________________
ઉપાસનામાં સમાવેશ પામે છે. માટે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં સ્તવન સ્તુતિ આદિના ફળને વર્ણવતાં કહ્યું છે :
थयथुई मंगलेणं जीवे नाणदंसण चरित बोहिलाभं जणयई । नाणदसण चरित बोहिलाभ संपन्ने यणं जीवे अंतकिरियं कप्प विमाणोवत्तिगं आराहणं आराहेई ।
(ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૯મું અધ્યયન) સ્તોત્ર-સ્તુતિરૂપ મંગળ વડે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બોધિલાભને પ્રાપ્ત કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બોધિલાભ પામેલો જીવ અંતક્રિયા કરી તે જ ભવે મોક્ષને પ્રાપ્ત કરે છે અથવા વૈમાનિક કલ્પ દેવલોકની પ્રાપ્તિ કરી પછી યોગ્ય આરાધના દ્વારા ત્રીજે ભવે મોક્ષને પામે છે.
આમ, હૃદયના ભાવથી મંડિત પરમાત્માની સ્તુતિ-સ્તવના અચિંત્ય ફળ આપનારી છે. અવર્ધમાન શકસ્તવનમાં પણ શ્રી સિદ્ધસેન દિવાકરે પરમાત્માની સ્તુતિનું ફળ વર્ણવતાં કહ્યું છે;
“શ્રી જિનગુણનું સ્તવન, જાપ કે પાઠ તથા શ્રવણ, મનન કે નિદિધ્યાસન અષ્ટમહાસિદ્ધિને દેનારું છે, સર્વ પાપને રોકનારું છે, સર્વ પુણ્યનું કારણ છે, સર્વ દોષને હરનારું છે, સર્વ ગુણોને કરનારું છે, મહાપ્રભાવયુક્ત છે, અનેક ભવોમાં કરેલા અસંખ્ય પુણ્યથી પ્રાપ્ત થાય છે તેમ જ અનેક દેવતાઓ વડે સેવિત છે. આ સમગ્ર વિશ્વમાં તેવી કોઈ ઉત્તમ વસ્તુ નથી કે જે શ્રી જિનગુણ સ્તવન – આદિના પ્રભાવે ભવ્યજીવોના હાથમાં પ્રાપ્ત ન થાય.” ..
જૈન ભક્તિના સ્વરૂપની વિશિષ્ટતા જૈનદેવતા – અરિહંત પરમાત્માનું સ્વરૂપ વિશિષ્ટ છે. તેઓ જગતના કર્તા-હર્તા નથી, પરંતુ ધર્મમાર્ગના પ્રવર્તક છે. વળી વીતરાગ હોવાથી સ્તુતિ કરનારનું કલ્યાણ કરતા નથી કે નિંદા કરનારનું અહિત કરતા નથી.
આ જગતના સ્વભાવથી જ સુખ દેનારા પદાર્થોની જેમ વીતરાગ દેત પણ સ્વભાવથી જ ઉપકાર ગુણને ધારણ કરનારા છે. સૂર્ય જેમ પોતાનો પ્રકાશ આખી સૃષ્ટિને આપે છે, નદીનું પાણી તેની પાસે જનારા સૌ કોઈ માટે હોય છે, વૃક્ષો સહુને ફળ આપે છે, તેવું જ વીતરાગ દેવનું પણ છે. છતાં આ સર્વ માટે પ્રયત્ન જરૂરી છે. ભોંયરામાં બેસીને સૂર્યપ્રકાશની અપેક્ષા રાખીએ કે નદીકિનારે ગયા વિના જળપ્રાપ્તિની આશા રાખીએ કે વૃક્ષ પાસે ગયા વિના ફળપ્રાપ્તિની ઇચ્છા કરીએ તો તે સફળ બનતું નથી. તે જ રીતે, વીતરાગ દેવને નિંદા કે સ્તુતિની અપેક્ષા રહેતી નથી, પરંતુ સ્તુતિ-સ્તવના કે ગુણધ્યાન દ્વારા સાધક તેમની સન્મુખ થાય છે. પરમાત્માના ઉપકારની વર્ષા ઝીલવા માટે પોતાનાં હૃદય-મનરૂપી પાત્રોને સન્મુખ કરવાનો પુરુષાર્થ કરે છે. આ અંગે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે પોતાના સ્તવનમાં સુંદર વાત રજૂ કરી છે :
નરાગી સેવે કાંઈ હોવે? એમ મનમાં નવિ આખું ફળે અચેતન પણ જેમ સુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણે
૨૨. જિનભક્તિ – પૃ. ૨૦૧ સં. પં. ભદ્રંકર વિજયજી પ્રકા. શ્રી નમસ્કાર આરાધના કેન્દ્ર, પાલિતાણા આવૃત્તિ બીજી. ૨૩. યશોવિજયજી મ. કૃત સ્તવનચોવીશી, પૃ. ૧૪૯ (આચાર્ય કુંદકુંદસૂરિ) (રૂ. ૧૫)
મા - ચોવીશી ઃ ઉદ્ભવ અને સ્વરૂપ ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org