________________
જૂની ગ્રંથસૂચિમાં પણ “આનંદઘન બાવીસી ટબ્બાલી પત્ર ૩૪' જેવો ઉલ્લેખ પ્રાપ્ત થયો હોવાથી આ બાવીસ સ્તવનોના સંદર્ભે જ આનંદઘનજીનું કર્તુત્વ નિશ્ચિત થયેલું છે.
કવિનાં આ સ્તવનોમાં ભાષાનું એક એવું અનુપમ તેજ પ્રગટ્યું છે કે, તેના આધ્યાત્મિક રહસ્યો ન સમજનારાઓ પણ આ ભાષાના તેજને લીધે સ્તવનો તરફ મોહિત થાય છે. કવિએ સભાનપણે અલંકારરચનાઓ કરી હોય કે યમક-વર્ણાનુપ્રાસની કૃત્રિમ મીઠાશ લાવવાનો પ્રયત્ન કર્યો હોય એવું લાગતું નથી, પરંતુ કવિ પાસે સહજપણે જ ભાષાએ પોતાનું સૌંદર્ય ખોલ્યું છે. કવિએ સ્તવનને અંતે પોતાનું ‘આનંદઘન' નામ પણ જે વિભિન્ન અર્થોમાં શ્લેષ અલંકાર દ્વારા પ્રયોજ્યું છે, એ પણ કવિના ભાષાસામર્થ્યનો પરિચય કરાવી દે છે. આનંદઘનજીની ઉપલબ્ધ ૧૭૪ જેટલી હસ્તપ્રતો અનેક મુદ્રિત આવૃત્તિઓ અને અનેક વિવરણો આનંદઘનજીની અપાર લોકપ્રિયતાના બોલતા પુરાવા છે. આંતરિક સાધનાના અનુપમ અરૂપે આવેલા આ સ્તવનોએ અનેક મુમુક્ષુ સાધકોને માર્ગદર્શન આપ્યું છે. કેટલાય સાધકોને આંતરશોધ કરવા પ્રેર્યા છે.
આથી જ શ્રી પ્રભુદાસ પારેખે ચોવીશીને આત્મવિકાસ દિગ્દર્શિકા' તરીકે ઓળખાવી છે. કવિએ ભાષા અને અર્થમાધુર્ય વડે કવિતારસિકોને પણ તૃપ્ત કર્યા છે. અલબત્ત, તેના અર્થમાધુર્યને માણવા માટે વિશેષ સંજ્જતાની અપેક્ષા રહે છે ખરી. શ્રી આનંદઘનજીએ પરમાત્માની મનોહર ગુણત્રિભંગી માટે દસમા સ્તવનમાં કહ્યું છે;
ઇત્યાદિક બહુ ભંગી ત્રિભંગી ચમત્કાર ચિત્ત દેતી રે
અચરિજકારી ચિત્રવિચિત્રા, આનંદઘન પદ લેતી રે.” આનંદઘનજીની ચોવીશી પણ સુંદર શબ્દ, અર્થ અને અધ્યાત્મ એ ત્રિભંગીને ધરાવે છે, તેમ જ ભાવકના ચિત્તને આ લલિત ત્રિભંગી આશ્ચર્ય ચકિત કરતી, અનેક પરિમાણયુક્ત અર્થગાંભીર્યને લીધે ચિત્રવિચિત્ર અનુભવ કરાવતી અને યોગસાધનાનાં ગહન રહસ્યોથી યુક્ત હોવાને કારણે આનંદઘન પદ દેનારી બને છે.
કવિનાં બાવીસ સ્તવન બાદ અપૂર્ણ રહેલાં બે સ્તવનો પૂર્ણ કરવા પ્રયત્નો થયા છે. પરંતુ તેજસ્વી પાણીદાર મોતીના હારમાંથી ઉજ્વળ બે મોતીઓ કોઈક કારણે સરી પડે કે ગૂંથવાના બાકી રહી ગયા ' હોય અને સામાન્ય મોતીઓ દ્વારા હાર પૂરો ગૂંથવામાં આવે તો એ જે રીતે નિસ્તેજ અનુભવાય એ રીતે
આ સ્તવનો પણ અનુપમ સ્તવનો આગળ સામાન્ય જણાય છે. એમ છતાં, જ્ઞાનપ્રધાન સ્તવનોની પરંપરા સંદર્ભે વિભિન્ન ચાર સર્જકોનાં બે સ્તવનોનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત છે.
પ્રાસ પ્રભુ પ્રણમું સિરનામી' અને કરુણા કલ્પલતા શ્રી મહાવીરનીથી પ્રારંભાતાં બે સ્તવનો જ્ઞાનવિમલસૂરિકૃત ટબ્બામાં પૂર્તિરૂપે મૂક્યાં છે. પાર્શ્વનાથ સ્તવનમાં કવિએ પાર્શ્વનાથ પ્રભુને પારસમણિ' તરીકે લોઢાને સોનું બનાવનાર, આત્માને પરમાત્મપદ આપનાર તરીકે વર્ણવ્યા છે. ત્યારે મહાવીરસ્વામી સ્તવનમાં પરમાત્મા મહાવીરની મીશ્રી (સાકર) સમાન મધુર કરૂણારૂપી કલ્પવેલીનું વર્ણન કર્યું છે. તેમ જ પરમાત્માની દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રિવિધ વીરતાનું પણ આલેખન કર્યું છે.
આનંદઘનજીના સમર્થ વિવરણકાર અને જયસાગરસૂરિએ જેને લઘુઆનંદઘન તરીકે ઓળખાવ્યા
મારા જ્ઞાનપ્રધાન ચોવીશી - ૨૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org