SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સેવકનો પ્રેમલક્ષણાભક્તિની છાંટવાળો દાસ્યભાવ આલેખતાં કવિ કહે છે, “મેરે જીયમેં લાગી આસકી, હું તો પલક ન છોડું પાસ રે. ર્યું જાને હું રાખીયે, તેરે ચરનકા હું દાસ રે. (૨૩, ૧) પરમાત્માના પ્રેમમાં લયલીન થયેલા કવિને હવે સંસારની કાંઈ તમા રહી નથી. કયું કહો કોઈ લોક દિવાનો, મેરે દિલ એક તાર રે. મેરી અંતરગતિ તું હી જાનત, ઓર ન જાનહાર રે.' (૨૩, ૨) પરમાત્મા પ્રત્યે હૃદયના ભક્તિભાવને કરતાં આ સ્તવનોમાં દાસ્ય, બાલ, પ્રેમલક્ષણાભક્તિ આદિ વિવિધ છટાઓ પ્રગટે છે. આ સંસાર કેવો બિહામણો છે તેની વાત વન અને નગરના રૂપક દ્વારા કવિ આલેખે છે. સંસારને વિશાળ નગર તરીકે આલેખતું ગીત એક રૂપકાત્મક કાવ્ય તરીકે નોંધપાત્ર છે. શહેર બડા સંસાર કા, દરવાજે જસુ આર રંગીલે. ચૌરાસી લક્ષ ઘર વસે, અતિ મોટા વિસ્તાર રંગીલે. ઘર ઘરમેં નાટિક બને, મોહ નચાવનહાર. વેષ બને કેઈ ભાંતકે, દેખત દેખનહાર. ચઉદરાજ કે ચઉક મેં, નાટિક વિવિધ પ્રકાર. ભમરી દેઈ કરત તત થઈ ફિરી ફિરીએ અધિકાર.' (રૂ. ૧૧) સંસારની વિવિધ ક્રિયાઓને નાટક તરીકે ઓળખાવવું આપણને શેક્સપિયરની યાદ અપાવી દે છે, તો ભમરી દઈને થતું તથેઈ આપણા ગુજરાતના લોકનાટ્ય ભવાઈ સાથે નાટકને જોડી દે છે. પરમાત્માની આંખોનું યમક અલંકારમંડિત વર્ણન પણ સુંદર અને રમ્ય છે. ‘વિમલ કમલદલ આંખડીજી, મનોહર રાતડી રેહ. પૂતલડી મધ રમિ તારિકાજી, શામલી હસિત સનેહ. ઇંદ્ર તણા મન રંજતીજી, લલક લેતી સુકુમાલ. અથિર ચંચલ છે અવરનીજી, મોરા પ્રભુ તણી પરમદયાલ. વાંકડી ભમુહ અણિયાલડીજી, પાતલડી પાંપણ પંત મરકલે અમૃત વરસતીજી, સહિત સોહામણિ સંત.” (૧૩, ૧-૨-૩) અંતર્યમક અને રૂપક દ્વારા પરમાત્માની દયામય આંખો જાણે પ્રત્યક્ષ થઈ જાય છે. કવિએ મલ્લિનાથ સ્તવનમાં પૂર્વભવના છ મિત્રોના પ્રતિબોધના પ્રસંગને અત્યંત ટૂંકાણમાં છટામય પદાવલીઓ દ્વારા આલેખ્યો છે. કવિનું શબ્દાલંકાર અને સંગીતમય પદાવલી પરનું પ્રભુત્વ અનેક સ્થળે મા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૨ ૮૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy