________________
બાંહે ગ્રહીનૈ આપ તારો બહુ હિત કરી દાસ તણી અરદાસ એતી ચિત્તમે ધરી આંણો મન બહુ ભાવ ઘણી વલિ આસતા, સુંદરનૈ સિવવાસ દીજૈ સુખ સાસ્વતા. ૬
| ઇતિ શ્રી પાર્શ્વ જિન સ્તવને ૨૩ ઢાલ ૨૪ શ્રેણક મન અચરિજ ભયો એ દેશી
શ્રી વીર જિણેસર સાહિબા, અરજ સુણો ઈક મોરી રે હું મૂરખ બંધ પડ્યો સેવા ન કીધી તોરી રે ૧ શ્રી. ઇતરા દિને ભૂલો ભમ્યો વંદ્યા દેવ અનેરા રે તિણથી મુઝ નવિ ટલ્યા ભવભવ કેરા ફેરા રે ૨ શ્રી. તરણ તારણ બિરૂદ તાહરો સાંભલીયો મૈ શ્રવણે રે ઉલટ ધરીને હું આવીયો નિરખવા સૂરત નયણે રે ૩ શ્રી. મહેર કરીનેં મો ભણી દ્યો દરસણ જિનરાજ રે ભવસાયરથી તારીયે સાહિબ ગરીબ નવાજો રે ૪ શ્રી. સીધારથ કુલચંદલો તરિલારાંણીરો જાયો રે સુંદરને પ્રભુ દીજીયે વાંછિત દાન સવાયો રે ૫ શ્રી.
ઇતિ શ્રી મહાવીર જિન સ્તવન.
ઢાલ ૨૫ મી આદર જીવ ક્ષમા ગુણ આદર એ દેશી
એહવા રે જિન ચકવીસે નમતાં, હુર્વ કોડ કલ્યાણ જી ભય સગાઈ ભાંજી જાયે અરિહંત માંની આંણ દ એ. નવનિધ સિધ થાએ જિનનામ, પાવૈ રિધ ભરપૂર જી પુત્રકલત્ર પરિવાર પસર, ઉગે પુણ્ય અંકૂર જી ૨ એ. પુજ્યાં તે જિનવરની પ્રતિમા, હોર્વે નિરમલ દેહ જી ભવભવ કેરા પાપ પુલાયે વધે ધરમ સનેહ જી ૩ એ. અરિહંતરા ગુણ છે અનંતા, જીભે કિમ કહિવાય છે સુરગુરૂ તે પિણ પાર ન પાવૈ, જિમવારો વહી જાઈ જી ૪ એ. રાજનગર ચૌમાસ રહીનૈ એ મૈ કીધી જોડ જી કવિયણનૈ હું અરિજ કરૂં છું મત કાઢીજો ખોડ જી ૫ એ. કાલાવાલા જે મેં કીધા લેખે આયા તેહજી મોટાંરા ગુણ કહતાં મુખથી ઉવેખે કુણ એહજી ૬ એ.
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૬૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org