________________
સ્વરૂપે પણ અનેકવિધ સર્જક શક્યતાનો રમ્ય ઉઘાડ અનુભવ્યો. એ સર્વ સર્જકોમાં આ ચાર સર્જકોએ પોતાની અનેકવિધ વિશેષતાઓને કારણે આ સ્વરૂપને વળાંક આપ્યો, બીજા શબ્દોમાં કહીએ તો, આ ચારે સર્જકોએ સ્વરૂપની બે મુખ્ય ધારાઓમાં મહત્ત્વપૂર્ણ નવપ્રસ્થાનો સિદ્ધ કર્યા.
આમ, અઢારમા શતકમાં અનેક શક્તિશાળી સર્જકોની કાવ્યરચનાઓને કારણે આ સ્વરૂપની અનેક શક્યતાઓનો ઉઘાડ થયો. આ સ્વરૂપની વિદ્વત્રિયતા અને લોકપ્રિયતાથી અનેક સર્જકો આકર્ષાયા. દેવમંદિરોમાં ચૈત્યવંદનની ક્રિયામાં સ્તવનો આવશ્યક ક્રિયાના અંગરૂપે સ્થાન પામ્યાં. આથી પણ અનેક સર્જકોએ સ્તવન-રચના કરી. આમ, ૧૮માં શતકમાં અનેક ચોવીશીઓ સર્જાઈ એમાંથી કુલ ૬૯ જેટલી રચનાઓ આજે ઉપલબ્ધ છે. આમાંની અનેક મહત્ત્વપૂર્ણ રચનાઓનો અભ્યાસ પછીનાં પ્રકરણોમાં રજૂ થયો છે. તે ઉપરાંતના મહત્ત્વના કવિઓનો સંક્ષિપ્ત પરિચય આ પ્રકરણમાં પ્રસ્તુત છે.
ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના સમકાલીન અને આગમ-વિષયના પ્રકાંડ વિદ્વાન ઉપાધ્યાય વિનયવિજયજી ૧૮મા શતકના એક સુપ્રસિદ્ધ જૈન સાધુ છે. તેમણે સંસ્કૃતમાં રચેલા લોકપ્રકાશ' અને શાંતસુધારસ' ગ્રંથો તેમની વિદ્વત્તાને કારણે આદરણીય બન્યા છે. તેમણે પ્રારંભેલો શ્રીપાળ મયણારાસ અધૂરો રહ્યો હતો, તે ઉપા. યશોવિજયજી મહારાજે પૂર્ણ કર્યો. તેમની ચોવીશી પણ નોંધપાત્ર છે. પ્રકાશિતઃ ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૨૭૩થી ૨૯૧).
તેમનાં સ્તવન ત્રણ-ચાર કડીનાં ટૂંકાં અને ભાવવાહી છે. કવિની કેટલીક કલ્પનાઓ અત્યંત મનોહર છે. સાતમા સુપાર્શ્વનાથ સ્તવનમાં પરમાત્માની આગળ ચાલતા ઇંદ્રધ્વજ માટે કહે છે કે, તેના ફરકવા માત્રથી દુઃખો સૂકાં પાંદડાંની જેમ દૂર સરી જાય છે. ઉજ્વળ વર્ણના નવમા સુવિધિનાથ ભગવાનની વિવિધ રંગોનાં પુષ્પોથી પૂજા કરવાને કારણે ચાંદીના પર્વત પર મેઘધનુષ હોય એવું અદ્ભુત દૃશ્ય સર્જાયું છે. બારમા વાસુપૂજ્યસ્વામી લાલ રંગના હોવાથી જન્માભિષેક સમયે મેરુપર્વત પર સૂર્ય જેવા શોભી રહ્યા છે. વીસમાં મુનિસુવ્રતસ્વામી સ્તવનમાં તપને વિષમ કેવડાની, નારીને ધંતૂરાની અને કષાયોને કેરડાની ઉપમા આપી નારી તથા કષાયોને છોડવા માટે તેમજ તપ રૂપ કેવડાને ગ્રહણ કરવા જણાવે છે. કવિએ રાજુલના વિરહ દુઃખની અભિવ્યક્તિ બાવીસમા નેમિનાથનાં ત્રણ સ્તવનો રચીને પ્રગટ કરી છે. પોતાની જોડે સંબંધ બાંધ્યા વિના જ સંબંધને તોડી જતા નેમિનાથ માટે વ્યવહારિક જીવનમાંથી દાંત શોધી રાજુલ કહે છે કે, કપડાં ભીનાં થયા વિના તડકામાં કેવી રીતે સુકાવાય ? લગ્ન વિના વૈધવ્ય કેવું? અને આપણા સ્નેહ બંધાયા પહેલાં જ તમે આ ક્રોધ કેમ કરો છો ?
બારમા વાસુપૂજ્ય સ્વામી સ્તવનમાં વિરોધ અલંકારની રચના મનોહર છે. સામાન્ય રીતે લાલ રંગ મનનું રંજન કરે, આકર્ષણ કરે, પરંતુ વાસુપૂજ્યસ્વામીનો લાલ રંગ મનનું રંજન ન કરતાં કષાયો દૂર કરી મનને ઉજ્વળ કરે છે. કવિ પ્રશ્ન પૂછે છે, આ તે કેવો લાલ રંગ?
કવિએ તેરમા વિમલનાથ હસ્તવનમાં ‘વિમલ' શબ્દ પર શ્લેષ કરી મનોહર અલંકારરચના કરી છે. પરમાત્માના નખ અત્યંત નિર્મળ સ્વચ્છ હોવાથી જાણે દશે આંગળીઓના નખો દશ દિશારૂપ સ્ત્રીઓના રત્નમય અરીસાની શ્રેણી – હારમાળા હોય એવા શોભી રહ્યા છે. આ વિમલ – ચરણ રૂપી અરીસામાં ૩૬ ૪ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org