________________
કવિનાં કેટલાંક સ્તવનો આનંદઘનજી, દેવચંદ્રજી જેવા સમર્થ પુરોગામી કવિઓનો પ્રભાવ ઝીલી જ્ઞાનપ્રધાન છટા પણ ધારણ કરે છે. કવિનું ચંદ્રપ્રભસ્વામી સ્તવન પણ આનંદઘનજીના ચંદ્રપ્રભસ્વામી સ્તવનની જેમ ભવભ્રમણને વર્ણવે છે. તેમજ આ ભવભ્રમણમાં મહાપુણ્યના યોગે પ્રાપ્ત થયેલા દશ દાંતોથી દુર્લભ મનુષ્યજન્મમાં પ્રાપ્ત થયેલ પરમાત્માને હૃદયગૃહમાં સ્થિર રાખવા કહે છે.
પરમાત્મા અને પોતાની વચ્ચે ભેદ દર્શાવતાં કહે છે, પોતાના જીવે કર્મની ઘનતાને કારણે સંસારમાં ભ્રમણ કર્યું અને તેમજ પરમાત્માના આનંદઘનરૂપનું જ્ઞાન પ્રાપ્ત ન કર્યું, તેથી ભવભ્રમણનો અંત ન થયો. નહિતર તું અને હું સમાન જ હોત.
નવમાં શ્રી સુવિધિનાથ સ્તવનમાં પરમાત્માની ગુણસંપદાનું વર્ણન પોતાના અંતર-આત્માની ઓળખ માટે છે અને આ ગુણસંપદાનું ધ્યાન શુભ ધર્મ અને શુક્લ ધ્યાનરૂપ છે, એમ કવિ વર્ણવે છે. કવિ ૨૩માં પાર્શ્વનાથ સ્તવનમાં દેવચંદ્રજીના ૨૧મા નમિનાથ સ્તવનનો પ્રભાવ ઝીલી અભિનવ વર્ષનું રૂપક પ્રયોજે છે, જે ઘણે અંશે દેવચંદ્રજીના કાવ્યની અનુકૃતિ જ બની રહે છે. પરંતુ મધ્યકાળમાં આવું સહજ સ્વાભાવિક જ ગણાતું હોવાથી મૌલિકતાના માપદંડનો ઉપયોગ અસ્થાને છે. કવિ પરમાત્માને દેવચંદ્રની જેમ જ પરમ શુદ્ધ નિમિત્ત ગણાવી તેનો જ આદર કરવા, અને બાહ્ય નિમિત્તનો ત્યાગ કરવા કહે છે,
શુદ્ધ ધરમ ન જાણે નવિ ઠાણે પરિમાણ જો, વાતલડી વિગતા લીયે જન જન ભોલવ્યા રે લો. જિન પરમ અહિંસક ભાર ( વિના નહિ સિદ્ધિજો બાહ્ય નિમિત્તે રાચી આતિમ રોલર્વે રે લો.
(૨૪, ૩) પરમાત્માના પરમ અહિંસક શુદ્ધ ભાવના ધ્યાન વિના સિદ્ધિ નથી, એ સિવાયના બાહ્ય નિમિત્તો આત્માને સંસાર પરિભ્રમણની વૃદ્ધિના કારણ બને છે. આવા પરમાત્માનું ધ્યાન તારક-શક્તિ ધરાવે છે, માટે જ કવિ કહે છે,
પતિત પાવન બિરુદ વહો તુમે, પતિત પતે ભવ તારોજી. ધ્યાનારુઢે રે જિનપદ પામશે, તે ઉપગાર તમારો.
(૮, ૫) જે સાધક ધ્યાનમાં આરુઢ થઈ જિનપદ પામશે, તેમાં નિશ્ચિતપણે જ તમારો ઉપકાર રહ્યો છે. આમ કવિનાં કેટલાંક સ્તવનો જ્ઞાનપ્રધાન સ્વરૂપને ધારણ કરે છે.
કવિની રચના મુખ્યત્વે ભક્તિપ્રધાન છે, પરંતુ ચાર સ્તવનોમાં કવિએ તીર્થકરોના જીવનચરિત્ર ગૂંથ્યા છે. કવિ આદિનાથ ભગવાનના સ્તવનમાં તેમના પૂર્વભવનો (દેવભવનો સંદર્ભ ગૂંથી લેતાં કહે છે,
- ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૭૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org