________________
ભક્તિપ્રધાન ચોવીશીમાં પરમાત્માના ગુણાનુવાદનો મહિમા રહ્યો છે. કવિ ગુણોનો પરિચય આપતા ગુણોની તાત્ત્વિક મીમાંસામાં પ્રવેશે, એ ગુણ અંગે શાસ્ત્રીય ચર્ચા વિમર્શ કરે એટલે અંશે ભક્તિપ્રધાન ચોવીશીમાં જ્ઞાનપ્રધાન ચોવીશીનો અંશ પ્રવેશે છે. એ જ રીતે કવિ પરમાત્માનો પરિચય આપવા કેટલાંક સ્તવનોમાં તેઓના જીવનની વિગતોનું વર્ણન કરે એટલે અંશે ચરિત્રપ્રધાન ચોવીશીના અંશ પ્રવેશે છે.
ચોવીશીનાં ઘણાંબધાં સ્તવનોમાં એકાગ્રભાવે કઈ કેન્દ્રીય અનુભૂતિ આલેખાય છે, એને જ પ્રધાનતત્ત્વ ગણી તેના આધારે ચોવીશીનો પ્રકાર નક્કી કરી શકાય છે. ટૂંકમાં કહી શકાય કે, તેનાં એક-બે સ્તવનો પરથી નિર્ણય કરવો યોગ્ય નથી. એક જ ચોવીશીમાં ત્રણ પ્રકારનાં સ્તવનો પણ પ્રાપ્ત થાય છે, માટે આમાં અતિચુસ્ત વર્ગીકરણ શક્ય નથી.
ચોવીશીમાં ચોવીસ તીર્થંકરોને ઉદ્દેશીને ચોવીશ સ્તવનો રચવામાં આવ્યા હોય છે, પરંતુ ભક્તિપ્રધાન ચોવીશીમાં તેઓનાં નામ અને કેટલાંક સ્તવનોમાં વર્ણવેલી તેઓની જીવન-વિષયક વિશેષ વિગતો બાદ કરતાં સર્વ સ્તવનોનો મુખ્ય વિષય આરાધ્ય તીર્થકર દેવો ગુણદૃષ્ટિએ સમાન હોવાથી તેમાંનું ગુણવર્ણન કે ભક્તહૃદયના ભક્તિભાવનું આલેખન અન્ય કોઈ પણ તીર્થકરો માટે એટલું જ સમાનભાવે લાગુ પાડી શકાય તેવું બની રહેતું હોય છે.
ચોવીશી પ્રકારમાં અનેક કવિઓએ ગુજરાતી ભાષામાં પોતાના હૃદયનો ભક્તિભાવ અભિવ્યક્ત કર્યો છે. આવા ભક્તિપ્રધાન-ચોવીશી સર્જકોમ થી સં. ૧૫૦૦થી ૧૭૫૦ના અઢીસો વર્ષના કાળખંડમાં થયેલા છ કવિઓનો વિસ્તૃત અભ્યાસ આ પ્રકરણમાં પ્રસ્તુત છે. આ છ કવિઓમાં સર્વ પ્રથમ પાર્શ્વચંદ્રસૂરિની ચોવીશી સમય દષ્ટિએ તેમ જ તેની અલંકારસમૃદ્ધિને કારણે નોંધપાત્ર બને છે. ત્યાર બાદ સત્તરમા શતકમાં થયેલા સમયસુંદરજીનાં ગીતો હૃદયના ઉલ્લાસથી સભર અભિવ્યક્તિને કારણે ધ્યાન ખેંચે છે. તો આનંદવર્ધનજી ભાષાના માધુર્ય અને હૃદયગત ઊર્મિની અભિવ્યક્તિને લીધે વિલક્ષણ છે. પ્રકાંડ વિદ્વાન યશોવિજયજીની ચોવીશીઓ ભક્તિભાવની ઊછળતી છોળ છે. આ ચોવીશીનો ઉત્તરવર્તી ચોવીશીકારો પર નોંધપાત્ર પ્રભાવ પણ રહ્યો છે. તેમના સમકાલીન માનવિજયજીની રચનામાં ધ્યાન જેવા વિષયનું ભક્તિમાર્ગના સંદર્ભે થયેલું આલેખન અપૂર્વ છે. શીઘ્રકવિ તરીકે પ્રસિદ્ધિ પામેલા અને વિપુલ પ્રમાણમાં ગુજરાતી ભાષામાં સાહિત્યસર્જન કરનારા જ્ઞાનવિમલસૂરિની ચોવીશી અનેક મનોહર અલંકાર રચનાઓને કારણે નોંધપાત્ર બને
૬૬ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org