SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ સળંગ બે દિવસ અંતિમ ધર્મોપદેશ આપ્યો. એ દેશના આપતા છઠ્ઠના તપપૂર્વક સમવસરણમાં જ આસો વદ અમાસની રાત્રિના પાછલા ભાગે આઠે કર્મોનો ક્ષય કરી નિર્વાણ પામ્યા. મહાવીરસ્વામીનું આયુષ્ય ૭૨ વર્ષનું હતું અને ઊંચાઈ સાત હાથની હતી. માતંગ યક્ષ અને સિદ્ધાયિકા દેવી નામનાં યક્ષ-યક્ષિણી અધિષ્ઠાયકરૂપે તેમની સેવા કરે છે. ક્ષત્રિયકુંડ (લચ્છવાડ), પાવાપુરી, પાનસર (ગુજરાત), રાતા મહાવીરજી (રાજસ્થાન), મુછાલા મહાવીરજી (રાજસ્થાન), મહાવીરજી (રાજસ્થાન), નાણા, દિયાણા, નાંદિયા (ત્રણે જીવિત) સ્વામીતીર્થ તરીકે પ્રસિદ્ધ (રાજસ્થાન) આદિ તીર્થભૂમિઓ છે. તેઓ અંતિમ તીર્થંકર અને વર્તમાન શાસનના સ્થાપક હોવાથી જન-સામાન્યમાં વિશેષ પ્રચલિત તીર્થંકર છે. આ સંક્ષિપ્ત જીવનચરિત્રની વિગતો ઉપરાંત તીર્થંકરોના જીવનની અનેક વિગતો પ્રસિદ્ધ છે. સતરિસય ઠાણં' જેવા ગ્રંથોમાં તીર્થંકરોના પૂર્વભવના ચરિત્રથી માંડી મોક્ષગમન પર્યંતની ૧૭૦ જેટલી વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મધ્યકાળના ચોવીશીસર્જક કવિઓમાંથી કેટલાક કવિઓએ પોતાની ચોવીશી માટે વિવિધ વિગતોમાંથી નિશ્ચિત સંખ્યાની વિગતોની સહાય લઈ તીર્થંકરોના જીવનચરિત્રની રેખા આલેખી પરમાત્માની સ્તવના કરી છે. સત્તરમા શતકમાં થયેલા જસસોમની સં. ૧૬૭૬માં નાગોરમાં રચાયેલી ચોવીશીમાં સર્વપ્રથમ સંપૂર્ણ ચરિત્રપ્રધાન ચોવીશીનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ ચોવીશીરચનાના કળશને આધારે તેમાં સાત વિગતો જેમ તીર્થંકરોનું નામ, નગર, માતા, પિતા, લાંછન અને જિનેશ્વર દેવનાં સેવક અધિષ્ઠાયક યક્ષ અને યક્ષિણીને વર્ણવ્યાં છે. જેને કવિએ જૈન પરંપરા અનુસાર ‘સાત બોલ’ તરીકે ઓળખાવ્યા છે. આ જ શતકમાં થયેલા તપાગચ્છના વિજ્યદાનસૂરિની પરંપરાના મુનિહર્ષના શિષ્ય ભાવવિજ્યજીએ બે ચોવીશીઓની રચના કરી છે. એક ચોવીશી ભક્તિપ્રધાન છે, તો બીજી ચોવીશીમાં અગિયાર બોલથી તીર્થંકરોના જીવનચરિત્રને વર્ણવ્યું છે. તેમનો સર્જનકાળ સમય સં. ૧૬૯૦થી સં. ૧૭૩૫ (અનુમાન આધારિત) છે. તેઓ ઉત્તમ વિદ્વાન હતા અને સંસ્કૃત ભાષા પર સુંદર પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે ઉત્તરાધ્યયન સૂત્ર વૃત્તિ, ચંપકમાલા કથા જેવા ગ્રંથો રચ્યા છે, તો વિનયવિજયજી મહારાજના સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કલ્પસુબોધિકા’નું પણ સંશોધન કરેલ છે. ભાવવિજયજી કૃત ચોવીશીનાં સ્તવનો પાંચ-પાંચ કડીનાં છે અને તેમાં કવિએ (૧) નામ, (૨) વંશ, (૩) જન્મનગરી, (૪) માતા, (૫) પિતા, (૬) લાંછન, (૭) શરીરની ઊંચાઈ, (૮) આયુષ્ય, (૯) શરીરનો વર્ણ, (૧૦) યક્ષ, (૧૧) યક્ષિણી. એટલી વિગતો ગૂંથી છે. કવિની શૈલી સરળ અને ભાવવાહી છે : સિદ્ધારથાનો નંદન થૂણતાં, સકળ દુઃખ નિગમીયે, હીં હો સિદ્ધિપુરીમા રમીએ.' Jain Education International ૧. ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૨૫૧થી ૨૬૭ ૨. પ્રથમ અંક તીર્થંકરસૂચક અને બીજો અંક કડીસૂચક છે. (૪, ૧) એટલે અભિનંદન સ્વામી સ્તવન પહેલી કડી. ૨૫૨ * ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય (૪, ૧) For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy