________________
સિદ્ધિમાર્ગે આરોહણ અર્થે જિનેશ્વરદેવે ક્ષપકશ્રેણી માંડી. કુલ કર્મપ્રકૃતિઓ ૧૫૮ છે. તેમાં સત્તાશીલ ૧૧૫ કર્મપ્રકૃતિઓનો ઉલ્લેખ કર્યો છે. કવિ ક્રમશ મોક્ષ સુધીના ગુણઠાણાઓ અને તે સમયે ત્યાં ઉપસ્થિત કર્મપ્રકૃતિઓ જણાવે છે.
૨૪મા સ્તવનમાં જિનમૂર્તિની ઉપકારકતા સિદ્ધ કરવા માટે વિવિધ દલીલો કરી છે, તેમાં કવિની બુદ્ધિપ્રતિભાનો ઉન્મેષ જોવા મળે છે.
લિપિ બંભી ગણધર, નમીજી,
પંચમ અગિઈ એહ. અક્ષરની એ થાપનાજી, જિનપ્રતિમા ગુણગેહ.”
(૨૪, ૬) ગણધર ભગવંતોએ પાંચમા અંગ ભગવતી સૂત્રમાં બ્રાહ્મી લિપિને નમસ્કાર કર્યો છે. બ્રાહ્મી લિપિ એ અક્ષરની સ્થાપના – મૂતદેહ છે. જેવી રીતે અક્ષરની સ્થાપના એવી બ્રાહ્મી લિપિ વંદનીય છે, એ જ રીતે જિનપ્રતિમા પણ પરમાત્મરૂપની સ્થાપના છે, માટે તે વંદનીય છે.
કવિએ જે વિવિધ જૈન ગ્રંથોનો વિશદતાપૂર્ણ અભ્યાસ કર્યો છે તેનો પરિચય ૧૫મા સ્તવનમાં પ્રાપ્ત થાય છે. કલ્પસૂત્રમાં પરમાત્માની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને વર્ણવવા વપરાયેલી વિવિધ ઉપમાઓનો સુંદર ભાવાનુવાદ કરે છે.
“વસુધા જિમ સર્વસહ સ્વામિ, ટલઈ દુરિત જસુ લીધઈ નામિ; સારદ સલિલ જિસ્યઉ નિર્મલઉ, વિહંગ જેમ કુખિ સંબલઉ.
* (૧૫, ૩) સ્વામી પૃથ્વીની જેમ સર્વ દુઃખોને સહન કરવાનું શૈર્ય ધરાવે છે, તેમનું નામ લેતાં સર્વ અનિષ્ટ દૂર થાય છે. પ્રભુ શરદઋતુના જળ જેવા નિર્મળ છે, અને પક્ષીની જેમ કુક્ષિસબલ પેટ ભરવાથી વિશેષ પરિગ્રહ ન રાખનારા) છે.
આમ, આ સ્તવનમાં કવિએ સુંદર, સરળ અને લોકભોગ્ય ઉપમાઓ દ્વારા પરમાત્માની સ્તુતિ કરી છે.
પરંતુ કવિપ્રતિભાનો વિશિષ્ટ ઉન્મેષ તો રૂપક અલંકાર આલેખવામાં રહ્યો છે. કવિ દ્વારા સર્જાયેલા મોટા ભાગનાં રૂપકો સાંગરૂપકો (અંગ-ઉપાંગયુક્ત રૂપકો) છે. પરમાત્માની વાણીને અમૃત સાથે સરખાવતાં કહે છે;
સ્વામી! તુમ્હારી વાણી, કહિયઈ અભિય સમાણી; ભવિઈ જિણી જઈ પીધી, અચલ અખય ગતિ લીધી. તિણિ અમીય ભર્યઉં કુંડ, મૂક્યઉ મહિય અખંડ, તસુ પાખાલિ રખવાલા, રાખ્યા શ્રી ગણધારા.”
(૫, ૨-૩) સ્વામી! તમારી વાણીને અમૃત સમાન કહી છે. જે જીવે આ વાણીને ભાવપૂર્વક પીધી છે, તેણે અક્ષય૬૮ ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય
રાજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org