________________
થયો હતો. નરસિંહ, મીરાં આદિના પરમાત્માને પ્રિયતમ માની ભજતા પ્રેમલક્ષણામંડિત પદોની પદાવલી ભક્તિસાહિત્યમાં વ્યાપક હતી. સ્તોત્ર-સાહિત્યમાં સેવકભાવની ભક્તિ તો વ્યાપક હતી, જેને લીધે તીર્થકરો માટે સ્વામી, નાથ જેવા સંબોધનો વ્યાપક હતાં. પરંતુ પ્રાચીન જૈનસાહિત્યમાં પ્રેમલક્ષણાભક્તિનો આવિર્ભાવ વિશેષ ઉપલબ્ધ થતા નથી. પરંતુ મધ્યકાળના પ્રબળ ભક્તિ મોજાંના પ્રભાવ હેઠળ પ્રેમલક્ષણાભક્તિનો પ્રભાવ જૈનસાહિત્ય પર પણ પડ્યો હોય એવું માની શકાય.
માનવસંબંધોમાં પ્રિયતમ અને પ્રિયતમાના સંબંધમાં જે પ્રબળ આકર્ષણ હોય છે, જે સંબંધનું માધુર્ય હોય છે અને એ સંબંધના પરિણામે પરસ્પર માટે જે નિઃશેષ ભાવે સમર્પણ હોય છે તે અન્ય કોઈ પણ માનવસંબંધમાં ભાગ્યે જ શક્ય થતું હોય છે. આ સમર્પણના પરિણામે જે અદ્વૈતની માધુરી પ્રગટે છે તેવો જ પરમાત્મા જોડે પૂર્ણ સમર્પિતાવસ્થાવાળો સંબંધ ભક્તિમાર્ગમાં આદર્શ ગણાયો છે. મધ્યકાળમાં ભક્તિમાર્ગનો વ્યાપક પ્રસાર થતાં ઘણા સંપ્રદાયોમાં આરાધ્યદેવ શ્રીકૃષ્ણની સાથે સાથે લોકસાહિત્યમાં ઉલ્લેખિત રાધાનો પણ મહિમા વધ્યો અને શ્રીકૃષ્ણ-રાધા પરમાત્મા અને જીવાત્માના પ્રતીકરૂપ યુગલ તરીકે સ્વીકાર્યા. ભક્ત પોતાની જાતને રાધા અથવા ગોપી સમજીને શ્રીકૃષ્ણ માટે વિવિધ પ્રકારે ભક્તિ કરે તે રીત ભક્તિની શ્રેષ્ઠ રીતિ તરીકે સ્વીકારાઈ. ભાગવતમાં કહેવાયું કે,
* આત્મા વૈ ધિ: પ્રોવત્તા ! ૧૬મી સદીમાં ચૈતન્ય મહાપ્રભુએ તો રાધાની લોકહૃદયમાં વ્યાપક પ્રતિષ્ઠા કરી. ત્યારથી સમગ્ર ભારતવર્ષમાં વ્યાપ્ત ભક્તિ આંદોલને હૃદયના ભાવની અભિવ્યક્તિ કરવા માટે કૃષ્ણ અને રાધા - પ્રિયતમ અને પ્રિયતમાનાં પ્રતીકોનો સ્વીકાર કર્યો. સુફીવાદે લૈલા-મજનુ જેવાં વિદેશી યુગલો ઉપરાંત ભારતની ભૂમિમાંથી સર્જાયેલા પદ્મિની-રૂપમતી-બાજબહાદુર જેવાં યુગલોની પ્રેમકથાનો આધ્યાત્મિક અર્થમાં વિસ્તાર થયો. આ પ્રભાવ હેઠળ જૈન કવિઓ પણ આવ્યા. તેઓએ સ્તોત્રસાહિત્યમાંથી સ્વામી-સેવકનું પરંપરા પ્રાપ્ત પ્રતીક ઉપરાંત પ્રિયતમ અને પ્રિયતમાનાં લોકપ્રચલિત પ્રતીકનો સ્વીકાર કર્યો. તેઓએ હૃદયના ભાવની અભિવ્યક્તિ કરવા વૈષ્ણવ પરંપરાના કૃષ્ણ-રાધા કે એવા યુગલરૂપ પ્રતીકોનો સીધો જ સ્વીકાર ન કરતાં સ્વામી-સેવકના સંબંધોમાં જ પ્રેમલક્ષણાભક્તિના રંગ ઉમેર્યા. આ નવા પરિમાણને કારણે જૈન સ્તવનોમાં પ્રાપ્ત થતી ભક્તિમાં પ્રેમલક્ષણાભક્તિનો ઉદ્રક હોવા છતાં શૃંગારના ગાઢા રંગોને અવકાશ મળ્યો નથી. આ પ્રેમલક્ષણાભક્તિનો પ્રબળ આવિષ્કાર આનંદઘનજીનાં સ્તવનો અને પદોમાં પણ અનુભવાય છે. તેમણે હૃદયના ઉલ્લાસથી ગાયું છે; ઋષભ જિનેસર પ્રીતમ માહરો, ઓર ન ચાહુ કત રે.”
(આનંદઘન સ્વ. ચો. ૧, ૧). યશોવિજયજી મહારાજનાં અનેક સ્તવનોમાં તો પ્રબળ આદ્રતાપૂર્વક ભક્તિનો આવિષ્કાર જોવા મળે છે. ક્યાંક શૃંગારની આછી ઝલક પણ પ્રાપ્ત થાય છે, પરંતુ સંપૂર્ણ સ્તવનના સંદર્ભે તો તે આત્માના પરમાત્મા ભક્તિરસઝરણાં-૧: ૧૮. પૃ. ૧.
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૬૩
S
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org