________________
નિશ્ચયનયની દૃષ્ટિએ જ આ લક્ષ્ય સિદ્ધ કરી શકાય.
પરમાત્માએ દર્શાવેલ આ પરમધર્મનું સ્વરૂપ સમજીને ભક્ત કહે છે કે, હે પ્રભુ આપે જ આ શુદ્ધાત્મસ્વરૂપ પ્રગટ કર્યું છે, માટે મેં તમને જ લક્ષ્ય રૂપે રાખી તમારી સાથે એકપક્ષી પ્રીતિ જોડી છે અને તમે મારી પર કૃપા કરી મારી સેવાનો સ્વીકાર કરજો. આ સ્તવનમાં કવિએ નિશ્ચય દૃષ્ટિનો મહિમા કરી અંતિમ કડીમાં વ્યવહાર અને નિશ્ચયનો સમન્વય દર્શાવ્યો છે. અરનાથ પ્રભુ ધર્મતીર્થના ચક્રવર્તી છે અને આ તીર્થનો સાર આત્મતત્ત્વ છે. જે સાધકો તીર્થ (વ્યવહારધર્મ)ની ઉપાસના કરે છે તે ક્રમશઃ તીર્થના સારા સમાન તત્ત્વ (
નિશ્વય ધર્મ)ને પ્રાપ્ત કરે છે. આ સ્તવનના પ્રારંભે જ કવિએ ધરમ પરમ અરનાથનો' કહી મનોહર યમક અલંકાર પ્રયોજ્યો છે. તો બીજી કડીમાં ‘પર પડીછાંયડી જિહાં પડે, તે પરસમય નિવાસ રેમાં વર્ણાનુપ્રાસ અલંકારની રમ્યલીલા કરી છે. કવિએ આત્મતત્ત્વના ગહન વિચારને સૂર્ય-તારા અને સોનાના દૃષ્ઠત વડે ગ્રાહ્યરૂપ આપ્યું છે.
ઓગણીસમા મલ્લિનાથ સ્તવનમાં કવિ પરમાત્માના દોષરહિત નિર્મળ સ્વરૂપને વર્ણવે છે. પરમાત્માએ શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પ્રગટાવ્યું અને દીર્ઘકાળની સંગાથિની એવી અજ્ઞાનદશા ચાલી જતા મનમાં શોક પણ ન અનુભવ્યો. એ જ રીતે ચોથી ઉજાગર દશા આવતાં નિદ્રા અને સ્વપ્નદશા રિસાયાં, તેને પરમાત્માએ મનાવ્યાં નહિ. સમકિત સાથે દઢ સંબંધ બાંધ્યો અને મિથ્યાદષ્ટિને તો ઘરમાંથી બહાર કાઢી મૂકી. પ્રભુ ક્ષપક શ્રેણી રૂપી હાથી પર ચઢતા હાસ્ય આદિના કષાયો કૂતરાની દશા પામ્યા. રાગ-દ્વેષ રૂપ અવિરતિના યોદ્ધાઓ વીતરાગપણે જાગ્રત થતાં મૂર્ણની જેમ નાસી ગયા. ત્રણ પ્રકારના વેદો અને પાંચ પ્રકારના અંતરાય આદિ અઢાર પ્રકારના દોષો દૂર કરી નિર્દુષણપણું પ્રાપ્ત કર્યું છે, આથી જ મુનિગણ પરમાત્માની સ્તવના કરે છે.
કવિએ કાવ્યની શરૂઆત કટાક્ષમય શૈલીથી કરી છે. આ અઢાર દોષો આજ સુધી સંગાથે હતા, માટે દીર્ઘકાળના સહવાસને લીધે તેમને સેવક તરીકે ઓળખાવે છે અને કહે છે કે, આ સેવકની અવગણના કેમ કરો છો ? તેમ જ આ દોષોને સામાન્ય રીતે લોકો સ્વીકારતા હોય છે, ત્યારે તમે તો એનું મૂળથી જ નિવારણ કરી લીધું છે. સ્તવનમાં પ્રયોજાયેલા કાણ, ધુરસાલી, બોઘા જેવા શબ્દપ્રયોગો કવિનું લોકભાષા સાથેનું દઢ અનુસંધાન દર્શાવે છે.
વીસમા વનમાં વિવિધ દર્શનોની દષ્ટિએ આત્મતત્ત્વ વિચારને આલેખે છે. આ સ્તવનમાં પણ કવિ પરમાત્મા સાથે સંવાદની રીતિ આલેખે છે. આત્મતત્ત્વનું જ્ઞાન નિર્મળ ચિત્તસમાધિ માટે આવશ્યક છે. કવિ વેદાંત-સાંખ્ય આદિ દર્શનોના મત રજૂ કરતાં કહે છે કે, તેઓ એક તરફ આત્મતત્ત્વને બંધરહિત અલિપ્ત માને છે, તો બીજી બાજુ પણ કર્મના ક્ષય માટે અને પુણ્યના બંધ માટે સ્નાનસંધ્યા આદિ ક્રિયાઓ કરે છે. તેમને જઈને પૂછીએ કે આ ફળનો ભોક્તા કોણ છે? તો તેઓ ચીડાઈ જાય છે. કેટલાક જડ-ચેતન સર્વત્રમાં એક જ આત્મતત્ત્વને માને છે. પરંતુ તેમના મતમાં આવતા સંકર દોષને જોઈ શકતા નથી. જે જીવો ચૈતન્યમય છે, તે સુખદુ:ખને અનુભવે છે જેને જડ પદાર્થો અનુભવી શકતા નથી, તો બેયને સરખા કઈ રીતે માનવા ? બૌદ્ધ દર્શનવાદીઓ આત્મતત્ત્વને ક્ષણિક માને છે, પરંતુ ત્યાં પણ બંધ, મોક્ષ, સુખ, દુઃખ આદિ કેવી રીતે સંભવે ? ચાર્વાક મત માત્ર ચાર ભૂતોમાં માને છે, એનાથી વિભિન્ન આત્મતત્ત્વને ૨૦૪ ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org