SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિપ્રધાન સ્તવનચોવીશી (૧) માનવમાત્રના હૃદયમાં કોમળ લાગણી રહી હોય છે. વિવિધ માનવસંબંધોમાં એ લાગણી આદર, પ્રેમ, વાત્સલ્ય, સ્નેહ જેવાં વિવિધ રૂપો ધારણ કરીને પ્રગટ થતી હોય છે. આ જ પ્રેમની લાગણીનું પરમતત્ત્વ સાથે અનુસંધાન થાય ત્યારે તે ભક્તિનું રૂપ ધારણ કરે છે. માટે જ ભક્તિસૂત્રકાર નારદ અને શાંડિલ્ય બંને ભક્તિની વ્યાખ્યામાં પ્રેમ તત્ત્વ પર ભાર મૂકે છે. આ પ્રેમનો પ્રારંભ થાય છે. પરમતત્ત્વના ઈશ્વરનાં દર્શનથી. આ ઈશ્વરના ભક્તને કાં તો પ્રત્યક્ષરૂપે દર્શન થાય છે અથવા મીરાંબાઈને જેમ મૂર્તિ' રૂપે પોતાના પ્રિયતમ એવા પ્રભુનાં દર્શન થયાં હતાં તેમ દર્શન થાય છે. ઈશ્વરનાં દર્શન થતાં ભક્ત એ અલૌકિક રૂપ જોઈ ઘાયલ થાય છે. એ રૂપની અપૂર્વ મોહિનીથી બિંધાયેલું મન રાત-દિવસ પુનઃ દર્શનની ઝંખના સેવે છે. પરમાત્માના રૂપના કામણને વર્ણવતાં કહે છે; તારી મૂરતિએ જગ મોહ્યું રે જગના મોહનિયા. તારી મૂરતિએ ગ સોહ્યું રે જગના સોહનિયા. (જ્ઞાનવિમલસૂરિકૃત સીમંધર સ્વામી સ્તવન) આ અલૌકિક રૂપના માધુર્યમાં બંધાયેલો સાધક સહજભાવે જ પુનઃ પુનઃ દર્શન કરવા ઇચ્છે છે; એ તરસની તૃપ્તિ થતી જ નથી. | ‘અંખિયા પ્રભુ દરિસન કી પ્યાસી' જ રહે છે. એના હૃદયમાં પ્રશ્ન થાય છે કે જેનું રૂપ આટલું સુંદર તેના ગુણ પણ કેવા મનોહર હશે ? અને તે જ્ઞાની પુરુષો, ભક્તિમાર્ગના સહયાત્રીઓ પાસેથી પરમાત્માનું ગુણશ્રવણ કરવા ઇચ્છે છે. જ્યારે પરમાત્માના ગુણો સાંભળે છે, ત્યારે ભક્ત એ ગુણોનું પ્રબળ આકર્ષણ અનુભવે છે. પોતાના સ્વામી બાહ્ય અને અત્યંતર બંને રીતે આવા મનોહર વૈભવને ધારણ કરનારા છે, એથી જ તે ગુણશ્રવણમાં મગ્ન બને છે અને અનુભવે છે; પીવત ભરભર પ્રભુગુણ પ્યાલા, તીમ મુજ પ્રેમપ્રસંગ. (૫, જી યશોવિજયજી કૃત પ્રથમ ચોવીશી (૧) સજનસન્મિત્ર સં. પોપટલાલ કેશવજી દોશીઃ ૧. પૃ. ૩૫૯, (૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી : ૨, પૃ. ૪૦, ૩. પૃ. ૫૩, ૪. પૃ. ૫૩ મા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૫૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy