________________
કવિએ પ્રયોજેલા ધ્યાન, માન, દાન, જાન, ગાન, તાન, પાન આદિ પૂર્વવર્તી. અંત્યાનુપ્રાસ નોંધપાત્ર છે. ગઝલના રદિફ-કાફિયાની યાદ આપે એ પ્રકારના આ પ્રાસોની કૃત્રિમતા થોડી કઠે પણ છે. આવા પૂર્વાનુવર્તી અંત્યાનુપ્રાસો આ ચોવીશીમાં અનેક સ્થળે છે. ધન, તન, મન, સન, અન્ન, વન (સ. ) અંત્યપ્રાસો ઘસિયા, ઘસમસિયા, ઉલ્લસિયા, તસિયા, ખસિયા, હસિયા (રૂ. ૧૨) અંતેઉરિયાં, વરિયાં, પરિહરિયાં, હરિયાં, વરિયાં, ઠરિયાં, અનુસરિયાં (સ. ૧૭) આદિ નોંધપાત્ર છે.
આમ, કવિની પ્રથમ ચોવીશી તેની વિશિષ્ટ શબ્દરચના અને ગેયતાને કારણે ધ્યાન ખેંચે છે, તો બીજી ચોવીશી કેટલાંક ભાવસભર વર્ણનો અને વિશેષ તો તેમાં વર્ણવેલા લાંછનના રહસ્યને કારણે વિશેષ ઉલ્લેખનીય બને છે. આ બીજી ચોવીશી અંગે શ્રી અભયસાગરજી જણાવે છે;
“વર્તમાનકાળે ઉપલબ્ધ થતી સઘળી ચોવીશીઓમાં આ ચોવીશી પ્રભુજીના લાંછનોના આધ્યાત્મિક રહસ્ય સમજાવનાર તરીકે ખૂબ મહત્ત્વની છે.”
આમ, ન્યાયસાગરજીની કવિત્વશક્તિ અને લાંછન-રહસ્ય આલેખનને કારણે આ ચોવીશીઓ ચોવીશીના ઇતિહાસમાં નોંધપાત્ર છે.
૧૫૮ - ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org