________________
વિબુધ ભવન સુખ વિલસીનેં, વરદ આઈ જિણંદ અવતરીયા ઇંદ્ર આદેશ થકી સુર ધનદે, ૫ણ નિકેતન ભરિયા.’
(૧, ૩)
શ્રી આદિનાથ ભગવાન દેવલોકમાં સુખ ભોગવી નાભિરાજાના ઘરે અવતર્યા, ત્યારે ઇંદ્રના આદેશથી કુબેરદેવે સુવર્ણરત્નો આદિથી પ્રભુના પિતાનો ભંડાર ભરી દીધો. આ પદાવલીઓમાં ભાષાની એક રમ્ય છટા જોવા મળે છે. સમગ્ર સ્તવનમાં આદિનાથ ભગવાનનું જીવનચરિત્ર વર્ણવતાં કવિએ આવા અનેક રમ્ય ઉન્મેષો પ્રગટાવ્યા છે.
જગનાયક યૌવન વય જાણી, સુનંદા સુમંગલા રાણી વ્યાહ મઘવા કરી જિનવર વરિયા, સુખ વિલર્સે ગુણખાણી.’
(૧, ૫)
પરમાત્માની યૌવન વય જાણી આદિનાથ ભગવાન અવસર્પિણીમાં પ્રથમ હોવાથી તે સમયે લોકો લગ્ન આદિ વ્યવહારમાં અજ્ઞાન હોવાથી ઇંદ્રમહારાજે સુનંદા-સુમંગલા નામની સ્ત્રીઓ જોડે લગ્નમહોત્સવ કર્યો અને ઋષભકુમારે બેય ગુણવાન પત્નીઓ સાથે સુખભોગ ભોગવ્યા.
આ જ રીતે સુપાર્શ્વનાથ સ્તવનમાં માતાને આવેલાં ચૌદ સ્વપ્ન વર્ણવતાં
તસ ઉરે આવી ઉપના તારકજી, સુપન લહ્યાં દશ-ચ્યાર હો. હંસગમની મૃગલોયણી તારકજી, જઈ વિનવ્યો ભરતાર હો. શ્રીસુ
(૭, ૩)
૨૨મા નેમિનાથ સ્તવનમાં કવિ વ્રજભાષાનો વિનિયોગ કરી નેમિનાથ ભગવાનનું ચરિત્ર વર્ણવે છે.
શંખ શબ્દ સુણી કંપ્યો મુકુંદા, કોઉ નારાયણ ભર્યો અહંકારી હો રાજ સભાજન તુઝ બલ દેખી, હરિ વિચાર્યો પરણાઉં એક નારી.
Jain Education International
(૨૨, ૨)
અરનાથ સ્તવનમાં પણ કવિએ રસિક શૈલીમાં તેમનું જીવનચરિત્ર વર્ણવ્યું છે. આ સ્તવનોમાં અલંકારમંડિત પદાવલીઓ વડે મનોહ૨ રીતે જીવનચરિત્ર વર્ણવવાની કવિની શક્તિનું દર્શન થાય છે.
કવિએ પોતાની રચનામાં ભાવ-ભક્તિને પ્રબળપણે અભિવ્યક્ત કરવા અનેક સ્થળે સુંદર અલંકારરચનાઓ આલેખી છે. પરમાત્માની વાણીની દુર્લભતાને યમક અલંકારમય પદાવલીમાં વર્ણવતાં કહે છે, “મુંઝ પુણ્ય સંજોગે, દુરિત વિજોગેં, તુઝ ગિર પામી લો.’
(૧૩, ૩)
તો પરમાત્માનું નામ કેવો તારક મહિમા ધરાવે છે તે પણ યમકમય પદાવલીમાં વર્ણવતાં કહે છે,
૧૮૦ * ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય
.
For Personal & Private Use Only
www.jainelibrary.org