________________
ગુણો જેનામાં પૂર્ણપણે વિકસિત છે એવા પરમાત્માની ગુણવાચક નામો દ્વારા સ્તવના કરી છે. - કવિ પરમાત્માને સુખ-સંપત્તિના હેતુ સ્વરૂપ તરીકે ઓળખાવે છે, સાથે જ શાંતરસના સમુદ્ર અને સંસારરૂપી સમુદ્રમાં સેતુ રૂપે ઓળખાવે છે. કવિ તેમની કલ્યાણકારી શંકર, જગતના ઈશ્વર જગદીશ્વર, રાગ-દ્વેષ જીતનાર જિન, દેવપૂજ્ય અહંત, તીર્થ સ્થાપનાર તીર્થકર, લક્ષ્યાતીત અલખ, નિરંજન, વાત્સલ્યમય, વીતરાગ, અઢાર દોષરહિત એવા વિવિધ નામો દ્વારા સ્તવના કરે છે. કવિએ એક કડીમાં મનોહર વર્ણાનુપ્રાસ અલંકારમાં પરમાત્મનામો ગૂંથ્યાં છે;
પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન. પરમ પદારથ પરમેષ્ઠિ, પરમદેવ પરમાન.'
(૭, ૬) આવાં વિવિધ નામોની સ્તવનાને અંતે કવિ આ નામો પર “અનુભવગમ્ય વિચાર મનન-ચિંતન કરવાનું
સૂચવે છે.
આઠમા સ્તવનમાં કવિ આવા ગુણ-ગણ ભંડાર પરમાત્માના પ્રત્યક્ષ દર્શનની અભિલાષા અભિવ્યક્ત કરે છે. જીવ જ્યારે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આદિ એકેન્દ્રિય અવસ્થામાં હતો, તેમજ બેઇંદ્રિય તેઈન્દ્રિયમાં હતો ત્યારે પણ આંખના અભાવે દર્શન ન થયાં. ચતુરિન્દ્રિયમાં આંખ આવી પણ મન ન હોવાથી દર્શન ન પામ્યો. પંચેન્દ્રિયમાં દેવ-નારકી અનાર્ય દેશ આદિ અવસ્થામાં મન હોવા છતાં સમજણ ન હોવાથી પરમાત્માનાં દર્શન દુર્લભ જ રહ્યાં. હવે આર્યદેશ આદિ ઉત્તમ સંયોગો પ્રાપ્ત થવાથી દર્શનની અનુકૂળતા થઈ છે, તેથી હવે મન દર્શન માટે વ્યાકુળ બન્યું છે. કવિની આ વ્યાકુળતા આંતરા રૂપે પુનઃ પુનઃ ઘૂંટાતી પ્રથમ પંક્તિ
દેખણ દે રે સખી અને દેખણદે માં અનુભવાય છે. કવિ અનેક ભવો બાદ પ્રાપ્ત થયેલ આ રત્ન સમાન પરમાત્માની પૂર્ણ સમર્પિત ભવે યોગાવંચક) સેવા કરવાનું કહે છે, જેથી ફળાવંશકયોગની પ્રાપ્તિ થાય, એટલે કે સેવાનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય.
નવમા સ્તવનમાં કવિએ દુર્લભ રત્ન સમા પરમાત્માની બાહ્ય અને અત્યંતર રીતે સેવા-ઉપાસના કરવાનો વિધિ દર્શાવેલ છે. કવિ હૃદયમાં ઉલ્લાસ ધારણ કરી બાહ્ય-અત્યંતર શુદ્ધિપૂર્વક દેરાસરમાં પૂજા માટે જવાનું કહે છે. કવિ દેરાસરમાં જાળવવાના વિધિરૂપે દશ-ત્રિક અને પાંચ અભિગમ સાચવવાનું જણાવે છે. આ સર્વ વિધિ ચિત્તની એકાગ્રતાની સિદ્ધિ માટે જાળવવાની છે. પૂજાના પ્રથમ ચરણમાં સાધકે પરમાત્માની ઉત્તમ ધૂપ, દીપ, નૈવેદ્ય, ગંધ, ફળ, જળ આદિ દ્રવ્યો વડે પૂજા કરીને પછી બીજા ચરણમાં ભાવપૂજા કરવાનું કહ્યું છે. આ પૂજાના ફળ કવિ મનોહર યમક અલંકાર દ્વારા વર્ણવે છે;
એહનું ફલ હોય ભેદ સૂણીએ, અનંતર ને પરંપર રે.
આજ્ઞાપાલન ચિત્ત પ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર રે. કવિ ત્યાર બાદ ઉત્કૃષ્ટ પૂજારૂપે પરમાત્મા જોડે એકીકરણરૂપ પ્રતિપત્તિપૂજાનો મહિમા કરે છે.
જ્ઞાનપ્રધાન ચોવીશી એક ૧૯૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org