SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ તેમઈં જાણ્યાં રુઅડાં, પરિગ્રહ આરંભ; કુગતિ કારણ નહુ ઉલખ્યા, થયઉ બોધ દુર્લભ' (૬, ૫, ૬) વિષયરસમાં રમતાં મારા મનને – રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, રૂપ આ પાંચે મન-મૃગને બાંધનારા પાશ સમાન બન્યા, પરંતુ પરિગ્રહ અને વિષય આરંભને મેં ઉત્તમ માન્યા અને કુગતિના કારણ હોવા છતાં તેઓની ઉપેક્ષા ન કરી અને બોધ દુર્લભ થયો. આગમવચન ઉથાપિયઉં, નિય નિય ગચ્છતિ થાપિયઉં આપિયઉં કિમ લહઉં દેસણ તાહરઉંએ ? હિવએ સહૂ આલોઈયઈ, સુપ્રસન્ન નયણ નિહાલિયઈ, ટાલિયઈ ભવદુષ બંધન માહરઉંએ. (૪, ૧૦) આગમ-વચનોનું પાલન ન કરી નિજ પ્રભુત્વ માટે ગચ્છ સ્થાપના કરનારો હું પોતે તારું દર્શન કેમ પામું ? હવે એ સર્વ માટે માફી માગું છું. હવે પ્રસન્ન નયને મારી સામે જો, અને મારા ભવદુઃખને કાપી દે. આવો જ ભાવ અન્યત્ર વર્ણવતાં કવિ કહે છે; - પ્રવાહિઈં પડ્યઉ લોભની લિ વાઘઉં, મિસિઈં ગચ્છ આચાર આગમ વિરાહ્યઉં, છતઈ શ્રુતિ ઘણિ નવા નવા જીત કૂડા, કર્યાં તે ય વિપરિત કિમ થાય રૂડા ?” (૧૦, ૭) દેખાદેખીમાં ડૂબેલા અને લોભમાં તણાતાં એવા મેં ‘ગચ્છાચાર’ને બહાને આગમની ઉપેક્ષા કરી, ઘણું શ્રુતજ્ઞાન વિદ્યમાન હોવા છતાં આગમ અનુસાર આચારને બદલે નવા-નવા ખોટા જીત (નવી રુઢિપરંપરાનો વ્યવહાર) ઊભા કર્યા, તે આગમ વિપરીત હોવાથી સારા કેમ ગણાય ? મધ્યકાળમાં વિરલ જ કહી શકાય એવી કવિની અંગત મથામણની છાંટ આ કવિમાં અનુભવાય છે, તે અત્યંત નોંધપાત્ર છે. Jain Education International કવિએ બાવીસમા નેમિનાથ સ્તવનમાં નેમ-રાજુલના પૂર્વના નવ-ભવોનું સરળ, પ્રાસાદિક શૈલીથી વર્ણન કર્યું છે. સામાન્ય રીતે નેમિનાથ સ્તવનમાં થતાં રાજુલના વિહવર્ણનની પરંપરાની દૃષ્ટિએ વિશિષ્ટ છે. તે જ રીતે પાર્શ્વનાથ સ્તવનમાં ચૌદ સ્વપ્ન અને પંચકલ્યાણકના ઉલ્લેખ દ્વારા સ્તવનને કથાત્મકતાનો સ્પર્શ આપ્યો છે. એ ઉપરાંત મલ્લિનાથ સ્તવનમાં છ મિત્રોના પ્રતિબોધની ઘટના વર્ણવી છે, તેમાં પણ કથાત્મકતા જોઈ શકાય છે. આ કૃતિ અંગે શ્રી જયંત કોઠારી જણાવે છે તે સંપૂર્ણપણે યથાર્થ જણાય છે; ૨૬. સંશોધન અને પરીક્ષણ પૃ. ૧૨૨, પ્રકા. જયંત કોઠારી, અમદાવાદ પ્રથમાવૃત્તિ, ૧૮૯. For Personal & Private Use Only ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૭૩ www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy