SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ પૃથ્વી પર ઊગેલાં વૃક્ષોને કલ્પવૃક્ષ સાથે સરખાવી શકાતાં નથી, તેમ તમારા દેહના લાલવર્ણને વિક્મ-પરવાળાં સાથે સરખાવી શકાતો નથી, તે તો કાંઈ અલૌકિક જ છે. આ જ લાલ રંગની વાતને આગળ વિસ્તારતાં કવિ કહે છે, વઈચગિઈં રાતઉ રંગ ન રાત ઉગત રવિ જિમ તિમિર હરઉ.” (૬, ૧૬) પરમાત્મા વૈરાગ્યમાં રાતા છે, પરંતુ રંગરાગમાં રાતા નથી. (પપ્રભુસ્વામીનો રંગ રાતો છે, પરંતુ અહીં કવિ “રંગ' શબ્દનો શ્લેષ કરી રંગરાગમાં રાતા નથી' એવો અર્થ કરી શ્લેષ અલંકાર દ્વારા મનહર ચમત્કૃતિ સાધે છે.) આ રાતા રંગો ઊગતા સૂર્યની જેમ અંધકારને દૂર કરે છે. કવિ અનેક સ્થળે લાંછનનું રહસ્ય પણ ઉàક્ષા અલંકાર દ્વારા પ્રગટ કરે છે. જે પુઠિ ભામંડલ તે દિશંદ, સેવઈ મિસઈ સંછણનઈ નિસિંદ; અહો ! અહો ! અદ્દભુત એ પ્રભાવ, બેવઈ મિલ્યા છેડી વૈરભાવ.' (૮, ૪) હે પ્રભુ! આપની પાછળ જે ભામંડળ ચળકી રહ્યું છે, તે દિવસનો રાજા સૂર્ય છે, અને સેવા કરવાના ઉદ્દેશથી લંછનમાં રાત્રિનો રાજા ચંદ્ર શોભી રહ્યો છે. દિવસનો રાજા સૂર્ય અને રાત્રિનો રાજા ચંદ્ર સાથે રહી શકે નહિ, પરંતુ પરમાત્મા તમારા અદ્ભુત પ્રભાવને લીધે જ બંને વૈરભાવ છોડી સાથે સેવા કરી રહ્યા છે. અહો ! અહો ! તુહ પય મહિમ, વાનર વારિક ચપલિમ નિરૂપમ અહનિશિ સેવક થિર થયું એ. (૪, ૨) વાનર લાંછનને વર્ણવતાં અહો ! અહો ! તમારા ચરણનો મહિમા ! અતિશય ચંચલ એવો વાનર પણ સેવક થઈ તમારા ચરણમાં સ્થિર થયો છે. ઉત્તરવર્તી કાળમાં થયેલા શ્રી ભાવવિજયજી, શ્રી ન્યાયસાગરજી આદિ અનેક કવિઓએ લાંછનના રહસ્યને સમજાવવાની ઉક્ષામય રીતિનું અનુસરણ કર્યું છે. કવિના આ અલંકાર રચનાના સૌંદર્ય અંગે શ્રી જયંત કોઠારીએ જણાવે છે; પાર્જચંદ્રસૂરિ અલંકારોક્તિની જે સમૃદ્ધિ દાખવે છે તે આપણને અભિભૂત કર્યા વિના રહેતી નથી.’ પાર્જચંદ્ર કવિનું કવિત્વ અપ્રતિમ અલંકાર યોજના ઉપરાંત બાળકની જેમ અત્યંત સુકોમળ ભાવે પરમાત્મા સમક્ષ પોતાનું હૃદય ખોલવામાં રહ્યું છે. જીવાત્મા સંસારમાં વિષય સુખના બંધનમાં પડી કેવો દુઃખી થયો તેનું હૃદયસ્પર્શી આલેખન તેમણે કર્યું છે. વિષયરસિઈ બહુ બહુ રમ્યઉ, રસ ગંધ સાસ, સબ્દ રુપએ પાડૂઆ, કૂડા મનમૃગ પાસ. ૨૫. સંશોધન અને પરીક્ષણ પ્રકા. જયંત કોઠારી, ૧૯૯૮ પૃ. ૧૧૬. ૭૨ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy