________________
આવે છે અને વિશેષ ફળ દેનારી બને છે. દેવચંદ્રજી મહારાજે પણ કહ્યું છે; “સ્વામી ગુણ ઓળખી સ્વામીને જેહ ભજે, દરિસણ શુદ્ધતા તેહ પામે.”
જરૂ. ૨૪, ૪ દેવચંદ્રજીકૃત ચોવીશી). આમ દર્શનની શુદ્ધિ એટલે કે ભક્તિની નિર્મળતા પરમાત્માના ગુણોના જ્ઞાનથી પ્રગટે છે.
પરમાત્માના ગુણોનું જ્ઞાન સાધકને ભક્તિમાર્ગમાં વિશેષ સહાયક બને છે. અન્ય ભક્તિસૂત્રકાર *શાંડિલ્ય પણ આત્મા અને પરમાત્મા ઉભયના જ્ઞાનને ભક્તિમાર્ગમાં આવશ્યક સાધનરૂપે સ્વીકારે છે.
પ્રાચીન ઋષિઓમાં આ અંગે વાદ-વિવાદ રહ્યો છે. કેટલાક કેવળ પરમાત્માના ગુણના જ્ઞાનને જ ભક્તિમાર્ગમાં આવશ્યક ગણે છે, તો બાદરાયણ જેવા ભક્તિમાર્ગના આચાર્યો કેવળ આત્માના જ્ઞાનને આવશ્યક ગણે છે.
આ સંબંધી વાદવિવાદના નિષ્કર્ષરૂપે કહી શકાય કે, સાધકને પરમાત્મસ્વરૂપની સાચી ઓળખાણ રૂપ જ્ઞાન હોય એ પૂરતું છે. આ જ્ઞાનના પરિણામે પરમાત્માના સકળ કર્મોથી રહિત, નિર્મળ, દર્પણ સમાન અવિકારી શુદ્ધાત્મ સ્વરૂપનું દર્શન થાય છે. આ શુદ્ધાત્મસ્વરૂપના દર્શનને લીધે જેમ દર્પણમાં મોટું જોતાં આપણું મુખ જોઈ શકીએ છીએ એમ શુદ્ધ આત્મા એવા પરમાત્માને જોતાં એટલે કે, આપણે આપણા આત્માને ઓળખી શકીએ છીએ. આત્મસ્વરૂપના જ્ઞાન અને અનુભૂતિમાં પરમાત્મસ્વરૂપનું જ્ઞાન અત્યંત ઉપકારક બને છે.
આમ, પરમાત્મસ્વરૂપનું જ્ઞાન ભક્તિમાર્ગમાં અત્યંત આવશ્યક છે, આ જ્ઞાનના પરિણામે સાધક આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ભક્તિનો અપૂર્વ મહિમા કરનાર યશોવિજયજીએ પણ કહ્યું છે;
ભગતને સ્વર્ગ સ્વર્ગથી અધિકુ, જ્ઞાનીને ફળ દેઈ રે.”
યશોવિજયજી કૃત સ્વ.ચો. પ્રથમ સ્ત. ૧૮, ૩) આમ, ભક્તિ સ્વર્ગના ફળ દેનારી છે, પરંતુ જ્ઞાનયુક્ત ભક્તિ સ્વર્ગથી વિશેષ ફળ દેનારી છે.
ભક્તિમાર્ગના આવશ્યક સાધનરૂપે સ્વીકૃત થયેલા પરમાત્મસ્વરૂપ અને આત્મસ્વરૂપના જ્ઞાનના સાયુજ્યથી પરિણમેલી ભક્તિ એ જ્ઞાનપ્રધાન ચોવીશીનો કાવ્યવિષય છે. કેવળ શુષ્ક જ્ઞાન એ જ્ઞાનપ્રધાન ચોવીશીનો જ્ઞાનવિષય નથી. પરંતુ આ પ્રકારનું જ્ઞાન-ભક્તિનું સાયુજ્ય જ ઇષ્ટ છે.
આમ, જ્ઞાનપ્રધાન સ્તવનચોવીશી માટે વાસ્તવિક રીતે “જ્ઞાનયુક્ત ભક્તિપ્રધાન સ્તવનચોવીશી' જેવી સંજ્ઞા વાપરવી જોઈએ. પરંતુ “ચોવીશી' શબ્દમાં જ સ્તવન શબ્દ ભક્તિસૂચક હોવાથી કેવળ “જ્ઞાનપ્રધાન સ્તવનચોવીશી' એમ કહેવા માત્રથી જ્ઞાનયુક્ત ભક્તિનું સૂચન થઈ જાય છે, માટે આ “જ્ઞાનપ્રધાન સ્તવનચોવીશી' સંજ્ઞા નિર્ધારિત કરવામાં આવી છે.
આ જ્ઞાનના પ્રારંભ સ્રોત રૂપે પણ ભક્તિ રહી છે. પરમાત્માના ગુણો માટેની પ્રીતિ જ તેને ગુણોના જ્ઞાન પ્રાપ્ત કરવા તરફ પ્રેરે છે, તેનો ક્રમ પ્રસ્તુત છે. ૩.શ્રીમદ્ દેવચંદ્ર ભાગ-૨ પૃ. ૪૩૨ ૪.શાંડિલ્ય ભક્તિસૂત્ર - ૨:૧:૫ The Shandilya sutram. With The commentry of svapnesvara –
Published by - Sudbindra nath Basu. પ.એજન – ૨:૧:૪ ૬.ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૪૯ સે. અભયસાગરજી. ૧૮૬ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org