SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ થયાં. પ્રભુનાં ગણધરો ૭૬, સાધુઓ ચોરાસી હજાર, સાધ્વી એક લાખ ત્રણ હજાર, શ્રાવક બે લાખ ઓગણ્યાએંસી હજાર, શ્રાવિકા ચાર લાખ અડતાલીસ હજાર થયાં. પ્રભુએ અનેક જીવોને પ્રતિબોધ્યા. ખાસ નોંધપાત્ર છે કે, તેમના શાસનકાળમાં પરમાત્મા મહાવીરનો જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવ થયો જે શ્રેયાંસનાથ પ્રભુનો પરમ ભક્ત હતો. પ્રભુ અંતે સમેતશિખર પર્વત પરથી એક માસનું અનશન કરી શ્રાવણ વદ ત્રીજના દિવસે ધનિષ્ઠા નક્ષત્રમાં સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષને પામ્યા. ઈશ્વર યક્ષરાજી અને માનવી (શ્રીવત્સા) યક્ષ-યક્ષિણી રૂપે શોભે છે. તેમનું સર્વ આયુષ્ય ૮૪ લાખ વર્ષનું હતું અને ઊંચાઈ ૮૦ ધનુષ્ય હતી. શ્રી શ્રેયાંસનાથ સ્વામીનાં તીર્થોમાં સિંહપુરી પ્રસિદ્ધ છે. બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીનો જન્મ શ્રી શ્રેયાંસનાથ ભગવાનના મોક્ષગમન બાદ ૫૪ સાગરોપમનો કાળ પૂર્ણ થયા બાદ થયો. ચંપાનગરીમાં વસુપૂજ્ય નામે રાજાની જયા નામની પત્નીએ શતભિષા નક્ષત્રમાં મહા વદ બારસના શુભ દિને પુત્રરત્નને જન્મ આપ્યો, જેને ગર્ભાવસ્થાથી દેવો વડે પૂજિત હોવાને કારણે “વાસુપૂજ્ય' એવું નામ અપાયું. તેઓ બારમા તીર્થંકર “વાસુપૂજ્ય સ્વામી તરીકે ખ્યાતિ પામ્યા. તેમનો વર્ણ વિદ્ગમ પરવાળા) જેવો લાલ હતો અને મહિષ લાંછનને ધારણ કરનારા હતા. ‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રના મતે વાસુપૂજ્ય સ્વામીએ લગ્ન કર્યા વિના તેમ જ રાજ્યગ્રહણ કર્યા વિના જ દીક્ષા ધારણ કરી. ત્યારે ‘ચઉપન્ન મહાપુરુષ ચરિયના મત મુજબ પ્રભુએ લગ્ન પણ કર્યા અને થોડોક સમય રાજ્ય સંભાળ્યું. એ જે હોય તે, તીર્થંકર પ્રભુ બાલ્યાવસ્થાથી જ વૈરાગ્યને ધારણ કરનારા હોય છે, તેમના ભોગાવલિ કર્મ અનુસાર રાજ્ય ધારણ કરે કે લગ્ન કરે કે ન કરે, પરંતુ તેમના તીર્થકરત્વમાં કોઈ ફરક પડતો નથી. પ્રભુએ મહા વદ અમાસના દિને શતભિષા નક્ષત્રમાં ચંપાનગરીની શોભા સમા વિહારગૃહવન ઉદ્યાનમાં પંચમુષ્ઠિ લોચ કરી સર્વવિરતિ (દીક્ષા)ને ધારણ કરી. પ્રભુએ દીક્ષા સમયે ઉપવાસનું તપ કર્યું હતું અને બીજે દિવસે સુનંદ રાજાને ત્યાં ખીર વડે પારણું કર્યું. શાંત ચિત્તે ધર્મ-શુક્લધ્યાનની વિવિધ ભાવનાઓ ભાવી, જેના પરિણામે મહા સુદ બીજના દિવસે શતભિષા નક્ષત્રમાં વિહારગૃહવનમાં પાટલ વૃક્ષ નીચે ચંપાનગરીમાં સર્વ સંસારને પ્રત્યક્ષ દેખાડનારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પ્રભુનાં સુધર્મ નામે પ્રથમ શિષ્ય અને ધરણી નામે શિષ્યા થયાં. કુલ ગણધરો ૬૬, સાધુ બોતેર હજાર, સાધ્વી એક લાખ, શ્રાવક, બે લાખ પંદર હજાર અને શ્રાવિકા ચાર લાખ છત્રીસ હજાર થયાં. ૫૪ લાખ વર્ષમાં એક માસ ઓછો એટલા દીર્ઘ સમય સુધી ધર્મદેશના આપી પુનઃ ચંપાનગરીમાં એક માસનું અનશન કરી અષાઢ સુદ ૧૪ના ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં મોક્ષને પામ્યા. વાસુપૂજ્ય સ્વામીનાં પાંચે કલ્યાણકો ચંપાપુરીનગરીમાં થયાં. અન્ય કોઈ પણ તીર્થંકરનાં પાંચે કલ્યાણક એક જ નગરમાં થયાં નથી. એ રીતે ચંપાનગરીનો મહિમા જૈન તીર્થોમાં વિશિષ્ટ છે. વાસુપૂજ્ય સ્વામીનાં તીર્થોમાં ચંપાપુરી, સુરેન્દ્રનગર, આંતરોલી આદિ પ્રસિદ્ધ છે. તેરમા તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાનનો જન્મ વાસુપૂજ્ય સ્વામીથી ૩૦ સાગરોપમનો કાળ પૂર્ણ થયા બાદ કાંડિલ્યપુરનગરમાં થયો. કૃતવર્મ રાજા અને શ્યામાદેવી પ્રભુનાં માતા-પિતા હતાં અને પ્રભુનો ૨૪૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy