________________
પૃ. ૩૬ રથી ૩૯૦) રચી છે. આ ચોવીશીમાં જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્યનું મનોહર સંયોજન થયું છે. કવિ પ્રથમ સ્તવનમાં કહે છે કે, અનેક ભવોમાં ભ્રમણ કરતા પૂર્વ-પુણ્યના ઉદયથી પરમાત્માનું દર્શન થયું છે. પરમાત્માની નિર્વિકારી મુદ્રા જોતાં જ સાધકને પોતાની અંદર રહેલો શુદ્ધાત્માનો અનુભવ જાગી ઊઠે છે. ચોથા સ્તવનમાં પ્રભુના ચારનિક્ષેપ નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ સાધકને ઉપકારી છે તેનું વર્ણન કર્યું છે. પરમાત્માના મુખ અને આંખો ભક્તોના હૃદયમાં વસે છે. (ભાવ) જેમના નામમંત્રનું સ્મરણ કરવા માત્રથી સર્વ વિપત્તિઓ નષ્ટ થાય છે. (નામ) તેમની મૂર્તિ પણ મનોહર રૂપ ધારણ કરનારી છે. (સ્થાપના) તેઓ મોક્ષે ગયા બાદ પણ જ્ઞાનરૂપી પ્રકાશને ધારનારા, ચારગતિને છેદનારા અને કારણ વિના પણ જગતના
જીવો પર વાત્સલ્યભાવ ધારણ કરનારા અને વૈરાગ્યભાવને પોષનારા છે. આમ, કવિએ પરમાત્માના ચારે નિક્ષેપની ઉપકારકતા વર્ણવી છે. રત્નવિજયજી શીતલનાથ સ્તવનમાં પરમાત્માને ધ્યાનભુવનમાં સ્થિર કરવા સૂચવે છે :
ધ્યાનભુવનમાં બાઈએ. તો હોય કારજ સિદ્ધ અનુપમ અનુભવ સંપદા, પ્રગટે આતમધ લલના
(૧૦, ૭) કવિ આત્માનુભવ માટે પરમાત્મધ્યાનને આવશ્યક ગણે છે. ધર્મનાથ સ્તવનમાં જીવે સેવેલા અઢાર પાપસ્થાનકોનું વર્ણન કર્યું છે. શાંતિનાથ સ્તવનમાં શાંતિનાથ પરમાત્માના જન્મસમયે ફેલાયેલા રોગ-ઉપદ્રવમાં શાંતિનું તાદશ વર્ણન કર્યું છે.
આજ શતકમાં થયેલા અમૃતવિજયજીએ વ્રજભાષામાં સુંદર સ્તવનો રચ્યા છે. કવિના પદ્મપ્રભુસ્વામી અને કુંથુનાથ સ્તવન યશોવિજયજીના પ્રથમ ચોવીશીના ક્રમશઃ પહેલા અને ત્રીજા સ્તવનના ભાવાનુવાદ છે. વ્રજભાષાના સૌંદર્ય અને કવિની માર્દવયુક્ત અભિવ્યક્તિને કારણે આ સ્તવનો વિશેષ નિખર્યા છે.
ઉદા. : ઈંદ્ર ચંદ્ર રવિ ગિરિ તણાં ગુણ લઈ ઘડ્યું અંગ લાલ રે. ભાગ્ય કિંહા થકી આવિયું, અચરિજ એહ ઉતંગ લાલ રે.
(રૂ. ૧, ૪) યશોવિજયજી શશિ રવિ ગિરિ હરી કો ન ગુનલેઈ, નિરમિત ગાત્ર સમારી, બખત બુલંદ કાંહાંસો આયો, યે અચરજ મુજ ભારી.
(રૂ. ૬, ૪ અમૃતવિજયજી) ઉપરનાં ઉદાહરણોથી જોઈ શકાશે કે, અમૃતવિજયજી પાસે કવિ ઉપરાંત ભાવાનુવાદકના ગુણો રહ્યા છે.
શ્રી વિમલનાથ સ.માં ભવભ્રમણનું વર્ણન જીવાત્માને અનુભવથી ભવભ્રમણની પીડાનું તાદશ ચિત્ર આલેખે છે. અંતે પોતાના જેવા પાપી પતિતનો ઉદ્ધાર કરવાની હૃદયપૂર્વકની પ્રાર્થના કરે છે. શ્રી અનંતનાથ સ્વ.માં પરમાત્માના અલૌકિક સૌંદર્યનું વર્ણન કરતા કહે છે; અનુપમ રૂપકી આગ હારી, દેવ અનુત્તરકી છબી સારી
(૧૪, ૪) દેવોમાં પણ સર્વશ્રેષ્ઠ સૌંદર્ય ધારણ કરનારા અનુત્તર દેવો પણ પરમાત્માના અપૂર્વ રૂપ આગળ હારી ૪૬ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org