________________
છે, તેમજ સર્વ પૌગલિક સુખો ત્યજી આત્મ-સ્વભાવમાં રમી રહ્યા છે. આ પરમાત્મા જગતના સર્વ પદાર્થો જાણે છે, છતાં તેમાં ક્યાંય પોતાના મનને તન્મય બનવા દેતા નથી, તે સર્વથી અલિપ્ત જ રહે છે. આ ઋષભદેવ પરમાત્મા વ્યવહાર દષ્ટિએ ઋષભ લાંછન ધારણ કરનારા છે, પરંતુ સર્વ કર્મો દૂર કર્યા હોવાથી વાસ્તવમાં નિલંછન છે અને અનંત ગુણોને ધારણ કરનારા છે.
બીજા સ્તવનમાં કવિ પોતાના નિશ્ચયનયની દષ્ટિએ શુદ્ધ આત્મસ્વરૂપને જુએ છે, તેની સાથે પરમાત્મા જોડે એકતા અનુભવે છે. અજિત જીન ! તુમ મુજ અંતરો, જોતાં દીસે ન કોય ૨? (૨, ૧) પરંતુ વ્યવહારની ભૂમિકાએ જે અંતર પડ્યું છે તેનું તીવ્ર દુઃખ પણ અનુભવે છે. પરમાત્માના સર્વ ગુણ રૂપી નિધાને પ્રગટ અવસ્થા પામ્યા છે, ત્યારે સાધકના ગુણ ઢંકાઈ રહ્યા છે, તિરોભાવ ધારણ કરી રહ્યા છે. જાણે કોઈ ગૃહસ્થના ઘરમાં નિધાન હોય, છતાં તે નિધાન ક્યાં છે તે ન જાણવાથી નિધન દશાને પામે. આવી ઉપહાસપાત્ર સ્થિતિ આ સંસારના સહુ જીવોની છે. તે સ્થિતિ દૂર કરવા પરમાત્મગુણોનું આલંબન લેવાની ભક્તહૃદયની ઇચ્છા કવિએ આલેખી છે.
કવિ ત્રીજા સ્તવનમાં પોતાનું ભવભ્રમણ વધ્યું અને પરમાત્માથી અંતર પડ્યું તેના કારણરૂપે પોતે જે અશુભ કર્મો કર્યા તેનું પ્રાયશ્ચિત્ત કર્યું છે અને પરમાત્મારૂપી આલંબનની સહાયથી સહુ કર્મો દૂર કરવાનો સંકલ્પ કર્યો છે.
ચોથા સ્તવનમાં કવિ તીર્થકરોની વાણીને શ્રાવ્યમાંથી દશ્યરૂપ આપી વાણીના યોજન સુધી વિસ્તરતા પ્રકાશને જોવા માટે કહે છે;
તુહે જોજ્યો જોજ્યો રે વાણીનો પ્રકાશ. ઊઠે છે અખંડ ધ્વનિ, જોને સંભળાય. નર તિરીય દેવ આપણી સહુ સમઝી જાય.
(૩, ૧) આ વાણી પાંત્રીસ ગુણો વડે અલંકૃત અને ભવ્ય જીવોના સંશય છેદનારી છે. હેય ઉપાદેય છોડવાયોગ્ય ગ્રહણ કરવાયોગ્ય)નો વિવેક સમજાવનારી છે. પાંચમા સ્તવનમાં કવિ પરમાત્માના રોગ-શોકથી મુક્ત, પરમ આનંદમય સ્વરૂપને વર્ણવે છે.
છઠ્ઠા પદ્મપ્રભસ્વામી સ્તવનમાં પદ્મ શબ્દ પર શ્લેષ કરી પ્રભુને કર્મરૂપી કાદવમાં જન્મેલા અને ભોગરૂપી જળથી વૃદ્ધિ પામેલા હોવા છતાં એ સર્વથી અલિપ્ત છે, એમ વર્ણવે છે. કવિ પરમાત્માના રૂપને વર્ણવતા મનોહર રવાનુકારી શબ્દોવાળી પદાવલી યોજે છે;
રક્તપા સમ દેહ તગતગે, જગ લગે રૂપ નિહાળ. ઝગમગે સમવસરણમાંહિ, પગે પગે રિદ્ધિ રસાળ.'
લાલ કમળ જેવો દેહ શોભે છે અને તમારા રૂપને વિશ્વ આશ્ચર્યચકિત થઈ જુએ છે. સમવસરણમાં ઝગમગતા પ્રભુના ચરણોમાં વિહારસમયે કમળરૂપે રસમય રિદ્ધિઓ શોભી રહી છે.
૨૨૬ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org