________________
દર્શાવે છે. કવિ આ છ અંગો પ્રત્યે આદરભાવ ધરાવવાનું સૂચવે છે. આ સમયપુરુષના ધ્યાન માટે પણ મુદ્રા, બીજ, ધારણા, અક્ષર, ન્યાસ આદિ અદ્ભુત પ્રક્રિયાઓનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, પરંતુ તેનું યોગ્ય માર્ગદર્શન આપનારા સદ્ગુરુઓ નથી, તેવો વિષાદ આનંદઘનજી જેવા સમર્થ યોગીપુરુષો અનુભવે છે. પરમાત્માના ચરણોમાં આગમપુરુષની શુદ્ધ સેવાની પ્રાર્થનાની ઇચ્છા સાથે સ્તવન સમાપ્ત થાય છે. આ સ્તવનમાં કવિએ દર્શનપુરુષ અને સમયપુરુષ જેવી બે ઉન્નત કેવળ દાર્શનિક નહિ પણ આધ્યાત્મિક સંકલ્પના (concept) ગૂંથી છે. જે કવિની ગહનતમ વિષયોને સ્તવનમાં ગૂંથવાની સૂઝના પરિચાયક બને છે.
બાવીસમું સ્તવન નવા વિષય અને નવી ભાત સાથે પ્રારંભાય છે. ઉચ્ચતમ કક્ષાના દાર્શનિક અને આધ્યાત્મિક વિચારોના આલેખન બાદ કવિ કથાત્મક વિષયોના આલેખન વડે સરળ અભિવ્યક્તિ તરફ વળે છે. | રાજુલની હૃદયદ્રાવક વિનંતી સાથે જ આ કાવ્યનો પ્રારંભ થાય છે. આઠ આઠ ભવથી અખંડ સ્નેહસંબંધ ધરાવનાર પ્રિયતમ નેમકુમારને વિનંતી કરતાં તે કહે છે,
ઘરિ આવો હો વાલિમ ! મારી આશાના વિશરામ
રથ ફેરો હો સાજન ! રથ ફેરો સાજન માહરા મનોરથ સાથ. રાજુલ કહે છે કે, ઈશ્વરે પણ અધગમાં સ્ત્રીને ધારણ કરી છે અને તું મારો હાથ નહિ ગ્રહણ કરે ? હરણોના પોકાર સાંભળી નેમકુમારે રથ પાછો વાળ્યો હતો, એ સંદર્ભે રાજુલ કહે છે, તે પ્રાણીઓ પર દયા કરી અને મનુષ્ય પર દયા ન કરે એ તારો કેવો વ્યવહાર છે? તમે પ્રેમરૂપી કલ્પવૃક્ષને છેદીને યોગ રૂપી ધંતૂરાને ધારણ કરો છો, તમને આવું શિખવાડનાર મળ્યું હતું કોણ? તમે વાર્ષિક દાન દઈ સહુના મનોવાંછિત પૂર્ણ કરો છો અને આ આઠ આઠ ભવથી સેવા કરનારી અર્ધાગિનીને આમ તરછોડો છો તે યોગ્ય નથી. મારી સખીઓ તમારા શ્યામ વર્ણને અનુલક્ષીને શ્યામ કહેતી હતી, પરંતુ હું કહેતી હતી કે આપ લક્ષણોથી શ્વેત છો. પરંતુ હવે મને પણ લાગે છે કે, આ બાબતમાં મારી સખી સાચી હતી.
રાજુલ કહે છે કે, તમને મુક્તિસુંદરી જોડે પ્રેમ કરવો શોભતો નથી, તે અનેક સિદ્ધો દ્વારા ભોગવાયેલી છે, પાછી આ વાત લોકોમાં પ્રસિદ્ધ છે. મારી તમને કેવળ એક જ વિનંતી છે કે, જે નજરે હું તમને જોઉં છું, તે જ નજરે તમે પણ મને જુઓ.
રાજુલે આવી ભાવસભર વિનંતી કર્યા બાદ હૃદયમાં વિચાર્યું કે, મારા પ્રાણનાથે વીતરાગતા આદરી. છે. સ્વામીના માર્ગનું સેવક અનુસરણ કરે તેમાં જ સેવકની શોભા છે. આથી તેણે પણ નેમિનાથને અનુસરીને દીક્ષા ગ્રહણ કરી. આ નેમિનાથ ધારણ, પોષણ અને તારણ કરનારા તેમ જ હૃદયના નવસેરા હાર જેવા અનુપમ છે. રાજુલે કાર્ય-અનાર્યની સિદ્ધિનો વિચાર કર્યા વગર કારણની જ ઉત્તમ રીતે સેવા કરી, તો તેને પણ ‘આનંદઘન” એવું મોક્ષનું પદ પ્રાપ્ત થયું.
કવિએ રાજુલની વિરહોક્તિને વેધક અને સચોટ બનાવી છે. તેમાં પણ પ્રેમ કલ્પતરુ છેદીયો રે, ધરીયો યોગ ધતુર' જેવી રૂપકસભર ઉક્તિ શ્રોતાઓના હૃદયને વીંધી દે છે.
આ બાવીસ સ્તવનોના જ ટબ્બા મળે છે, તેમજ યશોવિજયજીના ગ્રંથોની પાટણમાં ઉપલબ્ધ થયેલી
૨૦૬ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org