SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વીકારતા નથી. સાધક પરમાત્માને પુનઃ વિનંતી કરતા ચિત્તસમાધિ માટે આત્મતત્ત્વના દર્શનની અભિલાષા વ્યક્ત કરે છે. આ પ્રશ્નના સંદર્ભે જિનેશ્વર દેવે આપેલો ઉત્તર અત્યંત લાક્ષણિક છે; વલતું ગગુરુ એણી પેરે ભાખે પક્ષપાત સહુ ઠંડી. રાગદ્વેષ મોહ પખ વરજિત આતમસું તિ મંડી. (૨૧, ૯) કવિ જૈનદર્શન પ્રમાણે નિત્યાનિત્ય ભિન્નાભિન્ન એવા સ્યાદ્વાદી આત્મસ્વરૂપનું વર્ણન ક૨વાને બદલે સાધકને આ સર્વ દાર્શનિક ગડમથલ છોડી દઈ પક્ષપાતરહિતપણે નિર્મળ આત્મતત્ત્વનું ધ્યાન કરવા કહે છે. આ સર્વ દાર્શનિક ગડમથલ તો એક પ્રકારની વાજાળ છે, શુદ્ધ આત્મતત્ત્વ જ લક્ષ્ય છે. આવા દાર્શનિક વાદ-વિવાદથી ૫૨ શુદ્ધ તત્ત્વ પ્રત્યે લક્ષ્ય ધરાવતી આનંદઘનજીની દૃષ્ટિ આ રચનાની વિશેષતા છે અને એથી જ આનંદઘનજી માત્ર જૈન સાધુ તરીકે નહિ, પણ જનસામાન્યને સ્પર્શતાં આત્મતત્ત્વના ઉપદેશક તરીકે ભારતીય સંતપરંપરાનું ઉજ્જ્વળ નામ છે. એમનાં પદોમાં આનંદઘનજીનું આવું સર્વસ્પર્શી વ્યક્તિત્વ વિશેષપણે અનુભવાય છે. એકવીસમા સ્તવનમાં કવિએ આત્મતત્ત્વની પૂર્ણ ઓળખાણ આપવામાં નિષ્ફળ થયેલાં દર્શનો અંશતઃ પણ આત્મતત્ત્વને ઓળખવામાં સહાયભૂત બને છે, એ દૃષ્ટિએ તેમની જિનેશ્વરદેવના અંગરૂપે સ્થાપના દર્શાવી છે. હિરભદ્રસૂરિએ પણ ષડ્દર્શન સમુચ્ચય' ગ્રંથમાં વિવિધ દર્શનોના ઉત્તમ તત્ત્વ પ્રતિ નિર્દેશ કર્યો છે. કવિએ સાંખ્ય અને યોગ બંને દર્શનો આત્મતત્ત્વની સત્તાનો સ્વીકા૨ ક૨તા હોવાથી આ દર્શનોને જિનેશ્વર દેવના ચરણકમળરૂપે સ્વીકાર્યા છે. સુગત (બૌદ્ધદર્શન) અને મીમાંસક દર્શન એ બંને દર્શનો જિનેશ્વર દેવના હાથરૂપે છે. બૌદ્ધદર્શન સર્વ ક્ષણિકતાના ઉપદેશ દ્વારા વૈરાગ્યભાવ દૃઢ કરે છે, તો મીમાંસક દર્શન આત્માના અમરત્વને દર્શાવી જિનેશ્વરના હાથ તરીકે સ્થાન પામેલ છે. ત્યારે નાસ્તિક-લોકાયતિક દર્શન પરમાત્માના પેટના સ્થાને છે. નાસ્તિક દર્શન પણ પ્રત્યક્ષ પ્રમાણને સ્વીકારતું હોવાથી કદાચ એને પેટના સ્થાને રાખ્યું હોય. મસ્તકના સ્થાને જૈન દર્શન છે, અને તે સર્વ અંગોમાં ઉત્તમ અંગ છે. સાધકે આ રીતે છ દર્શનનો ન્યાસ કરીને જિનેશ્વરદેવનું ધ્યાન કરવાનું છે આમ, આ સ્તવનમાં કવિ દાર્શનિક વિષયથી ધ્યાનના વિષયમાં પ્રવેશે છે. કવિ કહે છે કે, જિનેશ્વરમાં સર્વદર્શનોનો સમાવેશ થાય છે, પરંતુ સર્વ દર્શનો જિનેશ્વરમય છે એમ ન કહી શકાય. આવા જિનેશ્વરનું જિનસ્વરૂપ થઈને (અક્ષર, મુદ્રા, ન્યાસ આદિ વડે પોતાના આત્મામાં જિનેશ્વરદેવની સ્થાપના કરીને) ધ્યાન ધરે તો તે જિનેશ્વરદેવ થાય છે. કવિ આ સંબંધે ભમરા અને ઇયળના પ્રસિદ્ધ દૃષ્ટાંતનો ઉલ્લેખ કરે છે. કવિએ સ્તવનમાં પ્રારંભે દર્શનપુરુષરૂપે જિનેશ્વરનું ધ્યાન ધરવાની પ્રક્રિયા દર્શાવી હતી, તેના અનુસંધાનમાં કવિ આગમપુરુષના ધ્યાનની પ્રક્રિયા દર્શાવે છે. છ દર્શનો જેમ દર્શનપુરુષના અંગરૂપ છે, તેમ આગમપુરુષ (સમયપુરુષ)ના અંગરૂપ સૂત્ર, ચૂર્ણી, વૃત્તિ, નિર્યુક્તિ, ભાષ્ય, અનુભવ (જીત વ્યવહાર)ને જ્ઞાનપ્રધાન ચોવીશી ૨૦૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy