________________
ધીરવિજયજી કૃત સ્તવનચોવીશી
પ્રતપરિચય
શ્રી લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યામંદિરની ૧૧૪૩૮-૨૫૮ નં.ની હસ્તપ્રત (જે ખેડા ૨ નં.ના ભંડાર અંતર્ગત છે.) ૨૫ × ૧૪ ૧/૨ સે.મી.ની સાઇઝ ધરાવે છે. આ પ્રત કાળી અને લાલ શાહીથી લખાયેલી છે, ૧૮ પત્રો ધરાવતી આ પ્રતના અક્ષરો મોટા છે, પરંતુ કેટલાક અક્ષરો સમાનતાની ભ્રાંતિ કરાવે એવા છે. પડિમાત્રાનો વ્યાપકપણે ઉપયોગ થયો છે, પરંતુ સર્વત્ર પડિયાત્રા નથી, એ પણ ભ્રાંતિમાં વૃદ્ધિ ક૨ના૨ તત્ત્વ છે. કવિપરિચય
કવિ કૃતિમાં પોતાને ઋદ્ધિવિજયજી વાચકના શિષ્ય પંડિત કુંવરવિજ્યજીના શિષ્ય તરીકે ઓળખાવે છે. આ સિવાય કવિનો વિશેષ પરિચય ઉપલબ્ધ થતો નથી. સં. ૧૭૨૭માં આ હસ્તપ્રત લખાઈ છે, એટલે કવિનો સમય એ પૂર્વેનો હોવાનું નિશ્ચિત છે. એટલે આ ચોવીશીરચના ૧૭મા શતકમાં અથવા અઢારમા શતકની પ્રથમ પચીસીમાં રચાઈ હોવાનું અનુમાન કરી શકાય છે. આ કવિનો જૈન ગૂર્જર કવિઓ ભાગ-માં ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, તેમ જ સાહિત્યકોશ-ખંડ-૧ (મધ્યકાલીન)માં પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. કૃતિપરિચય
ધીરવિજયજીની આ રચના પ્રાસાદિક, સરળ, ગેય પદ્યરચના તરીકે નોંધપાત્ર છે. કવિની આ રચનામાં અનેક તીર્થોનો ઉલ્લેખ પણ ધ્યાન ખેંચે છે. કવિએ પ્રથમ સ્તવનમાં ઋષભદેવ ભગવાનના તીર્થ શત્રુંજયનો મહિમા કર્યો છે. ત્યાંની ૫૦૦ ધનુષની પ્રતિમાયુક્ત ગુફા, મનોહર રાયણવૃક્ષ, ચેલણ તળાવડી આદિ સ્થળોનો કવિએ ભાવપૂર્વક ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત આ તીર્થની આરાધના વિધિ રૂપે સાત છઠ્ઠ-અઠ્ઠમ આદિનો ઉલ્લેખ કર્યો છે. તેમજ આ પર્વતને દેવરૂપી ડુંગરો' કહી તીર્થ પ્રત્યેનો પોતાનો ભક્તિભાવ સુંદર રીતે અભિવ્યક્ત કર્યો છે. અજિતનાથ ભગવાનના સ્તવનમાં તારંગા તીર્થના મંદિરનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે. જિન પ્રાસાદ સોહામણો રે મેરુસ્યું માંડઈ વાર મેરે લાલ નાટક સુરસુંદર કરઇ ગાયઇં મધુરð સાદ મેરે લાલ
(૨, ૩)
Jain Education International
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૩૩
For Personal & Private Use Only
www.jainelibrary.org