SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ‘આ ચોવીશીમાં સાંપ્રદાયિક માહિતી અને તત્ત્વવિચારનો સંભાર સારા પ્રમાણમાં છે, તેમ છતાં કૃતિ સાંપ્રદાયિકતાની સીમા વટીને સાહિત્યિકતાના પ્રદેશમાં પહોંચે છે કેમ કે એમાં મધ્યકાલીન કવિ-કૌશલોનો રસસૌંદર્યપૂર્વક વિનિયોગ થયેલો છે. ક્વચિત્ કથારસનો આશ્રય થયેલો છે, તો વર્ણનરસ અને અલંકારરસ તો કાવ્યમાં છલકાય છે.” આ કૃતિ મધ્યકાલીન-ભાષા સંદર્ભે પણ અત્યંત મહત્ત્વની છે. સોળમા શતકની ગુજરાતી ભાષાના એક ઉત્તમ દષ્ટાંતરૂપે પણ આ કૃતિ ઉલ્લેખનીય છે. શ્રી જયંત કોઠારી જેવા મધ્યકાળના વિદ્વાન અભ્યાસી તો આ કૃતિનું વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં સ્થાન હોવું જોઈએ એમ કહી, એનું ભાષાસાહિત્યની દષ્ટિએ મહત્ત્વની કૃતિ તરીકે મૂલ્ય આંકે છે. ટૂંકમાં આ સ્તવનચોવીશી કવિની કવિપ્રતિભા, વિદ્વત્તા અલંકારવૈભવ, છંદવૈશિસ્ત્ર, ભાષાવૈભવ, મધ્યકાલીન ભાષા અને હૃદયના પ્રાયશ્ચિત્તભાવ આદિના આલેખનને કારણે એક નોંધપાત્ર કૃતિ બની રહે છે. સમય દૃષ્ટિએ પણ આ કૃતિ અગ્રગામી હોવાથી ચોવીશીના ઇતિહાસમાં એક સ્તંભ તરીકેનું મહત્ત્વનું સ્થાન છે. જ ઃ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy