SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મા વીતરાગ હોવા છતાં પણ ચિંતામણિ રત્ન જેવા અપૂર્વ સામર્થ્યથી યુક્ત છે. અન્ય માર્ગનાં પદોમાં શૃંગારરસયુક્ત ભક્તિ કે ઊર્મિની અભિવ્યક્તિનું આલેખન હોય છે. મધ્યકાળમાં કૃષ્ણભક્તિનો માર્ગ એક મુખ્ય ઉપાસનામાર્ગ હતો. શ્રીકૃષ્ણ સમક્ષ ભક્ત પોતાની જાતને ગોપી સ્વરૂપે કલ્પી પોતાની જાતને સમર્પિત કરે તેમાં રાધા કે ગોપી તરીકે પરમાત્મા પ્રત્યે પ્રેમ હોઈ ત્યાં શૃંગારરસનું આલેખન આવે છે. જ્યારે સ્તવનોમાં ઉપાસ્ય દેવ પરમાત્મા વિતરાગ તીર્થકરો છે. તેમને સાધક પ્રિયતમ તરીકે સ્વીકારી પોતાની જાતને સમર્પિત કરે છે, પરંતુ ઉપાસ્ય દેવ વીતરાગ હોવાથી શૃંગારને સ્થાને પરમાત્માનું ગુણચિંતન, ધ્યાન, સ્મરણરૂપ શાંતરસની ભક્તિ જ સ્તવનમાં કેન્દ્રસ્થાને રહે છે. સ્તવન-સ્વરૂપ સ્તવન' એ વાસ્તવમાં જૈન પરંપરામાં પદ માટે રૂઢ થયેલું નામ છે. પ્રત્યેક ધાર્મિક પરંપરાઓ કેટલીક સંજ્ઞાઓનો પોતાના વ્યવહારમાં વધુ વ્યાપક વિનિયોગ કરતી હોય છે. પદ’ અને ‘સ્તવન' તાત્ત્વિક રીતે એક હોવા છતાં વ્યવહારિક ભૂમિકાની ભિન્નતાને લીધે કેટલાક ભેદો પણ પ્રવેશ્યા છે. સ્તવન શબ્દના મૂળમાં ‘સ્તુ ધાતુ રહ્યો છે. સ્તવન’ શબ્દ દ્વારા સૂચવાય છે કે સ્તુતિયોગ્ય એવા પરમાત્માનું ગુણ-સ્મરણ-કીર્તન કરવામાં આવે છે. સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યની સ્તોત્ર-થોત-સ્તવની સુદીર્ઘ પરંપરા રહી છે. માનતુંગસૂરિ કૃત ભક્તામર સ્તોત્ર, સિદ્ધસેન દિવાકર કૃત કલ્યાણ મંદિર સ્તોત્ર, અભયદેવસૂરિ કૃત જયતિહુઅણ સ્તોત્ર નંદિસેન મુનિકૃત અજિતશાંતિ સ્તવન આદિ આ સ્તોત્ર-સ્તવન ઉત્તમ દષ્યતો છે. આ જૈનસાહિત્યની ભક્તિમૂલક સ્તોત્ર-સ્તવન પરંપરા જૈનેતર સાહિત્યના ભારતવર્ષ વ્યાપક ભક્તિઆંદોલનના પ્રભાવથી સુગેય, ટૂંકા, હૃદયગત ભાવોની અભિવ્યક્તિથી તરબતર “સ્તવન' એવું રૂપ ધારણ કરે છે. ‘પદ મુખ્યત્વે કિર્તન સમયે સંગીતના વાદ્યો સાથે ગવાતું હોય છે, જ્યારે સ્તવન મુખ્યત્વે ચૈત્યવંદનની મધ્યમાં વાદ્યોની સહાય વિના ગવાય છે. વિધિમાં મોટે ભાગે પાંચ કડી કે તેથી વધુ કડીનાં સ્તવનો ગાવાની પરંપરા હોવાથી મોટા ભાગનાં સ્તવનો પાંચ કે તેથી વધુ કડીનાં પ્રાપ્ત થાય છે. સ્તવનમાં વર્ણન કરાતા વિષય અનુસાર તેના મુખ્ય પાંચ પ્રકાર કરી શકાય. (૧) સામાન્ય ગુણકીર્તન : જેમાં કેવળ પરમાત્માના ગુણોનું વર્ણન કેન્દ્રસ્થાને હોય. દા.ત. પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, જાસ સુગંધી રે કાય. પદ્મવિજય) (૨) દાસ્યભાવ પ્રેરિત ગુણકીર્તન: ભગવાનને સ્વામી રૂપે સ્વીકારી પોતાને સેવક ગણી પરમાત્માની શરણાગતિ સ્વીકારવી તે દાસ્યભાવે થતું ગુણકીર્તન છે. દા.ત. તાર હો તાર પ્રભુ! મુજ સેવક ભણી (દેવચંદ્રજી), સિદ્ધારથના રે નંદન વિનવું (વિનયવિજયજી) (૩) સખ્યભાવ પ્રેરિત ગુણકીર્તનઃ ભગવાનને સખા-મિત્ર માની તેની સાથે પ્રીતિ તેમ જ કટાક્ષમય વિનોદ કરવામાં આવે. દા. ત. બાલપણે ૧૨ ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy