SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સૌભાગ્યસાગરસૂરિ સિદ્ધિચંદ્રગણિ અને દેવચંદ્રગણિએ વૃત્તિઓ (અર્થ સમજાવતી વિવેચના) રચી છે તેમ જ ૨ઉપાધ્યાય યશોવિજયજી, મેરુવિજયજી, હેમવિજયજી આદિ કવિઓને પણ ધમકઅલંકાપ્રધાન સ્તુતિ ચતુર્વિશિકા રચી છે. આ રચના વાંચી ડૉ. હર્મન યાકોબી પણ અત્યંત પ્રસન્ન થયા હતા. તેનો જર્મનમાં અનુવાદ પણ થયો છે. સિદ્ધરાજ અને કુમારપાળના દરબારમાં રહેનારા અને કવિ ચક્રવર્તી તરીકે પ્રસિદ્ધ શ્રીપાળ કવિએ પણ સ્તુતિ – ચતુર્વિશિકાની રચના કરી છે. વિક્રમની બારમી સદીમાં ખરતરગચ્છના આચાર્ય જિનવલ્લભસૂરિએ અપભ્રંશમાં સ્તવનચોવીશી રચી છે. તેના શ્રી કુંથુનાથ સ્તોત્રમાં કવિ કહે છે, ___ *नहकिरणपरागं, अंगुलीदलं सहइ जस्स पयकमलं सिवपंथसत्थवाह, थुणामि तं कुंथतित्थयरं ॥१॥ નખકિરણરૂપી પરાગ અને અંગુલિદલથી શોભિત પદકાળવાળા શિવપંથના સાર્થવાહ એવા શ્રી કુંથુનાથસ્વામીને હું સ્તવું છું. અત્રે સ્તવનસ્તુતિ ઉપરાંત બીજી એક પરંપરાનો પણ નિર્દેશ કરવો ઘટે. કોઈ પણ ગ્રંથના આરંભે . મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે. કેટલાક ગ્રંથકારોએ મંગલાચરણમાં જ ચોવીસે તીર્થકરોને નમસ્કારવંદના કરી છે. વીરનિર્વાણનાં પ૩૦ વર્ષ પછી એટલે કે ઈ.સ. ૪માં રચાયેલ પઉમચરિયમાં કથાકારે ચોવીસે તીર્થકરોને નમસ્કાર કરતું મંગળાચરણ કર્યું છે. 'सिद्धसुर किन्नरोरग दणुवई, भवणिन्द वन्दपरिमहियं । उसहं जिणवर वसहं, अवसप्पिणि आई तित्थयरं ।' 'अजीयं विजियकसायं, अपुणभवं संभवं भवविणासं, अभिणंदणं च सुमई, पउमाभं पउमसच्छायं ।' સિદ્ધ, દેવ, કિન્નર, નાગ, અસુરપતિ તથા ભવનપતિના ઇન્દ્રોના સમૂહથી પૂજિત, જિનેશ્વરોમાં વૃષભ સમાન શ્રેષ્ઠ અને આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર ઋષભને, કષાયો પર વિજય પ્રાપ્ત કરનાર અજિતને, મુક્તિ પ્રાપ્ત કરી પુનઃ જન્મ ન ધારણ કરનાર સંભવને, જન્મનો નાશ કરનાર અભિનંદન અને સુમતિને તેમ જ પદ્મ સમાન કાન્તિ ધરાવનાર પપ્રભસ્વામીને નમસ્કાર કરું છું.) એ જ રીતે ઈશુની નવમી સદીમાં થયેલા સ્વયંભૂકવિએ રચેલા અપભ્રંશ ભાષાના મહાકાવ્ય ‘પઉમચરિઉની પ્રથમ સંધિમાં મંગલાચરણમાં ચોવીસે જિનેશ્વરોને પ્રણામ કરેલ છે. ૩૨. સંસ્કૃત – પ્રાકૃત સ્તુતિ ચોવીશીઓની યાદી માટે જુઓ પરિશિષ્ટ-૧ * जिनवल्लभसूरि ग्रंथावलि स. विनयसागर प्रकाशक : प्राकृत भारती अकादमी जयपुर. ૨૦ - ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy