SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ (૬૫) માનવિજ્યજી – ૧૮મું શતક પૂર્વાર્ધ, પ્રકાશિત : (૧) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૧૯૩થી ૨૧૮] (૨) ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ ૧૬૫થી ૧૮૩ (૬૬) દેવવિજય – અપ્રકાશિત ૧૮મું શતક પૂર્વાર્ધ. – ૩૨૭થી ૩૬૭. (૬૭) મેઘવિજ્ય (કૃપાનિય શિષ્ય) પ્રકાશિત : (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૨૦૩થી ૨૨૪ ૧૮મું શતક ઉત્તરાર્ધ. વિક્રમના અઢારમા શતકનો કાળખંડ જૈનસાહિત્ય માટે સુવર્ણયુગ કહી શકાય તેવો સમૃદ્ધ છે. અનેક વિદ્વાન સર્જકોએ પોતાની પ્રતિભા વડે જૈન દાર્શનિક અને લલિત બંને પ્રકારના સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આ શતકના પ્રારંભે કે કદાચ ૧૭મા શતકના અંતભાગમાં આનંદઘનજી નામના વિદ્વાન અને પરમતત્ત્વના શોધક યોગીએ ચોવીશીનું સર્જન કર્યું છે. આ ચોવીશીમાં ૫રમાત્મા સાથેની ગાઢ પ્રીતિ અને તેને પામવાના માર્ગોનું શાસ્ત્રીય તેમજ અનુભવપ્રાપ્ત આલેખન કર્યું છે. ભક્તિપ્રધાન એવા ચોવીશીના સ્વરૂપમાં તત્ત્વજ્ઞાનના આલેખનને કારણે ચોવીશીસ્વરૂપમાં એક વળાંક આવ્યો, અને ચોવીશીની એક ‘જ્ઞાનપ્રધાન’ ધારાનો પ્રારંભ થયો. Jain Education International તેમના સમકાલીન તથા અનેક ન્યાય (તર્ક) વિષયક ગ્રંથોના સર્જક ઉપાધ્યાય યશોવિજયજીએ પોતાના હૃદયની ઉન્નત ભક્તિને સવિશેષપણે પ્રેમલક્ષણા ભક્તિની પરિભાષાનો વિનિયોગ કરી ત્રણ ચોવીશીઓમાં આલેખી છે. ઉત્કટ ગુણાનુરાગમાંથી સ્ફુરેલી આ અપૂર્વ પ્રીતિએ પરંપરાથી ભક્તિપ્રધાન એવા આ ચોવીશીસ્વરૂપને હૃદયભાવોની વિશેષ આત્મલક્ષી અભિવ્યક્તિ કરતાં સ્વરૂપ તરીકે વિકસાવ્યું. અનેક ઉત્તરકાલીન સર્જકોએ આ રીતને આદર્શરૂપે સ્વીકારી હ્રદયના ભાવોની અભિવ્યક્તિ કરી. આ જ પરંપરામાં અઢારમા શતકના ઉત્તરાર્ધમાં મોહનવિજયજી (લટકાળા)એ હૃદયની પ્રીતિ સાથે પરમઆત્મીયતાના સઘન રંગો ઉમેર્યા છે. તેમણે આત્મીયતાને બળે ૫રમાત્મા પ્રત્યે અનેક મધુર ઉપાલંભો આપ્યા છે. આ ઉપાલંભસભર શૈલી અને લાલિત્યસભર નિરૂપણરીતિને કારણે ભક્તિપ્રધાન એવા ચોવીશી સ્વરૂપમાં એક નવો વળાંક સિદ્ધ થયો. જોકે મોહનવિજયજીની શૈલીગત વિશેષતાને કારણે સંપૂર્ણપણે તેમનું અનુકરણ શક્ય બન્યું નહિ, પરંતુ અનેક સર્જકો ૫૨ તેમનો પ્રભાવ અવશ્ય જણાય છે. આનંદઘનજીથી પ્રારંભાયેલી જ્ઞાનપ્રધાન ચોવીશીની ધારામાં પણ અઢારમા શતકના ઉત્તરાર્ધમાં અધ્યાત્મયોગી દેવચંદ્રજીએ દાર્શનિક પદ્ધતિએ મોક્ષપ્રાપ્તિમાં પરમાત્મભક્તિની ઉપકારકતા સિદ્ધ કરી છે. તેમણે જાણે ૫૨માત્મસિદ્ધિનું શાસ્ત્ર રચ્યું, એ સાથે જ પરમાત્મદર્શનના પરિણામે જાગ્રત થતા આત્માનુભવનું પણ અનુભવસભર આલેખન કર્યું. આ દાર્શનિક અને અનુભવસભર આલેખનને કારણે જ્ઞાનપ્રધાન ચોવીશીધારામાં એક નવો વળાંક સિદ્ધ થાય છે. આમ, અઢારમા શતકના સમયગાળામાં જેમ જૈનસાહિત્ય અનેકવિધ રીતે સમૃદ્ધ બન્યું, એમ ચોવીશી ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા * ૩૫ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy