________________
સમયસુંદરજી કૃત સ્તવનચોવીશી
સમયસુંદરજી સત્તરમા શતકમાં (સં. ૧૬ ૧૨ () થી ઈ.સ. ૧૬ ૪૬ સં. ૧૭૮૨)માં થયેલા એક વિદ્વાન પ્રતિભાશાળી કવિ હતા. તેમનો જન્મ રાજસ્થાનના સાચોરમાં થયો હતો. પોરવાળ વણિક પિતા રૂપસિંહ અને માતા લીલાદેવીના પુત્રે બાલ્યવયમાં જ દીક્ષા ધારણ કરી. તેમના ગુરુ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિના શિષ્ય સકલચંદ્રજી હતા. વિદ્યાભ્યાસ બાદ ઈ.સ. ૧૫૯૩માં વાચકપદ અને ઈ.સ. ૧૬ ૧૫માં ઉપાધ્યાય પદ પ્રાપ્ત થયું. તેમણે લાહોરમાં પોતાના દાદાગુરુ જિનચંદ્રસૂરિ સાથે બાદશાહ અકબરને મળવા ગયા, ત્યારે
ત્યાં “અષ્ટલક્ષી' નામની એક પદના આઠ લાખ અર્થ ધરાવતી કૃતિ રચી બાદશાહ અકબરને પ્રસન્ન કર્યા. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશના અભ્યાસી હતા, તેમ જ વિહાર દરમિયાન ગુજરાતી, મારવાડી, હિન્દી, - સિંધી અને પંજાબી ભાષાઓ પર પણ પ્રભુત્વ મેળવ્યું હતું. ગુજરાતી, પ્રાકૃત અને સંસ્કૃતમાં સમયસુંદરજીએ વિપુલ સાહિત્યસર્જન કર્યું છે.
તેમની ગુજરાતી રાસકૃતિઓમાં સાંબ પ્રદ્યુમ્ન ચોપાઈ, પ્રત્યેકબુદ્ધ ચોપાઈ, મૃગાવતી ચોપાઈ, સીતારામ ચોપાઈ, વલ્કલચીરીરાસ, થાવસ્યાસુતરાસ, સિંહલસુત પ્રિયમેલકરાસ, વસ્તુપાલ તેજપાલરાસ આદિ નોંધપાત્ર છે. તેમનું સંગીત પરનું અપૂર્વ પ્રભુત્વ અને મનોહર ગીતરચનાને કારણે રાજસ્થાનમાં કહેવત છે કે, “કુંભારાણારા ભીંતડાં અને સમયસુંદરરા ગીતડાં
પ્રસ્તુત ચોવીશી પણ ટૂંકા ટૂંકા ચોવીશ ગીતોમાં જ રચાયેલી છે, જે રાજસ્થાની ભાષાની છાંટને લીધે તેમ જ રાગવૈવિધ્ય અને લયમાધુર્યને લીધે ચોવીશીના ઇતિહાસમાં નોંધપાત્ર છે.
કવિના હૃદયમાં પરમાત્મા પ્રતિ અપૂર્વ આકર્ષણ રહ્યું છે, કવિ આ આકર્ષણના મુખ્ય કારણ પરમાત્માના મુખના સૌંદર્યને ઉપમા અલંકારથી વર્ણવે છે, પૂર્ણચંદ્ર જિસો મુખ તેરો, દેતપંક્તિ મચકુંદ કલી હો.’
. (૨, ૧) ૨૭. ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ. સ્તવનક્રમાંક - ૫૨, ૧૦, ૧૪૭, ૧૯૪, ૨૪૧, ૨૮૮, ૩૩૬, ૩૮૩, ૩૪૦, ૪૭૭, પ૨૩, ૫૬૯, ૬ ૧૫, ૬ ૬ ૨, ૭૦૮, ૭૫૭, ૮૦૪, ૮૫૧, ૮૯૭, ૯૪૩, ૯૮૯, ૧૦૪૫, ૧૧૦૧, ૧૧૫૧.
ના ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૭પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org