SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશી: વિષય અનુસાર વર્ગીકરણ ચોવીશી' – સ્વરૂપના વિક્રમના ૧૬મા શતકથી પ્રારંભી વિક્રમના ૨૧મા શતક સુધીના સમયમાં વિસ્તરતા તેના સર્જનપ્રવાહના આલેખન પૂર્વે તેનું વિષયવસ્તુ અનુસાર વર્ગીકરણ પ્રસ્તુત છે. માનવહૃદયનો એક ઉજ્વળ ભાવ પ્રેમ છે. આ પ્રેમ જ્યારે પરમતત્ત્વની સાથે જોડાય છે, ત્યારે અત્યંત ઉજ્જવળ રૂપ ધારણ કરે છે, તે “ભક્તિ' એવું નામ પ્રાપ્ત કરે છે. ભક્તિની અભિવ્યક્તિ યુગે યુગે સાહિત્યમાં ભિન્ન ભિન્ન રીતે થતી આવી છે. પ્રેમ, પ્રકૃતિ અને પરમાત્મા એ કાવ્યના સનાતન વિષય રહ્યા છે. પછીના આલંકારિકોએ ભક્તિને સ્વતંત્રરસ રૂપે પણ સ્થાપેલા છે, એ જ ભક્તિતત્ત્વની અપૂર્વ મહત્તા સૂચવે છે. ભક્તિ આમ તો હૃદયના ભાવસ્વરૂપે છે, પરંતુ અભિવ્યક્તિ ભેદે નવરસમય સ્વરૂપ પણ ધારણ કરે છે. ભક્તિ હૃદયના ઉજ્વળ ભાવ રતિનું આલંબન લેવાથી તે પ્રભુ પ્રત્યેના શૃંગારરૂપ છે, તો આત્મામાં જીવમાત્ર પ્રત્યે અપાર મૈત્રી જગાડનાર હોવાથી સંસારનાં દુઃખોથી તપ્ત જીવો પ્રત્યેની કરુણાદષ્ટિમય કરુણરસ સ્વરૂપ છે. જગતના ચિત્ર-વિચિત્ર સ્વરૂપ પ્રત્યે ઉપેક્ષામાંથી ફુરેલા હાસ્યરસસ્વરૂપ છે. પરમાત્માના ગુણવૈભવ પ્રત્યે ભક્તના હૃદયમાં વિસ્મય જાગ્યું હોવાથી અદ્ભુતરસ સ્વરૂપ છે, તો પ્રભુના મિલનના ઉત્સાહને કારણે વીરરસનું સ્વરૂપ ધારણ કરે છે. ભક્તને પરમાત્મા સાથેના મિલનમાં અંતરાય સ્વરૂપ કર્મો પ્રત્યે ક્રૂર દૃષ્ટિને કારણે રૌદ્રરસમય પણ છે. ભક્તને સંસારના યથાર્થ સ્વરૂપના જ્ઞાન વડે ભય પમાડનાર હોવાથી ભયાનક સ્વરૂપ અને વિચિત્ર દુઃખમય સ્વરૂપ પ્રત્યે જુગુપ્સા જગાવનાર હોવાથી બીભત્સ રસમય પણ વિભિન્ન ભૂમિકાએ હોય છે. સંસારથી નિર્વેદ અને પરમાત્મા સાથે તત્ત્વમય એકત્વના જ્ઞાન દ્વારા તે શાંતરસમય પણ છે. ચોવીશીના મૂળમાં “ચતુર્વિશતિ સ્તવ' – ચોવીસ તીર્થકરોની સ્તવના છે. એટલે આ સ્વરૂપ મૂળભૂત રીતે ભક્તિપ્રધાન એવા સ્વરૂપને ધરાવે છે. ભક્ત જ્યારે પોતાના હૃદયના ભક્તિભાવની રસમય વાક્યો દ્વારા અભિવ્યક્તિ કરે છે, ત્યારે ભક્તિકાવ્યનું સર્જન થાય છે. આવા ઉરના ઉલ્લાસની ચોવીસ તીર્થકરો પ્રત્યેની અભિવ્યક્તિ મુખ્યરૂપે હોય તે કાવ્યો ભક્તિપ્રધાન ચોવીશી બને છે. આ ભક્તિમાં ભક્ત પ્રભુ પ્રત્યેના પ્રેમ, વાત્સલ્ય, શૃંગાર, ઉપાલંભ, વિરહવ્યથાની પીડા જેવા વિવિધ ભાવોની અભિવ્યક્તિ કરે છે, તેમાં મુખ્યત્વે ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા ૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy