SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ કોઈ પ્રાણી તેનાથી ખરડાતું નથી. આમ, કવિએ જિનવાણીને અભિનવ-વર્ષાનું રૂપક આપી, આ રૂપકના વિવિધ અંગોનો વિરોધાભાસ અલંકાર દ્વારા વિશિષ્ટતા દર્શાવી સામાન્ય વર્ષ કરતા જિનવાણી કેવી વિશિષ્ટ છે, તેનો સુંદર પરિચય કરાવ્યો છે. કવિએ મોહરાજા સાથે પરમાત્માનું યુદ્ધવર્ણન પણ રૂપકશૈલીમાં સુંદર રીતે ગૂંચ્યું છે. ‘ત્રિભુવનપતિ ભૂપાલ, અંતર અરિ દલિ કોપિયઉએ, ખંત કરિય કરવાલ, પ્રાક્રમ ચાપ આરોપિયઉએ, પ્રવચન સુભર તુણીર, નયમ ભંગ બાર્ણિઈ ભર્યઉએ, દેખિય સાહસધીર, મોહ મહાભડ થરહર્યઉએ. (૧૨, ૧૨). ત્રિભુવનપતિ પરમાત્મા આંતરિક શત્રુના દળ પર ક્રોધિત થયા. પરાક્રમરૂપી ધનુષ્ય અને નાગમભંગરૂપી બાણો ધારણ કર્યા. તેમ જ હાથમાં ખેતરૂપી કટારથી સજ્જ થઈ પોતાની પ્રવચનવાણી ત્રિભુવનમાં ફેલાવીને મહાબળવાન એવા મોહને પણ થરથરાવી દીધો. આ જ સ્તવનમાં પરમાત્માની કવચ-રચનાને પણ કવિએ વિવિધ રૂપકો દ્વારા વર્ણવી છે. પંચમહાવ્રતરૂપ ટોપ મસ્તકે શોભી રહ્યો છે, કંઠમાં છઠ્ઠાપરૂપી પટ શોભી રહ્યો છે. આમ, કવિએ વિવિધ સાંગરૂપકો દ્વારા મનહર-કાવ્યરચના સિદ્ધ કરી છે. કવિની અલંકાર રચનાઓમાં અંતર્યમકના પ્રયોગો પણ આકર્ષક છે. પંચમ સર જિમ કોઈલ, કોઈ લહઈ નહુ જાણિ તિમ જગ સાચઉ મારગ, તારક જિન ગુણખાણિ. (૭, ૧૧). જેમ કોયલનો (કોઈલ) સ્વર જેવો પાંચમો સ્વર આ દુનિયામાં અન્ય કોઈ કોઈ લહઈ) પ્રગટ કરી શકતા નથી, તેમ જગતમાં સાચો માર્ગ તારક જિનેશ્વરદેવ સિવાય કોઈ બતાવી શકતા નથી. પરમાત્માની મૂર્તિનાં દર્શનના આનંદને વર્ણવતાં કવિ કહે છે; દીઠી મૂરતિ મેં રતિ હોઈ, પ્રભુની તસુ જામલિ ન કોઈ રોગ શોગ દુહ કયવર હરઈ, જનમન વાંછિત સરવર ભરઈ.' (૧૧, ૩) દીઠી મૂરતિ એટલે કે પ્રભુપ્રતિમાને નીરખતાં બૂ રતિ હોઈ મને રતિ યાને પ્રેમ ઊભરાય છે એવી અંતર્યમક રચના અહીં કરી છે. કવિએ ૧૮મા અરનાથ સ્વામીના પ્રારંભે સંસ્કૃત શ્લોક ગૂંચ્યો છે. આ શ્લોકમાં પણ કવિએ અર’ શબ્દનો શ્લેષ કરીને ચતુરાઈ દર્શાવી છે. કવિ કહે છે કે, જગતના સૌ ચક્રો ઘણા “અર એટલે કે આરાવાળાં છે, પરંતુ ધર્મચક્ર ‘અરનાથરૂપે એક જ આરાનું હોવા છતાં સંસારસમુદ્રને પાર કરવા સમર્થ છે. કવિની વિદગ્ધતા અને શબ્દો પરના પ્રભુત્વનો આ સુંદર નમૂનો છે. દષ્ટાંત અલંકાર પણ કવિપ્રતિભાનો એક રમ્ય ઉન્મેષ છે. કવિ પરમાત્માની વાણીને વર્ષો સાથે ૭૦ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy