SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યોથી અર્ચના કર્યા બાદ ભક્ત ભાવથી વિવિધ સુંદર અલંકારો ધરાવે છે, તેનું વર્ણન કરતાં કહે છે; મસ્તક મુગટ પ્રગટ વિરાજે, હાર હિમેં સાર. કાને કુંડલ સુરજ મંડલ, જાણીયે મનુહાર. બન્યાયસાગરજીકૃત પ્રથમ ચોવીશી-૨, ૪) અનેક કવિઓએ આ અર્ચનાનાં દ્રવ્યોનું ભાવપૂજાના પદાર્થો તરીકે રૂપકાત્મક આલેખન પણ કર્યું છે. શમરસ ગંગાજળ નવરાવો, ભાવ તણિ નહિ ખોડિ. ભક્તિરાગ કેશર થઈ સુખડ, ઓરસિયો મન મોડિ. ધ્યાન સુગંધ-કુસુમેં પૂજો, વળી નિજ મને દોડિ. ન્યાયસાગરજી કૃત પ્રથમ સ્ત. ચો. ૩) જે ભક્ત પરમાત્માની ઉત્તમ દ્રવ્યોની અર્ચના કરે છે, તેનો મહિમા કરતાં પ્રસિદ્ધ કવિ સિદ્ધસેન દિવાકરે પણ કહ્યું છે; धन्यास्त एव भुवनाधिप ये त्रिसंध्य माराधयंति विधिवद्वि द्युतान्यकृत्याः भक्त्योल्लसत् पुलक पक्ष्मल देहदेशा: पादद्वयं तव विभो ! भुवि जन्मभाजः । | (છત્યાદ્વિરસ્તોત્ર-શો-રૂડ) હે ત્રિભુવનના સ્વામી પ્રભુ! જે સર્વ કાર્યો છોડી ભક્તિ વડે ઉલ્લાસ પામતા રોમાંચ વડે વ્યાપ્ત શરીરવાળા જનો તમારા ચરણયુગલને વિધિપૂર્વક ત્રણે કાળ પૂજે છે – આરાધના કરે છે, તેઓ જ ધન્ય છે. તેમનો જ જન્મ સાર્થક છે. ભક્તિ વડે કૃત્કૃત્ય થયેલો સાધક વિવિધ દ્રવ્યો વડે ભાવપૂર્વક અર્ચના-પૂજા કર્યા બાદ હૃદયના ગદ્ગદ ભાવે પુનઃ પુનઃ ચરણકમળોમાં નમસ્કાર કરતો વંદન કરે છે, તેના હૃદયોદ્ગાર છે. ભવિઅણ ! વંદો ભાવશું, સાહિબ નેમિજિણંદ મોરા લાલ. ભાવશું નિત વંદતાં, લહિયે પરમાણંદ, (૨૨,૧) નયવિજયકૃત સ્તવનચોવીશી આમ, વિવિધ ઉત્તમ દ્રવ્યો વડે સેવા-વંદના કરતો ભક્ત પરમાત્માના અપાર ગુણવૈભવ અને પોતાના દોષોને લીધે દાસ્યભાવ ધારણ કરી સેવા કરવા ઈચ્છે છે; આજ હારા પ્રભુજી ! સાતમું રે જુવો. સેવક કહીને બોલાવો. આજ મહારા પ્રભુજી ! મહિર કરીને સેવક સામું નિહાળો. “(૨૪, ૧) વિજયલક્ષ્મીસૂરિકૃત સ્ત. ચો. ૯. પૃ. ૬૦૨, ભક્તિરસઝરણાં ભાગ-૧: ૧૦. પૃ. ૬૦૩, ૧૧. પૃ. ૩૩૫, ૧૨. મા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૬૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy