________________
દે અનુભવ દાન ગમે તો, ના રૂચે તો કહો મ આણેજી'
(૧૩, ૫) આમ શૈલીના લટકા વડે પરમાત્મા પાસે ભક્ત વિવિધ રીતે મુક્તિની યાચના કરે છે.
કરૂણા રસભંડાર, બિરૂદ કેમ પાળશ્યો ? હો લાલ. ૐ નિવસ્યા તુમે સિદ્ધ, સેવકને અવગણી હો લાલ. દાખો અવિહડપ્રીત, જાવાદ્યો ભોળામણી હો લાલ. જો કોઈ રાખે રાગ, નિરાગ મ રાખીએ તો લાલ.
(૧૯, ૪) પરમાત્માને કરુણારસભંડાર બિરુદ સાચવવા માટે પણ દયા કરવાનું કહે છે. તમે ભલે વીતરાગી, પરંતુ તમારા રાગી પર તો પ્રેમ ધારણ કરી આવી વિનંતી કરે છે. આવા વીતરાગ પરમાત્મા દૂર જઈ ભલે વસ્યા હોય, પરંતુ ભક્ત તો ભગવાનને ભક્તિ વડે ભરમાવીને હૃદયઘરમાં રાખવા ઇચ્છે છે.
ભક્તિ ગુણે ભરમાવી હો સમજાવી પ્રભુજીને ભોળવી ,
કાંઈ રાખું હૃદય મઝર. (૧૮, ૪). ભક્ત એમ કહે છે કે, ભગવાન, જો તમે એમ વિચારતા હો કે, સિદ્ધશિલામાં ઓછી જગ્યા છે, તો શાસ્ત્ર દ્વારા મેં જાણ્યું છે કે, સિદ્ધશિલા તો એવું સ્થાન છે કે, જ્યાં સંકિર્ણતા – ગ્યાની ઓછપ શક્ય જ નથી.
“અક્ષયપદ દેતાં ભવિજનને સંકિર્ણતા નહિ થાય શિવપદ દેવા જો સમરથ છો, તો જશ લેતાં યું જાય.'
(૧, ૪) હે ભગવાન! ત્યાં ગ્યાની ઓછપ નથી, વળી તમે સમર્થ છો તો આવતા કેમ નથી ? કવિ ભગવાન આગળ લટકા કરતાં વક્રોક્તિનો દોર આગળ ચલાવતા કહે છે,
સેવા ગુણ રંજ્યો ભવિજનને, જો તમે કરો વડભાગી તો તમે સ્વામી ! કેમ કહાવો ? નિરમમને નિરોગી.'
(૧, ૫) ભક્તના સેવા ગુણથી પ્રસન્ન થઈ સેવકને ઉત્તમ પદ આપો તો સ્વામી શું તમારું વીતરાગપણું જોખમમાં આવી જાય ? કવિનો પરમાત્મા પ્રત્યેનો કટાક્ષ આમ બે ધારે ચાલે છે. પરમાત્માના સ્વરૂપને ઓળખાવનારા બે વિશેષણો કરુણાસાગર અને વીતરાગ – દેખીતી રીતે પરસ્પર વિરોધી છે, તેનો લાભ લઈ કવિ પરમાત્મા જોડે નર્મ-મર્મયુક્ત રમૂજ કરતા રહે છે. જો પરમાત્મા કૃપા ન કરે તો “કરુણાસાગર' પર જોખમમાં અને કરુણા કરે તો વીતરાગ પદ જોખમમાં. કવિ આવા લટકા કરી શકે છે, માટે જ કવિ જૈન પરંપરામાં “લટકાળા’ એવા ઉપનામથી સુપ્રસિદ્ધ છે.
કવિ “વીતરાગતા' પર કટાક્ષની ધારા આગળ વિસ્તારતા પરમાત્માના બાહ્ય અંગરચના હાથી-ઘોડાની શોભા આદિ વૈભવ પર દૃષ્ટિ ઠેરવે છે.
કહેવાઓ પંચમ ચરણના ધારી, કિમ આદરી અશ્વની અસવારી.
૯, ૧)
૧૩૬ કર ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org