________________
પરમાત્માને પૂર્ણ પ્રેમ રાખવાની વિનંતી અવસર જોઈ એકાંતમાં કરે છે. પરંતુ ભક્તને પ્રશ્ન થાય છે કે, પરમાત્મા મારી આ સેવાનો પ્રત્યુત્તર કેમ દેતા નથી ? જરૂર કોઈ વધુ આકર્ષક તત્ત્વ પરમાત્માના સંબંધે બંધાયેલ હશે !
પરમ ૨સભીનો માહો, નિપુણ નગીનો માહો સાહેબો પ્રભુ મોરા પદ્મપ્રભ પ્રાણાધાર હો.
પરમાત્માની સેવા કરતા કરતા કિનો (દ્વેષ) ટાળ્યો, એટલે પરમાત્મા મનમંદિર પધાર્યા છે. જ્યોતિ૨મા આલિંગીને પ્રભુ અછક છક્યો દિન ચત હો. ઓળગ પણ નહિ સાંભરે પ્રભુ તો દરસણ શી વાત હો.
(૬, ૧)
જ્ઞાન-જ્યોતિ રૂપી સુંદ૨ સ્ત્રીમાં લીન ૫રમાત્મા પૂર્ણ ગંભીર ભાવે (અછક) તેમાં ડૂબેલા છે, તે ૫રમાત્મા મારી કરેલી સેવા પણ સંભારતા નથી, તો દર્શનની તો વાત શું કરવી ?
પરમાત્મા ભક્તને કળિયુગમાં છોડી મોક્ષનગરમાં બિરાજમાન થયા છે. આ સમયે સૌ પોતાનો (આપોપું) સ્વાર્થ સાધે છે, પરંતુ સંત પુરુષ જ બીજાનો વિચાર કરે છે. કવિ કટાક્ષમાં કહે છે કે, હે પ્રભુ ! જો તું મારો વિચાર કરે તો જ સાચો સંત, નહિ તો તારી પર પણ કળિયુગની અસર થઈ છે.
ફૂડો કલિયુગ છોડીને રે જિ આપ રહ્યા એકાંત દિલ આપોપું રાખે ઘણા રે જિ પર રાખે તે સંત દિલ
(૧૧, ૪)
પરમાત્મા વીતરાગ છે, માટે ભક્ત પર પ્રેમ દર્શાવતા નથી, તે પરમાત્માની રીત યોગ્ય નથી, કારણ કે ભક્તે તો ૫રમાત્મા જોડે ગાઢ રાગ બાંધ્યો છે. ભક્ત બિચારો ક્યાં જાય ? જાણે કમળના પ્રેમમાં ડૂબેલો ભમરો, કે જળધા૨ના પ્રેમમાં ડૂબેલું ચાતક પંખી.
આથી કવિ ભગવાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવે કે,
Jain Education International
નિપટ નિરાગી હો જિનવર તું સહી, એ તુમ ખોટી રીત.
(૧૨, ૬)
દિલની
વાતાં હો કિણને દાખવું, શ્રી વાસુપૂજ્ય જિનરાય.
(૧૨, ૭)
આથી પરમાત્મા ભક્તની સેવા સ્વીકારે કે ન સ્વીકારે, પોતે તો સેવા આદરી જ છે. ભક્ત કહે છે કે, હું નટ છું, અને નટ બનીને નવા નવા વેશ ધારણ કરવાનું જાણું છું. હે પરમાત્મા ! કર્મસંયોગ પ્રમાણે તારી આગળ ચોરાસી લાખ વેશ ભજવું છું. હવે,જો પરમાત્મા તને વેશ ગમે તો અનુભવનું દાન દે અને ન ગમે તો વેશ બંધ કરવાનું કહે, આમ ચતુર ભક્ત બંને રીતે પોતાની મુક્તિ માંગી લે છે.
હું નટ નવલ વિવિધ ગતિ જાણું,
ખિણ એક તો લ્યો મુજરોજી.
For Personal & Private Use Only
(૧૩, ૪)
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) * ૧૩૫
www.jainelibrary.org