________________
આ શાંતિસ્વરૂપને હૃદયમાં ભાવનાર સાધક સિદ્ધ પદને પામનાર થશે.
આ સ્તવનમાં અનેક તાત્ત્વિક વિષયોનું આલેખન થયેલું હોવા છતાં સંવાદની શૈલીને લીધે સ્તવન ભાવકને ગ્રાહ્ય બને છે. સ્તવનને અંતે આવતા સાધકના ભાવનાસભર પ્રત્યુત્તરને લીધે આ સંવાદ કૃત્રિમ પ્રશ્નોત્તર રૂપે ન રહેતાં એક જીવંત સંવાદકાવ્યનું રૂપ ધારણ કરે છે.
સત્તરમા સ્તવનમાં કવિ પરમ શાંતિની પ્રાપ્તિમાં અંતરાયરૂપ બનતાં મનની ઉપર વિજય મેળવવા માટે પ્રાર્થના કરે છે. આ મનની ચંચળ ગતિને કારણે મને રાત-દિવસ, આકાશ-પાતાળ, જનપદોમાં અને નિર્જન સ્થળે સર્વત્ર ફરતું રહે છે. એની પ્રબળ ગતિને રોકવાનો પ્રયત્ન કરવામાં જ્ઞાની અને ધ્યાની પુરુષો પણ સફળ થતા નથી. તેમના સાધનાના સર્વ પ્રયત્નો આ વૈરી મન નિષ્ફળ કરી દે છે. આગમના જાણકાર એવા મુનિ ભગવંતો પણ આ મનને પૂર્ણપણે વશ કરી શકતા નથી. કવિ કહે છે કે, આ મનને ઠગ કહું તો એ ઇરાદાપૂર્વક કોઈને છેતરતું નથી અને આવા લીલામય વ્યવહારને કારણે શાહુકાર પણ કહી શકાય એમ નથી. ‘મન’ માટે ગુજરાતી ભાષામાં નપુંસકલિંગનો પ્રયોગ થાય છે, પરંતુ એ સર્વ પુરુષોને જીતી લે એવું બળવાન છે. આવા બળવાન મનને જે જીતી લે છે, તેણે સર્વને જીત્યા છે, એ વાત યથાર્થ છે. કવિએ આગમગ્રંથોને આધારે નિર્ણય કર્યો છે કે, આ મનને જીતનારા પુરુષ પરમાત્મા જ છે. કવિ પરમાત્મા સાથે એક મીઠી રમત કરતાં કહે છે કે, તમે મારા મનને જીતી દો, તો જ હું માનીશ કે તમે ખરેખર મનને જીત્યું. આમ, આ કાવ્યમાં મન જીતવાનો ઉપાય પણ પરોક્ષ રીતે દર્શાવે છે કે, પરમાત્મા સમાન મન જીતનારા મહાપુરુષોના ચરણકમળની સેવા જ મનને જીતવામાં સહાયભૂત બને છે.
આ સ્તવનમાં રાજસ્થાની ભાષાની છાંટ અને બોલાતી ભાષાની અસર વિશેષ પ્રમાણમાં અનુભવાય છે. કાલો ભૂખંના અર્થમાં), ઠેલે, ઝેલે, સાલો જેવા શબ્દો અને “સાપ ખાયને મુખડું થોથું જેવી કહેવતના ઉપયોગને કારણે આ સ્તવનની ભાષા વિશિષ્ટ બની છે. “સાપ ખાય ને મુખડું થોથુંમાં સાપ શબ્દથી અજગરનો સંદર્ભ સૂચવ્યો હોય તેમ જણાય છે. અજગર ભક્ષ્ય પદાર્થોને સીધેસીધો ગળી જતો હોવાથી તેનું મોઢું સ્વાદના અનુભવ વિનાનું જ રહે છે.
અઢારમું અરનાથે સ્તવન આત્મતત્ત્વના ગહન રહસ્યને દર્શાવે છે. આ સ્તવન પણ સંવાદની રીતિથી પ્રારંભાય છે. સાધક ધર્મના પરમ-રહસ્ય વિશે પ્રશ્ન પૂછે છે, એના ઉત્તરમાં પરમાત્મા સ્વ-સ્વભાવમાં સ્થિર રહેવું એ સ્વધર્મ છે અને જ્યાં પર સ્વભાવની છાયા પડે છે તે પર-સ્વભાવ છે એમ સમજાવે છે. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણો પણ આત્માના પર્યાય છે. જેમ સૂર્યનો ઉદય થતાં તારા-નક્ષત્ર-ગ્રહો-ચંદ્ર આદિ સર્વ જ્યોતિ સૂર્યપ્રકાશમાં સમાવેશ પામે છે, એ જ રીતે શુદ્ધ આત્મતત્ત્વના દિવ્ય પ્રકાશમાં આત્માના ગુણોનો પ્રકાશ સમાવેશ પામે છે. આ અંગે બીજા દષ્યત દ્વારા સમજાવતાં કહે છે, સુવર્ણના ભારી, પીળા, ચીકણા આદિ અનેક ગુણરૂપ પર્યાયો છે, પરંતુ એ પર્યાયમાં દષ્ટિ ન લઈ જતાં, તેના ‘સુવર્ણતત્ત્વને જ કેન્દ્રમાં રાખવું જોઈએ. આત્માના પણ દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણોને કારણે અનેક સ્વરૂપ થાય છે, પરંતુ એ ગુણોની પર્યાયદષ્ટિને પણ સાધનાની ઉચ્ચતર ભૂમિકાએ છોડી દઈ કેવળ શુદ્ધ આત્મતત્ત્વ પર લક્ષ્ય કેન્દ્રિત કરવાનું છે. વ્યવહાર નયની દૃષ્ટિએ આ લક્ષ્યને પામી શકાતું નથી, પરંતુ શુદ્ધપારમાર્થિક
- જ્ઞાનપ્રધાન ચોવીશી ૨૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org