________________
દાસ્યભાવે પ્રભુચરણની સેવા કરતો દાસ લાંબા કાળની સેવાને કારણે નિકટતા અનુભવે છે અને આ નિકટતાને કારણે જન્મેલા સખ્યભાવથી પોતાના મનની વાતોની રજૂઆત કરે છે;
મનનો માનિતો મિત્તો જો મિળે, હાં રે સાહિબ જો મિળે દુખભંજન જિન આગળેજી, સુખિણી સાતે ધાત જો (૨) તો કહું મનની વાત જો.
૧૩(ન્યાયસાગરજીકૃત સ્ત. ૨૩,૨ ચોવીશી-બીજી) તું પ્રભુ મારો, હું પ્રભુ તારો, ક્ષણ એક મુજને કદીય ન વિસારો.
૧૪(જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તવન)
તો ક્યાંય આત્મીયતાપૂર્વક મધુર ઉપાલંભો પણ આપે છે;
પ્રભુજી ! ખિજમતી કીયાં જે દિયેં, પ્રભુજી ઈણ મેં સ્યો ઉપગાર પ્રભુજી ! યાદ કરી. નઈં આપયૂં, પ્રભુજી ! દૈવે સો ાતાર.'
૧૫ (૧૯, ૫) ઋષભસાગરજી કૃત સ્ત. ચો. આવા મધુ૨ સખ્યભાવને કારણે વધતી આત્મીયતાએ ભક્ત પરમાત્માના ચરણકમળમાં પોતાના દોષોનો શુદ્ધભાવે એકરાર કરી પ્રાયશ્ચિત્ત વડે નિર્મળ થયેલા આત્માને સમર્પિત કરે છે, તેમ જ તન-મનધન આદિ સર્વનું સમર્પણ કરે છે,
આ સમર્પણમાં સાધક સ્વયં આત્માને જ નૈવેદ્યરૂપે ધરી આત્મનિવેદન કરે છે. સુમતિ ચરણકજ આતમ અર૫ા, દરપણ જિમ અવિકાર સુજ્ઞાની.
એ જ ૫૨મશ૨ણાગતિના ભાવથી સેવક ગાઈ શકે છે;
તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે વાચક જસ કહે માહરે, તું જીવજીવન આધારો રે.
૧૭(યશોવિજય સ્ત. ચો. પ્રથમ ૨૪/૫)
આમ ભક્તિના પ્રસિદ્ધ નવ પ્રકારો* શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન વિવિધ રીતે ચોવીશી સ્વરૂપમાં આલેખાયેલા જોવા મળે છે. ચોવીશીમાં સ્તવનો દ્વારા નવધા ભક્તિની નવે રીતોનો સુંદર નવોન્મેષ જોવા મળે છે.
આ નવ ઉપરાંત મધ્યકાળના પ્રચલિત ભક્તિમાર્ગમાં ‘નવધાથી પરી’ એવી પ્રેમલક્ષણાભક્તિનો મહિમા
પૃ. ૭૧૪, ૧૩. પૃ. ૬૩૯.
સજ્જન સન્મિત્ર સં. પોપટલાલ કેશવજી દોશીઃ ૧૪. પૃ. ૪૫૫.
ભક્તિરસઝરણાં ભાગ-૨ : ૧૫. પૃ. ૩૬ ૭.
ભક્તિરસઝરણાં ભાગ-૧ : ૧૬. પૃ. ૪, ૧૭. પૃ. ૫૩.
Jain Education International
* શ્રવળ ôીર્તન વિઘ્નો: સ્વરળનું પાવસેવનમ્ । अर्चनं वंदनं दास्यं सख्यमात्मनिवेदनम् ॥
૬૨ “ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
૧૬(આનંદઘન સ્ત. ચો. ૫/૧)
શ્રીમદ્ ભાગવત સ્કંધ અધ્યાય-૫ શ્લોક-૨૩
For Personal & Private Use Only
www.jainelibrary.org