________________
જાણવાનો પ્રયત્ન કરે છે. તેના અદ્ભુત ગુણો જોઈ વધુ મોહિત થાય છે, તે જ સમયે કોઈ જાણકાર ગુરુભગવંત ભક્તના દેહરૂપી ચીંથરાની પાછળ રહેલા આત્મામાં પરમાત્માનાં દર્શન કરાવે છે, ત્યારે તો તેની નવાઈનો પાર જ રહેતો નથી. અને એ જીવાત્મા સાધનાના પુરુષાર્થ વડે શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ સ્વીકારે છે.
પરમાત્માની ભક્તિપ્રધાન સ્તવનામાં મુખ્યત્વે પરમાત્માનું ગુણમાહાસ્ય રહ્યું હોય છે, ત્યારે જ્ઞાનપ્રધાન સ્તવનામાં પરમાત્માના આંતરિક ગુણોનો વિશદ પરિચય તેમજ પોતાના આત્માના પરમાત્મા સાથેના વાસ્તવિક દૃષ્ટિના સામ્ય અને એકત્વની અનુભૂતિ રહ્યા હોય છે.
આ અંગે શાસ્ત્રમાં બકરીના ટોળામાં મોટા થતા સિંહબાળનું દૃગંત પણ પ્રસિદ્ધ છે. એક સિંહણ વનમાં નાનકડા બચ્ચાને મૂકી મરણ પામી. વનમાં ફરતી બકરીએ નાનકડા બચ્ચાને જોયું અને એના હૃદયમાં એ બાળક માટે સ્નેહ સ્ફર્યો તેથી પોતાનાં બચ્ચાઓ જોડે રાખ્યું. ધીમે ધીમે એ બાળક બકરીની વચ્ચે જ મોટું થવા લાગ્યું, અને પોતાની જાતને બકરી જ સમજતું હતું. એક વાર એક સિંહની ગર્જના સાંભળી બધી જ બકરીઓ ભાગી ગઈ. શરૂઆતમાં સિંહનું બચ્ચું પણ ભાગવા માંડ્યું, પરંતુ પોતાના મૂળ જાતિગત સ્વભાવથી તેને ભાગવું ઠીક લાગ્યું નહિ. ત્યાં જ સિંહે આવી એ બાળકને પકડી તળાવના કિનારે ઊભું રાખ્યું. સિંહના બચ્ચાએ પોતાનું વાસ્તવિક સ્વરૂપ ઓળખ્યું અને બકરીપણું છોડી દીધું.
સંસારમાં પરિભ્રમણ કરતો આત્મા પોતાને અત્યંત ક્ષુદ્ર ઘેટાં-બકરાં જેવો તુચ્છ પશુ સમજે છે, પરંતુ પોતાના વાસ્તવિક સિંહ સમાન આત્માના અપાર ઐશ્વર્યને જાણતો નથી. જ્યારે સિંહ સમાન પરમાત્મા દિષ્ટિપથ પર આવે છે, ત્યારે જ તેના શુદ્ધ સ્વરૂપ જોઈ આંતરિક સ્વરૂપની જાગૃતિ આવે છે, અને જગતગુરુ સમાન પરમાત્મા આપણને શુદ્ધસ્વરૂપની પૂર્ણ ઓળખાણ કરાવે છે, ત્યારે જ ઐક્યની અનુભૂતિ થાય છે. આવા પરમાત્માનું શુદ્ધ સ્વરૂપનું વર્ણન અને તેની ઉપાસના તે જ જ્ઞાનપ્રધાન સ્તવના છે.
દા. ત., દીઠો સુવિધિ જિણંદ, સમાધિ રસ ભર્યો હો લાલ.”
ભાસ્યો આત્મસ્વરૂપ, અનાદિનો વિસર્યો હો લાલ. સકલ વિભાવ ઉપાધિ ચકી મન ઓસર્યો હો લાલ.
(દેવચંદ્રજીકૃત ચોવીશી ૯, ૧) જ્યારે સાધક પરમાત્મા સાથેના સામ્ય અને ઐક્યનું જ્ઞાન જ નહિ, પણ અમુક અંશે અનુભૂતિની પણ પ્રાપ્તિ કરે છે, ત્યારે તેના અવાજમાં જગતથી અલિપ્ત અવધૂતનો રંગ પ્રગટે છે;
“હમ મગન ભયે પ્રભુ ગુણ ધ્યાનમેં, બિસર ગઈ દુવિધાતનમનકી, અચિરા સુત ગુણગાનમેં હરિહર બ્રહ્મ પુરંદર કી ત્રદ્ધિ આવત નહિ કોઈ માનમેં ચિદાનંદકી મોજ મચી હૈ સમતારસકે પાનમેં.
ચિદાનંદજી કૃત શાંતિનાથ સ્તવન) આ કારણોસર જ્ઞાનપ્રધાનભક્તિને લક્ષમાં લઈને નવધાભક્તિના પ્રકાર આ રીતે દર્શાવ્યા છે, ૭. શ્રીમદ્ દેવચંદ્ર ભાગ-૨ પૃ. ૧૯૯ ૮. સજ્જન સન્મિત્ર સં. પોપટલાલ કેશવજી દોશી પૃ. ૪૧૦ ૧૮૮ અ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org