________________
અચલ ગતિ પ્રાપ્ત કરી છે, એટલે કે અમરત્વ પ્રાપ્ત કર્યું છે. આ અમૃતના કુંડરૂપ શાસ્ત્રો પૃથ્વીલોકમાં અખંડપણે રાખ્યાં છે, અને આ કુંડના રક્ષકોરૂપે શ્રી ગણધરોને રાખ્યા છે.
કવિ આ અનુસંધાનમાં જ મનોહર વિરોધાભાસ અલંકારની રચના કરતા કહે છે, આ વાણીરૂપી અમૃત ચંદ્ર અને ચંદનથી શીતળ છે, પરંતુ તપ (તા૫) સિવાય તેને પામી શકાતું નથી.
મુઝ મનિ અચરિજ ભાવઈ, તપ વિર્ણ મુખિહિંન પાવઈ; શ્રવણ પુટિS જિમ પીજી, તિમ ભવતૃષ્ણાઈ જિઈ.
(૫ ૬). આ મનોહર વાણી જેમ જેમ કાન દ્વારા પિવાય છે, તેમ તેમ ભવ-તૃષ્ણાનો નાશ પામે છે. વાણી અમૃતસમી, ચંદનથી શીતળ, પરંતુ પામવા તપ કરવું પડે એમ કહેવામાં કવિની અંલકારનિર્માણ શક્તિનો પરિચય થાય છે. કવિ પરમાત્માની વાણીને અભિનવ-વર્ષના રૂપકથી ઓળખાવતાં કહે છે,
દેસણ વાણી સાર, અભિનવ જલ ધાર વરસતી વલી વલીએ, કલિમલ ગ્યા ગલીએ.'
(૭, ૨). પરમાત્માની દેશના પ્રથમ વર્ષની જલધારા જેવી છે, જે પુનઃ પુનઃ વરસી કલિયુગની અશુદ્ધિને દૂર કરે છે. આ વાણીરૂપ વર્ષાની વિશેષતા વિસ્તારથી વર્ણવતાં કહે છે;
આશા કરઈ ન શામલ, નિર્મલ દિપઈ સૂર, વૃદ્ધિ પ્રવાહ ન પાવઈ, આવઈ બલનઈ પુરિ; સમકિત તત્ત્વ પરોહિત, રોહિત અચલ અનંત, ભેદ્ય મોર ન નાચઈ, સાચઈ રંગિ રમતિ’ ૩ નહીં સીત રીત ગ્રીસમ વીજ ગાજ વિષય જેહનઉ જાણિયઈ ચઉદ રાજ. મિલ્યઉ પંકિ ન થાઈ એ કલુષ પ્રાણી, નવી તેણિ કાદબિની સ્વામી વાણી. ૪
(૭, ૩-૪) આ વાણીરૂપી મેઘ દિશાઓને કાળી-અંધારી કરતો નથી, આ મેઘવર્ષા સૂર્યનો નિર્મળ પ્રકાશ પણ સમાંતરે ફેલાવે છે. આ વાણીવર્ષાથી પૂર આવતું નથી, છતાં પૂરા વેગ સાથે વરસે છે. એનાથી અચળ અને અનંત એવું સમ્યકત્વ ઊગે છે, આ મેઘથી ભીંજાયેલો મોર (આત્મા) નાચતો નથી, કારણ કે તે સાચા રંગે રંગાયેલો છે. પ્રભુની વાણી કોઈ નવા પ્રકારની વાદળની હાર (કાર્દબિની) છે, કેમ કે, આ વાદળમાંથી થતી વૃષ્ટિ પૂર્વે ગરમી લાગતી નથી, વૃષ્ટિ સમયે ઠંડી લાગતી નથી, તેમ જ ગાજવીજ પણ થતી નથી. પરંતુ આશ્ચર્ય છે કે, આ વર્ષનું ક્ષેત્ર ચૌદ રાજલોક છે, છતાં તેની વૃષ્ટિ વખતે કાદવ-કીચડ થતો નથી,
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૬૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org