SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રવન કીરતન ચિંતવન, સેવન વંદન ધ્યાન, લઘુતા સમતા એકતા ભક્તિ પ્રવાન.' અહીં પ્રચલિત શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચના, વંદના, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન જેવી નવધા ભક્તિમાંથી શ્રવણ, કીર્તન, સ્મરણ ચિતન), વંદનનો સ્વીકાર કર્યો છે, ત્યારે અર્ચના, પાદસેવન, દાસ્ય આ ત્રણ પ્રકારોનો “સેવનમાં જ સમાવેશ કર્યો છે. ત્યારે જ્ઞાનપ્રધાનભક્તિને વિશેષ અનુકૂળ આવે એવા ધ્યાન, લઘુતા, સમતા, એકતા જેવા ચાર નવા પ્રકારોનો સમાવેશ કર્યો છે. પરમાત્માની ધ્યાન દ્વારા ભક્તિ દર્શાવી છે, તેમાં તીર્થકરોના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર નિક્ષેપનું ધ્યાનનું મહત્ત્વ રહ્યું છે. તે જ રીતે તીર્થકરોના દ્રવ્ય, ગુણ, પર્યાયના ધ્યાનને પણ પરમાત્મા સાથે એકત્વની અનુભૂતિ દેનારું વર્ણવ્યું છે. તેમજ માનવિજયજી જેવા કવિઓએ પિંડસ્થ તીર્થંકરદેહનું ધ્યાન, પદસ્થ તીર્થકરના નામનું ધ્યાન, રૂપસ્થ તીર્થકરોના સમવસરણસ્થ રૂપનું ધ્યાન અને રૂપાતીત – સિદ્ધાવસ્થાનું ધ્યાન એ રીતે ચારે પ્રકારોને તીર્થંકર ધ્યાનમાં પ્રયોજ્યા છે. તીર્થકરોના નામનું નિક્ષેપ ધ્યાન એટલે ચોવીસ તીર્થકરોના નામોનો જાપ, લોગસ્સસૂત્રનો જાપ કે સર્વ તીર્થકરોના સૂચક – ૩ૐ હ્રીં અહં નમઃ કે નમો અરિહંતાણં જેવા મંત્રોનું ધ્યાન, સ્થાપનાનિશેપનું ધ્યાન એટલે તીર્થકરોની મૂર્તિઓનું ધ્યાન. તેમાં વિવિધ પૃથ્વીલોકનાં તીર્થોમાં તેમ જ સ્વર્ગલોકની મૂર્તિઓનું ધ્યાન. દ્રવ્યનિક્ષેપનું ધ્યાન એટલે (૧) પરમાત્માના પૂર્વભવથી માંડી અવન, જન્મ, જન્માભિષેક, બાલ્યકાળ, વિવાહ, રાજ્યાભિષેક અને દીક્ષા આદિ વિવિધ અવસ્થાઓનું ધ્યાન. (૨) મોક્ષગમન બાદ સિદ્ધશિલામાં બિરાજમાન – નિર્મળ-અષ્ટકમરહિત સિદ્ધસ્વરૂપ પરમાત્માનું ધ્યાન. તીર્થકરોના ભાવનિક્ષેપનું ધ્યાન એટલે સમવસરણમાં બિરાજમાન, કેવળજ્ઞાનને ધારણ કરનારા, આઠ પ્રતિહાર્યો અને ચોત્રીસ અતિશયોની શોભાથી યુક્ત, લોકોત્તર સમૃદ્ધિવાળા, ભવ્ય જીવોને દેશના લઈ ધર્મમાર્ગ દર્શાવનારા એવા તીર્થકરોનું ધ્યાન તે ભાવનિક્ષેપનું ધ્યાન છે. તે જ રીતે, અન્ય રીતે દ્રવ્ય-ગુણ પર્યાયની દર્શાવવામાં આવી છે. દ્રવ્યની રીતિએ ધ્યાન એટલે તીર્થકરના શુદ્ધ આત્મતત્ત્વનું ધ્યાન. ગુણની રીતિએ ધ્યાન એટલે એ શુદ્ધ દ્રવ્યના કેવળજ્ઞાન-કેવળ દર્શન તેમજ અનંત ચારિત્ર આદિ ગુણોનું ધ્યાન તેમજ આઠ પ્રાતિહાર્ય અને ચાર મુખ્ય અતિશય એવા અરિહંતના બાર ગુણો અને વિશ્વાત્સલ્ય જેવા અનેક ગુણોનું ધ્યાન. તેમજ પર્યાયના ધ્યાનમાં તીર્થકર ભગવાનની વિવિધ અવસ્થાઓના ધ્યાનનો સમાવેશ થાય છે. ૯, બનારસીદાસજી કૃત “સમયસારનાટક' સજ્જન સન્મિત્ર પૃ. ૮૦૮ १०. नामाकृति द्रव्यभावे पुनतस्त्रीजगज्जनम् (हेमचंद्राचार्य-सकलार्हत स्तोत्र – श्लोक-२) क्षेत्रे काले च सर्वस्मिनर्हतः समुपास्महे । ૧૧. અરિહંત પદ ધ્યાતો ચક્રો, દબૂહ ગુણ પક્વાયરે, ભેદ છેદ કરી આતમા અરિહંત રૂપે માય રે. નવપદ પૂજા – ઉપાધ્યાય યશોવિજયજી. - જ્ઞાનપ્રધાન ચોવીશી - ૧૮૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy