________________
पणवेप्पिणु सेयंसाहिवहो । अच्चन महंत परा सिवहों ॥११॥
पणवेप्पिणु वासुपुज्ज मुणिर्हे । विप्फुरिय णाण चूडामणि हे ॥१२॥ અતિ મહાન શિવધામ પામનારા શ્રેયાંસનાથ ભગવાનને પ્રણામ કરું છું અને) (દેદીપ્યમાન) વિસ્ફરિત જ્ઞાનચૂડામણિવાળા વાસુપૂજ્ય મુનિને પ્રણામ કરું છું.
અગિયારમી સદીમાં થઈ ગયેલા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રના પ્રારંભે ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરતા એક-એક અનુષ્ટ્રપ શ્લોકો રચ્યા છે. આ ચોવીસે શ્લોકો બીજા કેટલાક શ્લોકો સાથે સલાહત સ્તોત્ર'ના નામે પ્રસિદ્ધ છે. આ ‘સકલાહંત સ્તોત્રમાંથી કેટલાંક ઉદાહરણો જોઈએ:
धुसत्किरिट शाणाग्रो तेजितादध्रि नखावलिः ।
भगवान् सुमतिस्वामी, तनोत्वभिमतानि वः ॥७॥ (નમસ્કાર કરનારા) દેવોના મુગટના અગ્રભાગના પ્રતિબિંબથી તેજોમય થઈ છે જેની ચરણ નખાવલિ (એના) ભગવાન સુમતિનાથ તમારી અભિલાષા પૂર્ણ કરો. પરમાત્માના કરુણાગુણને વર્ણવતાં –
स्वयम्भुरमण स्पर्द्धि, करुणारस वारिणा
'अनंत जिदनन्तां वः प्रयच्छतु सुखश्रियम् ॥१६॥ કરુણારસરૂપી જળથી સ્વયંભૂરમણ સમુદ્ર (અતિ વિશાળ સમુદ્ર) સાથે સ્પર્ધા કરનાર શ્રી અનંતજિન તમને અનંત સુખશ્રી આપો. પ્રભુના સમતા ગુણને વર્ણવતાં –
कमठे धरणेन्द्रे च, स्वोचितं कर्म कुर्वति
પ્રમુસ્તન્ય મનોવૃત્તિ: પાર્શ્વનાથ: થિયેસ્તુ વ: //રફ પોતાને ઉચિત કર્મ કરનારા એવા કમઠ અને ધરણેન્દ્ર ઉપર સમાન મનોવૃત્તિવાળા પ્રભુ પાર્શ્વનાથ તમારા કલ્યાણ માટે હો.
આ રીતે, હેમચંદ્રાચાર્યે ચોવીસ તીર્થકરોની ભાવસભર સ્તુતિ કરી છે.
અપભ્રંશ ભાષાના સમયમાં અથવા પૂર્વ-મધ્યકાળમાં અજ્ઞાત કવિઓ દ્વારા રચાયેલા ૨૭-૨૮ કડીના ચતુર્વિશતિ સ્તવનમૂનો ઉલ્લેખ મળે છે. આ સ્તવનમાં એક-એક કડીમાં ચોવીસ તીર્થકરોની સ્તવના કરેલ છે. આવા એક અજ્ઞાત કવિ કૃત “ચતુર્વિશતિ જિન સ્તવનમાં મહાવીર પ્રભુની સ્તવના કરતી એક કડી કવિ રચે છે.
નિય અવતરશિહિ તોય ઘરિ, લચ્છિહિં ભરિય ભંડાર, અતુલ મહાબલ વીરજિણ, જય જય જગ આધાર.
ચોવીશી: ઉદભવ અને સ્વરૂપ - ૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org