________________
જગબંધવ જગનાથ છો હું જગતવછલ જગભાણ રે હું જિન ગુણ ગાતાં હરખજ્યું હું ઉત્તમ કોડિ કલ્યાણ રે હું ૧૨. શ્રી.
ઇતિ શ્રી નેમીનાથ સ્તવને ૨૨
ભવગર પીડિત જીવને રે અગદેકાર સમાન રે જગતરાય પાસ પ્રભુત્રેવિસમો હો લાલ શિવ શ્રી વર ગુણવાન રે જગતરાય ૧
નાથ નિરંજન વાહાલયો હો લાલ. કરમાં શસ્ત્ર ધરે નહિ રે અંક વધુઈ સૂન્ય રે જગ. નેત્ર તે સમરસે ઝીલતા હો લાલ સેવે જે કૃત પુન્ય રે ૨. ગ. ના. અપરાધી સુર ઉપરે રે પુજક ઉપર જાસ રે જગ. સમ ચિત્ત વૃત્તિ વરસેં સદા હો લાલ નમો નમો તે ગુણ રાશિ રે જગ. ૩ ના. અશ્વસેન કુલ દિનમણી રે વામા ઉમરસર હંશ રે જગ. ફણીધર લંછણ દીપતો હો લાલ લોકોત્તર તુમ વંશ રે જગ. ૪ ના. અનુક્રમે ગુણ ફરસી કરિ રે પારંગત હુયો દેવ રે જગ. સિધ બૂધ પરમાતમાં હો લાલ ગઈ સિદ્ધતા હેવ રે જગ. ૫ ના. લોકોત્તર ગુણવંત છો રે અજરામર ગતશોક રે જગ. ખિમાવિજય જિનરાયનેં હો લાલ સેવૈ ઉત્તમ લોક રે જગ. ૬ ના.
ઇતિ શ્રી પાર્શ્વજિન સ્તવને સંપૂર્ણ ૨૩
ત્રિસલાનંદન જિન જયકારી જગજતુ હિતકારીજી અનુપમ આતમ અનુભવધારી ઘાતિકરમ નિવારિજી ૧. ત્રિ. કેવલજ્ઞાન લહિ જગનાયક દેશના અમૃતધારાજી વરસી સિંઘ ચતુરવિધ શાવ્યો ત્રિભુવન જનઆધારજી ૨. ત્રિ. શ્રી ગૌતમ પ્રમુખ જિનવરનેં ચઉદ હજાર મુર્શિદજી છત્રીસ સહસ અજ્જાનો પરિવાર નમતાં નીત્ય આણંદજી ૩. ત્રિ. એક લક્ષ ઓગણસઠ સહસ વ્રતધારી શ્રાવક સારજી ત્રય લક્ષ્ય સહસ અઢાર પ્રભુને શ્રાવિકા સૂધાચારજી ૪. ત્રિ. સાતમેં કેવલજ્ઞાની વૈકીય લબ્ધીધર અણગારજી પંચસે વિપુલમતિ જાણ નાણી ત્રણ પૂરવધારજી પ ત્રિ.
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org