SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્શ્વચંદ્રસૂરિ કૃત સ્તવનચોવીશી પાર્જચંદ્રસૂરિ ઈ.સ. ૧૪૮૧થી ૧૫૫૬ (વિક્રમ સં. ૧૫૩૭થી ૧૬ ૧૨)માં થયેલ એક પ્રભાવક સાધુપુરુષ છે. તેમનો જન્મ આબુ નજીક આવેલા હમીરપુર ગામમાં વેલગશાહ અને વિમલાદેને ત્યાં થયો હતો. સંસારી અવસ્થાનું નામ પાસચંદ હતું. નાગોરી તપાગચ્છના પંન્યાસ શ્રી સાધુરત્ન પાસે નવ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી. અનેક શાસ્ત્રોનું અધ્યયન કર્યું, જેના પરિણામે ૧૭ વર્ષની વયે શ્રી સોમરત્નસૂરિએ ઉપાધ્યાય પદ આપ્યું. સં. ૧૫૬૪માં તત્કાલીન સાધુજીવનમાં વ્યાપક થયેલા શિથિલાચાર દૂર કરવા ક્રિયોદ્ધાર કર્યો. તેમણે સાધુજીવનને પવિત્ર બનાવવા પર ભાર મૂક્યો. અનેક આગમો પર બાલાવબોધો રચ્યા. સં. ૧૬૧૨માં ૭પ વર્ષની વયે જોધપુરમાં અનશન કર્યું, અને ત્યાં જ કાળધર્મ થયો. તેમના અગ્નિસંસ્કાર સ્થળે સૂપ બનાવવામાં આવ્યો હતો, જે આજે પણ વિદ્યમાન છે. તેમની શિષ્ય પરંપરા આજે પાર્જચંદ્રગચ્છ'ના નામે ઓળખાય છે. આવા પ્રતાપી વિદ્વાન આચાર્યે પરમાત્મભક્તિને અભિવ્યક્ત કરવા સ્તવનચોવીશીની રચના કરી છે. આ સ્તવનચોવીશી એક પ્રાચીન સ્તવનચોવીશી તરીકે નોંધપાત્ર છે. તેમાં સંસ્કૃત છંદોનો કવિએ કરેલો - ઉપયોગ મહત્ત્વનો છે. સામાન્ય રીતે મધ્યકાળના કવિઓએ માત્રા મેળ છંદોનો ઉપયોગ કરેલ છે, પરંતુ આ પૂર્વ-મધ્યકાળની કૃતિમાં કવિએ અક્ષરમેળ સંસ્કૃત છંદોનો પ્રયોગ કર્યો છે. આ સ્તવનચોવીશીની બીજી વિશેષતા દીર્ઘ સ્તવનોમાં છે. કેટલાંક સ્તવનો ૧૫થી ૧૯ કડીઓ જેટલી લંબાઈ તે ઉપરાંત સામાન્ય રીતે ચોવીશ સ્તવનના સમૂહને અંતે મુકાતો કળશ' આ ચોવીશીમાં અધ ઉપરાંત સ્તવનોને અંતે મુકાયો છે. કવિ પોતે વિદ્વાન છે અને કવિપ્રતિભાથી પણ સમૃદ્ધ છે તેની પ્રતીતિ આ સ્તવનોમાં અનુભવાય છે. કવિએ આ ચોવીશીમાં વિવિધ વિષયોને ગૂંથ્યા છે. જૈન દર્શન અનુસાર જીવ સાધનામાર્ગે ગુણસ્થાનકો પર આગળ વધતો વિવિધ કર્મોનો કેવી રીતે ક્ષય કરે છે તે પ્રક્રિયા કવિએ વીસમા સ્તવનમાં સુંદર રીતે વર્ણવી છે. ‘સિદ્ધિ સૌધિ ચઢવાની શ્રેણિ, જિણવા મંડી ખિપક શ્રેણિ. કર્મ પ્રકૃતિ એકસઉ અડતાલ, સત્ત સામિ સઉ પણયાલ.૨૪ | (૨૦, ૭) ૨૭. ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ. સ્તવનક્રમાંક - ૫૨, ૧૦, ૧૪૭, ૧૯૪, ૨૪૧, ૨૮૮, ૩૩૬, ૩૮૩, ૩૪૦, ૪૭૭, પ૨૩, પ૬૯, ૬ ૧૫, ૬૬૨, ૭૦૮, ૭૫૭, ૮૦૪, ૮૫૧, ૮૯૭, ૯૪૩, ૯૮૯, ૧૦૪૫, ૧૧૦૧, ૧૧૫૧. ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૬૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy