________________
અને આ ગુણશ્રવણથી ભક્તહૃદયમાં અપૂર્વ ધન્યતાનો ભાવ જન્મે છે, એને વર્ણવતાં કહે છે;
ગિરૂઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે. સૂણતા શ્રવણે અમી ઝરે, મારી નિર્મળ થાયે કાયા રે.
(૨૪, ૧) યશોવિજયજી કૃત પ્રથમ સ્ત. ચો. પ્રભુગુણમાં મસ્ત બનેલો ભક્ત સંસારના સર્વ વ્યવહારો છોડી કેવળ પરમાત્માના ગુણોને ગાવા ઇચ્છે છે, જગતના સૌ લોકો આગળ એ ગુણોની કીર્તિ પ્રગટ કરવા ઇચ્છે છે, પરમાત્માના મહિમાનું કીર્તન કરે છે. અવર ન ધંધો આદ, નિશદિન તોરા ગુણ ગાઉં રે.
(૨૪, ૨) યશોવિજયજી કૃત પ્રથમ સ્ત. ચો. પરમાત્માના ગુણોનો મહિમા ગાતો ભક્ત પરમાત્મગુણોને હૃદયમાં સ્થિરભાવે વસાવે છે, ભક્તિના પ્રારંભમાં એ પ્રયત્નપૂર્વક પરમાત્મગુણોનું અને નામનું સ્મરણ કરે છે. ત્યાર બાદ એને માટે એ સહજ બની જાય છે.
નામ સુસંતા મન ઉલ્હસે, લોચન વિકસિત હોય. રોમાંચિત હુયે દેહડી, જાણે મિળિયો સોય.
"ભાનવિજયકૃત સ્ત.ચો. ૬,૨) પછી તો બસ પરમાત્માનું સ્મરણ એ હૃદયના તાર જોડે જ ગૂંથાઈ જાય છે; “અનંત અનંત ગુણ તુમ તણા, સાંભરે શ્વાસોશ્વાસ.'
મોહનવિજયકૃત સ્ત. ચો. ૧૪, ૧) હવે, પ્રભુ પ્રત્યેના ગુણોના પરમ આદરને લીધે ભક્ત નમ્ર બની જાય છે, પરમાત્માના ગુણોની વ્યાપકતા જોઈ પ્રેમમાં ડૂબેલો ભક્ત મંત્રમુગ્ધ બની તેઓના ચરણોની સેવા ઇચ્છે છે,
ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માગું દેવાધિદેવા. સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરત્નની વાણી.
(ઉદયરત્નજી કૃત શાંતિનાથ સ્તવન સજ્જન સન્મિત્ર - પૃ. ૪૦) ચિત્ત ચાહત સેવા ચરનકી, વિશ્વસેન અચિરાજી કે નંદા, શાંતિનાથ સુખકરનકી.
હરખચંદજીકૃત સ્ત. ચો. ૧૬, ૧) ચરણોની ચાકરી “સેવા સ્વીકારીને તેના જ ભાગરૂપે ભક્ત હવે વિવિધ દ્રવ્યો વડે પરમાત્માની અર્ચના - પૂજા કરવા ઇચ્છે છે.
કેશર ઘોર ઘસી શુચિ ચંદન, લેઈ વસ્તુ ઉદાર. અંગી ચંગી અવલ બનાઈ, મેલવી ઘનસાર. જાઈ જઈ ચંપક મરૂઓ કી મચકુંદ બોલસિટી વર દમણો, આણી, પૂર્વે જિર્ણદ.
“ન્યાયસાગરજીકૃત પ્રથમ ચોવીશી - ૨, ૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી : ૩. પૃ. ૫૩, ૪. પૃ. ૫૩, ૫. પૃ. ૧૯૯, ૬. પૃ. ૪૯૯, ૭, પૃ. ૩૦૬, ૮. પૃ. ૬૦૨ ૬૦ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org