SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોકની આ રચનામાં પ્રત્યેક તીર્થકરની ચાર-ચાર શ્લોકમાં સ્તુતિ કરવામાં આવી છે. તેનો પ્રારંભનો શ્લોક આદિનાથને વર્ણવતાં કહે છે – नमेन्द्रमौलि गलितोत्तम पारिजात - मालार्चित क्रम ! भवन्तम पारिजात !! नाभेय ! नौमि भुवनत्रिक पापवर्ग - दायिन् जिनास्त मदनादिक पापवर्ग । નમસ્કાર કરનારા ઈન્દ્રોના મસ્તક પરથી પડેલી એવી ઉત્તમ પારિજાતકની માળાઓ વડે પૂજાયેલાં છે ચરણો જેનાં, નષ્ટ થયો છે જેનો શત્રુસમૂહ, જે ત્રણ ભુવનના પાલક, મોક્ષના દાતાર, વીતરાગ અને જેણે નષ્ટ કર્યો છે કામદેવદિક પાપસમુદાય એવા હે નાભિરાજાના પુત્ર ઋષભ દેવ તમને સ્તવું છું. વિક્રમની અગિયારમી સદીમાં થયેલા શોભનમુનિએ સ્તુતિ-ચતુર્વિશિકાની રચના કરી છે. વિવિધ અઢાર છંદોમાં રચાયેલી આ રચનામાં પ્રારંભે ઋષભ દેવ ભગવાનની સ્તુતિ છે, भव्याम्भोजविबोधनैकतरणे ! विस्तारि कर्मावली - रम्भासामज नाभिनन्दन महानष्ण पदाभासुरैः । भक्त्या वन्दित पादपद्म विदुषां संपादय प्रोज्ज्ञिता - रम्भासामज नाभिनन्दन महानष्टापदा भासुरैः ॥ (ગુજરાતી અનુવાદઃ હે ભવ્ય જીવરૂપી કમળનો વિકાસ કરનાર અદ્વિતીય સૂર્ય ! હે વિસ્તીર્ણ કર્મોની શ્રેણીરૂપ કદલીનું મર્દન કરનાર ગજ (રાજી, જેનાથી નષ્ટ થઈ ગઈ છે મોટી મોટી આપત્તિઓ એવા હે નાથ ! દેદીપ્યમાન અસુરોના સમુદાયે ભક્તિપૂર્વક વંદન કર્યું છે. જેના ચરણકમળને, અને જેણે સર્વથા આરંભો ત્યજી દીધા છે અને રોગરહિત છે, તેમજ મનુષ્યને આનંદ પમાડનારા પ્રથમ જિનેશ્વર) સુવર્ણ જેવી સમગ્ર પ્રભાવવાળા (યોગીશ્વર) હે નાભિરાજાના પુત્ર (ઋષભ દેવ) તું વિબુધજનોને ઉત્સવનું સંપાદન કરાવ. અહીં બીજી અને ચોથી પંક્તિ સમાન હોવા છતાં પદવિગ્રહ બાદ અર્થદૃષ્ટિએ તેનો અર્થ ભિન્ન થાય છે. સમગ્ર કાવ્યમાં આવા અનેક યમક અલંકારો જોવા મળે છે. તેનું એક બીજું ઉદાહરણ જોઈએ : कृतनति कृतवान् यो जन्तुजातं निरस्त - स्मर परमदमायामान बाधाय शस्तम् । सुचिरमविचलत्वं चित्तवृतेः सुपार्थ स्मर परमदमाया मान बाधाय शस्तम् ॥ જેઓ શ્રી સુપાર્શ્વનાથને પ્રણામ કરે છે તે પ્રાણીઓનાં મદનરૂપ દુશ્મન, માયા, પીડા નષ્ટ થાય છે, એવી પ્રશંસાને પામેલા શ્રી સુપાર્શ્વનું હે માનવ! તું ઉત્કૃષ્ટ ઉપશમવાળી મનોવૃત્તિથી ચિરકાળ સુધી સ્મરણ કર. શોભનમુનિની આ મનોહર - અલંકારમંડિત રચના પર પછીના કાળમાં ધનપાલકવિ, ચોવીશી ઉદભવ અને સ્વરૂપ જ ૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy