SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ઊંચાઈ નવ હાથની હતી. તેમના નામસ્મરણનો મહિમા વ્યાપક જોવા મળે છે. આથી શંખેશ્વર, કલિકુંડ, નાગેશ્વર, સુરત, અમદાવાદ, પાટણ, વારાણસી, સમેતશિખર, અહિછત્રા આદિ અનેક તીર્થોમાં બિરાજમાન છે. તેમનાં વિવિધ પ્રસંગો-સ્થળો આદિના સંદર્ભે અનેક નામો પ્રચલિત થયાં છે. તેમાં પણ ૧૦૮ નામોનો મહિમા વિશેષ છે. તેમનાં પાર્શ્વયક્ષ અને પદ્માવતીદેવી યક્ષ-યક્ષિણીરૂપે સુપ્રસિદ્ધ છે. ચોવીસમા તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામીનો જન્મ શ્રી પાર્શ્વનાથ સ્વામીના નિર્વાણ બાદ ૨૫૦ વર્ષનો કાળ પૂર્ણ થયા બાદ મગધદેશના ક્ષત્રિયકુંડનગરમાં થયો. તેમના પિતા ક્ષત્રિયકુંડના રાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાદેવી હતાં. સુવર્ણ વર્ણની અપૂર્વ કાંતિ સમગ્ર દેહમાં શોભતી હતી, તેમ જ જંઘા પર પરાક્રમી સિંહનું લાંછન હતું. શ્રી વર્ધમાન સ્વામીનો જન્મ ચૈત્ર સુદ તેરસની મધ્યરાત્રિએ ઉત્તરાફાલ્યુની નક્ષત્રના નિર્મળ યોગમાં થયો હતો. બાલ્યાવસ્થામાં જ વર્ધમાનકુમારે દર્શાવેલા અપૂર્વ વીરત્વને કારણે મહાવીર' એવું દેવતાઓ દ્વારા નામ અપાયું, જે વિશેષ પ્રસિદ્ધિ પામ્યું. યોગ્ય વયના થતાં વર્ધમાનકુમારના યશોદા નામની રાજકુમારી જોડે ધામધૂમપૂર્વક લગ્ન થયાં. તેનાથી પ્રિયંવદા નામની પુત્રી થઈ. વર્ધમાનકુમારની ૨૮ વર્ષની વયે માતા-પિતાનો સ્વર્ગવાસ થયો, તે બાદ વડીલબંધુ નંદીવર્ધન પાસે દીક્ષા ગ્રહણ કરવાની અનુમતિ માગી. ભાઈના આગ્રહથી વધુ બે વર્ષ ઘરમાં રહેવાનું સ્વીકાર્યું. એક વર્ષ દીક્ષા માટે પૂર્વતૈયારીરૂપ સાધના કરી અને એક વર્ષ આવનારા સૌ વાચકોને પુષ્કળ પ્રમાણમાં ધન-ધાન્યનું દાન કર્યું. ૩૦ વર્ષની વયે કારતક વદ ૧૦ના દિને ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં સ્વજન-પરિવાર સૌને રડતા મૂકી ક્ષત્રિયકુંડની બહાર આવેલા જ્ઞાતખંડવનમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે છઠ્ઠનો તપ હતો અને દીક્ષા બાદનું પ્રથમ ભોજન પાસેના કોલ્લાગ સન્નિવેશમાં ધન્ય નામના ગૃહપતિને ત્યાં કર્યું. મહાવીર પરમાત્માનો સાધનાકાળ સાડાબાર વર્ષનો હતો. આ સાડાબાર વર્ષમાં અનેક કળે-ઉપદ્રવો સમતાપૂર્વક સહન કર્યા. તેમણે કર્મના ક્ષય માટે કરેલી તીવ્ર તપશ્ચર્યાનું કલ્પસૂત્ર, સ્થાનાંગસૂત્ર આદિ આગમગ્રંથોમાં ઝીણવટભર્યું વૃત્તાંત ઉપલબ્ધ થાય છે, જે મહાવીર પરમાત્મામાં રહેલ અપૂર્વ સમતા, વૈર્ય, કરુણા આદિ ગુણોનું અને કઠિન પરિસ્થિતિમાં પણ દાખવેલી લોકોત્તર વીરતાનું દર્શન કરાવે છે. દેવો, માનવો અને પશુ-પંખીઓ દ્વારા કરાયેલા અનેક ઉપદ્રવોને સહન કરી મહાવીર પરમાત્માએ પોતાનાં ગાઢકર્મોને નષ્ટ કર્યા. તેના પરિણામે વૈશાખ સુદ દસમની સાંજે ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં ઋજુવાલિકા નદીના કાંઠે શાલ વૃક્ષની નીચે કેવળજ્ઞાનરૂપી સૂર્ય ઉદિત થયો. બીજે દિવસે ભગવાન સાથે વાદવિવાદ કરવા આવેલા વિદ્યાભિમાની ઇંદ્રભૂતિ આદિ અગિયાર બ્રાહ્મણોને વેદ-પદોનો સાચો અર્થ સમજાવી પોતાના ગણધરો ( શિષ્યો) તરીકે સ્થાપ્યા. તેમાંના પ્રથમ ઇંદ્રભૂતિ કે જે ગૌતમસ્વામીના નામે પ્રસિદ્ધ છે તેનો મહિમા જૈન સંઘમાં વ્યાપક છે. મહાવીરસ્વામીની આજ્ઞાનું પાલન કરનારાં ૧૪,૦૦૦ સાધુઓ, ચંદનબાળા પ્રમુખ છત્રીસ હજાર સાધ્વીઓ, આનંદ કામદેવ પ્રમુખ એક લાખ પ૬ હજાર શ્રાવકો અને સુલતા-રેવતી આદિ ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓ હતાં. મહાવીર પરમાત્માએ ૩૦ વર્ષ સુધી ધર્મદેશના આપી. આ ધર્મદેશનાનો કેટલોક અંશ ભગવતી સૂત્ર (વિવાહપન્નતિ), ઉત્તરાધ્યયન સૂત્ર આદિ આગમગ્રંથોમાં ઉપલબ્ધ છે. મહાવીરસ્વામી ભગવાન પાવાપુરીનગરમાં અંતિમ ચાતુર્માસ માટે બિરાજમાન હતા, ત્યાં આસો વદ ચૌદશથી ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી ૪ ૨૫૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy