીત ઘરિ૩ મેં તો પરમેસર પૂજ્યો પ્રભુ, માહરઈ જાગ્યો પુન્ય પ્રકાર ઘરિ હાંજી. આસ કરતાં જેહની, મુઝ મલિઉ તે ભરતાર ઘરિ. ૪ ઘરે આવો નેમજી નાહલો ઘરે આવો યાદવના નાથ. ઘડિ. હાંજી લગ્નવેલા જાઈ વહી, આપઈ કીજઈ મેલાવો હાથ. ઘરિ. ૫ અણમિલતાનો દુખનહિં મિલતાર્યું મિલિઈ વારો વાર. ઘરિ. ભાણા ખડ ખડ દોહિલી, કઈ વિરહણી રાજુલનારિ ઘરિ. ૬ એહવઈ તિહાં શ્રવણે સૂયો, સામલીઇ પસુઅ પોકાર રથવાલી નેમ નીકલ્યો – વેગઈ પોહતા ગઢ ગિરનારિ ઘરિ. ૭ રાજલનિ દુખ જે થયું. કે હો તે કહીઈ અવદાત ઘરિ. હાંજી વિરહવેદન દોહલી, તે તો જાણઈ વિરહણી વાત ઘરિ. ૮ - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૨૯ For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ડુંગરીઈ રહવું ન કીજીઈ જિહાં કાઠો જંગલવાસ ઘરિ ડુંગરિયા દૂરથી ભલા પાસઈ ૫હતાં ન લાગઇ ખાસ ઘરિ. ૯ હાંજી ઈમ કહેતાં રાણી રાજુલા પુહતી પ્રાઉનઈ પાસ સંયમ દેઈ સાંમલઈ મુંકી મુગતિ તણઈ આવાસ ઘરિ. ૧૦ સાથતાં સુખ દીઓ સામલા મોરા મનતરૂનો કર ઘરિ. હાંજી કુંઅર વિજય કવિરાજનો ધરીનેહ કહઈ મુનિધીર ઘરિ૦ ૧૧ ઇતિ શ્રી નેમનાથ સ્તવન સંપૂર્ણ. ૨૨ માહરી સહી રે સમાણી એ દેશી કનક કચોલી નિ કેસર ઘોલી પૂજો પાસ કસારી રે માહરી સહી રે સલૂણી , મૃગમદ મેલી નિ ઘનસાર ભેલી હાથ લ્યો છાબડિ સારી રે ૧ માહરી સહી રે સલૂણી આંચલી જાઈ જૂઈ મચકંદ મોગરો જાદાં જાસૂ ચંપકવેલી રે મા. પાસજી પૂજણ આતુર રામા પૂજઈ એક એકનિ ઠેલી રે મા. ૨ સુંદર તોડર પ્રભુ કંઠ હતી કેઈ ઠવઈ ફૂલમાલી રે મા. નવરંગી અંગિ પ્રભુ સોહઈ જિન મૂરતિ જોવા ચાલી રે મા. ૩ પૂજી પ્રણમી ભાવના ભાવુિં ત્યાં મિલી સઘલી સાહેલી રે મા વામાનંદન પાસજી પૂજતાં સ્વર્ગનાં સુખ લહેલી રે મા. ૪ કણયર કબધું લલકતી લલનાં નાચતી નિજ તનુ વાલી રે મા. એક નારી પ્રભુનાં ઓઆરણાં લેતી એક રાચતી નિજ મુખ ભાલી રે મા. ૫ ઉભી રહી રે પાસજી પૂજી હું પણિ આવું વહેલી રે મા. સહિઅર સઘલી ટોલઈ મલીનિ જિનગુણ ગાવઈ ગેલી રે મા. ૬ પાસ જિણેસર ભુવણ દિસેસર મોષ્ય માર્ગ દીઈ મેલી રે મા. કોવિદ કુંઅરવિજયનો વિનયી પ્રણમત ધીર ત્રિવેલી રે ૭ માહરી, ઇતિ પાર્શ્વજિન સ્તવન સંપૂર્ણ. ૨૩ રાગ ધન્યાસી વીર જિસેસર વંદીઇ સાસનનો શિરદાર જિનજી સિધારથ કુલ સિંહલો ત્રિસલા માત મલ્હાર જિનજી ૧ ૩૩૦ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ મહિઅલિ મહિમા જાગતો તારો પ્રગટ પ્રતાપ જિનજી એક મનાં આરાધતાં યલઈ ભવતણાં પાપ જિનજી ૨. નાણઇ નિ વલિ નાંદીઠ જીવિત સ્વામિ જુહાર જિનજી વરવાડઈ જિન વીરની સેવાથી સુખકાર જિનજી ૩ પૂરવ પુણ્યથી તું લહ્યો તેણઈ પાયો સુયશ માન જિનજી નેક નજરિ નિહાલયો સાસનના સુલતાણ જિણજી ૪ બાલપણઈ સુર જીતીઉ તિર્ષિ તોરું મહાવીર નાંમ જિનજી ક્ષત્રિયકુંડનો રાજીઉ સાત હાથ તનુસ્વામિ જિનજી ૫ બહુત્તરિ વરસનું આઉખું જીવત જિનજી પ્રમાણ જિનજી કનક પરિ કાયા ભલી પાવાપુરિ નિર્વાણ દિનજી ૬ વીર. સકલ વાચક મુગટમણી શ્રી ધવિજય ઉવઝાય જિનજી તસ બુધ કુંઅરવિજયતણો ધીર નિ હો સુખદાય જિનજી ૭ વીર જિર્ણોસર વંદી ઇતિ શ્રી મહાવીર જિન સ્તવને સંપૂર્ણ. ૨૪ ગણિ ધીરવિજયકૃત ચઉવીસ તીર્થંકરનાં સ્તવન સંપૂર્ણ. સંવત ૧૭૨૭ વર્ષે કાર્તિક માસે કૃષ્ણપક્ષે ૧૪ વાર ભોમે લખિત. છે. શ્રુ શ્રાવકા પુન્ય પ્રભાવકા બાવ્રતધારક બાઈ મટી લખાવીત છે. ગ્રંથાગ્રં ૨૭૫ છ છ છઃ - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૩૧ For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ चव/संवार्षकार्तिकमामिछलपतवारनोमेलwिanaul श्रावकान्यतादकांबारवारकंबाईमटीलावीnan angraugr घायं२an શ્રી ધીરવિજયજીકૃત ચોવીશી અંતિમ પત્ર FAMSAST Cameremecource सती नाशिव पत्र १८ 33२* योवीशी : स्व३५ मने साहित्य For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ધીરવિજયજી કૃત સ્તવનચોવીશી પ્રતપરિચય શ્રી લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યામંદિરની ૧૧૪૩૮-૨૫૮ નં.ની હસ્તપ્રત (જે ખેડા ૨ નં.ના ભંડાર અંતર્ગત છે.) ૨૫ × ૧૪ ૧/૨ સે.મી.ની સાઇઝ ધરાવે છે. આ પ્રત કાળી અને લાલ શાહીથી લખાયેલી છે, ૧૮ પત્રો ધરાવતી આ પ્રતના અક્ષરો મોટા છે, પરંતુ કેટલાક અક્ષરો સમાનતાની ભ્રાંતિ કરાવે એવા છે. પડિમાત્રાનો વ્યાપકપણે ઉપયોગ થયો છે, પરંતુ સર્વત્ર પડિયાત્રા નથી, એ પણ ભ્રાંતિમાં વૃદ્ધિ ક૨ના૨ તત્ત્વ છે. કવિપરિચય કવિ કૃતિમાં પોતાને ઋદ્ધિવિજયજી વાચકના શિષ્ય પંડિત કુંવરવિજ્યજીના શિષ્ય તરીકે ઓળખાવે છે. આ સિવાય કવિનો વિશેષ પરિચય ઉપલબ્ધ થતો નથી. સં. ૧૭૨૭માં આ હસ્તપ્રત લખાઈ છે, એટલે કવિનો સમય એ પૂર્વેનો હોવાનું નિશ્ચિત છે. એટલે આ ચોવીશીરચના ૧૭મા શતકમાં અથવા અઢારમા શતકની પ્રથમ પચીસીમાં રચાઈ હોવાનું અનુમાન કરી શકાય છે. આ કવિનો જૈન ગૂર્જર કવિઓ ભાગ-માં ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, તેમ જ સાહિત્યકોશ-ખંડ-૧ (મધ્યકાલીન)માં પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. કૃતિપરિચય ધીરવિજયજીની આ રચના પ્રાસાદિક, સરળ, ગેય પદ્યરચના તરીકે નોંધપાત્ર છે. કવિની આ રચનામાં અનેક તીર્થોનો ઉલ્લેખ પણ ધ્યાન ખેંચે છે. કવિએ પ્રથમ સ્તવનમાં ઋષભદેવ ભગવાનના તીર્થ શત્રુંજયનો મહિમા કર્યો છે. ત્યાંની ૫૦૦ ધનુષની પ્રતિમાયુક્ત ગુફા, મનોહર રાયણવૃક્ષ, ચેલણ તળાવડી આદિ સ્થળોનો કવિએ ભાવપૂર્વક ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત આ તીર્થની આરાધના વિધિ રૂપે સાત છઠ્ઠ-અઠ્ઠમ આદિનો ઉલ્લેખ કર્યો છે. તેમજ આ પર્વતને દેવરૂપી ડુંગરો' કહી તીર્થ પ્રત્યેનો પોતાનો ભક્તિભાવ સુંદર રીતે અભિવ્યક્ત કર્યો છે. અજિતનાથ ભગવાનના સ્તવનમાં તારંગા તીર્થના મંદિરનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે. જિન પ્રાસાદ સોહામણો રે મેરુસ્યું માંડઈ વાર મેરે લાલ નાટક સુરસુંદર કરઇ ગાયઇં મધુરð સાદ મેરે લાલ (૨, ૩) અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૩૩ For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ કવિએ મહાવીરસ્વામી સ્તવનમાં તેમના જીવિતસ્વામી તીર્થ તરીકે નાણા, નાંદીયાનો મહિમાં કર્યો છે, તેમજ વીરવાડા નામના તીર્થનો પણ ઉલ્લેખ કર્યો છે. અજિતનાથ સ્તવનમાં તારંગા તેમજ પાર્શ્વનાથ સ્તવનમાં ખંભાતમાં બિરાજમાન કંસારી પાર્શ્વનાથનો ઉલ્લેખ કર્યો છે. કવિનાં કેટલાંક સરળ દૃષ્ટાંતો, ઉપમાઓ આદિ પણ તેની સરળ અભિવ્યક્તિને કારણે આકર્ષક બન્યાં છે. પરમાત્મા સાથે પળ વીતે તે પણ ધન્ય એ ભાવ અભિવ્યક્ત કરતાં કહે છે : ચંદન કી ટુકડી ભલી, કાહાં કીજઇ કાઠકો ભારો (૩, ૨) તો પરમાત્મા સાથે એક વાર પ્રીતિ થયા બાદ અન્ય દેવમાં મન લાગતું નથી એ અંગે ઉપમા દર્શાવતાં કહે છે : કેસર કંઠ લગાવીનઈ, કુણ કરઈ કેસુડાનો સંગ કિ (૫, ૨) તો પરમાત્મા ગુણવંત હોવાથી સહજરીતે દાન દેનારા છે એ અંગે લોકોક્તિને કાવ્યાત્મક રીતે ગૂંથતાં કહે છે : હાલ હોઇ તો છલછલઈ, ભરી કાંઈન કરઈ અવાજ . (૧૧, ૫) તો પરમાત્માના ગુણો વર્ણવતા પ્રસિદ્ધ ઉપમાઓને આલેખતાં; સૌમ્ય ગુણે કરી ચંદ્રમા સારિખો, ઉદર સીહ સમ જાણ રે ગુણાકર. ગંભીર ગુણે કરી સાગર જીપતો, ગુણમણિ કેરી રે ખાણિ ગુણાકર (૧૨, ૨) નીચના સ્નેહની અસ્થિરતા વર્ણવતાં કહે છે : નીચનો નેહ છ૮ એહવો, સોહઈ રંગ પતંગ. ચટક દેખાવઇ આગઈથી પછી ફીકાનો એહી જ ઢંગ. : (૧૧, ૩) એ જ રીતે પરમાત્મા પ્રતિના દઢપ્રેમને અભિવ્યક્ત કરતાં કહે છે : ચક્કી ચાહે ભાનુ નઈજી, સતી નઈ ભરતાર. ચંદ ચકોરયું પ્રીતડીજી, કેકીનઈ જલધાર (૧૯, ૨) જેમ ચક્રવાકી સૂર્યને ચાહે, સતી પતિને ચાહે, ચકોર ચંદ્રથી પ્રીતિ ધારણ કરે અને મોર જેમ વરસાદ માટે પ્રેમ રાખે એવી જ રીતે મારા હૃદયમાં તારે માટે પ્રેમ રહ્યો છે. તો લોકજીવનની છાંટ લઈ આવતી ઉપમા પણ આકર્ષક છે : આકંઠ અમૃત જમીનઈ, કુણ કરઈ કાંજી આહાર સલુણે સાજનાં. (૧૬, ૧) આમ આ ચોવીશીમાં આવા કેટલાક હૃદ્ય ઉન્મેષો જોવા મળે છે. સત્તરમું શ્રી કુંથુનાથ સ્તવન તેમની ચોસઠ હજાર પત્નીઓના હૃદયદ્રાવક વિલાપને કારણે કરુણરસનું ૩૩૪ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - મા For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ સુંદર કાવ્ય બન્યું છે. શ્રી કુંથુનાથ ભગવાનની પત્નીઓ વિરહની સ્થિતિને વર્ણવતાં કહે છે; ચંદ વિના કહી ચાંદ્રાણી સુણો કંથજી, છાયા વિના કેહો ઝાડ કુંથુ ગુણવંતજી. એ જ રીતે પોતાના અખંડિત પ્રેમને વર્ણવતાં કહે છે: નયણે બાંધ્યો નેહલો સુણો કતજી, વયણે કીધો વિલાસ કુંથુ ગુણવંતજી ત્યાં લગઈ નેહ નવિ સરઈ સુણો કેતજી જ્યાં લગઈ ઘટમઈ સાસ કુંથુ ગુણવંતજી (૧૭, ૬) આવી મનોહર ભાવપૂર્ણ ઉક્તિઓને કારણે સમગ્ર સ્તવન એક સુંદર વિરહવ્યથાનું કાવ્ય બન્યું છે. આ જ રીતે રાજુલની વિરહોક્તિ પણ નેમનાથ સ્તવનની ધ્રુવપંક્તિ દ્વારા જ વેધક રીતે પ્રગટે છે. કવિએ દેશી અને ધ્રુવપંક્તિ એક જ પ્રયોજ્યા છે. ઘરિ આવોજી આંબો મોરીઉં' એ પંક્તિનું પુનઃ પુનઃ થતું આવર્તન પ્રારંભે પ્રિયતમ મળ્યાના આનંદને સચોટ રીતે વર્ણવે છે, ઘરે આવો નેમજી નાહલો, ઘરે આવો યાદવના નાથ ઘરિ આવોજી આંબો મોરિઉં (૨૨, ૫) . તો નેમિનાથ પતિરૂપે મળ્યા એ ઘટનાના અહોભાગ્યને વર્ણવતાં કહે છે : મેં તો પરમેસર પૂજ્યો પ્રભુ, માહરઈ જાગ્યો પુન્ય પ્રકાર ઘરિ૦ હાંજી આસ કરતાં જેહની, મુઝ મલિઉ ભરતાર ઘરિ. (૨૨, ૪) કવિએ કેટલેક સ્થળે લોકપ્રસિદ્ધ કહેવતોને સુંદર રીતે ગૂંથી છે. રાજુલ નેમિનાથને પણ ગિરનાર ન જવા વિનવે છે, તેમાં પણ ડુંગર દૂરથી રળિયામણા જેવી કહેવત (અથવા તેનું પૂર્વરૂ૫) ગૂંથાઈને આવે છે. ડુંગરિઈ રહવું ન કીજી, જિહાં કાઠો જંગલવાસ ડુંગરિયા દૂરથી ભલા, પાસઈ પુહંતા ન લાગઈ ખાસ (૨૨, ૯). શ્રી પાર્શ્વનાથ સ્તવનમાં ઉલ્લાસપૂર્વક પૂજા કરતી સ્ત્રીઓનું આલેખન પણ એક સુંદર સ્વભાવોક્તિમય ચિત્ર તરીકે ઉલ્લેખનીય છે. જાઈ જૂઈ મચકંદ મોગરો, જાદા જાણું ચંપકવેલી રે પાસજી પૂજણ આતુર રામા, પૂજઈ એક એક નિઠેલી રે. મા. ૨ સુંદર તોડર પ્રભુ કંઠ ઠવંતી, કેઈ ઠવઈ ફૂલમાલી રે. નવરંગી અંગી પ્રભુ સોહઈ, જિન મૂરતિ જોવા ચાલી રે મા. ૩ (૨૩, ૨-૩) મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ને ૩૩૫ For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ કવિની આ સરળ, હૃદ્ય, ભાવસભર, સજીવ શૈલીને કારણે આ સ્તવનો આકર્ષક બન્યા છે. આ ઉપરાંત આ સ્તવનોમાં અનેક ચરિત્રાત્મક વિગતો ગૂંથાયેલી છે. માતા, પિતા, નગરી, ઊંચાઈ, વર્ણ, આયુષ્ય, મોક્ષસ્થળ આદિ વિગતો ૪, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૮, ૧૯, ૨૦, ૨૧ એમ કુલ ૧૫ સ્તવનોમાં ઓછેવત્તે અંશે આલેખાયેલી જોવા મળે છે. તેમજ ચૌદમા સ્તવનમાં કવિએ પાસ જિનેસર પાએ નમિનઈ એમ મંગલાચરણ કરીને પ્રારંભ કર્યો છે. શક્ય છે કે, કૃતિના મધ્યમાં પણ પુનઃ મંગલાચરણ કરવાની પરંપરાનું અનુસરણ કર્યું હોય. જોકે કૃતિના આરંભે કે અંતે મંગલાચરણ નથી. ટૂંકમાં, આ ચોવીશીરચના પોતાની સરળ-સહજ શૈલી, એવા જ મનોરમ સરળ અલંકારો અને ભક્તિભાવની અભિવ્યક્તિ તેમ જ કેટલાક મનોહર કાવ્યાત્મક ઉન્મેષોને કારણે ચોવીશીરચના તરીકે નોંધપાત્ર ૩૩૬ ક. ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય સરિતા For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ - - रागरगाह रिहरिघासुक हाएटालारमामनामाह्मानंदनारमाहनरूपरसानहारित दमनरजाताविद्याबलविसालाहशामामुरवनिमकोचंदानाविष्टमिससिसमतालहो| नयनकमलनापाषडारा तान्नधरवालाहाशामापासणगास्पोासातसदाकविकुसुमवरमा लाहानासिंकलगरऊलितिलपामसादतीसुकमालाहमाणरूपधराददातहवारजहवासा पत्तप्याराहारंगिरमेताराऊ वशमाहसऊरपरिवाराहधारमाणलालारिषतनिशिंदन बालपणतिरामाहारषममुनिक होन्यथासरश्वंबितकामरहाधारमारतिज्ञा तादवस्तवनाशरागसारंगादोरीमा रहXरासलागीररहरिनानामपिहालादपुराण समजरामा हिदायतात्रयोध्यानमारमारजिद्रिादाजिसत्रुराजाघरिविजयानासाकवि साहशारदामानिणदाशामरामनामारीरजित निणेससासुरवासवितारयायाजिागज लंबनाररूपिगुणित्तोकांचनवरगारकायाजाराम राणसुतमुऊरतिररराशा सुतजनमाamil रिंगिवद्यावरनंदाजिादवाददामिलामनमा हिहरसुंगावलमरचंदाजिमिनमरलोको तक बोलमा दायासंयमवसरररमानानिध्यानसुकलारधारिसकलालसाप्रकटयोकवलरेजा नाजिधरमणकरमप्रावन जिनजाध्यकशासासतमाम्योरसुगमानिायकत्रीसजित जिनशा - - For Personal & Private Use Only - -मप्रशित योवीशीमो मने तेनुं मध्ययन * 339 પ્રેમમુનિત ચોવીશી પ્રથમ પત્ર Page #353 -------------------------------------------------------------------------- ________________ પ્રેમમુનિકત સ્તવનચોવીશી રાગ ગોડી - હરિ હરિણાષી શું કહઈ એ ઢાલ મો મન મોહ્યો નંદન, મોહનરૂપ રસાલ હો. * રિષભદેવ મન રંજતો, વિદ્યાબલ વિશાલ હો. ૧ મો. મુખ પુનિમ કો ચંદલો અષ્ટમી સસિ સમ ભાલ હો. નયન કમલની પાંખડી રાતા અધર પ્રવાલ હો. ૨ મો સણગાર્યો સોભઈ સદા કંઠી કુસુમ વરમાળ હો. નાભિ કુલગર કુલિ તિલઉં, મરુદેવી સુકુમાલ હો. ૩ મો. રૂપ ધરઈ દેવ તેહવાં જેહવાનું પ્રભુ પ્યાર હો. રંગિ રમતો રીઝવઈ મોહઈ સહ પરિવાર હો. ૪ મો. લીલા રિષભ જિર્ણિદની બાલપણઈ અભિગમ હો. પ્રેમ મુનિ કહઈ પુન્યથી સરઈ વાંછિતકામ હો. ૫ મો. ઇતિ ઋષભદેવ સ્તવને ૧. રાગ સારંગ – દોરી માહરી લાગી રે હરિનાં નામનું એ ઢાલ ઇંદપુરી સમ જગમાહિ દીપતી. અયોધ્યા ઉત્તમ રે ઠામ. જિર્ષિદા ! જીતશત્રુ રાજા ઘરિ, વિજયા નારી કઠિ સોઈ દામ. જિદિા. ૧ મેરો મન મોહ્યો રે અજીત જિણેસ, સુરવર સવીત રે પાય જી. ૩૩૮ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય મારા સીન કરવા For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ ગજ લૈંછન હૈ રુપિ ગુણિ ભર્યો કાંચન વરણી રે કાય જી. ૨ મેરો સુભ મુહુતિ રે રાણી સુત જનમીઉ રંગી વધાવઇ રે નંદજી. દેવદેવી મીલી મનમાંહિ હરખસ્સું ગાવઈ કુલમઈ રે ચંદાજી. ૩ મે અમર લોકાંતક બોલઈ આવીયા સંયમ અવસર રે માન જિ ધ્યાન સુકલ રે ધર સુકલ લેસા પ્રકટ્યો કેવલ ૨ે જ્ઞાન જિ ૪ મે કરમ આઠનઈ જિનજી ખય કરી સાસત પામ્યો રે સુઠામ જિ ગુણ એકત્રીસ અજીત જિન રાજતા પ્રેમ પ્રભુ સાચો રે નામ જિ. ૫ મે ઇતિ અજિતનાથ સ્તવનં. ૨ રાગ ગોડી મન ભમરા રે ઢાલ - સુ૨૫તિ જિમ સુખ ભોગવઈ મનમોહના રાય જિતારિ જાણી લાલ મનમોહના. સેના રાણી સોભતી મ બોલઈ મધુરી વાણિ લાલ મનમોહના. ૧ અમર ચવી કુખિ અવતર્યો મ સુપન લહઈ દસ ચ્યાર લા પંડિત તેડી પૂછીયા મ સુપન માફ્ક સાર લા૦ ૨ જનદિ જન આનંદિયા મ રાય રાણી થયો નિહાલ લા લાભ ઘણો વ્યાપાર મંઈ માંગ્યા વ૨સઈ મેહ લા ૩ અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૩૯ For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ દૂધ ઘણો સુરભિ તો મ ફ્લુ ઘણા સહકારિ લા વરિ વનવાસી થયા મ પુત્રવંતી બહુ નારિ લા ૪ સુભ વેલા સુત જનમીઉ મ હય લૈંછન ગુણધાર. લા સંભવ નામ જ થાપીઉં મ સંતોષી પરિવાર લા પ સુખીયા લોક વસઈ સહુ મ સંભવનાથ પસાય લા પ્રેમ મુનિ જિન નામથી મ પાતક દૂર પલાય લા૦ ૬ ઇતિ સંભવનાથ સ્તવનં ૩ રાગ કેદારો – મેરે મન જિનજી વસ્યો રે લાલ એ ઢાલ સંવરાય ધિર સુંદરી રે લાલ સિધારથા જિન માયા સુખદાતા રે. કપિ લંછન વિરાજતો રે લાલ સુર નર સેવઈ પાય સુખદાતા રે. અભિનંદન જિન મોહનો રે લા. ત્રિભુવન તારણહાર સુ૦ જનમ સમય જંગ જાણીઈ રે લા. હરખ્યો સહુ સંસાર સુ૦ ૨ અભિ રંગ રમાવઈ ગોદિમઈ રે લા૰ કંઠિ એકાવલી હાર સુ૦ સિર ટોપી સુહામણી રે લા સોભતો કરઈ સણગાર. સુ૦ ૩ અભિ અતિસય ચ્યાર જનમથી રે લા૰ સોવન વાન સરીર સુ બાલપણઈ બુદ્ધિસાગરુ રે લા૰ લખણ ગુણગંભીર સુ૰ ૪ અભિ ચવણ જનમ સંયમ ભલો રે લા૰ કેવલજ્ઞાન નિરવાણ સુ૦ પ્રેમ મુનિ સુખકારિયાં રે લા જિનનાં પંચકલ્યાણ. સુ૦ ૫ અભિ ઇતિ શ્રી અભિનંદન સ્તવન ૪ રાગ ધન્યાસી – હા ચંદ્રાભા(તે) કિહાં ગઈ એ ઢાલ સુમતિ જિજ્ઞેસર વંદીઈ, સુમતિ સા સુખકારી રે. મેઘ નહિઁદ મનોહરુ, તસ ધર મંગલા નારી રે. ૧ સુ ૩૪૦ * ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ ઢીંચ લંછન કરુણાનિધિ, ઉપનો સુર અવતારી રે. બુદ્ધિ ભલી થઈ રાણીની, કલહ કુમતિ નિવારી રે. ૨ સુ સઉકિ લડે સુતકારણિ, સંપતિ સહુનઈ પ્યારી રે. નેહ ઘણો હોઈ માયનઈ, આપ્યો પુત્ર વિચારી રે. ૩ સુ નામ યથારથ થાપિયો, સુમતિ કુમર મતિ સારી રે. રાજ લીલા સુખ ભોગવઈ, કમલ રહઈ જિમ વારી રે. ૪ સુ. સહસ પુરુષ સાથિ લીઈ, સંયમ કેવલ ધારી રે. પંચમ ગતિ જિન પંચમો, પ્રેમ પ્રભુ જયકારી રે ૫ સુ. ઇતિ સુમતિનાથ સ્તવને. ૫ રાગ ગોડી - માઈ દેખત કો કાન્હ વારો એ ઢાલ માઈ દેખત કો જિન પ્યારો રે, પદમ લંછન તનુ લાલ. પદમ પ્રભ સુર નર મોહન ગારો. ૧ માઈ. ધર રાજા ધરિ નારી સુસીમા કુયર કુલ સણગારો. પદમવૃષ્ટિ સુર ડોહલો પૂર્યો, કુલ કી કીરતી કારો. ૨ મા. સંધ્યારાગ પતંગ રંગ સરીખો, જાનિ અસ્થિર સંસારો રે. રાજ રિધિ તજી સહસ પુરુષસું, લીધો સંયમ ભારો રે. ૩ મા તપ અગનિ પવન સુકલધ્યાન, કરમ ખપાવી આરો. આનંદ લીલ અનંત સુખદાયક, ઉપજ્યો જ્ઞાન ઉજારો. ૪ મા ક્રોધ લોભ રાગ દ્વેષ નહીં, જિનમઈ જીવન પ્રાન આધારો. એસો દેવ હે પ્રેમ મુનિ કો, ત્રિભુવન તારણહારો. ૫ મા ઇતિ પદ્મપ્રભ સ્તવને ૬ રાગ આસાવરી સિધું મનડો મોહઈ રે માહરા નાથજી તોરઈ નામિ પુરુષોત્તમ સુપાસ આસકર, સાતમો જિનવર સોહી રે. ૧ મ. પિતા પ્રતિષ્ટ માતા રાણી પૃથિવી સ્વસ્તિક લંછન દેહ રે. લેઈ સંયમ કેવલજ્ઞાન પામી, પોહતા મુગતિ તેહ રે. ૨ મ. - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૪૧ For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ કોઈ મૂરતિ માનઈ નિજ હાથિ, કોલ લિખઈ રુપ પટ ભઈ રે. જાક રૂપ ન રેખ ન કાય, સો ઉ વસઈ દેવ ઘટમઈ રે. ૩ મ આપ સરિખી સંપત્તિ આપઈ, જે ઈછઈ તે પાવઈ રે. પ્રેમ મુનિ કો નાથ નિરુપમ, ભગતજનાં મનિ ભાવઈ રે. ૪ મ. ઇતિ શ્રી સુપાર્શ્વનાથ સ્તવને ૭ રાગ સારંગ – પગિ પ્યારો લાગઈ વીંછીયો એ ઢાલ ચંદ્રવદન ચંદ્રસારિખી કરતિ જસ કહવાય રે. મહસેન ઘર સુલખિણી લખમણા તસ માય રે. ૧ હું તો વંદુ જિનવર આઠમો, ચંદ્રપ્રભ મુનિરાય રે. સસી લંછન અંગિ અતિ બન્યો, નામિ નવનિધિ થાય રે. ૨ હું તો કેવલજ્ઞાન પરકાસતો, સાંભલિ પરિષદ બાર રે. અમૃત વાણી ઉચાઈ, દયાધરમ જાગિ સાર રે. ૩ હું તો. જંગમ તીરથ જગગુરુ, સમદીઠી સમભાવ રે.. તીરથ આર નઈ તારણો, જિમ જલધિ મઈ નાવ રે. ૪ હું તો. શાંત થઈ સેવો સદા, ધ્યાન ધરો મન ધીર રે. પ્રેમ પ્રભુ જિન ઉજલો, નિરમલ ગંગા નીર રે. ૫ હું તો ઇતિ ચંદ્રપ્રભ જિન સ્તવન. ૮ રાગ કાફી – તું ભલો વિરાજા ટોડરો રે લાલ એ ઢાલ. સ્વર્ગભુવન સુખ ભોગવી રે લાલ, સુપન દિખાવઈ સાર જિન સોહઈ રે. સુગ્રિવરાય પટરાગિની રે લાલ રામા હરિ અવતાર જિન સોહઈ રે. ૧ સુવિધિ જિષ્ણસર સોહતો રે લાલ, સુવિધિ સવે સુખદાય જિ. પુકદંત જિન નવમો રે લા. બીજો નામ કહવાય જિ. ૨ સુ ગિરિ વઈતાઢ ખીરોદધિ રે લાજિજ્યો મુગાતાલ હાર. જિ. રજત કુભ હંસ સારીખો રે લા. ધવલ વધુ ગુણધાર જિ. ૩ સુ. સુણ મકર લંછન મનમોહના રે લાપામ્યો ભવોદધિ પાર જિ. સિધ થયા ગુણ જ્ઞાનમઈ રે લાપ્રેમ મુનિ જયકાર જિ. ૪ સુ. ઇતિ સુવિધિનાથ સ્તવન. ૯ ૩૪૨ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય અકાદમી For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ રાગ કાફી – મોહન બિન મન ન રહઈ એ ઢાલ સીતલ જિનંદ દુખ હરઈ, સિવપંથ સહાઈ. જનમ મરણ જરા નિવારણ, અનંત સુખદાઈ. ૧ સી ક્રોધ અનલ અતિ કઠિન, ગરબ કી ગરમાઈ. સીતલ નામ ઘન સલીલ, સીંચતઈ સમાઈ. ૨ સી ફરસઈ દૃઢરથ અંગ, જિન કી નંદા માઈ ચંદ ચંદનથી જુ સીતલા, તૃષા તાપ મિટાઈ. ૩ સી ધરિ સંયમ લહ્યો જ્ઞાન, પુર મુગતિ પાઈ. પ્રેમ મુનિ સીતલ પ્રભુ, સજન કું સુહાઈ. ૪ સી ઇતિ સીતલનાથ સ્તવનં. ૧૦ રાગ સારંગ હરિજી હો દ્વારિકા કેરો રાય એ ઢાલ સોવનવાન સોભાકરુ હો, ખડગી લંછન ધાર. વિષ્ણુ નામ માતા પિતા હો, જન્મ્યો જગ હિતકાર. ૧ જિનજી નઈ નામિ સિવ સુખ થાય, જેહનઈ માનઈ મુનિવર રાય જિન પંચકરણ વિસ કરી હો, જીત્યા કષાય આર પંચ જ્ઞાન પામી લહી હો, પંચમ ગતિ સિરાર. ૨ જિન શ્રેય કઈ શ્રેયાંસજી હો એકાદસમો દેવ. પ્રેમ મુનિ સુખ સંપજઈ હો, ભારે કીજઈ સેવ. ૩ જિન ઇતિ શ્રેયાંસનાથ સ્તવનં ૧૧ રાગ ધન્યાસી ટૂંક વિચિ ટોડા વિચિ રે લો એ ઢાલ વસુપૂજ્ય રાય વખાણીઈ રે લાલ, જ્વા રાણી જિન માય. મહિષ લંછન કુલ વેંસ મઈ રે લાલ, ઉપજ્યો હરખ ઉપાય. ૧ વાસુપૂજ્ય વાંદીયે રે લાલ, લાલ વરણ જિન દેહ. સંખ નિરંજન સારીખો રે લાલ, સીલ સંયમ ગુણ ગેહ. ૨ વા વાણી જોજન ગામિની રે લાલ, સિંહાસન શોભંતિ. ચામર વૃષ્ટિ ફૂલની ૨ે લાલ, દેવદુંદુભિ વાત. ૩ વા અસોક તરુ સોક ટાલતો રે લાલ, ભામંડલ ઝલકત જંગમ તીરથ તારવા રે લાલ, સમોસરણ રાજત. ૪ વા - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૪૩ For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ થયા સુખ સાસતાં રે લાલ, વાસુપૂજ્ય બારમો જિન. પ્રેમ પ્રભુ તારઈ તેહને ૨ે લા૰ જેહનઈ સુધી મન ૫ વા ઇતિ વાસુપૂજ્ય સ્તવનં. ૧૨ રાગ કેદારો – મુખ નઈ મરકલડો એ ઢાલ વિમલ વિમલ મતિ ધ્યાઉંજી, જિન ગુણ ગાઉંજી મનવંછિત સંપતિ પાઉજી જિન મૃત વરમ રાજા સોહઈજી જિ ઘરિ સ્યામા રાણી મનમોહઈજી ૧ જિ માય નઈ વિમલ મતિ કીધીજી જિ જસ કીરતિ જગમાહિ લીધીજી. કુમર વિમલ નામ કીધુંજી જિ પરિયણ નઈ બહુ માન દીધુંજી. ૨ જિ સૂકર લંછન સુખદાયોજી જિ રાજ તજી સંયમ જ્ઞાન પાયોજી. જિ સિધપુરી પોહતા સ્વામીજી જિ પ્રેમ મુનિ નંઈ સિ૨નામીજી ૩ જિ રાગ ધન્યાસી – કોઈલો પરબત ધુંધલો રે લોઈ એ ઢાલ સુકલ પખિ જિમ દીપતો રે લાલ, સિંહસેન કુલિ ચંદ રે જિજ્ઞેસર. સત્યવતી રાણી સુજસા રે લાલ, નંદન આનંદકંદ રે જિજ્ઞેસર. ૧ મે મનિ નિજી વસ્યો રે લા૰ અનંતનાથ દયાલ રે જિ સોવન વાન સેન લંછને રે લા સેવકજન ક્રિપાલ રે જિ ૨ મેરે સબદ રુપ ગંધ સુરભી રે લા૰ રસ ફરસ સુખકાર રે જિ પંચ વિષય સુખ ભોગવી રે લા૰ સંયમ લે જિંગ સાર રે. ૩ મેરે દસનથી અરથ લોભથી રે લા૰ પ્રીતિ ઘણી કહવાય રે જિ અણ દીઠો રાગ ઉપજ્યો રે લા૰ અનંત ગુણ પસાય રે જિ ૪ મેરે અથિર રિધિ નવિ રાચીઈ રે લા૰ વાંછું સિધિ સુખ વાસ રે જિ પ્રેમ મુનિ જિન સેવતાં રે લા૰ પૂરઈ વંછિત આસ રે જિ ૫ મેરે ઇતિ અનંતનાથ સ્તવનં. ૧૪ રાગ ધન્યાસી – મધુકરની ઢાલ સૂરવીર અતિ સાહસી, ભાનુ નૃપ ભાનુ સમાન સજની સીલવતી નારી સુવ્રતા, દિન પ્રતિ આપઈ દાન સજની ૧ ધન્ય શ્રી જિન ધર્મનાથજી, જિન ધર્મથી જ્વકાર. સ દાન સીલ તપ ભાવના, ધર્મના આાર પ્રકાર સ૦ ૨ ધન્ય ૩૪૪ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ કુલદેવી માનઈ ઈછઈ, પુત્ર ૨માવું હું કોડિ સ૰ રાણી મિન આસા ધરઈ, સાધુ વંદઈ કરજોડિ. સ૦ ૩ ધન્ય સામાઈક વ્રત સાચવઈ, આશ્રવ ટાલઈ દૂર સ સુપન દીઠાં સુત જનમીઉ, પ્રકટ્યો આનંદપૂર. સ૦ ૪ ધન્ય૦ જિન ધર્મથી જસ પામીઈ, ધર્મથી સુખ સંતાન. પ્રેમ મુનિ કહઈ જાણઈ, દયા ધરમ પ્રધાન સ૰ ૫ ધન્ય ઇતિ ધર્મનાથ સ્તવનં. ૧૫ રાગ ધન્યાસી – સરસતિ સામિનિ વીનવું એ ઢાલ સાંતિ જિનનઈ સિ૨નામીએ, સાંતિકરણ જગ સામીએ, પામીએ. જનમભૂમિ ગજપોરમઈ, કિ હોવઈ, કિ હોવઈ પામીએ. જનમભૂમિ ગજપોર મઈ કિ હોવઈ. ૧ દાન દીયો સંવછરી, સહસ પુરુષ સું પરિવરી. સંયમ સિરી રંગિ ધરી, જિન સોલમઈ કિ હોવઈ કિ હોવઈ કિ હોવઈ સંયમ સિરી રંગિ ધી જિન સોલમઈ કિ હોવઈ ૨ ધરતાં ધ્યાન સુકલ દિન ત્રીસે નિરમલ કેવલજ્ઞાન પામ્યો તિણી સમઈ કિ હોવઈ ૩ નર નારી મહિપતિ આવઈ, પંચ અભિગમ સાચવઈ ભાવઈ એ ધરમકથા હિયઈ ધરઈ. કિ હોવઈ ૪ જોજનગામિની વાણીએ, સાકર જિસી જાણીઈ જનમ સફ્ળ સુરનર કઈ, કિ હોવઈ ૫ સ૨૫ મોર આગઈ ૨મઈ, વાઘ મૃગ નઈ નિત દઈ મન સમઈ વઈર વિરોધ, દૂર ટલઈ કિ હોવઈ ૬ જિન અતિસય વખાણી, એ સમોસરણ વિથિ ઠાણી. એ પ્રાણી પુન્યવંત ધર્મ સાંભલઈ કિ હોવઈ ૭ સકલ કરમ નઈ સૂરિએ, પોહતા મુગતિપુરીએ, સુરિએ ઇંદ્રાદિક મહોછવ કરઈ કિ હોવઈ ૮ પ્રેમ મુનિ ગુણ ગાવઈએ, એક મના જિન ધ્યાવઈએ. પાવઈ એ શિવરમણી સુખ સંપદ્ય કિ હોવઈ ૯ ઇતિ શાંતિનાથ સ્તવન. ૧૬ અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૪૫ For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ રાગ મારુણી – જો રે સખી ઊભી આળસ મોડઈ એ ઢાલ ' જો રે સખી નાહ થયો વઈરાગી કઠિન વચન મઈ કહ્યું નથી કાંઈ યોગ લેવા મતિ જાગી. ૧ જો રે, કરિ સણગાર ગલિ હાર મોતીનકો ઉભી સનમુખ આગી. હાવ ભાવ વિધ્યમ દેખાડ્યો બોલી વચન સરાગી. ૨ જો રે. વિનય કરીનઈ અતિ ઘણું વિનવ્યો માન ઘણું હું માગી ઉત્તર ન આપઈ નાથ હમારા આજ હવો નિરાગી. ૩ જો, ચોસઠ સહસ રમણિ રાજ છાંડી સંયમનું લય લાગી. પ્રેમ મુની કહઈ કુંથ જિણેસર તુરત મહાભોગ ત્યાગી. ૪ જોરે. ઇતિ કુંથુનાથ સ્તવને ૧૭ , રાગ કાફી – ધમાલિની ઢાલ સકલ સુખાકર ગુણરત નાગર, સુદરસન સુત સાર. દેવી કો અંગજ દેવ સરીખો, ઉપજાવઈ અતિ પ્યાર. ૧ અરનાથ જિણેસર જગ જયો હો જસ નામિ પાતિક જાય. અર૦ લંછન નંદાવરી નરેસરા, ચકેસર પદ ધાર. ભામિની ચોસઠ વર ભોગી, સુર નમઈ સોલ હજાર. ૨ અર૦ ત્યાગી વઈરાગી થયો તીરથપતિ, નિરખેલ કેવલજ્ઞાન. પ્રેમ મુનિ પ્રભુ મુગતિપુર મઈ, માનઈ સુખ મેર. સમાન. ૩ અર૦ ઇતિ અરનાથ સ્તવન. ૧૮ ૩૪૬ ૩ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય મારા For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ રાગ ધન્યાસી – પ્યારો પ્યાર કરતી એ ઢાલ કામ કલસ સમો ગુણધારી, કુંભ નૃપતિ જન સુખકારી. પુન્યવતી પ્રભાવતી નારી, તિણે જનમી મલ્લિકુમારી હો લાલ. તારિ તારિ પ્રભુ મલ્લિજી ૧ બોલઈ છય રાજા મલિજી, પૂરવલી પ્રીતિ રંગરલિજી. જિમ દૂધ મઈ સાકર ભલિજી હો લાલ. ૨ તારિ કુમરી રૂપ અનુપ કહાવી, ષટ નૃપ આવઈ સમભાવી. મૂરતિ આપ સરિખી બનાવી, સમઝાવા બુદ્ધિ ઉપજાવી હો લાલ. ૩ તારિ, આનંદભરિ કુમરી આવઈ, મૂરતિ સિર પિ ધાન લાવઈ નિસરિયો ગંધ ન સુહાવઈ, પુદ્ગલ પરિણામ કહાવઈ હો લાલ ૪ તારિ, અથિર કાય જિમ્યો કુંભ કાચો, ધન રૂપ યૌવન મત વાચો. મનિ આણો જિનવર વાચો, સત્યલીલ ધર્મ છઈ સાચી હો લાલ. ૫ તારિ, જ્ઞાન જાતિસમરણ પાવઈ, ખમાપતિ પાય ખમાવઈ તબ સાતે સહોદર મિલિયા, સંયમ લઈ ભાયગ ફલિયા હો લાલ ૬ તારિ, ઘટ લંછન જિન નીલ વાન, અન્ન અંબર હમ દિઈ દાન. એક દિવસે દોય કલ્યાન, સંયમ વર કેવલજ્ઞાન હો લાલ. ૭ તારિ, અષ્ટકર્મ રિપુદલ મોડી, જરા જન્મ મરણ ભય છોડી સિદ્ધિ ગતિ પોહતા મુખ કોડી, મુની પ્રેમ વંદઈ કર જોડી હો લાલ. ૮ તારિ, ઇતિ મલ્લિનાથ સ્તવન ૧૯ રાગ મલ્હાર – અઈમુતાની સઝાયની ઢાલ, શ્રી મુનિસુવત જિન વીસમો સ્યામવરણ વિજઈ દેહ રે જિમ જલધર જગમાહિ વલ્લો, મહાતલિ જિન ગગને મેહરે. મહી. ૧ સજલ ઘન વરસતો જિન સોહઈ રે મોહઈ માનવ સુર મન. સજલ. ઝબ ઝબ ઝબકઈ વીજલી, મુગતા બિહૂ ધાર રે. ગંભીર સબદિ ઘન ગાજતો. મયુરા કરઈ મધુર કેકાર રે. મયુરા. ૨ સ0 ભામંડલ સિરિ ઝલકઈ ભલો, વદઈ અમૃતવાણિ ઉદાર રે. સુર દુંદુભિ વાજઈ સહી, ભવિકજન હર્ષ અપાર રે ભવિ. ૩ સ. આનંદ રંગ વિનોદ વધામણાં, જબ આવઈ મેહ જિનંદ રે. 'લાભ ઘણો પૃથિવી ફ્લવતી, દૂરિ જાઈ દલિદ્ર દુખદંદરે. દુરિ૪ સ - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૪૭ ' For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાન જલ અતિ ઘણો સમકિત ધર્મબીજ રુહંત રે પ્રેમ મુનિ કહઈ સિવપદો જિન પામ્યા સુખ અનંત ૨. સજલ.. ઇતિ મુનિસુવ્રત સ્તવન. ૨૦ રાગ સારંગ – નણંદલની ઢાલ જિણવર તું સાહિબ નમિનાથજી જીવન પ્રાન આધાર હો જિણવર દુરલભ દરસન તાહરી નામ લીયા જયકાર હો. ૧ જિણવર તું. વિજય રાજા ઘરિ જાણીઈ, પ્રાદેવી બહુમાન હો જિ. લંછન નીલોત્પલ તનુ સોહઈ સોવનવાન હો. ૨ જિતુંજિ નદી સરોવર છઈ ઘણાં, હંસા મનિ સરમાન હો જિત ચાહઈ ચકોર ચંદનઈ, નિત્ય કરું ગુણગાન હો. ૩ જિતું, જિ દેવ દેવ સહુ કો કહઈ, દયાભાવે જિનદેવ હો જિત કેવલજ્ઞાન કરિ જાણવો સાચી કરું મનસેવ હો. ૪ જિતુંજિ અનંત સુખ આનંદમય આપો, અવિચલ વાસ હો જિ પ્રેમ મુનિ પ્રભુ વિનતી, પૂરો વંછિત આસ હો. ૫ જિતું ઇતિ નમિનાથ સ્તવન. ૨૧ રાગ રામગિરી – પ્રાણનાથ ઘરિ પ્રાણા સજની હારી એ ઢાલ શ્રી જિન નેમ મનાવીયા સજની હારી હરખ્યો રામ ગોવિંદ પ્રભુ હાર વઈરાગી. છપ્પન કોડિ યાદવ મિલ્યા સો વર ચઢિયા ગજિંદ પ્રભુ. ૧ તોરણિ આવઈ નેમજી સ. પસ્યાં કર્યો પોકાર પ્ર. રથ ફરી પાછો વલ્યો સસયલ જીવ હિતકાર પ્ર. ૨ રાજીમતી બહુ ધરઈ સ. નેમ વિના ન સહાય. પ્ર. લોહ ચમક કપૂર મિરી સે. નદીયાં સમુદ્ર મિલાય પ્ર. ૩ જે જેહનઈ મનિ માનીયા સર તે તેહનઈ રગિ હોઈ પ્ર. હું રાચી નેમનાથ નઈ સ. નેમ સમો નહી કોઈ પ્ર. ૪ નેહ ખરો નારી તણો સનર પંઠિ અવાઈ પ્ર. પુરુષ વીસારઈ પ્રીતડી સઇ લે સંયમ નેમનાથ પ્ર. ૫ ૩૪૮ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ રાજીમતી સખીનઈ કહઈ સા લે સંયમ નેમનાથ પ્ર. ઈણિ છોડી છોડું નહી સ. માહરે એહનો સાથ પ્ર. ૬ રાજીમતી તબ નીસરી સવ નેમ સમીપિ આઈ પ્ર. જિન પહલું મુગતિ ગઈ સ. પ્રેમ મુની સુખ પાઈ પ્ર. ૭ ઇતિ નેમનાથ સ્તવન. ૨૨ રાગ હુસેની વન વૃંદાવન હું ગઈ મનમોહના સુંદર રૂપ સોહામણો જનમોહનાં લાલ અશ્વસેન રાજાન હો જનમોહનાં લાલ. વામાં દેવી ગુણવતી જ0 રૂપિ રંભ સમાન હો. જ ૧ સીલવતી સીતા જિસી જ જાયો પાસકુમાર હો જ નીલ વરણ નિરમલ મતી જપ્યારો પ્રીત આધાર હો જ૨ પરભાવતી પરિણાવીયો જ. પ્રતિવ્રતા આધાર હો જ પંચવિષય સુખ ભોગવઈ જ લિપઈ નહીં લગાર હો જ૩ કમઠ વનમઈ આવીયો જ લોકપ્રસંસ અપાર હો જ ગોખિ બઈઠો દેખિનઈ જ આયો થઈ અસવાર હો જ૪ ત્રિણ જ્ઞાન કરિ દીપતો જઅહી બલતો જાનિ હો જ ખંડી ખોડ કઢાવીયો જ. ભંગ કીયો અગનાન હો જ ૫ દયા ધરમ દીપાવીયો જ દાન અભય પ્રધાન હો જ દાન દેઈ સંયમ લીયો જો પાયો કેવલજ્ઞાન હો જ. ૬ સત્ર મિત્ર સરિખા ગણે જ મેઘમાલ કર્યો પ્યાર હો જ તીરર્થકર ત્રેવીસમો જ પ્રેમમુની સુખકાર હો જ૭ ઇતિ પારસનાથ સ્તવન. ૨૩ રાગ કેદારો તિહાં હરિ ઈસતારે જિમતા તાંદુલ કરમો કૂર એ ઢાલ આવો સખી વાંદીયે રે વનિ આવ્યા શ્રી મહાવીર પાસઈ સોભતા રે મુની ગૌતમસ્વામી વજીર. ૧ આ અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૪૯ For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ રિષભદત્ત રાગીયો રે ભાવી વંદઈ વીર જિનરાય. દેવાનંદા બ્રાહ્મણી રે દેખત ઉલટ અંગિ ન માય રે. ૨ ગૌતમ પૂછતા રે નેહ ઘણો વી૨ જિનંદ એ મોરી માતજી રે મનણું પામઈ અતિ આનંદ. ૩ વીર વાણી સાંભલી રે, મનિ વીયો સંયમ રાગ. દોય જણ વેગણું રે લીધી દીખ્યા સુધ વઈરાગ, ૪ જિન પાય સેવતાં રે ભલો પામ્યો કેવલનાણ પ્રેમ મુની વિનતી રે મુજ આપો અવિચલ ઠાણ. પ રાગ ધન્યાસી – મેરી સહીએ લાલન આવઈ ગો એ ઢાલ પ્રથમ તીરથનાથ પ્રણમી રિષભદેવ જિહિંદ અજિત સંભવ અભિનંદન સુમતિનાથ મુર્શિદ. પદ્મ પ્રભ સુપાસજી ચંદપ્રભ જિનચંદ ૧ વાંદો ભવિજન જિણવર જ્યુકરુ જિનસાસન સણગાર જીવન પ્રાન આધાર ત્રિભુવન તારણહાર. ૨ વાંધે. સુવિધિ સીતલનાથ શ્રેયાંસ વાસુપૂજ્ય દયાલ. - વિમલનાથ અનંત ધર્મ જિન સાંતિ કુંથુ ક્રિપાલ. અરનાથ નઈ મલ્લિ જિન મુનિ સુવ્રત જસ વિસાલ. ૩. વાંદો. એકવીસમા નમિનાથજી પામ્યો ભવોધિ તીર. નેમનાથ બ્રહ્મચારિ ઉત્તમ નિરમલ ગંગાનીર. પારસનાથ સિરોમણી, ચઉવીસમા મહાવીર. ૪ વાંદો. વી૨ ક્ષેત્ર વડોદરઈ આલમપુર સુખવાસ ભાવસાર ભાવે વખાણ્યું આનંદ લીલ વિલાસ. પ્રેમમુની જિન નામથી મનવંછિત ફ્લઈ આસ. ૫ વાંદો. ઇતિ ચતુર્વિશતિ જિન સ્તવનં. ૨૫ સંવત ૧૭૧૧ વર્ષે દ્વિતીય ભાદ્રપદ સુદ ૧૩ ગુરો વટપદ્ર નગરે આલમપુર નામ્નિ પુરે પ્રેમજી મુનિના લિખિતં શુભં ભવતું. શ્રાવિકા બાઈ ગમનાદે પઠનાર્થં શ્રીઃ ૩૫૦ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય અ For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ जारबाडेनही सामाहरिएहरनासाथापाहाराज मतीतबनीसरासरनमसमायिाशवाजिन पर लमुगतिसिारममुनामुश्वधाराधा॥इसिनेमनाथस्तवन।२२। रागऊसेनाविनदाद नऊंगमनमोहना मुंदररूपसुदामरगाजनरमाहनालालप्रश्वसेन राजानहोजनमोहनालालावा मादिवा गुणवतजारूपिरंतसमान होजाशसालवतासाताजिसानाजायोपासकुमाराहााजानालव रणनिरमलमताजाप्यारोमानाप्राधारहोनाशपरतावता.परियादीयोजापतिताप्राचारहो जापंचविषयसुखतोगवशजालिपश्नहाललगारहोजाकमतवनमत्रावायोजालोक संसपारहोजागोषिबरबोदधिनराजमायोथइप्रसबारहोजाधात्रिज्ञान करि दीपतोजाबहीबनानाजानिहोजापंडाबीरिक दादीयोजासंगकीयोगना निहोजापादया घरमदामा वायोजादानप्रतय प्रधानहोजादारनादईसंयमलायोनापायो केवलज्ञान होना सत्रुमित्रमरियागगाजामेघमालाकचोप्यारहिाजातीरथंकरनेवासमोजायममुनागुरवकारा दोजाइनिधारसनाथस्तवना२३रागकेदारोतिहीहरिबसतारेजिमतातांदुलकरमो करापटाला प्रावोसरवावादात्यारावनिमाव्यायामहावीरापाससोसतारामुनीगौतमस्वामि। -वजारारिपत्तदतरामायोररासाविबंदरबारजिनरायादवानंदाक्राह्मणीरादिषत उलट गिनमा For Personal & Private Use Only મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૫૧ या|गौतमपुबतारानहघगोदार जिनदाएमोरामा तजारोमनमुंपामप्रति प्रानंदासदारवागीसा नलीररामनिवसीयोसंयमरागादोयजगवेगमरसत्ताधादिध्यासुध्वश्रागाधाजिन पायसेवताररातलो। पाम्यो केवलनाप्रेममुनाविनतारामुफप्रायोप्रचित्तागाय॥ऽतिमहावीरस्तवने।२amil रामधन्यामा मेरीमहाएनालन-यावरगोएडालापथमतारथनाथषणमारिषताददनिगि। दाजितसंततिनंदनासुमतिनाथमुणिंदौरपदमप्सुपासनावंदवतजिनचंदाशवो दोस। विजनजिरावरजयकाजिनसासनसणगारजीवनप्रान-प्राधारात्रितुवनताराहाररावा दागरविधिसातननाथयासावासुप्तप्रज्यपदयात्नाविमननाथप्रनंतधर्मजासातिऊं| .|| थक्रिपालानरनाथनश्मलिजिनमुनिासुत्ररतत्रजसविसारनाशवीगएकवीसमान मिनाथजाull मपाम्पोतदोधितारानेमनाथब्रह्मचारिमारिनिरमल गंगानीरापारसनाथासरोमचिउवा समामहावाराधादांनवारवाडादरशप्रालेमपुरसुवावासासावसारतादेवधाएत्रानंदला। लविलासारप्रम मुनाजिननामथामनवंबितफनप्रासापावादा॥इतिवउविनातिजनस्त वनं२पासव३१७११वार्षहितायतादूपद शुदि१३गुरावटुनगरपालमपुरा स्नेि पुरामजामुनिनालिस्वितं श्रुतंतवतु॥श्राविका बाईगमतादेपरनाथा ॥श्री: પ્રેમમુનિવૃત ચોવીશી અંતિમ પત્ર Page #367 -------------------------------------------------------------------------- ________________ પ્રેમમુનિ કૃત સ્તવનચોવીશી પ્રતિપરિચય લાલભાઈ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિર અમદાવાદની ખેડા ભંડાર – અંતર્ગત ભેટ સૂ. ૨૧૫૨૦ ક્રમાંકની હસ્તપ્રતમાં પ્રેમમુનિ કૃત સ્તવનચોવીશી ઉપલબ્ધ થાય છે. આ પ્રત કુલ ૮ પત્ર ધરાવે છે અને ૨૪૪૧૧ સે.મી. સાઈઝ ધરાવે છે. અક્ષરો સુવાચ્ય અને એકસરખા છે. પ્રતમાં વચ્ચે નાનાં ચોરસ ખાનાઓમાં સુશોભન કરાયું છે. આ પ્રત કવિના સ્વહસ્તે લખાઈ છે એવું પુષ્પિકા પરથી નિશ્ચિત થાય છે. આ પ્રત કવિએ વટપદ્ર નગર (વડોદરા)ના આલમપુર નામના વિસ્તારમાં સં. ૧૭૧૧માં ગમનાદે નામની શ્રાવિકાના પઠનાર્થે લખી છે, એટલે કર્તાના સ્વ. હસ્તાક્ષરની પ્રત હોવાથી આ વાચનાની વિશ્વસનીયતા વધે છે. કવિએ આ કૃતિ ક્યારે રચી, તેનો નિર્દેશ પ્રાપ્ત થતો નથી. પરંતુ સંભવ છે કે, આ રચનાનું કવિના હાથે જ સં. ૧૭૧૧માં લેખન થયું હોવાથી તેની પૂર્વેના પાંચ-સાત વર્ષમાં જ આ કૃતિ રચાઈ હોય અથવા આ પ્રતિ આદર્શ પ્રતિ પણ હોઈ શકે. એટલે કે સં. ૧૭૧૧માં જ આ રચના રચાઈ હોય અને તેની પ્રથમ પ્રત આ જ હોય. કળશમાં ઉલ્લેખાયેલ રચનાસ્થળ અને લેખન-સ્થળની એકતા આ સંભાવનાને પુષ્ટ કરે છે. આ પ્રતમાં પ્રથમ છ પત્રોમાં ચોવીશી લખાઈ છે, અને ત્યાં પ્રશસ્તિ લખવામાં આવી છે. તે પછીના બે પત્રોમાં ૧૧ કડીની દેવકી ષટનંદન સઝાય ૫ કડીનું વિહરમાન નમિપ્રભજિન ગીત, અને ૫ શ્લોકનું ચંદ્રપ્રભસ્વામી સ્તોત્ર, ૪ શ્લોકનું ઘંટાકર્ણ-સ્તોત્ર તેમ જ ચાર કડીનું સુરદાસનું પદ લખવામાં આવ્યા છે. અંતે કવિ પાઠક-વાચકનું કલ્યાણ વાંછે છે. કવિ પરિચય પ્રેમમુનિ નામના લોંકાગચ્છના જૈન સાધુનો ગુજરાતી સાહિત્ય કોશ ખંડ-૧માં પરિચય અપાયો છે. અને તેમની કૃતિઓ તરીકે ૬૫ કડીનો દ્રૌપદીરાસ (રચના સં. ૧૬૯૧/ઈ.સ. ૧૬ ૩૫) અને મંગળકળશ રાસ (ઈ. ૧૬૩૬) નોંધાઈ છે. તેનો રચનાસમય અને ચોવીસીરચનાનો સમય નજીક જ વીસ વર્ષના ગાળા. જેટલો હોઈ એ પ્રેમમુનિની જ આ ચોવીશી-રચના હોય તે સંભવિત છે. કારણ, આ ચોવીશીનો લેખનકાળ સં. ૧૭૧૧ છે. ૩૫ર કે ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય નામ For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ કૃતિપરિચય કવિની આ ચોવીશીરચનામાં મોટા ભાગનાં સ્તવનો ચાર-પાંચ કડી ધરાવે છે. કવિની ભાષા સરળ છે અને કવિએ અનેક સ્તવનોમાં પરમાત્માના બાળસ્વરૂપનું મોહક વર્ણન કર્યું છે. પ્રથમ ઋષભદેવ સ્તવનમાં બાલસ્વરૂપની ક્રીડાઓ વર્ણવતાં કવિ કહે છે કે, તેઓ રંગે રમતાં સૌ પરિવારજનોના મનનું રંજન કરે છે. શ્રી અજિતનાથ સ્તવનમાં પ્રથમ જન્મકલ્યાણકનું વર્ણન કરી ત્યાર બાદ દીક્ષા કેવળજ્ઞાન આદિનાં વર્ણન કર્યા છે. શ્રી સંભવનાથ સ્તવનમાં પરમાત્માના જન્મ પૂર્વે નગરમાં થતો આનંદ અને તેમના સંભવ નામ રાખવા પાછળના હેતુને આલેખ્યો છે. શ્રી અભિનંદન સ્વામી સ્તવનમાં બાળક એવા પ્રભુના વિવિધ અલંકારોનું સુંદર વર્ણન કર્યું છે. રંગિ રમાવઈ ગોદિમઈ રે લાડ કઠિ એકાવલી હાર. સુ સુસિર ટોપી સુહામણી રે લાસોભત કરઈ શણગાર. સુ (૪, ૩) પાંચમાં શ્રી સુમતિનાથ સ્તવનમાં પરમાત્મા જ્યારે ગર્ભાવસ્થામાં હતા, ત્યારે માતાએ બે માતાઓ વચ્ચેના કલહનું બુદ્ધિપૂર્વક નિવારણ કર્યું હતું તેનું વર્ણન કર્યું છે. માતાને જન્મેલી સુબુદ્ધિ પુત્રના પ્રભાવે જ હોવાથી પુત્રનું નામ “સુમતિ' રખાયું. એ જ રીતે છઠ્ઠા પદ્મપ્રભુસ્વામીનું પડાપ્રભ' એવું નામ માતાને થયેલ કમળની વૃષ્ટિના દોહલાને લીધે રખાયું. એ જ રીતે દસમા શીતલનાથ ભગવાનના પિતાનો દાહરોગ ગર્ભવતી માતાના સ્પર્શના પ્રભાવની દૂર થયો, માટે તેમનું “શીતલનાથ” એવું નામ રખાયું. તેરમા વિમલનાથ સ્વામીએ પણ માતાને નિર્મળ મતિ આપી માટે “વિમલનાથ' નામ રખાયું. તો વળી પંદરમા ધર્મનાથ સ્વામીના જન્મ પૂર્વે દાન-શીલ-તપ-ભાવ આદિ ચાર પ્રકારના ધર્મોની ઉલ્લાસપૂર્વક આરાધના માતાએ કરી, માટે ધર્મનાથ' એવું નામ રખાયું. આમ કવિએ નવ સ્તવનોમાં પરમાત્માના બાલરૂપોનો મહિમા કર્યો છે અને પરમાત્માના નામનું કારણ પણ દર્શાવ્યું છે. કવિએ કેટલાંક સ્તવનોમાં પરમાત્માનું જીવનચરિત્ર ટૂંકાણમાં વર્ણવ્યું છે. કવિ પ્રભુના નિર્લેપતા ગુણને આલેખતાં કહે છે : ' રાજ લીલા સુખ ભોગવઈ, કમલ રહઈ જિમ વારી રે. (૫, ૪). પરમાત્માના શ્વેત રંગને ઉપમાની શ્રેણી દ્વારા વર્ણવતાં કહે છે; ગિરિ વઈતાઢ ખિરોદધિ રે લા. જિજ્યો મુગતાફ્લ હાર જિ. રજત કુંભ હંસ સારીખો રે લા. ધવલ વધુ ગુણધાર જિ. (૯, ૩) વૈતાઢ્ય પર્વત, ક્ષીરસમુદ્ર, મોતીનો હાર, ચાંદીના કુંભ અને હંસ આ સૌ જેવા ધવલવર્ણવાળા ગુણધારા સમા સુવિધિનાથ ભગવાન શોભી રહ્યા છે. પ્રભુએ કર્મોને કેવી રીતે નષ્ટ કર્યા તેનું વર્ણન કરતાં કહે છે : તપ અગનિ પવન મુક્લ ધ્યાન કરમ ખપાવી આરો. આનંદલીલ અનંત સુખદાયક, ઉપજ્યો જ્ઞાન ઉજારો. (૬, ૪) આ પાના અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૫૩ For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ તપ રૂપ અગ્નિ અને શુક્લ ધ્યાન રૂપી પવનના બળે પ્રભુએ ચારે કર્મો ખપાવી નિર્મળ જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો છે. કવિએ શાંતિનાથ સ્તવનમાં સમવસરણનું સુંદર વર્ણન કર્યું છે. આ સમવસરણમાં સાપ અને મોર વાઘ અને હરણ સહુ આવે છે, પરંતુ તેમનાં વૈર-વિરોધ રહેતાં નથી, આ સમવસરણનો જ પ્રભાવ છે. વાસુપૂજ્ય સ્વામી-સ્તવનમાં કવિએ ઓછા શબ્દોમાં પણ મનોહારી રીતે અષ્ટમહાપ્રતિહાર્યોનું વર્ણન કર્યું છે. મુનિસુવ્રતસ્વામી સ્તવનમાં પ્રભુ શ્યામવર્ણના હોવાથી સમવસરણ વચ્ચે વરસતા મેઘની ઉપમા આપીને પરમાત્માના શાતાદાયક અને વૃદ્ધિદાયક પ્રભાવનું મનોહર વર્ણન કર્યું છે. કવિએ મલ્લિનાથ ભગવાનના જીવનમાં તેમના ચરિત્રને વર્ણવ્યું છે. સ્ત્રી રૂપે જન્મેલા તીર્થકર મલ્લિકુમારીના અપૂર્વ રૂપની વાત સાંભળી આકર્ષણ પામી આવેલા છ રાજાઓને મલ્લિકુમારી કઈ રીતે સમજાવે છે તેનું વર્ણન કર્યું છે. મલ્લિકુમારીએ પોતાના જેવા જ રૂપવાળી સુવર્ણની મૂર્તિ બનાવી, અને તે અંદરથી પોલી બનાવી. મૂર્તિની અંદર સાત દિવસ સુધી ભોજન નાખ્યું. છ રાજાઓ જ્યારે મળવા આવ્યા, ત્યારે મૂર્તિનું સુંદર રૂપ જોઈ આનંદિત થયા, પણ જ્યારે ઢાંકણ ખોલ્યું, ત્યારે ભયાનક દુર્ગધ ફેલાઈ ગઈ. આમ, મલ્લિકુમારીએ મૂર્તિના દગંત વડે દેહની અશુચિયતા અને અનિત્યતા સમજાવ્યાં. ત્યાર બાદ અન્ન, સુવર્ણ આદિનું વાર્ષિક દાન દઈ પરણવા આવેલા છ રાજાઓ પૂર્વભવના છ મિત્રો) સાથે દીક્ષા ધારણ કરી. મલ્લિનાથ ભગવાને દીક્ષાના દિવસે જ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું. આવા આશ્ચર્યકારી ચરિત્રને કવિએ સુંદર રીતે વર્ણવ્યું છે. શ્રી કુંથુનાથ સ્તવનમાં કુંથુનાથ ભગવાનની રાણી પોતાની સખીને પોતાનો પ્રિયતમ દીક્ષા લેવા તૈયાર થયો છે, એ અંગે ફરિયાદના સૂરમાં વાત કરે છે. પોતે શણગાર કરી શ્રી કુંથુનાથને સંસારમાં રોકવા ઇચ્છતી હતી, પરંતુ કુંથુનાથ તો વૈરાગ્યભાવ ધારણ કરી ચોસઠ હજાર સુંદરીઓ અને ચક્રવર્તી પદના સર્વ વૈભવને છોડી ચાલ્યા. પરમાત્માના આ વૈરાગ્યને વર્ણવતા કવિ કહે છે : ચોસઠ સહસ રમણિ રાજ છાંડી, સંયમ સું લય લાગી પ્રેમ મુનિ કહઈ કુંથ જિણેસર, સુરત મહાભોગ ત્યાગી. (૧૭, ૪). કવિએ મહાવીરસ્વામી સ્તવનમાં એક અનોખા માતા-પુત્રના મિલનને વર્ણવ્યું છે. મહાવીરસ્વામી પોતાના શિષ્ય ગૌતમસ્વામી સાથે નગરબહાર પધાર્યા હતા ત્યારે પ્રભુ જેને ત્યાં ૮૨ દિવસ ગર્ભાવસ્થામાં પૂર્વકર્મ વૈચિત્રને કારણે રહ્યા હતા તે ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણી આનંદપૂર્વક પરમાત્માનાં દર્શન કરવા માટે આવ્યાં. દેવાનંદા બ્રાહ્મણી ભગવાનને જોઈ અત્યંત આનંદિત થઈ અને તેનો વિશિષ્ટ સ્નેહ પ્રગટ થયો. ગૌતમસ્વામીએ આ અપૂર્વ સ્નેહનું કારણ પૂછ્યું, ત્યારે ભગવાને દેવાનંદાને પોતાની માતા તરીકે ઓળખાવી. માતા-પુત્રના આ અનોખા મિલને આખી સભાને આશ્ચર્યચકિત કરી દીધી. પરમાત્માએ પોતાના પૂર્વભવની કથા વર્ણવી અને ૮૨ દિવસના ગર્ભવાસની પણ વાત કહી. તરત જ માતા-પિતા બંનેએ ૩૫૪ : ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય અકાસા For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યવાસિત થઈ દીક્ષા ધારણ કરી. બંનેએ થોડા જ સમયમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કવિ આ માતા-પિતાના સંદર્ભે પોતાની પ્રાર્થના રજૂ કરતાં કહે છે : જિન પાય સેવતાં રે ભલો પામ્યો કેવલનાણ. પ્રેમ મુની વિનતી રે મુજ આપો અવિચલઠાણ. (૨૪, ૫) અંતમાં કવિએ કળશમાં ૨૪ તીર્થકરોને વંદન કરી વડોદરા-નગરના આલમપુર વિસ્તારમાં આ ચોવીશી રચાયાનો ઉલ્લેખ કર્યો છે. કવિએ “ભાવસાર ભાવે વખાણું આનંદ લીલ વિલાસ' કહી પોતાની પૂર્વાવસ્થાની જ્ઞાતિનું સૂચન કર્યું છે. તે સમયે નાગર, ભાવસાર, આદિ જ્ઞાતિઓમાં જૈનધર્મનું પાલન કરનારા શ્રાવકો હતા, તે ઇતિહાસ પ્રસિદ્ધ વિગતનું આમાં સમર્થન થાય છે. કવિની રચના સરળ, પ્રાસાદિક છે. કવિએ પ્રયોજેલા રાગ અને ઢાળ પણ સરળ અને બહુધા પ્રચલિત છે. કવિનાં કેટલાંક સ્તવનોમાં તીર્થકરોની બાલ્યાવસ્થાનું સુંદર ચિત્રણ થયું છે. તો કેટલાંક સ્તવનોમાં સંક્ષિપ્તમાં તીર્થકરોના ચરિત્ર વર્ણવવાનો પ્રયાસ થયો છે. કવિના અંતિમ સ્તવનમાં મહાવીરસ્વામીનાં માતા-પિતાના મિલન દ્વારા બાલ્યાવસ્થાનો સંદર્ભ અન્ય રીતે જાણે જોડાય છે. આમ, આ સ્તવનચોવીશી કેટલાક ભાવપૂર્ણ અંશો ધરાવે છે. પરંતુ આ રચના મુખ્યત્વે શ્રાવક-શ્રાવિકાના નાના વર્તુળને ઉદ્દેશીને રચાઈ હોય એવું વિશેષ જણાય છે. આ રચના ભક્તિભાવના આલેખનના કે તત્ત્વવિચારના વિશેષ ઊંચા લક્ષ્યો સિદ્ધ કરતી નથી. - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન : ૩૫૫ For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ 34६ * सोवीशी : स्व३५ मने साहित्य For Personal & Private Use Only त्रमअधासंदकतवोवीसानिध्यतेदालराजहंसमोतीबुगएदेस्क ....यादासरावधारामादासतपाअरदासयतजाआसनारासनकाजालाजी १२ योगगजसवासराष०रआममतोतोसॅमोमीनारंगगवडमरीचावर रवाकर जलधस्वात्रकजेमरापर आगनमरकमलनयरनमैरिटेलाएगे दिनरात राधातजिकैनविमानाहि.सयटोलीलोतरीआमनमोहाघमादरो तासंलागोतांनरामनिकरनसेघायोदाजापर्वतदानारिय४ागजा वानसेवगजगधा आयोविनवास राणेतरणतारणेघनतारा दावा संदरदासारापातिप्राविजिनस्तरन आदानःस्साया अजितनिसरसादिबउलयनिणकायारादलजराजवीजनामेहानडमानामन्मुलन विवासदणीयातेगातारा वैरागंदारकीयाजतिवेगलाउदायोन्य कुरन सोलांजणावलिदायीसीबडीयारकीयाबंकरगनोकरदोयसेजोड़ा । ..रदल्यालयाचा दाधीवानविरामोहरमतरोमानजमोहीयोदुसमऊत वाना३ मदनविकारमनुतीमारनामोदतासिवभरवासातणावाससुवासजा गमादेवसतरी अदलकांसान०४मनवानरवंदोधरात्तावा શ્રી સુમતિપ્રભસૂરિ સુંદરીકૃત ચોવીશી પ્રથમ પત્ર' Page #372 -------------------------------------------------------------------------- ________________ સુમતિપ્રભસૂરિસુંદર)કૃત સ્તવનચોવીશી શ્રી અથ સુંદર કૃત ચોવીશી લીખ્યતે | ઢાલ રાજહંસ મોતી ચગે એ દેશી આદસર અવધારીયે, દાસ તણી અરદાસ રીષભજી. આસ નીરસ ન કીજીયે, લીજીયે જગ જસ વાસ રીષ૦ ૧ આ. મે તો તોનું માંડીઓ પૂરણ અવિહડ પ્રેમ રી. ચાહું ચરણારી ચાકરી જલધર ચાતક જેમ રી. ૨ આ. ભમર કમલ ઉપર ભમે રહું લણો દિનરાત રી. પ્રીત જિ કે નવિ પાલટે, પડિય પોલી ભાત રી. ૩ આ. મન મોહ્યો ઘણું માહરો, તો શું લાગો તાંન રી. પ્રેમનિજર ભર પેકીર્ય, દિજીર્થ વછિત દાન રી- ૪ આ. જાણીજો સેવળ જગધણી આપો અવિચલ વાસ રી તરણ તારણ પ્રભુ તારીયે દાખે સુંદર દસ રી- ૫ આ ઇતિ આદિ જિન સ્તવન ઢાલ ૨ રસીયારી અતિ જિણેસર સાહિબ ઓલવું, જિસકીયા અરીદલ જેર, ભવજન. મહાભડ આઠ નાંખ્યા ઉનમુલગ્ન, ત્રેવીસ હણીયા તેર ભ૦ ૧ અ. વૈરી અઢાર કિયા અતિ વેગલા, ઉદીયો પુન્ય અંકુર ભ. સોલાં ભણી વલિ દીધી સીખડી, ચાર કીયા ચકચૂર ભ૦ ૨ અ. મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૫૭ For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ દુક૨ દોય સંજોડા નિરદલ્યા પાંચાનૈ દીધી પૂઠ ભ મોહ નરપતો માન જ મોડીયો, દુસમગ્ર હું તો ધ્રુવ ભ૰ ૩ અ મદનવિકાર મન હુંતી મારનૈ, પોહતા સિવપૂરવાસ ભ વાસ સુવાસ જગ માંહે વસતી, અઢલક પૂરે આસ ભ૦ ૪ અ ભવીનર વંદો ધરી ભાવસું, પૂજો સતર પ્રકાર ભ કવિ સુંદર કહૈ પ્રભુ સેવા કિયાં પાંમીજૈ ભવપાર ભ૰ ૫ અ ઇતિ અજિત જિન સ્તવન ઢાલ ૩ હાંરે મુરૈ ધરમ જિનંદસું લાગી પૂરણ પ્રીતજો એ દેસી હાંરે મુરૈ સંભવ જિન સું લાગી માયા જોર જો, ચરણ કમલી ચિત નિત ચાહું ચાકરી રે લો. હાંરે પિણ મોટાસું જે હોણો મન મેલાપજો તે તો રૂગમાંહે દીસૈ ખરાખરી રે લો. ૧ હાંરે પ્રભૂ વસીયા અલગા સિવપુર કૈરૈ વાસ જો, તુમ દરસણનું તરઐ મોરી આંખડી રે લો. હાંરે હું તૌ સાહિબ સ્યું તો ઉડ મિલૂં ઈણ તાલજો. પિસ મુજનૈ નવિ દીધી દૈવૈ પાંખડિ રે લો. -૨ હાંરે કોઈ સંદેસો પિણ પોહચૈ નહી જિનરાજ જો કાગલીયા મૈ મની વાતાં કિમ લખું રે લો. હાંરે મુજ મનમંદરીયે કરીયે આવી વાસ જો ભૂંડા નૈ ભલા સાંભી હૈ પારખું રે લો. ૩ હાંરે મુજ સરિખા સાહિબ હૈ લખ કૌંડ જો તિણ માંહે હું જોતાં ગુન્નતી કેતલી રે લો. હાંરે પિણ ગુરૂના તો હોવૈ સહજ ગંભીર જો. છેહ ન દાખૈ રાખૈ મનમૈ અટકલી રે લો. ૪ હાંરે પિણ દૂર થકી હી જાંણેજ્યો તુમ્હ પાસ જો દિલરંજણ દુખખંડણ દર(સ)Ø દીયૈ રે લો.. હાંરે કવિ સુંદર ઈષ્ટ ૫૨ જપૈ બે કર જોડજો, દાસ તણી અરદાસ એ સાચી કીયૈ રે લો. પ ઇતિ સંભવ જિન સ્તવનં. ૩૫૮ * ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ ઢાલ ૪ ચતુર સનેહી મોહનાં એ દેશી અભિનંદન ચંદન સમો, સીતલ જેહનો સુભાવો રે, ભવીયણ થાલ ભરી કરી મોતીડે વધાવો રે. ૧ અભિ૦ ક્રોધ ન રાખે કેહથી સમતારસનો ધારી રે. અવતારી જગઉપરે, એ પ્રભૂ પર ઉપગારી રે ૨ અભિ૦ અયોધ્યા નગરી અવતસ્યા, સંવર નૃપકુલ દીવો રે. વાણી અમૃત મુખ વરસતી, પ્યાલા ભરભર પીવો રે ૩ અભિ૦ ચરણ કમલરી ચાકરી જે કર બાલ ગોપાલો રે. કવિ સુંદર કહે ત્યાં ઘરે; હોવૈ મંગલમાલો રે. ૪ અભિ ઇતિ શ્રી અભિનંદન જિન સ્તવન ઢાલ ૫ થાં રે માથે પચરંગી પાગ સોનારો છોગલો મારુજી દેશી સુમતિ સુમતિ દાતાર જિનેસર સાંભળો સાહિબજી. એ માહરી અરદાસ મુકીનૈ આંમલો સાવ હું છું તોરો દાસ ઉદાસ ન કીજીયે સાવ ચરણ કમલરી સેવ હિવૈ મુઝ દીજીયે તા૧ મોરો મન વસીયો તુમ પાય ન જાયે વેગલો સા પરમ પુરુષ મેં જાણ પકડીઓ તુમ પલો સા. બાલક જિમ રઢ માંડ આડી કરે માતરું સારુ તિમ મેં પિણ માંડ્યો આજ કૈ હઠ જગ તાતણું તા. ૨ આસંગાઈત હુર્ત વયણે આગલા સા. મોટા નાંણે રસ ન હોવૈ આકલા સા. અવગુણ તે પિણ ગુણ કરી મનમેં લેખકૈ સા. દ્વેષ તણી ચિત વાત ન કોઈ સંભવૈ સા. ૩ કરૂણાનિધ હુર્ત કેમ કેડો કરછોડનું સાત જિગજિણ આગે જાય નહી કર જોડશું સાવ ' ભવસાયરથી સાંમસેવક ઉદ્ધારીયે સાવ સુંદરને પ્રભૂ બાંહ ગ્રહી ને તારી સા. ૪ ઇતિ શ્રી. સુમતજિન સ્તવન. મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ક ૩૫૯ For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ' ઢાલ ૬ રહો રહો રહો વાલા એ દેશી પપ્રભૂ જિન તાહરી, મહમા મેરૂ સમાન લાલ રે. આયો ચરણે આયરે કીરત સુણમૈ કાન લાલ રે ૫૦ ૧ જલધરને દાતારની, સહુ કો કરે મન આસ લાલ રે મેઘા તો ઠાલા સર ભરે દાતા ન મેલૈ નરાસ લાલ રે પ૦ ૨ મૈનિત કીધાં જે દીયે તે ન કહીયે દાતાર લાલ રે. . દતા વિણ મૈનિત દીયે મુખશું ન કહીયે નાકાર લાલ રે ૫૦ ૩ જાચક તો આવૈ ઘણા, બોલૈ જસરત વાંણ લાલ રે દાતા દોસ ન દીજીયૂ, પ્રાપ્ત કરમ પ્રમાણ લાલ રે ૫૦ ૪ મૈ તો માહરા મન થકી નીચૈ કીધો આજ લાલ રે, સુંદર વૈછિત દીજીયે બાંહિ ગ્રહ્યાંરી લાજ લાલ રે ૫૦ ૫ શ્રી પ્રદ્મપ્રભૂ જિન સ્તવન ઢાલ ૭ નીંદડલી વૈરણ હોઈ રહી એ દેશી સુપાર્શ્વ જિર્ણદસું પ્રીતડી, મૈ કીધીહો બહુ મનમૈ કોડ કે સેવા પ્રભુરી સાચવું, વલે વંદુ હો નત દો કર જોડ કૈ ૧ સુ પ્રીત સકી જુગ મેં કરે પિણ પ્રીતડી તો નહિ જાણે રીત હૈ, સુગણાંરી પ્રીત સોહામણી, નિગુણારી હો વાતાં વિપરીત કે. સુ. ૨ સસનેહીનું ગોઠડી, કરતાં રી હો ન હોવૈ મનભંગ કૈ ચોલમજીઠ તણી પર નવિ પલટે હો નિતચઢતે રંગ કે. સુ. ૩ નિગુણારી પ્રીત નરાસડી રંગમાહૈ હો જે કરે વિરંગ કે છટકે છેહ ન દાખવૈ જિમ જાયે હો જલરંગ પતંગ કે. સુ. ૪. સુગણ સનેહી સાહિંબો, આચરણે હો ઓલખીયો આજ કે અવહડ પ્રીત ચલાવયો, ઈમ સુંદર હો જી જિનરાજ કૈ સુ૫ ઇતિ સુંપારસ જિન સ્તવન ઢાલ ૮ બિંદલી રી દેશી મેં ચંદ્રપ્રભુ જિનરાયા થે અજરામર પદ પાયો હો સાહિબ સુખદાયી. નરલેપી નામ ધરાવો, વલી ત્રભૂવન નાથ કહાવો હો. સા૧ ૩૬૦ ૦ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ વિષય થકી રહો અલગા, સિવનાર ભણી ક્યું વિલગા સા. મોહ વિના તું સોહૈ, પિણ સુરનરના મનમોહૈ હો સા. ૨ નવણ વિના પિણ નિરખે, સબ જુગરા મન તું પરખે હો રસના વિણ સુવિલાસ, લોકાલોકરા ભેદ પ્રકાસ હો સા૩ ઘાણ વિના ઘણઘણ નામી તું તો વાસ સુવાસ લે સાંમી હો સા. શ્રવણ વિના ઘરઘરની બૈઠો વાતાં સૂર્ણ તું જગની હો સા. ૪ વિણ વપુ રૂપ વિરાજૈ તું, તરૂણ પણો દેખી ને લાજૈ હો સા મૂરત મોહનગારી, હું વારી જાઉં વાર હજારી હો સા. ૫ મનોહર મુખનો મટકો, વલે લાખ ટકારો છે લટકો હો સા કહૈ સુંદર સુખકારી, હું જાઉં તુમ બલહારી હો સા૬ ઇતિ ચંદ્રપ્રભૂ જિન સ્તવન. ઢાલ ૯ અમલકમલ જિન ધવલ વિરાજે એ દેશી સુવિધ જિણેસર તું અલસર, પરમેસર જગપાલ દીનદયાલ કૃપાલ તું, એકતાલમૈ કરતનિહાલ. સુગ્યાની સાહિબ મેરા છે. અરે હાં સનેહી સુવિધ જિપ્સદા છે. મૅન પ્રકાસી શિવપુરવાસી અવિન્યાસી તો અંસ વંસ દીપાયો આપરો તોરી સુરનર કરે સુપ્રસંસ સુ. ૨ સા. ભવદુખ વારણ મોહ વિદાર, તારણ તરણ જિહાજ સુખ વધારણ સેવકાં, તું કોડ સુધારણ કાજ સુઇ ૩ સા. સુગ્રીવનંદન ભવિજનરંજન લંછન મકર સુહાત. પાવન કુંદન તું પ્રભુ, રાંમા માતરો જાત સુજાત. સુ૪ સા તું મેરો ઠાકુર મૈ તોરો ચાકર, મયા કરિ આતમરામ, દયા કરિ દરસણ દીજીયે, કવિ સુંદરને લિવ સ્વમ સુ. ૫ સા. | ઇતિ શ્રી સુવિધજિન સ્તવન. ઢાલ ૧૦ આસણા જોગી એ દેશી સીતલ જિનરી સીતલ વાણી, સુણો ભાવ ધરી ભવ પ્રાણી રે. - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૬૧ For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ મીઠી જિનવાણી ભવ દુઃખ હરણી બહુ સુખકરણી એ મોક્ષતણી નીસરણીરે મીઠી૧ આંકણી સાંભળતાં બુધ ખરી ભાસે મન મોહ મિથ્યા મત નાસૈ રે મીઠી મધુરી અમૃતથી પિણ વિલણી એ છે જગ તારણ તરણી રે મી. ૨ ઘન ગરજારવ જ્યુહી ગાજે સુરનરના સંસય ભાંજે ૨ મી. પ્યાલા ભરભર ભવીયણ પીવો જિમ પ્રગટે ગ્યાનરો દીવો રે મી. ૩ કુમત કદાગ્રહ દૂર નિવારી, સાંભલજ્યો સુર નરનારી ૨ મી. કહૈ સુંદર હોવૈ વિસતારો જોજિન વાણી મનધારો રે મી. ૪ ઇતિ શ્રી શીતલનાથ જિન સ્તવને. ઢાલ ૧૧ થીં રે મેહલાં ઉપર મહ ઝરોખે વજલી હો લાલ ઝરોઝે વીજળી રે દેશી શ્રી શ્રેયાંસ જિનરાજ દેખણ મન ઉંમહ્યો હો લાલ દેખ૦ વાલેસરરો વિજોગ ન જાએ મેં સહ્યો હો લાલ ન. તિમ વિણ ખિણ જે જાય તિ કો જુગ સારખી હો. ત. મૈ કહી સાચી વાત માંણજ્યો મનરખી હો. ત. ૧ જપતો આપરો જાય જાયે દિનરાતડી હો જા કહો કુણ આગળ જાય કહું મનવાતડી હો કે માહો પૂરણ રાગ સદા તુમ ઉપર હો સક તું નિસનેહી જેમ મિલે નહી અવસરે હોમિ૨ પાસ વિહુણો રંગસુરંગો નવિ ચઢે હો. સુ તાલી એકણ હાથ કહો કિણ વિધ પડે હો. ક. પોતાવટની રીત ન કો મન તું ધરે હો. ન નાંણ મન અસવાર ઘોડો દોડી મરે હો. ઘો. ૩ ૩૬૨ ૪ ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય ના For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ જલ વિના જિમ મીન કૈ દીન દયામણો હો દી. મેહ વિના જિમ મોર ચકોર ઘણો ઘણા હો બ૦ ઈમ જાણી જગનાથ કે દરસણ દીજીયે હો દ કવિ સુંદરરો એહ કહ્યો હિસૈ કીજીયે હો. ક૪ ઇતિ શ્રી શ્રેયંસ જિન સ્તવને ૧૧ ઢાલ ૧૨ પ્રીતડલી ન કીજે હો નારી પરદેસીયા રે એ દેશી વાસુપૂજ્ય જિન સાહિબ માહરા રે તું મુઝ પ્રાણ આધાર તું ગત તું મત તું જીવન જડી રે તું દુખ ભાંજણહાર ૧ વા. તુમ સરીખા સાહિબ સિર છàરે મોહ કરે કિમ જોર સૂરજ ઉગે જિમ નાસે સહીરે ઘૂઅડ નૈ વલિ ચોર ૨ વા. તિમર જાય જિમ દીપક દેખનૈ રે અગન થકી જિમ સીત સીહ આગ મૃગ કિમ માંડી સકેરે એ જગગુરૂની રીત ૩ વા. તિમ અનુચરને પ્રભુજી તારતારે લાગે નહીં કો દામ ખોટ ખજીનો નહીં કોઈ આપરે રે સુ નિજર ભાલો સ્વામ ૪ વા. દેવો હુવૈતો તુરત જ દીજીયે રે, ઠાલી લાલચ કાય મનવંછિત મુઝ સિવસુખ આપીયે રે, કહે સુંદર જિનરાય પ વા. ઇતિ વાસપૂજ્ય જિન સ્તવને ૧૨ ઢાલ ૧૩ નણદલની એ દેશી ભવીયણ હે ભવીષણ વિમલ જિર્ણોસર વંદીયે પ્રહ ઉગમર્તી સૂર ભ. નવનિધ હોવૈ નામથી પાવૈ સુખ ભરપૂર ભ૦ ૧ વિ. ઘર સંપત વાધે ઘણી પસરે બહુ પરવાર ભ૦ મનવંછિત આવિ મિલે નાંમ જણ્યાં નરધાર ભ૦ ૨ વિ. દરસણથી દૂર ટલે મોહ પડલ અંધકાર ભ૦ સમકિત પાવૈ ઉજલો રહૈ નહી પાપ લિગાર ભ૦ ૩ વિ. પ્રણમંતાં સુખ પામીયે એ જિનવર ગુણ જાણ ભ૦ ઇમ જાણી વાંદો ભાવશું. આપે અવિચલ આંણ ભ૦ ૪ વિ. મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૬૩ For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ગુણદરીયો ભરીયો ગુણે કહિતાં નવે પાર ભ. સુંદર કહૈ ભવી સાંભલો એ જિન તારણહાર ભ૦ ૫ વિ. ઇતિ શ્રી વિમલજિન સ્તવન ઢાલ ૧૪ મોતીડાની દેશી અનંત જિર્ણદો ગ્યાન અનંતો તું જગમાંહ વડો ગુણવંતો સાહિબા મનમોહનગારા પ્રભુજી મનમોહનાં. ૧ સાયર ઉંડપણો કુણ બૂઝે ગગનરો ઉંચપણો કુણ બૂઝે સા. ૨ ગંગા વેલૂ તણા જે કણીયા કહો કિમ જા તેહીજ ગણીયા, સા૩ તુમ જિન ગુણ કુણ વખાણ તાહરી ગત તું હી જ જાણે સા. ૪ એહવો ગ્યાન નહી મુઝ આજ જો તુમ ગુણ ગાવું જિનરાજ સા. ૫ સરવર નાનો બાંહે તરાવૈ. પિણ સાયર તરીયો નવિ જાયે સા. ૬ તુમ ગુણ કડિતાં પાર ન આવૈ જો જુગ વરસાં સો વહી જાવૈ સા. ૭ કાલાવાલા સુણી મુઝ કેરા સુંદરના યલો ભવ ફેરા સા. ૮ ઇતિ શ્રી અનંત જિન સ્તવન ૧૪ ઢાલ ૧૫ નણદલરી બેહની પ્રીત પૂરવ પુન્ય પાઈઈ એ દેશી ધરમ જિનેસર મન ધરો ઉલઘડી જિનરાજ હે જિ. ગ રે જીવન વાલહો સાહિબ ગરીબનવાજ હે ૧ જિ. ધ. ૩૬૪ એક ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ના For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ દેવ ઘણા છે દેવલે તિણ શું ન મિલે તાન હે જિ. તરણતારણ ન્ગ એક તું અવર નહીં સંસાર હે જિ૨ ધ. રતન ચિંતામણ મેલને કાચ પ્રહ કુહા હાથ હે જિ. સુરતરૂ વૃક્ષ અલગો તજી કુણ ઘાલે બાઉલ બાથ હે જિ. ૩ અમૃત સરિખો મેલને વિષ કુણ ખાયે જાણ છે જિ. જિહાજ સમો જિન મેલને પકૐ કુણ પાષણ હે જિ. ૪ ઇમ જાણી મૈ આદરયો જગ વછલ જગદીસ હે જિ. કર જોડી સુંદર કહૈ મુઝ પૂરો મનહ ઝગીસ હે જિ૫ ધ. - ઇતિ શ્રી ધર્મ જિન સ્તવને. ઢાલ ૧૬મી વીછીયાની હાં રે લાલ શાંત જિણેસર સાહિબા સાંભળ માહરી વાત રે લાલ સંગ ન છોડું તાહરો, ગુણ ગાવું દિન નૈ રાત રે લાલ ૧ સં. હાં રે લોલ ઉત્તમ સંગ મેલૂ કહૈ, જગમાંહે જિનરાય રે લાલ ચંદન પાસે રૂખડા સોઈ સુગંધા હોઈ રે લાલ શાં ૨ સં. નિષરા સંગત નીચકી લુંણ ભલ્યાં જાણે ગંગ રે લાલ કસ્તુરીને વાસ ના જિમ જાયે લસણ પ્રસંગ રે લાલ ૩ સં. નીચ સંગત કીધાં થકી ગુણ સગલી ગલી જાય રે લાલ ઉત્તમ સંગત આદરમાં દુખ દોહગ દૂર પુલાય રે લાલ ૪ સં. હાં રે લાલ તુમ સરિખા જગમેં પ્રભૂ બીજો નહી કોઈ દેવ રે લોલ ભાવ ધરીને વંદણા કહે સુંદર નિતમેવ રે લાલ ૫ ઇતિ શ્રી શંત જિન સ્તવને ૧૬ - મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૬૫ For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ઢાલ ૧૭ આજ નિહેજો રે દીસે નાહલો એ દેશી કુંથ જિણેસર સાહિબ માહરા, કેમ ધરો નહીં પ્રેમ માહરો ચિત્ત તો તુમ ચરણ વસે ચંદ ચકોરાં જેમ ૧ કુ. એક પખી જિન કરતાં પ્રીતડી ન હુવે રંગ ઉમંગ દીપક રાતે જે કાંઈ મનમે નહીં જલ બલ મરે પતંગ ૨ કુ. હું રાગી તુમ ગુણ કરી રીઝીયો, તાહરે દિલ નહીં કાઈ નિબલને સબલો ગુણ કરે, તે તો આટારણે રે જાય ૩ કુ. નેહ નિજરભર હસને બોલતાં, દામ ન લાગે રે કાય અવર ન માંગુ સુંદર ઇમ ભણે ઈતરો લાખ પસાય ૪ કુ. ઇતિ શ્રી કુંથ જિન સ્તવને. ૧૭ ઢાલ ૧૮ રાગ કાફી મેરે દિલ આય વસ્યો મેરી અરજ સુણો જિનરાય ૧ મે. તોનું લગન લગી હૈ તાલી, દૂજા નાવૈ દાય ૨ મે, કેસર સૂકડ મૃગમદ મેલી પૂજું તાહરા પાય મે. ૩ ફૂલ ચઢાવું ધૂપ ઉખેવું પ્રણમું સીસ નમાય મે. ૪ આરતી મંગલદીવા કરી કરૂં જિન આગલ આર્ગ આય મે. ૫ નૃત્ય કરું હું ભાવ ધરીનૈ તાલ મૃદંગ વજાય મે. ૬ અરીનાથ જિણેસર કેરા નિત સુંદર ગુણ ગાય મે૭ ઇતિ શ્રી અરિજિન સ્તવને ૧૮ ઢાલ ૧૯મી રાગ સારંગ ભેટ જો મુખ શ્રી ભગવંત રે ઓર નહીં કોઈ દેવ ન એસો. સરસવ મેર ક્યું આંતરો ૧ ભે, આપદ ચૂરે પરતા પૂરે પરતખ એહ પટંતરો ૨ ભે, તરણ તારણ હૈ તીન ભુવન કો એહ વિરૂદ અરિહંત રો ૩ ભે, ભવીઅણ ભાવ ધરી જિન જોતાં કષ્ટ ટલે મરણંતરો ૪ ભે, કોઢ ભગંદર રોગ ગર્મ વડો જાયે જ્વર એકતરો ૫ ભે, કહૈ સુંદર મલ્લિનાથ પૂજો તો ભવસાયર હેલાં તરો ૬ ભેટ ઇતિ શ્રી મલ્લિ જિન ગિત ૧૯ ૩૬૬ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ના For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ ઢાલ ૨૦ માંહરા સુગણ સનેહી ઢોલા એ દેશી મુનીવત જિનરાયા હૈ તો પુન્ય સંયોગે પાયા રે માંહરા અકલ અરૂપી પ્રભુજી તુંહી જ ત્રણ સગીનો મુઝ મનમંદિરમેં નગીનો રે માં. ૧ “ દેવ અવર સહી છાંડી મેં તો પ્રીત પ્રભુજીનું માંડી રે માં. હું તો સેવા ન છોડું તોરી તૈ મન બાંધો વિણ ડોરી રે માં ૨ તું લાલચમે લલચાવૈ તું તો લટપટમે સમઝાવૈ રે માં પિણ હું કેડ ન મુકું અવસર વલિ કોઈ ન ચૂકું રે માં ૩ દીજૈ મુઝને દિલાસા, પૂરો મનડાની હિવ આયા રે માં. કહૈ સુંદર સિર નોમી હિત સુનિજર ભાલો સાંમી રે માં. ૪ ઇતિ શ્રી મુનિસુવ્રત જિન સ્તવને ૨૦ ઢાલ ૨૧મી મુજ વાડીયે પધારો એ દેશી ઈકવીસમા નમિનાથ આપે જે અવિચલ આથ એ તો અનાથાં કેરો નાથ ૧ ભવિજન ભાવસું જિન વંદો – આંકણી. સુખ સંપત એહ સમાય મોહનરપતિરા દલ કાપે એ તો સ્વરગ તણા સુખ આપે ૨ ભ૦ જિનમંદર મેં જાઈ જ સત્તરભેદી પૂજા કીજી નરભવનો લાહો લીજી ૩ ભ૦ જિન અંગે અંગીયાં રચાવો પંચરંગા ફૂલ ચઢાવો જુગ વત્સલરા ગુણ ગાવો ૪ ભ૦ નિત નવલા નૃત્ય કરાવો, વાજા મંગલીક વજાવો મન સૂધ ભાવના ભાવો ૫ ભ૦ જે જિન વદે નરનારી તે હોર્વે અલપ સંસારી કહૈ સુંદર હિત સુખકારી ૬ ભ૦ ઇતિ શ્રી નમિ જિન સ્તવને ૨૧ ઢાલ ૨૨ ઈડર આંબા આંબલી રે એ દેશી તોરણથી પાછા વલ્યા રે કહો અવગુણ મુઝ કત મુઝને મેલી એકલી રે રોસ ધરી ગુણવંત મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન અંક ૩૬૭ For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ નેમીસર આવોની અંદર આજ હાંજી થે છો મુઝ સિરતાજ હાંજી સારોનૈ વંછિત કાજ હાંજી શ્રી સાહિબ ગરીબનવાજ ૧નેમી તુહે તો સંજમ આદયો રે પસૂ સુણી પુકાર વિરમણી વરવા ભણી રે જાય ચડ્યો ગિરનાર ૨ ને. હંસ ઘણી મનમૈ હુંતી રે દરસણરી યદુરાય અંતર પડીયો અતિ ઘણો રે કિમ કર મિલીયો જાય ૩ ને. વાત ન કામનરી કહી રે દીધો નહી કો દોસ નપટ નહેજો નાહલો રે રાખ્યો હું મન રોસ ૪ ને. નવ ભવાંરો નેહલો રે ત્રટકે દીધો તોડ મુઝ મન આસ લી નહીં રે કોઈ ન પૂગી કોડ ૫ ને. જનમારો કિમ જાયસે રે ભોગી વિણ ભરતાર જગમેં ખોટો જાણીયે રે અબલાનો અવતાર ૬ ને ઈમ વિલવંતી એકલી રે ચાલી રાજુલ નાર દેવર ચૂકો દેખનૈ રે સમઝાયો તિણ વાર ૭ ને ગિરનાર પોહતી ગોરડી રે નેમ જિર્ણોદર પાસ સૂધ મન સંજમ લીયો રે પોહતી સિવપુર વાસ ૮ ને નેમરાજુલ દોનું મિલ્યા રે મુક્ત મંદિર કૈ વાસ , કરજોડી સુંદર કહૈ રે ભવભવ તુમચો ઘસ ૯ ને. ઇતિ શ્રી નેમ જિન સ્તવને ૨૨ ઢાલ ૨૩ નદી જમનાકે તીર ઉડે દોય પંખીયા એ દેશી વામાનંદન એહ સુણીજે વીનતી હું ઘણી જિનરાજ કે મુઝ મનમેં હુંતી આયો અવસર આજ કહું વાયક ઇસા દિલરંજણ સુભનયણ દેખો સેવક દસા ૧ હું ભમી ભવમાંહ ઘણા ભવ હારીઓ ભેજ્યો નહી ભગવાન કે ધંધે ભારીઓ લાલચ વાયો જીવ લૂઓ બહુ લોભીઓ થાપણ મોસા માહિ ઘણું મન થોભીઓ ૨ પાપે નિજર ભરાય દેખી અસ્ત્રી પારકી મદનતણી વલી ફોજ જીતી નહી માર કી દયા નવિ પાલી ભૂલ ન કો ઇંદ્રી દમી, ખોયો નર અવતાર રંગે બૈલી રમી ૩ કીધા ક્રોધ અપાર માયામૈ દિલ કીયો, લોકતણો બહુ માલ અન્યાયે લુટી લીયો કીધા સગલાં પાપ કહું હવૈ કેતલા, જાણે તું જગદીસ કહ્યા મેં જેતલા ૪ તારક સાહિબ નામ તાહારો સાંભલી, આયો હું તમ પાસ કે મોસર અટકલી દીજૈ દરસણ દેવ હિર્વે કરને દયા મો પર શ્રીજિન પાસ સહી કીજૈ મઆ ૫ ૩૬૮ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ના For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ બાંહે ગ્રહીનૈ આપ તારો બહુ હિત કરી દાસ તણી અરદાસ એતી ચિત્તમે ધરી આંણો મન બહુ ભાવ ઘણી વલિ આસતા, સુંદરનૈ સિવવાસ દીજૈ સુખ સાસ્વતા. ૬ | ઇતિ શ્રી પાર્શ્વ જિન સ્તવને ૨૩ ઢાલ ૨૪ શ્રેણક મન અચરિજ ભયો એ દેશી શ્રી વીર જિણેસર સાહિબા, અરજ સુણો ઈક મોરી રે હું મૂરખ બંધ પડ્યો સેવા ન કીધી તોરી રે ૧ શ્રી. ઇતરા દિને ભૂલો ભમ્યો વંદ્યા દેવ અનેરા રે તિણથી મુઝ નવિ ટલ્યા ભવભવ કેરા ફેરા રે ૨ શ્રી. તરણ તારણ બિરૂદ તાહરો સાંભલીયો મૈ શ્રવણે રે ઉલટ ધરીને હું આવીયો નિરખવા સૂરત નયણે રે ૩ શ્રી. મહેર કરીનેં મો ભણી દ્યો દરસણ જિનરાજ રે ભવસાયરથી તારીયે સાહિબ ગરીબ નવાજો રે ૪ શ્રી. સીધારથ કુલચંદલો તરિલારાંણીરો જાયો રે સુંદરને પ્રભુ દીજીયે વાંછિત દાન સવાયો રે ૫ શ્રી. ઇતિ શ્રી મહાવીર જિન સ્તવન. ઢાલ ૨૫ મી આદર જીવ ક્ષમા ગુણ આદર એ દેશી એહવા રે જિન ચકવીસે નમતાં, હુર્વ કોડ કલ્યાણ જી ભય સગાઈ ભાંજી જાયે અરિહંત માંની આંણ દ એ. નવનિધ સિધ થાએ જિનનામ, પાવૈ રિધ ભરપૂર જી પુત્રકલત્ર પરિવાર પસર, ઉગે પુણ્ય અંકૂર જી ૨ એ. પુજ્યાં તે જિનવરની પ્રતિમા, હોર્વે નિરમલ દેહ જી ભવભવ કેરા પાપ પુલાયે વધે ધરમ સનેહ જી ૩ એ. અરિહંતરા ગુણ છે અનંતા, જીભે કિમ કહિવાય છે સુરગુરૂ તે પિણ પાર ન પાવૈ, જિમવારો વહી જાઈ જી ૪ એ. રાજનગર ચૌમાસ રહીનૈ એ મૈ કીધી જોડ જી કવિયણનૈ હું અરિજ કરૂં છું મત કાઢીજો ખોડ જી ૫ એ. કાલાવાલા જે મેં કીધા લેખે આયા તેહજી મોટાંરા ગુણ કહતાં મુખથી ઉવેખે કુણ એહજી ૬ એ. અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૬૯ For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ થણતાં શ્રી જિનવરની કીરત, વાધ જગ જસવાસ જી લૂખો તેહી પિણ તરધારી ખંડલ ગસથી પાસ જી ૭ એ. સંવત અઢાર ઈકવીસા માંટે ઉત્તમ કાતી માસ જી સોભાગ્ય પાંચમ પરબ તણો દિન, ગાયા ગુણ ઉલાસ જી ૮ એ. શ્રી વડગછતણા પાડોધર શ્રી જિનપ્રભૂસૂરીંદજી , તાસ પાટ સુખપ્રભૂસૂરીસર તે જિમ પુણિ ચંદજી ૯ એ. તાસ પસાય સમતપ્રભૂસૂરે ગાયા જિન ચોવીસજી ભણતાં ગુણતાં સુણતાં ભવજન હોર્ય સીયલ જગીસ જી ૧૦ એ. ઇતિ ચતુર્વિસતિ જિનાને ચતુર્વિસકા સંપૂર્ણ ૩૭૦ એક ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય , કમ ર - - - - - For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ र KASH 178 For Personal & Private Use Only - मप्रशित योवीशीमो मने तेनु मध्ययन * 3७१ इतिश्रीमाहवारजिनस्तवन ढालसमझादमावस्यमागुणमादरएवारेज नवनवासेनमताऊवैकोडकागजालिमसरालाई नाजाजासरितमानी आजारा एनवनिसिश्याएजिननांमपावनिरपरजापत्रकानपुरवायसराजघरायसका जारपाज्यांतेजिनवरनापतिमाहोनिरमानदेहजानवर केरामायलाटो बा। धेघरमसनेटजीवशेषमरितरगुरणप्रनेताजा किमकदिवायजासस्यकता remयारनामावनिमवारोवहीजाजीधरराजनगस्तीमासरदानम्मकाधाजीडजा कवियनैसरिजकसंखामतकादाजोमोजायएकानावाजमेकावालाम्यानेलार हजामोटारगुणकत्तामुषधाउवेपेकुणएहजीएण्युपताश्रीनिनवरनाकारतावधि जगजसवासजालपोतदापिएतराराषफलंगसघापासजीएसंवतअडारकवीसावा उत्तमकातामासजीसोनाग्यांवमपरबगोदिनागायागुपाउलासजाएगा। बाबागबतायटिीधर श्रीजिनन्तस्यूरंदजी तासपाटसुष्मनस्तरीसरताजमण| यंदजी एणि तासपसायसमावस्तूरे गायाजिनचादीतीलगतागुणतातगा। नहीजन हविस्तीयलनगीसजीएक इतिवर्विसतिजमानेचुनःविसकासंपूर्ण Maratresraekar - શ્રી સુમતિપ્રભસૂરિ સુંદર)કૃત ચોવીશી અંતિમ પત્ર Page #387 -------------------------------------------------------------------------- ________________ સુમતિપ્રભસૂરિ સુંદરકત સ્તવનચોવીશી કવિ પરિચય - વડગચ્છના જિનપ્રભસૂરિના શિષ્ય સુખપ્રભસૂરિના શિષ્ય સુમતિપ્રભસૂરિ (સુંદર) એ આ સ્તવનચોવીશીની રચના સં. ૧૮૨૧ના કાર્તક સુદ પના દિવસે અમદાવાદમાં (ઈ.સ. ૧૭૬ ૫) કરી છે. આ સિવાય કવિની અન્ય કૃતિ કે પરિચય ઉપલબ્ધ નથી. પ્રતિપરિચય મસ્જિદબંદર અનંતનાથજી જૈન જ્ઞાનભંડારની વે-૨૧૮૨ ક્રમાંકની પ્રત ૨૫૧/૨ ૧૦૧/૨ સે.મી. સાઇઝ અને કુલ ૮ પાત્રો ધરાવે છે. પ્રતના અક્ષરો સ્વચ્છ છે, કેટલીક જગા પર હાંસિયામાં લખવામાં આવ્યું છે. કેટલેક સ્થળે પ્રત પર તેલ કે પાણી ઢળવાથી વધુ કાળાશ આવી છે. પ્રતની પુષ્પિકા નથી, આથી લેખન સં. તેમજ લિપિકાર વિશે માહિતી મળતી નથી. કૃતિપરિચય સુમતિપ્રભસૂરિ (સુંદર)ની આ સ્તવનચોવીશીમાં સરળતાનો ગુણ મુખ્યરૂપે જોવા મળે છે. ભક્તહૃદયની સરળ ભક્તિસભર અભિવ્યક્તિને કારણે આ ચોવીશીમાં ભાવસભર કોમળ પ્રાર્થના અનેક સ્થળે જોવા મળે છે. કવિ બાળકભાવે પરમાત્મા સમક્ષ પોતાનું હૃદય ખોલે છે, માતા-પિતા સમક્ષ બાળક જે રીતે પોતાની મનગમતી વસ્તુ માગી લે એ રીતે જ પરમાત્મા પાસે મનવાંછિત માગવામાં સંકોચ અનુભવતા નથી. ચરણ કમલ રી સેવ હિવૈ મુઝ દીજીયે સાહિબજી ૧ મોરો મન વસીયો તુમ પાસ ન જાયે વેગલો સાહિબજી. પરમપુરુષ મેં જાણ પકડીઓ તુમ પલો સાહિબજી. બાલક જિમ રઢ માંડ આડો કરે માતરું સાહિબજી તિમ મેં પણ માંડ્યો આજકૈ હઠ જગતાતશું સાહિબજી ૨ (૫, ૧-૨) એ જ રીતે વાસુપૂજ્ય સ્વામી સ્તવનમાં પણ મધુર ઉપાલંભ આપતાં કહે છેઃ ૩૭૨ ક ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય મારા મા મા જ કાન પર ન For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ દેવો હુવે તો તુરત જ દીજીયે રે, હાલી લાલચ કાય. મનવાંછિત મુઝશિવસુખ આપીયે રે, કહે સુંદર જિનરાય. (૧૨, ૫) તો આવા જ બાળક જેવા સરળ ભાવે પોતાના પાપોને માટે પ્રાયશ્ચિત્ત પણ ઇચ્છે છે : હું ભમીઓ ભવમાંહિ, ઘણા ભવહારીઓ, ભજ્યો નહિ ભગવાન, કે બંધ ભારી; લાલચ વાયો જીવલે, હુઓ બહુ લોભીઓ, થાપણ મોસામાંહિ ઘણું મન થોભીઓ. ૨ કીધાં ક્રોધ અપાર, માયામેં દિલ કીયો, લોક તણો બહૂ માલ, અન્યાયે લૂંટી લીયો. કીધા સઘળાં પાપ, કહું હવે કેટલાંક જાણે તું જગદિસ, કહ્યા મેં જેટલા. ૪ (૨૩, ૨-૪) કવિએ જેમ સરળ રીતે પોતાની ભાવ-અભિવ્યક્તિ કરી છે, એ જ રીતે પોતાના ભાવને પુષ્ટ કરવા એવા જ સરળ અલંકારો પ્રયોજવાનું પસંદ કર્યું છે, જે બહુધા પરંપરાગત હોવા છતાં કવિના કથયિતવ્યને યોગ્ય રીતે વેધક બનાવવામાં સહાયભૂત બને છે. પરમાત્મા પ્રત્યેના દઢ સ્નેહને અભિવ્યક્ત કરવા ઉપમા અલંકાર પ્રયોજીને કહે છે : મેં તો તો શું માંડીઓ પૂરણ અવહડ પ્રેમ રી. ચાહું ચરણારી ચાકરી જલધર ચાતક જેમ રી. ભમર કમલ ઉપર ભમઈ રહૈ લીણો દિનરાત રી. પ્રીત જિ કે નવિ પાલટે, પડિય પટોલી ભાંત રી. ' (૧, ૨-૩) તો પરમાત્માની કૃપા સેવક પર વરસતી હોય તો મોહરાજા શું કરે ? એ વાત દષ્ટાંત અલંકાર દ્વારા વર્ણવતાં કહે છે : તુમ સરીખા સાહિબ સિર છલૈ રે, મોહ કરે કિમ જોર. સૂરજ ઉગે જિમ નાસૈ સહી રે, ઘૂઅડને વલિ ચોર. ૨ તિમર જાય જિમ દીપક દેખનૈ રે, અગન થકી જિમ સીત સીહ આગ મૃગ કિમ માંડી સકે રે, એ જગગુરુની રીત. ૩ (૧૨, ૨-૩) તો વળી ક્યારેક પરમાત્મા પ્રત્યેની પોતાની એકપક્ષી પ્રીતિ વિશે ફરિયાદ કરતા કહે છે : એકપખી જિન કરતાં પ્રીતડી, ન હુ રંગ ઉમંગ દિપક રાતે જે કાંઈ મનમૈ નહીં, જલ બલે મરે પતંગ (૧૭, ૨) અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૭૩ For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ આ પંક્તિઓમાં વર્ણવાયેલી દીપક અને પતંગની ઉપમાઓ અત્યંત સચોટ છે. એ જ રીતે પરમાત્માના અનંત જ્ઞાનાદિક ગુણોનું વર્ણન કરવા શ્રી અનંતનાથ સ્તવનમાં પ્રયોજેલ અનન્વય અલંકાર પણ મનોહર છે; સાયર ઉંડ પણો કુષ્ણ બુઝૈ ગગન ો ઉંચ પણો કુણ બુઝૈ. સા૰ ૨ ગંગા વેલૂ તણા જે કણીયા કહો કિમ જાવૈ તેહી જ ગણીયા. સા૦ ૩ તુમ જિનજી ગુણ કુણ વખાણૈ તાહરી ગત તુંહી જ જાણે. સા ૪ પરમાત્માની તારકશક્તિ વર્ણવતાં કહે છે : દેવ ઘણા છે દેવલે, તિગ્રસ્ ન મિલે તાંન હો જિ તરણ તારણ જગ એક તું, અવર નહિ સંસાર જિ ૨ ધ અમૃત સરિખો મેલનૈ, વિષ કુણ ખાયે જણ હૈ જિ જિહાજ સમો જિન મેલનૈ, પકડૈ કુણ પાÜણ હે જિ ૪ (૧૫, ૨-૪) આવા સરળ, ધ અલંકારો આ ચોવીશીની શોભારૂપ છે, અને કવિહૃદયના ભક્તિભાવનો સુંદર પરિચય કરાવે છે. કવિએ પોતાના વિરહદુઃખની પણ સુંદર અભિવ્યક્તિ કરી છે. (૧૪, ૨-૩-૪) હાં રે પ્રભૂ વસીયા અલગા સિવપુર કૈરે વાસ જો, તુમ દરસણનું તરસૈ મોરી આંખડી રે લો. હાં રે હું તૌ સાહિબસંતો ઉડ મિલૂં ઈણ તાલજો, પિણ મુજનૈ નવિ દીધી દૈવે પાંખડિ રે લો. આ જ રીતે કવિ રાજુલના વિરહ દુ:ખને વર્ણવતાં કહે છે : હંસ ઘણી મનમેં હુંતી હૈ, દરસણ રી યદુરાય. અંતર પડીયો અતિઘણો રે, કિમ ક૨ મિલીયો જાય. વાત ન કામની કહી રે, દીધો નહી કો દોસ. નયન નહેજો નાહલો રે, રાખ્યો તુજ મન રોસ. નવભવારો નેહલો રે, ટકે દીધો છોડ. મુજમન આસ ફ્ળી નહીં રે, કોઈ નપુગી કોડ. ૩૭૪ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only (૩, ૨) (૨૨, ૩-૪-૫) Page #390 -------------------------------------------------------------------------- ________________ પોતાનો કોઈ અપરાધ દર્શાવ્યા વિના પોતાને છોડી જતાં નેમિનાથને મનમાં આટલો ક્રોધ કેમ રાખ્યો છે? એવો રાજુલ વેધક પ્રશ્ન પૂછે છે અને નવ ભવના સ્નેહને આમ તત્કાળ “ત્રટકે છોડી દીધો, અને નિરાશામય અસ્તિત્વ બની ગયું – એમ રાજુલની ઉક્તિમાં તેની વિરહવ્યથા સુચારુ રીતે વ્યક્ત કરી છે. આવી ભાવાભિવ્યક્તિની સાથે જ પરમાત્માએ કષાય-આદિને દૂર કર્યા, તેનું ચિત્રણ મધ્યકાળમાં પ્રચલિત હરિયાળીની રીતિએ કર્યું છે. અજિત જિણેસર સાહિબ ઓલપું, જિણ કીયા અરીદલ જેર. મહાભડ આઠ નાંખ્યા ઉન મુલને, ત્રેવીસ હયા તેર. અ. ૧ વૈરી અઢાર કિયા અતિ વેગલા, ઉદીયો પુન્ય અંકુર. સોલાં ભણી વલિ દીધી શીખડી, ચાર કીયા ચકચૂર. ભ. ૧ અ. અજિતનાથ ભગવાને શત્રુદળને જીતી લીધા છે. આ શત્રુદળના અગ્રેસર એવા આઠ કર્મરૂપી અતિ બળવાન યોદ્ધાઓને નષ્ટ કર્યા છે, તેમજ પાંચ ઇંદ્રિયોના ત્રેવીસ વિષયોને દૂર કર્યા છે, તેમ જ તેર આળસ વગેરે કાઠિયાઓને પણ નષ્ટ કર્યા છે. અઢાર પાપસ્થાનરૂપ વૈરીઓને એકદમ દૂર કરી દીધા હોવાથી પુણ્યના અંકુર ફૂટ્યા છે. સોળ ઉપકષાયોને વિદાય કરવા માટે સીખ દીધી છે, તેમજ ચાર કષાયોને તો ચકચૂર કરી દીધા છે. કવિએ સિદ્ધ પરમાત્મા જ્ઞાનેન્દ્રિયરહિત હોવા છતાં જ્ઞાનના પ્રબળ પ્રકાશ વડે ઇન્દ્રિયધારીઓ કરતાં અનેકઘણું જ્ઞાનને ધરાવનારા છે. તેનું વર્ણન આઠમા સ્તવનમાં સુંદર રીતે કર્યું છે. નયણ વિના પિણ નિરમૈ, સબ જુગરા મન તું પરબૈ હો. રસના વિણ સુવિલાસ, લોકાલોકરા ભેદ પ્રકાર હો. સા. (૮, ૩) આંખો વિના પણ ભૂત, ભાવિ, વર્તમાનકાળ – ત્રમે કાળના સર્વે મનુષ્યોના મનને પારખનારા છો. રસના (જીભ) વિના પણ સર્વ રસોના વિલાસને ભોગવનારા છો, તેમજ લોકાલોકના ભેદનો પ્રકાશ કરનારા છો. અંતે, કવિ પોતે કળશમાં પોતાની સમગ્ર ચોવીશીને કાલાવાલા' કહીને ઓળખાવે છે, તેમાં તેમનો નમ્ર ભક્તિભાવ પ્રગટ થાય છે. કવિએ પ્રત્યેક સ્તવનને ઢાળ' તરીકે પણ ઓળખાવેલ છે, પરંતુ રચનાદૃષ્ટિએ દરેક સ્તવનો સ્વતંત્ર એકમ છે, એક જ બૃહદ્ સ્તવનની ઢાળ નથી. કવિએ પ્રત્યેક રચનાને અંતે નામછાપમાં પોતાનું સુંદર એવું ઉપનામ સૂચવ્યું છે. અંતે કળશમાં પોતાની ગુરુપરંપરા અને પોતાનું “સુમતિપ્રભ સૂરિ એવું નામ સૂચવ્યું છે. આ રચના ભાવાભિવ્યક્તિની સરળતા, કેટલાક રમ્ય અલંકારો આદિને કારણે એક સરળ, ભક્તિભાવ પ્રધાન ચોવીશી તરીકે નોંધપાત્ર છે. મામા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ક ૩૭૫ For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ दायचोवीसारमतादासयानीnanजिसमाfaims मोघवरामासनेही पाकलाईलिदायतीचंदचकोतातेमासाप्रामाहवम्ही प्रातिनादिनानिमलसफरीनारावासासेवकनेक्षाकस्पोसाहिबार ननतिसाशापीतेसेयुकाटनेनाणी तारेलावनेनाणसातससंगतीहत निमाणीसगुलानेधारामा३nानामााई जोवरस्पी तीनहीकापौरेक यासomतिकरिसामनावस्पानवरोस्पोसाहिबसरवायnamanा अथवा तिजोसामने मापपोतोराजिनकामासावारुश्मनमोहताती दोहिदयाएंगस्नानासापिएसेवकखामाईमहिरोनगरिखनावाजासक पमेहरकरूपानाहदेवाननीनायोमरसमाजासावरपुष्पपसापामा दिसताह आसाइभमानजनजागतिसरजेंसाश्या हो काAIN निश्रीषननिनसावाचारोमोहलपमहकरुंवाजला होजाबमाएदे अजितजिसमा दिबसानलीजगक्षणा होलाकिास प्राणिमानित मत શ્રી મુક્તિસૌભાગ્યગણિ કૃત ચોવીશી પ્રથમ પત્ર HAमानोतवानिमामाबारसेवनाहीनाममानमथकालावन के यवायाम्पोचारपदनादोलाला कोयकोयने कोयनापारविषयावर भारपवाचकलणेही तातिश्रीनीजिनस्तनमहोपात्रायश्रीमति साभाम्पसिनाचशिविकासमानः॥श्रीरामकायाणमस्तुः। શ્રી મુક્તિસૌભાગ્યગણિ કૃત ચોવીશી અંતિમ પત્ર 396 * योवीशी : स्व३५ मने साहित्य - -- For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ : CD - 82 9 જીતી | . SH હીં કારમાં ચોવીસ તીર્થકરોને સ્થાપિત કરીને ધ્યાન કરવાનો ત્રાષિમંડલસ્તોત્રમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ધ્યાનમાં સહાયક બને એ રીતનું એક મધ્યકાલીન ચિત્ર પંચવર્ણાત્મક આ હ્રીં કારમાં ચોવીસ તીર્થકરોનું લાંછન સહિત દર્શન થાય છે. For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ વાચક મુક્તિસૌભાગ્યગણિ કૃત સ્તવનચોવીશી: એક સંક્ષિપ્ત પરિચય આ ચોવીશીની એક માત્ર હસ્તપ્રત શ્રી લા. દ. પ્રાચ્યવિદ્યામંદિરમાંથી પ્રાપ્ત થઈ છે. ૧૦ પત્ર ધરાવતી આ હસ્તપ્રત વ્યવસ્થિત સ્વચ્છ અક્ષરો ધરાવે છે, પરંતુ કેટલેક સ્થળે અક્ષરો એકસરખા હોવાથી ભ્રમ ઉપજાવે છે. અંતે પુષ્પિકામાં લિપિકાર આદિનું નામ આદિ આપવામાં આવ્યું નથી. પરંતુ લખાવટની દૃષ્ટિએ પ્રત વિક્રમના ૧૯મા શતકની હોય એવું સંભવિત જણાય છે. વાચક મુક્તિસૌભાગ્ય ગણિનો પણ કોઈ પરિચય પ્રાપ્ત થતો નથી. પરંતુ તેમનું સૌભાગ્ય’ એવું અંતિમ નામ તેમના ગચ્છ તરીકે તપાગચ્છની “સૌભાગ્ય શાખાનો નિર્દેશ કરે છે. તેમ જ કૃતિમાં વ્યાપકપણે પ્રયોજાયેલી ૧૮મા શતકના સ્તવનોની દેશીઓને કારણે તેમનો કાળ ૧૮મા શતકનો ઉત્તરાર્ધ કે ૧૯મા શતકનો હોવાનું નિશ્ચિત કરી શકાય છે. આ ચોવીશી ભક્તિપ્રધાન-ભક્તિહૃદયના ભાવોલ્લાસથી સભર એવી મનહર કૃતિ છે. કવિ પર યશોવિજયજી, માનવિજયજી આદિ કવિઓનો પ્રભાવ જોઈ શકાય, એમ છતાં કવિહૃદયની સચ્ચાઈ તેમ જ કેટલીક મનોહર નાવીન્યસભર અલંકારરચનાઓ, કાવ્યાત્મક ઉક્તિઓને કારણે આ ચોવીશી એક નોંધપાત્ર ચોવીશી તરીકે સ્થાન પામે એવી બની છે. આ ઉપરાંત કવિએ તેરમા સ્તવનમાં કરેલો ચારણી શૈલીનો કમલબંધનો પ્રયોગ પણ નોંધપાત્ર છે. - કવિએ અભિનંદન સ્વામી સ્તવનમાં પરમાત્માના પ્રભાવને વર્ણવતાં મનહર કલ્પના કરે છે. કવિ કહે છે કે, જ્યારથી મારા હૃદયમાં પરમાત્મા વસ્યા છે, ત્યારથી ચિંતામણિરત્ન, કામકુંભ અને કલ્પવૃક્ષનું મૂલ્ય મારે મન ક્રમશઃ પથ્થર, માટી અને કાષ્ટ સમાન જ થઈ ગયું છે. તો સુમતિનાથ સ્તવનમાં ચાતક-મેઘ, ભ્રમર-માલતી આદિ પરંપરાગત ઉપમાઓની સાથે જ છાત્રને મન વિદ્યા અને સમદર્શીને મન શાંતિ. નયવાદોને મન નય જેવી નાવીન્યસભર ઉપમાઓનું આલેખન જોવા મળે છે. છઠ્ઠા પદ્મપ્રભસ્વામી સ્તવનમાં પરમાત્મા સાથેની દઢપ્રીતિ અંગે દગંત નોંધપાત્ર છે. કવિ કહે છે, કોઈ શુભ દિવસે શુભ મુહૂર્ત મારા હૃદયમાં સજ્જન પુરુષની જેમ આપનો વાસ થયો છે, તે કાયમ માટે અંકિત થયો છે. જેમ ચિત્રમાં હાથી પર એક વાર મહાવત દોરવામાં આવે, તેને ઉતારવાનો ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે, છતાં તે જેમ ઊતરતો નથી એમ, તમે મારા હૃદયમાંથી પળભર પણ દૂર થતા નથી. ચૌદમા શ્રી અનંતનાથ સ્તવનમાં પરમાત્માની ઉપસ્થિતિને કારણે કર્મોની કેવી દશા થઈ છે તેનું અલંકાર-લયયુક્ત આલેખન કર્યું છે: તું હિ જ મુજ શિર રાજીઉ, કર્મ અહિતણ્યું જોર, તે વનિ પનગ ગત વિરહે જિહાં વિચરે હરખે મોર હે પ્રભુ! જો આપ મારા શિર પર વિરાજમાન હો, તો કર્મ-અહિત શું કરી શકે? જેમ જે વનમાં મારા ના અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન કે ૩૭૭ For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ હર્ષપૂર્વક મો૨ ક્રીડા કરતા હોય. ત્યાં સાપ કેવી રીતે રહી શકે ! શ્રી કુંથુનાથ સ્તવનમાં ‘અર્ક' શબ્દ ૫૨નો શ્લોક નોંધપાત્ર છે : અક નામેં તરુ છે જેહ, અરકસમાન દીપે સ્યું તેહ,’ અર્ક વૃક્ષ (આકડો) શું અર્ક (સૂર્ય) સમાન દીપ્તિમાન થઈ શકે ! એ ભલે વૃક્ષ તરીકે અર્ક નામ ધરાવે છે, પણ તે વાસ્તવિક સૂર્ય જેવો પ્રકાશ ધરાવી શકતો નથી. એ જ રીતે શ્રી નેમિનાથ સ્તવનમાં પોતાની પ્રીતિની દૃઢતાને વર્ણવતા કહે છે : “થાઈ જૂની દેહડી, પ્રીત ન જૂની હોઈ રે. વાગો વિણસેં જરકસી, પિણ સોનું શ્યામ ન હોઈ રે .” એ જ રીતે મહાવીરસ્વામી સ્તવનમાં ૫૨માત્માના શાસન પામ્યાનો આનંદ મનહર વર્ણાનુપ્રાસ અલંકાર દ્વારા આલેખાયો છે. મેરુ થકી મરુભૂમિકા રે, રુડી રુડી ીતિ રે.’ આવી અનેક મનોહર-કાવ્યસૌંદર્ય ભાવસૌંદર્યમય અભિવ્યક્તિને લીધે આ ચોવીશી મધ્યકાલીન સ્તવન સાહિત્યની એક મહત્ત્વની કૃતિ તરીકે સ્થાન પામે તેવી છે. અથ ચોવીશી લીખ્યતે (દેશી ૨સીયાની) પ્રથમ જિજ્ઞેસર માહરિ પ્રીતિને, નિરખો ઘણું કરી પ્રેમ. સનેહી પૂરણ કલાઈં જિન દીપતો, ચંદ ચકોર તી તેમ સ૰ ૧ પ્ર માહરેં તમસ્તું પ્રીતિ અનાદિની, જિમ જલસફરીની રીતિ. સેવકને ઉવેખી મુકસ્યો. સાહિબ એહ ન નીતિ. સ૦ ૨ પ્ર પોતે સેવ્યું કાષ્ટને જાણીનેં, તારેં નાવને ની તસ સંહે લોહ તર્ફે તિમ જાણીઈ, મુજ અવગુણ મૈં ધીર સ૰ ૩ પ્ર નીરાગી થઈને જો છૂટસ્યો, તો નહી ાવો કે દાય. ભગત કરિ અમ્હે મનમાં લાવણ્યું, તવ હી સ્યો સાહિબ સરવાર્ય સ૰ ૪પ્ર અથવા ભગતિ જો અમનેં આપસ્યો, તોરી કિ બુદ્ધિનું કામ. વીરુઈ મજઈ મજ જો તુમ્હ તણું, તો વોહિદયાર્ણ સ્યું નામ. સ૰ ૫ પ્ર પિણ હું સેવક સ્વામી, તું મહારો, પ્રભુ છે ગરિબનવાજ. મહેર કર્યાની વાત નો, ન રહ્યો અજર સમાજ. સ૦ ૬ પ્ર પૂરવ પુણ્ય પસાð પામિલ, રિસણ તાહરે આજ. હું ઇમ માનું જિનજી મુગતિનાં, સહજેં સરિયાં હો કાજ. સ૰ ૭ પ્ર ઇતિ શ્રી ઋષભ જિનસ્તવન || ૧ || ૩૭૮ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ (થારા મોહલાં ઉપરિ મેહ ઝરુખે વીજલી હો લાલ-એ દેશી) અતિ જિણેસર સાહિબ સાંભળો જગધણી હો. સાં આણિ વધું શિર માહરે નિત નિત તુમ તણી હો. નિત. તુમ સમ બીજો જગતમાં પેખું કો નહીં હો પે. સુખ અનંતનું મૂલ છે માહરે તું સહી હો લાલ. મા. ૧ તુમાસ્યું બાંધ્યો પ્રેમ જે સાચા ચિત્તથી હો લા સા. તે કિમ થાઈ ફોક કે માહરા હેતથી હો માત્ર ભમરે બાંધી પ્રીતિ તે કમલમ્યું જિમ ખરી હો ક. (ગિરિ ગોત્ર સૂતા પિણ પ્રીતિ કરીને શિવ વરી હો ક૨ દિનકરને કમલની, જિમ વલિ કુમુદિની હો જિ. ચંદને ઈછે જિમ શચિ મુરતિ ઇંદ્રની હો મૂo જિમ વલી કમલા માધવ પ્રીતિ જિમ કામને હો પ્રી. તિમ હું ચાહું દેવ તમારા નામને હો. તું. ૩ તમારૂં બાંધી પ્રીતિ જિમ કામને હો જા, તે મિથ્યા કિમ થાઇ અરજન સોરચ્યું હો અ. કાક કુશબ્દથી કોકિલ ફૂત કિંમ મેંકર્યો હો ૨૦ દેખી આંબા મોહરને, દૂરિજન ઝૂરત્યે હો. દૂ. ૪ પિણ એ વાતનો લાજ તો તારે હાથ છે હો તા. મીન મોટું પિણ જીવનું કારણ પાથ છે હો. જે જનનું પરિ વસ્યો પ્રીતિને તોરય રે હો. 'નિરમલ આતમ કરીને, મુગતિને તે વરેં હો મુ. ૫ ઇતિ શ્રીઅજિત જિનસ્તવન || ૨ | (વાટડી વિલોકુ રે વાહલા વીરની રે-એ દેશી) વંદના માનો રે સંભવ માહરી રે, તુમચો વંદ્ય સ્વભાવ. વંદક ભાર્થે રે વરતું સદા રે, જિમ સ્વામી સેવક ભાવ. ૧ વ. આગમ રીતિ રે વાંદી નવિ સકું રે, પિણ વાંદવા ઘણું હેત. જિમ કોઈ વામન ઉંચા લ પ્રતિ રે, યત્ન કરીન્યું નહીં લેત. ૨ . વેદક નિંદક માન અપમાનને રે, વલી કંચન પાષાણ. મુગતિ સંસારને મણિ તૃણ સમ ગણો, વલી જાણ – અજાણ. ૩ વ. ઇણિ રીતે રે સમદરશી પર્ણો રે, વરતો છો મહારાજ. તારોં મુજને તે માટે પ્રભુ રે, બાંહિ રહ્યાની હૈં લાજ. ૪ નં. મામા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૭૯ For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ મોડું વહેલું જો પ્રભુ આપો રે, તો શી અરજની વાત. કોકિલ ચાહે કંઠ સુશબ્દને રે, અંબ છે માંજરિ દાત. ૫ વ. મોટો દાની તુમ સમ કો નહીં રે, હું ઈમ માનું નિરધાર. ચંદ ચકોરને દાની જેહવો રે, તેહવો સું દૂજો સંસારિ. ૬ વ. તે કારણથી હું તમનેં કઉં રે, તમે છો દેવના દેવ. વાચક મુગતિ ઇમ વિનર્વે, આપો ભવોભવ સેવ. ૭ નં. ઇતિ શ્રીસંભવજિનસ્તવન | ૩ || (કુંથ જિસેસર જાણજ્યો રે-એ દેશી) અભિનંદને જિન સેવના રે, કરો ભવિ એક મન રે એહ સમ બીજો કો નહીં હો લાલ, માનું એ અનુભવવત્ત રે વા. ૧ આતમ આધાર એ અછે હો લાલ - ટેક એહની સાર્થે પ્રીતિને રે, પામીએ પુણ્યને યોગ રે વા. જિહાં તિહાં એહવી નવી હોઈ હો, ભવિ ભવિ જિમ સુર ભોગ ૨. વા. ૨ આ હું તો પામ્યો પુણયથી રે, એહ પ્રભુપદ કજ કેલિ રે તસ આર્ગે તરણું થઈ હો, "મોહન ચિત્રાવેલિ રે વા. ૩ સુરમણિ સુરઘટ સુરતરુ રે, ઉપલ માટિ કાષ્ટ રે થઈને અગોચર તે ગયાં હો લા. મુજ મન જવ એ પ્રતિષ્ટ રે. વા. ૪ સુ. એ અભિનવ સુરગવી રે લા. સ્ય મંત્રાદિ સિધિ રે માહરે એહથી હોઈ છે હો, મુગતિસુખની રિધિ રે વા૦ ૫ આ ઇતિશ્રી અભિનંદનજિનસ્તવન |૪ || ચાતુક મનિ જિમ મેહ, મધુકર જિમ માલતી રી. જિમ પોયણી ચિતિ ચંદ, છાત્રને જિમ ભારતી રી. ૧ ગજ મનિ જિમ નદી રેવ, પવણ્યે જિમ કમલા રી. પંથી મન જિમ ગેહ, શૂક જિમ ધૂપ ફલા રી. ૨ માનસસરને હંસા, જિમ ચાહું એક મને રી. સીતા હર્દે જિમ રામ, ધનિ મનિ જેમ ઘને રી. ૩ સમદરશિ મનિ શાંતિરસ્ય જિમ નેહ છે રી. ધરમી મન જિમ ધર્મ, જનનીનું જિમ વર્ષે રી. ૪ ૧. મોહનવલિ તથા ચિત્રાવેલી તૃણતુલ્ય છે. ૩૮૦ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય માન For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ નંદનવનને ઇંદ, જિમ ચાહું ચિત્ત ખરે રી. વલી ભૂખ્યાનું મન, લાલચું ઘેબરે રી. ૫ કામિની મનિ જિમ કત, મુનિ મનિ દયા રી. નયવાદિને મનિ, વસિયા જેમ નયા રી. ૬ તિમ મુજ મન જિનરાજ, સુમતિનાથ વશ્યા રી. વાચક મુગતિ સૌભાગ, કહે શિવસુખ ઉલ્લસ્યા રી. ૭ ઇતિ શ્રીસુમતિનાથસ્તવન | ૫ || ૧ પદ્મપ્રભ જિન સાંભલોજી, સેવક વિનતી એક. માહરા મનમાં તું વસ્યોજી, વિદ્યામાં જિમ વિવેક પારંગત પ્રભુજી ધરિએ ધર્મનો રાગ. આંકણી. કોઈક સુદિન સુમુહૂરતીજું, સજ્જન ચિત્ત ચઢ્યા જેમ. ઉતાય પિણ તે ન ઉતરેજી, ચિત્ર ગજ મહાવત જેમ ૨ પા. તે માણસ કિમ વિસરેજી, જેહસ્ય ઘણો સ્નેહ. રાતદિવસ અતિ સાંભરેજી, જિમ બખીયા મેહ. ૩ પા. પ્રીતિ જડ જડી જે સઘનેંજી, ટંકણ નેહસ્ય સાર. તે જડ કિમેં નહીં વીસરેજી, જો મિલે લક્ષ લોહાર. ૪ પાત્ર અચલ અભંગઈ માહરેજી, તુંમણ્યે અવિહડ રાગ. સુરગવી વૃત જે પામિઉં), તેલણ્ય તસ નહીં લાગ ૫ પા. કોયલ કાલી પિણ અતિ ભલીજી, હૃદયેં જાસ વિવેક. અંબ વિના સા અન્યÚજી, બોલઈ બોલન એક ૬ પા. માહરે મનિ પ્રભુ તુંહીજી, પંકજ મનિ જિમ અર્ક. વાચક મુગતિ કહે તું મિચેંજી, સવિ ગયા ચિત્ત વિતર્ક ૭ પા | ઇતિ શ્રીપદ્મપ્રભુસ્તવન || ૬ || (કપૂર હોઈ અતિ ઉજલું રે-એ દેશી) શ્રી સુપાસ જિન સાહિબારે, તમે છો ચતુર સુજાણ. સેવક વિનતી સાંભલો રે. મન ધરી અતિહિત આણિ રે ૧ સૌભાગી જિન મહારાજ સારો મુજ વંછિત કાજ સો તુમે છો સુર શિરતાજ. સો. ટેક. તુમ ચરણે હું આવીયો રે, લોકનગર ભમી આજ. દાયક તુમ મેં પેખીને રે, હરખે મુજ આતમરાજ ૨ સો અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૮૧ For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ગુણ અનંતા તુમ તણા રે, છાના તે ન છીપાય. તેહમાંથી એક આપતાં રે, સ્યું તુજનું ઓછું થાય. યાય૨ એક રયણનેં રે, વાચકને દિર્દી આપ. તો તસ થોડાં નિત હોવે રે, તસ જાઈં દુખ સંતાપ નહીં હાણી પંકજવનેં રે, દેતાં પરિમલ રેખ. પિણ પરિમલનેં પામીને અલિ હોઈ સુખવિશેષ.. ચંદ્રને સ્યું ઓછલું રે, દીધે અમીયનો અંશ. પામી અમીયને પિણ હોઇ રે, હરખિત ચકોર હંસ કેવલનાણ ગુણ આપવા રે, સ્યું કરો તાણાતાણિ. વર સમયાદિ દાખતાં રે, દાતપણું કિમ ઈ જાણિસો બાલકને સમજાવવા રે, કહેસ્યો ભોલી વાત. પિણ હઠવાદ મુકું નહીં રે, વિણા આપ્ટે ગતાત. જો ચિત આપ્યાનું અછેરે, તો સી ઢીલ જિદ, ખીજવી ચાતુક જલ દીધે રે. શ્યામ થયા જલકંદ. ચાકર હું જિન તાહો રે કહિવાણો જગમાંહિ. હવે કુછ મુજ ગાંજી શકે ?, બલિયાની ભલી બાંહિ. જિમ જાણો તિમ કીજીએ રેં, સ્યું કહું બારોબાર. મુગતિસોભાગ ઉવજ્જાયને, તારો ભવપાર રે. ઇતિ શ્રીસુપાર્શ્વજિન સ્તવન | ૭ || ૩૮૨ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ૩ ૨૦ ચંદ્રપ્રભ જિન ભેટીનેં કરું નિરમલ ચિત્ત રે. જેહને તેહ તન સંપિયાં, તેહથી છાનું ક્યું વીત્તરે. દેવ અનેક છે જગતમાં, એહ સમ અવર ન કોય. ગ્રહગણ ગગનિ છેં ગાજતો, ગુણિસ્યું ચંદ્ર સમ હોય રે. ૨ ૨૦ એહથી જે સુખ સંપજે, અન્યથી તે કિમ થાત રે. દેવમણિ જિમ હોય છૅ, તિમ સ્યું કાચ અવદાત. તારક બિરુદ છેં એહનેં, અવરથી કહો કિમ થાય છે. ધોરીનો ભાર તરેલથી, વહ્યો કિણિ પરિ જાય રે. માહરેં એહના સંગથી, ઉલ્લસે આતમ અંશ રે. માન સરોવર દેખીનેં, મુદિત જિમ હોઈ હંસ ૨. અષ્ટ મહાસિધિ સુખનું કારણ એ જિનરાજ રે. માનું હું તનમનિ સેવંતા, સિજયેં મુગતિનાં કાજ રે. ઇતિ શ્રીચંદ્રપ્રભજિનસ્તવનં || ૮ | ૪ ૨૦ ૬ ૨૦ ૩ સો ૪ સો ૫ સો ૬ સો ૭ સો ૮ સો ૯ સો ૧૦ સો ૧૧ સો For Personal & Private Use Only ૧ ૨૦ ૫ ૨૦ Page #400 -------------------------------------------------------------------------- ________________ (દેશી-આજ હોની) પુષ્પદંત જિનરાજ, દીઠા નયણે આજ આજ હો માહરે રે સું અપૂરવ સુરતરુ લ્યોજી. ૧ કિંસ્ય અનુભવરૂપ, સ્ય શુક્લધ્યાન અનુપ આજ હો અથવા રે સમકિત શિતરુચિ હલ્યોજી. ૨ કિં અમ સિત પુણ્ય અંકુર, ઢું સમતા નઈનું પૂર. આજ હો મુજને રે, શાતનો કાંદો મલ્યો. ૩ દરિસણિ એહને આજ સિધાં વંછિત કાજ. આજ હો માહરો રે દુખનો પુંજ સવિ ટલ્યોજી. ૪ થયો મુજ આતમ સુદ્ધ, નાણદાઈ પ્રબુદ્ધ. આજ હો માનું રે, મુગતિના સુખને હું રહ્યો. ૫ ઇતિ શ્રીસુવિધિજિનસ્તવન |૯ || સંભવર્જિન અવધારીશું-એ દેશી) શીતલ જિનવર સાંભલો સેવકની અરદાસ પ્રભુજી. માહરે તમર્યું પ્રીતિનો ભાવ બન્યો અતિ ખાસ. પ્ર. ૧ શી તું છે નિરાગી સાહિબો, હું છું રાગી એકાંત. અહો નિરાગી રાગીને, કિમ મલે પ્રીતિનો તંત. પ્ર. ૨ શી પ્રિણ ઉપસર્ગથી રહિતને, કિમ નિરાગી ભાવ. જુઓ વિચારી ચિત્તમાં, રાગી નિરાગી દવ. પ્ર. ૩ શી. રાગીને રાગી જો મિલઈ, પ્રગટૅ પ્રીતિનું મૂલ પ્ર. દીર્વે દીવો જિમ મિલે. તેજ હોઈ અનુકૂલ. પ્ર. ૪ શી. જગતમાં સઘલું સહેલ છે, દોહિલો પ્રતિનિભાવ. પ્ર દુરારાધ્ય છઇં લોકનો, જે જેહનો સહાવ. પ્ર. ૫ શી. પિણ તુમ સાથે જે પ્રીતિનો, જેહવો ચોલનો રંગ. ફાટે પણ ફીટે નહીં, તેમ છે માહરે અંગ. પ્ર. ૬ શી. જગનાયક જગતારણો, ભગવચ્છલ ભગવાન. તુમસ્ડ બાંધી જે પ્રીતડી, તે મુગતિનું નિદાન. પ્ર. ૭ શી. ઇતિ શ્રી શીતલજિનસ્તવન | ૧૦ || મારા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૮૩ For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ પ્રાણી વાણી જિન તણી-એ દેશી) શ્રી શ્રેયાંસ તુજ નિરખતાં, મુજ લોચન હરખિત થાય રે. મન આણંદ વધે ઘણો, ચકોર જિમ ચંદને પાયરે. ૨૦ ૧ ત્રિભુવનિ તું ભલો જગતાત રે, જગતાત વિષ્ણુસુત સુજાત શ્રી જિન સાંભલો સુવાત રે આંકણી. મોટા જનસ્ય પ્રીતડી, તે તો આંબે ભરવી બાથ રે. પિણ ચિત્તલગન જો મિલે, તો મોટા લઘુ શ્યાના નાથ રે ૨ તો ત્રિ. શ્રી જે કરર્યું તે જાણયેં, ચિત્ત લગનની જે વાત રે. પ્રસવવતીની વેદના, વંધ્યાનેં તે કિમ થાત રે. ૩ વે ત્રિ. શ્રી તાલેવરસ્ય પ્રેમ , તે તો ભરમેં મુઘો હોય રે. ભાગ્યે ભરમેં મેં સહી, સુંઘા પિણ પામેં કોય રે. ૪ સુંત્રિ. શ્રી. સાચા સંગ ન ઉલખી, જે વળગ્યા તે કિમ છોડિ રે. " મુગતા પાણી ચઢ્યાં, કહો સ્વામી કુણ વિછોડી રે. ૫ ક. વિ. શ્રી મન માન્યામ્યું પ્રીતડી, હૈ જગમાં શ્રી જિનરાય રે. તે વિના મ્યું અન્યથી, તસ ચિત્ત હરખિત થાય છે. ૬ ત. ત્રિ. શ્રી. માહરે તમર્યે પ્રેમ છે, જિમ ચોલ મજીઠે રંગ રે. વાચક મુગતિના સાહિબા, જો નિભવો તો તે અભંગ રે. ૭ જો ત્રિ. શ્રી ઇતિ શ્રીશ્રેયાંસજિનસ્તવન I ૧૧ || (દેશી-એહજી. વાસુપૂજ્ય પ્રભુ સાંભલો, ચાકરની અરદાસ રે. માહરા મનમાં તું વસ્યો, જિમ અલિ મનિ પંકજ વાસ રે. ૧ જિશ્રી જિન તું જયો જયવંત રે. જયવંત મહંત અનંતજ્ઞાની તું થયો જશવંત રે આંકણી. જો પિણ દેવ અનેક છે, પણ મારે તું જિનરાય રે. દૂધ સવાદી છાસરૂં કિમ ચિત્ત હરખિત થાય છે. ૨ કિશ્રી ચું કરીઈ બઉ દેવને, જેહથી હોઇ કર્મનો સંચ રે. લેહશું તે સ્પા કામનું, હોઈ ઉલટું દેણું ઘંચ રે. ૩ હોટ શ્રી સોનું તે સ્યાં કામનું, જે તોડે, વેહલો કાન રે. . જે રાગ વાગે ચ્યું ભલું, જેહમાં તુટૅ મુખ્ય તાન રે. ૪ જે. શ્રીઝા. ૩૮૪ : ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ તે યર્શિ સ્યું હોય છે, જેહથી અપયશ થાઈ નિદાન રે. તે માને નવિ રાચિહૈં, જેહથી હોઈ બહુ અપમાન રે. ૫ જે શ્રી. ઝા. તે વહાલો કશ્યા કામનો, જે આપદકાલે દૂર રે. તે રાજા મ્યું માનીએ, જેહથી પામેં દુખપૂર રે. ૬ જે. શ્રી. ઝા. ઇમ તે સવિ અવગણી, એક કીધો તુમસ્યું નેહ રે. સર આદિ જલ મુકીને, જિમ બખીયા મન મેહ રે. ૭ જિશ્રી. ઝા. સોનું ને સુગંધ છઈ માહરે દરિસણ તાહર્ટે આજ રે. વાચક મુગતિને તારી છે, એક બાંહિ પ્રહ્યાની લાજ રે. ૮ શ્રીઝા ઇતિ શ્રીવાસુપૂજ્યનિસ્તવન ૧૨ II હેત ધરી અમંદરે, શ્રી વિમલ નિણંદ રે. વિનમેં સુરઇંદરે, મનના યલે દેદ રે ૧ લહૈ સુખના વૃંદ ૨, જિમ મુખ નિશીદ રે. નમસ્તે વારે ઠંદરે, વશ ઇંદ્રિય ગવંદ રે. ૨ રસ ભવના મંદરે, માંન હસ્તી મૃગેંદ રે. ‘તાન ગાઈ આનંદ રે, રદન રમિ ચંદ રે. ૩ યતિ વર્ગનો ઇંદ રે, તામ સારવું ફણીદ રે, રસ શાંતનો કંદરે, યશિ જિમ દિણંદ રે. ૪ તિમ અનુભવ રંગે રે, પ્રણમુ ઉમંગે રે. આણી ઉલટ અંગે રે, મુગતિ અંeગે આપો મુજ સાહિબા રે. હે! શ્રીવિમલજિનવર માં તારય તારય ઇતિ ભાવઃ સૂચિતઃ પદસ્ય આદ્યાક્ષરેણ ઇતિ ૧૩ || ઇતિ શ્રીકમલબંધન શ્રીવિમલજિનસ્તવન દેશી-લલનાની) અનંત જિર્ણસર વિનતી, સાંભલો, માહરી આપ. લલનાં. માહરા મનમાં તું વસ્યો, જિમ ચાતુક મેહ જાપ. લ૦ ૧ અ. તુહ અયોગી કેસરી થકી, નાઠા કર્મ ગચંદ. લ૦ અગમ અગોચર તિહાં જવી, સર્વે તેહ દિગંત. લ૦ ૨ અ. તું હિ જ મુજ શિર રાજીઉ, કર્મ અહિતસ્ય જોર. તે વનિ પન્નગ ગત વિર જિહાં વિચરેં હરખે મોર.લ૦ ૩ અ. જો પિણ અવગુણ હું ભર્યો, તો પિણ મારો તું જાણિ. વડવાનલ જલ જ્વાલતે, ન તજે સિંધુ બહુમાન. લ૦ ૪ અ. ૧-૨. શાંતરસનું સુંદર ઘર છે ભગવાન, માનરૂપ હસ્તિને હણવાને સિંહ સરખા ભગવાન છે. અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૮૫ For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ કલંકી કરે પિણિ શશકર્તે, શશી ન મુંકે હજી સુધિ. લ૦ અંગીકતને નવિ મુકો. ઉત્તમ નર મનિ બુદ્ધિ. લ૦ ૫ અo દુખ નાસે તુમ નામથી, તૈમતુમ) જૈમ ભાણ લ. વાચક મુગતિને તું સહી, આપે પરમ નિધાન. લ૦ ૬ અ. - ઇતિ શ્રીઅનંતજિનસ્તવન | ૧૪ || દેશી-જી હોની) જી હો ધર્મજિણેસર સાંભલો, જી હો હું છું દાસનો દાસ. જી હો તુજ પદ કમલ સેવની, જી હો મુજ મન અલિને આસ. જિણેસર તું મુજ પ્રાણ આધાર, જી હો તુમ વિણ દુજો કો નહીં. જી હો મુઝને કરવા સાર. જિ જી હો કડિવું જે જાણને આગલેં, જી હો તે સવિ હાસનું કામ. ' જી હો સુરગુરુને ભણાવવું, જી હો ભાષાને અખર ઠામ. ૨ જિ. જી હો વાત કરતાં ઈષ્ટટ્યું, જી હો સાસોસાસ જે જાય. જી હો તે લેખે માનું ઘણું, જી હો અવર અકઈં થાય ૩ જિ. જી હો એકપણી જે પ્રીતડી, જી હો તે શ્યા કામની હોય. જી હો જેહને મનિ પિણ જે વસ્યો, જી હો તે વિણ બીજાનેં જોય. ૪ જિ. જી હો માલિમ તુજનેં તાહરી, જી હો મુજને માહરી દેવ તે સ્વરૂપિણ મૂકો રખે, જી હો બાંહિ ગ્રહ્યાની ટેવ. * ૫ જિ. જી હો જિમ વાહે ચકોર ચંદને, જી હો તિમ હું તવ મુખ કેજ જી હો એ ભાર્વે મુઝ સંપજે, જી હો મુગતિસુખનો પુંજ. ઇતિ શ્રીધર્મજિનસ્તવન I ૧૫ II સૂરિજનએ દેશી) જિનવર શાંતિની પ્રીતિને કરવા વાંછે મન ભવિજન. પ્રભુજીની મૂરતિ જોઈને, ઉલસે માહરી તન. ભ. ૧ જિ. વાહલાની સાથે પ્રેમને, દેખો કિમ ખર્મે દુષ્ટ ભ. તો પિણ મનમાં નવિ ધરું, દિન દિન થાઉં પુષ્ટ ભ૦ ૨ જિ ભુંડો ભંડાશ ન મુકો, કરીશું કોડિ ઉપાય. ભ૦ કાજલ દૂર્વે પખાલીએ, તો હિ ન ઉજલ થાય ભ૦ ૩ જિ. ૧. અંધકાર સૂર્ય ઉર્ગે ત્યારે ક્ષય જાય. ૩૮૬ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ જે ગુણે નવિ માચે છે, અવગુણે રાચે જેમ. ભ. મુગતા તજી ભીલડી, ગુંજા ઉપરિ પ્રેમ. ભ૦ ૪ જિ. મુહ મીઠે બોલાવીઇ, દુરજન સુજન ન થાય ભ. કરિ ઇં સિંહ સ્વાનને, ભસ્યા વિના ન રહિવાય. ભ૦ ૫ જિ. પરઘરભંજક ખલ ઘણા, જેહની મતિ વિપરીત. ભ.. હું પિણ તેહને નવિ ગણું, પુરુષની એહ છે રીતિ. ભ૦ ૬ જિ. ચંક અંધારું સ્યુ કરે, સૂરજ આગલિ દીસ ભ૦ પુણવીસી તિહાં નવિ રહે જિહાં છે વીસવાવીસ. ભ૦ ૭ જિ. ધરમથી જય જાણજ્યો, પાપથી કિમ હોઈ તેહુ ભ૦ જે જેહવો તેહવો લ ભોગવે છે દેહ. ભ૦ ૮ જિ. દશ વિભાવની દુષ્ટ છે, શિષ્ટ દશ સ્વભાવ. ગુણ જોર હૈ મુગતિ સહજે ભાવ. ભ૦ ૯ જિ. | ઇતિ શ્રી શાંતિજિનસ્તવન | ૧૬ || ૧ સા. ૨ સા. * દેશી-મોતીડાની) માહરે તુમસ્ય અપૂરવ પ્રીતિ, જિમ ચલચંચુ સુધાકર રીતિ. સાહિબા કુંથુનાથ જિનેશ, મોહના કુંથુનાથ. અવર ની નાર્વે મોરે મંનયામે, કિમ હંસા માચે પરિખા ઠામ. કમલમધુમાં જે અલિ માચે, કરીર તરુમાં તે કિમ રાચે. સા. સૂરભાષાઇ જે જન લીના, અપજન ભાષાઈ તે રૂં લીના જલધર મેં જે ચાતુક ઇછે, સરોવર જલને તે સ્યુ પ્રીછરું સારુ સમકિત મિત્રચું પ્રેમ જેહને, મિથ્યા અહિતરૂં રુચિ તેહને. ઇમ તે પ્રીતડી તુમસ્ડ બાંધી, નરભવ ઉત્તમ કુલ તક સાંધી. ગુણવંતાસ્ય જિમ જિમ પ્રીતિ, તિમ તિમ પ્રગટૅ અનુભવ રીતિ. રાગદ્વેષને જીતે તે જિનરાય, સુગત હરિ જિન ન કહાય. અરક નામે તરુ છે જેહ. અરકસમાન દીપે તેહ. નિરાગીરૂં કિમ પ્રીતિ સાસંચ, પિણ પ્રીતિ ભાવે મો મને એચ. ભગતિ દૂતિનું જો છે તાન, મુગતિસ્વામીનું તો પ્રીતિમાન. ઇતિ શ્રીકુંથુનાથસ્તવન II ૧૭ II ૩ સા. ૪ સારુ ૬ સા. મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૮૭ For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ (કુંઅર ગભારો નજરે દેખતાંજીએ દેશી) શ્રી અરજિનવર તુમસ્ડ બન્યોજી, માહરે ધર્મનો નેહ રે. કરુણાનિધિ કરુણા કરિજી, નિભવો આપ ગુણગેહ રે. ૧ શ્રી નહિ જસ મો લઉં આંતરજી, ગિરુઆ સાહિબ તેહ રે. શશી જલધિ કૈરવ પ્રતિજી, હરખ વધારે જૂઓ જેહ રે. ૨ શ્રી. અંજલી રહ્યાં જે ફૂલડાં જી, વાર્સે તે કર દોય રે. પ્રાર્થે સુમનસ તણીજી, સમવૃત્તિ વામાવામ જોય રે. ૩ શ્રી. તિમ સહુને નર સરખાપર્ણોજી, ગણિૐ શ્રી જીનરાય રે. જો હોઈ અંતર મુજ પ્રતિજી, સમદરશીપણું કિમ થાય રે. ૪ શ્રી. ઠોર કુઠોર નવિ ગણેજી, જો પિણ જળધાર મેહ વરસીને જગહિત કરેંજી, ઇમ જાણી ધારો મુઝ નેહ રે ૫ શ્રી. ગુણ દેખાડી જે હેલવાજી, તે કિમ મુંકે મિત્ત રે. " હવે આનાકાની નવિ ઘટેંજી, જૂઉં વિમાસી ચિત્ત રે. ૬ શ્રી, મુજ મન તુમ ચરણે વસ્યજી, જિમ પોયણી ચિત્ત ચંદ રે. વાચક મુગતિને તુમ થકીજી, વરતે સુખ આણંદ રે. ૭ શ્રી ઇતિ શ્રીઅરજિનસ્તવને ૧૮ | (શીતલજિન સહજાનંદીએ દેશી) મલ્લિ તુજ દરિસણ સંગે, હરખ હુઉ મુઝ અંગો અંગે. ચકોર જિમ ચંદને પેખી, માનું ફલિઉ સમકિત શાખિ. ૧ સુરાસુરપૂજ્ય તું પ્રભુ મોટો, તુમથી દૂજો દેવ છે છોટો. સુઆં. ગુણ અનંતા તુમસેં પ્રગટ્યા, પિણ દેવા વેલેસ્ય જિન વિઘટ્યા. ઇમ કાધ મોટાની મામ, કિમ રહિ કહો વિચારી સ્વામિ. ૨ સુ. આપ કમાઈ આપે ખાઈ, દાતપણું કિમ ઇમ થાર્યું. આજ લગે જે ગુણને આપ્યો, તે દાખી તથાપણું થાપ્યો. ૩ સુ બહુ આસંગે બેદી હોઇ, ઈમ બીહાવ્યો નવિ બઉ કાંઈ. ૪ સુ. આપ પીયારું કો નવિ દીસે, તાહરે જાણું વીસવાવીસેં વાચક મુગતિનેં સાહિબ તારો, દાસનાં આતમ કારય સારો. ૫ સુ. ઇતિ શ્રીમલ્લિનિસ્તવન | ૧૯ || ૩૮૮ આ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ભારત For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ (ભાવિકાની-દેશી) સજ્જન મન સજ્જનતાઈ, રતિ મનિ જિમ રતીશ. પા મનિ જિમ ગોવિંદસ્વામી, જિમ ગિરિજા મનિ ઈશ રે. સુરિજન. તિમ મુઝ મનમાં વસીયો, મુનિસુવત જિન રસીયો રે સુ પાપ તિમિર સવિ ખસિયો રે સુ ધર્મે આતમ હસીયો સૂતિ આં. પાસમાંહિ જિમ ધૃત વસીઉં, વસ્તુમાંહિ જિમ અર્થ રે ૨ સૂ પારસ ઉપલમાં જિમ કંચન, અજીત્તામાં આતમ ધર્મ. ચંદનમાં જિમવાસનું કારણ, કારણે કારય મર્મ રે. ૩ સૂ. ભૂમિમાં જિમ ઉષધિ સઘલી, જિમ ગુણમાંહિ ગુણના ધર્મ. જિમ લોકે પટકાય રે. ૪ સૂત્ર જિમ સ્યાદવાદૈ નયના ભેદ, મૃદમાં ઘટની વ્યક્તિ. અરણીમાંહિ જિમ અગ્નિ દીપે સુરતરુમાં સુખશક્તિ રે. ૫ સૂત્ર દ્રવ્ય ભાવની પુષ્ટિ કરીને કીજે એહની ભક્તિ. શાશ્વત સુખને પામો ભવિજન, જેમનું નામ છે મુક્તિ રે. ૬ સૂ ઇિતિ શ્રીમુનિસુવતજિનસ્તવન | ૨૦ || ૩ સ્વા. (ક્રીડા કરી ઘર આવીઉં-એ દેશી) સ્વામી નમી જુન સાંભળો, તુમસ્યું અવિચલ નેહો રે. લ્યો તે ન ટર્લે કદા, જિમ પર્વતશિર રહો રે. ૧ સ્વા. તું નથી મુઝ વેગલો, છે મુઝ ચિત્ત હજૂરો રે. સાસ પહિલાં જે સાંભરે, તે કિમ થાઈ દૂરો રે. ૨ સ્વા. સાકર સહિત દૂધને, પીધું જિણે હિત રાખી રે. મુકી તેહને સર્વથા, સ્યું તે અન્યનો ચાખી રે. થાઈ જૂની દેહડી, પ્રીતિ ન જૂની હોઇ રે. વાગો વિણસેં જરકસી, પિણ સોનું શ્યામ ન હોઇ રે ૪ સ્વા. તિમ મુજ તુમસ્ડ પ્રીતડી, પ્રગટી અંગો અંગે રે. સાહિબ તમે પણ નિભવો, જિમ હોઈ અચલ અભંગ ૨. ૫ સ્વા. મલયાચલ શુભ વાસથી, કંટક હોઈ સુગંધો રે. સજ્જન સઉને આદરે, એ ઉત્તમ અનુબંધો રે. ૬ સ્વા. જિનવર તુમસ્ય પ્રીતિથી, હોઈ ગુણ સુવાસો રે. જિમ તિલફૂલેં વાગીયા, સ્નેહ હોઈ અતિખારો રે. ૭ સ્વા ૧. (હસ્તપ્રતનોંધ : જરકસી વાઘો ફાટે પણ તેમાં સોનું બિગડે નહિ). ના અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૮૯ For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સુખને આપવા, તુમસ્ડ પ્રીતિ બદ્ધકક્ષ રે. મુગતિનાયક મુઝ પ્રતિ, સ્યુ કરેં પ્રતિપક્ષ રે. ઇતિ શ્રીનમિનિસ્તવન II ૨૧ || ૮ સ્વા. ' (ધણરા ઢોલા-એ દેશી) નેમિ જિર્ણસર મુઝ પ્રતિ રે, તમે સ્યો કાઢ્યો વાંકા. પેસના નાણી. યલો માહરી પ્રીતિને રે. ઈંમ કિમ ઉત્તમ લાંકા. આવો આવો રે પ્યારા નેમ, સ્યું જાઓ છો રીસાવી. હિત ગોઠે ઉપજે પ્રેમ. . ટેક ચંદ કલંકી જિર્સે કરી રે, સીતને રામવિયોગ. પે તે કુરંગના વાક્યાથી રે, પતિ આવે કુણ ભોગ. ૫૦ ૨ આ૦ સઘલાં દુખ તે સુખ હોઈ રે, જો સ્વામી સાનુકૂલ પે. તે સવિ સુખ તે દુખ પરે રે, જો સ્વામી પ્રતિકૂલ. પે, ૩ આ: સહિવું સરવે સોહિલું રે, દોહિલો એક વિયોગ. વેધકને મરવું નહિ રે, જો નહીં ઈષ્યવયોગ. ૫૦ ૪ આ. ન મલ્યાની શોચ ન તહિર, જસ પ્રેમનું નહીં નામ. મલીનેં પ્રીતિ કેવી રે, તસ વિયોગે ખેદે રામ. પે ૫ આ છે સુખીયો અંધ જાતિનો રે, જસ નહી નયણ સ્વાદ. પામી નયણના પ્રેમને, નર્યું હોઈ દુખનો વાદ ઈમ કહેતી રાજુલ ભલી રે, જાયેં રેવત આપ. નેમ વાંદી ભક્તિર્યું રે, પામેં મુગતિ તે થાપ. ૫, ૭ આ૦ ઇતિ શ્રીનેમિનિસ્તવને II ૨૨ || به هم ૨૦ ૬ ૭ (વીરજિણંદ ગત ઉપગારી-એ દેશી) પાસ જિણેસર તું જગનાયક, તુજ સમ અવર ન કોય. સંકટચૂરણ આશાપૂરણ, નામું નવનિધિ હોય). ૧ પા. કર્મ પસાઈ નરભવ પામ્યો, કાગતાલ વાઈ હું દેવજી. જિમ ભૂખ્યો પંચામૃતને, તિમ વાંછું હું તારી સેવજી. ૨ પા. યથાપ્રકારે સેવ ન જાણુંજિમ કહે પ્રાચીન શિષ્ઠજી. વાંકો ચૂકો પિણ ઘંઉનો માંડો, સહુને લાગેં મન મિષ્ટજી. ૩ પાઠ ગુણી થઈને સેવાઈ રાજી, કાહા કુણ ગામ એ નીતિજી. શુદ્ધ મણિ ઉપરિ નહિ ચાલેં, મણિકના યત્નની રીતિજી. ૪ પા. ૩૦ ૯ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ પિણ જગતારક નામ છે તારું, મુજ તારેં તો પ્રમાણજી. સમ વિષમેં વરસેં જગહેતું, મેઘ ન માગે દાણજી. ૫ પા. વેધક જાણને ચિત્તની વાતો, મુખથી કહી ન જાયજી. અંગિત આકારે વિધક વેર્ધ, અંતર દૂર થાયજી. ૬ પા. તુમ સમો જાણ અવર ન પખું, સી કઉ કાફી વાતજી. કૃપા કરીને બાંધી દીજું, વાચક મુગતિને મહંતજી. ૭ પા. ઇતિ શ્રીપાર્શ્વજિનસ્તવન ૨૩ || ઇતિ અવસર તિહાં-બનું રે-એ દેશી) વીર જિસેસર દેવની રે, સેવા કરું એક ચિત્ત રે. વાલેસર. એહવો એકૈ કો નહીં હો લાલ. દુસમસમયની કાલમાં રે, રાખે જિમ નીર રે વા. દાસ પોતાનો જાણી કરી હો લાલ. આ આરો પંચમ નહીં રે, માનું ચોથો નિરધાર રે. જિહાં જ શાસનની રુચિ હો લાલ. મેરુ થકી મભૂમિકા રે, રૂડી રૂડી રીતિ રે વા. જિહાં છાયા સુરતરુતણિ હો. અગન થકી અગર તણો રે, જિમ પ્રગટૅ સુવાસરે વા. દહ દિશિ દીપે અતિ ઘણું હોં. જિમ જાંબુનંદ પારસ થકી રે, તિમ કલિકી ગુણહત રે વા. જો વીરશાસન શુભ રીતિ હો લાલ. જિમ નિશી દીપક, સમુદ્રમાં રે દ્વીપ, જીમ મરુમાં રેવ વા. જીમ વનમાં નગર ભલું હો, ભૂખમાં જિમ ભોજન વરુ રે, જિમ તમમાં ઉદ્યોત રે વા. તિમ કલિમાં વીરસેવના હો હું ઈમ માનું મુજ થકી રે, તાલેવર નહીં કોય ૨ વાટ પામ્યો વીર પદ પૂજના હો લાલ. કોય કોયને કોયનો રે છે ઉપગાર વિશેષ રે વા. મુગતિ સૌભાગ્ય વાચક ભણે હો લાલ. ઇતિ શ્રીવીરજિનસ્તવન || ૨૪ || ' મહોપાધ્યાયશ્રી મુક્તસૌભાગ્યણિકતા ચતુર્વિશતિકા સમાપ્ત: અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૯૧ For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ સ્તુતિચતુર્વિશતિકા પ્રથમ પ્રકરણમાં ચોવીશી - સ્વરૂપના પ્રારંભિકરૂપે પ્રાકૃત-સંસ્કૃત સાહિત્યની સ્તુતિ ચતુર્વિશતિકાનો ઉલ્લેખ કર્યો હતો. આ સ્તુતિ ચતુર્વિશતિકાના સર્જનની પરંપરા અર્વાચીનકાળ સુધી વિસ્તરી છે. અહીં ઉપલબ્ધ કૃતિઓની યાદી પ્રસ્તુત છે. કૃતિનું નામ કર્યા છંદ શ્લોકસંખ્યા પ્રકાશનની વિગત ૧. ચતુર્વિશતિકા શ્રી બખભથ્રિસૂરિ વિવિધ છંદો ૯૬ અનુ. હીરાલાલ ૨. સ્તુતિ ચતુર્વિશતિકા શ્રી શોભનમુનિ વિવિધ ૧૮ છંદો ૯૬ રસિકદાસ કાપડિયા પ્રકા. આગમોદય સમિતિ) ૩. વિજયાનન્દ સ્તુતિ શ્રી મેરુવિજયજીગણિ વસંતવિલકા ૯૬ ઉપર પ્રમાણે બકા. આગમોદય સમિતિ) ૪. સ્તુતિચતુર્વિશતિકા શ્રી હેમવિજયજીગણિ માલિની ૯૬ સ્તુતિતરંગિણી ભાગ-૧ ૫. ઐદ્ર સ્તુતિ શ્રી યશોવિજયજીગણિ વિવિધ છંદો ૯૬ પ્રકા. યશોભારતી સંપા. યશોવિજયજી. ૬. સ્તુતિચતુર્વિશતિકા શ્રી લબ્ધિસૂરિ વિવિધ છંદો ૧00 સ્તુતિતરંગિણી ભાગ-૧ હવે પછીની સર્વ સ્તુતિઓ “ચતુર્વિશતિ જિન સ્તુતિ' એવા નામે ઓળખાય છે. કત છંદ શ્લોકસંખ્યા પ્રકાશનની વિગત ૧. જિનસુંદર શાર્દૂલવિક્રીડિત ૨૮ સ્તુતિતરંગિણી ભાગ-૧ ૨. જિનસુંદર રથોદ્ધતા ૨૮ સ્તોત્ર સમુચ્ચય ૩. જિનસુંદર ઉપજાતિ ૨૮ ૪. પૂર્વાચાર્ય અનુષ્ટ્રપ ૫. શ્રી સોમપ્રભસૂરિ ઉપજાતિ ૨૭ ૧. સ્તુતિતરંગિણી - ભાગ-૧ સંપા. મુનિશ્રી નેમવિજયજી પ્રકા. શ્રી લબ્ધિસૂરિ જૈન ગ્રંથમાળા, છાણી. ઈ. સ. ૧૯૫૪. ૩૯૨ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય ૨૮ For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ છે ૬. જિનપ્રભસૂરિ ઉપજાતિ ૭. જિનપ્રભસૂરિ ઉપજાતિ ૮. જિનપ્રભસૂરિ દ્રતવિલમ્બિત ૯. પૂર્વાચાર્ય વસંતતિલકા ૧૦. પૂર્વાચાર્ય ઈન્દ્રવજા ૧૧. પૂર્વાચાર્ય કૂતવિલમ્બિત ૧૨. પૂર્વાચાર્ય કૂતવિલમ્બિત ૧૩. શ્રી મુનિશેખર કૂતવિલમ્બિત ૧૪. ચારિત્રરત્નમણિ વસંતતિલકા સ્તુતિતરંગિણી ભાગ-૧ ૧૫. શ્રી ધર્મઘોષસૂરિ માલિની સ્તુતિતરંગિણી ભાગ-૧ ૧૬. શ્રી જિનમંડનગણિ શિખરિણી ૧૭. શ્રી દેવરત્નશિષ્ય શિખરિણી ૧૮. ધર્મઘોષસૂરિ વિવિધ છંદ સ્તુતિતરંગિણી ભાગ-૧ ૧૯. ધર્મઘોષસૂરિ માલિની સ્તુતિતરંગિણી ભાગ-૧ ૨૦. શ્રી ચારિત્રરાજગણિ અનુષ્ટ્રપ સ્તુતિતરંગિણી ભાગ-૧ ૨૧. શ્રી ચારિત્રરત્નમણિ અનુષ્ટ્રપ સ્તુતિતરંગિણી ભાગ-૧ ૨૨. શ્રી મેરુવિજયજીગણિ કુતવિલંબિત સ્તુતિતરંગિણી ભાગ-૧ ૨૩. શ્રી હેમવિજયજીગણિ કુતવિલંબિત સ્તુતિતરંગિણી ભાગ-૧ ૨૪. શ્રી ન્યાયસાગરજી કુતવિલંબિત સ્તુતિતરંગિણી ભાગ-૧ ૨૫. શ્રી શાંતિચંદ્રજી તૃતવિલંબિત સ્તુતિતરંગિણી ભાગ-૧ ૨૬. અજ્ઞાત માલિની સ્તુતિતરંગિણી ભાગ-૧ ૨૭. અજ્ઞાત આખ્યાનકી સ્તુતિતરંગિણી ભાગ-૧ ૨૮. અજ્ઞાત . શાર્દૂલવિક્રીડિત ણી ભાગ-૧ ૨૯. શ્રી સોમપ્રભસૂરિ ઉપજાતિ ૨૭ સ્તુતિતરંગિણી ભાગ-૧ ૩૦. ધર્મસાગરજીગણિ કુતવિલંબિત ૨૯ સ્તુતિતરંગિણી ભાગ-૧ ૩૧. કવિચક્રવર્તી શ્રીપાલ અનુષ્ટ્રપ ૨૯ સ્તુતિતરંગિણી ભાગ-૧ પ્રાકૃતભાષામાં સ્તુતિ ચતુર્વિશીકા પ્રકાશનની વિગત છંદ શ્લોક ૧. અજ્ઞાત માલિની ૨૭ સ્તુતિતરંગિણી ભાગ-૧ ૨. અજ્ઞાત આર્યા અને વિભિન્ન ૨૭ સ્તુતિતરંગિણી ભાગ-૧ ૩. ઉદયપ્રધાનમુનિ શાર્દૂલવિક્રીડિત ૨૮ આ યાદીનો મુખ્ય આધાર “ચતુર્વિશતિ જિનાનન્દ સ્તુતિ. ગુજ. ભાષાંતર સંપા. હીરાલાલ રસિકલાલ કાપડિયા, પ્રકાશક - આગમોદય સમિતિ મુંબઈ, ઈ. સ. ૧૯૨૬ છે. કવિ કાળા પરિશિષ્ટ-૧ - ૩૯૩ For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ચોવીશીનો સાહિત્યેતર ક્ષેત્ર પર પ્રભાવ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના નિર્વાણ સ્થળ ‘અષ્ટાપદ તીર્થ પર તેમના પુત્ર શ્રી ભરત ચક્રવર્તીએ ચોવીસ તીર્થકરોની ઊંચાઈ અનુસારની મૂર્તિઓની સ્થાપના કરી હતી. આ અષ્ટાપદ તીર્થ પર જવું અત્યારે શક્ય ન હોવાથી તેના પ્રતિકૃતિરૂપ મંદિરો શત્રુંજય અને રાણી (રાજસ્થાન) આદિ વિવિધ સ્થળે નિર્માણ કરવામાં આવ્યાં છે. હાલ ન્યુયોર્કમાં પણ અષ્ટાપદ મંદિર નિર્માણાધિન છે. આ અષ્ટાપદ તીર્થના યાત્રા પ્રસંગે શ્રી ગૌતમસ્વામીએ જગચિંતામણિ સૂત્ર દ્વારા ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરી હોવાનું મનાય છે. તેમ જ સિદ્ધસ્તવમાં પણ અષ્ટાપદ પર બિરાજમાન ચોવીસે તીર્થકરોની સ્તુતિ કરવામાં આવી છે. ચોવીસ તીર્થકરોની સ્વતંત્ર દેવકુલિકા ધરાવતાં મંદિરો “ચોવીસ જિનાલય' કહેવાય છે.શિલ્પશાસ્ત્રમાં આવું દેવાલય કઈ રીતે રચવું તેનું વિધાન કરવામાં આવ્યું છે. મુંબઈમાં ભાયખલાનું પ્રસિદ્ધ મોતીશા મંદિર આવું જચોવીસ-જિનાલય છે. જૈન દેરાસરોમાં ચોવીસ તીર્થકરોની સંયુક્ત પાષાણ કે ધાતુની પ્રતિમા જે ચોવીશી' તરીકે ઓળખાય છે, તેની પૂજા થાય છે. આવી વિવિધ ચોવીશીઓના ફોટોગ્રાફ માટે જુઓ પ્રકરણ ૧-૨-૬. ચોવીસ તીર્થકરોની સંયુક્ત મૂર્તિની જેમ તેમની માતાઓના પટની પૂજા પણ પ્રાચીનકાળમાં પ્રચલિત હશે. તેના અવશેષ શંખેશ્વર તીર્થમાં જિનમાતાના પટમાં જોઈ શકાય છે. એ જ રીતે ચોવીસ તીર્થકરોના ૧૪પર ગણધરોનાં પદચિહ્નોની પણ પૂજાની પરંપરા છે. ચોવીસ તીર્થકરોની પર્વ અવસરે ધામધૂમપૂર્વક પૂજા ભણાવવામાં આવે છે. આવી રાગરાગણી સહિત પૂજા ચોવીશી-વીશી સંગ્રહ આદિમાં પ્રકાશિત પણ થઈ છે. શિલ્પની જેમ ચિત્રકળામાં પણ ચોવીશ તીર્થકરોના યક્ષ-યક્ષિણી સાથેના ચિત્રવાળા પટ બનાવવામાં આવતા. સ્તવન-ચોવીશીઓ અને કલ્પસૂત્રમાં પણ ચોવીસ તીર્થકરોનાં સુંદર ચિત્રો મળે છે. આમાંનાં કેટલાંક ચિત્રો ડૉ. સારાભાઈ નવાબે ૧૧૫૧ સ્તવનમંજૂષા અને કુમારપાળ દેસાઈએ “આનંદઘન : એક અધ્યયન'ના પ્રારંભે પ્રગટ કર્યા છે. અનાનુપૂર્વી વિભિન્ન રીતે નવકારમંત્ર ગણવાની રીતના પુસ્તકોમાં પણ ચોવીસ તીર્થકરોનાં ચિત્રો (દર્શનચોવીસી) પ્રગટ કરવામાં આવે છે. ૧. શિલ્પતત્ત્વાર્થ ચિંતન સં. નંદલાલ સોમપુરા પ્રકા. પોતે પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૮૫. ૩૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય નાના For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મના દૈનિક વિધિવિધાનોમાં લોગસ્સસૂત્રનો મહિમા અત્યંત વ્યાપક છે. ચૈત્યવંદન-પ્રતિક્રમણમાં પ્રગટ પીઠરૂપે તેમજ કાયોત્સર્ગ ધ્યાનરૂપે પણ “લોગસ્સનું સ્મરણ થાય છે. દર ચૌદસે કરાતા પકખી પ્રતિક્રમણમાં શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત “સકલાહંત સ્તોત્રમાં ચોવીસે તીર્થકરોની વંદના કરાય છે. તેમની વિસ્તૃત વંદના માટે દર ચાર મહિને ‘ચોમાસી દેવવંદન કરાય છે, તેમ જ દર વર્ષે પર્યુષણ પર્વ દરમિયાન ‘કલ્પસૂત્રમાં મુખ્યરૂપે ચાર અને ગૌણરૂપે બીજા વસતીર્થકરોનું ચરિત્રશ્રવણ કરાય છે. વિવિધ ક્રિયાઓની જેમ જ તપશ્ચર્યાનું પણ જૈનધર્મમાં ખૂબ મહત્ત્વ રહ્યું છે. ચોવીસ તીર્થકરો માટે ચઢતા ક્રમે આયંબિલ કરવારૂપ ચોવીસ તીર્થંકર વર્ધમાન તપ કરવામાં આવે છે. જૈન કથા અનુસાર દમયંતીએ પૂર્વ ભવમાં ચોવીસ તીર્થકર વર્ધમાન તપ કરી ઉદ્યાપનમાં અષ્ટાપદ તીર્થ પર ચોવીસે તીર્થકરોની મૂર્તિને રત્નતિલક ચઢાવ્યા હતા. અષ્ટાપદ તીર્થ પરના સ્થાપના ક્રમે “ચત્તારિ અઠ્ઠ દસ દોય' પ્રમાણે ઉપવાસ કરીને પણ ચોવીસ તીર્થકરોનું સ્મરણ કરાય છે. તેમના પ્રત્યેક કલ્યાણક પાંચ મહત્ત્વની ઘટનાઓ)ના દિવસે પણ વિવિધ વ્રત-તપશ્ચર્યા અને સ્મરણ કરવામાં આવે છે. જૈનધર્મમાં સર્વશ્રેષ્ઠ મંત્રરૂપે “નમસ્કારમંત્રનો મહિમા વિખ્યાત છે. આ મંત્રના કેન્દ્રસ્થાને ચોવીસ તીર્થકરો આદિ અરિહંત ભગવાન છે. તે જ રીતે ચોવીસ તીર્થકરોના નામસ્મરણ રૂ૫ “લોગસ્સસૂત્ર' આધારિત અનેક મંત્રોનો સંગ્રહ લોગસ્સકલ્પમાં કરવામાં આવ્યો છે. જિનપંજર સ્તોત્રમાં ચોવીસ તીર્થકરોના નામમંત્રો દ્વારા શરીરનાં વિવિધ અંગોની રક્ષા કરવાનું સૂચવાયું છે. આ ઉપરાંત પ્રત્યેક તીર્થકરોના "પ્રાકૃત ભાષામાં લખાયેલા મંત્રો પણ ઉપલબ્ધ છે. મંત્રોની જેમ જ યંત્રોનો પણ જૈનધર્મમાં મહિમા રહ્યો છે. નવકાર જેમ શ્રેષ્ઠમંત્ર છે, તેમ “સિદ્ધચકયંત્ર સર્વશ્રેષ્ઠ યંત્ર છે. આ મંત્રના કેન્દ્રસ્થાને પણ અરિહંત ભગવાનની સ્થાપના છે. પ્રસિદ્ધ ઋષિમંડળયંત્રના કેન્દ્રસ્થાને હ્રીંકારમાં ૨૪ તીર્થકરોની સ્થાપના છે. દિગંબર પરંપરામાં ચોવીસ તીર્થકરોનાં સ્વતંત્ર યંત્રો પણ ઉપલબ્ધ થાય છે. સિદ્ધચક્ર આદિ અનેક યંત્રોમાં ચોવીસ તીર્થકરોના યક્ષ-યક્ષિણીઓની સ્થાપના કરવામાં આવે છે. કેટલાંક યંત્રોમાં ચોવીસ તીર્થકરોનાં માતા તેમ જ પિતાનું પણ સ્થાપન કરવામાં આવે છે. યોગ-ઉપાસનામાં અરિહંત ભગવાનનું ધ્યાન શ્રેષ્ઠ ગણાય છે. ચોવીસ તીર્થકરોનું તેમના વર્ણ-અનુસાર ધ્યાન કરવામાં આવે છે. ચોવીસ જિનમાતાઓ - અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણીઓનું પણ ધ્યાન કરવામાં આવે છે. ધાર્મિક જીવનની જેમ જ સામાજિક જીવનમાં પણ ચોવીસ તીર્થકરોનો મહિમા રહ્યો છે. રાજસ્થાનમાં લગ્નપ્રસંગે ગવાતા “વિવાહલામાં ચોવીસ તીર્થકરોની સ્તવના કરાય છે. આમ, સ્તવનચોવીશી દ્વારા ઉપાસના પામતાં ચોવીસ - તીર્થકરોનો પ્રભાવ જૈનોના જીવનમાં ઓતપ્રોતપણે અનુભવાય છે. ૨.દેવવંદનમાળા - સં. જશવંતલાલ શાહ પ્રકા. જૈનપ્રકાશન મંદિર, અમદાવાદ. ૩વિધિસંગ્રહ સં. અમરેન્દ્રસાગરજી. ૪.લોગસ્સસૂત્ર સ્વાધ્યાય પ્રકા. જૈનસાહિત્ય વિકાસમંડળ, ઈલ. મુંબઈ. પ.વેરના વમળમાં - મુનિ શ્રી ગુણભદ્રવિજયજી પ્રકા. જ્યોતિન ચીમનલાલ શેઠ, મુંબઈ આવૃત્તિ આઠમી વિ. સં. ૨૦૫૩. ૬ ચૌબીસ તીર્થંકરો કે દિવ્ય યંત્ર, મંત્ર ઓર સ્તોત્ર - ચિત્રકાર સાધક શિવાનંદ સરસ્વતી પ્રકા. રાણાવત ફાઉન્ડેશન, આવૃત્તિ પ્રથમ, ૨૦૦૧. ૭નમસ્કાર ચિંતામણિ. શ્રી કુંદકુંદવિજયજી પ્રકા. શ્રી નમસ્કાર આરાધના કેન્દ્ર, પાલિતાણા. આવૃત્તિ પ્રથમ, ઈ. સ. ૧૯૭૯, નાના નાના ભામાશાઓ , પરિશિષ્ટ-૨ ૩૯૫ બાબા વાધાણાવાણાના ધારાસભામાશા બાવાવાળા મારા મામા For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ મધ્યકાલીન સાહિત્યમાં દેશીરૂપે પ્રયોજાયેલી ચોવીશીના વિવિધ સ્તવનની પંક્તિઓ ચોવીશીનો પ્રભાવ અન્ય ક્ષેત્રોની જેમ સાહિત્યનાં અન્ય પ્રકારોમાં દેશી તરીકે પ્રયોજાયેલી સ્તવનપંક્તિઓમાં દૃષ્ટિગોચર થાય છે. આવી ચોવીશીની પંક્તિની દેશીઓ અહીં પ્રસ્તુત છે. ઉપરની કડી ચોવીશીની પંક્તિ છે અને નીચે આ પંક્તિ દેશીરૂપે પ્રયોજાયેલ છે, તે તે કૃતિની યાદી આપી છે. આનંદઘનજી કૃત ચોવીશી (૧) પંથડો નિહાળું રે બીજા જિન તણો (સ્ત.૨) રૂપવિજયકૃત વીસસ્થાનક પૂજા - ૧૧ રૂપવિજયકૃત પંચકલ્યાણક પૂજા - ૭ વિજયલક્ષ્મી સૂરિકૃત ચોવીશી રૂ. ૮ લક્ષ્મીવિમલકૃત ચોવીશી રૂ. ૪ (૨) ધાર તલવારની સોહલી સ્ત. ૧૪ લક્ષ્મીવિમલકત ચોવીશી રૂ. ૯ આનંદવર્ધનકૃત સ્તવનચોવીશી (સં. ૧૭૧૨). આનંદવર્ધનકૃત ચોવીશી (૧) સુમતિ સદા દિલ મેં ધરો - કેદારુ – સ્વ. ૫ જ્ઞાનસાગરકૃત શ્રીપાલરાસ ઢાળ - ૮ સં. ૧૭૨૬ જ્ઞાનસાગરકૃત આર્દ્રકુમાર રાસ ઢાળ - ૧૨ સં. ૧૭૨૭ જિનહર્ષકૃત ઉપમિતિ ભવપ્રપંચા ઢાળ - ૧૧૪ સં. ૧૭૪૫ સુમતિવિજયકૃત રત્નકીર્તિ ચોપાઈ સં. ૧૭૪૯ ૧. આ યાદીનો મુખ્ય આધાર જૈન ગૂર્જર કવિઓ ભાગ-૮ સંપા. મોહનલાલ દલીચંદ દેસાઈ પુનઃ સંપા. જયંત કોઠારી છે. ૩૬ ૪ ચોવીશી ; સ્વરૂપ અને સાહિત્યા For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ (૨) મોરો મન મોહ્યો વિપ્રાનંદસુરે. સ્ત. ૨૧ જિનહર્ષકૃત મહાબલરાસ ખંડ-૨ ઢાળ-૨૧ (સં. ૧૭૮૧) (૧) મનમધુકર મોહી રહ્યો રૂ. ૧ જિનરાજસૂરિષ્કૃત વીશી-૩ જિનરાજસૂતિ સ્તવનચોવીશી જિનહર્ષકૃત ઉપમિતિભવપ્રપંચા - ૪૫ સં. ૧૭૪૫. કાંતિવિજયજીકૃત ચોવીશી સ્ત. ૪ જ્યવંતસૂરિકૃત ઋષિદત્તા રાસ ઢાળ ૧૯ સં. ૧૬૪૩ યશોવિજયકૃત ચોવીશી ૧૮મું શતક પૂર્વાર્ધ તિલકવિજયકૃત બાશ્ર્વતરાસ સં. ૧૭૪૯ પહેલા જ્ઞાનવિમલકૃત ચંદ્રકેવલીરાસ ઢાળ ૧૬ સં. ૧૭૭૦, (૨) તાર કિરતાર ! સંસારસાગર થકી - કડખાની. મતિકુશલકૃત ચંદ્રલેખા ચોપાઈ ૧૦ સં. ૧૭૨૮ કાંતિવિજ્યકૃત વીશી - વજધર સ્તવન. (૧૮મું શતક ઉત્તરાર્ધ) વિજયચંદકૃત ઉત્તમકુમાર રાસ-૬ સં. ૧૭૫૨ સૌજન્યસુંદરકૃત દ્રૌપદીરાસ ૩૯ સં. ૧૮૧૮. (૩) કરતાં સું તો પ્રીતિ સહુ હીંસી કરે રે, સહુ હીંસી કરે રે - રાગ મલ્હાર. – સ્ત. ૫ જિનરાજસૂરિકૃત ગજસુકુમા૨ાસ ઢાળ ૧૭ સં. ૧૬૯૯ જિનહર્ષકૃત ઉપમિતિભવપ્રપંચા ઢાળ - ૨૭ - સં. ૧૭૪૫ દેવચંદ્રકૃત ચોવીશી સ્ત. ૧૯ અઢારમું શતક ઉત્તરાર્ધ. (૪) કાગલિયો કિરતાર ભણી સી પિર લખું રે. 1 રૂ. ૬ જિનરાજસૂરિકૃત ગજસુકુમાર રાસ ઢાળ - ૨૬ સં. ૧૬૯૯ દીપ્તિવિજ્યકૃત મંગલકલશ રાસ ૨-૩, સં. ૧૭૪૯ વલ્લભકુશલકૃત હેમચન્દ્રગણિ રાસ, ૭ સં. ૧૭૯૩. (૫) આજ હો ૫રમારથ પાયો - મારુ સ્ત. ૭ અભયકુશલકૃત ઋષભદત્ત - ૩ સં. ૧૭૩૭ — 1 - રૂ. ૨ (૬) શ્રી ચંદ્રપ્રભ પ્રાહુણો રે રૂ. ૮ જિનરાજસૂરિકૃત ગજસુકુમાર રાસ ઢાળ ૨૨ સં. ૧૬૯૯. (૭) આજ લશેં દિર અધિક જગીસ- રાગ મલ્હાર. - સ્ત. ૧૦ જિનરાજસૂરિકૃત ગજસુકુમાર રાસ ઢાળ-૨૦ સં. ૧૬૯૯ For Personal & Private Use Only પરિશિષ્ટ-૩ * ૩૯૭ Page #415 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષકૃત વિદ્યાવિલાસ ચોપાઈ ઢાળ-૧ સં. ૧૭૧૧ જિનહર્ષકૃત શત્રુંજ્યાસ ઢાળ ૮-૧૦ સં. ૧૭૫૫. યવંતસૂરિકૃત ઋષિદત્તાાસ ઢાળ ૩૩ સં. ૧૬૪૩. (૮) નાયક મોહ નચાવીયો સ્ત. ૧૨ = જિનરાજસૂરિકૃત ગજસુકુમા૨૨ાસ, ઢાળ ૨૫ સં. ૧૬૯૯ જિનચન્દ્રસૂરિકૃત મેઘકુમા૨ાસ ઢાળ ૩૪ સં. ૧૭૨૭. (૯) ઘરઆંગણ સુરતરૂ ફલ્યોજી - ધન્યાસી. – સ્ત. ૧૩ ધર્મમંદિરકૃત મુનિપતિરાસ ઢાળ ૯ સં. ૧૭૨૫ લાવણ્ય ચન્દ્રકૃત સાધુવંદના ઢાળ ૪ સં. ૧૭૩૪ (૧૦) કાલ અનંતાનંત ભવમાંહિ ભમતા હો જે વેદન સહીએ. જિનરાજસૂરિષ્કૃત ગજસુકુમા૨ાસ ઢાળ-૨૮ સં. ૧૬૯૯ ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિરાસ ઢાળ ૨-૨૧ સં. ૧૬૮૨ જિનહર્ષકૃત ઉપમિતિ ભવપ્રપંચા - ૧૦૬ સં. ૧૭૪૫. (૧૧) આરાધો અરનાથ અહિનિશ વેલાઉલ સ્ત. ૧૮ લાવણ્યચંદ્રકૃત સાધુવંદના સં. ૧૭૩૪ (૧૨) દાસ અરદાસ સી પિર કરેજી. – સ્ત. ૧૯ જિનરાજસૂરિકૃત વીશી સ્ત. ૧૫. (૧૩) મનગમતો સાહિબ મિલ્યો - રૂ. ૨૩ જિનરાજસૂરિકૃત શાલિભદ્રરાસ ઢાળ ૨૩. જિનરાજસૂરિષ્કૃત વીશી સ્ત. ૪ - જિનહર્ષકૃત ઉપમિતિ ભવપ્રપંચા ઢાળ-પ૨ સં. ૧૭૪૫ જિનહર્ષકૃત મહાબલાસ ખંડ-૪ ઢાળ-૨૨ સં. ૧૭૫૧ રૂ. ૨૪ (૧૪) ભવિક કમલ પ્રતિબોધતો સાધુનો પરિવાર જિનરાજસૂરિષ્કૃત વીશી સ્ત. ૨ (૧૫) ચોવીશીનો કળશ - ઈણ પિર ભાવ ભગતિ મન આણી - ધન્યાસિરી. ધર્મવર્ધનકૃત સુરસુંદરી રાસ દેવચન્દ્રગણિકૃત ધ્યાન દીપિકા ચતુષ્પદી સં. ૧૭૬૬ રત્નવિમલકૃત ઈલાપુત્રરાસ સં. ૧૮૩૯, માનવિજ્યજીકૃત ચોવીશી ૧. પદ્મપ્રભુજીના નામની હું જાઉં બલિહારી. સ્ત. ૬ રૂપવિજ્યકૃત ૪૫ – આગમ પૂજા ૩૯૮ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય સ. ૧૬ For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ ૨. નીરખી નીરખી તુજ બિંબને હરખિત હુઓ મુજ મન સુપાસ સોહામણા રૂ. ૭ મોહનવિજયકૃત રત્નપાલ રાસ ઢાળ પ સં. ૧૭૬૦ રૂપવિજયકૃત ૪૫ આગમપૂજા ઢાળ-૮ સં. ૧૮૮૫ ૩. ધર્મણિંદ દયાળજી, ધર્મ તણો દાતા રૂ. ૧૫ દેવવિજયકૃત અથ્યકારી પૂજા મોહનવિજયજીકૃત ચોવીશી (૧) શ્રેયાંસ જિન ! સુણો સાહિબા ૨ જિનજી સ્ત. ૧૧ નેમવિજયકૃત શીલવતી રાસ ખંડ ૩ ઢાળ-૧ સં. ૧૭૫૦ (૨) હાં રે મારે ધર્મણિંદસ્ય લાગી પૂરણ પ્રીત જો સ્ત. ૧૫. ભાણવિજયકૃત ચોવીશી રૂ. ૨૦ (સં. ૧૮૩૦ આસપાસ) યશોવિજયજી કૃત ચોવીશી (૧) જગજીવન જગવાલો સ્ત. ૧ મોહનવિજયકૃત માનતુંગરાય ઢાળ ૨૭ સં. ૧૭૬૦ લક્ષ્મીવિમલકત ચોવીશી રૂ. ૫ વિશુદ્ધવિમલકૃત વીશી - નેમિપ્રભુ સ્તવન સં. ૧૮૦૪ ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી રાસ ઢાળ-૪ સં. ૧૮૫૨ રૂપવિજયકૃત ૪૫ આગમપૂજા – સં. ૧૮૮૫. (૨) સ્વામી! તુહે અમને કાંઈ કામણ કીધું (સરખાવો રૂ.૧૨) સત્યસાગરકૃત દેવરાજરાસ ખંડ ૩ ઢાળ-ર સં. ૧૭૯૯. (૩) શ્રી અરજિન ભવજલનો તારુ, મુઝ મન લાગે વારુ રે મનમોહનસ્વામી સ. ૧૮. દેવચંદ્રકૃત વીશી સ. ૪ (સં. ૧૭૭૦ લગભગ) () તોરણથી રથ ફેરિયો રે હાં રૂ. ૨૨. પદ્મવિજયકૃત જયાનંદરાસ ખંડ-૧ ઢાળ-૧૨ સં. ૧૮૫૮ વિરવિજયકૃત ધમ્મિલ રાસ ખંડ-૨ ઢાળ-૧ સં. ૧૮૯૬. (૫) ગિરુઆ રે ગુણ તુમ તણા રૂ. ૨૪ રામવિજયકૃત લક્ષ્મીસાગરરાસ હસ્તપ્રત સં. ૧૭૯૦ વિજયલક્ષ્મીસૂરિકૃત ચોવીશી સ્ત. ૪ ૧૯મું શતક પૂર્વાર્ધ. માં નાના નાના પરિશિષ્ટ-૩ : ૩૯૯ For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ વાનશ્રાવકકૃત વિબુધ વિમલસૂરિરાસ, ઢાળ-૧૩ સં. ૧૮૨૦ પદ્મવિજયકૃત જયાનંદ રાસ ખંડ-૩ ઢાળ-૨૩ સં. ૧૮૫૮. રામવિજયકૃત ચોવીશી (૧) મુને સંભવ જિન શું પ્રીત અવિહડલાગી રે. સ્ત. ૩ અમૃતવિજયકૃત શત્રુર્જય તીર્થમાલા, ઢાળ-૧૦ સં. ૧૮૪૦ નયસુંદરકૃત શત્રુંજય ઉદ્ધારરાસ ઢાળ-૧૦, સં. ૧૬ ૩૮. (૧) હંસરત્નજીકૃત ચોવીશી સમવસરણિ ત્રિભુવનપતિ સોહઈ - રૂ. ૭ ઉદયરત્નકૃત હરિવંશરાસ, ઢાળ -૧૯ સં. ૧૭૯૯. ૪૦૦ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય મારા For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૪ છે નમઃ | - ચોવીશીમાં ધ્યાનની પ્રક્રિયા ધ્યાનને મોક્ષમાર્ગના મહત્ત્વપૂર્ણ સોપાન તરીકે સ્વીકારાયું છે. જૈનધર્મ ધ્યાનની સાધના માટે જે વિવિધ આલંબનો દર્શાવ્યાં છે, તેમાં તીર્થંકર પરમાત્માનું ધ્યાન કે તેમની ભક્તિથી હુર્ત ધ્યાનની આંતરિક ધારા પણ મહત્ત્વનું આલંબન છે. પ્રસ્તુત શોધનિબંધનો મુખ્ય અભ્યાસવિષય “ચોવીશીની કાવ્યશાસ્ત્રીય તેમ જ તેની વિષયગત સમીક્ષા આગળનાં પ્રકરણોમાં પ્રસ્તુત કરવામાં આવી છે. આ પરિશિષ્ટમાં આત્માર્થી મુમુક્ષુઓ આ સ્તવનોને ધ્યાનમાં સહાયક માધ્યમ તરીકે કઈ રીતે ઉપયોગમાં લઈ શકે એનો સંક્ષિપ્ત નિર્દેશ પ્રસ્તુત છે. અધ્યાત્મરસિક જનોને મન આનંદઘન ચોવીશી' એ અપૂર્વ રસનો ખજાનો રહ્યો છે. આ ચોવીશીમાં એક યોગમાર્ગના ઉપાસક મરમી સંતનાં વચનો સમાયાં છે. સ્વાભાવિક રીતે જ આ સ્તવનો કેવળ ભક્તિપૂર્ણ હૃદયોગારથી વિશેષ સાધકને અધ્યાત્મપથ દર્શક બની શકે. કવિ “સુમતિ ચરણકજ આતમ અરપણા, દરપણ જેમ આવિકાર સુજ્ઞાની' આ પાંચમાં સ્તવનમાં આત્માને સ્ફટિક સદશ્ય બનાવી પરમાત્મચરણે સમર્પિત કરવાની અપૂર્વ ધ્યાનપ્રક્રિયા વર્ણવે છે. આ સ્તવનમાં પરમ શરણાગતિના ધ્યાનમાં સહાયક બનવાનું છે. સામર્થ્ય છે. અગિયારમું શ્રી શ્રેયાંસનાથ સ્તવન – અધ્યાત્મમાર્ગી મુમુક્ષુને વાસ્તવિક અધ્યાત્મની પિછાણ આપે છે. તો શ્રી વિમલનાથ સ્તવન પરમાત્મદર્શનથી ફુરેલા અલૌકિક આધ્યાત્મિક ભાવોનું આલેખન છે. અઢારમા સ્તવનમાં ખૂબ ઉચ્ચ કક્ષાની આધ્યાત્મિક વાત ગૂંથાઈ છે. કવિ અહીં શુદ્ધ-આત્મભાવમાં રમણતા – સ્થિરતારૂપ ધ્યાન દર્શાવે છે. ગુણ-પર્યાયમાં રમણ ન કરતા કેવળ આત્મ દ્રવ્યમાં જ સ્થિરતા કરવાનું એવું અતિ-કઠિન ધ્યાનનું આલેખન આ સ્તવનમાં થયું છે. ધ્યાન અને યોગના અભ્યાસી માટે શ્રી નમિનાથ સ્તવન અત્યંત માર્મિક દસ્તાવેજ છે. આ સ્તવનમાં પરિશિષ્ટ-૪ ૪૦૧ For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ‘ષડૂ-દર્શનમય પુરુષ'ની ભવ્ય કલ્પના આપવામાં આવી છે. શ્રી જિનેશ્વરદેવમાં ષડ્રદર્શનની સ્થાપના કરી તેના અંગ-ન્યાસપૂર્વકનું ધ્યાન કરનાર સાધક તાત્ત્વિક (philosophical) અનેકાંતથી આગળ વધી હૃદયગતભાવનાગત (Spiritual) અનેકાંત પામી શકે. પડ્રદર્શન સમુચ્ચય જેવા વિશાલ સમન્વયાત્મક ગ્રંથ નિર્માતાના હૃદયમાં આવો જ પરમ તાત્ત્વિકસાત્ત્વિક સ્યાદ્વાદભાવ સધાયો હશે. આ જ રીતે આ સ્તવનમાં પંચાંગીમય આગમપુરુષના ધ્યાનનો પણ નિર્દેશ કરાયો છે. સોળમાં સ્તવનમાં આત્માનું પરમ શાંતસ્વરૂપ કેવી રીતે સાધવું તે પ્રક્રિયાનો નિર્દેશ છે, તો સત્તરમા સ્તવનમાં આ પરમ-શાંતસ્વરૂપની સિદ્ધિમાં અવરોધરૂપ બનતા મનની વિચિત્રતા અને તેને એકાગ્ર કરવાના ઉપયોગની વિશદ ચર્ચા છે. કવિએ અનેક ટંકશાળી વચનો સમગ્ર ચોવીશીમાં સ્થળ-સ્થળે અંકિત કર્યો છે કે, જે સાધકને આત્મસ્વરૂપ સાધવામાં સહાયક બને છે. ઉપાધ્યાય માનવિજયજીની તો સમગ્ર ચોવીશી જ ધ્યાનને કાવ્યવિષય બનાવે છે. પદસ્થ પિંડસ્થ, રૂપ0, રૂપાતીત એ સર્વ ધ્યાનો પરમાત્મ ધ્યાનમાં જ કેવી રીતે સમાવેશ પામે છે તે દર્શાવ્યું છે. કવિના તે વિષયના ૫, ૬, ૭, ૮, ૯ સ્તવનોનું ઊંડું ચિંતન સાધકને એ ચાર પ્રકારના ધ્યાનમાં ખૂબ જ સહાયક બની શકે એવું છે. આ શોધપ્રબંધમાં પ્રકરણ-૭ની સંપાદિત વાચનામાં પ્રકાશિત ગુણચંદ્રજી કૃત ૧૬મું શ્રી શાંતિનાથ સ્તવનમાં પણ રૂપસ્થધ્યાન માટે અલૌકિક સામગ્રી રહી છે. ઉપાધ્યાય યશોવિજયજીને ચોવીશીનો પરમાત્મા પ્રતિ હૃદયગત અપૂર્વ ભક્તિભાવ પ્રગટ કરનારા ઊર્મિકાવ્યો છે. પરંતુ કવિની પ્રતિભા એવી બહુપાર્શ્વ-આયામ ધરાવનારી છે કે આ ચોવીશી-સ્તવનોનું પુનઃ પુનઃ ચિંતન કરતાં સાધકને ધ્યાન-ઉપાસનામાં પણ આ સ્તવનનાં પદો અપૂર્વ સહાયક બની શકે. સાતમું શ્રી સુપાર્શ્વનાથ સ્તવન અષ્ટમહાપ્રતિહાર્ય યુક્ત અરિહંત પરમાત્માના ધ્યાન માટે ઉપકારક બની શકે એવું છે. સમવસરણ ધ્યાનના સંદર્ભે તેરમા શ્રી વિમલનાથ સ્તવનમાં વર્ણવાયેલ પરમાત્માની અપાર કરુણા તેમનું સંસાર રોગના વૈદ્યનું સ્વરૂપ પરમાત્માના વિશ્વવ્યાપી કરુણા-રસના ધ્યાનમાં સહાયક બની શકે. બારમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી સ્તવનમાં પરમાત્માને અંતઃકરણમાં લઈ આવવાની ધ્યાનપ્રક્રિયાનો ખૂબ જ માર્મિક નિર્દેશ છે. ક્લેશ વાસિત મન તે સંસાર, ક્લેશ રહિત મન ભવપાર. જો વિશુદ્ધ મન ઘર આયા, તો અમે નવનિધિદ્ધ પાયા.” આ મન-વિશુદ્ધિની સૂત્રાત્મક સમજણ સાધકને ધ્યાનમાં સહાયક બની શકે. આ જ ધ્યાન પ્રક્રિયાનો વિસ્તાર અને પરમાત્મા પધરાવવા માટે – હૃદયઘરની ભવ્યતા અને મનોહારિતાનું – બીજી ચોવીશીના ચોવીસમા સ્તવનમાં આલેખન થયું છે, જે સાધકને પોતાના અંતઃકરણથી ઉત્તરોત્તર વિશુદ્ધિ સાધવામાં સહાયક ૪૦૨૯ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ બની શકે. આ જ દિશામાં શ્રી હંસરત્નજીનું બારમું સ્તવન પણ સહાયક બની શકે. સત્તરમું કુંથુનાથ સ્તવન પરમાત્માના તેજમય, નિર્ભય અને હૃદયમાં સ્વયં પ્રવેશતું. મનોહારી સ્વરૂપના ધ્યાનમાં ઉપકારક બને, વળી અઢારમા સ્તવનના આધારે પરમાત્મા વિશાળ ભવસમુદ્રમાં એક વિશાળ વહાણમાં નાવિકરૂપે બિરાજમાન છે. ભક્તોને ઉગારવા કેવી કરુણારસની ગંગા વહાવી રહ્યા છે. સત્યથમાર્ગદર્શક-ભવસાગરમાં તારનાર નાવિક આવું ભાવચિત્ર આ સ્તવન-આધારે હૃદયગત થાય છે. આ ધ્યાનમાં સંસારસાગરની ભિષણતાના આલેખનમાં બીજી ચોવીશીનું ત્રેવીસમું સ્તવન ચઉ કષાય પાતાળ કલશ તિહાં, તિસના પવન પ્રચંડ પણ અતિશય સહાયક બની શકે. ત્રેવીસમા સ્તવનમાં વર્ણવાયેલી ઉપમાની ભરતી પરમાત્માની લોકોત્તરતાનું ઉત્કટ ઉલ્લાસપૂર્વકનું ધ્યાનમાં સહાયક થાય. આ જ પ્રકારે અહીં પ્રસિદ્ધ થયેલ કવિ ઉત્તમવિજયજીની સ્તવનચોવીશીનું સંભવનાથ સ્તવન પણ આ પ્રકારના ધ્યાનમાં મદદરૂપ થાય. શ્રી વિનયવિજયજીની આ ચોવીશી – રંગધ્યાનના સંદર્ભે નોંધપાત્ર છે. કવિ અનેક સ્તવનોમાં પરરમાત્માના વર્ણ અને પંચરંગી પુષ્પોના વર્ણ આદિની મનોહર ગોઠવણનાં ચિત્રો આપે છે. આ ચિત્રોને માનસપટ પર અંકિત કરવાથી રંગોનું ઉર્જામય ધ્યાન તીર્થકરોના સંદર્ભે કરી શકાય. દેવચંદ્રજીના સ્તવનોના આધ્યાત્મિક ગૂઢાર્થો અલૌકિક છે. સાધકને શાંતરસમગ્ન કરી દેવાની અપૂર્વ શક્તિ આ સ્તવનોમાં છુપાઈ છે. આત્મપદાર્થની અનોખી ઝાંખી સાધકને નવમાં શ્રી સુવિધિનાથ સ્તવનમાં અવશ્ય અનુભવાય. કવિનું એકવીસમું સ્તવન મેઘરૂપક દ્વારા કરુણારસની અપૂર્વ વૃષ્ટિ – પરમાત્માનું કરુણા-નેત્ર સ્વરૂપના ધ્યાનમાં ચિત્ત-એકાગ્રતાનું અવશય અનુસંધાન કરાવે. આ કરુણામેઘ સ્વરૂપના ધ્યાનમાં હંસરત્નજીનું શ્રી મુનિસુવ્રતસ્તવન પણ કાવ્યતત્ત્વની ચમત્કૃતિ સાથે સાધકને તન્મય બનાવી દે એવું છે તો કવિનું ચોવીસમું સ્તવન પરમ શરણાગતિનો ભાવ આપણા હૃદયમાં ઘૂંટી દે છે. મોટા ભાગની સ્તવનચોવીશીઓમાં વર્ણવાયેલ શ્રી નેમિનાથ સ્તવનમાં રાજુલનો નેમિનાથ પ્રતિ વિરહવિલાપ જીવાત્માની પરમતત્ત્વ પામવાની ઉત્કટ લગની-હૃદયંગત ભીતરી વિચ્છેદની અનુભૂતિને પામવામાં ઉપકારક બની શકે. પ્રેમલક્ષણાભક્તિનું તીવ્ર સંવેદન સાધવા માટે આપણા આત્માનું રાજુલ સાથેનું જો અનુસંધાન થઈ જાય તો અલૌકિક પરિણામ અનુભવાય. આમ ચોવીશીનાં અનેકાનેક સ્તવનો આત્માર્થી સાધકોને ધ્યાનમાર્ગમાં વિકાસ સાધવામાં સહાયક બને છે. આ સ્તવન-ચોવીશીઓનું ભાવનાત્મક પુનઃ પુનઃ ચિંતન સાધકને તીર્થંકર પરમાત્મા સાથે અપૂર્વ એકાગ્રતા, તન્મયતા અને તદ્દરૂપતા આપવાનું સામર્થ્ય રહ્યું છે. કરનાર સામાજજર જ ન પરિશિષ્ટ-૪ ક ૪૦૩ For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૫ શબ્દકોશ ચોવીશી-૧ પડૂવર – ઘણું (૧૧,૧) અલિ – ભમરો (૧૨,૬) પરિયલ – ઘણાં (૨૩, ૨) અહમેંદ્ર – અહમિંદ્ર (૭, ૨) જૈન લોકવ્યવસ્થા ફણિ – નાગ (૨૩, ૪) અનુસાર બાર દેવલોકનો ઉપર આવેલા ગ્રેવેયક, વિધુ – ચંદ્ર (૮, ૩) અનુત્તર દેવતાઓ રાજા પ્રજા જેવા સંબંધથી લહખંડ – આજ્ઞા? (૧૮, ૪) વાસવ – ઇદ્ર (૨૩, ૫) રહિત હોવાથી અહર્ષિદ્ર કહેવાય છે.) સાવય – શ્રાવક (૧૭, ૨) અવિરલ – ઘણાં (૨૩, ૨) ચંદન – રથ. (૧૮,૨) ઉજમ- ઉદ્યમ (૨૪) ચોવીશી-૨ ઉદેધિ – ઉદધિ – સમુદ્ર, (૧૪, ૧) અજ્જા – આર્યા (૨૪, ૨) ઉષાખા)રી – ઉખાડી (૧૫, ૬) અમરકુમારી – દેવી (૧૨,૫) કેલિકરણી – આનંદ કરનારી (૧૪, ૪) ચરમોદધિ – છેલ્લો સમુદ્ર, સ્વયંભૂરમણસમુદ્ર કિજકુસુમ – કમળ (૧૨, ૬) (૩, ૨) ખિષિ)જમતી – ખિજમત, સેવા (૩, ૩) ધ્યોમક ખ્યોમક) એક વસ્ત્રજાતિ (૩૧) ઘનમાલિકા – વાદળની માળા (૧૬, ૪) ખાયક દરસાણી – ક્ષાયિક દર્શની – (૨૨, ૬) – દયિતા – સ્ત્રી. (૨, ૨) ત્રહના – તૃષ્ણા (૧૫, ૨) દિનકર – સૂર્ય (૧૨, ૪) પાસજ – એક કમળજાતિ (૩, ૧) મહાસરી – મોટી નદી (૩, ૨) નલિની – કમળ (૧૨, ૪) રક્તોત્પલ – લાલ કમળ (૧૨, ૯) નાતો – ગર્જના કરતો (૫, ૨) વાસવરાસિ – ઇંદ્રગણ (૧, ૧) નિદાઘ – ઉનાળો (૨૦, ૪) સ્થિ – ઘી કે તેલનો (૩, ૩) નિરદલો – નષ્ટ કરનારો, દળી નાખનારો (૩, ૧) કોઈ પ્રકાર (2) ૪૦૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ના રસ, રકમ કા નામ સરકારી કામકાજ દરજજ For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ ચોવીશી-૩ કેકા – મોર (૧૯૯૨) કોવિદ – પંડિત (૧૫, ૧) ખીરધી – ક્ષીરસમુદ્ર (૧૬, ૨) ચક્વી – ચક્રવાકી (૧૯, ૨) તરણિ – સૂર્ય (૧૨,૧) દખ્ખણ ચીર - દક્ષિણ ભારતમાં બનતા સુંદર વસ્ત્રો (૮,૨). પોઢી – પ્રૌઢ, મોટી (૨, ૨) ચોવીશી-૪ અહી – અહિ, સર્પ (૨૩, ૫) ખમાપતિ – ક્ષમાપતિ, પૃથ્વીપતિ રાજા (૧૯, ૬) પરિવણ – પરિવારજન (૧૩, ૨) રૂહંત – વૃદ્ધિ કરે (૨૦, ૫) વારી – વારિ, જળ (૩) . સહકારિ – આંબાના વૃક્ષ પર (૩, ૪), સુરભિાભી) – ગા. (૩, ૪) સુગંધ (૧૪, ૩) સેન – ગેંડો (૧૩, ૨) ચોવીશી-પ આસંગાઈત – આશ્રિત, અનુરાગવશ (૫, ૨) તરધારી ખંડલ ગસ – પ્રતિ અશુદ્ધ હોવાથી પાઠ અને અર્થ અસ્પષ્ટ છે. પરંતુ ઘીની ધાર અને ખાંડયુક્ત પ્રાસ એવો અર્થ આ શબ્દખંડ દ્વારા સૂચવાય છે. (કળશ) નરાસડી – નિરાશાભરી (૭, ૪) પોતાવટ – પોતિકાની, આત્મીયતાની રીત મૈનિત – ઘણી વિનંતી, યાચના (૬, ૩) રૂખડા – વૃક્ષ (૧૬, ૨) સખરી - સુખાકારી (૧૦, ૨) ચોવીશી-૬ અજર – મોડું કરવું, વિલંબ (૧, ૬) અરક - અર્ક (સૂર્ય) (૧૭, ૫) અરકતરૂ – આકડાનું ઝાડ (૧૭, ૫) જાંબુનંદ – સોનું (૨૪, ૩) તરેલ – ખચ્ચર (?) (૮, ૪) મણિક – મણિકાર, ઝવેરી શિતરુચિ – ચંદ્ર (૯, ૨) સુગત – બુદ્ધ (૧૭, ૫) આ લાલ પરિશિષ્ટ-૫ એક ૪૦૫ For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ભગવંતોના વર્ણનમાં સાતત્યપૂર્વક પ્રયોજાતા કેટલાક શબ્દો (૧) આઠ મહાપ્રાતિહાર્ય – પ્રાતિહાર્ય શબ્દની વ્યાખ્યા આપતાં કહેવાયું છે કે, ઈન્દ્રો દ્વારા નિયુક્ત કરેલાં દેવતાઓ પ્રતિહારસેવકનું કાર્ય કરે છે. તે સેવક દેવતાઓ દ્વારા ભગવાનની ભક્તિ માટે કરાયેલી વિશેષ આઠ પ્રકારની શોભા. તે આઠનાં નામ આ પ્રમાણે છે; (૧) અશોકવૃક્ષ (૨) સુરપુષ્પવૃષ્ટિ (૩) દિવ્યધ્વનિ (૪) ચામર યુગલ (૫) સિંહાસન (૬) ભામંડલ (૭) દેવદુંદુભિ (૮) ત્રણ છત્રો. (૨) અતિશયો – અતિશય એટલે જે સંપૂર્ણ જગત કરતાં ચઢિયાતાપણું હોય તેને અતિશય કહેવાય છે. આ અતિશયના ત્રણ મુખ્ય વિભાગ છે. (ક) જન્મથી પ્રાપ્ત થતા ચાર અતિશયો (ખ) કર્મક્ષયથી પ્રાપ્ત થતા અગિયાર અતિશયો (ગ) દેવતાકૃત ઓગણીસ અતિશયો (ક) જન્મથી પ્રાપ્ત થતા ચાર અતિશય (સહજાતિશય) (૧) અદ્ભુત રૂપ, સુગંધવાળું તથા રોગ, પરસેવાથી રહિત શરીર (૨) કમળસમાન સુગંધી શ્વાસોચ્છવાસ (૩) ગાયના દૂધની ધારા જેવા ધવલ અને દુર્ગધ વિનાનાં માંસ અને રક્ત. (૪) આહાર અને નિહાર (શૌચ)ની ક્રિયા અદશ્ય. (ખ) કર્મક્ષયથી પ્રાપ્ત થતા અગિયાર અતિશયો (૧) પરમાત્માની સર્વને સમજાતી અને યોજન સુધી ફેલાતી વાણી (૨) આસપાસના વિસ્તારમાંથી વર આદિ રોગોનો નાશ. (૩) પરસ્પર વૈરની શાંતિ ૪૦૬ ૪ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય - For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ () પાકને ઉપદ્રવ કરનાર તીડ વગેરેનો અભાવ (૫) ઉપદ્રવોનો અંત (૬) અતિવૃષ્ટિ ન થાય. (૭) અનાવૃષ્ટિ (દુકાળ) ન થાય. (૮) ખરાબ સમયનો અભાવ (૯) પોતાના રાજ્ય તેમ જ બીજા રાજ્યના ભયનો અભાવ (૧૦) સમવસરણ રચના (૧૧) અર્થગંભીર વાણી. (ગ) દેવતાઓએ પરમાત્મભક્તિ માટે કરેલ ઓગણીસ અતિશયો (૧) ધર્મચક્રની રચના (૨) ચામરનું વીંઝાવું (૩) પાદપીઠ સહિત સિંહાસનનું ચાલવું. () ત્રણ છત્રોનું ધારણ થવું. (૫) રત્નમય ધર્મધ્વજનું આગળ ચાલવું. (૬) પગલે પગલે સુવર્ણકમળોની રચના. (૭) સમવસરણમાં ત્રણ ગઢની રચના થવી. (૮) ઉપદેશ સમયે જુદી જુદી ચાર દિશામાં પ્રભુનાં મુખ દેખાવાં. ૯) અશોકવૃક્ષની રચના થવી. (૧૦) માર્ગમાં રહેલા કાંટાઓ અધોમુખ થવા. (૧૧) વૃક્ષોએ ડાળી ઝુકાવી નમન કરવું. (૧૨) દેવદુંદુભિનું વાગવું. (૧૩) કચરો આદિ દૂર કરનાર સંવર્તક જાતિના પવનનું વહેવું. (૧૪) પક્ષીઓ વડે પ્રદક્ષિણા થવી. (૧૫) ગંધોદક (સુગંધી પાણી)ની વૃષ્ટિ થવી. (૧૬) પંચરંગી દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થવી. (૧૭) શ્રી તીર્થંકરદેવના મસ્તકના કેશ, દાઢી, મૂછ તથા હાથ-પગના નખોની વૃદ્ધિ ન થવી. (૧૮) કરોડો દેવોનું સમીપમાં રહેવું (૧૯) ઋતુઓ અનુકૂળ મનોહર બનવી. આમ ૪ + ૧૧ + ૧૯ મળી કુલ મુખ્ય ૩૪ અતિશયો છે. અરિહંતના બાર ગુણો અષ્ટપ્રાતિહાર્ય ઉપરાંત જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય, અપાયાપગમાતિશય (ઉપદ્રવ દૂર થવા) એ મળીને અરિહંત (તીર્થકર)ના બાર ગુણ ગણાય છે. - તીર્થકર ભગવંતોના વર્ણનમાં સાતત્યપૂર્વક પ્રયોજાતા કેટલાક શબ્દો જ ૪૦૭ For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ આઠ કર્મો જૈન પરિભાષા અનુસાર જીવ રાગદ્વેષ અને પોતાની પ્રવૃત્તિઓ અનુસાર કાર્મણ વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે અને તેનો બંધ કરે છે તેને કર્મ કહેવાય છે. આ કર્મ મુખ્યરૂપે આઠ પ્રકારનાં છે. જ્ઞાનાવરણિય, દર્શનાવરણિય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતી કર્મો તરીકે ઓળખાય છે. આ ચાર કર્મોનો જીવ કેવળજ્ઞાન પ્રાપ્તિ સમયે ક્ષય કરે છે અને શેષ ચાર નામ, ગોત્ર, આયુષ્ય, વેદનીય એ ચાર અઘાતી કર્મોનો મોક્ષગમન સમયે ક્ષય કરે છે. કલ્યાણક – તીર્થકરોના જીવનની મહત્ત્વની પાંચ ઘટનાઓ ત્રિભુવનના સર્વ જીવ માટે આનંદ દેનારી હોવાથી “કલ્યાણક' તરીકે ઓળખાય છે. તીર્થકરોના અવન (ગર્ભમાં અવતાર), જન્મ, દીક્ષા અને નિર્વાણ (મોક્ષ) આ પાંચ ઘટનાઓને કલ્યાણક કહેવાય છે. દેવતાઓ આ પાંચે પ્રસંગે ભવ્ય મહોત્સવ કરે છે. ગણધર – તીર્થકરોના મુખ્ય શિષ્યો. જેઓ જૈનધર્મના સિદ્ધાંત ગ્રંથો (દ્વાદશાંગી)ની રચના કરે છે. કેવળજ્ઞાન – જ્ઞાનની એવી ઉત્કૃષ્ટ સ્થિતિ કે જ્યારે ત્રણે ભુવનના સર્વ પદાર્થો અને ત્રણ કાળપ્રત્યક્ષ દેખાય. અવધિજ્ઞાન – અમુક ચોક્કસ મર્યાદાના પદાર્થોનું જ્ઞાન. મનઃ પર્યવજ્ઞાન – અઢીદ્વિીપ (મનુષ્યલોક)માં વસતા મનુષ્યો અને પ્રાણીના મનના વિચારોનું જ્ઞાન. ૪૦૮ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય માનવામાં For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ આ સંદર્ભસૂચિ વણનુક્રમે છે.) ૧૧૫૧ સ્તવનમંજૂષા – સંપા. સારાભાઈ નવાબ પ્રકા. પોતે, પ્રથમ આવૃત્તિ – ઈ. સ. ૧૯૩૯. અનંતનો આનંદ (દેવચંદ્રજી અધ્યયન ગ્રંથ) – સાધ્વી આરતી પ્રકા. રતિ આમ સાહિત્ય પ્રકાશન સમિતિ, ઘાટકોપર (મુંબઈ) – ઈ. સ. ૧૯૯૬. અનુસંધાન – (અનિયતકાલિક) – સંપા. શીલચંદ્રસૂરિ પ્રકા. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ – સંસ્કાર શિક્ષણ નિધિ, અમદાવાદ - ઈ. સ. ૨૦૦૨. અનુભવધારા-૧-૨-અનુભવરસપ્ર. પ્રાણગુરુજૈન રિસર્ચ સેન્ટર-ઘાટકોપર મુંબઈ. આનંદઘન – એક અધ્યયન' – કુમારપાળ દેસાઈ પ્રકા. પોતે, ૧૯૮૦ – આવૃત્તિ પ્રથમ. આનંદઘન કૃત ચોવીશી તથા શ્રી વીસસ્થાનકતપવિધિ પ્રકા. શ્રી જૈનધર્મ પ્રસારક સભા, અમદાવાદ – વિ. સં. ૧૯૮૨. આનંદઘનજીનું દિલ્મ જિનમાર્ગદર્શન અને પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા – ભગવાનદાસ મહેતા પ્રકા. રતનચંદ મોતીશા, મુંબઈ-૭ – ઈ. સ. ૧૯૫૫. આપણા તીર્થકરો – સંપા. તારાબહેન શાહ પ્રકા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અરિહંતના અતિશયો (શ્રમણ ભગવાન મહાવીરની દ્વિતીયાવૃત્તિ) - તત્ત્વાનંદ વિજયજી સન્માર્ગ પ્રકાશન, અમદાવાદ – વિ.સ.૨૦૫૪. ઉપાધ્યાય યશોવિજયજી સ્વાધ્યાય ગ્રંથ – સંપા. પ્રદ્યુમ્નવિજય અને અન્ય પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ - ઈ. સ. ૧૯૯૩. ઐન્દ્રસ્તુતિ (હિન્દી અનુ) – સંપા. યશોવિજયજી – પ્રકા. યશોભારતી. ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન) – અનંતરાય રાવળ – પ્રકા. મેકમિલન. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ – ખંડ ૧-૨ – સંપા. ઉમાશંકર જોશી અને અન્ય પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ. આ સંદર્ભસૂચિ ૪૦૯ For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ ચોવીશી તથા વીશી સંગ્રહ – સંપા. પ્રેમચંદ કેવળદાસ પ્રકા. કાળીદાસ સાંકળચંદ – ઈ.સ.૧૮૭૯. જિનભક્તિ – સંપા. ભદ્રંકર વિજયજી પ્રકા. નમસ્કાર આરાધના કેન્દ્ર પાલિતાણા. બીજી આવૃત્તિ. જિનસ્તવન ચતુર્વિશતિકા – સંપા. મુનિશ્રી ભુવનચંદ્રજી પ્રકા. શ્રી પાર્શ્વચંદ્રસૂરિ સાહિત્ય પ્રકાશન સમિતિ, મુંબઈ – ઈ. સ. ૧૯૯૭. જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧થી ૧૦ – સંપા. મોહનલાલ દલીચંદ દેસાઈ – પુનઃ સંપા. જયંત કોઠારી બીજી આવૃત્તિ, ૧૯૮૮થી ૧૯૯૭ – પ્રકા. મહાવીર જૈન વિદ્યાલય. જૈન ગૂર્જર સાહિત્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ભાગ-૧ અને ૨ પ્રકા. શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈનસાહિત્યોદ્ધાર ફંડ – સુરત પ્રથમ આવૃત્તિ – ઈ.સ.૧૯૬૩. જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ – લેખક અને પ્રકા. મોહનલાલ દલીચંદ દેસાઈ, મુંબઈ – ઈ.સ.૧૯૩૩. જૈનધર્મ કા મૌલિક ઈતિહાસ (હિન્દી) – (તીર્થકર ખંડ) ખંડ-૧ - મુનિ-હસ્તિમલજી “હસ્તિ' ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર (ગુજરાતી ભાષાંતર) – પ્રકા. જૈનધર્મ પ્રસારકસભા, ભાવનગર. નારદ ભક્તિસૂત્ર એન્ડ શાંડિલ્ય ભક્તિસૂત્ર (અંગ્રેજી) – સંપા. નંદલાલ સિંહા ઓરિએન્ટલ પબ્લિશર્સ, દિલ્હી. પરમતત્ત્વની ઉપાસના (શ્રી દેવચંદ્રજી કૃત ચોવીશી) – આચાર્ય કલાપૂર્ણસૂરિજી પ્રકા. મહાવીર તત્ત્વજ્ઞાન પ્રચારક મંડળ – અંજાર (કચ્છ) પ્રથમ આવૃત્તિ. પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટકા ભાગ-૧-૨-૩ – ધીરજલાલ ટોકરશી પ્રકા. જૈનસાહિત્ય વિકાસ મંડળ પ્રથમ આવૃત્તિ પંડિત વીરવિજયજી સ્વાધ્યાય ગ્રંથ – સંપા. કાંતિભાઈ બી. શાહ પ્રકા. શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા, પ્રથમ આવૃત્તિ. ભક્તિરસઝરણાં ભાગ ૧-૨ – સંપા. અભયસાગરજી પ્રકા. પ્રાચીન ગ્રુત રક્ષક સમિતિ, કપડવંજ – સં.૨૦૩૪ – પ્રથમ આવૃત્તિ ભક્તિગુંજન – (સંપા. અભયસાગરજી) પ્રકા. પ્રાચીન ગ્રુતરક્ષક સમિતિ, કપડવંજ – સં. ૨૦૩૭ – પ્રથમ આવૃત્તિ. ભક્તિમાર્ગથી સમકિત પ્રાપ્તિ (દેવચંદ્રજીકૃત સ્તવનચોવીશી) ભાવાર્થ-રાયચંદ ધારશી અજાણી – પ્રકા. પોતે. ભાવપ્રભસૂરિકત હરિબલરાસ (અપ્રકાશિત શોધનિબંધ) – ડૉ. દેવબાળા સંઘવી મધ્યકાલીન ગુજરાતી જૈનસાહિત્ય – સંપા. જયંત કોઠારી, કાંતિભાઈ બી. શાહ પ્રકા. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ - ઈ. સ. ૧૯૯૩ – પ્રથમ આવૃત્તિ. રાસસાહિત્ય – ભારતી વૈદ્ય – વોરા એન્ડ કે. – પ્રથમ આવૃત્તિ ૧૯૬ ૬. શ્રી આનંદઘન ચોવીશી – વિવેચક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા સંપા. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ – પ્રકા. મહાવીર જૈન વિદ્યાલય – આવૃત્તિ ઈ. સ. ૧૯૭૦. ૪૧૦ ૯ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - - ર ર ર ર ર ર રર For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રી આનંદઘન ચોવીશી પ્રમોદાયુક્ત) – સંપા. પ્રભુદાસ બેચરદાસ પારેખ પ્રકા. શ્રી જૈનશ્રેયસ્કર મંડળ, મહેસાણા – ઈ. સ. ૧૯૫૭ બીજી આવૃત્તિ. શ્રી આનંદઘન ચોવીશી (વિવેચન હિન્દી) – વિવેચનકાર પન્નાલાલ વનેચંદ ભંડારી પ્રકા. મનહર ભંડારી, જલગાંવ – આવૃત્તિ પ્રથમ ઈ. સ. ૧૯૮૮. શ્રી અહેગીતા હિન્દી) – ઉપાધ્યાય મેઘવિજયજી – સંપા. ડૉ. સોહનલાલ પટની પ્રકા. જૈનસાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ - ઈ. સ. ૧૯૮૧, પ્રથમ આવૃત્તિ. શ્રી જિન સ્તવનચોવીશી (મોહનવિજયજી લટકાળા કૃત) - રામવિજયજી પ્રકા. શ્રી જૈનસાહિત્ય વર્ધક સભા, અમદાવાદ – પ્રથમ આવૃત્તિ, સં. ૨૦૦૯. શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદોહ ભાગ પહેલો સંપા. : ચરિત્ર વિજયજીગણિ – બીજી આવૃત્તિ સં. ૨૦૨૨. શ્રી માનવિજયજીકૃત ચોવીશી – વિવેચક કુંદકુંદસૂરિ પ્રકા. સ્મૃતિગ્રંથ પ્રકાશન સમિતિ, મુંબઈ – આવૃત્તિ પ્રથમ શ્રી જ્ઞાનવિમલભક્તિ પ્રકાશ - સંપા. કીર્તિદા જોશી પ્રકા. શ્રી જ્ઞાનવિમલ ભક્તિ પ્રકાશન સમિતિ, મુંબઈ – પ્રથમ આવૃત્તિ, ૧૯૮૮. શ્રીમદ્દ દેવચંદ્રજી ભાગ ૧-૨ – સંપા. બુદ્ધિસાગરસૂરિ પ્રકા. અધ્યાત્મજ્ઞાન પ્રકાશક મંડળ, મુંબઈ - ઈ. સ. ૧૯૨૯. શ્રીમદ્ દેવચંદ્રજીકૃત વર્તમાન ચોવીશી – સંગ્રાહક પ્રકા. પંડિત શાંતિલાલ કેશવલાલ પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૭૮. શ્રી પ્રકરણ રત્નાકર ભાગ-૧ (જ્ઞાનસારકત સ્તબક) – સંશોધક શાહ ભીમસિંહ માણેક ઈ.સ.૧૯૦૩, આવૃત્તિ બીજી. સજ્જન સન્મિત્ર યાને એકાદશ મહાનિધિ – સંપા. પ્રકા. પોપટલાલ કેશવજી દોશી બીજી આવૃત્તિ સંવત ૨૦૨૧. સંશોધન અને પરીક્ષણ – જયંત કોઠારી – પ્રકા. પોતે પ્રથમ આવૃત્તિ, ઈ. સ. ૧૯૯૮. સ્તુતિ ચતુર્વિશતિકા – શોભનમુનિ (સચિત્ર) – સંપા. હીરાલાલ રસિકદાસ કાપડિયા પ્રકા. આગમોદય સમિતિ, મુંબઈ – ઈ. સ. ૧૯૨૭. સ્તુતિતરંગિણી ભાગ ૧-૨ – સંપા. મુનિશ્રી નેમવિજયજી પ્રકા. શ્રી લબ્ધિસૂરિ જૈન ગ્રંથમાળા, છાણી – આવૃત્તિ પ્રથમ, ઈ. સ. ૧૯૫૪. મારા ના સંદર્ભસૂચિ. - ૪૧૧ For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ - પી. એન. દોશી વીમેન્સ કોલેજ ઓફ આર્ટ્સ સંચાલિત | સૌરાષ્ટ્રકેસરી પ્રાણપુર જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરિ રિસર્ચ સેન્ટર સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની શ્રુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મ યોગિની પૂ. લલિતાબાઈ મ.સા.નાં વિદ્વાન શિષ્યા પૂ. ડૉ. તરુલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણગુરુ જન્મ શતાબ્દી સમિતિ' મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મ શતાબ્દી પ્રસંગે સંસ્થાએ “સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુર જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરિ રિસર્ચ સેન્ટર'ની સ્થાપના કરી છે. સેન્ટરના ઉદેશ આ પ્રમાણે છે: • જૈનતત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. • પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવ ધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. જૈનસાહિત્યના અધ્યયન અને સંશોધનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ (સ્કોલરશિપ) આપવી. • વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. ધર્મ અને સંસ્કારનાં વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટસાહિત્યનું પ્રકાશન કરવું. અભ્યાસનિબંધ વાચન (PaperReading), લિપિ વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો (Old Jain Manuscript)નું વાચન. જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D, M.Phil કરનારાં જિજ્ઞાસુ. શ્રાવક, સંત-સતીજીઓને સહયોગ, સુવિધા અને માર્ગદર્શન પૂરા પાડવા અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની સી.ડી. તૈયાર કરાવવી. દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઈન્ટરનેટ પર “વેબસાઈટ દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો. આપના સહયોગની અપેક્ષા સાથે મેનેજિંગ ટ્રસ્ટીઃ નવનીતભાઈ શેઠ માનદ્ સંયોજકઃ ગુણવંત બરવાળિયા 'સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જેન ફિલોસોફિકલ એન્ડ લિટરરિ રિસર્ચ સેન્ટર s.PR.J. કન્યાશાળા ટ્રસ્ટ, કામાલેન, ઘાટકોપર (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૮૬ ત સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુર જેન ફિલોસોફિકલ એન્ડ લિટરરિ રિસર્ચ સેન્ટર - ઘાટકોપર, મુંબઈ-૮૬ સેન્ટરની કાયમી યોજનાના દાતાઓ સેન્ટરના પેટ્રન્સ • માનવમિત્ર ટ્રસ્ટ, સાયન • શ્રી અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ, મુંબઈ • શ્રી વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચિંચણી • ધ્રાંગધ્રા નિવાસી હાલ ઘાટકોપર શ્રી મનસુખલાલ અમૃતલાલ સંઘવી ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય' ગ્રંથના સૌજન્યદાતા • શ્રી મયૂરભાઈ અમૃતલાલ વોરા • શ્રી સમીર - શ્રી જિગર પરીખ • શ્રી વિનુભાઈ રમણલાલ શાહ • શ્રી ગિરીશભાઈ રસિકભાઈ મહેતા - શ્રીમતી દક્ષાબહેન શૈલેષભાઈ પરીખ - સ્વ. રૂગનાથ હીરાચંદ બાવીશી પરિવાર જેતપુરવાળા - શ્રી ધનવંતભાઈ અજમેરા પરિવાર ૪૧૨ For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ કેટલીક મહત્ત્વપૂર્ણ ચોવીશીઓ વિશે આરાધક મુનિભગવંતોના હૃદયોદગાર... આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર, બાલક બાંહ પસારી જિમ, કહે ઉદધિ વિસ્તાર. (આનંદઘનજીના સ્તવનોની ગંભીરતા વિશે તેના બાલાવબોધકાર શ્રી જ્ઞાનસારજી) આ (યશોવિજયજીની) ચોવીશીનાં સ્તવનો અદ્ભુત છે.પ્રભુની સાથે આત્માને એકમેક બનાવવા માટે એ ચોવીશ સ્તવનો કરતાં બીજી કોઈ વધારે સહેલી ચીજ હજુ સુધી મારા અનુભવમાં આવી નથી. એ નાનકડાં સ્તવનોનો એક એક અક્ષર અર્થગાંભીર્યથી ભરેલો છે. એનું એકેક પદ સેંકડો વાર બોલશો તોપણ નવા નવા ભાવ ઝર્યા જ કરશે. એવું પ્રાયઃ બીજી કૃતિઓમાં ઓછું જ બને છે. માટે તેને હૈયાનો હાર બનાવશો. - નમસ્કાર મહામંત્રારાધક અધ્યાત્મયોગી પ. પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજી મ. સા. પોતાના શિષ્ય પરના પત્રમાં વર્તમાનકાળની બધી ચોવીશીઓમાં પ્રભુ પરમાત્મા સાથે ભક્તિયોગના ગાનમાં એકાકાર બની વાતો કરવા રૂપે વિવિધ લટકા અને મીઠા ઉપાલંભને સૂચવનારા શબ્દો વાક્યોથી શોભતી આ (મોહનવિજયજી) ચોવીશી ખૂબ સર્વોત્કૃષ્ટ છે. - વિવિધ ચોવીશીઓના સંપાદક 5. પૂ. પંન્યાસશ્રી અભયસાગરજી (ભક્તિરસ ઝરણાં-૨ની પ્રસ્તાવના) દેવચંદ્રજી ચોવીશીનાં સ્તવનોનું એકાગ્ર ચિત્તે ગાન, વાચન અને મનન કરવાથી અરિહંત પરમાત્મા પ્રત્યે હૃદયમાં અત્યંત આદર-બહુમાન પ્રગટવા સાથે અપૂર્વ પ્રીતિ, ભક્તિ અને ભાવોલ્લાસ પેદા થાય છે અને ધ્યાનયોગથી અનેક ગુપ્ત ચાવીઓ - સૂક્ષ્મ રહસ્યો પણ જાણવા મળે છે. - પ. પૂ. આચાર્યદેવ શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. (પરમતત્ત્વની ઉપાસનાની પ્રસ્તાવના). For Personal & Private Use Only