________________
વિજ્યલક્ષ્મીસૂરિ કૃત સ્તવનચોવીશી
‘ઉપદેશપ્રસાદ’ જેવા વિશાળ સંસ્કૃત-કથા ગ્રંથ અને જ્ઞાનપંચમી દેવવંદનના કર્તા વિજયલક્ષ્મીસૂરિનો જન્મ આબુ પાસે પાલડી (શિહોરી જિ. રાજસ્થાન)માં થયો હતો. પોરવાડ વણિક પિતા હેમરાજ અને માતા આણંદબાઈના આ પુત્રનો જન્મ સં. ૧૭૯૭માં થયો હતો. સંસારી નામ સુરચંદ હતું. ૧૭ વર્ષની વયે દીક્ષા ધારણ કરી અને દીક્ષા સમયે સુવિધિવિજય નામ હતું. તે જ વર્ષે તેમને સૂરિપદ અને વિજયલક્ષ્મીસૂરિ એવું નામ અપાયું. તેમના ગુરુ તપાગચ્છના વિયાણંદસૂરિની પરંપરામાં સૌભાગ્યસૂરિ હતા.
કવિની અન્ય પ્રસિદ્ધ રચનાઓમાં છ અઠ્ઠાઈનું સ્તવન, વીસસ્થાનક તપપૂજા, જ્ઞાનપંચમીની ઢાળો, પંચમીવિષયક સ્તુતિ-સજ્ઝાય, નેમિનાથ સ્તવન આદિ ઉપલબ્ધ થાય છે. કવિએ રચેલા જ્ઞાનપંચમી દેવવંદન અને જ્ઞાન-પંચમી વિષયક અન્ય કૃતિઓની યાદી જોતાં જ કવિના જ્ઞાન માટેના ઊંડા આદરનો ખ્યાલ આવે છે. ૨૪આ ચોવીસીમાં પણ કવિએ અનેક પ્રકારની તત્ત્વવિચારણા સુંદર રીતે આલેખી છે.
કવિ પ્રથમ ઋષભદેવ સ્તવનમાં જિનેશ્વરદેવના દર્શનના આનંદને વર્ણવે છે. પરમાત્માની શિવપુરસ્થાનકમાં અનુપમ જ્ઞાનમય રમણતા છે અને તેઓ પરમ શુદ્ધતામય સ્થિતિને ધારણ કરી રહ્યા છે. તેમના દર્શને ભક્તની ચેતના પ્રભુગુણરંગી થાય છે. પરમાત્મા મોક્ષનું મુખ્ય કારણ હોવાથી તેમનામાં જ કર્ત્યબુદ્ધિ સ્થિર કરી તેમની પ્રણિધાનપૂર્વક (એકાગ્રતાપૂર્વક) ઉપાસનાનો પ્રારંભ કરવો જોઈએ એમ જણાવે છે.
બીજા સ્તવનમાં ૫૨માત્માના ચરણોની સેવા સુખરૂપી સરિતાના અખંડ પ્રવાહને આપનારી છે. ચાર ગતિના પરિભ્રમણ બાદ સુકૃત (સારાકાર્ય) રૂપી રાજાના પસાયે પ્રાપ્ત થયેલ મનુષ્યભવમાં પ્રભુ-ચરણની ઉત્તમ રીતે સેવા કરવા, તેમજ તેનું પિંડસ્થ – પદસ્થ આદિ ધ્યાન કરવા કહે છે.
-
કવિ ત્રીજા સંભવનાથ સ્તવનમાં પરમાત્માના દેખીતી રીતે પરસ્પર વિરોધી લાગતા ગુણોનું વર્ણન કરે છે, તેમ જ પરમાત્માને મોક્ષમાર્ગ માટે પુષ્ટાલંબન ગણી તેમનું ધ્યાન કરવા કહે છે. પ્રભુના ધ્યાનના પ્રભાવે આત્મા આઠ કર્મોના દળ છોડી પોતાના શુદ્ધ સ્વરૂપને ભોગવનાર થાય છે. કવિ એથી જ પરમાત્માને અધ્યાત્મરૂપ તરીકે ઓળખાવે છે.
ચોથા સ્તવનમાં પરમાત્માનું સ્થાન અને સ્વરૂપ વર્ણવતાં કહે છે; ૨૪.૬૮૫થી ૭૧૫ ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી.
૨૩૦ * ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org