________________
તેરમા સ્તવનમાં કવિ પરમાત્માની વિમલતાનો મહિમા કરે છે, તેમ જ પરમાત્માના ગુણોની અનંતતા વર્ણવતાં કહે છે;
સયલ પુઢવી ગિરિ જલ તરુજી, કોઈ તોલે એમ હથ્થ. તેહ પણ તુજ ગુણગણ ભણીજી, ભાખવા નહિ સમરથ.
(૧૩, ૨) કવિએ સોળમા સ્તવનમાં પરમાત્માના મનોહર સમવસરણસ્થ રૂપને તેમજ પરમાત્માના પ્રત્યક્ષ દર્શનના આનંદને સુંદર રીતે વર્ણવ્યા છે;
જગતદિવાકર જગતકૃપાનિધિ, વાલા મારા સમવસરણમાં બેઠા રે. ચઉમુખ ચઉહિ ધર્મ પ્રકાશે, તે મેં નયણે દીઠા રે. ભવિકજન હરખો રે નિરખી શાંતિનિણંદ ભવિ. ઉપશમરસનો કંદ નહીં ઈણ સરીખો રે.
(૧૬, ૧) સત્તરમા સ્તવનમાં કવિએ પરમાત્મવાણીના ગુણો વર્ણવ્યા છે. પરમાત્મા જીવાજીવાદિક નવ તત્ત્વને સમજાવે છે, તેમજ પ્રત્યેક પદાર્થનું નય, ગાય, ભંગ, નિક્ષેપ (વિવિધ દૃષ્ટિકોણો, પાસાંઓ વગેરે)ની દૃષ્ટિએ વિવરણ કરે છે. પરમાત્માની આ દેશનાને કારણે સાધક સ્વ-સ્વભાવની પ્રાપ્તિ કરી શકે છે.
કવિ અનુભવે છે કે, આવા ઉપકારી પરમાત્માના સર્વ નિક્ષેપ ઉપકારી છે. પરમાત્માના સમવસરણમાં એક દિશામાં મુખ રાખી દેશના દે છે, અને અન્ય દિશામાં દેવકૃત મૂર્તિઓ જ દેશના દે છે, પરંતુ તે મૂર્તિઓ પણ ઉપકારી બને છે, તે જ રીતે ભાવને સાધવામાં સહાયક બનતા નામ, સ્થાપના, દ્રવ્ય આ ત્રણે પરમાત્માના નિક્ષેપ સાધક માટે ઉપકારી છે. પરમાત્મમૂર્તિની ઉપકારકતા વર્ણવતું ૧૪મું સ્તવન મનોહારી કાવ્યરૂપ ધારણ કરે છે; મૂરતિ હો પ્રભુ મૂરતિ અનંત નિણંદ, તાહરી હો પ્રભુ
તાહરી મુજ નયણે વસીજી. સમતા હો પ્રભુ સમતારસનો કંદ, સહજે હો પ્રભુ સહજ
અનુભવરસ લસીજી.
(૧૪, ૧) અનંતનાથ ભગવાનની મનોહારી મૂર્તિ આંખોમાં સ્થિરરૂપ ધારણ કરી રહી છે. સમતારસના કંદ સમાન આ મૂર્તિ અનુભવરસથી પરિપૂર્ણ છે અને તેની શીતળતાથી ભવ્ય જીવોની ભવરૂપી દાવાનળની પીડા દૂર થઈ જાય છે. વળી આ મૂર્તિ મોહ-મિથ્યાત્વનું ઝેર દૂર કરવા જાંગુલી મંત્ર સમાન છે. પરમાત્મમૂર્તિ સાધકને મોક્ષરૂપી સુખ દેવામાં સમર્થ હોવાથી ભાવચિંતામણિ સમાન છે, અને આત્માનાં દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ તત્ત્વોમાં સ્થિરતા કરવા માટે પરમતત્ત્વ સમાન છે. પરમાત્મદર્શનથી કર્મોના આવવારૂપ આશ્રવ નષ્ટ થાય છે અને કર્મોને રોકવા રૂપ સંવર ગુણની વૃદ્ધિ થાય છે. પરમાત્મમૂર્તિ જાણે દર્શન, જ્ઞાન, ચારિત્ર આ ત્રણે ગુણોની માળા સમાન છે અને તેના દ્વારા આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. ૨૧૨ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org